SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન ઈતિહાસ : ૬૯ ગુ. વ. સંવત ૩૧ર-ઈ. સ. ૬૩રના વલભી સમ્રાટ ધ્રુવસેન રજાનું એક તામ્રપત્ર પ્રાપ્ત થયું છે તેમાં ગિરિનગર છોડી ખેટકમાં આવી વસેલા ભારદ્વાજ ગોત્રના વિપ્ર સ્કંદવના પુત્ર માત્રામાલને સારસકેદાર નામનું ક્ષેત્ર આયાને. ઉલ્લેખ છે. અને ગુ. વ. સંવત ૩૪૬-ઈ. સ. ૬૬૬ના સમ્રાટ શીલાદિત્ય ૩જનું તામ્રપત્ર મળ્યું છે તેમાં ગિરિનગરથી આવેલા અને સિંધપુરમાં રહેતા વસગોત્રના વિપ્ર વિઠ્ઠલેશ્વર તથા તેના પુત્ર નાગને હસ્તવકાહારમાં આવેલા કાણક ગામે ક્ષેત્ર આપ્યાનો ઉલ્લેખ છે. આ બંને તામ્રપત્રને અભ્યાસ કરતાં જણાય છે કે ઈ. સ. ૬૩રમાં અને ઈ. સ. ૬૬માં બ્રાહ્મણે ગિરિનગર છોડીને અન્યત્ર ગયા છે. આ બંને દાનપત્રો હ્યુએનસાંગ આવ્યો તે પહેલાનાં અને પછીનાં છે એટલે એવું અનુમાન થઈ શકે કે ઈ. સ. ૬૩૨ આસપાસથી ગિરિનગરની પ્રજા ગમે તે કારણે નગર છેડીને અન્યત્ર જવા માંડી હતી અને ઈ. સ. ૭૭૦માં વલભીનું પતન થયું ત્યારે ગિરિનગરનું પણ પતન થઈ ગયું હતું. વલભી સામ્રાજ્યને ઈ. સ. ૭૭૦ આસપાસ નાશ થયો તે પછી સૌરાષ્ટ્રમાં અરાજકતા વ્યાપી. જૂનાં રાજ્યો અને રાજકુળ નષ્ટ થયાં, નવાં રાજ્યો સ્થપાયાં અને નવાં રાજકુળાએ અધિકાર પ્રાપ્ત કર્યો. બૌદ્ધ ધર્મને ઉચ્છેદ થયે પણ પરાણિક ધર્મ અને જૈન ધર્મ આ ઝંઝાવાતમાં ટકી રહ્યાં. સંસ્કૃત ભાષાનું સ્થાન પ્રાકૃત લીધું અને રાજય તંત્ર, વ્યાપાર, વ્યવહાર અને વિચારોમાં કાન્તિકારી પરિવર્તન આવ્યું. દેશમાં અનેક નવાં નગરો અને ગામ વસ્યાં અને અનેક નાશ પામ્યાં. આ પરિસ્થિતિ એક વર્ષ પયત રહી અને ઈ. સ. ૮૭૫માં વંથળીમાં ચંદ્રચૂડ યાદવે રાજગાદી સ્થાપી તે પછી પ્રજા જીવનમાં કાંઈક સ્થિરતા આવી. આ એકસો પાંચ વર્ષના અંધાર યુગમાં ગિરિનગરનું અસ્તિત્વ ભૂંસાઈ ગયું કે તેની અગત્ય નામશેષ થઈ ગઈ.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy