SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ બાબી વંશને-અંત : ૩૪૫ ગાળામાં પોલીસ સુપ્રિટેન્ડેન્ટ શ્રી ધીરૂભાઈ અંબારામ છાયાએ ઠાર કર્યો.. તે પછી હરસુર અને ગોલણ નામના ભેસાણ મહાલના બે કાઠીઓ બહાર નીકળ્યા તેમણે ભયંકર બહારવટું ખેડયું પણ મોરૂકા પાસે તેઓને મકરાણ દાદમહમદે મારી નાખ્યા અને તે પણ મરાઈ ગયે. નુરમહમદ નામનો જંગલખાતાનો એક યુવાન કર્મચારી પણ બહારવટે ચડશે, પણ તે નાની ધારી ગામે આલાવાળા નામે કાઠીને હાથે જીવતા પકડાઈ જતાં તેને ફાંસીની સજા થઈ. તેના સાથીદારો શંભુ તથા ભોજ કાઠી પણ માર્યા ગયા. લાખો કે લાખલા નામને જંગલખાતાને કર્મચારી પણ બહારવટે ચડે અને તે પણ ભરાઈ ગયે. માનસંગ વીરા નામને બહારવટિયો પણ થોડા જ સમયમાં પા૨પત થયે. આ બહારવટાં ઈ. સ. ૧૯૧૧ થી ઈ. સ. ૧૯૦૦ વચમાં થયાં. ઈ. સ. ૧૯૨૫ થી રાજ્યમાં બહારવટું કહેવાય એવા દેઈ બહારવટિયા હતા નહિ. દાદાગીરીના છેડા પ્રસંગ બન્યા પરંતુ તે નેધપાત્ર કહી શકાય નહિ. આ સમયમાં વડાલા-સોઢાણ વગેરે ગામોના સંધીઓ ટોળી બાંધી લૂંટફાટ કરતા પણ બધી ટાળીઓ પારપત કરી દેવામાં આવી. સુલતાનખાન બલોચ, હબીબ ખોજા, ભાણું સીદી કળી, જુમા અબ્દલા અને બીજાઓની ટોળીએ ઈ. સ. ૧૯૪૪માં મોટું બહારવટું શરૂ કર્યું. જુમો ભાવનગર રાજયની હદમાં પકડાઈ ગયો. ભાણે અને ભાડે અમરેલીના નગડલા ગામે ધીંગાણામાં તારીખ ૮-૬-૧૯૪૫ ના રોજ મરાઈ ગયા. ટપુ ઉર્ફે રણછોડ નામને એક સખસ બહારવટે નીકળેલો, તેને તાડગોળા નેસના રબારીઓએ મારી નાખે. મામદ કાસમ નામના બહારવટિયાને તાલાળા તાબાના જંગર ગામેથી પકડી લેવામાં આવ્યું અને સંધી મુગર ઈસાક પોલીસને શરણ થયે. વડાલાને સંધી પિલા જમ્મા ઈ. સ. ૧૯૩૭માં બહરવટે ચડ્યો પણ વેકરીના ધીંગાણામાં પોલીસ ઈન્સપેકટર કાલેખાં શિકારી તથા ફોજદાર દેલતસિંહે તેને ઘાયલ કરી પકડી લીધે. - કુતિયાણા તાબે હેલાબેલીને કોળી ઝિણા માવા, ગેવિંદ સીધા અને ટપુ નાથા પણ બહાર નીકળ્યા. ઝિણાનું માથું તેના સાથીદારે કાપી નાખી જનાગઢમાં રજૂ કર્યું અને બીજા બે શરણ થયા તે ટાળીને બેચર બીજલ અને જ. એ-૪૪
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy