________________
બાબી વંશ-ઉત્તરાર્ધ ઃ ૨૩૯
હતી. તેમાં એક પુત્રીની પુત્રી બેગમ, વલીદાદના ભાઈ નુરમહમદના પુત્ર કદરબક્ષને પરણાવેલી. નુરમહમદ અમરાપુર થાણે રહેતા. તેને દશ માણસના કારખાના સાથે એક સાંતીની જમીન મળેલી, તેથી કાદરબક્ષ તથા તેને ભાઈ અબુબકર ત્યાં રહી સરકારી નોકરી કરતા તથા આવ્યા ગયા પ્રભાસપાટણ રહેતા. સિંહનાં બચ્ચાંઓ પકડી નુરમહમદે નવાબને નજર કરતાં તેને એક સાંતીને ચાલીશ વીઘા વિશેષ જમીન ઈનામમાં મળેલી.
જમાદાર ઉંમરનું કારખાનું કેડીનારમાં હતું પણ તે પ્રદેશ ઉપરથી નવાબની હકુમત ઊડી જતાં, તે બંધ પડયું અને તેથી તેના પુત્રો અલીમહમદ અને વલીમહમદ પ્રભાસપાટણમાં રહેવા આવ્યા અને ઈજને વહીવટ કરવા લાગ્યા. ધીમે ધીમે તેઓ એટલા બળવાન થઈ ગયા કે ઇણાજના મૂળ માલિકે, જમાદાર ઈસ્માઈલના પુત્ર અબ્દલા વગેરેના હક્કોને ઈન્કાર કર્યો, તેથી અબ્દલાએ તેમને ઈણાજમાંથી દૂર કરવા જુનાગઢ રાજય સરકારની સહાય માગી.
તે ઉપરથી ઈ. સ. ૧૮૭૭માં દીવાન ગોકુલજીએ, પ્રભાસ પાટણ વહીવટદાર ઉનાના શ્રી ગોકળદાસ તાપીદાસ દ્વારા ઇણાજ ઉપર જપતી મૂકી તેને વહીવટ પ્રભાસપાટણના દેશાઈ વલભજી મોરારજીને સેવ્યો. ગામની ખાલાવાડ તૈયાર થઈ અને વલ્લભજી દેશાઈ ખળાં ભરવા ગયા એ સમયે અલીમહમદ તથા વલીમહમદે “તૂફાન કરી” ખળાં ભરવા દીધાં નહિ અને હવાલદાર એભા રબારીને બંદુક બતાવી બહાર કાઢી મૂકો. પ્રતિવર્ષ તેઓ સરકારના હુકમોને અનાદર કરતા રહ્યા. ઈ. સ. ૧૮૮૧માં વસતી ગણત્રીના અને વિરોધ કર્યો અને ઈ. સ. ૧૮૮૩માં વહીવટદારને ઈણાજમાં પ્રવેશ પણ કરવા દીધે નહિ.
આ કૃત્ય સામે સરકાર સખત પગલાં લેશે એવી આ ભાઈઓને બીક લાગતાં તેમણે સોળ મણ જેટલો દારૂ અને છ મણ જેટલું સીસું એકત્ર કરી સરકાર સામે લડવા તૈયારી કરી. તેઓનું કૃત્ય ગેરકાયદેસરનું હોવા છતાં, સરકારે સમાધાન માટે શકય એટલા પ્રયત્ન કર્યો પણ તે બધા વ્યર્થ ગયા ત્યારે દીવાન હરિદાસ વિહારીદાસે વેરાવળના મુસદ્દી શ્રી અંબારામ સુંદરજી છાયાને શીબંદી લઈ જઈ ઈશુજનો કબજો લેવા તથા મકરાણી ભાઈઓને પરહેજ કરવા હુકમ કર્યો.
1 માજી પોલીસ કમિશ્નર શ્રી ધીરૂભાઈ છાયાના પિતાશ્રી.