________________
બાબી વંશ-ઉત્તરાર્ધ : ૨૦૭
આપી અને તે સાથે જ્યાં સુધી તે સર્વભોમ સત્તાને વફાદાર રહે ત્યાં સુધી તેને કોઈ જાતની હરકત નહિ કરવામાં આવે તેની ખાત્રી આપવામાં આવી. સરહદી ઝઘડાઓ
રાજ રાજ્યના સરહદી ઝઘડાઓ પતાવવાની પદ્ધતિ પણ પલટાઈ ગઈ હતી. પંચે કે કમિશન દ્વારા આવા દાવાઓને નિર્ણય કરવાને ચાલ પડી મયે હતા તે પ્રમાણે આવા વાદવિવાદ પ્રસંગે દસ્તાવેજી કે મૌખિક પુરાવાઓ ધ્યાનમાં લઈ એજન્સીએ નિર્ણય આપવાનું ધોરણ સ્થાપ્યું. જૂનાગઢ રાજયને આ સમયે આવા ઘણા પ્રશ્નોના નિર્ણય મેળવવાના બાકી હતા. દીવાન અનંતજીએ રાજયનાં જૂનાં દફતરો અને પુરાવાઓ રજૂ કરી બાબરિયાવાડનાં કેટલાંક ગામો ઉપર ભાવનગર પોતાના હકકો હેવાને દાવો કરતું તે પ્રશ્નમાં તથા અમરેલી અને તે નીચેના ગામડાઓમાં ગાયકવાડની સરકાર પિતાના હક્કો હેવાને દાવ કરતી તે પ્રશ્નમાં સફળ રજૂઆત કરી જૂનાગઢના લાભમાં ઠરાવો મેળવ્યા. એ પ્રમાણે દીવાન ગોકળજી ઝાલાએ સરહદના હકકોના જોરબીલ લેવાને હકકોના અને બીજા વાંધાઓ કુશળતાપૂર્વક વિવાદમાં લઈ જઈ જૂનાગઢ તરફી નિર્ણય મેળવ્યા. આ કાર્યમાં સર્વશ્રી પ્રાણલાલ શંભુલાલ, જમાદાર સાલેહ હિન્દી, ગિરજાશંકર ત્રિકમજી ઝાલા, નરસિંહપ્રસાદ બૂચ, વકીલ કૃપારામ હિમ્મતરામ, ન્યાલચંદ રૂપશંકર, વકીલ પરમાણંદદાસ વૃંદાવનદાસ, મુનશી નંદલાલ મદનરાય, મિયાં હામેદ, મંગલજી ગૌરીશંકર, વકીલ ભાણજી પ્રભુદાસ, નરસિંહદાસ સંતોકરામ વગેરે મુત્સદીઓ, વકીલે અને અન્ય રાજપુએ દીવાનને સક્રિય સહાય કરી. મજમુ ગામ
જૂનાગઢ અને જેતપુર વચ્ચે ગામે મજમુ હતાં. કર્નલ કીટી જે આપેલી સલાહ અનુસાર જૂનાગઢ તરફથી શ્રી નરસિંહપ્રસાદ હરિપ્રસાદ બૂચે આસિસ્ટંટ પિલિટિકલ એજન્ટ મિ એટકિન્સન પાસે રજૂઆત કરી અને પરિણામે ૬૦ ગામે જુનાગઢને અને ૩૦ ગામો જેતપુરને મળ્યાં. જેતપુરના બે ભાગ પડયા. તેમાં એક ભાગ જૂનાગઢને મળતાં ભાદર નદીને કાંઠે ઈ.સ. ૧૮૬૫માં નવાગઢ નામનું ગામ જૂનાગઢ વસાવ્યું અને તેની ફરતે ઈ. સ. ૧૮૩લ્માં કિલો બાંધી તેમાં સરકારી મકાન બંધાવી ત્યાં મહાલનું મુખ્ય મથક બનાવી જેતપુરની વહેંચણીમાં આવેલાં ગામો તેની નીચે મૂકયાં. નવાબ મહાબતખાન ત્રીજાના સમયમાં તેના યુવરાજ દિલાવરખાનના નામે આ નવાગઢનું નામ દિલાવરગઢ પાડવામાં આવ્યું પણ ઈ. સ. ૧૯૪૭ પછી તે પાછું નવાગઢ થઈ ગયું. .