________________
૩૬૨ ઃ જૂનાગઢ અને ગિરનાર
પિતાના દાવ ધૂળમાં મળે છે અને પ્રજા તેનો મંતવ્યને નહિ સ્વીકારે એમ માની દીવાને કેટલાક અમલદારોને બેલાવી તેમને ગામડાંઓમાં જઈ ખેડૂતે અને ગ્રામ જનતાની સહીઓ મેળવવા આજ્ઞા કરી. હિન્દુ અમલદારોએ સર, શાહનવાઝને સ્પષ્ટ ના કહી અને મુસ્લિમ અમલદારોને આ સાહસ કરવાનું યોગ્ય જણાયું નહિ. સર શાહનવાઝે તે પછી કેટલાક અમીર અને મુસ્લિમ અમલદારને નાગર આગેવાન પાસે મોકલી કહેવરાવ્યું કે તમે રાજ્યને વફાદાર રહ્યા છે અને રાજ્ય ઉપર આપત્તિ છે ત્યારે તમે રાજયની સાથે ઊભા રહેશે અને પાકીસ્તાન સાથેનું જોડાણ સ્વીકારશે તે બીજી કેમ તમને અનુસરશે. આ સમયે નાગર આગેવાનોએ તેઓને સાફ શબ્દોમાં સુણાવી દીધું કે અમારી વફાદારીની પ્રણાલિકાને ખાતર જ અમે નવાબને આવું આત્મઘાતી પગલું ન લેવા માટે કહીયે છીએ, અમે પ્રથમ ભારતીય છીએ અને પાછી જૂનાગઢના અને તે પછી નાગર છીએ. જૂનાગઢ ભારતનું અવિભાજય અભેદ્ય અંગ છે અને રહે તેમ અમે માનીએ છીએ.
આ પછી સર શાહનવાઝના ધમપછાડા વધી ગયા અને જ્યારે તેને પ્રતીતિ થઈ કે, નવાબ પ્રજાવત્સલ છે અને કદાચ પ્રજાના આગેવાને તેને મળી જઈ તેનું માનસ ફેરવી નાખશે તે તેની બાજી ધૂળમાં મળશે. તેથી કહેવાય છે તે પ્રમાણે તેણે નવાબને કરાંચી જઈ મિ. મહમદઅલી ઝિણને મળી સ્પષ્ટતા કરી આવવા સલાહ આપી, તેથી તારીખ ૧૭-૧૦-૧૯૪૭ના રોજ નવાબ, તેની બેગમે, બાળકે, હઝરી, અંગત ડોકટર, ડો. ઝવેરીલાલ ઉમિયાશંકર વસાવડા, ડે. દલસુખરાય વસાવડા, વેટરનરી ડોકટર કાન્તિલાલ બી. વ્યાસ અને અન્ય સ્ટાફ સાથે એકાએક એડ્રેમથી કરાંચી જવા ઉપડી ગયા. એવી પ્રચલિત માન્યતા છે કે, તેઓ બીજે કે ત્રીજે દિવસે પાછા આવવાના હતા પણ સર શાહનવાઝના સંકેતથી ત્યાંના સત્ત વાળાઓએ તેમને ત્યાં રેકી દીધા. તેમની અંગત વસ્તુઓ, ઝવેરાત, રોકડ નાણું વગેરે પાછળથી મોકલી આપવામાં આવ્યું. રાજ્યની તીજુરીઓ ખાલી કરાવી લગભગ રૂપિયા વિશ લાખ જેટલી રકમ તેને મોકલવામાં આવી. કહેવાય છે તે પ્રમાણે તેની પાસે તે સિવાય રૂપિયા પીસતાલીસ લાખ જેટલી રકમ હતી અને મોટી રકમનું સેનું રૂપું તથા ઝવેરાત હતાં. તેના પૂર્વજોના સમયને એક બહુમૂલ્ય રત્નજઠિત કમરપટ્ટો એક જ રૂપિયા બાર લાખની કિમતને હતો તે રાજ્યના ટ્રેઝરી ખાતાના એક મુસ્લિમ અમલદાર પાછળથી તેને આપી આવ્યા. રાજયની પ્રેમીસરી નોટો હતી તે ટ્રાન્સફર કરાવી નાખવા સર શાહનવ:ઝની ધારણું હતી તે ફલીભૂત થઈ નહિ.