________________
બાબી વંશ-ઉત્તરાર્ધ : ૨૪૩
કાદુ ઉપર એ પછી એવી ભીંસ થઈ કે, તે તથા તેના સાથીઓ કરાંચી માર્ગ મકરાણ તરફ નાસી જવા એક પછી એક નીકળી ગયા. અલાદાદ સિંધના રણમાંથી નાઘેરના કેળીઓ, હિંગળાજ પરસવા જતા હતા તેની સાથે ભળી ગયેલો ત્યાંથી પકડવામાં આવ્યો. દીનમહમદ મુંબઈના સ્ટેશન ઉપર ગોળના માટલામાં સોના ચાંદીના સિક્કા ભરી ઉતર્યો પણ માટલું પડી જતાં પોલીસે વેરાઈ ગયેલી ગીનીઓ અને રૂપિયાઓ સાથે પકડી લીધો. કાદુ કચ્છની સરહદ ઓળંગી, એક ઊંટ ભાડે કરી મકરાણ તરફ નીકળે. કરાંચીમાં, જનાગઢથી થયેલા તારના આધારે કાદુને કેઈ પકડી લેશે કે પકડાવી દેશે તેને ઈનામ મળશે તેવા ભીંતપત્રો ચડેલા. તે આજ કાદુ હશે તેવી ઊંટવાહકને શંકા જતાં તેણે કરાંચીમાં પિલીસ સ્ટેશન પાસે ઊંટ ઝુકાવી અંદર જઈ ખબર આપ્યા. કાદુ બેખબર બેઠો બેઠે આસપાસ જોતા હતા ત્યાં પોલીસ પાર્ટીએ તેને ઘેરી લીધો તે પણ તેણે ઉમેદઅલી નામના કેન્સટેબલને ઠાર કર્યો. ખેયરમહમદ નામના પોલીસ જમાદારે તેને પાછળથી બથ નાખી પકડી લીધે.
કાદરબક્ષની ઉપર કરાંચીમાં જ કેસ ચલાવવાનું નક્કી થયું તેથી અલાદાદને જૂનાગઢ લઈ આવવા અને કાદુને ઓળખી લઈ આવવા હરપ્રસાદ ઉદયશંકર દેશાઈ તથા અંબારામ સુંદરજી છાયા કરાંચી ગયા. ત્યાંથી અલાદાદને સ્ટીમર દ્વારા વેરાવળ લઈ આવ્યા. કાદુએ કરાંચીમાં પોલીસ કોન્સટેબલનું ખૂન કરેલું તેથી તેને કેશ ત્યાં જ ચલાવી ફાંસી દેવાનું નક્કી થતાં તે ત્યાં જ રહ્યો. તેને કરાંચીમાં તારીખ ૫-૬-૧૮૮૭ ના રોજ ફાંસી આપવામાં આવી. અલાદાદ તથા દીનમહમદને જૂનાગઢમાં તારીખ ૨૮-૬-૧૮૮૭ ના રોજ આજે જ્યાં જીમખાના ગ્રાઉન્ડ છે ત્યાં જાહેરમાં ફાંસી આપવામાં આવી. અબુબકર એક ધીંગાણામાં, ચીસ્તી મકબુલમીયાં ફેઝદીનમીયાં તથા જમાદાર અબ્દલાના હાથે મરાઈ ગયા હતા. ગુલમહમદ શાબદાદ પકડાઈ ગયેલા ત્યારે તેનું વય માત્ર ૧૬ વર્ષનું હતું. તેમને ચેડાં વર્ષો પછી મુક્ત કરવામાં આવ્યા અને રાજની
1 કાદુ બહારવટિયાનું વૃત્તાંત સ્વ. શ્રી. ઝવેરચંદ મેઘાણીએ સોરઠી બહારવટિયામાં સુંદર
અને સરસ રીતે આલેખ્યા પછી તેના આધારે નાટક, ફિલ્મો અને વાર્તાઓ ઘણા ફેરફાર અને કલ્પિત પ્રસંગે સાથે લખવામાં આવ્યાં છે અને તેનાથી જાહેર પ્રજામાં ઘણી ખોટી માન્યતાઓ પ્રચલિત થઈ છે. તેથી આ પ્રસંગને આ પુસ્તકમાં આપવું જોઈએ તેના કરતાં વિશેષ વિસ્તૃત સ્વરૂપે આપ્યું છે. તેની બાથી પણ વિશેષ વિગતો માટે જુઓ પિતૃતર્પણ-શં. હ. દેશાઈ.