________________
રાકળ આંભલંક્ષત અર્થશાધનમાં સાધકતમ છે અને શપૂર્ણ સાધનાનું અદ્વિતીય કૂળ છે. યદ્યપિ અનુયોગ અનેક ગ્રન્થોના વિષયભૂત પણ હોઈ શકે છે, તથાપિ પ્રતિશાસ્ત્ર પ્રતિ અધ્યયન, પ્રતિ ઉદ્દેશ, પ્રત વાકય, અને પ્રતિપદ વિષયમાં મહાન ઉપકારી હોવાથી શૌપ્રથમ અનુયોગ દ્વારોનું વિધાન કરવાનું છે.
જિનેન્દ્ર વચનમાં આચારંગાદિ શ્રુતજ્ઞાન પ્રાય: કરી અનુયોગના દ્વાર સમા ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નયપૂર્વક મનાય છે. અર્થાત્ તે અનુયોગ આ ચા૨ દ્વારોથી વિચારાયા છે. પ્રસ્તુત શાસ્ત્રમાં પણ ઉપક્રમાદિ દ્વારાનું વિવેચન ક૨વામાં આવશે. તે કારણથી આવશ્યક સૂત્રનો અનુયોગ યદિ હદયંગમ કરી લેવામાં આવે તો તથા ગુરૂકુલમાં ૨હીને તેની પદ્ધતિ સારી રીતે હૃદયંગમ કરી લીધી હોય તો પૂર્ણજિનવચનમાં અનુયોગને લાગુ કરતાં વા૨ લાગતી નથી. માટે આ પ્રસ્તુત સૂત્રના વાંચન, મનન અને નિદિધ્યાસનના માધ્યમથી જૈનાગમનું તત્ત્વક નિરૂપણ રામજવામાં શીવ્રતા અને સ૨ળતા આવી જાય છે. યદ્યપિ ચૂર્ણ, ટીકા આદિથી આ પ્રસ્તુત સૂત્રને પૂવાચાર્યોએ સમૃદ્ધ બનાવ્યું છે. તથાપિ તેમની ભાષા અંતગહન હોવાથી સમજવામાં કઠિનતાનો અનુભવ થાય છે. તે કારણે યદ્યપિ મન્દર્માતનો માલિક હું (ટીકાકા૨) છું તો પણ શ્રુતજ્ઞાનની ભકત વિશેષથી પ્લાવિત થઈને, અલ્પબુદ્ધિજીવોને માટે માશે આ પ્રયાસ છે.