________________
૪૯
અમૂર્ત (Transcedent) કેવલ(Absolute) તત્વ (Principle) ન હોઈ શકે, પરંતુ એમાંથી ઝરતો એને એક માત્ર તેજ રૂ૫ અંશ જ હોઈ શકે. શુદ્ધ, કેવળ અદ્વિતીય અને તે એનાથી ક્યાંય દૂર હેવું જોઈએ. અહીં એટલું ઉમેરવું જરૂરનું છે કે આપણું પરિભાષામાં લખીએ તે, બુદ્ધિએ મેળવેલું જ્ઞાન અને આત્માએ કરેલે સાક્ષાત્કાર એ બે વચ્ચે ભેદ હેટ સ્વીકારે છે,૪૬ એટલે કે બીજાં બધાં
Eide” કે તને બુદ્ધિને વિષય થઈ શકે છે, જ્યારે ઇષ્ટના તત્ત્વને સાક્ષાત્કાર આત્મા માત્ર પોતાનાં આંતરિક ચક્ષુથી જ કરી શકે છે. ૪૭
(૧૨) આત્માનું સ્વરૂપ
(પ્લેટનું ચિત્તશાસ્ત્ર) આપણે ઉપર જોયું તેમ આ જીવનમાં આત્મા એના શુદ્ધ સ્વરૂપમાં વ્યક્ત થતો નથી, કારણ એના ઉપર વિસ્મૃતિનાં પડળ ચડેલાં હોય છે, અને આ જન્મ પહેલાંના અસ્તિત્વમાં કરેલા અપરિણામી તના અનુભવનું એને ભાન નથી. જ્ઞાનના દૃષ્ટિબિંદુએ આટલું વિધાન બસ થાય. પરંતુ જ્ઞાન ઉપરાંત સારાખેટાંનાં મૂલ્યાંકનની દષ્ટિએ આત્મામાં રહેલા ભિન્ન ભિન્ન અંશોનું પ્લેટોએ નિરૂપણ કરેલું છે. સેક્રેટિસ એમ માનતા કે કોઈ પણ માણસ જાણી જોઇને
૪૬. In Kantian language, the multiple “E i d e” are objects of understanding, while the idea of Good is an 'Idea of Reason.'
૪૭, જુઓ ૫૧૭ ૩-૪ તથા પ૧૮ ૩, ૪, ૫ર૭-૬, ૫૩૩ ૩; ૫૪૦ વગેર. જેના ઉપર પાછળથી Neo-Platonie Mysticism ઑટાઈનસમાં ઉતરી આવ્યું તેનાં મૂળ અહીં સ્પષ્ટ દેખાય છે. આ દષ્ટિએ હેટ પોતે પણ “મૌની”-mystic” હતા. ,