Page #1
--------------------------------------------------------------------------
________________
'શ્રી કેવળી પ્રભુનો સાથ
| ભાગ-૩
સરયુ રજની મહેતા
Page #2
--------------------------------------------------------------------------
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્રી કેવળી પ્રભુનો સાથ
ભાગ-૩
Page #4
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર વર્ધમાન સ્વામી
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રી કેવળી પ્રભુનો સાથ
ભાગ-૩
સરયુ રજની મહેતા
પ્રકાશક
શ્રેયસ પ્રચારક સભા મોરબી હાઉસ, ડો. સુંદરલાલ બહલ પથ, મુંબઈ ૪૦૦૦૩૮.
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક
: શ્રેયસ પ્રચારક સભા વતી
શ્રી જે. બી. મોદી મોરબી હાઉસ, ડો. સુંદરલાલ બહલ પથ, મુંબઈ 400 038. અને વકીલ્સ, ફેફર એન્ડ સાયમન્સ પ્રા. લી. વતી શ્રી અરુણ કે. મહેતા ઇન્ડસ્ટ્રી મનોર, અપ્પાસાહેબ મરાઠે માર્ગ, પ્રભાદેવી, મુંબઈ 400 025.
મુદ્રક
: વકીલ એન્ડ સન્સ પ્રા. લી. વતી
શ્રી અરુણ કે. મહેતા ઇન્ડસ્ટ્રી મેનોર, અપ્પાસાહેબ મરાઠે માર્ગ, પ્રભાદેવી, મુંબઈ 400 025.
ISBN No.
:
978-81-8462-007-8
પ્રથમ આવૃત્તિ : ઈ. સ. 2008
પ્રત : 3000
કિંમત
: રૂા. ૫૦/
પ્રાપ્તિસ્થાન : શ્રેયસ પ્રચારક સભા
શ્રી યોગેશ જૈન મોરબી હાઉસ,
સત્યોગ, સ્વામી વિવેકાનન્દ રોડ, ડો. સુંદરલાલ બહલ પથ,
રામકૃષ્ણ નગર, મુંબઈ 400 038
રાજકોટ 360 001 ફોન : 91-22-22615587
ફોન : 91.281-2466320 મોબાઈલ : 9825210210 ડો. નિમુબેન ઝવેરી
શ્રી દિલિપભાઈ જે. સંઘવી સનફલાવર, 4th ફલોર,
૫૦-બી સ્થાનકવાસી જૈન સોસાયટી, રાજાવાડી પાસે, ઘાટકોપર,
નારણપુરા રોડ, મુંબઈ 400 077.
અમદાવાદ - 380 013 ફોન : 91-22-2516 3461
ફોન : 91-079-27552957, 079-27552256 Shree Chandubhai S. Parekh
Shri Jayesh J. Doshi (50-51) Guide Bldg., 13th Floor,
3-4, Mihir Park Society, L. D. Ruparel Marg,
Old Padra Road, Off. Nepean Sea Road,
Vadodara 390 020 Mumbai 400 006
Ph: 91-265-2340850 Ph: 91-22-23697288/23625806 Hareshbhai C. Sheth
Anurag H. Thakor 27 Woodfield Court,
6885 Baird Dr. Princeton, N. J. 08540. USA
Plano, TX 75024. USA (H); 732-422-8385
(H): 972.491-7551 (C): 609-510-8760
(C): 469-644-8965 E-mail : inquiry@shrikevaliprabhunosaath.org
Page #7
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
પાન ક્રમાંક
પ્રાકથન
પ્રકરણ ૧૦ : શ્રી અરિહંતનો મહિમા
તીર્થસ્થાન એટલે? - ૧; બાહ્ય તીર્થસ્થાન - ૧; અંતરંગ તીર્થસ્થાન - ૨; અંતરંગ તીર્થસ્થાનની મહત્તા - ૨; અરિહંત ઉત્તમ તીર્થસ્થાન છે - ૩; અરિહંત પ્રભુ અને કેવળી પ્રભુનો ભેદ - ૪; પ્રભુના ઉપકારો – ૭; વિકાસનાં પ્રત્યેક પગલે તીર્થસ્થાનનો લાભ - ૭; જીવમાં તીર્થસ્થાન ઉત્પન્ન થવા માટે કલ્યાણભાવની જરૂરિયાત - ૮; પંચપરમેષ્ટિ ભગવંતનો કલ્યાણભાવ - ૮; ઉત્તમ કલ્યાણભાવી જીવથી થતો અન્ય જીવોનો વિકાસ - ૯.
પંદર ભેદે સિદ્ધ - ૧૦; (૧) તીર્થકર સિદ્ધા - ૧૦; (૨) અતીર્થકર સિદ્ધા - ૧૧; (૩) તીર્થસિદ્ધા - ૧૨; (૪) અતીર્થસિદ્ધા – ૧૩; (૫) સ્ત્રીલિંગ સિદ્ધા - ૧૪; (૬) પુરુષલિંગ સિદ્ધા – ૧૫; (૭) નપુંસકલિંગ સિદ્ધા - ૧૬; (૮) અન્યલિંગ સિદ્ધા - ૧૭; (૯) પ્રત્યેકબુદ્ધ સિદ્ધા - ૧૮; (૧૦) બુદ્ધિબોધ સિદ્ધા - ૧૯; (૧૧) સ્વલિંગ સિદ્ધા – ૧૯; (૧૨) સ્વયંબુદ્ધ સિદ્ધા – ૨૦; (૧૩) ગૃહસ્થલિંગ સિદ્ધા - ૨૦; (૧૪) એક સિદ્ધા - ૨૧; (૧૫) અનેક સિદ્ધા - ૨૧; સિદ્ધના પંદર પ્રકારોમાં ઉત્તમ તીર્થકર સિદ્ધા – ૨૪, તેનાં કારણો – ૨૪.
તીર્થંકર પ્રભુના કલ્યાણભાવની વિશેષતા - ૨૬; પ્રભુને વર્તતી સર્વ માટેની કલ્યાણભાવના ૩૦; અરિહંત પ્રભુનાં નિમિત્તથી નિત્યનિગોદના જીવોનાં
Page #8
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
આત્મપ્રદેશો ખૂલવાં - ૩૩; ક્યા જીવોના આત્મપ્રદેશો ખૂલે - ૩૪; અરિહંત પ્રભુનું નામકર્મ બંધાયા પછી ધ્રુવબંધી - ૩૫; તેની વિશેષતા - ૩૫; ચરમ દેહમાં પ્રવેશ વખતની અરિહંતપ્રભુની વિશિષ્ટતા - ૪૦.
પ્રભુનાં નિમિત્તે તેમનાં માતાને આવતાં ચૌદ સ્વપ્ના
૪૧; (૧) ઐરાવત
૪૪; (૪) લક્ષ્મી - ૪૬; (૫);
હાથી - ૪૧; (૨) વૃષભ - ૪૩; (૩) સિંહ ફૂલની બે માળા - ૪૭; (૬) પૂર્ણ ચંદ્રમા ૪૮; (૭) સૂર્ય - ૪૯; (૮) ધર્મધજા - ૫૦; (૯) જ્ઞાનકુંભ - ૫૧; (૧૦) પદ્મસરોવર - ૫૨; (૧૧) ક્ષીર સમુદ્ર ૫૩; (૧૨) દેવવિમાન કે ભવન - ૫૪; (૧૩) રત્નરાશિ - ૫૫; (૧૪) નિર્ધમ અગ્નિ - ૫૭.
-
-
=
દીક્ષા લેતાં પહેલાંનું પ્રભુનું વરસીદાન - ૫૯; પ્રભુને થતી કેવળજ્ઞાનની પ્રાપ્તિ ૬૧; અરિહંત પ્રભુનો કલ્યાણભાવ અને તેમનામાં પ્રગટેલું તીર્થસ્થાન - ૬૨.
vi
પાન ક્રમાંક
૬૪;
૬૭; (૪) ભામંડળ ૬૮;
-
શ્રી અરિહંત પ્રભુના ૩૪ અતિશયો (૨) અશોકવૃક્ષ ૬૫; (૩) સિંહાસન (૫) માનસ્તંભ ૬૮; (૬) ત્રણ છત્રો ૬૯; (૭) સુવર્ણકમળ - ૬૯; (૮) ચામર - ૭૦; (૯) ધર્મચક્ર - ૭૦; (૧૦) ધર્મધજા - ૭૧; (૧૧) અચેત ફૂલોની વૃષ્ટિ - ૭૧; (૧૨) અચેત પાણીની વૃષ્ટિ - ૭૨; (૧૩) સુગંધ - ૭૩; (૧૪) સુખરૂપ ૠતુ - ૭૫, (૧૫) નિયમિત ઋતુ - ૭૬; (૧૬) પ્રભુની વિશિષ્ટ વાણી - ૐ ધ્વનિ - ૭૭; (૧૭) પ્રભુની વાણીનું અનન્યપણું - ૭૮; (૧૮,૧૯) પ્રભુના વાળ કે નખ ન વધે ૮૧; (૨૦) લોહી-માંસની શ્વેતતા - ૮૨; (૨૧) દેવદુંદુભી - ૮૩; (૨૨) ગર્ભકાળથી ત્રણ જ્ઞાન - ૮૪; (૨૩) વરસીદાન ૮૫; (૨૪) નિગોદનાં જીવોને સાત રુચકપ્રદેશોની પ્રાપ્તિ ૮૭; (૨૫) પ્રભુનાં નિમિત્તે જીવ સમસ્તને એકી વખતે વેદાતી એક સમયની શાંતિ - ૮૮; (૨૬-૩૦) પ્રભુનાં પાંચ કલ્યાણક - ૮૮; (૩૧) લાંછન ૮૯; (૩૨-૩૪) ૩૫ પ્રકારનાં સત્યવચનથી ભરેલી પ્રભુની વાણી - ૮૯.
અરિહંતનું તીર્થસ્થાન - ૯૫; તેની મહત્તા - ૯૬.
૬૪; (૧) સમવસરણ
-
Page #9
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
પાન ક્રમાંક
૧૦૩
પ્રકરણ ૧૧ઃ ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
સંસારી અને ધાર્મિક પર્વો - ૧૦૩; પર્વનાં બે પ્રકારઃ તત્કાલિક અને ત્રિકાલિક - ૧૦૪; તત્કાલિક પર્વો ઘટના વિશેષ કે વ્યક્તિ વિશેષ સાથે સંબંધ ધરાવે છે - ૧૦૪; ધાર્મિક પર્વો આધ્યાત્મિક ભાવ સાથે સંબંધ ધરાવે છે - ૧૦૪; તત્કાલિક પર્વો અનાદિ અનંત હોઈ શકે નહિ – ૧૦૪; ત્રિકાલિક પર્વો અનાદિ અનંત હોઈ શકે - ૧૦૫; પર્યુષણ પર્વ ત્રિકાલિક અથવા સર્વકાલિક છે - ૧૦૫; અરિહંત પ્રભુનો બોધેલો ધર્મ સર્વોત્કૃષ્ટ મંગલ છે - ૧૦૮; દશવૈકાલિક સૂત્રનું સૌ પ્રથમ ચરણ “ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે - ૧૦૯; એ વિશે આનંદઘનજી તથા યશોવિજયજીનો પ્રસંગ - ૧૧૦.
ધર્મવિહીનને સંસારનાં કષ્ટો - ૧૧૩; અનિત્યભાવના - ૧૧૩; અશરણભાવના - ૧૧૪; અશુચિભાવના - ૧૧૫; એકત્વભાવના - ૧૧૬; અન્યત્વભાવના - ૧૧૬; સંસારભાવના - ૧૧૭. ઉત્તમ ક્ષમા - ૧૨૨; ઉત્તમ માર્દવ - ૧૨૯; ઉત્તમ આર્જવ - ૧૩૪; ઉત્તમ શૌચ - ૧૪૧; અહિંસામાં રહેલું ઉત્કૃષ્ટ મંગલપણું – ૧૪૮.
આશ્રવભાવના – ૧૫૩; સંવરભાવના – ૧૫૬; નિર્જરાભાવના - ૧૫૭.
ઉત્તમ સત્ય - ૧૫૯; ઉત્તમ સંયમ - ૧૯૨; પાંચ મહાવ્રત - ૧૬૫; પાંચ મહાવ્રતમાં રહેલો વિકાસક્રમ - ૧૬૬; પાંચ સમિતિ - ૧૬૮; ત્રણ ગુપ્તિ - ૧૭૦; લોકસ્વરૂપભાવના - ૧૭૧; બોધદુર્લભભાવના - ૧૭૨; ધર્મભાવના - ૧૭૪.
ઉત્તમ તપ - ૧૭૬; ઉત્તમ ત્યાગ – ૧૮૧; ઉત્તમ આકિંચન્ય - ૧૮૪; ઉત્તમ બ્રહ્મચર્ય - ૧૮૭.
પરમેષ્ટિ પ્રભુના કલ્યાણભાવમાં જીવ એકરૂપ થાય છે - ૧૯૬; તીર્થંકર પ્રભુમાં ઉદ્ભવતો કલ્યાણભાવ – ૧૯૭.
vii
Page #10
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
પાન ક્રમાંક
પ્રકરણ ૧૨: શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ
મંગલપણું
૨૦૧
સામાન્ય કથન - ૨૦૧; તેમનાં જીવનના ચાર તબક્કા - ૨૦૬; પહેલો તબક્કો - ૨૦૬; બાળવયની નિર્દોષ રમતગમત – ૨૦૮; જાતિસ્મૃતિજ્ઞાનની શરૂઆત - ૨૦૯; સાતથી અગ્યાર વર્ષની કેળવણી કાળ - ૨૧૦; પ્રયત્નસાધ્ય ગુણો તેમનામાં સહજતાએ – ૨૧૧; કૃષ્ણભક્તિના સંસ્કાર - ૨૧૧; જૈન પ્રતિ અભાવ - ૨૧૩; ધર્મગ્રંથોના અભ્યાસથી વેકેલો મંથનકાળ – ૨૧૫; જગત્કર્તા ઇશ્વરની શ્રદ્ધા - ૨૧૮; ભક્તિમાર્ગનાં બીજનું રોપણ ૨૧૯; અવધાની, કવિ તથા જ્યોતિષી તરીકેની તેમની ખ્યાતિ - ૨૧૯. બીજો તબક્કો - ૨૨૦; સં ૧૯૪૨માં મુંબઈમાં આગમન અને અવધાનના પ્રયોગો - ૨૨૧; વૈરાગ્યની વૃદ્ધિ - ૨૨૨; જૈનમાર્ગ પ્રવર્તાવવાની ઇચ્છા - ૨૨૨; ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ - ૨૨૩; પ્રતિમાપૂજનની શ્રદ્ધા - ૨૨૪; જૈનોમાં તેમના પ્રતિ જાગેલો વિરોધ - ૨૨૫; તેમની સ્વસ્થતા - ૨૨૫; આત્માની સર્વોત્તમ સિદ્ધિ મેળવવાનું લક્ષ - ૨૨૮; અંતરંગ નિગ્રંથ શ્રેણિ અને બાહ્ય ગૃહસ્થ શ્રેણિ વચ્ચેના સંઘર્ષની શરૂઆત – ૨૨૯; સંસારમાં વર્તતું સ્ત્રી આદિનું આકર્ષણ દુ:ખરૂપ – ૨૩૧; મોક્ષમાર્ગની નિઃશંકતા - ૨૩૩; પૂર્વ જન્મમાં પ્રાપ્ત કરેલા સમ્યકત્વની
સ્મૃતિ – ૨૩૪; સં ૧૯૪૬માં મુંબઈમાં ઝવેરાતના ધંધાની શરૂઆત - ૨૩૬; આ વર્ષોમાં થયેલી ગુણવૃદ્ધિ - ૨૩૬; નિકટના સખા જૂઠાભાઈના વિયોગનો આઘાત - ૨૩૭; સૌભાગભાઈ આદિનો સંપર્ક - ૨૩૭; ધર્મપ્રવર્તન કરવાની ભાવનાની વર્ધમાનતા - ૨૩૯; સાથે સાથે આત્મશુદ્ધિ કરવાની તમન્ના પ્રબળ બની - ૨૪૧; તેમનાં દસ્કતોમાં ફલિત થતો પ્રભુ પ્રતિનો પૂજ્યભાવ તથા અહોભાવ - ૨૪૩. ત્રીજો તબક્કો - ૨૪૪; સં ૧૯૪૭ના આરંભમાં ક્ષાયિક સમકિત - ૨૪૬; આ વર્ષમાં ઘાતકર્મોનો ઘણો નાશ – ૨૪૯; માર્ગનાં ઊંડાણ તથા જાણકારી ઘણાં વધ્યાં – ૨૫૦; છઠ્ઠા ગુણસ્થાનની પ્રાપ્તિ – ૨૫૦; સાતમા ગુણસ્થાનની પ્રાપ્તિ - ૨૫૨; સત્સંગની ખામી ૨૫૩; આત્માનાં શુદ્ધિકરણની તાલાવેલી - ૨૫૪;
viii
Page #11
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
પાન ક્રમાંક
તેને લીધે અવધાન, જ્યોતિષાદિ પ્રત્યે નિસ્પૃહતા - ૨૫૭; સંસારી ઉપાધિનો ઉદય - ૨૫૮; સત્સંગ અને સર્વસંગપરિત્યાગની ઇચ્છા - ૨૫૯; પૂર્ણ પાત્રતા આવ્યા પછી જ પરમાર્થ પ્રકાશવાની નેમ - ૨૬૧; માત્ર ઉદયાધીન પ્રવૃત્તિ કરવાની વૃત્તિ - ૨૬૨; ઉપાધિમાં પણ સમાધિ જાળવવાનો પુરુષાર્થ – ૨૬૩; સંસારમાં નિરસતા - ૨૬૬; કલ્યાણભાવ બળવાન - ૨૬૮; સં. ૧૯૪૯માં આંતરબાહ્ય શ્રેણિ વચ્ચેનો વિરોધ વધ્યો - ર૬૯; લખાણકાર્યની મંદતા - ૨૬૯; તે સ્થિતિમાં પણ આત્મસમાધિની જાળવણી - ૨૭૧; સહુ પ્રતિ આત્મદષ્ટિ - ૨૭૨; સં. ૧૯૫૦માં પણ ઉપાધિયોગ ચાલુ ૨૭૪; અંતરંગ પુરુષાર્થની બળવત્તરતા - ૨૭૫; સંસારી પ્રસંગોમાં ભાગ લેવાની અનિચ્છા - ૨૭૭; પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવામાં વધતું આત્મબળ - ૨૭૭; સં ૧૯૫૧માં નિવૃત્ત થવાની ભાવના દેઢ – ૨૭૯; વેપારનું બહોળાપણું – ૨૮૦; પ્રવૃત્તિ કરવામાં ઇચ્છાબળની અલ્પતા - ૨૮૩; ઉદયગત પ્રવૃત્તિની મુખ્યતા - ૨૮૪; પ્રવૃત્તિમાં પણ ખીલતી અસંગવૃત્તિ ૨૮૬; ત્રીજા તબક્કાનાં દસ્કતોમાં જોવા મળતું આત્મદશાનું સૂચન - ૨૮૭; તેમનાં આત્મશુદ્ધિ કરવાનાં લક્ષથી તથા આજ્ઞાધીનપણાથી ફલિત થતું ધર્મનું મંગલપણું – ૨૮૮.
ચોથો તબક્કો - ૨૯૧; સં ૧૯૫રથી ઉપાધિયોગમાંથી નિવૃત્તિ - ૨૯૧; તેમણે શરૂ કરેલું કડક ચારિત્રપાલન - ૨૯૧; નિવૃત્તિનો સમય ગ્રંથવાંચન, મનન આદિમાં પસાર કરતા - ૨૯૨; આત્મશુદ્ધિની વર્ધમાનતા - ૨૯૩; ધર્મોન્નતિ કરવાની ભાવનામાં વૃદ્ધિ - ૨૯૪; પોતાની સં. ૧૯૫રની દશાનું પૃથક્કરણ – ૨૯૫; સં. ૧૯૫૩માં વધેલાં આત્મચિંતન, વીતરાગતા તથા અસંગતા - ૨૯૮; સૌભાગભાઈના દેહત્યાગના પ્રસંગ વખતે તેમની સ્થિતપ્રજ્ઞતા ૨૯૯; સં. ૧૯૫૪માં આત્મશુદ્ધિ વધારવાનો પુરુષાર્થ ઉગ - ૩૮૨; સં ૧૯૫૫માં તેમનો સર્વ સંસારી પ્રવૃત્તિનો ત્યાગ - ૩૦૫; સં. ૧૯૫૬માં અસંગતા અને નિસ્પૃહતા વધ્યાં, આવરણોનો ક્ષયોપશમ - ૩૦૬; તેમને તબિયતની પ્રતિકૂળતા - ૩૦૭; અંતિમ સમાધિ - ૩૦૯; દેવલોકનો ભવ કુદાવી જવાનો ભવ્ય પુરુષાર્થ - ૩૧૦.
Page #12
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
પાન ક્રમાંક
૩૧૭
પ્રકરણ ૧૩: આણાએ ધમ્મો, આણાએ તવો - આજ્ઞાનું આરાધન એ
જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ ધર્મમતોની વિવિધતા - ૩૧૭; જિનમાર્ગની શ્રેષ્ઠતા - ૩૧૮; બધાં જિનમાર્ગ આરાધતાં નથી - ૩૧૯; ધર્મ એટલે ? - ૩૨૦; તપ એટલે? - ૩૨૦; આજ્ઞા એટલે? - ૩૨૧; આત્મારાધનમાં આજ્ઞાનું મહાભ્ય - ૩૨૩; કલ્યાણકાર્યની શરૂઆત – ૩૨૬; બે અક્ષરમાં માર્ગ - ૩૨૭; ભક્તિ, શ્રદ્ધા, જ્ઞાન, યોગ આદિ બે અક્ષરી શબ્દો છે, તેમાંથી મૂળમાર્ગ શેમાં? - ૩૨૭; તપનાં બાર પ્રકાર - ૩૩૪; છ બાહ્યતપ - ૩૩૫; છ આંતરતપ - ૩૩૮; પાંચ ઇન્દ્રિયો પર સંયમ કેળવવો – ૩૪૩; આજ્ઞાનું તપ અને ધર્મ કરતાં વિશેષ મહત્ત્વ - ૩૪૫; સ્વચ્છંદી ધર્મપ્રવૃત્તિ સંસાર વધારે - ૩૪૫; આજ્ઞા સહિતનો ધર્મ સ્વરૂપલીનતા આપે છે - ૩૪૭; સંસારભાવથી છૂટવા અને સ્વરૂપમાં જવા આજ્ઞાસહિતનું તપ જરૂરી - ૩૪૮.
નમસ્કાર મહામંત્રમાં સિંચાયેલું આજ્ઞારાધન - ૩૪૮; સૂત્રાત્મક વચન તે મંત્ર - ૩૪૮; વિચારના વમળોથી બચવા મંત્રનું અવલંબન ઉપકારી - ૩૫૦; મંત્રસ્મરણના ફાયદા - ૩૫૦; નમસ્કારમંત્રમાં આજ્ઞામાર્ગ - ૩૫૧; નમસ્કારમંત્ર સર્વકાલીન - ૩પર: પંચપરમેષ્ટિ પ્રભની મહત્તા - ૩પ૩: નમસ્કાર મહામંત્રમાં સાધુસાધ્વીજી સમૂહરૂપે કેમ છે? - ૩પ૯; અન્ય પરમેષ્ટિથી થતું કલ્યાણકાર્ય - ૩૬૨; છદ્મસ્થ પરમેષ્ટિ ભગવંતોની રત્નત્રયની આરાધના ૩૬૯; પૂર્ણ અને અપૂર્ણ આજ્ઞાથી કરાતી પ્રાર્થના - ૩૭૦; પૂર્ણ કે અપૂર્ણ આજ્ઞાથી કરાતી ક્ષમાપના - ૩૭૧; પૂર્ણ કે અપૂર્ણ આજ્ઞાથી થતું મંત્રસ્મરણ - ૩૭૧; પૃહા કરવાની કુટેવને જ્ઞાનીભગવંતો છૂટવાના હેતુરૂપ બનાવે છે - ૩૭૩; તીર્થકર પ્રભુનાં નિમિત્તથી નિત્યનિગોદનાં કેટલાંક જીવોના સાત પ્રદેશ નિરાવરણ થાય છે – ૩૭૪; જુદા જુદા સમયે સિદ્ધ થતા પ્રભુમાં રહેલી સમાનતા - ૩૭૬.
આત્મદશાસૂચક ગુણસ્થાનથી પ્રગટ થતું જીવનું આજ્ઞાધીનપણું - ૩૭૮; ગુણસ્થાન ચડવા સાથે વધતું આજ્ઞાધીનપણું - ૩૮૦; પરમાર્થમાં દાતાના
Page #13
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
પાન ક્રમાંક
ભાવનું બળવાનપણું – ૩૮૧; સંસારમાં ઇચ્છુકના ભાવનું બળવાનપણું – ૩૮૧; શુક્લધ્યાનમાં બળતાં કર્મો – ૩૮૫; શ્રેણિમાં પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણનું મહત્ત્વ – ૩૮૬.
આજ્ઞામાર્ગનાં મહાભ્ય અને વિશેષતા - ૩૮૮.
તીર્થકર પ્રભુનું આજ્ઞાપાલન - ૩૯૩; આજ્ઞામાર્ગે આગળ વધતા જીવના ભાવ - ૩૯૪.
કૃપાળુદેવનું આજ્ઞાપાલન - ૩૯૬; પહેલા તબક્કામાં આજ્ઞાપાલન - ૩૯૭; બીજા તબક્કામાં આજ્ઞાપાલન - ૪OO; ત્રીજા તબક્કામાં આજ્ઞાપાલન - ૪૦૮; ચોથા તબક્કામાં આજ્ઞાપાલન - ૪૨૧.
૪૨૯
પરિશિષ્ટ ૧ - પારિભાષિક શબ્દોનો કોષ પરિશિષ્ટ ૨ - આરાધક માટે વિષયવાર સૂચિ
........
૪૬૩
Page #14
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
અર્પણ
સંસારી જીવનમાં આવતા અશાતાના ઉદયો વખતે, તેનું તુચ્છપણું સમજાવી, ધર્મારાધનમાં એકાગ્ર કરાવી દ્વેષ-ભાવથી બચાવનાર અને
શાતાના ઉદયો વખતે તેનું ક્ષણિકપણું સમજાવી ધર્મારાધનમાં રત રાખનાર શ્રી રાજપ્રભુને પરમ વિનયભક્તિથી
આ ગ્રંથ સાદર અર્પણ કરું છું.
Page #15
--------------------------------------------------------------------------
________________
પ્રાક્કથન
ઇ.સ.૧૯૬૫ના સપ્ટેમ્બર માસમાં મારો મહાનિબંધ “શ્રીમદ્ રાજચંદ્ર - એક અભ્યાસ” પૂરો થયો. અને ઇ.સ.૧૯૬૬માં એ મહાનિબંધને મુંબઈ યુનિવરસીટીએ માન્યતા આપી. તે વખતથી પ. પૂ. કૃપાળુદેવ માટેના મારા અહોભાવ અને પૂજ્યભાવ દિનપ્રતિદિન વધતા ગયા. એવા ભાવ વધારે તેવા અનુભવો પણ મને થતા ગયા. તેઓએ નાના આયુષ્યમાં કેટલું મોટું કાર્ય કરેલું છે તેનો અંદાજ મને જેમ જેમ આવતો ગયો, તેમ તેમ તેમનાં જીવનને જાણવાનો, માણવાનો અને અનુભવવાનો મારો અભિલાષ વધતો ગયો. આથી મારા અંતરમાં એક ભાવ સહજપણે વારંવાર થવા લાગ્યો કે, “પ્રભુ! મારે સુધરવું છે, મને સુધારો. મને સંસારથી પાર ઉતારો.”
આ ભાવનું જોર વધતાં ઇ.સ.૧૯૬૮માં વૈરાગ્ય ખૂબ જ વધ્યો. અને આત્માને સંસારનાં પરિભ્રમણમાંથી છોડાવવાના ભાવે બળવાનપણું ધારણ કરવા માંડયું. કૃપાળુદેવ પ્રતિનાં પ્રાર્થના તથા અર્પણભાવ વધવા લાગ્યાં. પરિણામે સંસારી પ્રવૃત્તિઓ કરવાનો રસ ઘટવા લાગ્યો. તેમ છતાં સ્વીકારેલી જવાબદારીઓના કારણે સંસારી પ્રવૃત્તિઓ નિસ્પૃહભાવથી થયા કરતી હતી, અને અંતરંગનો વૈરાગ્ય પણ વધતો જતો હતો. આવા વૈરાગ્યભાવ વધવાનાં કારણે મને કૃપાળુદેવનું જીવન તથા અંતરંગ ભાવો તેમજ વર્તના જાણવાની અને સમજવાની તાલાવેલી ખૂબ ખૂબ રહ્યા કરતી હતી. આથી નવરાશના સમયમાં અને પ્રવૃત્તિકાળમાં પણ અંતરમાં પ્રાર્થના થયા કરતી કે, “પ્રભુ! મને તમારું જીવન સમજાવો. મારે સુધરવું છે, મને સુધારો.” આ પ્રાર્થનાનો જથ્થો અમુક માત્રામાં થયો, ત્યારથી ક્રમે ક્રમે મને તેમના તરફથી તેમનાં જીવન વિશેની અમુક અમુક જાણકારી મળતી ગઈ, અને તેનાથી તેમના તરફના મારા પ્રેમભાવ, પૂજ્યભાવ, અહોભાવ અને અર્પણભાવમાં ભરતી આવતી ગઈ.
xiii
Page #16
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
થીસીસના લખાણ વખતના અભ્યાસને કારણે કૃપાળુદેવનાં કેટલાંય વચનો સ્મૃતિબધ્ધ થઈ ગયા હતા, કાળ પાકતાં તે વચનોનાં રહસ્યો અને ઊંડાણ સમજાવા લાગ્યાં. કેટલીયે વાર વાસ્તવિક અનુભવથી સમજણ આવવા લાગી, અને તેમાં મને મારાં જીવનની સાર્થકતા અનુભવાવા લાગી. તેની સાથોસાથ આત્માની શુદ્ધિ વધારવાની મારી તાલાવેલી વધવા લાગી. આ તાલાવેલી તથા પ્રાર્થનાના કારણે મોક્ષમાર્ગમાં આગળ વધવા શું જરૂરી છે અને અગત્યનું છે તે સમજાવા લાગ્યું. ઇ.સ. ૧૯૬૮ના પર્યુષણથી અનેક આત્મિક અનુભવો થવાથી માર્ગનાં ભેદરહસ્યોની જાણકારી આવવા લાગી. મનમાં પ્રશ્ન ઊઠે અને થોડા કાળમાં શ્રી રાજપ્રભુ તરફથી મને તેનું યથાર્થ સમાધાન મળી જાય એવું બનવા લાગ્યું.
મહા મુનિઓ જંગલમાં ટાઢ, તાપ, વર્ષા આદિના પરિષહો વચ્ચે પોતાનો સમભાવ કેવી રીતે જાળવી શકે તે મને યથાર્થ સમજાતું ન હતું. પ્રભુની આજ્ઞામાં રહેવાથી આ બધું થાય છે તેની સામાન્ય જાણકારી હતી, પણ તેનો સાક્ષાત્ અનુભવ ન હતો. તેથી તેની યથાર્થ પ્રક્રિયાની કોઈ સ્પષ્ટતા આવતી ન હતી. એટલે એ વિશે સમજાવવા હું રાજપ્રભુને વારંવાર વિનંતિ કરતી. તે વખતે અમુક અનુભવો કરાવી તેનાં ભેદરહસ્યો પ્રભુએ મારી પાસે ખૂલ્લાં કર્યાં હતાં. અમુક ઉદાહરણથી સમજાવવા રજા લઉં છું.
એ વર્ષોમાં હું વકીલ્સ, ફેફર એન્ડ સાયમન્સ પ્રા. લી.માં કામ કરતી હતી. બપોરે ભર તડકે ઘેર જમવા જાઉં, ત્યારે એવા બળબળતા તાપમાં શરીર એવું ઠંડુ થઈ જાય કે તાપ કેટલો છે તેની ખબર જ ન પડે. આવો અનુભવ કરાવી પ્રભુ મને સમજાવતા કે પ્રભુની આજ્ઞામાં રહીએ તો શરીરને તાપ ન નડે, પ્રભુ જ આપણું રક્ષણ કરે. ઠંડીના પ્રસંગમાં શરીરમાંથી ગરમી નીકળી આજુબાજુનું વાતાવરણ હુંફાળું કરી નાખે, તેથી ઠંડીની અસર જણાય જ નહિ. આવો અનુભવ કરાવી પ્રભુ સમજાવતા કે પ્રભુની આજ્ઞામાં રહેવાથી શરીરને ઠંડી પીડા પહોંચાડી શકતી નથી. આ રીતે મુનિઓ પ્રભુની આજ્ઞામાં અને કૃપામાં વર્તી બધા પરિષહોને જીતી શકે છે. મને યથાર્થ સમાધાન મળી ગયું હતું.
xiv
Page #17
--------------------------------------------------------------------------
________________
પ્રોકથન
એ જ અરસામાં આજ્ઞાના અદ્ભુત મહાભ્યને સમજાવતો એક પ્રસંગ બન્યો હતો. એક દિવસ ઉતાવળમાં ભૂલમાં ઘરમાં પહેરવાના ચપ્પલ પહેરીને ઓફિસમાં જવા નીકળી. ઘરના દાદર ઊતરી થોડાં ડગલાં ચાલી ત્યાં તો મારા જમણા પગનું ચપ્પલ તૂટી ગયું. તેની બે પટ્ટીમાંથી એક પટ્ટી છૂટી પડી ગઈ. એટલે મેં ફરીથી ઉપર જઈ ચપ્પલ બદલવાનો વિચાર કર્યો, તો અંદરમાંથી ના આવી. એટલે મેં વિચાર્યું કે ગલીના નાકે મોચી બેઠો છે, તેની પાસે ચપ્પલ સંધાવી ઓફિસે પહોંચી જાઉં. મોચીનાં સ્થાન સુધી પહોંચવામાં, ખાલી અગુંઠાની જ પટ્ટી સાથે ચાલવામાં જરાય તકલીફ લાગી નહિ, તેનું મને આશ્ચર્ય થયું. પણ વિશેષ આશ્ચર્ય તો ત્યારે થયું કે મોચી પાસે ચપ્પલ સંધાવવાની પણ અંદરમાંથી ના આવી. ઓફિસ સુધી પહોંચવામાં, રસ્તામાં ચાર મોચી બેસતા હતા છતાં એક પણ જગ્યાએ મને થોભવા ન દીધી, અને તૂટેલા ચપ્પલે મને ઓફિસમાં પહોંચાડી. મારી ઓફીસ બીજા માળે હતી, તે દાદર ચડતાં પણ તૂટેલા ચપ્પલે જરાય વાંધો ન આવ્યો. બપોરના ઘરે જમવા આવવાનું થયું ત્યાં સુધીમાં અનેક વખત તૂટેલા ચપ્પલે ચાલવાનું અને દાદરની ચડઊતર કરવાનું કામના કારણથી બન્યું. પણ કોઈ તકલીફ થઈ નહિ, એક પણ વખત ચપ્પલ વળ્યું નહિ, પગમાં ઠેસ આવી નહિ, એટલું જ નહિ પણ, સાજા ચપ્પલથી કામ થાય તેવી સરળતાથી બધું થતું રહ્યું. તૂટેલા ચપ્પલ સાથે બપોરે જમવા ઘરે આવી. જમીને એ ચપ્પલ પહેરી બાજુના
બ્લોકમાં રહેતા મારા બા, બાપુજી પાસે આવી, તેમને ત્યાં કૃપાળુદેવનાં ચિત્રપટને ચપ્પલ સહિત મેં વંદન કર્યા. મારા બા કહે, “અરે! સરયુ! આ શું કરે છે? ચપ્પલ પહેરીને ચિત્રપટ સુધી અવાય ?' જવાબ આપ્યો, ‘બા, કૃપાળુદેવની આજ્ઞાથી આમ કર્યું છે, કારણ કે મને ખૂબ જ આશ્ચર્યકારક અનુભવ થયો છે.' આમ જણાવી મેં ઉપર થયેલો અનુભવ તેઓને કહ્યો. આ અનુભવ કહેવાઈ રહ્યો એટલે અંદરમાંથી મને કૃપાળુદેવે કહ્યું, “હવે નીચે જઈ, ચપ્પલ બદલી ઓફિસમાં તું જા.” અને મેં બાબાપુજીની રજા લઈ નીચેના બ્લોકમાં જવા પગ ઉપાડયા. નીચે પહોંચતા સુધીમાં તો ચાર વખત ચપ્પલ વળી ગયું. ઘરમાં જઈ ચપ્પલ બદલી ઓફિસમાં પહોંચી. રસ્તામાં મને પ્રભુએ સમજાવ્યું કે જો સતત પ્રભુની આજ્ઞામાં રહેવામાં આવે તો સર્વ કસોટીના
XV
Page #18
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
પ્રસંગમાં પ્રભુ આમ જ રક્ષણ કરે છે, તેથી જીવને અશુભ કર્મો ભોગવતાં અતિ કષ્ટ થતું નથી. જો જીવ પ્રભુની આજ્ઞા વિરુધ્ધ વર્તે તો જ કષ્ટની કઠિનાઈમાં તે ફસાય છે. મને થતા આ અને આવા અનુભવોથી પ્રભુ પ્રતિનાં મારાં શ્રધ્ધાનમાં ધરખમ વધારો થતો ગયો; સાથે સાથે ધર્મનું મંગલપણું કેવું હોય છે તેની જાણકારી પણ આવતી ગઈ.
એ જ વર્ષમાં એક વખત ઓફિસમાં સાંજના સમયે કામ પૂરું થઈ જતાં શાંતિથી બેસી પ્રભુનું સ્મરણ કરતી હતી. અને તેમના ગુણો વાગોળતી હતી. તેમાં ખૂબ એકાગ્ર થઈ ગઈ. તે વખતે અંદરમાંથી એકદમ મધુર અવાજમાં મને ધ્વનિ સંભળાયો. પૂ. કૃપાળુદેવ મને જણાવતા હતા કે, હું તીર્થકર છું.' જ્યાં સુધી આ વચનની ઘડ મારા મનમાં બરાબર બેઠી નહિ ત્યાં સુધી આ ધ્વનિ ચાલ્યા જ કર્યો. તે પછી તેમણે મને તેમની વર્તમાન દશાની કેટલીક જાણકારી આપી. તેના થકી મને શ્રી અરિહંત પ્રભુ કેવા હોય? તેનો મહિમા શું? તેમનું જગતનું કલ્યાણ કરવામાં શું પ્રદાન છે? વગેરે વિશે સ્પષ્ટ ચિતાર મળ્યો, તાદૃશતા આવી; અને મને તેમની અભુત લાક્ષણિકતા લક્ષગત થઈ. તે પરથી એમના પ્રતિના મારા અહોભાવ, પૂજ્યભાવ, પ્રેમભાવ અને અર્પણભાવમાં કેટલો વધારો થયો હશે તેની કંઈક કલ્પના તમને આવશે. પ્રભુ તરફથી આ જાણકારી આવી તે પહેલાં મને તેમનાં અરિહંતપદની જાણકારી ન હતી. મારી પાત્રતા આવતાં તેમણે મને સ્વયં જાણકારી આપી એને જ મારું અહોભાગ્ય હું સમજું છું.
શ્રી રાજપ્રભુને તીર્થપદની સર્વોત્તમ પદવી તો મળી, પણ તેમણે દેવભવ કુદાવી મનુષ્યમાંથી મનુષ્ય જન્મ મેળવ્યો, બાર વર્ષ જેવી લઘુવયે કેવળજ્ઞાન પ્રગટાવ્યું વગેરે હકીકતો જાણવાથી તેમનાં જીવનનાં રહસ્યો પામવાની મારી તાલાવેલી અતિ પ્રબળ બની ગઈ. રાયચંદભાઈ તરીકેના માનવજીવનમાં તેમણે આવો તે કેવો બળવાન પુરુષાર્થ કર્યો કે જેનાં ફળરૂપે તેમણે આવી ઉત્તમ સિદ્ધિ હાંસલ કરી. એ જિજ્ઞાસા મારામાં સર્વોપરી બની ગઈ. પરિણામે એ બાજુનો પુરુષાર્થ વધતા તેમનાં વચનોમાંથી ક્રમે ક્રમે રહસ્યો ખૂલતાં ગયાં, અને તેના આધારે તેમનાં જીવનમાં ધર્મનું સર્વોત્કૃષ્ટ
xvi
Page #19
--------------------------------------------------------------------------
________________
પ્રાકથન
મંગલપણું ક્યાં અને કેવી રીતે સમાયેલું હતું તેની જાણકારી મને મળતી ગઈ. આમ છતાં કેટલીક બાબત વિશે અજાણપણું પણ પ્રવર્તતું હતું.
મેં એમના સંપર્કમાં રહેલા કેટલાક મુમુક્ષુઓની અનુભવનોંધમાં વાંચ્યું હતું કે તેઓ પુસ્તકો કે ગ્રંથો એટલી ઝડપથી વાંચતા હતા કે આપણને તેઓ પાના ફેરવતા હોય એમ જ લાગે, તેમ છતાં તે સર્વનો સાર તેમની સ્મૃતિમાં સંગ્રહાઈ ગયેલો જ હોય. આ મારી જિજ્ઞાસાનો મોટો કોયડો હતો, કેમકે મને બે પાનાં વાંચતાં તેનાથી અસંખ્યગણો સમય લાગતો હતો. તો તેઓ આટલી ઝડપથી કેવી રીતે વાંચી શકતા હશે તે મારી મોટી મુંઝવણ હતી. આ મુંઝવણ હું તેમની પાસે જિજ્ઞાસાથી રજુ કરતી અને ઉકેલ માગતી. આવું વારંવાર કરી સમાધાન આપવા ખૂબ ભાવથી વિનંતિ કરતી. પરિણામે ઇ.સ.૧૯૬૯માં મને તેનો ખુલાસો અને સમાધાન અનુભવ સાથે મળ્યા. એક દિવસ સાંજના ઓફિસમાં કામ પૂરું થઈ જવાથી હું સ્મરણ કરતી હતી. ત્યાં અંદરથી મને ધ્વનિ સંભળાયો, “સોભાગ પ્રત્યે” નામનું પુસ્તક લે. રોજ બપોરે લંચ સમયે વાંચવા માટે તાજેતરમાં પ્રગટ થયેલું એ પુસ્તક મેં રાખ્યું હતું.
મેં એ પુસ્તક હાથમાં લીધું એટલે તેમણે મને ઘડિયાળમાં સમય જોવા આજ્ઞા કરી. ઘડિયાળમાં પોણા પાંચ થયા હતા. તેમણે મને હાથમાં પેન્સીલ લેવડાવી અને પુસ્તક વાંચવાનું કહ્યું. આ પુસ્તકમાં છપાયેલા સૌભાગભાઈ પર કૃપાળુદેવે લખેલા પત્રો તેઓ મારી પાસે ક્રમથી એક અક્ષર પણ છોડયા વિના વંચાવવા લાગ્યા. વાંચતાં વાંચતાં વચ્ચે વચ્ચે તેઓ તેમના આત્મિક વિકાસને લગતાં કેટલાંક વચનો નીચે લીટી દોરાવતા હતા, ક્યારેક કંઈ દશા સૂચક શબ્દો લખાવતા હતા અને આ રીતે તેઓ તેમનાં જીવન વિશેની સમજણમાં ઊંડાણભર્યો વધારો કરાવતા જતા હતા. આ રીતે એ પુસ્તકના લગભગ ૨૫૦ પાનાં વંચાઈ ગયા. મને કહે, ‘હવે તું ઘડિયાળ જો.” મને તો એમ કે બે થી અઢી કલાક પસાર થઈ ગયા હશે, પણ ઘડિયાળ તો પાંચ વાગ્યાનો સમય બતાવતી હતી. મારાં આશ્ચર્યની અવધિ ન રહી. માત્ર પંદર મિનિટમાં ૨૫૦ પાનાં વંચાય જ શી રીતે? છતાં એમ બન્યું હતું તે હકીકત હતી. મારા આશ્ચર્યને સમાવવા પ્રભુજીએ મને સમજણ આપી કે, “કેમેરામાં જેમ એક સેકંડના સંખ્યામાં
xvii
Page #20
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
ભાગમાં આખું ચિત્ર કચકડામાં જડાઈ જાય છે, તેમ ઉપયોગની ખૂબ એકાગ્રતા આવે ત્યારે પુસ્તકનાં બંને પાનાના અક્ષરો અર્થ સાથે આત્મામાં જડાઈ જાય છે, અને તેની સ્મૃતિ પણ રહે છે. એ વખતે જીવની સંજ્ઞા ખૂબ બળવાન થઈ જાય છે. આ રીતે એકાગ્રતાથી વાંચવાથી ઘણી ઘણી ઝડપથી વાંચીને સ્મૃતિ રાખી શકાય છે. જોનારને માત્ર પાના ફેરવતા હોઈએ એમ જ લાગે. હું આ રીતે વાંચતો હતો.' આ સમાધાનકારક ખુલાસાથી મને અતિ અતિ આનંદ તથા ઉલ્લાસ પ્રવર્તયા હતા. અનુભવસહિત સમાધાન આપવા માટે મેં શ્રી પ્રભુનો ખૂબ ખૂબ ઉપકાર માન્યો હતો. આજે પણ આવો ઉત્તમ અનુભવ કરાવવા માટે એવો જ ઉપકારભાવ મને વર્તે છે. સાથે સાથે હું સખેદ નોંધું છું કે આવો ઝડપી વાંચન કરી સ્મૃતિ રાખવાનો અનુભવ મને બીજી વખત થઈ શકયો નથી, જે મારી જ ખામી ગણી શકાય. અને તે ખામી દૂર કરવા હું શ્રી પ્રભુને સવિનય વિનંતિ કરું છું.
કૃપાળુદેવનાં વચનામૃતનું વાંચન કરવામાં અને તેનાં રહસ્યો જાણવાનો પુરુષાર્થ કરવામાં મને સૌથી વિશેષ આનંદ આવતો હતો, અને આવે છે. જ્યારે જ્યારે અવકાશ મળે ત્યારે ત્યારે વચનામૃત વાંચી આનંદ મેળવતી, પણ જ્યાં “અત્યંતર પરિણામ અવલોકન” વાંચવામાં આવે ત્યારે તેમાંનું ઘણુંખરું મને સમજાતું નહિ, અને તે લખાણ મને મોટાભાગે અસંબદ્ધ જણાતું. તેથી આ પ્રકારનું લખાણ કેવી રીતે થયું હશે, તેની પાછળનો આશય શું હશે તેનું રહસ્ય પામવાની મારી પરમ જિજ્ઞાસા હોવાથી મારા અંતરમાં ખૂબ જ મથામણ ચાલતી હતી. પરંતુ કોઈ ઉકેલ જણાતો ન હતો; તેથી આ રહસ્યનાં દ્વાર ખોલવા હું પ્રભુને પ્રાર્થના તથા વિનંતિ કરતી રહેતી હતી. મને લાગે છે કે આ પ્રાર્થનાના ફળરૂપે “અત્યંતર પરિણામ અવલોકન'ના લખાણનો ખુલાસો આપે એવો એક સરસ અનુભવ મને મંગળવાર તા.૨૪ સપ્ટેમ્બર, ૧૯૬૮ ના રોજ થયો.
તે દિવસે બપોરના મગજમાં કંઈક સૂઝી આવતાં મેં એક કાગળ પર પાંચ મહાવ્રતનાં નામ લખ્યા. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વ્રત લખવા હતાં, પણ ભૂલથી મેં સત્યને બદલે અસત્ય શબ્દ લખી નાખ્યો. લખતાવેંત જ મને પ્રભુ તરફથી ઠપકો મળ્યો, વિરુધ્ધ અર્થ થઈ જાય એ કેટલી મોટી ભૂલ કહેવાય! મેં
xviii
Page #21
--------------------------------------------------------------------------
________________
તરત જ ક્ષમા માગી. મને પ્રભુએ કહ્યું કાગળ લે અને લખાવું તેમ લખવા લાગ. બાજુમાં પડેલો એક કાગળ લઈ તેમની આજ્ઞાનુસાર લખવા માંડયું.
તેમણે મને લખાવ્યું –
“જગતનું સ્વરૂપ સમજવું આત્મા પામવા માટે ઉપકારી છે. તીર્થંકર ભગવાને કહેલું આ વચન યથાર્થ છે.
પ્રાક્કથન
ભગવાન ભક્તની ઉપરવટ જઈને પણ એના પરચા પૂરે છે, એ વચન યથાર્થ છે, ભગવાન પણ ઓછો અપલક્ષણો નથી - આ વચન સત્ય છે.
ભગવાન આપણને જેવા બુધ્ધ બનાવવા ઇચ્છે છે, તેવા આપણે બનવા માંડયા છીએ - આ વચન સત્ય છે. ઉલ્લાસ વધવા માટેનું પ્રમાણ છે, આ તો બહુ ઉલ્લાસનો દિવસ છે.
બધાય ભગત થઈ જાય તો કેવું સારું?
ઠગત કોને ગમે ? જગતને શું કરીશું? તેની તુષમાનતાને શું કરીશું? તુષમાનતા સત્પુરુષની ઇચ્છો.
હવે (દર્શન) તદ્ન સમીપ છે. - એ વચન સત્ય છે.
એમ જ છે - એ પણ સત્ય છે.
પુણ્યાનુબંધી પુણ્ય છે - એ પણ સત્ય છે.
આજ્ઞા થઈ - એ પણ સત્ય છે.
વંદન કર્યા - એ પણ સત્ય છે.
જ્ઞાન થયું - એ પણ સત્ય છે.
(પ્રતીતિ) આપી છે - તે પણ સત્ય છે.
કંઈ સમજાય છે? સત્ય સમજાય તો આનંદ પામો.
ન સમજાય તો પૂછો. ભગવાને બતાવી દીધું છે.
xix
Page #22
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
અસંબદ્ધ કંઈ જ નથી. બધું જ સ્પષ્ટ છે. ભગવાન રૂડા છે - તે પણ સત્ય છે. સુરતિ આદિ હસ્યાં છે, અનાદિનાં ખસ્યાં છે - આ સત્ય છે. આદિપુરુષ રમત માંડીને બેઠો છે - તે પણ સત્ય છે. આમ અત્યંતર અવલોકન છે - તે પણ સત્ય છે.”
ભૂલમાં સત્ય ને બદલે અસત્ય શબ્દ લખ્યો તેની શિક્ષારૂપે મારી પાસે સત્ય શબ્દ ઘણીવાર લખાવ્યો. સાથે સાથે તે વચનોનાં ગૂઢાર્થ મને અંતરમાં સમજાતા ગયા. પણ લખાણમાં તો કોઈ પ્રસંગના અનુસંધાનમાં ઉચ્ચારાયેલાં વચનો સત્ય છે એમ જ આવતું ગયું. અને આ અનુભવ દ્વારા આખું અત્યંતર અવલોકન શ્રી કૃપાળુદેવ દ્વારા કેવી રીતે લખાયું છે તેની ચાવી પ્રભુએ મને બતાવી દીધી, અને મારા પર તેમણે અવર્ણનીય ઉપકાર કર્યો, તે દિવસ મારો ધન્ય ધન્ય હતો.
આમ જુદા જુદા સમયે થયેલા જુદા જુદા અંગત અનુભવોના આધારે આ ત્રીજા ભાગનાં ચાર પ્રકરણ - શ્રી અરિહંતનો મહિમા, ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે, શ્રીમદ્ રાજચંદ્રના જીવનમાં રહેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું અને આણાએ ધમ્મો, આણાએ તવો (આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ) ની ભૂમિકા રચાતી ગઈ. પાયાનું ઊંડાણ વધુ ને વધુ મજબૂત થતું ગયું. આ સાથે પ્રભુની આજ્ઞામાં રહેવાથી કેવા કેવા ફાયદા થાય છે તેની સ્પષ્ટ અનુભૂતિ મળતી ગઈ. અને જીવન માટે પ્રભુની આજ્ઞામાં રહેવાથી ધર્મ તથા તપ કેવી રીતે આચરણમાં આવે છે તેની ખૂબીઓ મારી પાસે પ્રગટ થતી ગઈ. આ અનુભૂતિના કારણે “આણાએ ધમ્મો, આણાએ તવો એ પ્રકરણનું લખાણ શક્ય બન્યું. વળી, આ બધું લખાણ તથા કાર્ય પ્રભુની ઇચ્છાથી અને આજ્ઞાથી થાય છે, તેથી જે કંઈ સારું અને ઉત્તમ લાગે તેનો યશ શ્રી પ્રભુના ફાળે જાય છે, અને તેમાં જે કંઈ દોષરૂપ લાગે તે મારી છદ્મસ્થ જીવની ચૂક છે એમ જાણી ક્ષમા કરજો.
XX
Page #23
--------------------------------------------------------------------------
________________
પ્રાકથન
શ્રી કૃપાળુદેવનાં વચનામૃતનાં વારંવારનાં વાંચન તથા અભ્યાસના પરિણામે કૃપાળુદેવને જીવમાત્ર પ્રતિ કેવો પ્રેમભાવ હતો, સર્વ જીવોનું કલ્યાણ થાય એ ભાવ કેવી ઉત્કૃષ્ટતાએ વર્તતો હતો, તેમની કલ્યાણભાવના કેટલી બળવાન હતી તે સર્વ વિશેની મને સ્પષ્ટતાથી સમજ મળતી ગઈ, તેની સાથે સાથે તેમની કૃપાથી મળેલા અનુભવોને લીધે પ્રાણીમાત્ર માટે આપણે કલ્યાણ ઇચ્છવું કેટલું જરૂરી છે તે મને સમજાતું ગયું. એનું પરિણામ એ આવ્યું કે ‘સહુ જીવ શાંતિ પામો’, ‘સહુ શાશ્વત સુખ મેળવો’, એવા ભાવ મારામાં ઇ.સ.૧૯૬૮થી સહજતાએ ખૂબ વધવા લાગ્યા. તે ભાવ એવા સહજ થઈ ગયા કે એકેંદ્રિયથી સંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જે કોઈ જીવ પ્રતિ દૃષ્ટિ જાય તેના માટે ભાવ થાય કે, ‘પ્રભુ! આ જીવનું કલ્યાણ કરો.' આવા ભાવ કરતી વખતે ક્યારેય મને કર્તાપણાનો ભાવ આવ્યો નથી; એ મને બરાબર સ્મૃત છે. પણ સર્વ જીવનું કલ્યાણ થાય એ ભાવનું બળવાનપણું દિનપ્રતિદિન વધતું જતું હતું. સંશી, અસંશી જે કોઈ જીવ સ્મૃતિમાં આવે તેના માટે મારો આત્મા સહજતાએ કલ્યાણ ઇચ્છતો. જે કોઈનો સંપર્ક થાય તેના માટે પણ પ્રભુ પાસે મારો આત્મા કલ્યાણ માગી લેતો. અને સમગ્રરૂપે સહુ કલ્યાણ પામે એ ભાવ ઉત્તરોત્તર સતત ઘટ્ટ બનતો રહ્યો છે. કોઈ મારી ટીકા કરે, મારા માટે અશુભ બોલે કે અયોગ્ય વર્તન કરે તે સર્વ જાણવા છતાં ઉપર જણાવેલી વર્તતી ભાવનાના કારણથી મને તેઓ કોઈ માટે અશુભભાવ કે અભાવ ન થતાં, તેમના માટે પણ કલ્યાણભાવ જ થયા કરતો. પરિણામે કંઈક જીવો સાથે પૂર્વમાં બંધાયેલા અશુભ સંબંધ શુભમાં પલટાતા અનુભવાયા છે. અને ભવોભવ ચાલે તેવાં બળવાન અશુભ કર્મો પણ ગણતરીનાં વર્ષોમાં ખપી જતાં શ્રી કૃપાળુદેવની કૃપાથી જોયાં છે. એમના આ મહાન ઉપકારને કદી પણ વિસરી શકાય તેમ નથી. તેથી વર્તમાનમાં તો એ જ ભાવ પ્રવર્તે છે કે તેમનાં પગલે પગલે ચાલી, સહુ જીવો માટે ભેદભાવરહિતપણે કલ્યાણ ઇચ્છતાં ઇચ્છતાં, જીવ સમસ્ત સાથેનો મૈત્રીભાવ વહેલામાં વહેલી તકે તેમની અસીમ કૃપાથી અને આજ્ઞાથી કેળવી લેવો છે. પ્રભુકૃપાથી મારા આ ભાવમાં કદી પણ ઓટ ન આવે એ જ માંગું છું. સર્વ પંચપરમેષ્ટિ પ્રભુની કૃપાથી કલ્યાણમાર્ગનું સાતત્ય જળવાઈ રહો એ જ અભ્યર્થના છે.
xxi
Page #24
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
પહેલા બે ભાગના અનુસંધાનમાં આ ત્રીજો ભાગ રજૂ કરતાં આનંદ અનુભવાય છે. આશા છે કે વાચકગણને માર્ગદર્શન લેવા માટે આ ગ્રંથ ઉપયોગી થશે. શ્રી અરિહંત પ્રભુનો મહિમા અનુભવવા માટે ધર્મનું મંગલપણું અને સનાતનપણું અનુભવવું ખૂબ ઉપયોગી છે. અને તેની સ્પષ્ટતા કરવા માટે શ્રી રાજપ્રભુનાં જીવનમાં પ્રવર્તતું ધર્મનાં મંગલપણાનું ઉદાહરણ ખૂબ ઉપકારી થાય તેમ છે. અને આ બધાનાં મૂળમાં જીવ પ્રભુની ઇચ્છાને આધીન થાય તો કેવું ઉત્તમ કાર્ય થાય તેની જાણકારી આ ગ્રંથને ચારે પ્રકરણમાંથી જીવને મળી શકે તેમ છે.
પ્રભુની આજ્ઞામાં રહેવાનું મહાભ્ય સમજાયા પછી આત્માની શુદ્ધિ કરવાનો પુરુષાર્થ કરવામાં એક સમય માત્રનો પણ પ્રમાદ કરવો કર્તવ્યરૂપ નથી એ સમજાય તેમ છે. પ્રમાદરહિતપણે પુરુષાર્થ કરવાથી જીવ આત્મિક શુદ્ધિ કરતાં કરતાં કેવી રીતે પરમાર્થિક સિદ્ધિ મેળવતો જાય છે તેનું વિવેચન જાણવું જીવને ઉપકારી થાય છે. અને તે પુરુષાર્થનું જીવ જો વિશેષપણું કરે તો તેને સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ અનુભવાય છે. આવી સર્વોત્કૃષ્ટ સિદ્ધિ પામવા માટે ૐની આજ્ઞામાં જવાથી ૐરૂપ થવાય છે. એ સૂચવવા ‘ૐ ગમય આણાય, આણાય ગમય ૐ’ એ પ્રકરણની રચના કરવા ધારી છે. પ્રભુની આજ્ઞામાં રહેવાથી, અને તેનું ઉત્તરોત્તર ઊંડાણ વધારતાં જવાથી આજ્ઞાની પૂર્ણસિદ્ધિ થાય છે, અને તેના થકી જીવને શિવ થઈ પૂર્ણ કલંકરહિત અડોલ સ્થિતિની પ્રાપ્તિ થાય છે. એ આ વિભાગનું પાંચમું પ્રકરણ બને છે. આમ શ્રી કેવળીપ્રભુનો સાથ ભાગ ૪ માં લગભગ પાંચ પ્રકરણની રચના સમાવેશ પામશે એમ લાગે છે.
આમ અત્યાર સુધીનાં સર્વ સમજણ તથા લખાણમાં શ્રી કૃપાળુદેવનો સાથ મને કેવી અદ્ભુત રીતે મળતો રહ્યો છે તે વાચકોને સમજાયું હશે. તેમનો ઉપકાર શબ્દોથી માની શકાય તેમ નથી તે સ્પષ્ટ છે. શ્રી પ્રભુને મારી નમ્ર વિનંતિ છે કે ભાવિના સર્વ લખાણ માટે મને આવો જ સાથ ચડતા ક્રમમાં મળતો રહે અને હું આજ્ઞાધીન રહી કર્તવ્ય કરતી રહું. આ સર્વ લખાણ કરવામાં સીધો તથા આડકતરો સાથ મને ચિ. નેહલ, પ્રકાશ, અમી, ઉપરાંત ભા. અજીતભાઈ, નલીનીબેન, કિશોરભાઈ, રેણુબહેન અને
xxii
Page #25
--------------------------------------------------------------------------
________________
પ્રાકથન
અન્ય સ્વજનો તરફથી સતત મળતો રહે છે. તે માટે તેમનો આભાર માનું છું. વળી, આ ગ્રંથનાં કંપોઝીંગ આદિમાં મને મારી ભાણેજ અમી ઠાકોર તથા અનુરાગ ઠાકોર તરફથી ઉત્તમ સહાય મળી છે. તેની સાથે સાથે ગ્રંથને સુંદર છપાઈ આપી આકર્ષક બનાવવામાં મારાં સ્વજનો અરુણભાઈ તથા સુધાબહેનનો ફાળો નાનોસૂનો નથી. આ ઉપરાંત વિના માગ્યે આર્થિક લાભ આપનાર સર્વ આત્મીયજનો કેમ ભૂલાય! આમ આ ગ્રંથનાં પ્રકાશન અર્થે વિવિધ પ્રકારે સહાય આપનાર સર્વ આપ્તજનોને શ્રી પ્રભુ પરમ કૃપા કરી આત્માર્થે કલ્યાણમાર્ગમાં વિકાસ કરાવે એ જ પ્રાર્થના છે.
“શ્રી કેવળીપ્રભુનો સાથ ભાગ-૩” માં વાચકને કેટલાક સિદ્ધાંતો, કેટલીક હકીકતો પુનરુક્તિ દોષવાળી જણાશે. કેટલીક બાબતો ત્રણે ભાગમાં જુદી જુદી રીતે ચર્ચાયેલી જોવા મળશે; તો તે માટે દરગુજર કરવા વિનંતિ કરું છું. જુદી જુદી અપેક્ષાથી એક જ વસ્તુ સમજાવવા માટે તથા સ્પષ્ટતા કરવા માટે અને યોગ્ય સ્થાને યોગ્ય વસ્તુની સ્મૃતિ આપવા માટે મારે પુનરુક્તિ દોષ વહોરવો પડ્યો છે તે ઉદારદિલથી ચલાવી લેશો એ જ વિનંતિ છે. આ ગ્રંથ માર્ગની જાણકારી મેળવવામાં ઉપયોગી થાય એવી ભાવના સાથે આપના કરકમળમાં મૂકવા પ્રેરાઉં છું.
ૐ શાંતિ.
મુંબઈ
એજ મોક્ષાભિલાષી સરયુ રજની મહેતા.
તા. ૨૭ ઓગસ્ટ ૨૦૦૮, બુધવાર શ્રાવણ વદ ૧૨, ૨૦૬૪.
XXiii
Page #26
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વૃષભ જિન ધર્મકર સન્મતિ ચરમજિનેશ, વિઘ્નહરણ મંગલકરણ ભવતમ દુરિત દિનેશ. વાણી જિનમુખથી ખરી પડી ગણધરાધિપ કાન, અક્ષર પદમય વિસ્તરી કરહિ સકલ કલ્યાણ. ગુરુ ગણધર ગુણધર સકલ પ્રચુર પરંપર ઔર, વ્રતતપર તન નગનધર, વંદો વૃષ શિરમોર.
-
સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા મંગલાચરણ
Page #27
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦ શ્રી અરિહંતનો મહિમા
સર્વોત્તમ મંગલ અને કલ્યાણ જે આત્મામાં સમાયાં છે એવા તીર્થસ્થાનરૂપ શ્રી અરિહંત પ્રભુને કોટિ કોટિ વંદન હો. વંદન હો. એમનો કલ્યાણભાવ મેળવવાની, માણવાની અને જીવનમાં પ્રગટાવવાની આપણી પાત્રતા પ્રતિદિન વધતી જાઓ એ જ પ્રાર્થના છે.
તીર્થસ્થાન એટલે એવું ક્ષેત્ર કે જ્યાં વસી આત્મા પોતાના પર લાગેલાં કર્મનાં થરને નિવૃત્ત કરવાનો અવકાશ પામે છે; એટલું જ નહિ પણ તે માટે જરૂરી એવાં યોગ્ય સાધનોની પ્રાપ્તિ કરી, તેનો ઉપયોગ કરી, પોતાનો આત્મશુદ્ધિ માટેનો પુરુષાર્થ વિશદતાથી ઉપાડી શકે છે. જે ક્ષેત્રમાં આવું ઉત્તમ કાર્ય થતું હોય છે તે ક્ષેત્રમાં અનેક જીવો તેનો લાભ લઈ, પ્રગતિ સાધી એ સ્થાનની પવિત્રતા તથા મહત્તા વધારવાનું પુણ્યકાર્ય કરતા હોય છે. જેમ જેમ તીર્થસ્થાનમાં પૂર્ણ થવાનો પુરુષાર્થ વધે છે, તેના ફળની પ્રાપ્તિ વધે છે, તેમ તેમ તેનો મહિમા તથા પ્રભાવ પણ વધતા જાય છે. આ સ્થળનાં પરમાણુઓ એવાં ઉત્તમ થતાં જાય છે કે તે ક્ષેત્રમાં રહી પુરુષાર્થ કરનારને અલ્પ પ્રયત્ન વિશેષ ફળની અને વધારે ઊંચા ફળની પ્રાપ્તિ થાય છે. વળી, આવા ક્ષેત્રોમાં સંસારી અંતરાયો કે વિનોનો ઉપદ્રવ અલ્પ થતો જતો હોવાથી જીવને કાર્ય કરવાની અપેક્ષાએ વિશેષ લાભ મળતો જાય છે. આમ એક નિયત ક્ષેત્રમાં શુભ પ્રવૃત્તિ, આત્મિક પુરુષાર્થ વારંવાર થતો રહેતો હોવાથી એ ક્ષેત્રની પવિત્રતા, મહિમા અને પ્રભાવ દિનપ્રતિદિન વધતાં રહે છે.
બાહ્યથી આવાં અનેક પવિત્ર સ્થળો આપણને જોવા મળે છે, અને લોકો તેનો લાભ લઈ તે સ્થળમાં નિવૃત્તિની પ્રવૃત્તિ કરતા રહે છે. પરંતુ જરા ઊંડાણથી વિચારીએ તો આવા મહિમાવાન ક્ષેત્રનું ઉદ્ગમસ્થાન શ્રી તીર્થકર પ્રભુનો આત્મા છે. અને તે
Page #28
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
ક્ષેત્રના મહિમાનો લોકોને પરિચય કરાવનાર, તેને પુષ્ટિ આપનાર શ્રી સત્પરુષોના આત્મા છે. જે ક્ષેત્રમાં આવા ઉત્તમ પુરુષો વસી આત્મારાધન કરે, પોતાના આત્માની પવિત્રતા વધારવાની સાથે અન્ય જીવોને પવિત્રતા વધારવા ઉત્સાહીત કરે, તે ક્ષેત્રમાં લોકોને શાંતિનો અને સુખનો અનુભવ વધારે થતો હોવાથી તેઓ સહજતાએ આકર્ષાઈને ત્યાં આવી તે સ્થળની શાંતિનો લાભ લેવા પ્રેરાતા હોય છે. અનેક સંત મહાત્માઓ અમુક નિવૃત્તિ ક્ષેત્રમાં કાયમી વસવાટ કરી, સ્વાર કલ્યાણની પ્રવૃત્તિમાં એકાગ્ર થઈ એ સ્થાનને તીર્થક્ષેત્રની પવિત્રતા અર્પે છે.
આવા પ્રકારની ઉત્તમ પ્રવૃત્તિઓ કરવા પાછળ શ્રી તીર્થંકર પ્રભુએ પ્રસ્થાપિત કરેલા ચતુર્વિધ સંઘની સ્થાપનાની પવિત્રતા કાર્યકારી થતી હોય છે. શ્રી તીર્થકર ભગવાન ‘સર્વ જીવ કરું શાસનરસિ’ની ભાવના ભાવી, ઘણા ભવો સુધી એ ભાવનાનું ઘૂંટણ કરી, એક એવા પ્રકારનાં નામકર્મનું બંધન કરે છે કે જેના ફળરૂપે તેમના અનેક શુભ ઋણાનુબંધી જીવો તેમનું નિમિત્ત પામી સ્વકલ્યાણ કરવા તથા અન્યને કલ્યાણરૂપ થવામાં સહાય કરવા માટે ભાગ્યશાળી બને છે. આ અપેક્ષાએ વિચારતાં શ્રી તીર્થકર પ્રભુ અર્થાત્ અરિહંત ભગવાન એ ઉત્તમોત્તમ જંગમ તીર્થસ્થાન છે. આ તીર્થ એવા પ્રકારનું છે કે જ્યાં ઉત્તમોત્તમ કલ્યાણ સમાયેલું છે. કલ્યાણ એટલે દુ:ખનો અંત અને શાશ્વત સુખની સમૃદ્ધિ.
આ તીર્થસ્થાન અભુત પ્રકારનું છે. તેને કોઈ આદિ નથી, તેમજ કોઈ અંત પણ નથી; કારણ કે કલ્યાણમાર્ગ અને તેના પ્રણેતા અનાદિ અનંત છે. એક પછી એક કલ્યાણમાર્ગના પ્રણેતા – તીર્થકર ઉભવ્યા જ કરે છે. પહેલા તીર્થકર કોણ? તેનો જવાબ “અનાદિ છે. અને છેલ્લા તીર્થકર ક્યારે? તેનો જવાબ “અનંત છે. અને પ્રત્યેક તીર્થકરના હૃદયમાંથી આ તીર્થસ્થાન પ્રગટયા જ કરે છે. માટે તે અનાદિ અનંત છે. આ જીવને પવિત્ર કરનાર તીર્થસ્થાન શ્રી તીર્થકરના હૃદયમાંથી જ નીપજતું હોવાથી તેમનો સર્વ જીવો માટેનો કલ્યાણભાવ તેમાં આવિર્ભાવ પામે છે, કલ્યાણ કરવા માટેનો મહામાર્ગ તેમાં પ્રકાશિત થાય છે, મોક્ષમાર્ગની યથાર્થ જાણકારી આપતો સર્વ બોધ તેમાં સમાવેશ પામે છે, અને તે તીર્થસ્થાને પહોંચનાર સર્વ દ્રવ્ય શુધ્ધ થતાં
Page #29
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
જાય છે. જીવ પુદ્ગલ પરમાણુઓથી ભિન્ન થવાનો પુરુષાર્થ કરી ભિન્નતા મેળવે છે, તેથી તેઓ બંને પોતપોતાની શુદ્ધાવસ્થા મેળવે છે. આમ આ તીર્થસ્થાન જીવના મલિન, અશુધ્ધ ભાવને સ્વચ્છ તથા શુદ્ધ કરે છે, તે એટલે સુધી કે આ પ્રક્રિયામાંથી પસાર થનાર જીવ પણ તીર્થસ્થાનરૂપ થઈ શકે છે. આવી અનેકાનેક વિશેષતાઓ શ્રી પ્રભુનાં તીર્થસ્થાનમાં પ્રગટતી હોવાને કારણે આપણે કહી શકીએ કે આ સ્થાન શુધ્ધમાં શુધ્ધ છે, મંગલમાં મંગલ છે અને સર્વ જીવને માટે એકાંતે કલ્યાણકારી રહ્યા કરે છે.
આ જગતમાં સહુ જીવો સુખની શોધમાં સતત ફાંફા મારતા જ રહે છે, તેમ છતાં અતિ અતિ વિરલા જીવો જ સાચા શાશ્વત સુખની પ્રાપ્તિ કરી શકે છે. મોટા ભાગના જીવોના હાથમાં તો માર્ગની જાણકારી ન હોવાને કારણે દુ:ખનું વેદન જ આવતું રહે છે. પરંતુ જ્યારે આ જગતના જીવો શ્રી પ્રભુના ઉપકારને ગ્રહણ કરવા જેટલી પાત્રતા કેળવે છે ત્યારે જ પ્રગતિ કરી શકે છે. અને વિકાસ કરી તે જીવો સંજ્ઞીપંચેન્દ્રિય સ્વરૂપે છૂટવાના કામી બની, શ્રી તીર્થંકર પ્રભુનાં શરણમાં આવે છે, તેમનાં માર્ગદર્શન અનુસાર ઉત્તમ પુરુષાર્થ કરે છે ત્યારથી તેઓ શાશ્વત સુખ મેળવવાનો મહામાર્ગ અનુભવે છે. અને તેઓ સર્વ સપુરુષો અને ઉત્તમ પુરુષોનો સાથ પામી યોગ્ય પુરુષાર્થ કરે છે ત્યારે છેવટમાં તેઓ શાશ્વત સુખ પણ મેળવે છે. - આ રીતે વિચારતાં સ્પષ્ટ સમજાય છે કે જીવ સત્પષ તથા ઉત્તમ પુરુષનાં સાનિધ્યમાં રહી પુરુષાર્થ કરતાં સ્વકલ્યાણને વેગ આપી શકે છે. આવા પુરુષોમાં શ્રી તીર્થંકર પ્રભુ એ સર્વોત્તમ પુરુષ છે કેમકે તેમણે અનેક ભવો સુધી જીવ સમસ્ત માટે કલ્યાણના ભાવ વેદ્યા હોય છે, પોતે ચારે ઘાતી કર્મોથી મુક્ત થયા હોય છે, અને પૂર્ણતા પામ્યા પછી જ કલ્યાણના મહામાર્ગનું પ્રકાશન કરતા હોય છે. પરિણામે તેમનાં નિમિત્તે કોઈ પણ જીવ દુઃખ પામતો નથી, પૂર્ણતા હોવાથી માર્ગની અલ્પ પણ ન્યૂનતા પ્રગટતી નથી. એટલે તેમનાં શરણમાં રહી આરાધન કરનાર, યથાર્થ પુરુષાર્થ કરનાર જીવ સુખ, સુખ અને માત્ર સુખ જ મેળવે છે. આ કારણે શ્રી તીર્થંકર પ્રભુ સર્વોત્તમ તીર્થસ્થાન છે, કલ્યાણકારી તીર્થસ્થાન છે. અને એ તીર્થની ઉપાસના કરવાથી કલ્યાણ અને માત્ર કલ્યાણ મળે એવું પવિત્ર આ તીર્થસ્થાન છે.
Page #30
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
અહીં શ્રી તીર્થંકર પ્રભુને જ શ્રી અરિહંત પ્રભુ તરીકે સ્વીકાર્યા છે. તીર્થકર એટલે તીર્થના કરનાર અથવા તો તીર્થની સ્થાપના કરનાર. જે આત્મા પોતામાં જીવ સમસ્ત માટેના કલ્યાણભાવ ભવોભવ ઘૂંટીને, પોતે પૂર્ણ થયા પછી પૂર્ણ થવાનો - ઘાતી કર્મથી સર્વથા મુક્ત થવાનો મહામાર્ગ ખુલ્લો કરે છે, અને સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, તેઓને આ મહામાર્ગના પ્રતિનિધિરૂપ બનાવે છે, તે આત્મા શ્રી તીર્થકર તરીકે ઓળખાય છે. તેઓ ધર્મસ્થાપક તરીકેનું મહામોટું બિરુદ ધરાવે છે. તેઓ આ તીર્થની સ્થાપના કરવાનું પુનિત કાર્ય અરિહંત થઈને કરે છે. અરિ એટલે શત્રુ અથવા વેરી, અને હંત એટલે હણાયા છે કે હણ્યા છે. આમ અરિહંત એટલે જેમના શત્રુ હણાયા છે, અને જેમનું શત્રુપણું હણાઈ ગયું છે તેઓ. બીજી રીતે વિચારતાં આપણે કહી શકીએ કે તમામ જીવો સાથેનો મૈત્રીભાવ કેળવ્યા પછી જ શ્રી તીર્થંકર પ્રભુ કલ્યાણધર્મની સ્થાપના કરે છે, અને એ વખતે તેમને જગતમાંના એકપણ જીવ સાથે વેરભાવ ઉદયમાં કે સત્તામાં બચ્યો હોતો નથી, વેરભાવનો યથાર્થપણે ક્ષય થયા પછી જ તેઓ આ પરમ પવિત્ર કાર્ય કરે છે. જેના પરિણામે તેમણે બોધેલા માર્ગને જે જીવ સ્વીકારે તેને એ માર્ગ એકાંતે હિતકારી
થાય છે.
શ્રી ‘અરિહંત'નો આ અર્થ વિચારતાં આપણને થાય કે શ્રી કેવળી પ્રભુને પણ આપણે અરિહંત કહીએ તો ખોટું શું છે? શ્રી કેવળ પ્રભુએ સહુ સાથેની મિત્રતા કેળવી છે; અને શત્રુતા મિટાવી દીધી છે, સાથે સાથે સહુ જીવોએ પણ તેમની સાથેની શત્રુતા ત્યાગી દીધી છે. આ ઉપરાંત જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા વીર્યની અપેક્ષાએ પણ તેઓ શ્રી તીર્થકર પ્રભુ સમાન જ છે, ઘાતકર્મોનો ક્ષય પણ પૂર્ણતાએ છે, તો શા માટે કેવળી પ્રભુને અરિહંત પ્રભુ તરીકે ઓળખતા નથી?
અહીં આપણે તેઓ બંને વચ્ચે રહેલો એક ગુપ્ત તફાવત ધ્યાનમાં લેવાનો છે. આ ભેદ ઘાતકર્મની અપેક્ષાએ નહિ પણ અઘાતી કર્મની અપેક્ષાએ આપણે વિચારવાનો છે. તીર્થકર અને કેવળીપ્રભુનાં છદ્મસ્થપણાના પુરુષાર્થના ભેદને કારણે તેઓ બંનેનો તફાવત સમજવાનો છે. તેમના છદ્મસ્થ અવસ્થાના પુરુષાર્થમાં ફરક હોવાથી પૂર્ણતા
Page #31
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
પામ્યા પછીનો તેમનો કાર્યભેદ અને કક્ષાભેદ સર્જાય છે. જેને લીધે સર્વ કેવળીપ્રભુ ‘અરિહંત’ થતા નથી, પણ સર્વ અરિહંત કેવળીપ્રભુ હોય જ છે.
શ્રી કેવળીપ્રભુએ સહુ જીવો સાથેના વેરભાવનો ત્યાગ કર્યો છે, સાથે સાથે અન્ય સહુ જીવોએ પણ તેમનાં પ્રતિનું વેર છોડયું છે, એટલે કે તેઓનો અન્યોન્ય મૈત્રીભાવ પ્રવર્તે છે, જે શ્રી અરિહંત પ્રભુમાં પણ છે. પરંતુ જ્યારે અરિહંત પ્રભુ છદ્મસ્થ અવસ્થામાં હોય છે ત્યારે તેમણે જીવ સમસ્ત માટેનો કલ્યાણભાવ વેદ્યો હોય છે, તેમાં નિત્યનિગોદના સર્વ જીવો, અભવી જીવો, તથા સિદ્ધાત્મા સહિતના સર્વ સજીવનો વિના અપવાદ સમાવેશ થયો હોય છે. આવા જીવ સમસ્ત માટેના કલ્યાણભાવ અનેકભવ સુધી ઘૂંટાયા હોવાથી અને તીર્થંકર નામકર્મ બાંધ્યા પછી આ ભાવ ધ્રુવબંધી થયો હોવાથી, તે ભાવના ફળરૂપે તેમનાં પ્રત્યેક કલ્યાણક વખતે તમામે તમામ જીવો એકબીજા સાથેના વેરભાવનો ત્યાગ કરી એક સમય માટેની શાતા વેઠે છે, અને તેમાં અભવી સહિત કોઈ પણ જીવ બાકાત નથી. શ્રી તીર્થંકર પ્રભુના ભાવની વિશેષતા એ છે કે તેમના કલ્યાણભાવનાં નિમિત્તથી સહુ જીવો પણ એકબીજા સાથેની શત્રુતાનો ત્યાગ એક સમય માટે કરી શકે છે. આવું વે૨રહિતપણું શ્રી કેવળી પ્રભુની બાબતમાં સહુ જીવો એકબીજા સાથે અનુભવતા નથી. તેઓ કેવળી પ્રભુ સાથેના વેરનો ત્યાગ કરી શકે છે, પણ એકબીજા સાથેના વેરનો ઉદય તો યથાવત્ ભોગવતા જ હોય છે, પરિણામે સમસ્ત જીવો શાતાનું વેદન એક સાથે કરવા સદ્ભાગી થતાં નથી. આમ થવાનું મુખ્ય કારણ તેમનો કલ્યાણભાવ અમુક જીવોને સ્પર્શીને અસમાનતાથી વર્તતો હોય છે તે છે, ત્યારે અરિહંત સમાન કક્ષાથી કલ્યાણભાવનું વેદન કરતા હોય છે. આ પ્રક્રિયાભેદ છદ્મસ્થ અવસ્થાનો છે. પૂર્ણ થયા પછી બંનેની વીતરાગતા સમાન કક્ષાની જ રહે છે. પરંતુ છદ્મસ્થ અવસ્થામાં ભવોભવમાં તીર્થંકરે કરેલાં કલ્યાણભાવને કારણે સમસ્ત જીવો એક સમય માટે અન્યોન્ય વેર છોડી શકે છે. તે એક સમયની સંપૂર્ણ વેરનિવૃત્તિનાં અનુસંધાનમાં શ્રી તીર્થંકર પ્રભુ ‘અરિહંત’ તરીકે પણ ઓળખાય છે.
આટલી સમજણ મેળવ્યા પછી, આ વિષય ઓળખવો સહેલો બનશે. જેઓ અરિહંત થયા છે, જેમનાં નિમિત્તે જગતનાં સમસ્ત જીવો એક સમય માટે વેરવૃત્તિથી
Page #32
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
નિવૃત્ત થાય છે; એવા જગતપિતાના તીર્થસ્થાન સ્વરૂપ શરણમાં જવાથી શ્રી અરિહંત પ્રભુનું કલ્યાણકાર્ય શરૂ થાય છે, અને શ્રી કેવળીપ્રભુ, ગણધરજી, આચાર્યજી, ઉપાધ્યાયજી અને સાધુસાધ્વીજીથી એ કાર્યની પુષ્ટિ થાય છે, અને કાર્યનો ફેલાવો થાય છે. આ કલ્યાણકાર્ય જીવ સમસ્ત માટે શાતાદાયક અને શાંતિદાયક બનતું રહે છે. મોક્ષમાર્ગના પ્રણેતા શ્રી અરિહંત પ્રભુ આપણને ક્યાં, ક્યારે તથા કેવી રીતે ઉપકારી થાય છે તે સમજીએ તો તેમનો અવર્ણનીય મહિમા અનુભવવાનો અવકાશ આપણને પ્રાપ્ત થાય.
આ જગતમાં આત્માને શુદ્ધ થવા માટે, શાશ્વત સુખ મેળવવા માટે તથા પોતાનો અપૂર્વ સ્વભાવ પ્રગટ કરવા માટે શ્રી પંચપરમેષ્ટિ ભગવંત તરફથી જીવને અમૂલ્ય સાથ મળે છે. પ્રત્યેક જીવને વિકાસનાં પ્રત્યેક પગથિયે આ સાથની જરૂર રહે છે. આ સાથ અને વિકાસનાં પ્રત્યેક સોપાનમાં તીર્થસ્થાન સમાયેલું છે. પ્રત્યેક ઈષ્ટ સ્થાને આ સાથ મળતાં વિકાસ ઝડપથી તથા ઉત્તમ પ્રકારનો થાય છે. ઈષ્ટ પુરુષોના આ કલ્યાણકાર્યને અનુલક્ષીને શ્રી જ્ઞાનીપુરુષો ભાખી ગયા છે કે એક અંશ શાતાથી કરીને પૂર્ણકામતા સુધીનાં સર્વ સુખનું કારણ એક માત્ર સપુરુષ જ છે.
શ્રી પંચપરમેષ્ટિ ભગવંત એટલે શ્રી અરિહંતપ્રભુ, સિદ્ધપ્રભુ, આચાર્યજી, ઉપાધ્યાયજી અને સાધુસાધ્વીજી. તેઓ બધામાં શ્રી અરિહંતપ્રભુ ઉચ્ચ સ્થાને બિરાજે છે, કેમકે તેમનું કલ્યાણમાર્ગમાં પ્રદાન સર્વશ્રેષ્ઠ અને ઉત્તમ પ્રકારનું છે. તેમની શ્રેષ્ઠતા તથા ઉત્તમતા સમજીએ તો તેમનાં જીવનની અમૂલ્યતાનો અને તેમણે આપણા પર કરેલા અવર્ણનીય ઉપકારનો લક્ષ થાય છે.
આપણે જાણીએ છીએ કે એક કેવળીપ્રભુ સિધ્ધ થાય છે, તેમના નિમિત્તથી એક જીવ આઠમો રુચક પ્રદેશ પામી નિત્યનિગોદમાંથી નીકળી પૃથ્વીકાયરૂપે દેહ ધારણ કરી સંસારનું પરિભ્રમણ શરૂ કરે છે. આ પહેલાં શ્રી તીર્થંકર પ્રભુની પરમ કૃપાથી તે જીવને સાત ચક પ્રદેશની પ્રાપ્તિ થઈ હોય છે, અને આઠમો પ્રદેશ મેળવવામાં તેને શ્રી કેવળીપ્રભુની સહાય કાર્યકારી થાય છે. અને એ પછીના સંસારની સંજ્ઞીપંચેન્દ્રિય દશા મેળવવા સુધીના પ્રત્યેક વિકાસમાં તેને શ્રી તીર્થકર પ્રભુ, કેવળીપ્રભુ કે ઉત્તમ
Page #33
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
સત્પુરુષનો સથવારો ખૂબ ઉપકારી થાય છે. અન્ય રીતે કહીએ તો શ્રી પ્રભુ અને શ્રી સત્પુરુષના ઉપકારના સાથથી જ જીવનો વિકાસ શક્ય બને છે.
આપણે જાણીએ છીએ તે પ્રમાણે શ્રી પ્રભુના અને શ્રી સત્પુરુષના આપણા પર અનંત ઉપકાર છે. પૃથ્વીકાયની અવસ્થાથી જીવનું સંસારનું ભ્રમણ શરૂ થાય છે. અને તેમાંથી અપકાય, તેઉકાય, વાયુકાય તથા વનસ્પતિકાય સુધીનો વિકાસ કરવા માટે શ્રી પ્રભુ તથા શ્રી સત્પુરુષની કૃપા તથા કરુણાની અનિવાર્યતા રહે છે. વળી, એકેંદ્રિયપણાથી વિકાસ કરી બે, ત્રણ, ચાર અને સંક્ષીપંચેન્દ્રિયપણું પ્રાપ્ત કરવા માટે એવા જ સમર્થ પ્રભુ અને સત્પુરુષની કૃપા તથા આધાર ઉપકારી થાય છે. તેમના કલ્યાણભાવની સહાયતા વિના જીવનો વિકાસ થવો શક્ય નથી; કારણ કે અસંશીપણામાં જીવ અત્યંત પરાધીન છે, તેનામાં સ્વતંત્ર ભાવ કરવાની શક્તિ જ હોતી નથી, તેણે તો જેવા શુભાશુભ ભાવવાળા સંજ્ઞીપંચેન્દ્રિયનો સંપર્ક હોય તેવા ભાવ ૫રવશપણે ક૨વા પડે છે. એટલે કે શુભભાવીના સંપર્કથી શુભભાવ કરી વિકાસ પામે છે અને અશુભભાવીના સંપર્કથી અશુભભાવ કરી અધોગતિમાં જાય છે. આમ ઇન્દ્રિયોની વધઘટરૂપ ચડઊતર કરતાં કરતાં સત્પુરુષની અનન્ય કૃપા થકી તે જીવ સંશી પંચેન્દ્રિયપણું મેળવવા સદ્ભાગી થાય છે ત્યારે, તે પોતે સ્વતંત્ર ભાવ કરવા, ધારે તેની અસર ગ્રહણ કરવા સમર્થ બને છે. તે પોતાને થતા ભાવોને જાણી શકે છે અને ઇચ્છા પ્રમાણે ફેરવી પણ શકે છે. આ સ્થિતિમાં તે સત્પુરુષના સંપર્કની અસ૨ નીચે પોતાને વર્તતાં ક્રોધ, માન, માયા, લોભ આદિને અમુક અંશે ઓળખી તેને ઘટાડવાનો પુરુષાર્થ કરી શકે છે.
આ આખી પ્રક્રિયાનો જરા ઊંડાણથી વિચાર કરીએ તો સમજાય છે કે નિત્યનિગોદમાંથી નીકળવાની તૈયા૨ી જીવની થાય છે, અર્થાત્ રુચક પ્રદેશો પ્રાપ્ત કરવાની શરૂઆત થાય છે ત્યારથી તે જીવ તીર્થસ્થાનનો સ્પર્શ પામે છે, નિત્યનિગોદમાંથી નીકળતી વખતે પણ સિદ્ધ થતા પ્રભુનાં તીર્થસ્થાનનો સ્પર્શ પામી જીવ ઇતર નિગોદમાં આવે છે. એ જ રીતે ઇતરનિગોદમાં પણ પ્રત્યેક વિકાસનાં પગલે જેમકે પૃથ્વીકાયાદિમાંથી અપકાયાદિમાં વિકાસ કરતી વખતે જીવ તીર્થસ્થાનનો સ્પર્શ પામીને જ વિકાસ કરી
Page #34
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
શકે છે. અને આ જ પ્રમાણે જીવ તીર્થસ્થાનના સ્પર્શની સહાયથી એકેંદ્રિયપણામાંથી નીકળી સંજ્ઞીપંચેન્દ્રિયપણા સુધી પહોંચે છે. આ પરથી નિશ્ચય થાય છે કે ઉત્તમ પુરુષની કૃપા તથા સહાય ઝીલ્યા વિના જીવને માટે વિકાસ કરવો સંભવિત જ નથી.
સપુરુષ, જ્ઞાનીપુરુષ કે ઉત્તમ પુરુષના આત્મામાં પ્રબળ કલ્યાણભાવ વેદાતો હોય છે ત્યારે તેમનામાં તીર્થસ્થાન ઉત્પન્ન થાય છે. આવો કલ્યાણભાવ જેટલા કાળ માટે ટકે તેટલા કાળ માટે તેમનામાં તીર્થસ્થાન રહે છે. પછીના કાળમાં એ તીર્થસ્થાન હોતું નથી. બીજી રીતે કહીએ તો કહી શકાય કે આત્મામાં કલ્યાણભાવના ઉદય સાથે જ્ઞાન, દર્શન અને ચારિત્રની એકતા સધાય છે ત્યારે તીર્થસ્થાન પ્રવર્તે છે. આ અપેક્ષાએ વિચારીએ તો કહી શકાય કે પંચપરમેષ્ઠિ પદને શોભાવતા સાધુસાધ્વીમાં અમુક દિવસોના અંતરે આવું તીર્થસ્થાન પ્રવર્તે છે, ઉપાધ્યાયજીમાં અમુક કલાકોના આંતરે તીર્થસ્થાન પ્રગટ થતું રહે છે, શ્રી આચાર્યજીમાં અમુક ક્ષણોના આંતરે તીર્થસ્થાન ઉદ્ગમ પામે છે, શ્રી ગણધર પ્રભુમાં તેમના પદના ઉદયથી ક્ષણે ક્ષણે આ સ્થાન હોય છે, એ જ રીતે તીર્થકર નામકર્મ બાંધ્યા પછી તે આત્માને નિરંતર આ સ્થાન વર્તે છે, અને શ્રી કેવળીપ્રભુ તથા તીર્થંકર પ્રભુમાં પ્રત્યેક સમયે આ તીર્થસ્થાન રહેલું છે. આ સ્થાનના સ્પર્શનો અને લાભનો અનુભવ આત્માર્થે પુરુષાર્થ કરતા બધા મહાનુભવોને થાય છે. બીજી રીતે કહીએ તો જેમ જેમ આત્મદશા ઊંચી થતી જાય અને કલ્યાણભાવ ઊંડો તથા વિશાળ થતો જાય તેમ તેમ તે જીવમાં તીર્થસ્થાનનું પ્રવર્તન વધતું જાય છે. જીવમાં તીર્થસ્થાનનું પ્રવર્તન જેટલું વધારે થાય તેટલો વધારે લાભ અન્ય જીવોને થાય છે.
આમ આવા ઉત્તમ કલ્યાણકારી ભાવવાળા પુરુષોનો સંપર્ક પામી જીવ સંજ્ઞીપંચેન્દ્રિયપણું મેળવી તિર્યંચ ગતિ સાથે બાકીની ત્રણ ગતિ નરક, દેવ અને મનુષ્ય ગતિનો અનુભવ પણ મેળવતો થાય છે. આ ચારે ગતિઓમાં તે જીવ જેવા જેવા જીવના સંપર્કમાં આવે છે તેવા તેવા જીવના ભાવ અમુક અંશે સ્વીકારે છે અને બાકીના અમુક ભાવોમાં તે પોતે સ્વતંત્ર રહે છે. આ બંને પરતંત્રતા તથા સ્વતંત્રતાના મિશ્રણથી જીવ જે પ્રકારે શુભભાવી કે અશુભભાવી બને તે પ્રકારનાં ફળસ્વરૂપને પામી તેના અનુસાર ગતિ તથા શાતા અશાતા ભોગવતો રહે છે. તે ભ્રમણમાં જ્યારે
Page #35
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
તે પંચપરમેષ્ટિ ભગવંતરૂપ સત્પરુષના યોગમાં આવી તેમની અસર સ્વીકારતો થાય છે ત્યારે તે ભગવંતની કૃપા તથા કલ્યાણભાવને આધારે જીવની આત્માર્થે પ્રગતિ શરૂ થાય છે. એ સપુરુષની સમર્થતા જેટલી વધારે અર્થાત્ તેમનો કલ્યાણભાવ જેટલો બળવાન અને જગતની સુખપૃહા જેટલી અલ્પ તેટલા વિશેષ પ્રમાણમાં લાભ તેમના સંપર્કમાં આવી તેમની અસર સ્વીકારનાર જીવને થાય છે. આવા સપુરુષના આધારે તેના શુભભાવમાં વધારો થવાથી તે જીવ મોક્ષમાર્ગમાં પ્રગતિ કરતો થાય છે. આથી થતી પ્રગતિને સમજવા માટે ક્યા જીવ ક્યારે કેવા કલ્યાણભાવ કરી શકે છે અને તેનું ફળ શું આવે છે તે સમજવું રસપ્રદ બની રહે છે.
સંજ્ઞીપંચેન્દ્રિયપણામાં જીવ સંપર્કમાં આવતા અન્ય જીવની અસર નીચે શુભાશુભ ભાવ વેદી તે જીવ સાથે નવા શુભાશુભ ઋણાનુબંધ બાંધે છે. અને જ્યારે તેને સપુરુષનો સંપર્ક થાય છે ત્યારે તે શુભ ઋણાનુબંધી જીવો સાથે શુભ ઋણાનુબંધ બાંધવા ઉપરાંત જે જીવો સાથે શુભ કે અશુભ ઋણાનુબંધનો ઉદય નથી તેવા તટસ્થ જીવો માટે શુભ ભાવ કરવાની શરૂઆત કરે છે. તેમની સાથે મૈત્રીભાવનું વેદન કરી શુભ ઋણાનુબંધ બાંધી વિકાસનું એક ડગલું વિસ્તાર છે, અર્થાત્ સપુરુષની અસર નીચે જીવો સાથેની પોતાની મૈત્રીભાવના વિકસાવે છે. આવા શુભભાવ કરવાના ફળરૂપે તેને શુભ ગતિ વધારે આવે છે. અને તેને પુરુષોનો સંપર્ક મેળવવો થોડો વધારે સુલભ બને છે. સપુરુષ સાથેના વધતા સંપર્કને કારણે તેમની અસરથી તે જીવ ક્રમે ક્રમે અશુભ ઋણાનુબંધી જીવો માટે પણ શુભભાવ કરતાં શીખે છે. તેને સમજ આવે છે કે પૂર્વ કાળમાં પોતે અન્ય જીવનું બૂરું કર્યું હતું કે બૂરું ઇચ્છયું હતું તેના ફળરૂપે વર્તમાનમાં તેની સાથે અશુભ ઉદયો ચાલે છે, તેથી વર્તમાનનાં અશુભ નિમિત્તને દોષ ન આપતાં પોતાની પૂર્વની ભૂલની નિંદા કરી, ક્ષમા માગી, તે જીવનું શુભ થાય એવા ભાવ કરી, પોતાની પૂર્વની ભૂલ સુધારી તેની સાથે નવા શુભ સંબંધ સ્થાપતો જાય છે. તે જીવ પોતાના આત્માની પ્રગતિમાં નોંધનીય વિકાસ કરે છે. જીવ જે કક્ષાના સપુરુષના આધારે શુભભાવ કરી કલ્યાણભાવ કરે છે, તે જ પુરુષની કક્ષાના અનુસંધાનમાં તેની સમર્થતા પ્રગટ થાય છે અને તેનું ભાવિ ઘડાતું જાય છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
જીવને મળતી આ સમર્થતાનું મૂળ વર્તમાનના સપુરુષની કક્ષા તથા પુરુષાર્થમાં રહેલું છે, તેના આ પ્રકારના સપુરુષની પ્રાપ્તિનું મૂળ, તે જ્યારે નિત્યનિગોદમાંથી બહાર નીકળી ઇતર નિગોદમાં જે ભગવાનનાં નિમિત્તથી આવે છે, તે ભગવાનના વિકાસના પરમાર્થ પુરુષાર્થમાં રહેલું છે. એ પ્રભુનો પુરુષાર્થ જેમ ઉત્તમ તેમ તેઓ જીવને વિશેષ બળનું દાન આપી શકે છે. અને મળેલાં દાનને આધારે જીવ પોતાનો પુરુષાર્થ, પોતાની સ્વતંત્રતાનો ઉપયોગ કરી વધારે કે ઓછો કરી શકે છે. અને પોતાના પુરુષાર્થને આધારે અન્ય જીવને પુરુષાર્થ કરવામાં મદદ કરી તેના પર ઉપકાર પણ કરી શકે છે.
શ્રી ભગવાનના જણાવ્યા પ્રમાણે કેવળી પ્રભુ પંદર ભેદે સિદ્ધ થાય છે. આ બધા ભેદ પ્રભુએ કેવળજ્ઞાન લેતાં પહેલાં અને પછી જે પુરુષાર્થ કર્યો હોય છે તેના આધારે નક્કી થાય છે. બાકી કેવળજ્ઞાન પછી તો સહુ આત્માનાં જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા વીર્ય સમાન હોય છે, માત્ર અઘાતી કર્મના સંચયમાં તફાવત હોય છે. પણ આ બધા તફાવતના આધારે સિધ્ધના ભેદ નક્કી થાય છે. પંદર ભેદે સિદ્ધ આ પ્રમાણે થાય છે –
૧. તીર્થકર સિદ્ધા, ૨. અતીર્થકર સિદ્ધા, ૩. તીર્થ સિદ્ધા, ૪. અતીર્થ સિદ્ધા, પ. સ્ત્રીલિંગ સિદ્ધા, ૬. પુરુષલિંગ સિદ્ધા, ૭. નપુંસકલિંગ સિદ્ધા, ૮. અન્યલિંગ સિદ્ધા, ૯. પ્રત્યેક બુદ્ધ સિદ્ધા, ૧૦. બુદ્ધિ બોધ સિદ્ધા, ૧૧. સ્વલિંગ સિદ્ધા, ૧૨. સ્વયંબુદ્ધ સિદ્ધા, ૧૩. ગૃહસ્થલિંગ સિદ્ધા, ૧૪. એક સિદ્ધા, ૧૫. અનેક સિદ્ધા.
પંદર ભેદે સિદ્ધ ૧. તીર્થંકર સિદ્ધા પૂર્વના મનુષ્ય ભવમાં ઉત્કૃષ્ટતાએ ‘સર્વ જીવ કરું શાસનરસિ'નો ભાવ વેદી જે આત્મા તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે છે, અને કેવળજ્ઞાન પ્રગટાવ્યા પછી આ નામકર્મના ઉદય સાથે શ્રાવક-શ્રાવિકા, અને સાધુ-સાધ્વીરૂપ ચતુર્વિધ સંઘનું સ્થાપન કરી, તીર્થ પ્રવર્તાવી, જે પ્રભુ સિદ્ધ થાય તે તીર્થકર સિદ્ધા કહેવાય છે. ભારત તથા ઐરાવત ક્ષેત્રમાં અવસર્પિણી તથા ઉત્સર્પિણી કાળમાં માત્ર ચોવીશ ચોવીશ તીર્થંકર થાય છે. અને મહાવિદેહ ક્ષેત્રમાં
૧૦
Page #37
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
એક સાથે ઉત્કૃષ્ટ એકસો સાઠ તથા જઘન્ય વીશ તીર્થકર થાય છે. અન્ય જીવોની અપેક્ષાએ તીર્થંકર પ્રભુની સંખ્યા ઘણી નાની હોય છે. તીર્થકર થવા માટે જીવમાં જે જે યોગ્યતાની જરૂર છે તે બધી જ યોગ્યતાની જરૂર ‘તીર્થકર સિદ્ધાર્ટ થવા માટે છે.
તીર્થકર થવા માટે લગભગ ૨૫૦ થી ૩૦૦ ભવનું સહુ જીવના કલ્યાણના ભાવનું ઘૂંટણ, લગભગ ૨૫૦ ભવનું ચારિત્ર, ૧૫૦ ભવનું આચાર્યપણું, અમુક આત્મા સાથે આત્માનુબંધી કે આત્મયોગનું ઉપાર્જન (જેઓ તેમના ગણધર બને છે), ઘણા ભવના કર્તારહિતપણે સ્વયં રિત કલ્યાણ કરવાના ભાવ વગેરે જરૂરી છે, વળી તીર્થકર થનાર આત્મા સિદ્ધ થતા તીર્થકરના નિમિત્તથી નિત્ય નિગોદમાંથી નીકળ્યો હોય, છેલ્લા આવર્તનમાં વિકાસ માટે તીર્થકર કે ભાવિ તીર્થકરનું નિમિત્ત મળવું, ઇત્યાદિ અનિવાર્ય છે. આ વિશે છૂટું છવાયું ઘણું કહેવાયું છે તેથી વિશેષ લખ્યું નથી.
૨. અતીર્થકર સિદ્ધા આ પ્રકાર સમજવો થોડો કઠિન છે, તેથી ધ્યાન આપવું જરૂરી છે. જે જીવ નિત્ય નિગોદમાંથી નીકળ્યા પછી પુણ્યના બળે વિકાસનાં દરેક પગથિયે તીર્થંકર પ્રભુનું બળ મેળવે, અને લગભગ બધો વિકાસ તીર્થંકર પ્રભુ કે ભાવી તીર્થંકરના નિમિત્તથી કરે, છતાં પરમાર્થ સંસારની કોઈ પણ પદવી પ્રાપ્ત કરે નહિ, તે માત્ર પોતાનું પરિભ્રમણ અલ્પ કરે, અને શ્રી તીર્થકર પ્રભુ સિધ્ધ થાય તે જ વખતે તેઓ પણ સિદ્ધ થાય, તે આત્મા અતીર્થકર સિદ્ધાના પ્રકારમાં આવે. આમ આ પ્રકાર માટે બે ખાસિયત ગણી શકાય – તીર્થકર કે ભાવિ તીર્થકરના નિમિત્તથી વિકાસ કરવા છતાં કોઈ પદવીધારી ના થવું અને તીર્થંકર પ્રભુની સાથે, તે જ સમયે સિદ્ધ થવું.
આમ જોઈએ તો શ્રી તીર્થકર ભગવાન અને આ આત્માનો સમુઘાત કરવાનો લગભગ એક જ સમય આવે, તેથી આ જીવને શ્રી પ્રભુનાં નિમિત્તે ઘણું બળ મળે છે. આનું પરિણામ એ આવે છે કે આ પ્રભુનાં નિમિત્તથી જે જીવ નિત્યનિગોદમાંથી બહાર નીકળે છે તે નિયમપૂર્વક કોઈ ને કોઈ પદવીધારી ભવ્ય આત્મા બને છે. પોતે પદવી લેવા સમર્થ ન થયા હોવા છતાં પણ અન્યને પદવી આપવા તેઓ સમર્થ
Page #38
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
બને છે. આવો જીવ પોતાના પુરુષાર્થ અનુસાર શ્રી તીર્થકર કે ગણધરની પદવી સિવાયની કોઈ પણ પદવીનો ધારક બની શકે છે. પ્રભુ પાસેથી મેળવેલા બળનો આ અતિશય છે.
આમ અતીર્થકર સિદ્ધાના નિમિત્તથી નીકળનાર જીવનું સંસારનું ભ્રમણ પ્રમાણમાં ઓછું હોય છે; તથા તેને સારી ગતિ તથા વિકાસ જલદીથી મળે છે, કેમકે તેને બે સિદ્ધ થતા આત્માનું બળ મળે છે. જે જીવ અતીર્થકર સિદ્ધાના પ્રકારમાં આવે છે તે જીવ ઇતર નિગોદમાં આવ્યા પછી પહેલા રુચક પ્રદેશની આસપાસના પ્રદેશો શુભ કર્યા પછી ૐની આકૃતિ બનાવે છે. આમ થવાથી ૐની આકૃતિ પૂરી થતાં વધારે કાળ જાય છે, તેથી પરિભ્રમણ લાંબુ થવાની પણ સંભવિતતા રહે છે. પણ તેના વિશેષ પ્રદેશો શુભ થયા હોવાથી તેને શુભ ગતિની સંખ્યા સામાન્ય જીવો કરતાં વધારે હોય છે, અને માઠી ગતિની સંખ્યા ઓછી હોય છે. અર્થાત્ તેને પરિભ્રમણ દરમ્યાન શાતા વેદનીયના ઉદયો પ્રમાણમાં વધારે મળે છે. આ કારણથી તે પોતાના વિકાસમાં સામાન્ય આત્માથી નીકળ્યો હોવા છતાં તીર્થપતિનું નિમિત્ત મેળવી આગળ વધી જાય છે.
ટૂંકમાં કહીએ તો અતીર્થકર સિદ્ધા આત્માનાં પરિભ્રમણમાં દારુણતા ઓછી હોય છે. તેનાથી નિત્યનિગોદમાંથી બહાર નીકળતા જીવને અલ્પ પરિભ્રમણ અને કોઈને કોઈ પદવી મળે છે. વળી, તેનો ઘન કોઈક પદવીધારીની નજીકમાં પડે છે.
૩. તીર્થસિદ્ધા જે પવિત્ર આત્મા તીર્થંકર પ્રભુનાં સાનિધ્યમાં તેમની વિદ્યમાનતાએ સિદ્ધ થાય છે તે આત્મા તીર્થસિદ્ધાના પ્રકારમાં સમાય છે. જે જીવ તીર્થંકરપ્રભુની વિદ્યમાનતાએ તેમના યોગમાં અંતરૂવૃત્તિ સ્પર્શાવે, વ્યવહાર સમકિત લે, આગળ વધે, પ્રભુના શરણમાં રહી દેવગતિમાંથી પરમાર્થ સમકિત લે અને આગળ વધી તેમની હાજરીમાં જ સિદ્ધ થાય તે તીર્થસિદ્ધા કહેવાય. તેના આત્મિક વિકાસમાં કોઇ ને કોઇ તીર્થપતિનો ફાળો મળે. તેઓ દેવગતિમાંથી સમકિત લે છે તેથી તેને શ્રી પ્રભુ માટે એવો અહોભાવ આવે છે કે તેને શાસનનો જયજયકાર કરવાના ભાવ બહુ જ ઉલસે છે, અને પ્રભુનાં નામથી તે દેવગતિમાંથી અનેક પરચા પૂરા પાડે છે.
૧૨
Page #39
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
આવા જીવોને અન્ય જીવો કરતાં દેવગતિના ભવોની સંખ્યા મોટી હોય છે. અને છેવટના ભાવોમાં એક મનુષ્યની ગતિ અને એક દેવગતિ એવો ક્રમ તેઓ સિદ્ધ થાય ત્યાં સુધી ચાલ્યા કરે છે. તેને એક સાથે બે દેવના કે બે મનુષ્યના ભવ આવતા નથી. શાસન દેવ તથા શાસન દેવીઓ ઘણું કરીને “તીર્થ સિદ્ધા'ના પ્રકારમાં આવે છે.
આ જીવ નિત્યનિગોદમાંથી નીકળ્યા પછી મુખ્યતાએ ભાવિ તીર્થંકરના નિમિત્તથી વિકાસ કરતો હોય છે. અન્ય જીવો પણ તેના વિકાસમાં નિમિત્ત થતા હોય છે, પણ છેલ્લા આવર્તનમાં મુખ્યતાએ ભાવિ તીર્થકર નિમિત્ત બનતા હોય છે. આવો જીવ પહેલી ગતિમાં આવ્યા પછી પાંચમા સમયે ૐ રચે છે, અને સંજ્ઞી પંચેન્દ્રિય થયા પછી પહેલી જ યોનિમાં તે સ્વસ્તિકની રચના કરે છે. તેને અજાણતાં, અજાણતાં પણ તીર્થકરનો લાભ મળે છે, પરિણામે તેમનું દર્શનાવરણ કર્મ હળવું રહે છે, અને પરિભ્રમણનો કાળ તેમના પુરુષાર્થ પર આધારિત હોય છે.
૪. અતીર્થ સિદ્ધા જે જીવાત્મા પોતાનો મોટાભાગનો વિકાસ શ્રી તીર્થકર ભગવાનની અવિદ્યમાનતાએ, કોઈ ને કોઈ કેવળી પુરુષના યોગથી કરે તે જીવ આ પ્રકારથી સિદ્ધ થાય છે. જે જીવ એવા જ્ઞાનીપુરુષથી આગળ વધે કે જે તીર્થની કોઈપણ પદવીના ધારક ન હોય. આવા જીવોની સહાયથી આગળ વધતો જીવ ઉપશમ સમકિત, ક્ષયોપશમ સમકિત, શુક્લધ્યાનને પામે ઇત્યાદિ આત્મવિકાસ કરે પણ તે વખતે તે તીર્થકર, ભાવિ તીર્થકર કે કોઈ ઉચ્ચ પદવીધારીનો તેને યોગ હોય નહિ, એટલે કે તે જીવ તીર્થપતિ કે ભાવિ તીર્થપતિ કે અન્ય પદવીધારીના યોગમાં પોતાના વિકાસ વખતે સીધી રીતે હોય નહિ. પણ અન્ય જ્ઞાની કે કેવળ પ્રભુનો યોગ પામી તેઓ સિદ્ધપદ સુધી વિકસ્યા હોય, આવા આત્માઓ અતીર્થસિદ્ધા કહેવાય છે. તેઓ અમુક અપેક્ષાએ હીનવીર્ય હોય છે.
ક્યારેક અતીર્થસિદ્ધાનું નિમિત્ત પામી નિત્યનિગોદમાંથી બહાર નીકળેલા જીવો નપુંસકલિંગ સિદ્ધા” થાય છે. બળવાન આત્માઓના યોગ વિના આ જીવો મહા શક્તિશાળી થઈ શકતા નથી. અતીર્થસિદ્ધાના પ્રકારે સિદ્ધ થતા આત્માનો પુરુષાર્થ
૧૩
Page #40
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
મંદ ગતિએ વિકાસ કરાવે તેવો હોય છે. તેમનો પરિભ્રમણનો કાળ ઘણો લાંબો હોય છે. આવા જીવોથી સંસારનું અસ્તિત્વ વધે છે.
આ પ્રકારના જીવો પ્રત્યેક યોનિમાં લાંબો કાળ પસાર કરે છે. અને ક્યારેક તે જીવ જો તીર્થકરના સંપર્કમાં આવી જાય તો નિન્દવ પણ થાય છે, અને ભાવિમાં અન્ય આત્માઓના નિમિત્તથી વિકાસ કરી સિદ્ધ થાય છે. તેને મોક્ષમાર્ગની શ્રદ્ધા હોવા છતાં તેના પ્રકાશક પુરુષમાં યોગ્ય શ્રદ્ધા પ્રગટતી નથી તે તેનું આરંભકાળનું દુર્ભાગ્ય જ છે. પરિણામે જ્યારે તેને પાત્રતા આવે છે ત્યારે તે તીર્થકરનો યોગ પામી શકતો નથી. પરિભ્રમણકાળમાં આવા જીવને દુઃખની બહુલતાવાળા ભવો વધારે આવે છે, તેઓ વિશેષતાએ તિર્યંચ, નરક અને મભૂમિનાં આયુષ્ય ભોગવતા હોય છે, તે ગતિઓમાં ઘણું આથડી છેવટે સાચો વિકાસ સાધે છે.
૫. સ્ત્રીલિંગ સિદ્ધા આ પ્રકારે સિધ્ધ થતા આત્માનું સૌથી મહત્વનું લક્ષણ એ છે કે તે શુદ્ધ આત્મા સ્ત્રી દેહે સિદ્ધ થાય છે, અર્થાત્ તે આત્માનો ચરમદેહ સ્ત્રીનો હોય છે. જે આત્મા સ્ત્રીદેહે સિધ્ધ થાય છે તે સર્વ સ્ત્રીલિંગસિદ્ધા થતા નથી, પણ જે કોઈ આત્મા સ્ત્રીલિંગ સિદ્ધા થાય છે તે સર્વનો ચરમદેહ સ્ત્રીનો જ હોય છે. આમ કહેવાનું રહસ્ય જાણવા યોગ્ય છે.
જે આત્મા સ્ત્રીલિંગસિદ્ધા કહેવાય છે તે આત્મા અંતવૃત્તિ સ્પર્શાવે ત્યારે સ્ત્રીદેહે હોય છે, નિશ્ચયથી વ્યવહાર સમકિત પામતી વખતે પણ સ્ત્રીદેહે હોય છે, એ જ રીતે સ્ત્રીદેહે જ ઉપશમ સમકિત, ક્ષયોપશમ સમકિત, ક્ષાયિક સમકિત, છઠ્ઠ ગુણસ્થાન, સાતમું ગુણસ્થાન અને શ્રેણિ પ્રાપ્ત કરે છે. અર્થાત્ એ જીવે સ્ત્રીવેદ એટલો બધો બળવાનપણે બાંધ્યો હોય છે કે સમકિત લીધા પછી પણ તેનો સ્ત્રીવેદ છૂટી જતો નથી. એટલું જ નહિ પણ જ્યારે વેદનો બંધ પાડે ત્યારે તે પણ અપવાદરૂપે સ્ત્રીવેદનો જ બંધ પાડે છે. તેના છેલ્લા પચ્ચીસ ભવ એક સાથે સ્ત્રીવેદના હોય છે.
જે જીવો એક વખત ઉપશમ શ્રેણિએ ચડી, પતન પામી, બીજી વખત ક્ષપક શ્રેણિ પામી કેવળજ્ઞાન, કેવળદર્શન પામે છે, તથા કોઈ પણ પ્રકારની પદવીના ધરનાર
૧૪
Page #41
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
હોતા નથી, તેવા આત્માના નિમિત્તથી નિત્યનિગોદમાંથી નીકળનાર જીવ કેટલીકવાર “સ્ત્રીલિંગસિદ્ધા” થાય છે. તેમ થવા માટે બીજી કેટલીક ખાસિયત આ પ્રમાણે જરૂરી છે.
સ્ત્રીલિંગસિદ્ધા થનારને આગળ વધવા માટે મુખ્યતાએ ક્ષયોપથમિક જ્ઞાનીઓનું નિમિત્ત મળે છે, બહુ ઉચ્ચદશાવાન આત્માનું નિમિત્ત તેને મળતું નથી. એ જીવને ૐ ની રચના કરતાં છ સમય જેટલો કાળ વીતી જાય છે. તેને પૃથ્વીકાયમાં આવ્યા પછી ચોથા રુચક પ્રદેશની આસપાસના પ્રદેશો પહેલા શુભ થાય છે, અને પછીથી બીજા પ્રદેશો શુભ થાય છે. ચરમ સંજ્ઞીપંચેન્દ્રિયપણાના નવસો ભવમાં તે જીવના વધુમાં વધુ ભવો તિર્યંચગતિના અને સ્ત્રીવેદના હોય છે. અર્થાત્ તેનાં જીવનમાં માયાકપટનું વર્ચસ્વ વધારે રહે છે. તેને ઉપશમ સમકિત પામ્યા પછી પણ આશ્ચર્ય ઉપજાવે તેવી તિર્યંચગતિ આવી જાય છે, અને તે પછી આગળ વધી ક્ષયોપશમ સમકિત આદિ મેળવે છે. વિકાસની ગતિ મંદ રહે છે. આ બધા નિયમાનુસાર જે જીવ સિદ્ધ થાય તે સ્ત્રીલિંગસિદ્ધ થાય છે. તેને બીજી કોઈ પદવી નિયમપૂર્વક હોતી નથી.
આ રીતે સિદ્ધ થતાં જીવનાં નિમિત્તે જે જીવ નિત્યનિગોદમાંથી બહાર નીકળે છે તે જીવનું પ્રત્યેક એકેંદ્રિયપણાની પ્રગતિનું પરિભ્રમણ ઓછામાં ઓછું અનંતકાળનું હોય છે; સિદ્ધ થવાના પંદર ભેદોમાં, આ ભેદથી સિદ્ધ થતા ભગવનના નિમિત્તથી ઇતર નિગોદમાં આવનાર જીવનું પરિભ્રમણ ઘણું વિશેષ હોય છે.
૬. પુરુષલિંગ સિદ્ધા સ્ત્રીલિંગસિદ્ધાની હરોળમાં આવે એવો સિદ્ધ થવાનો બીજો પ્રકાર તે પુરુષલિંગસિદ્ધાનો છે. પુરુષદેહે તો અનંત આત્માઓ સિદ્ધ થયા છે, પણ તે સહુ આ પ્રકારમાં આવતા નથી. જેઓ આ પ્રકારમાં આવે છે તેમના પરિભ્રમણકાળમાં નીચે જણાવ્યા પ્રમાણેની બાબતો દેખા દેતી હોય છે.
એ જીવે નરદેહે, પણ તિર્યંચગતિમાં અંતવૃત્તિસ્પર્શ કર્યો હોય છે. એ જીવ તિર્યંચગતિના નરદેહે વ્યવહાર સમકિત પામ્યો હોય છે. તે જીવ જે જન્મમાં ક્ષયોપશમ
૧૫
Page #42
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
સમક્તિ પ્રગટાવે તે જ જન્મે મનુષ્યગતિ મેળવે છે, તે પહેલાના ભવોમાં તેને તિર્યંચગતિ હોય છે. આવા જીવને વિકાસનાં પગથિયે ક્ષયોપથમિક જ્ઞાનીઓનું નિમિત્ત મળતું હોય છે. તેને એકેંદ્રિયપણામાં ૐ ની રચના કરતાં લગભગ સાડાપાંચ સમય લાગે છે. તેના છઠ્ઠા રુચક પ્રદેશની આસપાસના પ્રદેશો પહેલાં શુભ થાય છે. તેને અન્ય કોઈ પરમાર્થિક પદવી મળતી નથી. ચરમ સંજ્ઞી પંચેન્દ્રિયપણામાં તેના વધુમાં વધુ ભવો તિર્યંચગતિના નરદેહના હોય છે, અને તેને દુર્લભતાએ જ્ઞાનીપુરુષનો સંપર્ક થાય છે. જો સંપર્ક થાય તો તેમની સાચી ઓળખ મળવી દુર્લભ થાય છે, ઓળખ આવે તો તેમનામાં શ્રદ્ધા થવી કઠણ બને છે. અને જ્ઞાન લીધા પછી પણ તે કઠણાઈ ઘટી જતી નથી. આ રીતે જીવમાં પાત્રતા બહુ ઓછી કેળવાયેલી હોય છે તેથી તે જીવ અન્ય કોઈ પણ ભેદમાં ન સમાતા “પુરુષલિંગ સિદ્ધા"ના ભેદમાં આવે છે.
આવા જીવો ઘણું કરીને એક વખત ઉપશમ શ્રેણિએ ચડી બીજી વખત ક્ષપક શ્રેણિ માંડી ઘાતકર્મોથી મુક્ત થાય છે, અને તેઓ પદવીધારી ન હોય તેવા આત્માના નિમિત્તે નિત્યનિગોદમાંથી નીકળ્યા હોય છે. પુરુષલિંગ સિદ્ધાના નિમિત્તથી નિત્યનિગોદમાંથી બહાર નીકળનાર જીવોનું પરિભ્રમણ પણ ઘણું થાય છે. પણ જીવના પુરુષાર્થના બળ અનુસાર તેનું તરતમપણું થાય છે. સ્ત્રીલિંગસિદ્ધા તથા પુરુષલિંગસિદ્ધાના નિમિત્તથી નીકળનાર ઉપશમશ્રેણિમાં જાય જ એવો નિયમ નથી. જીવ બળવાન પુરુષાર્થ થાય તો તે સીધી ક્ષપકશ્રેણિમાં જઈ શકે છે. ઉપશમશ્રેણિએ ચડવાનું કારણ જીવના પુરુષાર્થનું મંદપણું છે, તે કોના નિમિત્તથી નીકળ્યા છે કે કોના નિમિત્તથી આગળ વધ્યા છે તે ગૌણ બાબત છે.
૭. નપુંસકલિંગ સિદ્ધા જે જીવ બે વખત ઉપશમ શ્રેણિએ ચડી, ઠેઠ ગાઢા મિથ્યાત્વી થવા સુધી નીચે ઉતરે છે, અને છેવટમાં ક્ષપક શ્રેણિ માંડી, કેવળજ્ઞાન લઈ સિદ્ધ થાય છે તેઓ નપુંસકલિંગે સિદ્ધ થયા કહેવાય છે. તેઓ ઘણા ઘણા હીનવીર્ય હોય છે, તેમનો આત્મિક પુરુષાર્થ પણ ઘણો મંદ હોય છે.
૧૮
Page #43
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
આ હીનવીર્ય આત્માના પ્રદેશો કેવળી સમુદ્યત વખતે વક્ર થાય છે. તેઓ પોતાના આત્મપ્રદેશોને સમુદ્યાત વખતે થોડા બહાર કાઢી, શરીરમાં પાછા લઈ, ફરીથી એક સાથે શરીરની બહાર કાઢી લોકમાં ફેલાવે છે. અન્ય સર્વ આત્માઓ સમુદ્યાત કરતી વખતે આત્મ પ્રદેશોને સીધા જ શરીરની બહાર કાઢી લોકમાં ફેલાવે છે.
આ વેદે સિધ્ધ થનાર આત્માનાં નિમિત્તે નિત્યનિગોદમાંથી બહાર નીકળનાર જીવ અભવી થાય છે. તેના આઠે રુચક પ્રદેશો એવી રીતે ગોઠવાયેલા હોય છે કે તેઓ એકબીજાની નજીક આવી ક્યારેય ૐ કે સ્વસ્તિકની રચના કરી શકતા નથી, અને તે જીવ સંસારથી છૂટવાના ભાવ પણ ક્યારેય કરતો નથી. તેનો આઠમો પ્રદેશ ખૂબ વિચિત્ર રીતે ખૂલ્યો હોય છે. તેથી તે જીવ ચારને બદલે પાંચ સમયે ઇતર નિગોદમાં આવે છે. અને આ પુરુષાર્થની મંદતાને કારણે સ્વરૂપ પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ કરવાનું તેને સૂઝતું જ નથી. આવા જીવો ખૂબ જ અપવાદરૂપ હોય છે. કહેવાય છે કે આખા કાળચક્રમાં માત્ર આઠ જ જીવો આવા નિત્યના અભવી થાય છે. પરંતુ અત્યાર સુધીમાં અનંત કાળચક્રો વહી ગયા હોવાથી આવા અભવી જીવોની સંખ્યા અનંત સુધી પહોંચી ગઈ છે.
૮. અન્યલિંગ સિદ્ધા ચરમાવર્તમાં આવ્યા પછી જે જીવો સંજ્ઞીપંચેન્દ્રિય થાય છે ત્યારથી તેઓ જૈનધર્મી ન રહેતાં અન્યધમી જ મુખ્યતાએ રહ્યા કરે છે, અને તેમને જૈનધર્મી તરીકેના જન્મ ભાગ્યે જ આવે છે. તેઓ આ પ્રકારના સિદ્ધના ભેદમાં જાય છે. મુખ્યતાએ તેઓ વેદાંત, બ્રાહ્મણ, સાંખ્ય, મીમાંસા, બૌદ્ધ આદિ જૈનેત્તર ધર્મનું પાલન કરતા હોય છે. આવા જીવોને માનપૂજાની આકાંક્ષા અન્ય જીવોના પ્રમાણમાં ઘણી વિશેષ રહેતી હોય છે. જનસમુદાય પોતાને ખૂબ માન આપે, ઘણી પૂજા કરે તેવા આશયથી તેઓ ઘણી શારીરિક યોગવિદ્યા પણ આરાધતા હોય છે. તેઓ લગભગ ૨૦ ભવ સુધી શારીરિક યોગવિદ્યા આરાધતા રહે છે, અને બીજા ૩૦ ભવ સુધી તે વિદ્યા મેળવીને બીજાને આકર્ષવાના ભાવ તીવ્રપણે કરતા હોય છે.
૧૭
Page #44
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
અંતવૃત્તિસ્પર્શ કરતી વખતે, નિશ્ચયથી વ્યવહાર સમકિત પામતી વખતે, ક્ષયોપશમ અને ક્ષાયિક સમકિત લેતી વખતે, છઠ્ઠા ગુણસ્થાનનો સ્પર્શ કરતી વખતે, સાતમા ગુણસ્થાને આવતી વખતે ઇત્યાદિ આત્મવિકાસના પ્રત્યેક પગથિયે તે જીવ વેદાંતી કે અન્યલિંગી રહ્યો હોય છે. અન્ય ધર્મનાં આચરણના પ્રભાવથી તેની સંસારસુખની સ્પૃહા પણ સાથે સાથે બળવાન રહેતી હોવાને કારણે તેનું ભોગાવલિ કર્મ જોરદાર થાય છે. પરિણામે તે જીવ ભાગ્યે જ જૈનધર્મી ચારિત્રવાન મુનિ થાય છે. જ્યારે તેને મુક્તિ સમીપમાં આવે ત્યારે જ તે જૈનધર્મનો પ્રેમી બની શ્રેણિ માંડે છે. અને ક્યારેક તો વ્યવહારથી એ ધર્મ ગ્રહણ કરવાનો અવકાશ પણ ન રહે તો અન્યલિંગ બાહ્યથી આરાધક રહે, અને અંતરંગથી જૈનમાર્ગનું અનુસરણ કરી પૂર્ણતા પ્રગટાવે એમ પણ બને છે. ભોગાવલિ કર્મના જોરને કારણે તે દિગંબર મુનિ થઈ શકતો નથી.
આ પ્રકારના સિદ્ધ અન્ય સર્વ કાળની અપેક્ષાએ હીનકાળમાં વિશેષ થાય છે. તેઓ અન્યલિંગ સિદ્ધા તરીકે ખ્યાતિ મેળવે છે. ભારત તથા ઐરાવત ક્ષેત્રમાંથી થતા આ પ્રકારના સિદ્ધના આંકડાઓ જો જ્ઞાનથી મેળવવામાં આવે તો જરૂર જણાય કે પૂર્વના કાળચક્ર કરતાં આ વખતના સુંડાવસર્પિણી કાળમાં લગભગ બમણા સિદ્ધ આ પ્રકારથી થયા છે.
૯. પ્રત્યેકબુદ્ધ સિદ્ધા જે જીવોએ છેલ્લા સંક્ષીપંચેન્દ્રિયપણામાં ઘણા ભવો સુધી સંસારની અનિત્યતા અને અશરણતાની ભાવનાનો આધાર લઈ જૈનધર્મની આરાધના કરી હોય; છેવટના પચ્ચીસ ભવોમાં તેને કોઈ ને કોઈ પ્રકારથી ગુરુપદ પ્રાપ્ત થયું હોય, અને અંતમાં અનિત્યાદિ ભાવનાના સથવારે દીક્ષા ગ્રહણ કરી ઘણા સમય સુધી મૌનપણું ધારણ કરી, અંતિમ પુરુષાર્થ કરી કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી હોય તે જીવો પ્રત્યેકબુદ્ધ સિદ્ધા’ના પ્રકારમાં આવે છે. તેઓ સામાન્યપણે બાહ્યથી અન્યનું અવલંબન મુખ્યતાએ લેતા નથી. અન્ય વિશે જોઈ જાણી, તેનો સાર ગ્રહણ કરી પોતાનો વિકાસ સાધતા જાય છે, તેઓ પ્રત્યેકબુદ્ધ સિદ્ધ થાય છે.
૧૮
Page #45
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
૧૦. બુદ્ધિબોધ સિદ્ધા જે જીવોને ઘણા ભવ સુધી પુરુષાર્થ કરવા માટે અન્યના અવલંબનની જરૂર પડે છે, જે પોતાનાં બળના આધારથી સંસારથી છૂટવાનો પુરુષાર્થ કરી શકતા નથી, વારંવાર ગુરુના બોધના આધારથી વૈરાગ્ય ધારણ કરી, તેની વૃદ્ધિ કરી આત્મવિકાસ સાધે છે, તે જીવો આ પ્રકાર તરફ જાય છે. તેઓ તત્ત્વજ્ઞાન અને સિદ્ધાંતોની સમજણથી દૂર હોય છે, પણ તે જીવ પોતાને મળતા વૈરાગ્યના બોધથી આગળ વધતો જાય છે. તે જીવને સિદ્ધાંતોની ઊંડાણભરી સમજણ મૃત ન હોવાથી આગળ વધવા માટે તેને સતત વૈરાગ્યના બોધની જરૂર પડતી હોય છે. સામાન્ય રીતે આવા જીવો જૈનધર્મના પ્રેમી હોય છે. તેઓ ઘણા જીવોને વેરાગ્યના ઓઠાથી પ્રતિબોધ પમાડતા હોય છે. આવા જીવને અન્ય સામાન્ય જીવો કરતાં સ્ત્રીવેદના ભવ ઓછા હોય છે. આ પ્રકારથી વિકાસ કરનાર જીવ બુદ્ધિબોધ સિદ્ધા' કહેવાય છે.
૧૧. સ્વલિંગ સિદ્ધા કેટલાક જીવોને પોતાના ઉદય કરતાં જુદા પ્રકારની ઇચ્છા રહ્યા કરતી હોય છે. તે જીવોને કર્માનુસાર પ્રાપ્ત થયેલો વેશ સંતોષ આપતો નથી, અને તેને લીધે અન્યના વેશનું આકર્ષણ વર્તતું હોવાથી તે વેશ પરિધાન કરવાના ભાવ તેના મનમાં રમ્યા કરતા હોય છે. જેમકે જ્યારે તે ત્રિદંડી સાધુ હોય ત્યારે તેને યોગી થવાના મનોભાવ હોય, જ્યારે તે યોગી થાય ત્યારે તેને જૈન મુનિ થવું હોય, જ્યારે તે જૈન મુનિ થયા હોય ત્યારે તેને અન્ય કોઈ વેશનું આકર્ષણ વર્તતું હોય, આ રીતે તે જીવ પૂર્વભાવને કારણે જે યોગમાં આવ્યો હોય તે ભાવનો પરિપાક થતાં તે અન્યભાવમાં સરી પડી, વર્તમાન સ્થિતિથી અસંતોષ વેદતો હોય છે.
તેમ છતાં આવા જીવો મોટેભાગે ધર્મશાસ્ત્રોના પ્રેમી હોય છે, સાથે સાથે તેઓ તત્ત્વજ્ઞાનમાં પારંગત થવાની ભાવના રાખતા હોય છે. પરિણામે આવા જીવો છેલ્લા પચાસ ભવમાં જૈન મુનિ થાય છે. કેટલાક ભવમાં આચાર્ય બને છે અને શ્રેણિ માંડતા પહેલાં દિગંબર મુનિ થઈ કાર્યસિદ્ધિ કરે છે. તેમને શરૂઆતના ભવોમાં વસ્ત્રધારી
૧૯
Page #46
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
મુનિવેશ રહેતો હોય છે. આ રીતે પરભાવમાંથી બહાર નીકળી સ્વમાં એકાકાર થઈ સિદ્ધ થનાર આત્મા ‘સ્વલિંગ સિદ્ધા’ થાય છે.
૧૨. સ્વયંબુદ્ધ સિદ્ધા
જે જીવે પૂર્વકાળમાં ગુરુગમે જ્ઞાનની પ્રાપ્તિ કરી હોય, સાચી સમજણ પણ મેળવી હોય, તેમ છતાં મોહનીય કર્મનો બળવાન ઉદય આવવાથી તેણે લીધેલું સમ્યક્ત્તાન વમાઈ જાય, તેનો વિકાસ તૂટી જાય અને જીવ મોહવશ બની સંસારનાં પરિભ્રમણમાં અટવાઈ પડયા પછી, કાળે કરીને વૈરાગ્ય કેળવાતાં, સંસારમાં ભોગવવા પડતાં દુઃખોથી ત્રાસીને છૂટવાની ભાવના બળવાન કરી હોય છે, તે આ પ્રકારના સિદ્ધ થવા બાજુ વળે છે. તે જીવને યોગ આવતાં પૂર્વે કરેલી ચડતી પડતીનો લક્ષ જાતિસ્મૃતિજ્ઞાન દ્વારા આવે છે, તેનાથી પ્રભાવિત થઈ તેના વર્તમાનના પુરુષાર્થને અનુલક્ષીને તે પૂર્વ સ્મૃતિનો આધાર લઈ આત્માનો વિકાસ સાધે છે.
આવા જીવો વિકાસ ક૨વા માટે અન્ય આત્માઓનું બળવાન અવલંબન લેતા નથી. સ્વના પુરુષાર્થને પ્રાધાન્ય આપી વિકાસ કરતા રહે છે, અને પૂર્વમાં જે આત્મદશા મેળવી હતી ત્યાં સુધી વિકસી જાય છે. તે પછીના વિકાસમાં પણ તેઓ પુરુષાર્થને મુખ્ય રાખે છે અને અન્ય અવલંબનોને ગૌણ કરે છે. એટલે કે તેઓ અન્યને વિકાસ કરતાં જોઈ, તેમાંથી પ્રેરણા મેળવી પોતાનો વિકાસ કરતાં કરતાં કેવળજ્ઞાન લઈ સિદ્ધ થાય છે. તેઓ ગુરુઆદિનો આધાર અલ્પતાએ લેતા હોય છે. તેઓ સિદ્ધ થાય ત્યારે ‘સ્વયંબુદ્ધ સિદ્ધા’ ગણાય છે.
૧૩. ગૃહસ્થલિંગ સિદ્ધા
જે જીવ છેલ્લીવારના સંજ્ઞીપંચેન્દ્રિયપણામાં મુખ્યતાએ ગૃહસ્થ જીવનમાં રહે છે, અંતર્વૃત્તિસ્પર્શથી શરૂ કરી પ્રત્યેક વિકાસના પગલે મનુષ્યરૂપે અને ગૃહસ્થ જીવનમાં હોય છે, એટલું જ નહિ પણ તેઓ જૈન ધર્મ કે અન્ય ધર્મનાં દીક્ષા જીવનમાં ભાગ્યે જ જાય છે તેઓનો વળાંક ગૃહસ્થલિંગ સિદ્ધા થવા પ્રતિ આવે છે. મોટે ભાગે તેઓ
૨૦
Page #47
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
ચરમ શરીરમાં ગૃહસ્થ વેશે જ કેવળજ્ઞાન પ્રગટાવે છે. તેમને પરિભ્રમણ કાળનાં છેલ્લાં આવર્તનમાં ત્યાગ કરતાં સંસાર ભોગવવાનું પ્રાધાન્ય રહે છે. અને તેમને પ્રમાણમાં શાતાના ઉદયો પણ વધુ આવતા હોય છે. પરિણામે તેમનાં મનમાં પરિણમતો વૈરાગ્ય સાધારણ રીતે અન્ય જીવો સમજી શકતા નથી. પણ તે જીવને બાહ્ય શાતાના ઉદયો અને અંતરંગ વૈરાગ્ય વચ્ચે સંઘર્ષ વેદવો પડે છે. આવા જીવો સિદ્ધ થાય ત્યારે ‘ગૃહસ્થલિંગ સિદ્ધા'ના પ્રકારમાં જાય છે.
૧૪. એક સિદ્ધા
જે જીવ પોતાનો સમગ્ર વિકાસ એકાકીપણે કરે છે, એટલે કે જે સમયે તેનો આત્મિક વિકાસ થાય કે વિકાસનું એક પગથિયું ચડે ત્યારે તે વિકાસ કરવામાં એકલો જ હોય છે. એક કરતાં વધારે જીવો એ સમયે પ્રગતિ કરતાં નથી, જેમકે તે જીવને અંતર્વૃત્તિસ્પર્શ થાય ત્યારે અન્ય કોઈ જીવ એ સ્પર્શ પામ્યો ન હોય, નિશ્ચયથી વ્યવહાર સમકિતના ગ્રહણ વખતે તે એકલો જ હોય, એ જ રીતે સમકિત, ક્ષાયિક સમકિત આદિ વિકાસનાં પગથિયે તે એક જ વિકાસ કરે, એટલું જ નહિ કેવળજ્ઞાન પણ તે એકાકીપણે ગ્રહણ કરે અને સિદ્ધ થાય ત્યારે તે આત્મા એકલો જ સિદ્ધ થાય. આમ સ્વતંત્ર રીતે, એકલા વિકાસ કરનાર ‘એક સિદ્ધા’ના પ્રકારમાં આવે છે. તેઓ વિકાસ કરતી વખતે અન્ય રૂડા આત્માઓનું અવલંબન જરૂરથી લે છે, પણ વિકાસ કાર્યમાં તેને સમૂહનો સાથ મળતો ન હોવાથી તેઓ ‘એક સિદ્ધા’ કહેવાય છે.
૧૫. અનેક સિદ્ધા
એક સિદ્ધાથી વિરુદ્ધનું કાર્ય ‘અનેક સિદ્ધા’ના પ્રકારમાં બને છે. સમગ્ર પરિભ્રમણ કાળમાં તે જીવની સાંસારિક કે પારમાર્થિક પ્રગતિ ભાગ્યે જ એકલા થતી હોય છે, મુખ્યતાએ પ્રગતિ સમૂહમાં થાય છે, એટલે કે તે જીવને સદાય સમૂહનો સાથ મળ્યા કરતો હોય છે. ઇન્દ્રિયોની વર્ધમાનતા વખતે, અંતર્વૃત્તિસ્પર્શથી પ્રત્યેક આત્મિક વિકાસની શ્રેણિમાં તેની સાથે કોઈને કોઈ અન્ય જીવ જોડાયેલો જ હોય છે. કેવળજ્ઞાન
૨૧
Page #48
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
લે ત્યારે પણ એક કરતાં વધારે આત્માઓ હોય છે, અને સિદ્ધ થતી વખતે પણ સંખ્યા એક કરતાં વધારે આત્માની હોય છે. આ પ્રકારના જીવો વિકાસ કરવામાં એકબીજાને તથા અન્ય અનેક જીવોને ઉપકારી થતા હોય છે, સાથે સાથે તેઓ પોતે પણ પોતાનો વિકાસ કરતી વખતે એક સાથે અનેક જ્ઞાની મહાત્માઓનો ઉપકાર ઝીલતા રહે છે. અને તેના કારણે સ્વપર કલ્યાણમાં ઉત્તમ ફાળો આપી પ્રગતિને તેઓ ઝડપી બનાવી શકે છે. તેઓ ‘અનેક સિદ્ધા'ના પ્રકારે સિદ્ધ થાય છે.
આ પ્રમાણે સિદ્ધ થતા આત્માના પંદર ભેદ શ્રી તીર્થંકર પ્રભુએ બતાવ્યા છે. તે બધાની વિશેષતા એ છે કે કોઈ પણ આત્મા ક્યારેય બે પ્રકારે સિદ્ધ થતો નથી, તેની ખાસિયત અને લક્ષણોના આધારે સિદ્ધ થતા પ્રત્યેક આત્મા આમાંના કોઈ એક જ પ્રકારમાં આવી શકે છે. ઉપલક દૃષ્ટિથી જોતાં એક આત્મા અનેક પ્રકારના સિદ્ધના વિભાગમાં સમાતો લાગે છે, પણ તેની વિશિષ્ટ કલમો લાગુ પાડીએ તો સિદ્ધ થતો આત્મા એક અને માત્ર એક જ પ્રકારમાં આવી શકે છે. અહીં તો પ્રત્યેકની મુખ્ય મુખ્ય થોડી કલમો લીધી હોવાથી એકદમ સ્પષ્ટતા ન લાગે તે સંભવિત છે, પણ પ્રભુનાં જ્ઞાન પ્રમાણે કોઈ પણ આત્મા એક કરતાં વધુ પ્રકારમાં આવી શકતો નથી.
પંદર પ્રકારે સિદ્ધ થતા આત્માનું સામર્થ્ય વિચારીએ તો જણાય છે કે તેમણે જે પુરુષાર્થના જો૨થી કાર્યસિદ્ધિ કરી હોય છે, જે જાતના અન્ય જીવો માટે કલ્યાણના ભાવ સેવ્યા હોય છે તેના આધારે તેમનો સિદ્ધ થવાનો પ્રકાર નક્કી થાય છે. અને તેમણે મેળવેલી સમર્થતાના આધારે તેમનાં નિમિત્તથી નિત્યનિગોદમાંથી નીકળનાર જીવનો પુરુષાર્થ પણ અમુક અંશે નક્કી થઈ જાય છે. તેમ છતાં પોતાની સ્વતંત્રતાને આધારે જીવ પુરુષાર્થનું તરતમપણું કરી વિકાસની ઝડપમાં તરતમપણું લાવી શકે છે. અને પદપ્રાપ્તિમાં પણ અમુક પ્રકારે તરતમપણું કરી શકે છે. આ પરથી કોઈએ એમ વિચારવાનું નથી કે જીવનું ભાવિ અન્ય આત્માઓ નક્કી કરે છે. જીવનાં ભાવિનું ઘડતર તેની પોતાની સ્વતંત્ર વર્તનાને આધારે જ થાય છે, જેમકે જે જીવ તેની કક્ષાએ ઉત્તમ પુરુષાર્થી હોય તે તીર્થંકર ભગવાનનું નિમિત્ત મેળવે, મધ્યમ પુરુષાર્થી હોય તે અન્ય સામાન્ય પદવીધારીનું નિમિત્ત મેળવે અને જઘન્ય પુરુષાર્થી હોય તે સામાન્ય
૨૨
Page #49
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
કેવળી કે નપુંસકવેદે સિદ્ધ થતા આત્માનું નિમિત્ત મેળવે અને એ પુરુષાર્થ અનુસાર યોગ્યાયોગ્ય રુચક પ્રદેશ મેળવી વિકાસ સાધે છે. અને ત્યાર પછી પણ પોતાના પુરુષાર્થનું તરતમપણું કરી પરિભ્રમણનું પણ તરતમપણું કરી શકે છે. આમ જીવને નિત્યનિગોદથી શરૂ કરી સિદ્ધ થતાં સુધી સ્વતંત્રતા મળે છે, અને તેના સદુપયોગ કે દુરુપયોગ અનુસાર તેનાં ભાવિનું ઘડતર થયા કરે છે. સિદ્ધભૂમિમાં સ્થિર થયા પછી કોઈ જાતનો ફેરફાર તેમને સંભવતો નથી.
આ વિચારના ઊંડાણમાં જઈએ તો સમજાય છે કે જીવને વિકાસ કરવા માટે ઉપાદાન તથા નિમિત્તની ઉત્તમતા ખૂબ ઉપકારી થાય છે. જીવની પાત્રતા હોવી તે ઉપાદાન અને વિકાસ કરવા માટે ઉત્તમ પુરુષનો સથવારો તે નિમિત્ત છે. અહીં આપણે અરિહંત પ્રભુનો મહિમા સમજવા માટે ઉપાદાનને ગૌણ કરી નિમિત્તની ઉત્તમતાની જાણકારી મેળવવા પ્રયત્ન થયા છીએ. એ અપેક્ષાનો વિચાર કરીએ ત્યારે આપણને સમજાય છે કે પંદર પ્રકારે સિદ્ધ થતા આત્માઓમાં સૌથી ઊંચો પ્રકાર શ્રી અરિહંત પ્રભુનો છે. તેમનાં નિમિત્તે નિત્યનિગોદમાંથી બહાર નીકળનાર જીવ પોતાનું વીર્ય ખૂબ ફોરવી ભાવિમાં તીર્થકર થાય છે. તેમના પછીના વીર્યવાન આત્મા છે શ્રી ગણધર. તેમનાં નિમિત્તે નિત્યનિગોદમાંથી બહાર નીકળનાર જીવ પોતાનું વીર્ય ખૂબ ફોરવી ભાવિમાં ગણધરપદને પામી સિદ્ધ થાય છે. અન્ય પ્રકારે સિદ્ધ થતા આત્માનાં નિમિત્તે ઇતર નિગોદમાં આવનાર જીવ સામાન્ય પ્રકારે સિદ્ધ થાય છે, તેમ છતાં તે પોતાના પુરુષાર્થને આધારે તરતમતાવાળી પદવી પામી શકે છે. તેઓ પુરુષાર્થ કરી આચાર્ય, ઉપાધ્યાય કે સાધુસાધ્વી પદમાં આવી શકે છે. એ જ રીતે આ પંચપરમેષ્ટિ પ્રભુના નિમિત્તે નીકળ્યા હોવા છતાં મંદ પુરુષાર્થ થાય તો તેઓ પંચપરમેષ્ટિપદમાં સ્થાન મેળવી શકતા નથી. વળી સાધુસાધ્વીનાં નિમિત્તે નીકળનાર આચાર્ય પદવી સુધી જઈ શકે છે અને આચાર્યથી નીકળનાર સાધુસાધ્વી પદ પર આવે કે એક પણ પદમાં ન આવે એવું તેમના પુરુષાર્થને આધારે બની શકે છે. આ પ્રકારે પ્રત્યેક જીવને પુરુષાર્થની તીવ્રતા મંદતા કરવાની સ્વતંત્રતા અને સત્તા રહેલી છે. એ જ રીતે તીર્થકર અને ગણધરમાં પણ પુરુષાર્થના આધારે તેમની કક્ષા ઘડાય છે.
૨૩
Page #50
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
વળી, જે જીવો છદ્મસ્થ અવસ્થામાં ખૂબ ખૂબ મંદ પુરુષાર્થી હોય છે તેઓ નપુંસકવેદે સિદ્ધ થાય છે. અને તેમના નિમિત્તે ઇતર નિગોદમાં આવનાર જીવ એટલો બધો હીનવીર્ય થાય છે કે તે ક્યારેય પણ સંસારથી છૂટવાના ભાવ અને પુરુષાર્થ કરી શકતો નથી, પરિણામે તે જીવ નિત્યનો અભવી થાય છે. આવા જીવો માત્ર અપવાદરૂપ જ હોય છે.
સર્વોત્તમ એવા શ્રી તીર્થંકર પ્રભુમાં આવું સમર્થ પ્રભુત્વ અને પ્રભાવ તેમના કયા ભાવો અને કાર્યોને આધારે ઘડાય છે તેની વિચારણા આપણા આત્મિક વિકાસ માટે ખૂબ ઉપકારી થાય છે. શ્રી તીર્થંકર ભગવાનનો આત્મા તેમનાં છેલ્લાં આવર્તનમાં આવે છે ત્યારે તેમના શુભ ભાવોની વૃદ્ધિ સહજપણે થતી જ જાય છે, કારણ કે તેમનાં સંસારનાં પરિભ્રમણની શરૂઆત એક સિદ્ધ થતા તીર્થંકર પ્રભુનાં નિમિત્તથી થઈ હોય છે,અને તે પ્રભુ દ્વારા આ જીવમાં વીર્ય પૂરાયું હોય છે. એમાં પણ જ્યારે તેમને સંજ્ઞીપંચેન્દ્રિયપણાના ભવો આવે છે ત્યારે એમનો પુરુષાર્થ અન્ય જીવો કરતાં વિશેષતા પકડે છે. તેમનો આત્મા છેલ્લા ૨૫૦ ભવથી પોતાનો કલ્યાણભાવ વધારતો જતો હોય છે. વળી, જેમનાં નિમિત્તથી તેમનો આત્મા દુ:ખ પામતો હોય તેવા જીવ માટે પણ તેઓ અવ્યક્તપણે શુભભાવ વેદી, પોતાના કલ્યાણભાવને વિસ્તૃત કરતા જાય છે. અશુભ ઋણાનુબંધવાળા જીવ માટે જે શુભભાવ કેળવવા માટે પ્રયત્નવાન બને છે તે જીવ શુભ ઋણાનુબંધવાળા જીવો સાથે સહેલાઈથી શુભભાવ વધારી શકે તે સમજી શકાય તેવું છે. આ રીતે તે જીવ છેવટના ૨૫૦ ભવમાં જગતજીવો માટેના શુભભાવમાં વધારો કરતો જ રહે છે. આમ કરતાં કરતાં અંતિમ પચ્ચીસથી ત્રીસ ભવમાં કલ્યાણના ભાવ બળવાનપણે કરવાની સાથે સાથે તેઓ પોતાનો આત્માર્થે પુરુષાર્થ પણ વિકસાવતા જાય છે. અપકાર કરનાર જીવો માટે પણ તેઓ સુખ, શાંતિ તથા સમતાનું વેદન પામે તેવા ભાવ પ્રભુનો જીવ પાછળના ભવોમાં નિસ્વાર્થપણે કરતો થાય છે. પોતે દુ:ખમાં હોય છતાં અન્ય જીવો સુખ પામે એ ભાવ સહજતાએ કરવા સુધીની હદે તેઓ જાય છે. આ સ્થિતિ આ જગતમાં જોવા મળતી અપવાદરૂપ સ્થિતિ છે.
૨૪
Page #51
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
ભાવિ તીર્થંકર પ્રભુનો જીવ ઉત્તરોત્તર પોતાના ભાવો વિશેષ વિશેષ શુભ કરતો જતો હોવાથી તથા સહુ માટે કલ્યાણ ઇચ્છતો રહેતો હોવાને કારણે છેલ્લા આવર્તનમાં તે જીવ મોટાભાગના ભવો શુભ ગતિના પામે છે. સામાન્યપણે જીવ સંજ્ઞીપણાના ૯૦ભવમાંથી અડધાથી વધારે ભવો તિર્યંચ ગતિમાં પસાર કરતો હોય છે, ત્યારે અરિહંતપ્રભુનો જીવ અડધાથી ઘણા ઓછા ભાવો તિર્યંચ ગતિના કરે છે. નરકના ભવો તો ગણ્યાગાંઠયા જ હોય છે. તેમના મોટાભાગના ભવો મનુષ્ય તથા દેવગતિના જ હોય છે. સામાન્યપણે સંભવે તેના કરતાં ઘણી વિશેષતાએ તેમને શુભભાવ તથા કલ્યાણભાવ વર્તતા હોવાને કારણે એમને આ પ્રકારની સવલત તથા શાતાની પ્રાપ્તિ થતી હોય છે. આ ઉપરાંત અરિહંત પ્રભુનો જીવ આવા શુભ તથા કલ્યાણમય ભાવ કરતાં કરતાં અન્ય અમુક જીવો સાથે ગાઢ શુભ ઋણાનુબંધથી જોડાય છે, અને પ્રભુના શુભભાવની અસર નીચે તેઓ પણ જગતજીવો માટે પોતાના કલ્યાણભાવ વધારતા જ જાય છે, અને જીવ સમસ્ત માટે કલ્યાણભાવ વેદતા થાય છે. આવા જીવો શ્રી પ્રભુ જ્યારે તીર્થકરપદ શોભાવે છે ત્યારે ગણધરપદે બિરાજમાન થાય છે. તેઓ પ્રભુના સંપર્કમાં રહી તેમના આશ્રયે શુભભાવ કરે છે, પણ તે ભાવમાં સૂક્ષમતાએ કર્તાપણાનો ભાવ રહેલો હોવાથી તેમનું કલ્યાણકાર્ય કેવળજ્ઞાન લેતાં પહેલાં થાય છે, અને નિસ્પૃહપણે અકર્તાપણાથી ભાવ કરનાર પ્રભુનું કલ્યાણકાર્ય કેવળજ્ઞાન લીધા પછી થાય છે. આ બે કલ્યાણકાર્યને જોડતી કડી તેમના વચ્ચે બંધાયેલ આત્માનુબંધી કે આત્માનુયોગની રચના છે. છબસ્થ અવસ્થામાં નિર્માની રહી કલ્યાણભાવ સેવવો એ ઘણા ઘણા ઊંચા પ્રકારનો શુભભાવ કહી શકાય. અને આ ભાવને આધારે પ્રભુનો જીવ અશુભ ઉદયો વચ્ચે પણ શુભભાવ અને મૈત્રીભાવ જાળવી રાખી પોતાનું ઉત્તમ ભાવિ સુદઢ કરતો જાય છે.
આમ કરતાં કરતાં પ્રભુનો જીવ મુક્ત થતા પહેલાના બેત્રણ ભવે સમકિતની પ્રાપ્તિ કરે છે. પ્રભુના જીવે સેવેલા કલ્યાણભાવને કારણે તેમને સમકિત લેતાં પહેલાં, અન્ય સામાન્ય જીવો કરતાં યથાપ્રવૃત્તિકરણ ઓછાં થાય છે. વળી, તેમનો કલ્યાણભાવ જેમ જેમ વધતો જાય તેમ તેમ તેમની સંસારની સુખબુદ્ધિ ઘટતી
૨૫
Page #52
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
જાય છે, આવી ઘટેલી સંસારસુખની ઇચ્છાના કારણે તેમનાથી હિંસાદિ પ્રવૃત્તિ પણ ઓછી થતી જાય છે, પરિણામે તેમને જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ કર્મનો ક્ષયોપશમ વધતો જાય છે. તેમને જેટલા વિશેષ પ્રમાણમાં શુભભાવરૂપ મૈત્રીભાવ, પ્રમોદભાવ, કારુણ્યભાવ અને ઉપેક્ષાભાવનો આવિષ્કાર થાય તેટલા વિશેષ પ્રમાણમાં તેમને અંતરાય, જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ કર્મનો ક્ષયોપશમ વધારે રહે છે. મૈત્રીભાવ અને પ્રમોદભાવ જીવની સંસારની સુખબુદ્ધિ તોડાવે છે, તેથી તેનાં જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ કર્મનો ક્ષયોપશમ વધે છે; અને ઉપેક્ષાભાવ (મધ્યસ્થતા) તથા કારુણ્યભાવ વધવાથી તેની અંતરાય તૂટે છે. કારુણ્યભાવથી જીવ ‘સહુ કલ્યાણ સન્મુખ થાઓ' એવી ભાવના ભાવે છે અને પોતાની અંતરાય તોડે છે. વળી પોતે સેવેલી ભાવના કરતાં વિરુધ્ધ ફળ આવતું જોવામાં આવે ત્યારે તે નિસ્પૃહતા (ઉપેક્ષાભાવ) કેળવી એ જ પ્રકારનાં ફળની પ્રાપ્તિ કરે છે. તેના અનુસંધાનમાં જીવનું મોહનીય કર્મ પણ તૂટતું જાય છે.
ભવોભવથી ચાલતી આવેલી પ્રબળ કલ્યાણભાવ તથા શુભભાવની પ્રવૃત્તિને કારણે શ્રી તીર્થંકર પ્રભુનું વીર્ય સમ્યક્ પ્રકારે અન્ય જીવો કરતાં વધારે ખીલેલું હોય છે, તેથી આત્મશુદ્ધિ માટેનો પુરુષાર્થ કરતી વખતે તેમના આત્માને પુરુષના અવલંબનની બીજા જીવો કરતાં અલ્પ કે ન્યૂન જરૂરિયાત રહે છે.
શ્રી તીર્થંકર પ્રભુનો જીવ “જીવ સમસ્તનું કલ્યાણ થાઓ' એવા ભાવ અચૂક ભાવે જ છે, પરંતુ આવું કલ્યાણ કોઈનાથી પણ થાઓ એવી અકર્તાપણા સહિતની તેમની ભાવના હોય છે. આમ હોવાને કારણે તેમની સંસારપક્ષી સુખબુદ્ધિ આત્માર્થની સુખબુદ્ધિમાં પલટાતી જાય છે. પરિણામે તેમને જ્ઞાનાવરણીય કર્મનાં બંધન ઘટતાં જાય છે. તેમને સંસારની સુખબુદ્ધિ અલ્પ થતી હોવાને કારણે તે માટેની પ્રવૃત્તિમાં ઓટ આવતી જાય છે, જે હિંસાદિનું અલ્પત્વ કરાવી દર્શનાવરણ કર્મના બંધને ઘટાડે છે. વળી, ‘બધા જીવો આત્માર્થે સુખ પામો' એ ભાવનાના બળવાનપણાથી આત્માનુભૂતિ તરફ સહુ જીવોનો વળાંક થાઓ એવી આત્મસન્મુખતા આવતી હોવાથી તેમને અંતરાય કર્મનાં નવીન બંધનમાં ઘણી અલ્પતા થતી જાય છે. આ ઉપરાંત, આત્મસુખની ખોજમાં રમતો જીવ ભૌતિક સુખ પ્રતિ ઉદાસીન થતો જાય છે અને આ ઉદાસીનતા
Page #53
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
તેના મોહને નબળો પાડ્યા કરે છે. આમ સ્વાભાવિકપણે જ કલ્યાણભાવના આધારથી પ્રભુનો જીવ વિકાસ કરતાં ચારે ઘાતકર્મોનો ક્ષયોપશમ વધારતો જાય છે. જેનાં ફળરૂપે તેમનો કલ્યાણભાવ વધતો જાય છે અને તેમનાં ઘાતકર્મો નબળાં પડતાં જાય છે. આમ સંસારનું ચાલતું વિષચક્ર તીર્થકર પ્રભુના જીવ થકી કલ્યાણચક્રમાં પલટાતું જાય છે. પરિણામે તેમના આત્મામાં બીજા જીવ કરતાં વિશેષતાએ આત્મવીર્ય પ્રગટતું જાય છે, જેનો ઉપયોગ તેઓ કલ્યાણભાવ ફેલાવવામાં કરતા રહે છે.
પોતાનાં વીર્ય અને ભાવની ઉજમાળતાને કારણે આગળ વધી ક્ષાયિક સમકિત લેતી વખતે પણ તે જીવને અન્ય જીવો કરતાં અલ્પ પુરુષાર્થ અને અલ્પ અવલંબનની જરૂરત રહે છે, કારણ કે તેમને તેને માટે જરૂરી અવસ્થા સહજપણે પ્રાપ્ત થતી આવે છે. તેમના આત્મવિકાસનાં આ પગથિયે તીર્થંકર પ્રભુના જીવમાં ‘જગતના જીવો કલ્યાણ પામો' એ ભાવ વિશેષતાએ બળવાન થાય છે, એટલે કે તીર્થસ્થાનનું સ્વરૂપ એમના આત્મામાં વિશેષ સ્થિરભાવ કરે છે. પરિણામે તેમનામાં ક્ષાયિક સમકિત ઉત્પન્ન થવાથી તેમનાં વીર્યનું સ્કૂરણ અને જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ કર્મનો ક્ષયોપશમ ઘણા બળવાનપણા સાથે પ્રગટ થાય છે. મિથ્યાત્વ તથા અનંતાનુબંધી ચોકડીનો ક્ષય થવાથી જ્ઞાન તથા દર્શનનો ઉઘાડ ખૂબ ઝડપથી થતો જાય છે; એનાથી તેમનું સ્વ સાથેનું જોડાણ તથા તાદાભ્યપણું ઘણું વધતું જાય છે. જેથી તેમનો આત્મા વિશેષ અંતર્મુખ બને છે. સામાન્ય જીવોના પ્રસંગમાં થાય તેનાં કરતાં ચારે ઘાતકર્મોનો ક્ષય વિશેષતાએ શ્રી પ્રભુનો જીવ ક્ષાયિક સમકિત લેતી વખતે કરે છે. એ વખતે તેમની છૂટવાની અને છોડાવવાની તમન્ના ઘણી વધી જાય છે, પરિણામે કર્મોનો ક્ષય કરી, માર્ગની ઊંડી જાણકારી મેળવવાનો તેમનો પુરુષાર્થ બળવાનપણું ધારણ કરે છે. સાથે સાથે સંસારસુખ ભોગવવાની તેમની સ્પૃહા દિનપ્રતિદિન ઘટતી જાય છે, આત્મશુદ્ધિ અને આત્મશાંતિ મેળવવારૂપ આત્મખોજનો પુરુષાર્થ અગ્રતાક્રમે આવતો જાય છે, અને તેમનાં મન, વચન તથા કાયા પ્રભુની આજ્ઞામાં રહેવા તલપાપડ થતાં જાય છે. આવી ઝંખના અને પુરુષાર્થનાં ફળરૂપે તેમનો સ્વછંદ મુખ્યતાએ તૂટી જાય છે. અને તેમનાં મન, વચન તથા કાયાની અર્થાત્ સર્વસ્વની સોંપણી શ્રી પ્રભુને થાય છે. જેમ
Page #54
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
જેમ તેમનું આજ્ઞાધીનપણું વધતું જાય છે તેમ તેમ તેમને ક્રમે ક્રમે મોક્ષમાર્ગનાં રહસ્યો, ભેદો, સિદ્ધાંતો આદિ વિસ્તારથી અને ઊંડાણથી પ્રાપ્ત થતાં જાય છે. સમ્યક્ત્તાન મેળવવા માટે જીવની કેવી પાત્રતા હોવી જોઇએ, તેને માર્ગદર્શન આપનારા ગુરુ કેવા હોવા જોઈએ, જીવની સમ્યક્દર્શન મેળવવાની તૈયારી થાય ત્યારે તેને કેવાં કેવાં નિર્દેશો અને એંધાણીઓ આવે, કેવાં પ્રકારની એંધાણી ક્યા અર્થનું સૂચવન કરે છે, તે સ્થિતિમાં આગળ વધવા, પ્રગતિ કરવા ક્યા પ્રકારનાં માર્ગદર્શનની તેને જરૂર પડે, જીવ ક્યા ક્રમથી વિકાસ કરે વગેરે વગેરેની જાણકારી તેમનો આત્મા મુખ્યતાએ અને વિશદતાથી મેળવે છે. એ જીવનું પ્રભુ સાથે વિશેષ ઓતપ્રોતપણું થાય ત્યારે જીવને ક્ષાયિક સમકિત, ક્યારે, કેવી રીતે થાય તેની નિશાનીઓ અને એંધાણીઓની જાણકારી ભેદરહસ્યો તથા અર્થ સાથે તેમનામાં આવે છે. આ ભેદરહસ્યો મેળવવા માટે કેવા પ્રકારનો પુરુષાર્થ જોઈએ; પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણના સંમેલનથી કેવા લાભ થાય; ક્યા પ્રકારે કોનો ઉપયોગ કરવાથી ઉત્તમ ફળ મેળવી શકાય તે વગેરે વિશેનો પ્રત્યક્ષ અનુભવ સાથે ખુલાસો મળતો રહે છે. પરિણામે તેમનો જીવ ઉગ્ર પુરુષાર્થ કરી ઝડપી વિકાસ સાધે છે અને અન્યને વિકાસ વધા૨વામાં સહાય પણ કરી શકે છે. આને લીધે જે અવસ્થાએ તેમનો આત્મા હોય તેના પછીના વિકાસક્રમની સ્પષ્ટ જાણકારી તેમને શ્રી પ્રભુની કૃપાથી અને તેમના આજ્ઞાધીનપણાથી આવતી જાય છે. તેમને પોતાની કક્ષા, પોતાની દશાનું ભાન રહે છે એટલું જ નહિ પણ તે પછીની કક્ષા પામવા માટે કરવા યોગ્ય પુરુષાર્થ બાબત માર્ગદર્શન મળે છે, અને તેનું સભાનપણું પણ વધતું જાય છે. તેમનો એ કક્ષા સુધી વિકાસ થાય એ જ અરસામાં તેમને તેનાથી આગળની દશાએ જવા માટે કેવો અને કેમ પુરુષાર્થ કરવો જોઇએ તેની પ્રગટ જાણકારી આવતી જાય છે.
આમ સામાન્ય જીવોની પ્રગતિની સરખામણીમાં શ્રી અરિહંત પ્રભુના આત્માને માર્ગના ગુપ્ત ભેદ પ્રભેદોની જાણકારી ઘણી વિશેષ તથા ત્વરાથી પ્રકાશિત થાય છે, અને તે પણ ઝાઝા બાહ્ય અવલંબન વિના એ આશ્ચર્યકારક બાબત છે. તેમનો આત્મા અંતખ્તેજ કરી મુખ્યતાએ સ્વયં જ્ઞાન લેતો જાય છે, અર્થાત્ શ્રી સિદ્ધપ્રભુની અસીમ
૨૮
Page #55
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
કૃપાથી તેમનું માર્ગનું જાણપણું ઘણી ઘણી વિશેષતાએ પ્રગટતું જાય છે, તેમને બાહ્યથી સદ્ગુરુનાં અવલંબનની ખાસ જરૂર રહેતી ન હોવાને કારણે મોક્ષમાર્ગ પ્રાપ્ત કરવો કેટલો સહેલો છે, તે માર્ગ કેવો સુંદર છે, કેટલો બધો હિતકારી છે તે સર્વ વિશેની માહિતી તેમની પાસે સહેલાઈથી અને સહજતાથી આવતી જાય છે. તેમની પાસે માર્ગનાં ઊંડાણભર્યા રહસ્યો એક પછી એક ખૂલતાં જતાં હોવાથી, તેની અભુતતા તેમને સતત અનુભવાતી હોવાથી, સહુ જીવો આ મહામાર્ગને પામે, આ માર્ગે આગળ વધી આત્માનું કલ્યાણ કરે અને શાશ્વત સુખને મેળવી અનંત સુખમાં સદાકાળને માટે બિરાજમાન થાય એવા ભાવો તેમનામાં પ્રગટ સ્વરૂપ ધારણ કરવા લાગે છે. જેમ જેમ તેઓ આ ભાવમાં વધુ ને વધુ રમમાણ થતા જાય છે તેમ તેમ તેમના આ ભાવો વધારે ને વધારે ઘેરા તથા ઊંડા બનતા જાય છે. આમ છતાં કેવળજ્ઞાન પ્રગટ્યું ન હોવાને કારણે તેમને પોતાની અપૂર્ણતા માર્ગ પ્રકાશવામાં વિઘ્નરૂપ લાગતી હોવાથી તે પ્રભુ છદ્મસ્થ દશામાં માર્ગ પ્રકાશક બનવાના અને કલ્યાણના કર્તા બનવાના ભાવથી દૂર રહે છે. આપણને સામાન્યપણે તો એવું જોવા મળે છે કે જીવને માર્ગને લગતી થોડી પણ જાણકારી આવે તો તરત જ તે જીવ તેનું પ્રદર્શન કરવા ઉત્સુક થતો હોય છે, માર્ગપ્રકાશક થવાના પ્રયત્નો પણ કરે છે, અને તેમાંથી નીપજતા માન આદિ કષાયભાવમાં રાચતો થઈ જાય છે. પોતાનાં માનપૂજાદિના ભાવને પોષવા, યશકીર્તિ મેળવવા તે પુરુષાર્થી થઈ જાય છે, આ યશકીર્તિ તથા માનની ભૂખ તેને ગેરમાર્ગે દોરી તેના આત્મવિકાસમાં એક મોટું વિઘ્ન ઉત્પન્ન કરે છે. આવા જીવોનો કલ્યાણભાવ અલ્પ સંખ્યાની વ્યક્તિઓ માટે, જીવોનાં નાનાં વર્તુળ માટે વર્તતો હોવાથી પોતાને મળેલી અલ્પ જાણકારી પણ તેને પૂરતી લાગે છે, અને તેથી તે જીવ ઉત્સાહી બની સામાન્ય જાણકારીએ પણ તે માર્ગનો ઉપદેશક બની બેસે છે. પરિણામે જ્યારે અધૂરી જાણકારીને લીધે તે ગેરમાર્ગે દોરાય ત્યારે અન્ય જીવોને પણ ખોટા રવાડે ચડાવી દે છે. જો આમ થાય તો તે જીવ પોતાના શિષ્યોને અમુક કક્ષાથી વધારે વિકાસ કરાવી શકતો નથી. પરિણામે તે શિષ્યોએ પોતાના વિકાસ માટે અન્ય પર આધારિત થવું પડે છે. આમ અધૂરો ઘડો છલકાય એવી સ્થિતિ ન થાય તે માટે તીર્થંકર પ્રભુનો જીવ પહેલેથી જ ખૂબ સાવચેત રહેતાં શીખી જાય છે.
Page #56
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
શ્રી તીર્થકરનો જીવ પોતાની વર્તમાનમાં ખીલેલી આત્મિક શક્તિ કરતાં વધારે જવાબદારી લઈ સમસ્ત જીવો માટે કલ્યાણભાવ કરતો હોવાથી, તે માટેની પૂરી જાણકારી અને સમર્થતા ન આવે ત્યાં સુધી ઉપદેશકનું કાર્ય કરવાના સાહસથી દૂર રહે છે. પૂર્ણતા આવે તે પછી જ માર્ગ ઉપદેશકનું કાર્ય કરવું એવી દઢતા જન્મ પામી વધતી જાય છે. અને તે સહજપણે ખીલતી જાય છે, પરિણામે તેમને સંયમ સ્વાભાવિકતાથી જ વધતો જાય છે, જેનાં ફળરૂપે એ મહાન આત્માને ભાવિમાં અરિહંત પદ મેળવવાનું નામકર્મ બંધાય છે. આ પ્રમાણે છઠ્ઠા ગુણસ્થાને તે આત્મા અનેક ભેદો, રહસ્યો અને શાસ્ત્રોના પારગામી બની, પોતામાં રહેલો જીવ સમસ્ત માટેનો કલ્યાણભાવ સાકાર થાય એવી આંતરિક પ્રાર્થના સેવતો જાય છે. તેના મનમાં એવી ભાવના રહે છે કે, –
“હે ભગવાન! હે પરમાત્મા! આ સંસારમાં મિથ્યાત્વ અને મોહરૂપી ચોર આત્માના મૂળભૂત ગુણોને લૂંટી રહ્યા છે. અને તેને શુક્લભાવથી વંચિત રાખી રહ્યા છે. હે પ્રભુ! તમારા અસંખ્ય શુધ્ધ પ્રદેશ પરથી વહેતા કલ્યાણના પરમાણુઓ, અમારા જેવાં સુખ, શાંતિની લાગણી મેળવવા માટે વલખાં મારતાં જીવો માટે સૂકાં રણમાં મળેલી મીઠી વીરડી સમાન છે. તે પરમાણુઓમાં તમે સેવેલા કલ્યાણભાવની અલૌકિક ઠંડક ભરેલી છે. તેનો અનુભવ અમને સતત મળતો રહો, અને આ સંસારસમુદ્રમાં કર્મનું શોષણ કરવામાં વડવાનલરૂપ બની રહો એ જ પ્રાર્થના છે. હે જિન! આ અલૌકિક ચમત્કારનો અનુભવ સર્વ જીવોને થાઓ.” “માર્ગદર્શક પરમાત્મા! આ સંસારરૂપી મહાસમુદ્રમાં અમને કમળની જેમ નિર્લેપ રહેતાં શીખવો. જો કે આ અનુભવ આપની કૃપાથી બધા જ જીવોમાં સમાયેલો છે. અસંખ્ય અશુધ્ધ આત્મપ્રદેશોમાં આઠ શુધ્ધ પ્રદેશો પોતાનું શુદ્ધપણું – નિરાવરણપણે કોઈ પણ કાળ, કોઈ પણ ક્ષેત્ર અને કોઈ પણ સંજોગમાં જાળવી રાખે છે. અને પ્રસંગ મળે અશુધ્ધ પ્રદેશોને શુધ્ધ થવાનું આહાહન(આમંત્રણ) પણ આપે છે. તે પ્રદેશો ક્યારેય પણ પોતાની અલૌકિકતા છોડતાં નથી, માટે તે સિદ્ધ પ્રભુ! આ અલૌકિકતા
૩)
Page #57
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
સર્વ આત્માઓને પૂર્ણતાએ આપો. ત્રિલોકના નાથ થવા સર્જાયેલા આત્માને લોકના એક નાનકડા ભાગમાં દીન, હીન, દાસ થઈને રહેતો જોવાતો નથી, તો પરમ પરમ કૃપા કરી, પરમ અનુગ્રહ કરી ઊઠતા કલ્યાણભાવને સફળ કરાવો, એ વિનંતિ માન્ય કરો.”
આવા પ્રકારના ઉત્તમ કલ્યાણભાવ તેમના જીવમાં વારંવાર ચૂંટાયા કરે છે, સાથે સાથે તેમની આત્મશુદ્ધિ પણ વધતી જાય છે અને વિકાસ થતાં તે જીવનું સાતમું ગુણસ્થાન – નિર્વિકલ્પપણું પ્રગટ થાય છે, તેમનાં મન, વચન તથા કાયા એકી સાથે પ્રભુને આજ્ઞાધીન થાય છે. તે જીવ સર્વ પ્રકારના દુન્યવી ભાવોથી છૂટતો જાય છે, અને તે આત્મશાંતિ તથા આત્મશુદ્ધિની વર્ધમાનતા કરવાના પુરુષાર્થમાં ગૂંથાતો જાય છે. આમ કરવામાં તેમનો જ્ઞાનદર્શનનો વિશેષ ક્ષયોપશમ તેમને ખૂબ મદદ કરે છે. વિકાસ કરી આગળ વધી એ જીવે સત્પરુષની દશા સુધી આવે છે, અર્થાત્ તેઓ શ્રી સપુરુષની દશાનું બિરુદ શ્રી પ્રભુ પાસેથી મેળવે છે. તે દરમ્યાન તેમનું સંસારથી છૂટવાનું અને છોડાવવાનું લક્ષ મજબૂત થતું જાય છે, આમ કરતાં જગતજીવો માટેનો કલ્યાણભાવ વિકાસ કરી તેની ચરમ સીમાએ અર્થાત્ ઉત્કૃષ્ટતાએ પહોંચે છે. સાથે સાથે પહેલા ગુણસ્થાનથી શરૂ કરી ચૌદમા ગુણસ્થાન સુધીના વિકાસની મૂળભૂત જાણકારી મેળવી, પ્રભુપસાયથી એ જીવ જઘન્ય શ્રુતકેવળીપણું મેળવે છે.
જઘન્ય શ્રુતકેવળીપણામાં તેમને મિથ્યાત્વી જીવની દશાની જાણકારી આવે છે, આવા મિથ્યાત્વથી કેવી રીતે છૂટાય, સમકિત પ્રાપ્ત કરવા શું કરવું જોઇએ, તેનાં લક્ષણો શું છે, તેની નિશાનીઓ કેવી હોય, ચોથા ગુણસ્થાને આવ્યા પછી ક્ષાયિક સમકિત લઈ પાંચમા ગુણસ્થાને કેવી રીતે પહોંચાય, તેમાં આત્મદશા કેવી હોવી જોઇએ, દશાનું ભાન કરાવવા કેવી નિશાનીઓ આવે, ત્યાંથી વિકાસ કર્યા પછી છઠ્ઠા ગુણસ્થાને કેવી આત્મસ્થિતિ હોય, તે દશા કેવી રીતે પમાય, તેની પ્રાપ્તિ વખતે જીવમાં કેવા ભાવો હોય, તેને કેવાં પ્રતિકનાં દર્શન થાય, જીવનો પુરુષાર્થ કેવો હોય તે વિશે અનુભવરૂપ જાણકારી આવે છે. આમ તે જીવનો જ્ઞાનાવરણનો ક્ષયોપશમ વધતો જાય છે. તે સાથે તેમને એ પણ જાણકારી આવે છે કે જીવને જો વિપરીત ભાવ
૩૧
Page #58
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
આવે તો તેની પડવાઈ કેવી રીતે થાય છે, આવી પડવાઈથી બચવા શું કરવું જોઈએ, તેની સમજૂતી પણ મળે છે. તે ઉપરાંત જીવે ભાવિમાં ક્ષપક શ્રેણિ માંડી ઘાતકર્મથી પૂર્ણતાએ નિવૃત્ત થવાનું છે, તે નિવૃત્તિ વિનાવિને મેળવવા જીવે કેવો પુરુષાર્થ કરવો ઘટે, શ્રેણિમાં કેવો પુરુષાર્થ હોવો જોઇએ, શ્રેણિની પૂર્વ તૈયારી કરવા છઠ્ઠા સાતમા ગુણસ્થાને વર્તતાં જીવે કેવા ભાવ અને વર્તન રાખવાં જોઇએ, આત્મસ્થિતિ કેવી હોવી જોઇએ, આ ભાવ કરવામાં અને વર્તના રાખવામાં જો દોષ પ્રવર્તે તો ઉપશમ શ્રેણિ કેવી રીતે આવી જાય, ઉપશમ શ્રેણિએ જનાર જીવની પડવાઈ કેવી રીતે થાય, તેને ક્યા દોષનું ક્યા પ્રકારે ફળ મળે, તે સર્વ પડવાઈથી બચવા જીવે શી તકેદારી રાખવી જોઇએ, એ સર્વ ગુણદોષની જાણકારી આપતાં કેવાં પ્રતિકોનાં દર્શન જીવને આવતાં હોય છે વગેરે વગેરે વિશેની પ્રાથમિક સમજણ તેમને શ્રી સિદ્ધપ્રભુ પાસેથી મળતી જાય છે. અને તેમને જઘન્ય શ્રુતકેવળીપણું તેની નિશાનીઓ સાથે મળે છે. તેમને વર્તતા કલ્યાણભાવનું અનુસંધાન પૂર્વના સિદ્ધ થયેલા તીર્થંકર પ્રભુનાં કલ્યાણનાં પરમાણુઓ સાથે થતું હોવાથી, આ સર્વ જ્ઞાન તેમને મુખ્યતાએ સ્વયં થતું જતું હોય એમ જણાય છે. અને તે પ્રક્રિયા તેમને મોક્ષમાર્ગની સરળતા, સહજતા, સુગમતા આદિનું પ્રત્યક્ષપણું કરાવતી જાય છે. જેમ જેમ શ્રી પ્રભુનો આત્મિક પુરુષાર્થ વધતો જાય છે, તેમ તેમ તેમનું જઘન્ય શ્રુતકેવળીપણું વધતાં વધતાં કાળે કરીને ઉત્કૃષ્ટ શ્રુતકેવળીપણામાં પલટાતું જાય છે.
આ રીતે અંતરંગ પુરુષાર્થમાં રાચતાં શ્રી પ્રભુનો કલ્યાણભાવ ઉત્કૃષ્ટતાએ પહોંચે છે ત્યારે ભાવિમાં કલ્યાણકાર્ય કરવાનું કર્મ નિકાચીત સ્વરૂપ ધારણ કરે છે; તે વખતે આ કર્મ ‘તીર્થકર નામકર્મ' તરીકે ઓળખાય છે. ભાવિમાં તીર્થ પ્રવર્તાવવાનું કર્મ નિકાચીત થાય છે ત્યારે તેમને “તીર્થકર નામકર્મ'નો બંધ પડ્યો એમ કહેવાય છે. તે જીવમાં જ્યાં સુધી લોકકલ્યાણનો ભાવ અમુક માત્રામાં ચૂંટાતો નથી, શ્રુતકેવળીપણું અને સપુરુષનું પદ પ્રગટતાં નથી ત્યાં સુધી સામાન્યપણે જીવનું તીર્થકર નામકર્મ બંધાતું નથી. આ નામકર્મ બંધાયા પછી નિશ્ચિત થાય છે કે ભવિષ્યમાં કેવળજ્ઞાન મેળવ્યા પછી આ જીવ નિયમપૂર્વક સર્વ જીવનું કલ્યાણ કરવા પ્રવર્તશે, સનાતન આત્મધર્મની
૩૨.
Page #59
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
સ્થાપના કરી, તે ધર્મની ઘણી પ્રભાવના પણ કરશે. આ રીતે ભાવિ તીર્થકરનો જીવ પોતાની વર્તમાનમાં ખીલેલી આત્મશક્તિનાં પ્રમાણમાં ઘણી વધારે જવાબદારી સ્વીકારતો હોય છે. આવા પરમભાવને કારણે અરિહંતના ભવમાં પાંચ કલ્યાણકની ઉજવણી માટેનું નિકાચીત કર્મ બંધાય છે. વળી, તે જીવને આવા પરમભાવને લીધે શ્રી સિદ્ધ પરમાત્માના કલ્યાણભાવના પરમાણુઓ સાથે અનુસંધાન રહેતું હોવાથી, તેઓ પોતે પોતાના ગુરુ બને છે, તેથી આત્મવિકાસ કરવા માટે કે શ્રેણિ માંડવા માટે તેમને બાહ્ય અવલંબનની જરૂર રહેતી નથી. તેમના આવા પરમ કલ્યાણભાવને કારણે તેમના થકી અને માત્ર તેમના જ થકી ચતુર્વિધ સંઘની સ્થાપના થાય છે, રુચક પ્રદેશો ખૂલે છે, જીવનો અંતવૃત્તિસ્પર્શ વગેરે કલ્યાણકાર્ય થાય છે. તીર્થંકર નામકર્મ બાંધ્યા પછી પ્રભુના જીવને ગર્ભમાં પણ મતિ, શ્રુત અને અવધિજ્ઞાન રહે છે. તેઓ ગર્ભમાં અન્ય જીવોની જેમ મુર્શિત થતા નથી, તેમને દીક્ષા લેતાં ચોથું મન:પર્યવ જ્ઞાન પ્રગટે છે, તેઓ નિયમથી ક્ષપક શ્રેણિ જ માંડે છે, કેવળજ્ઞાન લીધા પછી તાત્કાલિક મોક્ષમાં જતા નથી પણ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી લાંબાગાળા સુધી તીર્થ પ્રવર્તાવે છે. આ ઉપરાંત તેમના વિકાસમાં પ્રત્યેક ગુણસ્થાને વિકાસ માટે તેમને તીર્થકર કે ભાવિ તીર્થંકરનું નિમિત્ત મળતું હોવાથી તેઓને અન્ય જીવો કરતાં વિશેષ ઉઘાડ અને જાણકારી મળે છે તેથી તેઓ સદાય અગ્રસ્થાને રહે છે.
જે સમયે શ્રી પ્રભુનો જીવ તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે છે તે વખતે એક અલૌકિક પ્રસંગ બને છે. એમના અતિપ્રબળ શુભ કલ્યાણભાવનું નિમિત્ત પામી જગતનાં તમામે તમામ જીવો એક સમય માટે વેરવિસર્જન કરી એક સમયની શાતા વેદે છે. તે સાથે નિત્યનિગોદના સર્વ પ્રદેશે અવરાયેલા જીવોમાંથી અમુક જીવોનો પહેલો આત્મપ્રદેશ નિરાવરણ થાય છે. એટલે કે એ પ્રદેશ પરથી અશુધ્ધ કર્મો નીકળી બીજા પ્રદેશો પર છવાવાની શરૂઆત થાય છે, અને જ્યારે તેના સાત ચક પ્રદેશો સર્જાય છે ત્યારે ત્યાં સુધીમાં તે સાતે પ્રદેશો સંપૂર્ણ નિરાવરણ થઈ જાય છે. એનો અર્થ એ છે કે એ પ્રદેશો પરના સર્વ ઘાતી અઘાતી કર્મો આસપાસના પ્રદેશો પર વેરાઈ જઈ સિધ્ધ પ્રભુના શુધ્ધ પ્રદેશો જેવા પ્રબળ શુધ્ધ થઈ જાય છે. જેટલી
૩૩
Page #60
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
સંખ્યાના જીવોના પહેલા પ્રદેશથી શરૂ કરી સાત પ્રદેશ નિરાવરણ થાય છે, તેટલી સંખ્યાના જીવો આ પ્રભુથી નિર્વાણ પામે છે, અર્થાત્ પ્રભુનાં નિમિત્તથી આટલી સંખ્યાના જીવો સંસારનો પાર પામ્યા એમ કહેવાય છે. બીજી રીતે કહીએ તો જેટલી સંખ્યાના જીવોને આ તીર્થંકર પ્રભુથી નિર્વાણ પામવાનું શુભ ઋણાનુબંધ છે તેટલી સંખ્યાના જીવોનો પહેલો આત્મપ્રદેશ તીર્થકર નામકર્મ બાંધતા પ્રભુના નિમિત્તથી નિત્યનિગોદમાં નિરાવરણ થાય છે. આવી અભૂતપૂર્વ ક્રિયા શ્રી તીર્થંકર પ્રભુના આત્મા સિવાય અન્ય કોઈ પણ આત્માથી થઈ શકતી નથી. એટલે કે તીર્થંકર પ્રભુના આત્મા સિવાય અન્ય કોઈ જીવનો આત્મા નિત્યનિગોદમાં રહેલા જીવનો આત્મપ્રદેશ નિરાવરણ કરવા સમર્થ નથી. આવા અભૂતપૂર્વ કાર્યના ફળરૂપે અંતિમ ભવમાં શ્રી તીર્થંકર પ્રભુનાં પાંચ કલ્યાણકો – ગર્ભ, જન્મ, દીક્ષા, જ્ઞાન તથા નિર્વાણ – દેવો ઉજવે છે.
કદાચિત આપણને સવાલ ઊઠે કે નિત્યનિગોદના ક્યા જીવોનો પહેલો આત્મપ્રદેશ ખૂલતો હશે? આ પ્રદેશ ખુલવા માટેનું તે જીવોનું તીર્થંકર પ્રભુ સાથેનું ઋણાનુબંધ કેવી રીતે અસ્તિત્વમાં આવતું હશે! જ્યારે શ્રી કેવળીપ્રભુ ચોદમાં ગુણસ્થાને જતાં પહેલાં ચારે અઘાતી કર્મોને સમાન સ્થિતિમાં કરવા માટે કેવળી સમુદ્યાત કરે છે, ત્યારે તેમના સર્વ આત્મપ્રદેશો આખા લોકમાં ફરી વળે છે. એ વખતે એમના આત્મપ્રદેશો ઠેઠ નિત્યનિગોદ સુધી પણ ફેલાય છે. આ રીતે ફેલાયેલા શુદ્ધ પ્રદેશો પોતાની પવિત્રતાને કારણે નિત્ય નિગોદમાં રહેલા જીવોનો કાર્યભાર અતિ અતિ અલ્પાંશે મંદ કરવામાં નિમિત્તરૂપ થાય છે. અર્થાત્ આ પવિત્ર આત્મપ્રદેશોનું નિમિત્ત પામી અમુક જીવો અતિ અતિ સૂક્ષ્મતાએ શુભભાવ ગ્રહણ કરી શકે છે. આ રીતે થયેલી કર્મભારની હળવાશને કારણે તે જીવો નિત્યનિગોદની સપાટી પર આવે છે. સમુદ્યાત કરતા અનેક આત્માનું વારંવાર શુભ નિમિત્ત પામી આ જીવો નિત્યનિગોદની સપાટી પર તરતા રહે છે. આ રીતે અન્ય જીવોની સરખામણીમાં હળવા થયેલા જીવો નિગોદની સપાટી પર તરતા હોય છે ત્યારે શ્રી પ્રભુનાં બંધાતા નામકર્મથી ફેલાતા કલ્યાણભાવનો તેમને આશ્રય તથા સ્પર્શ મળે છે, અને તેના આધારે તેઓ પોતાનો
૩૪
Page #61
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
પહેલો પ્રદેશ નિરાવરણ કરવા ભાગ્યશાળી થાય છે. તે પછીથી પણ જ્યારે જ્યારે શ્રી કેવળીપ્રભુ સમુદ્ધાત કરે છે ત્યારે ત્યારે તેમના શુધ્ધ પ્રદેશોનો સ્પર્શ પામી, તેમના સધિયારાથી એ જીવો પોતાનો કર્મભાર પૂર્વ કરતાં મંદ કરે છે, અને બાકીના ચક પ્રદેશો મેળવવાની પાત્રતા તૈયાર કરતા જાય છે.
તીર્થંકર નામકર્મ બંધાયા પછી તે જીવને જગતના જીવો માટેનો કલ્યાણભાવ સતત વર્તતો રહે છે. તીર્થકર નામકર્મ બંધાયા પછી ધુવબંધી થતું હોવાથી, પ્રત્યેક સમયે તે નામકર્મને ગાઢ કરનારા પરમાણુઓ તેમનાથી ચહાતા જ રહે છે. તેમને આ પ્રક્રિયા કેવળજ્ઞાન થાય ત્યાં સુધી સતત ચાલતી રહે છે. આથી જે તીર્થંકર પ્રભુનાં નામકર્મનાં બંધન અને કેવળજ્ઞાન વચ્ચેનો ગાળો વધારે હોય તેમનું નામકર્મ વધારે જોરદાર થઈ શકે છે. અને જેમનાં નામકર્મ તથા કેવળજ્ઞાન વચ્ચેનું અંતર ઓછું હોય તેમનું નામકર્મ પ્રમાણમાં અલ્પ કાળનું થાય છે. તે સાથે ભાવિ તીર્થંકર પ્રભુની ભાવની તીવ્રતા એટલી જ કામયાબ થાય છે. જેમની કલ્યાણભાવના સતત બળવાન રહે છે તેમનું નામકર્મ દીર્ઘકાળનું થાય છે અને જેમની કલ્યાણભાવના થોડી મંદતાએ પ્રવર્તે છે તેમનું નામકર્મ એનાથી ટૂંકાકાળ માટેનું રહે છે. - ઉદાહરણથી વિચારતાં આની સ્પષ્ટતા થશે. શ્રી આદિનાથ પ્રભુએ પૂર્વના મનુષ્ય જન્મમાં પોતાનું તીર્થકર નામકર્મ નિકાચીત કર્યું હતું. આ રીતે નામકર્મ નિકાચ્યા પછીના આયુષ્યકાળમાં એ નામકર્મને ગાઢ કરનારાં પરમાણુઓ તેમનાથી સતત ગ્રહાયા કરતાં હતાં. તે પછીના તેમના સર્વાર્થસિદ્ધ વિમાનના તેંત્રીસ સાગરોપમના આયુષ્ય દરમ્યાન પણ એ પ્રકારનાં પરમાણુઓ ઉમેરાયા જતાં હતાં. તે પછીના તેમના ઋષભદેવ પ્રભુ તરીકેના ૮૪ લાખ પૂર્વના આયુષ્યમાંથી ૮૩ લાખ પૂર્વ સુધી, કેવળજ્ઞાન પ્રગટયું ત્યાં સુધી એ જાતના પરમાણુઓ તેમના આત્મપ્રદેશ પર જમા થતા રહ્યા હતા. આટલા લાંબા ગાળા માટે તેમના આત્માએ સતત કલ્યાણભાવ વેદી એ નામકર્મને એટલું બધું બળવાન કર્યું હતું કે તેમના નિર્વાણને લગભગ એક ક્રોડાકોડી સાગરોપમ કાળ વીતી ચૂક્યો હોવા છતાં, તેમણે ફેલાવેલા કલ્યાણભાવનો આશ્રય કરી આજે પણ તેનો લાભ સહુ જીવો લઈ શકે છે. અને તેમના કલ્યાણભાવની
૩૫
Page #62
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
સહાયથી આપણી શુભેચ્છાઓ ફળીભૂત થતી આપણે અનુભવીએ છીએ. આ તેમનાં બળવાન નામકર્મનો મહિમા છે.
આ જ રીતે શ્રી મહાવીર ભગવાને પૂર્વના મનુષ્ય જન્મમાં તીર્થકર નામકર્મ નિકાચીત કર્યું. તે આયુષ્યના શેષ ભાગમાં એ કર્મ ગાઢ થતું ગયું. તે પછીના તેમના દશમા પ્રાણત દેવલોકના વીશ સાગરોપમના આયુષ્ય કાળમાં પણ તે કર્મની પ્રગાઢતા થતી ગઈ. દેવલોકમાંથી ચ્યવન પામ્યા પછી વર્ધમાનસ્વામી તરીકેના ૭૨ વર્ષના આયુષ્યમાંથી તેમને કેવળજ્ઞાન થયું ત્યાં સુધીના ૪રા વર્ષ સુધી આ કર્મ વૃદ્ધિ પામતું રહ્યું. શ્રી આદિનાથ પ્રભુની સરખામણીમાં આ કાળ ઘણો નાનો ગણી શકાય. શ્રી આદિનાથ પ્રભુના ૮૩ લાખ પૂર્વની સામે મહાવીર પ્રભુના માત્ર ૪રા વર્ષનો ગાળો ઘણો ટૂંકો છે, વળી તીર્થંકર પ્રભુને ચરમ – અંતિમ જન્મમાં આત્માની સમર્થતા ઘણા મોટા પાયા પર પ્રગટતી હોવાને કારણે તેમના ભાવની ઉત્કૃષ્ટતા અને ઉત્તમતા ઘણાં વિશેષ પ્રમાણમાં હોય તે સાવ સ્વાભાવિક છે. આ રીતે આ કાળનું મહત્ત્વ ઘણું રહે છે. આ બંને પ્રભુએ કરેલા કલ્યાણભાવનું ફળ એ જોવા મળે છે કે તેઓ બંને આ પાંચમા આરાના અંત સુધી પૂજાવાના છે, તે પછી ધર્મવિચ્છેદ જવાનો હોવાથી તેમનાં નામની પૂજાનો અંત આવશે. આ કાળનો વિચાર કરીએ તો શ્રી આદિનાથ પ્રભુનો પૂજાકાળ લગભગ એક ક્રોડાક્રોડી સાગરોપમથી વધારે છે ત્યારે શ્રી મહાવીર પ્રભુનો પૂજાકાળ લગભગ એકવીશ હજાર વર્ષ જેટલો જ છે. આમ બંનેના કલ્યાણભાવની ગુણવત્તા સમાન હોવા છતાં કાળની અપેક્ષાએ બંને વચ્ચે ઘણો ભેદ રહેલો છે. આ પરથી આપણને સમજાય છે કે કલ્યાણભાવનું ઘૂંટણ જેટલા કાળ માટે અને જેટલી ઉત્કૃષ્ટતાથી થયું હોય છે તેના અનુસંધાનમાં પ્રભુનો કલ્યાણ કરવાનો કાળ નિશ્ચિત થાય છે, અને તેમના યશનામકર્મની અવધિ નક્કી થાય છે. આ ઉપરાંત, બીજી વાત એ સમજાય છે કે તેમનો જીવ જેટલો વહેલો અન્ય જીવો સાથેનો અશુભભાવ ત્યાગી શુભભાવ વધારતો જાય છે તેટલી મોટી સંખ્યાના જીવો તેમના થકી છૂટે છે. જેટલા વધારે જીવો સાથે શુભ ઋણાનુબંધ બંધાય તેટલા વધારે જીવો તેમના થકી મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરી સંસારથી મુક્ત થઈ જાય છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
શ્રી તીર્થંકર પ્રભુના કલ્યાણભાવનો, તેમણે કરેલા ઉપકારનો વિચાર કરીએ ત્યારે સહજ સવાલ ઊઠે છે કે તીર્થકર નામકર્મને લગતા પરમાણુઓ જીવ વહેલામાં વહેલા
ક્યારે ગ્રહણ કરી શકે? અનેક યોનિમાં રખડતો રઝળતો જીવ અમુક જાતના વિશિષ્ટ કલ્યાણભાવનું વેદન કરે છે ત્યારે ભાવિમાં તીર્થંકર નામકર્મ ઉપાર્જન થઈ શકે એ કોટિના કલ્યાણના કર્મપરમાણુઓ ગ્રહણ કરે છે. આવા કલ્યાણભાવના પરમાણુઓ જીવ અંતઃકોડાકોડી સાગરોપમ કાળ સુધી ગ્રહણ કરી શકે છે; અર્થાત્ તીર્થંકર નામકર્મ નિકાચીત કર્યા પહેલાં લગભગ એક ક્રોડાકોડી સાગરોપમ કાળે તે જીવ પહેલીવાર આવા કલ્યાણના ભાવ વેદી તેને લગતા પરમાણુઓ ગ્રહણ કરવાની શરૂઆત કરે છે. તીર્થકર નામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતઃકોડાકોડી સાગરોપમની છે અને જઘન્ય સ્થિતિ સંખ્યાતગુણહીન અંતઃકોડાકોડી સાગરોપમની હોય છે. તેનો અબાધાકાળ અંતમુહૂર્તનો છે. આનો અર્થ એ થયો કે લગભગ અંત:કોડાકોડી સાગરોપમ પહેલાં જીવ આ પ્રકારના ભાવ કરવાની શરૂઆત કરે છે. તે પછી જ્યારે જ્યારે આ પ્રકારના કલ્યાણભાવ વેદાય ત્યારે ત્યારે તે પ્રકારનાં થોડાં વધારે પુગલ પરમાણુઓ જીવથી ગ્રહાય છે, અને સંગ્રહિત થયેલાં તે પરમાણુઓ જીવના આત્મપ્રદેશ પર નિષ્ક્રિય બની પડ્યા રહે છે. જ્યાં સુધી તીર્થકર નામકર્મ નિકાચીત ન થાય ત્યાં સુધી તે કર્મની અપવર્તના (સ્થિતિ તથા રસનું ઘટાડવું), ઉદ્વર્તન (સ્થિતિ તથા રસને વધારવા) તથા સંક્રમણ એટલે પરપ્રકૃતિમાં તે કર્મને પરિણમાવવું ઇત્યાદિ જીવના ભાવાનુસાર થતાં રહે છે. છેવટે એ કલ્યાણનાં પુદ્ગલ પરમાણુઓનો જથ્થો વધી જઈને તીર્થકર પ્રભુના તીર્થ પ્રવર્તન પહેલાનાં મનુષ્ય જન્મમાં એવી ઉત્કૃષ્ટતા ધારણ કરે છે કે તે કર્મ નિકાચીતપણું ધારણ કરે છે. આ કર્મ નિકાચીત થયા પછી અંતર્મુહૂર્ત કાળમાં જ તેનો અમુક અંશે ઉદય સંભવે છે. કારણ કે આ કર્મનો અબાધાકાળ અંતર્મુહૂર્ત માત્ર કહ્યો છે. જિન નામકર્મ બાંધ્યા પછી અંતર્મુહૂર્ત કાળે જેને તેનો પ્રદેશોદય થાય છે તેને બીજા જીવ કરતાં ઐશ્વર્ય આદિ ઋદ્ધિ વિશેષ પ્રમાણમાં હોય છે. પરંતુ આ નામકર્મનો મુખ્ય ઉદય તો તે પછીના મનુષ્ય જન્મમાં કેવળજ્ઞાન થયા પછી જ થાય છે.
૩૭
Page #64
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
તીર્થકર નામકર્મ નિકાચીત થાય ત્યારથી તે ધુવબંધી થાય છે. એટલે ત્યારથી પ્રત્યેક સમયે આ કર્મ ઘટ્ટ થતું જાય છે. પરિણામે તે જીવની સંસારસ્પૃહા ઘટતી જાય છે, પ્રાપ્ત થયેલું જઘન્ય શ્રુતકેવળીપણું વિસ્તૃત થતાં થતાં ઉત્કૃષ્ટ શ્રુતકેવળીપણા પ્રતિ વિકસતું જાય છે. તેમનું આત્મચારિત્ર ખીલતું જાય છે. અને તેના પ્રમાણમાં જગતજીવોના કલ્યાણની ભાવના વિશેષ પ્રકારે ઉત્તમતા ધારણ કરતી જાય છે. આમ, ભાવિ તીર્થંકર પ્રભુનું આત્મ આરાધન તેમનાં શેષ આયુષ્યમાં વધતું જાય છે; અગર એમનું શેષ આયુષ્ય આત્મ આરાધન માટે અને આત્મચારિત્રની ખીલવણી કરવા માટે વ્યતીત થાય છે એમ કહી શકાય. આમ થવાથી, આયુષ્યના અંતકાળ સુધીમાં તેમનું નિસ્પૃહપણું, વીતરાગપણું, નિર્મઝનપણું અને યથાર્થ સમરસપણું ઉત્તમતાએ કેળવાઈ જાય છે. પરિણામે ઉત્તમ સમાધિ સાથે તેમનો દેહત્યાગ થાય છે.
જે દેહે તીર્થંકર પ્રભુનું જિન નામકર્મ બંધાય છે તે દેહનો ત્યાગ વખતે તેમના કલ્યાણભાવની એવી ઉચ્ચ અવસ્થા હોય છે કે તે દશાના પ્રભાવથી, એ સમયે લોકના અભવ્ય જીવો સહિતના સમસ્ત જીવો એક સમય માટે પરસ્પરના વેરનો ત્યાગ કરી શાંતિનું વેદન કરે છે. એટલું જ નહિ પણ, નિત્યનિગોદના જે જીવોનો નામકર્મ બાંધતી વખતે પહેલો પ્રદેશ નિરાવરણ થયો હતો, તે જીવોનો બીજો એક પ્રદેશ એ સમયે નિરાવરણ થાય છે. અને એ પ્રદેશ પરનાં કર્મ પરમાણુઓ આસપાસના પ્રદેશ પર વેરાઈ જાય છે. આમ તે સર્વ જીવોના બે પ્રદેશો શુદ્ધ થવા લાગે છે, અને એ પ્રમાણમાં તે જીવોમાં વીર્ય પૂરાય છે.
જીવના જે દેહમાં જિન નામકર્મ બંધાયુ હોય તે દેહનું આયુષ્ય પૂરું થતાં લગભગ બે સમયમાં ભાવિ તીર્થંકર પ્રભુનો જીવ મોટેભાગે દેવલોકગામી થાય છે, ક્યારેક નરકગામી બને છે અને અપવાદરૂપે મનુષ્ય ગતિમાં જાય છે. તેમને દેવગતિમાં શાતાના ઉદયો ઘણા પ્રબળ હોય છે. તે ઉદયોને સમભાવે વેદી તેઓ મુખ્યતાએ પુણ્યકર્મની નિર્જરા કરે છે. દેવગતિમાં ભાવની મંદતા રહેતી હોવાથી નવાં કર્મોનો આશ્રવ અલ્પતાએ થાય છે. આથી તેઓ તીર્થકર નામકર્મને લગતાં પરમાણુઓ એના પ્રમાણમાં ગ્રહણ કરે છે. જ્યારે પ્રભુના જીવને નરકગતિમાં જવાનું રહે છે ત્યારે તે
૩૮
Page #65
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
ગતિના પ્રબળ અશાતાના ઉદયો પણ તેઓ સમભાવથી વેદી કર્મનિર્જરા કરતા જાય છે. ત્યાં અશુભભાવના ઘણા ઘણા ઉદયોમાંથી તેમને પસાર થવું પડતું હોવાને લીધે નામકર્મને લગતાં પરમાણુઓ તેઓ ઓછી માત્રામાં ગ્રહણ કરે છે. આમ દેવલોક કે નરકમાં તીર્થકર નામકર્મને લગતા પરમાણુઓ સતત ચહાતા હોવા છતાં તેનો જથ્થો અલ્પ રહે છે. દેવ કે નરકગતિનું આયુષ્ય પૂરું થતાં પ્રભુનો જીવ ત્યાંથી ચ્યવી મનુષ્યગતિમાં ગર્ભરૂપ ધારણ કરે છે. જેમણે દેવ કે નરકગતિનો ભવ આવે એવા કર્મનો પૂર્વના મનુષ્યજન્મમાં ક્ષય કર્યો હોય છે તેઓ સીધા જ મનુષ્ય જન્મ પામે છે. આવું અપવાદરૂપે જ બને છે. કેમકે નામકર્મના બંધન પછી જીવને પ્રબળ શુભ કર્મો બંધાતા રહે છે, અને તેના ભોગવટા માટે મુખ્યતાએ તેમને દેવગતિ આવે છે. કોઈક જીવને અન્ય પ્રબળ કારણને લીધે નરકગતિ આવે છે, જેમકે જેની ભાવિગતિ નરકની હોય એવા શલાકા પુરુષે તીર્થંકર નામકર્મ બાંધ્યું હોય તો તેઓ નરકગામી બને છે. વાસુદેવ કે પ્રતિવાસુદેવો જેવા જો જિન નામકર્મ બાંધે તો પણ તેમને નરકગતિ ભોગવવી પડે છે. અથવા નરકમાં જવા જેવાં કૃત્ય કરી, ગતિબંધ પાડી જે જીવ જિન નામકર્મ બાંધે છે તેને પણ નરકગતિ છૂટી શકતી નથી. કૃષ્ણ વાસુદેવ અને શ્રેણિક રાજા આના ઉદાહરણો છે. જે જીવ અત્યંત બળવાન પુરુષાથ થઈ, સંસાર સુખનો બળવાન નકાર વેદે છે અને પાપપુણ્યના મોટા જથ્થાને શુક્લધ્યાનમાં બાળી નાખે છે તે જીવ જિન નામકર્મ બાંધ્યા પછી પણ સીધો મનુષ્યગતિમાં જાય છે. કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર એનો પુરાવો છે.
પૂર્વ દેહના ત્યાગ પછી જ્યારે તે જીવનો મનુષ્ય ગર્ભમાં પ્રવેશ થાય છે ત્યારે તેમના આત્માની સમાધિ ઉત્તમ હોય છે. સામાન્યપણે સર્વ જીવો ગર્ભકાળમાં મુર્શિત જ રહે છે, કારણ કે ગર્ભમાંના ભયંકર અશાતાના ઉદયો વેદતી વખતે જીવ સભાન રહી શકતો નથી. શાસ્ત્રોમાં એવું માપ બતાવ્યું છે કે તાજા જન્મેલા બાળકના પ્રત્યેક રોમમાં લાલચોળ તપાવેલી સોયો ઘોંચવામાં આવે તેનાથી બાળકને જે વેદના થાય, તેનાથી આઠ ગણી વેદના મનુષ્યગર્ભમાં જીવ પ્રત્યેક સમયે વેદે છે. આવી વેદના ભોગવવાની અશક્તિને કારણે જીવ ગર્ભમાં મુછિત રહે છે. સતત લગભગ નવ માસ
૩૯
Page #66
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
સુધી જીવને આવી વેદનામાંથી પસાર થવાનું હોવાથી તે નવે માસ મુષ્ઠિત દશામાં વીતાવે છે. પણ ભાવિ તીર્થંકરનો જીવ પોતે સેવેલા બળવાન કલ્યાણભાવને કારણે એટલો બધો વીર્યવાન થયો હોય છે કે આવી ભયંકર વેદના ભોગવતી વખતે પણ તે ગર્ભમાં મુર્છિત થતો નથી, સભાન જ રહે છે. અને મતિ, શ્રુત અને અવધિજ્ઞાન સાથે પૂર્વકર્મની બળવાન નિર્જરા કરતો રહે છે. તે ઉપરાંત તેઓ પોતાના પ્રબળ શુભભાવ સાચવી, માતા અને અન્યને શાતાનું નિમિત્ત પણ થયા કરે છે. આવી બળવાન સકામ નિર્જરા, શ્રી તીર્થંકર પ્રભુના જીવ સિવાય અન્ય કોઈ પણ જીવ ગર્ભકાળમાં કરી શકતો નથી. એમના આ અભૂતપૂર્વ પુરુષાર્થનો પ્રભાવ એટલો બધો થાય છે કે જગતના તમામે તમામ જીવ ગર્ભપ્રવેશના સમયે ફરી એકવાર એક સમય માટે પૂર્ણ વે૨૨હિત બની શાતા વેદે છે. અને એ જ સમયે નિત્યનિગોદના જીવો જેમના બે આત્મપ્રદેશ નિરાવરણ થયા છે તેમનો ત્રીજો પ્રદેશ નિરાવરણ થાય છે. ત્રીજો રુચક પ્રદેશ ખુલે છે તેના આધારે તેમનું ભાવિનું ઘડતર શરૂ થાય છે. જ્યારે તેમનો ત્રીજો પ્રદેશ નિરાવરણ થાય છે ત્યારે તે ક્યા પ્રકારના કેવળી પ્રભુના નિમિત્તથી ઇતર નિગોદમાં પ્રવેશ ક૨શે તેનો પાયો બંધાવા લાગે છે. આથી આ પ્રસંગનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે. શ્રી પ્રભુ ચરમ દેહ બાંધવાની શરૂઆત કરે એ પહેલા સમયનો તેમનો અતિ અતિ બળવાન નિર્જરા કરવાનો પુરુષાર્થ એવો અલૌકિક હોય છે કે દેવલોકના અવધિજ્ઞાની દેવો આ સમયની પ્રભુનાં “ગર્ભ કલ્યાણક” રૂપે સત્વર ઉજવણી કરે છે. કલ્પવાસી પહેલા સુધર્મા દેવલોકના ઇન્દ્ર શકેંદ્રને પ્રભુના ગર્ભમાં આવવાનો લક્ષ અવધિજ્ઞાનથી થાય છે. તેઓ પ્રભુના ચરમ દેહના અવતરણને જોઈને, તેમના ઉત્તમ ભાવિને જાણીને ખૂબ જ પ્રસન્ન થાય છે. અને આવા પ્રભુના ઉત્તમ ગુણોની સ્તુતિ કરીને તેઓ ગર્ભકલ્યાણક ઉજવે છે. સાથે સાથે આવા ઉત્તમ બાળકને ધારણ કરનાર માતાના સૌભાગ્યની સ્તુતિ પણ શકેંદ્ર કરે છે અને અન્ય કેટલાય દેવો પોતાના આનંદનો તેમાં ઉમેરો કરી પ્રસંગને વિશેષ ઉજમાળ કરે છે.
પ્રભુનો જીવ જે સમયે માતાના ઉદરમાં પ્રવેશ કરે છે તે પછીના તરતના કાળમાં તેમના માતા પ્રભુનું ઉત્તમ ભાવિ સૂચવનારા ચૌદ સ્વપ્ન જુએ છે, એનાથી તેમને ખૂબ
૪૦
Page #67
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
પ્રસન્નતા વેદાય છે. ચૌદ સ્વપ્નો મોટાભાગે આ ક્રમમાં હોય છેઃ ૧. હાથી ૨. વૃષભ ૩. સિંહ ૪. લક્ષ્મીદેવી ૫. ફૂલની માળા ૬. ચંદ્ર ૭. સૂર્ય ૮. ધર્મધજા ૯. કુંભ-કળશ ૧૦. પા સરોવર ૧૧. ક્ષીરસમુદ્ર ૧૨. દેવવિમાન કે ભવન ૧૩. રત્નરાશિ અને ૧૪. નિધૂમ અગ્નિ.
ચૌદ સ્વપ્ન પહેલું સ્વપ્ન ગજ – ઐરાવત હાથી શ્રી તીર્થકર પ્રભુના માતા જે ચૌદ સ્વપ્ન જુએ છે તેમાં પહેલાં સ્વપ્નમાં તેમને સાત સૂંઢવાળા ઐરાવત હાથીનાં દર્શન થાય છે. આ હાથી સમકિતી હોય છે અને હાથીઓમાં તે સર્વશ્રેષ્ઠ હાથી ગણાય છે. તે હાથી સામાન્યપણે દેવલોકમાં રહે છે અને ચક્રવર્તી પાસે હોય ત્યારે તે કર્મભૂમિમાં આવે છે.
ઐરાવત હાથીને કેટલીક લબ્ધિઓ પ્રગટી હોય છે, અને જો તેને ભાવ ઉલ્લસે તો તેનો ઉપયોગ પણ તે કરી શકે છે. મુખ્યતાએ તેને સાત લબ્ધિ પ્રગટી હોય છે જેનું સૂચવન વ્યવહારિક ભાષામાં તેની સાત ચૂંઢરૂપે થાય છે. ઐરાવત હાથીને સાત સૂંઢ હોય છે એમ કહેવાય છે તેનો ગૂઢાર્થ એ છે કે તે હાથીને જુદા જુદા પ્રકારની સાત લબ્ધિઓ મળી હોય છે. આ બધામાં સૌથી મુખ્ય લબ્ધિ – અગ્રસ્થાને આવતી પહેલી લબ્ધિ તે “ગજમોતી' ઉત્પન્ન કરવાની છે. તેના કુંભસ્થળમાં અલૌકિક પ્રકારનાં મોતી પાકે છે જેનું મહાભ્ય ઘણું હોય છે. તેની બીજી લબ્ધિ તે પોતાની શક્તિથી જ્ઞાનીપુરુષની દશા જાણી શકે છે, અને તેના આધારે તેમનો યોગ્ય વિનય કરે છે. ત્રીજી લબ્ધિ તે તેની ઊડી શકવાની શક્તિ છે. જ્યારે તે ઐરાવત હાથી મોક્ષગામી ચક્રવર્તી પાસે હોય છે અને તે ચક્રવર્તીને પ્રભુને વાંદવા જવું હોય છે ત્યારે તેને ઐરાવત હાથી ઊડીને પ્રભુ પાસે લઈ જઈ શકે છે. તેને રત્નોની પરીક્ષા કરવાની શક્તિ ચોથી લબ્ધિરૂપે આવે છે. દેવલોકનાં અને કર્મભૂમિના કિંમતી રત્નોનું પરીક્ષણ ઐરાવત હાથી કરી શકે છે. ગમે તેવા વિકટ સંજોગમાં પણ અડગ અને અડોલ રહેવાની શક્તિ તે તેની પાંચમી લબ્ધિ કહી શકાય. ચક્રવર્તી પદ માટે જ્યારે લડાઈ
૪૧
Page #68
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
થાય છે ત્યારે ઐરાવત હાથી ઘાયલ થાય તો પણ સ્થિરતા જાળવે છે, કર્તવ્ય ચૂકતો નથી અને પોતાના માલિકને લડાઈમાં જીતવા માટે સતત પ્રેરણા આપતો રહે છે. તેની છઠ્ઠી લબ્ધિ તે અમુક ઉપકારી ઔષધિઓ પારખી શકે છે અને તેનો ઉપયોગ પણ કરી શકે છે. ઘાયલ સ્થિતિમાં ઘા રૂઝવવા માટે આ લબ્ધિ તેને ખૂબ ઉપકારી થતી હોય છે. અને સાતમી લબ્ધિ તે અન્ય સર્વ હાથીઓમાં ઐરાવત હાથી કોણ છે તે જાણવાની શક્તિ તેનામાં પ્રગટી હોય છે. તેને પ્રાપ્ત થયેલી આ સાત લબ્ધિને કારણે તે ઐરાવત હાથી તરીકે ઓળખાય છે. જે લબ્ધિઓ મનુષ્ય જન્મમાં મેળવવી દુર્લભ ગણાય તે લબ્ધિઓ તિર્યંચ ગતિમાં મેળવી તેનો સદુપયોગ કરતા રહેવો, તે જીવની કેટલી બધી સુપાત્રતા ગણી શકાય! તેની સુપાત્રતાને કારણે ઐરાવત હાથી લોકોમાં ઘણું માન પામે છે તથા પૂજાય છે. આવા ઐરાવત હાથી ઘણા દુર્લભ હોય છે.
ઉત્તમ સુપાત્ર એવા ઐરાવત હાથીનાં દર્શન પ્રભુનાં માતાને થાય છે. ઐરાવત હાથી પોતામાં ઉત્પન્ન થતા ગજમોતી પ્રભુનાં ચરણે ધરે છે, અન્યના ચરણમાં તે મોતી તે ધરતો નથી. આથી જેને તીર્થંકર પ્રભુ અત્યંત પૂજનીય છે એવા ઐરાવત હાથીનાં દર્શનથી સૂચવાય છે કે જગતને હવે પ્રભુનાં દર્શન થવાનાં છે તેની જાણ ઐરાવતને થઈ ગઈ છે.
બીજી અપેક્ષાએ વિચારીએ તો હાથી એ અતુલ બળનું પ્રતિક છે. તેમાં પણ ઐરાવત હાથી સર્વોત્તમ હોવાથી તેની ઘણી ઘણી વિશેષતાઓ છે. આ હાથીનાં દર્શનથી એ સૂચવાય છે કે હાથીથી પણ સબળ એવા પ્રભુ પોતાનાં બળનો કર્મ સામે ઉત્કૃષ્ટ ઉપયોગ કરી કર્મકટકનો નાશ કરવાના છે. ઐરાવત હાથી જેમ તેના માલિક ચક્રવર્તીને સર્વ પ્રકારે વિજય અપાવે છે તેમ પ્રભુનું અતુલ બળ પ્રભુને તેમનાં ઘાતીકર્મો પર અચૂક વિજય અપાવશે અર્થાત્ તેનાથી પ્રભુનું તદ્ભવ મોક્ષગામીપણું સૂચવાય છે. જે ઐરાવતનાં દર્શન પ્રભુનાં માતા કરે છે, તે ઐરાવત પ્રભુનાં ચરણમાં વંદન ક૨વા અવશ્ય આવે છે. અને તે પછીનાં મનુષ્ય જીવનમાં ભવ્ય પુરુષાર્થ આદરી તે જ તીર્થંકર પ્રભુ પાસે કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. આ ઐરાવત અને તીર્થંકર પ્રભુને ગાઢ શુભઋણાનુબંધ હોય છે, હાથીને પ્રભુ તરફથી છૂટવા માટે સહાય મળતી રહે
૪૨
Page #69
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
છે. કેટલીકવાર આ ઐરાવત તીર્થસભામાં કોઈ પદવીનો ધરનાર પણ થાય છે, અને તે તીર્થસભાને શોભારૂપ પણ બને છે.
પૂર્વનાં અમુક શુભ ગાઢ ઋણાનુબંધને કારણે માતાને નિયમપૂર્વક સૌ પ્રથમ ઐરાવત હાથીનાં દર્શન થાય છે. અન્ય સ્વપ્ન દર્શનનાં ક્રમમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવ અનુસાર ફેરફાર હોઈ શકે છે.
બીજું સ્વપ્ન વૃષભ
સામાન્યપણે ઐરાવત હાથી પછી તીર્થંકરના માતા બીજા સ્વપ્નમાં વૃષભનાં દર્શન કરે છે. વૃષભ એટલે સર્વગુણ સંપન્ન બળદ, બળદમાં વધુમાં વધુ ગુણવત્તા સંભવી શકે તે સર્વ વૃષભમાં હોય છે. બળદ જડબુદ્ધિ ગણાય છે, પણ તેવી જડતા વૃષભમાં હોતી નથી, વળી વૃષભ બળમાં પણ અતુલ હોય છે. ઐરાવત કરતાં બુદ્ધિની તીક્ષ્ણતા તેનામાં ઓછી હોવા છતાં, જે કાર્ય કરવાનું તેના માટે નક્કી થાય તે કાર્ય તે પૂર્ણ કરે એવી શક્તિ પણ તેનામાં ઉત્પન્ન થઈ હોય છે. જીવને માયાકપટને કારણે તિર્યંચ ગતિ પ્રાપ્ત થાય છે, આથી વૃષભે પૂર્વ જન્મમાં તિર્યંચગતિમાં જવું પડે એટલું માયાકપટ તો કર્યું જ હોય છે. પણ બળદમાં અન્ય તિર્યંચો કરતાં લોભની પ્રકૃતિ વિશેષ રહેતી હોવાને કારણે બુદ્ધિની મંદતા પણ આવી હોય છે. આવા સામાન્ય બળદ કરતાં વૃષભ લક્ષણોમાં ઘણા પ્રકારે જુદો પડે છે.
જે સંજ્ઞી પંચેન્દ્રિય જીવ સમિકત લીધા પછી તિર્યંચ ગતિમાં બળદ રૂપે અમુક લબ્ધિ સિદ્ધિ સાથે દેહ ધારણ કરે છે તે વૃષભ તરીકે ઓળખાય છે. આ જીવે સમિકત લીધા પહેલાં જ તિર્યંચ ગતિ બાંધી લીધી હોય છે, અને બળદનો ભવ આવતાં તે વૃષભની ઋદ્ધિ મેળવે છે. આવા વૃષભ ઘણા જ અલ્પ હોય છે. તેમની ઋદ્ધિ લગભગ આ પ્રકારની હોય છે. પૂર્વમાં સેવેલા લોભના કારણથી માયાકપટનું ઉગ્રપણું થતાં તેને તિર્યંચગતિનો બંધ પડયો હતો તેની સ્મૃતિ તેને સતત રહેતી હોય છે, અર્થાત્ એ જાતિસ્મૃતિજ્ઞાન તેને સંસાર ભ્રમણનો વૈરાગ આપે છે, પરિણામે તે સતત ત્યાગભાવના ભાવતો રહી લોભને ક્ષીણ કરવા પ્રયત્ન કર્યા જ કરે છે. તે વરસાદ – વૃષ્ટિ ક્યારે
૪૩
Page #70
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
થશે તેની આગાહી કરી શકે છે. તેને કેટલીક એવી ઔષધિઓની પરખ આવે છે કે જે અમુક રોગથી નિવૃત્તિ અપાવી શકે. પોતાના શૌચમય ભાવને કારણે તેને સામાન્યપણે જ્ઞાનીભગવંતની ઓળખાણ પડે છે, અને તે તેમના ચરણ ચૂમવાની ઇચ્છા ધરાવે છે. આ પ્રકારની ઋદ્ધિ સામાન્ય રીતે દેવલોકના વૃષભને મળતી હોય છે.
વૃષભનાં દર્શનથી એ સૂચવાય છે કે ગર્ભમાનું બાળક પણ ભાવિમાં ખૂબ જ ત્યાગવૃત્તિ ધારણ કરી કર્મોનો ક્ષય કરી તદ્ભવ મોક્ષપ્રાપ્તિ કરશે. તિર્યંચ જે ત્વરાથી પોતાનું કાર્ય કરે છે તેનાથી અનેકગણી ત્વરાથી તીર્થપતિ પોતાનું કાર્ય કરશે અને સર્વ ઇચ્છુક તિર્યંચને તરવાનું નિમિત્ત આપશે. એમાંથી તે વૃષભની ત્વરિત મોક્ષસિદ્ધિ સૂચવાય છે.
દરેક તીર્થપતિને પૂર્વકાળમાં કોઈ ને કોઈ વૃષભના જીવ સાથે શુભ સંબંધ વર્તતો હોય છે. વધતા જતા આવા શુભ સંબંધના અનુસંધાનમાં પ્રભુનો જીવ એને તારવાનું વચન આપે છે. આવો શુભ ઋણાનુબંધ ઉદયમાં આવતાં પ્રભુ તેના તારક બની તેને માર્ગદર્શન આપે છે, અને તે જીવ પુરુષાર્થ આદરી, મનુષ્ય જન્મમાં પૂર્ણ કાર્યસિદ્ધિ કરવા ભાગ્યશાળી થાય છે. હાથી અને વૃષભ એ એવા પ્રકારનાં તિર્યંચ છે કે જેમને છૂટવા માટે તીર્થપતિનું નિમિત્ત ખૂબ ઉપકારી થાય છે.
ત્રીજું સ્વપ્ન સિંહ સિંહ વનનો રાજા તથા વનકેસરી કહેવાય છે. સિંહ વનમાં એકલો એકચક્રી રાજા બની, સર્વ પ્રાણીઓ પર સત્તા ચલાવી વનકેસરી તરીકે પૂજાય છે. પ્રભુનાં માતા જ્યારે આવા સિંહના દર્શન કરે છે ત્યારે તેમને પોતાનાં બાળકના ઉત્તમ ભાવિનો લક્ષ થાય છે કે ભાવિમાં આ બાળક વનકેસરીની જેમ પૂજાશે.
- સિંહ એ તિર્યચોમાં બહુ બળવાન તથા શૂરવીર પ્રાણી ગણાય છે. તેથી તે ભયરહિત બનીને, વનમાં, જ્યાં અન્ય પ્રાણીઓ ભયભીત બનીને રહે છે ત્યાં રાજવી
४४
Page #71
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
બનીને વિહરે છે અને અન્ય પ્રાણીઓ પર પોતાનાં પરાક્રમથી સત્તા ચલાવે છે. સિંહનો આ ગુણ આપણને પરમાર્થમાં શ્રી તીર્થંકર પ્રભુમાં જોવા મળે છે. તેઓ બળમાં અતુલ્ય છે. તેમને કોઈ પણ કાર્ય કરવામાં, દશા વર્ધમાન કરવામાં, ધર્મ પ્રવર્તાવવામાં બાહ્યની સહાય કે નિમિત્તની ભાગ્યેજ જરૂરત રહે છે, ઉલટાના તેઓ અન્ય જીવોને સાથ અને સહકાર આપનાર બને છે. વળી તેઓ પોતાનાં સર્વ પ્રકારનાં શુભાશુભ કર્મના ભોગવટાને શૂરવીરતાથી, અન્યની સહાય વિના પૂરો કરે છે અને કર્મને સતત પરાજિત કરતા જાય છે. કોઈ પણ અશુભ કર્મ તેમની સ્થિરતા તોડવા કે વિકાસ અટકાવવા સમર્થ થઈ શકતું નથી. તેનું ઉત્તમ ઉદાહરણ તેમના ગર્ભકાળથી જ મળતું આવે છે. જ્યાં અન્ય જીવો સતત મુછિત રહે છે ત્યાં તેઓ સતત સજાગ અને સભાન હોય છે. તેથી તેઓ પરમાર્થ માર્ગના રાજવી બની, રાજવીને અનુરૂપ વર્તન કરી સ્વાર કલ્યાણમાર્ગને અતિ ઉત્તમતાએ પ્રકાશિત કરે છે.
સિંહથી વનનાં પશુઓ ડરે છે, અને ધ્રુજે છે. અને તેમને સિંહની આજ્ઞામાં રહેવું પડે છે. જે આજ્ઞામાં રહેતાં નથી તેને સિંહ ડરાવી પરેશાની આપે છે, અને જેઓ તેની આજ્ઞામાં રહે છે તેનું રક્ષણ પણ કરે છે. આજ રીતે તીર્થપતિ સર્વ કર્મોને ડરાવે છે; અને તેમની આજ્ઞામાં રહેનાર તથા ચાલનારનું રક્ષણ કરી, તેમને કર્મના ઉત્પાતથી બચાવી, કર્મને ક્ષીણ કરવામાં મદદ કરી, કર્મના ભયથી અભય આપે છે. સિંહ એ ક્રોધનું પ્રતિક છે, દરેક જીવે આત્મપ્રદેશ પર જમા થયેલ ક્રોધ કષાયને પૂર્ણતાએ નિર્મૂળ કરવાનો છે, આ કાર્ય તીર્થપતિ ઉત્તમતાએ કરવાના છે તથા કરાવવાના છે તેની નિશાનીરૂપે માતાને સિંહના દર્શન થાય છે. વળી, સિંહનાં દર્શનથી એ પણ સૂચવાય છે કે ભાવિ તીર્થકર તિર્યંચગતિના જીવોને પ્રતિબોધી કર્મની જાળથી મુક્ત કરવાનો પુરુષાર્થ જરૂરથી કરવાના છે. જેમ એક રાજાને જીતવાથી આખું રાજ્ય જીતાઈ જાય છે તેમ તિર્યંચગતિના રાજા સમાન સિંહને વશ કરવાથી, સિંહને પ્રતિબોધવાથી સમસ્ત તિર્યંચ જીવોને પ્રતિબોધવાનો યોગ્ય અવકાશ પ્રાપ્ત થવાનો છે તે સમજાય છે. આ પરથી આપણે વિશેષમાં એ તારણ પણ કાઢી શકીએ કે આવનાર બાળક ભાવિમાં વનકેસરીની જેમ અર્થાત્ વનરાજની જેમ આ લોકમાં પૂજાશે.
૪૫.
Page #72
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
ચોથું સ્વપ્ન લક્ષ્મીદેવી લક્ષ્મી એ ધનની દેવી છે, તેની કૃપાથી મનુષ્ય ધનની પ્રાપ્તિ કરે છે અને તેની અવકૃપા થાય તો જીવ નિર્ધનાવસ્થામાં સબડે છે. ધનના સાધનથી જીવ અનેક પ્રકારની સમૃદ્ધિ ભોગવે છે અને તેના વિના અનેક પ્રકારનાં કષ્ટોનો તે જીવે સામનો કરવો પડે છે. આમ આ જગતમાં લક્ષ્મીનો અર્થ ધન એવો કરવામાં આવે છે. તેના દેવસ્વરૂપને આ રીતે જડની પ્રાપ્તિ સાથે ગૂંથી લેવામાં આવે છે. જડ એવું ધન મેળવવા બધા જીવો પુરુષાર્થી રહે છે, પણ લક્ષ્મી એ એવી ચંચળ પ્રકૃતિવાળી દેવી છે કે તેની કૃપા ક્યારે અવકૃપામાં પલટાઈ જશે કે અવકૃપા કૃપામાં પલટાઈ જશે તેનો વર્તારો કે અંદાજ કાઢી શકાતો નથી. આવી ચંચળ લક્ષ્મીને શ્રી પ્રભુ વિજયી બની વશ કરનાર છે તેનું સૂચવન તેનાં દર્શનમાં જોવા મળે છે.
મનુષ્ય દેહનો આકાર ધારણ કરી દર્શન આપનાર લક્ષ્મીદેવીના ચાર હાથ હોય છે. તેના એક હાથમાં કમળ અને બીજા એક હાથમાં ત્રિશૂળ રહ્યું હોય છે. કમળના ચિહ્નથી એ સમજાય છે કે હવેના કાળમાં શ્રી પ્રભુનો જીવ આ સંસારમાં જળકમળવત્ રહેવાનો છે. સંસારના કષાયરૂપ કાદવનો તેઓ પોતાના આત્માને સ્પર્શ થવા દેનાર નથી, સર્વથી અલિપ્ત થતા જઈ પોતાની શુદ્ધિને પૂર્ણતાએ પહોંચાડવાના છે. બીજા હાથમાં રહેલું ત્રિશૂળ એ જણાવે છે કે પ્રભુનો જીવ હવેથી ઉદયમાં આવતાં સર્વ કર્મોનો ભાંગીને ભૂકો કરશે એટલું જ નહિ પણ સત્તાગત કર્મોને ઉદેરી આણી તેનો પણ ક્ષય કરી કમરહિત દશા પામવાનો છે. અને તે પણ આ જ મનુષ્યદેહથી. આમ લમીના હાથમાં મૂકાયેલા આ બંને પ્રતિક અર્થપૂર્ણ છે.
લક્ષ્મીપરનો પ્રભુનો વિજય આપણને એ સમજાવે છે કે પ્રભુનો જીવ ભાવિમાં અનેક મનુષ્યોને પ્રતિબોધી સન્માર્ગે ચલાવનાર છે. દરેક જીવ પર પોતાનું આધિપત્ય જમાવી લક્ષ્મી રાજ કરે છે, અને એ જ લક્ષ્મી પર પ્રભુનું સામ્રાજ્ય છવાયેલું છે, તેનો અર્થ આપણે એમ કરી શકીએ કે બધાને દાસ કરનાર લક્ષ્મી સ્વયં પ્રભુની દાસી થાય છે. અર્થાત્ સમસ્ત મનુષ્યોને પ્રતિબોધી મોક્ષમાર્ગનું આચમન કરાવવાની શક્તિ
Page #73
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
શ્રી પ્રભુમાં પ્રગટ થતી જાય છે, અને આ જ જન્મમાં એ શક્તિ પૂર્ણ રૂપ ધારણ કરવાની છે.
વળી લક્ષ્મી એ ઉચ્ચ ગોત્ર તથા ફળનું સૂચવન કરે છે. તીર્થંકર પ્રભુ કદી પણ નીચ કૂળમાં જન્મતા નથી. તેથી લક્ષ્મી પ્રભુ પાસે સરળતા સાથે રહી તેમની સેવા કરે છે. સંસારમાં લક્ષ્મી એટલે ધન અને પરમાર્થમાં લક્ષ્મી એટલે કેવળલક્ષ્મી – કેવળજ્ઞાન. કેવળલક્ષ્મીને મેળવનાર શ્રી પ્રભુનાં શરણે આરાધના કરવાથી મોક્ષલક્ષ્મીને જીવ સહેલાઈથી મેળવી શકે છે, એ તથ્યનું સભાનપણું લક્ષ્મીનાં દર્શન કરવાથી આવે છે. આ અપેક્ષાનો વિચાર કરવાથી ગુરુનાં શરણનું અને ગુરુભક્તિનું અભુત મહાભ્ય આપણને સમજાય છે. શ્રી તીર્થપતિનાં શરણે જઈ પુરુષાર્થ કરવાથી કેવળલક્ષ્મી મેળવવી સુલભ છે તે જણાવતાં બીજાં બે ચિહ્નો લક્ષ્મીના બીજા બે હાથમાં હોય છે. વળી, લક્ષ્મીના ચાર હાથ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને પરૂપ મોક્ષમાર્ગનું નિરૂપણ બતાવે છે. આવા ગૂઢાર્થનો લક્ષ થવાથી માતા પોતાનાં બાળકનું ઉત્તમ ભાવિ જાણી શકે છે.
પાંચમું સ્વપ્ન ફૂલની બે માળા ચૌદમાંના એક સ્વપ્નમાં જિનપ્રભુના માતા બે ફૂલની માળાનાં દર્શન કરે છે. આ માળા ઉત્તમ પ્રકારનાં મોતીમાંથી બનેલી હોય છે, અને દૂરથી જોતાં બીડાયેલું ફૂલ હોય એવો આકાર પ્રત્યેક મોતી ધરાવતું હોય છે. પ્રત્યેક માળામાં ૧૦૮ મોતી હોય છે જે પંચપરમેષ્ટિ ભગવંતના ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે. પાંચ પરમેષ્ટિના કલ્યાણભાવને એકત્રિત કરી, એક સૂત્રે ગૂંથી તેના સરવાળારૂપનો કલ્યાણભાવ આ બાળક ભાવિમાં પ્રસારિત કરશે એવો ગર્ભિત ધ્વનિ તેમાંથી સંભળાય છે.
આ માળા મુખ્યતાએ જોડકામાં યુગલરૂપે હોય છે. તેનું સંભવિત કારણ એ સમજાય છે કે શ્રી પ્રભુએ આવી ઉત્તમ પદવી મેળવી સર્વ પંચપરમેષ્ટિના કલ્યાણભાવને એકત્રિત કરી જગતજીવોને ભેટ આપવાની શક્તિ મેળવવાનું વરદાન બે ભવ પહેલાં મેળવ્યું છે. અને તે વરદાનને સફળ કરે તેવા ભાવનું ઘૂંટણ અને પરમેષ્ટિના ગુણોને એકબીજામાં સમરસ કરતા જવાનું કાર્ય તેઓ તે વરદાન મળ્યું (નામકર્મ નિકાચીત
Page #74
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
થયું) ત્યારથી ઉત્તરોત્તર ચડતી ગુણવત્તાએ કરતા રહ્યા છે, જેના ફળરૂપે તેઓ આ જન્મમાં પંચપરમેષ્ટિના સમસ્ત ગુણો સમાઈ જાય તેવા કલ્યાણના પરમાણુઓનું સર્જન કરી જગતજીવોને અણગાર ધર્મ (મુનિની ચર્યા) અને આગાર ધર્મ (ગૃહસ્થની ચર્યા) રૂપે ભેટ આપનાર છે. બે ભવ પહેલાં જે ઉત્તમ ગુણો ખીલવવાની શરૂઆત થઈ હતી, તે આ જન્મમાં પૂર્ણતા પામનાર છે, અને ઉત્તમોત્તમ કહી શકાય તેવાં કલ્યાણનાં પરમાણુઓની ભેટ જગતજીવોને તેમના થકી પ્રાપ્ત થવાની છે એવું સૂચવન આ માળાઓ કરી જાય છે. આમાં ઉપયોગમાં લેવાયેલાં મોતી દેવલોકમાં ઉત્પન્ન થયેલાં હોય છે, અને કેટલાંક મોતી ઐરાવત હાથીનાં કુંભસ્થળમાં પાકેલાં ગજમોતી હોય છે. આ મોતીઓ એવા ઉત્તમ પ્રકારનાં હોય છે કે ઘણા લાંબા ગાળા સુધી ટકે છે, અને પ્રભુથી નિરૂપાયેલો અણગાર ધર્મ તથા આગાર ધર્મ સનાતન તથા મંગલમય છે તે દર્શાવનાર પણ હોય છે.
જે ભવ્ય જીવે જિન નામકર્મ બાંધ્યા પછી દેવલોક કે નરકનો ભવ કુદાવી મનુષ્ય જન્મ મેળવ્યો હોય, તેમના માતા આ બે માળાને એકસાથે અડોઅડ રહેલી જુએ છે. અન્ય માતાઓ બંને માળાને અમુક અંતરે રહેલી જુએ છે. એ વચ્ચેનો ગાળો બે મનુષ્ય જન્મ વચ્ચેના દેવ કે નરકના આયુષ્યના કાળની ઝાંખી આપે છે.
છઠું સ્વપ્ન પૂર્ણ ચંદ્રમાં ચંદ્ર પોતાની શીતળતા અને મધુરતા ફેલાવવા માટે પ્રસિદ્ધ છે. તેનાં કિરણો શાંતિ આપનાર, ઠંડક આપનાર છતાં તેજસ્વી હોય છે. એમાં પણ ખીલેલી પૂર્ણિમાનો ચંદ્ર વિશેષ પ્રકાશિત બની અન્ય પદાર્થોને પણ પ્રકાશિત કરે છે અર્થાતુ બીજાથી જોઈ શકાય તેવા બનાવે છે. શ્રી પ્રભુનાં માતા પોતાના ભાસમાં પૂર્ણ ચંદ્રને તેની ચાંદની સાથે જુએ છે. એનો પરમાર્થ એ સમજાય છે કે આવનાર બાળક જગતજીવોને ચંદ્ર સમાન શીતળતા આપનાર થશે. ગર્ભમાં આવતાં માતાને તેના થકી શાંતિનું વેદન થાય છે, જન્મ થતાંની સાથે માતા ઉપરાંત સર્વ પરિવારને તથા પરિજનોને શાંતિનો અનુભવ થાય છે અને તે બાળક ઘાતકર્મથી નિવૃત્ત થાય ત્યારે જગત આખાને તેના
૪૮
Page #75
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
થકી શાંતિનું વદન થાય તેવી સમર્થતા તેનામાં પ્રગટ થવાની છે. આવનાર બાળક થકી તેના સંપર્કમાં આવનાર કોઈ પણ જીવને ઠંડકનો અનુભવ મળે એમ છે એવું સૂચન આ સ્વપ્નથી થાય છે.
બીજી અપેક્ષાએ વિચારીએ તો ચંદ્રને અમૃત વરસાવનાર ગણવામાં આવે છે. અમૃતપાનથી સહુ કોઈને શાતા અને શીતળતાનો અનુભવ થાય છે. તે રીતે જોતાં પ્રભુ ભાવિમાં અન્ય સહુ જીવો પર અમૃતમય વાણીની વર્ષા કરવાના છે; જેના થકી, જેનો આધાર લઈ એ જીવો ધારે તો સંસારનાં સર્વ દુઃખોનો પાર પામી શકે તેમ છે તે જણાય છે. આવી અમૃતમય શીતળ કરનારી વાણીનો ફેલાવો ચંદ્રની ચાંદનીની જેમ આખા જગત પર પક્ષપાતરહિત પણે થવાનો છે તેનું ગર્ભિત સૂચન પણ મળી જાય છે. પ્રભુના આત્માની સ્થિતિનો વિચાર કરીએ તો સમજાય છે કે પ્રભુ ગર્ભકાળથી જ સતત સુધારસનું વેદન કરતા હોય છે, અને તે અમૃતપાનના આધારથી ગર્ભકાળનાં અતિ ભયંકર કષ્ટ પણ સમભાવથી સભાનપણે વેદી નિવૃત્ત કરતા જતા હોય છે. આવા બળવાન સુધારસના વેદનને લીધે, તેમનો જન્મ થયા પછી જે કોઈ જીવ તેમનાં સંપર્કમાં અને સાનિધ્યમાં આવે તે શીતળતા અનુભવે અને પોતાનાં વિપરીત કર્મોદયને પણ સમતાથી સહી શકે. એમનાથી ફેલાતી આવી શીતલ રેલીના પ્રતિકરૂપે પ્રભુનાં માતાને પૂર્ણિમાના ચંદ્રના દર્શન થાય છે.
સાતમું સ્વપ્ન સૂર્ય સૂર્ય પોતાનાં તેજથી આખી પૃથ્વીને પ્રકાશિત કરે છે; અને તેનાં પ્રકાશમાં જગતનાં સર્વ પદાર્થો દશ્યમાન થાય છે. વળી, સૂર્ય એ જ્યોતિષિક દેવ છે. જેના આધારે ભૂત, વર્તમાન તથા ભાવિનું કેટલુંક જ્ઞાન મનુષ્ય મેળવી શકે છે. આવા પૂર્ણ પ્રકાશિત સૂર્યને કેવળજ્ઞાનનું પ્રતિક ગણવામાં આવે છે. જેમ સૂર્યના તેજથી સૃષ્ટિનાં સર્વ પદાર્થો ભાસ્યમાન થાય છે તેમ કેવળજ્ઞાનથી લોકાલોકના સર્વ પદાર્થો આત્મા જાણી શકે છે, જોઈ શકે છે.
આવા પૂર્ણ તેજસ્વી સૂર્યનાં જ્યારે દર્શન થાય છે, ત્યારે તેનાથી એમ સૂચવાય છે કે આવનાર બાળક વર્તમાન ભવમાં સૂર્ય જેવો પ્રકાશ મેળવી સર્વને પ્રકાશિત કરશે.
૪૯
Page #76
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
અર્થાત્ ચારે ગતિનાં જીવોને મોક્ષમાર્ગમાં આગળ વધવા પ્રતિબોધી શકશે. પ્રભુનું કાર્ય સૂર્ય જેવું જ રહેશે; તેઓ અન્ય અબુઝ જીવોને બુઝાવી પ્રકાશિત કરશે. સૂર્યનાં તેજ સામે અન્ય સર્વ પ્રકારનાં તેજ જેમ ઝાંખા લાગે છે તેમ આ પ્રતાપી તેજસ્વી પુત્ર સામે અન્ય સર્વ જીવો ઝાંખા જણાશે. વળી જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય એ આત્મશક્તિનું અને યશનું પ્રતિક ગણાય છે, એ જ રીતે પ્રભુ પણ જન્મ ધારણ કર્યા પછી એવા જ તેજસ્વી અને યશસ્વી રહેશે, એવું વર્તમાન ભવનું સૂચન આ સ્વપ્નથી વ્યક્ત થાય છે. ગર્ભમાં આવતાંની સાથે જ પ્રભુનાં યશ તથા કીર્તિ ચોમેર ફેલાવા લાગે છે. તેમના આવા પ્રભાવને કારણે જ ચોંસઠ ઇન્દ્રો અને અન્ય દેવો તેમનાં ગર્ભ કલ્યાણક તથા જન્મકલ્યાણકની ઉજવણી કરે છે.
જે સમયે માતાને સૂર્યનાં દર્શન થાય છે તે સમયે શકેંદ્રનું આસન ડોલે છે, અને તેમને પ્રભુનું ગર્ભકલ્યાણક ઉજવવાની આજ્ઞા થાય છે. તે પછીની લગભગ બે ઘડીમાં આ કલ્યાણકનો ઉત્સવ ઉજવાય છે.
આઠમું સ્વપ્ન ધર્મધજા ધર્મનું પ્રતિનિધિત્વ કરતી ધર્મધજા ખૂબ પવિત્ર ગણાય છે. આવી ધજા જેને પ્રાપ્ત થાય છે તે અવશ્ય કોઈ ને કોઈ રૂપે ધર્મનો ફેલાવો કરે છે, અથવા તો ધર્મની પ્રભાવના કરે છે; અને એ દ્વારા અન્ય જીવો પર ઉપકાર કરે છે. પ્રભુનાં માતા સ્વપ્નમાં એકલી ધજા જોતા નથી, પણ મંદિર પર ફરકતી ધજાનાં દર્શન કરે છે. આ સ્વપ્નનો અર્થ આ રીતે વિચારી શકાય.
મંદિર એ એવું પવિત્ર સ્થળ છે કે જ્યાં જગતજીવોનાં પાપ ધોવાય છે. જે પવિત્ર સ્થાનમાં જીવ પ્રભુ સમક્ષ પોતાના દોષો કબૂલી, પોતાને સુધારવાની વિનંતિ કરી, હળવો બની, સદાચારનો સ્વીકાર કરી સન્માગ બનતો જાય છે, પ્રભુના અવર્ણનીય ગુણો વિશે વિચારક બની, પોતાના દોષોથી છૂટતો જાય છે. જગતનાં કાવાદાવા, રાગદ્વેષ આદિથી છૂટા પડવા માટેની હિંમત તે અહીંથી મેળવતો જાય છે. આવા પવિત્ર થવા માટેના જે આચાર છે તેનું પ્રતિક ધજા છે. મંદિર પર ફરકતી ધજા
Page #77
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
લંબત્રિકોણાકારની હોય છે. ત્રિકોણની ત્રણ બાજુ જ્ઞાન, દર્શન અને ચારિત્ર, અને તેની દાંડી અથવા સ્થંભ તે જ્ઞાન, દર્શન તથા ચારિત્રયુક્ત જીવ. ધર્મનું યથાર્થ નિરૂપણ કરવા માટે આત્માની અંતરંગ કક્ષા ઘણી ઊંચી હોવી જરૂરી છે, જેટલી દશાની અપૂર્ણતા તેટલી ધર્મની પ્રભાવનામાં કચાશ આવવાની સંભાવના છે. પ્રભુનાં માતાને જે ધર્મધજાનાં દર્શન થાય છે, તે એમ સૂચવે છે કે આવનાર બાળક જ્ઞાન, દર્શન ચારિત્રથી પૂર્ણ બની ધર્મને ટેકારૂપ બનશે, અને જ્યાં જ્યાં તે વિચરશે ત્યાં ત્યાં તેના થકી મંદિર જેવી પવિત્રતા સ્થપાતી જશે. ફરકતી ધજા એ પ્રભુનો વિહાર સૂચવે છે. આ પ્રકારે આ સ્વપ્ન પ્રભુનાં ઉત્તમ ભાવિનું સૂચન કરે છે.
નવમું સ્વપ્ન જ્ઞાનકુંભ
ઉપરથી સાંકડો દેખાતો અને નીચેથી પહોળો દેખાતો એવો કળશના આકારનો કુંભ માતા સ્વપ્નમાં જુએ છે. આવા કુંભને જો ઉપરથી જોવામાં આવે તો તેમાં કેટલું પ્રવાહી ભરેલું છે તેનો સાચો અંદાજ આવી શકતો નથી. આ પરથી શ્રી તીર્થંકર પ્રભુનાં જ્ઞાનનાં ઊંડાણની સમજણ આપણને મળે છે. શ્રી પ્રભુને ગર્ભમાંથી અને જન્મતાંની સાથે જ જ્ઞાનનો ઘણો ઉઘાડ હોય છે, પરંતુ તેનો અંદાજ તેમના પોતાના સિવાય અન્યને બહુ આવતો નથી. આ કુંભદર્શનનો ભાવાર્થ એ છે કે માતાને ત્યાં જ્ઞાનથી ભરપૂર એવા બાળકનો જન્મ થવાનો છે. અમૃતથી ભરેલા કુંભથી એ સૂચવાય છે કે પ્રભુનું જ્ઞાન અમૃતરૂપે પરિણમવાનું છે. એમનાં જ્ઞાનનું જે જીવ સહ્રદયતાથી પાન કરશે તેનાં અનાદિકાળથી ચાલ્યા આવતાં રાગ, દ્વેષ અને અજ્ઞાન ટળી જશે.
આ કુંભને ફરતા સ્વસ્તિક, ઓમ અને શ્રી એ ત્રણ પ્રતિકો મુખ્યતાએ હોય છે. તે ત્રણે જ્ઞાન, દર્શન અને ચારિત્રનું પ્રતિનિધિત્વ ધરાવે છે. સ્વસ્તિક પ્રભુથી ચારે દિશામાં થતું મંગળ ધર્મપ્રવર્તન બતાવે છે. ચારે તરફ ધર્મપ્રવર્તન કરવા માટે જ્ઞાનની સૌથી વિશેષ જરૂરિયાત રહે છે એ અપેક્ષાએ સ્વસ્તિક એ જ્ઞાનનું પ્રતિક બને છે. ૐ એ પંચપરમેષ્ટિ ભગવંતનું પ્રતિનિધિત્વ કરે છે, અને શુધ્ધ આચારની સમજણ, સાચી દષ્ટિ એમની પાસેથી મળે છે તેથી ૐ દર્શનગુણનું પ્રતિક બને છે. શ્રી તીર્થંકર
૫૧
Page #78
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
પ્રભુની દેશના છૂટે છે ત્યારે તેમના દેહના પ્રત્યેક રોમમાંથી ૐ ધ્વનિ છૂટે છે. જે આચારને શુદ્ધ કરવાની ચાવીરૂપ બની, હિંસાદિ પ્રવૃત્તિથી જીવને બચાવી, જીવનાં દર્શનાવરણને હળવું કરતો જાય છે. આ અપેક્ષાએ ૐ દર્શનનું પ્રતિક થાય છે. અને શ્રી ચારિત્રનું પ્રતિક બને છે. ચારિત્ર એટલે આત્માનું સ્વમાં રમવું, અને સર્વ પરવસ્તુ સાથેના જોડાણથી છૂટવું. ક્રમે ક્રમે વિકાસ કરતાં કરતાં જીવ આવા ઉત્તમ ચારિત્રને મેળવી શકે છે. મન, વચન અને કાયાની એકતારૂપ ચારિત્ર જીવ શુક્લધ્યાનમાં જતો થાય ત્યારે તેને પ્રાપ્ત થાય છે. એ વખતે બને છે એવું કે જીવના રુચક પ્રદેશોને પૂર્વ દિશામાંથી નિહાળવામાં આવે તો તેમાંથી શ્રીની આકૃતિ નિર્માણ થાય છે. આવી આકૃતિ જીવ શુક્લધ્યાનમાં જાય ત્યારે ઉત્પન્ન થાય છે, અને તે જીવ જેમ જેમ વિશેષ કાળ માટે શુધ્યાનમાં રહે તેમ તેમ તે આકૃતિ લાંબા સમય માટે રહે છે, અને સર્વજ્ઞ પ્રભુને કેવળજ્ઞાન થયા પછી સતત રહે છે. આથી શ્રી એટલે ચારિત્ર એવો અર્થ પ્રચલિત છે, ચારિત્ર એ આત્માને માટે લક્ષ્મીરૂપ – ધનરૂપ હોવાથી શ્રી એટલે લક્ષ્મી એવો અર્થ પણ પ્રચલિત થયેલો છે. તેથી વ્યવહારમાં પણ શ્રીયુક્ત એટલે ચારિત્ર તથા લક્ષ્મી સહિત એમ ગણતરી કરાય છે.
સ્વસ્તિક, ઓમ અને શ્રી એ ત્રણે કુંભમાં મૂકાયા છે, તે ત્રણેનો સંગમ એ બતાવે છે કે આવનાર બાળક જ્ઞાન, દર્શન તથા ચારિત્રનો ધર્તા બની જ્ઞાનની લહાણી કરશે. કુંભમાં નીચેના ભાગમાં કમળની આકૃતિ કોતરાયેલી હોય છે. આ કમળને ૧૦૦૮ પાંખડી હોય છે, તેનાથી નક્કી થાય છે કે શ્રી પ્રભુ ૧૦૦૮ ઉત્તમ લક્ષણો ધરાવનાર બની આ સંસારમાં જળકમળવત્ રહેવાના છે.
દશમું સ્વપ્ન – પદ્મ સરોવર સામાન્યપણે શ્રી પ્રભુનાં માતા જ્ઞાનકુંભનાં દર્શન કર્યા પછી, ભરપૂર ખીલેલાં કમળવાળા, નીલા રંગનાં પાણીથી શોભતા વિશાળ સરોવરનાં દર્શન કરે છે. આ દર્શનથી માતાને ખૂબ જ શાંતિ તથા આનંદની પ્રાપ્તિ થાય છે. આ પદ્મ સરોવર આ સૃષ્ટિના રમણીય અને શાતાકારી વિભાગ દેવલોકનું પ્રતિનિધિત્વ ધરાવે છે. જેમ કોઈ
Page #79
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
પથિક મુસાફરીના પરિશ્રમથી અને તાપથી પીડાયા પછી, જો સુંદર સરોવરના કિનારે પહોંચે છે તો ત્યાંના શીતળતાથી લહેરાતા સમીરથી અને તળાવનાં સૌંદર્યપાનથી તે પથિક થાકથી નિવૃત્ત થાય છે અને આગળની સફર કરવા માટે શક્તિ મેળવી લે છે, તે જ પ્રમાણે સંસારની માઠી ગતિના અનેકવિધ પરિતાપોથી થાકેલો જીવ, પોતે કરેલી શુભ પ્રવૃત્તિના ઉદયના કારણે દેવલોકરૂપ સરોવર પાસે આવે છે ત્યારે ત્યાંના શાતાવેદનીયના ઉદયથી તે પોતાનો શ્રમ ઘટાડે છે, સંસારના પરિતાપોને ભૂલી જાય છે. અને નવાં પરિભ્રમણ માટે શ્રમ લેવા શક્તિ મેળવે છે. આ રીતે દેવલોક એ સુંદર સરોવર સમાન છે, અને નીલું પાણી એ ભૌતિક સુખોનું સામ્રાજ્ય બતાવે છે.
પાણીથી ભરપૂર સરોવરમાં અનેક કમળો ખીલેલાં હોય છે, તે બધાં કમળો દેવોનાં પ્રતિક છે. આ કમળો એવા દેવોના પ્રતિક છે કે જે દેવો ભાવિમાં કમળની જેમ નિર્લેપ બની સંસારમાં રહેવાના છે, એટલે કે તેઓ પોતાની આત્મદશા ઊંચી કરી કેવળલક્ષ્મીને વરવા તત્પર બનવાના છે. આ સરોવરમાંના કમળની સંખ્યા, તીર્થપતિથી જેટલા દેવો બૂઝવાના હોય તેટલી હોય છે. તેમાં જેટલાં કમળ અર્થાત્ પદ્મ પૂર્ણતાએ ખીલેલાં હોય તેઓ તે પછીના મનુષ્ય જન્મમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરી એકાવનારી બનનાર હોય છે. બાકીનાં અર્ધ ખીલેલાં કમળોની સંખ્યા જેટલા દેવો ભવાંતરે કેવળલક્ષ્મીને વરનાર હોય છે, તેટલી હોય છે.
આ પદ્મસરોવરથી એ સૂચવાય છે કે ભરપૂર શાતાના ઉદયો વચ્ચે રહેતા દેવોને પણ મોક્ષમાર્ગમાં તીર્થંકર પ્રભુ દોરી શકે છે એવી તેમની મહત્તા છે. આવો પ્રભુનો અદ્ભુત મહિમા સ્પષ્ટ થાય છે. ભાવિમાં પૂર્ણ થનારા દેવો, પ્રભુની દેશના વખતે સમવસરણાદિ અતિશયો પ્રગટ કરી પ્રભુનો ઉત્તમ મહિમા જગતજીવોને સમજાવે છે.
અગ્યારમું સ્વપ્ન – ક્ષીર સમુદ્ર સંસારને સમુદ્રની ઉપમા આપવામાં આવે છે. સંસાર એ સમુદ્ર જેવો વિશાળ છે. તેમાં ઉછળતાં મોજાંની જેમ અનેકાનેક આપત્તિઓ સંસારમાં આવતી રહે છે. આપત્તિરૂપ
૫૩
Page #80
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
મોજાંની ઝાપટથી સંસારરૂપી સમુદ્રમાં પ્રાણી ગળકાં ખાતો રહે છે અને દુઃખ વેદતો રહે છે. પ્રભુનાં માતા ક્ષીરસમુદ્રનાં દર્શન કરે છે. ક્ષીર સમુદ્ર એટલે દૂધનો દરિયો. દૂધ જેમ સર્વ પ્રકારે ગુણકારી છે, તેમ ધર્મ પણ સર્વ પ્રકારે ગુણકારી છે. ધર્મનું પાન કરવાથી પ્રાણી આ સંસારસાગરને પાર કરવા સમર્થ બને છે.
આ ક્ષીરસાગરના દર્શનથી એ સમજાય છે કે આવનાર બાળક ધર્મામૃતની સહાયથી સંસારસમુદ્રને પાર કરવાની અણી સુધી પહોંચ્યા છે. માતા પોતા ત૨ફ કિનારો અને બીજી ત્રણ બાજુ વિશાળ સમુદ્રને ઘૂઘવતા મોજાં સાથે જુએ છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે અનેક પ્રકારની આપત્તિઓ તથા વિપત્તિઓનો સામનો કરી, તેને પસાર કરી પ્રભુ સંસારસાગરના કાંઠા સુધી આવી ગયા છે, અને તેમ કરવામાં આત્મધર્મનો ફાળો ઘણો મોટો રહેલો છે. સાથે સાથે તેનાથી એ પણ સમજાય છે કે તેઓને સમુદ્રનાં પેટાળમાં રહેલાં રત્નો અર્થાત્ જ્ઞાનસાગરનાં અમૂલ્ય એવાં જ્ઞાન, દર્શન તથા ચારિત્ર રૂપ કિંમતી રત્નની પ્રાપ્તિ પણ થઈ છે.
શ્રી તીર્થંકર પ્રભુનાં માતા ભરતી સમયના સમુદ્રનાં દર્શન કરે છે. તેમાં વિશાળ મોજાંઓ દૂર દૂરથી નજીક આવી, કાંઠા પર વિરમી જાય છે. એ સ્થિતિ એમ સૂચવે છે કે અનેક જીવ પ્રભુના બોધ થકી સંસારસમુદ્રનો પાર પામવાના છે, અર્થાત્ પ્રભુની પ્રત્યેક દેશના વખતે પ્રાણીઓ સંસારની અસારતા જાણી, તેનાથી છૂટવા અને આત્મસુખનાં શિખરે પહોંચવા પુરુષાર્થ આદરવાના છે. આ દૃષ્ટિકોણથી વિચારતાં આ સ્વપ્ન દ્વારા પ્રભુનાં ભૂતકાળ તથા ભાવિકાળ બંને વિશેની સમજણ મળે છે.
- દેવવિમાન અથવા ભવન
બારમું સ્વપ્ન
શ્રી પ્રભુનાં માતા પ્રભુ જે ગતિમાંથી આવ્યા હોય તે અનુસાર દેવિવમાન અથવા ભુવનને જુએ છે. આમ આ સ્વપ્ન પ્રભુનાં પૂર્વજન્મની ઓળખ માતાને આપે છે.
-
તીર્થપતિ જો દેવગતિમાંથી અવીને મનુષ્યગર્ભમાં આવ્યા હોય તો તેઓ જે દેવવિમાનમાં છેલ્લે વસ્યા હોય તે દેવવિમાનનાં દર્શન માતા કરે છે. તેઓ દેવગતિનાં
૫૪
Page #81
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
અલભ્ય સુખોની વચ્ચે પણ કેવી નિર્લેપતાથી રહેતા હતા તેની ઝાંખી પણ તેમને મળે છે. અને દેવગતિનાં સુખોની વચ્ચે રહેવા છતાં આત્મશાંતિ અનુભવવા માટે તેઓ કેવા પુરુષાર્થી હતા તે માતાને અનુભવાય છે.
વળી, જો તીર્થપતિ નરકગતિમાંથી નીકળી મનુષ્યના ગર્ભમાં આવ્યા હોય તો તેઓ જે ભુવનમાં રહ્યા હોય તે ભુવનને માતા જુએ છે. અને એ પરથી તેમને બાળયોગીના પૂર્વજન્મની જાણકારી મળે છે. નરકગતિનાં અસહ્ય તાપમાં તેમણે કેવી નિર્લેપતા તથા સહિષ્ણુતા રાખી હતી તથા ભયંકર શીતવાળી સ્થિતિમાં પણ કેવી અપૂર્વ સમતા રાખી હતી તેની સમજણ માતાને મળે છે. અને એ દ્વારા પ્રભુના જીવે કરેલી બળવાન નિર્જરાનો અણસાર તેમને આવે છે. તીર્થપતિનો જીવ નરકમાં હોય તો તે પહેલી ત્રણમાંની એક નરકમાં હોય છે, તેથી નીચેની નરકમાં તેવો જીવ ક્યારેય ઉત્પન્ન થતો નથી.
અપવાદરૂપ કોઈ તીર્થંકર પ્રભુ જો પૂર્વની મનુષ્યગતિમાંથી વર્તમાન મનુષ્યગર્ભમાં આવ્યા હોય તો તેમના માતા દેવવિમાન કે નરકના ભુવનને બદલે મનુષ્યગતિમાં તેઓ જે આવાસમાં રહ્યા હોય તે આવાસને દેખે છે. સાથે સાથે શાતાશાતારૂપ શુભાશુભ કર્મોદયની સ્થિતિમાં તેમણે સેવેલાં સમપરિણામનો પડઘો માતાના હૃદયમાં ઉત્પન્ન થાય છે, અને બાળક પ્રતિનો તેમનો પ્રેમભાવ ઉછળે છે.
તેરમું સ્વપ્ન – રત્નરાશિ શ્રી પ્રભુનાં માતા એક સ્વપ્નમાં વિવિધ રત્નોથી રચાયેલો એક મોટો ઢગલો જુએ છે. ઢગલાનાં પ્રત્યેક રત્ન ખૂબ તેજસ્વી હોય છે. લોકનાં પ્રત્યેક ઉત્તમ સ્થળમાંથી પ્રાપ્ત કરેલાં ઉત્તમ રત્નોથી આ રત્નરાશિ બન્યો હોય છે. પ્રત્યેક રત્નો તેજ સાથે વિવિધ પ્રકારના રંગની ઝાંય બતાવે છે. મુખ્યતાએ જાંબુડી, નીલા, વાદળી, લીલા, પીળા, કેસરી અને લાલ રંગની ઝાંય આપનાર સાત પ્રકારનાં રત્નો હોય છે, અને બાકીનાં આ રંગોના મિશ્રણવાળા રત્નો હોય છે. આમાંના પહેલાં ત્રણ પ્રકારનાં રત્નો દેવલોકમાં ઉત્પન્ન થયેલા ઊંચા પ્રકારનાં રત્નો હોય છે, તે પછીનાં ત્રણ પ્રકારનાં રત્નો મહાવિદેહ
પપ
Page #82
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
ક્ષેત્રમાંથી નિષ્પન્ન થયેલાં અમૂલ્ય રત્નો હોય છે, અને લાલ રંગના માણેક રત્ન ભરત ક્ષેત્રની ઉત્તમ સંપત્તિ ગણાય છે. આ સર્વ પ્રકારનાં રત્નોનાં કિરણો એકબીજામાં ભળી જઈ શ્વેત તેજસ્વી કિરણરૂપ બની જાય છે. સાથે સાથે તે રત્નરાશિમાં અન્ય સાત પ્રકારનાં ઉત્તમ શ્વેત રત્નો પણ રહ્યાં હોય છે. એમાંના કેટલાંક રત્નો દેવલોકનાં, કેટલાંક રત્નો મહાવિદેહ ક્ષેત્રનાં, કેટલાંક ભરતક્ષેત્રનાં અને કેટલાંક રત્નો ઐરાવત ક્ષેત્રમાંથી પ્રાપ્ત થયેલાં હોય છે, આ રીતે આ રત્નરાશિમાં મુખ્યતાએ ચૌદ પ્રકારનાં રત્નોનું મિશ્રણ થાય છે.
સાત રંગીન રત્નો પ્રથમના સાત ગુણસ્થાનની સમજ આપે છે. અને પછીનાં સાત પ્રકારનાં શ્વેત રત્નો શ્રેણિના ગુણસ્થાનનો બોધ કરે છે. જીવ જેમ જેમ પહેલા ગુણસ્થાનથી આગળ વધતો જાય છે તેમ તેમ તે કષાયની મંદતા કરી શ્વેતપણું ગ્રહણ કરતો જાય છે. જાંબલી, ગળી, ભૂરો, લીલો, પીળો, નારંગી અને લાલ રંગના મિશ્રણથી શ્વેત રંગ બને છે. આ પ્રત્યેક રંગ કષાયની કાલિમાનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યાં સુધી જીવ સંસારમાં રસપૂર્વક રહે છે ત્યાં સુધી એને સર્વ કષાયો સંસારમાં ડૂબાડી રાખે છે. પણ જેવો તે કષાયથી અલિપ્ત થઈ સ્વસ્વરૂપ પ્રતિ વળે છે તેવો તેને પોતાના આત્માની ચેતતાનો – શુધ્ધતાનો અનુભવ મળે છે. એટલે કે સાતે રંગો એકરૂપ થાય છે, સંસારની આસક્તિ તૂટે છે અને સાતમા ગુણસ્થાને આવતાં શ્વેતતા - શુધ્ધતાનો પરિચય થાય છે. જુદા જુદા પ્રકારની આસક્તિરૂપ વિવધ રંગો આત્માની લગનીમાં એકરૂપ થવાથી શ્વેત થઈ જાય છે. તે પછીથી વિકાસ કરતાં આઠમા ગુણસ્થાનથી આત્મા પોતાની શ્વેતતા અને તેજસ્વીતા વધારતો જાય છે, જે સાત પ્રકારનાં અન્ય તેજસ્વી શ્વેત રત્નો બતાવે છે. ચોદમાં ગુણસ્થાને આત્મા પૂર્ણ શુધ્ધ થઈ, સિદ્ધભૂમિનો નિવાસી થાય છે. પૂર્ણ શુદ્ધિનું જીવને આકર્ષણ થાય તે માટે આ શ્વેત કિરણો શુક્લધ્યાનની મહત્તા જીવને અવ્યક્તપણે સમજાવે છે. અને તેનાં આધારે જીવ પૂર્ણતા સુધીનો વિકાસ કરે છે.
રંગીન રત્નોના સમૂહનાં કિરણોથી જે શ્વેત તેજસ્વી કિરણો નિષ્પન્ન થાય છે તે કિરણોનાં દર્શન પ્રભુના આત્માને શ્રેણિ માંડતા પહેલાં થાય છે. અને શ્વેત રત્નોનાં
૫૬
Page #83
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
શ્વેત કિરણનાં દર્શન પ્રભુને એ જન્મમાં જ્યારે પહેલીવાર શુક્લધ્યાનનો સ્પર્શ થાય છે ત્યારે થાય છે. આ ચૌદે પ્રકારનાં રત્નોનો સમૂહ પ્રભુનાં માતા એક ઢગલા રૂપે જુએ છે તે એમ સૂચવે છે કે તેમનું બાળક સાતમો ગુણસ્થાન સુધીનો વિકાસ કરીને આવ્યું છે અને બાકીનો વિકાસ પૂર્ણતાએ કરી આ જન્મમાં જ પૂર્ણતા પ્રાપ્ત કરી લેનાર છે.
ચૌદમું સ્વપ્ન – નિધૂમ અગ્નિ નિધૂમ અગ્નિ એટલે ધૂમાડા વગરનો અગ્નિ. માતા વેદી પર પ્રજ્વલિત થતો ધૂમાડા વગરનો અગ્નિ જુએ છે. તેની જ્વાળાઓ ઘણી ઊંચી જતી હોય છે, પણ તેમાં ક્યાંય ધૂંધળાપણું રહેલું હોતું નથી. આનો અર્થ એ કરી શકાય કે પૂરબહારમાં અગ્નિ પ્રજળે છે. અગ્નિની પ્રબળતા ઘણી હોય ત્યારે તેમાંથી ધૂમાડો નીકળતો નથી, વસ્તુ અડધી બળે તો ધૂમાડો ઉત્પન્ન થાય, પરંતુ જે વસ્તુ તરતમાં જલદીથી પૂર્ણતાએ બળે તેમાંથી ધૂમાડો નીકળતો નથી. આમ માતાને જે નિધૂમ અગ્નિના દર્શન થાય છે તે એમ બતાવે છે કે જન્મ ધારણ કરનાર બાળકનાં કર્મો આ રીતે ભડકે બળવાનાં છે, તેમાંથી નવાં કર્મો (ધૂમાડો) ભાગ્યે જ ઉત્પન્ન થશે, અને છેવટમાં એક પણ કર્મ તેના આત્મા પર બચી શકવાનું નથી. અગ્નિની લાલ શિખા એ બતાવે છે કે એ ભડભડ બળતો અગ્નિ સંસારની સમાપ્તિ કરાવનાર છે, કારણ કે લાલ રંગ એ સંસારની વૃદ્ધિ કરાવનાર તત્ત્વનું પ્રતિક છે, અને ભડકે બળતો અગ્નિ સંસારની વૃદ્ધિ કરનાર તત્ત્વને ક્ષીણ કરનાર છે. આ અગ્નિ વેદી પર પ્રજવળતો દેખાય છે તે એમ બતાવે છે કે કર્મો જેમ જેમ ક્ષીણ થતાં જાય છે, તેમ તેમ તે આત્મામાં શીતળતા વધતી જાય છે.
આ ચૌદ સ્વપ્નોનું તારણ કાઢીએ તો આપણને સમજાય છે કે આવનાર બાળકના નિમિત્તથી ચારે ગતિનાં જીવો બૂઝવાના છે. હાથી તથા સિંહ તિર્યંચ ગતિનાં જીવ પ્રતિબોધ પામશે એમ સૂચવે છે, લક્ષ્મી તથા ધર્મધજા એ મનુષ્યોનો વિકાસ થવાનો છે એ બતાવે છે, અને પદ્મસરોવર, સૂર્ય તથા ચંદ્ર દેવોના પ્રતિબોધને સમજાવે છે, ભવન, કુંભ તથા અગ્નિ નરકગતિનાં જીવોનું પ્રતિબોધ પામવાપણું સૂચવે છે.
પ૭
Page #84
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
પ્રભુનાં માતા સ્વપ્નદર્શન પૂર્ણ કરે છે ત્યારે શક્રંદ્ર પ્રભુની સ્તુતિ કરે છે, અને અન્ય દેવો સમક્ષ પ્રભુનો મહિમા વર્ણવી, સહુને પ્રભુ સન્મુખ કરવા તેમનું ગર્ભકલ્યાણક ઉજવે છે.
પ્રભુ ગર્ભમાં આવે ત્યારથી તે ધરતી પર સુકાળ વર્તે છે, ધન, ધાન્ય, માપસર વર્ષા, અને અન્ય સમૃદ્ધિથી તે ક્ષેત્ર ભરપૂર બને છે, ચોમેર સુખ અને શાંતિનું સામ્રાજ્ય વધતું જાય છે. દુઃખ તથા દુર્ભિક્ષ પ્રભુના પુણ્યપ્રભાવથી અલ્પ ને અલ્પ થતાં જાય છે. પ્રભુને ગર્ભકાળમાં અમુર્છિત સ્થિતિ હોવાને લીધે તેમનાં અશાતા વેદનીય કર્મની અતિ બળવાન નિર્જરા થાય છે, તેમનો કલ્યાણભાવ પ્રબળતાથી વધતો જાય છે અને તેનો પ્રભાવ બાહ્ય સંસારી ક્ષેત્રમાં પણ પ્રવર્તતો અનુભવવામાં આવે છે.
ગર્ભકાળ પૂરો થતાં પ્રભુનો જીવ મનુષ્ય જન્મ ધારણ કરે છે. એ સમયે એમનો ઉપયોગ એવો કલ્યાણમય હોય છે કે માતા સહિત કોઈને પણ તેમના જન્મ સમયે
દુઃખનો અનુભવ થતો નથી. આ સમય જગતના જીવો પર બળવાન ઉપકાર કરે છે. જગતનાં તમામે તમામ જીવો ફરીથી પરસ્પર નિર્વેરી થઈ એક સમય માટે શાતાનું વેદન કરે છે. તેની સાથે નિત્યનિગોદના જીવોમાંથી જેઓ શુભ ઋણાનુબંધી થયા છે - જેમનાં ત્રણ પ્રદેશો નિરાવરણ થયા છે, તેમનાં ચોથા પ્રદેશનું નિરાવરણપણું પ્રગટ થાય છે, અર્થાત્ તેમને ચોથો રુચક પ્રદેશ મળે છે જે પ્રદેશ પરનાં કર્મપરમાણુઓ આસપાસના પ્રદેશો પર વેરાઈ જાય છે. અને જે નવો પ્રદેશ ખૂલે છે તેના આધારે તે જીવોના ભાવિનું નિશ્ચિતપણું થતું જાય છે.
પ્રભુના ભવ્ય પુરુષાર્થની ગૌરવગાથા જગતના જીવોને જણાવવા માટે દેવો તેમનો જન્મોત્સવ ઉજવે છે. છપ્પન દિક્કુમારિકાઓ પ્રભુનું સૂતિકાકર્મ કરે છે. માતાને અવસ્વાપિની વિદ્યાથી નિદ્રા પમાડી સૌધર્મ દેવલોકના ઇંદ્ર શકેંદ્ર પ્રભુને શાશ્વતા મેરુપર્વત પર લઈ જઈ પોતાના ખોળામાં રાખે છે. અને ચોંસઠ ઇન્દ્રો તથા દેવો મળીને કુલ ૧૦૮ અમૃતના ઘડાથી પ્રભુને સ્નાન કરાવે છે. ઇન્દ્ર પોતાના હજા૨ રૂપ વિપુર્વી પ્રભુની સ્તુતિ ઉત્તમતાએ કરે છે. ઉત્સવ પૂરો થતાં ઇન્દ્ર પ્રભુને માતાની ગોદમાં મૂકી, અવસ્વાપિની વિદ્યા હરી લે છે. તે વખતથી સમિકતી દેવો માતા તથા બાળકની
૫૮
Page #85
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
સેવા કરવા સતત હાજર રહે છે. તેઓ બંનેની શાતા તથા સુખાકારી જાળવવા દેવો સતત પ્રયત્નવાન રહે છે. અને તે કાર્ય કરવામાં પોતાની ધન્યતા અનુભવે છે. આવા અતિ શુભ કર્મના ઉદયો પ્રભુનો જીવ નિસ્પૃહભાવથી ભોગવી નિર્જરાવતો જાય છે. ચોતરફના સુમેળ, સુખ અને શાંતિના વાતાવરણમાં પ્રભુનો ઉછેર થાય છે.
પ્રભુને ગર્ભકાળથી મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન પ્રવર્તતાં હોય છે. અને જન્મ થતાં દિનપ્રતિદિન તેમાં વૃદ્ધિ થતી જાય છે, અને કર્મો ક્ષીણ થતાં જાય છે. આ ત્રણ જ્ઞાનની સરખામણીમાં તેમને મન:પર્યવજ્ઞાન અલ્પતાએ ખીલ્યું હોય છે. આ સંસારકાળ દરમ્યાન તેમનો પુરુષાર્થ કર્મની ત્વરિત ગતિથી સતત નિર્જરા કરવાનો જ રહે છે.
આમ કરતાં કરતાં જ્યારે પ્રભુને દીક્ષા લેવાનો સમય નજીક આવે છે, ત્યારે એક વર્ષ પહેલાં પ્રભુને વૈભવનો ત્યાગ કરી દીક્ષા લેવાનો નિર્ણય થાય છે. સર્વસંગ પરિત્યાગ કરી, આત્મશુદ્ધિની પૂર્ણતા માટે ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરવાના ભાવ પ્રબળ બને છે. પરિણામે તેમનો જીવ ઉપરા ઉપર ત્રણ વખત શુક્લધ્યાનનો સ્પર્શ કરે છે. સાતમા ઉત્કૃષ્ટ ગુણસ્થાને વર્તતા જીવ માટે આવો ત્રણ વખતનો શુક્લધ્યાનનો સ્પર્શ એ ખૂબ જ નવાઈભરી અને આશ્ચર્યકારક હકીકત બને છે. પ્રભુના આવા ભવ્ય પુરુષાર્થથી ખૂબ જ પ્રભાવિત થઈ દેવલોકના દેવો પ્રભુને વાંદવા આવે છે. પ્રભુ દેવોને પોતાનો સંસારત્યાગ કરવાનો નિર્ણય જણાવી ધન્ય ધન્ય કરે છે. પ્રભુના આવા ઉત્તમ ભાવોની અનુમોદના કરી દેવો દેવલોકમાં જાય છે.
દેવલોકમાં ગયા પછી, જે જગ્યાએ દેવોએ પ્રભુને વાંદ્યા હોય છે તે જગ્યાએ તેઓ એક વિશાળ ચાંદીની પેટી મોકલે છે. તે પેટીમાં અનેક પ્રકારનાં કિંમતી રત્નો, આભુષણો, આભરણો આદિ રાખેલાં હોય છે. દેવોની વિનંતિથી પ્રભુ તેમાંથી યાચકોને દાન દેવાનું શરૂ કરે છે. આખા દિવસમાં દાન આપવાથી પેટી જેટલી ખાલી થઈ હોય તે રાતના દેવો દ્વારા ભરાઈ જાય છે. પ્રત્યેક યાચકને તેમની માગણી અનુસાર પ્રભુ રોજેરોજ દાન આપ્યા કરે છે. આમ એક વર્ષ સુધી ચાલે છે. આ દાન વ્યવહારમાં ‘વરસીદાન’ તરીકે ઓળખાય છે. આવાં દાનનાં કાર્ય દ્વારા પ્રભુ, પોતે પૂર્વે લીધેલાં વ્યવહારનાં ઋણને ચૂકવી અનેક શુભ કર્મોની બળવાન નિર્જરા કરે છે. સાથે સાથે સહુ
૫૯
Page #86
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
જીવો માટે બળવાન કલ્યાણભાવનું વેદન કરી પરમાર્થ પુણ્ય તથા પરમાર્થના ઋણના સંબંધો વધારતા જાય છે, જેને લીધે ભાવિમાં અનેકાનેક જીવો તેમના થકી માર્ગ પામી સંસારથી મુક્ત થવાનું અભયવચન મેળવે છે.
આ પ્રમાણે વરસીદાનનું એક વર્ષ પૂરું થાય ત્યારે લોકાંતિક દેવલોકના સમકિતી દેવો આવી, પ્રભુને વંદન કરી, તેમને દીક્ષા લેવાનો યોગ આવ્યાની જાણકારી, વિનંતિ કરી, કરાવે છે. પ્રભુને અવધિજ્ઞાન તથા મતિજ્ઞાનની વિશુદ્ધિને કારણે દીક્ષાયોગની જાણકારી હોય જ છે, પણ સ્વચ્છેદરહિત આજ્ઞાનાં મહાભ્યને જાળવવા માટે આ વિધિ દશાવાન દેવો દ્વારા થાય છે. દેવોની વિનંતિ થતાં પ્રભુ દીક્ષા લેવા તત્પર બને છે.
ભરત તથા ઐરાવત ક્ષેત્રમાં, પ્રભુ સહુની આજ્ઞા લઈ, જંગલમાં જઈ સ્વયં દીક્ષિત થાય છે. તેઓ બધો વેશ ઉતારી, કેશલોચન કરી, મુનિવેશ ધારણ કરે છે. મહાવિદેહ ક્ષેત્રમાં સાક્ષાત્ તીર્થંકર પ્રભુ બિરાજતા હોવાથી પ્રભુ તેમનાં સાનિધ્યમાં દીક્ષા ગ્રહણ કરે છે. અને પછી આરાધના કરવા જુદા પડે છે. પ્રભુ જ્યારે શિબિકામાં બેસી જંગલમાં જાય છે ત્યારે અનેક નગરજનો, રાજવીઓ, રાજકુટુંબીઓ તેમની સાથે જાય છે, અને દેવો તથા નગરજનોથી ઉજવાતા દીક્ષા મહોત્સવને પ્રત્યક્ષ નિહાળે છે. તેમાંના કેટલાક જનો વૈરાગ્ય પામી પ્રભુ સાથે દીક્ષિત પણ થાય છે. આમ દેવો તથા નગરના જનો સાથે મળી પ્રભુનાં દીક્ષા કલ્યાણકને ઉજવે છે તથા શોભાવે છે.
દીક્ષા ગ્રહણના પ્રસંગે પ્રભુને સ્વપર કલ્યાણના ભાવ એવી ઉત્કૃષ્ટતાએ વર્તે છે કે તેમનું મન:પર્યવ જ્ઞાન ખીલીને ઉત્કૃષ્ટતા મેળવે છે. અને એ સમયે જગતના સર્વ જીવો એમના કલ્યાણભાવનું નિમિત્ત પામી, પરસ્પરની વૈરવૃત્તિનો ત્યાગ કરી એક સમય માટે શાતાનું વેદન કરે છે. તેની સાથે તેમના શુભ ઋણાનુબંધી થયેલા નિત્યનિગોદના જીવો પોતાનો પાંચમો ચકપ્રદેશ મેળવવા સદ્ભાગી થાય છે. તે જીવોનો જે જગ્યાએ પાંચમો પ્રદેશ ખૂલે છે તેના આધારે તેમનાં ભાવિના ઘડતરની મજબૂતાઈ નક્કી થાય છે.
Page #87
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
દીક્ષિત થયા પછી, સર્વસંગપરિત્યાગથી શોભતા છઠ્ઠા ઉપદેશક ગુણસ્થાનનું મહત્ત્વ સાચવવા પ્રભુ એક વૈરાગ્યસભર દેશના આપે છે. એ દેશના પ્રભુની સાથે આવેલા નગરજનો અને તેમના નિમિત્તથી ખેંચાઈ આવેલા બીજા અનેક મનુષ્યો સાંભળે છે. આ દેશના સાંભળી અનેક જીવો વૈરાગ્ય પામી, સંવેગના આધારે દીક્ષિત થાય છે. આ દેશના આપ્યા પછી પ્રભુ મૌનવ્રત સ્વીકારે છે અને કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી બીજી દેશના આપતા નથી. તેઓ પોતાનાં શેષ રહેલાં કર્મોનો ક્ષય કરવા ભવ્યાતિભવ્ય પુરુષાર્થ ઉપાડે છે. તે વખતે તેઓ સર્વ દેવો તથા અન્ય શુભ ઋણાનુબંધી મનુષ્યોને પોતાની સેવામાંથી નીકળી જવાનો આદેશ કરે છે. પોતાનાં કર્મોનો સ્વયં સામનો કરવા તત્પર થાય છે કે જેથી નવાં ઋણાનુબંધ બાંધી સંસારની વૃદ્ધિ થાય નહિ. પોતે એકત્વભાવનાને નિરંતર બળવાન કરતાં કરતાં એકાકીપણે વિચરે છે. અને વિઘ્નરૂપ જે કોઈ પરિષહ કે ઉપસર્ગ પ્રાપ્ત થાય તેને નવાં કર્મ વધાર્યા વિના સ્વપુરુષાર્થથી જીતતાં જાય છે. આમ વિચરતાં વિચરતાં જ્યારે પૂર્ણ તૈયારી થાય ત્યારે ક્ષપકશ્રેણિ માંડવા કટિબધ્ધ થાય છે. સામાન્ય રીતે ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં પ્રત્યક્ષ તીર્થંકર પ્રભુની હાજરી ન હોવાને લીધે, આ પ્રભુનો આત્મા મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર પ્રભુ પાસે આહારક શરીરથી જઈ આજ્ઞા લે છે, અને આજ્ઞામાર્ગનું મહાત્મ્ય જાળવી ક્ષપકશ્રેણિ માંડે છે. ત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં પ્રત્યક્ષ તીર્થંકર પ્રભુની આજ્ઞા લઈ પ્રભુ ક્ષપકશ્રેણિ માંડે છે. તીર્થંકર નામકર્મ બાંધ્યા પછી જીવને ઉપશમ શ્રેણિ હોઇ શકતી નથી, તેઓ નિયમપૂર્વક ક્ષપકશ્રેણિમાં જ જાય છે. આવી ક્ષપકશ્રેણિના આશ્રયે સર્વ ઘાતીકર્મોનો સંપૂર્ણ ક્ષય કરી પ્રભુનો આત્મા સમગ્ર લોકાલોક પ્રકાશક એવાં ઉત્તમોત્તમ કેવળજ્ઞાન તથા કેવળદર્શનને પ્રગટાવે છે,અને પોતાની વીતરાગતાને સંપૂર્ણપણું આપે છે.
જે સમયે અરિહંત પરમાત્માને કેવળજ્ઞાન કેવળદર્શન પ્રગટ થાય છે, તે સમયે લોકનાં સમસ્ત જીવો એક સમયની શાતા વેદે છે, તે સમયે તેમની અરસપરસની વેરવૃત્તિ ઉપશમ પામે છે. સાથે સાથે નિત્યનિગોદના શુભ ઋણાનુબંધી જીવો પોતાનો છઠ્ઠો પ્રદેશ નિરાવરણ કરે છે. તેમના ખુલેલા છ પ્રદેશોથી બનતી આકૃતિ તેમને ભાવિમાં પ્રગટનારા વીર્યની જાણકારી આપે છે. એ છ પ્રદેશો જે રીતે ગોઠવાયા
૬૧
Page #88
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
હોય, તેઓ જે રીતે એકબીજાની સમીપમાં હોય તેના આધારથી તેમનામાં કેટલું વીર્ય ભાવિમાં પ્રગટશે તે લગભગ નક્કી થઈ જાય છે.
શ્રી અરિહંત પ્રભુને આરંભથી જ ઉત્તમ વીર્ય મળ્યું હોવાથી, તેમને વિકાસનાં પ્રત્યેક પગલે બાહ્ય આધારની જરૂર અન્ય જીવો કરતાં ઓછી રહે છે. તેમના પોતાના રચક પ્રદેશો ગુરુપદે રહી અશુધ્ધ પ્રદેશો પાસે કાર્ય કરાવતા રહે છે. અને તેઓ વિકાસનાં પ્રત્યેક પગલે વધારે ને વધારે સ્વતંત્ર થતા જાય છે. તેમના વિકાસનો ઇતિહાસ તેમનાં “તીર્થસ્થાન'ને વિશદતાથી સ્કૂટ કરે છે, તે કેવી રીતે થાય છે તે આપણે જોઈએ.
શ્રી અરિહંત પ્રભુનાં વીર્યની ખીલવણી નિત્યનિગોદમાંથી જ શરૂ થાય છે. છેલ્લા આવર્તનમાં તેમનાં પ્રત્યેક વિકાસનાં પગલે એમને એવો સરસ યોગ થાય છે, અને તેના આધારે તેમના થકી એવો સુંદર પુરુષાર્થ થાય છે કે તેમનાં ઘાતકર્મો અન્ય સામાન્ય પુરુષાર્થી જીવો કરતાં ઘણાં ઘણાં પતલાં હોય છે, રહે છે, પરિણામે તેમનાં જ્ઞાન, દર્શન અને ચારિત્રની વિશુદ્ધિ અન્ય પુરુષાથી જીવો કરતાં ઘણી વધારે, થાય છે. આવી વિશુદ્ધિનાં કારણે તેમનો ‘સર્વ જીવ કરું શાસનરસિ'નો કલ્યાણભાવ તેમનાં હૃદયમાં ખૂબ ઘૂંટાય છે. સાથે સાથે તેમનામાં કલ્યાણ કરવા માટે કોઈ પ્રકારનો માનભાવ કે કર્તાભાવ હોતો નથી, તેઓ તો નિસ્વાર્થ ભાવથી, માનપૂજાની અપેક્ષા વિના સહુ જીવો કલ્યાણને પામે એવી ભાવનામાં રમતા રહે છે, એટલું જ નહિ પણ પોતે પૂર્ણ ન થાય ત્યાં સુધી માર્ગને પ્રકાશવો નહિ, પૂર્ણતા પામ્યા પછી જ આ માર્ગની જાણકારી જગતના સર્વ જીવોને આપવી એવી ભાવના રાખે છે. આને લીધે કલ્યાણકાર્ય કરવાને લગતાં કર્મપરમાણુઓ તેમના આત્મા પર સતત વધતાં રહે છે, એ કર્મનો ઉદય ઉત્કૃષ્ટતાએ તેમને કેવળજ્ઞાન પ્રગટે ત્યારે જ આવે છે. આ જે કલ્યાણભાવનાં પરમાણુઓ એકત્ર થતાં જાય છે, તે તેમનામાં રહેલાં તીર્થસ્થાનને વધુ ને વધુ મજબૂત કરતા જાય છે. અને જ્યારે જ્યારે તેમના આ ભાવના બળવાનપણાને કારણે જગતના સમસ્ત જીવો એક સમયની શાતા વેદે છે ત્યારે ત્યારે સહુને પ્રભુનાં તીર્થસ્થાનનો પરિચય અવ્યક્તપણે મળે છે, કેમકે સર્વ
Page #89
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
છદ્મસ્થ જીવોને એક સમયનું જ્ઞાન સંભવતું નથી. આ ઉપરાંત તેમની આસપાસમાં રહેલા જીવો તથા તેમના સંપર્કમાં રહેલા જીવો તેમનાં નિમિત્ત થકી શુભ ભાવના ભાવતા થાય છે, તે પણ તેમનામાં વિકાસ પામતાં તીર્થસ્થાનનો પરિચય પામે છે એમ કહી શકાય.
આ રીતે પોતાનો આંતર તથા બાહ્ય સંયમ વધારતા વધારતા શ્રી અરિહંત પ્રભુનો આત્મા પૂર્ણ વીતરાગદશા પ્રાપ્ત કરે છે. અને તેઓ પંચ પરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં પરમાણુઓ જે તેમણે પોતામાં એકત્રિત કર્યા હોય છે તેને ૐ ધ્વનિરૂપ બનાવી જગતના જીવોને બોધ સ્વરૂપે ભેટ આપે છે. આ તેમનું એક અને અનન્ય કાર્ય છે. સામાન્ય રીતે જીવ છદ્મસ્થ દશામાં કલ્યાણકાર્ય કરે છે; અને પૂર્ણતા પામ્યા પછી, પૂર્ણ વીતરાગ અવસ્થા આવવાથી તે આત્માનાં મન, વચન તથા કાયા સંપૂર્ણ આજ્ઞાધીન થવાથી તેમનું કલ્યાણકાર્ય લગભગ બંધ થઈ જાય છે, માત્ર પૂર્વનો ઉદય હોય તો જ તેઓ કલ્યાણકાર્ય કરે છે. તેમણે સંચિત કરેલો કલ્યાણભાવ પૂર્ણ થતાં પહેલાં જ લગભગ વપરાઈ ગયો હોય છે, તેથી આપણે કહી શકીએ કે તેમનામાં જન્મેલું તીર્થસ્થાન પૂર્ણતા આવતાં સ્થગિત થઈ જાય છે. ત્યારે શ્રી અરિહંત પ્રભુની બાબતમાં આનાથી જુદું થાય છે. તેઓ છદ્મસ્થ અવસ્થામાં પોતે સેવેલા કલ્યાણભાવથી ગ્રહણ થતા કલ્યાણનાં પરમાણુઓનો સતત સંચય કરતા જાય છે. અને તે સંચિત પરમાણુઓને આંતરબાહ્ય શૈલીથી એકતા કરી, પૂર્ણતા આવ્યા પછીથી ૐ ધ્વનિરૂપે પરિણમાવી કલ્યાણકાર્ય આરંભે છે. અને તેમનાં ચરમ શરીરનું આયુષ્ય હોય ત્યાં સુધી પોતાનાં પૂર્વનાં અતિ બળવાન અને અપૂર્વ કલ્યાણભાવના આધારથી કલ્યાણકાર્ય કરતા રહે છે, પોતામાં જન્મેલા ઉત્તમ પ્રકારનાં તીર્થસ્થાનની પ્રસાદી જગત જીવોને પરમ કૃપા કરી આપતા રહે છે. શ્રી અરિહંત પ્રભુ સિવાયના, ગણધર પ્રભુ સહિતના સર્વ જીવો પૂર્ણતા પામ્યા પછી કલ્યાણકાર્યથી લગભગ નિવૃત્ત થઈ જાય છે.
કેવળજ્ઞાન પ્રગટ થતાં દેવો આવી પ્રભુનાં જ્ઞાનકલ્યાણકની ઉજવણી કરે છે. સામાન્યપણે જ્ઞાન પ્રગટયા પછી તરતમાં અરિહંત પ્રભુ દેશના આપે છે, તેથી
૬૩
Page #90
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
તેની પૂર્વ તૈયારી રૂપે દેવો સમવસરણ, અશોકવૃક્ષ, સિંહાસન વગેરેની રચના કરી શ્રી પ્રભુને પ્રગટેલા ચોંત્રીશ અતિશયોની જાણકારી જગતજીવોને આપે છે. આ ચોંત્રીશ અતિશયોમાંથી કેટલાક અતિશયો સ્વયં પ્રગટયા હોય છે, કેટલાક દેવકૃત હોય છે અને કેટલાક બંનેના મિશ્રણરૂપ હોય છે. પ્રભુના ઉત્કૃષ્ટ કલ્યાણભાવને કારણે જે વિશિષ્ટ સિદ્ધિઓ તેમનામાં આવિર્ભાવ પામે છે તે સ્વયં પ્રકાશિત અતિશય ગણાય છે, પ્રભુનું મહાભ્ય દર્શાવનાર જે વિશેષતાઓ દેવો ભક્તિભાવથી અને પૂજ્યભાવથી જીવોને દેખાડે છે તે દેવકૃત અતિશય કહેવાય છે, અને જે અતિશયો પ્રભુના ઉત્કૃષ્ટભાવથી પ્રગટ થયા હોય અને તેને દેવો પોતાની સિદ્ધિથી વિશેષ અલંકૃત કરે તે અતિશયો મિશ્રણરૂપ ગણાય છે.
આ ચોંટીશ અતિશયોમાં પ્રભુને જન્મથી ત્રણ જ્ઞાનની પ્રાપ્તિ, શ્વેત લોહી તથા માંસ હોવા, વાળ તથા નખ વધે નહિ, સુધાની ધારામાં વસવું, દેશનામાં આખા દેહમાંથી ૐ ધ્વનિનું છૂટવું એ વગેરે સ્વયં પ્રગટતા અતિશયો છે. સમવસરણની રચના, અશોકવૃક્ષ, સિંહાસન, માનસ્તંભ, ત્રણ છત્ર, સુવર્ણ કમળ, ચામર, ધર્મચક્ર, ઇન્દ્રધજા, પુષ્પવૃષ્ટિ, અમૃતવૃષ્ટિ, દેવદુંદુભિ, ઇત્યાદિ દેવકૃત અતિશયો છે અને ભામંડળ, સુખરૂપ ઋતુ, નિયમિત ઋતુ, વરસીદાન, આખા સમવસરણમાં ૐ ધ્વનિનું એક સરખું પ્રસારણ, વગેરે મિશ્રણરૂપ અતિશયો કહી શકાય. આ ઉપરાંત સહુ જીવો પોતાની ભાષામાં ઉપદેશ ગ્રહણ કરે છે, ૭ પ્રસંગે જીવો એક સમયની શાતા વેદે છે, લાંછન આદિ મળી કુલ ૩૪ અતિશયો પ્રગટે છે. તેમાંના કેટલાક વિશે સમજણ લઇએ.
ચોત્રીશ અતિશયો ૧. સમવસરણની રચના અરિહંત પ્રભુને કેવળજ્ઞાન પ્રગટયા પછી જ્યારે જ્યારે તેમની દેશના છૂટવાની હોય છે ત્યારે ત્યારે સમકિતી દેવોને અવધિજ્ઞાનથી તેની જાણકારી આવે છે, અને દેવો પ્રભુની દેશના માટે તે સ્થળે સમવસરણની રચના કરે છે. આ દેવકૃત અતિશય છે, અને તેની સાથે બીજા કેટલાક અતિશયો વણાયેલા છે.
૬૪
Page #91
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
સમવસરણ એટલે એવું સ્થળ કે જ્યાં આવનાર પ્રત્યેક જીવ કોઈને કોઈ પ્રકારે તથા કોઈ ને કોઈ અપેક્ષાથી વિકાસ પામે છે, અર્થાત્ સમ પ્રમાણમાં અવસરણ પામે છે, બલ્ક સરખી રીતે સરે છે. જીવમાં સમદષ્ટિ કેળવવાનો પાયો સમવસરણમાં રચાય છે. સમવસરણ વર્તુળાકારે હોય છે, અને તેમાં નાનામોટા થઈને કુલ આઠ વિભાગ હોય છે. પ્રત્યેક વિભાગને જુદો પાડનાર રસ્તો બે વિભાગની વચમાં રહ્યો હોય છે. દરેક વિભાગમાં તે વિભાગને યોગ્ય જીવાત્માઓ બેસી પ્રભુનો ઉપદેશ સાંભળે છે. એક વિભાગમાં કેવળ પ્રભુ બિરાજે છે, બીજા વિભાગમાં ગણધરાદિ મુનિરાજો, ત્રીજામાં સાધ્વીજી અને આર્યાઓ, ચોથામાં શ્રાવકો, પાંચમામાં શ્રાવિકાઓ, છઠ્ઠામાં દેવલોકના દેવો, સાતમા વિભાગમાં તિર્યંચો અને આઠમા વિભાગમાં જળચર પ્રાણીઓ બેસે છે. સહુ પોતાને માટે નિયત થયેલા ભાગમાં બિરાજે છે. પ્રભુની દેશના સાંભળવા ઇચ્છનાર પ્રત્યેક જીવ સમવસરણમાં સમાઈ જાય છે, ક્યારેય એવું બનતું નથી કે જીવને બેસવાની જગ્યા ન મળે કે તેને બેસવામાં સંકડામણ થાય. આમ થવું એ સમવસરણનો અતિશય છે.
આવા સમવસરણની રચના દેવો બે ઘડી જેવા નાનાકાળમાં કરે છે. તેમાં તેઓ ત્રણ ગઢની રચના કરે છે, બહારનો ફરતો સહુથી મોટો ગઢ રૂપાનો હોય છે અને તેના પર સોનાનાં કાંગરાં હોય છે, તેની અંદરનો વચલો ગઢ સોનાનો હોય છે અને તેના ઉપર રત્નનાં કાંગરાં જડાયાં હોય છે, તેની અંદરનો સૌથી નાનો ગઢ રત્નોનો હોય છે, અને તેના પર મણિરત્નનાં કાંગરાં મૂકાયાં હોય છે. તેની વચ્ચે પ્રભુ માટેનાં વ્યાસપીઠ, અશોકવૃક્ષ, સિંહાસન આદિ રચાયાં હોય છે. ચારે દિશામાં વ્યાસપીઠ સુધી પહોંચે તેવા રસ્તા દરવાજા સુધી બાંધ્યા હોય છે.
૨. અશોકવૃક્ષ સમવસરણના બરાબર મધ્યભાગમાં દેવો એક અચેત વૃક્ષ વિતુર્વે છે. આ પણ દેવકૃત અતિશય છે. આ વૃક્ષનું થડ લાંબુ હોય છે અને તેને મુખ્ય પાંચ ડાળીઓ હોય છે,
૬૫
Page #92
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
તેમાંથી અસંખ્ય નાની ડાળીઓ નીકળે છે, પ્રત્યેક ડાળી પાન, ફૂલથી ભરેલી હોય છે, તેથી તે વૃક્ષ ઘટાદાર બને છે.
શ્રી તીર્થંકર પ્રભુનાં નિમિત્તથી એકેંદ્રિયથી સંજ્ઞી પંચેન્દ્રિય સુધીનાં જીવો લાભ પામી શકે તેમ છે તેનું સૂચવન કરવા તથા એકેંદ્રિય જીવોનાં પ્રતિકરૂપ ઉત્તમ એકેંદ્રિય વનસ્પતિકાયના પ્રતિનિધિરૂપ અચેત વૃક્ષની રચના દેવો કરે છે. આ વૃક્ષ પ્રભુનાં કદ કરતાં બાર ગણું ઊંચું હોય છે, અને પ્રભુની ઊંચાઈ જેટલી તેની પીઠીકા હોય છે. આમ આ વૃક્ષ પ્રભુની ઊંચાઈ કરતાં તેરગણું ઊંચું હોય છે. તેમાં ઉપરના પાંચ ભાગ ડાળી, પાન, ફૂલ આદિથી ભરપૂર ઘટાદાર હોય છે, અને નીચેના સાત ભાગ એ વૃક્ષના થડરૂપ હોય છે. આ પરથી એ સૂચવાય છે કે છદ્મસ્થ દશામાં પ્રભુએ ગ્રહણ કરેલાં કલ્યાણનાં પરમાણુઓ, કેવળજ્ઞાન પ્રગટયા પછી વૃક્ષની ઘટા જેવી સ્થિતિ પામે છે, અને તેની લહાણી જગતનાં તમામ જીવોને મળે છે. પ્રભુ, કેવળજ્ઞાન પ્રગટાવ્યા પછી જ દેશના આપતા હોવાથી, અને ત્યાર પહેલાં મુખ્યતાએ મૌન રહેતા હોવાથી ધર્મબોધરૂપ ઘટા છદ્મસ્થ અવસ્થામાં આવતી નથી એવી સમજણ આ વૃક્ષની રચના જોતાં પમાય છે.
આ વૃક્ષને અશોકવૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે. આ વૃક્ષનો પ્રભાવ એવો છે કે જે જીવને આ વૃક્ષનાં દર્શન થાય છે તે જીવ સમવસરણમાં હોય ત્યાં સુધી સંસારના સંકલ્પ વિકલ્પરૂપ શોકથી મુક્ત થાય છે. તે જીવ અંતરંગમાં શાતાનું વેદન કરે છે. આથી જીવને શોકમુક્ત થવાનું નિમિત્ત આપનાર વૃક્ષ અશોકવૃક્ષ કહેવાય છે. મૂળમાં શ્રી પ્રભુનાં કલ્યાણનાં પરમાણુઓને ગ્રહણ કરી આ વૃક્ષ ચોતરફ ફેલાવે છે, અને જીવોને શાંતિ આપવામાં નિમિત્તરૂપ થાય છે. આ પ્રકારની ખૂબીભરી રચના દેવો કરે છે, તેથી તે દેવકૃત અતિશય ગણાય છે. આ વૃક્ષની વચમાંની સહુથી ઊંચી ડાળી જીવે પ્રાપ્ત કરવા યોગ્ય પંચમજ્ઞાન (કેવળજ્ઞાન) અને પંચમગતિ (મોક્ષ) સૂચવે છે. બાકીની ચાર મુખ્ય ડાળીઓ ચાર જ્ઞાનનું પ્રતિનિધિત્વ કરે છે, તથા પ્રભુ ચારે ગતિનાં ભવ્ય જીવોને બુઝાવવાના છે એવો સંદેશો પ્રસારિત કરે છે. અન્ય સર્વ ડાળી તથા પાન સંસારનાં સ્વરૂપનો લક્ષ જીવને કરાવતાં રહે છે.
Page #93
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
૩. સિંહાસન અશોકવૃક્ષનાં થડના નીચેના ભાગને ફરતી વ્યાસપીઠની રચના દેવો કરે છે. વ્યાસપીઠની ઊંચાઈ પ્રભુની ઊંચાઈ જેટલી હોય છે. વ્યાસપીઠ ગોળાકારમાં રચાય છે અને તેના ઉપર પ્રભુને બેસવા યોગ્ય સિંહાસન રાખવામાં આવે છે. આ સિંહાસન પણ પ્રભુ માટેનો દેવકૃત અતિશય છે.
સર્વ ઘાતકર્મોનો શુરવીરતાથી ક્ષય કરી, નિર્ભયપણે જે સંસારવનમાં વિહરી શકે તથા સર્વને કલ્યાણ માટે આશ્રય આપી શકે તેવા ઉત્તમ પુરુષને બેસવા યોગ્ય આ આસન – સિંહાસન હોય છે. ચૌદ સ્વપ્નમાં સિંહ સાથે આ આસન અમુક અંશે સંબંધ ધરાવે છે. આ સિંહાસન સુવર્ણનું બનેલું હોય છે, તેને કોઈ પીઠીકા હોતી નથી, અને તેમાં ચોતરફ લોકનાં અમૂલ્ય રત્નો જડવામાં આવ્યાં હોય છે. આમાં જડેલાં અમુક રત્નો એવી વિશેષતા ધરાવે છે કે તેના આધારે જે કંઈ રાખવામાં આવે તેને સ્થિર રહેવા માટે બીજા કોઈ આધારની જરૂર પડતી નથી. તે સ્વયં સ્થિર રહી શકે છે. પ્રભુનું સિંહાસન આવા રત્નોના આધારે તેની જગ્યાએ સ્થિર રહે છે, નીચે ઊતરી જતું નથી કે ખસી જતું નથી. આ આસનના બરાબર મધ્ય ભાગમાંથી અશોકવૃક્ષ પસાર થાય છે.
આ સિંહાસન પર પ્રભુ નિયમપૂર્વક પૂર્વાભિમુખ બેસે છે. પરંતુ દેવો પોતાની શક્તિથી પ્રભુના દેહને વિકુવી આ સિંહાસન પર એવી રીતે સ્થાપે છે કે જોનાર સહુ જીવોને એમ જ લાગે કે પ્રભુ તેમની સન્મુખ જ બિરાજે છે. પ્રભુ પોતાનાં સ્થાને બિરાજમાન થાય તે પહેલાં સહુ ભવ્ય જીવો પોતાનાં સ્થાને વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જાય છે.
જે તિર્યંચો પોતાની મેળે સમવસરણમાં આવવા માટે સમર્થ ન હોય પણ પાત્ર જીવો હોય તેવા તિર્યંચોને દેવો સહાય આપી સમવસરણમાં લાવે છે. જેમકે જળચર પ્રાણીઓ કે ચાલવા અશક્ત પ્રાણીઓ, જળચર પ્રાણીઓ માટે દેવો સમવસરણમાં પાણીનાં તળાવની સુવિધા પણ કરે છે. એ જ રીતે દૂર વસતા માનવો કે પ્રાણીઓને પણ સહાય કરી સમવસરણ સુધી પહોંચાડે છે. આવાં પરોપકારી કાર્યો નિસ્વાર્થભાવે કરી દેવો પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જ છે.
Page #94
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
૪. ભામંડળ શ્રી પ્રભુ ઉત્તમોત્તમ કલ્યાણભાવ સાથે પૂર્ણ થયા હોવાથી, તેમના શુદ્ધાત્માનું ઉત્તમ પ્રકારનું તેજ તેમનાં મસ્તકની આસપાસ વર્તુળાકારે પ્રતિબિંબિત થયા કરતું હોય છે. પરંતુ જેમની આત્મદશા યોગ્ય ન હોય તેવા જીવોને આ તેજવર્તુળનાં – ભામંડળનાં દર્શન થતાં નથી. ભા એટલે આભા અર્થાત્ તેજ અને મંડળ એટલે સમૂહ. ભામંડળ એટલે શુદ્ધાત્મામાંથી પ્રગટ થતો તેજનો સમૂહ. આ ભામંડળ મુખ્યતાએ મસ્તકની પાછળ રચાય છે, કેમકે પ્રત્યેક પૂર્ણ તેજસ્વી ઇન્દ્રિયો માત્ર મસ્તકના ભાગમાં આવેલી છે.
સમવસરણમાં આવેલા સહુ જીવોમાંથી કોઈ ભામંડળનાં દર્શનથી વંચિત ન રહે તેવા શુભ હેતુથી આ ભામંડળનાં ક્ષેત્રમાં સાત પ્રકારનાં રત્નોનું જડતર દેવો કરે છે. સુવર્ણચક્રમાં જડાયેલાં આ ઉત્તમ પ્રકારનાં રત્નો પ્રભુનાં મસ્તકની પાછળ ફરતાં રહે છે. રત્નોની તેજસ્વીતા એટલી બધી હોય છે કે તેને લીધે સુવર્ણનો ચળકાટ દબાઈ જાય છે, અને રત્નોનું તેજ પ્રભુનાં ભામંડળની શોભા વધારતું રહે છે. સમવસરણસ્થ જે કોઈ જીવ આ ભામંડળનાં દર્શન કરે છે તેને પોતાના પૂર્વના સાત જન્મની જાણકારી આવે છે.
૫. માનસ્તંભ સમવસરણની ચારે દિશામાં ચાર મોટા દરવાજા હોય છે. દરેક દરવાજા પર કમાન અને તે પછીના ભાગમાં માનસ્તંભ હોય છે. આખા સમવસરણમાં કુલ ચાર માનસ્તંભ હોય છે. સમવસરણના દરવાજામાંથી દાખલ થઈ જીવ જ્યારે માનસ્તંભ પાસે આવે છે ત્યારે આ સ્તંભના પ્રભાવથી તે જીવનો માનભાવ અમુક અંશે ઓગળી જાય છે. અને તેનાં કારણે પરમાર્થમાં એક ડગલું આગળ વધવાનો તેને અવકાશ થાય છે.
આ માનસ્તંભની રચના દેવો કરે છે. અને એને એવાં પુદ્ગલથી બનાવે છે કે તેમાંથી નીકળતાં કિરણો જીવને અંતરંગમાં સ્પર્શે છે, આ કિરણોનો સ્પર્શ જીવને મોહનીય કર્મ તોડવામાં સહાયક થાય છે. આ રીતે માનસ્તંભ એ પ્રભુ માટેનો દેવકૃત અતિશય છે.
Page #95
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
૬. ત્રણ છત્રો શ્રી અરિહંત પ્રભુને કેવળજ્ઞાન પ્રગટે છે ત્યારથી તેમનાં મસ્તક પર ત્રણ છત્રો સદાય છાયા આપ્યા કરે છે. પ્રભુ વિહાર આદિ કરી જ્યાં જાય ત્યાં આ છત્રો તેમની સાથે છાયા દેતા ફરતા રહે છે. આ છત્રો તેમનાથી ક્યારેય છૂટાં પડતાં નથી, સમવસરણમાં પણ દેશના આપતી વખતે ય છત્રો તેમના ઉપર રહે જ છે. જાણે તેમનું ત્રણ ભુવનનું સ્વામીત્વ સૂચવતા ન હોય!
ત્રણ છત્રમાં નીચેનું છત્ર સહુથી મોટું હોય છે, તેનાં ઉપરનું વચલું છત્ર થોડું નાનું હોય છે અને સહુથી ઉપરનું છત્ર વિસ્તારમાં સૌથી નાનું હોય છે. પ્રત્યેક છત્રની ધારી પર દેવલોકનાં રત્નો, મણિ તથા મોતી લટકાવેલાં હોય છે, તેનાથી આ છત્રોની શોભા ઘણી વધી જાય છે. આ છત્રોમાં જડેલાં રત્નો તથા મણિ એવાં પ્રભાવક હોય છે કે તે છત્રોને પ્રભુનાં મસ્તક પર રહેવા માટે બીજા આધારની જરૂર પડતી નથી. છત્રો સ્વયં પ્રભુનાં મસ્તક પર ટકી રહે છે, કોઈ દેવે કે અન્ય કોઈએ તેની સ્થિરતા માટે ખાસ લક્ષ આપવું પડતું નથી.
પ્રભુના આ અતિશયથી એમ સૂચવાય છે કે પ્રભુએ પ્રાપ્ત કરેલી જ્ઞાન, દર્શન અને ચારિત્રની એકતાનો ક્યારે પણ લોપ થવાનો નથી. આવાં છત્રનાં દર્શન કરવાથી સુભાગી જીવોને પ્રભુનાં પ્રભુત્વની જાણકારી આવે છે. ૭. સુવર્ણકમળ શ્રી તીર્થંકર પ્રભુ જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ વિહાર કરે છે ત્યારે તેમનાં નિષ્પાપી ચરણો ધરતીને અડતાં નથી, તેમના થકી પૃથ્વીકાયાદિની હિંસા પણ થતી નથી. તેમની ચાલ એવી હળવી, અને ધરતીને પગ ન અડે એવી રહેતી હોવાથી સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવો પણ હણાતા નથી. આ તેમને પ્રગટેલાં જ્ઞાનનો અને યથાખ્યાત ચારિત્રનો અદ્ભુત મહિમા છે. તેમનાં આવાં નિષ્પાપી ચરણોનો મહિમા લોકો સમક્ષ પ્રગટ કરવા માટે દેવો તેમના વિહારનાં પ્રત્યેક પગલે એક એક સુવર્ણકમળની રચના કરે છે. અને એ દ્વારા દેવો પોતાનો પ્રભુ પ્રતિનો અહોભાવ વ્યક્ત કરે છે. સમગ્ર
૬૯
Page #96
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
વિહાર દરમ્યાન પ્રભુ જે પગ ઉપાડે ત્યાં તેની નીચે કમળ રચાતું જાય છે, બીજો પગ ઉપાડે ત્યારે તેની નીચે રહેલું કમળ વિલિન થાય છે અને તે પગ નીચે નવું કમળ રચાય છે. આમ પ્રક્રિયા ચાલે છે.
આ અતિશયનો એ ગૂઢાર્થ સમજાય છે કે પ્રભુ જ્યાં જ્યાં વિહાર કરીને જાય છે ત્યાં ત્યાં તેમના નિમિત્તથી જીવો સંસારમાં જળકમળવત્ રહેવાનો પુરુષાર્થ ધારશે તો કરી શકશે. અને પ્રભુની ચોમેર ફેલાતી પવિત્રતાના સ્પર્શથી તે જીવો પરમાર્થે વિકાસ કરવા સુભાગી બનશે.
૮. ચામર શ્રી તીર્થંકર પ્રભુ કેવળજ્ઞાન કેવળદર્શન પ્રાપ્ત કરે ત્યારથી શરૂ કરી પ્રભુ નિર્વાણ પામે ત્યાં સુધી તેમની બંને બાજુ બે શ્વેત ચામરો વિંઝાયા કરે છે. આ બંને ચામરો દેવોએ દેવલોકના ઉત્તમ તારથી ગૂંથ્યા હોય છે. અને તે નીચા નમી ઊંચા જાય, ફરીથી નીચા નમી ઊંચા જાય એમ થયા કરે છે, બાહ્યથી આ ક્રિયા એમ સૂચવે છે કે પ્રભુને જે જીવ પ્રેમથી નમે છે તે જીવ નિયમપૂર્વક ઊંચે જાય છે, અર્થાત્ આત્માર્થે પ્રગતિ કરે છે. અને તેનું અંતરંગ રહસ્ય આ પ્રમાણે સમજાય છે; શ્રી પ્રભુના આત્મપ્રદેશો પરથી પૂર્વે સંચિત કરેલાં કલ્યાણનાં પરમાણુઓ ફેલાયા કરે છે, તેનો વિસ્તાર આ બંને ચામરો કરે છે. અને જે જે જીવો પ્રભુની બાહ્યસમૃદ્ધિથી આકર્ષાઈ પ્રભુનાં ચરણમાં આવે છે તે તે જીવો પણ પ્રભુનાં કલ્યાણના પરમાણુઓ ગ્રહણ કરવા માટે અધિકારી થતા જાય છે. વિંઝાતા ચામરોમાંથી સતત ખૂબ મીઠી સુગંધ છૂટતી હોય છે. આવાં ચામરદ્ધયનાં દર્શન પામનાર, સ્પર્શ પામનાર સહુને લાભ થાય છે. આમ છતાં આ ચામરો સહુને દેશ્ય થાય છે એમ નથી, કોઇકને તે અદૃશ્ય પણ રહે છે.
૯. ધર્મચક્ર પ્રભુના મહિમાની લોકોને, તેમનાં મસ્તક પર રહેલાં ત્રણ છત્રો, બંને બાજુ વિંઝાતા બે ચામરો, અને આગળ ચાલતું ધર્મચક્ર જાણકારી આપે છે. આ ચક્ર નિયમથી ગોળાકાર
૭)
Page #97
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
હોય છે; અને તે સતત ફરતું રહે છે. આ ચક્ર સૂચવે છે કે તમે ગમે તેટલું પરિભ્રમણ કરો, સંસારમાં ફરતા રહો તો પણ ત્યાંથી કંઈ નવું મળવાનું નથી, સુખની નિત્યતા આવવાની નથી, માત્ર આ ધર્મનું યથાર્થતાએ આરાધન કરવાથી જ જીવને શાશ્વત સુખની પ્રાપ્તિ થઈ શકે છે. “આ પ્રભુ સારા જગતમાં ધર્મનો ફેલાવો કરી જીવને માટે સાચા સુખના માર્ગની લહાણી કરતા હોવાથી હું અગ્રેસર બની ધર્મચક્ર રૂપે એમની આગળને આગળ ચાલું છું, અને તમો સહુ ભવ્યોને એમનાં શરણમાં આવવા સૂચન કરું છું.” લગભગ આ પ્રકારનો સંદેશો તેનાં તરફથી જગતજીવોને મળતો રહે છે. આ પ્રકારના સંદેશાનો ફેલાવો ક૨વા માટે દેવો આવા ધર્મચક્રની રચના કરે છે. સાથે સાથે સ્વપુરુષાર્થથી સંસારનાં પરિભ્રમણમાંથી બહાર નીકળનાર પ્રભુનો મહિમા આ ધર્મચક્ર પ્રકાશિત કરે છે.
૧૦. ધર્મધજા
પ્રભુનાં મસ્તકના આગળના ભાગમાં ધર્મચક્રની સાથોસાથ ધર્મધજા પણ ચાલે છે. પ્રભુ ચોમેર ધર્મનો ફેલાવો કરનાર છે એવો સંદેશો સદાય ફરફરતી ધજા જીવોને આપ્યા કરે છે. જે ધર્મધજા પ્રભુનાં માતા ગર્ભકાળમાં જુએ છે, તે ધજા પ્રભુના અતિશયરૂપે સમાવેશ પામે છે. આ ધર્મધજાનું સર્જન દેવલોકનાં દેવો કરે છે. અને તે દ્વારા ધર્મનાં આચરણનું મહાત્મ્ય દેવો લોકોને સમજાવે છે. વિશેષમાં ધર્મધજા એ સૂચવે છે કે ચારે ગતિનાં સંશી પંચેન્દ્રિય જીવો માટે આ ધર્મમાર્ગ ખુલ્લો જ છે. આમ આ અતિશય દેવકૃત અતિશય ગણાય છે.
૧૧. અચેત ફૂલોની વૃષ્ટિ
શ્રી તીર્થંકર પ્રભુ જ્યારે જ્યારે વિહાર કરવાના હોય છે અથવા દેશના આપવાના હોય છે ત્યારે ત્યારે દેવલોકના દેવો તેને અવધિજ્ઞાનથી જાણી પ્રભુના ચાલવાના માર્ગમાં તથા સમવસરણનાં સ્થળે અચેત ફૂલોની વૃષ્ટિ કરે છે. આ ફૂલો દેવોએ વિકુર્વેલા તથા
૭૧
Page #98
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
રંગબેરંગી હોય છે. જે પ્રકારની ફૂલશૈયામાં દેવો ઉત્પન્ન થાય છે લગભગ તે પ્રકારનાં આ ફૂલો હોય છે.
વિહાર કરી પ્રભુ એક જગ્યાએથી બીજી જગ્યાએ પધારવાના હોય છે ત્યારે તેમના માર્ગમાં દેવો આ પ્રકારનાં રંગબેરંગી પુષ્પોની વૃષ્ટિ કરે છે, અને માર્ગને ખૂબ શોભાયમાન બનાવે છે. સુશોભિત બનેલા માર્ગની એંધાણીથી પાત્ર જીવો સમજી જાય છે કે થોડા કાળમાં આ માર્ગે પ્રભુ પધારવાના છે. તેથી તે જીવો પ્રભુનો લાભ લેવા માટે પૂર્વતૈયારી કરી શકે છે. આમ ભાવિમાં પ્રભુનું અહીં આગમન થવાનું છે તેની સૂચના ગુપ્ત રીતે આપી દેવા લોકો પર ઉપકાર કરે છે, અને સાથે સાથે માર્ગમાં અચેત ફૂલો પાથરી તે જગ્યાને પ્રભુ માટે પવિત્ર બનાવે છે.
આ જ રીતે જે સ્થળે પ્રભુની દેશના છૂટવાની હોય તે જગ્યાએ સમવસરણની રચના કરતાં પહેલાં દેવો તે જમીનને સમથળ કરી તેનાં પર પુષ્પવૃષ્ટિ દ્વારા ફૂલોની બિછાત કરે છે. ધરતીને વિવિધરંગી ફૂલોની ચાદર ઓઢાડી શોભાયમાન કરે છે. અને સમવસરણમાં આવતાં જીવોને માટે અચેત ફૂલોની બિછાતથી ચાલવાનું અહિંસક બનાવે છે. આવી ધરતી પર દેવો સમવસરણની યોગ્ય રચના કરે છે. આ રીતે અચેત પુષ્પવૃષ્ટિ એ પણ પ્રભુનો દેવકૃત અતિશય છે.
૧૨. અચેત પાણીની વૃષ્ટિ શ્રી તીર્થકર પ્રભુ જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ વિહાર કરે છે અથવા તો તેમની દેશના સમાપ્ત થાય છે ત્યારે તે સ્થળે દેવો અચેત પાણીની વર્ષા કરે છે. પ્રભુ જે જગ્યાએથી વિહાર કરે ત્યાં અચેત પાણીની વૃષ્ટિ અર્થાત્ વરસાદ થાય છે, અને જે જગ્યાએ પહોંચવાના છે ત્યાં અચેત ફૂલો વરસે છે. દેશના છૂટતાં પહેલાં અચેત ફૂલો વરસે છે અને દેશના પૂરી થયા પછી અચેત પાણી વરસે છે. અચેત પાણી એટલે અમૃત. આ પાણી વાસ્તવિકતામાં તો મૃદુ પ્રકારનું અમૃત જ હોય છે. દેવલોકનું અમૃત ધરતી પર વરસે છે તેનાથી ધરતીનાં રસકસ ખૂબ જ વધી
Page #99
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
જાય છે, અને તે ક્ષેત્રની સમૃદ્ધિ વધતી જાય છે; આમ થવાનાં નિમિત્ત બને છે શ્રી તીર્થંકર પ્રભુ.
શ્રી પ્રભુ જે સ્થળે હતા તે સ્થળના લોકો તેમનો પરમાર્થ લાભ લે છે, અને પોતાનો આત્મશ્રેય માટેનો પુરુષાર્થ વધારે છે. આ આરાધનથી તેમનું પુણ્ય ઉપાર્જન વર્ધમાન થાય છે, અને તે પણ ઊંચા પ્રકારનું થાય છે. આવા પુણ્યકાર્યની તાત્કાલિક પ્રતીતિ આપવા દેવો અમૃતવર્ષા કરે છે. તેનાથી એ સૂચવાય છે કે આ સ્થળે પ્રભુના પ્રત્યક્ષ યોગનો કાળ અહીં વર્તમાન માટે પૂરો થાય છે, અને તે યોગનો લાભ ઘણાં જીવોને મળ્યો છે તે પણ તેમાંથી જ નિષ્પન્ન થાય છે. વળી, સમવસરણમાં પ્રભુની દેશના સાંભળવાથી ઘણાં ઘણાં જીવોના ભાવ વધારે ઊંચા અને શુભ થાય છે, જેના થકી તેમનું પુણ્યબળ ઘણું વધે છે; આ કાર્યની પ્રતીતિ માટે દેવો તે સ્થળે અમૃત વરસાવે છે. આ અમૃતથી ધરતીની ફળદ્રુપતા ખૂબ વધી જાય છે. તે ઉપરાંત આ વર્ષાથી પ્રભુની દેશના હવે પૂરી થઈ છે તેનો લક્ષ પણ જીવોને આવી જાય છે. લોકો પ્રભુના વીતરાગી બોધથી આત્મામાં કેવા તરબોળ બન્યા છે, તેનો લક્ષ બાહ્યથી આ અમૃતવર્ષા કરાવે છે. વળી આ અમૃત સુગંધમય હોવાથી તે સ્થળે મીઠી ખુબુ વહ્યા કરે છે, અને ઘણા કાળ સુધી તે પવિત્ર સ્થળનો લાભ સમવસરણમાં ન પહોંચનાર જીવને પણ મળી શકે છે. આમ આ દેવકૃત અતિશય લોકોને ખૂબ ઉપકારી બને છે.
૧૩. સુગંધ શ્રી તીર્થંકર પ્રભુ માટે ઉત્પન્ન થતો મિશ્ર અતિશય તે પ્રભુના દેહમાંથી ઉત્પન્ન થઈ, ચોમેર ફેલાતી સુગંધ છે. જીવ જેમ જેમ આત્મદશામાં આગળ વધતો જાય છે, શુદ્ધિ વધારતો જાય છે, તેમ તેમ તે જીવ જગતનાં અશુભ પરમાણુઓનો ત્યાગ કરી, શુભ પરમાણુઓનું ગ્રહણ વધારતો જાય છે, સાથે સાથે પૂર્વે ગ્રહણ કરેલાં અશુભ પરમાણુઓની નિર્જરા પણ વધારતો જાય છે. આ રીતે શુભ ભાવનું બળ અને તેનાં થકી ગ્રહણ કરેલાં શુભપરમાણુઓનું બળ વધવાથી તે જીવનાં દેહનાં પરમાણુઓ પણ શુભ થતાં જાય છે. આ પરમાણુઓ શરીરની દુર્ગંધને દૂર કરી સુગંધનો ફેલાવો
૭૩
Page #100
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
કરે છે. એનો અર્થ એ થાય છે કે જેમ જેમ જીવના શુભ ભાવો પ્રબળ થતા જાય છે તેમ તેમ દુર્ગધ છોડનારા અશુભ પરમાણુઓ દેહમાંથી નીકળતા જાય છે અને તેનું સ્થાન શુભ સુગંધી પરમાણુઓ લેતાં જાય છે. અને તે જીવને શુભભાવની માત્રા જે પ્રમાણમાં હોય છે તેના પ્રમાણમાં તે જીવના દેહમાંથી સુગંધનો ધોધ છૂટે છે. સામાન્ય જીવ માટે પણ આ નિયમ કાર્યકારી થતો હોય છે તો પછી જે આત્મા સર્વોત્તમ શુભભાવ સાથે પૂર્ણતા પામ્યો હોય તેની સુગંધની માત્રા કેટલી વિશેષ તથા અદ્ભુત હોય તેનું સૂચવન લોકોને પ્રભુના આ અતિશયથી મળે છે. - શ્રી તીર્થંકર પ્રભુનો દેહ તેમના કલ્યાણભાવને કારણે જન્મથી જ સુગંધી હોય છે, તેમના દેહમાંથી મીઠી સુગંધ છૂટયા જ કરતી હોય છે, અને તેમને કેવળજ્ઞાન તથા કેવળદર્શન પ્રગટ્યા પછી તેમના દેહનાં સુગંધ તથા કાંતિમાં ધરખમ વધારો થઈ જાય છે. તેમ છતાં આ સુગંધના ફેલાવાનું ક્ષેત્ર મર્યાદિત હોય છે. તેથી દેવો પ્રભુ પ્રતિના પોતાના પૂજ્યભાવને કારણે પોતાને મળેલી ઋદ્ધિનો ઉપયોગ કરી સુગંધના ક્ષેત્રને ખૂબ વિસ્તૃત કરે છે. તેમની શક્તિના પ્રભાવથી પ્રભુની ચારેબાજુ એક જોજનના વિસ્તારમાં સુગંધનો પમરાટ ફેલાયેલો રહે છે. આ ક્ષેત્રફળમાં જે કોઈ પ્રવેશે તેને આ સુગંધનો અનુભવ થાય છે. વળી, આ સુવાસની સાથે સાથે જીવને ઠંડકનો પણ અનુભવ થાય છે, અને તેનાથી જીવ શાતા વેદે છે.
દેવો પોતે સુવાસિત વાતાવરણમાં રહે છે અને તેમને તે અતિ પ્રિય હોય છે. પ્રભુ જ્યારે પૂર્ણ થઈ તેમનાથી અનેકગણી ઉત્તમ પદવીને પ્રાપ્ત થાય છે, ત્યારે તેમને પ્રભુ માટે એટલો બધો અહોભાવ આવે છે કે પ્રભુની પવિત્રતાનો લોકોને પરિચય કરાવવા તેમની આસપાસનું વાતાવરણ સુગંધિત કરે છે. દેવોમાં અનેક પ્રકારની સુગંધ ફેલાવવાની શક્તિ હોવા છતાં તેઓ મુખ્યતાએ ગુલાબ તથા ચંદનની અને ક્યારેક કેસરની સુગંધ ફેલાવતા હોય છે. ગુલાબની સુગંધ કર્મોનો ક્ષય સૂચવે છે. કર્મો ક્ષય થવાથી આત્માની પવિત્રતા વધે છે, અને વધતી પવિત્રતાથી જન્મતી સુગંધ ગુલાબના ફુલની સુગંધને મળતી આવે છે. આથી કર્મક્ષય જણાવવા દેવો – ગુલાબની સુગંધ પ્રસરાવે છે – આ પ્રસારણ પ્રભુના આત્માની પવિત્રતા
૪
Page #101
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
જણાવે છે, તથા તેમનાં સાનિધ્યમાં રહેવાથી જીવનો કર્મક્ષય ત્વરાથી થાય છે એ અતિશય પણ તેમાંથી અનુભવાય છે. પ્રભુ પોતાનાં ઘાતી કર્મોનો ક્ષય કરી અન્યનાં ઘાતી કર્મો ક્ષય કરાવવા તત્પર બન્યા છે એ સમજાવવા દેવો પ્રભુની આસપાસ ગુલાબની મહેક ફેલાવ્યા કરે છે. જ્યારે જ્યારે કર્મક્ષયનું નિમિત્ત બળવાન થાય ઉદા. ત. દેશના સમયે ઇત્યાદિ ત્યારે ત્યારે આ સુવાસ વધુ તીવ્ર બને છે.
આ જ રીતે દેવો વારંવાર ચંદનની સુવાસ પણ પ્રસરાવતા હોય છે. ચંદન શીતળતા આપે છે, આ શીતળતાને અમુક અંશે સુધારસ સાથે સંબંધ છે. જીવ સુધારસની શીતળતાનો સદુપયોગ કરી સહેલાઈથી પોતાની આત્મદશા વધારી શકે છે. પ્રભુ તો પૂર્ણ શીતળ છે, અને સુધારસથી ભરપૂર છે. તેઓ પોતાની અદ્ભુત શીતળતા કલ્યાણભાવ સાથે ચોમેર પ્રસરાવી રહ્યા છે. એ હકીકત જાહેર કરવાના ઉદ્દેશથી દેવો ચંદનની સુગંધની લહેરીઓ છોડતા રહે છે. ચંદનની સુવાસ દશાની વર્ધમાનતા બતાવે છે અને કર્મક્ષયની જાણકારી ગુલાબની સુગંધથી જીવને મળતી રહે છે. આ સુગંધી શીતળતા આપનાર વાતાવરણમાં આવતાં જીવો ખૂબ અંતરંગ શાંતિ વેદી કર્મક્ષય કરવા પ્રવૃત્ત થાય છે.
૧૪. સુખરૂપ તુ પ્રભુ જ્યાં બિરાજે છે ત્યાંનું વાતાવરણ લોકોને સુખ આપનારું હોય છે. ઋતુના ઉપદ્રવથી જે અશાતા આવે છે તેનો અભાવ પ્રભુની વિદ્યમાનતાએ રહે છે. કોઈ પણ ઋતુ તીવ્ર સ્વરૂપ ધારણ કરતી નથી, માનવના દેહને અનુકૂળ થાય તેવી ઋતુ વર્યા કરે છે. સૂર્યની ગરમી શક્તિ વધારનાર થાય છે, વર્ષા અમૃતરૂપ બની ધરતીનાં રસકસ વધારે છે, શીતઋતુ ધનધાન્યની વૃદ્ધિ આપી વસ્તુઓની તંગી વરતાવા દેતી નથી, મતલબ કે પ્રભુની વિદ્યમાનતાએ પ્રત્યેક ઋતુમાં લોકોની સમૃદ્ધિ અને શાતા વધતાં હોય એમ જણાય છે. આ અતિશય મિશ્ર પ્રકારનો છે.
પ્રભુને શાતાવેદનીય ખૂબ બળવાન હોય છે તેથી તેમની આજુબાજુનું વાતાવરણ આરામદાયક અને શાતા આપનારું બને છે. વળી, દેવોને દેવલોકમાં સદાને માટે
૭૫
Page #102
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
શાતાકારી ઋતુ જ હોય છે. તેથી તેમને પૂજનીય અને વંદનીય એવા પ્રભુને પણ ખૂબ શાતાકારી ઋતુ મળ્યા કરે તેવા ભાવ થવાથી, પોતાનાં શાતાના અનુભવથી પ્રેરાઈને પ્રભુની આસપાસની જગ્યામાં આરામદાયક ઋતુ વર્તતી રહે એવો પુરુષાર્થ કરે છે. આમ પ્રભુના અન્યને શાતા આપવાના ભાવ ઝીલી સહેજે ઉત્પન્ન થતા સુખરૂપ ઋતુના અતિશયને દેવો દિવ્ય સ્વરૂપ આપે છે. અને તેને લીધે પ્રભુનો આ અતિશય મિશ્ર પ્રકારનો બને છે.
૧૫. નિયમિત ઋતુ આવો બીજો મિશ્ર પ્રકારનો અતિશય છે તે નિયમિત ઋતુ છે. પ્રભુ જ્યાં જ્યાં વિચરે છે ત્યાં ત્યાં નિયમિત અને સુખરૂપ તુ રહ્યા કરે છે. પ્રભુની આસપાસના એક જોજન વિસ્તારમાં રોગ, મરકી, આદિ સમૂહગત ઉપદ્રવો સંભવતા નથી. અંગત કે વ્યક્તિગત રોગ આવી શકે છે, પણ લોક સમુદાયને સ્પર્શતી કઠણાઈ વર્તતી નથી. તીડ, મૂષક, મચ્છર આદિ જીવોથી થતો ઉપદ્રવ પણ રહેતો નથી. વરસાદ નિયમિતપણે માપમાં વરસે છે, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થતાં નથી, શીતળતા આરામદાયક હોય છે, અતિ શીત કે અતિ ઉષ્ણતા થતાં નથી. વળી, સામાન્યપણે ઋતુનો જે ક્રમ યોગ્ય હોય તે વર્યા કરે છે, તેમાં અલપઝલપ ફેરફાર થતાં નથી. આમ ઋતુનાં શાતા અને સુવિધા વર્યા કરે છે તે ઋતુનું નિયમિતપણું બતાવે છે.
આ પ્રકારે પ્રભુ જ્યાં જ્યાં વિચરે છે ત્યાં ત્યાં પ્રસન્નતા આપતી ઋતુ રહ્યા કરે છે, અને સહુને શાતાકારી વાતાવરણ મળે છે. પ્રભુનાં અતિ બળવાન શાતા વેદનીય કર્મનો પ્રભાવ આને ગણી શકાય. તેમનાં શરીરમાંથી માત્ર શુભ પરમાણુઓ પ્રહાઈને છૂટાં પડે છે, તેની અસરને કારણે માત્ર શુભ પરમાણુઓ જ તેમની આજુબાજુમાં રહે છે, અને અશુભ પરમાણુઓ દૂર ને દૂર ધકેલાઈ જાય છે. અન્ય જીવોની અપેક્ષાએ વિચારીએ તો પ્રભુના બળવાન કલ્યાણભાવના નિમિત્તે તેમનાં પુણ્યનો પણ ઉદય થાય છે, પાપ દૂર જાય છે અને તેનાં ફળરૂપે તેમને નિયમિત તથા સુખરૂપ ઋતુની અનુભૂતિ થાય છે.
૭૬
Page #103
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
પ્રભુનાં કલ્યાણભાવનો પ્રભાવ એવો હોય છે કે જે કોઈ જીવ ભાવપૂવર્ક તેમના સંપર્કમાં આવે છે, તે જીવ કોઈ ને કોઈ અપેક્ષાએ વિકાસ પામે છે. હવે જો અશુભ રોગાદિ રૂપે પરિણમનારા જીવો પ્રભુના સંપર્કમાં આવે તો તેમનો પણ વિકાસ થવો જોઈએ, એ અસંજ્ઞી જીવો પર શુભ અસર પડવી જોઈએ, પણ તેમનું પરિણમન તો વિકાસથી વિરુદ્ધ પ્રકારનું રહ્યું હોય છે, તેથી તેમનું પ્રભુથી દૂર જવું જરૂરી થાય છે. અને તેઓ પ્રભુથી દૂર ફેંકાય છે. આમ પ્રભુ બિરાજમાન હોય છે ત્યાંથી તેમનાથી વિરુધ્ધ વર્તનારા જીવો દૂર ચાલ્યા જાય છે અને મરકી આદિ મહારોગ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુર્મિક્ષ આદિ અનિષ્ટો પ્રવેશી શકતાં નથી. આ કાર્ય કરવામાં દેવોની શક્તિ પણ મદદરૂપ થતી હોય છે. તેથી આ અતિશય પણ મિશ્રા પ્રકારનો છે.
૧૬. પ્રભુની વિશિષ્ટ વાણી – ૐ ધ્વનિ સમવસરણમાં પ્રભુની દેશના છૂટે છે તે ૐ ધ્વનિરૂપ હોય છે. આ ૐ ધ્વનિ તે પ્રભુનો સ્વયં પ્રગટતો અતિશય છે. છદ્મસ્થપણામાં સહુથી લાંબા કાળના કલ્યાણભાવ શ્રી અરિહંત પ્રભુએ સેવ્યા હોય છે, તેથી તેમને સહુથી મોટી સંખ્યાના જીવો સાથે શુભ ઋણાનુબંધ બંધાયો હોય છે. આ સંબંધ પરમાર્થરૂપ હોવાથી, સમવસરણમાં આવેલા જીવો સાથે બંધાયેલો આ શુભ ઋણાનુબંધ ઉદયમાં આવે છે, અને તેથી તે જીવોને પોતાના પ્રશ્નોનો ખુલાસો તથા જિજ્ઞાસાનું સમાધાન મેળવવા માટે પાત્રતા તથા યોગ પ્રવર્તે છે. ચારે ગતિના જે બધા જીવો સમવસરણમાં આવ્યા હોય છે તે સહુની પાત્રતા તથા ભાષા અલગ અલગ હોય તે સ્વાભાવિક છે, તેથી સહુને એકસાથે સમાધાન મળવું આપણી સામાન્ય બુદ્ધિથી તો અશક્ય જ જણાય. પરંતુ પ્રભુને પ્રગટેલાં અત્યુત્તમ કલ્યાણભાવના પ્રભાવથી સહુને સમાધાનકારક થાય એવી ૐ ધ્વનિરૂપ વાણી પ્રગટ થાય છે, જે દેશનારૂપે સંભળાય છે. આ ધ્વનિમાંથી પોતાને અનુકૂળ ભાવ ગ્રહણ કરી જીવ પોતાના વિકાસ માટેનો બોધ તથા માર્ગદર્શન મેળવી લે છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
શ્રી પ્રભુની દેશનામાં ૐ ધ્વનિ તેમના આખા દેહમાંથી છૂટે છે. ૐ ધ્વનિ એ પંચપરમેષ્ટિ ભગવંતના (પાંચે ભગવંતે ભાવેલા) કલ્યાણભાવના પરમાણુઓને એકઠા કરી શ્રી તીર્થકર પ્રભુએ સરજેલા કલ્યાણનાં પરમાણુનો પિંડ હોય છે. તે પિંડ વાચાવર્ગણાનું રૂપ ધારણકરી પ્રગટ થાય છે. આમ ૐ ધ્વનિ એ પંચપરમેષ્ટિ ભગવંતનું પ્રતિનિધિત્વ કરે છે. તેમાં શ્રી અરિહંતનો “અ”, સિદ્ધપ્રભુ એટલે અશરીરીનો “અ”, આચાર્યનો ‘આ’, ઉપાધ્યાયજીનો ‘ઉ' અને સાધુસાધ્વી અર્થાત્ મુનિનો ‘મુ” એકત્રિત થઈ (ચાર સ્વરને એક વ્યંજન સાથે ઉચ્ચારવાથી) “ઓમ્” શબ્દ બને છે. આ પાંચે પ્રભુનો કલ્યાણભાવ શ્રી તીર્થંકર પ્રભુમાં એકત્રિત થઈ પિંડરૂપ બની, પંચપરમેષ્ટિની આજ્ઞા લઈ ધ્વનિરૂપે પ્રસારિત થાય છે. જ્યારે ૐ ધ્વનિ છૂટે છે ત્યારે તેનો વિસ્ફોટ થાય છે, અને પાંચે પ્રભુના કલ્યાણભાવ અલગ પડે છે. દેશના સાંભળનાર જીવ પોતપોતાની દશા તથા જિજ્ઞાસા અનુસાર તે પંચપરમેષ્ટિના ચડઊતર કલ્યાણભાવને ઝીલી ભેટરૂપે સ્વીકારે છે. તે જીવને પોતાના વિકાસ માટે જે પંચપરમેષ્ટિનો કલ્યાણભાવ વિશેષ ઉપકારી થાય તે પદના કલ્યાણભાવનો સ્વીકાર થાય છે, અને તેની સાથે પોતાના આત્મપ્રદેશનું અનુસંધાન કરી પોતાના પ્રશ્નનું સમાધાન તથા પોતાને યોગ્ય માર્ગદર્શન મેળવી લે છે. આમ સમવસરણી પ્રત્યેક જીવ પોતપોતાની ભાષામાં પોતાને યોગ્ય કલ્યાણનાં પરમાણુઓ તથા માર્ગદર્શન મેળવી ધન્ય થાય છે. શ્રી પ્રભુના કલ્યાણભાવને કારણે સ્વયં પ્રગટતો આ સર્વોત્તમ અતિશય છે.
૧૭. પ્રભુની વાણીનું અનન્યપણું દેશના વખતે પ્રભુમાંથી છૂટતી ૐ ધ્વનિરૂપ વાણી એક જોજનના વિસ્તારમાં યથાર્થતાથી એક સરખી રીતે સાંભળી શકાય છે, તે પ્રભુની વાણીનો દેવકૃત અતિશય છે. આ વાણીની ખૂબી એ છે કે જીવ પ્રભુની નજીક હોય કે દૂર હોય, પણ તેને આખા સમવસરણમાં એક જ લય અને સ્વરની એકસરખી ઉચ્ચતા સાથે સંભળાય છે. ક્યાંક મોટેથી સંભળાય અને ક્યાંક ધીમેથી સંભળાય એવું ક્યારેય બનતું નથી. આખા સમવસરણમાં કોઈ પણ જગ્યાએ બેસીને જીવ પ્રભુની વાણી સાંભળતો હોય
૭૮
Page #105
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
તો તે પ્રભુની નજીકમાં બેસીને જ વાણી સાંભળે છે એવો અનુભવ તેને સતત રહેતો હોય છે.
દેવો પોતાની ઋદ્ધિથી દેશના વખતે એવી રચના કરે છે કે જેથી ૐ ધ્વનિનાં પરમાણુઓ ગણતરીના સમયમાં એકસરખી ગતિથી અને એકસરખી માત્રામાં આખા સમવસરણમાં ફરી વળે છે. અને સહુ જીવોને દેશનાનો એક સરખો લાભ, પોતપોતાની દશાના અનુસંધાનમાં મળતો રહે છે. આમ સમવસરણના એક જોજનના ક્ષેત્રમાં સર્વ પાત્ર જીવો આ વાણીનો લાભ લઈ શકે છે. અપાત્ર જીવ સમવસરણમાં પ્રવેશતા નથી.
પ્રભુના અતિશયોનો વિચાર કરતાં સમજાય છે કે પુષ્પવૃષ્ટિ, અમૃતવર્ષા, સુગંધ, સુખરૂપ ૠતુ અને ૐ ધ્વનિ એ પાંચ અતિશયો જીવની પાંચે ઇન્દ્રિયોને સુખ તથા શાતા આપનાર ભાસે છે. પાંચે ઇન્દ્રિયો પર અદ્ભુત વિજય મેળવનાર શ્રી પ્રભુનાં નિમિત્તે આ અતિશયો સર્જાય છે.
ચરમ ભવમાં શ્રી અરિહંત પ્રભુ પાંચે ઇન્દ્રિયોનો પૂર્ણતાએ સંયમ કરે છે. આ સંયમ લેવાનાં મૂળ તે પહેલાનાં ઘણાં લાંબા ગાળે નંખાયેલા હોય છે. પ્રભુનો જીવ જ્યારે પહેલી વાર ઇતર નિગોદમાં પૃથ્વીકાયરૂપે આવે છે ત્યારે જેના નિમિત્તથી તેઓ નિત્યનિગોદની બહાર નીકળ્યા હોય છે તે તીર્થપ્રભુના નિમિત્તથી તેમના આઠ રુચક પ્રદેશની આકૃતિ પહેલાં ૐૐ રૂપ અને પછીથી સ્વસ્તિક () રૂપ થોડા સમય માટે ધારણ કરે છે. ભાવિ તીર્થંકર સિવાય કોઈ પણ આત્માના રુચક પ્રદેશની આકૃતિ પૃથ્વીકાયમાં ઓમ અને સ્વસ્તિકરૂપ એક સાથે બનતી નથી. આ અનન્ય પ્રક્રિયાનું પરિણામ એ આવે છે કે પ્રભુના જીવાત્માના રુચક પ્રદેશથી આ આકૃતિઓ રચાય છે ત્યારે તેઓ તેમની સમાન કક્ષાના જીવો કરતાં વિશેષ શાતાનું વેદન કરે છે. પરિણામે તે શાતાના પ્રભાવથી તેમની આસપાસના જીવો પણ રુચક પ્રદેશથી ૐ આકૃતિ સર્જવા ભાગ્યશાળી થાય છે. આ પહેલી ઇન્દ્રિયના વિજયના ચિહ્નરૂપે ચરમ દેહના કાળમાં સુખરૂપ ૠતુ પ્રવર્તે છે. આમ થવાનું કારણ એ છે કે ઓમ અને સ્વસ્તિકની રચના કરતી વખતે તેમની દેહાત્મબુદ્ધિ અન્ય જીવો કરતાં અલ્પાંશે અલ્પ હોય છે.
૭૯
Page #106
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
બીજી ઇન્દ્રિય છે રસના. તેનો જય સૂચવવા અમૃતવર્ષા થાય છે. પ્રભુનો જીવ જ્યારે પહેલી વખત બેઇન્દ્રિય થાય છે ત્યારે અને છેલ્લી વખત બેઇન્દ્રિય થાય છે ત્યારે તેને પોતાના રુચક પ્રદેશથી ફરીથી ૐ ની આકૃતિ રચાય છે, અને તેમના સમાન અન્ય જીવો કરતાં અલ્પાંશે દેહાત્મબુદ્ધિ ઓછી હોવાથી એટલી વિશેષ શાતા વેદે છે. આ આકૃતિના અને શાતાના બળથી અન્ય એકેંદ્રિય જીવો તથા બેઇન્દ્રિય જીવો પોતાની ૐ ની આકૃતિ રચવામાં જરૂરી સહાયતા મેળવી શકે છે. કેટલીક વખત ચરમ જન્મમાં પ્રભુના અંગુઠામાંથી પણ અમૃત વરસે છે તેનું કારણ પણ રસનાજય સમજાય છે.
ત્રીજી ઇન્દ્રિય ધ્રાણેન્દ્રિય છે. આ ઇન્દ્રિય પરનો પ્રભુનો વિજય ગુલાબ તથા સુખડની સુગંધના પમરાટથી સૂચવાય છે. પ્રભુનો જીવ જ્યારે પહેલીવાર અને છેલ્લીવાર ત્રણ ઇન્દ્રિય મેળવે છે ત્યારે તેમના રુચક પ્રદેશો ૐની આકૃતિ અને સ્વસ્તિકની આકૃતિ પણ રચે છે. તે વખતે તેમના જીવથી ઘણાં શુભ કર્મો બંધાય છે; અને અન્ય જીવોને યોગ્ય આકૃતિ રચવામાં તે શુભભાવ સહાયરૂપ થાય છે. તે જીવ છેલ્લી વખતની ત્રીજી ઇન્દ્રિયની પ્રાપ્તિ વખતે દેહની લુબ્ધતામાં ન ફસાતાં શુભભાવમાં જાય છે તેથી તેના ફળ રૂપે પૂર્ણ થાય ત્યારે આ અતિશય પ્રગટે છે.
ચોથી ઇન્દ્રિય છે ચક્ષુ ઇન્દ્રિય. આ ઇન્દ્રિય પરના વિજયને સૂચવનાર અતિશય છે પુષ્પવૃષ્ટિ. પ્રભુનો જીવ પહેલી વાર અને છેલ્લી વાર ચડતી વખતે ચોથી ઇન્દ્રિય આંખ મેળવે છે ત્યારે તેના રુચક પ્રદેશો ૐની આકૃતિમાં ગોઠવાઈ જાય છે. અને તેનાથી અંતિમ ભવમાં જે ઇન્દ્રિય વિજય તેમને થાય છે તેનું અને તેમના પુરુષાર્થની ત્વરાનું પ્રતિનિધિત્વ પુષ્પવૃષ્ટિ કરે છે.
પાંચમી શ્રવણેદ્રિય છે. તે ધ્વનિ અને વાણીનું કારક છે. આવી શ્રવણેન્દ્રિય મુખ્યતાએ સંજ્ઞી પંચેન્દ્રિય જીવને જ હોય છે. તેથી તેનું મહાભ્ય સૌથી વિશેષ કહ્યું છે. શ્રી અરિહંત પ્રભુનો જીવ પહેલી વખત અને છેલ્લા આવર્તનના પંચેન્દ્રિયપણાના પહેલા ભવમાં શ્રવણેન્દ્રિય મેળવે છે ત્યારે તેમના રુચક પ્રદેશોથી પહેલા સ્વસ્તિક (F) અને પછી તરત જ ઓમ (ૐ) રચાય છે. આમાંથી નીપજતી શુભભાવનાના જોરથી તેઓ આગળ વધતા જઈ મૌનપણે કલ્યાણભાવ સેવતા જાય છે. ચોમેર ધર્મનો
૮૦
Page #107
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
ફેલાવો કરવાનો છે એનું સૂચન સ્વસ્તિકની રચનામાં મળે છે. ૐૐ એ બોધનું પ્રતિક છે. ઓમ સ્વસ્તિક પછી રચાય છે તે એ સમજાવે છે કે પૂર્ણતા આવ્યા પછી જ પ્રભુએ સેવેલો કલ્યાણભાવ સાકાર થશે. તીર્થંકર પ્રભુ પૂર્ણતા આવ્યા પછી જ ઉપદેશ આપવા ઇચ્છે છે કેમકે છદ્મસ્થ અવસ્થાની અપૂર્ણતા અન્ય જીવોને પસાર થાય તે તેમને રુચિકર હોતું નથી. તેઓ છેલ્લી વાર સંજ્ઞી પંચેન્દ્રિય થાય છે ત્યારે અઢળક જ્ઞાન શમાવવાની શક્તિ મેળવી લે છે. તેમની આ મહાનતાને બિરદાવવા માટે દેવો લોકોપકારક બની એમના ૐૐ ધ્વનિરૂપ મંગળનાદને એક જોજન સુધી ફેલાવે છે. શ્રી તીર્થંકર પ્રભુનો જીવ પહેલીવાર એકેંદ્રિયથી સંજ્ઞી પંચેન્દ્રિય સુધી વિકસે છે ત્યારે તેમને વિકાસ માટે તીર્થંકર અથવા ભાવિ તીર્થંકરનું નિમિત્ત મળે છે, એ જ રીતે છેલ્લા આવર્તનમાં એકથી સંશી પંચેન્દ્રિય સુધી વિકાસ માટે પણ તેમને તીર્થંકર કે ભાવિ તીર્થંકરનું નિમિત્ત મળતું હોવાથી તેમનું વીર્યોપાર્જન ખૂબ સબળ હોય છે.
આ પરથી તારણ કાઢતાં આપણને સમજાય છે કે તીર્થંકર પ્રભુથી જે જીવ નિત્યનિગોદમાંથી નીકળી ઇતર નિગોદમાં આવે છે ત્યારથી પહેલીવાર તે જીવ સંજ્ઞીપંચેન્દ્રિય થાય છે ત્યાં સુધી તેને વિકાસના પ્રત્યેક પગથિયે તીર્થંકર કે ભાવિ તીર્થંકરનું નિમિત્ત મળે છે. તે પછીથી ચડઊતર સામાન્ય જીવો જેવી જ થયા કરે છે. અને તેમના છેલ્લા આવર્તનમાં તેમનો જીવ એકેંદ્રિયથી સંજ્ઞી પંચેન્દ્રિય થાય છે ત્યાં સુધી તેમને તીર્થંકર અથવા ભાવિ તીર્થંકરનું નિમિત્ત મળે છે, જેના થકી તેમને ખૂબ વીર્યદાન મળે છે. અને એ જ રીતે તેમના પરમાર્થના વિકાસમાં પણ અંતર્વૃત્તિસ્પર્શથી પ્રત્યેક વિકાસનાં પગલે તેમના જીવને તીર્થંકર અથવા ભાવિ તીર્થંકરની સહાય મળતી હોવાથી તેઓ પોતે તીર્થંકર પદ ઉપાર્જન કરી સર્વ વિકાસ સાધે છે. આ પણ તેમના જીવનનો એક પ્રકારનો અતિશય કહી શકાય.
૧૮,૧૯. પ્રભુને વાળ તથા નખ ન વધવા
શ્રી તીર્થંકર પ્રભુને જન્મથી જ માથા પર ઘણા અલ્પ વાળ હોય છે. જ્યારે તેઓ દીક્ષા લે છે ત્યારે રહ્યાસહ્યા એ વાળનો લોચ કરે છે, અને તે પછીથી તેમને માથા પર વાળ
૮૧
Page #108
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
ઊગતા જ નથી. તેમનો આથી બીજી વખત લોચ કરવાનો પ્રસંગ જ આવતો નથી. આ તેમનો સ્વયં ઉપજતો અતિશય છે.
આ જ પ્રમાણે પ્રભુને હાથ અને પગના નખ વધતા નથી, તેથી તેમને નખ કાપવાનો પ્રસંગ જ આવતો નથી. આ પણ તેમને સ્વયં નીપજતો અતિશય છે. દેહાધ્યાસ ક્ષીણ થયો હોવાથી અને રતિ – અરિત નોકષાયની અતિ અલ્પતા હોવાને કારણે આવા અતિશયો પ્રભુને પ્રગટે છે.
૨૦. લોહી માંસની શ્વેતતા
સામાન્ય રીતે સહુ સંશી પ્રાણીઓનાં લોહી તથા માંસ લાલ રંગના હોય છે. તિર્યંચ અને મનુષ્યનાં લોહીમાંસ ખુલતા લાલ રંગનાં હોય છે, નારકીનાં લોહીમાંસ કાળાશભર્યા લાલ રંગનાં હોય છે. અને દેવોનાં લોહીમાંસ ગુલાબી ઝાંયવાળા લાલ રંગનાં હોય છે. જીવોના લોહીમાંસના રંગની ઘેરાશ તેને વર્તતા અશુભકર્મની ત૨તરમતા પ્રમાણે થાય છે. જેમ જેમ ઘાતીકર્મોની તીવ્રતા સાથે અશુભ કર્મના ઉદય વધારે તેમ તેમ તેનાં લોહીમાંસ ઘેરાં રંગના થતાં જાય છે, અને જેમ જેમ ઘાતીકર્મની મંદતા સાથે શાતા વેદનીયરૂપ શુભ કર્મના ઉદય વધારે તેમ તેમ તેમનાં લોહીમાંસ આછા રંગના થતાં જાય છે. અર્થાત્ દેહાધ્યાસના ઉદયની માત્રાની વિશેષતા સાથે લોહીનો રંગ સંબંધ ધરાવે છે.
વળી જેમ જેમ જીવો પોતાના આત્મપ્રદેશોનો સ્થૂળ પુદ્ગલના પરમાણુઓ સાથેનો સંબંધ છોડતા જાય છે, પોતાના પ્રદેશોને દેહના સ્થૂળ પરમાણુના સંપર્કથી દૂર કરતા જાય છે તેમ તેમ તેમના લોહીમાંસની લાલાશ ઘટતી જાય છે, કાળાશ રહેતી નથી અને લોહીનો રંગ બદલાતો જાય છે.
આ પ્રક્રિયા પરથી આપણે સમજી શકીએ કે તીર્થંકર પ્રભુ કે જેમને બળવાન શુભ કર્મનો ઉદય હોય છે, અશુભ કર્મો માત્ર અશાતા વેદનીય રૂપે જ આવે છે, ઘાતીકર્મોનું તેમને અતિ મંદપણું હોય છે, તેમને લોહીનો રંગ તથા માંસનો રંગ શ્વેત થઈ જાય
૮૨
Page #109
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
તે સ્વાભાવિક છે. પ્રભુને જન્મથી જ શ્વેત લોહી તથા માંસ હોય છે. આમ થવાનું બીજું કારણ તેમનાં શરીરમાં સતત વહેતા સુધારસનું બહુલપણું પણ છે. શ્વેત લોહીમાં ગુણ અપેક્ષાએ લાલ લોહી કરતાં વિશેષ ગુણો રહેલા છે. લાલ લોહી એ સંસારની આસક્તિ અને ઉદય સૂચવે છે, તે જેમ જેમ નીકળતાં જાય તેમ તેમ તેમાં સુધારો થઈ શ્વેતતા છવાતી જાય છે. અને આત્મા સુધારસમાં જેમ જેમ વિશેષ તરબોળ થતો જાય તેમ તેમ શ્વેતતા વધે છે. આ કારણથી કેવળીપ્રભુનું લોહી શ્વેત બને છે. લોહીના રંગનો આ ફેરફાર ક્ષેપક શ્રેણિમાં થાય છે.
૨૧. દેવદુંદુભિ શ્રી અરિહંત પ્રભુની દેશના છૂટવાના સમયની જાણકારી દેવોને અવધિજ્ઞાનથી આવે છે. દેશના પહેલાના થોડા કાળે તેમને દેશનાના સમયની તથા સ્થળની જાણકારી મળે છે. તેનાથી તે દેવો ખૂબ પ્રસન્ન અને ઉત્સાહી થાય છે. પ્રભુની દેશનાનાં સ્થળ તથા કાળની જાણકારી સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્યોને મળે અને તેઓ દેશનાનો યથાયોગ્ય લાભ પામે એવી શુભભાવનાથી પ્રેરાઈ દેવો આકાશમાં દેવદુંદુભિ વગાડે છે.
દેશનાના સમય પહેલાં બે ઘડીએ એક બાજુ તેઓ સહુ મળી સમવસરણની રચના શરૂ કરે છે, અને બીજી બાજુ દેવદુંદુભિ વગાડી લોકો સમક્ષ પ્રભુનાં ગુણગાન કરે છે, અને તેઓને દેશનાનાં સ્થળ તથા કાળની જાણકારી આપે છે. સહુને પ્રભુની દેશનાનો યોગ્ય રીતે લાભ લેવા સૂચના કરે છે. આવો દેવદુંદુભિનો નાદ સાંભળી દેશનાનો લાભ લેવા લોકો સમવસરણ પ્રતિ જાય છે. આ દુંદુભિથી એવો નાદ પ્રસારિત થાય છે કે જેથી સાંભળનારની વૃત્તિઓ અમુક પ્રમાણમાં શાંત થતી જાય છે. તેઓને સ્વકલ્યાણ કરવાનો ભાવ જાગ છે તથા વધતો જાય છે. પરિણામે તેમના પ્રભુ પ્રતિના પૂજ્યભાવમાં વધારો નોંધાય છે. આ રીતે દેવોને પોતાનાં અવધિજ્ઞાનથી પ્રભુની દેશના બાબત જે જાણકારી મળી હોય છે, તે જાણકારી દુંદુભિના સાધન દ્વારા અન્ય તિર્યંચો તથા મનુષ્યોને આપી, પરોપકાર કરી પોતે
૮૩
Page #110
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
મહતું પુણ્યોપાર્જન કરે છે. આ દેવદુંદુભિ એ રીતે પૂર્ણતાએ પ્રભુનો દેવકૃત અતિશય છે.
૨૨. ગર્ભકાળથી ત્રણ જ્ઞાન શ્રી અરિહંત પ્રભુનો જીવ ગર્ભમાં આવે છે ત્યારથી જ પોતાના પુરુષાર્થ તથા વીર્યના જોરથી ગર્ભની અસહ્ય વેદનામાં પણ મુછિત ન થતાં, મતિ, શ્રુત તથા અવધિજ્ઞાન સાથે રહી કર્મને ભયંકર પરાજય આપે છે. આ પ્રભુનો સ્વયં પ્રગટતો અતિશય છે. સામાન્ય મનુષ્યબાળ સતત નવ માસ મુછિત અવસ્થામાં પસાર કરે છે. ત્યાં અરિહંત બાળ સજાગ રહી ત્રણ જ્ઞાનને વિશેષપણે અવધારે છે. આવાં વીર્ય તથા પુરુષાર્થ અન્ય કોઈ પણ જીવ ધરાવતો નથી. આથી અરિહંતપ્રભુ જેવી અવધિજ્ઞાનની નિર્મળતા અન્ય જીવોને સામાન્યપણે હોતી નથી. જન્મ પછી પ્રભુને આ ત્રણે જ્ઞાનની નિર્મળતા વધતી જાય છે. તેમને દીક્ષા લેતી વખતે ચોથું મન:પર્યવ જ્ઞાન વિશેષતાએ વધે છે. અને આ ચારે જ્ઞાન ઉત્કૃષ્ટપણું ધારણ કરી કેવળજ્ઞાનમાં સમાઈ જાય છે.
બધા જીવો કેવળજ્ઞાન લેતાં પહેલાં અવધિ કે મન:પર્યવ જ્ઞાન પ્રગટાવે તેવો નિયમ નથી. મતિ અને શ્રુતજ્ઞાનની નિર્મળતાના આધારે જીવ કેવળજ્ઞાન પામી શકે છે. કેટલાક આત્મા મતિ, શ્રુત અને અવધિજ્ઞાન સાથે કેવળજ્ઞાન ધારણ કરે છે, કેટલાક મતિ, શ્રુત અને મન:પર્યવજ્ઞાન સાથે કેવળજ્ઞાન પામે છે તો કેટલાક મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવ સાથે કેવળજ્ઞાન પ્રગટાવે છે. સહુના ક્ષયોપશમ અને પુરુષાર્થને આધારે અવધિ મન:પર્યવની પ્રાપ્તિ અપ્રાપ્તિ આધાર રાખે છે. શ્રી અરિહંત અને ગણધરને નિયમપૂર્વક આ ચાર જ્ઞાન હોય છે, પછી તેઓ કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરે છે, અને તેમના સિવાયના અલ્પ સંખ્યાના જીવો ચારજ્ઞાન સાથે કેવળજ્ઞાન પામે છે.
પ્રભુને જન્મથી ત્રણ જ્ઞાનનું ધારવાપણું હોય છે, તેનાં મૂળ ઊંડા હોય છે. જે સમયે પ્રભુનો આત્મા તીર્થંકર નામકર્મ નિકાચીત કરે છે તે સમયે તેમને કલ્યાણના
Page #111
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
ભાવ અતિ ઉત્તમ તથા અતિ પ્રબળ હોય છે. એ વખતે તેમને કર્માનુસાર અમુક માત્રામાં જ્ઞાનાવરણ પણ ઉદયમાં હોય છે. આથી તેમના કલ્યાણભાવ અને આવરણ વચ્ચે સંઘર્ષ થાય છે, તેથી તે જીવ અમુક પ્રકારની ઇષ્ટ મુંઝવણ વેદે છે. તેને લીધે તેમને એવાં નવીન કર્મનો બંધ થાય છે કે જેનાં ફળરૂપે ભાવિમાં આ જાતનાં જ્ઞાનાવરણ અને જ્ઞાનાવરણ તોડવાની અંતરાય ક્ષીણ થઈ જાય. આના પ્રભાવથી મનુષ્યજન્મના પહેલા સમયથી જ તેમને ત્રણ જ્ઞાન પ્રવર્તે છે. આ ત્રણે જ્ઞાન તેમને વય વધવાની સાથે વધતાં જાય છે. તેમને કલ્યાણના ભાવ જેટલા બળવાન હોય, અને જેટલા વધારે જીવો સાથે શુભ ઋણાનુબંધ હોય તેટલા વધારે જીવોનું કલ્યાણ તેમના થકી થાય છે.
મતિ અને શ્રુતજ્ઞાનની વધતી નિર્મળતાને કારણે પ્રભુને ઘણાં ઘણાં રહસ્યો સ્મૃતિમાં હોય છે, તેથી બાળસહજ ચેષ્ટામાં પણ પોતે કર્મના પાશમાં વિશેષ ન બંધાય એવી રીતે પ્રભુ વર્તે છે. પ્રભુ પોતાને વર્તતા ત્રણ જ્ઞાનના આધારથી પૂર્વની ઘણી ઘણી સ્મૃતિ ત્વરાથી લઈ, સંયમમય ચારિત્ર પાળે છે અને યોગ આવ્યેથી દીક્ષા લઈ ચોથું જ્ઞાન પ્રગટાવે છે.
બાળવયે પણ તેમનું પીઢપણું અન્ય જીવોને ખૂબ આકર્ષે છે. અને તેમની પાસેથી ઘણા જીવો ઘણું ઘણું ગ્રહણ કરે છે. તેથી જ્યારે તેઓ દીક્ષા લેવા તત્પર થાય છે ત્યારે મોટો જનસમૂહ તેમની સાથે દીક્ષા લેવા પ્રેરાય છે. દીક્ષા વખતના તેમનાં ઉત્કૃષ્ટ વૈરાગ્યભાવ અને કલ્યાણભાવને કારણે ચોથું મન:પર્યવ જ્ઞાન તેમને ખીલે છે, અને દીક્ષા પછીનાં તેમનાં ઉત્તમ આરાધનને કારણે પાંચમું કેવળજ્ઞાન પ્રગટ થાય છે.
૨૩. વરસીદાન
શ્રી અરિહંત પ્રભુના જન્મ પછી તેમની સંભાળ લેવા માટે દેવો સતત પ્રયત્નશીલ હોય છે. તેમને પ્રભુની સેવા કરવાના ભાવ એટલા બધા ઉલ્લસિત હોય છે કે તેઓ પ્રભુનાં વસ્ત્રો, આભુષણો આદિ દેવલોકમાં તૈયા૨ કરાવી પૃથ્વી પર મોકલતા
૮૫
Page #112
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
રહે છે. રાજ્ય ચલાવવાની કેટલીક જવાબદારી પણ તેઓ લેતા હોય છે. અને પ્રભુને પોતાની નિર્લેપતા તથા નિસ્પૃહતા વધારતા જવાના પ્રયત્નોમાં મદદગાર થવા પણ તેઓ સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. આમ પ્રભુ દેવોની અનેકવિધ મદદ પણ નિસ્પૃહભાવથી ભોગવતા હોય છે, અને એ દ્વારા પૂર્વોપાર્જિત શતાવેદનીય કર્મ નિર્જરાવતા હોય છે. આમ સંસારકાળ ભોગવતા ભોગવતી દીક્ષા લેવાને એક વર્ષ બાકી રહે ત્યારે પ્રભુને વૈરાગ્યના ઉત્કૃષ્ટ ભાવ વર્તવા માંડે છે.
આ કાળમાં પ્રભુ સાતમા ગુણસ્થાનના ઉત્તર વિભાગમાં વર્તતા હોય છે, જેથી તેમનો વૈરાગ્ય અદ્ભુત હોય છે. આવા દશાના ભાન સાથેના પસાર થતા દિવસોમાં ‘સંધ્યા' તેમને માટે જીવન પરિવર્તનનું નિમિત્ત બને છે. ખીલેલી સંધ્યાનું અવલોકન કરતાં તેમના મનમાં ‘સૂર્યના અસ્ત'ના વિચારો આવે છે. અને તેના અનુસંધાનમાં જીવનનું નાશવંતપણું ટાળવા માટે પ્રબળ પુરુષાર્થ થવાનો નિશ્ચય તેમને પ્રગટે છે. તેથી તેમની પાસે જે કંઈ પૌગલિક ભૌતિક સંપત્તિ હોય તેનો ત્યાગ કરવાના ભાવ પ્રબળ બને છે, અને તેઓ નિર્ણય કરે છે કે બીજા જ દિવસથી જે કોઈ જીવ પોતાની પાસે પુદ્ગલની સમૃદ્ધિ ઇચ્છે તેને તેનું દાન કરી સમૃદ્ધિથી વ્યાવૃત્ત થતા જવું. અને સર્વ વૈભવનું દાન થઈ રહે ત્યારે દીક્ષા તથા ચારિત્ર ગ્રહણ કરી શ્રેષ્ઠ પદ મેળવવું. આ નિશ્ચય બળવાન થતાં તેમનો આત્મા ઉપરાપર ત્રણ વખત શુક્લધ્યાનનો સ્પર્શ પામે છે. અને તેમના આવા પુરુષાર્થથી પ્રભાવિત થઈ દેવો તેમને પ્રગટપણે વાંદવા આવે છે. દેવોને પોતાનો નિર્ણય જણાવી પ્રભુ તેમને ધન્ય કરે છે. પ્રભુને વાંદી દેવો દેવલોકમાં પાછા ફરે છે અને તે પછીથી આશ્ચર્યની પરંપરા સર્જાય છે.
જે જગ્યાએ દેવો પ્રભુને વાંદે છે તે જગ્યાએ એક વિશાળ ચાંદીની પેટી દેવો મૂકે છે, તે પેટીમાં અનેક લક્ષણો કોતરાયેલાં હોય છે. આ પેટીમાં અનેક પ્રકારનાં રત્નો તથા સુવર્ણાદિ કિંમતી ધાતુ હોય છે. દેવોની વિનંતિને માન આપી પ્રભુ તેમાંથી દાન આપવાનું શરૂ કરે છે. દિવસ દરમ્યાન પેટી જેટલી ખાલી થઈ હોય તે ફરીથી રાત્રે ભરાઈ જાય છે. આ દાન નિયમપૂર્વક ભવિ જીવોના જ હાથમાં જાય છે. નિત્ય
८६
Page #113
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
અભવિ તે દાન પામતો નથી. આવું દાન આપવાની ક્રિયા એક વરસ સુધી ચાલે છે. આમ આ વરસીદાન એ એવા પ્રકારનો અતિશય છે કે જેમાં પ્રભુ તથા દેવો બંને નિમિત્તરૂપ હોય છે.
તે પેટીમાંથી પ્રભુ યાચકની માગણી અનુસાર રત્નાદિ આપતા હોય છે, પરંતુ માંગણી યાચકના ભાવિ અનુસાર થતી હોય છે. યાચકના ભાવિ અનુસાર થતી માંગણીથી જ પ્રભુ દાન આપે છે. તેની સૂક્ષ્મ સમજણ લેવાથી જબ્બર ગણિતાનુયોગની સમજણ આવી શકે છે.
આ રીતે એક વરસ પૂરું થાય ત્યારે લોકાંતિક દેવો આવી, પ્રભુને વંદન કરી, તેમને દીક્ષા લેવાનો યોગ આવ્યાની વિનંતી કરે છે. પ્રભુને પોતાના જ્ઞાનમાં દીક્ષાયોગ જણાતો હોય છે, પણ આજ્ઞાના મહાભ્યને જાળવવા આ વિધિ દશાવાન દેવો દ્વારા કરવામાં આવે છે. આ દેવોની વિનંતિથી પ્રભુ સર્વસંગ પરિત્યાગ કરવાની તૈયારી કરે છે.
૨૪. સાત ચકપ્રદેશની પ્રાપ્તિ શ્રી અરિહંત પ્રભુએ જીવ સમસ્તના કલ્યાણના ભાવ પ્રબળપણે ઘણા ભવો સુધી કર્યા હોય છે; અને તેના પ્રભાવથી નિત્યનિગોદના અમુક જીવો તેમનાં નિમિત્તે રુચક પ્રદેશ મેળવવા ભાગ્યશાળી થાય છે. નિત્યનિગોદમાં જીવો સંપૂર્ણતયા અવરાયેલા હોય છે, તેમાંથી જે સંખ્યાતા જીવોને યોગ આવે તેમના એક પછી એક કરીને સાત પ્રદેશ સિદ્ધ ભગવાન જેવા પૂર્ણ શુદ્ધ થાય છે. આ પ્રદેશો રુચક પ્રદેશ તરીકે ઓળખાય છે. પ્રભુ તીર્થકર નામ કર્મ નિકાચીત કરે ત્યારે, તે દેહ ત્યાગે ત્યારે, ચરમ દેહના ગર્ભ પ્રવેશ વખતે, જન્મ સમયે, દીક્ષા સમયે, કેવળજ્ઞાન પ્રગટે ત્યારે અને સિદ્ધ થાય ત્યારે એમ સાત પ્રસંગે, સાત પ્રદેશ શુધ્ધ થાય છે. અને સિદ્ધ થતા આત્માના પ્રભાવથી આઠમો પ્રદેશ શુધ્ધ કરી છેતરનિગોદમાં તે જીવ પૃથ્વીકાયરૂપે પરિભ્રમણ શરૂ કરે છે. આ શ્રી તીર્થંકર પ્રભુનો સ્વયં પ્રભાવિત અતિ બળવાન અતિશય છે, જે જગતજીવોની જાણમાં સહેલાઈથી આવી શકતો નથી.
Page #114
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
૨૫. પ્રભુનાં નિમિત્તે જીવ સમસ્તને એક સાથે વેદાતી એક સમયની શાંતિ
ઉપર જોયા તે સાત પ્રસંગે અરિહંત પ્રભુનો કલ્યાણભાવ એટલો બધો પ્રબળ હોય છે કે તેના પ્રભાવથી અભવિ જીવો સહિતના તમામે તમામ જીવ એક સમય માટે પરસ્પર વેરનો ત્યાગ કરી શાંતિનું વેદન કરે છે. પ્રત્યેક અરિહંત પ્રભુના નિમિત્તે જીવ સાત વખત આવી શાંતિનું વેદન પામે છે, અને તે શાંતિ અન્ય કોઈ પણ જીવના નિમિત્તથી લોકના જીવો પામતા નથી. આમ આ અતિશય સ્વયં સિદ્ધ છે.
૨૬-૩૦. પ્રભુનાં પાંચ કલ્યાણક
શ્રી તીર્થંકર પ્રભુનો ચરમ દેહનો ગર્ભ પ્રવેશ, તે દેહનો જન્મ, દીક્ષા ગ્રહણ, કેવળજ્ઞાનની પ્રાપ્તિ અને નિર્વાણ એ પ્રભુનાં પાંચ કલ્યાણક અને પાંચ દેવકૃત અતિશય છે. તેમના સિવાય આ પાંચ કલ્યાણક કોઈના પણ માટે દેવો ઉજવતા નથી. દેવો સહુ માટે જ્ઞાનકલ્યાણક અને નિર્વાણ કલ્યાણક ઉજવે છે, પરંતુ ગર્ભ, જન્મ અને દીક્ષા કલ્યાણક ઉજવતા નથી. આથી પ્રભુનાં આ પાંચે કલ્યાણક વિશેષરૂપ બની અતિશય ગણાય છે.
જ્યારે અરિહંત પ્રભુ નામકર્મ નિકાચીત કરે છે અને તે દેહનો ત્યાગ કરે છે ત્યારે દેવો તે માટે ઉત્સવ કરે છે, પરંતુ તે કલ્યાણક ગણાતાં નથી. એનું કારણ એ સમજાય છે કે આ બે સમયે કલ્યાણભાવ ઉત્કૃષ્ટ હોય છે, પણ તે પછીના કાળમાં તેમનાં કલ્યાણભાવમાં તીવ્રતા અને મંદતા આવ્યા કરે છે. પરંતુ ચરમ દેહના ગર્ભપ્રવેશ પછી આ ભાવમાં ક્યારેય મંદતા તેમને આવતી નથી. બલ્કે તેમના કલ્યાણભાવમાં ઉત્તરોત્તર બળવાનપણું અને વિસ્તૃતપણું થતાં જાય છે. તેમના કલ્યાણભાવની આ વર્ધમાનતા ગર્ભકાળથી શરૂ થઈ નિર્વાણ સુધી ચાલુ રહે છે તે સૂચવવા દેવો પાંચે કલ્યાણકોની ઉજવણી કરે છે. આવા ભાવના વર્ધમાનપણાને કારણે નિત્યનિગોદના જે જીવોના પ્રદેશો નિરાવરણ થતા જાય છે તેમનાં ભાવિનું ઘડતર તેઓના ત્રીજા
८८
Page #115
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
પ્રદેશના નિરાવરણપણાથી શરૂ થઈ ચોક્કસ આકાર ધારણ કરી સાતમા પ્રદેશના નિરાવરણપણા સાથે નિશ્ચિત રૂપ પામે છે.
૩૧. લાંછન લાંછન એટલે ચિહ્ન. પ્રત્યેક તીર્થંકર પ્રભુને લાંછન હોય છે. આ ચિહ્ન પ્રભુને જન્મ સમયથી છાતીના મધ્યભાગમાં લાગેલું હોય છે. પ્રભુનો આત્મવિકાસ જેમ જેમ થતો જાય છે તેમ તેમ તે આકૃતિ સ્પષ્ટ થતી જાય છે. અને કેવળજ્ઞાન પછી આ આકૃતિ એકદમ સ્પષ્ટ રીતે રેખાંકિત થાય છે. શ્રી અરિહંત પ્રભુએ ક્યા જન્મથી આત્માર્થે સાચો પુરુષાર્થ ઉપાયો છે તે જન્મની એંધાણી આ લાંછનથી મળે છે. ઉદા. ત. મહાવીર પ્રભુનું લાંછન સિંહ છે. તો એનો અર્થ એમ કરી શકાય કે મહાવીર પ્રભુએ સિંહના જન્મમાં આત્માર્થે સાચો પુરુષાર્થ શરૂ કર્યો હતો. પાર્શ્વનાથ પ્રભુનું સર્પનું લાંછન એ બતાવે છે કે તેમનો આત્માર્થે પુરુષાર્થ સર્પના જન્મમાં જાગ્યો હતો. પ્રભુએ જો મનુષ્ય જન્મમાં સાચો આત્માર્થે પુરુષાર્થ ઉપાડ્યો હોય તો જે નિમિત્ત હોય તે લાંછનરૂપે આવે છે જેમકે ચંદ્રમા, સ્વસ્તિક, કુંભ ઇત્યાદિ.
૩૨-૩૪. પાંત્રીસ પ્રકારનાં સત્યવચનથી ભરેલી પ્રભુની વાણી જ્ઞાનકલ્યાણકથી શરૂ કરી નિર્વાણ સમય સુધી પ્રભુનો આત્મા અનેકવિધ કલ્યાણ કરતો રહે છે. પ્રથમ દેશના વખતે મુખ્ય ગણધર – પ્રથમ ગણધર પ્રભુ પાસે દીક્ષા લે છે અને તેમનું ચાર જ્ઞાન સહિતનું ગણધરપદ ઉદયમાં આવે છે. તેઓ પ્રભુનો ધર્મસંદેશો જગતજીવોને ખૂબ પ્રેમથી અને કલ્યાણભાવ સાથે પહોંચાડે છે. ત્યારથી તેમનાં જિજ્ઞાસા સહિતના પ્રશ્નનાં નિમિત્તથી પ્રભુ દેશના પ્રકાશે છે. અને ઉદયાનુસાર એક પછી એક ગણધર શ્રી પ્રભુ પાસે દીક્ષિત થઈ કલ્યાણમાર્ગ વિસ્તારે છે, જેનો લાભ લાખો જીવો લે છે.
આવી અનેક જીવોને હિત કરનારી પ્રભુની વાણી ખૂબ જ અદ્ભુત અને કલ્યાણ વરસાવનારી હોય છે. તેમની વાણી સહુને પ્રિય લાગે તેવી, સહુનું એકાંતે કલ્યાણ
Page #116
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
કરનારી, અનેક ભેદરહસ્યોથી ભરપૂર, જીવના મોહનું ત્વરાથી હરણ કરવાવાળી ઇત્યાદિ ૩૫ પ્રકારના વાણીના ગુણોથી સભર હોય છે. આ જાણતાં પ્રભુની વાણીની મહત્તા આપણને સમજાય ખરી, છતાં તેની વિશદતા જાણવા તેમની વાણીને અપાયેલી ઉપમા સમજવા યોગ્ય છે. પ્રભુની વાણીને આપણે વરસાદ સાથે વણી શકીએ.
વરસાદ એ કોઈ વ્યક્તિ, પદાર્થ કે વસ્તુ પ્રત્યે પક્ષપાત કરતો નથી. કોઈ એક માટે તેનું કાર્ય હોતું નથી. તે તો રાય કે રંક બધા માટે એક સરખો જ વરસે છે. એ જ પ્રમાણે શ્રી અરિહંત પ્રભુની કરુણાસભર વાણી સર્વ લોકવ્યાપી છે. એમનો ઉપદેશ ક્ષેત્રથી મર્યાદિત છે, વર્ષાની જેમ, પણ કરુણા બધા માટે એક સરખી જ છે, તેમને કોઈ વ્યક્તિ, પદાર્થ કે વસ્તુ પ્રત્યે પક્ષપાત હોતો નથી.
વરસાદ વસ્તુ, વ્યક્તિ અને પદાર્થનો મેલ ધૂએ છે, સર્વને સ્વચ્છ કરે છે, અને વર્ષાનાં પાણીના સ્પર્શથી શારીરિક તથા માનસિક શીતળતા મળે છે. પ્રભુની વાણીથી નિષ્પન્ન થતો બોધ પણ સર્વ જીવના કર્મરૂપી મેલને કાઢવા સમર્થ છે, જીવના આત્માને સ્વચ્છ કરવાની તે શક્તિ ધરાવે છે. પ્રભુની વાણીની સંપદાનો સ્પર્શ પામનાર જીવ માનસિક, વાચિક અને કાયિક શાંતિનો અનુભવ કરે છે. પ્રભુની બોધવાણીથી અનંતાનુબંધી આદિ કષાયો શાંત થતા જીવ ઠંડક તથા શીતળતા અનુભવે છે. જેણે પૂર્વમાં ઠંડક માણી હોય તેવા જીવ વિશેષ ઠંડક તથા શીતળતા પામે છે.
વરસાદ વર્ષાની ઇચ્છા રાખનાર કે અનિચ્છા રાખનાર બંને પ્રકારનાં જીવો માટે સમાનપણે વરસે છે, તે ઇચ્છાથી પર છે, તરતમપણાથી પણ પર છે. એ જ રીતે પ્રભુનો ઉપદેશ પણ ધર્મના મિત્ર કે ધર્મના વૈરી પ્રત્યે સમાનભાવથી વહે છે. વરસાદ વ્યક્તિ, સમુદ્ર, નદી, તળાવ, રસ્તા આદિ પર નિસ્પૃહભાવથી ભેદભાવ રહિતપણે વરસે છે. એ વખતે જે વ્યક્તિ નહાવા ઇચ્છે છે તે ફક્ત નહાય છે, જે પાણી ભરવા ઇચ્છે છે તે પાણી એકઠું કરે છે. નદી પાણી એકત્રિત કરી વહાવે છે, સમુદ્ર એની રીતે પાણી સંકલિત કરે છે. આમ જેને જે કાર્ય કરવું હોય તેને તે કાર્ય કરવા દઈને વરસાદ સર્વત્ર સંતોષ ફેલાવે છે. આ જ રીતે પ્રભુની કલ્યાણમયી તથા નીરાગી વાણી
Page #117
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
સાંભળનાર સર્વને સંતોષનું કારણ થાય છે. જેવી જેની પાત્રતા અને બોધગ્રહણ કરવાની શક્તિ તેવી અનુભૂતિ સાથેનો લાભ તેને મળે છે. આને જ કારણે એ જ દેશનામાંથી ગણધર પ્રભુ સમગ્ર દ્વાદશાંગીનું જ્ઞાન મેળવે છે અને પ્રાથમિક કક્ષાનો જીવ માત્ર સંસારથી છૂટવાનો વૈરાગ્યમય બોધ ગ્રહણ કરી શકે છે. કોઈ જીવનું શ્રુતકેવળીપણું પ્રભુની વાણીના નિમિત્તથી પ્રગટ થાય છે તથા વિકસે છે, અને કોઈક જીવ દેહ તથા આત્મા ભિન્ન છે એટલી જ સમજણ ખીલવી શકે છે. આમ પ્રભુની વાણી નીરાગી અને નિર્વિકારી રહી, કોઈના પણ માટે ઓછાઅધિકા ભાવ કર્યા વિના એકધારી વસે છે. અને જે કોઈ જે કંઈ ગ્રહણ કરે તે માટે નિસ્પૃહ રહે છે. વળી, જો કોઈ બોધ ગ્રહણ ન કરે તો પણ તેના માટે પ્રભુ કષાય વેદતા નથી, અને જે ઉત્તમતાએ બોધ ગ્રહે તેના માટે રાગભાવ વેદતા નથી. પ્રભુનું આવું નીરાગીપણું અને નિર્વિકારીપણું તેમના બોધમાં અને તેમની વાણીમાં સતત છતું થતું રહે છે.
વરસાદ સમુદ્ર, નદી, સરોવર, રસ્તા આદિ સ્થળોએ વરસે છે, એકત્રિત થયેલું તે પાણી સૂર્યના તાપથી બાષ્પીભવન થઈ આકાશમાં વાદળરૂપ બની, ફરે છે. અને એ જ વાદળો સમય પાકતાં ફરીથી સમુદ્ર, નદી, સરોવર આદિ ઉપર વર્ષા થઈ વરસે છે. આ રીતે લોકમાં ચક્ર ચાલ્યા કરે છે. એ જ રીતે અરિહંત પ્રભુ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી તેમને માર્ગ બોધે છે. પ્રભુના આ ઉપદેશને ઝીલી ભાવિના તીર્થંકર અને ગણધર બનનાર તથા કેવળજ્ઞાન પામનાર અન્ય આત્માઓ ધર્મ પ્રવર્તન કરે છે. તેમના બોધને સ્વીકારી, તેને અનુકૂળ વર્તન કરી એવા જ નવા મહાજ્ઞાનીઓ નીપજે છે. પૂર્વના જ્ઞાની મહાત્માઓ સિધ્ધ થાય છે, તેમના સ્થાને નવા મહાજ્ઞાનીઓ કાર્ય કરે છે. આમ ધર્મચક્ર ચાલ્યા કરે છે અને ધર્મનું અનાદિઅનંતપણું સિદ્ધ થાય છે.
પ્રભુની વાણીના ૩૫ ગુણો શાસ્ત્રમાં આ પ્રમાણે વર્ણવાય છે. જે સ્વયં સમજાય તેવા છે. ૧. વાણી બધાને સમજાય તેવી હોય છે. ૨. આ વાણી યોજન પ્રમાણ સંભળાય છે. ૩. વાણી પ્રોઢ હોય છે. ૪. વાણી મેઘ જેવી ગંભીર હોય છે. ૫. વાણી સ્પષ્ટ હોય છે. ૬. સહુને સંતોષકારક વાણી રહે છે. ૭. સહુને એવો અનુભવ થાય કે આ વાણી મને
૯૧
Page #118
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
ઉદ્દેશીને નીકળેલી છે. ૮. વાણી પુષ્ટ અર્થવાળી હોય છે. ૯. આ વાણી પૂર્વાપર અવિરોધ હોય છે. ૧૦. મહાપુરુષની કક્ષાને છાજે તેવી આ વાણી હોય છે. ૧૧. વાણીથી કોઈ પ્રકારનો સંદેહ ઉત્પન્ન થતો નથી, અર્થાત્ સંદેહરહિત વાણી હોય છે. ૧૨. વાણી સર્વ દૂષણરહિત અર્થવાળી હોય છે. ૧૩. પ્રભુની વાણી કઠણ વિષયને સહેલો કરનારી હોય છે. ૧૪. જ્યાં જે જે યોગ્ય હોય ત્યાં તે તે મૂકવાવાળી વાણી હોય. ૧૫. પ્રભુની વાણી છ દ્રવ્ય તથા નવ તત્ત્વને પુષ્ટ કરનારી હોય છે. ૧૬. વાણી સપ્રયોજન ઉચ્ચારાય છે. ૧૭. વાણી પદની રચના સહિતની હોય. ૧૮. તે વાણીમાં છ દ્રવ્ય તથા નવ તત્ત્વની પટુતા હોય છે. ૧૯. વાણી મધુર હોવાથી સૌને પ્રિય લાગે છે. ૨૦. પારકો મર્મ ન જણાય તેવી ચતુરાઈથી ભરેલી વાણી હોય છે. ૨૧. ધર્મ અર્થની પ્રતિબધ્ધતાવાળી વાણી હોય છે. ૨૨. દીપ સમાન અર્થ સહિત હોય. ૨૩. પ્રભુની વાણીમાં પરનિંદા કે આત્મશ્લાઘા રહેતાં નથી. ૨૪. વાણી કર્તા, કર્મ, ક્રિયાપદ, કાળ, વિભક્તિ આદિ સહિત વ્યાકરણની શુદ્ધિવાળી હોય છે. ૨૫. તે વાણી આશ્ચર્યકારી હોય છે. ૨૬. તે વાણીથી વક્તાનું સંપૂર્ણપણું પ્રગટ થાય છે. ૨૭. એમાં ઘણુંબધું ઘેર્ય સમાયેલું હોય છે. ૨૮. વાણી વિલંબરહિત પ્રકાશિત થાય છે. ૨૯. તેમાં ભાંતિ થાય તેવો કોઈ અવકાશ હોતો નથી. ૩૦. પ્રભુની વાણીને સહુ જીવો પોતપોતાની ભાષામાં સમજી શકે છે. ૩૧. અનેક અપેક્ષાથી કથનને સિધ્ધ કરનારી સ્યાદવાદશૈલીથી ભરપૂર પ્રભુની વાણી હોય છે. ૩૨. વાણી સાંભળનારને શિષ્ટબુદ્ધિ ઉત્પન્ન કરે છે. ૩૩. આવી વાણી સાહસિક્તાથી બોલાતી હોય છે. ૩૪. આ વાણીમાં પુનરુક્તિદોષ રહેતો નથી. ૩૫. પ્રભુની વાણી સાંભળનારને ખેદરહિત બનાવે છે.
આ રીતે શ્રી તીર્થંકર પ્રભુ પોતાનાં ઉત્તમ ચારિત્ર અને પૂર્વનાં સંચિત કલ્યાણભાવનાં પરમાણુઓ જગતમાં સતત વહાવતા રહે છે, અને જગતજીવો પર ઉપકાર કરતા રહે છે. આવા કાળે દેવો તેમની સેવામાં સતત હાજર હોય છે, અને જ્યારે જ્યારે જે જે અતિશયોનો જગતજીવોને પરિચય કરાવવાનો અવકાશ મળે છે ત્યારે ત્યારે તે તે અતિશયો જીવોના કલ્યાણાર્થે દર્શાવે છે. પ્રભુ તો પૂર્ણપણે વીતરાગી હોવાથી આ બધા અતિશયના પ્રભાવથી અલિપ્ત જ હોય છે. પરંતુ પૂર્વ સંચિત કલ્યાણભાવનાં
૯૨
Page #119
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
પરમાણુઓનો લાભ આપવાનો યોગ આવે છે ત્યારે તેમની અપૂર્વ દેશના છૂટે છે. જેની સાથે ઉપર વિચારેલા અતિશયો ઉત્તમતા ધારણ કરે છે.
આમ કરતાં કરતાં આયુષ્યના અંતભાગમાં તેઓ કેવળી સમુઘાત કરી, ચારે અઘાતી કર્મોની સ્થિતિ સમાન કરે છે. તે પછી ચોદમાં ગુણસ્થાને આવી, મન, વચન તથા કાયાના યોગને સંધી, આઠે કર્મથી મુક્ત થઈ, શુધ્ધ, બુધ્ધ થઈ સિધ્ધભૂમિમાં ચેતનઘન સ્વરૂપે અનંતકાળ માટે બિરાજમાન થાય છે. તેઓ નિર્વાણ પામવાના સમયે પણ જગતજીવો પર મહાન ઉપકાર કરતા જાય છે. - શ્રી તીર્થકર ભગવાન જ્યારે નિર્વાણ પામે છે તે સમયે જગતના તમામ જીવો એક સમય માટે નિર્વેરી બની શાતાનું વેદન કરે છે. અને એ જ સમયે નિત્યનિગોદના કેટલાક જીવો પોતાનો સાતમો પ્રદેશ નિરાવરણ કરવા ભાગ્યશાળી થાય છે. જેમના આ રીતે સાત પ્રદેશ ખૂલ્યા છે તેમનામાંથી જે જીવન ખુલેલા સાત પ્રદેશની આકૃતિ સિધ્ધ થતા પ્રભુના રુચક પ્રદેશની આકૃતિ સમાન થાય છે, તે જીવ પોતાનો આઠમો પ્રદેશ પણ નિરાવરણ કરી, તીર્થકર પ્રભુનાં નિમિત્તથી નિત્યનિગોદમાંથી બહાર ખેંચાઈ આવી ઇતરનિગોદના પૃથ્વીકાયરૂપે પોતાનું સંસારભ્રમણ શરૂ કરે છે.
આ એક જ જીવ એવો હોય છે કે જેના આઠેઆઠ રુચક પ્રદેશો એક જ તીર્થકર પ્રભુથી નિરાવરણ થયા હોય છે. તે જીવનો સાતમો અને આઠમો એ બે પ્રદેશ અંતર વિના એકસાથે ખુલ્યા હોવાથી શ્રી તીર્થકર પ્રભુનું વીર્ય તેનામાં સૌથી વિશેષતાએ રોપાય છે. અમુક કાળ પછી જ્યારે એ વીર્ય કાર્યકારી થાય છે ત્યારે તે જીવ પોતાના પુરુષાર્થને ઉત્તમતાએ ફોરવી, તીર્થકર નામકર્મ ઉપાર્જન કરી, તે પદને યથાર્થતાએ શોભાવે છે.
બાકીના નિત્યનિગોદના જીવો જેમના સાત પ્રદેશ એ જ પ્રભુથી ખૂલ્યા છે, તેઓ સિદ્ધ થતા અન્ય કેવળ પ્રભુના નિમિત્તથી આઠમો પ્રદેશ નિરાવરણ કરી બહાર આવે છે. જેના રુચક પ્રદેશોથી બનતી આકૃતિ સિધ્ધ થતા પ્રભુના ચક પ્રદેશની આકૃતિને મળતી બને છે, તે જીવ તે પ્રભુનાં નિમિત્તથી બહાર નીકળે છે. અને તે
૯૩
Page #120
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
પ્રભુએ કરાવેલા વીર્યપાનના આધારથી તેના ભાવિનું ઘડતર થાય છે. તેના ભાવિમાં જીવના પુરુષાર્થથી અમુક ફેરફાર થઈ શકે છે. તીર્થંકર તથા ગણધરના નિમિત્તથી બહાર નીકળનાર જીવ ભાવિમાં તીર્થંકર તથા ગણધર થાય જ છે, પણ અન્ય પદવીધારીઓને આવો નિયમ લાગુ પડતો નથી. પંચપરમેષ્ટિ પદમાં છદ્મસ્થ દશામાં સ્થાન પામનાર જીવના નિમિત્તથી બહાર નીકળનાર જીવ ભાવિમાં પંચપરમેષ્ટિ પદ પામે જ, એવો નિયમ નથી, તેમાં પુરુષાર્થને આધારે ફેરફાર થાય છે. એ જ રીતે છદ્મસ્થ દશામાં પંચપરમેષ્ટિ પદમાં સમાયા ન હોય એવા કેવળી ભગવાનના નિમિત્તથી બહાર નીકળનાર જીવ પંચપરમેષ્ટિ પદનાં આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ સાધ્વીનું પદ પોતાના પુરુષાર્થની સહાયથી મેળવી શકે છે. આમ આ સર્વ જગ્યાએ જીવના પુરુષાર્થની સ્વતંત્રતા રહેલી છે.
આ રીતે જીવનું ભાવિ જીવનઘડતર અમુક અંશે નિત્યનિગોદમાં નક્કી થાય છે. તે પ્રમાણે તેને સંસારમાં સારાં કે નરસાં નિમિત્તો મળતાં રહે છે. તેમ છતાં પરિભ્રમણકાળ વધારવા કે ઘટાડવા માટે જીવને સ્વતંત્રતા તો રહે જ છે. આ સ્વતંત્રતા રહેવાની જાણકારી જીવને શ્રી પ્રભુના બોધથી મળતી રહે છે. આ રીતે શ્રી અરિહંત પ્રભુનું કાર્ય વિશિષ્ટ બની અન્ય સત્પુરુષોનાં કાર્ય કરતાં અમુક અંશે તફાવતવાળું થાય છે માટે, શ્રી અરિહંત પ્રભુનું કાર્ય અનન્ય ગણી શકાય.
કેવળજ્ઞાન થવાથી આત્મા પૂર્ણ વીતરાગી થાય છે, તેને પછી સંસારના પ્રસંગો કે પ્રકારોમાં કોઈ પણ પ્રકારના ભાવાભાવનો સંભવ રહેતો નથી. પરિણામે જગતજીવોનું કલ્યાણ કરવાની પ્રવૃત્તિ પૂર્ણ વીતરાગી આત્માથી મંદ થઈ જાય તે સ્વાભાવિક લાગે છે. કલ્યાણ કરવાના, માર્ગ પ્રવર્તાવવાના ભાવ જીવને મુખ્યતાએ છદ્મસ્થ દશામાં વર્તતા હોય છે, તેને લીધે કલ્યાણકાર્યની પ્રવૃત્તિ જીવ થકી છદ્મસ્થ દશામાં જ મુખ્યતાએ થતી હોય છે. આવી શુભ પ્રવૃત્તિ દ્વારા જીવ પુણ્યોપાર્જન કરી, તે પુણ્યનો સદુપયોગ આત્મશુદ્ધિની પૂર્ણતા ક૨વા માટે કરે છે. આમાં શેષ રહેલાં કલ્યાણનાં પરમાણુઓનો ઉપયોગ કેવળજ્ઞાન થયા પછી થતો હોવાથી એ પ્રવૃત્તિની મંદતા થાય છે. આ દૃષ્ટિથી વિચારતાં શ્રી અરિહંત પ્રભુનાં કલ્યાણકાર્યની પ્રવૃત્તિમાં જુદાપણું આવવાનું કારણ
૯૪
Page #121
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
જાણવાનું કુતુહલ અને જિજ્ઞાસા થાય છે, કેમકે તેમનું કલ્યાણકાર્ય મુખ્યતાએ કેવળજ્ઞાન પછી શરૂ થાય છે અને આયુષ્યના અંતે પૂરું થાય છે.
આપણે જાણીએ છીએ કે પરમાર્થ કે સંસારે શુભ પ્રગતિ કરવા માટે આપણને આપ્ત એવા પંચપરમેષ્ટિ ભગવંતના સાથની જરૂર છે. આનું કારણ તેમનામાં રહેલું તીર્થસ્થાન છે. આંતરશેલીથી જોતાં આવું તીર્થસ્થાન પંચપરમેષ્ટિ ભગવંતના હૃદયમાં જોવા મળે છે, કે જ્યાં તેઓ જીવ માટેના ઉત્કૃષ્ટ કલ્યાણભાવનું વેદન કરે છે. આ કલ્યાણભાવને ઉત્પન્ન કરનાર તથા વેગ દેનાર પરિબળરૂપ ગુણો છે – દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ અને વૈરાગ. આ ગુણોના પ્રગટવાથી તીર્થસ્થાનની શોભા વધે છે. જીવને સાતમા ગુણસ્થાન સુધીનો વિકાસ કરવા માટે તીર્થસ્થાનના પ્રત્યક્ષ આશ્રયની જરૂર છે, અને આઠમા ગુણસ્થાનથી ચૌદમા ગુણસ્થાન સુધીનો વિકાસ કરવા માટે તીર્થસ્થાનનો પરોક્ષ આશ્રય કાર્યકારી થાય છે. આ કારણથી આપ્ત પુરુષમાં રહેલો કલ્યાણભાવ એ સાચા અર્થમાં તીર્થસ્થાન છે.
આ તીર્થસ્થાનને ‘અરિહંતના તીર્થસ્થાન' તરીકે ઓળખાવ્યું છે. તેનાં કારણો આ પ્રમાણે વિચારી શકાય. અરિહંત પ્રભુ જેટલો બળવાન અને વિશાળ કલ્યાણભાવ અને તે પણ લાંબા કાળ માટે અન્ય કોઈ આત્મા વેદતો નથી. કલ્યાણનો આખો સ્રોત તેમનામાં ઉત્પન્ન થઈ અન્ય સપુરુષો પ્રતિ વહે છે. અર્થાત્ અન્ય સર્વ જ્ઞાનીપુરુષોના કલ્યાણભાવનું મૂળ તીર્થંકર પ્રભુમાં રહેલું હોય છે. વળી, પૂર્ણતા હોવાને કારણે આંતર તથા બાહ્ય એમ બંને શૈલીથી પૂર્ણતાવાળા ૐ ધ્વનિથી તીર્થકર પ્રભુ જીવોને બોધ આપે છે. પ્રભુની આ પ્રક્રિયાથી આપણને જરૂર અચરજ થાય, કેમકે આ તીર્થસ્થાન એવી જગ્યા છે કે આત્મા જ્યારે પૂર્ણ થઈ આ જગ્યામાં પ્રવેશે છે ત્યારે તેનાં મન, વચન તથા કાયાના વિભાવો બંધ થઈ જાય છે, જેથી માર્ગ પ્રવર્તાવવાનું કાર્ય નહિવતુ થઈ જાય. તેવા સંજોગોમાં શ્રી તીર્થંકર પ્રભુનું કાર્ય અભૂતપૂર્વપણે થાય છે. તેનું કારણ એ સમજાય છે કે વર્તમાનના અરિહંત પ્રભુ જ્યારે તીર્થંકર પ્રભુના નિમિત્તથી ઇતર નિગોદમાં આવ્યા ત્યારે તેમના એક સાથે બે પ્રદેશો ખૂલ્યા હતા, એ વખતે સાતમા પ્રદેશ સાથે આઠમો પ્રદેશ ખોલતી વખતે સિદ્ધ થતા અરિહંત પ્રભુ વરદાન આપે છે
૯૫
Page #122
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
કે આ જીવ તીર્થસ્થાનમાં પૂર્ણતાએ પહોંચ્યા પછી એનું જ્ઞાનદાન કરી શકશે. આ દાન અપૂર્વ છે, કારણ કે જ્ઞાન, દર્શન તથા ચારિત્રથી પૂર્ણ થયેલા આત્મા દ્વારા આ દાન અપાયેલું છે. આના પ્રભાવથી તીર્થંકર પ્રભુનો જીવ પૂર્ણ થયા પહેલાં માર્ગ પ્રકાશવો નહિ એવી ઉત્તમ ભાવના જાળવી શકે છે, અને પાળી પણ શકે છે. પૂર્ણ થયા પછી પોતે જે શુધ્ધતાથી તીર્થસ્થાનને અનુભવે છે, તે જ શુધ્ધતાથી એ તીર્થસ્થાનને જુએ છે અને જાણે છે. અને એ જ શુધ્ધતાથી ૐ ધ્વનિ દ્વારા બોધે પણ છે. આથી તેની મહત્તા અનેકગણી થઈ જાય છે.
અરિહંતપ્રભુનાં તીર્થસ્થાનની મહત્તા
ભવોભવથી જગતજીવોનાં કલ્યાણ માટે ઘૂંટેલા ભાવો જ્યારે નિકાચીત થાય છે ત્યારે શ્રી પ્રભુનાં હ્રદયમાં રહેલું તીર્થસ્થાન બળવાન થાય છે. અને તેઓ પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી તેમનો એ ભાવ સતત વધતી ઓછી માત્રામાં ઘૂંટાતો રહે છે, પરિણામે શ્રી પ્રભુ પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી કલ્યાણભાવના એ જથ્થામાં સતત વધારો થતો જ રહે છે, એટલું જ નહિ એ જથ્થાનો કેવળજ્ઞાન પહેલાં અલ્પ માત્રામાં જ ઉપયોગ થતો હોવાથી તે પરમાણુઓ મોટા જથ્થામાં શ્રી પ્રભુને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય તે પછી જ વપરાય છે. વપરાતા કલ્યાણભાવના જથ્થાથી તેમને જીવનમાં આત્મિક સુવિધાઓ વધે છે. અને જ્યારે તેઓ પૂર્ણ વીતરાગી થઈ ઇચ્છા નિરોધ તપસ્વી બનેછે ત્યારે તેઓ પૂર્ણતાએ સ્વસ્વરૂપમાં એકાકાર થઈ જાય છે.
આથી જ્યારે અરિહંત પ્રભુ પૂર્ણ વીતરાગ થાય છે ત્યારે તેમના આત્માના પ્રદેશો ૫૨ કલ્યાણભાવનો વર્ણવી ન શકાય તેટલો મોટો જથ્થો એકત્રિત થઈ, ભોગવ્યા વિના સત્તાગત રહ્યો હોય છે. તેમની પૂર્ણ વીતરાગતાને કારણે તે જથ્થાને ઉદયમાં આવવા માટે પોતાનું નિમિત્ત રહેતું નથી. તે નિમિત્ત પૂરું પાડે છે શ્રી ગણધર દેવ. તેઓએ પણ જીવ સમસ્ત માટે કલ્યાણભાવ સેવી, તેનાં પરમાણુનો મોટો જથ્થો એકઠો કર્યો હોય છે. આ કલ્યાણભાવમાં સૂક્ષ્મતાએ કર્તાપણાનો ભાવ તેમનામાં રહ્યો હોવાથી તેઓ કલ્યાણકાર્ય ઉપાડવા માટેની આશા પોતાના ગુરુ
૯૬
Page #123
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
શ્રી તીર્થંકર પ્રભુ પાસે માગે છે. અને તેમાંથી વીતરાગ પ્રભુને નિમિત્ત મળતાં તેમના દેહના રોમેરોમમાંથી ૐ ધ્વનિરૂપ દેશના છૂટે છે. એ દેશનામાં કલ્યાણભાવનાં અમુક પરમાણુઓનો જથ્થો છૂટો પડી સમવસરણમાં ફેલાય છે. ત્યાં હાજર રહેલા સહુ જીવો પોતપોતાની કક્ષા અને શક્તિ પ્રમાણે એમાંના કેટલાંક પરમાણુઓ ગ્રહણ કરે છે. અને પોતાને જરૂરી એવો બોધ ગ્રહણ કરી પોતાના હૃદયમાં તીર્થસ્થાનને ઉત્પન્ન કરવાનું નિમિત્ત સ્વીકારે છે.
સમવસરણમાં શ્રી કેવળીપ્રભુ, ગણધર દેવ, પદવીધારી મુનિઓ, અન્ય આચાર્યો, સાધુસાધ્વીઓ, શ્રાવક શ્રાવિકાઓ, તિર્યંચો, દેવો આદિ હોય છે. તેઓ સહુ પોતે એકત્રિત કરેલા કલ્યાણભાવના પરમાણુઓમાં નવાં પરમાણુઓનો ઉમેરો કરી એ જથ્થાને સમૃધ્ધ કરી આત્મવિકાસની સંભાવના વિસ્તૃત કરે છે. અને પોતાનો આત્મપુરુષાર્થ વધારવા સમર્થ બનતા જાય છે. આમાં મોટો જથ્થો શ્રી કેવળીપ્રભુ જ્યારે યોગ સાથે જોડાય છે ત્યારે ગ્રહણ કરે છે, અને જ્યારે તેઓ યોગ સાથે જોડાયેલા હોતા નથી ત્યારે સિધ્ધ સમાન અલિપ્ત રહે છે અને પૂર્વ સંચિત કર્મોની નિર્જરા જ કરે છે. જ્યારે શ્રી અરિહંત પ્રભુ યોગ સાથે જોડાય છે ત્યારે કેવળ પ્રભુ પોતાના કલ્યાણભાવના અમુક જથ્થાને છૂટો કરી સમવસરણમાં વહાવે છે કે જેથી અરિહંતપ્રભુના યોગ સાથેના જોડાણને કારણે સર્જાતી પ્રવાહની મંદતા નીકળી જાય. શ્રી ગણધર દેવ કલ્યાણભાવનો ઘણો મોટો જથ્થો દેશનાના પ્રતિ સમયે સ્વીકારતા જાય છે, કારણ કે ગણધરપદના ઉદયથી તેમનો કલ્યાણભાવ ધુવબંધી થઈ જાય છે. તેનાથી ઓછી માત્રામાં સર્વ પદવીધારી મુનિઓ કલ્યાણભાવનાં પરમાણુઓને સ્વીકારી આત્મપુરુષાર્થ માટે આ તીર્થસ્થાનનો લાભ લે છે. તે પછી અન્ય મુનિરાજો, સાધુસાધ્વી, શ્રાવક શ્રાવિકા, અન્ય જીવાત્માઓ આદિ ઊતરતી માત્રામાં આવા જથ્થાનો સ્વીકાર કરી પોતામાં તીર્થસ્થાનને અનુભવે છે. આ અપેક્ષાથી વિચારીએ તો આત્મવિકાસ સાધતા સહુ જીવોમાં આ તીર્થસ્થાન વધતી ઓછી માત્રામાં જળવાયેલું રહે છે.
જેમ જેમ જીવની આત્મદશા વર્ધમાન થતી જાય તેમ તેમ પ્રભુ પાસેથી લીધેલું ઋણ અદા કરવાની તેની ભાવના દઢ બનતી જાય છે, અને વખત આવ્યે એ કાર્ય
(૯૭
Page #124
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
કરવા વિકાસ સાધતો જીવ પ્રવૃત્ત બને છે. પોતે જે કંઈ મેળવ્યું છે તેનો લાભ અન્ય જીવોને પણ મળે એવા શુભભાવથી તે કલ્યાણકાર્યની પ્રવૃત્તિમાં જોડાય છે. ખાસ કરીને છઠ્ઠા અને સાતમા ગુણસ્થાને વર્તતા જીવથી આ કાર્ય વિશેષતાએ થાય છે, કારણ કે તેમનામાં આજ્ઞાધીનપણું વધવાના કારણે માર્ગની જાણકારી અને ભેદરહસ્યોની ખીલવણી થતી જાય છે; સાથે સાથે તેમનામાં પૂર્ણ વીતરાગતા આવી ન હોવાને લીધે તેમને કલ્યાણકાર્ય કરવાના ભાવ પણ સ્વવિકાસના પુરુષાર્થમાંથી બહાર નીકળે ત્યારે વર્તવા લાગે છે. તેઓ અન્ય સંસારીભાવમાં ન જોડાતાં આવા ઉત્તમ કલ્યાણકાર્યમાં રત રહે છે, ફરીથી સ્વમાં લીન ન થાય ત્યાં સુધી.
આમ, શ્રી તીર્થંકર પ્રભુમાં આ તીર્થસ્થાન ઉત્કૃષ્ટ રૂપે રહેલું છે, તેમને લીધે સન્માર્ગે આગળ વધતા સહુ જીવોમાં પણ આ તીર્થસ્થાન ઉભવે છે. એને આધારે તીર્થસ્થાનનો વિસ્તૃત અર્થ સ્વીકારી આપણે કહી શકીએ કે અંતવૃત્તિ સ્પર્શાવતા જીવમાં આ તીર્થસ્થાન એક સમય માટે રહેલું છે, એ જ રીતે આ સ્થાન યથાપ્રવૃત્તિકરણ કરી અધ:કરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરતા જીવમાં પણ રહેલું છે, વળી સમકિત લેતા જીવમાં, ક્ષાયિક સમકિત લેતા જીવમાં, વિકાસ કરી ચોથાથી પાંચમા ગુણસ્થાને આવતા જીવમાં, પાંચમાથી વિકાસ કરી છઠ્ઠા ગુણસ્થાને આવતા જીવમાં, સાતમા ગુણસ્થાનનો સ્પર્શ કરતા જીવમાં, સાતમા ગુણસ્થાને વિકાસ કરતા પ્રત્યેક જીવમાં આવું તીર્થસ્થાન ઉત્તરોત્તર ચડતા ક્રમમાં રહેલું છે.
ઉપશમ શ્રેણિમાં એક સમય સિવાયના સર્વ સમય માટે, તે શ્રેણિના સર્વ આત્મામાં આ તીર્થસ્થાન રહ્યું છે, અને ક્ષપકશ્રેણિના પ્રત્યેક સમય માટે સર્વ આત્મામાં તીર્થસ્થાન હોય જ છે. એ જ રીતે આ તીર્થસ્થાન કેવળજ્ઞાન, કેવળદર્શન અને કેવળચારિત્રમાં સમયે સમયે સર્વ આત્મામાં રહેલું છે.
આ તીર્થસ્થાન પાંચ મહાવ્રતનાં પાલનમાં ક્રોધ, માન, માયા તથા લોભના ક્ષયમાં, રાગદ્વેષાદિ અઢારે પાપસ્થાનકના ક્ષયમાં, વિકાસના પ્રત્યેક સમ્યક્ પુરુષાર્થરૂપ પ્રત્યેક વિકાસનાં સોપાનમાં સમાયેલું છે.
૯૮
Page #125
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
આવા તીર્થસ્થાનનું ઉત્કૃષ્ટ સ્વરૂપ શ્રી તીર્થંકર પ્રભુમાં રહેલું છે. અને તેમનામાં ખીલેલાં તીર્થસ્થાનનો લાભ સહુ ભવ્ય જીવો લઈ શકે છે. તેમના આત્માનો જે જીવોને વધારે લાભ મળે છે, અર્થાત્ તેમનું તીર્થસ્થાન જે જીવો પોતાના પુરુષાર્થને કારણે વિશેષતાએ અનુભવે છે તે જીવોને પ્રભુનો કલ્યાણભાવ વિશેષતાએ સ્પર્શતો હોવાથી તેઓ અલ્પ પ્રયાસે અને બાહ્યથી ઓછા પુરુષાર્થે વધુ વિકાસ કરી શકે છે. અન્ય
જીવોના આધારથી આગળ વધવા માટે જીવને જેટલા પુરુષાર્થની જરૂર પડે છે તેના કરતાં ઘણા ઓછા પુરુષાર્થની જરૂર શ્રી અરિહંત પ્રભુના આધારથી આગળ વધતા જીવને પડે છે. તેથી ઉત્તમ પુરુષાથી જીવ જો અરિહંત પ્રભુના નિમિત્તથી આગળ વધતો હોય તો તેને ઘણું મોટું તથા ઘણું ઉત્તમ ફળ મળે છે. છેલ્લા આવર્તનમાં અરિહંતનો જીવ સાંસારિક તેમજ પરમાર્થિક વિકાસમાં તીર્થકર તથા ભાવિ તીર્થકરનું નિમિત્ત પામી ખૂબ ખૂબ પુરુષાર્થ થાય છે. એટલે કે એકેંદ્રિયથી સંજ્ઞીપંચેન્દ્રિય થઈ, અંતવૃત્તિસ્પર્શથી શરૂ કરી પૂર્ણ થતાં સુધી તે જીવને બળવાન પુરુષાર્થ કરનાર તીર્થકર અને ભાવિ તીર્થંકરનું નિમિત્ત મળતું જ રહે છે. પરિણામે તેમને ચરમ દેહે એટલું બધું અંતરંગ વીર્ય ખીલે છે કે જેની જાણકારી જગતજીવોને સહેલાઈથી મળ્યા જ કરે છે.
શ્રી અરિહંત પ્રભુનાં ખીલેલાં અંતરંગ વીર્યને કારણે જ, જીવનો એક સમયથી શરૂ કરી આઠ સમય સુધીનો, દેહાત્માની ભિન્નતા અનુભવવા સુધીનો વિકાસ થઈ શકે છે. અર્થાત્ નિશ્ચયથી વ્યવહાર સમકિત પામવા સુધીનો વિકાસ જીવ માત્ર અરિહંત પ્રભુના સાથથી જ કરી શકે છે. અન્ય કોઈની સાથે ઉપયોગી થઈ શકતો નથી. તે પછીના વિકાસ માટે એટલે કે આઠ સમયથી શરૂ કરી અસંખ્યાત સમય સુધીની ભિન્નતા અનુભવવા માટે જીવને શ્રી તીર્થંકર પ્રભુ ઉપરાંત શ્રી કેવળી પ્રભુનો સાથ ઉપકારી થાય છે. કોઈ પણ છદ્મસ્થ જીવ આ વિકાસ કરાવવા માટે સમર્થ નથી કારણ કે છબસ્થ જીવને અસંખ્ય સમયથી ઓછા સમયનું જ્ઞાન સંભવતું નથી.
અસંખ્ય સમયની દેહાત્માની ભિન્નતાના અનુભવથી શરૂ કરી, ક્ષયોપશમ સમકિત, ક્ષાયિક સમકિત, છઠું સાતમું ગુણસ્થાન મેળવવા સુધીના વિકાસમાં શ્રી અરિહંત પ્રભુ, કેવળીપ્રભુના સાથ ઉપરાંત સમર્થ પુરુષનો સાથ પણ ઘણો
૯૯
Page #126
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
ઉપકારી થાય છે, કારણ કે સાધક જીવની પુરુષાર્થ કરવાની સમર્થતા આ સ્થિતિમાં આવતાં ઘણી વધી ગઈ હોય છે. શ્રી સત્પષ જીવને વિકાસ સાધવામાં ખૂબ મદદ કરી શકે છે કારણ કે તેમને શ્રી સર્વજ્ઞ પ્રભુ સાથે ઐક્ય થયું હોવાથી, તેઓ પ્રભુની આજ્ઞાનુસાર જ જીવોને માર્ગદર્શન આપતા હોય છે, અને તેઓ જ શ્રી સર્વજ્ઞ વીતરાગની સાચી ઓળખ જીવોને આપતા હોય છે. આમ સર્વજ્ઞ અને સામાન્ય જીવ વચ્ચેની કડી શ્રી સત્પરુષ થાય છે, જે દોરવણી છેવટે તો અરિહંત પ્રભુ પાસેથી જ આવતી હોય છે. ગુરુ શિષ્યની પેઢી છેવટે તો શ્રી તીર્થંકર પ્રભુ પાસે પૂરી થાય છે માટે. આમ છતાં જે જીવને વિકાસ કરવા માટે શ્રી અરિહંત પ્રભુની પ્રત્યક્ષ સહાય મળે છે તેને અન્ય જીવો કરતાં વિકાસ કરવા ઘણો ઓછો પરિશ્રમ કરવો પડે છે, પ્રભુનાં કલ્યાણનાં પરમાણુઓનો સીધો પ્રવાહ મળે છે માટે.
જીવને સાતમાં ગુણસ્થાન પછીનો વિકાસ કરવા માટે અર્થાતુ ક્ષેપક શ્રેણિએ જવા માટે શ્રી સર્વજ્ઞ ભગવાનના આધારની અને સહાયની જરૂર પડે જ છે. સહુ જીવ સર્વજ્ઞ પ્રભુની આજ્ઞા લઈ શ્રેણિ શરૂ કરે છે, કેમકે છદ્મસ્થ જીવને ક્ષપક શ્રેણિનો અનુભવ ન હોવાને લીધે ઉત્તમ માર્ગદર્શન આપી શકે નહિ. અરિહંત પ્રભુનો જીવ મહાવિદેહ ક્ષેત્રમાં પ્રત્યક્ષ તીર્થંકર પ્રભુની આજ્ઞાએ ક્ષપક શ્રેણિ માંડે છે, અને ભરત તથા ઐરાવત ક્ષેત્રમાં મહાવિદેહના ઋણાનુબંધી તીર્થકર પ્રભુ પાસે આહારક દેહે જઈ આજ્ઞા લઈ ક્ષપક શ્રેણિ માંડે છે. અને એ રીતે પ્રભુની આજ્ઞાનું મહાભ્ય સચવાય છે.
આ બધો આત્મિક વિકાસ કરવા તથા કરાવવા માટે શ્રી અરિહંતનું વીર્ય બીજાં જીવો કરતાં વિશેષતાએ પ્રવર્તતું હોવાથી તેમની સહાય ખૂબ જ બળવાન પૂરવાર થાય છે. આમ થવાનું એક કારણ એ છે કે શ્રી અરિહંત પ્રભુને પ્રત્યેક આત્મવિકાસના સોપાને ૐ ધ્વનિનો સથવારો મળે છે. કોઈ જાતના ભેદભાવ વિના પ્રત્યેક જીવ માટે કલ્યાણના ભાવ ખૂબ જ ચૂંટાયા હોવાથી તેમના પ્રત્યેક વિકાસનાં પગથિયે ૐ નાદ તેમનાં અંતરમાં ગાજે છે. ૐ પંચપરમેષ્ટિ ભગવંતનું પ્રતિક હોવાથી એ નાદ તેમની કલ્યાણભાવનાને બલિષ્ઠ કરે છે અને તેનાથી એ ઓમનાદ વિશેષ સઘન થાય છે.
૧OO
Page #127
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતનો મહિમા
જેથી શ્રી અરિહંત ભગવંતનો આત્મવિકાસ પ્રત્યેક પગથિયે અલૌકિક અને અપૂર્વ બનતો જાય છે. જિન નામકર્મ ઉપાર્જન કર્યા પછી તેમનો જ્ઞાનદર્શનનો ક્ષયોપશમ ઘણો વધતો જાય છે, અને આ વૃદ્ધિ તેમને અન્ય તીર્થંકર પ્રભુ પાસેથી આહારક
શરીરના માધ્યમથી થતી જાય છે તેથી બાહ્યના અવલંબનની તથા દોરવણીની તેમને ખાસ જરૂરત રહેતી નથી.
કેવળજ્ઞાન લીધા પછી તેઓ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે, તીર્થને પ્રવર્તાવે છે અને મોક્ષમાર્ગનો ચોમેર ફેલાવો કરે છે. આ કલ્યાણકાર્ય તેમણે બળવાનપણે ક૨વાનું હોવાથી સર્વજ્ઞ થયા પછી તેઓ તરતમાં સિધ્ધ થતા નથી. ઉપાર્જન કરેલું જિન નામકર્મ ભોગવવાનું અને અનેક જીવોને તારવાનું કાર્ય તેમના થકી કેવળી પર્યાયમાં જ થાય છે. તેમની પૂર્ણાવસ્થાને કારણે તેમણે સ્થાપેલા તીર્થમાં કોઈ મતભેદ કે મતમતાંતર પ્રવેશી શકતાં નથી. પરિણામે તેમનાં કલ્યાણકાર્યમાં ઘણી ઘણી સુવિધા હોય છે, વળી આ કાર્યમાં તેમને ચાર જ્ઞાનના ધણી સર્વ ગણધરનો પણ અવર્ણનીય સાથ મળતો હોય છે.
શ્રી ગણધરજી પ્રભુની દેશનામાંથી દ્વાદશાંગીનું શ્રુતજ્ઞાન મેળવે છે; અને પોતાનાં ઉત્કૃષ્ટ શ્રુતકેવળીપણા સાથે વિચરી પ્રભુના ઉપદેશને સુપાત્ર મુનિઓ સુધી ફેલાવે છે. આ મુનિઓ શ્રાવક તથા શ્રાવિકા તથા અન્ય જિજ્ઞાસુ જીવોને સરળતાથી ધર્મોપદેશ કરી સન્માર્ગમાં સ્થાપે છે, અને સનાતન કલ્યાણમાર્ગનો જયજયકાર થાય એવી ધર્મપ્રભાવના કરે છે. આ સઘળું કાર્ય શ્રી તીર્થંકર વીતરાગીની પ્રેરણાથી થાય છે તે પરથી તેમનો અપરંપાર મહિમા સમજાય છે.
કોટિ કોટિ વંદન હો પ્રભુના અવર્ણનીય ઉપકારને! ૐ શાંતિઃ
૧૦૧
Page #128
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વ, મિશ્રમોહનીય, સમ્યકત્વમોહનીય, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ એ સાત મોહકર્મની પ્રકૃતિઓનો ઉપશમ થતાં ઉપશમ સમ્યક્ત ઉત્પન્ન થાય છે તથા એ સાતે મોહકર્મની પ્રકૃતિઓનો ક્ષય થતાં ક્ષાયિક-સમ્યકત્વ ઉત્પન્ન થાય છે; આ ક્ષાયિક સમ્યકત્વ કેવળજ્ઞાની વા શ્રુતકેવળીના નિકટપણામાં કર્મભૂમિના મનુષ્યને જ ઉપજે છે.
પૂર્વોકત સાત પ્રકૃતિઓમાંથી છ પ્રકૃતિઓનો ઉદય ન હોય તથા સજાતિ એટલે સમાનજાતિય પ્રકૃતિ (સમ્યકત્વ મોહનીય) ઉદયરૂપ હોય તથા સમ્યક્ કર્મપ્રકૃતિનો ઉદય થતાં ક્ષયોપશમ સમ્યકત્વ થાય છે.
– સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા ધર્માનુપ્રેક્ષા (શ્લોક ૩૦૮, ૩૦૯)
Page #129
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧ ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
મંગલ એટલે કલ્યાણ. જીવને જેમાં સુખ, શાંતિ તથા પ્રેમની અનુભૂતિ મળે તેમાં તેને મંગલતા લાગે છે. અને તે પ્રસંગને જીવ તહેવાર કે પર્વ તરીકે ઉજવે છે.
જ્યારે પણ પર્વ સંબંધી વાત થાય કે વિચારણા કરવામાં આવે ત્યારે તહેવાર કે પર્વને ઘણું કરીને ખાવાપીવા તથા ખેલકુદ સાથે જોડવામાં આવે છે. ઉદા. ત. રક્ષાબંધનને દિવસે લોકો ખીર કે લાડૂ ખાય છે, રક્ષા બાંધે છે; હોળીના દિવસે લોકો અમુક પકવાન ખાય છે, એકબીજા પર રંગ છાંટી આનંદ મનાવે છે, હોળી પ્રગટાવી તેની આસપાસ નાચ કરે છે. દિવાળીના દિવસે મીઠાઈ જમે, ફટાકડા ફોડે, દીપમાળા પ્રગટાવે, નવાં કપડાં પહેરે, નૂતન વર્ષે આ બધા ઉપરાંત એકબીજાના ઘરે જઈ નવું વર્ષ સુંદર રીતે પસાર થાય એવી શુભેચ્છાની આપલે કરે ઇત્યાદિ કાર્યો લૌકિક પર્વમાં કરવામાં આવે છે.
પરંતુ જેમાં ધર્મનું આરાધન કરવામાં આવે છે, તેમાં જીવને શાશ્વત સુખ મેળવવા માટે નિમિત્ત મળે છે એવા પર્યુષણાદિ જૈન પર્વોનો સંબંધ ખાવાપીવા કે ખેલવાકુદવા સાથે ન રહેતાં, તેનો ત્યાગ સાથે રહે છે. આ પર્વ સાંસારિક ભોગનાં પર્વ નહિ પણ ત્યાગનાં પર્વ છે, સાથે સાથે તેમાં આત્મિક સુખનું ભોક્તાપણું રહેલું હોવાથી તે સર્વ મહાપર્વ કહેવાય છે. આ પર્વોની મહત્તા આત્મસુખની મુખ્યતાને કારણે છે, નહિ કે સાંસારિક અમનચમનને કારણે. આથી વ્યવહારમાં આ પર્વો ત્યાગ તથા સંયમના કહેવાય છે, પણ તેમાં અંતર્ગત રીતે શાશ્વત સુખની પ્રાપ્તિનો માર્ગ સમાયેલો હોય છે. ધાર્મિક પર્વની ઉજવણી પ્રભુની પૂજાભક્તિ કરીને, સંયમથી
૧૦૩
Page #130
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
રહીને, વ્રતનિયમ પાળીને, સ્વાધ્યાય તથા તત્ત્વચર્ચામાં દિવસનો મોટોભાગ પસાર કરીને કરવામાં આવે છે. આ રીતે પર્વ ઉજવનાર સર્વ જીવો કંઈ ને કંઈ ત્યાગ-વૈરાગ ધારણ કરે છે; દાન આપે છે, અને અનેક પ્રકારનાં ધાર્મિક કાર્યોમાં પરોવાયેલા રહે છે.
પર્વ બે પ્રકારે છે: ૧. તત્કાલિક અને ૨. ત્રિકાલિક – અથવા શાશ્વત. પહેલું તત્કાલિક પર્વ બે પ્રકારે છે: વ્યક્તિવિશેષ સાથે સંબંધિત અને ઘટના વિશેષ સાથે સંબંધિત. મહાવીર જયંતિ મહાવીર પ્રભુના જન્મ સાથે સંબંધ ધરાવે છે, રામનવમી અને જન્માષ્ટમી અનુક્રમે શ્રી રામ તથા શ્રી કૃષ્ણના જન્મ સાથે સંબંધિત છે. ઘટના વિશેષ સાથે સંબંધ ધરાવનાર પર્વોમાં રક્ષાબંધન, હોળી, અક્ષયતૃતિયા વગેરે આવે છે. તે પર્વો પ્રસિદ્ધ પૌરાણિક ઘટનાઓ સાથે સંબંધ ધરાવે છે.
ત્રિકાલિક અથવા શાશ્વત પર્વ કોઈ વ્યક્તિવિશેષ કે ઘટનાવિશેષ સાથે સંબંધિત હોતું નથી. તે સામાન્યપણે આધ્યાત્મિક ભાવોથી સંબંધિત હોય છે. પર્યુષણ પર્વ, આયંબિલની ઓળી, અધિક માસ આદિ આ પ્રકારનાં ત્રિકાલિક અથવા સર્વકાલીન પર્વો છે, જે સરવાળે આત્માના ક્રોધાદિ વિકારોને શમાવનાર તથા ક્ષમાદિ ગુણોને વિકસાવનારા પર્વ છે.
ઘટના વિશેષ કે વ્યક્તિવિશેષથી સંબંધિત પર્વ નિયમથી અનાદિ કે અનંત હોઈ શકતાં નથી, કેમકે ઘટના કે વ્યક્તિના અસ્તિત્વ પહેલાં એ પર્વની સંભાવના હોઈ જ શકતી નથી, તેથી આ પર્વ સાદિ જ હોય છે. વળી, એ પર્વથી વિશેષ મહત્ત્વપૂર્ણ ઘટના કે વ્યક્તિની સંભાવના થતાં અને કાળ વ્યતીત થતાં જગત તેને યાદ રાખી તેનાં પર્વ ઉજવવા લાગે છે, અને પૂર્વનાં પર્વોની ઉજવણી છોડી દે છે, તેથી આ પર્વો સાંત જ રહે છે. ભૂતકાળની ચોવીશીના પર્વો વર્તમાન ચોવીશી આવતાં મૂકાઈ ગયા, અને ભાવિ ચોવીશી થતાં વર્તમાન ચોવીશીનાં પર્વો છૂટી જશે. આમ ઘટના કે વ્યક્તિ સંબંધિત પર્વો સદાકાળ સાદિ સાત જ હોય છે. ઘટનાઓ કે વ્યક્તિઓ ગમે તેટલા મહત્ત્વપૂર્ણ હોય તો પણ તેઓ સાર્વભૌમ કે સર્વકાલિક થઈ શકતાં નથી, એ બધાંને પોતપોતાનાં ક્ષેત્ર અને કાળની મર્યાદા રહે જ છે.
૧૦૪
Page #131
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
જે પર્વ ઘટના વિશેષ કે વ્યક્તિવિશેષ સાથે સંબંધિત નથી, પરંતુ અનેક જીવોથી અને એમના ભાવોથી એકસરખી રીતે સંબંધિત હોય તેવા પર્વે જ સાર્વભૌમ અને સર્વકાલિક કે ત્રિકાલિક હોઈ શકે છે, આથી તે પર્વ શાશ્વત છે, સર્વનાં છે અને સદાય પ્રવર્તનાર છે. આમ વિચારતાં પર્યુષણાદિ પર્વ એ સર્વનાં છે. ભલે પછી સમાજનો અમુક જ ભાગ આ પર્વની ઉજવણી કરતો હોય. આ પર્વ એ સાંપ્રદાયિક પર્વ નથી કારણ કે એનો આધાર સાર્વજનિક છે. વિકારી ભાવોનો ત્યાગ અને ઉત્તમ ભાવોનું ગ્રહણ એ જ તેનો ઉદ્દેશ અને આધાર છે, જે સર્વને એકસરખી રીતે હિતકારી છે. આથી આવાં પર્વો માત્ર જૈનોનાં જ નહિ, પણ સર્વજનોનાં છે. આવાં પર્વને સહુનાં ગણવાનું એક બીજું પણ કારણ છે. બધાં જ પ્રાણીઓ સુખી થવા ઇચ્છે છે, અને દુઃખથી ડરે છે. દુઃખનું મૂળ જેમાં રહેલું છે એવાં રાગ, દ્વેષ અને અજ્ઞાનના ત્યાગ માટેનાં આ પર્વો ઘડાયાં છે. એ ત્રણે દુર્ગુણોનો ત્યાગ થતાં આત્મામાંથી સુખ નિષ્પન્ન થાય છે, જે સર્વને ગ્રાહ્ય છે. તેથી સર્વને સુખકારી અને સન્માર્ગદર્શક પવિત્ર ધર્મનું આરાધન આ પર્વમાં થતું હોવાથી આ પર્વને સર્વ સાથે સંબંધ ધરાવતું કહી શકાય.
આ પર્વ સાર્વભૌમિક છે, કારણ કે સર્વ ક્ષેત્રોમાં ક્રોધાદિ કષાય ભાવોને બૂરા, અહિતકારી માનવામાં આવે છે, અને ક્ષમાદિ ઉત્તમ ભાવોને ભલા તથા હિતકારી માનવામાં આવે છે. આ જ કારણથી આ પર્વ સર્વકાલીન પણ છે. કોઈ કાળ એવો નથી કે જેમાં ક્રોધાદિ ભાવોને હેય અને ક્ષમાદિ ભાવોને ઉપાદેય માનવામાં ન
આવ્યા હોય, અર્થાત્ તેની ઉપાદેયતા સર્વ કાળને માટે અસંદિગ્ધ છે. આ કારણથી આવા ધર્મમય પર્વને સાર્વભૌમિક અને સર્વકાલીન કહ્યાં છે. તેમાંથી નિષ્પન્ન થતા શાશ્વત સુખના માર્ગની ઉપયોગીતાના કારણે આ મહાપર્વોની ગણના શાશ્વત પર્વોમાં થાય છે.
અહીં કોઈને સવાલ થાય કે પર્યુષણ પર્વ જો ત્રિકાલિક છે, અનાદિ અનંત છે, તો પછી તેનો આરંભ થવાની કથા શાસ્ત્રોમાં કેમ જોવા મળે છે? કાળચક્રનાં પરિવર્તનમાં કેટલાંક સ્વાભાવિક ચઢાણ અને ઊતરાણ આવે છે. જેને જૈન પરિભાષામાં ઉત્સર્પિણી
૧૦૫
Page #132
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
અને અવસર્પિણી નામથી ઓળખવામાં આવે છે. અન્ય ધર્મમાં સત્યુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને કલિયુગ રૂપે ઊતરતા કાળને ઓળખવામાં આવે છે. ઉત્સર્પિણી કાળમાં ક્રમે ક્રમે સગુણો અને સુવિધાઓની વૃદ્ધિ થતી જાય છે, ત્યારે અવસર્પિણી કાળમાં ક્રમથી સગુણો અને સુવિધાઓનો હ્રાસ થાય છે. અવસર્પિણી કાળના અંતમાં લોકો અનાર્ય બની હિંસક થઈ જાય છે અને ઊતરતા કાળના એકવીસ હજાર વર્ષ તથા ચડતા કાળનાં એકવીસ હજાર વર્ષ મળી બેતાલીસ હજાર વર્ષ માટે ભૂમિ ધર્મવિહોણી થઈ જાય છે. પછી ચડતા કાળનો ધર્મોત્થાનનો સમય આવે છે ત્યારે સાત અઠવાડિયા સુધી ધરતી પર વિવિધ પ્રકારની વૃષ્ટિઓ થાય છે, ધરતી રસકસવાળી બનતી જાય છે, જેનાં ફળરૂપે સુકાળ આવે છે અને લોકોમાં અહિંસક આર્યવૃત્તિનો ઉદય થાય છે. ગુણવૃદ્ધિ શરૂ થાય છે, ધર્મનો ઉદય અને પ્રારંભ થાય છે, અને તેવાં વાતાવરણમાં પર્યુષણ પર્વની આરાધના થાય છે. આ પ્રકારે દરેક ઉત્સર્પિણી કાળમાં આ મહાપર્વ શરૂ થતું જણાય છે.
આ કથા તો પ્રત્યેક ઉત્સર્પિણી કાળમાં આ મહાપર્વનો પુન: આરંભ કેવી રીતે થાય છે તે બતાવે છે. આ કથા પણ શાશ્વત છે, જેનું પુનરાવર્તન થયા જ કરવાનું છે. અવસર્પિણીના પાંચમા આરાના અંતમાં ધર્મનો હ્રાસ થાય છે ત્યારે પર્વોત્સવ બંધ થાય છે, અને ઉત્સર્પિણીના બીજા આરાના આરંભમાં સદ્ગણોનો સદ્ભાવ થાય છે ત્યારે તે મહાપર્વ ઉજવવાનું શરૂ થાય છે. વસ્તુતઃ આ યુગારંભની વાત છે, પર્વના પ્રારંભની નહિ. આ પર્વ તો અનાદિ અનંત જ છે.
આ પર્વની અનાદિ અનંતતા બીજી રીતે પણ વિચારી શકાય. જ્યારથી આ જીવ છે ત્યારથી તે ક્રોધાદિ વિકારોથી સંયુક્ત છે. આ જ કારણે તે જ્ઞાનાનંદ સ્વભાવવાળો હોવા છતાં તે અજ્ઞાની અને દુઃખી છે. જ્યારથી તે દુઃખી છે ત્યારથી તેને સુખની જરૂરિયાત પણ છે, કેમકે સર્વ જીવો અનાદિકાળથી છે, તેથી સુખનાં કારણરૂપ સત્યધર્મની જરૂરિયાત પણ અનાદિથી જ રહેલી છે.
યોગ્ય ધર્મપાલન કરીને આજસુધીમાં અનંત જીવો ક્ષમાદિ ભાવે આત્માનું અવલંબન લઈને ક્રોધાદિથી મુક્તિ પામ્યા છે, તો પણ એનાથી અનંતગણા જીવો
૧૬
Page #133
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
હમણાં પણ ક્રોધાદિ વિકારોથી યુક્ત છે, દુઃખી છે. તેથી આજે પણ ધર્મનાં આરાધનની સંપૂર્ણ આવશ્યકતા છે. વળી દૂરવર્તી ભાવિમાં પણ આવા કષાય વિકારોથી ભરેલા દુ:ખી જીવો રહેવાના જ છે, તેથી ભાવિમાં પણ તેની આવશ્યક્તા એટલી ને એટલી જ રહેશે.
ત્રણે લોકમાં સર્વ ક્ષેત્રે ક્રોધાદિ કષાયભાવો દુઃખનાં અને ક્ષમાદિ ગુણો સુખનાં કારણો છે; આથી આ મહાપર્વ શાશ્વત અર્થાત્ ત્રિકાલિક અને સાર્વભૌમિક છે, સહુનું છે. બધા જીવો એની આરાધના ન કરે તો પણ આ પર્વ પોતાની પ્રકૃતિથી જ સહુનું છે, હતું અને રહેશે. પ્રત્યેક ધાર્મિક પર્વનું પ્રયોજન આત્મામાં વૈરાગ્ય અને વીતરાગભાવની વૃદ્ધિ કરવાનું હોય છે; તેમાં પણ આ પર્યુષણ પર્વ વિશેષપણે આત્મગુણોની આરાધના સાથે સંબંધ ધરાવે છે, તેથી આ વીતરાગી પર્વ સંયમ તથા સાધનાનું પર્વ છે. આ પર્વનો પાયો ધર્મ છે, અને “ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે”. એવું પ્રભુનું વચન કેવું યથાર્થ છે તેની જાણકારી આપણે લેવાની છે.
સદ્ધર્મના સંસ્થાપક શ્રી તીર્થંકર પ્રભુ! આપે અનાદિ અનંત એવા આ લોકમાં દુ:ખના દરિયામાં ડૂબી રહેલા આત્માઓને ધર્મનું શરણું આપી, શુધ્ધ, બુદ્ધ અને મુક્ત થવાનો મહાકલ્યાણકારી ઉપાય આપ્યો છે. આપના આ અવર્ણનીય ઉપકારને અમારા અત્યંત વિનયભક્તિ સહિતના નમસ્કાર હો. નમસ્કાર હો.
શ્રી અરિહંત પ્રભુનો અપરંપાર મહિમા ક્યા કારણસર ગવાયો છે, તેની થોડી જાણકારી ગત પ્રકરણમાં આપણે લીધી. તે બધામાં તેમણે સાધુસાધ્વી અને શ્રાવકશ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, તેમની સહાયતાથી જે ધર્મમાર્ગ ઉત્તમતાએ પ્રવર્તાવ્યો તે ધર્મની ખૂબીઓ, ઉપકાર અને મહાભ્યનો આપણે અભ્યાસ કરીએ તો આપણને જરૂર સમજાય કે તેમણે સ્થાપેલા ધર્મની મંગલતા કેવી ઉત્તમ છે, અને તેનો ઉપકાર કેવો ભવ્ય છે!
ધર્મ શબ્દ અનેક અર્થમાં વપરાય છે. ધર્મ એટલે ફરજ, કે કર્તવ્ય; ધર્મ એટલે સ્વભાવ કે ગુણધર્મ; ધર્મ એટલે સદાચાર કે નીતિ વિષયક તથા મરણ, પરલોક,
૧૦૭
Page #134
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
ઇશ્વરાદિ ગૂઢ તત્ત્વો વિષયક જ્ઞાન; ધર્મ એટલે શાસ્ત્રોક્ત વિધિવિધાન તથા વિધિનિષેધ આચાર; ધર્મ એટલે ગુણ તથા લક્ષણ; ધર્મ એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થમાંનો એક; ધર્મ એટલે પુણ્ય, દાનપ્રવૃત્તિ; ધર્મ એટલે સંપ્રદાય વગેરે વગેરે. ધર્મના આમાંના કોઈ એક અર્થને સ્પર્શીને નહિ, પરંતુ તે સર્વના એકત્રિતપણા દ્વારા શ્રી તીર્થકર ભગવંતે આ સંસારનાં અનંત પ્રકારનાં દુઃખોથી આત્યંતિકપણે છૂટી, પરમ સનાતન સુખ મેળવવાનો જે માર્ગ પ્રકાશ્યો છે તે ધર્મ બાબત આપણે વિચારણા કરીએ તો જ સાચા અર્થમાં રહેલી ધર્મની મંગલતા લક્ષમાં આવે.
શ્રી અરિહંત પ્રભુએ બોધેલો ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે. મંગલ એટલે કલ્યાણકારી. મં-પાપ, અર્થાત્ થતા રાગદ્વેષને કારણે નીપજતાં શાતા અને અશાતા, ગલ-ગાળનાર. મંગલ એટલે દુઃખ તથા પાપને ગાળનાર, દૂર કરનાર એવો અર્થ કરી શકાય. પ્રભુએ બોધેલા ધર્મને સમજી આચરવામાં આવે તો તે સર્વ પ્રકારનાં પાપને ગાળી નાખી જીવને પૂર્ણ શુદ્ધિ આપે છે અને તેને સર્વકાળને માટે પૂર્ણ સુખમાં લઈ જાય છે. આથી જેને દુઃખથી, કષ્ટથી અને તે સર્વનાં કારક પાપથી દૂર થવું છે તેને માટે પ્રભુપ્રેરિત ધર્મનું પાલન કરવું એ સર્વોત્કૃષ્ટ ઉપાય છે. ઉત્કૃષ્ટ એટલે સહુથી ઉત્તમ. સર્વોત્કૃષ્ટ એટલે સહુથી વધારે સારો. સર્વ પ્રકારનાં પાપકર્મોથી નિવૃત્ત થવા માટે આ જગતમાં જે જે ઉપાયો પ્રવર્તે છે, તે બધામાં સહુથી સહેલો છતાં ત્વરાથી સારું ફળ આપનારો ઉપાય એ પ્રભુપ્રણીત ધર્મનું પાલન કરવું તે છે.
પૂર્વે નિબંધન કરેલાં પાપકર્મને કારણે જીવને કેટલાય અશાતામય ક્લેશના ઉદય આવે, રોગના પીડાકારક પ્રસંગ આવે, મૃત્યુનાં કે વિયોગનાં દુઃખમાંથી પસાર થવાનાં નિમિત્તો આવે ત્યારે જીવે આ બધાં દુ:ખો પરવશપણે ભોગવવાં જ પડે છે અને આ દુ:ખો ભોગવતી વખતે તેનાં મનમાં ક્રોધ, માન, માયા કે લોભરૂપ કષાય જોર કરી તેને આર્તપરિણામ કરવા પ્રતિ ખેંચી જાય છે, જેને કારણે તે જીવ તે પ્રકારનાં નવીન કર્મબંધ કરી પોતાના સંસારને લંબાવી નાખે છે. જીવનું ચારે ગતિનું ભ્રમણ ચાલુ રહે છે. ઉદ્ભવતા આવાં દુ:ખોથી છૂટવા જીવ તાત્કાલિક ઉપાય તરીકે મોટે ભાગે મંત્ર, તંત્ર, ઔષધ, બાધાઆખડી, બાહ્યથી ધર્મપાલન આદિનો આશ્રય કરે છે. કેટલીક
૧૦૮
Page #135
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
વાર જીવને તેમાં ક્ષણિક સફળતા પણ મળે છે, કરેલા ઉપાયોથી વર્તતું દુઃખ દબાય છે કે અમુક કાળ માટે પાછળ ધકેલાય છે. પણ જીવથી તેનાથી સંપૂર્ણપણે છૂટી શકાતું નથી. અને ભાવિમાં તે દુ:ખને વિશેષપણે કે તીવ્રપણે ભોગવવાનો વખત જીવને આવે છે. તેને બદલે શ્રી પ્રભુએ આત્મમાર્ગ દર્શાવીને, પરિભ્રમણથી મુક્ત થવાનો, સંસારનો આત્યંતિક ક્ષય કરી આત્માનાં અનંત સુખમાં સંસ્થાપિત થવાનો ઉપાય કરવા જણાવી જે ઉપકાર કર્યો છે, તે ઉપકારનો અને તે ધર્મ આરાધનનો આપણે અભ્યાસ કરવાનો છે. શ્રી દશવૈકાલિક સૂત્રનાં પહેલાં અધ્યયનનો પહેલો શ્લોક આ પ્રમાણે છે –
धम्मो मंगल मुक्किटुं, अहिंसा संयमो तवो ।
देवावि तं नमसंति, जस्स धम्मो सया मणो || અર્થ: જીવદયામય અહિંસા, ૧૭ પ્રકારના સંયમ અને બાર પ્રકારનાં તપથી સમૃદ્ધ થયેલો ધર્મ તે ઉત્કૃષ્ટ મંગલ છે. જેનું મન હંમેશા ધર્મમાં છે, તેને દેવો પણ વંદન કરે છે.
“ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે' એ વચન માટે શ્રી આનંદઘનજી અને શ્રી યશોવિજયજી વચ્ચે બનેલો પ્રસંગ ઇતિહાસનાં પાને નોંધાયેલો છે. શ્રી યશોવિજયજી મહારાજ કોઈ એક ચાતુર્માસમાં સુંદર વ્યાખ્યાનો આપતા હતા. તે વ્યાખ્યાનો એટલા પ્રભાવશાળી હતાં કે શ્રોતાવર્ગ ડોલી ઊઠતો હતો. પરિણામે દિવસે દિવસે શ્રોતાજનોની સંખ્યા વધતી જતી હતી. શ્રોતાઓનો આવો પ્રતિભાવ અને ઉત્સાહ જોઈ મહારાજશ્રી પણ ખૂબ પ્રસન્ન થતા હતા. આ રીતે ચાતુર્માસના દિવસો બધાંને માટે સંતોષ તથા આનંદથી પસાર થતા જતા હતા. આ અરસામાં શ્રી યશોવિજયજી મહારાજે જોયું કે બહોળા શ્રોતાવર્ગમાં એક વૃદ્ધ માજી પણ છેવાડે બેસી મહારાજની વાણીનું પાન કરતાં હતાં, પરંતુ તેમનાં મુખ પર અન્યશ્રોતાઓ જેવી પ્રસન્નતા વર્તાતી નહોતી. આથી તેમને કૂતુહલ થયું કે માજીને પ્રસન્નતા કેમ અનુભવાતી નથી! વળી, તેમના અવલોકવામાં આવ્યું કે વ્યાખ્યાન પૂરું થાય ત્યારે નારાજી દર્શાવતા હોય એ પ્રકારે માથું
૧૦૯
Page #136
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
ધૂણાવી માજી છેલ્લે ઊભા થતાં હતાં. આ દશ્ય જોવાને લીધે તેમની કારણ જાણવાની જિજ્ઞાસા ઘણી વધી ગઈ. છેવટે તેમનાથી ન રહેવાયું એટલે એક દિવસ માજીને ઊભા રાખી આ પ્રકારની નારાજગી થવાનું કારણ અને રહસ્ય જણાવવા તેમણે વિનંતિ કરી. માજીએ તેમને વિનયપૂર્વક જણાવ્યું કે તમારી વાણીમાં ઘણા ગુણો પ્રગટ થાય છે, પણ જાણે તેમાં આત્મા જ ન હોય એવો અનુભવ લાગે છે. આ સાંભળતા જ મહારાજશ્રી એ જિજ્ઞાસાપૂર્વક પૂછયું કે આત્માની આવા પ્રભાવવાળી વાણી તમે કોઈ પાસે સાંભળી છે ખરી? તેના ઉત્તરમાં માજીએ જંગલમાં બિરાજતા શ્રી આનંદઘનજી મહારાજની વાણી આવી ઉત્તમ પ્રકારની છે એવો અભિપ્રાય આપ્યો. પરિણામે શ્રી યશોવિજયજી તેમની વાણીનું પાન કરવા ખૂબ ઉત્સુક થયા, અને ચાતુર્માસ હોવા છતાં પણ વિહાર કરી તેઓ જંગલમાં જ્યાં આનંદઘનજી બિરાજતા હતા ત્યાં પહોંચી ગયા. ત્યાં જઈ, ખૂબ જ વિનયપૂર્વક તેમણે પોતાની જિજ્ઞાસા આનંદઘનજી પાસે વ્યક્ત કરી.
શ્રી આનંદઘનજી મહારાજે પરીક્ષા કરતા હોય તે પ્રકારે તેમને પૂછયું કે, “તમે શાસ્ત્રો વાંચ્યા છે?” ઉત્તરમાં યશોવિજયજીએ જણાવ્યું કે, “મેં બધાં જ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે.”
આનંદઘનજી મ. – “તમે દશવૈકાલિક સૂત્ર વાંચ્યું છે?” યશોવિજયજી મ. – “હા. મેં બધાં સૂત્રો વાંચ્યાં છે.” આનંદઘનજી મ. – “દશવૈકાલિક સૂત્રનું પ્રથમ અધ્યયન વાંચ્યું છે?” યશોવિજયજી મ. – “હા. આખું સૂત્ર મેં વાંચ્યું છે.” આનંદઘનજી મ. – “દશવૈકાલિક સૂત્રના પહેલાં અધ્યયનનો પહેલો શ્લોક
વાંચ્યો છે?” શ્રી યશોવિજયજી મહારાજ મનમાં અકળાયા. તેમને થયું કે બધું જ વાંચ્યું છે એમ વારંવાર કહેવા છતાં આમ કેમ પૂછયા કરે છે? પરંતુ તેમની જિજ્ઞાસા ખૂબ જ બળવાન હોવાથી, બરાબર વિનય જાળવી તેમણે કહ્યું કે, “એ પહેલો શ્લોક મેં
૧૧૦
Page #137
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
વાંચ્યો છે.” તે પછી વિશેષ આગળ વધી આનંદઘનજી મહારાજે તેમને ખૂબ શાંતિથી પૂછયું કે, “પહેલા શ્લોકનું પહેલું ચરણ વાંચ્યું છે?” આ સવાલ સાંભળી યશોવિજયજી મહારાજ મનમાં વધારે અકળાયા, તેમ છતાં એકદમ સંયમ જાળવી જણાવ્યું કે, “હા, મેં પહેલું ચરણ વાંચ્યું છે. ત્યારે આનંદઘનજી મહારાજે એ પહેલું ચરણ બોલવા યશોવિજયજીને જણાવ્યું. તેઓ તરત બોલ્યા કે પહેલું ચરણ આ પ્રમાણે છે, “મ્યો મંતિ મુઘિa૬ ” શ્રી આનંદઘનજી મહારાજે તેનો અર્થ કરવા જણાવ્યું. અર્થ હ્યો કે, “ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે.” તે કઈ રીતે? એમ પૂછવાથી યશોવિજયજીએ એક અપેક્ષાથી તેનો અર્થ કહી બતાવ્યો. તરત જ શ્રી આનંદઘનજીએ કહ્યું કે વિશેષ કંઈ કહી શકશો? તેના ઉત્તરરૂપે બીજી અપેક્ષાથી તેમણે ધર્મની ઉત્કૃષ્ટતા જણાવી. વિશેષ કંઈ? એમ પૂછાતાં ત્રીજી અપેક્ષાનો આશ્રય કરી ધર્મની મંગલતાનું ઉત્કૃષ્ટપણું તેમણે વર્ણવ્યું. પ્રત્યેક વખતે વિશેષતા શ્રી આનંદઘનજી પૂછતા રહ્યા, અને નવી નવી અપેક્ષાનો આશ્રય લઈ યશોવિજયજી ધર્મની મંગલતાનું ઉત્કૃષ્ટપણું વર્ણવતા ગયા. આ રીતે જુદી જુદી બાવન અપેક્ષાથી યશોવિજયજીએ ધર્મની ઉત્કૃષ્ટ મંગલતા વર્ણવી બતાવી.
તે પછી પણ “વિશેષ કંઈ ?” એ પ્રશ્ન આનંદઘનજીએ દોહરાવ્યો. પોતામાં જેટલાં પ્રજ્ઞા અને સમજણ હતાં તે સર્વનો ઉપયોગ શ્રી યશોવિજયજી મહારાજ કરી ચૂક્યા હતા. એનાથી કોઈ વિશેષ જાણકારી તેમનાં લક્ષમાં આવતી નહોતી, તેથી પોતાની અસમર્થતા સ્વીકારી શ્રી આનંદઘનજી મહારાજને જ એ બાબત વિશેષ પ્રકાશ પાડવા તેમણે વિનંતિ કરી. તે પછીથી જુદી જુદી અનેક અપેક્ષાથી ધર્મ એ કેવી રીતે ઉત્કૃષ્ટ મંગલ છે તે બાબત શ્રી આનંદઘનજીએ એકધારા છત્રીસ કલાક સુધી શ્રી યશોવિજયજી સમક્ષ વિવેચન કર્યું હતું.
એમની મધુર, કલ્યાણમયી, અર્થગંભીર અને ઊંડાણભરી વાણી આટલા લાંબા સમય સુધી અખ્ખલિતપણે સાંભળતાં શ્રી યશોવિજયજી મહારાજ ભાવવિભોર અને તૃપ્તિરસમાં તરબોળ થઈ ગયા. મનમાં જે કંઈ રહ્યો સહ્યો માનભાવ અને અહંભાવ હતો તે ઓગળી ગયો, અને તેનું સ્થાન ઉપકારબુદ્ધિએ લઈ લીધું. શ્રી આનંદઘનજી
૧૧૧
Page #138
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
મહારાજ પાસેથી યોગ્ય માર્ગદર્શન મેળવી પોતાના આત્માનો ઉધ્ધાર કરવાનો બળવાન પુરુષાર્થ આદર્યો, અને પોતાના આત્માને વિકાસની ટોચે પહોંચાડવા કૃતનિશ્ચયી થયા.
આ પ્રસંગ પરથી આપણને બોધપાઠ મળે છે કે સારું અને ઉત્તમ પ્રાપ્ત કરવું હોય તો વિશાળબુદ્ધિ, સરળતા, ઇન્દ્રિયજય અને જિજ્ઞાસા કેળવવાં જોઈએ. સાથે સાથે હું જાણું છું એવો માનભાવ આદિનો ત્યાગ કરવો તે જીવનાં કલ્યાણ માટે ખૂબ ઉપકારી નીવડે છે. શ્રી આનંદઘનજી મહારાજ અને યશોવિજયજી મહારાજ જેવાં પ્રજ્ઞા કે ભાષાપ્રભુત્વ મારામાં નથી, તેમ છતાં “ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે' એની વિચારણા કરવા પ્રવૃત્ત થઈ છું, તે ધૃષ્ટતા માટે ક્ષમા માગી, મારા ભાવ શ્રી સિદ્ધસેન દિવાકર રચિત કલ્યાણમંદિરની નીચેની પંક્તિ દ્વારા રજૂ કરવા ઇચ્છું છું. –
“અનુભવ કરે તુજ ગુણતણો, જન મોહના ટળવા થકી, નહિ પાર પામે નાથ, તે પણ આપ ગુણ ગણતા કદી, જ્યમ પ્રલયકાળ વડે ખસેલા જળ થકી સમુદ્રનાં ખુલ્લા થયેલા રત્ન ઢગલા, કોથી માપી શકાય ના. દેદિપ્યમાન અસંખ્ય ગુણની ખાણ નાથ તમારી હું, આરંભતો કરવા સ્તુતિ પણ મંદ બુદ્ધિમાન છું; શું બાળ પણ કહેતું નથી લંબાવી બેઉ હાથને, નિજ બુદ્ધિના અનુસારથી, ઉદધિ તણા વિસ્તારને? હે ઇશ! યોગી પણ તમારા ગુણ જે ન કહી શકે, સામર્થ્ય મારું ક્યાંથી વર્ણન મુજથી તેનું થઈ શકે; વિચાર વિણનું કાર્ય આ ગણાય મારું તેહથી,
પણ પક્ષી શું પોતાતણી ભાષા કહો વદતાં નથી?” અહિંસા, સંયમ અને પરૂપ ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે, એની વિચારણા કરતી વખતે તેના સિવાયનું માનવીનું જીવન કેવું બને છે તેનો ચિતાર આપણને
૧૧૨
Page #139
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
મળે છે. ધર્મવિહિન જીવનનાં કષ્ટ, દુઃખ આદિ ભોગવવાં જીવને પ્રત્યેક ગતિમાં કેવાં કઠણ થાય છે તેની સમજણ મળે તો જ જીવને ધર્મમય જીવનની મંગલતા અને તેનું ઉત્કૃષ્ટપણું કેટલું કલ્યાણકારી છે તેની સ્પષ્ટતા થાય છે. તે સ્પષ્ટતાથી જીવને પોતાનાં જીવનને ધર્મમય બનાવવા શું કરવું જોઇએ તેનું માર્ગદર્શન મેળવવા માટે ઉત્સાહ આવે છે. પ્રભુની દેશનામાં પ્રકાશિત થયેલી બાર ભાવના જ્યારે શ્રી ગુરુ પાસેથી જીવને સમજવા મળે છે ત્યારે તેને લક્ષ થાય છે કે આ દુ:ખથી ભરેલા સંસારની ચારે ગતિઓમાં જીવ સતત પરિભ્રમણ કરતો રહે છે, અને પ્રત્યેક ગતિનાં તરતમતાવાળા દુ:ખ ભોગવતો રહે છે. આ સંસારમાં આકર્ષણ કરનારાં, સુખરૂપ લાગતાં પ્રત્યેક શાતાનાં નિમિત્તો અને શાતા અનિત્ય છે, ક્ષણિક છે, દુ:ખના વેદનકાળે જીવને કોઈ શરણરૂપ થઈ શકતું નથી, દેહ આદિ પદાર્થો અશુચિમય, દુર્ગધ વધારનાર છે, તેનો મોહ કરવાયોગ્ય નથી, આ સંસારમાં જીવ એકલો જ ભમે છે, જન્મે છે, મરે છે, અને એકલો જ કષ્ટ વેદે છે; આ સર્વથી જીવને બચાવનાર એક ધર્મ જ છે. અને જીવને આત્મા સિવાય કોઇ જ પોતાનું નથી. જીવ ભાવનાઓને આ પ્રકારે સમજી શકે.
સંસારનું અનિત્યપણું – અનિત્યભાવના જે સંસારમાં જીવ દેહ, કુટુંબ, મિત્રો, પરિગ્રહ, સત્તા, કીર્તિ આદિમાં ખૂબ જ મારાપણું કરે છે, તે સંસારની સર્વ વસ્તુઓ અનિત્ય છે. તે બધામાં જે પ્રાથમિક મીઠાશનું સુખ લાગે છે, તેને લીધે પ્રાણીઓને તેમાં મૂર્છાપણું રહ્યા કરે છે. જેમને ચારેબાજુથી કષ્ટનો ભીડો હોય છે તેવા જીવો પણ યમરાજનાં દાંતરૂપ યંત્રમાં સુખની આશાથી જીવી રહ્યા જોવામાં આવે છે. અનિત્યતા વજ જેવા દેહોને પણ સકંજામાં રાખે છે, અને મરણરૂપ વાઘની ગુફામાં વસનારા પ્રાણીઓનું રક્ષણ કરવા મંત્ર, તંત્ર કે ઔષધો પણ નિષ્ફળ નીવડે છે. જેમ પાણીના પરપોટા ઉત્પન્ન થઈને ક્ષણેક્ષણમાં વિલીન થાય છે, તેમ ક્ષણક્ષણમાં પ્રાણીઓનાં શરીર પણ ઉત્પન્ન થઈ વિલય પામે છે.
સમદષ્ટિવાળો કાળ ધનાઢય કે નિર્ધન, રાજા કે રંક, સમજુ કે મુર્ખ, સજ્જન કે દુર્જન, રોગી કે નીરોગી, સર્વનો સરખી રીતે સંહાર કરતો રહે છે. કાળને ગુણમાં
૧૧૩
Page #140
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
દાક્ષિણ્ય કે દોષોમાં દ્વેષ નથી. નાનાં કીટથી માંડીને ઇન્દ્ર સુધીનાં સર્વને સંહારવામાં યમરાજાનું શાસન સમર્થ રીતે પ્રવર્તે છે. કદી કોઈએ પણ પોતાના પૂર્વજને કાળથી બચેલો જોયો નથી. અન્ય સર્વ પદાર્થોની પણ એ જ અવસ્થા થાય છે. સુંદર ઇમારતો, બાગબગીચાઓ, પર્વતો, નદીઓ, સરોવરો, નાળાં, આદિ સર્વ નાશ પામે જ છે. બાળવય અને યૌવન પણ અનિત્ય છે, તે વૃદ્ધાવસ્થાથી ઘેરાયેલાં છે. ધનવાન પુરુષોએ જે ધન ઘણા ફ્લેશથી ભેગું કર્યું હોય છે, જેનું રક્ષણ કરવા જે ખૂબ મહેનત કરતો હોય છે, તે ધન પણ ક્ષણવારમાં નાશ પામી જાય છે. સંસારમાં કુટુંબીઓ, મિત્રો, બંધુજનો વગેરે સાથે જે શુભ સંબંધ છે તે પણ છેવટે નાશ પામી જાય છે. જે સત્તા અને કીર્તિ મનુષ્યને ખૂબ પ્રિય છે તે પણ સાવ જ અનિત્ય છે. ક્યારે તે જીવને છેતરી રફુચક્કર થઈ જાય છે તેની જીવને ખબર પણ પડતી નથી. આમ આખું સચરાચર જગત અનિત્યપણે રહેલું છે.
સંસારમાં અશરણપણું – અશરણભાવના આવો અનિત્યતાથી ઘેરાયેલો અને વિપત્તિની ખાણરૂપ આ સંસાર છે. એ વિપત્તિની ખાણમાં પડતા જીવને – મનુષ્યને પિતા, માતા, સ્ત્રી, સંતાન, બંધુ, મિત્ર કે અન્ય કોઈ પણ શરણરૂપ થઈ શકતાં નથી. ઇન્દ્ર કે ચક્રવર્તી આદિ જેવા પણ મૃત્યુના સપાટામાં આવે છે ત્યારે તેનું રક્ષણ કરવા કોઈ પણ સંસારી જીવ સમર્થ થતો નથી. તેનાં કર્મો તેને યમરાજાના ઘરમાં દોરી જઈને જ જંપે છે. અન્ય મૂઢ જીવો પોતાને પણ કર્મો આ જ રીતે લઈ જશે એવો વિચાર ન કરતાં સ્વજનોને જતાં જોઈ રહે છે, દુ:ખ વેદે છે પણ તત્ત્વ ગ્રહણ કરતા નથી. મોટા ભયંકર જંગલમાં દાવાનળ સળગે ત્યારે ભયભીત બનેલાં મૃગનાં બચ્ચા અશરણ બની સળગી જાય છે, તેમને કોઈ બચાવી શકતું નથી, તે જ રીતે સંસારનાં વિવિધ દુ:ખરૂપી દાવાનળમાં પ્રાણી બળતો જ રહે છે, તેને કોઈ શરણરૂપ થતું નથી, દુ:ખથી બચાવી શકતું નથી. શરણ વિનાનું અને ઉપાય વિનાનું આ જગત યમરાજરૂપી રાક્ષસથી ગળી જવાય છે. આ ઉપરાંત અનેક પ્રકારનાં દુઃખો અને કષ્ટો જીવ પરવશપણે આ સંસારમાં ભોગવતો રહે છે.
૧૧૪
Page #141
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
વળી ધર્મ કે શુભ ક્રિયાના પ્રભાવથી જીવને શાતાના જે ઉદયો આવે છે તેમાં માન, લોભાદિ કષાયનાં ચક્રમાં ફસાઇ જીવ પાપકર્મ ઉપાર્જે છે. અને તેનાં અનિષ્ટ ફળથી પણ તે બચી શકતો નથી.
સંસારમાં અશુચિપણું – અશુચિભાવના અનિત્યતા અને અશરણતાથી ભરેલા આ સંસારમાં રહેતા રહેતા જીવને અન્યત્વપણું, અશરણપણું આદિ યથાર્થ રીતે સમજાતાં નથી, અને જ્યાં સુધી જીવને મોહબુદ્ધિ તીવ્રપણે પ્રવર્તે છે ત્યાં સુધી તેને દેહની અને સંસારની અશુચિનો સાચો લક્ષ પણ આવતો નથી. સંસારમાં ક્ષણે ક્ષણે ક્લેશરૂપી તરંગો સર્વ પ્રાણીઓને ઊંચે, નીચે, અને તીøપણે ફેંક્યા કરે છે. જેમ કીડાઓ ગંદકીમાં પ્રીતિ કરે છે, તેમ પ્રાણીઓ આ ક્ષણિક અશુચિમય શરીરમાં પ્રીતિ કરે છે, અને શરીર તેમને બંધનકારક તથા દુ:ખરૂપ થઈ પડે છે. રુધિર, માંસ, મજ્જા, પરુ, ચરબી, અસ્થિ, વીર્ય, આંતરડા, વિષ્ટા આદિથી ભરેલા આ શરીરમાં શુચિ કેવી રીતે સંભવી શકે? શરીરનાં પ્રત્યેક છિદ્રોમાંથી અશુચિ જ બહાર આવે છે, જેમકે મળ, મૂત્ર, પસીનો, ચીપડા, ગ્લેખ આદિ. એવા દેહમાં પવિત્રતાનો સંકલ્પ કરવો એ જ મોહનો વિલાસ છે. વીર્ય અને રુધિરથી ઉત્પન્ન થયેલો, મલિન રસથી વધેલો અને ગર્ભમાં જરાયુથી ઢંકાયેલો દેહ પવિત્ર કેવી રીતે થાય? સ્વાદિષ્ટ અન, ક્ષીરપાન, ઇક્ષુ આદિ વિગય પદાર્થો પણ ભોજન કર્યા પછી જેમાં વિષ્ટારૂપ થાય છે તે શરીરને પવિત્ર કેમ કહેવાય? સુગંધી ધૂપ, પુષ્પ અને પુષ્પમાલાદિ જે સ્વતઃ સુગંધી છે, તે પણ જેના સંગથી દુર્ગધતાને પામે છે એ કાયાને શુચિમય કેમ કહેવાય? વિલેપન કરાયેલો અને સેંકડો ઘડાઓથી ધોવાયેલો આ દેહ ક્યારે પણ શુચિપણાને પામતો નથી, તો પછી એમાં મોહ શા માટે કરવો? તેમ છતાં માનવના અશુચિમય દેહની એક ખાસ વિશેષતા છે; જો આ દેહનો આત્માને શુધ્ધ કરવા માટે સન્માર્ગે ઉપયોગ કરવામાં આવે તો એ દેહમાં રહેલો જીવ પવિત્ર અને શુધ્ધ થઈ શકે છે. આ કાર્ય કરવા માટે અશુચિમય દેહની પણ ઘણી ઉપયોગીતા છે.
૧૧૫.
Page #142
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
સંસારમાં જીવનું એકત્વ – એકત્વભાવના
આવા અનિત્ય, અશરણરૂપ અને અશુચિમય સંસારમાં જીવ એકલો જ ભમે છે. પ્રાણી એકલો જ ઉત્પન્ન થાય છે, એકલો જ મૃત્યુ પામે છે. અને ભવાંતરે સંચિત કરેલાં કર્મોને એકલો જ અનુભવે છે. જીવે ચોરીથી ઉપાર્જન કરેલું ધન સર્વ કુટુંબીજનો ભોગવે છે, પરંતુ ચોરીના પાપરુપ કર્મનું ફળ તો તે એકલો જ ભોગવે છે. તેના ભોગવટા વખતે પુત્ર, મિત્ર, કલત્ર(પત્ની) કે અન્ય કોઈ પણ ભાગીદાર થવા આવતાં નથી. દુઃખરૂપી દાવાનળથી ભયંકર અને વિસ્તરિત આ ભવરૂપ અરણ્યમાં કર્મને વશ થયેલ પ્રાણી એકલો જ ભટક્યા કરે છે. તેને કોઈ પણ સહાયરૂપ થતું નથી. કદાચિત તેને શરીર સહાયરૂપ થતું લાગતું હોય તો તે પણ તેમ નથી જ. શરીર તો ઊલટું ક્ષણિક સુખદુ:ખના અનુભવને આપનારું છે. શરીર કંઈ પૂર્વભવથી સાથે આવેલું નથી, વળી ભાવિ ભવમાં સાથે આવવાનું પણ નથી, તો થોડા કાળ માટે મળેલી કાયા જીવને કેવી રીતે સહાયકારી થઈ શકે? શુભ કે અશુભ કર્મને યોગ્ય શુભાશુભ ફળ જીવ એકલો જ ભોગવે છે. તે પ્રમાણે અનુત્તર એવી મોક્ષલક્ષ્મીને પણ તે એકલો જ ગ્રહણ કરે છે. ત્યાં પૂર્વોક્ત સંબંધીઓ સાથે આવતાં નથી, સંસાર સંબંધી દુ:ખ અને મોક્ષ સંબંધી સુખ પ્રાણી એકલો જ ભોગવે છે; તેમાં કોઈ સહાયક થતું નથી. જેના હાથપગ છૂટા હોય તેવો માણસ સમુદ્રને તરી શકે છે, બહાર નીકળી શકે છે, પણ જેના હાથપગ ન છૂટા હોય તેવો માણસ સમુદ્ર તરી શકતો નથી, પણ ડૂબી જાય છે. એ જ પ્રમાણે ધન, સત્તા, કીર્તિ, દેહ આદિના મોહથી બંધાયેલો તથા જકડાયેલો જીવ ભવસમુદ્રનો પા૨ પામી શકતો નથી, પણ તેનાથી તે આસક્તિરહિત બની, એકલો સ્વસ્થપણે આરાધન કરે તો તે ભવસમુદ્રનો પાર પામી શકે છે.
સંસારમાં અન્યત્વપણું – અન્યત્વભાવના
આવી એકત્વવાળી સ્થિતિમાં જીવ જે સંસારમાં પરિભ્રમણ કરે છે, તે સંસારમાં સ્ત્રી, પુત્ર, મિત્ર, પરિવાર, દ્રવ્ય, પરિગ્રહ આદિ સર્વ પોતાથી જુદાં છે, અન્ય છે તે સમજવું ઘટે છે. જ્યાં પ્રાણીને પોતાનાં શરીરથી પણ જુદાંપણું છે ત્યાં તેને બંધુ
૧૧૬
Page #143
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
આદિ પરિવાર તથા ધનાદિ પરિગ્રહથી જુદાંપણું હોય જ તેમાં કંઈ વિશેષતા નથી. આમાં જુદાંપણાનો જે ભેદ છે તે પરસ્પરનાં લક્ષણનાં વિલક્ષણપણાથી જાણવા યોગ્ય છે. પોતાના આત્માના સ્વભાવને દેહાદિક ભાવની સાથે સરખાવતાં તે સાક્ષાત્પણે જણાય છે. દેહાદિ પદાર્થો ઇન્દ્રિયોથી ગ્રાહ્ય છે ત્યારે આત્મા ઇન્દ્રિયથી અગોચર છે, તે અનુભવગોચર છે. તેથી તેઓનું એકત્વ કેવી રીતે સંભવી શકે?
અહીં આપણને પ્રશ્ન સંભવી શકે છે કે દેહને પ્રહાર થાય અથવા રોગાદિની પીડા થાય ત્યારે દેહ અને આત્મા બંને અલગ હોવા છતાં જીવને પીડા શા માટે થાય છે? ઉપલક દૃષ્ટિથી આ વાત સાચી લાગે છે, પરંતુ તેનું સમાધાન એ છે કે જ્યાં સુધી જીવને દેહ તથા આત્મા વચ્ચે ભેદબુદ્ધિ પ્રાપ્ત થઈ નથી, અને જીવ દેહમાં આત્મભાવે પ્રવર્તે છે ત્યાં સુધી, દેહ પર પ્રહારાદિ થવાથી જીવને પીડા થાય છે, અને જેમ જેમ જીવની દેહાત્મબુદ્ધિ ક્ષીણ થતી જાય છે તેમ તેમ જીવને, દેહાદિ પર પ્રહાર થવા છતાં પણ પીડાની અનુભૂતિ ઘટતી જાય છે. જીવ દેહ સાથે કાયમ માટે રહી શકતો નથી. એ ભેદને યથાર્થ રીતે જાણનાર સંસાર સંબંધી અશાતાથી મુંઝાતો નથી. જીવ જેટલા જેટલા સંબંધો આત્મીયપણાથી બાંધે છે અને પ્રિય માને છે, તેટલા તેટલા શોકના ખીલાઓ તેના હ્રદયમાં ખોડાય છે. તેથી સર્વ પદાર્થો આત્માથી જુદા જ છે, તે પ્રમાણે જાણીને અન્યત્વબુદ્ધિ પ્રાપ્ત થઈ છે એવા માણસને કોઈ પણ વસ્તુનો નાશ થવા છતાં તત્ત્વમાર્ગે મોહ થતો નથી. અને એ જીવ મમતારૂપી પાશને નિવારી થોડા કાળમાં શુદ્ધ થઈ સંસારને તરી જાય છે.
સંસારનું સ્વરૂપ – સંસાર ભાવના ચતુર્ગતિરૂપ આ સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં જીવ સતત અનિત્યતા, અશરણતા, અશુચિ, એકત્વ તથા અન્યત્વપણાનો અનુભવ કરતો રહે છે. આ લોકમાં જીવે એટલા લાંબા ગાળાથી પરિભ્રમણ કર્યું છે કે લોકનું એક નાનામાં નાનું ક્ષેત્ર પણ બચ્યું નથી કે
જ્યાં જીવે જન્મ તથા મૃત્યુનો અનુભવ કર્યો ન હોય. પોતાનાં કર્મના પ્રભાવથી તે ચાર ગતિ, ચોવીશ દંડક, ચોરાશી લાખ જીવયોનિ અને એક ક્રોડાક્રોડી સાડી સતાણું લાખ
૧૧૭
Page #144
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
ક્રોડ કુળને વિશે ભમ્યા કર્યો છે, અને પ્રત્યેક ક્ષેત્રમાં તેણે જન્મ, જરા, રોગ, શોક તથા મૃત્યુનાં ભયંકર દુ:ખો ભોગવ્યાં છે. જેમ જન્મમરણ વિનાનું કોઈ ક્ષેત્ર ખાલી રહ્યું નથી, તેમ કોઈ જાતિ, કુળ, ગોત્ર, યોનિ કે નામ એવું નથી રહેવા દીધું કે જ્યાં જીવે અનેક જન્મમરણ કર્યાં ન હોય. વળી, આ લોકમાં અનંતાનંત જીવો છે, તે બધા સાથે તેણે કોઈ ને કોઈ પ્રકારના ઋણાનુબંધ બાંધ્યા છે, અને છોડયા છે; આ જગતમાં ભમતો હોય એવો એક પણ જીવ બાકી નથી રહ્યો કે જેની સાથે તેનો સંબંધ બંધાયો ન હોય. તેણે અન્ય જીવો સાથે માતા-પિતા, ભાઇ-બહેન, પતિ-પત્ની, પુત્ર-પુત્રી, કાકા-કાકી, મામા-મામી, માસા-માસી, ફોઈ-ફૂવા, સાસુ-સસરા, જેઠ-જેઠાણી, દેરદેરાણી, નણંદ-નણદોઈ, મિત્ર આદિ અનેક સ્વરૂપે સગપણ બાંધ્યાં છે, તથા છોડયાં છે. એક બાજુથી જીવ નવા નવા જીવો સાથે સગપણ બાંધતો જાય છે અને બીજી બાજુથી પૂર્વે બાંધેલા સંબંધને ભોગવી તેને છોડતો જાય છે. આમ વણઝાર ચાલ્યા જ કરે છે. આ જાતની રખડપાટ કરતાં કરતાં જીવે અનેક કાળપરિવર્તન, અનેક ક્ષેત્ર પરિવર્તન, અનેક ભાવ પરિવર્તન, અનેક ભવ પરિવર્તન કર્યાં છે. જે કરતાં અનંત અવસર્પિણી અને અનંત ઉત્સર્પિણી રૂપ અનંત કાળચક્ર પસાર થઈ ગયાં છે. અને આ રીતે અનેક પુદ્ગલ પરાવર્તન કાળ પણ વહી ચૂક્યો છે. જીવે નાનામાં નાનાં અંતર્મુહૂર્તકાળનાં આયુષ્યથી શરૂ કરી એક એક સમયની વૃદ્ધિ સાથેના ઉત્કૃષ્ટ આયુષ્ય સુધીનાં પ્રત્યેક ગતિનાં પ્રત્યેક આયુષ્યનો ભોગવટો અનેક વખત કર્યો છે. જે જીવનાં પરિભ્રમણના દીર્ઘકાળને સૂચવે છે. વળી, ચારે ગતિનાં પ્રત્યેક દુઃખ તેણે અનેકવાર ભોગવ્યાં છે. તિર્યંચ ગતિમાં નિગોદની અવસ્થામાં અતિસૂક્ષ્મ એવા એક બારિક શરીરમાં અનેક આત્માઓ સાથે એ જીવ રહી ચૂક્યો છે, અને કેટલીકવાર એક સૂક્ષ્મ શરીરમાં એક જ જીવ રહે તેવી પ્રત્યેકકાયરૂપે પણ રહ્યો છે. અનેકકાય અને એકકાય જેવી સ્થિતિમાં અનેકવિધ કષ્ટ તેણે વેદ્યાં છે. આવી અવર્ણનીય કષ્ટકારી એકેંદ્રિયની સ્થિતિમાંથી આગળ વધી વધુ ઇન્દ્રિયવાળી સ્થિતિમાં પણ તેણે અકલ્પ્ય કષ્ટો ભોગવ્યાં છે.
આમ ભમતાં ભમતાં જીવ જ્યારે સંજ્ઞીપંચેન્દ્રિયપણાની અવસ્થા સુધી પહોંચે છે ત્યારે તે સમજપૂર્વકના ભાવ કરી શકવાની સ્થિતિ મેળવે છે. મળેલી સ્વતંત્રતાનો તે
૧૧૮
Page #145
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
દુરુપયોગ કરી, સ્વચ્છંદે વર્તી, અનેક દોષો કરી પાછો અસંશી થઈ નીચે ઊતરી જાય છે. આમ સુખદુઃખનાં અને ચડઊતરનાં ભીષણ ચક્રોમાં તે સતત ભીંસાતો રહે છે. આવું અનેક કષ્ટોથી ભરેલું અને ભયાકુળ કરનારું સંસારનું સ્વરૂપ છે. આ જાતનાં પરિભ્રમણ કરતાં કરતાં જ્યારે તેને સદ્ગુરુરૂપી માર્ગદર્શક ભોમિયા મળે છે ત્યારે તેમની કૃપાથી તેને આવા દુ:ખમય પરિભ્રમણથી છૂટવાના ભાવ જાગે છે. અનિત્યતા, અશરણતા તથા અશુચિથી ભરેલા આ સંસારથી છૂટી સર્વાંગી સુખી થવાનો અભિલાષ તે પામે છે. તેને એવી સામાન્ય સમજણ આવે છે કે સુખી થવા માટે એકત્વ તથા અન્યત્વ ભાવનાથી વિભૂષિત કરનાર તથા અહિંસા, સંયમ અને તપથી રક્ષાયેલા ધર્મનું પાલન કરવું એ જ એક સર્વોત્કૃષ્ટ ઉપાય છે.
આ
જ્યારે દુ:ખથી છૂટી, શાશ્વત સુખ મેળવવાનો પુરુષાર્થ કરવાની ભાવના જીવમાં જાગૃત થાય છે ત્યારે તેને સ્વાભાવિકપણે જિજ્ઞાસા થાય છે કે આવી દુઃખમય દશા કેટલા કાળથી ભોગવતો આવ્યો છે! શ્રી સદ્ગુરુ દ્વારા તેને સમાધાન મળે છે કે આ સ્થિતિ તેને સંસાર ભજવાના આરંભકાળથી જ ભોગવવી પડી છે, કારણ કે જગતમાં સંસારી પ્રાણીઓને મોહ તથા રાગદ્વેષાદિ વિકારી ભાવો અનાદિથી વર્તે છે. અને આ ભાવો સ્વયં દુઃખસ્વરૂપ અને દુઃખનાં કારણરૂપ છે. આ વિધાનની પ્રતીતિ જીવને આ સંસારમાં જીવો જે રીતે કષાયયુક્ત થઈને વર્તે છે તેમાંથી મળી રહે છે. જે કોઈ સારાં વા નરસાં નિમિત્ત મળે તેનાં અનુસંધાનમાં જીવ રાગદ્વેષનાં બંધનમાં પડી દુ:ખ તથા કષ્ટ ઉપાર્જન કર્યા જ કરે છે. તેના પ્રતિપક્ષે જે સદ્ગુરુ કે સત્પુરુષની ઓળખ તેને થઈ છે તેમનાં શાંતિ, સમતા, ક્ષમા આદિ ગુણો તેને ખૂબ આકર્ષે છે. એટલું જ નહિ, પણ પોતે આવી સ્વરૂપશાંતિ માણે એવી મહેચ્છા વર્ધમાન કરે છે. પરિણામે તે સદ્ગુરુનાં શરણે જઈ ધર્મને યથાર્થ રીતે સમજવાનો અને પાળવાનો સભાન પ્રયત્ન શરૂ કરે છે.
ચારે ગતિમાં રખડતા જીવને અધોગતિમાં જતો અટકાવે, અશુભથી ૨ક્ષે અને સર્વ પ્રકારનાં દુઃખ અને દર્દથી છોડાવી શાશ્વત સુખની પ્રાપ્તિ સુધી પહોંચાડે તેનું નામ ધર્મ. આ શાશ્વત સુખ ત્યારે પ્રગટ થાય જ્યારે આત્મા પોતાના મૂળ સ્વભાવને
૧૧૯
Page #146
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
પ્રગટાવે. આમ વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. તે સાથે એ સ્વભાવને અનુરૂપ પર્યાય અથવા સ્વભાવને પ્રગટ કરવામાં સહાયરૂપ થનાર આચારવિચાર પણ ધર્મ કહેવાય છે. સમ્યક્દર્શન, જ્ઞાન અને ચારિત્ર આત્માના સ્વભાવ પર્યાય હોવાથી ધર્મ છે. જ્ઞાન એ આત્મવસ્તુનો સ્વભાવ છે તેથી ધર્મ છે, સમ્યજ્ઞાન તે જ્ઞાન છે માટે ધર્મ છે. સમ્યકુદર્શન તથા સમ્મચારિત્ર આત્મા પ્રગટ કરવામાં સહાયક છે માટે ધર્મ છે. પણ આત્માના પરપદાર્થ સંબંધીના પોતાપણાના ભાવ તે વિભાવ છે. વિભાવ એ અધર્મ છે. અજ્ઞાન અથવા મિથ્યાજ્ઞાન એ આત્માનો વિભાવ છે, તેથી તે અધર્મ છે. આત્માનો મૂળ સ્વભાવ તે ધર્મ અને અન્ય તે અધર્મ.
આ ધર્મનું મુખ્ય લક્ષણ છે દયા. દયા તે અહિંસાનું સ્વરૂપ છે. દયા મુખ્યતાએ બે પ્રકારે છેઃ સ્વદયા અને પરદયા. એ જ પ્રમાણે વ્યવહાર દયા અને પરમાર્થ દયા એમ બે વિભાગ પણ દયાના કરી શકાય.
જીવ આ સંસારમાં અનેક પ્રકારનાં દુ:ખો ભોગવે છે, તે સંસારી દુ:ખથી પોતાને છોડાવવાની ભાવના અને છોડાવવા માટેનો તેનો પુરુષાર્થ તે વ્યવહારથી સ્વદયા છે. આ સંસારમાં મારા આત્માએ ઘણું ઘણું પરિભ્રમણ કર્યું છે અને કષ્ટ ભોગવ્યું છે, આ પરિભ્રમણનો અંત આવે તથા કષ્ટ નીકળી જાય, અને મને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય એવી ભાવના તથા એ ભાવના સાકાર કરવા માટેનો સદ્ગુરુ આશ્રયે થતો જીવનો પુરુષાર્થ તે પરમાર્થથી સ્વદયા.
આ સંસારમાં અનેકાનેક જીવો અનેક પ્રકારે રોગ, ક્લેશ, કલહ, બદનામી, આર્થિક મુશ્કેલી, આદિને કારણે વિવિધ પ્રકારે અશાતા ભોગવે છે. શારીરિક, માનસિક, આર્થિક, કૌટુંબિક કે રાજકીય આદિ પીડાથી છૂટી તેઓ શાંતિ તથા સુવિધા પામે તો સારું; એવી ભાવના તથા તેવા પરિણામ માટે તે જીવોને સહાયરૂપ થવાનો પુરુષાર્થ તે વ્યવહારથી પરદયા કહેવાય છે. એ જ રીતે, આ સંસારમાં સહુ જીવો અનેક પ્રકારે જન્મ, જરા, મરણ આદિ દુ:ખોથી પીડા પામે છે, તેઓ સત્યધર્મનું આચરણ તથા પાલન કરી, સર્વ દુઃખોનો આત્યંતિક ક્ષય કરી, શુધ્ધ, બુદ્ધ, મુક્ત અને
૧૨)
Page #147
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
શાશ્વત સુખના ભોક્તા થાય એવી ભાવના અને માર્ગ આરાધન માટે સહાયરૂપ થવું તેને પરમાર્થે પરદયા કહી શકાય. આવી સ્વપરદયા શુભભાવરૂપ હોય છે.
સંસારે તથા પરમાર્થે આ પ્રકારની સ્વપરદયા જીવમાં જાગૃત થાય છે ત્યારથી તેનામાં અહિંસાની ભાવના ખીલવા લાગે છે. હિંસા એટલે અન્ય જીવાત્માને અલ્પ દૂભવવાથી શરૂ કરી પ્રાણત્યાગ થઈ જાય ત્યાં સુધીની સર્વ પ્રકારની દૂભવણી. આમ હિંસામાં અલ્પાતિઅલ્પ માત્રાથી શરૂ કરી, મોટામાં મોટી પ્રાણઘાતક ઉપસર્ગ કરવા સુધીની દૂભવણી સમાય છે. આ પ્રકારની ઇચ્છાથી કે અનિચ્છાથી થતી દૂભવણીથી નિર્વતવું તેનું નામ અહિંસા છે. જીવમાં જ્યારે અહિંસાની સમજણની શરૂઆત થાય છે ત્યારે તે આરંભમાં સ્થૂળ અને મોટી હિંસા કરતાં અટકે છે; જેમાં પરપીડન, ખૂબ જ સહેલાઈથી સમજી શકાય તેવી સંજ્ઞી પંચેન્દ્રિયની સ્થૂળ હિંસા છોડે છે. તે પછીથી તે અસંજ્ઞી જીવોની ઇચ્છાપૂર્વકની ચૂળ હિંસાથી બચવાનો પ્રયત્ન કરે છે. તેને લક્ષ આવવાની શરૂઆત થાય છે કે મને અન્ય કોઈ જીવ આવી પીડા આપે તે ગમતું નથી, તો પછી આવી પીડા હું બીજાને આપું તે તેને કેવી રીતે ગમે? આવી વિચારણાના અનુસંધાનમાં જીવ મારન, તાડન, પીડન, આદિ ધૂળ હિંસા કરતાં અટકતો જાય છે. તેને સમજાય છે કે સામા જીવને આવો હેરાન કરવાથી લાગ આવ્યું તે મને પણ એ જ રીતે અગર એથી વધારે માત્રામાં પીડશે, તે મને ગમશે તો નહિ. માટે આવી પીડા મારે ભાવિમાં ભોગવવી ન પડે તે હેતુથી વર્તમાનમાં મારે પીડા પહોંચાડતાં અટકી જવું જોઇએ. તે પછીથી જેમ જેમ તેની સમજણ વધતી જાય છે તેમ તેમ તેનાથી સૂક્ષ્મ હિંસા પણ તે છોડતો જાય છે, અને આગળ વધ્યા પછી સામાન્ય પ્રકારની દૂભવણી પણ બીજા જીવોને પોતા થકી ન થાય તેની કાળજી રાખતાં તે શીખતો જાય છે. આમ સંજ્ઞીપંચેન્દ્રિય જીવોની દૂભવણી – હિંસાથી શરૂ કરી, ત્રસકાય અસંજ્ઞી જીવો અને તે પછીથી સૂક્ષ્મ એકેંદ્રિય જીવો પણ પોતાથી ન હણાય, ન દૂભાય તેની જાળવણી કરવા પ્રયત્ન શરૂ કરે છે. આ રીતે તે જીવ પોતાની પરદયા વિકસાવવાની સાથોસાથ સ્વદયા ઉપાર્જન કરતો જાય છે. અન્ય જીવોની દૂભવણી અટકાવી, તેમની સાથેનો મૈત્રીભાવ વિકસાવી જીવ પરદયા સાચવે છે.
૧૨૧
Page #148
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
તો બીજી બાજુ ક્રોધ, માન, માયા, લોભાદિ કષાયરૂપ જે આંતરશત્રુઓ છે, જેને કારણે પોતે સ્વસ્વરૂપના અનુભવથી વંચિત રહે છે, તેની તેને સમજણ આવતાં તે સ્વરૂપઘાતક કષાયોથી બચવા ઉદ્યમી થાય છે. અને ગુરુના આશ્રયે ક્ષમા, માવ, આર્જવ, શૌચ આદિ ગુણો ખીલવી સ્વરૂપાનુસંધાન કરવા પુરુષાર્થી થાય છે. જે કષાયોના કારણે તે સ્વરૂપથી વિખૂટો પડયો છે તેનો નાશ કરવા તે નિશ્ચયી થાય છે. પરિણામે સંજ્ઞીપંચેન્દ્રિય જીવોથી શરૂ કરી સૂક્ષ્મ અપર્યાપ્ત જીવોની હિંસાથી અને મુષ્ટિ પ્રહારથી માંડીને પ્રાણહરણ પર્વતના તમામ હિંસાચારને ત્યાગવાની ભાવના કરે છે. આ હિંસા ત્રિયોગથી એટલે કે મન, વચન તથા કાયાના યોગનાં કારણથી ન થાય તે માટે સાવચેતી કેળવતો જાય છે. કોઈ જીવને મારન, તાડન, કે અન્ય પ્રકારનું કષ્ટ આપે નહિ તે કાયાથી પાળેલી અહિંસા ગણી શકાય. કોઈને દુઃખ થાય, અશાંતિ થાય કે પીડા થાય તેવાં વચન બોલે નહિ, જે કંઈ બોલે તે ઇષ્ટ, મિષ્ટ અને શિષ્ટ હોય એ તેણે વચનથી પાળેલી અહિંસા કહી શકાય. એ જ રીતે મનથી પણ કોઈના માટે અશુભ વિચારણા કરે નહિ, કોઈનું અશુભ થાય તેવું ચિંતવન પણ કરે નહિ, સહુ માટે શુભ થાય એવી કલ્યાણભાવના સેવ્યા કરે તે મનથી રાખેલી અહિંસા છે. આમ માર્ગમાં આગળ વધવા તે જીવ સ્થૂળથી સૂક્ષ્મ અહિંસા પાલન કરવા માટે વધારે ને વધારે પ્રયત્ન કરતો જાય છે.
ધૂળમાંથી સૂક્ષ્મ અહિંસા તરફ પ્રગતિ કરવામાં જીવને ઉત્તમ ક્ષમા, માદેવ, આર્જવ અને શૌચ એ ચાર ગુણો અથવા લક્ષણો ખૂબ ખૂબ મદદ કરનાર થાય છે.
ઉત્તમ ક્ષમા ક્ષમા એ આત્માનો સ્વભાવ છે. ક્ષમા- સ્વભાવી આત્માના આશ્રયે આત્મામાં જે ક્રોધનાં અભાવરૂપ શાંતિ પ્રગટ થાય છે તેને પણ ક્ષમા કહે છે. આત્મા જો કે ક્ષમાભાવવાળો છે, છતાં અનાદિકાળથી આત્મામાં ક્ષમાના અભાવરૂપ ક્રોધ પર્યાય પ્રગટપણે વિદ્યમાન છે. વળી અનાદિથી આજ સુધી આ આત્મા કદી ક્ષમાદિ
૧૨૨
Page #149
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
સ્વભાવરૂપે પરિણમ્યો નથી, ક્રોધાદિ વિકારરૂપે જ પરિણમ્યો છે અને જ્યારે પણ તે ક્ષમાદિ સ્વભાવરૂપે પરિણામે છે ત્યારે તેને ક્રોધાદિનો અભાવ થઈ જાય છે. આથી ક્રોધાદિના અભાવરૂપ ક્ષમાદિનું પરિણમન થાય છે ત્યારે કહેવાય છે કે ક્રોધનો અભાવ તે ક્ષમા છે. ક્રોધ આત્માનો વિભાવ છે, અને તે ક્ષમાના અભાવે પ્રગટ થાય છે, તેની સંતતિ ચાલે છે માટે ક્રોધના અભાવને ક્ષમા કહે છે. પરંતુ સત્ય તો એ છે કે ક્ષમાનો અભાવ તે ક્રોધ છે.
અહીં કોઈને વિચાર આવે કે પૂર્વાચાર્યોએ પણ ક્રોધના અભાવને ક્ષમા તરીકે સમજાવેલ છે તેનું શું? તેનું કારણ એ છે કે તેમને ક્રોધી જીવોને સમજાવવાના હતા, જેમને ક્ષમાનો પરિચય નહિવત્ હતો, તેથી ક્ષમાનું સ્વરૂપ પણ તેમને ક્રોધ દ્વારા સમજાવવું પડયું હતું જેમ વ્યવહારી જનોને વ્યવહારની ભાષામાં સમજાવવું પડે છે. મુનિજન તો ક્ષમાના ભંડાર હોય છે. જો તેઓ પોતાના અનુભવ પ્રમાણે સમજાવે કે ક્ષમાનો અભાવ તે ક્રોધ છે તો દુન્યવી જીવો તે સમજી શકે નહિ. તેમને પરિચય ક્ષમાનો નહિ, પણ ક્રોધનો છે. એટલે શ્રોતાની ભાષામાં મુનિજન પોતાનો અનુભવ જણાવે છે કે ક્રોધનો અભાવ તે ક્ષમા છે. આથી જ્ઞાનીજનો સમજાવવા ઇચ્છે છે ક્ષમાધર્મને, પણ સમજાવે છે ક્રોધની વાત કરીને. આથી ક્ષમાનાં સાચા સ્વરૂપને સમજવા માટે ક્રોધનું સ્વરૂપ સમજવું જરૂરી બને છે.
ક્રોધ આત્માની એક એવી વિકૃતિ છે, એક એવી નબળાઈ છે કે જેનાં કારણે તેનો વિવેક સમાપ્ત થઈ જાય છે, તેને ભલાબૂરાની કોઈ સમજણ રહેતી નથી. આ વિકૃતિ અને આ નબળાઈ જીવને, પોતે જ્ઞાનપિંડ અને આનંદઘન હોવા છતાં અનાદિથી લાગેલી છે. આ નબળાઈને કારણે પ્રાણીઓએ અનેક દુઃખો સહન કર્યાં છે, કરે છે અને કરશે. એ બધાંથી બચવા પ્રયત્નો પણ કર્યા છે, પરંતુ યોગ્ય પુરુષાર્થના અભાવે તેને સફળતા મળી નથી.
જીવને જેના પર ક્રોધ આવે છે, તેને ક્રોધી પુરુષ સારુંખોટું કહેવા લાગે છે, ગાળો દે છે, મારે છે, તે એટલે સુધી કે પોતાનો જાન જોખમમાં મૂકીને પણ તેનું બૂરું
૧૨૩
Page #150
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
કરવા તે ઇચ્છે છે. આમ છતાં જો તેનું બૂરું ન થાય તો પોતે ખેદયુક્ત અને દુઃખી થાય છે, પોતાનાં જ અંગોનો ઘાત ક૨વા લાગે છે, માથું કૂટે છે, અને ક્રોધના અતિરેકમાં વિષાદિનું ભક્ષણ કરી મોત પામે છે. લોકમાં થતી આત્મહત્યાઓનો મોટોભાગ ક્રોધનાં કારણે થતો હોય છે.
ક્રોધ કરવાવાળો પર નિમિત્ત પર જ દૃષ્ટિ રાખે છે, નિમિત્તની જ ભૂલ જુએ છે, પોતાની ભૂલ સમજતો નથી, ભલે તટસ્થપણે જોતાં પોતાની જ ભૂલ હોય. ક્રોધી વિવેકસભર વિચાર કરી શકતો નથી. એની દૃષ્ટિ તો બીજાના છતા-અછતા દુર્ગુણો પર જ રહે છે, ગુણદૃષ્ટિ તે કેળવી શકતો નથી.
ઉદા. રસ્તામાં મૂકેલો કાચનો પ્યાલો માલિકની ઠેસ લાગવાથી તૂટી જાય તો તે ગુસ્સાથી બોલી ઊઠશે, “અહીં વચ્ચે પ્યાલો કોણે રાખ્યો છે ?” તેને પ્યાલો રાખવાવાળા ૫૨ ક્રોધ થશે, પણ પોતા પર ક્રોધ નહિ આવે કે પોતે કેમ સંભાળપૂર્વક ન ચાલ્યો. જો એ જ પ્યાલો પોતે રાખ્યો હોય અને ભૂલથી નોકરથી ફૂટી જાય તો તે બૂમ પાડશે કે “કેમ જોઈને ચાલતો નથી ?” પણ પોતાનો દોષ નહિ જુએ કે મેં કેમ પ્યાલો વચ્ચે રહેવા દીધો? જો કોઈ તેની ભૂલ બતાવે કે તમે જ પ્યાલો રાખ્યો હતો, તો તે એમ જ કહેશે કે “નોકરે વચમાંથી પ્યાલો કેમ ન લઈ લીધો?” ક્રોધીને પોતાની ભૂલ જ દેખાતી નથી. પરની જ ભૂલો તે શોધ્યા કરે છે. ક્રોધને કારણે જીવ ઘણું નુકશાન કરતો હોય છે. આખા વિશ્વમાં મનુષ્ય દ્વારા જે વિનાશ સર્જાય છે તેનાં મૂળમાં ક્રોધાદિ વિભાવો જ જોવા મળે છે.
ક્રોધ એ શાંતિનો ભંગ કરનાર મનોવિકાર છે. તે ક્રોધ કરવાવાળાની માનસિક શાંતિનો તો ભંગ કરે જ છે પણ તે ઉપરાંત વાતાવરણને પણ કલુષિત અને અશાંત કરે છે. જેના પ્રતિ ક્રોધ કરવામાં આવે છે તે પણ અપમાન અનુભવી કષાયી બની અશાંત થાય છે. આ ક્રોધનું ભયંકર સ્વરૂપ તે વેર છે. વેર એ ક્રોધનો વિશેષ ભયકારક મનોવિકાર છે. ક્રોધના આવેશમાં જીવ તરત બદલો લેવા લાગી જાય છે, તેને અપશબ્દો કહે છે, મારે છે, વગેરે પ્રતિક્રિયા કરે છે. પણ જ્યારે તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા વ્યક્ત
૧૨૪
Page #151
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
ન કરતાં, મનમાં જ એના પ્રત્યે જન્મેલાં ક્રોધને, લાગ આવ્યે બદલો લઇશ એવા ભાવથી, દબાવી દેવામાં આવે ત્યારે એ ક્રોધ વેરનું સ્વરૂપ ધારણ કરે છે. વર્ષો સુધી દબાયેલું આવું વેર સમય આવ્યે પ્રગટ થાય છે.
ઉપલકદષ્ટિએ જોતાં વેરભાવ વિવેકનો ઓછો વિરોધી લાગે છે, પણ તે ક્રોધથી વિશેષ ભયાનક છે, કેમકે તે યોજનાબદ્ધ વિનાશ વેરે છે. ક્રોધી તરત કોઈ વિનાશ યોજના ઘડતો નથી, જે સંભવિત હોય તેમ વર્તે છે, ત્યારે વે૨માં યોજનામય વિનાશ હોય છે. સામાન્ય વિનાશ કરતાં યોજનાબધ્ધ વિનાશ અતિ વધારે ખતરનાક અને ભયંકર હોય છે. જેટલાં તીવ્રતા અને આવેગ ક્રોધમાં જોવામાં આવે છે, તેટલાં તે વેરમાં જોવામાં આવતાં નથી. તેમ છતાં ક્રોધનો ગાળો ટૂંકા સમયનો હોય છે ત્યારે વેર પેઢી દર પેઢી ચાલે એટલું લાંબુ પણ હોય છે.
ખીજ, ચીડ, ક્ષોભ વગેરે પણ ક્રોધનાં અન્ય રૂપો છે. આપણને કોઈ પ્રતિકૂળ બાબતમાંથી પસાર થવાનો યોગ આવે તો આપણે ખીજાઈ જઇએ છીએ. વારંવાર આવતી ખીજ ચીઢમાં ફેરવાય છે. ખીજ અને ચીઢ એ અસફળ ક્રોધનાં પરિણામ છે. ક્ષોભ પણ ક્રોધનું અવ્યક્ત રૂપ છે. આ બધા વિકારો ક્રોધનાં નાનાં-મોટાં રૂપ છે, અને માનસિક શાંતિનો ભંગ કરનારાં છે. જ્યાં સુધી આ વિકારોનું જોર ચાલે ત્યાં સુધી કોઈ જીવ પૂર્ણતા પામી શકે નહિ. એને જીતવા માટેનો ઉપાય બતાવતાં પંડિત ટોડરમલજી મોક્ષમાર્ગ પ્રકાશકમાં લખે છે કે,
--
“અજ્ઞાનને કારણે જ્યાં લગી આપણને, પ૨પદાર્થો ઇષ્ટ-અનિષ્ટ ભાસતા રહે ત્યાં લગી ક્રોધાદિની ઉત્પત્તિ થતી જ રહેશે, પરંતુ જ્યારે તત્ત્વ અભ્યાસનાં બળ વડે ૫૨ પદાર્થોમાંથી ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિ દૂર થશે ત્યારે સ્વભાવથી જ ક્રોધાદિની ઉત્પત્તિ થશે નહિ.”
પોતાને થતાં સુખ-દુ:ખનાં કારણો અન્યને માનવાં એ જ ક્રોધાદિની ઉત્પત્તિનું મૂળ કારણ છે. વળી જ્યાં સુધી સમ્યક્દષ્ટિપણું સંભવતું નથી ત્યાં સુધી ક્ષમાનો ભાવ ઉત્તમ સ્વરૂપ ધારણ કરી શકતો નથી. કારણ કે ક્રોધનો અભાવ આત્માના
૧૨૫
Page #152
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
આશ્રયે થાય છે. મિથ્યાદૃષ્ટિને આત્માનો આશ્રય હોતો નથી, તેથી તેને ક્રોધનો અભાવ થઈ શકતો નથી. જ્યારે કષાય મંદ હોય ત્યારે તેનો આવિર્ભાવ બહારમાં જોવા મળતો નથી, તેથી અજ્ઞાની જીવ તેને ક્રોધનો અભાવ કહે છે, પણ વાસ્તવમાં તો તે કષાયનું મંદપણું જ હોય છે. જ્યાં સુધી શુધ્ધાત્મા તથા સગુરુ પ્રતિનું શ્રધ્ધાન દઢ થતું નથી, ત્યાં સુધી તે જીવને પોતાના આત્માની પ્રતીતિ થઈ શકતી નથી. અને આત્માનાં અસ્તિત્વના નકારમાં જ મિથ્યાત્વ તથા અનંતાનુબંધી કષાયનાં મૂળ રહેલાં છે. વળી આ લોકના જે જે પરપદાર્થો તેની ઇચ્છાને અનુકૂળ પરિણમે નહિ તે સઘળા એના ક્રોધના ભાજન થાય છે. પરપદાર્થ તો અનંત છે તેથી અભિપ્રાયમાં અનંત પદાર્થો એના ક્રોધનાં પાત્ર થયાં. એક અપેક્ષાએ જણાશે કે એ અનંતાનુબંધી ક્રોધ છે, કેમકે એને અનંત પરપદાર્થો સાથે અનુબંધ કર્યો છે. આ પરથી સમજાય છે કે મિથ્યાદૃષ્ટિને પર પદાર્થોમાં કર્તૃત્વબુદ્ધિ રહેતી હોવાથી અને અનંતાનુબંધી કષાયનો અભાવ ન થયો હોવાથી તેને ઉત્તમ ક્ષમાનો ધર્મ પ્રગટી શકતો નથી.
આત્માનો ક્ષમાભાવ એ સમ્યકુચારિત્રનું એક પાસુ છે. અને સમ્યક્દર્શન વિના સમ્યકુચારિત્ર સંભવી શકે નહિ, તેથી કહી શકાય કે મિથ્યાત્વીને ઉત્તમ ક્ષમા હોઈ ન શકે.
નિશ્ચયથી તો ક્ષમાભાવી આત્માના આશ્રયે પર્યાયમાં ક્રોધરૂપ વિકારની સંભાવના જ નથી, પરંતુ વ્યવહારથી ક્રોધાદિનું નિમિત્ત મળવાં છતાં પણ ઉત્તેજિત ન થવું, તેના પ્રતિકારરૂપ પ્રવૃત્તિ ન કરવી એ પણ ઉત્તમ ક્ષમામાં સમાય છે. ક્ષમાનાં ધારકને પરિષહ કે ઉપસર્ગ વખતે પણ ક્રોધ ન આવે, મન શાંતનું શાંત જ રહે. ગુસ્સો આવે તો ત્યાં ક્ષમા રહેતી નથી. કોઈ પણ સ્થિતિમાં મન ખેદ, ગ્લાનિ કે વેર વેદ નહિ ત્યારે તે આત્મા ઉત્તમ ક્ષમાનો ધારક બને છે. જે જીવ ‘ગાળ સાંભળીને થપ્પડ મારે' તે કાયાની વિકૃતિવાળો છે. જે જીવ ‘ગાળ સાંભળીને ગાળ આપે' તે વચનની વિકૃતિવાળો છે. જે કંગાળ સાંભળી મનમાં ખેદ લાવે તે મનની વિકૃતિવાળો છે. પરંતુ જે “ગાળ સાંભળીને મનમાં પણ ખેદ ન લાવે' તે ક્ષમાધારી છે. એટલું જ
૧ ૨૬
Page #153
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
નહિ પણ, જો કોઈ જીવ ગુણને પણ ભરી સભામાં અવગુણરૂપે વર્ણવી નિંદા કરે છતાં ય ક્ષમાધારી જીવ ઉત્તેજીત થતો નથી.
આ ક્રોધના ચાર પ્રકાર ભગવાને જણાવ્યા છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન. જીવ જ્યારે સમ્યક્દર્શન પ્રાપ્ત કરે છે ત્યારે ચોથે ગુણસ્થાને તેને જો ક્ષયોપશમ સમકિત હોય તો અનંતાનુબંધી સત્તામાં ચાલ્યું જાય છે, અને ક્ષાયિક સમકિત થયું હોય તો તેને એ અનંતાનુબંધી ક્ષય થઈ ગયો હોવાથી અનંતાનુબંધી કષાયના ઉદયનો અભાવ થઈ જાય છે. અને એ પ્રમાણમાં ઉત્તમ ક્ષમા તેને પ્રગટે છે. પાંચમે ગુણસ્થાને જીવને અપ્રત્યાખ્યાની કષાય સત્તાગત થાય છે, છ ગુણસ્થાને જીવને પ્રત્યાખ્યાની કષાય સત્તાગત થાય છે, ઉદયમાં રહેતા નથી. અને કેવળજ્ઞાન થાય ત્યારે સંજ્વલન સહિત તમામ કષાયોનો ક્ષય થાય છે, તેથી સર્વોત્કૃષ્ટ ક્ષમાનાં ધારક તેઓ થાય છે. આ પરથી સમજાશે કે ઉત્તમ ક્ષમાદિનું માપ બાહ્ય વર્તનાદિથી કાઢી શકાતું નથી, બાહ્યથી કષાયોની મંદતા કે તીવ્રતા પર ઉત્તમ ક્ષમાદિનો આધાર નથી, એનો આધાર કષાયોનો ક્રમશ: થતો અભાવ ગણી શકાય. કષાયોની મંદતા કે તીવ્રતાના આધારે જે ભેદો પડે છે તે તો વેશ્યા છે.
વ્યવહારથી મંદકષાયીને ઉત્તમક્ષમાના ધારક કહેવામાં આવે છે, પણ અંતરંગ તપાસતાં એવું પણ બને કે બાહ્યથી તદ્ન શાંત જણાતી વ્યક્તિ અંદરમાં ઉકળતા ચરુ જેવી હોય. નવમી ગ્રેવયેક સુધી પહોંચવાવાળા મિથ્યાદૃષ્ટિ દ્રવ્યલિંગી મુનિ બહારથી એટલા શાંત દેખાય છે કે તેની ચામડી ઉતારીને મીઠું ભભરાવામાં આવે તો પણ એમની આંખનો ખૂણો પણ લાલ ન થાય, છતાં શાસ્ત્રકારોના જણાવ્યા પ્રમાણે તેમને ઉત્તમ ક્ષમા નહિ પણ અંતરંગમાં અનંતાનુબંધી કષાય પ્રવર્તતા હોય છે. કારણ કે તેમના આત્મામાં આત્માની અરુચિરૂપ ક્રોધ તથા સંસારસુખની લાલસા રૂપ લોભ પ્રવર્તતો હોય છે. બહારથી જે ક્રોધનો અભાવ જણાય છે તે પરાશ્રયી હોય છે, આત્મામાંથી નિષ્પન્ન થયેલ નથી. તેમાં સુખની લાલસા, યશનો લોભ કે અપયશાદિનો ભય છૂપાયેલાં રહેલાં હોય છે. કોઈ બાહ્ય નિમિત્તને પકડીને તેઓ શાંત રહે છે.
૧૨૭
Page #154
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
બીજી તરફ ચારિત્રમોહના દોષને કારણે કોઈ બહારથી ક્રોધ કરતા જણાય પરંતુ અંતરંગથી તેઓ ઉત્તમ ક્ષમાના ધારક હોઈ શકે છે. ઉદા. કોઈ આચાર્ય કે મુનિ શિષ્યને ઠપકો આપતા હોય, દંડ આપતા હોય અને ઉત્તેજિત થયા હોય તેમ છતાં તેઓ ઉત્તમ ક્ષમાના ધારક હોઈ શકે છે કારણ કે તેમના આત્માપરથી અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન કષાયો નીકળી ગયા હોય છે, કલ્યાણભાવ પ્રવર્તતો હોય છે અને તેમને આત્માનો આશ્રય સતત વિદ્યમાન હોય છે. જે આશ્રય તેમને ઉત્તમ ક્ષમા પ્રતિ દોરે છે.
આમ ઉત્તમ ક્ષમાદિ ગુણો બાહ્ય પ્રવૃત્તિના આધારે નહિ પણ અંતરંગ આત્મશ્રદ્ધાન અને કલ્યાણભાવને આધારે પ્રવર્તે છે તે સમજી શકાશે.
અનંતાનુબંધી ક્રોધના અભાવથી ઉત્તમ ક્ષમા પ્રગટ થાય છે, અને અપ્રત્યાખ્યાની તથા પ્રત્યાખ્યાની ક્રોધના અભાવથી તે ક્ષમા ફૂલે ફાલે છે તથા સંજ્વલન ક્રોધનો અભાવ ઉત્તમ ક્ષમાને પૂર્ણતા આપે છે.
દેવગુરુશાસ્ત્ર અને આત્મા પ્રતિની અરુચિ તે અનંતાનુબંધી ક્રોધનું એક રૂપ છે. જ્યારે આપણને કોઈ પ્રતિ ક્રોધ આવે ત્યારે તેનું મોં જોવાની ઇચ્છા થતી નથી, તેની સાથે વાતચીત કરવી પણ ગમતી નથી એ અનુભવાય છે. એ જ રીતે જેમને આત્મદર્શનની રુચિ નથી, જેમને આત્માની વાત કરવી સાંભળવી ગમતી નથી, તે સર્વ અનંતાનુબંધી ક્રોધના વિભાગમાં જાય છે. એમાં આત્મા પ્રત્યેનો અનંત ક્રોધ છે.
આપણે પર સાથેનાં વેરને તોડવા અનેક વાર ક્ષમા આપી ચૂક્યા, અનેક વાર ક્ષમા માગી ચૂક્યા છીએ. એમાં અનંતકાળ જવા છતાં સાચી શાંતિ પ્રગટી નથી. હવે એક વખત તું તારા પોતાના આત્માને ક્ષમા કર, તેની સંભાળ લે, તેનામય થા, તેને પરખ તો સહેજે જ તારામાં ઉત્તમ ક્ષમા પ્રગટશે. આત્માનુભવ ઉત્તમ ક્ષમા મેળવવાનો સદુપાય છે.
૧૨૮
Page #155
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
અવિરત સમ્યક્દષ્ટિ, અણુવ્રતી, મહાવ્રતી અને અરિહંત ભગવાનમાં ઉત્તમ ક્ષમાનો પરિણાત્મક (quantitative) ભેદ છે, પણ ગુણાત્મક (qualitative) ભેદ નથી. ક્ષમાના પ્રકાર બે નથી. નિશ્ચય ક્ષમા અને વ્યવહાર ક્ષમા એ કથનશૈલીનો ભેદ છે, ક્ષમાનો નહિ. ક્ષમા અભેદ છે. ઉત્તમ ક્ષમા અકષાયભાવરૂપ છે, વીતરાગરૂપ છે, શુધ્ધભાવરૂપ છે.
ઉત્તમ માર્દવ
ક્ષમાની જેમ માર્દવ પણ આત્માનો સ્વભાવ છે. આત્માના આશ્રયે આત્મામાં જે માનના અભાવરૂપ શાન્તિસ્વરૂપ પ્રગટ થાય છે તેને પણ માર્દવ કહે છે. આત્મા માર્દવસ્વભાવી હોવા છતાં અનાદિકાળથી આત્મામાં માર્દવના અભાવરૂપ માનકષાય પ્રગટપણે વિદ્યમાન જોવામાં આવે છે.
મૃદુતા – કોમળતાનું નામ માર્દવ છે. માન કષાયના કારણથી આત્મસ્વભાવની કોમળતાનો અભાવ થાય છે અને અકડાઈ તથા ઘમંડનો ભાવ ઉદ્ભવે છે. માની જીવની પ્રવૃત્તિનું વર્ણન પંડિત ટોડરમલજીએ મોક્ષમાર્ગ પ્રકાશકમાં આ પ્રમાણે કરેલું છે,
“આને માનકષાય ઉપજે ત્યારે બીજાને નીચો તથા પોતાને ઊંચો દર્શાવવાની ઇચ્છા થાય છે. એ અર્થે અનેક ઉપાયો વિચારે છે, અન્યની નિંદા તથા પોતાની પ્રશંસા કરે છે, અનેક પ્રકારે અન્યનો મહિમા મટાડી પોતાનો મહિમા કરવા લાગે છે, ઘણાં ઘણાં કષ્ટ વડે જે ધનાદિનો સંગ્રહ કર્યો હોય તેને વિવાહાદિ કાર્યોમાં એકદમ ખર્ચી નાખે, વા દેવું કરીને પણ ખર્ચે છે, મરણ પછી મારો યશ રહેશે એમ વિચારી પોતાનું મરણ કરીને પણ પોતાનો મહિમા વધારવા પ્રયત્ન કરે છે. જો કોઈ પોતાનું સન્માનાદિક ન કરે તો તેને ભયાદિક દેખાડી, દુ:ખ ઉપજાવી પોતાનું સન્માન કરાવે છે. માનનો ઉદય થતાં કોઈ પૂજ્ય હોય, વડીલ હોય તેમનું પણ સન્માન કરતો નથી. કંઈ વિચાર જ રહેતો નથી. વળી એમ કરતાં પણ અન્ય નીચો તથા પોતે ઊંચો ન દેખાય તો પોતાનાં અંતરંગમાં પોતે ઘણો સંતાપવાન
૧૨૯
—
Page #156
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
થાય છે, પોતાનાં અંગોનો ઘાત કરે છે વા વિષભક્ષણાદિ કરી મરણ પામે છે – ઇત્યાદિ અવસ્થા માન થતાં થાય છે.”
કષાયોમાં ક્રોધ પછીનું બીજું સ્થાન માનવું છે. ક્રોધ અને માન બંને દ્વેષરૂપ હોય છે છતાં એમની પ્રકૃતિમાં તફાવત છે. જ્યારે આપણને કોઈ ગાળ આપે કે અપશબ્દ કહે અર્થાત્ પ્રતિકૂળ વર્તે ત્યારે ક્રોધ આવે છે, પરંતુ જ્યારે કોઈ પ્રશંસા કરે અર્થાત્ અનુકૂળ વર્તે ત્યારે માન ઉપજે છે. જગતમાં નિંદા કે પ્રશંસા થયા જ કરે છે તેથી અજ્ઞાની જીવ બંને સ્થિતિમાં કષાય કરે છે. - નિંદા શત્રુઓ કરે અને પ્રશંસા મિત્રો કરે. તેથી ક્રોધનાં નિમિત્ત થાય છે, શત્રુ; અને માનનાં નિમિત્ત થાય છે, મિત્રો; નિંદકો છતા ગુણોને ગોપવી, અછતા અવગુણોની વધારે ચર્ચા કરે છે. પ્રશંસકો છતા અવગુણોને અવગણી, અલ્પ ગુણોને મહત બનાવી કે નવા ગુણો ઉપજાવી વખાણ કરતા રહે છે, આ બંને વૃત્તિઓ ખોટી છે તે ક્રમશઃ ક્રોધ તથા માનને અનુકૂળ છે.
નિંદકો પીઠપાછળ નિંદા કરે છે, મોં પર નિંદા ભાગ્યે જ થતી હોય છે, પણ પ્રશંસકો મોઢા પર પ્રશંસા કરે છે અને પીઠ પાછળ ભાગ્યે જ પ્રશંસા કરે છે. જેમની પ્રશંસા પાછળથી થાય તે ખરેખર ભાગ્યશાળી ગણાય. જીવને પ્રતિકૂળતામાં ક્રોધ અને અનુકૂળતામાં માન વેદાય છે. તેથી નિંદા કરતાં પ્રશંસા વધારે ભયકારી છે. અસફળતા ક્રોધની અને સફળતા માનની માતા છે. આ કારણથી અસફળ વ્યક્તિ ક્રોધી અને સફળ વ્યક્તિ માની બને છે.
માન એ ક્રોધ સમાન ખતરનાક વિકાર છે, છતાં લોકો માનને પ્યાર કરે છે, ઇચ્છે છે. માન એ મીઠું ઝેર છે, જે મળતાં સારું લાગે છે પણ સરવાળે દુ:ખરૂપ થાય છે કારણ કે આખરે તો તે છે કષાય જ.
ક્રોધ માન બંને આત્માનું અહિત કરવાવાળા હોવા છતાં બંનેની વર્તનામાં સારો એવો તફાવત જોઈ શકાય છે. જેનાપર ક્રોધ આવે તેનો નાશ કરવાની ઇચ્છા જીવમાં પ્રગટે છે, પણ જેના લક્ષથી માન ઉપજે છે તેને તે કાયમ સાચવવા ઇચ્છે છે, પણ
૧૩)
Page #157
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
પોતાથી નીચો રાખીને, ક્રોધીને વિરોધીની સત્તા જ સ્વીકૃત નથી, ત્યારે માનીને ભીડ જોઇએ, જેમાં તે બીજા પાસે ઊંચો દેખાઈ આવે. ક્રોધી ક્રોધનાં નિમિત્તને દૂર કરવા ઇચ્છે છે ત્યારે માની માનનાં નિમિત્તોને સાચવવા ઇચ્છે છે. ક્રોધી વિયોગ અને માની સંયોગ માગે છે. આમ જીવ ક્રોધ અથવા માન એમાંના કોઈ નિમિત્તને આધીન થાય છે.
માન આઠ પદાર્થોના આશ્રયે સંભવે છે. આચાર્ય શ્રી સમંતભદ્રાચાર્ય રત્નકરંડ શ્રાવકાચારના ૨૫મા શ્લોકમાં જણાવ્યું છે કે, “જ્ઞાન, પૂજા, કુળ, જાતિ, બળ, ઋદ્ધિ, તપ અને શરીર આ આઠ વસ્તુઓના આશ્રયે જે માન કરવામાં આવે છે તેને માનરહિત ભગવાન માન કહે છે.”
હું જ્ઞાની છું” એ ભાવના આશ્રયે જે માન થાય છે તેને જ્ઞાનમદ કહે છે. એ જ પ્રમાણે કુળ, જાતિ, ધન, બળ વગેરેના આશ્રયે જે માન થાય છે તે કુળમદ, જાતિમદ, ધનમદ, બળમદ આદિ રૂપે ઓળખાય છે. આ મદ માટે મોટાભાગના એમ સમજે છે કે ધનવાનને ધનમદ હોય, રૂપવાનને રૂપમદ હોય, બળવાનને બળમદ હોય. તેથી રહિતને તે તે મદ સંભવે નહિ. પણ વિવેકથી વિચારતાં આ યુક્તિયુક્ત લાગતું નથી. જો એમ જ હોય તો જ્ઞાનમદ જ્ઞાનીને હોવો જોઇએ. એમ તો સંભવતું નથી. જ્ઞાનમદ અજ્ઞાની કરતા હોય છે. તે જ ન્યાયે આઠે પ્રકારના મદ અજ્ઞાનીને હોય, જ્ઞાનીને નહિ. એ જ રીતે જ્ઞાનમદ અજ્ઞાનીને હોઈ શકે તો ધનમદ નિધનને, બળમદ (નિર્બળને) બળહીનને, રૂપમદ કુરૂપને, પણ હોઈ શકે છે. વળી જેની પાસે આ આઠમાંથી એક પ્રકારનું ઐશ્વર્ય ન હોય તેને પણ મદ સંભવે છે. જો તે મદરહિત હોય તો તે માર્દવગુણના ધણી થાય છે. અને એ ન્યાયે દીન, કુરુ૫, નિર્બળ, નીચ, અજ્ઞાની જનો પણ માર્દવયુક્ત બની જશે, જે સંભવિત નથી. તે ઉપરાંત સર્વ અસંજ્ઞી જીવો પણ માર્દવગુણયુક્ત થઈ જશે.
વાસ્તવિકતા તો એ છે કે ધનના સંયોગથી પોતાને મોટો માને તે ધનમદવાળો થાય. ધન હોવા માત્રથી માની બની જવાતું નથી, પણ તે હોવાથી પોતાને મોટો
૧૩૧
Page #158
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
માને ત્યારે માની થાય. એ જ રીતે ધન ન હોવાથી જો તે પોતાને દીન માને (લાચા૨) તો માની થાય. દીનતા એ માનનું એવું સ્વરૂપ છે કે જેને લોકો માન તરીકે માનવા તૈયાર થતા નથી. પણ દીનતા એક પ્રકારનું માન છે, કારણ કે તેમ ન માનીએ તો માનના અભાવે દીનતા (લાચારી) પણ માર્દવ બની જાય. પણ જ્યારે દીનતા નમ્રતાના અર્થમાં સમજીએ ત્યારે એ માર્દવ ગુણનું પ્રતિનિધિત્વ કરે છે એ ભૂલવું ન જોઇએ. લાચારીમાં ‘જોઇએ છે પણ નથી' તેનાં દુ:ખની લાગણી પ્રગટે છે. પણ દીનતામાં નિસ્પૃહતાની લાગણી ડોકિયાં કરે છે અને તે માર્દવગુણને અમુક અંશે પ્રત્યક્ષ કરાવે છે.
માર્દવ એ આત્માનો ગુણ છે અને ધર્મ છે; ત્યારે માન કષાય એ અધર્મ છે આત્માના ધર્મ કે અધર્મને આપણે ધન, જાતિ, કુળ, બળ આદિ પ૨પદાર્થથી માપી ન શકીએ. એમ કરતાં અતિવ્યાપ્તિદોષ આવે છે. એ પૂરેપૂરું સંભવિત છે કે જીવ પાસે ધન હોય પણ ધનમદ ન હોય, બળ હોય પણ બળમદ ન હોય, રૂપ હોય પણ રૂપમદ ન હોય ઇત્યાદિ, એ જ રીતે ધન ન હોય પણ ધનમદ હોય, બળ ન હોય પણ બળમદ હોય, રૂપ ન હોય પણ રૂપમદ હોય. એટલે કે જ્યાં અસમાનતા નાનાં મોટાંનો ભેદ હોય છે ત્યાં એ વિકાર આત્મશાંતિનો ભંગ કરે છે; આ ભેદના અભાવનું નામ માર્દવ છે. હું મોટો કે હું નાનો એ ભાવ ભેદસૂચક છે, શાંતિ તોડનાર છે. તે માનભાવ છે. સમભાવ આવતાં આ ભેદ ભૂંસાય છે અને માર્દવ પ્રગટે છે. જે માને કે ‘હું કોઈથી મોટો નથી' તેને માન નથી અને ‘હું કોઇથી નાનો નથી' તેને લાચારી કે દીનતા નથી. લૌકિક દૃષ્ટિથી માન અને દીનતા વચ્ચે ભેદ દેખાય છે. પણ આધ્યાત્મિક દૃષ્ટિથી અને તેમાં પણ માર્દવધર્મના સંદર્ભમાં અભિમાન અને દીનતા એ બંને માનનાં જ રૂપ છે. તેમાં ઝાઝો ફરક નથી. માર્દવધર્મ બંનેના અભાવથી ઉત્પન્ન થતી અવસ્થા છે.
—
–
જેવા હોઇએ તેવા પોતાને માનવામાં માન નથી કેમકે તે સત્ય શ્રધ્ધાન અથવા સત્યજ્ઞાન છે. જેવા નથી તેવા ઊંચા કે નીચા પોતાને માનવાથી માન કે લાચારી આવે
છે, માર્દવધર્મ ખંડિત થાય છે. જ્ઞાની પોતાને જ્ઞાની માને તો તે જ્ઞાનમદ નથી કારણ
,
૧૩૨
Page #159
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
કે તેઓ તેમ સમજવામાં સત્ય શ્રધ્ધાન કરે છે, જો તેઓ તેના આધારે પોતાને બીજાથી ઊંચા માને તો તે જ્ઞાનમદ થાય છે. આવો જ્ઞાનમદ કેવળ પ્રભુને નહિ પણ ક્ષયોપશમ જ્ઞાનવાળાને અને તેમાંય મુખ્યત્વે મિથ્યાજ્ઞાનીને આવી શકે છે. જેમને સમ્યક્દર્શન છે તેમને અનંતાનુબંધી માન ઉદયમાં હોતું નથી, પણ અપ્રત્યાખ્યાન આદિ સંબંધી માન વર્તે છે. તેમ છતાં તેને માનની સાથે એકત્વબુદ્ધિનો અભાવ હોવાથી આંશિક માઈવધર્મ વિદ્યમાન રહે છે.
અનંતાનુબંધી માનનું મુખ્ય કારણ શરીરાદિ પર પદાર્થ તેમ જ પોતાની વિકારી અને અલ્પવિકસિત અવસ્થામાં એકત્વબુદ્ધિ છે. મુખ્યતાએ જીવને શરીર સાથેની એકતા કારણરૂપ છે. રૂપ, કુલ, જાતિ, બળ, આદિ શરીર સાથે સંબંધ ધરાવે છે. પણ જે વ્યક્તિ શરીરને પોતાથી ભિન્ન અનુભવે છે તેને શરીર આશ્રયી મદ સંભવી શકતો નથી. વળી આ પદાર્થોની ક્ષણિકતા જ્ઞાનીઓને સ્પષ્ટ અનુભવાતી હોય છે. તેથી તેવા પદાર્થના આશ્રયે તેમને માન થતું નથી. ઐશ્વર્ય કે ઋદ્ધિ એ બાહ્ય પદાર્થ છે, ક્ષયોપશમ જ્ઞાન આત્માની અલ્પવિકસિત અવસ્થા છે... આ બંનેનું ક્ષણિકપણું જ્ઞાનીને મદથી દૂર રાખે છે. જેઓ ધન, બળ, રૂપ, ઋદ્ધિ, આદિના આધારે મદ કરે છે, તેનો છેવટે મદ ખંડિત થાય છે, કેમકે આ પદાર્થોના સંયોગનો વિયોગ નિશ્ચિત છે. અને એ વખતે મદ તૂટે છે.
આ પરથી સમજાય છે કે માઈવધર્મની પ્રાપ્તિ માટે દેહાદિ સાથેની એકત્વબુદ્ધિ તોડવી જોઇએ. દેહાત્મબુદ્ધિ મિથ્યાત્વને કારણે થાય છે, તેથી મિથ્યાત્વનો અભાવ કરવો અનિવાર્ય બને છે. મિથ્યાત્વનો અભાવ સમ્યક્દર્શનથી થાય છે. સાથે સાથે આત્મામાં ઉત્પન્ન થતા કષાયો પ્રત્યે હેયબુદ્ધિ જરૂરી છે; તે વિના તેનો અભાવ થઈ શકતો નથી.
કેટલીકવાર સન્માનના નામે માનભાવ સેવવામાં આવે છે. બીજાએ માન આપ્યું અને પોતે લીધું...સૂક્ષ્મતાએ વિચારતાં તેમાં પણ માન ભરેલું જોવામાં આવે છે. અને તે બંધનકારક થાય છે. આથી તો જ્ઞાની ભગવંતોએ મનુષ્ય ગતિમાં માનની મુખ્યતા
૧૩૩
Page #160
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
દર્શાવી છે. માનવી બધું છોડે છે, પણ માન છોડતાં તેને અતિ અતિ કષ્ટ લાગે છે. આ માનભાવના સદ્ભાવમાં મિથ્યાત્વ ડોકિયાં કરે છે. અને તે વખતે ઉત્તમ માર્દવાદિ ધર્મ પ્રગટ થઈ શકે નહિ. તેમ છતાં જેમનું મિથ્યાત્વ પ્રાયે દબાયું હોય કે તૂટયું હોય તેમને માનની ચાહના અને ઉપસ્થિતિ એ ચારિત્રમોહનો દોષ બને છે, જે ક્રમે કરીને ટળી જાય છે, એકાએક ટળતો નથી.
સમ્યકત્વની પ્રાપ્તિ સાથે જીવનો માનકષાય ગળવા લાગે છે, અને જેમ જેમ વિકાસ થતો જાય છે તેમ તેમ માન તૂટતું જાય છે. ચોથાથી બારમાં ગુણસ્થાન સુધીમાં ક્રમે ક્રમે જીવનું માન ઓછું ને ઓછું થતું જાય છે, અને બારમાને અંતે ચારે ઘાતકર્મનો ક્ષય થતાં કેવળજ્ઞાન પ્રગટ થાય છે.
કેટલીકવાર મનુષ્યો પોતાનાં જીવનમાં કષાયને જરૂરી માને છે, તેમને લાગે છે કે અમુક પ્રમાણમાં ક્રોધ કે માનભાવ ન હોય તો બધા તેમના માથે ચડી જાય અને જીવનવ્યવહાર વ્યવસ્થિત રીતે ચાલી શકે નહિ. આ પ્રમાણે માનાદિ કષાયને ઉપાદેયા માનવામાં આવે તો તેને ધર્મ પ્રગટે નહિ. કષાયો પ્રત્યેની આવી ઉપાદેયબુદ્ધિ છૂટે ત્યારથી આ કષાયો ભૂમિકા પ્રમાણે ક્રમશ: છૂટતા જાય છે.
આ કષાયો પ્રયત્નપૂર્વક છોડયાં છૂટતા નથી, તે તો નિમિત્ત મળતાં જીવને થયા જ કરે છે એવું જોવામાં આવે છે. જો આ કષાયની ઉત્પત્તિનું કારણ સમજવામાં આવે તો જ તેને છોડવાનો રસ્તો જીવને મળે. જ્યાં સુધી આત્મા પરપદાર્થોમાં આત્મબુદ્ધિ કરે છે અને પોતાને શ્રેષ્ઠ સમજે છે ત્યાં સુધી અનંતાનુબંધી માન ઉદ્ભવે છે. પણ
જ્યારે તે સર્વજ્ઞપ્રભુ પાસે પોતાની અલ્પતા સ્વીકારી તેમના માટેના પ્રેમભાવ અને પૂજ્યભાવમાં સરકે છે ત્યારથી તેના માનભાવનો ક્ષય શરૂ થાય છે. જ્યાં સુધી સર્વજ્ઞ વીતરાગ પ્રભુ પ્રતિનો અહોભાવ આવતો નથી ત્યાં સુધી પૂર્ણ શુધ્ધાત્માનો અનાદર અનંતાનુબંધી કષાયમાં તેને લઈ જાય છે. અને જેમ જેમ આત્માનુભવ આવે છે તેમ તેમ તે માન ગળતું જાય છે, અને છેવટે તેનો પૂર્ણ ક્ષય થતાં પૂર્ણતા પ્રગટ થાય છે.
૧૩૪
Page #161
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
આ પરથી સમજાય છે કે પરને પોતાનું માનવાથી, સ્વને ત્યાગવાથી મુખ્યતાએ માન ઉત્પન્ન થાય છે. આથી માન છોડવા અર્થે પરને પોતાનું માનવું ત્યાગવું ઘટે છે. પદાર્થ છોડવાથી નહિ પણ પદાર્થ પ્રત્યેના મારાપણાના ભાવને છોડવાથી માન જાય છે. પરને પોતાનું માનવું છોડવું એટલે શું? સ્વને સ્વ અને પરને પર જાણી, બંનેને સ્વતંત્ર જાણવાં, તે પદાર્થો પ્રત્યેની મમત્વબુદ્ધિ ત્યાગવી. આ મમત્વબુદ્ધિ ત્યાગવાથી અને રાગાદિમાં હેયબુદ્ધિ કરવાથી માનભાવનો ભંગ થાય છે. અને બાકીનો માનભાવ જ્ઞાન-શ્રધ્ધાનના બળે ઉત્પન્ન થતી આત્મલીનતામાં ઓગળી જાય છે. આથી અન્યત્વ ભાવના માન તોડવા ખૂબ ઉપકારી થાય છે.
ઉત્તમ આર્જવા ક્ષમા અને માર્દવની જેમ આર્જવ પણ આત્માનો સ્વભાવ છે. આત્માના આશ્રયે, છળ, માયાકપટના અભાવરૂપ જે શાંતિ આત્મામાં ઉપજે છે તેને આર્જવ કહે છે. આર્જવ મૂળ સ્વભાવ હોવા છતાં અનાદિથી તેના અભાવરૂપ માયાકષાય આત્મામાં પ્રવર્તે છે.
ઋજુતા અર્થાત્ સરળતાનું નામ આર્જવ છે. સમ્યક્દર્શન સહિત જે સરળતાનો ગુણ અથવા ભાવ તે ઉત્તમ આર્જવ છે. બીજી રીતે તેને વીતરાગી સરળતા કહી શકાય.
આર્જવનું વિપરીત રૂપ તે માયા કષાય. તે કષાયને કારણે આત્મામાં કુટિલતા ઉત્પન્ન થાય છે, તેના વિચાર કંઈક હોય, વાણી તેથી જુદી હોય અને વર્તન ત્રીજા જ પ્રકારનું હોય છે. તે ત્રણેમાં સામ્યતા સામાન્યપણે હોતી નથી. માયાવી જીવ કાર્યની સિદ્ધિ કપટના આધારે કરવા માગતો હોય છે. માયાચારી જીવની પ્રવૃત્તિ પંડિત ટોડરમલજી શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકમાં આ પ્રકારે વર્ણવે છે, -
“જ્યારે આને માયાકષાય ઉપજે છે ત્યારે છળ વડે કાર્યની સિદ્ધિ કરવાની ઇચ્છા થાય છે. એ અર્થે અનેક ઉપાયો વિચારે છે, અનેક પ્રકારનાં કપટભર્યા વચનો કહે છે, શરીરની કપટરૂપ અવસ્થા કરે છે, બાહ્ય વસ્તુઓને અન્યથા
૧૩૫
Page #162
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
બતાવે છે, તથા જેમાં પોતાનું મરણ થવું જાણે એવાં પણ કપટ રચે છે. કપટ ઉઘાડું થઈ જતાં પોતાનું બૂરું થાય, મરણાદિક નીપજે તેને પણ ગણકારતો નથી. વળી માયાનો ઉદય થાય ત્યારે કોઈ પૂજ્ય અને ઇષ્ટજન સાથે સંબંધ થાય તો એમની સાથે પણ કપટ કરે છે, કંઇ વિચાર જ રહેતો નથી. કદાચિત્ છળ વડે કાર્યસિદ્ધિ ન થાય તો પોતે ખૂબ સંતાપવાન થાય છે, પોતાના અંગોનો ઘાત કરે છે તથા વિષ આદિ વડે મરણ પામે છે – આવી અવસ્થા માયા થતાં થાય છે.”
માયાચારી વ્યક્તિ પોતાનાં બધાં કાર્યો કૂડકપટના આશ્રયે કરવા માગે છે, તે સમજતો નથી કે છેતરપિંડી વડે કોઈ કોઈ વા૨ અને કોઈ કોઈને ઠગી શકાય છે, હંમેશા નહિ, અને સૌને પણ નહિ. માયાચાર ખુલ્લો પડયા પછી જીવનભર માટે તેનો વિશ્વાસ ઊઠી જાય છે. વળી એ પણ લક્ષમાં રાખવા યોગ્ય છે કે લૌકિક કાર્યોની સિદ્ધિ માયાચારથી નહિ, પણ પૂર્વે બાંધેલાં પુણ્યોદયને કારણે થાય છે. અને પારમાર્થિક કાર્યોની સિદ્ધિમાં પાંચે સમવાય સહિતનો પુરુષાર્થ મુખ્ય કારણ છે.
કાર્યસિદ્ધિ માટે કપટનો ઉપયોગ નિર્બળ વ્યક્તિ કરે છે, સબળ વ્યક્તિ પોતાના પુરુષાર્થને આધારે કાર્યસિદ્ધિ ઇચ્છતા હોય છે. વળી આ માયાચાર માત્ર અન્યને ઠગવા માટે જ થાય છે એમ પણ નથી, ઘણીએ વાર આ માયાચાર મનોરંજન માટે, આદતને કારણે પણ લોકો કરતા હોય છે. આવા લોકો સામાન્ય રંજન માટે બીજાને મોટી મુશ્કેલીમાં મૂકતા પણ અચકાતા નથી. એ કરતાં જીવ સમજતો નથી કે માયાચારીપણું માત્ર બીજાઓને જ નહિ, પોતાને માટે પણ એટલું જ ભયજનક નીવડી શકે છે, તે પોતાનાં સુખચેન પણ છોડાવે છે.
માયાચારી વ્યક્તિ પોતે સશંક રહે છે કારણ કે પોતે જે દોરંગા નીતિ પકડી છે તે ખુલ્લી પડવાનો ભય તેને સતત સતાવે છે, અને ભયને કારણે તે આપત્તિથી ઘેરાયેલો હોય એવી લાગણી વેઠે છે. તેથી તેનું ચિત્ત સતત આકુળવ્યાકુળ રહે છે. આ અશાંતિમાં તે કાર્ય સફળતાપૂર્વક કરી શકતો નથી, તેમાં ય ધર્મસાધના અને
૧૩૬
Page #163
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
આત્મઆરાધાન તો ખૂબ દૂરની વાતો થઈ જાય છે. આ કારણથી માયાકષાયનું વર્ણન કરતાં શ્રી શુભચંદ્રાચાર્યે “જ્ઞાનાર્ણવ”માં (સર્ગ ૧૯) લખ્યું છે કે, -
બુદ્ધિમાન પુરુષો કહે છે કે માયા એ અવિદ્યાની જન્મભૂમિ, અપયશનું ઘર, પાપરૂપી કીચડની ભારે મોટી ખીણ, મુક્તિદ્વારની અર્ગલા(આગળિયો), નરકરૂપી ઘરનું દ્વાર અને શીલરૂપી શાલવૃક્ષોના વનને બાળનાર અગ્નિ છે એમ જાણો.”
આ માયાકષાયના અભાવનું નામ આર્જવ છે. આર્જવ અને માયાને સામાન્યપણે મન, વચન તથા કાયાનાં માધ્યમ દ્વારા સમજવામાં તથા સમજાવવામાં આવે છે. એ ત્રણેની એકતારૂપ આર્જવધર્મ છે, અને એ ત્રણ વચ્ચેનો વિરોધ એ માયાકષાય છે. મન, વચન, કાયાનાં પ્રવર્તનમાં જ્યારે જુદાપણું હોય છે ત્યારે તેને માયા, વક્રતા, કુટિલતા આદિ નામોથી ઓળખવામાં આવે છે, આ થઈ ચૂળતાની વાત, સૂક્ષ્મતા બીજા વિચારો પ્રત્યે આપણને દોરે છે.
સૂક્ષ્મતાએ વિચારીએ તો સિદ્ધપ્રભુ મન, વચન તથા કાયાથી પર છે, તેથી શું તેમનામાં આર્જવધર્મ નથી? વાસ્તવિક્તામાં આત્મા એ ધર્મયુક્ત છે. વળી અસંજ્ઞી જીવોને મન નથી, એકેંદ્રિયને મન અને વચન નથી. તેથી તેમને ધૂળ મન, વચન, કાયાની વિરુપતા સંભવતી નથી. તો શું તેઓ માયાચાર રહિત છે? અથવા આર્જવધર્મ યુક્ત છે? પ્રભુના જણાવ્યા પ્રમાણે તો આ જીવો વિશેષ માયાભાવ સહિત છે, જેને કારણે તેમને મન અને વચનનો અભાવ ભોગવવો પડે છે. એ જ પ્રમાણે કોઈ જીવ મનમાં ખોટાભાવ કરે, વાણીથી ખોટાં વચન કહે અને કાયાથી ખોટાં કાર્યો કરે – એ દ્વારા મન, વચન તથા કાયાની એકતા કરે તો શું તેઓ આર્જવધર્મી બની જાય? હરગીઝ નહિ. વિકૃત મન અને વાણી સાથેનું વર્તન કોઈ પણ પ્રકારે આર્જવગુણ પ્રકાશી શકે નહિ.
આર્જવધર્મ અને માયાકષાય એ બંને જીવના ભાવ છે, અને મન, વચન તથા કાયા પુદ્ગલની અવસ્થાઓ છે. જીવ અને પુદ્ગલ બંનેનાં લક્ષણો તથા પરિણતિ
૧૩૭
Page #164
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
સ્વાભાવિકપણે જ ભિન્ન છે. આર્જવધર્મ આત્માનો સ્વભાવ છે, તો માયા કષાય આત્માનો વિભાવ છે. સ્વભાવ હોવામાં પરની જરૂરિયાત નથી, વિભાવમાં ‘પર’ એ નિમિત્તમાત્ર હોય છે. નિમિત્તરૂપે પૂર્વકર્મ કે અન્યબાહ્ય પદાર્થો હોય છે, પણ મન, વચન તથા કાયા હોતાં નથી.
જેમ આર્જવધર્મ માટે મન, વચન તથા કાયા અનિવાર્ય નથી (સિધ્ધોમાં એ વિદ્યમાન છે), તેમ માયાકષાય માટે પણ ત્રણેની વિદ્યમાનતા જરૂરી નથી, કેમકે એકેંદ્રિયને એકલી કાયા જ હોવા છતાં માયા સંભવે છે. તેમ છતાં અન્ય માધ્યમોની ગેરહાજરીમાં મન, વચન, કાયા એ માયાકષાય સમજવા તથા સમજાવવા માટે ખૂબ ઉપયોગી છે. આનું કારણ એ છે કે માયા અથવા આર્જવધર્મને સમજવા તથા સમજાવવાની પ્રવૃત્તિ સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય મુખ્યતાએ કરતા હોય છે. મન, વચન, કાયાથી પર એવા સિધ્ધપ્રભુ કોઇને કંઈ સમજાવતા નથી. બીજી બાજુ આમાંથી એકનો અભાવ હોય એવા અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીનાં જીવો સમજી શકતાં નથી. આ પ્રવૃત્તિ મુખ્યતાએ સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યમાં પ્રવર્તે છે. તેથી એમ લાગે છે કે માયાચાર પ્રાય: મનવચનકાયાની વિરુપતામાં અને આર્જવધર્મ તે ત્રણેની એકતામાં પ્રગટ થતો જોવામાં આવે છે. પરિણામે આજેવધર્મ અને માયાકષાયને મનવચનકાયાનાં માધ્યમ દ્વારા સમજવામાં અને સમજાવવામાં આવે છે.
વિશેષ વિચારતાં સમજાય છે કે મન,વચન, કાયાનાં માધ્યમ દ્વારા માયાચાર કે આર્જવધર્મ થતાં નથી, પણ પ્રગટ થાય છે. સમજવા-સમજાવવા માટે પ્રગટ થવું એ ઉપયોગી ક્રિયા છે. પ્રગટ વસ્તુ અપ્રગટ વસ્તુ કરતાં સમજવી અને સમજાવવી ઘણી સહેલી બને છે. એકેંદ્રિયાદિ અસંજ્ઞી જીવોનો માયાચાર અપ્રગટ રહે છે તેથી યુક્તિથી સમજાવવું શક્ય થતું નથી, એ જ રીતે સિદ્ધપ્રભુનો આર્જવધર્મ પણ યુક્તિથી સિધ્ધ કરવો શક્ય નથી. એની સમજણ શ્રી સર્વજ્ઞ પ્રભુના બોધના આધારે જ સિદ્ધ થાય છે. એથી સંક્ષેપમાં આપણે કહી શકીએ કે મનવચનકાયાનાં માધ્યમ દ્વારા આર્જવધર્મ અને માયાચારને સમજવા – સમજાવવાનું મૂળ કારણ એ છે કે સંજ્ઞીપંચેન્દ્રિય જીવોનો આ ભાવ-વિભાવ એ જ માધ્યમ દ્વારા પ્રગટ થાય છે.
૧૩૮
Page #165
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
જેમનાં મન પવિત્ર અને શુધ્ધ થતાં જાય છે તેમને મનવચનકાયાની એકતા વધારતાં આર્જવધર્મ ખીલે છે, અને જેમનામાં અશુદ્ધિ પ્રવર્તે છે તેઓ એ એકતા ન રાખે તો કલ્યાણ થાય છે. અશુભભાવ તોડે, કદાચિત આવ્યા તો વચનથી વ્યક્ત ન કરે કદાપિ વ્યક્ત થયા તો કાયાથી તે ભાવને પરિણમાવે નહિ તેમાં જ આત્માનું શ્રેય રહેલું છે. મનને પવિત્ર કર્યા વિના જ એ અપવિત્ર ભાવો વચનથી વ્યક્ત કરાય અને કાયાથી કાર્યરૂપ બનાવવામાં આવે તો જીવને ખૂબ નુકશાન વેઠવું પડે.
વળી વિચારતાં એ પણ સમજાય છે કે મનમાં ઘોળાતા અશુભભાવો વ્યક્ત થતાં લાંબા ગાળા માટે રોકી શકાતા નથી. અને વચનથી પ્રગટ થયા પછી કાયાને એ માર્ગે જતાં લાંબો વખત અટકાવી શકાતી નથી. આવા સંજોગોમાં યોગ્ય તો એ છે કે મનમાં ઉદ્ભવતા આવા માયાચારના ભાવને જ રોકી દેવો. ત્યારે પ્રશ્ન થાય છે કે માયાચાર છોડવા માટે, મન, વચન, કાયાની વિરુપતા, કુટિલતા, વક્રતાથી બચવા માટે તથા આર્જવધર્મ પ્રગટ કરવા માટે – મનને પવિત્ર કરવા માટે શું કરવું જોઇએ?
ઉત્તમ આર્જવધર્મ પ્રગટ કરવા એ સ્પષ્ટ સમજવું જોઈએ કે માયાચાર એ મનવચનકાયાની વિરુપતા નથી, કે કુટિલતા નથી, પણ આત્માની વિરુપતા કે કુટિલતા છે. એ કુટિલતા આત્મામાં ઉત્પન્ન થાય છે અને મનવચનકાયાના માધ્યમ દ્વારા પ્રગટ થાય છે. આત્માના સ્વભાવને છે તેનાથી વિપરીત માનવો, અન્યથા પરિસમાવવો એ જ વક્રતા છે, વિરુપતા છે, એ જ કુટિલતા છે. રાગાદિ ભાવ દુઃખરૂપ અને દુ:ખનાં કારણરૂપ છે, તેને સુખરૂપ અને સુખનાં કારણરૂપ માનવા એ જ વસ્તુતઃ આત્માની વક્રતા, કુટિલતા છે. આ વક્રતા અને વિરુપતા પદાર્થનું યથાર્થ સ્વરૂપ જાણવાથી જાય છે. જેવો આત્માનો સ્વભાવ છે તેને તેવો જાણવો, તેવો માનવો અને તેમાં જ તન્મય થવું એ વીતરાગી સરળતા છે, ઉત્તમ આર્જવ છે.
મહામુનિઓને જે ઉત્તમ આર્જવધર્મ છે તે કંઇક આ પ્રકારે હોય છે. તેઓ આત્માને રાગદ્વેષાદિથી ભિન્ન જાણે છે, રાગદ્વેષથી મુક્ત થઈ સ્વરૂપમાં લીન
૧૩૯
Page #166
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
થાય છે, વીતરાગતામાં પરિણમે છે, એ જ એમનો ઉત્તમ આર્જવધર્મ છે. આર્જવધર્મની ઉત્કૃષ્ટતા એમને ધ્યાનકાળમાં હોય છે, તેવી ઉત્કૃષ્ટતા અન્ય પ્રવૃત્તિ કરતાં રહેતી નથી. એ વખતે જે આર્જવધર્મ પ્રવર્તે છે તે આત્મામાં પ્રવર્તતી સરળતાનાં કારણે હોય છે. નિષ્કર્ષ રૂપે કહી શકીએ કે જ્ઞાન, દર્શન અને ચારિત્રનું સમ્યકુ એકત્વ એ આત્માની એકરૂપતા અર્થાત્ વીતરાગી સરળતા છે, અને એ ઉત્તમ આર્જવધર્મ છે. બાહ્ય છળકપટ આદિના અભાવરૂપ મનવચનકાયાની એકતારૂપ સરળતા એ વ્યવહારથી આર્જવધર્મ છે. તે આજેવધર્મ અંતરંગ આર્જવધર્મને પુષ્ટિ આપે છે.
ક્રોધ અને માનની જેમ માયાના પણ ચાર પ્રકાર છે – અનંતાનુબંધી આદિ. સમ્યક્દર્શનની પ્રાપ્તિ પછીથી જ અનંતાનુબંધી માયા સત્તાગત થાય છે અથવા ક્ષય પામે છે. તે પહેલાં કોઈ પણ પુરુષાર્થથી અનંતાનુબંધી માયા સત્તાગત કરી શકાતી નથી, અલબત્ત તેની સ્થિતિ મહદ્અંશે ઘટાડી શકાય છે. સંસારી પદાર્થોને વિશે જીવને તીવ્ર સ્નેહ વિના અનંતાનુબંધી કષાય સંભવે નહિ; કે જેને કારણે અનંત સંસારનો અનુબંધ થાય. તીવ્ર પરિણામે, ભવભયરહિતપણે જ્ઞાનીપુરુષ કે સમ્યકજ્ઞાની જીવને અનંતસંસારનો બંધ કરે તેવા તીવ્ર પરિણામ હોઇ શકે નહિ, બીજી સંસારી ક્રિયાઓ ઘણું કરી અનંત અનુબંધ કરવાવાળી નથી, માત્ર અપરમાર્થને પરમાર્થ જાણી આગ્રહ જીવ ભજ્યા કરે, પરમાર્થજ્ઞાની એવા પુરુષપ્રત્યે, દેવ પ્રત્યે, ધર્મ પ્રત્યે નિરાદર હોય તેને અનંતાનુબંધી કર્મ બંધાય છે. સëવગુરુધર્મ પ્રતિ અસ–વૃદિકના આગ્રહથી, માઠા બોધથી, અશાતનાએ, ઉપેક્ષાએ પ્રવર્તે, સંસારવાસના પરિચ્છેદ ન હોવા છતાં પરિચ્છેદ માની પરમાર્થ પ્રત્યે ઉપેક્ષક રહે ત્યારે અનંતાનુબંધી કર્મ આકાર લે છે
એથી સિદ્ધ થાય છે કે કષાયોનો અભાવ કરવો હોય તો આત્માને ઓળખવો, સદ્ગુરુ આશ્રયે પરિચય કરવો અને એના ગુણોમાં એકરૂપ થતા જવું આમ કરતાં, ધર્મ આચરતાં ક્ષમા, માર્દવ, આર્જવ જેવા ગુણો આત્મામાં ખીલતા જાય છે.
૧૪)
Page #167
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
ઉત્તમ શૌચ
શુચિતા અર્થાત્ પવિત્રતાનું નામ શૌચ છે. તેની સાથે જોડેલો શબ્દ ‘ઉત્તમ’ સમ્યક્દર્શનની સત્તા સૂચવે છે. એટલે કે સમ્યક્દર્શન સહિતની વીતરાગી પવિત્રતા તે ઉત્તમ શૌચધર્મ છે.
શૌચધર્મનો અભાવ લોભ કષાયથી આવે છે. લોભને પાપનો બાપ કહેવામાં આવે છે. કેમકે જગતનું એક પણ પાપ એવું નથી કે જે લોભી જન કરતો ન હોય. લોભી જનનું વર્ણન પંડિત ટોડરમલજી મોક્ષમાર્ગ પ્રકાશકમાં આ પ્રમાણે કરે છે, –
“જ્યારે આને લોભકષાય ઉપજે ત્યારે ઇષ્ટ પદાર્થના લાભની ઇચ્છા હોવાથી તે અર્થે તે અનેક ઉપાયો વિચારે છે. તેનાં સાધનરૂપ વચન બોલે છે, શરીરની અનેક ચેષ્ટાઓ કરે છે, ખૂબ કષ્ટ સહન કરે છે, સેવા કરે છે, વિદેશગમન કરે છે; જેમાં મરણ થવું જાણે તે કાર્ય પણ કરે છે. જેમાં ઘણું દુ:ખ ઉત્પન્ન થાય એવા આરંભ કરે છે. તથા લોભ થતાં પૂજ્ય અને ઇષ્ટનું કાર્ય હોય ત્યાં પણ પોતાનું પ્રયોજન સાધે છે, કાંઇ વિચાર રહેતો નથી. તથા જે ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થઈ છે તેની અનેક પ્રકારે રક્ષા કરે છે. જો ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ ન થાય, અથવા ઇષ્ટનો વિયોગ થાય તો પોતે ખૂબ સંતાપવાન થાય છે, પોતાનાં અંગોનો ઘાત કરે છે તથા વિષભક્ષણ આદિ વડે મરણ પામે છે. આવી અવસ્થા લોભ થતાં થાય છે.”
આચાર્ય શુભચંદ્રે તો “જ્ઞાનાર્ણવ”ના ૧૯મા સર્ગમાં લખ્યું છે કે, “આ લોભ કષાયથી પીડિત વ્યક્તિ પોતાનો માલિક, ગુરુ, બંધુ, વૃધ્ધ, સ્ત્રી, બાળક તથા ક્ષીણ, દુર્બળ, અનાથ, દીન વગેરેને પણ નિઃશંકપણે મારીને ધન પ્રાપ્ત કરે છે.”
નરકમાં લઈ જનાર કે અસંજ્ઞી થવાની ફરજ પાડનાર જે જે દોષો શાસ્ત્રકારોએ વર્ણવ્યા છે તે સર્વ લોભમાંથી નીપજે છે. ધનનો લોભી ધન ઉપાર્જન કરવામાં એટલો સમય કાઢે છે કે તેને માણવાનો અવસર આવતો જ નથી. પશુઓનો લોભ પેટ ભરવા પૂરતો હોય છે, ત્યારે માનવીનો લોભ અનેક પ્રકારે જોવા
૧૪૧
Page #168
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
મળે છે. માનવીને એ સહેલાઈથી સમજાતું નથી કે પુણ્યોદય વિના ધન, સત્તાદિ કે અનુકૂળ સંજોગો પ્રાપ્ત કરી શકાતા નથી. તે વિશે ‘ભગવતી આરાધના” માં લખ્યું છે કે, –
લોભ કરવા છતાં પણ પુણ્યરહિત પુરુષને ધન મળતું નથી, અને લોભ ન કરવા છતાં પુણ્યવંતને ધનની પ્રાપ્તિ થાય છે.”
આથી ધનાદિની – ઈષ્ટની પ્રાપ્તિ માટે લોભ નહિ પણ પુણ્ય કારણરૂપ છે, એમ સમજી લોભનો ત્યાગ કરવો ઘટે. લોભ માત્ર ધનનો જ હોય એમ નથી, તે વિષય, સત્તા, કીર્તિ આદિ રૂપે પણ હોય છે. વસ્તુતઃ તો પાંચ ઇન્દ્રિયોના વિષયની તેમ જ માનાદિ કષાયોની પૂર્તિનો લોભ એ જ લોભ છે. પૈસાનો લોભ એ તો મનુષ્ય જન્મમાં સંભવે છે, અન્ય ગતિઓમાં એ લોભ દેખાતો નથી. ત્યારે વિષયનો લોભ ચારે ગતિમાં પ્રવર્તે છે અને વિશેષતાએ દેવગતિમાં.
પૈસાનાં માધ્યમથી પંચેન્દ્રિયના વિષયોની પ્રાપ્તિ થાય છે, માનાદિ કષાયો પોષાય છે તેથી મનુષ્ય એના પ્રતિ લોભાય છે. જો એ ઇચ્છા સંતોષાતી ન હોય તો કોઈ પૈસાના ભાવ પણ ન પૂછે. રૂપ, કીર્તિ આદિના લોભી પૈસાને પાણી જેમ વાપરે છે. રાજા શ્રેણિક ચેલણાનાં રૂપમાં, પવનંજય અંજનાનાં રૂપમાં મોહાયા હતા તે શાસ્ત્રોમાં મળતાં ઉદાહરણો છે. નામના લોભી પણ અનેક મળે છે. પોતાનું નામ જાળવવા મોટા મોટા દાન કરનારના તૂટા નથી. પણ નામ ક્યાં રહે છે? ભરત ચક્રવર્તિ જ્યારે પોતાનું નામ શીલા પર લખવા ગયા ત્યારે તે શીલા પૂર્વના ચક્રવર્તિઓનાં નામથી ભરેલી જોઈ, તેથી તેમાંના એક નામને મિટાવીને પોતાનું નામ લખવું પડ્યું. અને તેમાંથી વિચારમાં ગરક થયા કે, હવે પછી ભાવિના ચક્રવર્તિ મારું નામ મિટાવી પોતાનું નામ લખશે. બીજા પણ લોભ જોવા મળે છે. આચાર્ય અકલંક દેવ “રાજવાર્તિક' માં જીવનલોભ, આરોગ્ય લોભ, ઇન્દ્રિય લોભ અને ઉપભોગ લોભ એમ ચાર પ્રકાર લોભના ગણાવે છે. અમૃતચંદ્રાચાર્ય પણ ‘તત્ત્વાર્થસાર' માં ભોગ, ઉપભોગ, જીવન અને ઇન્દ્રિયોના વિષયનો લોભ, એમ ચાર પ્રકારનો લોભ વર્ણવે છે.
૧૪૨
Page #169
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
આ પ્રકારો પર વિચારીએ તો પંચેન્દ્રિયના વિષયોના લોભની જ મુખ્યતા જણાઈ આવે છે. ભોગોપભોગ ઇન્દ્રિયના વિષયો છે, શારીરિક આરોગ્ય પણ ઇન્દ્રિયોના વિષયગ્રહણની શક્તિ સાથે સંબંધ ધરાવે છે, કેમકે ઇન્દ્રિયોના સમુદાયનું નામ જ તો શરીર છે. આમ જોઈએ તો વિષયમાં સઘળા અન્ય પ્રકારો સમાઈ જાય છે.
પંચેન્દ્રિયના વિષયોમાં ફસાયેલા જીવોની દુર્દશાનું વર્ણન કરતાં શ્રી પરમાત્મપ્રકાશકાર લોભના ત્યાગની પ્રેરણા કરતાં લખે છે કે, -
“રૂપનાં લોભી પતંગિયા દીપક પર પડીને, કર્ણપ્રિય શબ્દના લોભી હરણ શિકારીના બાણ વડે વિંધાઈને, સ્પર્શના લોભી હાથી હાથણીના લોભથી પ્રેરાઈ ખાડામાં પડીને, ગંધના લોભી ભમરા કમળમાં બંધાઈને અને રસના લોભી મચ્છ માછીમારના કાંટામાં વિંધાઈને વા જાળમાં ફક્સાઈને દુઃખ પામે છે. હે જીવો! આવા વિષયોનો કેમ લોભ કરો છો? એમના પ્રતિ અનુરાગ કેમ કરો છો?”
આત્મસ્વભાવને ઢાંકી દેનાર શૌચધર્મનો વિરોધી લોભકષાય જ્યારે તીવ્ર સ્વરૂપમાં હોય છે ત્યારે અન્ય કષાયોને પણ દબાવી દે છે. લોભી માન-અપમાન, ક્રોધાદિથી પર બની લોભમાં જ પ્રવર્તે છે. લોભ અન્ય કષાયોને તો કાપે છે પણ પોતાને ય કાપે છે. યશનો લોભી ધનના લોભને છોડી દે છે.
હિન્દીના પ્રસિધ્ધ વિદ્વાન આચાર્ય રામચંદ્ર શુક્લ લોભીઓની વૃત્તિ પર વ્યંગ કરતાં લખે છે કે, -
લોભીઓનું દમન યોગીઓના દમન કરતાં કોઈપણ પ્રકારે ઊતરતું નથી. લોભનાં બળ વડે તેઓ કામ અને ક્રોધને જીતે છે, સુખની વાસનાનો ત્યાગ કરે છે, માન-અપમાનમાં સમભાવ રાખે છે. હવે બીજું જોઇએ શું? જેની પાસેથી તેઓ કંઈક મેળવવાની આશા રાખે છે તે કદીક તેમને દશ ગાળો ભાંડે તો પણ ન તો તેમના ચહેરા પર રોષનું એક ચિહ્ન પ્રગટ થાય છે, અને ન મનમાં ગ્લાનિ ઉત્પન્ન થાય છે. માખી ચૂસવામાં એમને ન ધૃણા પેદા
૧૪૩
Page #170
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
થાય છે અને લોહી ચૂસવામાં ન દયા. સુંદ૨ રૂપ જોઈને પોતાની એક કોડી પણ ભૂલી જતા નથી. કરુણમાં કરુણ સ્વર-ચિત્કાર સાંભળીને તેઓ પોતાનો એક પૈસો પણ કોઈને ત્યાં છોડતા નથી. તુચ્છમાં તુચ્છ વ્યક્તિની સામે હાથ લંબાવવામાં તેઓ લજ્જા પામતા નથી.” (ચિંતામણિ ભાગ ૧. પૃ ૫૮)
લાલસા, લાલચ, તૃષ્ણા, અભિલાષા, ઇચ્છા ઇત્યાદિ લોભનાં અનેક નામો છે. પ્રેમ વા પ્રીતિ પણ લોભનાં જ નામાંતર છે. પદાર્થનું આકર્ષણ તે લાલચ કે લોભ તરીકે અને વ્યક્તિનું આકર્ષણ તે પ્રીતિ કે પ્રેમ તરીકે ગણાય છે. વસ્તુ અને વ્યક્તિના વિષયભેદથી લોભનાં સ્વરૂપમાં અને પ્રવૃત્તિમાં બહુ ભેદ પડી જતો હોવાથી વ્યક્તિ પ્રત્યેના લોભને અલગ નામ અપાયું છે.
કેટલાક લોભ એવા પ્રકારના હોય છે કે જે લોભરૂપ લાગતા નથી. તેમાં લોકોને ધર્મનો ભ્રમ થઈ જાય છે. સ્વર્ગાદિનો લોભ આ જ પ્રકારનો હોય છે. સ્વર્ગનાં સુખ માટે કે મનુષ્યગતિનાં સુખ માટે જે કંઈ ધર્મ કરવામાં આવે છે તે ધર્મ લોભમાં સમાય છે. આવા લોભી જગતમાં ધર્માત્મા તરીકે ઓળખાય છે.
એક અપેક્ષાએ વિચારતાં મોક્ષ મેળવવાની ઇચ્છા, નિસ્પૃહ થવાની ભાવના, વીતરાગી સ્વરૂપ પ્રગટાવવાની વૃત્તિ વગેરે અને તે માટે થતી ધર્મપ્રવૃત્તિ પણ લોભનો એક પ્રકાર છે. નિર્લોભી થવાનો ભાવ પણ લોભ કહી શકાય. આ છે નિશ્ચયનયની અપેક્ષાની વાત, ઐહિક કે વ્યવહારિક લોભથી મુક્ત થવા માટે જીવે ૫રમાર્થ લોભનો આશ્રય લેવો જ પડે છે, સીધા પૂર્ણ વીતરાગ થઈ શકાતું નથી. આથી વ્યવહારનયથી ઉપરની બધી ભાવના, વૃત્તિ આદિ નિર્લોભરૂપે ગણાય છે ત્યારે નિશ્ચયનયથી તેને પણ લોભ કહેલ છે. આ અપેક્ષાઓ ભૂલવા જેવી નથી.
ચારિત્રમોહના પચીસે કષાયો રાગદ્વેષમાં સમાય છે. તેમાંથી ચાર પ્રકારનો ક્રોધ, ચાર પ્રકારનાં માન, અરિત, શોક, ભય અને જુગુપ્સા એ બાર કષાયો દ્વેષ છે. અને ચાર પ્રકારની માયા, ચાર પ્રકારનો લોભ, ત્રણ વેદ, રતિ અને હાસ્ય એ તેર કષાય રાગ છે. અહીં સમજાય છે કે ચારે પ્રકારનો લોભ રાગમાં સમાય છે. રાગ ભલે પછી
૧૪૪
Page #171
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
તે મંદ હોય કે તીવ્ર હોય, શુભ હોય કે અશુભ હોય; તે છે તો રાગ જ. જ્યારે તે રાગ છે, ત્યારે તે માયા, લોભ, વેદ, તિ કે હાસ્યના પ્રકારે જ રહે છે. અન્ય કોઈ પ્રકાર સંભવી શકતો નથી. રાગ એ ધર્મ નથી, કારણ કે એમ માનતાં કષાય ધર્મ બની જાય છે. ધર્મ તો અકષાયી છે.
ચારિત્ર એ સાક્ષાત્ ધર્મ છે, અને તે મોહ તથા રાગદ્વેષથી રહિત અકષાયરૂપ આત્મપરિણામ જ છે, અર્થાત્ ધર્મ એ અકષાયભાવ છે. શૌચધર્મ એ ક્ષમા, માર્દવ, આર્જવથી મહાન ધર્મ છે. કેમકે શૌચધર્મનો ઘાતક લોભકષાયનો અંત સમસ્ત કષાયોના ક્ષય પછી જ થાય છે. જેનો લોભ સંપૂર્ણપણે ક્ષય થાય તેના ક્રોધાદિ કષાયો નિયમપૂર્વક ક્ષય થયા હોય છે. લોભ કષાય ક્ષપક શ્રેણિમાં દશમા ગુણસ્થાને સૌથી છેલ્લે ક્ષય પામે છે. આથી આપણે કહી શકીએ કે લોભ સૌથી ભયંકર કષાય છે. તેનું રૂપ એવું વિચિત્ર અને વિવિધતાવાળું રહે છે કે જીવને લોભને લોભરૂપે ઓળખતાં પણ કેટલીકવાર ખૂબ મુશ્કેલી નડે છે. ક્રોધની જેમ લોભ કષાય સહેલાઈથી પ્રગટરૂપે દેખાતો નથી, તે કષાય છૂપો છે. અને તેથી તેને કાઢતા જીવને સૌથી વિશેષ પ્રયત્ન કરવો પડે છે. આ જ કારણે શૌચધર્મને સૌથી મહાન કહ્યો છે.
આ ઉપરાંત એક વાત વિચારવા જેવી અને સમજવા જેવી પણ છે. શૌચધર્મ તે માત્ર લોભકષાયના અભાવનું નામ નથી, પરંતુ તે સર્વકષાયોના અભાવથી પ્રગટતો ધર્મ છે. કેમકે પવિત્રતાનું અન્ય નામ શૌચધર્મ છે, અને સર્વ કષાયો આત્માને અપવિત્ર કરતા હોવાથી, તે સર્વ કષાયોના અભાવનું નામ શૌચધર્મ હોઈ શકે. તો પછી પ્રશ્ન થાય કે શાસ્ત્રોમાં માત્ર લોભના અભાવને શૌચ કહેલ છે તેનું કારણ શું? જરા ઊંડાણથી વિચારતાં સ્પષ્ટ થાય છે કે લોભનો નાશ બાકીના સર્વ કષાયોનો નાશ થયા પછી જ થાય છે, એટલે લોભના નાશમાં અન્ય સર્વ કષાયોનો ક્ષય ગર્ભિત રીતે સૂચવાયેલો જ છે.
વિચાર આવે કે ક્રોધાદિ સર્વ કષાયો આત્માને અપવિત્ર કરે છે, તેથી ક્રોધાદિ જતાં કે મંદ થતાં તેટલી પવિત્રતા આત્મામાં પ્રગટ થાય છે એમ કહી શકાયને? તો પછી ક્રોધમાનાદિના અભાવને શૌચધર્મ કેમ કહ્યો નથી? લોભના અભાવને જ શા
૧૪૫
Page #172
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
માટે શૌચધર્મ કહ્યો છે? ક્રોધાદિ સંપૂર્ણ નાશ પામે છતાં આત્માની સંપૂર્ણ પવિત્રતા પ્રગટી શકતી નથી કારણ કે ત્યાં પણ લોભ કષાયને રહેવાનો અવકાશ છે. પણ જ્યારે લોભ કષાય ક્ષય થાય છે ત્યારે નવાં કર્મ ઉપાર્જન કરાવનાર એક પણ કષાય આત્મામાં પ્રવેશી શકતો નથી. આ પૂર્ણ પવિત્રતાનાં લક્ષે લોભના અભાવને શૌચધર્મ કહ્યો છે. જેટલા અંશે કષાય તૂટે તેટલા અંશે શુચિતા આત્મામાં પ્રગટતી જાય છે, તે હકીકત છે. અન્ય કષાયોની અલ્પતાથી અન્ય ગુણો, ક્ષમા, માદવ, આર્જવ ખીલતા જણાય છે, અને જેટલા પ્રમાણમાં લોભ નાશ પામે તેટલા પ્રમાણમાં શૌચધર્મ ખીલે છે એમ સમજાવ્યું છે.
સ્વભાવથી આત્મા પવિત્ર છે. પર્યાયમાં જે મોહ-રાગ-દ્વેષની અપવિત્રતા છે તે આત્મજ્ઞાન, આત્મધ્યાન, શીલ-સંયમ, જપ-તપના પ્રભાવથી દૂર થાય છે. દેહ તો હાડ, માંસ, મજ્જા, વીર્યાદિ અશુચિથી ભરેલો હોવાથી અપવિત્ર જ છે, તે બાહ્ય ઉપચારોથી શુધ્ધ થતો નથી કારણ કે જ્યાં સુધી આત્મામાં વિભાવભાવ વર્તે છે, ત્યાં સુધી ઉપર જણાવેલા અશુધ્ધ પદાર્થોનો જમાવ શરીરમાં થતો જ જાય છે. જ્યારે આત્મા વિભાવથી ખસી સ્વભાવમાં સ્થિર થાય છે ત્યારે એ અપવિત્ર પરમાણુઓનું સ્થાન પવિત્ર પરમાણુઓ ગ્રહણ કરે છે અને દેહને પવિત્રતા આપે છે. આત્માની અપવિત્રતા દૂર કરતાં દેહની અપવિત્રતા આપોઆપ નીકળતી જાય છે.
આ પરથી સિદ્ધ થાય છે કે આત્માની પવિત્રતા વીતરાગતામાં છે, અને અપવિત્રતા મોહ-રાગદ્વેષમાં રહેલી છે. મન મલિન થાય તો તન સહેજે મલિન થઈ જાય છે. શ્રી સનકુમાર ચક્રવર્તિની કાયા સુવર્ણમય હતી. જ્યારે મનમાં એ કાયા માટે ઉગ્ર માનભાવ થયો ત્યારે તેમની એ કાયા ઝેરમય બની ગઈ. આ જોતાં શ્રી સનકુમારને વૈરાગ્ય થયો. તેઓ મુનિ બન્યા. અને તે પછી ધર્મારાધન કરી આત્માની શુચિ વધારી દેહને પણ તેમણે પવિત્રતા તરફ દોર્યો.
લોભકષાયના પણ ચાર પ્રકાર છે – અનંતાનુબંધી આદિ. પહેલા બે પ્રકારના અભાવમાં કે માત્ર અનંતાનુબંધી કષાયના અભાવમાં જે શૌચધર્મ દેશવતી કે આવતી
૧૪૬
Page #173
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
સભ્યષ્ટિને હોય છે તેનાથી વિશેષ નિર્મળતા ત્રણ પ્રકારના કષાયના ઉદયના અભાવમાં મુનિને હોય છે. અને પૂર્ણ શૌચધર્મ તો વીતરાગી સર્વજ્ઞ ભગવાનને હોય છે.
સ્વભાવથી બધા આત્માઓ પવિત્ર છે, પણ વિભાવના દબાણ નીચે એ આત્માઓ અપવિત્રતામાં ડૂબે છે. પ૨ના આશ્રયે અપવિત્રતા અને સ્વના આશ્રયે પવિત્રતા પ્રગટે છે. સ્વભાવની શુચિતામાં એવું સામર્થ્ય કે એ શુચિને જો પર્યાય સ્પર્શે તો પર્યાય પણ પવિત્ર થઈ જાય. અર્થાત્ સંસારસમુદ્ર તરવા મથતો જીવ સ્વભાવની શુચિ તરફ વળે તો તેના આત્મા અને દેહ બંને પવિત્ર થઈ જાય.
આત્મસ્વભાવના સ્પર્શ વિના અર્થાત્ આત્માનુભવ વિના ઉત્તમ ક્ષમાદિ ધર્મનો આરંભ થતો નથી. અર્થાત્ ક્ષમાદિ ધર્મને પાળવાથી આત્મસન્મુખ થવાય છે.
અનિત્ય, અશરણ, અશુચિમય, એકત્વ અને અન્યત્વથી ભરેલા આ સંસારમાં જીવને અનેક પ્રકારનાં કષ્ટો વારંવાર ભોગવવાં પડે છે, અને તેનાથી છૂટવા માટે, જે સુખ પાછળ દુ:ખ ન આવે એવા સુખને પામવા માટે, જીવે પોતાના આત્માના મુખ્ય ગુણો ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ અને શૌચ ખીલવવાની જરૂરિયાત છે, જે ગુણો આત્મામાં વિભાવરૂપે પ્રવર્તતાં ક્રોધ, માન, માયા અને લોભ સ્વરૂપી કષાયો તોડતાં પ્રગટે છે. આટલું સમજ્યા પછી તે ક્યારે અને કેવી રીતે થાય, ન કરીએ તો શું થાય વગેરે વિચારણા યથાસ્થાને કરી શકાશે.
આ કષાયો તોડવામાં ન આવે, અને તેનું નવું નવું ઉપાર્જન કરતા રહેવામાં આવે તો જીવને ઘણું નુકશાન થાય છે. સૌ પ્રથમ તો આ કષાયો પોતાને અને પરને દુ:ખદાયી છે. કષાયનો ઉપદ્રવ થતાં જીવ ઘણું દુ:ખ વેઠે છે, અને આત્માના સ્વાભાવિક ગુણોથી દૂર થાય છે. તેથી એ ગુણોમાંથી નિષ્પન્ન થતાં સહજ શાંતિ અને સુખથી તે આત્મા વંચિત બને છે. જ્યાં સુધી આ કષાયોનું પ્રવર્તન જીવમાં રહે છે ત્યાં સુધી તેનાં સંસાર પરિભ્રમણનું ચક્ર અટકતું નથી, જન્મ, જરા અને મૃત્યુનાં દુ:ખથી તે બચી
૧૪૭
Page #174
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
શકતો નથી. રોગ, શોક, ભય આદિનાં દુઃખો તો તેને સતત પીડતા જ રહે છે. આમ જોઈએ તો આ કષાયો જીવને તેના આત્મસ્વભાવથી વિપરીતપણે પ્રવર્તાવી દુ:ખ અને અશાતાની ખીણમાંથી બહાર જ નીકળવા દેતા નથી. આ લોકમાં અનંતાનંત જીવો આ જ ઘટમાળમાં દુ:ખ, અશાંતિ, ક્લેશ સતત વેદતા રહી પરિભ્રમણ કર્યા કરે છે અને પીડાયા કરે છે.
આવા સંજોગોમાં સંજ્ઞીપંચેન્દ્રિયપણું સપુરુષની કૃપાથી જીવ પ્રાપ્ત કરે છે ત્યારે તેને માટે શાંતિ અને સુખ મેળવવાનો માર્ગ ખુલ્લો થાય છે. તેમાંય ચારે ગતિમાં એ માટેની સૌથી વિશેષ સંભાવના તો મનુષ્ય ગતિમાં જ રહેલી છે. એટલે ધર્મની ઉત્કૃષ્ટ મંગલતાનો વિચાર આપણે આ ગતિના જીવને અનુલક્ષીને કરીએ તો તે સહજ છે. જ્યારે અહિંસા, તપ અને સંયમરૂપ ધર્મનું શરણું ગ્રહણ કરી જીવ સન્માર્ગે વર્તે છે ત્યારે તેનાં આ અનાદિકાળથી ચાલતા પરિભ્રમણનો અંત આવે છે. તે શુધ્ધ, બુધ્ધ અને મુક્ત થાય છે. અને અનાદિકાળથી ન સાંપડેલાં શાશ્વત સુખની - સનાતન સુખની પ્રાપ્તિ કરે છે, જે સુખની અનુભૂતિથી અનંતકાળ પછી પણ બહાર નીકળવું પડતું નથી. ધર્મનું આ મંગલપણું સૌથી વિશિષ્ટ અને તરત જ નજરે તરી આવે એવું છે.
આ ધર્મ પ્રાપ્ત કરવો બહુ દુર્લભ છે, પરંતુ મળ્યા પછી સંપૂર્ણ સુખી થવાનો માર્ગ ખૂબ જ સરળ અને સહેલો છે. સામાન્યપણે જીવ ધર્મારાધન મનુષ્ય જન્મમાં જ કરે છે, અને એ ગતિમાં માનભાવનો ઉપદ્રવ અન્ય ગતિઓ કરતાં ઘણો વિશેષ રહેલો છે. ઘણા ઘણા ભવોમાંથી પસાર થયા પછી જીવને સંજ્ઞીપંચેન્દ્રિય મનુષ્યપણું પ્રાપ્ત થાય છે. તેમાંય ગર્ભમાંથી હણાય, જન્મતાં મૃત્યુ પામે, બાલવયમાં મૃત્યુ આવે, પૂરી ઇન્દ્રિયો ન હોય, જીવનની ધર્મ કરી શકાય એવી સુવિધા ન હોય, આવા અનેક વિદ્ગો અને અંતરાયવાળા મનુષ્ય જન્મો કલ્યાણની દૃષ્ટિએ નિષ્ફળ નીવડે છે. આથી જે જન્મમાં પાંચ ઇન્દ્રિયો પૂર્ણ હોય, સંજ્ઞા ખીલેલી હોય, ધર્મ કરી શકાય એવી સુવિધા હોય, ધર્મ આરાધવાની ભાવના હોય આદિ સાનુકૂળ સંયોગ હોય એવા મનુષ્ય જન્મ જ સફળ છે.
૧૪૮
Page #175
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
આવા મનુષ્ય જન્મમાં જીવને માર્ગદર્શક સગુરુની ખૂબ જ જરૂરિયાત છે, કારણ કે પોતે તો માર્ગથી અજાણ છે, સ્વચ્છંદી છે અને માનભાવમાં ગરક હોય છે. આવા સંજોગોમાં જો પોતે પોતાની મેળે ધર્મ પામવા પ્રયત્ન કરે તો તે અનેક પ્રતિકૂળતા વચ્ચે ફક્સાઈ જાય છે. માર્ગની સાચી જાણકારી ન હોવાને કારણે તે ગમે તે ગેરમાર્ગે દોરાઈ શકે છે. પૂર્વ કર્મ તેને ઘેરી લઈ અયોગ્ય માર્ગે લઈ જઈ શકે છે. સ્વચ્છેદે માર્ગ આરાધતાં લબ્ધિસિદ્ધિની લાલચ અને તે દ્વારા માનકીર્તિના મોહમાં જીવ કલ્યાણ ચૂકી જાય છે. અને તે જીવ સંસારનો પાર પામવાને બદલે તેના મોહમાં ડૂબેલો જ રહે છે.
પરંતુ તે જ જીવ જો સમર્થ સદ્ગુરુના આશ્રય નીચે ધર્મ પામવાની પ્રવૃત્તિ કરે છે, તો ઉપર બતાવેલાં સર્વ વિઘ્નોથી તે બચી જાય છે. સમર્થ સદ્ગુરુનાં માર્ગદર્શનથી જીવ આડેઅવળે ભટકતો બચી સન્માર્ગમાં સરળતાથી આગળ વધી શકે છે. પૂર્વ કર્મનો બળવાન ઘેરો અકળાવે ત્યારે પણ શ્રી ગુરુનું માર્ગદર્શન તેને વિમાર્ગે જતો બચાવી, તેનું રક્ષણ કરી સન્માર્ગે વિકાસ કરાવે છે. અન્ય પ્રવર્તતાં કષ્ટોનો સામનો કેવી રીતે કરવો તેની ગુપ્ત ચાવી પણ તેને શ્રી સદ્ગુરુ પાસેથી જ મળે છે. વળી લબ્લિસિદ્ધિ, માન, કીર્તિનો મોહ કેવો ભયંકર અને નુકશાનકારક છે તેની સમજણ આપી શ્રી ગુરુ તેને આ મોહથી બચાવી કલ્યાણ તરફ દોરતા રહે છે.
આમ શ્રી સદ્ગુરુ ધર્મ આરાધન માટે ખૂબ ખૂબ ઉપકારી છે. પરંતુ તે લાભ લેવા માટે શ્રી ગુરુ પ્રતિ વિનયવંત થવું એ એટલું જ જરૂરી છે. સગુરુ પ્રતિ જીવને પ્રેમ, શ્રધ્ધા અને અર્પણતા જાગવાં જોઇએ, સાથે સાથે પરમ વિનય પણ શિષ્યમાં પ્રવર્તવો જોઈએ. જેને જીવ સદ્ગુરુ તરીકે સ્વીકારે તે ખરેખર સદ્ગુરુ છે તેની ચોક્કસાઈ થવી જોઈએ. એ ખાતરી આવ્યા પછી આ જ ગુરુ મારું કલ્યાણ કરનાર છે એવું શ્રધ્ધાન આત્મામાં પ્રવર્તવું જોઈએ. સાથે સાથે તે ઉત્તમ આત્મા માટે અંતરમાં ઊંડો પ્રેમ અનુભવાય તો જ જીવને કાર્યસિદ્ધિ કરવા પ્રેરણા મળે છે. જ્યાં સુધી પ્રેમ કે શ્રદ્ધા ન હોય ત્યાં સુધી ગમે તેવું ઉચ્ચ, સુંદર અને સત્ય માર્ગદર્શનને પણ અનુસરાતું નથી. તેનો નકાર જીવ કરી નાખે છે. આ શ્રધ્ધાન અને પ્રેમનાં
૧૪૯
Page #176
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
અનુસંધાનમાં જીવમાં ‘ગુરુના જણાવેલા માર્ગે કષ્ટો વેઠીને પણ મારે ચાલવું છે’ એવા નિર્ણયરૂપ અર્પણભાવ પ્રવર્તે ત્યારથી કાર્યસિદ્ધિની શરૂઆત થાય છે.
ગુરુ સાચા છે, અને તેમનું કહ્યું મારે કરવું છે એ નક્કી કર્યા પછી જીવે એમની સામે વિનયથી વર્તવું ઘટે છે. તેમના જણાવ્યા પ્રમાણે વર્તવું, તેમની આમાન્યા જાળવવી, તેમના પ્રતિ અહોભાવ તથા આદરભાવ વેદવો, તેમની જે જરૂરિયાત હોય તે પ્રજ્ઞાથી સમજી પૂરી કરવા પ્રયત્નવાન રહેવું, મીઠી શાંતભાષાથી તેમને પ્રત્યુત્તર આપવા, યોગ્ય આસને બેસવું, ગુરુએ કરેલી કરુણા માટે ઉપકારભાવ વેદવો, પોતાની ભૂલ માટે ગુરુ ઠપકો આપે ત્યારે પણ તેમના પ્રતિ કષાયી થવું નહિ, ઇત્યાદિ વર્તના એ ગુરુ પ્રતિના વિનયના સૂચક છે. આમ વિનયવંત થવાથી જીવનો માનભાવ ગળે છે. ‘હું કંઈક છું’, ‘હું કંઈક જાણું છું' એ મિથ્યાભિમાનથી જીવ બચે છે અને સદ્ગુરુના આશ્રયે પોતાનું કલ્યાણ કરવા તે ભાગ્યશાળી થાય છે.
શિષ્ય ગુરુનાં હ્રદયમાંથી બહાર ફેલાતા કલ્યાણભાવને ગ્રહણ કરી પોતાના અશુધ્ધ આત્મપ્રદેશોને શુધ્ધ થવા માટે યોગ્યતા અને પ્રેરણા આપે છે, અવકાશ આપે છે. ગુરુએ બતાવેલાં કાર્ય કરતાં કરતાં તે અહિંસા પાલનને ક્ષમા, માર્દવ, આર્જવ અને શૌચધર્મનો સ્વીકાર કરી સુદૃઢ બનાવે છે, સાથે સાથે તે અનાદિકાળથી પરેશાન કરી રહેલા કષાયોને સંયમિત કરતો જાય છે.
ક્ષમાભાવ એટલે પોતાના આત્મામાં અન્ય આત્માઓ પ્રતિની ક્રોધની, વેરની કે અણગમાની લાગણીને જન્મવા ન દેવી અથવા ઉત્પન્ન થાય તો આત્મામાં ટકવા ન દેવી, એટલું જ નહિ પણ સર્વ જીવનું કલ્યાણ થાય એ ભાવનાને વધારે ને વધારે ઊંડી, ગાઢી અને સક્રિય કરતા જવી. બીજી બાજુ જે પોતાથી દોષ થયા હોય, થતા હોય તેની ઊંડા પશ્ચાત્તાપની લાગણી સાથે શ્રી ગુરુની સાક્ષીએ ક્ષમા યાચવી, અને ફરીથી આવી ભૂલ ન કરવા નિર્ણય કરતા જવો, આ રીતે જીવમાં ક્ષમાભાવ કેળવાય છે. અને તે દ્વારા જગતના જીવોની પોતાથી થતી દૂભવણીથી બચી શકાય છે, બીજા જીવોને દુ:ખી થવાનું નિમિત્ત આપતાં અટકી જવાય છે.
૧૫૦
Page #177
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
સાથે સાથે પોતાનો આત્મા પણ સ્વગુણોમાં રાચતાં શીખતો હોવાથી સ્વપર જીવની દૂભવણી અટકતી જાય છે. અને એ માત્રામાં સહુ સાથેનો મૈત્રીભાવ સ્વીકારી શિષ્ય પોતાની અહિંસાની ભાવનાને પુષ્ટિ આપે છે.
ક્ષમાભાવની સાથે શિષ્ય શ્રી ગુરુના આશ્રયે માદેવધર્મ કેળવતાં શીખે છે, એટલે કે તે પોતાના આત્માને ખૂબ કોમળ તથા નમ્ર બનાવતો જાય છે. બીજાના દુઃખને જોઈ શિષ્ય તે દુઃખથી છૂટે એવી કરુણા તેના ખીલતા કોમળભાવને કારણે ભાવે છે. વળી ભૂતકાળમાં તે જીવ તરફથી પોતાને દૂભવણી થઈ હોય છતાં ક્ષમાભાવ ધારણ કરી તેને શાતા મળે એવા શુભભાવ તે પોતાની ખીલતી નમતાને કારણે એવી શકે છે. તે પોતાને અન્યથી ઊંચો કે નીચો માનવાને બદલે સમાન આત્મભાવે જોતાં શીખે છે, અને એ દ્વારા પોતામાં પ્રવર્તતા માનભાવને તોડી કરુણા અને કોમળતાને પ્રાધાન્ય આપતાં શીખે છે. આને લીધે તે બીજા જીવો માટે અનુભવાતા તુચ્છકારના કે ધિક્કારના ભાવને ત્યાગી કરુણા અને કલ્યાણના ભાવને ભાવતા શીખે છે. અને એ દ્વારા પોતાની અહિંસાને વિસ્તૃત કરે છે. જીવ જ્યારે અન્ય જીવ સામે તુચ્છકાર કે ધિક્કારની લાગણી વેદે છે ત્યારે તેને તે વ્યવહારમાં પ્રગટ કરે છે અને એ દ્વારા અન્યને દૂભવી, ક્લેશિત કરી હિંસાચરણ કરે છે. વળી પોતામાં પણ એ અશુભ લાગણીને પોષી પોતાને સ્વરૂપથી અળગો કરી પોતા પ્રત્યે પણ હિંસા આચરે છે. તેનાં પરિણામે કેટલીકવાર તે સ્થૂળ હિંસાચરણમાં પણ સરી પડે છે અને બળવાન વેર બાંધી પોતાનું અને અન્યનું ખૂબ બૂરું કરે છે. તેનાથી વિરુધ્ધ શ્રી સદ્ગુરુના આશ્રયે માર્દવ અને નમતાના ગુણને ખીલવી, આવી સ્વપર હિંસા કરતો છૂટી જાય છે અને અહિંસાનું પોષણ કરે છે, જે તેને ભાવિમાં કલ્યાણમાર્ગમાં પૂર્ણ શુદ્ધિ સુધી લઈ જાય છે.
આ જ પ્રમાણે આત્માના આર્જવ ગુણને ખીલવી જીવ પોતામાં ઘર કરી ગયેલા માયાચારને દેશવટો આપે છે. જીવ પોતાનાં સંસારી કાર્યને સિધ્ધ કરવા અનેક પ્રકારે માયાચાર આચરી પોતાને અને પારને અશાતાની છાયામાં રાખે છે. શ્રી ગુરુના માર્ગદર્શનથી જીવ જ્યારે આ માયાચારથી પાછો વળી સદાચાર અને સરળતાને ગ્રહણ કરે છે ત્યારે તે જીવ માયાચારથી થતી દૂભવણી દ્વારા થતી હિંસાની પ્રવૃત્તિથી પાછો
૧૫૧
Page #178
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
વળે છે, અને પરસ્પર બંધાતા વેરભાવને તોડી બંનેને માટે ભાવિનો કલ્યાણમાર્ગ ખૂલ્લો કરે છે. વળી, તે શ્રી ગુરુ પાસેથી પ્રસારિત થતા કલ્યાણભાવને ગ્રહણ કરી અન્ય જીવો સુધી પહોંચાડવા જેટલો સરળ થાય છે. એ દ્વારા અહિંસા પ્રસારી, અન્યને શાતા પહોંચાડી તે હિંસાના કૃત્યથી નિવૃત્ત થાય છે અને અહિંસા ધર્મને વિશેષ બળવાન કરે છે.
તે રીતે શ્રી સદ્ગુરુના આશ્રયે જીવનો શૌચધર્મ ખીલે છે ત્યારે તે લોભ પ્રકૃતિ પર જય મેળવતો જાય છે, તે પહેલાં તે જીવ ઐહિક લોભનાં કારણે અનેક પ્રકારનાં અનાચરણ કરતો રહે છે અને એ દ્વારા અનેક જીવોને સ્થૂળ તથા સૂક્ષમ રીતે દૂભવી વિવિધ પાપકર્મનાં બંધન કરી, હિંસાચારમાં રમતો રહે છે. પરિણામે પોતે દુઃખી થાય છે અને બીજાને દુઃખી કરે છે. પરંતુ સાચી સમજણ આવતાં અને સાચું લક્ષ બંધાતા જીવનો ઐહિક લોભ જેમ જેમ છૂટતો જાય છે; સ્વરૂપમાં સ્થિર રહેવાના ભાવ કેળવતો જાય છે તેમ તેમ તેના અનાચાર લુપ્ત થતા જાય છે, અન્ય જીવો સાથેના અણબનાવ ઘટતા જાય છે, જેના પરિણામે તે જીવ અહિંસાચારી બની સ્વાર કલ્યાણની સાધનામાં અગ્રેસર થઈ શકે છે.
આમ ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાયો તૂટતાં ચાર ઉત્તમ ગુણો આત્મામાં ખીલતા જાય છે. ત્યારે શ્રી દશવૈકાલિક સૂત્રના પહેલા અધ્યયનના પહેલા શ્લોકમાં જણાવ્યું છે કે “અહિંસા, સંયમ અને પરૂપ ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે” તેનો “અહિંસા એ ઉત્કૃષ્ટ મંગલ છે” એ વિભાગની યથાર્થતા સ્પષ્ટ થાય છે.
સંક્ષેપમાં કહીએ તો અહિંસાથી સ્વપરની હિંસા અટકે છે. અન્ય સાથે શુધ્ધ મૈત્રીભાવ વિકસતાં પરહિંસાથી જીવ બચતો જાય છે. કષાયો તૂટતાં બીજા જીવોની થતી દૂભવણી અટકે છે, તેથી તેઓ અહિંસાચારીના નિમિત્તથી શાતા અને સુખ વેદે છે. એ જ પ્રમાણે કષાયો શાંત થતાં જીવની નવા કર્મો ઉપાર્જવાની માત્રા ઘટતી જાય છે. પરિણામે આત્મા વિશેષ વિશેષ શુધ્ધ થતો જાય છે, અને એ દ્વારા સ્વની દૂભવણી પણ ઘટતી જાય છે, સ્વરૂપ સન્મુખતા વધતી જાય છે. આ ગુણોની ખીલવણી દ્વારા
૧૫૨
Page #179
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
અશાતા તૂટી શાતા વર્ધમાન થાય છે અને તેના ઉપયોગથી સ્વપર કલ્યાણ ખીલતું જાય છે.
અહિંસાને પાળવામાં સ્થિર થતાં, જીવ સંયમ પાલન પ્રતિ વળે છે. પૂર્વ કાળમાં ભૌતિક સુખો મેળવવા માટે જીવ અન્યને દૂભવતાં લેશ માત્ર પણ અચકાતો ન હતો, તેમાંથી પાછો વળી આત્માના ગુણોના આધારે તે અન્ય જીવોને દૂભવતાં ખચકાટ અનુભવતો થાય છે. કારણ કે તેને શ્રી સદ્ગુરુના આશ્રયે સમજાયું હોય છે કે અન્યની દૂભવણી કરવાથી મુખ્યતાએ પોતાની જ દૂભવણી થાય છે અને ક્ષણિક ભૌતિક સુખ પાછળ દોડવાથી આત્માને શાશ્વત સુખથી વંચિત થવું પડે છે. તેથી તે સ્વપરનાં સુખનો નાશ કરે તેવાં કાર્યથી વિરમતો જાય છે. અને આ વિરમવું એ જ સંયમ કહી શકાય. સંયમ ધર્મને સમજવા માટે આશ્રવ, સંવર તથા નિર્જરા એ ત્રણ ભાવના અને ઉત્તમ સત્ય તથા ઉત્તમ સંયમ એ બે આત્મગુણો સમજવા હિતકર છે, જેના થકી સંયમરૂપ ધર્મ કેવી રીતે છે તે સ્પષ્ટ થાય છે.
આશ્રવ ભાવના આ સંસાર અનંત દુઃખ અને ક્લેશનો ભંડાર છે. ઝેરનું ઉત્પત્તિસ્થાન જેમ સર્પ છે તેમ સંસારનું ઉત્પત્તિસ્થાન આશ્રવ છે. સંસારનાં ક્ષણિક સુખોમાં રાચતો જીવ વિભાવભાવ કરી મન, વચન અને કાયાના યોગના સાધનથી શુભાશુભ કર્મનો આશ્રવ કરે છે. મૈત્રી વગેરે શુભભાવથી વાસિત ચિત્ત પ્રાણીને શુભ કર્મ બંધાવે છે અને વિષયકષાયથી આર્ત થયેલું ચિત્ત પ્રાણીને અશુભ કર્મ બંધાવે છે. શુભાશુભ વિભાવભાવમાં રમતો જીવ તેને અનુરૂપ વેશ્યાએ પ્રવર્તે છે, અને જે પ્રકારની શુભાશુભ લેશ્યા હોય તેનાં સંબંધિત કર્મપુગલો પ્રાણી આશ્રવે છે અર્થાત્ સ્વીકારે છે.
કર્મ અનંત પ્રકારનાં છે. તેમાં મુખ્યતાએ આઠ કર્મો શ્રી ભગવાને વર્ણવ્યા છે. જીવનાં જ્ઞાનને આવરણ કરે તે જ્ઞાનાવરણ અને દર્શનને આવરણ કરે તે દર્શનાવરણ કર્મ કહેવાય છે. જ્ઞાનદર્શનના સંબંધમાં જ્ઞાનદર્શનવાળાઓ પ્રત્યે અને જ્ઞાનદર્શન ઉત્પન્ન કરવાના હેતુઓમાં જે વિધ્ન, નિદ્ભવ, પિશુનતા, અશાતના, ઘાત તથા
૧૫૩
Page #180
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
મત્સર કરવાં તે જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મ બાંધવાના હેતુભૂત આશ્રવ છે. પરમાં સુખબુદ્ધિ કરવાથી અને તે સુખબુદ્ધિ પોષવા એક થી ચાર ઇન્દ્રિય જીવોનો ઘાત કરવાથી અનુક્રમે જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ કર્મ બંધાય છે.
દેવપૂજા, ગુરુસેવા, પાત્રદાન, દયા, ક્ષમા, સરાગસંયમ, દેશવિરતિ, અકામ નિર્જરા, શૌચ, બાલતા આદિ શાતાવેદનીય બંધાવનાર આશ્રવ છે. પોતાને અથવા પરને કે બંનેને દુ:ખ, શોક, વધ, તાપ, આક્રંદ, વિલાપ કે અન્ય કષ્ટ ઉત્પન્ન કરવાં કે કરાવવાં તે અશાતા વેદનીય કર્મ બાંધવાના કારણો છે.
સદૈવ, સત્કર્મ અને સદ્ગુરુના અવર્ણવાદ બોલવા, તીવ્ર મિથ્યાત્વનાં પરિણામ કરવાં, સર્વજ્ઞ તથા સિધ્ધ ભગવાનની અમાન્યતા કરવી, ધાર્મિક જીવોને દૂષણ આપવું, ઉન્માર્ગે ચાલવાનો ઉપદેશ કરવો, અસંયતિની પૂજા કરવી, સદ્ગુરુ આદિની અવજ્ઞા કરવી વગેરે દર્શન મોહનીય બાંધવાના આશ્રવો છે. કષાયના ઉદયથી આત્માનાં તીવ્ર પરિણામ થવાં તે ચારિત્ર મોહનીય બાંધવાના આશ્રવ છે. મશ્કરી, ઉપહાસ વગેરે હાસ્ય મોહનીયના આશ્રવો છે. અનેક સ્થળો જોવાના ભાવ કરવા, અનેક પ્રકારે ખેલવું રમવું વગેરે બીજાના ચિત્તને આકર્ષવાનાં કાર્યો પતિ મોહનીયના આશ્રવ છે. અસૂયા કરવી, પાપ કરવાની વૃત્તિ, બીજાના આનંદનો નાશ કરવો, વગેરે અરતિ મોહનીયના આશ્રવો છે. બીજાને ભય પમાડવો, ત્રાસ ઉપજાવવો, નિર્દય થવું વગેરે ભય મોહનીયના આશ્રવો છે. પોતે શોક ઉત્પન્ન કરી શોચ કરવો, બીજાને કરાવવો અને રુદન કરવામાં આસક્તિ રાખવી તે શોક મોહનીયના આશ્રવો છે. ચતુર્વિધ સંઘના અવર્ણવાદ બોલવા, તેમનો તિરસ્કાર કરવો, સદાચારની નિંદા કરવી વગેરે જુગુપ્સા મોહના આશ્રવો છે. ઇર્ષા, વિષયોમાં લોલુપતા, અતિવક્રતા, મૃષાવાદ, વગેરે સ્ત્રીવેદ બાંધવાના કારણો છે. અનિષ્ફળ સ્વભાવ, મંદ કષાય, અવક્રાચાર, શીલ પાલન વગેરે પુરુષવેદ બાંધવાના કારણો છે. સ્ત્રી પુરુષ ઊભયની સ્પર્શચુંબનાદિ અનંગ સેવા, ઉગ્ન કષાય, તીવ્ર કામેચ્છા, પાખંડ વગેરે નપુંસકવેદ બાંધવાનાં કારણો છે. સુસાધુની નિંદા કરવી, ધર્મ કર્તાને વિપ્ન કરવા, અવિરતિ પુરુષોની પાસે અવિરતિની પ્રશંસા કરવી, ચારિત્રને દૂષણ આપવું,
૧૫૪
Page #181
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
બીજાના કષાય તથા નોકષાયને ઉદીપ્ત કરવા વગેરે ચારિત્રમોહ બાંધવાના સામાન્ય આશ્રવો છે.
પંચેન્દ્રિયનો વધ, ઘણો આરંભ સમારંભ, માંસ મદિરા ભક્ષણ, રૌદ્રધ્યાન, સ્થિર વરબુદ્ધિ, અનંતાનુબંધી કષાય, કૃષ્ણ, નીલ તથા કાપાત લેશ્યા, અસત્ય ભાષણ વગેરે નરકગતિનું આયુષ્ય બાંધવાના આશ્રવો છે. ઉન્માર્ગે ચાલવાની સલાહ, આર્તધ્યાન, શલ્યસહિતપણું, માયાકપટ, આરંભ પરિગ્રહ, શીલમાં શિથિલતા, નીલ કાપોત લેશ્યા વગેરે તિર્યંચ ગતિનું આયુષ્ય બાંધવા માટેનાં નિમિત્તો છે. અલ્પ આરંભ પરિગ્રહ, સ્વાભાવિક કોમળતા તથા સરળતા, કાપોત અને પીત લેશ્યા, ધર્મધ્યાનનો અનુરાગ, દાન આપવું, દેવગુરુનું પૂજન, લોકસમૂહમાં મધ્યસ્થપણું એ મનુષ્ય ગતિનું આયુષ્ય બાંધવાનાં આશ્રવો છે. સરાગ સંયમ, અકામ નિર્જરા, ધર્મશ્રવણ કરવાનું શીલ, પાત્રદાન, રત્નત્રયની આરાધના, પીત અને પદ્મ લેશ્યાની મૃત્યકાળે પરિણતિ, બાલતપ, અવ્યક્ત સામાયિકપણું એ દેવગતિનું આયુષ્ય બાંધવાના કારણો છે.
મનવચનકાયાની વક્રતા, માયા આચરવી, ચિત્ત ચપળ રાખવું, ખોટી સાક્ષી પૂરવી, કોઈનાં અંગોપાંગ કપાવવા-કાપવા, ખોટાં માપ, ખોટાં તોલ અને ખોટાં ત્રાજવાં બનાવવા-વાપરવા, અન્યની નિંદા, આત્મશ્લાધા, હિંસા, અસત્ય વચન, ચોરી, અબ્રહ્મચર્ય, મોટા પરિગ્રહ રાખવા, કઠોર અને માર્મિક વચન બોલવાં, આક્રોશ કરવો, દાવાનળ સળગાવવો, તીવ્ર કષાય કરવા, ચૈત્ય, ઉપાશ્રયાદિનો નાશ કરવો વગેરે વગેરે અશુભ ક્રિયાઓ અશુભ નામકર્મના આશ્રવો છે. આનાથી વિપરીત ક્રિયા, સંસારથી ભિરુતા, પ્રમાદનો નાશ, શાંતિ આદિ ગુણો, ધાર્મિક પુરુષોનાં દર્શન કરવા, તેમનો સત્કાર કરવો એ વગેરે ક્રિયા શુભનામ બાંધવાના આશ્રવો છે.
પરનિંદા, અવજ્ઞા ને ઉપહાસ, સદ્ગણોનો લોપ, દોષોનું કથન, સ્વપ્રશંસા, પોતાના દોષોનું આચ્છાદન, જાતિ વગેરેનો મદ કરવો એ નીચ ગોત્રના આશ્રવો છે. મદરહિત થવું, મન વચન કાયાથી વિનયી થવું અને નીચ ગોત્રના કારણોથી વિપરીતતા તે ઉચ્ચ ગોત્રના આશ્રવો છે.
૧૫૫.
Page #182
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
દાન, લાભ, વીર્ય, ભોગ ઉપભોગમાં સકારણ કે અકારણ પ૨ને વિઘ્ન કરવું તે અંતરાય કર્મના આશ્રવો છે.
જ્યાં સુધી જીવ વિભાવભાવમાં વર્ત્યા કરે છે ત્યાં સુધી ઉપર જણાવેલાં કારણો અનુસાર આયુષ્ય વર્જિત સાત કર્મ સતત બાંધતો રહે છે, અને જીવનકાળ દરમ્યાન એક વખત આયુષ્યનો બંધ કરે છે ત્યારે એક સાથે આઠે કર્મનો બંધ કરે છે. તેવી જ રીતે તે આઠે કર્મ સતત ભોગવતો પણ રહે છે. આઠે કર્મ બાંધતાં બાંધતાં તેનું પૂર્વ કર્મ ભોગવવાને અર્થે સંસાર પરિભ્રમણ સતત ચાલ્યા કરે છે. પૂર્વે બાંધેલાં કર્મને ભોગવીને નિવૃત્ત કરવાં અને ભોગવતાં ભોગવતાં નવાં કર્મ ઉપાર્જન કરતાં જવાં એ સંસારી જીવોનો ક્રમ છે.
આ ક્રમ ત્યાં સુધી ચાલ્યા કરે છે જ્યાં સુધી જીવ સદ્ગુરુના આશ્રયે જઈ અકામ નિર્જરાને સકામ નિર્જરારૂપ બનાવી ધર્મ આરાધક થતો નથી. સાચા અર્થમાં ધર્મારાધક થતાંની સાથે જ તેનાં કર્મના આશ્રવનો જથ્થો ઘટતો જાય છે અને કર્મ કાઢવાનો જથ્થો વધતો જાય છે જેને અનુક્રમે સંવર તથા નિર્જરા તરીકે ઓળખવામાં આવે છે.
સંવર ભાવના
આત્માના વિભાવભાવને કારણે જે કર્મોનું આત્માના પ્રદેશ પર આવવું થાય છે તેને આશ્રવ કહે છે. આ આશ્રવને રોકવો, તેનો નિરોધ કરવો એટલે સંવર. આવતાં કર્મ પરમાણુઓને વિભાવ ત્યાગી રોકવા તે સંવ. આ સંવર બે પ્રકારે છેઃ દ્રવ્યસંવર અને ભાવસંવ૨. જે કર્મ પુદ્ગલના ગ્રહણનો છેદ કરે તે દ્રવ્યસંવર, અને જેમાં સંસારહેતુ ક્રિયાનો ત્યાગ થાય તે ભાવસંવર કહેવાય છે. જે ઉપાયથી આશ્રવનો નિરોધ થાય તે ઉપાયો યોજવા યોગ્ય છે. ક્ષમાથી ક્રોધનો, કોમળતાથી માનનો, સરળતાથી માયાનો, અને નિસ્પૃહતાથી લોભનો નિરોધ કરવો ઘટિત છે. ત્રણ ગુપ્તિથી ત્રણ યોગ વશ થાય છે. અપ્રમાદથી પ્રમાદને જીતવો, અવિરતિને સાવદ્યયોગથી છોડવી. જેમ કોઈ વહાણના મધ્યભાગમાં છિદ્રો પડેલા હોય તો તેમાંથી જળ પેસી જાય છે, અને વહાણ
૧૫૬
Page #183
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
ડૂબે છે, પણ તે છિદ્રો છાંદી દીધા હોય તો તેમાં જરાપણ જળ પેસી શકતું નથી, અને વહાણ તરતું રહે છે, તેવી રીતે યોગાદિ આશ્રવદ્વારોનું સર્વપ્રકારે રુંધન કરવાથી, સંવરથી શોભતા જીવમાં કર્મદ્રવ્ય પ્રવેશી શકતાં નથી. ચડતાં ચડતાં ગુણસ્થાને જેનો જેનો સંવર થાય છે તે તે નામે તે સંવર ઓળખાય છે. મિથ્યાત્વનો ઉદય બંધ થવાથી જે સંવર થાય છે તે મિથ્યાત્વસંવર કહેવાય છે. વિરતિ ગુણસ્થાને જે સંવર થાય છે તે અવિરતિસંવર કહેવાય છે. અપ્રમત્તસંયત આદિ ગુણસ્થાને જે સંવર થાય છે તે પ્રમાદસંવર કહેવાય છે. ઉપશાંતમોહ અને ક્ષીણમોહ ગુણસ્થાને કષાયનો સંવર થવાથી તે કષાયસંવર કહેવાય છે. ત્યારે અયોગીકેવળી નામક ચૌદમા ગુણસ્થાને યોગસંવ૨ પૂર્ણપણે થાય છે. સન્મતિયુક્ત મનુષ્ય આ પ્રમાણે સંવરયુક્ત થઈ સંસારના અંતને પામે છે.
નિર્જરા ભાવના
આ અપાર સંસાર સ્વયંભૂરમણ સમુદ્ર જેવો છે, તેમાં પ્રાણી કર્મરૂપી ઉર્મિઓથી ઊંચે, નીચે અને તિતિલોકમાં ભમ્યા કરે છે. પવનથી જેમ સ્વેદબિંદુ અને ઔષધિથી જેમ રસ ઝરી જાય છે, તેમ નિર્જરા વડે આઠે કર્મો ઝરી જાય છે. સંસારનાં બીજથી ભરેલાં એવાં કર્મોને આત્માના પ્રદેશ પરથી ખેરવવાં તેનું નામ નિર્જરા કહેવાય છે. સામાન્યપણે કર્મનો આશ્રવ જીવને થયા કરે છે, તેને રોકવો તે સંવર. સંવરથી નવાં કર્મો આવતાં અટકે છે પણ પૂર્વ કાળમાં ભેગાં કરેલાં કર્મો આત્મપ્રદેશથી ખેરવવાં માટે જે પ્રવૃત્તિ થાય છે તે નિર્જરા છે.
નિર્જરા બે પ્રકારે છે, અકામ અને સકામ. જેમ જેમ કર્મ ઉદયમાં આવે, ભોગવાઈને ખરી જાય એ નિર્જરાનો પ્રકાર અકામ નિર્જરા તરીકે ઓળખાય છે. તેમાં કર્મબધ્ધ જીવ કર્મ ખેરવવા માટે કોઈ વિશેષ પ્રવૃત્તિ કરતો નથી, અને જૂનાં કર્મ ભોગવતાં વિભાવભાવ કરી નવાં કર્મ ઉપાર્જન કરે છે. આ પ્રકારની નિર્જરા એકેંદ્રિયથી શરૂ કરી સંજ્ઞી પંચેન્દ્રિય સુધીના સર્વ જીવોને હોય છે. સકામ નિર્જરા એટલે કર્મબધ્ધ જીવ પૂર્વે સંચિત કરેલાં કર્મોને ત્વરાથી ઉદયમાં લાવીને અથવા
૧૫૭
Page #184
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
ઉદયમાં આવતાં પહેલાં જ એ કર્મોને ખેરવવાનો સભાન પુરુષાર્થ કરે છે અને તે દ્વારા કર્મ છોડે છે તે. આવી સકામ નિર્જરા માત્ર સંજ્ઞીપંચેન્દ્રિય જીવોને જ હોય છે. તેઓ યમ, નિયમ, સંયમ તથા તપશ્ચરણનાં સાધનનો આશ્રય કરીને સકામ નિર્જરા કરી શકે છે. આમ કર્મોની પરિપક્વતા ફળની પેઠે પ્રયત્નથી અથવા સ્વયમેવ એમ બે પ્રકારે થાય છે. જેમ સુવર્ણ દોષવાળું હોય પણ પ્રદીપ્ત અગ્નિવડે શુધ્ધ થાય છે, તેમ તપાગ્નિ વડે સદોષ જીવ પણ શુદ્ધિને પામે છે. તપ બાર પ્રકારે છે, જેના બે મુખ્ય ફાંટા છે. અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા એ છ બાહ્યતા અને પ્રાયશ્ચિત્ત, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, વિનય, વ્યુત્સર્ગ અને ધ્યાન એ છ આંતરતા અથવા અત્યંતર તપ. આ તપ દ્વારા નિયમધારી પુરુષ પૂર્વ સંચિત કર્મો ક્ષય કરે છે. નિર્જરા માટે બાહ્યતપ કરતાં આંતરતા વિશેષ ઉપકારી છે. તેમાં પણ ધ્યાન તપ શ્રેષ્ઠ છે. ધ્યાનથી ચિરકાળથી ઉપાર્જન કરેલાં અને ઘણાં પ્રબળ કર્મો પણ તત્કાળ નિર્જરી જાય છે. આંતરતપને બાહ્યતપથી વેગ જરૂર મળે છે.
જેમ સરોવરમાં પાણી આવવાનાં કારને ઉપાયોથી બંધ કર્યું હોય તો તે નવા જલપ્રવાહથી પૂરાતું નથી, તે પ્રમાણે આશ્રવદ્વારનો રોધ કરવાથી નવાં નવાં કર્મો વડે જીવ આચ્છાદાતો નથી. પછી જેમ પૂર્વે સંચિત કરેલું સરોવરનું જળ સૂર્યના પ્રચંડ કિરણોથી સૂકાઈ જાય છે, તેમ પૂર્વે બાંધેલાં પ્રાણીઓનાં કર્મ પણ તપશ્ચર્યાના તાપથી તત્કાળ ક્ષય પામી જાય છે. જ્યારે સંવર અને નિર્જરા પ્રતિક્ષણે સમર્થપણે ઉત્કર્ષ પામે છે ત્યારે તે જરૂર મોક્ષને ઉત્પન્ન કરે છે.
આ પ્રકારે આશ્રવ, સંવર અને નિર્જરા એ ત્રણ ભાવનાને સમજી, તેનો યથાર્થ સમન્વય કરી જીવ મોક્ષમાર્ગમાં આગળ વધે છે, તે દ્વારા પહેલી જ ભાવનાના આધારે તેણે જે સંસારનું સ્વરૂપ જાણ્યું અને અનુભવ્યું હતું, તે સ્મૃતિમાં રાખી સંસારક્ષયનો પુરુષાર્થ થાય છે. આ પુરુષાર્થને વેગ આપવા તે જીવ ઉત્તમ સત્ય અને ઉત્તમ સંયમ એ બે આત્મધર્મનો આશ્રય કરી કેવી રીતે સફળ થાય છે તે જોઇએ.
૧૫૮
Page #185
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
ઉત્તમ સત્ય
સામાન્યપણે ઉત્તમ સત્યની વાત કરવામાં આવે છે ત્યારે મોટેભાગે સત્યવચનને જ સત્યધર્મ ગણી લેવામાં આવે છે, અને સત્યવચનનાં ગુણગાન કરવામાં આવે છે. પણ ઊંડાણથી વિચારતાં એ બંને વચ્ચેની ભિન્નતા સ્પષ્ટ થાય છે.
જિનાગમમાં સત્યવચનને વ્યવહારથી સત્યધર્મ કહે છે, તેનું પણ મહત્ત્વ છે, ઉપયોગીતા છે. પણ જ્યારે નિશ્ચયથી વિચાર કરીએ છીએ ત્યારે સત્યવચન અને સત્યધર્મ વચ્ચેનો ભેદ સ્પષ્ટ થાય છે. અહીં સત્યધર્મ એટલે આત્માના ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ જેવા અતિ ઉપકારી આત્મધર્મની વાત છે, તેના એક વિભાગનો નહિ એ સ્પષ્ટ કરવું યોગ્ય છે.
જ્યારે સત્યની શોધ, સત્યની ઉપાસનાની વાત કરવામાં આવે છે ત્યારે નિશ્ચિતપણે સત્યવચનની શોધની વાત નથી હોતી, પણ કોઈ એવા મહત્ત્વપૂર્ણ અવ્યક્ત સત્યની વાત હોય છે કે જે ઉપાસ્ય હોય, આશ્રય કરવા યોગ્ય હોય. અધ્યાત્મ શ્રેષ્ઠીઓનું ઉપાસ્ય અને આશ્રયદાતા સત્ય માત્ર વચનરૂપ હોઈ શકે નહિ. જેના આશ્રયે ધર્મ પ્રગટ થાય, જે અનંત સુખશાંતિનો આશ્રય બની શકે એવું સત્ય મહાન ચેતનતત્ત્વ જ હોય, એ વાણીવિલાસ પૂરતું મર્યાદિત હોય નહિ.
આચાર્યોએ વાણીની સત્યતા અને સંયમ પરત્વે ખૂબ વિચાર કરેલો છે, અને તેને સત્યધર્મથી પૃથક રાખેલ છે. વાણીની સત્યતા તેમણે ચાર ભાગમાં જણાવી છે. (૧) સત્યાણુવ્રત – મુખ્યપણે સ્થૂળ જૂઠ બોલવું કે આચરવું નહિ. (૨) સત્યમહાવ્રત – સૂક્ષ્મપણે પણ જૂઠનો આશ્રય કરવો નહિ. (૩) ભાષા સિમિત સત્ય પણ કઠોર, અપ્રિય, અસીમ ન બોલતાં હિત-મિત અને પ્રિય બોલવું. (૪) વચનગુપ્તિ – અનિવાર્યતા વિના બોલવું જ નહિ. આમ અહીં અસ્તિ-નાસ્તિ (બોલવું અને ન બોલવું) એ વાણીનાં બંને રૂપને સમાવ્યાં છે.
અણુવ્રત ગૃહસ્થોને જ હોય છે; મહાવ્રત મુનિઓને જ હોય છે, ભાષાસિમિત અને વચનગુપ્તિ પણ મુનિઓને જ હોય છે ગૃહસ્થને નહિ. આમાંની એકપણ
૧૫૯
Page #186
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
સત્યતાનું વ્રત સિદ્ધપ્રભુને હોતું નથી, અવિરતસમ્યષ્ટિને પણ નહિ. જ્યારે સત્યધર્મ પોતપોતાની ભૂમિકા અનુસાર અવિરત સમ્યક્દષ્ટિથી શરૂ કરી સિધ્ધાત્મા સુધીના સર્વને હોય છે. એ સ્પષ્ટ કરે છે કે સત્યધર્મ એ આત્માનો ધર્મ છે. આ સત્યધર્મને સમજવો કઈ રીતે ?
આ ધર્મ એકેંદ્રિયથી સંજ્ઞી પંચેન્દ્રિય સુધીના સર્વ મિથ્યાદષ્ટિમાં પ્રવર્તતો નથી, અને સભ્યષ્ટિથી શરૂ કરી સિદ્ધ પ્રભુ સુધીના સર્વ સમ્યક્દષ્ટ આત્માઓમાં પોતપોતાની ભૂમિકા અનુસાર જોવામાં આવે છે. દ્રવ્યનું લક્ષણ સત્ છે. આત્મા પણ દ્રવ્ય છે, ત્રિકાળ રહેવાવાળો છે તેથી તે સત્વભાવી છે. સત્વભાવી આત્માના આશ્રયે આત્મામાં જે શાંતિરૂપ વીતરાગ પરિણતિ ઉત્પન્ન થાય છે એને નિશ્ચયથી સત્યધર્મ કહે છે. આ ધર્મ મિથ્યાત્વના અભાવ વિના સત્ય થઈ શકતો નથી, તેથી આત્માનુભૂતિ અને આત્મવસ્તુની સાચી સમજ મેળવ્યા પછી જ તેની પ્રાપ્તિ, વૃદ્ધિ અને સંવૃદ્ધિ થાય છે. આમ ઉત્તમ સત્ય એટલે સમ્યક્ દર્શન અને સમ્યક્શાન સહિતનો વીતરાગભાવ, અર્થાત્ સાચી શ્રધ્ધા અને સાચી સમજપૂર્વક ઉત્પન્ન થતી વીતરાગ પરિણિત એ જ નિશ્ચયથી ઉત્તમ સત્યધર્મ છે.
શ્રી કુંદકુંદાચાર્યે નિયમસારમાં લખ્યું છે કે, “શુભાશુભ વચનરચના અને રાગાદિ ભાવોનું નિવારણ કરીને જે આત્માને ધ્યાવે છે, તેને નિયમથી (નિશ્ચિતપણે) નિયમ હોય છે.”
નિયમ એટલે ચારિત્ર. શ્રી કુંદકુંદાચાર્યે ચારિત્રરૂપ ધર્મને વાણી અને રાગાદિ ભાવોના અભાવરૂપ કહ્યો છે. સત્યધર્મ એ ચારિત્રનો એક ભેદ હોવાથી તે પણ વાણી અને રાગાદિ ભાવોના અભાવરૂપ હોવો જોઈએ.
સત્ એટલે જેની સત્તા છે તે. જે પદાર્થની જે સ્વરૂપે સત્તા છે તેને તેવો જ જાણવો એ સત્યજ્ઞાન છે, તેવો જ માનવો એ સત્ય શ્રધ્ધાન છે, તેવો જ કહેવો એ સત્યવચન છે, અને આત્મસ્વરૂપનાં સત્યશ્રધ્ધાન-જ્ઞાનપૂર્વક વીતરાગભાવની ઉત્પત્તિ થવી એ સત્યધર્મ છે.
૧૬૦
Page #187
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
અસત્ની સત્તા એ સાપેક્ષ છે. જીવનો અજીવમાં અભાવ છે, અને અજીવનો જીવમાં અભાવ છે અર્થાત્ જીવાજીવ એકબીજાની અપેક્ષાએ અસત્ છે. તેઓ સ્વચતુષ્ટયની અપેક્ષાએ સત્ અને પરચતુષ્ટયની અપેક્ષાએ અસત્ છે. કોઈને લાગે કે જગતમાં તો અસત્ય જ ફેલાયેલું છે, સત્ય નજરે પડતું નથી. પણ વિચારતાં સમજાશે કે એ વાત સત્ય નથી. જેની લોકમાં સત્તા હોય તે સત્ય.
ઉદાહરણથી વિચારીએ. “આ ઘટ છે” એમ કહેતાં તેમાં ત્રણ પ્રકારની સત્તા સમજાય છે. ઘટ નામના પદાર્થની સત્તા (અસ્તિત્વ) છે, ઘટને જાણનાર જ્ઞાનની સત્તા છે અને ‘ઘટ' શબ્દની પણ સત્તા છે. એ જ રીતે ‘પટ'ની પણ ત્રિવિધ સત્તા રહેલી છે. જેમની સત્તા છે તે સત્ય છે. એ ત્રણેનો સુમેળ હોય તો જ્ઞાન, વાણી અને પદાર્થ ત્રણે સત્ય છે. પણ જ્યારે તે ત્રણેનો સુમેળ ન હોય ત્યારે તેમાંથી અસત્ય નીપજે છે. ‘પટ’ શબ્દ દ્વારા ‘ઘટ’નો સંકેત કરવામાં આવે તો વાણી અસત્ય ઠરે છે. એ જ રીતે ‘ઘટ’ને ‘પટ’ સ્વરૂપે જાણીએ તો જ્ઞાન અસત્ય ઠરે છે, અને પદાર્થ તો પોતાનાં સ્વરૂપથી સત્ અને પરનાં સ્વરૂપથી અસત્ છે. આ પરથી ફિલત થાય છે કે અસત્ય વસ્તુમાં નથી, એ તો એને જાણવાવાળા જ્ઞાનમાં, માનવાવાળી શ્રધ્ધામાં અને કહેવાવાળી વાણીમાં રહેલું છે. તે પરથી સમજાશે કે અજ્ઞાનીઓનાં જ્ઞાન, શ્રધ્ધાન અને વાણી સિવાય આખા લોકમાં અસત્યની સત્તા નથી, સર્વત્ર સત્યનું સામ્રાજ્ય છે.
સત્ય તો સત્ય સ્વરૂપ જ છે, એને યથાર્થ જાણવાનું અને માનવાનું છે. આત્મસત્યને પ્રાપ્ત કરી રાગદ્વેષનો અભાવ કરીને વીતરાગતાની પરિણતિ મેળવવી એ જ સત્યધર્મ છે. વસ્તુ જેવી છે તેવી જાણવાનું નામ સત્ય છે, તેને ભલીબૂરી જાણવાનું નામ સત્ય નથી. વસ્તુમાં ભલાબૂરાનો ભેદ કરવો તે રાગદ્વેષ છે. જ્ઞાનનું કાર્ય જે જેમ છે તેમ જાણવું. વસ્તુમાં અસત્ય પ્રવેશતું નથી, પ્રવેશ વાણી અને સમજમાં થાય છે. તેથી જ્યાં દોષ થયો છે ત્યાંથી દોષને દૂર કરવો જોઇએ. મુખ પરના ડાઘ દર્પણમાં દેખાય તો દર્પણનો દોષ નથી, મુખ પરથી ડાઘ દૂર થાય તો જ ડાઘરહિત મુખ દર્પણમાં દેખાય.
૧૬૧
Page #188
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
મુક્તિમાર્ગમાં સત્ય બોલવું અનિવાર્ય નથી, પણ સત્ય જાણવું અને સત્ય શ્રધ્ધવું અને આત્મસત્યના આશ્રયથી ઉત્પન્ન વીતરાગ પરિણતિરૂપ સત્યધર્મ પ્રાપ્ત કરવો એ જરૂરી છે. કેમકે બોલ્યા વિના મોક્ષ લઇ શકાય પણ જાણ્યા વિના, શ્રદ્ધયા વિના, તે રૂપ પરિણતિ કર્યા વિના મોક્ષ થઈ શકતો નથી.
ઉત્તમ સંયમ સંયમ એટલે ઉપયોગને પરપદાર્થથી ખસેડી લઈ આત્મસન્મુખ કરવો; પોતાનામાં જોડવો, પોતાનામાં એકાગ્ર કરવો. ઉપયોગની સ્વલીનતા એ નિશ્ચયથી સંયમ છે. અથવા પાંચ મહાવ્રત, પાંચ સમિતિનું પાલન, ક્રોધાદિ ચાર કષાયનો નિગ્રહ કરવો અને મન, વચન, કાયરૂપ ત્રણ દંડનો ત્યાગ કરવો અર્થાત્ ત્રણ ગુપ્તિ ધારણ કરવી એ સત્તરભેદે સંયમ છે.
સંયમ સાથે જોડેલો ‘ઉત્તમ’ શબ્દ સમ્મદર્શનના સદ્ભાવનો સૂચક છે. જેમ બીજ વિના વૃક્ષની ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ, ફલાગમ સંભવિત નથી, તેમ સમ્યક્દર્શન વિના સંયમની ઉત્પત્તિ, સ્થિતિ, વૃધ્ધિ, ફલાગમ શક્ય નથી. સંયમ સમ્યકત્વ સાથે અવિનાભાવી સંબંધ ધરાવે છે. દુ:ખોથી છૂટવાનો સત્ય ઉપાય સમ્યક્દર્શન સહિત સંયમ પાળવાનો છે.
સંયમ એ મહામૂલું રત્ન છે. એને લૂંટવા માટે પંચેન્દ્રિયના વિષયકષાયરૂપી ચોર નિરંતર ચારેબાજુ આંટા મારી રહ્યા છે. તે ચોરોનો પરાભવ કરી એ રત્ન ધારણ કરવાથી ભવોભવનાં બાંધેલા પાપ નાશ પામે છે. આ સંયમ સ્વર્ગ તથા નરકમાં તો છે જ નહિ, વળી પૂર્ણ સંયમ તો તિર્યંચગતિમાં પણ નથી. એકમાત્ર મનુષ્યજન્મ જ એવો છે જેમાં ઉત્તમ સંયમ ધારણ કરી શકાય છે.
આ સંયમ બે પ્રકારે છે. પ્રાણી સંયમ અને ઇન્દ્રિય સંયમ. છકાયના જીવોનો ઘાત અને ઘાતના ભાવોના ત્યાગને પ્રાણીસંયમ કહે છે અને પંચેન્દ્રિયો તથા મનના
૧૬૨
Page #189
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે વિષયોના ત્યાગને ઇન્દ્રિયસંયમ કહે છે. આ વિશે પંડિત ટોડરમલજી મોક્ષમાર્ગ પ્રકાશકમાં લખે છે કે,
“બાહ્ય ત્રસ સ્થાવરની હિંસા તથા ઇન્દ્રિય મનના વિષયોમાં પ્રવૃત્તિ તેને અવિરતિ જાણે છે, હિંસામાં પ્રમાદ પરિણતિ મૂળ છે અને વિષયસેવનમાં અભિલાષા મૂળ છે એનું અવલોકન કરતો નથી. તથા બાહ્ય ક્રોધાદિ કરવા એને કષાય જાણે છે, અભિપ્રાયમાં જે રાગદ્વેષ રહેલા છે એમને ઓળખતો નથી.”
જો બાહ્ય હિંસાત્યાગ અને ઇન્દ્રિયોના વિષયમાં અપ્રવૃત્તિ તેનું નામ સંયમ હોય તો પછી દેવગતિમાં પણ સંયમ હોવો ઘટે કેમકે બાર દેવલોકની ઉપર ગ્રેવયેકમાં તો ઉક્ત વાતોની પ્રવૃત્તિ સંયમી પુરુષો કરતાં પણ ઘણી ઓછી જોવામાં આવે છે. અનુત્તર વિમાનમાં તો અહમિન્દ્રોને પંચેન્દ્રિયના વિષયોની પ્રવૃત્તિ ખૂબ જ અલ્પ કે નહિવત્ જ હોય છે. આહાર જેવી વસ્તુની ઇચ્છા પણ ૩૩૦૦૦ વર્ષ સુધી તેમને થતી નથી, અને જ્યારે આહાર લેવાનો વિકલ્પ ઊઠે છે ત્યાં અમૃત વરસી તૃપ્તિ આપી દે છે. એ જ પ્રમાણે ઘ્રાણ, ચક્ષુ અને કર્મેન્દ્રિયના વિષયોમાં પણ પ્રવૃત્તિના અભાવ જેવું જ હોય છે. છકાયનાં જીવોની હિંસાનો પ્રસંગ પણ ત્યાં હોતો નથી, કેમકે તેમને શુક્લ લેશ્યા હોય છે. આવી લગભગની સ્થિતિ ચૈવયેકના મિથ્યાદષ્ટિ અનિંદ્રોમાં પણ જોવા મળે છે. આવી પાપપ્રવૃત્તિથી અળગા રહેનારા દેવો માટે પણ શાસ્ત્રકાર જણાવે છે કે આ દેવો અસંયમી છે.
ત્યારે બીજી બાજુ અણુવ્રતી શ્રાવકો જેમને સંયમ કહ્યો છે, તેઓ પંચેન્દ્રિયના વિષયો ભોગવતા દેખાય છે. ઉદા. સ્વદારાભોગ (સ્પર્શેન્દ્રિય), આહાર ગ્રહણ (રસના), સુગંધી દ્રવ્ય લેપન (ઘ્રાણેંદ્રિય), મનોરમ્ય દૃશ્યો નિહાળવા (ચક્ષુ), કર્ણપ્રિય સંગીત સાંભળવું (કર્ણેન્દ્રિય) ઇત્યાદિ. વળી તે શ્રાવકો ઉદ્યોગી, આરંભી ત્રસહિંસાથી બચવા પામતા નથી અને પ્રયોજનભૂત સ્થાવરહિંસા તો તેમને હોય જ છે.
૧૬૩
Page #190
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
જો વિષયોની બાહ્ય પ્રવૃત્તિના ત્યાગનું નામ જ સંયમ હોય તો પછી તે સંયમ દેવોમાં અવશ્ય હોવો જોઈએ, અને મનુષ્યો તથા તિર્યચોમાં તેની સંભાવના ઓછી હોવી જોઈએ. પણ જિનેશ્વર કથિત શાસ્ત્રાનુસાર સંયમ દેવોમાં નહિ પણ મનુષ્યોમાં હોય છે. તેથી સિદ્ધ થાય છે કે સંયમ એ બાહ્ય પ્રવૃત્તિનું નામ નથી, પણ આંતરિક વૃત્તિનું નામ છે. જે માનવમાં હોય છે, દેવામાં નથી. વસ્તુતઃ સંયમ એ સમ્યક્દર્શનપૂર્વક આત્માના આશ્રયે ઉત્પન્ન થતી પરમ પવિત્ર વીતરાગપરિણતિનું નામ છે. એ છઠ્ઠા ગુણસ્થાન અને તેથી ઉપરની અવસ્થાએ વસતા મુનિઓને અનંતાનુબંધી આદિ ત્રણ કષાયના અભાવમાં પ્રગટે છે. જ્યારે આ પરિણતિરૂપ ઉત્તમ સંયમ અંતરંગમાં પ્રગટ થાય છે ત્યારે તે જીવની બાહ્ય પરિણતિ પણ પંચેન્દ્રિયના વિષયો અને હિંસાદિ પાપોના ત્યાગરૂપ હોય છે. તેને વ્યવહારથી ઉત્તમ સંયમ ધર્મ કહે છે. આ અંતરંગ પરિણતિના અભાવમાં ગમે તેવો ઉગ્ર બાહ્યત્યાગ હોય તો પણ તે ઉત્તમ સંયમધર્મ નથી.
જીવને સ્વાનુભૂતિ જાગ્યા પછી, અંતરંગમાં પૂર્ણ શુધ્ધ થવાની જે બળવાન તમન્ના જાગે છે તેને કારણે એ પ્રાપ્તિમાં બાધાકારક નીવડતા સર્વ આચાર ત્યાગતો જાય છે. કર્મોના સંવર પર વિશેષ વિશેષ ભાર મૂકતો જાય છે. આ સંવર બીજી અપેક્ષાએ સત્તરભેદે સંયમ તરીકે ઓળખાય છે. તેને આત્માનુભૂતિ અને આત્મરમણતાની એવી તાલાવેલી લાગી હોય છે કે આત્મરમણતામાં લઇ જનાર સર્વ તત્ત્વને ઉપાસે છે અને તેનાથી વિમુખ કરનાર સર્વ તત્ત્વનો ત્યાગ કરતો જાય છે. આ આત્માને સ્વરૂપમાં જોડવાની જે લગની છે તે તેના આચાર વિચારને સંયમી કહેવડાવે છે. આવી સ્વરૂપલગનીનો અભાવ હોવાથી બાહ્યાચાર પ્રમાણે દેવોમાં હિંસાત્યાગ કે ઇન્દ્રિયના વિષયોની પ્રવૃત્તિ, અલ્પ હોવા છતાં દેવો સંયમી કહેવાતા નથી. તેમને કર્મોદયના કારણે કામભોગની પ્રવૃત્તિ અતિ મંદ હોય છે, નહિ કે ઇચ્છાપૂર્વક. જ્યારે મનુષ્યની કામભોગની પ્રવૃત્તિની મંદતા સમજપૂર્વક અને ઇચ્છાપૂર્વક હોય છે અને સાથે સાથે સ્વરૂપ પ્રાપ્તિની લગની હોય છે ત્યારે તે હિંસાત્યાગ અને ઇન્દ્રિયના વિષયભોગની મંદ પ્રવૃત્તિ સંયમ બને છે.
૧૬૪
Page #191
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
આ સંયમને શ્રી પ્રભુએ સત્તર ભેદે સમજાવ્યો છે. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ અને ચાર કષાયત્યાગ એ સત્તર ભેદ સંયમના જણાવ્યા છે.
અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રત, ઇર્યા, ભાષા, એષણા, આદાનપ્રદાન અને પ્રતિસ્થાપના એ પાંચ સમિતિ, મન, વચન, કાયાની ત્રણ ગુપ્તિ અને ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાયનો ત્યાગ એ સંયમ સ્થાનો છે.
જીવને જ્યારે શુધ્ધ થવાની તાલાવેલી લાગે છે ત્યારે સંસાર પરિભ્રમણ વધારનાર સર્વ કાર્યો કરવાં તેને બોજારૂપ લાગે છે. પૂર્વ કર્મની નિવૃત્તિ અર્થે તે ગૃહસ્થજીવન જીવે છે ખરો, પણ તેનું લક્ષ તો સર્વ પ્રકારે સંવર કરી આત્મસાધનામાં જ રહેવાનું રહે છે. આ ભાવનાના પરિપાકરૂપે જ્યારે તેને સાનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય છે ત્યારે તે સર્વસંગ પરિત્યાગ કરી પાંચ મહાવ્રતધારી થાય છે. અને પોતાના આત્માને નવીન કર્મબંધોથી રક્ષિત કરતો જાય છે.
આ મહાવ્રતોમાં અહિંસા વ્રત એ સૌથી પ્રથમ અને ઊંચું વ્રત છે. આ વ્રત ધારણ કરી જીવ આરંભમાં છકાયની ધૂળ રક્ષા કરે છે, પ્રાણત્યાગ થાય એવા વર્તનથી છૂટતો જાય છે, અને ક્રમે ક્રમે વિકાસ કરી ચૂળમાંથી સૂક્ષ્માતિસૂક્ષ્મ પ્રકારનાં હિંસાત્યાગ સુધી જાય છે. એ વખતે એકેંદ્રિયથી સંજ્ઞીપંચેન્દ્રિય સુધીના કોઈ પણ જીવની મન, વચન કે કાયાના યોગથી લેશ માત્ર દૂભવણી ન થાય, તેને અંશમાત્ર પણ દુ:ખ પહોંચે નહિ તેની કાળજી કરે છે. અને એમ કરી પોતાના આત્માને કર્મબંધથી બચાવે છે.
અહિંસા વ્રત સાથે સત્યવ્રત ધારણ કરે છે. આરંભમાં આ વ્રત પ્રમાણે તે જીવ આત્માને કલ્યાણરૂપ હોય, અને અન્ય જીવોને દુ:ખનું કારણ ન થાય તેવી રીતે વર્તના કરવાનો પુરુષાર્થ કરે છે. અંતમાં આ વ્રતના સૂક્ષ્માતિસૂક્ષ્મ પ્રકાર સુધી વિકાસ કરે છે. અને પોતાનાં સત્યપાલનને એટલું સંયમિત બનાવે છે કે પોતાને અલ્પાતિઅલ્પ કષાય અને કર્મબંધ થાય, સાથે સાથે અન્ય સંબંધિત જીવોને પણ તે કર્મબંધના ભારથી બચાવતો જાય છે.
૧૬૫
Page #192
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
ત્રીજું વ્રત તે અસ્તેય વ્રત પણ ગ્રહણ કરે છે. અસ્તેય એટલે કોઇ પણ અદત્ત વસ્તુ લેવી નહિ, નાની ધૂળની ચપટી પણ આજ્ઞા વિના રહણ ન કરવી, ત્યાંથી શરૂ કરી તેના સૂક્ષ્માતિસૂક્ષ્મ પ્રકાર સુધી વિકાસ કરે છે. કોઈ પણ વિભાવને કારણે આત્મા પુગલ પરમાણુઓ કર્મસ્વરૂપે ગ્રહણ કરે છે અને તેને અદત્તાદાન ગ્રહણ અથવા ચોરી કહી છે. પોતાના આત્માને સ્વભાવમાં રાખવા માટે એટલો પુરુષાર્થ કરે છે કે ઘાતી કર્મોના અલ્પાતિઅલ્પ બંધ થાય.
ચોથું મહાવત તે બ્રહ્મચર્ય વ્રત. આ વ્રતમાં જીવ સ્થૂળ મૈથુનથી સર્વ પ્રકારે વિરમે છે ત્યાંથી આરંભ થાય છે. અને સૂક્ષ્મતાએ વિચારતાં આત્મસ્વરૂપમાં સતત રમણતા કરવી અથવા સતત રમણતામાં જવાય તેવા પુરુષાર્થમાં રત રહેવું ત્યાં સુધીનો વિકાસ કરે છે. બ્રહ્મમાં ચરવું અર્થાત્ આત્મસ્વરૂપમાં રહેવું એ જ બ્રહ્મચર્ય છે. આ રીતે જીવ જ્યારે સ્વરૂપરમણતામાં એકાકાર થાય છે ત્યારે નવીન કર્મબંધ ભાગ્યે જ થાય છે અને જૂના કર્મબંધની સકામ નિર્જરા અસંખ્યગણી વધી જાય છે.
પાંચમું મહાવ્રત તે અપરિગ્રહવ્રત. જીવ સર્વસંગ પરિત્યાગ કરી મુનિજીવનનો આરંભ કરે છે ત્યારે ધન, વૈભવ, કુટુંબ આદિ ધૂળ પરિગ્રહનો સર્વથા ત્યાગ કરે છે. અને મુનિજીવનમાં રહ્યા રહ્યા ક્રોધ, માન, માયા અને લોભરૂપ કષાયથી નિષ્પન્ન થતો કર્મપુદ્ગલના ગ્રહણરૂપ આંતર પરિગ્રહ છોડવાનો પુરુષાર્થ આદરે છે. અને તે સર્વ પ્રકારનાં કર્મથી મુક્ત થઈ, પૂર્ણ શુધ્ધ થાય ત્યાં સુધી વિકાસ કરે છે.
આ પાંચ મહાવ્રત સ્થળ અને સૂક્ષ્મતાએ સમજાય છે ત્યારે તેમાં રહેલા અદ્ભુત વિકાસક્રમ આપણને આશ્ચર્યચકિત કરી દે છે. વ્રતના ક્રમમાં સૌ પ્રથમ અહિંસાવ્રત આવે છે. જીવ અનાદિકાળથી પરભાવમાં જ રમ્યા કર્યો છે, અને પરની દૂભવણી દ્વારા હિંસાને આચરી સ્વરૂપ વિમુખ થયો છે. આ ભૂલ જ્યાં સુધી સુધરે નહિ ત્યાં સુધી જીવનો વિકાસ થવો શક્ય બનતો નથી. અહિંસા પાલનથી તે અન્ય જીવોને દૂભવતો અટકે છે અને એ જીવો સાથેના મૈત્રીભાવને વિકસાવે છે. પરિણામે તે જીવો મિત્ર બનતાં પોતાનો આત્મા દુઃખની પીડાથી રક્ષાતો જાય છે.
૧૬૬
Page #193
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
પરપીડન ત્યાગને કારણે સ્વની સુખાનુભૂતિ આવતાં જીવ સત્ય શું છે તે સમજતાં અને આચરતાં શીખે છે. અનાદિકાળથી પરપદાર્થમાં જ સુખ છે એવી ભ્રમણામાં રાચતો જીવ સ્વનિષ્પન્ન સુખને ઓળખતાં શીખે છે, અને પરપદાર્થથી પોતાનાં ભિન્નપણાને સ્વીકારી સત્યદર્શન કરી સત્યવ્રતને આરાધવાનો અધિકારી થાય છે.
સત્યનું આરાધન શરૂ કરતાં જીવને અનુભૂતિ આવે છે કે અત્યાર સુધી પરપદાર્થના ગ્રહણત્યાગને જ જીવનનું ધ્યેય બનાવી વર્તન કરતો હતો તે અસત્ય હતું. સત્ય તો એ છે કે પરનું ગ્રહણ કરવું નહિ અને સ્વનું આરાધન છોડવું નહિ. આ સમજ ઊંડી બનતાં તેને લક્ષ થાય છે કે આ પરપ્રવૃત્તિના કારણે જે પોતાનું નથી એવાં ધન, વૈભવ, દાસ દાસી આદિ અચેત સચેત પરિગ્રહમાં મમતા સેવી હતી તે લોકની ચોરી છે, તે અનેક પ્રકારનાં કર્મબંધનું અને દુ:ખનું કારણ છે. તેથી બાહ્ય પરિગ્રહનાં મમતનો ત્યાગ કરી આંતરપરિગ્રહની મુચ્છ પણ છોડે છે. કર્મનાં નાનામાં નાનાં પરમાણુનાં ગ્રહણને અદત્તાદાન સમજી તે તેનાથી નિવૃત્ત થવા સતત પ્રયત્નવાન બને છે. આ કાર્ય જેમ જેમ વિશેષ વિશેષ વિવેકભર્યું અને સૂક્ષ્મ થતું જાય છે તેમ તેમ કર્મોનો જથ્થો આત્મપ્રદેશો પર આવતાં ઘટતો જાય છે. અર્થાત્ આશ્રવ તૂટતો જાય છે.
કર્માશ્રવ ઘટતાં આત્માની ચોખ્ખાઈ – શુધ્ધતા વધવા લાગે છે, અને કર્મભારનું દબાણ ઘટતાં તે સ્વરૂપરમણતા વધારી શકે છે. જે સ્વરૂપનો આસ્વાદ લીધો તેના આધારે વારંવાર તેમાં એકરૂપ થઈ જતાં શીખે છે. આ સ્વરૂપ સિદ્ધિમાં બાધારૂપ, કષાયથી ભરપૂર સ્થળ મૈથુનથી તો તે ચોથા વ્રતમાં સર્વથા વિરમે છે, આશ્રવ તોડે છે. અને સાથે સાથે પોતાનાં સ્વરૂપમાં એકરૂપતા કરવાથી પૂર્વ સંચિત કર્મોની નિર્જરા પણ તે ઘણી વધારે કરે છે. આમ બેવડા દોરે બ્રહ્મચર્ય વ્રતના આરાધનમાં જીવ કર્મથી નિવૃત્ત થતો જાય છે.
બહ્મમાં ચરવાથી, સ્વરૂપમાં એકાકાર થવાથી સંવર અને નિર્જરા એકસાથે બળવાનપણે થાય છે. અને તેનું પરિણામ યોગ્ય જ આવે છે. આરંભમાં ધૂળ પરિગ્રહથી વિરમનાર જીવ પુરુષાર્થને કારણે આંતરિક રીતે પણ અપરિગ્રહી થતો
૧૬૭
Page #194
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
જાય છે. કર્મરૂપ પરિગ્રહની અસંખ્યગમે નિર્જરા કરી તે શુધ્ધ, બુધ્ધ થાય છે, અને છેવટે મુક્ત પણ થાય છે.
આ ક્રમને ઊંડાણથી તપાસીએ તો સમજાય છે કે પહેલાં ત્રણ વ્રત આશ્રવ તોડવા માટે અને સંવર ગ્રહણ કરવા માટે છે. તેમાં આશ્રવ ક્ષયની અપેક્ષાએ નિર્જરા અલ્પ થાય છે, ત્યારે ચોથા વ્રતનાં પાલનથી આશ્રવ નહિવત્ થઈ જાય છે અને નિર્જરા અસંખ્યગણી થઈ જાય છે. પરિણામે પાંચમું વ્રત ‘અપરિગ્રહ વ્રત’ તેના શુધ્ધ અર્થમાં સાકાર થઈ શકે છે. આશ્રવ તોડયા વિના જ જો નિર્જરા કરવામાં આવે તો જીવનો વિકાસ થઈ શકે નહિ. તેની સત્યતા જીવનું અનાદિકાળનું પરિભ્રમણ પૂરવાર કરે છે, તેથી શ્રી પ્રભુએ મહાવ્રતનો ક્રમ બતાવ્યો છે. તેની યથાર્થતા સમજાતાં પ્રભુ પ્રતિના આપણા અહોભાવમાં ઘણો વધારો થાય છે. વળી પાંચમું વ્રત એ ચાર વ્રતની ફલશ્રુતિ સ્વરૂપ છે, તે પરથી સમજાય છે કે ૨૩મા તીર્થંકર ભગવાન સુધી કેમ ચાર મહાવ્રતનું પાલન સ્વીકારાયું હતું. ૨૪મા તીર્થંકરના સમયમાં સાધકો જડ અને વક્ર થયા હોવાથી તેમને વ્રતપાલનનાં પરિણામનું ભાન કરાવવા માટે જ પાંચમુ વ્રત ઉમેરાયું હોય તે સ્વાભાવિક લાગે છે.
આ પાંચ મહાવ્રતનાં પાલનને પુષ્ટિ આપવા માટે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સાચવવાની શિખામણ શ્રી પ્રભુએ આપી છે. જ્યાં સુધી આ પાંચ વ્રતો આંતરિક રીતે જીવ શુધ્ધતાએ પાળે ત્યાં સુધી તેને બીજી સહાયની જરૂર નથી. પરંતુ કર્મોદયને કારણે અન્ય પ્રવૃત્તિમાં જવાનો યોગ જ્યારે જીવને બને છે ત્યારે તે કોઈ વિશેષ કર્મબંધમાં ચાલ્યો ન જાય તેની તકેદારી રખાવવા પ્રભુએ પાંચ સમિતિ ધારવાની ભલામણ કરી છે.
પહેલી સમિતિ છે ઈર્યા સમિતિ. કર્મોદયને કારણે ચાલવાનો પ્રસંગ મુનિને આવે ત્યારે અન્ય જીવ હણાય નહિ, દૂભાય નહિ એ રીતે ચાલવું તે ઈર્યા સમિતિ. આ સમિતિ જાળવવાથી આત્મા અઘટિત કર્મબંધથી બચી જાય છે. બીજી ભાષા સમિતિ વાચા વર્ગણાના ઉદયને કા૨ણે જો બોલવાનો પ્રસંગ આવે, અન્યને બોધ આપવાનો
૧૬૮
Page #195
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
ઉદય આવે તો મીઠી, વિકથા રહિત, સત્ય અને કલ્યાણમયી ભાષા વાપરે. કર્કશ, કઠોર, માર્મિક ભાષા ન વાપરવાનો ઉપયોગ રાખે તે ભાષા સમિતિ. આ સમિતિ જાળવવાથી સ્વપર કર્મબંધન ઘણાં અલ્પ થાય. ત્રીજી એષણા સમિતિ – આહાર, વસ્ત્ર, પાત્ર આદિ ગ્રહણ કરવાનો ઉદય આવે તો યત્નાપૂર્વક મમત્વરહિત બની ગ્રહણ કરે. તેમ કરતાં, વાપરતાં એવી સાચવણી કરે કે કીડી, કંથવા આદિ જીવો પણ તેમના થકી દૂભાય નહિ. ચોથી આદાનનિક્ષેપણા સમિતિ – પોતે જે વસ્ત્ર, પાત્ર, રજોહરણ આદિ ઉપકરણો ગ્રહણ કર્યા હોય તેની એવી રીતે જાળવણી કરે અને પ્રતિલેખના કરે કે સૂક્ષ્મ અસંજ્ઞી જીવો પણ તેમના થકી દૂભાય નહિ. પાંચમી પ્રતિસ્થાપના સમિતિ – મુનિને શરીરધર્મ જાળવવા જે મળ, મૂત્ર, બળખો આદિ ત્યાગ કરવાનો પ્રસંગ આવે તે અન્ય જીવજંતુ હણાય નહિ, દૂભાય નહિ, તેવી જગ્યામાં પરઠાવે. એ જગ્યાના માલિકની પરવા માટે આજ્ઞા મેળવે અને સર્વ પ્રકારે શુદ્ધિ જળવાય તે માટે સજાગ રહે.
આ પાંચ સમિતિનો ક્રમ પણ સુંદર જણાય છે. પહેલી બે સમિતિ ઇર્યા અને ભાષા સમિતિમાં પ્રવૃત્તિ કરવા માટે ઈચ્છા કરતાં ઉદય બળવાન હોય છે. ત્રીજી સમિતિ એષણામાં ઉદય સાથે ઇચ્છાની માત્રા ઘણી વધે છે. ઈચ્છાને કારણે જે ગ્રહણ થયું છે તેની જાળવણી રૂ૫ ચોથી સમિતિ રચાઈ છે. અને આહારાદિ જે ગ્રહણ થાય તેના પરિણામ રૂપ મળ મૂત્રનો ત્યાગ કરવો પડે તે વખતે પણ આત્મા ન બંધાય તે માટેની સાવચેતી માટે પાંચમી સમિતિ મૂકાઈ છે. આમ વિચારીએ તો પાંચ સમિતિના ક્રમની યોગ્યતા અને યથાર્થતા સમજાયા વિના રહેશે નહિ.
પાંચ મહાવ્રતની રખેવાળી કરવા પાંચ સમિતિ સાથે ત્રણ ગુપ્તિ જાળવવાની ભલામણ પણ શ્રી પ્રભુએ આપી છે. મન, વચન તથા કાયાની ગુપ્તિ જાળવવી એટલે મન, વચન અને કાયાને એવી રીતે પ્રવર્તાવવાં કે જેથી આત્મા નવીન કર્મબંધ કરતાં અટકે. સમારંભ, સમારંભ આરંભ એ ત્રણ પ્રકારે જીવ અન્યને પીડવા ઈચ્છે છે, તે પણ મન, વચન અને કાયા દ્વારા – આમ નવ પ્રકારે જીવ બંધ કરે. મનથી સમરંભ, સમારંભ આરંભ કરવો એટલે અનુક્રમે મનથી પરિતાપ ઉપજાવવાનો વિચાર કરવો,
૧૬૯
Page #196
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
મનથી પરિતાપ ઉપજાવવાની સામગ્રી એકઠી કરવાનો વિચાર કરવો, મનથી જીવકાયા જુદા કરવાનો વિચાર કરવો. વચનથી સમરંભ, સમારંભ, આરંભ કરવો એટલે પરિતાપ ઉપજાવવાનો ભાવ વચનથી વ્યક્ત કરવો, પરિતાપ ઉપજાવવાની સામગ્રી એકઠી કરવાનો ભાવ વચનથી જણાવવો અને જીવકાયા જુદા કરવાનો અભિપ્રાય વાણી દ્વારા વ્યક્ત કરવો. કાયાથી સમરંભ, સમારંભ, આરંભ કરવો એટલે પરિતાપ ઉપજાવવા માટે કાયા પ્રવર્તાવવી, પરિતાપ ઉપજાવવાની સામગ્રી એકઠી કરવાનું કાર્ય કરવું, તથા જીવકાયા છૂટા પડે તેવી પ્રવૃત્તિ કાયાથી કરવી.
મનમાં વિભાવ જન્મે તો જ તે વચન દ્વારા વ્યક્ત થાય અને તે પછી તે કાયા દ્વારા કાર્યાન્વિત થાય. આથી મન જો વશમાં હોય તો અનેક પ્રકારનાં બંધન કરતાં જીવ અટકી જાય. તેથી પાંચ મહાવ્રતને દૃઢ કરવામાં પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિની જાળવણી ખૂબ જ ઉપકારક છે.
પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ પાળવાથી ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય પાતળા પાડવાનું કાર્ય સહેલું થઈ જાય છે. જેમ જેમ ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ ધર્મ પ્રગટ થતા જાય છે તેમ તેમ આ ચારે કષાયો લુપ્ત થતા જાય છે, આત્માનો સંયમ વધતો જાય છે. આ ચાર ગુણોની પ્રાપ્તિ ચાર કષાયને શાંત કરે છે તે શરૂઆતમાં આપણે વિચાર્યું છે તેથી પુનરાવર્તનની જરૂર નથી.
અહિંસારૂપ ધર્મ મંગલ છે તે ક્ષમા, માર્દવ, આર્જવ અને શોચધર્મ પ્રગટતાં અહિંસા પ્રગટે છે અને કેવી રીતે કલ્યાણ થાય છે તે સમજ્યા. એ જ રીતે સત્ય અને સંયમની વિચારણા કરી સંયમરૂપ ધર્મ કેવી રીતે કલ્યાણકારી છે – આત્માને પરિભ્રમણ અને પરિભ્રમણનાં કષ્ટોથી કેવી રીતે બચાવે છે, સ્વમાં નિષ્પન્ન થતું સુખ કેવી રીતે અનુભવાવે છે તે સમજાય છે.
અહિંસા પાલનથી જીવ વિભાવભરી સંસારી પ્રવૃત્તિથી વિરમે છે, સાથે સાથે આત્મા નવાં નવાં કર્મમાં જકડાય નહિ તે માટેનો પુરુષાર્થ કરવાની ભાવથી શરૂઆત કરે છે. આમ અહિંસાના આચરણ દ્વારા જીવ આશ્રવને તોડે છે. તેમાં વિશેષ સફળ
૧૭)
Page #197
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
થવા પરમ ઉપકારી પાંચ મહાવ્રત અને સમિતિ ગુપ્તિનો સહારો સ્વીકારે છે. જે પ્રવૃત્તિ આત્મસુખ મેળવવામાં અને ભોગવવામાં બાધાકારી છે તે પ્રવૃત્તિ ન કરવાનો નિયમ તે લે છે. આવા નિયમમાં પ્રવર્તવું તે જ સાચો સંયમ અને સાચું વ્રતપાલન. સાચા સંયમ અને વ્રતપલાનના ગ્રહણ દ્વારા તે જીવ સંવરને અપનાવે છે. અહિંસાપાલનથી આશ્રવ તૂટે છે, અને સંયમ પાલનથી સંવર વિકસે છે. તેથી નવાં કર્મો આત્મપ્રદેશો પર ચીકટવાની પ્રક્રિયા ખૂબ જ મંદ થઈ જાય છે. કર્માશ્રવની અલ્પતા જેમ વધારે તેમ આત્મશુદ્ધિ વધતી જાય છે.
નવાં કર્મો આવતાં અટકાવી સાથે જૂનાં ગ્રહણ કરેલાં કર્મોની નિર્જરા વધારવાથી આત્મશુદ્ધિ બેવડા દોરે વધે છે. તે માટે પ્રભુના જણાવ્યા પ્રમાણે તારૂપ ધર્મ ખૂબ ઉપકારી છે. તેની સમજણ લેવા માટે લોકસ્વરૂપ, ધર્મદુર્લભ અને બોધદુર્લભ એ ત્રણ ભાવના તથા તપ, ત્યાગ, અકિંચન્ય અને બ્રહ્મચર્ય એ ચાર ધર્મની ઉપકારીતા ઘણી જ છે.
લોકસ્વરૂપ ભાવના કમર પર બેઉ હાથ રાખી, પગ પહોળા કરી કોઈ પુરુષ ઊભો રહે તેવી આકૃતિએ આ લોક છે. તે ચોદ રાજલોક પ્રમાણ છે. આ લોકમાં જીવ, પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ છ દ્રવ્યો રહેલાં છે. જીવ, પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, લોકાકાશ એ સર્વ અસંખ્યાત પ્રદેશ છે અને એક જ અવગાહનામાં રહેલાં છે. આકાશ અનંત પ્રદેશ છે, તેના બે વિભાગ છે. લોકાકાશ અસંખ્યાતપ્રદેશી છે અને તે અન્ય દ્રવ્યોને રહેવાની અવગાહના આપે છે. અલોકાકાશ લોકની બહારના ભાગમાં છે, અને બંને મળીને અનંત પ્રદેશી બને છે. પુદ્ગલ પરમાણુઓ અનંતાનંત છે અને જીવો પણ અનંતાઅનંત છે. કાળને અસ્તિકાય નથી, કેમકે તેનાં પરમાણુઓ એક પછી એક ઉદયમાં આવીને સમયે સમયે ખરે છે. એક સાથે તેનું અસ્તિત્વ અન્ય દ્રવ્યની જેમ ઉદયમાં રહેતું નથી. આ લોકને આદિ કે અંત નથી, તે અનંતકાળ પહેલાં હતો અને અનંતકાળ પછી પણ રહેવાનો છે.
૧૭૧
Page #198
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
લોકના સૌથી નીચેના ભાગમાં નિત્યનિગોદ છે, જ્યાં કદી પરિભ્રમણમાં આવ્યા ન હોય તેવા જીવો છે. તેથી ઉપર સાત નરક છે જે અધોલોક કહેવાય છે. તેના ઉપર મધ્યલોક છે જેમાં કર્મભૂમિ તથા અકર્મભૂમિના મનુષ્યો અને તિર્યંચો તથા વાણવ્યંતર આદિ અને જ્યોતિષિક દેવો રહે છે. ઉર્ધ્વ લોકમાં કલ્પવાસી દેવો, ગ્રેવયેકના દેવો અને અનુત્તર વિમાનવાસી દેવો વસે છે. સૌથી ઉપર આઠે કર્મથી મુક્ત થયેલા શુધ્ધ સિદ્ધાત્માઓ સિધ્ધભૂમિમાં વસે છે.
આ લોકમાં સર્વ જીવો પોતપોતાનાં કર્મે કરી ચારે ગતિમાં ભમ્યા કરે છે અને અશાતા શાતા વેદ્યા કરે છે. તેમાંથી વિરલા જીવો આ લોકનાં સ્વરૂપને સમજી, વિચારી, સાચું ગ્રહણ કરી પરિભ્રમણથી છૂટવાનો ઉપાય સ્વીકારે છે, અને છેવટે પરિભ્રમણનો અંત કરી સિધ્ધભૂમિમાં બિરાજમાન થાય છે.
લોકમાં રહેલાં છએ દ્રવ્યને યથાર્થ સમજવાં, તેમના એકબીજા સાથેના સંબંધને ઊંડાણથી વિચારવા અને એ દ્વારા જીવનું સંસાર પરિભ્રમણ, તેનાં કારણો, તેનાથી છૂટવાના ઉપાયો સમજવાં એ લોકસ્વરૂપ ભાવનામાં સમાવેશ પામે છે. આટલા વિશાળ લોકમાં જીવે ક્યાં ક્યાં કેવું કેવું પરિભ્રમણ કર્યું છે, કેવાં કષ્ટો પામ્યો છે, વગેરે જાણકારી જીવને પરિભ્રમણ કરવાનો વૈરાગ આપે છે અને સત્પરુષનાં શરણે જઈ કલ્યાણ કરવાની ભાવનાને ઉપ્ત કરે છે.
બોધદુર્લભ ભાવના જીવ અનાદિકાળથી માંડી અનંતકાળ સુધી તો નિત્ય નિગોદમાં રહે છે, અને જ્યારે એક કેવળી ભગવાન સિધ્ધ થાય ત્યારે તેમની કૃપાથી એક જીવ પૃથ્વીકાયરૂપે પરિભ્રમણ શરૂ કરે છે. ત્યાંથી પ્રત્યેક વિકાસનાં પગલે તેને સત્પરુષની સહાય જરૂરી છે. આવી વિકાસની પર્યાયો પામવી દુર્લભ છે. ત્યાં પૃથ્વીકાયાદિ સૂક્ષ્મ તથા બાદર કાયોમાં અસંખ્યાતથી અનંતકાળ જન્મમરણ કરી ત્રસપણું મેળવે છે. આ ત્રસપણું
૧૭૨
Page #199
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
પામવું ખૂબ દુર્લભ છે કેમકે સત્પરુષની કૃપા વિના એ શક્ય થતું નથી. ત્રસ કાયમાં પણ બે, ત્રણ, ચાર ઇન્દ્રિયો સુધીનો વિકાસ પામવો ઉત્તરોત્તર દુર્લભ થતો જાય છે, કારણ કે સપુરુષનો યોગ, કૃપા અને શુભ સ્વપરિણતિનો મેળ કઠણ કઠણ થતો જાય છે. ઘણીવાર જીવ ત્યાંથી નીકળી સંજ્ઞીપંચેન્દ્રિયપણું પામવાને બદલે વિકલત્રયમાંથી પાછો સ્થાવરકાય થાય છે અને ફરીથી ઘણા કાળ સુધી તે ગતિ ભોગવે છે. આથી પંચેન્દ્રિયપણું પામવું અતિશય દુર્લભ છે.
ઘણાં કાળનાં પરિભણ પછી વિકલત્રયમાંથી નીકળી પંચેન્દ્રિય થાય તો પણ અસંજ્ઞીપણું જતું નથી, ત્યાં તે સ્વપરનો ભેદ જાણતો નથી. કદાચિત્ સપુરુષની કૃપાથી સંજ્ઞી પંચેન્દ્રિયપણું પ્રાપ્ત કરે તો તે તિર્યંચ થાય છે. શરૂઆતમાં ઘુવડ, સર્પ, સિંહ આદિ હિંસક યોનિ મળે છે. આવા ક્રૂર તિર્યંચો અશુભ લેશ્યા અને અશુભ પરિણામને કારણે મહાભયંકર અને મહા દુ:ખદાયક એવા નરકમાં દેહ ધારણ કરે છે. એ નરકમાંથી નીકળી ફરી તિર્યંચગતિમાં ઉપજે છે, ત્યાં પણ પાપરૂપ થાય તેવાં અનંત દુ:ખો જીવ વિશેષતા પૂર્વક સહન કરે છે. તિર્યંચમાંથી નીકળી મનુષ્યગતિ પામવી અતિ દુર્લભ છે. વળી સપુરુષ કૃપાએ આવો દુર્લભ મનુષ્યદેહ પામીને પણ મિથ્યાદષ્ટિ બની અનેક પાપ ઉપજાવે છે.
કદાચિતું મનુષ્ય થાય તો તે સ્વેચ્છખંડ આદિમાં અથવા મિથ્યાષ્ટિઓની સંગતિમાં ઉપજી અનેક પાપ ઉપજાવે છે. પ્રભુકૃપાએ મનુષ્ય પર્યાય પામી કદાચિત આર્યખંડમાં જન્મ પામે તો ત્યાં ઉચ્ચ કૂળ પામવું દુર્લભ છે. ક્યારેક ઉચ્ચકૂળ મળી જાય તો ત્યાં ધનહીન દરિદ્રી થઈ સુકૃત્ય રહિત બની અનેક પ્રકારની પાપવૃત્તિમાં લીન રહે છે. વળી જો ધનવાન થાય તો ત્યાં ઇન્દ્રિયોની પરિપૂર્ણતા પામવી દુર્લભ થાય છે. કદાચિત ઇન્દ્રિયોની પૂર્ણતા આવે તો નિરોગીપણું રહેવું દુર્લભ બને છે. કદાચિત નિરોગી પણ થાય તો દીર્ધાયુ આવતું નથી. ક્યારેક દીર્ધાયુ હોય તો શીલ અને ઉત્તમ પ્રકૃતિ મળવી દુર્લભ થઈ જાય છે, જેને લીધે પાપ પ્રવૃત્તિમાં પડી જીવ નીચે ઊતરી જાય છે. ભાગ્યયોગે સારી પ્રકૃતિ અને ભદ્રિકપણું મળે તો પુરુષો અને સાધુપુરુષોની સંગતિ
૧૭૩
Page #200
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
મળતી નથી, અપવાદરૂપે તેવો યોગ મળે તો સત્શ્રધ્ધાવાન થઈ સમ્યક્દર્શન મેળવવું અતિ અતિ દુર્લભ થઈ જાય છે.
કોઈ અતિબળવાન પુણ્યના યોગે જીવ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે તો ચારિત્ર ગ્રહણ થવું દુર્લભ થાય છે. ચારિત્ર ગ્રહણ થાય તો તેનું પાલન એનાથી પણ દુર્લભ બને છે અને
ક્યારેક રત્નત્રય પામ્યા પછી પણ તીવ્ર કષાયનાં કારણે તે રત્નત્રય ગુમાવી ફરીથી દુર્ગતિમાં ગમન કરે છે.
આમ સન્માર્ગ પામવો અને પાલન કરવું એ ઉત્તરોત્તર દુર્લભ થતું જતું હોવાથી, જેમણે અતિ અતિ દુર્લભ એવો મનુષ્યજન્મ પ્રાપ્ત કર્યો છે તેવા ભવ્ય જીવો! મનુષ્ય જીવનની દુર્લભતા સમજી મિથ્યાત્વ અને કષાયનો ત્યાગ કરો એવો શ્રી ગુરુનો ઉપદેશ છે. કારણ કે મનુષ્ય ગતિ સિવાય અન્ય દેવાદિ શુભ ગતિમાં પણ ચારિત્રપાલન સંભવિત નથી. મનુષ્ય ગતિમાં જ સર્વ પ્રકારના કષાયોથી મુક્ત થવાનો પુરુષાર્થ છે.
આવું ઉત્તમ મનુષ્યપણું પામી જે ઇન્દ્રિય વિષયોમાં રમે છે તે દિવ્ય અમૂલ્ય રત્નની ભસ્મ કરે છે એમ કહી શકાય. રત્નત્રયની પ્રાપ્તિ દુર્લભમાં દુર્લભ જાણી, હે ભવ્ય જીવો! તે રત્નત્રયનો આદર કરી આરાધન કરો.
ધર્મ ભાવના સમસ્ત ગુણ પર્યાયો સહિત સમસ્ત લોકાલોકને જે પ્રત્યક્ષ જાણે છે તે સર્વશદેવ છે. આ સર્વજ્ઞદેવે રત્નત્રયના આરાધનરૂપ ધર્મ બે પ્રકારે ઉપદેશ્યો છે. ૧. સંગથી આસક્ત ગૃહસ્થ ધર્મ જે બાર ભેદરૂપ છે અને ૨. અસંગ મુનિધર્મ જે દશ ભેદરૂપ છે.
ગૃહસ્થધર્મ બાર પ્રકારે છે. તેમાં પ્રથમ ભેદ તો પચીસ મળદોષ રહિત શુધ્ધ અવિરતિ સમ્યક્દર્શન છે. અને બાકીના અગ્યાર ભેદ એ અગ્યાર પ્રતિમાઓના વ્રતો સહિત છે, તે વતી શ્રાવક છે. ૧. દર્શન પ્રતિમા ધારક. ૨. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવત એમ બાર વ્રત સહિતના વતપ્રતિમાધારી.
૧૭૪
Page #201
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
૩. સામાયિક પ્રતિમાધારી. ૪. પર્વવ્રતી (પૌષધ, ઉપવાસ) પ્રતિમાધારી. પ. પ્રાસુક આહારી ૬. રાત્રિભોજન ત્યાગી ૭. મૈથુનત્યાગી ૮. આરંભ ત્યાગી ૯. પરિગ્રહ ત્યાગી ૧૦. કાર્યાનુમોદના રહિત ૧૧. ઉષ્ટિ આહાર ત્યાગી. આ પ્રતિમા પાલન કરતાં કરતાં શ્રાવક પોતાનાં જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્નત્રયની આરાધના કરે છે. | મુનિધર્મમાં જ્ઞાનદર્શનચારિત્રની ઉત્તમ આરાધના થઈ શકે તેવા દશ પ્રકારના વિશેષ ધર્મો પ્રભુએ ઉપદેશ્યા છે. ઉત્તમ પ્રકારનાં ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય એવા દશ પ્રકારના મુનિધર્મ પ્રભુએ જણાવ્યા છે.
આ દશ પ્રકારના ધર્મને પાપકર્મનો નાશ કરવાવાળા તથા પુણ્યકર્મને ઉત્પન્ન કરવાવાળા કહ્યા છે. પણ તે ધર્મ પુણ્યના માટે એટલે કે પુણ્ય ઉપાર્જન કરવાના પ્રયોજનથી અંગીકાર ન કરવા એમ શ્રી પ્રભુએ જણાવ્યું છે. પુણ્ય ઇચ્છનાર તો સંસારને ઇચ્છે છે; કારણ કે પુણ્ય સુગતિનું કારણ છે મોક્ષનું નહિ. મોક્ષ તો પાપ અને પુણ્ય બંનેનો ક્ષય કરવાથી થાય છે. પુણ્યબંધ મંદ કષાયથી થાય છે. પુણ્યની ઇચ્છા એ મંદકષાય નથી, તેથી પુણ્યચ્છા કરવી ઇષ્ટ નથી.
આ દશે ધર્મ દયાપ્રધાન છે દયા એ ધર્મનું મૂળ છે. આ ધર્મને યથાર્થ રીતે પચાવે ત્યારે તે સમ્યકત્વધારી જીવમાં માર્ગ સંબંધ નિઃશંકતા, નિરાકાંક્ષા, નિર્વિચિકિત્સા, અમૂઢ દૃષ્ટિ, ઉપગૂહન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના એ આઠ ગુણો પ્રગટ થાય છે.
આ દશ પ્રકારના ધર્મને જાણનાર તથા જેમનામાં નિઃશંકતાદિ આઠ ગુણો પ્રગટ થયા છે તેવા ધર્મને જાણનારા તથા આચરનારા આત્માઓ દુર્લભ છે. સંસારમાં જીવ ધર્મને જાણતો નથી, ઘણા કષ્ટ તેને કોઈ જાણે છે તો મોહરૂપ પિશાચ તેને ધર્મ આચરવા દેતો નથી. તેમ છતાં મહાબળવાન થઈ જો જીવ નિંદ્રોક્ત વીતરાગધર્મમાં પ્રીતિવાન થાય અને તેને આચરે તો તે થોડા કાળમાં મોક્ષને પામે છે.
૧૭૫
Page #202
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
ધર્મના પ્રભાવથી જીવને અગ્નિ પણ શીતળ પાલો થઈ જાય છે, સર્પ ઉત્તમ રત્નમાલા થઈ જાય છે, દેવ પણ દાસરૂપે રહે છે, તીક્ષ્ણ પગ ફૂલની માળા બની જાય છે, દુજર્ય વેરી પણ સુખ કરવાવાળો મિત્ર થઈ જાય છે, અને હળાહળ ઝેર પણ અમૃતમાં પરિણમે છે. બીજી બાજુ ધર્મરહિતને આથી વિપરીત પરિણામ ભોગવવાનો પ્રસંગ આવે છે.
આવો નિર્મળતા આપનારો ધર્મ પ્રાપ્ત થવો ઘણો ઘણો દુર્લભ હોવા છતાં, તે પ્રાપ્ત કરવો આવશ્યક છે. ધર્મ કે અધર્માચરણનું પ્રત્યક્ષ ફળ લોકમાં જોવા મળે છે, તે જોઈ ધર્મનો આદર અને અધર્મનો અનાદર કરવો.
આ ત્રણ ભાવનાઓ વિચારતાં ફલિત થાય છે કે લોકનું સ્વરૂપ સમજી, મનુષ્ય જન્મની અને ધર્મપ્રાપ્તિની દુર્લભતા જાણી, મળેલા અનેક સુવિધા સાથેના મનુષ્ય જન્મને સફળ કરવો જોઈએ. એ કરવા માટે આશ્રવ તોડવા જોઈએ, સાથે સાથે કર્મનો સંવર કરી તેને આત્મપ્રદેશોને ઘેરતા અટકાવવા જોઈએ. અને આ પછીનું મનુષ્યગતિનું ઉત્તમ કાર્ય તે પૂર્વે સંગ્રહિત કરેલા કર્મોને સકામ નિર્જરા દ્વારા ઉલેચી ઉલેચીને ખતમ કરી નાખવાં જોઇએ. સકામ નિર્જરા કરવા માટે તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય એ ચાર ધર્મનું પાલન ખૂબ ઉપકારી છે, તે વિચારીએ.
ઉત્તમ તપ આચાર્ય કુંદકુંદના પ્રસિધ્ધ પ્રવચનસારની તાત્પર્યવૃત્તિ નામની સંસ્કૃત ટીકામાં તપની વ્યાખ્યા આચાર્ય જયસેને આ પ્રમાણે આપી છે, “સમસ્ત રાગાદિ પરભાવોની ઇચ્છાના ત્યાગ વડે સ્વરૂપમાં પ્રતપન કરવું – વિજયન કરવું એ તપ છે.” એટલે કે સમસ્ત રાગાદિભાવોનો ત્યાગ કરી સ્વરૂપમાં – પોતામાં લીન થવું અર્થાત્ આત્મલીનતા દ્વારા વિકારો પર જય મેળવવો એ તપ છે.
અમૃતચંદ્રાચાર્ય પણ તત્ત્વદીપિકા ટીકામાં તપની સમજણ આ જ પ્રકારે આપી છે. “ધવલ'માં ‘ઇચ્છાનિરોધને તપ કહ્યું છે. આ પરથી આપણે સમજી શકીએ છીએ
૧૭૬
Page #203
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે કે નાસ્તિથી ઇચ્છાઓનો અભાવ અને અસ્તિથી આત્મસ્વરૂપમાં લીનતા એ જ તપ છે. આ તપ સમ્યક્દર્શન સહિત ક૨વામાં આવે છે ત્યારે જ આત્માર્થે સફળ થાય છે, સમકિત વિના કરોડો વર્ષ સુધી કરેલું ઉગ્ર તપ પણ મોક્ષ આપી શકતું નથી.
શ્રી સમયસાર ગ્રંથમાં કુંદકુંદાચાર્યે તપ વિશે જણાવ્યું છે કે “પરમાર્થમાં અસ્થિત અર્થાત્ આત્માનુભૂતિથી રહિત જે જીવ તપ કરે છે તેનાં એ સઘળાં તપ અને વ્રતને શ્રી સર્વજ્ઞ ભગવાન બાળતપ અને બાળવ્રત કહે છે.”
ભગવતી આરાધનામાં તો ત્યાં સુધી કહ્યું છે કે, “જગતમાં એવો કોઈ પદાર્થ નથી કે જે નિર્દોષ તપ વડે પુરુષને પ્રાપ્ત ન થઈ શકે, અર્થાત્ તપથી સર્વ ઉત્તમ પદાર્થોની પ્રાપ્તિ થાય છે. જેમ પ્રજ્વલિત અગ્નિ ઘાંસને બાળી નાખે છે તેમ તપરૂપી અગ્નિ કર્મરૂપ તૃણને બાળીને ભસ્મ કરી દે છે. ઉત્તમ પ્રકારે કરવામાં આવેલા કર્માશ્રવ રહિત તપનાં ફળનું વર્ણન કરવામાં હજારો જીભોવાળા પણ સમર્થ થઈ શકતા નથી.”
તપ બે પ્રકારે છે: બાહ્ય અને આંતર. બાહ્યતપ છ પ્રકારે છે અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસ પરિત્યાગ, વિવિક્ત શય્યાસન અને કાયક્લેશ. આંતરતપ પણ છ પ્રકારે છે – પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ત, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ (કાયોત્સર્ગ) અને ધ્યાન.
આ સઘળા તપોમાં શુધ્ધ ઉપયોગરૂપ વીતરાગભાવની પ્રધાનતા છે, જે તપમાં વીતરાગભાવની વૃદ્ધિ થતી નથી તે સાચું તપ નથી. આ સંદર્ભમાં પંડિત શ્રી ટોડરમલજીએ મોક્ષમાર્ગ પ્રકાશકમાં લખ્યું છે કે,
“અનશનાદિને તથા પ્રાયશ્ચિત્તાદિને તપ કહ્યું છે કેમકે અનશનાદિ સાધન વડે પ્રાયશ્ચિત્ત આદિરૂપે પ્રવર્તન કરીને વીતરાગભાવરૂપ સત્ય તપનું પોષણ કરવામાં આવે છે; તેથી ઉપચારથી અનશનાદિને તથા પ્રાયશ્ચિત્તાદિને તપ કહ્યું છે. કોઈ વીતરાગભાવરૂપ તપને ન જાણે અને આમને તપ જાણીને સંગ્રહ કરે તો સંસારમાં જ તે ભ્રમણ કરશે. બહુ શું કહીએ? એટલું સમજી લેવું કે નિશ્ચય ધર્મ તો વીતરાગભાવ છે, અન્ય અનેક પ્રકારો
૧૭૭
Page #204
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
વિશેષ બાહ્યસાધનની અપેક્ષાએ ઉપચારથી કહ્યા છે, તેમને વ્યવહાર માત્ર ધર્મસંજ્ઞા જાણવી.”
અંતરંગ તપ એ જ વાસ્તવિક તપ છે, તો પણ ઘણીવા૨ લૌકિકજનો અંતરંગ તપનું મહત્ત્વ યથાર્થ ન સમજવાને કારણે અનશનાદિ બાહ્ય તપને આંતર તપ કરતાં ઘણું વિશેષ મહત્ત્વ આપતા દેખાય છે. ઉદા. તરીકે લોકો ભોજન-પાણીના ત્યાગને ઉપવાસ માને છે, જ્યારે ઉપવાસ તો આત્મસ્વરૂપની સમીપમાં સ્થિતિ કરવાનું નામ છે. પંચેન્દ્રિયના વિષય કષાય અને આહારના ત્યાગને ઉપવાસ કહે છે, બાકી સર્વ લાંઘણ છે.
આ પણ સમજવા યોગ્ય છે કે ઉક્ત બાર તપો ઉત્તરોત્તર અધિક ઉત્કૃષ્ટ અને મહત્ત્વપૂર્ણ છે. અનશનથી શરૂ કરી ઉત્તરોત્તર તપ ઉત્તમ થતાં જાય છે, અને છેલ્લું ધ્યાન તે સર્વોત્કૃષ્ટ તપ છે.
અનશનમાં ભોજનનો પૂર્ણ ત્યાગ છે, ત્યારે ઉણોદરીમાં પેટ અધૂરું રાખી ભોજન કરવામાં આવે છે. ભોજન માટે જતી વખતે આકરી પ્રતિજ્ઞા લેવી, અને તે પૂરી થાય તો જ ભોજન લેવું એ વૃત્તિસંક્ષેપ છે. છ રસમાંથી કોઈ એક બે કે છએ રસનો ત્યાગ કરવો એ રસપરિત્યાગ છે. આ ચારેય તપ ભોજનથી સંબંધિત છે.
અહીં એક ક્રમ દેખાય છે. જો ચાલે તો ભોજન ન કરવું, ન ચાલે તો અધૂરું પેટ રાખી એક વખત ભોજન કરવું, તે પણ અનેક નિયમો રાખીને કરવું, અને બની શકે તેટલા રસત્યાગ સાથે નિરસ આહાર કરવો. આ રસત્યાગ બદલી બદલીને કરવાનો રહે છે જેથી શરીરની જરૂરિયાત પૂરી થાય છતાં જીભની લોલુપતા પર પ્રતિબંધ આવે. આ પરથી સ્પષ્ટ થાય છે કે તપ શરીરને સૂકવવા માટે નથી પણ ઇચ્છાનિરોધ માટે છે.
અનશનમાં ભોજન કરવામાં આવતું નથી ત્યારે ઉણોદરીમાં જરૂર કરતાં ઓછું ભોજન લેવામાં આવે છે. વિચારતાં જણાશે કે અન્ય કાર્યોમાં વ્યસ્ત રહી ભોજન પાસે પહોંચવું જ નહિ, તેના કરતાં નિર્વિઘ્ને ભોજન મળવા છતાં, સ્વાદ લીધા
૧૭૮
Page #205
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
પછી પણ અર્ધભૂખ્યા રહેવામાં ઇચ્છાનો નિરોધ વિશેષ જોઈએ છે. આથી અનશન કરતાં ઉણોદરીને ઊંચું તપ કહ્યું છે. વળી ઉણોદરી કાયમ માટે થઈ શકે છે, અનશન નહિ. એ જ પ્રમાણે ભોજન માટે બેઠા પછી અટપટા નિયમાનુસાર આહાર મળે તો જ ગ્રહણ કરવો, એ રીતે વૃત્તિસંક્ષેપથી વર્તવામાં વિશેષ ઇચ્છાનિરોધ છે. અને સરસ ભોજન મળવા છતાં નીરસ આહાર કરવો (રસ પરિત્યાગ) એ એથી પણ વિશેષ ઇચ્છાનિરોધ માગે છે.
નિર્દોષ એકાંત સ્થાનમાં પ્રમાદરહિત સૂવા બેસવાની વૃત્તિ એ વિવિક્ત શય્યાસન તથા આત્મસાધના અને આરાધનામાં થનાર શારીરિક કષ્ટોની પરવા ન કરવી તે કાયક્લેશ તપ છે, અહીં શરીરને ઇચ્છાપૂર્વક પીડા પહોંચાડવાની વાત નથી, પણ પીડા આવી પડે તો પણ આત્મારાધનમાં શિથિલ ન થવું એ મુખ્ય વાત છે.
બાહ્યતપ મુખ્યતાએ શરીર સાથે સંબંધ ધરાવે છે ત્યારે આંતરતપ મુખ્યતાએ મનના સંયમ સાથે સંબંધ ધરાવે છે. મનને વશ કરવા માટે આંતરતપને બાહ્યતપનો સથવારો મળે છે એ દૃષ્ટિએ બાહ્યતપ પણ જરૂરી છે.
આંતરતપમાં પહેલું તપ પ્રાયશ્ચિત્ત છે. આ સંસારમાં ભ્રમણ કરતાં કરતાં અજ્ઞાન અને રાગદ્વેષને કારણે જીવથી એવી કેટલીયે ભૂલો થાય છે જે જીવનો સંસાર વધારે છે. તેવા સંજોગોમાં થયેલી ભૂલ માટે પશ્ચાત્તાપ કરી ક્ષમા ઇચ્છી, થયેલી ભૂલ માટે દંડ સ્વીકારવો એ પ્રાયશ્ચિત્ત નામનું તપ છે. આ તપથી જીવ મનપરિણામની શુદ્ધિ કરી નવા બંધ અલ્પ કરે છે, અને વિશેષતાએ નિર્જરા કરી પૂર્વસંચિત કર્મો પણ ઘટાડે છે.
તે પછીનું બીજું આંત૨તપ તે વિનયતપ. વિનય એટલે સત્ પ્રતિનો આદરભાવ, પૂજ્યભાવ, અહોભાવ, જ્ઞાન, દર્શન અને ચારિત્ર પ્રતિ બહુમાનનો ભાવ તે નિશ્ચય વિનય છે અને જ્ઞાન, દર્શન, ચારિત્રના ધારક સન્દેવ, સદ્ગુરુ અને સત્શાસ્ત્ર પ્રતિનો અહોભાવ તે ઉપચાર વિનય છે. મનુષ્યગતિમાં જીવને માનભાવનો ઉદય બળવાનપણે વર્તતો હોય છે, તેથી જીવ સામાન્યપણે માનભાવમાં રહી સત્નો અનાદર કરતો
૧૭૯
Page #206
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
હોય છે. તે માનભાવને ત્યાગી સત્નો સત્ સ્વરૂપે સ્વીકાર કરી, પોતાની અલ્પતાનું ભાન વેદી ગુરુજનો પ્રતિ ખૂબ જ નમભાવથી વર્તવું તે વિનયતા છે. આ તપમાં સ્વ તથા પરનો આશ્રય હોવાથી પ્રાયશ્ચિત્ત કરતાં વિશેષ મનપરિણામના સંયમની જરૂર રહે છે.
ત્રીજું આંતરતા તે વેશ્યાવૃત્ત્વ – વૈયાવચ્ચ. વૈયાવૃત્ત એટલે સેવા. આ સેવા આંતરબાહ્ય એમ બે પ્રકારે છે. પણ અહીં આંતરને મુખ્યતા આપવામાં આવેલી છે. કોઈ મુનિને અશાતા વર્તતી હોય અને પરિણામે વિશેષ કર્મબંધ થાય એવી સંભાવના હોય તેવી સ્થિતિમાં મુનિઓ એકબીજાને શાતા આપવાનો, ચિત્તની સ્થિરતા કેળવવામાં મદદરૂપ થવાનો પુરુષાર્થ કરે છે ત્યારે તેઓ ઉચ્ચનીચના ભેદથી, માનભાવથી અલિપ્ત થઈ માત્ર કલ્યાણભાવથી આ સેવા કરે છે. આ સેવા ગુણપોષક અને મનને કષાયોથી પર કરનાર હોવાથી સેવા કરનાર માટે આંતરતપ ગણાય છે. પણ તેનો અર્થ એવો નથી કે શાતાશીલીયાપણું પોષવા બીજા પાસે સેવા કરાવવી. આ તો, ચિત્તની સ્થિરતા ખાલી બોધથી કે સત્સંગથી આવે તેમ ન હોય તેવા સંજોગોમાં બાહ્યશાતાના નિમિત્તો આપી ઉદ્ધોધન કરવામાં આવે તો સ્થિરતા ઝડપથી આવે, તેવા ઉદ્દેશથી શારીરિક સેવાને વૈયાવૃત્ત તપમાં સ્થાન અપાયું છે.
એ પછી આવે છે સ્વાધ્યાય તપ. સ્વ + અપિ + અય = સ્વાધ્યાય. સ્વ = પોતાનું, અધિ = જ્ઞાન અને અય = પ્રાપ્ત થયું. આ પ્રમાણે પોતા સંબંધી જ્ઞાન પ્રાપ્ત થવું એ સ્વાધ્યાય છે. આ તપના પાંચ ભેદ કહ્યા છે. વાંચવું, પૂછવું, અનુપ્રેક્ષા કરવી, આમ્નાય અને ધર્મોપદેશ. અધ્યાત્મગ્રંથોને વાંચી શક્ય તેટલા ઊંડાણથી સમજવા તે વાંચન સ્વાધ્યાય. તેમાંથી જે ભાગ સમજાયા વિનાનો રહ્યો હોય તે વિશેષજ્ઞને પૂછી સમજવો તે પૃચ્છા સ્વાધ્યાય. આ બંને પ્રકારે જાણ્યું તેના પર વિશેષ વિચાર કરવો, ચિંતન કરવું એ અનુપ્રેક્ષા સ્વાધ્યાય. તે પછી નિશ્ચિત વિષયને ધારણા માટે મુખપાઠ કરવો તે આમ્નાય સ્વાધ્યાય. પછી જ્યારે તે વિષય પર પૂરેપૂરો કાબૂ આવી જાય ત્યારે બીજા જીવોને હિતબુદ્ધિથી સમજાવવું એ ધર્મોપદેશ સ્વાધ્યાય છે. પાત્રતા આવ્યાં પહેલાં ઉપદેશ કરવાની પ્રભુની આજ્ઞા નથી.
૧૮૦
Page #207
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
સ્વાધ્યાય તપ એવું છે કે તેમાં અન્ય તપથી થતા લાભ થવા ઉપરાંત જ્ઞાનવૃદ્ધિનો મોટો લાભ થાય છે. વળી તે તપ દિવસના કે રાતના કોઈ પણ ભાગમાં કરી શકાય છે.
તે પછીનું આંતરતપ તે કાયોત્સર્ગ કે વ્યુત્સર્ગ, બાહ્ય અને અત્યંતર પરિગ્રહના ત્યાગના પુરુષાર્થને કાયોત્સર્ગ કે વ્યુત્સર્ગ તપ કહે છે. તેમાં કાયા સહિત સર્વ પરિગ્રહના મમત્વનો ત્યાગ કરવામાં આવે છે.
અંતિમ આંતર તપ તે ધ્યાન છે. તે સર્વોત્કૃષ્ટ તપ છે. તેમાં જીવ દેહ, ઇન્દ્રિય આદિથી પર બની સ્વમાં એકાકાર થઈ જાય છે. આ અવસ્થામાં જ જીવને સર્વજ્ઞતાની પ્રાપ્તિ થાય છે. આ ધ્યાન એ ધર્મધ્યાન અને શુક્લધ્યાનનો નિર્દેશ કરે છે. પરપદાર્થ પરની એકાગ્રતા એ સાચું ધ્યાન તપ નથી, પણ વિષયવિકાર તથા ૫૨૫દાર્થ પરથી ચિત્તને દૂર કરી આત્માના શુધ્ધ ઉપયોગમાં એકાગ્ર થવું તે ધ્યાન તપ છે.
ઉત્તમ ત્યાગ
દ્વાદશાનુપ્રેક્ષામાં લખ્યું છે કે “જિવેંદ્ર ભગવાને કહ્યું છે કે જે જીવ સંપૂર્ણ પરદ્રવ્યોથી મોહ છોડીને સંસા૨, દેહ અને ભોગોથી ઉદાસીનરૂપ પરિણામ રાખે છે તેને ત્યાગધર્મ હોય છે.”
આચાર્ય જયસેને શ્રી પ્રવચનસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં ત્યાગને સમજાવતાં લખ્યું છે કે “નિજ શુદ્ધાત્માના ગ્રહણપૂર્વક બાહ્ય અને અત્યંતર પરિગ્રહની નિવૃત્તિ તે ત્યાગ છે.”
આ પરથી સ્પષ્ટ થાય છે કે ત્યાગ શબ્દ નિવૃત્તિસૂચક છે. ત્યાગધર્મમાં બાહ્યાંતર પરિગ્રહનો ત્યાગ થતો હોવા છતાં નિજ શુધ્ધાત્માનું ગ્રહણ અર્થાત્ શુધ્ધ ઉપયોગ અને શુધ્ધ પરિણતિ સમાવિષ્ટ છે. બીજી રીતે કહીએ તો ત્યાગ પદ્રવ્યોનો નહિ પણ પોતાના આત્મામાં પરદ્રવ્યો પ્રતિ થતા મોહ – રાગદ્વેષનો થાય છે.
૧૮૧
Page #208
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
આચાર્ય શ્રી કુંદકુંદાચાર્યે સમયસારની ૩૪મી ગાથામાં કહ્યું છે કે “પોતાનાથી ભિન્ન સમસ્ત પરપદાર્થોને ‘આ પર છે’ એમ જાણીને જ્યારે ત્યાગી દેવામાં આવે છે ત્યારે તે પ્રત્યાખ્યાન, અર્થાત્ ત્યાગ કહેવામાં આવે છે.” એટલે કે ૫રને ૫૨ જાણીને એનાથી મમત્વભાવ તોડવો એ જ ત્યાગ છે.
ઘણીવાર લોકો ત્યાગ અને દાનના અર્થ વચ્ચે ભેળસેળ કરીને એકબીજાના પર્યાય રૂપે સ્વીકારે છે, પણ તે તેમ નથી જ.
ત્યાગ એ ધર્મ છે, દાન પુણ્ય છે. ત્યાગી પાસે પરિગ્રહ હોતો નથી, દાની પાસે પુષ્કળ પરિગ્રહ હોઈ શકે છે. ત્યાગ વસ્તુને નિરુપયોગી અથવા અહિતકારી જાણીને કરવામાં આવે છે, જ્યારે દાન ઉપયોગી અને હિતકારી વસ્તુનું કરવામાં આવે છે. ઉપકાર કરવાના આશયથી ધનાદિ પોતાની ગણાતી વસ્તુ આપવી એ દાન છે એમ તત્ત્વાર્થસૂત્રમાં ઉમાસ્વાતિ લખે છે. ત્યાગમાં સ્વઉપકાર સર્વસ્વ છે, બીજાના ઉપકાર માટે મોહ કે રાગદ્વેષ છોડવામાં આવતા નથી. દાનમાં પરોપકાર મુખ્ય છે અને સ્વ ઉપકારનો ભાવ ગૌણ હોય છે.
વળી જે દાન આપે તેનું કર્તવ્ય થાય છે કે જે કાર્ય માટે દાન આપ્યું હોય તે હેતુ પરિપૂર્ણ થાય છે તે જોવું. દાન ઉપકારના વિકલ્પપૂર્વક આપ્યું હોવાથી દાનીને એની વ્યવસ્થા જોવા જાણવાની જરૂર રહે છે. દાન લોભકષાય મંદ થતાં અપાય છે ત્યારે ત્યાગ લોભકષાય તૂટતાં થાય છે. મોહ કે રાગના આંશિક અભાવમાં પણ ત્યાગધર્મ પ્રગટ થાય છે, આથી ત્યાગી જે ત્યાગે છે તેનું લક્ષ પણ તેણે રાખવાનું હોતું નથી. આમ દાનમાં પરોપકારનો અને ત્યાગમાં આત્મહિતનો મુખ્યભાવ રહેલો છે. બંને વચ્ચેનો સ્પષ્ટ ભેદ આ જ છે.
ત્યાગ એ નિશ્ચયધર્મ છે, દાન એ વ્યવહારધર્મ છે. વ્યવહા૨ધર્મથી વિકાસ કરી નિશ્ચયધર્મ સુધી જીવે પહોંચવાનું છે. દાન વ્યવહારધર્મ હોવાથી પરોપકાર સંબંધી અને સવિકલ્પ હોય છે, તેથી તે પુણ્યબંધનું કારણ થાય છે, બંધના અભાવનું નહિ. ત્યારે ત્યાગ અબંધનું કારણ છે.
૧૮૨
Page #209
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
ત્યાગ સદોષ વસ્તુનો થાય છે, દાન સારી વસ્તુનું થાય છે. ક્રોધ માનાદિ કષાયોનો ત્યાગ કરવાનું કહેવામાં આવે છે પણ જ્ઞાનનો ત્યાગ કરવાનું કોઈ કહે નહિ. આત્માનું અહિત કરવાવાળા મોહરાગદ્વેષાદિ આશ્રવ ભાવો ત્યાગવાના છે, અને જેમના થકી આવા ભાવો થાય છે તેવા પુત્રાદિ ચેતન અને ધનાદિ અચેતન પદાર્થોનો ત્યાગ આશ્રવભાવનો ત્યાગ થતાં થઈ જાય છે, પણ એવો નિયમ નથી કે પુત્રાદિનો ત્યાગ કરવાથી મોહાદિનો ત્યાગ થઈ જાય.
આ પરથી સમજાય છે કે ત્યાગ અને દાન ઘણા લોકો માને છે તેમ એકાWવાચી નથી. જો તેમ હોય તો એકબીજાના પર્યાયરૂપે વાપરી શકાય, પણ એમ થઈ શકતું નથી. દાન અનેક પ્રકારે છેઃ આહારદાન, ઔષધદાન, જ્ઞાનદાન, ધનદાન, અભયદાન વગેરે. તેને બદલે જો આહારત્યાગ, ઔષધયાગ, જ્ઞાનત્યાગ, ધનત્યાગ કે અભયત્યાગ ઇત્યાદિ કહીએ તો અર્થમાં કેટલો મોટો ફેરફાર થઈ જાય છે!
વળી દાન માટે ઓછામાં ઓછી બે વ્યક્તિ અને બે વ્યક્તિને જોડનારો માલ પણ જોઈએ. ઉદા. આહાર દેનાર, આહાર લેનાર અને આહાર. ત્યાગમાં કોઈની જરૂરત રહેતી નથી. સર્વ પરિગ્રહ કે સંગનો ત્યાગ કરવામાં આવે ત્યારે તે પરિગ્રહ કે સંગ ત્યાગી પાસે હોવો જરૂરી નથી, તેમાં તો પરિગ્રહ રાખવાના ભાવનો ત્યાગ થાય છે. આમ દાન એ પરાધીન ક્રિયા છે ત્યારે ત્યાગ એ સંપૂર્ણ સ્વાધીન ક્રિયા છે.
કેટલીક વસ્તુ જેમકે રાગદ્વેષ, માતાપિતા આદિનો ત્યાગ થઈ શકે છે, પણ દાન નહિ, કેટલીક વસ્તુઓ જેવી કે જ્ઞાન અને અભય તેનું દાન થઈ શકે છે પણ ત્યાગ થાય નહિ, ત્યારે કેટલીક વસ્તુ જેવીકે ઔષધ, ધન, આહારાદિનો ત્યાગ પણ થઈ શકે છે, દાન પણ થઈ શકે છે.
આપણે જો દાનનું અને ત્યાગનું સાચું સ્વરૂપ સમજીએ તો જણાય છે કે રાગદ્વેષાદિ વિકારોના ત્યાગનું જ નામ ઉત્તમ ત્યાગધર્મ છે. અને પોતાની પાસે વિશેષ પરિગ્રહ હોય તેમાંથી થોડો ભાગ બીજાને ઉપકાર અર્થે આપવો તે દાન છે. આથી દાની કરતાં ત્યાગી મહાન છે. દાની થોડોભાગ ત્યાગે છે, ત્યાગી સર્વસ્વ. વળી ત્યાગ એ ધર્મ છે,
૧૮૩
Page #210
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
દાન એ પુણ્ય છે. આ કથન જ્ઞાનદાનની બાબતમાં કેવી રીતે સમજવું? જ્ઞાનદાન એટલે બીજાને સમજણ આપવી. સમજાવવાના ભાવ શુભ હોવાથી પુણ્યબંધનું કારણ છે. અને સમજનારને જ્ઞાનલાભ થાય છે. સહુ સમજી શકશે કે જ્ઞાનલાભ પુણ્યલાભ કરતાં ઉત્તમ છે. આ જ રીતે અભયદાન બાબતમાં પણ સમજી શકાય.
ત્યાગ એ એવો ધર્મ છે કે જેને પ્રાપ્ત કરીને જીવ આર્કિચન્ય ધર્મનો ધારક બની જાય છે અને પૂર્ણ બ્રહ્મમાં લીન થવાની પાત્રતા મેળવે છે.
ઉત્તમ આકિંચન્ય
જ્ઞાનાનંદ સ્વભાવી આત્મા સિવાય કિંચિત્માત્રપણ ૫૨૫દાર્થ તથા ૫૨ના લક્ષે આત્મામાં ઉત્પન્ન થતા મોહ તથા રાગદ્વેષના ભાવ આત્માના નથી એમ જાણવું, માનવું અને જ્ઞાનાનંદસ્વભાવી આત્માના આશ્રયે એ સર્વથી નિવૃત્ત થયું, એમને છોડવા એ જ ઉત્તમ આકિંચન્ય ધર્મ છે.
આર્કિચન્ય અને બ્રહ્મચર્યને દશ ધર્મના સારરૂપ અને ચાર ગતિનાં દુ:ખોમાંથી ઉગારીને મુક્તિમાં લઈ જના૨ મહાન ધર્મ કહેવામાં આવ્યા છે. વસ્તુતઃ આર્કિચ અને બ્રહ્મચર્ય એક સિક્કાની બે બાજુ છે. આનંદસ્વભાવી આત્માને પોતાનો માનવો, જાણવો, એમાં ૨મવું, શમાવું, લીન થવું એ બ્રહ્મચર્ય છે, અને આત્માથી ભિન્ન પરપદાર્થોને અને એમના લક્ષે ઉત્પન્ન થતા ચિત્તવિકારોને પોતાના ન માનવા અને તેમાં એકરૂપ ન થવું તે આર્કિચન્ય છે. સ્વલીનતા એ બ્રહ્મચર્ય છે અને પરમાં લીનતા તથા એકત્ત્વબુદ્ધિનો અભાવ એ આર્કિચન્ય છે. અસ્તિથી બ્રહ્મચર્ય અને નાસ્તિથી આર્કિચન્ય છે એમ કહી શકાય.
આ આકિંચન્ય ધર્મનો વિરોધીભાવ તે પરિગ્રહ છે. પરિગ્રહના અભાવથી આર્કિચન્ય ઉત્પન્ન થાય છે. પરિગ્રહ બે પ્રકારે છેઃ આવ્યંતર અને બાહ્ય. આત્મામાં ઉત્પન્ન થતા મોહરાગદ્વેષાદિ ભાવો એ આંતર પરિગ્રહ અર્થાત્ નિશ્ચય પરિગ્રહ છે. અને બાહ્ય પરિગ્રહ તે વ્યવહાર પરિગ્રહ છે. આત્યંતર પરિગ્રહ ચૌદ પ્રકારે છે.
૧૮૪
Page #211
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
મિથ્યાત્વ, ચાર કષાય અને નવ નોકષાય રૂપ આંતર પરિગ્રહ છે. બાહ્ય પરિગ્રહ દશ પ્રકારે છે – ક્ષેત્ર (ખેતર), મકાન, ચાંદી, સોનું, ધન, ધાન્ય, દાસી, દાસ, વસ્ત્ર અને વાસણ. આમ પરિગ્રહના કુલ ૨૪ પ્રકાર કહ્યા છે.
આ બંને પ્રકારના પરિગ્રહના ત્યાગી મુનિ મહારાજ ઉત્તમ આર્કિચન્ય ધર્મના ધારક છે. ઘણા લોકો બાહ્યપરિગ્રહના ત્યાગીને જ ત્યાગી સમજે છે, તેઓ આત્યંતર પરિગ્રહ પર લક્ષ આપતા નથી. તેઓના એ લક્ષબહાર રહે છે કે જ્યાં સુધી આંતરપરિગ્રહ પ્રવર્તે છે ત્યાં સુધી બાહ્યપરિગ્રહ ત્યાગવા છતાં, તેની મુર્દાનો ત્યાગ થયો ન હોવાથી સાચો ત્યાગધર્મ આવી શકતો નથી, એટલું જ નહિ ફરીથી બાહ્યપરિગ્રહ વળગવાનું પણ બની શકે છે. મોહરાગદ્વેષાદિ ભાવોની ઉત્પત્તિનું નામ જ હિંસા છે, અને જ્યાં હિંસા પ્રવર્તે છે ત્યાં સાચો ધર્મ સંભવી શકે નહિ.
ક્રોધનો અભાવ તે ક્ષમાધર્મ, માનનો અભાવ એ માર્દવ ધર્મ, માયાનો અભાવ એ આર્જવ ધર્મ, લોભનો અભાવ તે શૌચધર્મ. પરંતુ આકિંચન્ય ધર્મ તો આ ચાર કષાય અને નવ નોકષાયના અભાવથી પ્રગટ થાય છે તેથી તેને વિશેષ મહાનધર્મ કહી શકાય.
શ્રી જિનાગમમાં ‘મુર્હાને પરિગ્રહ કહેલ છે.' ત્યારે શ્રી અમૃતચંદ્રાચાર્ય મુર્દાની વ્યાખ્યા આપે છે કે “મમત્વ પરિણામ એ મુર્છા છે.” આચાર્ય પૂજ્યપાદ સ્વામીએ તત્ત્વાર્થસૂત્રની ટીકા સર્વાર્થસિદ્ધિમાં લખ્યું છે કે, “આ વસ્તુ મારી છે – આવો સંકલ્પ
રાખવો એ રિગ્રહ છે.”
મહાચાર્યોએ કરેલી પરિગ્રહની આ વ્યાખ્યાઓ પરથી ફલિત થાય છે કે પદાર્થ પોતે તો કોઈ પરિગ્રહ નથી, પરપદાર્થો પ્રત્યેનું જે મમત્વ છે, રાગ છે એ જ વાસ્તવમાં પરિગ્રહ છે. જ્યારે ૫૨૫દાર્થો પ્રતિનું આ મમત્વ છૂટી જાય છે ત્યારે તેનાં અનુસંધાનમાં ક્રમથી બાહ્યપરિગ્રહ પણ છૂટી જાય છે. પરંતુ બાહ્યપરિગ્રહના ત્યાગના અનુસંધાનમાં આંત૨પરિગ્રહ છૂટે એવો કોઈ નિયમ નથી. શરીરાદિ પ૨પદાર્થો અને
૧૮૫
Page #212
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
રાગાદિ ચિત્તના વિકારોમાં એકત્વબુદ્ધિ અને અહંબુદ્ધિ એ જ મિથ્યાત્વ નામનો પ્રથમ અંતરંગ પરિગ્રહ છે, જ્યાં સુધી આ પરિગ્રહ ન છૂટે ત્યાં સુધી અન્ય પરિગ્રહો છૂટી શકતા નથી. આ અંતરંગ પરિગ્રહ ત્યાગવો કેટલો કઠણ છે તે બતાવતાં સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષામાં લખ્યું છે કે, “દરિદ્ર મનુષ્ય તો સ્વભાવથી જ બાહ્યપરિગ્રહ રહિત હોય છે, પરંતુ અંતરંગ પરિગ્રહને છોડવામાં કોઈ પણ સમર્થ હોતું નથી.”
આખી દુનિયા પરિગ્રહની ચિંતામાં દિવસ રાત એક કરી રહેલી દેખાય છે. લોકો પ૨પદાર્થને મેળવવામાં તદ્રુપ છે, તેમને એ લક્ષ આવતો નથી કે પ૨પદાર્થની પ્રાપ્તિ અપ્રાપ્તિ તો પૂર્વકૃત પાપપુણ્યના આધારે થાય છે. અને તે મેળવવા તથા છોડવાના વિકલ્પમાં નવા પાપપુણ્ય બંધાતા જાય છે. પુણ્યના ઉદયથી વિના પ્રયત્ને સાનુકૂળ પદાર્થોનો સંયોગ અને પ્રતિકૂળ પદાર્થોનો વિયોગ થાય છે, એ જ રીતે પાપના ઉદયથી સાનુકૂળ પદાર્થોનો વિયોગ અને પ્રતિકૂળ પદાર્થોનો સંયોગ થાય છે. તેમ છતાં સંસારી જીવ અનુકૂળ પ્રતિકૂળ સંજોગોમાં અહંબુદ્ધિ અને કર્તૃત્વબુદ્ધિ કર્યા જ કરે છે, જે મિથ્યાત્વ નામના પરિગ્રહને પુષ્ટ કરે છે.
સંસારીજીવ જે મમત્વભાવ અને અહમત્વભાવ પરપદાર્થ પ્રતિ કરે છે તેનાથી બંધાયેલાં કર્મને ભોગવવા માટે તેને દેહ મળે છે. આ દેહનું મમત્વ ત્યાગવાથી દેહ છૂટી જતો નથી, પણ દેહનો પરિગ્રહ છૂટી જાય છે. દેહ તો સમય આવ્યે, આયુષ્ય પૂરું થતાં આપોઆપ છૂટી જાય છે પણ જેમણે મમત્વનો ત્યાગ કર્યો છે તેમને ફરીવાર દેહ ધારણ કરવો પડતો નથી, અને જેઓ દેહાદિથી એકત્વ કે રાગ છોડતા નથી તેમને વારંવાર દેહ ધારણ કરવો પડે છે. આ રીતે સર્વ પદાર્થોથી મારાપણું છોડતા જવાથી શુધ્ધ આર્કિચન્ય ધર્મ પ્રગટ થાય છે.
જીવે પોતાની ભૂમિકા સમજીને આ ધર્મ ધારણ કરવો જોઈએ. જિનદર્શનમાં કઈ ભૂમિકાએ કેટલો ત્યાગ હોય તેની ઝીણવટભરી સમજણ આપી છે. તેના અભ્યાસપૂર્વક પોતાના આચારવિચાર ઘડવા એ આકિંચન્ય ધર્મ ઇચ્છુકનું કર્તવ્ય છે.
૧૮૬
Page #213
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
ઉત્તમ બહ્મચર્ય બ્રહ્મ અર્થાત્ નિજ શુધ્ધ આત્મા, તેમાં ચરવું, રમવું એ જ બ્રહ્મચર્ય છે. “અણગાર ધર્મામૃત'માં કહ્યું છે કે, “પર દ્રવ્યોથી ભિન્ન જે શુદ્ધ બુદ્ધ નિજ આત્મા તેમાં ચર્યા અર્થાતુ લીનતા થવી એને જ બ્રહ્મચર્ય કહે છે.” વ્રતોમાં સર્વશ્રેષ્ઠ એવા આ બ્રહ્મચર્ય વતનું જેઓ પાલન કરે છે તેઓ અતીન્દ્રિય આનંદને પ્રાપ્ત કરે છે.
જ્યાં લગી સ્વાત્માને જાણવામાં, અનુભવવામાં ન આવે ત્યાં સુધી તેમાં લીનતા થઈ શકે નહિ. તેથી કહ્યું છે કે આત્મલીનતા આત્મજ્ઞાન અને આત્મશ્રદ્ધાપૂર્વક થાય છે. ‘ઉત્તમ’ શબ્દ પણ એ જ અર્થનો બોધક છે. તે પરથી સ્પષ્ટ થાય છે કે નિશ્ચયથી જ્ઞાનાનંદસ્વભાવી આત્માને જ પોતાનો માનવો, જાણવો, એમાં એકરૂપ થવું એ જ વાસ્તવિક બ્રહ્મચર્ય છે, શુધ્ધ ચારિત્ર છે. - વર્તમાનમાં બ્રહ્મચર્યનો જે અર્થ સમજવામાં આવે છે તે મુખ્યતાએ સ્થૂળ છે. તેમાં સ્પર્શેન્દ્રિયના વિષય સેવનના ત્યાગરૂપ વ્યવહાર બહ્મચર્યને જ બ્રહ્મચર્ય માનવામાં આવે છે, તેમાંય સ્પર્શેન્દ્રિયના સંપૂર્ણ વિષયત્યાગને નહિ, માત્ર એક ક્રિયાવિશેષ(મૈથુન)ના ત્યાગને જ બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. સ્પર્શેન્દ્રિયના આઠ વિષયનો પણ નિર્દેશ કરવામાં આવતો નથી, તો તેની સૂક્ષ્મતા તરફ તો અંગુલિ નિર્દેશ ક્યાંથી હોય?
સ્પર્શેન્દ્રિયના આઠ વિષયો છેઃ ઠંડો, ગરમ, કઠોર, નરમ, લૂખો, ચીકણો, હલકો અને ભારે. આ આઠે વિષયોમાં આનંદ સેવવો એ સ્પર્શેન્દ્રિયના વિષયોનું સેવન જ છે. એ.સી., હીટર, નરમ ગાદલું વગેરે દ્વારા આનંદ અનુભવવો એ સ્પર્શેન્દ્રિયનો જ વિષયભોગ છે. અને એ વિષયભોગો અમુક અંશે બ્રહ્મચર્ય પાલનમાં બાધારૂપ છે. વ્યવહારમાં મૈથુનત્યાગને બહ્મચર્ય માની લેવામાં આવ્યું છે કારણ કે તેના ભાગમાં જે કષાયદિની ઉત્પત્તિ છે તે અન્ય સ્પર્શેન્દ્રિયના ભોગ કરતાં અનેકગણી વધારે છે. પણ શુદ્ધ બ્રહ્મચર્ય માટે તો સ્પર્શેન્દ્રિયના સર્વ ભોગોપભોગો બાધાકારક ગણી ત્યાજ્ય છે.
૧૮૭
Page #214
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
એ જ રીતે અન્ય ઇન્દ્રિયોના વિષયો પણ વાસ્તવિક રીતે આત્મલીનતામાં બાધક છે. રસનાનો સ્વાદ માણતી વખતે, સુગંધી દ્રવ્યની મીઠાશ અનુભવતી વખતે, સુંદર દેશ્યનો આસ્વાદ લેતી વખતે અથવા તો મધુર સંગીત શ્રવણમાં ઓતપ્રોત થતી વખતે આત્મામાં લીન થઈ શકાતું નથી. કોઈ એકાદ ઇન્દ્રિયના વિષયમાં આત્માની મગ્નતા તેને આત્મલીનતાથી વંચિત રાખે છે. એ પરથી સ્પષ્ટ થાય છે કે પંચેન્દ્રિયના વિષયોની પ્રવૃત્તિથી નિવૃત્તિ એ નાસ્તિથી બ્રહ્મચર્ય છે, અને આત્મલીનતા એ અસ્તિથી બ્રહ્મચર્ય છે.
આચાર્ય ઉમાસ્વાતીએ તત્ત્વાર્થસૂત્રમાં બહ્મચર્યવ્રતની ચર્ચા કરતી વખતે જણાવ્યું છે કે શ્રવણ, નિરીક્ષણ, સ્મરણ, રસાસ્વાદ, શૃંગાર, અનંગક્રીડા ઇત્યાદિ બહ્મચર્યનાં ઘાતક છે. તે પરથી નક્કી થાય છે કે આત્મલીનતા પૂર્વક પંચેન્દ્રિયના વિષયોનો ત્યાગ એ જ વાસ્તવિક બહ્મચર્ય છે.
જો કે શાસ્ત્રોમાં આચાર્યોએ બ્રહ્મચર્યની વિચારણા કરતાં સ્પર્શ ઇન્દ્રિયના વિષયત્યાગ પર અધિક ભાર મૂક્યો છે, ક્યારેક અન્ય ઇન્દ્રિયના વિષય ત્યાગનો ઉલ્લેખ પણ નથી કર્યો; તેનો અર્થ આપણે એમ કદાપિ ન કરી શકીએ કે એમણે રસનાદિ ચાર ઇન્દ્રિયના વિષય સેવનને બ્રહ્મચર્યનું ઘાતક નથી માન્યું, અથવા એના સેવનની છૂટ રાખી છે. જ્યારે તેમણે સ્પર્શેન્દ્રિય જીતવાની વાત કરી છે ત્યારે તેમનો આશય પાંચ ઇન્દ્રિયોના વિષયત્યાગ કરવા પ્રતિ જ છે, કારણ કે સ્પર્શનમાં પાંચે ઇન્દ્રિયો ગર્ભિત રીતે આવી જાય છે.
સંસારના પરિભ્રમણની શરૂઆતથી જીવને સ્પર્શેન્દ્રિય પ્રાપ્ત થાય છે તે સિદ્ધ થતા સુધી રહે છે, ક્યારે પણ જીવ સ્પર્શેન્દ્રિય રહિત બની ભમતો નથી. અન્ય ઇન્દ્રિયો હોય વા ન હોય એ ખૂબ જ સંભવિત છે પણ પરિભ્રમણ કરતા જીવને સ્પર્શેન્દ્રિયનો અભાવ ક્યારે પણ હોતો નથી. તેથી તે ઇન્દ્રિય જીતે તેને ગર્ભિત રીતે અન્ય ઇન્દ્રિયો જીતાઈ જાય છે. ઉદા.થી સમજીએ. કર્મેન્દ્રિયના વિષયસેવનના અભાવને જો બ્રહ્મચર્ય કહીએ તો પછી ચાર ઇન્દ્રિય સુધીના જીવોને બ્રહ્મચારી
૧૮૮
Page #215
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
માનવા પડે, કેમકે એમને કાન જ નથી તો તેનું વિષયસેવન ક્યાંથી હોય? એજ રીતે અન્ય ત્રણ ઇન્દ્રિય માટે પણ કહી શકાય, જેમાં બ્રહ્મચારીપણું સંભવિત નથી. આજ ન્યાયે જો સ્પર્શેન્દ્રિય રહિત જીવોને બ્રહ્મચારી માનીએ તો હરકત આવતી નથી કેમકે એવા આત્મા તે સિધ્ધ ભગવાન જ છે, જેઓ પૂર્ણ બ્રહ્મચારી છે. કોઈ સંસારી જીવ તો સ્પર્શેન્દ્રિય રહિત નથી. આ ન્યાયે સ્પર્શેન્દ્રિયના વિષયત્યાગમાં પાંચ ઇન્દ્રિયના વિષયત્યાગનો સમાવેશ કરી શકાય છે. અને એથી આચાર્યોએ સ્પર્શેન્દ્રિયનાં વિષયસુખનાં ત્યાગને કેમ બહ્મચર્ય કહ્યું છે તે સમજી શકાય છે.
રસનાદિ ચાર ઇન્દ્રિયો ન હોય તો સાંસારિક જીવન ચાલી શકે છે, પરંતુ સ્પર્શેન્દ્રિય વિના સાંસારિક જીવન સંભવિત નથી. બેથી પાંચ ઇન્દ્રિયના વિષયના સેવનમાં અંતરા હોય છે, પણ સ્પર્શનનો વિષય નિરંતર ચાલુ હોય છે. મુખ, નાક, કાન અને ચક્ષુ જરૂર પડયે બંધ કરી શકાય છે, પણ સ્પર્શેન્દ્રિય બંધ કરી શકાતી નથી. તેથી સ્પર્શેન્દ્રિય ક્ષેત્રથી અને કાળથી અખંડ છે. અન્ય ચાર ઇન્દ્રિયો કાળથી કે ક્ષેત્રથી અખંડ નથી. સ્પર્શેન્દ્રિયનો સથવારો શરૂ થયા પછી આજ સુધી છૂટયો નથી, તેથી કાળથી અખંડ છે, અન્ય ઇન્દ્રિયો આવે અને જાય એમ હોવાથી અખંડ નથી. સ્પર્શેન્દ્રિયનો સંયોગ સહેલાઈથી છૂટતો નથી, છૂટે ત્યારે મોક્ષ મળે છે. તેથી નિશ્ચિત થાય છે કે જ્યાં સુધી સ્પર્શેન્દ્રિયના વિષયને જીવ જીતતો નથી ત્યાં સુધી તે પૂર્ણ સુખી કે પૂર્ણ સ્વતંત્ર થઈ શકતો નથી. તેથી સ્પર્શેન્દ્રિયના વિષયને પોતાનો સૈકાલિક મહાશત્રુ જાણી આચાર્યોએ એના વિષયત્યાગને બ્રહ્મચર્ય કહેલ છે.
પંચેન્દ્રિયના વિષયભોગના ત્યાગની વાત તો જગત સહેલાઈથી સ્વીકારે છે, પણ ઇન્દ્રિયજન્ય જ્ઞાનદર્શનને આત્મરમણતામાં બાધક કહેવામાં આવે છે ત્યારે તે સ્વીકાર્ય થતું નથી. વિચારતાં સમજાય છે કે આત્મા ઇન્દ્રિયના વિષયોથી પર છે, તેને રૂપ, રસ, ગંધ, સ્પર્શાદિ નથી. તેથી ઇન્દ્રિયાતીત, વિકલ્પાતીત આત્માને સહવામાં મન તથા ઇન્દ્રિયો નિરુપયોગી, બાધક અને ઘાતક છે. ઇન્દ્રિયો બહિર્મુખ પ્રવર્તે છે, આત્માને અંતર્મુખ વૃત્તિથી સમજવાનો છે. આથી ઇન્દ્રિયોના વિષયો ભોગવવા તે
૧૮૯
Page #216
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
બ્રહ્મચર્યને ઘાતક છે એટલું જ નહિ પણ એમના માધ્યમ દ્વારા બહારનું જાણવું-દેખવું એ પણ બહ્મચર્યમાં બાધક છે.
ઉત્તમ બહ્મચર્ય પાલન માટે નિશ્ચય અને વ્યવહાર એમ બંને પ્રકારનાં બ્રહ્મચર્યનું પાલન જરૂરી છે. એક અંગની ઉપેક્ષા કરવાથી બ્રહ્મચર્યમાં ખામી આવે છે. જો માત્ર વ્યવહાર બ્રહ્મચર્યને જ બ્રહ્મચર્ય માનીએ તો આત્મરમણતાના અભાવમાં જીવ મોક્ષ પ્રાપ્ત કરી શકતો નથી, તેથી તે યથાર્થ બ્રહ્મચર્ય નથી. માત્ર નિશ્ચય બ્રહ્મચર્ય હોય અને બાહ્યથી ન હોય તો તેના બંધ પણ જીવને પડે છે તેથી તે પણ યથાર્થ બ્રહ્મચર્ય કહી શકાય નહિ. આથી જીવનમાં બંને પ્રકારનાં બ્રહ્મચર્યનો સુમેળ હોવો આવશ્યક છે.
અહીં આપણે જોયું તે પ્રમાણે ક્ષમા, માદવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય એ દશ ધર્મ આત્માના બતાવ્યા છે. આ ધર્મનું પાલન કરતાં ઉત્તમોત્તમ મોક્ષગતિને જીવ પ્રાપ્ત કરે છે. આ ઉત્તમધર્મ પ્રાપ્ત કરવા માટે અનિત્ય, અશરણ, અશુચિ, એકત્વ, અન્યત્વ આદિ બાર ભાવનાઓનું અનુપ્રેક્ષણ ખૂબ મદદરૂપ થાય છે તે આપણે જોયું. તેમાંથી ‘અહિંસા, સંયમ અને કપરૂપ ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે એ વિધાનની સાર્થકતા સમજવાની છે.
અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ, અશુચિ અને સંસારભાવનાનું અનુપ્રેક્ષણ કરી જીવ પોતાનાં ક્ષમા, માદેવ, આર્જવ અને શૌચધર્મને ખીલવવાનો પુરુષાર્થ શ્રી સદ્ગુરુ આશ્રયે કરે છે અને ચારે ઘનઘાતી કષાયોને મંદ કરે છે. તે દ્વારા જ્યાંથી પાપકર્મ પ્રવેશે છે તે છિદ્રોને બૂરી, આશ્રયદ્વાર બંધ કરે છે. આશ્રયદ્વાર બંધ કરવાથી આત્માના ફરતી એવી દિવાલ રચાય છે કે જેમાંથી કર્મોનો પ્રવેશ થતો અટકી જાય.
આશ્રદ્વાર બંધ કરવાથી કર્મ તરફથી થતો હલ્લો અટકી જતો નથી, અને એ હુમલો જો ચાલુ જ રહે તો આશ્રદ્વાર ખૂલી જવાનો સંભવ રહે છે, જેમાંથી પાપકર્મો પ્રવેશી જીવને દુઃખની ખીણમાં લઈ જઈ શકે. આ સ્થિતિમાં જવું ન પડે તે માટે
૧૯૦
Page #217
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
શ્રી પ્રભુએ સંવરભાવના આપી છે. કર્મનો સંવર કરવો એટલે કર્મોને આવતા રોકવા, તેમના હલ્લાને ખાળવો, અને આશ્રવદ્યાર સુધી તેને પહોંચવા જ ન દેવા. આ માટે આશ્રવ, સંવર અને નિર્જરા એ ત્રણ ભાવનાનું અનુપ્રેક્ષણ સૂચવ્યું છે. તેમાં રહેલી ભાવનાને ગુણોમાં પલટાવવા માટે સત્યધર્મ અને સંયમધર્મનું પાલન સમજાવ્યું છે. સાચા અર્થમાં સત્ય અને સંયમ ધર્મનું પાલન, પાપકર્મ ઉત્પન્ન થાય તેવા ભાવથી જીવનું રક્ષણ કરે છે. પરિણામે આશ્રવદ્વાર ખુલી શકે એટલો બળવાન હલ્લો કર્મથી થઈ શકતો નથી. આમ આશ્રદ્વાર બંધ કરીને અને કર્મનો સંવર કરીને જીવ નવા પાપકર્મના પ્રવેશથી અટકી જાય છે.
તે પછીનો અધિકાર આવે છે, અણસમજ અને અજ્ઞાનતામાં એકઠી કરેલા અનંત કર્મબંધને કાઢવાના પુરુષાર્થનો. આ સકામ નિર્જરા કરવા માટે લોકસ્વરૂપ ભાવના, બોધદુર્લભ ભાવના અને ધર્મભાવના એ ત્રણ ભાવનાનું અનુપ્રેક્ષણ જીવને પુરુષાર્થ કરવા માટે ઉત્સાહીત કરે છે. લોક કેવો છે, તેમાં પોતાનું સ્થાન ક્યું વગેરેની વિચારણા જીવને પોતાનાં અલ્પત્વનું ભાન કરાવે છે. સાથે સાથે જે સંજ્ઞીપંચેન્દ્રિય મનુષ્યપણાની સુવિધાવાળી અવસ્થા પ્રાપ્ત થઈ છે તે અવસ્થા પ્રાપ્ત થવી કેટલી દુર્લભ છે, અને તે સ્થિતિ ગયા પછી ફરીથી પ્રાપ્ત કરતાં કેટલો લાંબો કાળ પસાર થઈ જાય છે તેની સમજણ બોધિદુર્લભ ભાવના ભાવમાં આવે છે. આ ભાવનાને કારણે પૂર્વ સંચિત કર્મો વહેલામાં વહેલી તકે કાઢવા તે જીવ કૃત નિશ્ચયી બને છે. અને પરિણામે તે સત્યધર્મનું આચરણ કરવા તત્પર બની ધર્મભાવનાની અગત્ય સ્વીકારે છે. અંતરંગમાં જાગેલા આ ઉત્તમ ભાવોને વિકસાવવા તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય એ ચાર ધર્મનું શરણું તે સેવે છે. તપના બાર પ્રકારમાંથી વધુમાં વધુ જેટલા પ્રકારનાં તપ તે કરી શકે તેટલાં કરી મોટા પ્રમાણમાં સકામ નિર્જરા કરે છે. તેથી આત્મશુદ્ધિ વધવા લાગે છે, વીર્ય વધે છે અને જીવ આત્માનુભૂતિમાં જે કંઈ બાધક હોય તે સર્વનો ત્યાગ કરવા ઉત્સાહિત થાય છે. ત્યાગને કારણે સ્વસંયમ વધે છે. ત્યાગનાં બીજાં પાસારૂપે તેનો આકિંચન્ય ધર્મ શુધ્ધ થતો જાય છે. પરિગ્રહ અને પરિગ્રહબુધ્ધિ લુપ્ત થતાં જાય છે. આમ જગતના પદાર્થો વિશે નિસ્પૃહપણું આવતાં તેની બ્રહ્મચર્ય પાળવાની,
૧૯૧
Page #218
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
બ્રહ્મમાં ચરવાની ક્ષમતા વિશેષ વિશેષ થતી જાય છે. આ દશાનું ઉત્કૃષ્ટ સ્વરૂપ એ જ સર્વજ્ઞપણું છે.
આ પ્રકારે આત્માના દશ ધર્મ તથા તેને સહાયકારી બાર ભાવનાનાં સ્વરૂપને યથાર્થ પણે સમજીને આચરવાથી અનાદિકાળથી ચાલ્યું આવતું જીવનું પરિભ્રમણ સમાપ્ત થાય છે. અનાદિકાળથી ન મેળવેલ આત્માનાં શાશ્વત સુખને આત્મા પ્રાપ્ત કરે છે. જગતમાં પ્રવર્તતાં અનંત પ્રકારનાં કષ્ટોથી આત્મા સદાકાળને માટે છૂટકારો પામે છે. સુખની શોધમાં અનાદિકાળથી ભટકવા છતાં જે શાશ્વતસુખની ઝાંખી પણ આવી નહોતી, તે સુખને હસ્તામલક્વત્ આ ધર્મ જ કરે છે. આ સર્વ ઉત્તમ લાભો ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે' તે પુરવાર કરે છે.
ધર્મનાં આ શરણ વિના કોઈપણ જીવ શાશ્વત સુખના પડછાયાને પણ પામી શક્યો નથી, પરિભ્રમણની અલ્પતા કરી શક્યો નથી, જન્મ, જરા, મૃત્યુના કષ્ટથી બચી શક્યો નથી. અનંતાનંત જીવો આ શરણ વિના અનંતાનંત પ્રકારનાં દુઃખો આ લોકમાં ભોગવી રહ્યા છે તે હકીકત જ ધર્મનાં ઉત્કૃષ્ટ મંગલપણાને સમજાવે છે.
ધર્મનાં આવા ઉત્કૃષ્ટ મંગલપણાને પામવા માટે જરૂરી એવું તેનું અનન્ય શરણ જીવને સ્વયં પ્રાપ્ત થતું નથી, તે માટે ઉત્તમ સદ્ગુરુ રૂપ માધ્યમની જરૂરત રહે છે અને એ તથ્ય ધર્મનાં મંગલસ્વરૂપનાં એક અન્ય પાસાને ખૂલ્લું કરે છે.
અનાદિકાળથી રખડતા આત્માને ધર્મનાં સાચાં રહસ્યમય સ્વરૂપની જાણકારી સ્વયં તો પ્રગટતી નથી, એ મેળવવા માટે તેનાં જાણકાર અને તેને યથાર્થ પચાવનાર એવા સદ્ગુરુનું માર્ગદર્શન અનિવાર્ય બને છે. જેમણે આત્માનુભૂતિ મેળવી છે અને ધર્મને યથાર્થતાએ પાળ્યો છે, તેમની અનુભવવાણી શરણે આવનારને ખૂબ ઉપકારી થાય છે. વળી આ ધર્મની વિશેષતા એ છે કે તેમાં ખૂબ જ વિશાળતા રહેલી છે, જેમણે ધર્મને અવધાર્યો છે તેમનાં હ્રદયમાં કોઈ પ્રકારના બદલાની આશા વગરનો કલ્યાણભાવ ઉત્પન્ન થાય છે. સહુ જીવ આવા સુખની અનુભૂતિ ત્વરાથી પામો એ ભાવ તેમનાં હ્રદયમાં ઘૂંટાય છે. પોતાને આવો કલ્યાણભાવ પોતાના ગુરુ પાસેથી
૧૯૨
Page #219
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
નિષ્કારણ કરુણાથી મળ્યો છે એ અનુભૂતિ તેને આવા કલ્યાણભાવ કરવા પ્રતિ દોરી જાય છે. અને ગુરુ પાસેથી મેળવેલો કલ્યાણભાવ શિષ્ય પ્રતિ વહાવી એ કૃતાર્થતા અનુભવે છે. કલ્યાણભાવની આ પરંપરા ધર્મને સર્વોત્કૃષ્ટ અને શાશ્વત મંગલરૂપ બનાવે છે તે સહેજે સમજી શકાય તેમ છે. આવી કલ્યાણની પ્રક્રિયા ક્યારે પણ સંસારમાં બનવી સંભવતી નથી. અનાદિકાળથી શરૂ થયેલી ધર્મની આ કલ્યાણભાવના અનંતકાળ પછી પણ એ જ રીતે સતત ચાલ્યા કરવાની છે, એ છે ધર્મનું સનાતનપણું અને મંગલપણું.
દેખીતી રીતે જ પ્રશ્ન થાય કે આ મંગલપણામાં ભરતી-ઓટ કે અભાવ સંભવી શકે કે નહિ?
શિષ્યને પ્રાપ્ત થયેલો કલ્યાણભાવ પોતાના સદ્ગુરુ પાસેથી મળ્યો હોય છે, તેમને તેમના ગુરુ પાસેથી, એમ પરંપરા ચલાવતાં તે શ્રી તીર્થકર પ્રભુ સુધી લંબાય છે. સર્વ સપુરુષો અને સદ્ગુરુઓ જગતજીવો પ્રતિ કલ્યાણભાવ સેવે છે ખરા, પણ તેમના કલ્યાણભાવમાં સમાવેશ પામતા જીવોની સંખ્યા મર્યાદિત હોય છે; અર્થાત્ જગતના જીવોના અમુક ભાગ સુધી જ તે વિસ્તરિત થયેલી હોય છે. તેમાં અપવાદ છે શ્રી તીર્થંકર પ્રભુ તથા પંચપરમેષ્ટિ ભગવંત. તેમના આત્મામાં આ કલ્યાણભાવના જીવ સમસ્ત સુધી અને ઉત્કૃષ્ટતાએ ખીલે છે. એમની આ ભાવનાને કારણે તેમનામાં ધર્મ ઉત્કૃષ્ટતાએ અને સર્વાગીપણે પ્રગટ થાય છે. પરિણામે તેઓ ધર્મના પ્રણેતા, સ્થાપક અને પ્રસારક બને છે.
શ્રી તીર્થંકર પ્રભુ આદિએ જીવ સમસ્તના કલ્યાણભાવ પોતાના આત્મામાં ઘૂટયા હોય છે; અને જ્યારે તેઓ સિદ્ધ થાય છે ત્યારે અનંતજીવો કલ્યાણને પામ્યા હોતા નથી. આ અપેક્ષાએ તેમના કલ્યાણભાવ અધૂરા રહ્યા છે એમ કહી શકાય. વળી કોઈ પણ ભાવ નિષ્ફળ નથી, એ સર્વજ્ઞ ભગવાનનું જ વચન છે, તો આવો ઉત્કૃષ્ટ કલ્યાણભાવ કેવી રીતે નિષ્ફળ હોઈ શકે ? પરિણામે શ્રી તીર્થકર ભગવાન સહિતના પરમેષ્ટિ જ્યારે સિધ્ધ થાય છે ત્યારે તેઓ વણ વપરાયેલાં આ કલ્યાણનાં પરમાણુઓ
૧૯૩
Page #220
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
જગતમાં તરતા મૂકતા જાય છે. જ્યારે પુરુષ કે સગુરુ પોતાના કલ્યાણભાવને ઘૂંટે છે ત્યારે તેમાં શ્રી પરમેષ્ટિ પ્રભુએ તરતા મૂકેલા કલ્યાણનાં પરમાણુઓ ભળે છે અને એ સત્પરુષાદિના કલ્યાણભાવને બળવાન કરે છે. તેઓ જ્યારે સિધ્ધ થાય છે ત્યારે બાકી બચેલા કલ્યાણભાવનાં પરમાણુઓ જગતમાં તરતા મૂકતા જાય છે. આ પરમાણુઓ અન્ય કલ્યાણભાવી જીવો ગ્રહણ કરે છે. અને આમ કલ્યાણ કરવાનો માર્ગ સતત ચાલતો રહે છે. આ પ્રક્રિયાને કારણે સમજી શકાશે કે જગતમાં કલ્યાણના માર્ગ બે નથી, એક જ છે અને એ માર્ગ પણ સનાતન છે. ક્યારેય ક્ષય પામતો નથી. જગતમાં વિદ્યમાન અનેક પરમેષ્ટિ પ્રભુમાં એક સાથે જઘન્ય ૨૦ તીર્થકર ભગવાન હોય છે અને ઉત્કૃષ્ટ ૧૭૦. એથી સ્પષ્ટ છે કે માર્ગ સનાતન છે. અલબત્ત, જગતના અમુક ભાગમાં ધર્મ પ્રવર્તન વિશેષ છે, અમુક ભાગમાં અલ્પ છે અને અમુક ભાગમાં ધર્મનું અસ્તિત્વ જ નથી. પણ જગત આખું ક્યારેય ધર્મરહિત કે ધર્મમય બનતું નથી. માર્ગનું સનાતનપણું, શ્રી તીર્થકર પ્રભુ દ્વારા સ્વયં સેવાતો ‘જીવ સમસ્ત માટેનો કલ્યાણભાવ અને અન્ય પરમેષ્ટિ ભગવંતથી અનુસરાતા તથા અનુમોદાતા કલ્યાણભાવમાંથી નિષ્પન્ન થતો ઉત્કૃષ્ટ મંગલમય ધર્મ પોતે જ પોતાની ઉત્તમતાની સાબિતિ આપે છે. આ સનાતાનપણા અને કલ્યાણભાવના પર વિચાર કરવાથી ધર્મનું મંગલપણું સ્પષ્ટ થઈ જાય છે.
ધર્મ સંસ્થાપક અને મોક્ષમાર્ગના પ્રણેતા શ્રી તીર્થંકર પ્રભુએ ધર્મમાર્ગ પ્રકાશિત કર્યો. અને જેટલી શુધ્ધતા શક્ય હતી તેટલી શુધ્ધતાથી તેમણે આત્માનાં સ્વરૂપને સમજાવ્યું છે. એ માર્ગને પૂર્ણ વીતરાગી પરમાત્માએ ઉત્તમ રીતે દર્શાવ્યો, પણ પાત્રતાના અભાવવાળા જીવો તેને યથાર્થ રીતે ગ્રહણ કરી શક્યા નહિ. શ્રી ગણધરપ્રભુ જેવા ઉત્તમ સત્પાત્રો તેને યથાર્થ રીતે ગ્રહણ કરી શક્યા. વીતરાગવાણી ઉત્તમ તો હતી જ, પણ તેને ઝીલી શકે એવી પાત્રતા સહુ જીવોમાં ન હોય તે સહજ છે. આમ છતાં મંદપાત્ર જીવોની છૂટવાની ભાવના હોવાથી તેઓ અને શ્રી તીર્થંકર પ્રભુને જોડનારી, કરુણામય સદ્ધર્મનાં શરણમાં રાખી શકે એવા શ્રી સદ્ગુરુની જરૂરિયાત અવશ્ય બની. આ કાર્ય કરે છે શ્રી ગણધરાશિ પ્રમુખ સગુરુ. પુદ્ગલનાં મમત્ત્વની
૧૯૪
Page #221
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
ભાગદોડની વચ્ચે, સગુરુરૂપી કરુણામય માર્ગ બતાવનારની સહાયતા વિના જીવ શુધ્ધ પુદ્ગલરૂપી શાસ્ત્રોને પોતાનાં અંતરંગમાં પામી શકતો નથી, તેને માર્ગદર્શક, માર્ગબોધક સદ્ગુરુની સહાય પ્રત્યેક પગલે વિકાસ માટે જરૂરી બને છે. સગુરુ આ વચલી કડી કેવી રીતે બને છે તે વિચારવા યોગ્ય છે.
શ્રી તીર્થંકરપ્રભુ દેશના વખતે અને અન્ય ઉદય પ્રસંગે પોતે છદ્મસ્થાવસ્થામાં એકત્રિત કરેલા “જીવસમસ્તનું કલ્યાણ થાય એ ભાવના કર્મ પરમાણુઓ વાતાવરણમાં વહેતાં મૂકે છે. આ ચર(ફરતા) પરમાણુઓ સત્પાત્ર આત્માઓ પોતાના કલ્યાણભાવને ઘૂંટવા જગતમાંથી એકત્ર કરે છે. જે જીવ સાથે ઋણાનુબંધ હોય તે જીવને લગતાં કલ્યાણના પરમાણુઓ ગ્રહણ થઈ પોતાના સ્વયં કલ્યાણભાવ સાથે એકરૂપ થાય છે, આ બંનેના – તીર્થકર (કેવળીપ્રભુ) અને સદ્ગુરુના – કલ્યાણભાવનું મિશ્રણ થતાં તેની શક્તિ ઘણી વધી જાય છે. અને આ પરમાણુઓ જ્યારે શ્રી સદગુરુ પાસેથી તેના શિષ્ય પાસે બોધ કે ઉપદેશ સ્વરૂપે પહોંચે છે ત્યારે કલ્યાણભાવનાં હાર્દના પ્રભાવથી શિષ્ય કલ્યાણમાર્ગ પ્રતિ ખૂબ આકર્ષાય છે, તેની સંસારથી છૂટવાની ભાવના ખૂબ બળવાન થાય છે, અને તેના કષાયો શાંત ને શાંત થતા જાય છે. આમ આ કલ્યાણભાવનું મિશ્રણ અમંગલરૂપ સંસારમાં શિષ્યને મંગલરૂપ કરે છે. જો આ મિશ્રણ શ્રી સદગુરુ અને પુરુષના આત્મામાં થતું ન હોય તો માર્ગનું સનાતનપણું રહી શકે નહિ. શ્રી તીર્થંકર પ્રભુએ વહાવેલા કલ્યાણનાં પરમાણુઓ જો અન્ય પુરુષો ગ્રહણ કરે નહિ તો તે પરમાણુઓ આ જગતમાં વ્યર્થપણે જ ફરતા રહે. વળી શ્રી તીર્થકર પ્રભુ સિવાયના સમસ્ત સપુરુષોમાં જીવ સમસ્તના કલ્યાણની ઉત્કૃષ્ટ છતાં નિસ્પૃહ ભાવના ઉદ્ભવતી નથી, તેઓમાં માત્ર અમુક કક્ષા કે સંખ્યા સુધીના જીવોનું કલ્યાણ વાંછવાની શક્તિ રહે છે, અને જેટલા જીવોનું કલ્યાણ વાંછવામાં આવે તેનાથી અસંખ્યાતમા ભાગના જીવોનું જ કલ્યાણ થાય છે. બીજા જીવો માટેનાં કલ્યાણભાવનાં પરમાણુ નિરર્થક બને છે. વળી, અરિહંત સિવાયના કોઈ જીવમાં કલ્યાણની ભાવના સ્વયં પ્રગટતી નથી. પ્રત્યેક જીવને બીજાનાં કલ્યાણભાવનાં પરમાણુના આધારની જરૂર પડે છે, પોતાનો કલ્યાણભાવ સ્વીકારવા અને વિસ્તૃત કરવા. આ અવલંબનના
૧૯૫
Page #222
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
અભાવમાં અમૂક કાળ પછી ધર્મના કલ્યાણભાવનું અસ્તિત્વ જ નાબુદ થઈ જાય. એ પરથી સમજાય છે કે જગતમાં પ્રવર્તતા કલ્યાણભાવના પરમાણુને સ્વીકારી પોતાના આત્મામાં એકરૂપ કરવા એ પરમેષ્ટિ માટે કેટલા જરૂરી છે. એ મિશ્રણ પરમેષ્ટિ દ્વારા થયા કરે છે, જગતમાં પ્રવર્યા કરે છે અને અન્ય દ્વારા ગ્રહણ થયા કરે છે – તેના લીધે આ સનાતન કલ્યાણમાર્ગ પ્રવર્તે છે. આ પ્રક્રિયા એ જ આત્મા માટે સર્વોત્કૃષ્ટ મંગલ છે.
શ્રી તીર્થકર પ્રભુ, કેવળીપ્રભુ તથા સર્વ પુરુષોના કલ્યાણભાવનું મિશ્રણ લોકકલ્યાણ માટે ખૂબ ઉપકારી છે તે આપણે જોયું. આ કલ્યાણભાવ વિશે જીવનો કેવો અભિગમ હોવો જરૂરી છે? જ્યારે જીવને સગુરુ કૃપાએ છૂટવાના, શાશ્વત સુખ પામવાના ભાવ થાય છે, ત્યારે તેનામાં સદ્ગુરુ પ્રતિ સાચાં પ્રેમ, શ્રધ્ધા અને અર્પણભાવ જાગવા જરૂરી છે. સગુરુ પ્રતિ નિર્ચાજ પ્રેમ જાગતો નથી ત્યાં સુધી તેમની નિષ્કારણ કણાને સ્વીકારી શકવા જેટલો તે જીવ પાત્ર થતો નથી. શ્રી ગુરુ સાથેનાં શુભ ઋણાનુબંધ કલ્યાણ માટે અનિવાર્ય છે, કારણ કે જો જોઈતા પ્રમાણમાં શુભ ઋણાનુબંધ ન હોય તો ગુરુ સાચા છે, તે કહે છે તે યોગ્ય છે, તેમના કહ્યા પ્રમાણે મારે કરવું યોગ્ય છે, એવું શ્રધ્ધાન જીવમાં જાગી શકતું નથી. અને શ્રધ્ધા ન હોય ત્યાં સુધી ગમે તેવી ઉત્તમ વાત હોય છતાં તેની કોઈ કિંમત રહેતી નથી.
જ્યારે શ્રી સદ્ગુરુ માટે નિર્મળ પ્રેમ અને દઢ શ્રધ્ધાન શિષ્યમાં પ્રગટ થાય છે, ત્યારે તે શિષ્ય ગુરુ પ્રતિ શરણાગતિના વિનયભાવ સાથે પ્રવર્તે છે તેને ગુરુ માટે ખૂબ અહોભાવ વેદાય છે. અને પોતાને સંસારના કાદવમાંથી કાઢી નિર્મળ આત્મસુખમાં લઈ જનાર આ સદ્ગુરુ છે એવી અનુભૂતિ થતાં તેને શ્રી ગુરુ માટે ખૂબ ખૂબ આદરભાવ, પ્રેમભાવ અને તેમની સાથે એકતા અનુભવાતી જાય છે. આ રીતે જીવમાં પ્રગટતી મંગલતા, એ ધર્મનો જ પ્રભાવ છે. અને એ અપેક્ષાએ ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે.
પ્રત્યેક જીવને સંસાર પરિભ્રમણના આરંભકાળથી આઠ શુધ્ધ પ્રદેશો હોય છે. આત્માના અસંખ્ય અશુધ્ધ પ્રદેશોની વચ્ચે આ આઠ પ્રદેશો અનંતકાળ સુધી પોતાનું
૧૯૬
Page #223
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
શુધ્ધપણું જાળવી રાખે છે, અને ક્યારેય તે અશુધ્ધ થતા નથી, એટલું જ નહિ વખત આવે આ જ શુધ્ધ પ્રદેશો અન્ય અશુધ્ધ પ્રદેશોને શુધ્ધ થવાની પ્રેરણા આપે છે અને શુધ્ધ થવામાં સહાયરૂપ થાય છે. આ શુધ્ધ પ્રદેશોને શુધ્ધપણું જાળવવામાં સહાય કરે છે પંચપરમેષ્ટિ ભગવંત. પ્રત્યેક વિકાસનાં પગલે તેઓ આ પ્રદેશોને ઉજમાળ રાખી અન્ય પ્રદેશો પરથી મેલ કાઢવા નિમિત્ત આપે છે. આ શુધ્ધ પ્રદેશોમાં શ્રી તીર્થકર પ્રભુના આત્મામાં ઉદ્ભવેલો અને અન્ય સપુરુષોના આત્મામાં પોષાયેલો કલ્યાણભાવ રોપાયો હોય છે, અને તે સતત કાર્યાન્વિત રહી ક્યારેય લુપ્ત થતો નથી. જો રોપાયેલો કલ્યાણભાવ ત્યાંથી લુપ્ત થાય તો જ એ પ્રદેશો પર કર્મપરમાણુઓ આવી શકે. શ્રી તીર્થકર પ્રભુના બળવાન કલ્યાણભાવના પરિણામે એવું તો બનતું જ નથી, તેથી એ પ્રદેશોના વીતરાગભાવમાંથી તીર્થંકર પ્રભુ પ્રેરિત કલ્યાણભાવ સદાય ઉદ્ભવતો રહે છે અને એ પ્રદેશોને અશુધ્ધ થવા દેતો નથી. શ્રી પંચ પરમેષ્ટિ ભગવંત પ્રતિથી થતી આ કૃપામાં ધર્મનું ઉત્કૃષ્ટ મંગલપણું નિત્ય અનુભવી શકાય છે.
આ બધું જાણ્યા પછી શ્રી તીર્થંકર પ્રભુનો કલ્યાણભાવ કેવી રીતે ઉદ્ભવે છે અને કેવું કાર્ય કરે છે તેની જિજ્ઞાસા થાય તે સ્વાભાવિક છે. સંસારમાં પરિભ્રમણ કરતો કરતો શ્રી તીર્થંકર પ્રભુનો આત્મા સહુ સાથેના મૈત્રીભાવને ઝંખતો થાય છે, વેરનિવૃત્તિ ઇચ્છતો થાય છે. તેમની આ અંતરંગ ભાવના ક્રમે ક્રમે ભવોના ભવો સુધી વિકસતી રહે છે. અને સહુ જીવો આત્માની ઉત્તમ સુખાકારી પાસે એવી ભાવના બળવાન કરતી જાય છે. જ્યારે આ ભાવનું ઉત્કૃષ્ટપણું તેમનો આત્મા વેદે છે ત્યારે તેમનું તીર્થકર નામકર્મ નિકાચીત બને છે. અને એ બળવાન કલ્યાણભાવના પ્રભાવથી તેમના નિમિત્તે જેટલા જીવ છૂટવાના હોય તેટલા નિત્યનિગોદના જીવોનો પહેલો આત્મપ્રદેશ શુધ્ધ થાય છે, નિરાવરણ થાય છે. તે પછી તે દેહત્યાગ વખતે બીજો પ્રદેશ ખૂલે છે, જે જન્મમાં તીર્થ પ્રવર્તાવવાના હોય તે જન્મનાં ગર્ભ, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ કલ્યાણક વખતે એક એક પ્રદેશ ખૂલે છે. આમ સાત પ્રદેશો શ્રી તીર્થકર ભગવાનના નિમિત્તથી પ્રત્યેક જીવને નિરાવરણ થાય છે. અને આઠમો પ્રદેશ સિદ્ધ થતા કેવળીભગવાનના નિમિત્તથી ખૂલે છે. શ્રી તીર્થકર ભગવાનના નિમિત્તથી જે
૧૯૭
Page #224
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
જીવનો આઠમો પ્રદેશ ખૂલે છે, તે જીવને સાતમો અને આઠમો એમ બે પ્રદેશો એક સાથે ખૂલે છે, અને ભાવિમાં તે જીવ તીર્થકર થાય છે.
શ્રી તીર્થકર ભગવાનના આ આઠ રુચક પ્રદેશો નિમિત્ત મળતાં, પ્રસંગ પડતાં 3ૐની આકૃતિમાં ગોઠવાઈ જાય છે, અને એ દ્વારા વિશિષ્ટ બળ ઉત્પન્ન કરી તે આત્માને વિકાસમાં ખૂબ સહાય કરે છે. આ 3 આકૃતિની શરૂઆતથી ધર્મત્વ શરૂ થાય છે. ૐ એ પંચપરમેષ્ટિ ભગવંતના પ્રતિકરૂપ છે. પછી જ્યારે જ્યારે વિકાસની મહત્ત્વની ક્ષણો આવે છે ત્યારે શ્રી પ્રભુના ચક પ્રદેશો એકઠા થઈ ૐની આકૃતિ રચે છે, અને અમુક દશા સુધીનો વિકાસ થયા પછી એ પ્રદેશોની આસપાસથી ૐ ધ્વનિ ઊઠે છે, જે શ્રી પ્રભુના આત્માને અકષાયી થવામાં મદદરૂપ થાય છે. આમ આગળ વધતાં વધતાં જ્યારે શ્રી પ્રભુ ક્ષપક શ્રેણિ આરંભે છે ત્યારે અમુક વિશિષ્ટ રીતે તે પ્રદેશો દેહમાં ગોઠવાઈ જાય છે. સૌથી વધારે પ્રદેશો (છ) નાભિમાં રહે છે કારણ કે સૌથી બળવાન એવા મોહનીયનો ક્ષય કરવા સૌથી વિશેષ બળ જોઈએ. મોહનીય કર્મનાં મુખ્ય કર્મ પરમાણુઓ નાભિમાં રહેલાં હોવાથી તેનો નાશ માટે વધારે શુધ્ધ પ્રદેશો નાભિમાં ગોઠવાય છે. તે અશુધ્ધ પ્રદેશોને પ્રેરણા આપી શુધ્ધ થવામાં સહાય કરે છે. તે પછીનો પ્રદેશ હૃદયમાં રહે છે. અને હૃદયમાં અંતરાયનાં કર્મો વસતાં હોવાથી તે પ્રદેશોને પણ શુધ્ધ થવાની પ્રેરણા મળે છે. નાભિના પ્રદેશોમાંથી બળનો પ્રવાહ વહી હૃદય સુધી આવે છે અને અંતરાયનાશમાં મદદ કરે છે. એ પ્રદેશનો પ્રવાહ, નીચેથી આવતા પ્રવાહમાં ભળી મસ્તકમાં જાય છે, જ્યાં એક શુધ્ધ પ્રદેશ ગોઠવાયો હોય છે, અને જ્ઞાનદર્શનના આવરણો વિશેષતાએ એ ભાગમાં રહેલાં હોય છે. આખો પ્રવાહ એકરૂપ બની જ્ઞાનદર્શનનાં આવરણ ક્ષય કરી કેવળજ્ઞાની, કેવળદ તે આત્મા થાય છે. આ પરથી ઘાતકર્મોના ક્ષયનો ક્રમ પણ સમજાઈ જાય છે. - શ્રી તીર્થંકર પ્રભુ જ્યારે દેશના આપે છે ત્યારે એમના શુધ્ધ પ્રદેશો શ્રેણિના સમયના પ્રદેશોની માફક ગોઠવાઈ જાય છે. અન્ય પ્રદેશો, જે છદ્મસ્થ અવસ્થામાં મોહનીયથી વિશેષ છવાયેલા હતા તે પ્રદેશો શુધ્ધપ્રદેશની નીચે ગોઠવાય છે. વાચાવર્ગણાના ઉદયને કારણે ત્યાંથી ૐ ધ્વનિ ઉત્પન્ન થાય છે, અને એક શુભ પ્રવાહ ઉપર તરફ વહે છે
૧૯૮
Page #225
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
જેમાં મોહનીયને તોડવાનું બળ પૂરાયેલું હોય છે. આ પ્રવાહ હ્રદયમાં આવે છે ત્યારે એ ૐ ધ્વનિ બળવાન થાય છે કારણ કે ત્યાંથી અંતરાય કર્મ તોડવાનું બળ પૂરાય છે. અને તે પ્રવાહ મસ્તક સુધી વહી ત્યાંથી જ્ઞાનાવરણ દર્શનાવરણ ક્ષય કરવાનું બળ ઉમેરી મસ્તકમાંથી ૐ ધ્વનિ રૂપે શરીરની બહાર નીકળે છે. બીજા સમયથી પ્રભુના આખા દેહમાંથી ૐ ધ્વનિ પ્રસારિત થાય છે. આ નાદ જે ભવ્યાત્મા ગ્રહણ કરે છે તેના આત્મામાં ક્રમે ક્રમે વૈરાગ્ય વધે છે, શુધ્ધ આત્મવિકાસ થાય છે. ૐ નાદનું મુખ્ય કાર્ય અંતરવૃત્તિનો સ્પર્શ કરાવવાનું અને પ્રત્યેક વિકાસનાં પગલે સહાય કરાવવાનું છે. આરંભમાં સમવસરણમાં જ અંર્તવૃત્તિસ્પર્શની પ્રાપ્તિ જીવને થાય છે. પણ જેમ જેમ તેનો વિકાસ થતો જાય છે તેમ તેમ તેને સપુરુષાદિ પાસેથી પણ ૐ ધ્વનિની સહાય મળતી જાય છે, જેના આશ્રયે જીવનો વિકાસ ચાલુ રહે છે. આ રીતે જોતાં ૐ ધ્વનિનો મહિમા અપરંપાર છે અને શાંત થતા આત્મા પોતાના નાભિથી મસ્તક સુધી આ નાદ વેદી શકે છે. એ વખતે તેનાં કર્મો અનંતગમે ખપે છે. આ છે ભીતરમાં સમજાતું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું. આ ધ્વનિનો મહિમા જીવ વિકાસનાં પ્રત્યેક પગથિયે માણી શકે છે. પુરુષપણું મેળવ્યા પછી, વીતરાગતાના ઊંડા સમુદ્રમાં જતાં આત્મા કેવળજ્ઞાનરૂપી અમૃત જ્યારે પામે છે ત્યારે અનંત ભેટવાળા કર્મબંધ સમાન થઈ જાય છે, માત્ર એક શાતાવેદનીયમાં પરિણમી ચોતરફ કલ્યાણભાવને પ્રસારે છે - એનું રહસ્ય એ જ ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું છે. તે મંગલપણું સહુને પ્રાપ્ત હોજો એ જ પ્રાર્થના છે.
ૐ શાંતિ.
૧૯૯
Page #226
--------------------------------------------------------------------------
________________
“જે પુરુષનું સંદેહરહિત વિશાળ શાસ્ત્રજ્ઞાન હોય, મન વચન કાયાની નિર્દોષ અને શાંત પ્રવૃત્તિ હોય, બીજા ભવ્યજીવોને બોધ કરવા યોગ્ય જેનાં વિશુદ્ધ પરિણામ હોય, શ્રીમાન્ જિનેંદ્ર વીતરાગ પરમાત્માનો પવિત્ર અને પ્રાણી માત્ર હિતેષી સુખદમાર્ગ પ્રવર્તાવવાના યથાર્થ વિધિમાં ઘણો ઉદ્યમવંત હોય, અન્ય જ્ઞાનીજનોને પણ પ્રણામ કરવા યોગ્ય હોય, આશારહિત હોય, એ પ્રમાણે મહાનપણાયોગ્ય ગુણો જે પુરુષમાં હોય તે પુરુષ ઉપદેશદાતા હોઈ શકે.”
―
– શ્રી ગુણભદ્રાચાર્ય આત્માનુશાસન ગાથા ૬.
Page #227
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨ શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું
ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
જેમણે આત્માની શુદ્ધિ અનુભવી છે અને અન્યને શુદ્ધિ મેળવવામાં સહાય કરી શકવા જેટલી શક્તિ મેળવી છે, તે આપ્ત પુરુષ કહેવાય છે. આવા આપ્ત પુરુષનાં હૃદયમાં તીર્થસ્થાન પ્રવર્તે છે, અને તેથી તેઓ “સહુ જીવો કલ્યાણ પામો' એવી ભાવના નિરંતર ભાવે છે, અને એ ભાવને લગતાં કલ્યાણનાં પરમાણુઓ નિરંતર વહાવતા રહે છે. એ પરમાણુઓ ગ્રહણ કરી સામાન્ય જીવો ધર્મ સન્મુખ થતા જાય છે, અને ધર્મમાં રહેલાં મંગલપણાનો અનુભવ કરી ધન્ય બનતા જાય છે. તે સહુમાં ધર્મનાં ઉત્કૃષ્ટ મંગલપણાનો પરિચય કરાવનાર છે શ્રી તીર્થકર પ્રભુ; અને તેમના સાનિધ્યમાં રહી શ્રી ગણધરજી, આચાર્યજી, ઉપાધ્યાયજી અને સાધુ-સાધ્વીજી રૂપ પંચપરમેષ્ટિ ભગવંત આ મંગલપણાનો ફેલાવો કરતા રહે છે. આવા મંગલમય ધર્મની આરાધના કરવા માટે વર્ષના સહુ દિવસોને પ્રભુએ યોગ્ય કહ્યા છે, તેમ છતાં અમુક અમુક દિવસોએ જો સમૂહમાં આરાધન કરવામાં આવે તો આત્માની ઉચ્ચ દશાએ વિરાજતા આપ્ત પુરુષોનો વિશેષ લાભ સામાન્ય જનો લઈ શકે છે, અને પોતાની ધર્મ સન્મુખતા વધારી શકે છે. આપ્ત પુરુષનાં સાનિધ્યમાં કરેલાં આરાધનથી જીવ પોતાની પ્રગતિ ઝડપી બનાવે છે અને ગુણો ખીલવતો જાય છે.
આપ્ત પુરુષનાં સાનિધ્યમાં સમૂહગત આરાધન કરવા માટે શ્રી તીર્થંકર પ્રભુએ પર્યુષણ પર્વ જેવા ઉત્તમ મંગલમય દિવસો સૂચવ્યા છે; તે પર્વને શ્રી પ્રભુએ ત્રિકાલિક અને સાર્વભૌમિક ગણાવ્યું છે. આ પર્વના શુભ દિવસો દરમ્યાન, અનાદિકાળથી
૨૦૧
Page #228
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
જીવને સંસારમાં પરિભ્રમણ કરાવનાર મિથ્યાત્વ તથા ક્રોધ, માન, માયા, લોભ આદિ કષાયોનો નાશ કરી, સમ્યકત્વ, ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ આદિ આત્માના અલૌકિક ગુણોને વિશેષતાએ ખીલવવા માટે તથા મોક્ષ મેળવવાની તૈયારી કરવા માટે આરાધન કરવામાં આવે છે. આ આરાધનને ઉત્કૃષ્ટતાએ પહોંચાડી જીવ કેવળજ્ઞાન તથા કેવળદર્શન પ્રગટાવવાનો પુરુષાર્થ કરી શકે છે. આ આરાધનથી આપ્ત પુરુષનાં જીવનમાં ધર્મનું જે મંગલપણું વર્તે છે તેનો લાભ જીવ લઈ શકે છે. પર્વના આ ઉત્તમ દિવસોમાં જે આત્માઓ પોતાની શુદ્ધિની ચરમ સીમા પામવા માટે મથતા હોય છે, તેમનાં સાનિધ્યમાં તેમનાં માર્ગદર્શન અનુસાર પ્રાથમિક અવસ્થાએ વસતા જીવો આત્મારાધન કરવાનો પુરુષાર્થ શરૂ કરે છે, આ સાથે ઉત્તમ આત્માઓનાં આરાધનને કારણે ફેલાતા તેમના કલ્યાણભાવનો લાભ મેળવી તેઓ મોક્ષમાર્ગમાં પ્રવેશ કરે છે, અને પ્રગતિ સાધે છે. આમ આવા પર્વના દિવસો કલ્યાણમય તથા મંગલમય ધર્મની પ્રભાવના કરે છે. ધર્મનું મંગલપણું પામવા માટે આપ્ત પુરુષનું જીવન જાણવું ખૂબ ઉપકારી થાય છે. શ્રી રાજપ્રભુ આવા આપ્તપુરુષ હતા અને તેમનાં જીવનમાં ધર્મનું મંગલપણું કેવી રીતે પ્રગટ થતું હતું તેનો અભ્યાસ કરવો ખૂબ રસપ્રદ બની જાય છે.
સંસારમાં આડેધડ રખડતો જીવ જ્યારે શાંતિ મેળવવા ઝંખે છે અને જ્યારે તેને કૃપાસિંધુ સપુરુષ ગુરુરૂપે પ્રાપ્ત થાય છે ત્યારે તેનામાં મંગલમય ધર્મનો પ્રવેશ થાય છે. શ્રી સદ્ગુરુના ઉપદેશથી તેને સમજાય છે કે સુખ પામવા માટે તેણે અત્યાર સુધી જે જે પ્રવૃત્તિ કરી હતી તે આત્માર્થે નિષ્ફળ અને વ્યર્થ હતી, એટલું જ નહિ પણ તે પ્રવૃત્તિ સંસાર વધારનાર અને શાશ્વત સુખથી વંચિત કરનાર હતી. તેને જો સાચું સુખ મેળવવું હોય તો તેણે સંસારની આળપંપાળ છોડી, આત્માને ઓળખી, આત્માના ગુણો વિકસાવવામાં પ્રવૃત્ત થવું જોઇએ. આના અનુસંધાનમાં તેને સ્પષ્ટતાએ સમજાય છે કે આ સંસારમાં પ્રાપ્ત થતી શાતારૂપ સર્વ સામગ્રી સદાય માટે અનિત્ય છે, સંસારની એક પણ શાતા ચિરકાળ ટકવાની નથી. તેણે જેમાં અતિ વિશેષતાએ મારાપણું કર્યું છે, તેવાં દેહ, સ્ત્રી, પુત્ર, કુટુંબ, ધન, વૈભવ, પરિગ્રહ, કીર્તિ, સત્તા
૨૦૨
Page #229
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
ઇત્યાદિ સર્વ ક્ષણિક છે, નાશવંત છે. તે પદાર્થો કોઈ ને કોઈ કાળે ઇચ્છાએ કે અનિચ્છાએ પણ જીવે છોડવાં જ પડે છે. આ ઉપરાંત જ્યારે જીવને કષ્ટમાંથી પસાર થવાનું આવે છે, મરણને શરણ થવું પડે છે ત્યારે તેને ધર્મ સિવાય અન્ય કોઈ પણ શરણરૂપ થઈ મદદકર્તા થઈ શકતું નથી. જો ક્યારેક તેને કોઈ બાહ્યથી મદદ કરતું જણાય છે તો તે તેના પુણ્યોદયના કારણે હોય છે, પુણ્ય પરવારતાં બધાં જ મદદ કરનારા ખસી જાય છે. એટલે કે આ જીવે એકલા આવવાનું છે, એકલા રહેવાનું છે, અને પોતાનાં કર્મો ભોગવવાં એકલા જ પરિભ્રમણ કરવાનું છે. તે કોઈનો નથી, કોઈ તેનું નથી. સહુ જીવો પોતપોતાનાં કર્મે કરી મળે છે અને વિખરાય છે. આ રીતે તેને ગુરુગમે અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ વગેરે વૈરાગ્ય ઉપજાવનારી ભાવનાઓ અનુભવથી સમજાય છે. પરિણામે તેનું દેહ પ્રતિનું અને સંસાર પ્રતિનું મમત્વ ઘટવા લાગે છે, અને આત્મા પ્રતિનો તેનો પ્રેમભાવ તથા અહોભાવ વધવા લાગે છે.
ઉપર જણાવેલી ભાવનાઓ વિશે વિચારણામાં ઊંડા ઉતરતાં, અને કર્મોની જાળને ઓળખતાં તે જીવને સ્પષ્ટ થાય છે કે જે દેહમાં તેને અતિશય આસક્તિ છે તે દેહ તો અશુચિમય છે, દુઃખકારક છે. આવા દેહને લીધે તેણે આ લોકનાં પ્રત્યેક ક્ષેત્રમાં જન્મ તથા મૃત્યુની કારમી વેદના સહન કરી છે. આવી કષ્ટજન્ય સ્થિતિમાં પીડાથી છોડાવનાર સત્સંવ, સગુરુ અને સત્વર્યની પ્રાપ્તિ થવી, તથા તેમના પ્રતિ શ્રદ્ધાન થવું એ અતિ અતિ દુર્લભ છે. તે માટે ખૂબ ખૂબ પુણ્યોદયની જરૂર છે. આવો પુણ્યોદય થયા પછી જ જીવ યોગ્ય આરાધન કરી વિકાસ કરી શકે છે. આ ઉપરાંત વિકાસનાં પ્રત્યેક પગથિયે ચડવા માટે વિશેષ પુણ્યોદયની જરૂર છે એ સમજાય તેવી બાબત છે. આ પ્રકારનો શુભભાવના સહિતનો વિવેક જીવ મુખ્યત્વે સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય જન્મમાં જ મેળવી શકે છે, તેથી અશુચિમય અને પીડાકારક હોવા છતાં મનુષ્યદેહની અગત્ય જીવે સમજવી ઘટે છે. સાથે સાથે તે જીવે નક્કી કરવું પડે છે કે સગુરુ તથા સત્કર્મના શરણ વિના કોઈ પણ જીવ શાશ્વત સુખના પડછાયાને પણ પામી શકતો નથી, પરિભ્રમણની અલ્પતા કરી શકતો નથી, જન્મ, જરા તથા મૃત્યુનાં કષ્ટથી બચી
૨૦૩
Page #230
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
શકતો પણ નથી. આ હકીકત સ્પષ્ટતાએ સમજાવાથી જીવને ધર્મનાં મંગલપણાનો ખ્યાલ આવવાની શરૂઆત થાય છે. અને તેથી જેમનાં જીવનમાં ધર્મનું મંગલપણું પ્રગટ થયું છે એવા સëવ અને સગુનાં શરણમાં ઇચ્છાપૂર્વક જવા તે જીવ પ્રવૃત્ત થાય છે.
ધર્મનાં ઉત્કૃષ્ટ મંગલપણાને પામવાને જીવને ઉત્તમ સગુરુરૂપ માધ્યમની જરૂરત રહે છે, કારણ કે અનાદિકાળથી લોકમાં રખડતા જીવને ધર્મનાં સાચા રહસ્યમય સ્વરૂપની જાણકારી સ્વયં તો પ્રગટી શકતી નથી. તે જાણકારી મેળવવા માટે આત્માનુભૂતિ કરાવનાર ધર્મને જેમણે યથાર્થતાએ પાળ્યો છે, સ્વરૂપાનુસંધાન કર્યું છે અને તેની સાથે સર્વ પ્રશ્નોની સમાધાનકારી બળવાન ક્ષયોપશમવાળી વાણી મેળવી છે તેવા ઉત્તમ સગુરુના સાથની જરૂરત દેખાય છે. આવા સગુરુનાં હૃદયમાં કોઈ પણ પ્રકારના બદલાની આશા વગરનો કલ્યાણભાવ પ્રગટયો હોય છે, જે ભાવ પ્રવાહરૂપે વહી શિષ્યનાં હૃદયમાં વસી તેને કલ્યાણમય બનાવે છે, અને તેનાથી આગળ વધી એ જ ભાવ તેના હ્રદયમાં ચૂંટાઈ ઘટ્ટ બની અન્ય જીવોના કલ્યાણાર્થે વહેતો થાય છે. આ રીતે અનાદિકાળથી શરૂ થયેલી ધર્મની આ કલ્યાણભાવના અનંતકાળ સુધી સતત વહ્યા કરવાની છે. જે ધર્મનાં મંગલપણાને અને સનાતનપણાને સતત પોષણ આપ્યા કરશે.
શ્રી સદ્ગુરુ પ્રતિથી વહેતો આવતો કલ્યાણભાવનો આ પ્રવાહ, ગુરુ તરફનાં શિષ્યનાં પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતાને કારણે શિષ્યના હૃદયમાં સ્થિર થાય છે, અને તેના સંગાથમાં સદ્ગુરુ પાસેથી સંસારથી છૂટવાના ભાવ દઢ કરાવનાર બોધ ભળતાં શિષ્યનાં વિષયકષાયો શાંત ને શાંત થતા જાય છે. માર્ગ આરાધવાનું નિશ્ચયપણું તેનામાં વધતું જાય છે. આ રીતે થતું ગુરુશિષ્યના કલ્યાણભાવનું મિશ્રણ શિષ્યને આ અમંગલમય સંસારમાં મંગલમય કરે છે. તેના થકી અન્યજીવોને મંગલરૂપ કરનાર કલ્યાણનો પ્રવાહ નિષ્પન્ન થાય છે, આ પ્રક્રિયાથી મોક્ષમાર્ગનું સનાતનપણું સિદ્ધ થાય છે. એ જ સનાતનપણું ધર્મને ઉત્કૃષ્ટ મંગલ ગણાવવા માટે પૂરતું પ્રમાણ કહી
૨૦૪
Page #231
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
શકાય. આમ અનેક અપેક્ષાથી વિચારીએ તો ધર્મ આરાધન એ બાહ્ય તથા ભીતરથી મંગલરૂપ છે, એવો નિર્ણય કરી શકાય છે.
ધર્મનું આવું મંગલપણું શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં ક્યાં અને કેવી રીતે પ્રગટ થતું હતું, અને તેનો લાભ અન્ય જીવોને કેવી રીતે મળ્યો હતો, અને મળે છે તે આપણે સમજવાનું છે. એમનાં જીવનનો યોગ્ય અભ્યાસ આપણે તેમની જ કૃપાથી કરી શકીએ, તેમનાં જીવનનાં રહસ્યો પામી શકીએ અને તેમના થકી “અમૃતસાગર પરમાત્મસ્વરૂપ રાજપ્રભુની કૃપાથી મારે રાજપ્રભુ જેવા થાવું છે' એ ભાવને સાર્થક કરીએ; એવો પુરુષાર્થ કરાવવા શ્રી રાજપ્રભુને વારંવાર સવિનય વિનંતિ છે.
બાળવયથી જ શ્રીમદ્ રાજચંદ્રમાં કેટલાય આત્મિક ગુણોનો આવિર્ભાવ જોવા મળતો હતો. અને વય વધવાની સાથે તે ઉપરાંતના કેટલાય વિશિષ્ટ ગુણો તેમનામાં ખીલતા ગયા હતા. તેમનાં જીવનનું ધ્યેય આત્માને ત્વરાથી શુધ્ધ કરી, મોક્ષ મેળવવાનું હતું, અને તે માટેનો પ્રબળ પુરુષાર્થ તેમણે નાની વયથી જ સફળતાપૂર્વક શરૂ કર્યો હતો. આ પુરુષાર્થનાં પરિણામમાં તેમણે આત્માની નિર્મળતા અને સિદ્ધિઓ ઉત્તરોત્તર હાંસલ કરી હતી. તેમના આત્મા પરથી કર્મનાં દળિયાં ઘણાં ઝડપથી ખરતાં ગયાં હતાં, અને વિશુદ્ધિ ઝડપથી વધતી હતી તેનો અંદાજ આપણને તેમનાં સાહિત્ય અને અન્ય ઉપલબ્ધ માહિતિના આધારે આવી શકે છે. શ્રીમદ્ આ વિકાસ સાધવામાં વચ્ચે કેટલાંય વિઘ્નો આવ્યાં હતાં, અને તે બધાંને ઓળંગી તેઓ કઈ રીતે આગળ વધતા ગયા હતા, તેનો અભ્યાસ કરવાથી તેમનાં જીવનમાં ધર્મનું મંગલપણું કેવી રીતે પ્રકાડ્યું હતું, અને અન્ય જીવોને કેવી કેવી રીતે ઉપકારી થતું ગયું હતું તે સમજાય છે.
શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ સં. ૧૯૨૪ની કાર્તિકી પૂર્ણિમાએ ગુજરાતનાં વવાણિયા નામના નાના ગામમાં થયો હતો. તેમને આયુષ્ય મળ્યું હતું માત્ર તેત્રીસ વર્ષનું. સં.૧૯૫૭ના ચૈત્રવદ પાંચમના રોજ તેમનો દેહવિલય થયો હતો. આમ તેમણે ઘણા ટૂંકા ગાળામાં મોક્ષમાર્ગનો લાંબો પંથ ટૂંકો કર્યો હતો, અને તેમાં તેમનામાં પ્રગટેલાં
૨૦૫
Page #232
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
ધર્મનાં મંગલપણાનો ફાળો કંઇ નાનોસૂનો ન હતો. આથી તેમના જીવનપ્રવાસનો અભ્યાસ આપણને ધર્મનું મંગલપણું સમજવામાં ખૂબ સહાય કરે છે. શ્રી કૃપાળુદેવના જીવનનો અભ્યાસ કરતી વખતે આપણને મુખ્ય ચાર તબક્કા ધ્યાનમાં આવે છે –
૧. સં.૧૯૨૪ થી સં.૧૯૪૦ – મંથનકાળ. ૨. સં.૧૯૪૧ થી સં.૧૯૪૬ - વીતરાગ માર્ગનું યથાર્થ શ્રદ્ધાન. ૩. સં.૧૯૪૭ થી સં.૧૯૫૧ – શુધ્ધ સમકિતની પ્રાપ્તિ અને સંસારનાં
વિવિધ વિદ્ગોની વચ્ચે રહીને પણ કરેલો
આત્મવિકાસ. ૪. સં.૧૯૫ર થી સં.૧૯૫૭ – સંસારી વિદ્ગોમાં આવેલી હળવાશ,
જ્ઞાનાવરણાદિ ઘાતિ કર્મોનો વિશેષ ક્ષયોપશમ અને કેવળ લગભગ ભૂમિકા
સુધી કરેલી પ્રગતિ. આ બધાં વર્ષોમાં તેમનાં જીવનમાં ધર્મનું આરાધન ગૃહસ્થ હોવા છતાં ઉત્તરોત્તર વધતું ગયું હતું, સ્વાર કલ્યાણભાવના પણ બળવાન થતી ગઈ હતી અને પરિણામે તેમનું જીવન, ધર્મનું સનાતનપણું તથા મંગલપણું અભિવ્યક્ત કરવા માટે, ઉત્તમ ઉદાહરણરૂપ બન્યું હતું.
પ્રથમ તબક્કો : સં.૧૯૨૪ થી સં.૧૯૪૦ – મંથનકાળ આ તબક્કાના સત્તર વર્ષનાં તેમનાં જીવનનાં ગાળા માટેની માહિતી આપણને તેમણે બાવીસ વર્ષની વયે લખેલ ‘સમુચ્ચયવયચર્યા' નામના લેખમાંથી, “ધન્ય રે દિવસ આ અહો' એ અંગત સ્થિતિસૂચક કાવ્યમાંથી, અમુક છૂટક પત્રોમાંથી તથા મુમુક્ષુઓએ નોંધેલા તેમના પરિચયના લેખમાંથી મળે છે. પરંતુ વિશેષ ઊંડાણભરી વિગતો આ સમયગાળા માટે આપણને મળતી નથી.
૨૬
Page #233
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
કૃપાળુદેવ ત્રણચાર વર્ષના થયા ત્યારથી તેમના કેટલાક ગુણોનો તેમજ તેમને વરેલી તીવ્ર સ્મરણશક્તિનો સામાન્ય પરિચય તેમનાં કુટુંબીજનોને તથા આડોશીપાડોશીઓને થવા લાગ્યો હતો. આ ઉપરાંત શાંતિવાળી રમતગમત પ્રત્યેની તેમની રુચિ, તોફાન તરફનો અણગમો, વસ્ત્ર આદિ પ્રત્યેની સહજ નિસ્પૃહતા તેમનામાં એ લઘુવયે પણ જોવાં મળતાં હતાં. સાત વર્ષ સુધીની વયનો સમય તેમણે બાળસુલભ રમતગમતમાં પસાર કર્યો હતો. એ રમતોમાં તેમને વિજય મેળવવાની તથા રાજરાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવવાની તીવ્ર ઇચ્છા ક્યારેક ક્યારેક થતી હતી. પરંતુ ખાવાપીવાની, સૂવા બેસવાની, સારાં વસ્ત્રો પહેરવાની કે તેને સ્વચ્છ રાખવાની વગેરે બાબતોમાં તેમની નિસ્પૃહતા વરતાઈ આવતી હતી, અર્થાત્ એ વિશે તેઓ વિદેહી દશા અનુભવતા હતા. આમ આ નાની વયમાં તેઓ સાંસારિક ભૌતિક સુખો ભોગવવામાં નહિ, પરંતુ કલ્પનાના સુખમાં વધારે રાચતા હતા. કારતક સુદ ૧૫, ૧૯૪૬ના દિવસે લખાયેલાં તેમનાં જ આ વચનો જુઓ (આંક ૮૯)૧
-
“સંવત ૧૯૨૪ના કાર્તિક સુદિ ૧૫, રવિએ મારો જન્મ હોવાથી આજે મને સામાન્ય ગણતરીથી બાવીસ વર્ષ પૂરાં થયાં. બાવીસ વર્ષની અલ્પવયમાં મેં અનેક રંગ આત્મા સંબંધમાં, મન સંબંધમાં, વચન સંબંધમાં, તન સંબંધમાં અને ધન સંબંધમાં દીઠાં છે. નાના પ્રકારની સૃષ્ટિરચના, નાના પ્રકારનાં સંસારી મોજાં, અનંત દુઃખનું મૂળ, એ બધાંનો મને અનેક પ્રકારે અનુભવ થયો છે. સમર્થ તત્ત્વજ્ઞાનીઓએ અને સમર્થ નાસ્તિકોએ જે જે વિચારો કર્યા છે તે જાતિના અનેક વિચારો તે અલ્પવયમાં મેં કરેલા છે. મહાન ચક્રવર્તીએ કરેલા કૃષ્ણાના વિચાર અને એક નિસ્પૃહી મહાત્માએ કરેલા નિસ્પૃહાના વિચાર મેં કર્યા છે. અમરત્વની સિદ્ધિ અને ક્ષણિકત્વની સિદ્ધિ ખૂબ વિચારી છે. અલ્પવયમાં મહત્ વિચારો કરી નાખ્યા છે. મહત્ વિચિત્રતાની પ્રાપ્તિ થઈ છે. એ સઘળું બહુ ગંભીર ભાવથી આજે હું દૃષ્ટિ દઈ જોઉં છું તો
૧ નોંધ – આ પ્રકરણમાં લીધેલા સર્વ અવતરણોના આંક અગાસથી પ્રસિધ્ધ થયેલ ‘શ્રીમદ્ રાજચંદ્ર’
ગ્રંથમાંથી લીધેલા છે.
૨૦૭
Page #234
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
પ્રથમની મારી ઊગતી વિચારશ્રેણિ, આત્મદશા અને આજને આકાશ પાતાળનું અંતર છે; તેનો છેડો અને આનો છેડો કોઈ કાળે જાણે મળ્યો મળે તેમ નથી. યદિ હું એમ સમજી શકું છું કે વયચર્યા જનસમૂહને બહુ ઉપયોગી, પુનઃ પુનઃ મનન કરવાયોગ્ય, અને પરિણામે તેઓ ભણીથી મને શ્રેયની પ્રાપ્તિ થાય તેવી છે; ..... તે વયચર્યા ધીરે ધીરે બનશે તો, અવશ્ય ધવળ-પત્ર પર મૂકીશ.”
આ પ્રકારે જીવનમાં પોતે અનુભવેલી વિવિધતાને લગતી પ્રસ્તાવના કર્યા પછી “સમુચ્ચયવયચર્યામાં પોતાના સાત વર્ષના બાલ્યકાળ વિશે તેમણે આ પ્રમાણે લખ્યું છે, -
“સાત વર્ષ સુધી એકાંત બાળવયની રમતગમત સેવી હતી. એટલું મને તે વેળા માટે સ્મૃતિમાં છે કે વિચિત્ર કલ્પના – કલ્પનાનું સ્વરૂપ કે હેતુ સમજ્યા વગર-મારા આત્મામાં થયા કરતી હતી. રમતગમતમાં પણ વિજય મેળવવાની અને રાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવવાની પરમ જિજ્ઞાસા હતી. વસ્ત્ર પહેરવાની, સ્વચ્છ રાખવાની, ખાવાપીવાની, સૂવાબેસવાની, બધી વિદેહી દશા હતી; છતાં હાડ ગરીબ હતું. એ દશા હજુ બહુ સાંભરે છે. અત્યારનું વિવેકી જ્ઞાન તે વયમાં હોત તો મને મોક્ષ માટે ઝાઝી જિજ્ઞાસા રહેત નહિ. એવી નિરપરાધી દશા હોવાથી પુનઃ પુનઃ તે સાંભરે છે.”
સાત વર્ષ સુધીની બાળવયમાં વાસ્તવિક જીવનમાં તેમને કેવું નિસ્પૃહપણું વર્તતું હતું તે ઉપરનાં અવતરણ પરથી આપણને સમજાય છે. તે વયે તેઓ વિશેષતાએ કલ્પનામાં રાચતા હતા, સંસારનાં ભૌતિક સુખો આદિ મેળવવા અને ભોગવવાની કલ્પના તેઓ કરતા હતા છતાં વાસ્તવિક જીવનમાં ભૌતિક સુખોના આસ્વાદ બાબત તેઓ નિસ્પૃહ હતા. તે પરથી આપણને સમજાય છે કે તેમનાં અંતરંગમાં વૈરાગ્યની ઘેરી છાપ એ વયમાં પણ રહેલી હતી, તેમના કષાયો મંદ હતા. અને સંસારની અનિત્યતા તથા અશરણતાની જે છાપ તેમનાં મનમાં અવ્યક્તપણે રહેલી હતી, તે
૨૦૮
Page #235
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
છાપ તેમને ધર્મારાધન પ્રતિ દોરી રહી હતી. જેને લીધે ધર્મારાધન પ્રતિ જવું અને ધર્મનું મંગલપણું અનુભવવું તેમના માટે સુલભ થયેલું હતું.
સાત વર્ષની લઘુવયે એટલે કે વિ.સં. ૧૯૩૧માં તેમને જાતિસ્મૃતિજ્ઞાનની શરૂઆત થઈ હતી. વવાણિયામાં તેમના પાડોશમાં રહેતા શ્રી અમીચંદભાઈનાં અવસાનનાં નિમિત્તથી તેમને આ જ્ઞાન પ્રગટવાની શરૂઆત થઈ હતી. જ્યારે તેમણે બાવળના ઝાડ ઉપર ઊભા રહીને, પોતાને પ્રિય એવા શ્રી અમીચંદભાઈના દેહને સ્મશાનમાં બળતો જોયો ત્યારે તેમના હૃદયમાં વેરાગ્યની ભરતી આવતાં, “પોતે આવું કંઈક પૂર્વમાં જોયું છે” એવી સ્મૃતિ મનમાં રમવા લાગી. તે વિશે વૈરાગ્યને કારણે અંતરંગમાં ઊંડા ઊતરતાં, તેમને પોતાની પૂર્વની મુનિપર્યાયનો દેહ છોડતી વખતની દશાની સ્મૃતિ ઉપસી આવી. તે સ્મૃતિની ઝલકને કારણે તેમના અંતરવૈરાગ્યની વૃદ્ધિનો આરંભ થયો. આ જ્ઞાનની સ્મૃતિને અનુલક્ષીને તેમણે “ધન્ય રે દિવસ આ અહો!' એ સ્વવૃતાંતનાં કાવ્યમાં લખ્યું છે કે, “ઓગણીસસે ને એકત્રીસે આવ્યો અપૂર્વ અનુસાર રે.” અપૂર્વ અનુસાર એટલે આ જન્મમાં પૂર્વે અનુભવ્યો ન હોય તેવો અણસાર, અણસાર એટલે ચિહ્ન. પૂર્વ ભવના પ્રસંગની સ્મૃતિ આવી હતી તેનો નિર્દેશ અહીં આપણને જોવા મળે છે. પૂર્વ ભવ છોડતી વખતે રહેલા દેહાધ્યાસને કારણે તથા ગર્ભવાસનાં ભયંકર દુ:ખનાં વેદનને કારણે જે આવરણો બંધાય છે તેને કારણે મનુષ્યનો પ્રારંભના સાત વર્ષ સુધી આત્માર્થે પ્રગટ વિકાસ થઈ શકતો નથી, સાત વર્ષ પૂરાં થયાં પછી જીવ આવરણો ઘટાડી આત્માર્થે કાર્ય કરી શકે છે. આવો ઉદય કૃપાળુદેવમાં અહીં જોઈ શકાય છે, જે ધર્મના મંગલપણાના સ્પષ્ટ અનુભવનો સ્વીકાર આપે છે. જાતિસ્મૃતિજ્ઞાનના પ્રભાવથી જીવને વૈરાગ્ય તથા નિર્વેદ પ્રગટે છે અને વધે છે. તેથી આ જ્ઞાન જીવને સમકિતની પ્રાપ્તિ તરફ તથા તે જ્ઞાનની શુદ્ધિ કરવા પ્રતિ દોરી જાય છે. આવી સમજણ આપણને શાસ્ત્રમાંથી મળે છે, અને પ્રત્યક્ષપણે અનુભવવા પણ મળે છે. જાતિસ્મૃતિજ્ઞાનથી જન્મતા વૈરાગ્યને લીધે જીવને સંસારનાં જન્મમરણનાં દુઃખથી છૂટવાના ભાવ દૃઢ થાય છે. તે જીવ સહુ સાથેના અશુભ સંબંધથી છૂટવા પ્રયત્નવાન થાય છે. અને તેનામાં ક્ષમા, આદિ ગુણોનો વિકાસ થવાની શરૂઆત થાય છે. જે
૨૦૯
Page #236
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
ધર્મના મંગલપ્રવેશનો સંચાર બતાવે છે. આ અને આવા ગુણો કૃપાળુદેવમાં નાની વયથી જ ખીલતા ગયા હતા તે તેમનાં જ વચનોમાંથી આપણે જાણી શકીએ છીએ.
સાત વર્ષની વયે તેમણે અભ્યાસની શરૂઆત કરી હતી. તેમણે પોતાની સ્મૃતિની અસાધારણ બળવત્તરતાને લીધે, માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં ગુજરાતી સાત ચોપડી સુધીનો અભ્યાસ પૂરો કર્યો હતો. તેમણે બીજાં બે વર્ષ જુદી જુદી તાલીમ લેવામાં ગાળ્યા હતા. આમ સાતથી અગ્યાર વર્ષ સુધીનો કાળ તેમણે કેળવણી લેવામાં પસાર કર્યો હતો. આ વર્ષોમાં તેઓ સહજપણે ભદ્રિક રહ્યા હતા, માણસ જાતનાં ખૂબ વિશ્વાસુ હતા; તેઓ વાતડાહ્યા, રમતિયાળ અને આનંદી પણ હતા. આ સ્થિતિનું વર્ણન તેમણે “સમુચ્ચયવયચર્યા”માં આ પ્રમાણે કર્યું છે –
“સાત વર્ષથી અગ્યાર વર્ષ સુધીનો કાળ કેળવણી લેવામાં હતો. આજે મારી સ્મૃતિ જેટલી ખ્યાતિ ભોગવે છે, તેટલી ખ્યાતિ ભોગવવાથી તે કંઈક અપરાધી થઈ છે. પણ તે કાળે નિરપરાધી સ્મૃતિ હોવાથી એક જ વાર પાઠનું અવલોકન કરવું પડતું હતું; છતાં ખ્યાતિનો હેતુ નહોતો; એટલે ઉપાધિ બહુ ઓછી હતી. સ્મૃતિ એવી બળવત્તર હતી કે જેવી સ્મૃતિ બહુ જ થોડા મનુષ્યોમાં આ કાળે, આ ક્ષેત્રે હશે. અભ્યાસમાં પ્રમાદી બહુ હતો. વાતડાહ્યો, રમતિયાળ અને આનંદી હતો. પાઠ માત્ર શિક્ષક વંચાવે તે જ વેળા વાંચી તેનો ભાવાર્થ કહી જતો. એ ભણીની નિશ્ચિતતા હતી. તે વેળા પ્રીતિ-સરળ વાત્સલ્યતા-મારામાં બહુ હતી; સર્વથી એકત્વ ઇચ્છતો; સર્વમાં ભાતૃભાવ હોય તો જ સુખ, એ મને સ્વાભાવિક આવડ્યું હતું. લોકોમાં કોઈ પણ પ્રકારનાં જુદાઈનાં અંકુરો જોતો કે મારું અંત:કરણ રડી પડતું. તે વેળા કલ્પિત વાતો કરવાની મને બહુ ટેવ હતી, આઠમા વર્ષમાં મેં કવિતા કરી હતી, જે પાછળથી તપાસતાં સમાપ હતી. “અભ્યાસ એટલી ત્વરાથી કરી શક્યો હતો કે જે માણસે મને પ્રથમ પુસ્તકનો બોધ દેવો શરૂ કર્યો હતો, તેને જ ગુજરાતી કેળવણી ઠીક પામીને તે જ
૨૧૦
Page #237
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
ચોપડીનો પાછો મેં બોધ કર્યો હતો. ત્યારે કેટલાક કાવ્યગ્રંથો મેં વાંચ્યા હતા. તેમ જ અનેક પ્રકારના બોધગ્રંથો-નાના-આડાઅવળા મેં જોયા હતા; જે પ્રાયેઃ હજુ સ્મૃતિમાં રહ્યા છે. ત્યાં સુધી મારાથી સ્વાભાવિક રીતે ભદ્રિકપણું જ સેવાયું હતું; હું માણસ જાતનો બહુ વિશ્વાસુ હતો, સ્વાભાવિક સૃષ્ટિરચના પર મને બહુ પ્રીતિ હતી.”
શ્રીમદ્ રાજચંદ્રનાં આ લખાણ પરથી સ્પષ્ટ થાય છે કે જે બધા ગુણો ધર્મ આરાધન કરી જીવે મેળવવાના અને કેળવવાના હોય છે, તે બધા ગુણો તેમને બાળવયથી સહજપણે સાંપડયા હતા. જેમકે સરળપણું, ભદ્રિકતા, સર્વ જીવો પ્રતિ નિર્મળ પ્રીતિ, માણસ જાતનો શુભ વિશ્વાસ, બળવાન સ્મૃતિ, કવિત્વશક્તિ, હ્રદયની કોમળતા ઇત્યાદિ. જીવ જ્યારે ધર્મમાં ઓતપ્રોત થાય, ધર્મ આત્મામાં પરિણમે ત્યારે ઉપર કહ્યા તે ગુણો તેનામાં વિકસે છે. આ ગુણોથી સ્વપર કલ્યાણભાવ વિકસે છે અને ધર્મનાં મંગલપણાનો અનુભવ પોતાને તથા પરને થવા લાગે છે. આમ આત્મકલ્યાણક ગુણો કૃપાળુદેવને બાળવયથી સંપન્ન થયા હોવાને લીધે તે બીજરૂપ અંકુરો સમય જતાં ફાલ્યાફૂલ્યા વૃક્ષનું રૂપ ધારણ કરી એમના મહા ઉજ્જવળ ભાવિની આપણને જાણકારી આપે છે.
બીજી બાજુ તેમને પિતામહ પાસેથી ધર્મભાવપોષક કૃષ્ણકીર્તનનાં પદો, તેમના અવતારોની ચમત્કારિક વાતો સાંભળવા મળી હતી. આ રીતે બાળવયમાં જ તેમના આત્મા પર વૈષ્ણવ સંપ્રદાયના સંસ્કારો પડયા હતા. તેથી તેઓ દરરોજ કૃષ્ણનાં દર્શન કરવા જતા. એ ચમત્કારોમાં તેમને પ્રીતિ થવાથી તે જોવાની અભિલાષા તેમનામાં પ્રગટી હતી. એ ચમત્કારો જાણીને ત્યાગી થઈ ચમત્કારો સર્જવાની ઇચ્છા પણ થતી, અને કોઈ મહા વૈભવીની વાતો તેમને સાંભળવામાં આવે ત્યારે સમર્થ વૈભવી થવાની ઇચ્છા પણ જાગતી હતી. આમ બાળસુલભ રીતે તેઓ જેવા વાતાવરણમાં મૂકાતા તેને અનુકૂળ કલ્પનામાં રાચતા. તેમ છતાં જે આત્મિક ગુણો અનુભવતા હતા તેમાં ક્યારેય તેમનામાં ન્યૂનપણું આવ્યું ન હતું, તે
૨૧૧
Page #238
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
સ્થિતિ તેમનામાં સ્થિર થયેલા ધર્મનાં મંગલપણાનો પ્રભાવ આપણને જણાવે છે. જુઓ તેમના જ શબ્દો, -
મારા પિતામહ કૃષ્ણની ભક્તિ કરતા હતા. તેમની પાસે તે વયમાં કૃષ્ણકીર્તનનાં પદો મેં સાંભળ્યાં હતાં; તેમ જ જુદા જુદા અવતારો સંબંધી ચમત્કારો સાંભળ્યા હતા, જેથી મને ભક્તિની સાથે તે અવતારોમાં પ્રીતિ થઈ હતી, અને રામદાસજી નામના સાધુની સમીપે મેં બાળલીલામાં કંઠી બંધાવી હતી; નિત્ય કૃષ્ણનાં દર્શન કરવા જતો; વખતોવખત કથાઓ સાંભળતો; વારંવાર અવતારો સંબંધી ચમત્કારમાં હું મોહ પામતો અને તેને પરમાત્મા માનતો; જેથી તેનું રહેવાનું સ્થળ જોવાની પરમ જિજ્ઞાસા હતી. તેના સંપ્રદાયના મહંત હોઈએ, સ્થળે સ્થળે ચમત્કારથી હરિકથા કરતા હોઈએ અને ત્યાગી હોઈએ તો કેટલી મજા પડે? એ જ વિકલ્પના થયા કરતી; તેમ જ કોઈ વૈભવી ભૂમિકા જોતો કે સમર્થ વૈભવી થવાની ઇચ્છા થતી; ‘પ્રવીણ સાગર' નામનો ગ્રંથ તેવામાં મેં વાંચ્યો હતો; તે વધારે સમજ્યો નહોતો; છતાં સ્ત્રી સંબંધી નાનાં પ્રકારનાં સુખમાં લીન હોઈએ અને નિરુપાધિપણે કથાકથન શ્રવણ કરતા હોઈએ તો કેવી આનંદદાયક દશા, એ મારી તૃષ્ણા હતી. ગુજરાતી ભાષાની વાચનમાળામાં જગત્કર્તા સંબંધી કેટલેક સ્થળે બોધ કર્યો છે, તે મને દેઢ થઈ ગયો હતો, જેથી જૈન લોકો ભણી મારી બહુ જુગુપ્સા હતી; બનાવ્યા વગર કોઈ પદાર્થ બને નહિ, માટે જૈન લોકો મુર્ખ છે, તેને ખબર નથી. તેમ જ તે વેળા પ્રતિમાના અશ્રદ્ધાળુ લોકોની ક્રિયા મારા જોવામાં આવતી હતી, જેથી તે ક્રિયાઓ મલિન લાગવાથી હું તેથી બીતો હતો, એટલે કે તે મને પ્રિય નહોતી.” (આંક ૮૯)
આમ બાળવયથી જ શ્રીમમાં ધર્મ પ્રતિનો અનુરાગ જોવા મળે છે. તેમને પિતામહ તરફથી વૈષ્ણવ સંપ્રદાયના સંસ્કારો મળવાને લીધે જૈન પ્રતિ તેમને જુગુપ્સા થઈ હતી. જગત્કર્તા ઈશ્વર હોવાની તેમની માન્યતા હતી, તેથી જગત્કર્તા તરીકે ઇશ્વરને
૨૧૨
Page #239
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
ન માનનારા જૈનો ખોટા છે તેવો તેમનો અભિપ્રાય થયો હતો. તેમની બાળવયની ચર્યા તેમણે બાવીસ વર્ષની પુખ્તવયે લખેલી છે તે આપણે વાંચીએ છીએ ત્યારે તેમનાં અદ્ભુત પ્રમાણિકપણાની છાપ આપણા પર પડ્યા વિના રહેતી નથી. તેમણે જે જે અનુભવ્યું, વિચાર્યું, અમલમાં મૂક્યું તે સર્વ તેમણે નિખાલસપણે અને પ્રમાણિકતાથી સમુચ્ચયવયચર્યામાં પ્રગટ કર્યું છે. આ ગુણો જે જીવ ભાવિમાં ઉત્તમ પાયરીએ ચડવાનો હોય તેનામાં જ આટલી વિશદતાથી ફૂટ થઈ શકે એ આપણે જગતજીવોની વર્તના વિચારીએ ત્યારે યથાર્થતાથી સમજાઈ જાય છે. આપણે સમુચ્ચયવયચર્યા વિચારીએ છીએ ત્યારે તેમાં કૃપાળુદેવનાં ઉત્તમ ભાવિનાં બીજાંકુરો જોવા મળે છે. જે ધર્મના મંગલપણાનો પરિચય કરાવવાની સમર્થતા ધરાવે છે.
જૈન પ્રતિના અભાવકાળમાં તેમને જૈનોના સમાગમથી જૈનનાં સામાયિક, પ્રતિકમણ આદિ સૂત્રો તેમના વાંચવામાં આવ્યાં. તે સૂત્રોમાં જગતના સર્વ જીવો સાથે મૈત્રી સાધવાની ભાવના ભાવેલી છે, આ ભાવના જોઈ તેમને એ સૂત્રો પ્રતિ ઘણો શુભ ભાવ થયો, કારણ કે તેઓ પણ સર્વ જગતજીવો સાથે બાળવયથી જ મૈત્રીભાવ ઇચ્છતા હતા. તેમને બાર-તેર વર્ષની વય સુધી જગતકર્તા તરીકે ઈશ્વરની માન્યતા હતી, અને બાહ્ય આચારવિચાર વૈષ્ણવોના પ્રિય હતા. તે પછીથી ધર્મ ગ્રંથોનો તેમનો અભ્યાસ જેમ જેમ વધતો ગયો તેમ તેમ વિચારણા તથા અનુભવના આધારે તેમની માન્યતામાં ફેરફાર થયેલો આપણને જોવા મળે છે. તેમણે સમુચ્ચયવયચર્યામાં નોંધ્યું છે કે, –
“જન્મભૂમિકામાં જેટલા વાણિયાઓ રહે છે, તે બધાની કુળશ્રદ્ધા ભિન્ન ભિન્ન છતાં કંઈક પ્રતિમાના અશ્રદ્ધાળુને જ લગતી હતી, એથી મને તે લોકોનો જ પનારો હતો. પહેલેથી સમર્થ શક્તિવાળો અને ગામનો નામાંકિત વિદ્યાથી લોકો મને ગણતા, તેથી મારી પ્રશંસાને લીધે ચાહીને તેવા મંડળમાં બેસી મારી ચપળશક્તિ દર્શાવવા હું પ્રયત્ન કરતો. કંઠીને માટે વારંવાર તેઓ મારી હાસ્યપૂર્વક ટીકા કરતા; છતાં હું તેઓથી વાદ કરતો અને સમજણ પાડવા પ્રયત્ન કરતો. પણ
૨૧૩
Page #240
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
હળવે હળવે મને તેમનાં પ્રતિક્રમણ સૂત્ર ઈત્યાદિક પુસ્તકો વાંચવા મળ્યાં; તેમાં બહુ વિનયપૂર્વક સર્વ જગતજીવોથી મિત્રતા ઇચ્છી છે, તેથી મારી પ્રીતિ તેમાં પણ થઈ અને પેલામાં પણ રહી. હળવે હળવે આ પ્રસંગ વધ્યો. છતાં સ્વચ્છ રહેવાના તેમ જ બીજા આચારવિચાર મને વૈષ્ણવના પ્રિય હતા, અને જગત્કર્તાની શ્રદ્ધા હતી. તેવામાં કંઠી તૂટી ગઈ, એટલે ફરીથી મેં બાંધી નહિ. તે વેળા બાંધવા ન બાંધવાનું કંઈ કારણ મેં શોધ્યું નહોતું. આ મારી તેર વર્ષની ચર્ચા છે. પછી હું મારા પિતાની દુકાને બેસતો, અને મારા અક્ષરની છટાથી કચ્છદરબારને ઉતારે મને લખવા માટે બોલાવતા ત્યારે હું ત્યાં જતો. દુકાને મેં લીલાલહેર કરી છે. અનેક પુસ્તકો વાંચ્યાં છે, રામ ઈત્યાદિકનાં ચારિત્રો પર કવિતાઓ રચી છે; સંસારી તૃષ્ણાઓ કરી છે; છતાં કોઈને મેં ઓછોઅધિકો ભાવ કહ્યો નથી, કે કોઈને મેં ઓછુંઅધિકું તોળી દીધું નથી, એ મને ચોક્કસ સાંભરે છે” (આંક ૮૯)
ખુબ પ્રમાણિકપણે અને પૃથકકરણ સહિત લખાયેલી આ સમુચ્ચયવયચર્યા પરથી આપણે તારણ કાઢી શકીએ છીએ કે તેમને અગ્યારથી તેર વર્ષની વયમાં વૈષ્ણવ તથા જૈન એ બંને સંપ્રદાયના ધાર્મિક સંસ્કારો મળ્યા હતા, બંનેમાં રહેલ આચારવિચારની ભિન્નતાની તુલના તેમની કુશાગ્ર બુદ્ધિ કરતી હતી, અને એમાંથી પોતાને જે સારું લાગે તેનો સ્વીકાર મતાગ્રહ કે દુરાગ્રહ સેવ્યા વિના તેઓ કરતા હતા. આ મહામુનિઓને પણ દુર્લભ એવો ગુણ છે, જે હૃદયની ઉદારતા બતાવે છે. જૈનની જગત્કર્તા ઈશ્વરની અમાન્યતા તેમને અયોગ્ય લાગતી હતી. છતાં જૈનની ‘સર્વ જીવોથી ઇશ્કેલી મૈત્રી' તેમને ખૂબ જ પ્રિય હતી, આ બતાવે છે કે જે યોગ્ય લાગે તેનો સ્વીકાર તેઓ નિર્માની બની કરી શકતા હતા. અમુક માત્રામાં તેમને સ્વપ્રશંસા ગમતી હતી તેમ છતાં તેમનામાં ક્યારેય આત્મશ્લાઘાનો પ્રવેશ થયો ન હતો. આ ગુણ પણ ધર્મના મંગલપણાના પ્રભાવથી તેમનામાં ખીલ્યો હતો, તેમ આપણે કહી શકીએ.
૨૧૪
Page #241
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
એમને નાની વયમાં જ જ્ઞાનપીપાસા બહુ બળવાન બની હતી. તેથી આ અરસામાં તેમણે સર્વ દર્શનનાં ધર્મગ્રંથોનો અભ્યાસ કરવાનો પુરુષાર્થ આદર્યો હતો. અનેક પ્રકારનાં વિરોધી દેખાતા ગ્રંથવાંચનના બહોળા અભ્યાસનાં ફળરૂપે તેમના જીવનમાં મંથનકાળની શરૂઆત થઈ.
આ મંથનકાળની શરૂઆત લગભગ વિ.સં.૧૯૩૭માં, તેમની તેર વર્ષની વયથી થઈ. તેમણે જૈનસૂત્રો વાંચ્યા ત્યારે તેમાંના કેટલાક સિદ્ધાંતો પોતાની બુદ્ધિને અને લાગણીને અનુકૂળ લાગ્યા, તેથી તે વિશે વધારે ઊંડું જ્ઞાન મેળવવાની પિપાસા જાગી, અને તેમાંથી સર્વ દર્શન વિશે જાણકારી લઈ, સત્યમાર્ગનું શોધન કરવાની બળવાન અભિલાષા તેમને તેર-ચૌદ વર્ષની લઘુવયે ઉગ્ર થઈ. તેના પરિણામે એ વયે જેટલા ધર્મગ્રંથો ઉપલબ્ધ થયા તે સર્વનો અભ્યાસ કરી લેવાનો તેમણે પ્રયત્ન કર્યો. જે વયે સામાન્ય જ્ઞાન પણ જીવ માંડ મેળવી શકે, તે વયે કૃપાળુદેવે મહાપંડિતને યોગ્ય એવું તત્ત્વશોધનું કામ પાર પાડવા ખૂબ પ્રયત્નો શરૂ કર્યા. આ તેમની આશુતોષ પ્રજ્ઞા અને સત્યશોધનની પ્રબળ ઝંખનાનું આપણને દર્શન કરાવે છે. બીજી તરફ આપણને એ પણ જણાય છે કે એક ધર્મના અભ્યાસથી સત્ય આચરણ તથા મંગલપણાની જાણકારી આવતાં તેઓ અન્ય ધર્મો વિશેનું ઊંડાણ મેળવવાની ઝંખના થવાથી અનેક ધર્મગ્રંથોના અભ્યાસ તરફ વળ્યા હતા. જે તેમની વય કરતાં ઘણું મોટું કાર્ય હતું.
આમ સર્વ દર્શનના ગ્રંથોનો અભ્યાસ ચાલતો હતો, તેમાંથી અમુક મુંઝવણ ઊભી થતાં તેમના આત્માએ નવો વળાંક લીધો. આવેલા પલટાને કારણે આ મહામંથનના કાળમાં તેમની ધર્મશ્રદ્ધા થોડા કાળ માટે ચલિત થઈ ગઈ. એક સાથે ઘણી અપેક્ષાઓ વિચારી નિર્ણય કરવાનો પ્રસંગ આવે ત્યારે જીવ મુંઝાઈને બધું જ છોડી દે છે એવું બનતું જોવામાં આવે છે. એ જ રીતે નાની વયે ઘણાં દર્શનના ધર્મગ્રંથોનો ઊંડાણથી અભ્યાસ કરવા જતા તેમના આત્માને ખૂબ પરિશ્રમ પડયો અને તેમાંથી ધર્મવાસના ઓછી થઈ ગઈ અને સંસારના સુખશાતાના ભોગવટામાં જ જીવનનું ધ્યેય અને સફળતા રહેલાં છે એવા પ્રકારની માન્યતાએ તેમનાં હ્રદયનો
૨૧૫
Page #242
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
કબજો લીધો. આ વાતનો નિર્દેશ આપણને સં.૧૯૪પના પત્રમાં, અંક ૮૨ માં જોવા મળે છે, –
“આ દેહમાં મુખ્યપણે બે ભવ કર્યા છે, અમુખ્યનો હિસાબ નથી. નાનપણની નાની સમજમાં કોણ જાણે ક્યાંથી યે મોટી કલ્પનાઓ આવતી, સુખની જિજ્ઞાસા પણ ઓછી નહોતી અને સુખમાં પણ મહાલય, બાગબગીચા, લાડીવાડીનાં કંઈક માન્યાં હતાં, મોટી કલ્પના તે આ બધું શું છે તેની હતી. તે કલ્પનાનું એકવાર એવું રૂપ દીઠું , પુનર્જન્મ નથી, પાપે નથી, પુણ્ય નથી, સુખે રહેવું અને સંસાર ભોગવવો એ જ કૃતકૃત્યતા છે. એમાંથી બીજી પંચાતમાં નહિ પડતાં, ધર્મની વાસનાઓ કાઢી નાખી. કોઈ ધર્મ માટે જૂનાધિક કે શ્રદ્ધાભાવપણું રહ્યું નહિ.” તેમનાં આ વચનો પરથી ફલિત થાય છે કે આ કાળ દરમ્યાન થોડા વખત માટે તેમની ધર્મશ્રદ્ધામાં ઓટ આવી હતી. સંસારસુખ ભોગવવા જેવું છે એ ભાવમાં તેમનો આત્મા ગોટાયો હતો. પરંતુ આ ભાવ લાંબો સમય ટક્યો નહિ. થોડા જ વખતમાં તેમનામાં નવી શ્રદ્ધાએ જન્મ લીધો, અને ધર્મનાં મંગલપણાનો અનુભવ તેમને જીવનમાં ફરીથી સાકાર થતો ગયો. આનો નિર્દેશ આપણને ૮૨ આંકના પત્રમાં જોવા મળે છે. તેમણે લખ્યું છે કે, –
“થોડો વખત ગયા પછી એમાંથી ઓર જ થયું. જે થવાનું મેં કહ્યું ન હતું. તેમ તે માટે મારા ખ્યાલમાં હોય એવું કંઈ મારું પ્રયત્ન પણ નહોતું, છતાં અચાનક ફેરફાર થયો; કોઈ ઓર અનુભવ થયો, અને જે અનુભવ પ્રાય: શાસ્ત્રમાં લેખિત ન હોય, જડવાદીઓની કલ્પનામાં પણ નથી તેવો હતો, તે ક્રમે કરીને વધ્યો; વધીને અત્યારે એક તુંહિ તુહિ” નો જાપ કરે છે.” (આંક ૮૨)
સં.૧૯૪૫માં પોતાનું અંતરંગ દર્શાવતાં શ્રીમદ્ લખેલાં આ વચનો વિશે વિચારીએ તો સમજાય છે કે જે ધર્મરંગ ઓછો થયો હતો તે અમુક પ્રકારે આત્મશાંતિનો
૨૧૬
Page #243
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
અનુભવ હોવાથી, ફરીથી ઘટ્ટ થવા લાગ્યો, ધર્મશ્રદ્ધા વધુ બળવાન થઈ ગઈ. અને આમ થવામાં નિમિત્તકારણ જોવા જઈએ તો તેમનાં જાતિસ્મરણજ્ઞાન, જ્ઞાનપિપાસા, સારાસાર વિવેક તોલનની શક્તિ, ધર્મગ્રંથોનો ઊંડો અભ્યાસ આદિ નજરે તરે છે. તેમને થયેલા આ અનુભવ પરથી આપણને સ્પષ્ટ થાય છે કે એક વખત ધર્મનાં મંગલપણાનું બીજ આત્મામાં રોપાય છે ત્યાર પછી તે ક્યારેય નાશ પામતું નથી, એટલું જ નહિ પણ વખત આવ્યે તે ઊગીને વૃક્ષરૂપ થાય છે, અને તે આત્માને શાશ્વત સુખ સુધી પહોંચાડે છે. જે ધર્મબીજ બાલવયમાં તેમના આત્મામાં રોપાયું હતું, તે ખીલવાની શરૂઆત આપણે સં. ૧૯૪પના વર્ષથી જોઈ શકીએ છીએ.
