________________
ગિરનાર = ૪૦૫
આ બધા શિલાલેખમાં ભાત પાડતો લેખ ગણધરના મંડપની ઉત્તર દીવાલને વિ. સં. ૧૩૩ના વૈશાખ સુદી ૧૫ અને રવિવારને છે. તેમાં જણાવ્યા પ્રમાણે અર્જુનદેવ વાઘેલાના રાજકાળમાં સૌરાષ્ટ્રના અવિકારી શ્રી પાલહે, ઉદયપ્રભસરી અને મહેતા ધાંધના પ્રમુખપણું નીચે નીમાયેલા પંચકુલે, મેવાડા જ્ઞાતિના સુત્રધાર (સુતાર) ગાંગના પુત્ર હરિપાલને, ઉજજયંત મહાજામ ઉપરનાં શ્રી નેમિનાથનાં મંદિર સહિતનાં સર્વ મંદિરમાં લેખો કેતરવાને હક વંશપરંપરા આપ્યો છે. જગમાલ ગોરધનનું દહેરું
શ્રી નેમિનાથનાં દહેરાં પાછળ પિરવાડ જગમાલ ગોરધનનું દહેરે છે. તેમાં પાંચ પ્રતિમા છે. મૂલ નાયક આદિશ્વર ભગવાન છે. આ દહેસમાં એક લેખ છે તે પ્રમાણે તેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૮૪૮ના વૈશાખ વદી- ૬ શુક્રવારે શ્રી વિજયજીનેન્દ્રસૂરીએ કરી છે.
જગમાલ ગોરધન, ગિરનારનાં જૈન દેરાસરાના મુનીમ હતા. તેનું કાર્ય દેરાસરોનું સંરક્ષણ કરવાનું હતું. તેણે આ દેરાસર બંધાવ્યું છે. જૂનાગઢના જગમાલ ચેકનું નામ તેના નામ ઉપરથી પડયું છે. અમીઝરા પાર્શ્વનાથ
શ્રી નેમિનાથજીના મુખ્ય મંદિરની ભમતીના ભૂગર્ભમાં ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા છે. જેને ગ્રંથમાં જણાવ્યું છે કે, આ પ્રતિમા સંપ્રતિ રાજાના સમયની છે. તેની હડપચી ઉપર અમૃતનાં ટીપાં જોવામાં આવે છે તેથી તે અમીઝરા પાર્શ્વનાથ કહેવાય છે. આ અમૃત બિંદુઓ માત્ર પવિત્ર પુરુષ જ જોઈ શકે છે. કર્નલ વોટસન તેના સ્ટેટિસિટીકલ એકાઉન્ટ ઓફ જૂનાગઢમાં લખે છે કે “મેં આ મૂતિ વારંવાર નિહાળી છે પણ કોઈવાર મૂર્તિની દાઢીમાંથી નીતરતું ટીપું જોયું નથી. તેનું કારણ કદાચ એ હોઈ શકે કે છેલ્લાં વર્ષોમાં વરસાદ છે હતિ.” આ વિદેશી વિદ્વાને કરેલું વિધાન ચર્ચાથી પર છે. ભારતીયની ધર્મશ્રદ્ધા અને આધ્યાત્મિક દષ્ટિ શું છે, તેની તેને કલ્પના પણ ન આવે ત્યાં તેને શી રીતે આ ચમત્કાર દેખાય ? જીવતી પેઢીના અનેક યાત્રીઓ અને પ્રવાસીઓએ, આ પ્રતિમાજીની હડપચીમાંથી
1 ધાંધ નાગર હતો અને શ્રી. અર્જુનદેવને મંત્રી હતે. 2 જુનાગઢમાં મેવાડા સુતારની મેટી સંખ્યા છે પણ હરિપાલ ગાંગજીના કોણ વિરાજો છે તે માહિતી મળી નથી.