SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ચુડાસમા વંશ : ૮૩ હતા. ઈ.સ. ૧૫૫માં નવઘણ ત્રીજાને મંત્રી સેમરાજ નાગર હ. ઈ. સ. ૧૧૮૪માં મહિપાળ બીજાને સેનાપતિ ચૂડામણિ નાગર હતા એટલે નાગરે ઈ. સ. ૧૦૨૫ પહેલાંથી જીર્ણદુર્ગના તંત્રમાં સ્થાન પામી ચૂકયા હતા. જૂની વંશાવલીઓમાં જણાવ્યું છે કે નવઘણ તેમને તેડી આવ્યું. આ નવધણ પહેલે, બીજે કે ત્રીજે તે નકકી થઈ શકતું નથી પણ એ સ્પષ્ટ છે કે ઈ. સ. ૧૧ર૧થી ૧૧૪૦ વચ્ચે નાગરને મોટો સમુદાય જીર્ણદુર્ગમાં વસવા આવ્યું. ઈ. સ. ૧૨૫૩ પછીનાં વર્ષોમાં મંત્રી મહિધરના આમંત્રણથી બીજે સમુદાય આવ્યો હશે. ગુજરાતની સત્તા આ સમયમાં રાહની શક્તિ અને સામર્થ્ય જૂન થઈ ગયાં હતાં. ગુજરાતના વાઘેલા રાજાઓએ સોરઠ ઉપર વર્ચસ્વ સ્થાપેલું. સૌરાષ્ટ્ર મંડલનું તંત્ર નાગરે મંત્રી નાગડના અધ્યક્ષપદે રચાયેલા પંચકુળને સોંપવામાં આવેલું અને રાહને અધિકાર માત્ર છ દુર્ગ અને તેની આસપાસના છેડા પ્રદેશો પૂરતો રહ્યો હતો. રાહને તથા ઉગાવાળાને ઈ. સ. ૧૨૬માં મેએ મારી નાખ્યા. ગાંડલિક પહેલે બેંગારને મૃત્યુ પછી તેને પુત્ર માંડલિક પહેલે ગાદીએ બેઠો. તેના સમયમાં અતિથિ થઈને આવેલા જગતસિંહ રાઠોડ નામના એક સરદારે દગો કરી રાજમહેલ ઘેરી લઈ રાહને કેદ કર્યો પણ રાહના સૈનિકોએ તેને આધીન કરી રાહ પાસે રજૂ કર્યો. જગતસિંહ માલજી મંત્રીના પુત્ર લવજીના કહેવાથી આવ્યો હતો તેમ તેણે કહેતાં રાહે લવજીને મૃત્યુદંડ આપ્યો અને જગતસિંહને વંથળીમાં જાગીર આપી. ગુજરાતના રાજ્યને અંત - ઈ.સ. ૧૯૭માં સારંગદેવ વાઘેલે ગુજરી ગયો અને તેની પાટે કારણે વાઘેલે બેઠે. ઈ. સ. ૧૯૯૮માં દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખિલજીના સભ્યો અલપખાનની સરદારી નીચે પાટણ ઉપર ચડી આવ્યાં અને તેની સામે લડતાં 1 નાગરેના સૌરાષ્ટ્રમાં આગમન વગેરે ઈતિહાસ માટે જુઓ સૌરાષ્ટ્રનો ઈતિહાસ, શે. હ. દેશાઈ. 2 વિ. સં. ૧૩પનો રિબંદરનો શિલાલેખ-હિસ્ટેસ્કિલ ઇન્ઝિશન્સ ઓફ ગુજરાત, પુ. છે. જુ, શ્રી ગિ. વ. આચાર્ય.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy