________________
૩૯૬ જનાગઢ અને ગિરનાર સકંદપુરાણમાં ગિરનારનાં તીર્થો
સ્કંદપુરાણના પ્રભાસખંડના અધ્યાય ૮૮ થી અધ્યાય ૧૦રમાં ગિરનાર પર્વત ઉપરનાં તથા નગરથી તળેટી સુધીના તેમજ વંથળી અને બીલખા સુધીનાં તીર્થોનું વર્ણન, કમ અને મહામ આપવામાં આવ્યાં છે. તે પ્રમાણે ભવનાથ મહાદેવ પાસે ઉજજયંત નામને પર્વત છે તથા તેની પાસે શૈવતાચળ પર્વત છે. ત્યાં સ્વર્ણરેખા નામની સરિતા વહે છે.
વર્ણરેખા નદીના મધ્ય ભાગમાં દામોદર કુંડ છે, તેની પાસે પશ્ચિમ દિશામાં રેવત રાજાની પુત્રી રેવતીએ બંધાવેલે રેવતીકંડ છે.
ગિરનાર ક્ષેત્રની સીમા ચાર ચાર યોજના પરિઘમાં છે. તેની ઉત્તરમાં ભદ્રાવતી ગંગા (ભાદર), દક્ષિણમાં બેલીસ્થાન-બિલેશ્વર મહાદેવ (બીલખા), પૂર્વે સૂર્યકુંડ અને પશ્ચિમે વામનપુરી (વંથળી) છે. આ ક્ષેત્રના મધ્યભાગમાં, વિશિષ્ટ તીર્થ (ત્રિવેણી) થી લઈને ગિરનારના અંતિમ શિખર સુધીનું વસ્ત્રાપથ ક્ષેત્ર કહેવાય છે ?
વસ્ત્રાપથ ક્ષેત્રનાં તીર્થો અને સ્થાનની યાત્રાને પુરાણકાર વિશિષ્ટ તીર્થથી પ્રારંભ કરે છે. ત્યાં વિશિષ્ટશ્વર મહાદેવ તથા સરસ્વતીકુંડ છે. ત્યાંથી આગળ જતાં વાગીશ્વરી દેવી છે. વાગીશ્વરી પાસે વામનેશ્વરનું શિવાલય છે. આ શિવાલય જે પર્વતમાં છે તેનું નામ મંગલ પર્વત છે. તેના પશ્ચિમ ભાગમાં ત્રિવેણી પાસે સિધેિશ્વર મહાદેવ તથા વિશિષ્ટ તીર્થ છે. તેની પશ્ચિમે માતૃકા (નવદુર્ગા માત્રી) તથા લેકેશ્વર મહાદેવ છે. ત્યાંથી આગળ ચાલતાં વીરભદ્ર પર્વતમાં ઈશ્વર મહાદેવ તથા ઈકુંડ છે.”
વસ્ત્રાપથ ક્ષેત્રમાં પાછા ફરતાં ત્યાં સૌભાગ્યહદ તીર્થમાં આવેલા બાણેશ્વર મહાદેવ તથા બાણગંગા નદી છે. ત્યાં તિલેશ્વર તથા મુચકુંદેશ્વર મહાદેવ છે. તેની પાસે જ રેવતીકુંડ છે. તેની પાસે દામોદરનું મંદિર અને બ્રહ્મદેશ્વર મહાદેવ છે. આગળ ચાલતાં વીરહદ તીર્થમાં સેમેશ્વર મહાદેવ તથા આગળ જતાં દુગ્ધગંગાને તીરે દુધેશ્વર મહાદેવ છે. ત્યાં લોકેશ્વર મહાદેવ છે. તથા આગળ ચાલતાં જટાશંકર મહાદેવ તરફ ચડવાનું આવે છે.”
જટાશંકરથી ઉતરી પાછા પૂર્વમાં જતાં ભવેશ્વર તથા મૃગીકુંડ આવે છે. ત્યાં કાળમેઘ નામના ક્ષેત્રપાળ છે તથા ભૈરવકુંડ છે.”
1 અન્યત્ર આ જ અધ્યાયમાં આ સીમા દર્શાવતાં પુરાણકાર લખે છે કે પૂર્વમાં પોટેશ્વર,
પશ્ચિમે વામનાસ્થળી, ઉત્તર રામનાથ તથા દક્ષિણે બિલનાથ છે.