SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ : જૂનાગઢ અને ગિરનાર આ શિલાલેખા વસ્તુપાલના જ સમયમાં કાતર.યા છે કે પાછળથી તે માટે કેટલાક વિદ્વાનાએ શ`કા કરી છે. પરંતુ તેમાંથી ઘણી જાણવા જોગ માહિતી પ્રાપ્ત થાય છે. . આ મશિના સમૂહને વસ્તુપાલવિહાર પણ કહેવામાં આવે છે. આ મદિરા પૈકીના મધ્યસ્થ મદિરમાં પાર્શ્વનાથજીના આસન નીચે વિ. સ. ૧૩૦૯ ના વૈશાખ સુદી ૩ અને શનિવારના લેખ છે તેમાં આ પ્રતિમાની પ્રતિષ્ઠા તે તિથિએ થઈ હોવાના ઉલ્લેખ છે. તેની ડાબી તરફના દહેરામાં સમવસરણુ ચામુખની શ્રી પાર્શ્વનાથજીની ત્રણ પ્રતિમાએ તથા એક પ્રતિમા શ્રી ચંદ્રપ્રભ પ્રભુની છે. શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાઓના આસન નીચે વિ. સ. ૧૫૫૬ માં અને શ્રી ચંદ્રપ્રભ પ્રભુના આસન નીચે વિ. સં. ૧૪૮૫માં પ્રતિષ્ઠા કર્યાના લેખા છે. મધ્યસ્થ મદિરની જમણી તરફના દહેરાનાં ચામુખમાં પૂર્વ સ્વસ્તિક લાંછનવાળી અને તેની પશ્ચિમે પણ તેવી જ મૂતિ છે. ઉત્તરે શખ ચિહ્નવાળી અને દક્ષિણે શ્રી ચંદ્રપ્રભ પ્રભુની એમ ચાર મૂર્તિ છે. પ્રથમની ત્રણ પ્રતિમાઓના આસના નીચે વિ. સં. ૧૫૪૬માં તેની પ્રતિષ્ઠા થઈ હોવાના ઉલ્લેખ છે. આ મંદિર પાછળ વસ્તુપાળની માતાનું કહેરૂં છે તેમાં શ્રી સ ંભવનાથજીની પ્રતિમા છે. મુસ્લિમ શાસનકાળમાં આ દિશને અને સ્મૃતિ"આને શું નુકસાન પહેાંચ્યુ હાવાનું જણાય છે અને તે કારણે તના જીર્ણોદ્ધાર કરવાનું આવશ્યક બન્યુ હશે તેથી વિ. સ. ૧૯૩૨માં કચ્છના શેઠ નરસી કેશવજીએ કુમારપાળની ફૂંક, વસ્તુપાલની ટૂંક તથા સ ંપ્રતિ રાજાની ટ્રંક ક્રૂરતા કુટ બધાવ્યા અને દેરાસરો સમરાવ્યાં હોવાનો એક લેખ મુખ્ય દ્વારમાં પ્રવેશતાં જ જોવામાં આવે છે. સ‘પ્રતિ રાજાની ટૂક વસ્તુપાલના મંદિશ પાસે જ સૌંપ્રતિ રાજાનું મંદિર છે. આ રાજા ચંદ્રગુપ્ત મૌર્ય ના વ`શમાં થયા હતા અને વિ. સં. ૨૨૬ આસપાસ ઉજ્જૈનમાં રાજ કરતા તેમ જૈન ગ્રંથ કહે છે. આ દહેરાના મૂલ નાયક શ્રી નેમિનાથજી છે. તેના રંગ મંડપમાં ચક્રેશ્વરી દેવી તથા ગણુ કાઉસ્સગીએ છે. જેમાંના એક ૫૪ ઈંચ ઊંચે અને બીજા મે ૧૩-૧૩ ઈંચ ઊંચા છે. રંગ મ`ડપમાં વિમલનાથજીની પણ લગભગ ૪ ફીટ ઊંચી પ્રતિમા છે. તે બિંબ સુરતના ખેતા ઝાંઝર્ગુ કરાવી. શ્રી રત્નસિ' સૂરીને હાથે તેની પ્રતિષ્ઠા કરાવ્યાના
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy