SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ મુસ્લિમ સમય ઃ ૧૧૧ અકબરનું આક્રમણ - ઈ. સ. ૧૫૭૩માં અકબરે ગુજરાત ઉપર ચડાઈ કરી તે બહુ સરળતાથી જીતી લીધું. તેણે સુલતાન મુઝફફરને કેદ કરી દિલહી મોકલ્યો અને પિતાની હકૂમત ગુજરાતમાં સ્થાપી. થોડા સમયમાં જ ગુજરાતના અમુક અમીરોએ બંડ કરતાં અકબર દમદમ કૂચ કરતા અમદાવાદ આવ્યો અને બંડ સમાવી પાછો ગયો ત્યાં મુઝફાર દિલ્હીની કેદમાંથી નાસી ગુજરાતમાં પહેચી . શાહબુદ્દીન અહમદની ચડાઈ દરમિયાન જૂનાગઢમાં સ્વતંત્ર થઈ ગયેલા થાણદાર તાતારખાનના પુત્ર અમીનખાન અને તેના સેનાધ્યક્ષ ફતેહખાન સરવાણી વચ્ચે મતભેદ થતાં, ફતેહખાન અમદાવાદ ગયે અને ત્યાંના અમીર શાહબુદ્દીન અહમદખાનને જૂનાગઢ ઉપર ચડી અમીનખાન પાસેથી જૂનાગઢ લઈ લેવા સમજાવ્યું. અહમદખાને તેના ભત્રીજા મિરઝાંખાનને એક બળવાન સૈન્ય આપી ફતેહખાન સાથે મોકલ્યો. તેણે જૂનાગઢને ઘેરે ઘા. અમીનખાનની શક્તિ, આવા સૈન્ય સામે લડવાની હતી નહિ તેથી તેણે જામ સતાજીની સહાય માગી. જામ સતાજીએ, જસાવછર, ભાણજી દલ તથા ભારમલજી નીચે ત્રીસ હજાર અશ્વારોહી રાજપૂતને મોકલ્યા. અમીનખાન આ સૈન્ય જોઈને ડરી ગયો. દરમ્યાન ફત્તેહખાન ગુજરી ગયા. અમીનખાને જામનગરના સૈન્યને કહેવરાવ્યું કે અમારી વચ્ચે સુલેહ થઈ ગઈ છે અને અહીં કિલામાં સ કહાશ છે માટે આપ જામનગર પાછા પધારે. જામનગરના સેનાપતિઓને આ સંદેશો રૂચિકર લાગ્યો નહિ. તેમણે પાછા ન જતાં જૂનાગઢથી બે ગાઉ દૂર ઉપર મુકામ રાખ્યો. તે ઉપરથી તેના ઉપર મિરઝાંખાને રાત્રે છાપો મારવા વિચાર્યું. આ બાતમી મળતાં જસાવજરે રાહ જોયા વગર મિરઝાંખાનની છાવણી ઉપર કબળ હલ્લો કર્યો. સૈન્યમાં ભંગાણ પડયું. મિરઝાંખાન નાસી ગયો અને મુગલ છાવણીમાંથી પર હાથીઓ, ૩૫૩૦ ઘોડા, ૭૦ પાલખીઓ, તપ, બંદૂક, તંબુઓ વગેરે સરંજામ જામનગરના સૈન્ય કબજે કર્યો. મિરઝાંખાન દક્ષિણ તરફ નાસી જાય છે તે સમાચાર મળતાં જામનું સૈન્ય તેની પાછળ પડયું અને માંગરોળ ઘેલું. ત્યાં મિરઝાંખાન ત્યાંથી કોડીનાર નાસી ગયો તેથી કેડીનાર દેવું. ત્યાં મિરઝાંખાને જામના સૈન્યને મુકાબલે કર્યો પણ તે યુદ્ધમાં તેને સ્પષ્ટ પરાજ્ય થતાં મેટી ખુવારી વેડા તે અમદાવાદ નાસી ગયો. પિતાને બેલાવી પાછળથી દગો કર્યો તે માટે જામનાં સૈન્યએ કેડીના
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy