SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ : જૂનાગઢ અને ગિરનાર ગયા હતા. તેમાંથી ૩ પાસ થયા. આ હાઈસ્કૂલમાં માત્ર ૨ મુસ્લિમ વિદ્યાથી આ હતા. ð. સ. ૧૮૮૧ના જૂન માસની ૧૪મી તારીખ અને મંગળવારે હાઇસ્કૂલના મકાનનું ઉદ્ઘાટન પોલિટિકલ એજન્ટ કર્નલ ખાનના હાથે થયું. આ મકાનમાં હાલ ગવર્ન્મે ટ ગલ્સ હાઈસ્કૂલ બેસે છે. હોસ્પિટલ ઈ. સ. ૧૮૦૦ના જુલાઈ માસની ૧લી તારીખે યુવરાજ બહાદુરખાનજીને હાથે પચડાટડીમાં કાનડગરવાળી હવેલીમાં ‘સારા પાયા' ઉપર એક દવાખાનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, તે પછી ઈ. સ. ૧૮૭૦ના ડિસેમ્બર માસની ૨૬મી તારીખે મુબઈના ગવનર સર સીમેશ્વર ફીટઝજીરાલ્ડને હાથે ‘હાસ્પિટ્ટના દવાખાનાના' પાયે નાખવામાં આવ્યા અને રૂ।. ૨૫,૦૦૦ના ખર્ચે ક્રાન્ટ્રાકટર ભવાન ડાયા દ્વારા નવું મકાન બનાવવામાં આવ્યું. તેનું ઉદ્ઘાટન ઈ. સ. ૧૮૭૪ના માર્ચ માસની તારીખ ૮મી અને મગળવારે નિઝર બહાઉદ્દીનભાઈના હાથે થયું. આ પ્રસ ંગે જ્ઞાન ગ્રાહક સભાએ શ્રી વલ્લભજી આચાય નું લખેલુ' સ`સ્કૃત અને શ્રી મણિભાઈ જશભાઈનું લખેલું અંગ્રેજી માનપત્ર સર સીમેારના તંબુમાં જઈ આપવા નિણૅય લેતાં તારીખ ૨૬-૧૨-૧૮૭૦ના રાજ સ`શ્રી ગાકુલજી ઝાલા, અમરજી આણંદજી કચ્છી, આચાય વલ્લભજી હરિદત્ત તથા શ્રી જાદવરાય વિઠ્ઠલજી ખૂચ જાતે જઈને આપી આવ્યા. આ હોસ્પિટલના મુખ્ય ડેાકટર જાફરાબાદના વતની ડા. અમીદાસ મનજી એલ. એમ. હતા. પ્રથમ વર્ષ માં ૧૦,૯૭૬ દી એએ હાસ્પિટલના લાભ લીધે તથા ઈ. સ. ૧૮૭૪ સુધીમાં ૧૦૩૯ આપરેશના કરવામાં આવ્યાં. પેટ અત્યાર સુધી રાજની ટપાલ હુલકારા અને ખેપિયા દ્વારા મેકલવામાં આવતી. ઈ. સ. ૧૮૬૫માં આ પદ્ધતિ બુધ પાડી સૌરાષ્ટ્ર પોસ્ટ ખાતાની સ્થાપના કરવામાં આવી. સરકારી ટપાલ સાથે રૈયતી ટપાલ લાવવા લઈ જવાની સગવડ કરવામાં આવી તથા એક દારીના, ચાર આનાના તથા એક આનાના દરની 2` બહાર પાડવામાં આવી. ધારીના એક આના એક જુના પૈસા ભરાભર હતા.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy