________________
૨૬
કઈ પરંપરાના હતા એ પ્રશ્નને નિકાલ આણવામાં બહુ ઉપયોગી છે. ઉમાસ્વાતિ દિગંબર પરંપરાના ન જ હતા એવી ખાતરી કરવા માટે નીચેની દલીલે બસ છેઃ
(૧) પ્રશસ્તિમાં સૂચવેલ ઉચ્ચનાગર શાખા અગર તો નાગરશાખા ક્યારે પણ દિગંબર સંપ્રદાયમાં થયાનું એક પણ પ્રમાણ નથી.
(૨) સૂત્રમાં પ્રથમ કહ્યા પ્રમાણે બાર સ્વર્ગોનું ભાષ્યમાં વર્ણન છે, તે માન્યતા દિગંબર સંપ્રદાયને ઈષ્ટ નથી. “કાળ” એ કઈને મતે વાસ્તવિક દ્રવ્ય છે એવું સૂત્ર (૫, ૩૮) અને ભાષ્યનું વર્ણન દિગંબરીય પક્ષ(૫, ૩૯)થી વિરુદ્ધ છે. કેવળીમાં (૯,૧૧) અગિયાર પરીષહ હોવાની સૂત્ર અને ભાષ્યગત સીધી માન્યતા તથા પુલાક આદિ નિગ્રંથમાં દ્રવ્યલિંગના વિકલ્પની અને સિદ્ધમાં લિંગદ્વારનું ભાષ્યગત વક્તવ્ય દિગંબર પરંપરાથી ઊલટું છે.
૧. જુઓ ૪, ૩ અને ૪, ૨૦ તથા તેનું ભાષ્ય
૨. જુઓ ૪, ૧૯ની “સર્વાર્થસિદ્ધિ. પરંતુ “જૈન જગત’ વર્ષ ૫, અંક ૨માં પૃ૦ ૧૨ ઉપર પ્રગટ થયેલા લેખથી માલુમ થાય છે કે, દિગંબરીય પ્રાચીન ગ્રંથમાં બાર કલ્પ (સ્વર્ગ) હેવાનું કથન છે. આ જ બાર કલ્પ સેળ સ્વગરૂપે વર્ણવાયાં છે. તેથી મૂળ બારની જ સંખ્યા હતી, અને પછીથી જ કેઈ કાળે સોળની સંખ્યા દિગંબરીય ગ્રંથમાં આવી છે.
૩. સરખા ૯, ૪૯ અને ૧૦. છના ભાષ્યને તે જ સૂત્રોની સર્વાર્થસિદ્ધિ સાથે. અહીં એ પ્રશ્ન થશે કે, ૧૦, ૯ની “સર્વાર્થ સિદ્ધિમાં લિંગ અને તીર્થદ્વારની વિચારણા પ્રસંગે જૈનદષ્ટિને બંધ બેસે એવા ભાષ્યના વક્તવ્યને બદલી તેને સ્થાને રૂઢ દિગંબરીયષક અર્થ કરવામાં આવ્યો છે, તો પછી ૯, ૪૭ ની “સર્વાર્થસિદ્ધિમાં પુલાક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org