________________
૫૫
છે. આત્માના અમરત્વની આ દલીલ ઉપરાંત દસમા પરિચછેદમાં પ્લેટ એક બીજી દલીલ પણ આપે છે. ૫૭
સદ્ગુણેનું પૃકરણ પોતાના ગુરુ સોક્રેટિસની જેમ, જ્ઞાન સિવાય સદ્ગુણ શકય નથી એમ પ્લેટ માને છે, અને આત્માના ભિન્ન ભિન્ન અંશે જ્ઞાનના તથા સદ્દગુણના વ્યાપારની સાથે બંધબેસતા થાય તે જ માણસના જીવનમાં સંવાદ સધાય છે. પ્લેટોની દલીલ આવી છે. આત્માના પ્રત્યેક અંશને વ્યાપાર કાં તો ભૂલે પાંગળો હોઈ શકે અને કાં તો સશક્ત એટલે કે શુદ્ધ પણ હોય. દરેક અંશ જે પિતાને ધર્મ બરાબર બજાવે, તે આત્મા સમસ્તનું જીવન સશક્ત થશે, અને સશક્તાવસ્થામાં સદગુણ પરિણમે છે;૫૮ નહિ તે દુર્ગુણથી આત્મા પોતે લૂલે પાંગળે ખોડંગતો ચાલે છે. ૫૯ પિથાગોરાસની ફિલસૂફીમાંથી પલેટને સુસંગતિને ખયાલ મળે છે, અને સગુણ એટલે શક્તિ એટલે જ સુસંગતિ એમ પ્લેટે કહે છે. આવા સંવાદને લીધે આત્મામાં એકતા આવે છે, અને જે આત્મામાં એકતા છે તે સ્વતંત્ર છે, અને તેને જ સુખ મળી શકે છે.
સગુણનું આટલું નિરૂપણ માત્ર સામાન્ય દષ્ટિએ જ થયેલું ગણાય. સગુણોનાં વિશિષ્ટ રૂપે કયાં છે તે જાણવા માટે આત્માના પ્રત્યેક અંશના વિશિષ્ટ વ્યાપારમાં ઉતરવાની જરૂર છે. આપણે ઉપર કહ્યું તેમ બુદ્ધિના શુદ્ધ વ્યાપારથી આત્માને જ્ઞાન મળે છે, ખરી બુદ્ધિને અશુદ્ધ વ્યાપાર હોઈ જ ન શકે એમ માને, કારણ જે
૫૭. હેટ જે દલીલ કરે છે તેના પરની ટીકા ત્યાં નીચે ફૂટનોટમાં જ આપી છે તેથી તેની અહીં ચર્ચા કરી નથી, જુઓ પરિ, ૧૦-૬૦૮ વગેર.
૫૮, જુઓ, ૩૫૩ ૩; ૩૫૪-૩૫૫. પલ, જુઓ, ૪૦૧ તથા પ૩૫.