________________
૫૪
અને તેનું મૂલ્યાંકન બંને જુદાં રાખીએ, તોપણ જેમ જેમ વિજ્ઞાન એક એક પાયરી ઉપર ચડતું જાય, એટલે કે જેમ જેમ સંખ્યાપરિણામને બદલે ગુણપરિણામે વિજ્ઞાન વિષય બનતાં જાય, તેમ તેમ મૂલ્યાંકનની પદ્ધતિને વધારે ને વધારે સ્થાન આપવું જોઈએ— અને આપણી ચેતનાનું સ્વરૂપ શુદ્ધ ગુણપરિણામેનું છે, તે તેના અભ્યાસમાં મૂલ્યાંકનનું સાર્વભૌમ સ્થાન હોવું જોઈએ અને આ દૃષ્ટિ પણું શુદ્ધ વૈજ્ઞાનિક દષ્ટિ છે–કારણ વિજ્ઞાન જેમ જેમ આગળ જાય તેમ તેમ તેના દષ્ટિબિંદુમાં તથા તેની પદ્ધતિમાં પણ ગ્ય ફેરફાર થાય છે અને થવા જોઈએ.
આથી શરૂઆતથી જ જે મૂલ્યાંકનનું દષ્ટિબિંદુ ધ્યાનમાં રાખીને માનસશાસ્ત્રના વિષયનું નિરૂપણ કરવામાં આવે, તે આપણું જીવનમાં ખાસ ઉપયોગી થઈ પડે તેવું જ્ઞાન મળવાને અને ત્રુટીઓ ઓછી આવવાનો સંભવ છે. ચારિત્ર્યમીમાંસાનાં મૂલ્ય સ્વીકારીને જ આપણી તમામ શક્તિઓનું સ્વરૂપ અને તેમને અન્ય સંબંધ ખરી રીતે સમજી શકીશું. આ દૃષ્ટિએ માણસ ઈચ્છાઓમાં પિતાની જાતને તણાવા દે, તે તેના સંસ્કારોના વમળમાં આત્માને ગોથાં ખાવા પડે એમ પ્લેટ માને છે.પ૬
આત્માને શુદ્ધમાં શુદ્ધ અંશ બુદ્ધિને છે, અને શુદ્ધ મૂલભૂત તો એને વિષય છે, અને એ તર અમર છે તેથી આત્મા પણ અમર
૫૫. જે કે ભૌતિક વિજ્ઞાનમાં પણ વિગતેનું, તેના નિયમોનું તથા તેના મૂલ્યાંકનનાં દૃષ્ટિબિંદુને ભિન્ન ન રાખવાં જોઈએ. કારણ ભૌતિક વિજ્ઞાનની જે કઈ વિગતો તથા શક્તિઓ છે તે તમામ વ્યક્તિઓ પણ છે, અને તેથી માત્ર સંખ્યા પરિણામના દૃષ્ટિબિંદુથી તેમની સાથે વ્યવહાર કરવા જતાં ભૌતિક જગતની અંદર રહેલી અને તે દ્વારા વ્યક્ત થતી વ્યક્તિઓ એટલી તો લેભ પામે કે તેથી આપણે ન ધાર્યું હોય તેવું પરિણામ પણ આવે!
૫૬, જુઓ પરિ, ૧૦ તથા “કીમિયસર સંવાદ