SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪ઃ જૂનાગઢ અને ગિરનાર આ મંદિરના ઉત્તર દ્વારથી અદબદજીના મંદિર તરફ જતાં નાના દરવાજા પાસે ભીંતમાં વિ. સ. ૧૨૨૫ના ચૈત્ર સુદી ૮ને એક લેખ છે તેમાં જણાવ્યા પ્રમાણે, ઠાકુર સાલવાહણની અનુમતિથી શિપી જહઠ અને સાવદેવે સમસ્ત પ્રતિમાઓ પરિપૂર્ણ કરી છે તથા નાગજરિસિરાજ હથીકુંડ ફરતી દીવાલ કરી છે તથા તેના ઉપર મૂર્તિઓ અને મંડલ રચ્યાં છે. શ્રી નેમિનાથના મંદિરના ઉત્તર દ્વાર પાસે પૂર્વ સ્તંભમાં વિ. સ. ૧૩૩૯ના જયેષ્ટ સુદી ૮ અને બુધવારે પ્રાગ્વાટ જ્ઞાતિને છરધરના પુત્ર પુનસિંહની પાની ગુનસિરિના શ્રેયાર્થે ત્રણસો દ્રમ નિત્ય પૂજા માટે આપ્યા તેને શિલાલેખ છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, તેમાંથી ૩૦૫ પુષ્પો જ પૂજામાં વાપરવાં. .વિ. સં. ૧૩૩૫ના વૈશાખ સુદી ૮ અને ગુરુવારે ધવલ્લક (ધોળકા)ના શ્રીમાળી વણિકે શ્રી નેમિનાથજીની પૂજા માટે, વિ. સં. ૧૩૩૭ના જયેષ્ઠ વદી ૧૪ અને મંગળવારે શ્રી. જનપ્રબોધ સુરીના ઉપદેશથી ઉચ્ચાપુરીના આસપાસના પુત્ર હરિપાલે તેની માતા હરિલાયાના કોપાર્થે, શ્રી નેમિનાથની નિત્ય પૂજાને ખર્ચ માટે બસો ક્રમ આપ્યા તેને શિલાલેખ છે. તેમાં જણાવ્યું છે કે આ રકમના વ્યાજમાંથી ૨૦૦૦ પુપથી નિત્ય પૂજા કરવી. આ પુણો દેવનાં પચે ભેળાં કરેલાં પુષ્પમાંથી વાપરવાં. - રંગમંડપના પૂર્વ તરફના સ્તંભમાં એક નાને લેખ છે તે પ્રમાણે વિ. સ. ૧૧૧૩ના જયેષ્ટની ચૌદમી તારીખે, જિનાલય કર્યાને અને બીજા સ્તંભમાં વિ. સ. ૧૧૫ને તથા ત્રીજા સ્તંભમાં વિ. સ. ૧ર૬માં જીર્ણોદ્ધાર કર્યાને લેખ છે. ' - મંદિરના સિંહદ્વારની બાજુમાં એક શિલાલેખ છે. તેમાં રાહ માંડલિકે, શ્રી નેમિનાથજીનું મંદિર સુવર્ણનાં પતરાંથી ચણાવ્યું હોવાનો ઉલ્લેખ છે. આ શિલાલેખમાં વર્ષ આપ્યું નથી પણ વિ. સ. ૧૫૦૭ સુધીને ઉલ્લેખ છે. આ લેખ વિ. સં. ૧૧૧૫ને છે તેમ પણ કહેવાય છે, પણ તેમ હોવાને કાઈ સંભવ નથી. રાહ માંડલિક ત્રીજો ઈ. સ. ૧૪૭ માં પરાજિત થયો અને ઈ. સ. ૧૪૫ સુધીના પ્રસંગોની તેમાં નોંધ છે તેથી તે વિ. સ. ૧૫૧ હશે.” 1 હીસ્ટોરિકલ ઈસ્ક્રીપ્શન્સ ઓફ ગુજરાત પુ. ૨ જું–શ્રી ગિ. વ. આચાર્ય 2 આ શિલાલેખ રાયલ એશિયાટીક સાસાયટી (ખે) પુસ્તક ૧ માં છપાયો છે તેમાં વર્ષ નથી પણ તે લેખ વિ. સં. ૧૧૧૫ને છે તેમ તેના સંપાદક મિ. જેકબે જણાવ્યું છે. આ પ્રગટ ભૂલ છે તે વિ. સં. ૧૫૧૧ જોઈએ. શ્રી દો. પુ. બરડીયા તેવિ. સં. ૧૧૧૫ને હોવાનું જણાવે છે, મને લાગે છે કે તે મુદ્રણ દોષ છે.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy