SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ : જૂનાગઢ અને ગિરનાર વર્ષો વીત્યા પછી રત્નસાર નામના વણિકે તેને વ્યવહારક ગુફામાંથી લાવી રેવતાચળમાં એક મંદિર બાંધી તેમાં પધરાવી. આ મહાસ્ય પણ સેંકડે વર્ષો પૂર્વે લખાયું છે. પ્રભાસખંડનું મહાત્મ્ય તથા જૈન ગ્રંથોનું મહામ્ય અને કથાઓ વાંચતાં એમ જણાય છે કે, જૂનાગઢ પાસેથી શરૂ થતી પર્વતમાળા સમુદ્ર પર્યત પહેચતી અને ગિરની ધારેને આવરી લેતી અને તે ગિરિમાળા રેવત નામે ઓળખાતી. જૈન મહાજ્યમાં સ્પષ્ટ કહ્યું છે કે “સૌરાષ્ટ્ર દેશના પર્વત પુરંદર શ્રી રેવતાચળના દક્ષિણ દિશાએઋદ્ધિમાં કુબેરનગર અર્થાત કેડીનાર છે.” પ્રભાસખંડ કહે છે કે પૃથ્વીના પશ્ચિમ ભાગમાં સમુદ્રની પાસે રેવતાચળ વગેરે પર્વતે છે. એટલે જૂનાગઢથી શરૂ થઈ સમુદ્ર પાસે અંતિત થઈ ચિંરિમાળા રેવત નામે ઓળખાતી હેય, એમ માનવું પડે અને જે તેમ ન માનીએ તે આ બન્ને મહાભ્યના વિધાને શંકાસ્પદ ગણાય. જૂનાગઢ પાસે રેવતાચળ હતા તેમ માનીએ તે અને દ્વારકા પાસે હતા તેમ પણ માનીએ તે, અને દ્વારકા સમુદ્ર પાસે હતું તેમ સ્પષ્ટ છે તે શ્રી કૃષ્ણના સમયમાં સમુદ્ર જુનાગઢ સુધી હતા એમ માનવું પડે. ભૂસ્તરશાસ્ત્રીઓ, જુનાગઢ અને સમુદ્ર વચ્ચેને ભાગ અતિ પુરાણ છે એમ કહે છે. અને જે પુરાણોને આપણે આધાર લઈ, આ સિદ્ધાંત સિદ્ધ થયે માનીએ છીએ તે જ પુરાણે. જૂનાગઢ અને સમુદ્રની વચ્ચેના પ્રદેશમાં આવેલાં તીર્થો, અતિ પુરાતન અને પુરાણકાળ પૂર્વેનાં હેવાનું કહે છે. એટલે જે રૈવત દ્વારકા પાસે હતે તે અને જે જૂનાગઢ પાસે છે તે બને રેવત સપષ્ટપણે જુદા છે, અથવા ગિરિમાળાના બે છેડાના પર્વતે રૈવત કહેવાતા હશે તેમ માનવું રહ્યું. બૃહત્સંહિતામાં રૈવતકને દેશનામ તરીકે ઉલ્લેખ છે તેથી ઉપરોક્ત વિધાનને સમર્થન મળે છે. જેન મંદિરના શિલાલેખ, ઈતિહાસ અને અન્ય ગ્રંથમાં ગિરનારના જે પર્વત ઉપર મંદિર છે તેને ઉજજયંત કહ્યો છે, તે વિધાન એતિહાસિક ઉલલેખો અને ભાડા અનુસાર યથાસ્થિત હેવાનું જણાય છે. તેમાં વારંવાર જણાવ્યું છે કે “પૈવતક આડો પડે છે. એટલે અત્યારે જે પર્વતની તળેટીમાં રેવતીકુંડ છે તથા દામોદરરાયનું મંદિર છે તે પર્વત પુરાણકારના મંતવ્ય પ્રમાણે રેવત છે તેમાં સંશય નથી. પ્રભાસખંડ કહે છે કે કુમુદ પર્વતમાંથી રેવત જુદો પડે. કુમુદ ઉપરના ભાગમાં હતા વગેરે. તેનું વર્ણન વાંચતાં સ્પષ્ટ પ્રતીત થાય છે કે કુમુદ પર્વત તે અત્યારે જોગણીને પહાડ કહેવાય છે તે પર્વત. વિશેષ વિચારતાં એમ પણ જણાય છે કે પુરાણકાર બને પવતે જુદા પડયાની આખ્યાયિકામાં એ સમયની
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy