________________
વ્યવસ્થિત નિરૂપણ જોવામાં આવે છે, જેને શ્વેતાંબર પરંપરા નિર્વિવાદપણે સ્વીકારે છે.
૪. ઉમાસ્વાતિના વાચકવંશને ઉલ્લેખ અને તે જ વંશમાં થયેલ અન્ય આચાર્યોનું વર્ણન વેતાંબરીય પટ્ટાવલીઓ, પન્નાવણા, અને નંદિની સ્થવિરાવલીમાં છે.
આ દલીલો વાચક ઉમાસ્વાતિને શ્વેતાંબર પરંપરાના મનાવે છે, અને અત્યાર સુધીના સમગ્ર શ્વેતાંબર આચાર્યો તેમને પોતાની જ પરંપરાના પ્રથમથી માનતા આવ્યા છે. વાચક ઉમાસ્વાતિ શ્વેતાંબર પરંપરામાં થયા છે, દિગંબરમાં નહીં, એવું મારું પિતાનું મંતવ્ય અધિક વાચન-ચિંતન બાદ અત્યાર સુધીમાં દઢ થયું છે. આ મંતવ્યને વિશેષ સ્પષ્ટ કરવા સારુ દિગંબર શ્વેતાંબર વચ્ચેના ભેદ વિષયક ઇતિહાસના કેટલાક પ્રશ્નો ઉપર પ્રકાશ નાખવું જરૂરી છે. પ્રથમ પ્રશ્ન એ છે કે, આજે જે દિગંબર શ્વેતાંબર વચ્ચેના ભેદ કે વિરોધનો વિષય શ્રુત તથા આચાર જોવામાં આવે છે, તેનું પ્રાચીન મૂળ
ક્યાં સુધી મળે છે, તથા તે પ્રાચીન મૂળ મુખ્યત્વે શી બાબતમાં હતું. બીજો પ્રશ્ન એ છે કે, બંને ફિરકાઓને સમાનરૂપે માન્ય એવું શ્રુત હતું કે નહીં, અને હતું તે ક્યાં સુધી તે સમાન માન્યતાને વિષય રહ્યું, અને ક્યારથી તેમાં મતભેદ દાખલ થ, તથા તે મતભેદના અંતિમ ફલસ્વરૂપ એકબીજાને પરસ્પર પૂર્ણરૂપે અમાન્ય એવા શ્રુતભેદનું નિર્માણ ક્યારે થયું ?
ત્રીજે પણ અંતિમ પ્રશ્ન એ છે કે, ઉમાસ્વાતિ પિતે કઈ પરંપરાના આચારનું પાલન કરતા હતા, તથા તેમણે જે શ્રુતને આધાર રાખીને તત્ત્વાર્થની રચના કરી, તે મૃત ઉક્ત બંને ફિરકાઓને પૂર્ણપણે સમાનભાવથી માન્ય હતું, કે કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org