SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૪ : જૂનાગઢ અને ગિરનાર આવી છેડે સમય વ્યતિત કરી, સિંધના નગરઠઠ્ઠા શહેરમાં આવી વસ્યા. અહિ તેમણે અલાહની મહેરબાની, કુદરતી બક્ષિસ અને ઈબાદતથી અનેક ચમત્કારે કરી બતાવ્યા. ત્યાંથી તેઓ રાહ માંડલિકના સમયમાં એટલે ઈ. સ. ૧૪૭૦ ની આસપાસ સૌરાષ્ટ્રમાં આવ્યા. આ સમયે જૂનાગઢના પહાડોમાં, ભૂત, પ્રેત, પિશાચ અને એવા અવગત પામેલા આત્માઓ વસતા અને નિર્દોષ માણસોને ત્રાસ આપતા. પીર જમિયલશાહે તેમને વશ કરી તેમનું અસ્તિત્વ નષ્ટ કર્યું. તેણે જનતાને પણ આણમાં લીધા. કિવદંતી છે કે જ્યારે નાગબાઈને રાહ માંડલિકે સંતાપ્યાં ત્યારે જમિયલશાહ પીર રાહને સમજાવવા ગયેલા. તેમણે રાહને આઈની માફી માગવા સલાહ આપી પણ રાહ મા નહિ ત્યારે તેમણે મહમૂદ બેગડાને જૂનાગઢ આવી સોરઠ જીતી લેવા આમંત્રણ આપ્યું. આ પવિત્ર, પ્રતાપી અને ઈશ્વરને પ્રારા ઓલિયાના જીવન અને ચમત્કારેની અનેક વાતે પ્રચલિત છે. જે સમગ્રનું આલેખન શકય નથી, પરંતુ તેમાંથી એક તાત્પર્ય નીકળે છે કે, તેમનામાં પ્રાણી માત્ર પ્રત્યે દયા અને અનુકંપા હતી. તેમનામાં ધમ ધપણું ન હતું અને તેઓ હિન્દુઓ અને મુસ્લિમોને સમાન ગણતા અને તેથી આજ પણ તેના ચિલ્લા પાસે હિન્દુઓ અને મુસ્લિમ સમાન ભાવે ઊભા રહી તેની વંદના કરે છે અને તેની માનતા માને છે. દાતાર પર્વત ઉપર આ સુંદર સ્થાનમાં, ફકીરે અને મુસાફરોને રહેવાનાં મકાને છે. ચિલ્લા પાસે હર સંધ્યાકાળે, નગારાં અને નેબતના નાદમાં મશાલ અને લબાન થાય છે ઈ. સ. ૧૮૯૧માં દાતાર જવાને માર્ગ બાંધવામાં આવ્યો અને તે જ વર્ષમાં ઉપર જવાનાં પગથિયાં પણ બાંધવાનું શરૂ થયું. ઈ. સ. ૧૮૯૪માં આ કાર્ય સંપૂર્ણ થતાં તેનું ઉદ્દઘાટન મુંબઈના ગવર્નર લોર્ડ હેરિસના હાથે કરવામાં આવ્યું. આ સોપાન માર્ગ બંધાવતી વખતે, વિઝિર બહાઉદીનભાઇએ પહાડ ઉપર એક મસ્જિદ બંધાવી તથા માર્ગમાં આવતા કેયલા વઝિર નામના સ્થાનમાં વિશ્રામ ગૃહ અને પાણીનું ટાકું પણ બંધાવ્યું. જૂનાગઢ રાજ્ય, સક્કર કુઈ પાસે રસ્તા અને કાળવા ઉપર પુલ બંધાવ્યો. દાતારને એક ચિલો જૂનાગઢ શહેર અને દાતારના પહાડની વચ્ચે છે. તેને નીચલા દાતાર કહે છે.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy