________________
અચિલત હોવાથી આકાશને તે સંભવતું તથા અને વિરુદ્ધ કાર્યનો હેતુ હોવાથી ધર્મને તે સંભવતું નથી.
(૪) કાળ - એવી જ રીતે (કાળ સિવાય) બાકીનાં સમસ્ત દ્રવ્યોને દરેક પર્યાયે સમયવૃત્તિનુ હેતુપણું કાળને જણાવે છે, કારણ કે તેમને સમયવિશિષ્ટ વૃત્તિ કારણાંતરથી સધાતી હોવાને લીધે (અર્થાત્ તેમને સમયથી વિશિષ્ટ એવી પરિણતિ અન્ય કારણથી થતી હોવાને લીધે) સ્વતઃ તેમને (સમયવૃત્તિહેતુત્વ) સંભવતું નથી.
(૫) જીવ –એવી જ રીતે ચૈતન્ય પરિણામ જીવને જણાવે છે, કારણ કે તે ચેતન હોવાથી શેષ દ્રવ્યોને સંભવતો નથી.
આ પ્રમાણે ગુણ વિશેષથી દ્રવ્યવિશેષ જાણવો.
પ્રદેશ :સૂક્ષ્મ.
અાદેશી :પ્રદેશમાત્ર.
અપ્રધાનપણું :ગૌણપણું; અમુખ્યપણું; ઉતરતા દરજ્જાપણું.
અપ્રભુત્વ દાસત્વ.
અપૂર્ભુવ ઃમોક્ષ. (પરમ પૂજ્ય ભગવાન શ્રી વર્ધમાનસ્વામી, હાલમાં પ્રવર્તતું જે રત્નત્રયાત્મક મહાધર્મ નાથ તેના મૂળ પ્રતિપાદન હોવાથી, મોક્ષ-સુખરૂપી સુદારસના પિપાસુ ભવ્યોને મોક્ષના નિમિત્તભૂત છે.) પ્રેમ ઉદાસ.
અપરમ ભાવ શ્રદ્ધા તથા જ્ઞાન-ચારિત્રના પૂર્ણને નથી પહોંચી શક્યા, તે સાધક
અવસ્થા.
અપ્રમત્ત ઃસ્વરૂપનો ઉત્સાહ; જાગ્રત; અપ્રમાદી; કર્મના અભાવરૂપ. (૨) પ્રમાદનો અભાવ; જાગૃતિ; અપ્રમાદી. (૩) સાતમા ગુણસ્થાનથી, ચૌદ ગુણસ્થાન પર્યંતની પર્યાયો, તે અપ્રમત્ત છે. (૪) પ્રમત્ત નહિ એવું; જાગ્રત. (૫) અપ્રમાદી; જાગ્રત; નશો ન કાર્યો હોય તેવું. (૬) મિથ્યાજ્ઞાનનો અભાવ; આત્મજાગૃતિ.
અપ્રમત્ત દશા ઃઆત્મસ્વરૂપની રમણતાની દશામાં સ્થિરતા આવે.
૮૭
અપ્રમત્ત ગુણસ્થાન સાતમું ગુણસ્થાનક છે. અપ્રમત્તપણે તે (ચારિત્ર) આચરણમાં સ્થિતિ તે સપ્તમ ગુણસ્થાનક.
અપ્રમત્તયોગ :આત્મજાગ્રતિનો યોગ.
અપરમભાવ અપ્રતિષ્ઠિત (૨) શ્રદ્ધા તથા જ્ઞાન ચારિત્રના પૂર્ણભાવને પહોંચી શક્યા નથી, તે; સાધક અવસ્થા.
અપરમાત્મપણું :વિરોધપણું; રાગ-દ્વેષ; અજ્ઞાનપણું.
અપ્રમાદ :વિષય, કષાય, વિકથા, સ્નેહ, નિદ્રા એ સર્વ પ્રકારના પ્રમાદથી રહિત. (૨) સાવધાનતા; જાગૃતિ. (૩) ખબરદારી; જાગૃતિ; પ્રમાદનો અભાવ; સાવધાની
અપ્રમાદી આત્મદશામાં જાગૃતિ રાખનાર. અપરમાર્થ :અસત્યાર્થ.
અપ્રયત :પ્રયત્ન રહિત; અસાવધાન; બેદરકાર; અસંયમી; નિરંકુશ; સ્વચ્છંદી. અપ્રયત આચાર :અશુદ્ધ ઉપયોગ વિના અપ્રયત આચાર કદી હોતો નથી માટે અપ્રયત આચાર જેને વંતે છે તેને અશુદ્ધ ઉપયોગ અવશ્ય હોય જ છે. આ રીતે અપ્રયત આચાર વડે અશુદ્ધ ઉપયોગ પ્રસિદ્ધ થાય છે. જાણવામાં આવે છે. (૨) અશુદ્ધ ઉપયોગ; અસંયમી વ્યવહાર; સાવધાની વિનાનો
આચાર.
અપ્રયત શર્મા :આચરણ; પ્રયત્નરહિત; અસાવધાન; બેદરકાર; અસંયમી; નિરંકુશ; સ્વચ્છંદી. (અપ્રયત ચર્ચા અશુદ્ધ ઉપયોગ વિના હોતી નથી.) અપર્યાપ્ત નામ કર્મ જે કર્મના ઉદયથી જીવની લબ્ધ અપર્યાપ્તક અવસ્થા હોય તેને અપર્યાપ્તક નામ કર્મ કહે છે એ એક પણ પર્યાપ્તિ પૂર્ણ ન હોય તથા શ્વાસના અઢારમા ભાગમાં જ મરણ થવાવાળું હોય તેને લબ્ધ પર્યાપ્તક નામકર્મ કહે છે. (૨) જે કર્મના ઉદયથી, લબ્ધ પર્યાપ્તક અવસ્થા હોય, તેને અપર્યાપ્તક નામ કર્મ કહે છે.
અપૂર્વ :પૂર્વે અનંત કાળમાં કદી નહિ આવેલું-એવું. (૨) પૂર્વે કદી ન બનેલું હોય
તેવું; અસામાન્ય; ઉત્તમ; અનુપમ; શ્રેષ્ઠ; વિલક્ષણ; મોલિક; અવનવું. (૩) અતિશય; પરમ અદ્ભૂત. (૪) ઉત્તમ; અનુપમ; શ્રેષ્ઠ. (૫) પૂર્વ