SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ઃ જૂનાગઢ અને ગિરનાર પ્રભાસપાટણને ઘેરે - ઈ. સ. ૧૮૦૪માં પ્રભાસપાટણના દેશાઈ ઉમિયાશંકર જીભાઈ તથા દેશાઈ વાઘજી કહાનજીએ નવાબની હકૂમતથી કંટાળી પ્રભાસપાટણ કિલે. તથા પરગણું ગાયકવાડને સોંપી દેવા વડોદરા કહેણ મોકલ્યું અને તે સાથે પ્રભાસપાટણમાંથી નવાબના થાણાને ઉઠાડી મૂકયું. આ સમાચાર મળતાં જૂનાગઢની ફોજ પ્રભાસ ઉપર ચડી અને દેશાઈઓએ દરવાજા બંધ કરી લડાઈ આપવા તૈયારી કરી પણ તેમને ગાયકવાડની મદદ મળે તે જ જૂનાગઢની સામે તેઓ ટકી શકે તે સ્પષ્ટ હતું. ગાયકવાડની સેના આવી નહિ પણ એ સંદેશો આવ્યો કે “શ્રીમંત સરકારનો ઈરાદે હમણાં સોરઠમાં મુલક લેવા નથી માટે તમારું તમે જાણે” દેશાઈઓની સ્થિતિ વિચિત્ર થઈ ગઈ. દરમ્યાનમાં ગાયકવાડના દીવાન બાબાજીરાવે વંથળી લીધું અને ત્યાંથી સોરઠના પ્રદેશમાંથી ખંડણી વસૂલ કરવાના મિષે વંથળી, કેશોદ, ચોરવાડ અને છેક પ્રભાસપાટણ સુધીને પ્રદેશ લૂંટી લીધે તેણે પ્રભાસને ઠારે તેનું મુકામ કર્યું પણ દેશાઈઓએ તેને અંદર આવવા દીધો નહિ, તેથી બાબાજી એ કિકલા ઉપર તપ માંડી. ત્યાં રણછોડજી તેનું સૈન્ય લઈ બાબાજીની પાછળ આવી પહોંચ્યા અને ગાયકવાડી સેનાને ઘેરી લીધી. બાબાજી બે તરફથી ઘેરાતાં તેણે સંધિ કરીને અન્વયે લૂંટને માલ પાછો આપ્યો અને દેશાઈઓના હકકે બને રાજ્યોએ સ્વીકાર્યા અને જૂનાગઢે ગાયકવાડને ખંડણી આપી.” રેવાશંકર દીવાન ઈ. સ. ૧૮૦૬માં દીવાન રઘુનાથજી કુતિયાણ રોકાઈ ગયા અને રણછેઠજી હાલારમાં જોરતલબી ઉઘરાવતા હતા ત્યારે રેવાશંકર ત્રિકમદાસ મજમુદારે રાણપુર અને ધંધુકા સુધી જૂનાગઢનાં સૈન્યો લઈ જઈ જોરતલબી, ઉઘરાવી. આ પ્રસંગે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ધંધુકા પ્રદેશમાંથી જોરતલબી ઉઘરાવવાને જૂનાગઢને હકક માન્ય રાખતાં તે વિસ્તારમાં કોઈ રંજાડ કરી નહિ. આ વર્ષમાં દીવાન રઘુનાથજી સ્વેચ્છાથી છૂટા થયા અને કુતિયાણું 1 કહાનદાસ તાપીદાસનું આત્મચરિત્ર કહાનદાસ તે ડે. નલિનકાન્ત શાંતારામ બક્ષી વગેરે બક્ષી ભાઈઓના પૂર્વજ. ? વિગતો માટે જુઓ પિતૃતર્પણ, શં. હ દેશાઈ.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy