________________
પ્લેટે આત્માના કામના અંશમાં મનોવિકાર અને તેનાથી ઉત્પન્ન થતી વિકૃત ઈરછાઓને સમાવેશ કરે છે, અને તેટલે અંશે તેમાં રજસુના અંશો છે એમ કહી શકાય. વળી સાંખ્યમાં વ્યક્તિના બંધારણથી આગળ જઈ વિશ્વના પરિણામમાં પણ ત્રણે ગુણોનું આરે પણ કરવામાં આવ્યું છે, તે લેટોની ફિલસૂફીમાં આપણને મળી આવતું નથી, જો કે હવે આ ત્રણે ગુણોનું આરે પણ સામાજિક બંધારણ ઉપર કરે છે, અને તેને પરિણામે લગભગ આપણું ચાતુર્વર્ણ સમાજનું પ્લેટે પ્રતિપાદન કરે છે. બુદ્ધિને વિશિષ્ટ ધર્મ જ્ઞાનનો વ્યાપાર છે, પ્રાણુને વિશિષ્ટ ધર્મ ઉત્સાહને, શૌર્યને તથા કાર્ય કરવાનું છે, અને ઉપર કહ્યું તેમ કામનો આવિર્ભાવ ( કારણ કામના વ્યાપારને આપણે ધર્મ કહી શકીએ નહિ) -– કે વ્યાપાર અનેક પ્રકારની ઈચ્છાઓમાં વ્યક્ત થાય છે. પ્રાણુ બેધારી તલવાર જેવો છે – માણસમાં જે જ્ઞાન કે ખરે અભિપ્રાય ન હોય તો તે અનેક ઈચ્છાએના કળણમાં ઘસડાઈ જાય છે અને વ્યક્તિમાં પોતામાં સુમેળ રહેતું નથી. કામના તત્ત્વમાં સ્વભાવથી જ બહુત્વ રહેલું છે, અને જેમ કેઈ માણસ માત્ર ઇન્દ્રિયાનુભવમાં જ રચ્યો પચ્ચે રહે તે એને કઈ પણ પ્રકારનું જ્ઞાન થઈ શકે નહિ, તેમ કાઈ જે કામની અનેક ઈચ્છાઓને અધીન થઈને જીવન ગાળે તો એને ધર્મ પ્રાપ્ત ન થાય. કામના તત્વમાં સ્વભાવથી જ જે અનેકત્વ રહેલું છે, તે અનેકવમાં વિવેક દ્વારા જ સુસંગતિ લાવી શકાય એટલે કે ચારિત્ર્યનાં મૂલ્યાંકનની દૃષ્ટિએ બુદ્ધિ અને બુદ્ધિએ-નિયમન-કર્યું હોય તેવા પ્રાણનાં તત્વથી કામનું તત્ત્વ બંધાય અને દોરાય તો જ વ્યક્તિગત આત્મા સુસંગત થાય. ' એટલે કે આત્માના ત્રણે અંશેનાં મૂલ્ય એક સરખાં નથી. કામના તત્વને લેટ ઘણી જગ્યાએ હજારો માથાવાળા રાક્ષસની સાથે સરખાવે છે. માનવના ચિત્ત સમસ્તમાં અનેક દિશામાંથી
૫૧, જીઓ ખાસ કરીને કલમ ૫૮૮.