SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ . બાબી વંશ-ઉત્તરાર્ધ : ૨૯૩. 'કાફીનમાં રાખી રાજકોટ લઈ ગયા, જ્યાં આજ તેની સ્મૃતિમાં નવી હેસ્પિટલ પાસે કાર્નેગી ફાઉન્ટન ઊભે છે. શાહઝાદા શેરઝમાનખાનનાં પ્રથમ લગ્ન, તા. ૧૫-૪-૧૮૯૪ના રોજ રાધનપુરના નવાબ બીસ્મીલાહખાનનાં કુંવરી મુબારકબખ્ત સાથે થયાં. તે પછી બીજાં લગ્ન તા. ૬-૫-૧૮૯૯ના રોજ બાટવાના બાબી દરબાર શેરબુલંદખાનની પુત્રી રહીમબખ્ત સાથે થયાં તથા ત્રીજાં લગ્ન વછરબેગમ સાથે થયાં. તેમને પ્રથમ લગ્નથી એક કુંવરી થઈ જે બાલ્યાવસ્થામાં મૃત્યુ પામી. બીજી કુંવરી લાલબખ્તનાં લગ્ન સુખપુર દરબાર ખાનશ્રી એદલખાનજી વેરે તથા ત્રછ કુંવરી સુન્હાનબન્નેનાં લગ્ન વાડાસિનોરના જમીયતખાનજી વેરે થયેલાં. | રઝમાનખાન કે જે શેરજીમાંખાન કે બાપુ સાહેબને નામે જાણતા હતા તે તા. ૧૫મી ઓગસ્ટ ૧૯૦૮ના રોજ ગુજરી ગયા. કુદરતી આફતો નવાબ રસુલખાનના સમયમાં ઈ. સ. ૧૮૯૦માં મુંબઈમાં ભયંકર લેગ આવ્યું. તેને ચેપ પોરબંદરમાં આવ્યો અને ત્યાંથી તેણે કુતિયાણામાં પ્રવેશ કરી માનવ સંહારનું તાંડવ શરૂ કર્યું. આ પ્રસંગે ડો. નરોત્તમદાસ ઈજી વૈષ્ણવ તથા આસિસ્ટંટ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસે શ્રી હરિપ્રસાદ ઉદયશંકર દેસાઈએ રાતદિવસ જહેમત ઉઠાવી, કરન્ટાઈન કરી, અનેક પ્રકારના ઉપાયથી તૈયતના જાનમાલનું રક્ષણ કરી કુતિયાણાને મહા વિનાશમાંથી ઉગારી લીધું. . ઈ. સ. ૧૮૯૮માં તેને પુનઃઉપદ્રવ થયો. ત્યારે રસી મૂકવાનું કાર્ય પ્રથમવાર હાથ ઉપર લેવાયું. તેમ છતાં રાજયમાં રોગ જુદે જુદે સ્થળે પ્રસરી ગયો પણ ડોકટરે, અધિકારીઓ અને અન્ય નાગરિકેની પ્રશંસનીય કામગીરીના કારણે 1 કેપ્ટન કાર્નેગીના મૃત્યુ બાબતમાં મિ. એસ. ડબલ્યુ. એડવર્ડઝ અને મિ. એલ. જી. રેઝર લિખિત “ફલીંગ પ્રિન્સીસ ઓફ ઈન્ડિયા-જુનાગઢ”માં જણાવ્યું છે કે જ્યારે કાર્નેગીને સિહે પકડ્યા ત્યારે સિંહ ઉપર તાસીરે થયો તેમાં સાતથી આઠ ગોળીઓ નેટીએ મારી, કેપ્ટન ફલ જામ્બેએ પણ એક ઘા કર્યો” તે વિશેષમાં ઉમેરે છે કે નેટીવાની હિંમત પ્રશંસનીય હતી.” બધું સારું થાય તે અંગ્રેજો જ કરે તેવી માન્યતા, મનવૃત્તિ અને પૂર્વગ્રહથી ગ્રસિત થયેલા આ અંગ્રેજ લેખકે લખતા નથી છતાં તે વખતે નેટીમાં શ્રી હરપ્રસાદ દેશાઈ એક્લા જ હતા. ખેડા શિકારી પાસે બંદુક જ ન હતી. માહિતી ખા. શ્રી. ગુલામરસુલખાન બાબી.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy