SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ : જૂનાગઢ અને ગિરનાર તે જ ચલણમાં ચૂકવવાના જ છરાએ આગ્રહ રાખેàા. આ પ્રસ ંગે ઉનાના હઝરતશાહ પીર ઉપર તેના આરસ પ્રસ ંગે ગલેફ ચડાવવાના જાફરાબાદના હ પણ સ્વીકારવામાં આવેલા. દેવગામ શેરખાનની પુત્રી સુલતાનાને જે જાગીર આપવામાં આવેલી તે પૈકીનું એક ગામ દેવગામ ફોડયાબખાન હસ્તક હતું: તે ગુજરી જતાં તેના છ પુત્ર પૈકીના એક પુત્રનાં વિધવા રહેમતભખ્ખુના અધિકારમાં હતું, રહેમતખતે નવાબ બહાદરખાન સાથે પુનલ ગ્ન કરતાં તે ગામ નવાબે ખાલસા કર્યું. ફતેહયાભ ખાનના ખીજા વારસદારાએ આની સામે વાંધા લીધેા પણ તેમનું કાંઈ ચાલ્યુ નહિ. પાછળથી આ ગામ પાછુ સોંપી દેવામાં આવ્યું. બહાદરખાનનુ મૃત્યુ નવાબ બહાદુરખાન બીજા ઇ. સ. ૧૮૪૦ ના મે માસની ૨૭મી તારીખે ૪૫ વર્ષની વયે ૨૯ વર્ષ રાજ્ય કરી ગુજરી ગયા. દીવાન રણછેડજીનુ મૃત્યુ ઈ. સ. ૧૮૪૦ માં દીવાન રણછેડજી ગુજરી ગયા. દીવાન અમરજી જેવા પ્રતાપી પિતાના આ પનેાતા પુત્રે તેના પિતાને પગલે ચાલી જૂનાગઢ રાજ્યની નાકરી નેકનીતિથી અને નિમકહલાલીથી કરી રાજ્યને સમૃદ્ધ બનાવવામાં અગ્ર ભાગ ભજવ્યેા. સ્વયં સવિશેષ શક્તિશાળી હાવા છતાં તેણે પોતાના મેાટાભાઈ રઘુનાથજીની આજ્ઞામાં રહી ભાતૃપ્રેમનું પણ અનેાખું ઉદાહરણ પૂરુ′ પાડયું છે. દીવાન રણછેાડજી એક અપ્રતિમ ચે.દ્ધા હતા, કુશળ સેનાની હતા અને દીદષ્ટિવ:ળા મુદ્દો હતા. તે જૂનાગઢ અને જામનગરનાં રાજા અને રાજપતિઓને સુંદર અને સુરેખ ઋતિહાસ લખી તેમનું નામ અમર કરતા ગયા છે. આ ગ્રંથ તેમણે ફારસી ભાષામાં ‘વકાયાએ સાર' નામથી લખેલા જે સામાન્ય રીતે તારીખે સારડ કે સારડી તવારીખના નામથી મશહૂર થયા છે. દીવાન રણછોડજી, સંસ્કૃત, ફ્રાસી, ગુજરાતી, હિન્દી ભાષાના જ્ઞાતા જ નહિ પણ વિદ્વાન હતા. તેમણે હિન્દી (વ્રજ) ભાષામાં શિવમહારત્નાકર નામના એક પાગ્રંથ લખ્યો છે. દુર્ગા સપ્તશતીનું ભાષાંતર કર્યુ છે અને તે ઉપરાંત નીચે જણાવેલાં પુસ્તકા પણુ લખ્યાં છે. 1 દીવાન રણછેડછના ૧ ́શો અનુસાર તેઓ વિ સં. ૧૮૯૭ના મહા વદી ૬ અર્થાત્ તા. ૧૧-૨-૧૮૯૧ના રાજ સ્વર્ગવાસી થયા.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy