SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ : જૂનાગઢ અને ગિરનાર સમાજ સેવા અને ધર્મ સેવા માટે “બાપાના લોકપ્રિય નામે પ્રસિદ્ધ થયેલા સંત પુરુષ શ્રી મૂળશંકર વ્યાસ તથા આજીવન દરિદ્રનારાયણની સેવા કરી આપત્તિકાળે અતુલ આત્મભોગ આપનાર પૂ. મયારામદાસજી, ગીતામંદિરના નિર્માતા અને ગિરનાર ઉપર અનેક અંતરાય અને અવરોધ વચ્ચે જટાશંકરી ધર્મશાળા બંધાવનાર, પૂ. રામાનંદજી મહારાજ તથા ગોરખધૂણના મહંત સ્વ. ભાગીરથીનાથજી ઉલેખનીય વ્યકિતઓ છે. મુસ્લિમ સમાજની વર્ષો સુધી આગેવાની જેણે કરી હતી અને સરદારના ઉપનામથી જાણીતા થયેલા ઈસ્માઈલ અહાની, કાઝી અહમદમીયાં અખ્તર, સૈયદ મહમદ પીરઝાદા તથા અબા મહમદ બાજુદ મુસ્લિમ સમાજમાં અતિ આદરણીય વ્યકિતઓ તરીકે ખ્યાતિ પામેલા. પૂ. ગાંધીજીના પ્રથમવારના પરદેશ ગમન સમયે તેમના સહપ્રવાસી અને માર્ગદર્શક શ્રી ચંબકરાય મજમુદાર, તેમના પુત્ર કેપ્ટન પી. ટી. મજમુદાર, ડો. નૃસિંહપ્રસાદ મજમુદાર, શ્રી મણિલાલ કેશવલાલ નાણાવટી, શ્રી લતરાય ઝાલા વગેરે પ્રતિષ્ઠિત રાજપુરુષ હતા. દેશી રાજ્યમાં જ્યારે સ્વદેશી વસ્તુઓ કે ખાદીના ઉપયોગની પ્રવૃત્તિ થઈ શકતી નહિ ત્યારે તેને સક્રિય પ્રચાર કરી ગામે ગામ ખાદીને પ્રચાર કરવા રેંટિયાને નાદ ગાજતો કરનારા શ્રી દુર્લભદાસ રામજી તથા તન, મન, ધનથી દેશની, દેશબાંધવની અને દરિદ્રનારાયણની અનેક પ્રકારે સેવા કરનાર ચોરવાડના શ્રી જીવનલાલ મેતીચંદ શાહ અને શ્રી હરખચંદ મોતીચંદ શાહે અમર કીતિ અને યશ પ્રાપ્ત કર્યા છે. - જૂનાગઢની ગરીબ અને પછાત વર્ગની પ્રજાની રાત દિવસ જોયા વગર નિઃસ્વાર્થ અને નિ:શુલ્ક વિશ્કીય સાસ્વાર આપી, મૂક સેવા કરનાર ડો. મુગટરાય રાણાએ એક વિરલ સમાજ સેવક તરીકે અમર નામના મેળવી છે. પુનર્સર્જન • બીજા વિશ્વ વિગ્રહના અંતે યુદ્ધ પશ્ચાદ પુનરંજનને કાર્યક્રમ, એજન્સીની સૂચનાથી જૂનાગઢ રાજ્ય પણ ઘડેલે તે પ્રમાણે નવા માર્ગો બાંધવાની, એમ બાંધવાની, મે, તળાવો અને નહેરે બાધવાની, કેઝ, પુલે અને નાળાઓ બાંધવાની, બંદર અને રેલવેનો વિકાસ કરવાની, ઈલેકિટ્રસીટી અને ટેલિનની સુવિધા વધારવાની, પ્રાથમિક શાળાઓની સંખ્યા વધારવાની, શિક્ષકે માટેની તાલીમ શાળાઓ સ્થાપવાની, કૅલેજમાં સાયન્સના વર્ગો બી. એસ. સી. સુધી કરવાની, અખની અને દાંતની હોસ્પિટલ સ્થાપવાની, વેરાવળમાં
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy