SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ : જૂનાગઢ અને ગિરનાર ખીજ રાજાઓની જેમ તેઓ યુરાપના દેશના પ્રવાસે જતા નહિ. વિદ્યાથી" અવસ્થામાં ઈગ્લાંડ ગયેલા તે પછી ભારતમાં પણ કાઈ પ્રવાસ કરેલેા નહિ. પ્રસંગાપ ત ધાર્મિ ક કે સામાજિક કારણેાસર, રાધનપુર, મીરાંદ તાર, મુંબઈ કે દિલ્હી ગયેલા. ઈ. સ. ૧૯૩૧માં જ્યારે સા`ભૌમ સત્તાએ જૂનાગઢ રાજ્યમાં થયેલાં તાફાનાને કારણે રાજ્ય બહાર રહેવા ફરજ પાડેલી ત્યારે છ માસ માટે જામનગર પાસે બાલાચડી રહેવા ગયેલા. તે શિયાળામાં કુશાદ, ઉનાળામાં ચારવાડ કે વેરાવળ અને ચૈમાસામાં ચાકી કે જૂનાગઢ રહેતા. કવચિત દેવડા જતા. કે તેમનાં અતેવાસી, અધિકારી અને આપ્તજના પાસેથી જાણવા મળતી માહિતી ઉપરથી એમ જણાય છે તેમના ખાનગી જીવનમાં તે એક માયાળુ અને શુધ્ધ ગૃઽસ્થ હતા. તેમની ન્યાયવૃત્તિ પણ ઉમદા હતી પરંતુ તેમનામાં માનસિક નિબ ળતા હતી. તેએ પ્રજાની વચમાં આવી શકતા નહિ અનિવાય પ્રસંગેા સિવાય તે કઈ માટી કચેરી કે સભામાં ઉપસ્થિત થતા નહિ. પોતાના અંગત પ્રસંગેામાં પણ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ગેરહાજર રહેતા. તેમના અંગ્રેજ શિક્ષાના આદેશથી કે તેમની ભીતાથી તેમણે કદી પણ રાજત'ત્રમાં હસ્તક્ષેપ કર્યો નહિ. એક રીતે આ નીતિ સારી હતી પણ તેનું વિપરિત પરિણામ એ આવ્યુ કે દીવાના સર્વ સત્તાધીશ થઈ ગયા અને જ્યારે પાકીસ્તાનમાં જોડાવાના પ્રશ્ન પેાતાને નિણૅય કરવાના પ્રસ ંગ આવ્યો ત્યારે તેની અસીમ નિષ્ક્રિયતા, અક્ષમ્ય ઉપેક્ષા અને નિણય લેવાની અશકિત તેમજ અસ્થિરતાના કારણે, સ્વત ંત્ર નિષ્ણુય લઈ શકયા નહિ અને ટૂંકી દ્રષ્ટિ અને માંદલું" માનસ ધરાવતી વ્યક્તિઓનાં મ ંતવ્યાને અનુસરી પેાતાના પ્રતાપી પૂર્વજો, બાબી કુળની પર પરા, સેારની પ્રજાના તેમના માટેના પ્રેમ અને આત્મભાગ, પોતાની પ્રિય જન્મભૂમિ આદિ સર્વ વિસરી જઈ તેને જૂનાગઢ રાજ્યનું પાકીસ્તાન સાથે અકુદરતી જોડાણ કરી સેારનું સિંહાસન તે ગુમાવ્યુ પણ આપત્તિની વેળાએ પેાતાની પ્રજાને પરદેશી દીવાનની દયા ઉપર છેડી કરાંચી નાસી જઈ એક ઉમદા રાજવીને ન છાજે એવી વર્તણૂક બતાવી, તેએ જે પ્રીતિ, લાકપ્રિયતા, યશ અને શુભ નામ કમાયા હતા તે સર્વે` તે સાથે ગુમાવી દીધું. તેઓ તારીખ ૭-૧૧-૧૯૫૯ ના રોજ કરાંચીમાં ગુજરી ગયા. સર શાહનવાઝ ભુટા સિધના જમીનદાર તથા જૂના મુંબઈ રાજ્યની કાઉન્સીલના ધારાસભ્ય
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy