________________
૫૩
મૂલ્યનું આપણું કરવું જોઈએ નહિ, અને તેથી જ એ લેકે એવા સિદ્ધાન્તનું પ્રતિપાદન કરે છે, કે માનવચિત્તની અનેક વૃત્તિઓમાં ચિત્તવિજ્ઞાનની દૃષ્ટિએ કશું સારું કે ખોટું નથી, પરંતુ એ સારા ખોટાનાં મૂલ્યની દષ્ટિએ જ આત્માના આ વિભાગ પાડ્યા છે. આપણું ફિલસૂફીમાં પણ ચિત્તના ધર્મોની સમજુતી આપતાં ચારિત્ર્યમીમાંસાનાં મૂલ્યોને ઉલ્લેખ કરવામાં આવે છે. આથી કેટલાએક પાશ્ચાત્ય માનસશાસ્ત્રીઓ એમ માનતા હતા કે હિંદની ફિલસૂફીમાં ચિત્તવિજ્ઞાન જેવા કોઈ વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું નથી, અને મને વિજ્ઞાન વિશે જે કંઈ વિચાર કરવામાં આવ્યું છે તે માત્ર ચારિત્ર્યમીમાંસાની દૃષ્ટિએ જ કરવામાં આવ્યું છે. ખરી હકીકત તે એ છે કે આપણા ચિત્તના ભિન્ન ભિન્ન અંશે અને તેના સંબંધ વિશેનું ખરું નિરૂપણ કરવું હોય તે ચારિત્ર્યમીમાંસાનાં મૂલ્યની દષ્ટિએ જ કરવું જોઈએ. અને તે જ આપણું ચિત્તના ખરા સ્વરૂપનું આપણને જ્ઞાન થઈ શકે. આપણી તેમ જ બૌદ્ધ ફિલસૂફીમાં પણું ચિત્તની વૃત્તિઓનું વર્ણન કરતાં અમુક વૃત્તિઓ વતિ ધર્મા, જ્યારે અમુક બીજી વતિ પાવાગ , અને બૌદ્ધ ધર્મમાં કુશાસ્ત્ર અને પુરા એવા વિભાગો કરવામાં આવ્યા છે. શું જ્ઞાન કે શું મને ભાવ કે શું કર્મ–તમામને આ વિભાગમાં વહેંચ્યા બાદ જ ચિત્તના ધર્મોનું નિરૂપણ થઈ શકે એ સત્ય પાશ્ચાત્ય વિચારકે અત્યારે કબુલ કરે છે.
જ્યારે આપણે ત્યાં ગાડરિયા પ્રવાહની માફક જૂના પાશ્ચાત્ય દષ્ટિબિંદુને વળગી રહીને મને વિજ્ઞાનમાં અને સમાજશાસ્ત્રમાં વૈજ્ઞાનિક રીતે (?) આપણું શિક્ષણ પદ્ધતિ ઉપદ્રવ કરી રહી છે, અને તેને લીધે આપણે કદાચ ભયંકર પરિણામો સહન કરવો પડે તો નવાઈ નહિ. આજકાલ જે લેકે એમ કહે છે કે ચિત્તનું માત્ર વૈજ્ઞાનિક પદ્ધતિએ નિરૂપણ થવું જોઈએ, તેઓ વિજ્ઞાનને અંતિમ હેતુ ભૂલી જાય છે. કારણું વૈજ્ઞાનિક નિરૂપણ થયા બાદ પણ મૂલ્યાંકનને પ્રશ્ન ઊભે રહે જ છે, અને ભૌતિક વિજ્ઞાનમાં આપણે શુદ્ધ વૈજ્ઞાનિક નિરૂપણ