________________
બાબી વંશન-અંત : ૩૬૫
આરઝી હકૂમત
તે સાથે જૂનાગઢની પ્રજાના પ્રાણ અકળાતા હતા. તેમની દ્રષ્ટિ સમક્ષ સર્વનાશ અને સંપૂર્ણ વિનાશ હતે. કાં હમણું કાં હરગીઝ નહિ એ ન્યાયે તરત જ નિર્ણય લેવાય તે આવશ્યક અને અનિવાર્ય હતું. આ અનિષ્ટને ઉપાય શોધો જ રહ્યો. ભારત સરકાર તે માટે કંઈ કરી શકે તેમ હતું નહિ અને જ્યાં સુધી ભારત સરકાર તે માટે સક્રિય પગલાં ન લે ત્યાં સુધી કાંઈ પણ કરવાનું સાહસ પણ શકય ન હતું. તેમ છતાં કાઠિયાવાડ રાજકીય પરિષદ તારીખ ૨૫-૪-૧૯૪૭ના રોજ રાજકોટ મુકામે આ પ્રશ્નનો વિચાર કરવા એક સભા બોલાવી. શ્રી અમૃતલાલ દલપતભાઈ શેઠ, શ્રી સામળદાસ ગાંધી અને અન્ય આગેવાનોએ ચર્ચા વિચારણા કરી. શ્રી રસીકભાઈ પરીખ, શ્રી રતુભાઈ અદાણી અને શ્રી જેઠાલાલ જોશીની બનેલી, સંરક્ષણ સમિતિની રચના કરી. બંધારણીય રીતે આ લડત જૂનાગઢ રાજ્યના પ્રજાજનેએ જ કરવાની હતી. તેથી તારીખ ૨૫-૯-૧૯૪૭ ના રોજ મુંબઈના માધવબાગમાં મળેલી વિરાટ સભામાં જૂનાગઢ રાજ્યના પ્રજાજનોએ, જૂનાગઢમાંથી પાકીસ્તાન રક્ષિત સરકાર ઉથલાવી નાખવા નિર્ણય લીધો. કુતિયાણામાં બારખલી જમીન ધરાવતા, પ્રખર પત્રકાર અને તેજસ્વી વક્તા શ્રી સામળદાસ ગાંધીના પ્રમુખપણું નીચે આ સભાએ જૂનાગઢની આરઝી હકૂમતની સ્થાપના કરી. તેમાં સર્વશ્રી દુર્લભજી ખેતાણું, ભવાનીશંકર આત્મારામ ઓઝા, નરેન્દ્રભાઈ પ્રાગજીભાઈ નથવાણી અને મણિલાલ સુંદરજી દેશી પ્રધાને નીમાયા. બાબરીયાવાડના શ્રી સુરગભાઈ કાળુભાઈ વરૂ અને શ્રીમતી પુષ્પાબહેન મહેતા આ પ્રધાનમંડળમાં પાછળથી જોડાયાં.
આરઝી હકૂમતની સ્થાપના થયા પછી, સંરક્ષણને બદલે યુદધને કાર્યક્રમ મુખ્ય થયો. તેથી સર્વશ્રી સામળદાસ ગાંધી, રસિકભાઈ પરીખ, રતુભાઈ અદાણી, જેઠાલાલ જોશી અને ગોકલદાસ ગગલાણીની બનેલી સંગ્રામ સમિતિ રચવામાં આવી, અને તેને સર્વશ્રી ચીમનલાલ ચકુભાઈ, મોહનલાલ મહેતા અને અન્ય કાર્યકર્તાઓની સક્રિય સહાય મળી.
આરઝી હકૂમતને હવે યુધ્ધમાં ચડવાની ઘડી આવી હતી. માંગરોળ, માણાવદર, બાટવા અને સરદારગઢ હિન્દી સંઘમાં આવી ગયાં હતાં એટલે સમગ્ર ધ્યાન જૂનાગઢ ઉપર કેન્દ્રિત કરવાનું હતું. જૂનાગઢ રાજ્ય પાસે ૧૭૭ લાન્સર્સ
1 આરઝી હકૂમતમાં પુષ્પાબહેનને “બહિષ્કાર નું ખાતું સેંપવામાં આવેલું. વંદેમાતરમ્
તા. ૪-૧૦-૧૯૪૭