________________
પ્રાચીન ઇતિહાસ
પ્રાચીન
મૌર્ય કાલ પૂર્વે જૂનાગઢનો ઈતિહાસ અંધારની ઘેરી જવનિકા પાછળ છુપાયેલો પડયો છે. વિષ્ણુપુરાણ અને હરિવંશમાં તેના અસ્પષ્ટ ઉલલેખ થયા છે. તેનો સારાંશ એ છે કે શર્યાતિના પુત્ર રેવના પુત્ર રૈવતની રાજધાની કુશસ્થળી હતી. એકવાર તે તેની પુત્રી રેવતીને સાથે લઈને, બ્રહ્મા પાસે, રેવતીનાં લગ્ન કોની સાથે કરવાં તેની સલાહ લેવા બ્રહ્મલોકમાં ગયો. ત્યાં હુછું અને હાહા નામના ગાંધર્વો અતિતાન નામનું ગાન કરતા હતા તે સાંભળવા રોકાઈ ગયો. ગાન સમાપ્ત થતાં તેણે રેવતીનાં લગ્ન કોની સાથે કરવાં તે સલાહ માગી, ત્યારે બ્રહ્માએ કહ્યું કે “મૃત્યુલેકમાં તું આવ્યું ત્યારથી અત્યાર સુધીમાં ચાર ચોકડી યુગ વીતી ગયો છે અને ત્યાં મનુષ્યની અનેક પેઢીઓ થઈ ગઈ છે. કુશસ્થળીને પુજનોએ નાશ કર્યો છે અને ત્યાં યાદવે વસ્યા છે. તેમાં શ્રીકૃષ્ણ છે, તેના ભાઈ બલરામ સાથે તારી પુત્રીનાં લગ્ન કર.” રેવત કુશસ્થળીમાં પાછો આવ્યો. ત્યાં યાદવો રાજ કરતા હતા. તેણે બલરામને પિતાની પુત્રી પરણાવી પણ રેવતી ઊંચી હતી અને બલરામ નીચા હતા તેથી બલરામે તેના ગળામાં હલ નાંખી તેને ખેંચતાં તે નીચી થઈ ગઈ. રૈવત તે પછી રેવતીનાં લગ્ન કરી એક પર્વતમાં રહેવા ચાલ્યો ગયો અને તે પર્વત રેવતાચલ કે રેવત કહેવાયો. આ વાર્તા સ્વરૂપનું વિધાન ઈતિહાસ તરીકે સ્વીકાર્ય થઈ શકે નહીં.'
આ માહાભ્યની ચર્ચા ગિરનાર પ્રકરણમાં કરવામાં આવી છે.