________________
१
શાસનતિ, શ્રી મહાવી૨ સ્વર્ગામને નમ:
શાર્સાવશા૨દ, જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરાય નમ:
અથ અનુયોગદ્વાર સૂત્ર
રાજસ્થાન પાલી જીલ્લાન્તર્ગત ૨ાણકપુ૨ સાદડીના ભવ્ય જિનાલયમાં બિરાજમાન શ્રી ચિંતાર્માણ પાર્શ્વનાથ પ્રભુને, દાદાગુરૂ, શાર્સાવશા૨૬, જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ.ને, તથા મારા દીક્ષા અને શિક્ષા ગુરૂ દેવ શાસનદીપક નિરાજ શ્રી વિદ્યાવિજયજી મ.ને દ્રવ્ય તથા ભાવ વન્દન કરી. શ્રી અનુયોગદ્વા૨ સૂત્ર ૫૨ કંઈક લખવાનો પ્રયાસ કરૂં છું.
આનાથી પૂર્વ ૪૧ શતક સુધી પંચમાંગ શ્રી ભગવતી સૂત્ર સા૨સંગ્રહભાગચા૨ અને દશમાંગ શ્રી પ્રશ્નવ્યાક૨ણને જે પદ્ધતિએ વિચિત કર્યા છે. તે પ્રમાણે જ આ અનુયોગ સૂત્રને પણ વિચિત કરીશ.
ગણધ૨ શ્રી ગૌતમ૨સ્વામીની વાચનાનુગત પ્રસ્તુત સૂત્ર હોવાથી ગણધ૨ ૨ચત જ કહેવાય... તેના પર શ્રીમલધા૨ીય હેમચંદ્રસૂરિમહારાજની ટીકા છે. તેને ષ્ટિ સમક્ષ રાખીને જ વિવેચન કરાશે.