________________
બાબી વંશ-પૂર્વાર્ધ ૧૮૩ બહાદરખાનના દવાનો
સુંદરજી શિવજીના મૃત્યુ પછી નવાબે સૈયદ હુસેનમિયાંની દીવાનપદે નિમણૂક કરી અને ઈ. સ. ૧૮૨૫માં તેને મુક્ત કરી પિતાના ધર્મગુરુ અહમદખાન ફકીરની ભલામણથી ગોવિંદજી અમરજી ઝાલાને દીવાનપદ આપ્યું.. અહમદખાન ફકીર
મેહકીમુદ્દીન પંજુ નામના મંતના શિષ્ય, અહમદખાનને નવાબે ગુરુ. બનાવી તેનું પ્રત્યેક વિષયમાં માર્ગદર્શન મેળવી તેની આજ્ઞાનુસાર તે સમગ્ર કાર્યભાર કરતા રહ્યા. પરિણામે અહમદખાનનું વર્ચસ્વ એટલું પ્રબળ થઈ ગયું કે મખદુમમિયાં ચિસ્તી, ઈસ્માઈલબેગ ચેલા, સૈયદ કરવા અને ફત્તેહખાને કાવત્રુ કરી સુંદરજીના પુત્ર દેવશીને લાવી તેના હાથે સૈયદ કરવાની મદદથી ઈ. સ. ૧૮રપમાં અહમદખાનનું ખૂન કરાવ્યું.'
નવાબને અહમદખાનના ખૂનથી અતિશય આઘાત લાગ્યો અને તેણે તેના ખૂનના જવાબદાર ફતેહખાનને મોતની સજા કરી. સૈયદ કરવા અને ઈસ્માઈલ ચેલાને હદપાર કર્યા અને મખદુમમિયાં ચિસ્તીને એક વર્ષની કેદની સજા કરી અને તે સજા ભોગવી લે ત્યારે સાઠ હજાર કરીને દંડ ભરી હદ છોડી જવાને હુકમ કર્યો. અહમદખાનના પુત્ર ઈસબખાનના પુત્ર ઈસબખાન ઉર્ફે યુસુફખાનને બે ગામો આપ્યાં અને અહમદખાનના ગુરુભાઈ હસનમિયાં નથુમિયાને ગુરુપદે સ્થાપ્યા.
હસનમિયાંએ લહમીદાસ શેઠ, ખુશાલ ચમનરાય, ભૂપતરાય દેશાઈ, ગોવર્ધન શેઠ વગેરે પ્રતિષ્ઠિત નાગરિકોને વગર વાંકે પકડી બે માસ સુધી કેદમાં રાખ્યા છતાં નવાબ તેને કાંઈ કહી શક્યા નહિ. નવાબ તેના પિતાને પગલે નાચરંગ અને સંગીતની મહેફિલેમાં તેમને સમય વ્યતિત કરતા રહ્યા. ત્રિનેત્રેશ્વરની લૂંટ
જૂનાગઢની મુશ્કગીરી બંધ થઈ હતી. રઘુનાથજી અને રણછોડજી જેવા સમરશોખીન દીવાન અને સેનાપતિઓને યુગ આથમી ગયે હતા. ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ આંતરિક યુદ્ધો ઉપર અંકુશ મૂકે હતા તથા નિરંતર
1 જુએ સૌરાષ્ટ્રના ઇતિહાસની વાર્તાઓ, ભા. ૩, શં. હ. દેશાઈ. 2 એજન.