SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ કર ઃ જૂનાગઢ અને ઈતિહાસ ઉત્પનનમાંથી પ્રજાજનો કે રાજપુરૂ વસતા હોય તેવા કોઈ અવશેષ મળ્યા નથી. રૂદ્રદામા પછી રૂદ્રદામા ઈ. સ. ૧૫૮માં મૃત્યુ પામ્યો. તેને અનુગામી યઝદામા ઈસ. ૧૭૮માં ગુજરી ગયા અને તેના પુત્રો છવદામાં અને સત્યદામા યુધેિ ચડયા. તેમાં છવામા જીત્યો. પરંતુ ઈ.સ. ૧૮૧માં યઝદામાનાં ભાઈ રૂદ્ધસિંહ, ૧લાએ જીવદામાને પંદષ્ણુત કરી ગાદી પચાવી પાડી. રૂદ્રસિંહ ઈ.સ. ૨૦૧માં ગુજરી ગયો અને તેને અનુગામી રૂદ્રસેન, લો. ઈ. સ. રસરમાં ગુજરી ગયે. તેના પછી સંધદામા ગાદીએ આવ્યો પણ તે એક જ વર્ષ રાજ્ય કરી ઈ.સ. ૨૩ માં મૃત્યુ પામ્યો., , ઈ. સ. ૧૫૮થી ઈ. સ. રર૩ સુધીના પાંસઠ વર્ષના ગાળાને ગિરિનગરને કાંઈ ઈતિહાસ પ્રાપ્ત થતી નથી. માત્ર શક સંવત ૧૦૦-ઈ. સ. ૧૭૮ના એક શિલાલેખને ખંડિત ભાગ મળે છે તેમાં ન જીવેશમાના નામને ઉલ્લેખ છે. .. . ગિરિનગર–પાટનગર ઈ.સ. રર૩માં કેના હાથમાંથી ઉજજૈન ગયું અને તેમણે ગિરિનગરને ' પાટનગર બનાવ્યું. ઈ. સ. ૨૩ થી ઈ. સ. ૨૦ ની વચમાં શાકે મહારાજ્યનું મુખ્ય કેન્દ્ર ગિરિનગર થયું અને તેનું નામ સંભવત સુવર્ણગિંરિનગંર કે સાર્વભૌમનરેદ્રપુર રાખ્યું. સુવર્ણગિરિનગર , સુવર્ણગિરિનગર ગિરિનગરનું જ નામ હતું કે કેમ તે પ્રશ્નો નિશ્ચયાત્મક નિર્ણય થઈ શકે એમ નથી. ગિરિનગર પાસે સુવર્ણરેખા સરિતા વહે છેતેથી તેને સુવર્ણગિરિ કહ્યું હોય. એમ પણ જાણવા મળે છે કે સામ્રાજ્યના દક્ષિણાપથ વિભાગનું પાટનગર સુવર્ણગિરિ હતું અને સૌરાષ્ટ્ર દક્ષિણાપથમાં હતું તેમ તે મૌર્યકાલથી પ્રાંતિક પાટનગર હતું તેથી આ સુવર્ણગિરિનગર તે ગિરિનગર જ હોય ! એ સાથે એવી શંકા કરવામાં આવે છે કે મેગેસ્થતીને માંડ્યું છે કે દક્ષિણાપથનું પાટનગર સુવર્ણગરિનગર - સમુદ્રતીરે હતું. મેગેસ્થનીઝે ઈ. સ. પૂર્વે ૩૧૭-૩૧૨ લગભગ થઈ ગયા અને તેના વિધાનને પ્રમાણ ગણીએ તો દ્વારકાનું નામ સુવર્ણગિરિ હેય ! દ્વારકા સુવર્ણનું હતું તેમ આજે પણ કહેવાય છે પણ ત્યાં ગિરિ ન હતી. કદાચ સુવર્ણ એટલા પ્રમાણમાં હતું કે તેને ગિરિની ઉપમા આપી હેય ! હરિવંશમાં દ્વારકા સમીપે રેવત પર્વત હતું એવું કથન છે તેથી તેને સુવર્ણગિરિ માનીયે
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy