________________
૩૦
બિલકુલ નગ્ન નહીં એવું મધ્યમમાગી પણ હતું. એ ખતે ળામાં બિલકુલ નગ્ન રહેવા કે ન રહેવાના વિષયમાં તથા બીજા કેટલાક આચારાના વિષયમાં ભેદ હતા,૧ તા પણ ભગવાનના વ્યક્તિત્વને કારણે તે વિરોધનું રૂપ ધારણ કરી શકયો નહિ. ઉત્તમ અને મધ્યમ ત્યાગમાર્ગના એ પ્રાચીન સમન્વયમાં જ વર્તીમાન દિગંબર શ્વેતાંબરાના ભેદનું મૂળ છે. એ પ્રાચીન સમયમાં જૈન પર પરામાં દિગ ંબર શ્વેતાંબર એવા શબ્દ ન હતા તે પણ આચારભેદ સૂચવનારા નગ્ન, અચેલ (ઉત્ત૦ ૨૩, ૧૩, ૨૯) જિનકલ્પિક, પાણિપ્રતિગ્રહ (કલ્પસૂત્ર ૯, ૨૮), પાણિપાત્ર વગેરે શબ્દ ઉત્કટ ત્યાગવાળા દળને માટે; તથા સચેલ, પ્રતિગ્રહધારી, (કલ્પસૂત્ર ૯, ૩૧), સ્થવિરકલ્પ (કલ્પસૂત્ર ૯, ૬૩) વગેરે શબ્દ મધ્યમ ત્યાગવાળા દળને માટે મળી આવે છે.
૨. એ એળામાં આચારવિષયક ભેદ હાવા છતાં ભગવાનના શાસનના મુખ્ય પ્રાણરૂપ શ્રુતની બાબતમાં કાંઈ ભેદ ન હતા; અને દળ બાર અગરૂપે મનાતા તત્કાલીન શ્રુતને સમાન ભાવે સ્વીકારતાં હતાં. આચારવિષયક કાંઈક ભેદ, અને શ્રુતવિષયક પૂર્ણ અભેદની આ સ્થિતિ તરતમભાવથી ભગવાન બાદ આશરે દોઢસો વર્ષ સુધી રહી. એટલું યાદ રાખવુ જોઈએ કે, આ દરમ્યાન પણ બંને દળના અનેક ચેાગ્ય આચાર્યએ તે શ્રુતના આધારથી નાના મેાટા ગ્રંથ રચ્યા હતા. તેમને સામાન્યરૂપે અંતે દળના અનુગામી તથા વિશેષ રૂપે તે તે ગ્ર ંથના રચયિતાના શિષ્યગણુ સ્વીકારતા હતા, તથા પોતપોતાના ગુરુ-પ્રગુરુની કૃતિ સમજીને તેના પર વિશેષ
૧. જીએ ઉત્તરાધ્યયન૦ ૦ ૨૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org