________________
૩૬૬ ૪ જૂનાગઢ અને ગિરનાર
અને ૨૪૦ પાયદળનું તાલીમ પામેલું સશસ્ત્ર અને સુસજજીત સૈન્ય હતું. ૧૦૭૧નું સશસ્ત્ર પિલીસકળ હતું અને બીજા વિશ્વયુદ્ધમાં શાહી માં રહી લડેલા અને તાલીમ પામેલા અનુભવી અમલદારો હતા. રાજ્ય પાસે દારૂગેળા અને સુરંગે હતાં અને સેંકડોની સંખ્યામાં લડે તેવા અનિયમિત માણસો હતા. તે સાથે કેશોદનું એરોડ્રોમ તેના કબજામાં હતું. વર્ષાઋતુ હતી એટલે સમુદ્ર માર્ગ બંધ હતે પણ હવાઈ માર્ગે કરાંચીથી લશ્કરી સહાય આવી પડે તેવી પૂરતી શકયતા હતી. આવા સાધન સંપન્ન રાજય સામે બાથ ભીડવાનું સાહસ કરવાનું જોખમ જેવું તેવું ન હતું તેમ છતાં આરઝી સેનાના સરસેનાપતિ શ્રી. રતુભાઈ અદાણીએ નિયમિત અને અનિયમિત સૈનિકોને વ્યવસ્થિત તાલીમ આપી જૂનાગઢ રાજ્યની સરહદ ઉપર “કરંગે યા મરેંગે” એવા નિશ્ચય સાથે ચડાઈ કરી.
તા. ૩૦-૯-૧૯૪૭ના રોજ આરઝીની સેનાએ રાજકોટમાં આવેલ જૂનાગઢ રાજ્યને આલીશાન ઉતારે “જજૂનાગઢ હાઉસ” કબજે કર્યો અને દશેરાના દિવસે ભેસાણ મહાલ તાબાના અમરાપર વગેરે ગામ લઈ ત્યાંથી ગાધડકા કબજે કરી નવાગઢ સર કર્યું. નવાગઢ કિલાવાળું ગામ છે તથા તેના કિલા ઉપર આરઝીએ આક્રમણ કરી તે જીત્યું તે સમાચાર દીવાન ભુટને વ્યથિત કરી દીધા અને તેણે તેના અંગત માણસોને ખાનગી રીત આરઝાની તાકાત જેવા અને માપવા મોકલ્યા. આરઝીની સેના કુતિયાણા ઉપર ચડી. અને તેની સાથે બાબરીયાવાડ મહાલનાં ૩૪ જેટલાં ગામોના ગીરાસદારોએ. તેમને નિર્ણય હિદી સંધમાં જોડાવાને જાહેર કરી, નવાબની હકૂમત ફગાવી દઈ હિન્દી સંધનું શરણ શોધતાં તારીખ ૧-૧૧-૧૯૪૭ના રોજ હિન્દી સૈન્ય નાગેશ્રી મુકામે બાબરીયાવાડને કબજે લીધે. - આ દરમ્યાનમાં, સર શાહનવાઝે, પાકીસ્તાનથી સો મગાવવા મરણિયા પ્રયાસ કર્યો. તેણે ઉપરકેટમાં દારૂગોળે ધરખે અને જૂનાગઢથી વડાલ અને એકી સુધીના માર્ગો ઉપર સ્ફોટક અવરોધ ઊભા કર્યા. પોલીસ કમિશનર મહમદહુસેનશાહ નકવી, પાકીસ્તાનથી લશ્કરી સહાય લઈ આવવાને બહાને નાસી ગયા. પાકીસ્તાનથી નકવી પાછા આવ્યા નહિ કે અન્ય આવ્યું નહિ.
જૂનાગઢ ઉજજડ થઈ ગયું. ધૂળે દિવસે માર્ગો વેરાન થઈ ગયા. ભય,
1 આ પ્રસંગે જે બે ભાઇઓ નવાગઢ ગયા હતા તેમણે મને તેમની તથા સર શાહનવાઝ વચ્ચે શું વાત થઈ અને તેને શું પ્રત્યાઘાત હતો તે કહેલું. તેને સારાંશ એ છે કે આ બધું સાંભળી તેની મોરાલ તૂટી ગઈ હતી.-લેખક.