________________
“પ્રભાસ અને સોમનાથ” વિશે મંતવ્ય
આ પુસ્તક વાંચી જતાં મને ઘણા આનંદ થયો. બ્રિટિશ હકૂમત વેળા આપણા દેશમાં જુદા જુદા હોદ્દા પર નિમાઈને રાજ્યકર્તા તરીકે આવેલા ઘણા અંગ્રેજ અમલદાર, આપણા ઈતિહાસ, પુરાતત્ત્વ, ભાષાઓ, કોમા, લેાકંસમાજ, ધર્મતત્ત્વજ્ઞાન, સાહિત્ય, ચિત્ર-શિલ્પસ્થાપત્ય, વનસ્પતિઓ, પશુપક્ષીઓ ઇત્યાદિમાંથી પાતાના રસને વિષય પસંદ કરી, તેમના પર પેાતાના બધા ફાજલ સમયમાં અભ્યાસ–સ ંશોધન કરી, હજી તે તે વિષયમાં પ્રમાણભૂત ગણાય તેવા ગ્રંથા લખી ગયા છે. એવા વિદ્યાવ્યાસંગ આપણા દેશબાંધવ અમલદારોએ મુકાબલે ઓછો જ બતાવ્યા છે. આવી પરિસ્થિતિમાં, શ્રી શંભુપ્રસાદ હ. દેશાઇ જૂનાગઢ, સૌરાષ્ટ્ર અને ગુજરાત રાજ્યની વહીવટી નેાકરી કરતાં, “સૌરાષ્ટ્રના ઇતિહાસ” અને તે પછી આવું પુસ્તક તૈયાર કરે એ ઘટના ખરેખર આનંદ જનક ગણાવી જોઈએ.
પુસ્તકમાં પ્રભાસ અને તેને ઈતિહાસપ્રસિદ્ધ કરનાર સામનાથ મંદિરને પ્રાચીન કાલથી આજ સુધીના ભાગ્યપલટા જેવા વારાફેરાવાળા ઈતિહાસ યથાશકય સ પૂર્ણતાથી આલેખાયેલા જોઉં છું. સ્વાભાવિક રીતે જ, એમાં મહમૂદ ગઝનવી અને તેની પછીના મુસ્લિમ આક્રમણકારોની ચઢાઈઓ અને સામનાથ મંદિરના તેમને હાથે થયેલ ધ્વંસ તથા હિન્દુ રાજાઓને હાથે થયેલા તેના જીર્ણોદ્ધાર કે નવનર્માણના વૃત્તાંત કેન્દ્રમાં રહે. પુરાણા, શિલાલેખા, મુસલમાન અને અંગ્રેજ ઈતિહાસકારોના ગ્રંથા, દસ્તાવેજો, વગેરેની પુસ્તકમાં ભરપટ્ટ સહાય લેવામાં આવી છે. કુળ સંસ્કાર જેવી ફારસીની જાણકારીએ લેખકને એમાં સારું કામ આપ્યું છે. આ કડીબદ્ધ ઈતિહાસ તેમજ પ્રભાસ અને સામનાથ વિષે ઉપયુક્ત માહિતી ધરી દઈ, ' પુસ્તકને પ્રભાસ—સર્વસ`ગ્રહ બનાવી દેતા પરિશિષ્ટોમાં મૂર્ત થતો વિપુલ સ્નેહ શ્રમ જન્મભૂમિ માટેની મમતાએ ઍમની ઈતિહાસદૃષ્ટિને ધૂંધળી બનાવી નથી એ સ ંતોષની વાત છે. હિન્દુ પુરાણેાની વાર્તા તથા મુસ્લિમ અને અંગ્રેજી તવારીખનવિસેાના વૃત્તાન્તા અક્ષરશ: માની લેવાને બદલે એની બુદ્ધિગ્રાહ્ય ચિકિત્સા કરીને તેમાંથી સત્યાસત્ય તારવવાના પ્રયાસ કરીને એમણે ઇતિહાસકારનું વૈજ્ઞાનિક વલણ સારા પ્રમાણમાં બતાવ્યું જણાય છે. આ પુસ્તક જોઈ સ્વ. રત્નમણિરાવ જોટેના અમદાવાદ, ખંભાત અને સામનાથ પરનાં માહિતીસમૃદ્ધ પુસ્તકો યાદ આવે. આ પુસ્તક સ્વ. રત્નમણિરાવના ‘“સામનાશ” કરતાં ઐતિહાસિક સાધનસામગ્રીમાંથી પ્રાપ્ત ઘણી વિશેષ માહિતી રજૂ કરતું હોઇ તેના મૂલ્યવાન પૂરક ગ્રંથ બને છે. શ્રી શંભુપ્રસાદ દેશાઇને વિદ્રુજનાના ધન્યવાદ રળાવી આપે એવા તેમના આ અભ્યાસપૂર્ણ ગ્રંથને હું સહર્ષ આવકારું છું. સ્વ. રત્નમણિરાવના તથા એમના દાખલાને અનુસરીને ઉત્સાહી નવ-સ ંશોધકો દ્વારા ગુજરાતનાં અન્ય ઇતિહાસ-પુરાણ-ખ્યાતનગરો અને તીર્થ ધામા પર આવા અભ્યાસગ્રંથ લખાય એવી આશા વ્યક્ત કરું છું.
સેવાસદન, અમદાવાદ. (૧૩–૧–૬૫)
—અળવ તરાય મહેતા