SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ રર૦ : જૂનાગઢ અને ગિરનાર સીલેખાનાઓમાં શાંત કરી દીધાં. તે ઉપરાંત રાજાઓને દીવાને કે કારભારીઓ રાખવા વિષયમાં પણ એજન્સીએ સચેત રાખેલા. એજન્સીની પરવાનગી વગર દીવાન રાખી શકાતા નહિ અને કાઢી પણ શકાતા નહિ; પરિણામે શક્તિશાળી દીવાને આવ્યા અને સ્થિરતાપૂર્વક રહ્યા. એજન્સી અધિકારીઓએ તેમને વારંવાર આધુનિક પદ્ધતિએ રાજ્યતંત્રને મૂક્વા માટે સલાહ-સૂચના અને આદેશ આપી તેના કાર્યમાં રાજાને દખલ કરવાની વૃત્તિ ઉપર અંકુશ મૂકો. નવાબ મહાબતખાન બીજાના સમયમાં, એજન્સીની આ નીતિ પૂર્ણ સ્વરૂપે અમલમાં આવી અને પરિણામે જૂનાગઢમાં મધ્યકાલના અંધારપટનું છેદન થઈ નૂતન યુગને પ્રકાશ પથરાયે. રાજને જેમ માત્ર જન્મની લાયકાત સિવાય અન્ય લાયકાતની આ યુગમાં જરૂર ન હતી તેમ દીવાને અને અધિકારીઓ માટે પણ રાજાની કૃપા સિવાય બીજી કેાઈ લાયકાતની જરૂર ન હતી. જે દીવાન રાજકર્તાની પ્રીતિ અને વિશ્વાસ સંપાદન કરી શક્યો હોય અને જે દીવાન રાજકર્તાને અંગત ખર્ચને પહોંચી વળવા પ્રજા પાસેથી વધારેમાં વધારે ધન ચૂસી શકતા હોય તે દીવાન કુશળ ગણાતા અને રાજકર્તાની કૃપા અન્ય પ્રત્યે સવિશેષ થતી કે દીવાન તેની ધારણા પ્રમાણે ઉપાજન ન કરી શકતા ત્યારે તરત જ તેને કારાવાસ, દેહાંતદંડ કે બરતરફીની બક્ષિસ મળતી. નવાબ મહાબતખાનના સમયમાં અનંતજી અમરચંદ વસાવડા, ગોકુલજી સંપત્તિરામ ઝાલા, વઝિર બહાઉદીનભાઈ, જમાદાર માલેહ બીન સાલમ હિન્દી, નરસિંહપ્રસાદ હરિપ્રસાદ બૂચ, મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી જેવા પ્રખર રાજપુરુષની દીર્ધદષ્ટિ, જ્ઞાન, અનુભવ ને પ્રજાહિતની ભાવના, અગ્રેજ અમલદારોનાં માર્ગદર્શન, ઉત્તેજન અને અંકુશના કારણે તેઓ રાજ્યમાં અનેક પ્રકારના ક્રાંતિકારી સુધારાઓ કરી શકયા અને રાજ્યતંત્રને જૂની ઘરેડમાંથી બહાર લઈ આવ્યા. ઈ. સ. ૧૮૬૨માં નવાબે રાજમાતાથી સ્વતંત્રપણે રાજ્ય કરવા માંડયું. તેણે જૂના શિરસ્તા પ્રમાણે ઉના મહાલની ઊપજમાંથી એક પાઈ પણ ન વાપરતાં તેષાખાનામાં જમા રાખવાનું ધોરણ સ્વીકાર્યું પરિણામ જાહેર કામે માટે મોટી રકમની બચત થઈ શકી. તે સિવાય, કર્નલ કટિંગ્સનાં સલાહ અને સુચનથી તેમજ દીવાન ગોકુલજી ઝાલાના પ્રયાસથી રાજયમાં “દીવાની રિસાલો' નામને સિવિલ પ્રેસિજર કોડ ફોજદારી ધાર' નામને પિનલ કોડ તથા જિદારી કામ ચલાવવાને ધાર’ નામને ક્રિમિનલ પ્રોસિજર કોડ બ્રિટિશ અદાલતમાં ચાલતા કાયદાઓ ઉપરથી થોડા ફેરફાર સાથે તૈયાર કરી દાખલ કરવામાં
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy