________________
२९
એક ફિરકાને જ પૂર્ણરૂપે માન્ય, પર ંતુ બીજા ફિરકાને પૂર્ણ રૂપે અમાન્ય હતું?
૧. જે કાંઈ ઐતિહાસિક સામગ્રી અત્યારે મળે છે, તેનાથી નિવિવાદ રીતે એટલું સ્પષ્ટ માલૂમ પડે છે કે, ભગવાન મહાવીર પાર્શ્વપત્યની પરપરામાં થયા હતા, અને તેમણે શિથિલ અથવા મધ્યમ ત્યાગ માર્ગોમાં પોતાના ઉત્કટ ત્યાગમામય વ્યક્તિત્વ દ્વારા નવીન જીવન રેડયું. શરૂઆતમાં વિરોધ તેમજ ઉદાસીનતા રાખનારા અનેક પાસ તાનિક સાધુ–શ્રાવક ભગવાન મહાવીરના શાસનમાં આવી મળ્યા. ભગવાન મહાવીરે પોતાની નાયકવાચિત ઉદાર પરંતુ તાત્ત્વિકદષ્ટિથી પોતાના શાસનમાં તે બંને દળાનું સ્થાન નિશ્ચિત કર્યું, જેમાંનુ એક બિલકુલ નગ્નજીવી તથા ઉત્કટ વિહારી હતું, અને બીજું
૩
૧. આચારાંગસૂત્ર, ૧૭૮.
૨. કાલાસવેસિયપુત્ત (ભગવતી॰ ૧, ૯), કેશી (ઉત્તરાધ્યયન૨૩), ઉદકપેઢાલપુત્ર (સૂત્રકૃતાંગ ૨, ૭), ગાંગેય (ભગવતી૦ ૯, ૩૨) ઇત્યાદિ. વિશેષ માટે જીએ ઉત્થાન મહાવીરાંક ' પૃ॰ ૫૮. કેટલાક પાપાએ તાપ'ચમહાવ્રત અને પ્રતિક્રમણ સહિત નગ્નત્વને પણ સ્વીકાર કર્યાં, એવા ઉલ્લેખ આજ સુધી અંગામાં સુરક્ષિત છે. દાખલા તરીકે ભગવતી॰ ૧, ૯.
૩, આચારાંગમાં સંચેલ અને અચેલ એમ અને પ્રકારના મુનિએનું વર્ણન છે. અગ્નેલ મુનિનાં વર્ણન માટે પ્રથમ શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યાયના ૧૮૩મા સૂત્રથી આગળનાં સૂત્ર જેવાં જોઈએ; અને સચેલ મુનિના વસ્ત્ર વિષયક આચાર માટે દ્વિતીય શ્રુતસ્કંધનુ પાંચમુ’ અધ્યયન જેવુ જોઈએ. તથા સંચેલ મુનિ અને અચેલ મુનિ એ અને મેહને કેવી રીતે જીતે એ બાબતના રાચક વર્ણન માટે જીએ આચારાંગ ૧, ૮,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org