SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ગિરનાર : ૪૨૭ સંપ્રદાયના સાધુએ પણ તેમનું આદિસ્થાન ગિરનાર હેાવાનું માને છે. જૈન મહાત્મ્ય અનુસાર ગિરનારમાં અધારીઓ વસતા. વરદની શિખરના અધિષ્ઠાયક દેવે, હરનાથગર નામના અધારીએ એક બ્રાહ્મણના પુત્રના ભક્ષ્ય કરતાં તેને લાકડી મારી લંગડા કર્યાં. તે પછી બધા અધારીએ ગિરનાર છેાડી ચાલ્યા ગયા. અધારી સ`પ્રદાયના સાધુઓ માને છે કે હજી પણ ગિરનારની ગુફામાં અધેારીએ વસે છે અને પ્રત્યેક શિવરાત્રીએ ભવનાથના દર્શને નીચે ઉતરે છે. તેઓના નામ કે સ્થાનની કોઈને માહિતી નથી. માત્ર જાણકાર સાધુએ જ તેમનાં દન કરે છે. નાથ સપ્રદાય અને અન્ય સપ્રદાયના ચેાગી માને છે કે આધડની ટૂંક પાસે અમુક નિયત ર.ત્રીએ, અમુક પ્રકારના નાદ થાય છે અને આ ટ્રેક જાગૃત થાય છે. આ સિધ્ધના ચમત્કારોની અનેક વાર્તાઓ નોંધાયેલી છે. ગધેસિંહ ડુંગરમાંથી પ્રાપ્ત થતા ગધૈયાં નામના સિક્કાએ લઈ કેટલાક માણસેએ મારદેવીમાં કાઈ સાધુના પ્રતિકાર કરતાં તેઓ આપત્તિના ભાગ બન્યા એવી એક વાર્તા પ્રચલિત છે. ઈ. સ. ૧૮૮૯–૧૮૯૬ માં વંથળી તાલુકાના સેલરા ગામના એક આહિર કિશારને તેના ખેતરમાંથી એક સાધુએ આકાશ માર્ગે પેાતા પાછળ ઉડાડી ગિરનાર ઉપર લઈ જઈ એક ગુફામાં ત્રણ દિવસ રાખેલા તેની પોલીસ તપાસ થતી હતી ત્યાં મર્હુમ નવાબ રસુલખાને, કિશર સહિસલામત છે. આવી ગમે હેવાથી સાધુઓની શોધ કરી આ પ્રશ્નમાં વિશેષ ઊંડા ઉતરવાનું આવશ્યક નથી એમ કહી તપાસ અધ કરવા આજ્ઞા કરેલી. ઈ. સ. ૧૯૫૨-૧૯૫૩ માં પણુ આવા જ કિસ્સો બનેલ. તેમાં પણ ગિરનારમાં ગુમ થયેલા કિશાર સકુશળ પાછા આવેલા અને વિશેષ કઈ માહિતી મળી નહિ. ગિરનાર ચેારાસી સ તાનું બેસણુ કહેવાય છે. તેમાં અધારી, નાથ, અતીત, ખાખી, કાપડી આદિ સર્વ સંપ્રદાયના સાધુએ એક યા ખીન્ન સમયે થઈ ગયા ડાવાનું કહેવાય છે. તેમાં મહાન યોગી લક્કડભારથી કે જેણે, કલકત્તાના અંગ્રેજ ગવરતરને, તેમને જીવતા સળગાવી દેવામાં આવ્યા છતાં બળતા અગ્નિમાંથી બહાર નીકળી આશ્રય'માં નાખી દીધેલા તે, જ્ઞાનસાગરજી જેમણે 1 જ્ઞાનસાગરજી પૂર્વાશ્રમમાં પ્રભાસપાટણના ત્રવાડી અવઢકના સામપુરા બ્રાહ્મણ હતા, સારઠના સિધ્ધા શ્રી કાલીદાસ મહારાજ,
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy