________________
અનુયોગ એટલે શું ?
અનુઉપાર્ગ પૂર્વક સંબંધ અર્થમાં યુજ' ધાતુને પ્રત્યય લગાડવાથી અનુયોગ શબ્દ બને છે; સારાંશકે વીશ
સ્થાનકોની આરાધના દ્વારા ઉપાર્જન કરેલ તીર્થંકર નામકર્મ નો ઉદય ત્રીજા ભવે થાય છે, અને તે પણ સાત્ત્વિક તપશ્ચર્યા રૂપી અનેમાં ધાતી કમેન સર્વથા નિર્મુલ કર્યા પછી, સૌ પ્રથમ કેવલજ્ઞાનની પ્રાપ્તિ અને તત્કાળ જ તીર્થંકર નામકર્મનો ઉદય થતાં તે ૨હંત પરમાત્મા તીર્થંકર શબ્દથી વાચ્ય બને છે. તે સમયે ઈન્દ્રો ઈન્દ્રાણીઓ, કરોડોની સંખ્યામાં દેવદેવીઓ કેવળજ્ઞાનનો મહોત્સવ કરે છે, શમવા૨ણની ૨ચના કરે છે. તેમાં બિરાજમાન થયેલા તે દેવાધિદેવો ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યાત્મક આર્થિક દેશના આપે છે. તેને લબ્ધનધાન ગણધર ભગવંતો દ્વાદશાંગીમાં ગૂંથે છે. સમ્યગૂજ્ઞાન, દર્શન ચારિત્રાદિ મૂળ ગુણોને દબાવનારી, અનાદિ કાળથી આત્મા સાથે જોડાયેલી કર્મ શા શપૂર્ણ રૂપે અર્થાત્ ધાતકર્મનો એક પણ પ૨માણું ૨હેવા ન પામે તેવી રીતે નાશ થઈ જવાથી તે અરિહંત પ૨માત્માની દેશના જ યથાર્થ દેશના છે. જે જીવમાત્રને ઉપકારક છે.
પરમાત્માના કહેલા તે અર્થની સાથે સંબંધ કરાવે. તેને અનુયોગ કહેવાય છે. અર્થાત્ જે શબ્દનો અર્થ, ભગવાનની વાણીના યથાર્થ, સત્યાર્થ વિસંવાદિતાર્થનું પ્રતિપાદન કરે. તે અનુયોગ છે. જેમાં એક પણ શબ્દ ન્યૂન, અધિક વિપરીત નથી અને ભાવનું વલક્ષણ્ય પણ નથી.