આ વખત પછી ધર્મગ્રંથોના અભ્યાસે વિશેષ જોર પકડયું હતું. તેમાંથી તેઓ એવા નિર્ણય પર આવ્યા હતા કે વીતરાગ પ્રણીત માર્ગ જ સર્વશ્રેષ્ઠ છે. અને વેરાગ્યસભર જીવન એ જ સાચું જીવન છે. આમ તેમનામાં વૈરાગ્ય ઊંડો અને ઘેરો થવાની શરૂઆત થઈ. પરિણામે ધર્મેતર પ્રવૃત્તિઓનો તેમનો રસ દિવસે દિવસે ઘટતો ગયો. વિ.સં.૧૯૪૦ પહેલાં જગત્કર્તાનો બોધ કરતી સ્ત્રીનીતિબોધક'ની ગરબીઓ તથા અન્ય ધર્મેતર કાવ્યરચના જે તેમણે કરી હતી તે વિશે તેઓ ઉદાસીન થઈ ગયા.
કૃપાળુદેવે બાવીસ વર્ષની વયે ખુબ પ્રમાણિકપણે લખેલી અને પોતાના ભાવો વિશે વિશદ પૃથક્કરણ દર્શાવતી આ “સમુચ્ચયવયચર્યા” (આંક ૮૯) પરથી આપણને તેમનાં જીવનના પહેલા તબક્કા વિશે ઘણું જાણવાનું તથા સમજવાનું મળે છે. બાળપણથી જ તેમનો ઝોક ધર્મ પ્રતિનો હતો, સમયના વહેવા સાથે તે વધતો જતો હતો, તેમને સંસારી પ્રસંગો તથા પ્રવૃત્તિઓ પ્રતિ સહજતાએ જ અંતરંગ નિસ્પૃહતા હતી, તેમ છતાં કલ્પનામાં કે વિચારમાં સંસારી સુખો અમુક અંશે ઈષ્ટ જણાતાં હતાં; વળી, અન્ય શું કરે છે તે પ્રતિ નહિ પણ પોતાને શું કરવાનું છે તે પ્રતિ જોવાનું ધ્યેય તેમણે રાખ્યું હતું, પરિણામે ભાવિમાં આવેલી ઘણી ઘણી મુશ્કેલીઓ તેઓ સહેલાઈથી આત્મવિકાસ કરવા સાથે પાર કરી શક્યા હતા.
૨૧૭
Page #244
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
તેમનાં જીવનના પહેલા તબક્કામાં તેમનામાં ભક્તિમાર્ગ કેવી રીતે ખીલ્યો તેનું ચિત્રણ સમુચ્ચયવયચર્યા તથા તેમણે લખેલા પત્રોમાંથી ફૂટ થાય છે. અને આ તબક્કા પછીનાં વર્ષોમાં ભક્તિમાર્ગનું ઊંડાણ તેમણે કેવી રીતે સાધ્યું, અને ભક્તિમાર્ગમાંથી તેઓ નિશ્ચયમાર્ગ સુધી કેવી રીતે સરક્યા તેનો વિકાસક્રમ આપણને તેમનાં સાહિત્ય તથા પત્રોનાં સાધનથી જાણવા મળે છે. અને એ જાણકારીથી ધર્મનું મંગલપણું સાધકનાં જીવનમાં કેવા કેવા આકાર ધારણ કરે છે તે સમજાતું જાય છે.
કૃપાળુદેવને બાળવયમાં પિતામહ પાસેથી સાંભળેલાં કૃષ્ણકીર્તનનાં પદો તથા અવતારો સંબંધી ચમત્કારની વાતોથી જગત્કર્તા ઈશ્વરની શ્રદ્ધા થઈ હતી. ઈશ્વરે જ આ જગત બનાવ્યું છે, તેઓ જ આ જગતની સારસંભાળ રાખે છે અને જીવોને તેમનાં પાપપુણ્યનું ફળ આપી આ જગતનું સંચાલન કરતા રહે છે, એવી સ્પષ્ટ માન્યતા તેમણે સ્વીકારી હતી. કર્મભૂમિમાં રહેલા મનુષ્યને જગત્કર્તા ઈશ્વરની માન્યતા સહેલાઈથી આવે છે. કારણ કે તેમને કંઈ પણ મેળવવા, ફેરફાર કરવા પ્રવૃત્તિ કરવી પડે છે. તેનાં કારણે તેને એવી સમજ રહે છે કે કંઈ પણ બનાવવું હોય તો તેના બનાવનારની જરૂરત છે. આ જ અનુભવને આધારે કર્મભૂમિનો જીવ નક્કી કરે છે કે જગત છે તો જગતનો બનાવનાર પણ જરૂર છે જ. અને આટલા મોટા જગતને બનાવનાર એવી જ સમર્થ વ્યક્તિ હોવી જોઈએ એમ પણ તેને સમજાય છે. આ તર્કને આધારે તેને લાગે છે કે જગતને બનાવનાર ખૂબ પવિત્ર અને શક્તિશાળી વ્યક્તિ હોવી જોઈએ, તેને તે ઈશ્વર સ્વરૂપે ગણાવે છે. આવા પવિત્ર અને સમર્થ જગત્કર્તા ઈશ્વરને શક્તિશાળી સંચાલક સમજી તેના પ્રતિ જીવ પૂજ્યભાવ અને અહોભાવ સેવતો થાય છે. આમ ઈશ્વરને અલૌકિક કર્તા માની નાની વયના કૃપાળુદેવને તેમના પ્રતિ વિશેષ પૂજ્યભાવ અને અહોભાવ જાગ્યા હતા, જેના દ્વારા તેમનામાં ભક્તિમાર્ગનું ઊંડું બીજ રોપાયું હતું.
ભક્તિમાર્ગમાં આગળ વધતાં પૂર્ણાત્મા પ્રતિનો અહોભાવ અને પૂજ્યભાવ જીવમાં વધતા જાય છે. પૂર્ણાત્માની સરખામણીમાં પોતાની અલ્પતાનું અને અસમર્થતાનું ભાન જીવને ભક્તિમાર્ગમાં થતું હોવાથી તેનો માનભાવ તથા કર્તાપણાનો
૨૧૮
Page #245
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
ભાવ ઘટતો જાય છે, હું પણું' છૂટતું જાય છે; પરિણામે હું કરું એ ભાવને સ્થાને પ્રભુ! તમે કરાવો' એ ભાવ આવતો જાય છે. તેની સાથે સાથે જીવને એ પણ સમજાતું જાય છે કે પોતા કરતાં પ્રભુ અનેકગણા સુખી છે. વળી, એ સુખ મેળવવાની જાણકારી પણ તેમની પાસે છે. આ ભાવને લીધે જીવમાં પ્રભુ જેવાં સુખી થવાના ભાવ જાગૃત થઈ વધતા જાય છે. એ ભાવનું તેને જેમ જેમ ઓતપ્રોતપણું વધતું જાય છે તેમ તેમ તેની સંસાર ભોગવવાની રુચિ, સંસારી પદાર્થો મેળવવાની, સંઘરવાની, માણવાની વૃત્તિ મંદ થતી જાય છે. આ પ્રકારે સંસારનો ભોગવટો કરવાના ભાવમાં મંદતા થવી તે જ જીવમાં વૈરાગ્ય જાગવાની શરૂઆત છે એમ આપણે કહી શકીએ. આ ભાવ આગળ વધતાં જીવને સંસારની પ્રવૃત્તિઓનો અણગમો અને આત્માને શાંતિ આપનારી પ્રવૃત્તિઓનો ગમો વધતો જાય છે. આ ગામમાં પ્રભુની કૃપા વેદાતાં તેને શાંતિનું તથા શાતાનું ક્ષણભરનું વેદન આવે છે. આ વેદન દરમ્યાન જીવ શાતાવેદનીય કર્મ તથા શુભ નામકર્મ વધારે બાંધે છે. એનાં ફળરૂપે પોતાનાં ઘાતિકર્મોનો ક્ષય કરવાની શક્તિ તેનામાં વધતી જાય છે.
આવું જ શ્રી કૃપાળુદેવનાં જીવનમાં બનતું આપણને જોવા મળે છે. બાળવયમાં જ કૃષ્ણભક્તિથી તેમનામાં ભક્તિમાર્ગનું બીજ રોપાયું હતું, તેથી જાગેલી જિજ્ઞાસાને લીધે જૈનસૂત્રોનો અભ્યાસ તેમણે શરૂ કર્યો. એ સૂત્રોના અભ્યાસથી તેમની માન્યતામાં કેટલાક ફેરફારો થયા, સિદ્ધાંતોની તેમની સમજ વિશેષ ઊંડી થઈ, સત્યશોધનના પુરુષાર્થનાં ફળરૂપે તેમનામાં ભક્તિમાર્ગની ખીલવણી વિશદતાથી થતી ગઈ; તે આપણે આ પછીના તબક્કાઓમાં જોઈ શકીશું. પરંતુ વૈરાગ્ય તથા સંસારી પદાર્થોની અરુચિનો થતો વધારો આ વર્ષોમાં પણ આપણે જોઈ શકીએ છીએ.
આ તબક્કાના અંતિમ વર્ષોમાં તેઓ અવધાની, કવિ, જ્યોતિષી વગેરે ખ્યાતિ પામી ચૂક્યા હતા. સં.૧૯૪૦માં તેમણે સોળ વર્ષની વયે મોરબીમાં આઠ, બાર તથા સોળ અવધાન સફળતાપૂર્વક કર્યા હતાં. એ જ વર્ષમાં જામનગરમાં અનેક વિદ્વાનો
૨૧૯
Page #246
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
સમક્ષ તેમણે બાર તથા સોળ અવધાનો વિધિપૂર્વક કરી, પ્રેક્ષકોને ખૂબ ખુશ કર્યા હતા. એ જ પ્રકારે તેમના જ્યોતિષના અભ્યાસની પ્રસિદ્ધિ પણ ઘણી થઈ હતી, કેમકે હાથ કે કુંડલી જોઈ તેમણે કરેલો વર્તારો ભાગ્યે જ ખોટો પડતો હતો. વળી, માસિકોમાં કે છાપામાં પ્રસિધ્ધ થતાં તેમનાં પદોથી અને સ્ત્રીનીતિ-બોધક” ની રચનાથી તેઓ કવિ તરીકે પણ ખ્યાત થતા જતા હતા. આ ત્રણે અંગોના વિકાસની શરૂઆત આ તબક્કામાં થઈ હોવા છતાં, તેની ટોચ તો તે પછીના તબક્કામાં આવી હતી. તેમ છતાં તે વખતે થયેલા વૈરાગ્યના બળવાન ઉદયને કારણે તેઓ આ ત્રણે ચમત્કૃતિની અભિવ્યક્તિ કરતાં અટકી ગયા હતા. તેઓ આધ્યાત્મિક અનુભવો અને આત્મ પુરુષાર્થને વિશેષ વિશેષ મહત્ત્વ આપતા થયા હતા. કેમકે તેમનામાં ધર્મપ્રેમનું અને ધર્મનાં મંગલપણાનું સિંચન અનુભવના આધારે થતું જતું હતું.
આમ વિક્રમ સંવત ૧૯૪૦ માં કૃપાળુદેવનો ધર્મમંથનનો કાળ પૂરો થયો, સાથે સાથે સંસારસુખની અભિલાષાઓ પણ નિવૃત્ત થવા લાગી. વિવિધ ધર્મગ્રંથોનાં વાંચન તથા મનનથી તેમને વિ. સં.૧૯૪૧-૪૨ થી વૈરાગ્યનો ઉદય બળવાન થયો, સ્વપર કલ્યાણ કરવાની ભાવના ઉગ્ર થઈ અને તે માટે આત્મશુદ્ધિ વધારવાની તમન્ના ખીલતી ગઈ, જે તેમને નિશ્ચયભક્તિ મેળવવા પ્રતિ દોરવા લાગી હતી. આ સ્થિતિ તે તેમના જીવનના બીજા તબક્કાનો આરંભ કહી શકાય.
તબક્કો બીજો : વીતરાગ માર્ગ પ્રતિનું વલણ – સં.૧૯૪૧ થી
સં.૧૯૪૬ ધર્મગ્રંથોનાં વાંચન તથા મનનનાં પરિણામરૂપે સં.૧૯૪૦ પછીથી કૃપાળુદેવને સંસાર અસાર લાગવા લાગ્યો, સંસારમાં સુખ નથી એમ જણાવા લાગ્યું અને વૈરાગ્યનો ઉદય થયો. શરૂ થયેલી આ વૈરાગ્યધારા વધતી ગઈ. તે વિશે તેમણે “ધન્ય રે દિવસ આ અહોએ કાવ્યમાં લખ્યું છે કે “ઓગણીસસે ને બેતાલીસે અદ્ભુત વૈરાગ્યધાર રે”. આ વૈરાગ્યનું સ્વરૂપ જણાવતાં તેમણે કહ્યું હતું કે યોગવાશિષ્ઠ ગ્રંથમાં જેવો રામનો વૈરાગ્ય વર્ણવ્યો છે, તેવો વૈરાગ તેમને આ વર્ષોમાં વર્તતો હતો. વૈરાગ્યની આ ધારા ક્રમે ક્રમે
૨૨૦
Page #247
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
વધતી ગઈ, સાથે સાથે તેમની અવધાની, જ્યોતિષી અને કવિ તરીકેની ખ્યાતિ પણ વધતી ગઈ હતી. પરંતુ વધતા વૈરાગ્યને કારણે તેમણે જાહેર જીવનની પ્રવૃત્તિઓનો ત્યાગ કરવા માંડ્યો. પોતાની અદ્ભુત સ્મરણશક્તિના પરચા આપવા, વર્તમાનપત્રો કે માસિકોમાં લેખો કે કાવ્યો લખી મોકલવાં, અવધાનના પ્રયોગો જાહેરમાં કરવા વગેરેનો વિ.સં. ૧૯૪૩ સુધીમાં તેમણે ત્યાગ કર્યો હતો, અને તે પછીથી તેઓ આત્માની ખોજમાં વિશેષ વિશેષ લીન થતા ગયા હતા. વિ. સં.૧૯૪૦-૪૨ માં તેમણે મોક્ષમાળા, ભાવનાબોધ ની રચના કરી હતી. આ બંને ગ્રંથોમાં તેમનો વૈરાગ્ય તથા વીતરાગમાર્ગનું તેમનું શ્રદ્ધાન સ્પષ્ટપણે અનુભવાય છે. આ જ અરસામાં તેમણે રચેલાં પુષ્પમાળા, બોધવચન આદિ નીતિ વચનો તથા મુનિસમાગમ, દ્વાદશાનુપ્રેક્ષા આદિ લઘુ લેખોમાં તેમનો વૈરાગ્ય નજરે તરી આવે તેવો છે. જેમાંથી તેમની સંસારથી મુક્ત થવાની ભાવના પ્રબળ થતી દેખાય છે.
જૈન સુત્રો તથા શાસ્ત્રના અભ્યાસને કારણે તેમને ઈશ્વરના શુધ્ધ તથા નિર્દોષ અને પવિત્ર સ્વરૂપનો લક્ષ આવ્યો, અને આવા શુધ્ધાત્મા ઈશ્વર રાગદ્વેષમય જગતનું સંચાલન કરવાથી પોતે અશુધ્ધ થાય એ સમજ આવતાં જગત્કર્તા ઈશ્વરની માન્યતા મંદ થઈ ગઈ. ઈશ્વર પૂર્ણ વીતરાગ છે, અને પૂર્ણ વીતરાગતામાં જ સાચું સુખ છે એ સમજાતાં, પોતાના આત્માને શુદ્ધ કરવાની તેમની તાલાવેલી વધી ગઈ. તે શુદ્ધિ વધારવાના થતા પુરુષાર્થમાં તેમનામાં અનેક ગુણો ખીલતા ગયા હતા.
સં.૧૯૪૨ માં જ્યારે કૃપાળુદેવ મુંબઈ આવ્યા ત્યારે તેમણે બહોળા પ્રમાણમાં અવધાનના પ્રયોગો જાહેરમાં અનેક નામાંકિત વ્યક્તિઓ સમક્ષ કર્યા હતા. તેમણે કરેલા અવધાનના પ્રયોગોની નોંધ મુંબઈ સમાચાર, જામે જમશેદ, ધ ઈન્ડિયન સ્પેક્ટટર, ટાઈમ્સ આદિ વર્તમાનપત્રોએ લીધી હતી, અને તેમની ભારોભાર પ્રશંસા પણ કરી હતી. તેમણે શતાવધાન સુધીના સફળ પ્રયોગો કરી બતાવી ઘણી ઘણી નામના મેળવી હતી. આમ સં.૧૯૪૩માં તેઓ અવધાનથી મળેલી કીર્તિની ટોચે હતા, છતાં વૈરાગ્યને કારણે એમણે એ વર્ષથી અવધાનના પ્રયોગો કરવા બંધ કર્યા હતા, આ ઉપરાંત આ વર્ષથી તેમણે ધર્મેતર સાહિત્યની રચના કરવી પણ છોડી દીધી હતી.
૨૨૧
Page #248
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
આ તબક્કામાં તેમની વીતરાગમાર્ગની શ્રદ્ધા નિશ્ચળ થઈ હતી, તેની સાથે તેમનામાં એ માર્ગ પ્રવર્તાવવાની અભિલાષા ઊગતી જણાય છે. સંસારથી મુક્ત થઈ જે માર્ગે શાશ્વત શાંતિની પ્રાપ્તિ થાય છે, તે માર્ગ અને તે શાંતિ સહુ જીવો પામો એવી ભાવના તેમનામાં તીવ્ર થતી દેખાય છે. જે તેમનામાં રહેલું અને ખીલતું ધર્મનું મંગલપણું ગણી શકાય. ધર્મનાં મંગલપણાના અનુભવની છાયામાં તેમને સંસારનો કંટાળો આવવા લાગ્યો હતો, સંસારમાં સુખ નથી તેવી દઢતા થવા લાગી હતી, તેને કારણે પ્રવર્તતી ઉદાસીનતાને લીધે તેઓ સંસારી સંબંધોમાં સારી રીતે પ્રવર્તી શકતા નથી તેવા ઉલ્લેખો મળવા લાગ્યા, તેમણે તેમના બનેવી શ્રી રા. ચત્રભુજ બેચરને સં.૧૯૪૩માં (આંક ૨૬) લખ્યું હતું કે, –
“પત્રનો ઉત્તર નથી લખી શક્યો. તમામ મનની વિચિત્ર દશાને લીધે છે. રોષ કે માન એ બેમાંનું કાંઈ નથી. કંઈક સંસારભાવની ગમગીની તો ખરી. એ ઉપરથી આપે કંટાળી જવું ન જોઈએ.” “વૈરાગ્યને લીધે જોઈતા ખુલાસા લખી શકતો નથી .... હું કેવળ હૃદયત્યાગી છું. થોડી મુદતમાં કંઈક અદ્ભુત કરવાને તત્પર છું; સંસારથી કંટાળ્યો છું ..... સત્ય સુખ અને સત્ય આનંદ તે આમાં નથી. તે સ્થાપન થવા એક ખરો ધર્મ ચલાવવા માટે આત્માએ ઝંપલાવ્યું છે. જે ધર્મ પ્રવર્તાવીશ જ .. અને એ ધર્મના શિષ્યો કર્યા છે. અત્રે એ ધર્મની સભા સ્થાપન કરી લીધી છે....... આખી સૃષ્ટિમાં પર્યટન કરીને પણ એ ધર્મ પ્રવર્તાવીશું .... ધર્મના સિધ્ધાંતો દૃઢ કરી, હું સંસાર ત્યાગી તેઓને ત્યગાવીશ.” (આંક ૨૭)
કૃપાળુદેવે ઓગણીસ વર્ષની વયે તેમના બનેવીને લખેલા આ પત્રમાં વીતરાગ માર્ગનો ફેલાવો કરી, તેની પ્રભાવના કરવાનો તેમનો દઢ નિર્ધાર જોવા મળે છે. જૈન ધર્મ પ્રવર્તાવવા માટે જે જે યોગ્યતા જોઈએ તે તે મેળવી લેવાની તત્પરતા અહીં જોવા મળે છે. આ પરથી આપણને સમજાય છે કે તેમના આત્મામાં સહુ જીવોનું કલ્યાણ
૨૨૨
Page #249
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
થાય એ ભાવ ખૂબ ખૂબ ઘૂંટાતો હતો. આ ઘૂંટણ એ ધર્મનાં મંગલપણાને પ્રસારિત કરવા માટેનું મુખ્ય લક્ષણ છે. ધર્મનાં મંગલપણા પ્રતિ લોકોને આકર્ષવા માટે જોઈતા ચમત્કારોનો ઉલ્લેખ કરતાં આ પછીના પત્રમાં તેઓ લખે છે કે,
“પંચમકાળમાં પ્રવર્તન ક૨વામાં જે જે ચમત્કારો જોઈએ તે એકત્ર છે, અને થતા જાય છે. હમણાં એ સઘળા વિચારો પવનથી પણ ગુપ્ત રાખજો.” (આંક ૨૮) આમ સં.૧૯૪૩માં કૃપાળુદેવ જૈનધર્મ પ્રવર્તાવવાની અભિલાષા તીવ્રપણે સેવતા જણાય છે. તેમને જે પ્રાપ્ત કરવું હતું તેને ઉદારતાથી જગત સમક્ષ ખુલ્લું કરી જગતને એ માર્ગે દોરવું પણ હતું. આ વચનોમાં આપણને તેમની જુવાનીનો જુસ્સો જોવા મળે છે તો સાથે સાથે જ્યાં સુધી પોતાની યોજના પાત્રતા સહિત સફળ ન થાય ત્યાં સુધી એ મનોરાજ્ય બધાથી ગુપ્ત રાખવાની ભલામણ પણ કરે છે, તેમાં તેમણે મનોભાવ પર રાખેલી વિવેકરૂપી લગામ પણ જોવા મળે છે. તેમણે પોતાના બનેવીને લખેલી ભાવ ગુપ્ત રાખવાની ભલામણમાં યોગ્યતા વિના ગમે તેવું પ્રિય કે ઉત્તમ કાર્ય ન કરવાનો નિર્ણય જોવા મળે છે, જેનું પરિણામ ગુણવૃદ્ધિમાં જ આવે.
એક બાજુ તેમનામાં વૈરાગ્યની વૃદ્ધિ થતી જાય છે, અને બીજી બાજુ તેમનાં કુટુંબીજનો તરફથી તેમને ગૃહસ્થાશ્રમી બનાવવાની પ્રવૃત્તિ શરૂ થાય છે. લક્ષ્મી, સંસાર આદિ પરત્વે તેમને વૈરાગ્ય તો વર્તતો જ હતો, છતાં તે સર્વનાં પૂર્ણ ત્યાગનો નિર્ણય લેવાય તે પહેલાં જ તેમણે વિ. સં.૧૯૪૪ ના મહાસુદ બારશના રોજ ગૃહસ્થજીવનમાં પ્રવેશ કર્યો. તે પછીથી પણ તેમનું લક્ષ આત્માની શુદ્ધિ કરવાનું જ રહ્યું હતું, તે લક્ષ જરા પણ ચ્યુત થયું ન હતું. આત્મખોજના પુરુષાર્થમાં તેમને વિશિષ્ટ ગણાય તેવા કેટલાક અનુભવો પણ થતા હતા, સં.૧૯૪૪ ના અષાડ વદમાં તેમણે નોંધ્યું છે કે,
“આ એક અદ્ભુત વાત છે કે ડાબી આંખમાંથી ચારપાંચ દિવસ થયા એક નાના ચક્ર જેવો વીજળી સમાન ઝબકારો થયા કરે છે. જે આંખથી જરા દૂર જઈ ઓલવાય છે. લગભગ પાંચ મિનિટ થાય છે કે દેખાવ દે છે. મારી
૨૨૩
Page #250
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
દૃષ્ટિમાં તે વારંવાર જોવામાં આવે છે. એ ખાતે કોઈ પ્રકારની ભ્રમણા નથી. .... અંતઃકરણમાં બહુ પ્રકાશ રહે છે. શક્તિ બહુ તેજ મારે છે. ધ્યાન સમાધિસ્થ રહે છે.” (આંક ૩૨, પૃ.૧૬૮)
એમને થતા આ અને આવા અનુભવો સૂચવે છે કે તેમનું મન સંસારી વિચારોમાં રમતું ન હતું. પણ આત્મશોધનમાં વિશેષ રહેતું હતું. તેમને અંતરંગમાં સંકલ્પ તથા વિકલ્પ ખાસ થતા નહોતા, પણ સામાન્યપણે સ્થિરતા રહેતી હતી, અને કષાયો મંદપણે પ્રવર્તતા હતા. જેથી આશ્રવ ઘટે અને નિર્જરા વધે.
આ કાળ દરમ્યાન તેઓ પ્રતિમાને માનતા થયા હતા. એટલે કે “જિન પ્રતિમા' નું પૂજન કરવું તે મોક્ષમાર્ગ આરાધવા માટે એક સારું અવલંબન છે તેવો તેમનો અભિપ્રાય થયો હતો. આ સમય પહેલાં તેઓ જિનમાર્ગ સ્વીકારતા હતા, પણ તેમને પ્રતિમા પૂજનની જરૂરિયાત લાગતી ન હતી. પરંતુ કેટલાક ગ્રંથોના વાંચનથી, મનનથી અને અનુભવથી તેમણે લાગ્યું કે “પ્રતિમાની સ્થાપના તો શ્રી મહાવીર પ્રભુના સમયથી ચાલી આવે છે, અને પ્રાથમિક જીવોને પ્રતિમાનું અવલંબન ધર્મશ્રદ્ધા કેળવવા માટે ખૂબ ઉપકારી થઈ શકે તેમ છે. તેમના આવા વિચારોનો ફેલાવો થવાથી સ્થાનકવાસી સંપ્રદાયના લોકો તેમના વિરોધી બન્યા. તેમને સાચી વાતની પ્રતીતિ કરાવવા ‘પ્રતિમાસિદ્ધિ' નામનો એક લઘુગ્રંથ તેમણે લખ્યો. પણ કેટલાંક કારણોસર તેને તેમણે પ્રસિદ્ધ કર્યો નહિ. જે સત્ય જણાય તેને સહજતાએ અપનાવવું અને તેમ કરવામાં નડતા વિરોધને ગૌણ કરતા જવો; આવી નીડરતા તેમનામાં એ વયે પણ ખીલેલી હતી તે અહીં જોવા મળે છે. વળી વર્તતા વિરોધ માટે નિસ્પૃહ રહી, પોતાના કષાયભાવને સંયમમાં રાખવાનો મહા ઉદ્યમ કરી, સર્વ જીવ માટે તેઓ શાશ્વત સુખને પામે એ ભાવના હૃદયમાં પ્રગટ કરતા જાય છે. ઉદ્ગમ પામેલા વિરોધ માટે ઉદાસીન તથા નિસ્પૃહ થવા પુરુષાથ થવું એ કંઈ નાનું કાર્ય નથી. તે કાર્ય કરનાર ઘણા ગુણોની વૃદ્ધિ કરી શકે છે. કષાયો મંદ કરવાથી અશુભ આશ્રવ નહિવત્ થઈ જાય, નિર્જરાનું પ્રમાણ વધે અને અન્ય જીવો પ્રતિ શુભભાવ ભાવવાથી શુક્લ પરમાણુઓ જીવથી રહાતા જાય, આમ તે જીવમાં ક્ષમા તથા માર્દવના ગુણો જલદીથી ખીલી
૨૨૪
Page #251
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
શકે છે. અશુભભાવી જીવો માટે નિસ્પૃહભાવ રાખવાથી ક્ષમાભાવ કેળવાય છે, જીવનો માનભાવ હણાય છે જેનાથી તેનો માર્દવ ગુણ ખીલે છે. અને આ બે ગુણના આધારે જીવ પોતાનો આત્મવિકાસ કરી શકે છે. આ બંને ગુણો કૃપાળુદેવમાં પ્રતિમાના પ્રસંગ વખતે સારી રીતે ખીલેલા જોવા મળે છે. જુઓ તેમનાં આ વચનો, -
―
“પ્રતિમાના કારણથી અહીં આગળનો સમાગમી ભાગ ઠીક પ્રતિકૂળ વર્તે છે. મતભેદથી અનંતકાળે, અનંત જન્મે પણ આત્મા ધર્મ ન પામ્યો, માટે સત્પુરુષો તેને ઇચ્છતા નથી, પણ સ્વરૂપશ્રેણિને ઇચ્છે છે.” (ભાદરવા વદ ૧, ૧૯૪૪. આંક ૩૬)
“જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું, તેથી રૂડું થયું નથી એક ભવ જો આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે, તો અનંત ભવનું સાટું વળી રહેશે, એમ હું લઘુત્વભાવે સમજ્યો છું. અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે. આ મહાબંધનથી રહિત થવામાં જે જે સાધન, પદાર્થ શ્રેષ્ઠ લાગે, તે ગ્રહવા એ જ માન્યતા છે, તો પછી એ માટે જગતની અનુકૂળતાપ્રતિકૂળતા શું જોવી? તે ગમે તેમ બોલે પણ આત્મા જો બંધનરહિત થતો હોય, સમાધિમય દશા પામતો હોય, તો તેમ કરી લેવું. એટલે કીર્તિ અપકીર્તિથી સર્વકાળને માટે રહિત થઈ શકાશે ?”
“અત્યારે એ વગેરે એમના પક્ષના લોકોના જે વિચારો મારે માટે પ્રવર્તે છે, તે મને ધ્યાનમાં મૃત છે; પણ વિસ્તૃત કરવા એ જ શ્રેયસ્કર છે
મારે માટે કોઈ કંઈ કહે તે સાંભળી મૌન રહેજો; તેઓને માટે કંઈ શોક-હર્ષ કરશો નહિ પાર્શ્વનાથાદિક યોગીશ્વરની દશાની સ્મૃતિ કરજો
આ
અલ્પજ્ઞ આત્મા પણ તે પદનો અભિલાષી અને તે પુરુષનાં ચરણકમળમાં તલ્લીન થયેલો દીન શિષ્ય છે આ કાળની અપેક્ષાએ મન, વચન, કાયા આત્મભાવે તેના ખોળામાં અર્પણ કરો, એ જ મોક્ષનો માર્ગ છે તમારા માનેલા મુરબ્બી માટે કોઈ પણ પ્રકારે હર્ષ-શોક કરશો નહી; તેની ઇચ્છા માત્ર સંકલ્પ-વિકલ્પથી રહિત થવાની જ છે; તેને અને આ વિચિત્ર
આ
.....
.....
૨૨૫
Page #252
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
જગતને કંઈ પણ લાગતું વળગતું કે લેવાદેવા નથી. એટલે તેમાંથી તેને માટે ગમે તે વિચારો બંધાય કે બોલાય, તે ભણી જવા હવે ઇચ્છા નથી. જગતમાંથી જે પરમાણુ પૂર્વકાળે ભેળાં કર્યા છે તે હળવે હળવે તેને આપી દઈ ઋણમુક્ત થવું; એ જ તેની સદા ઉપયોગી, વહાલી, શ્રેષ્ઠ અને પરમ જિજ્ઞાસા છે ...... પૂર્વકર્મના આધારે તેનું સઘળું વિચરવું છે; એમ સમજી પરમ સંતોષ રાખજો ......... આત્માને આટલું જ પૂછવાની જરૂર છે કે જો મુક્તિને ઇચ્છે છે તો સંકલ્પ વિકલ્પ, રાગદ્વેષને મૂક અને તે મૂકવામાં તને કંઈ બાધા હોય તો તે કહે. તે તેની મેળે માની જશે અને તે તેની મેળે મૂકી દેશે.” “જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે ..... પરમ શાંતિપદને ઇચ્છીએ એ જ આપણો સર્વસમ્મત ધર્મ છે, અને એ જ ઇચ્છામાં ને ઇચ્છામાં તે મળી જશે ..... હું કોઈ ગચ્છમાં નથી, પણ આત્મામાં છું, એ ભૂલશો નહિ.” (આંક ૩૭, આસો વદ ૨, ૧૯૪૪)
કૃપાળુદેવના પરમ સખા શ્રી જૂઠાભાઈ ઉપર લખાયેલો આ પત્ર તેમની અંતરંગ વિચારણા જાણવા માટે ખૂબ ઉપયોગી છે. જૂઠાભાઈને જે જાતનો બોધ અને સમજણ તેમણે આપ્યાં છે તે પરથી આપણને સમજાય છે કે તેમણે પોતાનાં જીવનનું ધ્યેય આત્માને શુદ્ધ કરવા પ્રતિ કેંદ્રિત કર્યું હતું. અને જીવનની ધ્યેય સિદ્ધિ કરવા માટે તેમણે કીર્તિ-અપકીર્તિ, રાગદ્વેષ, સંકલ્પ-વિકલ્પ સર્વને ગૌણ કરી તે બધાથી પર થવાનો પુરુષાર્થ ઉપાડયો હતો. પ્રતિમાની શ્રદ્ધા વ્યક્ત કરવાથી તેમના પ્રતિ જે વિરોધનો વંટોળ ઊઠયો હતો, તે પ્રતિનું તેમનું વલણ ક્ષમાથી ભરપૂર અને નિસ્પૃહતાવાળું જોવા મળે છે. જે વિચારોથી નવાં કમબંધ થાય તે વિચારોથી અલિપ્ત બની તેઓ આશ્રવને તોડે છે, અને તેની સાથે સંવરની ઉપાસના કરે છે. તેમની આ વર્તનાનું પૃથક્કરણ કરવાથી આપણને સમજાય છે કે તેમનામાં ક્ષમા, માર્દવ, આદિ ગુણો ખીલતા જતા હતા, જેના થકી સમ્યક્ત્વનાં પાંચે ગુણોની અનુભૂતિ તેમનામાં વ્યક્ત થાય છે. આ પાંચ અંગો છેઃ શમ, સંવેગ, નિર્વેદ,
૨૨૬
Page #253
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
આસ્થા અને અનુકંપા. આ પાંચે ગુણો કૃપાળુદેવમાં આ પ્રસંગ વખતે સ્પષ્ટપણે અનુભવાય છે. પ્રતિમાસિદ્ધિનો વિરોધ કરતી વ્યક્તિઓ પ્રતિ તેઓ કષાય થવા દેતા નથી, બલ્ક જોરદાર ક્ષમાભાવ જાળવી રાખે છે તે તેમના ‘શમ ગુણનો આપણને પરિચય કરાવે છે. તેઓ જગતમાંથી ભેગા કરેલાં કર્મ પરમાણુઓને હળવે હળવે જગતને ચૂકવી દેવાના ભાવ કરી, તે પરમાણુ ચૂકવી દઈ ઋણમુક્ત થવાની તેમની ભાવનામાં “સંવેગ’ ગુણ લક્ષિત થાય છે. જગત સાથેની લેવાદેવાની વૃત્તિથી પર થવાના તેમના ભાવમાં તેમનો ‘નિર્વેદ' ગુણ સ્પષ્ટપણે આપણે અનુભવી શકીએ છીએ. આ આખા પત્રમાં શ્રી પાર્શ્વનાથ આદિ તીર્થકર પ્રભુના માર્ગ માટેની તેમની આસ્થા શબ્દ શબ્દમાં અને અર્થે અર્થમાં પથરાયેલી જોઈ શકાય છે. આ ઉપરાંત વિરોધીઓ માટેના તેમના નિસ્પૃહતાથી ભરેલાં અને કરુણાસહિતના વલણમાં તેમનો અનુકંપાનો ગુણ પ્રકાશિત થયા વિનાનો રહેતો નથી. આમ આ પત્રમાં આપણે તેમનામાં રહેલાં સમ્યક્ત્વનાં પાંચે લક્ષણોનો અનુભવ થવા ઉપરાંત તેમની વીતરાગ માર્ગની દઢ શ્રદ્ધા, તે માર્ગે જ ચાલવાનો દઢ નિર્ણય અને રાગદ્વેષથી છૂટી જવાનો નિશ્ચય જોવા મળે છે. સમ્યકત્વનાં આ લક્ષણો તેમનામાં સારી રીતે ફૂટ થયા હોવાથી મોક્ષના માર્ગ બે હોઈ શકે નહિ, જિનનો ઉપદેશ માત્ર માર્ગની પ્રાપ્તિ માટે જ છે અને જીવ જ્યાં સુધી સુપાત્ર થતો નથી ત્યાં સુધી તેને માર્ગની પ્રાપ્તિ થઈ શકતી નથી, આવો નિશ્ચય તેમના આત્મામાં પ્રવર્તતો હતો. આ નિશ્ચય તેમનામાં રહેલાં ધર્મનાં મંગલપણાની પ્રતીતિ આપણને કરાવે છે. એ બધા પત્રોનો અભ્યાસ કરતાં જણાય છે કે કૃપાળુદેવમાં બાળવયની કૃષ્ણભક્તિ દ્વારા ભક્તિમાર્ગનાં જે બીજ રોપાયાં હતાં, તેને અંકુરો ફૂટી તે માર્ગની મહત્તા તથા વિશાળતા તેમના હૃદયમાં ફેલાવા લાગ્યાં હતાં, અને એ માર્ગમાં વિકાસ કરતાં કરતાં પૂર્ણ થવાના ભાવ ક્રમે ક્રમે તેમનામાં વિકસતા જતા હતા. તેથી તેમને કોઈ માન આપે, તેમના ગુણોની પ્રશંસા કરે ઈત્યાદિમાં અરુચિપણું અનુભવાતું હતું. જુઓ તેમનાં આ વચનો –
“મારા ભણી મોહદશા નહિ રાખો. હું તો એક અલ્પ શક્તિવાળું પામર મનુષ્ય છું.” (માર્ગશીર્ષ વદી ૭, ૧૯૪૫. આંક ૪૩)
૨૨૭
Page #254
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
“પ્રણામ લખું તેની પણ ચિંતા નહિ કરો, હજુ પ્રણામ કરવાને લાયક જ છું; કરાવવાને નથી.” (માગશર વદ અમાસ, ૧૯૪૫. આંક ૪૫) “વૈરાગ્ય ભણીના મારા આત્મવર્તન વિશે પૂછો છો તે પ્રશ્નનો ઉત્તર ક્યા શબ્દોમાં લખું? ઉદય આવેલાં પ્રાચીન કર્મો ભોગવવાં, નૂતન ન બંધાય એમાં જ આપણું આત્મહિત છે. એ શ્રેણિમાં વર્તન કરવા મારી પ્રપૂર્ણ આકાંક્ષા છે; પણ તે જ્ઞાનીગમ્ય હોવાથી બાહ્યપ્રવૃત્તિ હજુ તેનો એક અંશ પણ થઈ શકતી નથી .... સંસારી પ્રવર્તન થાય છે તે કરું છું ..... ઉદય આવેલાં કર્મો ભોગવું છું. ખરી સ્થિતિમાં હજુ એકાદ અંશ પણ આવ્યો હોઉં એમ કહેવું તે આત્મપ્રશંસારૂપ જ સંભવે છે.” (મહા વદ ૭, ૧૯૪૫. આંક ૫૦)
જ્યાં સુધી ગૃહવાસ પૂર્વકર્મનાં બળથી ભોગવવો રહ્યો છે, ત્યાં સુધી ધર્મ, અર્થ અને કામ ઉલ્લાસિત-ઉદાસીનભાવે સેવવા યોગ્ય છે. બાહ્યભાવે ગૃહસ્થાશ્રેણિ છતાં અંતરંગ નિર્ગથ શ્રેણિ જોઈએ. અને જ્યાં તેમ થયું છે ત્યાં સર્વ સિદ્ધિ છે. મારી આત્માભિલાષા તે શ્રેણિમાં ઘણા માસ થયાં વર્તે છે.” (શ્રાવણ સુદ ૩, ૧૯૪૫. આંક ૭૧)
સં. ૧૯૪૫ માં લખાયેલા પત્રોના આ અવતરણો પરથી આપણને નિર્દેશ મળે છે કે કૃપાળુદેવને એ વર્ષમાં આત્માની સર્વોત્તમ સિદ્ધિ મેળવવાનું લક્ષ બંધાઈ ગયું હતું. અને પૂર્ણતાની સરખામણીમાં તેમણે કરેલા વિકાસ ખરી સ્થિતિના એક અંશ જેટલો પણ નથી એવી તેમની સમજણ તેમના અનેક ગુણો પર પ્રકાશ કરે છે, જેમકે પ્રમાણિકપણું, નિર્માનીપણું, પૂર્ણ વિશેનો સાચો ખ્યાલ, સંસારનો વૈરાગ્ય, તેમના સંવેગ અને નિર્વેદ ઈત્યાદિ. આને કારણે તેમને પ્રગટેલા ગુણો વિશે કોઈ અન્ય વ્યક્તિ પ્રશંસા કરે, તો તે માટે તેમને અરુચિ તથા ઉદાસીનતા ઉદ્ભવતાં હતાં, તેમને મોટા ગણી કોઈ પ્રણામ લખે તો તેમને રુચિકર જણાતું ન હતું, જેમ જેમ ગુણો તેમનાંમાં ખીલતા જતા હતા તેમ તેમ તેમનું વિનમ્રપણું વધતું જતું
૨૨૮
Page #255
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
હતું. આથી તેઓ પત્રોમાં દસ્કતની જગ્યાએ મુખ્યત્વે પોતાનું નામ લખી પ્રણામ લખતા હતા. જેમકે “વિ. રાયચંદના સત્પુરુષને નમસ્કાર સહિત પ્રણામ” (૫૦), “આપના માધ્યસ્થ વિચારોના અભિલાષી રાયચંદ રવજીભાઈના પંચાગી પ્રશસ્તભાવે નમસ્કાર” (૬૧), “ધર્મજીવનઇચ્છક રાયચંદ રવજીભાઈના વિનયભાવે પ્રશસ્ત પ્રણામ” (૬૪), “ધર્મોપજીવન ઇચ્છક રાયચંદના વિનયયુક્ત પ્રણામ" (૬૮), વગેરે. દસ્કૃત કરવાનો આ પ્રકાર લગભગ સં.૧૯૪૬ સુધી જોવા મળે છે, તે પછીથી દશાની વર્ધમાનતા સાથે તેમાં પણ ફેરફાર થતો જોવાય છે.
આમ એક બાજુ તેમની અંતરંગ શ્રેણિ નિગ્રંથ માર્ગ ભણી, મોક્ષને ત્વરાથી મેળવવાના લક્ષથી પુરુષાર્થ કરવા ભણી વહેતી હતી. અને બીજી બાજુ તેમની બાહ્યશ્રેણિ ગૃહસ્થની હતી. તેમને આંતર અને બાહ્ય શ્રેણિ વચ્ચે જે વિરોધ અનુભવવો પડતો હતો તેનાથી થતો ખેદ ઉપરનાં પત્રાંક ૫૦ તથા ૭૧ના અવતરણમાં જોવા મળે છે. આમ કૃપાળુદેવનાં જીવનમાં બે સ્પષ્ટ જુદા પ્રવાહોની શરૂઆત વિ.સં. ૧૯૪૫થી જોવા મળે છે. બાહ્યથી ગૃહસ્થધર્મમાં કુટુંબ જીવનની જવાબદારી તથા વ્યાપારાદિ કાર્ય સંભાળવાનાં હતાં અને તેમની અંતરંગ શ્રેણિ વીતરાગમાર્ગ પ્રતિ દોડતી હતી, આ બાહ્યાંતર અલગ શ્રેણિને કારણે જન્મતો વિરોધ જીવનભર તેમની કસોટી કરતો રહે છે. તે બે શ્રેણિ વચ્ચે સમાધાન લાવવા તેમણે નક્કી ક્યું જણાય છે કે,
—
“સુખકી સહેલી હે અકેલી ઉદાસીનતા,
અધ્યાત્મની જનની, તે ઉદાસીનતા.” (આંક ૭૭. સં.૧૯૪૫)
સંસારમાં રહેવા છતાં પોતાના અધ્યાત્મના આદર્શને પોષવા તેમણે ઉદાસીનતાને સ્વીકારવી યોગ્ય ગણી હતી. પૂર્વ નિબંધિત જે જે કર્મોદય આવે તે પ્રતિ નિસ્પૃહ રહી, અધ્યાત્મની ઉન્નતિ કરવાનો પુરુષાર્થ મક્કમપણે કર્યા કરવો એવો ભાવ તેમણે સ્વીકાર્યો હતો. એ પુરુષાર્થનાં અનુસંધાનમાં તેમને આ જ વર્ષમાં મોક્ષમાર્ગની એકતાનો નિરધાર થયો હતો, તથા પોતે ધર્મમાં પ્રવર્તતા મતભેદોમાં ન પડવાનો નિર્ણય પણ
૨૨૯
Page #256
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
કરી લીધો હતો. જેથી સીધા, સરળ, સુગમ છતાં દુર્ગમ એવા મોક્ષમાર્ગમાં ત્વરાથી આગળ વધી શકાય. નીચેનાં તેમના વચનો તેની શાખ પૂરે છે, -
“મોક્ષના માર્ગ બે નથી. જે જે પુરુષો મોક્ષરૂપ પરમ શાંતિને ભૂતકાળ પામ્યા, તે તે સઘળા પુરુષો એક જ માર્ગથી પામ્યા છે, વર્તમાનકાળે પણ તેથી જ પામે છે; ભવિષ્યકાળે પણ તેથી જ પામશે. તે માર્ગમાં મતભેદ નથી, અસરળતા નથી, ઉન્મત્તતા નથી, ભેદભેદ નથી, માન્યામાન્ય નથી, તે સરળ માર્ગ છે, તે સમાધિમાર્ગ છે, તથા તે સ્થિર માર્ગ છે; અને સ્વાભાવિક શાંતિસ્વરૂપ છે. સર્વકાળે તે માર્ગનું હોવાપણું છે. જે માર્ગના મર્મને પામ્યા વિના કોઈ ભૂતકાળે મોક્ષ પામ્યા નથી, વર્તમાનકાળે પામતા નથી અને ભવિષ્યકાળ પામશે નહિ.” “શ્રી જિને સહઅગમે ક્રિયાઓ અને સહસંગમે ઉપદેશો એ એક જ માર્ગ આપવા માટે કહ્યાં છે. અને તે માર્ગને અર્થે તે ક્રિયાઓ અને ઉપદેશો ગ્રહણ થાય તો સફળ છે, અને એ માર્ગને ભૂલી જઈ તે ક્રિયાઓ અને ઉપદેશો ગ્રહણ થાય તો સૌ નિષ્ફળ છે. ........ તે માર્ગ આત્મામાં રહ્યો છે. આત્મતૃપ્રાપ્ત પુરુષ-નિગ્રંથ આત્મા-જ્યારે યોગ્યતા ગણી તે આત્મત્વ અર્પશે-ઉદય આપશે-ત્યારે જ તે પ્રાપ્ત થશે, ત્યારે જ તે વાટ મળશે, ત્યારે જ તે મતભેદ જશે. મતભેદ રાખી કોઈ મોક્ષ પામ્યા નથી, વિચારીને જેણે મતભેદને ટાળ્યો, તે અંતવૃતિને પામી ક્રમે કરી શાશ્વત મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે.” (ફાગણ સુદ ૯, ૧૯૪૫. આંક ૫૪) “અનંતકાળમાં કાં તો સત્પાત્રતા થઈ નથી, અને કાં તો સપુરુષ (જેમાં સદ્ગુરુત્વ, સત્સંગ અને સત્કથા એ રહ્યાં છે) મળ્યા નથી; નહીં તો નિશ્ચય છે, કે મોક્ષ હથેળીમાં છે, ઈષપ્રામ્ભારા એટલે સિદ્ધપૃથ્વી પર ત્યાર પછી છે. એને સર્વ શાસ્ત્ર પણ સંમત છે. અને આ કથન ત્રિકાળ સિદ્ધ છે.” (ફાલ્ગન સુદ ૯, ૧૯૪૫. આંક પ૫)
૨૩૦
Page #257
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
આમ પોતાને ઈચ્છિત ઉદાસીનતાને વેગ આપવા અને સ્વકલ્યાણાર્થે ધર્મના મતભેદોમાં ન પડવાનો તેમણે નિર્ણય ર્યો હતો. મતભેદોથી દૂર રહેવાથી કષાયયુક્ત ભાવોથી જીવ બચી જાય અને પૂર્વ નિબંધિત કર્મોની નિર્જરા કરવી સરળ થાય. તેનું તારણ એ કે જીવને તેનાથી આશ્રવની અલ્પતા અને નિર્જરાની બહુલતા પ્રાપ્ત થાય. આ રીતે કૃપાળુદેવની અંતરંગ શ્રેણિ વીતરાગમાર્ગ પ્રતિ વિકાસ કરતી હતી, તે વખતે પૂર્વ નિબંધિત કર્મના ફળરૂપે સ્ત્રીનું આકર્ષણ તેમને વેદાતું હતું તે તેમને ખૂબ ખેદકારક લાગતું હતું. સંસારી આકર્ષણથી છૂટવાની તેમની ભાવના હોવા છતાં કર્મો તેમને એ આકર્ષણમાં લઈ જતાં હતાં, તેથી તેમને મનમાં ખૂબ સંઘર્ષ વેદવો પડતો હતો. તેમના કેટલાક પત્રો આ ઘર્ષણ વ્યક્ત કરે છે.
“સ્ત્રી એ સંસારનું સર્વોત્તમ સુખ માત્ર આવરણિકદૃષ્ટિથી કલ્પાયું છે, પણ તે તેમ નથી જ, સ્ત્રીથી જે સંયોગસુખ ભોગવવાનું ચિહ્ન તે વિવેકથી દૃષ્ટિગોચર કરતાં વમન કરવાને યોગ્ય ભૂમિકાને પણ યોગ્ય રહેતું નથી ... ટૂંકામાં કહેવાનું કે તેમાં કંઈ પણ સુખ નથી .... ત્યાં ફરી આત્મા ન જ ખેંચાય એ વિવેક થયો છે, તેનું સહજ સૂચવન કર્યું. સ્ત્રીમાં દોષ નથી; પણ આત્મામાં દોષ છે, અને એ દોષ જવાથી આત્મા જે જુએ છે તે અદ્ભુત આનંદમય જ છે; માટે એ દોષથી રહિત થવું, એ જ પરમ જિજ્ઞાસા છે.
.. સ્ત્રી સંબંધમાં કોઈ પણ પ્રકારે રાગદ્વેષ રાખવા મારી અંશમાત્ર ઇચ્છા નથી, પણ પૂર્વોપાર્જનથી ઇચ્છાના પ્રવર્તનમાં અટક્યો છું.” (સં.૧૯૪૫. આંક ૭૮). “દુ:ખિયાં મનુષ્યોનું પ્રદર્શન કરવામાં આવ્યું હોય તો ખચિત તેના શિરોભાગમાં હું આવી શકું ... સ્ત્રી સિવાય બીજો કોઈ પદાર્થ ખાસ કરીને મને રોકી શકતો નથી. બીજાં કોઈ પણ સંસારી સાધને મારી પ્રીતિ મેળવી નથી. તેમ કોઈ ભયે મને બહુલતાએ ઘેર્યો નથી. સ્ત્રીના સંબંધમાં જિજ્ઞાસા ઓર છે અને વર્તના ઓર છે. એક પક્ષે તેનું કેટલાક કાળ સુધી સેવન કરવું સમ્મત કર્યું છે, તથાપિ ત્યાં સામાન્ય પ્રીતિ અપ્રીતિ છે. પણ
૨૩૧
Page #258
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
દુ:ખ એ છે કે જિજ્ઞાસા નથી, છતાં પૂર્વકર્મ કાં ઘેરે છે? ... મહારંભ, મહાપરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ કે એવુંતેવું જગતમાં કંઈ જ નથી, એમ વિસ્મરણધ્યાન કરવાથી પરમાનંદ રહે છે. તેને ઉપરનાં કારણોથી જોવાં પડે છે, એ મહાખેદ છે. અંતરંગચર્યા પણ કોઈ સ્થળે ખોલી શકાતી નથી. એવાં પાત્રોની દુર્લભતા મને થઈ પડી એ જ મહાદુઃખમતા કહો.” (સં.૧૯૪૫. આંક ૮૨).
આમ આ વર્ષમાં કૃપાળુદેવને માર્ગ સંબંધી નિઃશંકતા થઈ હતી, વૈરાગ્ય વધ્યો હતો, સત્સંગની રુચિ ઊંડી થઈ હતી; તેની સાથે સાથે સ્ત્રીનું જે આકર્ષણ વેદાતું હતું, પોતાની અંતરંગ ચર્યા જણાવી શકે, સત્સંગ આપી શકે એવા સત્પાત્રોની દુર્લભતા હતી તે આદિ કારણોને લીધે તેમનામાં જે આંતરયુદ્ધ ચાલતું હતું તે હૃદ્ધને કારણે તેમને ઘણું દુ:ખ વેઠવું પડતું હતું. અને એ દુઃખની અભિવ્યક્તિ તેમણે ઉપરનાં વચનોમાં કરેલી જણાય છે. તેમ છતાં તેમને આત્માની કોઈ એવી અનુભૂતિ થઈ હતી કે વિષમ સંજોગોમાં પણ તેઓ સમતા રાખી શકતા હતા. તેમણે જે નિર્ગથમાર્ગ સ્વીકાર્યો હતો તેનાં પોષણરૂપ સત્સંગનો અભાવ હોવાથી તેમને ખેદ વર્તતો હતો, છતાં માર્ગનું જે ઊંડુ શ્રદ્ધાન થયું હતું, તેનાથી તેમને શાંતિ પણ વેદાતી હતી. તે વિશે તેમણે લખ્યું છે કે, –
“તોપણ તે ક્રમનું બીજ હૃદયમાં અવશ્ય રોપાયું છે અને એ સુખકર થયું છે. સૃષ્ટિના રાજથી જે સુખ મળવા આશા નહોતી, તેમ જ કોઈ પણ રીતે ગમે તેવા ઔષધથી, સાધનથી, સ્ત્રીથી, પુત્રથી, મિત્રથી કે બીજા અનેક ઉપચારથી જે અંતર્શાતિ થવાની નહોતી તે થઈ છે. નિરંતરનીભવિષ્યકાળની-ભીતિ ગઈ છે અને એક સાધારણ ઉપજીવનમાં પ્રવર્તતો એવો આ તમારો મિત્ર તેને લઈને જ જીવે છે.” (સં.૧૯૪૫. આંક ૮૩).
કૃપાળુદેવનું આ લખાણ સ્પષ્ટ કરે છે કે તેઓ આંતરયુદ્ધમાં સાંથે વિજયી થવા પુરુષાર્થી છે. તેઓ સંસારનાં આકર્ષણને તોડી આત્માની શુદ્ધિ વધારવાના પુરુષાર્થમાં
૨૩૨
Page #259
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
૨મી રહ્યા છે. એ માટે કોઈ પણ દર્શનનો આગ્રહ ન સેવતાં, મતમતાંતરથી પર બની, આત્માને ઉજ્જવળ કરવાની એક માત્ર પ્રવૃત્તિમાં તેઓ રમવા માંડયા હતા. આત્મશુદ્ધિ વધારવા માટે કોઈ પણ પ્રકારનો દુરાગ્રહ રાખવો એ મોટા અંતરાયરૂપ થાય છે; માટે જેણે આત્મદશામાં આગળ વધવું હોય તેણે પોતામાં પ્રવર્તતા દુરાગ્રહોથી મુક્ત થઈ, આત્મલગની વધારતા જવી જોઈએ; એ પ્રકારની સમજણ એમનાં વચનો તથા વર્તન આપણને આપી જાય છે. દુરાગ્રહનો ત્યાગ સમજાવનારા તેમનાં આ
વચનો વિચારો
—
“જૈન સંબંધી આપને કંઇ પણ મારો આગ્રહ દર્શાવતો નથી. તેમ આત્મા જે રૂપે હો તે રૂપે ગમે તેથી થાઓ, એ સિવાય બીજી મારી અંતરંગ જિજ્ઞાસા નથી” (કાર્તક સુદ ૭, ૧૯૪૬. આંક ૮૭)
“જૈનના આગ્રહથી જ મોક્ષ છે, એમ આત્મા ઘણા વખત થયાં માનવું ભૂલી ગયો છે, મુક્તભાવમાં મોક્ષ છે એમ ધારણા છે.” (અષાડ વદ અમાસ, ૧૯૪૬. આંક ૧૨૦)
આ અને આવાં અન્ય વચનો પરથી આપણે સમજી શકીએ છીએ કે તેમને જૈનધર્મની શ્રેષ્ઠતા લાગી હોવા છતાં, તે ધર્મ માટે તેમને પક્ષપાત કે દુરાગ્રહ ન હતાં. તેમની વૃત્તિ આત્માને ઉજ્જવળ કરવા માટે જ પ્રવર્તતી હતી. સં.૧૯૪૬ના કારતક માસમાં લખાયેલાં તેમનાં આ વચનો આપણને તેમની ધર્મશ્રદ્ધાની ઝાંખી કરાવે છે, સાથે સાથે સમ્યક્દર્શનનું મહાત્મ્ય પણ સમજાવે છે. જુઓ –
“તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન હો, પરંતુ તેને તીવ્ર બંધન નથી, અનંત સંસાર નથી, સોળ ભવ નથી, અત્યંતર દુ:ખ નથી, શંકાનું નિમિત્ત નથી, અંતરંગ મોહિની નથી, સત્ સત્ નિરૂપમ, સર્વોત્તમ શુક્લ, શીતળ, અમૃતમય દર્શનજ્ઞાન; સમ્યક્ જ્યોતિર્મય, ચિરકાળ આનંદની પ્રાપ્તિ, અદ્ભુત સત્સ્વરૂપદર્શિતાની બલિહારી છે.” (કારતક ૧૯૪૬, આંક ૯૧)
૨૩૩
Page #260
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
સમ્યક્દર્શન મળ્યા પછી સંસાર ટૂંકો થઈ જાય છે, અને આંતરસુખની અનુભૂતિ જીવને વધતી જાય છે, તે તેમણે અહીં વ્યક્ત કર્યું છે. સ્વાનુભૂતિ વિના આવાં વચનો નીકળી શકે ખરાં? આ જ વર્ષના પોષ માસમાં તેમણે નોંધ્યું છે કે, –
“આવા પ્રકારે તારો સમાગમ મને શા માટે થયો ? ક્યાં તારું ગુપ્ત રહેવું થયું હતું ? સર્વગુણાંશ તે સમ્યક્ત્વ.” (પોષ ૧૯૪૬.આંક ૯૫)
અત્યાર સુધીનાં કૃપાળુદેવનાં વચનો અને વર્તનનો તાળો આપણને તેમનાં આ વચનો મેળવી આપે છે. સમ્યક્ત્વ થાય ત્યારે જીવને આત્માના પ્રત્યેક ગુણોના અંશનો અનુભવ થાય છે. તે સમ્યક્દશા તેમણે પૂર્વકાળમાં પ્રાપ્ત કરી હતી, પણ આવરણને કારણે તેમને તેની સ્મૃતિ રહી ન હતી. પણ દશા દશાનું કામ કરે જ છે, તેથી તેમનાં વાણી તથા વર્તન બાળવયથી એ જ પ્રકારનાં હતા. પૂર્વના સમ્યક્ અનુભવની સ્મૃતિ આવતાં તેમણે ઉપરનાં વચનો નોંધ્યા હશે એમ આપણે કહી શકીશું. તે સ્મૃતિ સ્પષ્ટ થયા પછી તેમની માર્ગ સંબંધી નિઃશંકતા વિશેષ દૃઢ થઈ હતી, દઢપણું નીચેની પંક્તિઓમાં આપણેને જોવા મળે છે.
“આજ મને ઉછરંગ અનુપમ, જન્મ કૃતાર્થ જોગ જણાયો,
વાસ્તવ્ય વસ્તુ વિવેક વિવેચક, તે ક્રમ સ્પષ્ટ સુમાર્ગ ગણાયો.” વૈશાખ વદ ૪, ૧૯૪૬. આંક ૧૫૭.
આ પંક્તિદ્રયમાં પોતાને સાચા માર્ગની પ્રાપ્તિ થઈ છે, અને તેને લીધે અદ્ભુત તથા અનુપમ આનંદ થયો છે એ ભાવની અભિવ્યક્તિ જોવા મળે છે. વાસ્તવ્ય વસ્તુ એટલે વાસ્તવિક પદાર્થ અર્થાત્ આત્મા. તેનાં બંધન, મુક્તિ વગેરે સ્વપરના ભેદજ્ઞાન સાથે જે વિચારે છે તે ‘વિવેક વિવેચક’ છે. જીવને ભેદજ્ઞાન સહિતની સત્ વિચારણાની શ્રેણિએ ચલાવનાર તો સદ્ગુરુ છે, તેથી તેમનાં ક્યા પ્રમાણે, આજ્ઞા પ્રમાણે ચાલવું તે જીવને છૂટવા માટે સુમાર્ગ છે, શ્રેષ્ઠ માર્ગ છે. આ રીતે બીજી પંક્તિમાં ગુરુ તથા ભક્તિમાર્ગની ઉત્તમતા તેમણે બતાવી છે. આ માર્ગની આસ્થા સહિત પ્રાપ્તિ થવી તે ઉપમા આપી ન શકાય તેવો, જન્મને સાર્થક કરનારો, સફળ કરનારો યોગ ક્યો છે.
૨૩૪
Page #261
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
પોતાને આવા અદ્ભુત યોગની પ્રાપ્તિ થઈ છે, તેથી વર્તતા અનુપમેય આનંદને અહીં તેમણે વ્યક્ત કર્યો છે. માર્ગનું નિઃશંકપણું થતાં ઘણાં ખરાં વિઘ્નો ટળી જાય છે અને ભાવિમાં આત્માની શુદ્ધિ વિશેષતાએ કરવા માટેની ભૂમિકા રચાઈ જાય છે.
માર્ગની નિઃશંકતા આવવાને લીધે તેમને એ સ્પષ્ટ થયું કે સંસારમાં રહેવાથી તથા તેની રુચિ રાખવાથી જીવના કષાયો વધે છે, અને કષાયથી જ કર્મબંધન વધે છે. તેથી માર્ગનું દઢત્વ થવા સાથે તેમની સંસારની અરુચિ વધી, મતમતાંતરોથી દૂર રહેવાનો પુરુષાર્થ વધ્યો, જ્ઞાન તથા દર્શનને વિશુદ્ધ કરવાનો અભિલાષ વધ્યો, પરિણામે અનેક આત્મિક ગુણો તેમનામાં ખીલવા લાગ્યા. તેમનો નિર્ણય થયો કે, –
“કુટુંબરૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશો તોપણ એકાંતથી જેટલો સંસારક્ષય થવાનો છે, તેનો સોમો હિસ્સો પણ તે કાજળગૃહમાં રહેવાથી થવાનો નથી. કષાયનું તે નિમિત્ત છે; મોહને રહેવાનો અનાદિકાળનો પર્વત છે. પ્રત્યેક અંતરગુફામાં તે જાજ્વલ્યમાન છે. સુધારણા કરતાં વખતે શ્રાદ્ધોત્પત્તિ (શ્રાવકધર્મની ઉત્પત્તિ) થવી સંભવે, માટે ત્યાં અલ્પભાષી થવું, અલ્પહાસી થવું, અલ્પ પરિચયી થવું, અલ્પ આવકારી થવું, અલ્પભાવના દર્શાવવી, અલ્પસહચારી થવું, અલ્પગુરુ થવું, પરિણામ વિચારવું, એ જ શ્રેયસ્કર છે.” (માહ ૧૯૪૬. આંક ૧૦૩).
આ પ્રકારે આકરા લાગતા સંસારમાં તેમને પૂર્વકર્મનાં જોરને કારણે રહેવું પડ્યું હતું, તે તેમના માટે વિષમ અને દુ:ખદ સ્થિતિ હતી. સંસારના ત્યાગનો વિચાર તેમને કર્મના જોરને કારણે મહાખેદની સાથે ગૌણ કરવો પડ્યો હતો, તે ખેદ તેમણે આ રીતે વ્યક્ત કર્યો હતો, –
તત્ત્વજ્ઞાનની ગુપ્ત ગુફાનાં દર્શન લેતાં ગૃહાશ્રમથી વિરક્ત થવાનું અધિક્તર સૂઝે છે, અને ખચીત તે તત્ત્વજ્ઞાનનો વિવેક પણ આને ઊગ્યો હતો; કાળનાં બળવત્તર અનિષ્ટપણાને લીધે તેને યથાયોગ્ય સમાધિસંગની અપ્રાપ્તિને
૨૩૫
Page #262
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
લીધે તે વિવેકને મહાખેદની સાથે ગૌણ કરવો પડ્યો; અને ખરે! જો તેમ ન થઈ શક્યું હોત તો તેનાં (આ પત્રલેખકનાં) જીવનનો અંત આવત.” જે વિવેકને મહાખેદની સાથે ગૌણ કરવો પડ્યો છે, તે વિવેકમાંજ ચિત્તવૃત્તિ પ્રસન્ન રહી જાય છે, બાહ્ય તેની પ્રાધાન્યતા નથી રાખી શકાતી એ માટે અકથ્ય ખેદ થાય છે, તથાપિ જ્યાં નિરૂપાયતા છે, ત્યાં સહનતા સુખદાયક છે, એમ માન્યતા હોવાથી મૌનતા છે.” (વૈશાખ વદ ૧૨, ૧૯૪૬. આંક ૧૧૩).
આંતરિક નિર્ગથમાર્ગ ભણી જતી શ્રેણિને તેઓ બાહ્યથી પ્રધાનતા આપી શકતા નથી, તેનું દુ:ખ સમભાવથી સહન કરવાનો તેમનો પુરુષાર્થ અહીં જણાઈ આવે છે. આ રીતે વર્તવાનું કારણ તેમણે રોજનીશીમાં આ પ્રમાણે નોંધ્યું છે, -
“ભવિષ્યકાળે જે ઉપાધિ ઘણો વખત રોકશે, તે ઉપાધિ વધારે દુઃખદાયક થાય તો પણ થોડા વખતમાં ભોગવી લેવી એ વધારે શ્રેયસ્કર છે.” (અષાડ સુદ ૫, ૧૯૪૬. આંક ૧૫૭).
સં.૧૯૪૬માં તેઓ પોતાના કાકાજી સસરા રેવાશંકર જગજીવન સાથે ઝવેરાતના ધંધામાં ભાગીદાર તરીકે જોડાયા હતા. આમ સાંસારિક જવાબદારી વધતી હોવા છતાં ઉપરની વિચારણાથી તેમણે જોડાણ સ્વીકાર્યું હતું. ભાગીદારીમાં જોડાતી વખતે તેમણે ભાવના રાખી હતી કે કોઈના પણ દોષ જોવા નહિ, સ્વપ્રશંસા કરવી નહિ, સર્વને પ્રિય થાય એવી વર્તણુંક રાખવા પ્રયત્ન થવું, સત્ય બોલવું, ભૂલ માટે પશ્ચાત્તાપી થવું, અને પોતાની પરમાર્થ શ્રેણિ સાચવવા પૂરા પ્રયત્નો કરતા રહેવા. આ વર્ષથી વધતી સાંસારિક જવાબદારી અને વધતો અંતરંગ વૈરાગ્ય તેમને માટે આંતરિક મોટાં ઘર્ષણનું નિમિત્ત થયાં હતાં.
આ વર્ષ સુધીનું તેમનું જીવન વિચારતાં, તેમનામાં ભક્તિમાર્ગમાં થતી પ્રક્રિયાઓ સ્પષ્ટ થાય છે. જીવનમાં વૈરાગ્યને દૃઢ કરનારું સપુરુષ, સત્કર્મ અને સત્સંવ પ્રતિનું તેમનું શ્રદ્ધાન દેઢ થાય છે. સપુરુષ પ્રતિનો તેમનો પ્રેમ નિર્મળ થતો જાય છે. અને
૨૩૬
Page #263
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
બીજી બાજુ તેમણે અનાદિકાળથી વેદેલા સંસારનો રાગ તોડવા માટેનો પુરુષાર્થ કરવા દુ:ખ તથા પ્રતિકૂળ સંજોગોના દબાણમાં પણ સમતા રાખવા તેઓ પ્રયત્ની બને છે. પરિણામે સંસારનાં સુખ અને શાતા ભોગવવાની તેમની ઇચ્છા ઘટતી જાય છે, વૈરાગ્ય તથા સંસારથી છૂટવાના ભાવ દૃઢ થતા જાય છે. આમ બળવાન થતા વૈરાગ્યનો તાપ મિથ્યાત્વને ઓગાળે છે. ધર્મારાધન કરવામાં જીવ શાંતિ અને શાતા મેળવતો થાય છે, અને જે કંઈ થાય છે તે યોગ્ય જ થાય છે એવી ભાવપ્રક્રિયા આત્મામાં સક્રિય થાય છે.
આ વર્ષમાં કૃપાળુદેવ શ્રી સોભાગભાઈ, શ્રી અંબાલાલભાઈ તથા પ્રભુશ્રીના પરિચયમાં આવ્યા. તેઓ બધા કૃપાળુદેવની અંતરંગ શૈલીથી તથા તેમના વિશિષ્ટ ગુણોથી ખૂબ આકર્ષાયા. તેઓ બધા વચ્ચે પરમાર્થ સંબંધ બંધાયો. પરંતુ આ જ વર્ષમાં તેમના વિશ્રામરૂપ પરમાર્થ સખા શ્રી જૂઠાભાઇનો વિયોગ તેમને ખમવો પડ્યો. લિંગદેહજન્ય જ્ઞાનના આધારે તેમણે જૂઠાભાઈના અવસાનના સમયની નોંધ ત્રણ મહિના પહેલાં લખી રાખી હતી. અને તે સમયમાં માત્ર થોડા કલાકનો જ ફેર થયો હતો. આ હકીકત તેમના આત્માની નિર્મળતા સૂચવે છે. તેમ છતાં થયેલો જૂઠાભાઈનો વિયોગ તેમને ખૂબ કઠણ તથા દુ:ખદાયી લાગ્યો હતો. તેમનાં આ વચનો તેની શાખ આપે છે, -
“એ પાવન આત્માના ગુણોનું શું સ્મરણ કરવું? જ્યાં વિસ્મૃતિને અવકાશ નથી, ત્યાં સ્મૃતિ થઈ ગણાય જ કેમ? એનું લૌકિક નામ જ દેહધારી દાખલ સત્ય હતું .... એ આત્મદશા રૂપે ખરો વૈરાગ્ય હતો.” “મિથ્યાવાસના જેની બહુ ક્ષીણ થઈ હતી, વીતરાગનો પરમ રાગી હતો, સંસારનો પરમ જુગુણિત હતો, ભક્તિનું પ્રાધાન્ય જેના અંતરંગમાં સદાય પ્રકાશિત હતું, સમ્યભાવથી વેદનીય કર્મ વેદવાની જેની અદ્ભુત સમતા હતી, મોહનીય કર્મનું પ્રબળ જેના અંતરમાં બહુ શૂન્ય હતું, મુમુક્ષુતા જેનામાં ઉત્તમ પ્રકારે દીપી નીકળી હતી, એવો એ જૂઠાભાઈનો પવિત્રાત્મા આજે જગતનો, આ ભાગનો ત્યાગ કરીને ચાલ્યો ગયો, આ સહચારીઓથી મુક્ત થયો. ધર્મના પૂર્ણાલાદમાં આયુષ્ય અચિંતુ પૂર્ણ કર્યું.”
૨૩૭
Page #264
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
“અરેરે! એવા ધર્માત્માનું ટૂંકુ જીવન આ કાળમાં હોય એ કંઈ વધારે આશ્ચર્યકારક નથી. એવા પવિત્રાત્માની આ કાળમાં ક્યાંથી સ્થિતિ હોય? બીજા સંગીઓનાં એવાં ભાગ્ય ક્યાંથી હોય કે આવા પવિત્રાત્માનાં દર્શનનો લાભ અધિકકાળ તેમને થાય? મોક્ષમાર્ગને દે એવું જે સમ્યકત્વ જેના અંતરમાં પ્રકાણ્યું હતું, એવા પવિત્રાત્મા જૂઠાભાઈને નમસ્કાર હો! નમસ્કાર હો.” (અષાડ સુદ ૧૦,૧૯૪૬. આંક ૧૧૭).
"ચિ. સત્યપરાયણના સ્વર્ગવાસ સૂચક શબ્દો ભયંકર છે. એવાં રત્નોનું લાંબુ જીવન કાળને પોષાતું નથી. ધર્મેચ્છકનો એવો અનન્ય સહાયક માયાદેવીને રહેવા દેવો યોગ્ય ન લાગ્યો. આ આત્માનો આ જીવનનો રાહસિક વિશ્રામ કાળની પ્રબળ દૃષ્ટિએ ખેંચી લીધો. જ્ઞાનદૃષ્ટિથી શોકનો અવકાશ નથી મનાતો; તથાપિ તેના ઉત્તમોત્તમ ગુણો તેમ કરવાની આજ્ઞા કરે છે, બહુ સ્મરણ થાય છે; વધારે નથી લખી શકતો.” (અષાડ સુદિ પુનમ, ૧૯૪૬. આંક ૧૧૮).
શ્રી જૂઠાભાઈનો તેમને થયેલો વિયોગ ખૂબ કઠણ લાગ્યો હતો. તે વિયોગનું દુ:ખ દર્શાવતાં ઉપરનાં વચનોમાં અમુક અંશે આર્ત પરિણામ જોવા મળે છે, તેમ છતાં તેમાં વ્યક્તિગત કે દૈહિક વિયોગનું દુઃખ નથી, પણ ધર્મના વિશ્રામરૂપ ઉત્તમ ગુણોનો વિયોગ તેમને ખૂબ પીડાકારી થયો હતો, તે સ્પષ્ટપણે જણાય છે. આ પરથી ધર્મ આરાધનની પ્રવૃત્તિમાં જોઈતા સાથનો વિયોગ કેવો દુઃખદાયી હોય છે તે સમજાય છે. અને એનાથી, ધર્મનું મંગલપણું આત્મામાં જાગે તે પછી તેમાં સાથ આપનારનો વિયોગ થાય તો કેવી ભાવના જાગે તેનું ચિત્ર આપણને મળે છે. જૂઠાભાઈના વિયોગ પછી હૃદય ખોલીને વાતો કરી શકાય એવા સત્પાત્રોની ખામી તેમને ખૂબ વેદાય છે, કેમકે સૌભાગભાઈ આદિનો પરિચય તેમને જૂઠાભાઈના વિયોગ થયા પછી અમુક કાળે થયો હતો. તેમણે શ્રી મનસુખરામ સૂર્યરામને ભાદ્રપદ માસમાં લખ્યું હતું કે, –
"જ્ઞાનીઓએ કલ્પેલો ખરેખરો આ કળિકાળ જ છે. જનસમુદાયની વૃત્તિઓ વિષયકષાય આદિથી વિષમતાને પામી છે. એનું બળવત્તરપણું
૨૩૮
Page #265
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
પ્રત્યક્ષ છે ... એવા વિષમકાળમાં જન્મેલો આ દેહધારી આત્મા અનાદિકાળના પરિભ્રમણના થાકથી વિશ્રાંતિ લેવા આવતાં અવિશ્રાંતિ પામી સપડાયો છે. માનસિક ચિંતા ક્યાંય કહી શકાતી નથી. કહેવાનાં પાત્રોની પણ ખામી છે; ત્યાં હવે શું કરવું? જો કે યથાયોગ્ય ઉપશમભાવને પામેલો આત્મા સંસાર અને મોક્ષ પર સમવૃત્તિવાળો હોય છે. એટલે અપ્રતિબદ્ધપણે વિચરી શકે છે; પણ આ આત્માને તો હજુ તે દશા પ્રાપ્ત થઈ નથી.” (પ્ર. ભાદ્ર. સુદ ૩, ૧૯૪૬. આંક ૧૨૬).
આવા સત્સંગના વિયોગના કાળમાં વીતરાગમાર્ગ પ્રવર્તાવવાની તેમની ઝા ખના ઠીક ઠીક વધી હતી, જેની શરૂઆત આપણને સં.૧૯૪૩ના વર્ષમાં જોવા મળી હતી. પોતાના આત્માની શુદ્ધિ કરવાની ઝંખના વધવાની સાથે આ વર્ષમાં આત્મધર્મ ફેલાવવાની વૃત્તિ પુનઃ વર્ધમાન થઈ વ્યક્ત થાય છે.
“કેટલાંક વર્ષ થયાં એક મહાન ઇચ્છા અંતઃકરણમાં પ્રવર્તી રહી છે, જે કોઈ સ્થળે કહી નથી, કહી શકાઈ નથી, કહી શકાતી નથી; નહીં કહેવાનું અવશ્ય છે. મહાન પરિશ્રમથી ઘણું કરીને તે પાર પાડી શકાય એવી છે; તથાપિ તે માટે જેવો જોઈએ તેવો પરિશ્રમ થતો નથી ....... એ ઇચ્છા સ્વાભાવિક ઉત્પન્ન થઈ હતી. જ્યાં સુધી તે યથાયોગ્ય રીતે પાર નહીં કરાય ત્યાં સુધી આત્મા સમાધિસ્થ થવા ઇચ્છતો નથી, અથવા થશે નહીં.” (પ્ર. ભાદ્રપદ સુદ ૧૧, ૧૯૪૬, આંક ૧૩૦). “અંતઃકરણમાં નિરંતર એમ જ આવ્યા કરે છે કે પરમાર્થરૂપ થવું; અને અનેકને પરમાર્થ સાથે કરવામાં સહાયક થવું એ જ કર્તવ્ય છે, તથાપિ કંઈ તેવો યોગ હજુ વિયોગમાં છે.” (પ્ર. ભાદ્ર. વદિ ૧૩, ૧૯૪૬. આંક ૧૩૨).
ધર્મપ્રવર્તન કરવાની તેમની મહેચ્છા જ્યાં સુધી સંતોષાય નહિ, ત્યાં સુધી તેમની અંતરંગ દ્વિધા જશે નહિ એવો નિર્દેશ આ અવતરણોમાં આપણને જોવા મળે છે. વળી,
૨૩૯
Page #266
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
આ ઇચ્છા સ્વાભાવિકપણે જ ઉત્પન્ન થઈ હતી, તેની પાછળ ગૂઢ રહસ્ય સમાયેલું હોય એવો અણસાર આપણને આવે છે, કેમકે જેમનું ભાવિ ઉત્તમ હોય, પંચપરમેષ્ટિપદને અનુસરનારું હોય તેમને જ આવા સહજ સ્વાભાવિક ભાવો આવે છે. તે ઉપરાંત, તેમના ભાવોમાં આછકલાપણું નથી, પાત્રતા આવ્યા પહેલાં ધર્મ પ્રવર્તન કરવાના ભાવ તેમને નથી, એ ઉપરના અવલોકનને સમર્થન આપે છે. તેઓ આ ભાવના પૂર્ણ કરવા માટે પાત્રતા કેળવવાની પૂરી તૈયારી કરવા ઇચ્છે છે, તેથી તેઓ પૂર્વ પ્રાપ્ત સમ્યક્દર્શનને વિશુદ્ધ કરવાની ભાવના ઉત્તરોત્તર વધારતા જતા હતા. પરિણામે સંસારી પ્રવૃત્તિઓ કરવાનો તેમનો રસ ઘટતો જતો હતો, અને તેમની ક્ષાયિક સમકિત મેળવવાની તૈયારી થતી જતી હતી. પ્રભુ પ્રતિના પૂજ્યભાવ અને નિર્મળ પ્રેમ વધતા જતા હતા, ભક્તિભાવ વધવાથી ‘ઈશ્વરેચ્છાને જ આધીન થઈ વર્તવું તે પોતાને માટે યોગ્ય છે એમ લાગવાને લીધે એ જ રીતે વર્તવાનો પરુષાર્થ તેઓ આ વર્ષથી શરૂ કરે છે. તે માટે તેઓ ઈશ્વરની તથા સત્પરુષની ઇચ્છાને આધીન થઈ વર્તવાની પ્રણાલી સ્વીકારતા જાય છે. પ્રભુનાં અજોડ સ્વરૂપની સમજણ તેમને પ્રભુમય બનાવતી જાય છે; જ્ઞાન, દર્શન તથા ચારિત્રની વિશુદ્ધિ કરવામાં તેઓ પરોવાતા જાય છે. તેનાં સાક્ષી છે તેમનાં આ વચનો, -
“ઈશ્વર પર વિશ્વાસ રાખવો એ એક સુખદાયક માર્ગ છે, જેનો દૃઢ વિશ્વાસ હોય છે, તે દુ:ખી હોતો નથી, અથવા દુ:ખી હોય તો દુ:ખ વેદતો નથી. દુ:ખ ઊલટું સુખરૂપ થઈ પડે છે, ....... રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે. આહાર પણ એ જ છે, નિદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વપ્ન પણ એ જ છે, ભય પણ એ જ છે, ભોગ પણ એ જ છે; .... હાડ, માંસ, અને તેની મજ્જાને એક જ એ જ રંગનું રંગના છે, ........ તેને લીધે નથી કંઈ જોવું ગમતું, નથી કંઈ સૂંઘવું ગમતું, નથી કંઈ સાંભળવું ગમતું; નથી કંઈ ચાખવું ગમતું કે નથી કંઈ સ્પર્શવું ગમતું, નથી સૂવું ગમતું કે નથી જાગવું ગમતું, નથી ખાવું ગમતું કે નથી ભૂખ્યા રહેવું ગમતું, નથી અસંગ ગમતો કે નથી સંગ ગમતો, .... એમ છે.
૨૪૦
Page #267
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
તથાપિ તે પ્રત્યે આશા નિરાશા કંઈ જ ઊગતું જણાતું નથી. એ કંઈ દુઃખનાં કારણ નથી, દુ:ખનું કારણ માત્ર વિષમ આત્મા છે, અને તે જો સમ છે તો સર્વ સુખ જ છે. એ વૃત્તિને લીધે સમાધિ રહે છે. તથાપિ બહારથી ગૃહસ્થપણાની પ્રવૃત્તિ નથી થઈ શકતી, દેહભાવ દેખાડવો પાલવતો નથી, આત્મભાવથી પ્રવૃત્તિ બાહ્યથી કરવાને કેટલોક અંતરાય છે તથાપિ બહારની અમુક સંસારી પ્રવૃત્તિ કરવી પડે છે. તે માટે શોક તો નથી, તથાપિ સહન કરવા જીવ ઇચ્છતો નથી, પરમાનંદ ત્યાગી એને ઇચ્છે પણ કેમ ?” (બીજા ભાદરવા સુદ ૨, ૧૯૪૬, આંક ૧૩૩).
“કોઈપણ પ્રકારે વિદેહી દશા વગરનું, યથાયોગ્ય જીવનમુક્ત દશા વગરનું, યથાયોગ્ય નિગ્રંથદશા વગરનું ક્ષણ એકનું જીવન પણ ભાળવું જીવને સુલભ લાગતું નથી, તો પછી બાકી રહેલું અધિક આયુષ્ય કેમ જશે, એ વિલંબના આભેચ્છાની છે. યથાયોગ્ય દશાનો હજુ મુમુક્ષુ છું. કેટલીક પ્રાપ્તિ છે. તથાપિ સર્વ પૂર્ણતા પ્રાપ્ત થયા વિના આ જીવ શાંતિને પામે એવી દશા જણાતી નથી. એક પર રાગ અને એક પર દ્વેષ એવી સ્થિતિ એક રોમમાં પણ તેને પ્રિય નથી. અધિક શું કહેવું? પરના પરમાર્થ સિવાયનો દેહ જ ગમતો નથી તો ?” (દ્વિ.ભાદ્ર સુદ ૮, ૧૯૪૬. આંક ૧૩૪).
“ચૈતન્યનો નિરંતર અવિચ્છિન્ન અનુભવ પ્રિય છે, એ જ જોઈએ છે. બીજી કંઈ સ્પૃહા રહેતી નથી. રહેતી હોય તો પણ રાખવા ઇચ્છા નથી. એક ‘તુંહિ તુંહિ' એ જ યથાર્થ વહેતી પ્રવાહના જોઈએ છે.” (બી. ભા. વદ અમાસ, ૧૯૪૬. આંક ૧૪૪).
કૃપાળુદેવનાં આ વચનોમાં પોતાના આત્માને શુધ્ધ કરવાની વધતી જતી ઝૂરણા આપણને જોવા મળે છે. આ ઝૂરણાને કારણે તથા તેમણે કરેલા બહોળા શાસ્ત્રાભ્યાસને કારણે તેમનાં જ્ઞાન તથા દર્શનનાં આવરણો ખૂબ હળવાં થયાં હતાં, જેથી આત્માનાં છ પદની વિશેષ સ્પષ્ટતા તેમને થતી જતી હતી, ‘મોક્ષનો ઉપાય' કરવાની તેમની
૨૪૧
Page #268
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
તાલાવેલી બળવાન થતી હતી, વળી, આ ઝૂરણાનાં પરિણામે આત્માનાં અકથ્ય સામર્થ્યનો અનુભવ પણ તેમને થતો હતો. તે દ્વારા તેમને કર્મ સિદ્ધાંતની સ્પષ્ટતા થવાથી સમજાયું કે આ જગતનો સંચાલક “સંસારી જીવ છે અને નહિ કે શુધ્ધ વીતરાગી ઈશ્વર. જગતના જીવો અને વીતરાગી ઈશ્વરનું સ્વરૂપ સમજાવાથી તેમનું વીતરાગતાનું આકર્ષણ વધી ગયું. પરભાવના કર્તાભોકતા થવા કરતાં સ્વભાવના કર્તાભોકતા થવાનું લક્ષ બંધાતું ગયું, જેથી ‘મારે પ્રભુ જેવા શુધ્ધ થવું છે એ પોતાનાં લક્ષનો યુવકાંટો તેમને માટે થયો. આ ધ્યેય બંધાવા માટે આંતરનિમિત્તમાં તેમની યથાયોગ્ય પાત્રતા અને બાહ્યનિમિત્તમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ તથા તેમને થયેલું જાતિસ્મૃતિજ્ઞાન હતાં. કેટલાક ભવ્ય જીવોમાં આ ધ્યેય બંધાવા માટે સગુરુ તથા સત્પરુષ નિમિત્ત થતા હોય છે, પરંતુ કૃપાળુદેવને એવો પ્રત્યક્ષ યોગ ન હોવાને કારણે ઉપરનાં નિમિતથી જ કાર્યસિદ્ધિ થઈ હતી. શ્રી પાર્શ્વનાથ પ્રભુએ કમઠના ઉપસર્ગ વખતે જાળવેલી સમતા તથા એ જ વખતે ધરણંદ્ર તથા પદ્માવતીએ રક્ષણ કરવારૂપ આપેલી શાતામાં જાળવેલી નિસ્પૃહતાની અસર શ્રી કૃપાળુદેવ પર ઘણી બળવાનપણે થઈ હતી. શ્રી વીતરાગ પ્રભુની મુદ્રા તેમના પર શાંતિ તથા શીતળતા પાથરતી રહેતી હોય તેવી અનુભૂતિ તેમને આવતી હતી. તેમને લાગતું હતું કે જે સંજોગોમાં પોતે સ્થિર રહી શકતા નથી, તેનાથી અનેક પ્રકારે વિષમ સંજોગોમાં પણ પ્રભુનો આત્મા ઘણો વધારે સ્થિર રહી શક્યો હતો, તેમની એ ઘણી મહાનતા હતી. આ મહાનતાને લીધે તેમને પ્રભુ પ્રતિ બળવાન અહોભાવ અને પૂજ્યભાવ વેદાતા હતા. આવા ઉત્તમ ભાવને કારણે તેઓ ભક્તિની એક વિશેષ શ્રેણિ ચડ્યા. આ અને આવી આંતરપ્રક્રિયાના પ્રભાવથી જેમ સાધકને વિશ્વાસ આવે છે કે, “મને પ્રભુની કૃપાથી અને ગુરુની કૃપાથી સિદ્ધિ મળવાની જ છે,” તેમ શ્રી કૃપાળુદેવમાં આ વર્ષના આસો માસમાં આ જાતનો વિશ્વાસ થતો જોવા મળે છે.
“પ્રભાતમાં વહેલો ઊઠયો, ત્યારથી કોઈ અપૂર્વ આનંદ વર્યા જ કરતો હતો. તેવામાં પદ મળ્યું; અને મૂળપદનું અતિશય સ્મરણ થયું; એકતાન થઈ ગયું. એકાકાર વૃત્તિનું વર્ણન શબ્દ કેમ કરી શકાય? દિવસના બાર બજ્યા
૨૪૨
Page #269
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
સુધી રહ્યું. અપૂર્વ આનંદ તેવો ને તેવો જ છે. પરંતુ બીજી વાર્તા (જ્ઞાનની) કરવામાં તે પછીનો કાળક્ષેપ કર્યો. ‘કેવળજ્ઞાન હવે પામશું, પામશું, પામશું રે’ એવું એક પદ કર્યું. હ્રદય બહુ આનંદમાં છે.” (આસો સુદ ૧૧, ૧૯૪૬. આંક ૧૫૨).
આ વર્ષમાં તેઓ આત્મા પરનાં મિથ્યાત્વનાં અને અનંતાનુબંધી કર્મનાં દળિયાં ક્ષય કરવા કટિબધ્ધ થયા હોય તેમ દેખાય છે. પણ તેમણે સ્વીકારેલો માર્ગ પ્રસન્નતાનો હતો તે પણ આપણને સમજાય છે. જીવની માર્ગપ્રતિ બે દૃષ્ટિ જોવા મળે છે, એક હજુ કેટલું બાકી છે તેનો નિરાશાપૂર્વક વિચાર કરી ગમગીની પામે છે, બીજો કેટલું પ્રાપ્ત થયું તેની ગણતરી રાખી પ્રસન્નતા વેદે છે. કૃપાળુદેવનો અભિગમ બીજા પ્રકારનો જોવા મળે છે, જે પ્રાપ્ત થયું છે તેનો આનંદ તેઓ માણતા જાય છે અને જે મેળવવાનું બાકી છે તે માટે પ્રભુ પાસે શ્રધ્ધા સાથે માગતા જાય છે. આમ કૃપાળુદેવ આત્મશુદ્ધિની પ્રાપ્તિ ખૂબ આનંદ સાથે કરતા જાય છે. તે સાથે પ્રભુપ્રતિનો તેમનો અહોભાવ અને પૂજ્યભાવ તેમનાં દસ્કતોમાં પણ જોવા મળે છે. ઉદા. ત્યાગીના યથાયોગ્ય (૨૭), રાયચંદના જિનાય નમઃ (૨૯), રાયચંદના સત્પુરુષોને નમસ્કાર સહિત પ્રણામ (૫૦), ધર્મોપજીવનના ઇચ્છક રાયચંદ રવજીભાઈના યથાવિધિ પ્રણામ (૬૬), પ્રારબ્ધથી જીવતા રાયચંદના યથાયોગ્ય (૧૪૩) ઈત્યાદિ. આમ તેમણે પ્રસન્નતાનો માર્ગ સ્વીકાર્યો હોવાથી, આત્મશુદ્ધિ માટે ઉચ્ચ પુરુષાર્થ કરતી વખતે પણ તેમના આનંદની અનુભૂતિમાં અંશ પણ ઓટ તેમણે આવવા દીધી ન હતી, જે આપણે આ પછીના તબક્કામાં ખૂબ સારી રીતે જોઈ શકીએ છીએ. અને તેમનામાં ખીલતા ગુણો પણ સતત અનુભવાય છે. આ બધાનો વિચાર કરવાથી કૃપાળુદેવમાં જે ધર્મનું મંગલપણું ખીલતું ગયું હતું તેની સમજણ આપણને મળતી જાય છે.
આ તબક્કામાં આપણને જાણવા મળે છે કે કૃપાળુદેવને જેમ જેમ ધર્મની સમજણ અને અનુભવ ઊંડાણભર્યા થતાં જાય છે તેમ તેમ તે ધર્મની જાણકારી અન્ય જીવોને આપવાની, ધર્મની પ્રભાવના કરવાની તેમની ભાવના બળવાન થતી જાય છે. પોતાને જે કંઈ ઉત્તમની પ્રાપ્તિ થાય છે તે સર્વને થાય એવી ભાવના તેમનામાં સ્પષ્ટપણે
૨૪૩
Page #270
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
વ્યક્ત થતી જાય છે. જે ધર્મના મંગલપણાનું ઉત્તમ લક્ષણ છે. અને ત્રીજા તબક્કામાં જેમ તેમની આત્મદશા વધે છે, આત્મા શુધ્ધ થાય છે, તેમ આ ભાવના વધારે શુદ્ધ સ્વરૂપ ધારણ કરે છે તે આપણને દેખાય છે.
ત્રીજો તબક્કો : સં.૧૯૪૭ થી સં. ૧૯૫૧ – શુદ્ધ સમકિતની પ્રાપ્તિ,
વિવિધ વિદ્ગોની વચ્ચે આત્માનો વિકાસ વિ. સં. ૧૯૪૬ સુધી આત્મશુદ્ધિ કરવા માટે કૃપાળુદેવે ભોગવેલી તાલાવેલી અને ઝૂરણાનાં ફળરૂપે તેમને વિ. સં. ૧૯૪૭ના આરંભમાં શુદ્ધ સમકિત અર્થાત્ ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ થાય છે, સાથે સાથે કેટલીક અન્ય સિદ્ધિઓ પણ તેમને મળે છે. ક્ષાયિક સમકિત થવાથી સત્તાગત રહેલ મિથ્યાત્વ તથા અનંતાનુબંધી કષાયનો પૂર્ણ ક્ષય થાય છે. અને તેમનો આત્મા પારમાર્થિક સુખનો ભોક્તા થાય છે. મિથ્યાત્વ સંપૂર્ણપણે જવાથી જે જાતની આત્માનુભૂતિ તેમને પ્રગટી હતી, તેના અનુસંધાનમાં તેમનો આત્મા સંપૂર્ણ કર્મક્ષય કરી, મોક્ષસુખ મેળવવા ખૂબ ઉતાવળો પણ થાય છે. જેમ બને તેમ જલદીથી ઉત્તમ ચારિત્ર કેળવી, ધર્મનાં સર્વ રહસ્યો પામી, આત્માને અનંતસુખનો ભોક્તા બનાવવા તેઓ ખૂબ આતુર થાય છે.
તો બીજી બાજુ તેમને ઉપાધિરૂપ કર્મોના ઉદયની વણઝાર ચાલે છે. જેમ જેમ તેઓ બાહ્ય સંસારી પ્રવૃત્તિઓથી નિવૃત્ત થઈ, આત્મપ્રવૃત્તિમાં રહેવાના ભાવ વધારતા જાય છે તેમ તેમ સંસારી પ્રવૃત્તિઓ કરવી જ પડે એવો કર્મનો ભીંસો પણ વધતો જાય છે. આ કારણે તેમની અંતરંગશ્રેણિ અને બાહ્યશ્રેણિ વચ્ચેનો વિરોધ ઉગ્ર ને ઉગ્ર થતો જાય છે, તે એટલી હદ સુધી ઉગ્ર થાય છે કે, બધું જ સમભાવે સહી લેવાની ઇચ્છાવાળા તથા સામર્થ્યવાળા તેઓ પણ અકળાઈ ઊઠે એવી સ્થિતિ સર્જાય છે. આવી સ્થિતિમાં પણ તેઓ ભાગ્યે જ ધીરજ ગુમાવે છે. તેઓ પરમાર્થ માર્ગ પ્રકાશવાની ઇચ્છાને ગૌણ કરી, ઉદિત કર્મો સમપરિણામ ભોગવવામાં જ સં. ૧૯૫૧ સુધીનો કાળ વ્યતીત કરે છે, કેમકે વિષમ સંજોગોમાં સમપરિણામે ટકી રહેવા માટે જીવે પોતાનું ખૂબ જ વીર્ય વાપરવું પડે છે, અને તેથી અન્ય પ્રવૃત્તિ સફળપણે કરવા માટે
૨૪૪
Page #271
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
પૂરતું વીર્ય બચતું નથી. તેમનો આ વિષમ ઉદય એટલો પ્રબળ હતો કે આ ગાળામાં સાહિત્યને લગતી રચનાઓ બહુ જ ઓછી થઈ છે, પરંતુ તેમણે આવેલી મુશ્કેલીઓનો સામનો કરી, કેવી રીતે આત્મવિકાસ સાધ્યો તેમજ પોતામાં ધર્મનું મંગલપણું અવધાર્યું તે જાણવા માટે આ તબક્કો સૌથી અગત્યનો ગણી શકાય તેમ છે.
સં. ૧૯૪૭નાં આખા વર્ષમાં થતી આત્મશુદ્ધિથી તેમને અનુભવાતો ઉલ્લાસ નજરે ચડે છે. વળી, મિથ્યાત્વનો નાશ કરવાના પુરુષાર્થથી મળતી સફળતા પણ તેમણે નોંધી છે. આ વર્ષના કાર્તિક સુદ પાંચમે શ્રી સૌભાગભાઈને તેમણે લખ્યું હતું કે, –
“સર્વ સમર્થ પુરુષો આપને પ્રાપ્ત થયેલાં જ્ઞાનને જ ગાઈ ગયા છે. તે જ્ઞાનની દિન પ્રતિદિન આ આત્માને પણ વિશેષતા થતી જાય છે. હું ધારું છું કે કેવળજ્ઞાન સુધીની મહેનત કરી અલેખે તો નહિ જાય ... નિ:શંકપણાની, નિર્ભયપણાની, નિર્મઝનપણાની અને નિસ્પૃહપણાની જરૂર હતી, તે ઘણે અંશે પ્રાપ્ત થઈ જણાય છે; અને પૂર્ણ અંશે પ્રાપ્ત કરાવવાની કરુણાસાગર ગુપ્ત રહેલાની કૃપા થશે એમ આશા રહે છે; છતાં વળી એથીયે અલૌકિક દશાની ઇચ્છા રહે છે ... અનહદ ધ્વનિમાં મણા નથી ... જગતને, જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ.” (આંક ૧૬૫) “નિર્વિકલ્પ જ્ઞાન થયા પછી જે પરમતત્ત્વનું દર્શન થાય છે, તે પરમતત્ત્વરૂપ સત્યનું ધ્યાન કરું છું.” (કાર્તક સુદ ૧૨, ૧૯૪૭. આંક ૧૬૭).
આત્માને શુદ્ધ કરવાના ધ્યાનની લગની આપણને તેમનાં આ વચનોમાં જોવા મળે છે. સાથે સાથે તેમને જ્ઞાન તથા દર્શનનાં આવરણો પણ ઘણાં ઘટી ગયાં હતાં તે પણ સમજાય છે. તેમણે લખેલાં આ વચનો પરથી આપણે તારણ કાઢી શકીએ કે જે જ્ઞાન મેળવવા તેઓ મથી રહ્યા છે, તે જ્ઞાનની પ્રાપ્તિ શ્રી સૌભાગભાઈને થઈ ગયેલ છે. વળી, આત્મશુદ્ધિ મેળવવાની તેમની લય એવી બળવાન હતી કે જગત અને જગતનાં કાર્યોને તેઓ સાવ જ નિસ્પૃહતાથી અવલોકી શકે છે. એ પરથી આપણે સમજી શકીએ
૨૪૫.
Page #272
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
તેમ છીએ કે ક્ષાયિક સકિત લેતાં પહેલાં જીવને કેવા પ્રકારની તાલાવેલી હોવી જરૂરી છે. કેમકે આ પછીના ટૂંકા ગાળામાં જ તેમણે શુદ્ધ સમકિત મેળવ્યું હતું, અને તેની પ્રાપ્તિની ખાતરી આપતાં વચનો પણ તેમણે તરતમાં જ લખ્યાં હતાં. તેમણે કાર્તિક સુદ ૧૪ના રોજ, તેમના જન્મદિવસના આગલા દિવસે શ્રી સૌભાગભાઈને લખ્યું હતું કે, -
-
“આત્મા જ્ઞાન પામ્યો એ તો નિઃસંશય છે; ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામવી બાકી છે જે સુલભ છે, અને તે પામવાનો હેતુ પણ એ જ છે કે કોઈ પણ પ્રકારે અમૃતસાગરનું અવલોકન કરતાં અલ્પ પણ માયાનું આવરણ બાધ કરે નહિ; અવલોકન સુખનું અલ્પ પણ વિસ્મરણ થાય નહિ; ‘તુંહિ તુંહિ’ વિના બીજી રટના રહે નહિ; માયિક એક પણ ભયનો, મોહનો, સંકલ્પનો કે વિકલ્પનો અંશ રહે નહિ... આવી દશા પામવાથી પરમાર્થ માટે કરેલો પ્રયત્ન સફળ થાય છે. અને એવી દશા થયા વિના પ્રગટ માર્ગ પ્રકાશવાની પરમાત્માની આજ્ઞા નથી એમ મને લાગે છે. માટે દૃઢ નિશ્ચય કર્યો છે કે એ દશાને પામી પછી પ્રગટ માર્ગ કહેવો પરમાર્થ પ્રકાશવો ત્યાં સુધી નહિ. અને એ દશાને હવે કંઈ ઝાઝો વખત પણ નથી... નિર્વિકલ્પતા તો છે જ; પરંતુ નિવૃત્તિ નથી, નિવૃત્તિ હોય તો બીજાના પરમાર્થ માટે શું કરવું તે વિચારી શકાય.. મહાન પુરુષોએ કેવી દશા પામીને માર્ગ પ્રકાશ્યો છે, શું શું કરીને માર્ગ પ્રકાશ્યો છે, એ વાતનું આત્માને સારી રીતે સ્મરણ રહે છે; અને એ જ પ્રગટ માર્ગ કહેવા દેવાની ઇશ્વરી ઇચ્છાનું લક્ષણ જણાય છે.”
—
-
“આટલા માટે હમણાં તો કેવળ ગુપ્ત થઈ જવું જ યોગ્ય છે. એક અક્ષરે એ વિષયે વાત કરવા ઇચ્છા થતી નથી. આપની ઇચ્છા જાળવવા ક્યારેક ક્યારેક પ્રવર્તન છે... બાકી સર્વ પ્રકારે ગુપ્તતા કરી છે. અજ્ઞાની થઈને વાસ કરવાની ઇચ્છા બાંધી રાખી છે. તે એવી કે અપૂર્વ કાળે જ્ઞાન પ્રકાશતાં બાધ
૨૪૬
Page #273
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
ન આવે.. તીર્થકર જે સમજ્યા અને પામ્યા છે. આ કાળમાં ન સમજી શકે અથવા ન પામી શકે તેવું કંઇ જ નથી. જો કે તીર્થકર થવા ઇચ્છા નથી; પરંતુ તીર્થકરે કર્યા પ્રમાણે કરવા ઇચ્છા છે, એટલી બધી ઉન્મત્તતા આવી ગઈ છે. તેને શમાવવાની શક્તિ પણ આવી ગઈ છે.” (આંક ૧૭૦)
કૃપાળુદેવે લખેલ પત્રનાં આ વચનો વાંચતા આપણને સ્પષ્ટ સમજાય છે કે તેમને તેવીસમા વર્ષનાં અંતિમ દિવસોમાં ક્ષાયિક સમકિત થયું હતું. “આત્મા જ્ઞાન પામ્યો એ તો નિઃસંશય છે, ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે.” એ વચન તેની શાખ પૂરે છે, તે ઉપરાંત તેમણે રચેલાં હસ્તનોંધના એક કાવ્યમાં લખ્યું છે કે, -
“ઓગણીસસે ને સુડતાલીસે સમકિત શુદ્ધ પ્રકાશ્ય રે,
શ્રુત અનુભવ વધતી દશા, નિજસ્વરૂપ અવભાસ્યું રે.” આ વિધાન પણ તેમણે પ્રાપ્ત કરેલા શુદ્ધ સમકિતનો પુરાવો આપે છે, સાથે સાથે આ વચનોથી એ પણ સ્પષ્ટ થાય છે કે ક્ષાયિક લીધા પછી પણ આત્મ આરાધન કરવાનો તેમનો વેગ જેવો ને તેવો અખંડપણે જળવાઈ રહ્યો હતો. એટલું જ નહિ પણ આ પત્રનાં વચનો આપણને એ સૂચવી જાય છે કે ભાવિમાં તેઓ પરમાર્થની સર્વોત્તમ પદવીના ધારક બનવાના છે તેનો અણસાર પણ તેમને આવી ગયો છે. શ્રી તીર્થંકર પ્રભુ જે નિર્માનીપણાથી જીવ સમસ્ત માટેના કલ્યાણના ભાવ વેદે છે, તે ભાવની છાયા આપણને કૃપાળુદેવનાં ઉપરનાં વચનોમાં જોવા મળે છે. અને તેઓ તે ભાવિપદને અનુસરી જ્યાં સુધી પ્રભુની આજ્ઞા ન થાય ત્યાં સુધી માર્ગ પ્રકાશવો નહિ એ નિર્ણય દૃઢતાથી કરે છે. નહિતર, સામાન્યપણે તો જીવ જ્યાં થોડી પ્રાપ્તિ થાય ત્યાં તેનું પ્રદર્શન કરી કીર્તિ તથા માનની લાલસા પોષવા લાગી જાય છે. જ્યાં આત્મામાં ઉત્કૃષ્ટતાએ મંગલપણું આવવાનું હોય ત્યાં, તે જીવમાં જ આવી ધીર ગંભીરતા સંભવી શકે છે એમ આપણે જરૂર કહી શકીએ. કૃપાળુદેવને તો એવી વર્તન કરવી છે કે, જ્યાં સુધી યથાર્થ યોગ્યતા આવે નહિ, પૂરી પાત્રતા સાથે સર્વસંગપરિત્યાગ થાય નહિ ત્યાં સુધી પરમાર્થ પ્રકાશવો નહિ, યથાર્થ યોગ્યતા વિના કાર્ય કરવું નહિ,
૨૪૭
Page #274
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
યોગ્યતા ન આવે ત્યાં સુધી ગંભીર બની સર્વ જ્ઞાનને અંતરમાં જ શમાવી દેવું એવી ભાવના તેમનામાં જોવા મળે છે. માર્ગ પ્રકાશવા માટે સર્વસંગ પરિત્યાગીની દશા તેમને અનિવાર્ય જણાતી હતી.
સામાન્યપણે ક્ષાયિક સમકિત લીધા પછી, જીવ સ્થૂળ રીતે આજ્ઞાધીન રહેવાની શરૂઆત કરે છે. આત્માએ કરેલી વિશુદ્ધિને લીધે જીવની ગુરુ તથા પ્રભુ પ્રતિની ભક્તિ ઊંડી થાય છે, અને તે ગુરુની પ્રત્યેક ચેષ્ટાને ભક્તિથી તથા રહસ્ય પામવાના આશયથી જોતાં શીખતો જાય છે. પરિણામે તે જીવ, ગુરુનું તેમના ગુરુ પ્રતિનું આજ્ઞાધીનપણું જોઈ અચરજ પામે છે, તેનું તેને આકર્ષણ થાય છે. ગુરુને આજ્ઞાધીનપણાને લીધે વેદાતાં શાંતિ, સમતા અને વિવેક સાધકને એટલાં સ્પર્શી જાય છે કે તે પોતે એ ગુણો ખીલવવાના પ્રયત્નમાં ગુરુ પ્રતિનાં પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતાનો ઉત્કર્ષ કરવા લાગે છે. આ પુરુષાર્થનાં ફળરૂપે અન્ય જીવો સાથેના તેના રાગદ્વેષ મંદ થતા જાય છે. કંઈ પણ અશુભ થાય તો તેના માટેનો દોષ તે નિમિત્તને ન આપતાં પોતાનાં પૂર્વકર્મનો દોષ ગણી, કરેલી તે ભૂલ માટે અંતરંગથી પશ્ચાત્તાપી થાય છે, અને કંઇ પણ શુભ થાય તો કર્તાપણાના માનભાવમાં ન જતાં તેનું શ્રેય ગુરુની કૃપાને આપતાં શીખે છે. આ ભાવ રાખવાથી જે નિર્જરા થાય છે, અને ગુરુ પ્રતિનો જે પૂજ્યભાવ વધે છે તેને લીધે ‘ગુરુ સહાય કરવાના જ છે” એ વિશ્વાસથી તે શાંતિ તથા સમતાનું વેદન પામે છે. ગુરુ કે પ્રભુ શુભાશુભ ઉદય વખતે સમતા જાળવવા સહાય કરવાના જ છે, એ વિશ્વાસને લીધે જીવ કર્મોદય પ્રતિ ઉદાસીન અને નિઃસ્પૃહ થતાં શીખતો જાય છે.
આ વિશ્વાસ અમુક કક્ષાએ પહોંચે ત્યારે તે પોતાના સ્વચ્છંદને છોડી મન, વચન તથા કાયા શ્રી ગુરુને ભક્તિભાવથી અર્પણ કરે છે, અને તેમની જ આજ્ઞાએ વર્તવાનો નિર્ણય કરે છે. આ સ્થિતિ તે અંતરંગથી છઠ્ઠ ગુણસ્થાન છે. ગુરુની આજ્ઞામાં રહેવાનાં વર્તનથી જીવની સંસાર ભોગવવાની ઇચ્છા મંદ થતી જાય છે; સર્વ પ્રકારનાં દુરાગ્રહો ક્ષીણ થતા જાય છે, વિષયકષાય ઉગાડતા પદાર્થો પ્રતિ ઉદાસીનતા વધતી જાય છે; એટલે કે તે જીવ સ્ત્રી, પુત્ર, કુટુંબ, સંબંધીઓ, સમાજ, પરિગ્રહરૂપ પદાર્થો આદિ તરફથી થતા શાતા કે અશાતા પ્રત્યે નિસ્પૃહ થતો જાય છે. જેટલી પ્રભુ તથા ગુરુ
૨૪૮
Page #275
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
પ્રત્યેની ભક્તિની તેની ઉત્કૃષ્ટતા થાય છે તેટલી તેની આજ્ઞાધીનતા વધતી જાય છે. આજ્ઞામાં રહેવાનો તેનો હકાર જેટલો બળવાન થાય તેટલો વિશેષ શૂન્યતાનો અનુભવ તેને થાય. પરિણામે તે જીવની ચારિત્રની ખીલવણી થતી જાય, એટલે કે તે જીવને કર્મનો આશ્રવ ઘટતો જાય અને સંવર તથા નિર્જરા વધતાં જાય. તેનાં ફળરૂપે તેના આત્મપ્રદેશો પરથી કર્મનો જથ્થો ઘટતો જાય; જેમ જેમ કર્મનો જમાવ ઓછો થતો જાય તેમ તેમ તે જીવ વધારે ને વધારે શાંતિનું વેદન કરતો રહે, અને શુક્લધ્યાન મેળવવા પ્રતિ પ્રગતિ કરતો જાય. આમ કરવામાં જીવનો અંતરવેગ જેટલો વધારે હોય (પ્રગતિ કરવાની ઇચ્છા જેટલી અદમ્ય હોય), તેટલો તેનો વિકાસ ઝડપથી થાય છે, અને વેગમાં જેટલી મંદતા વધારે તેટલી પ્રગતિ પણ મંદ થાય છે. - જો કુપાળુદેવનો વિચાર કરીએ તો આ પ્રક્રિયા તેમની બાબતમાં ખૂબ જ ઝડપથી થઈ હતી. તેમનો છૂટવા માટેનો આંતરવેગ એટલો બળવાન હતો કે અચરજ થાય તેટલા ટૂંકા ગાળામાં તેમણે મોહનીય અને તેની સાથે જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ કર્મ ક્ષીણ કર્યા હતાં. આ વર્ષમાં તેમને કોઈ જાતની અંતરાય નડી હોય તેવું જણાતું નથી, અંતરાય કર્મ સદ્ગરનાં શરણમાં જવાથી અને રહેવાથી જલદીથી ક્ષીણ થતું જાય છે, ત્યારે અન્ય કર્મો ક્ષીણ કરવા માટે જીવે સતત સભાન પુરુષાર્થ કરતા રહેવો પડે છે. પ્રભુનાં શરણમાં રહેવાનો અને તેમની આજ્ઞાએ ચાલવાનો પુરુષાર્થ કૃપાળુદેવે જલદીથી કર્યો હતો, તેથી ક્ષાયિક સમકિત લેતાં પહેલાં જ અનહદ ધ્વનિમાં મણા નથી' એવો અનુભવ તેમને શરૂ થયો હતો, અને ક્ષાયિક પછી તો જ્ઞાન, દર્શન અને ચારિત્રનો ઉઘાડ એવી ઉત્તમ રીતે અને ઝડપથી થવા લાગ્યો હતો કે ક્ષાયિક લીધા પછીના ત્રણ માસથી ઓછા ગાળામાં તેમણે સાતમા ગુણસ્થાનનો સ્પર્શ કર્યો હતો, અને મોક્ષમાર્ગનાં રહસ્યોની જાણકારી પણ ઘણા મોટા પ્રમાણમાં મેળવી હતી.
“જે માર્ગ પામ્યા વિના કોઈ રીતે જીવનો છૂટકો થવો કોઈ કાળે સંભવિત નથી, તે માર્ગ જો તમારી યોગ્યતા હશે તો આપવાની સમર્થતાવાળો પુરુષ બીજો તમારે શોધવો નહિ પડે.” (કારતક વદ ૩, ૧૯૪૭, આંક ૧૭૩).
૨૪૯
Page #276
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
“સૂત્ર લઈ ઉપદેશ કરવાની આગળ જરૂર પડશે નહિ, સૂત્ર અને તેનાં પડખાં બધાંય જણાયા છે.” (કારતક સુદ ૧૪, ૧૯૪૭. આંક ૧૭૦).
આ અવતરણો પરથી આપણને સમજાય છે કે તેમને માર્ગની જાણકારી ઘણા મોટા પ્રમાણમાં આવી ગઈ હતી. અને આત્મદશાની વર્ધમાનતા પણ ત્વરિત ગતિથી થતી જતી હતી. જુઓ તેમનાં આ વચનો –
“એકબાજુથી પરમાર્થ માર્ગ ત્વરાથી પ્રકાશવા ઇચ્છા છે, અને એક બાજુથી અલખ લે'માં સમાઇ જવું એમ રહે છે. અલખ ‘લે'માં આત્માએ કરી સમાવેશ થયો છે. યોગે કરીને કરવો એ એક રટણ છે. પરમાર્થનો માર્ગ ઘણા મુમુક્ષુઓ પામે, અલખ સમાધિ પામે તો સારું અને તે માટે કેટલુંક મનન છે. દીનબંધુની ઇચ્છા પ્રમાણે થઈ રહેશે. અદ્ભુતદશા નિરંતર રહ્યા કરે છે. અબધુ થયા છીએ; અબધુ કરવા માટે ઘણા જીવો પ્રત્યે દૃષ્ટિ છે.” (કારતક વદ ૯, ૧૯૪૭. આંક ૧૭૩)
ઉપરનાં શ્રીમન્નાં વચનોમાં તેમણે આદરેલો પ્રબળ પુરુષાર્થ અને તેનું ફળ એ બંને જોવા મળે છે. “અલખ લે’ એટલે આત્માની લય. તેમાં સમાઈ જવું એટલે પરમાત્માને આજ્ઞાધીન થવું અને પછી તેમની સાથે એકરૂપ થઈ જવું. ‘આત્માએ કરી સમાવેશ થયો છે' એ વચન સૂચવે છે કે તેઓ હવે પ્રભુને આજ્ઞાધીન થઈ ગયા છે; અર્થાત્ તેમને છઠ્ઠ ગુણસ્થાન પ્રાપ્ત થયું છે. એટલે કે ક્ષાયિક પછીના ગણતરીના દિવસોમાં જ (આઠેક દિવસમાં જ) તેમણે છછું ગુણસ્થાન મેળવ્યું હતું. “યોગે કરીને કરવો એ એક રટણ છે' એ વચન સૂચવે છે કે તેમણે હવે મન, વચન, તથા કાયા એકરૂપ કરી, યોગને એક સરખા આજ્ઞાધીન કરી પરમાત્મામાં સમાવી દેવાનું રટણ ચાલે છે. નિર્વિકલ્પ થવાની ભાવના એટલે ૭માં ગુણસ્થાનની પ્રાપ્તિની આતુરતા બતાવી છે.
આ ઉપરાંત પરમાર્થ માર્ગ પ્રકાશવાની તેમની ઇચ્છા પણ તેમણે દર્શાવી છે, છતાં તેમણે મહત્ત્વ તો પોતાની શુદ્ધિની પ્રાપ્તિને આપ્યું છે, કારણ કે પોતા
૨૫
Page #277
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
પાસે હોય તો જ બીજાને આપી શકાય ને? આ વર્ષમાં તેમનો જ્ઞાનનો ઉઘાડ ઘણો વધ્યો હતો, સાથે સાથે માર્ગની જાણકારી ઊંડી થઈ હતી, તે આપણે તેમણે લખેલાં અનેક પત્રોમાંથી જાણી શકીએ છીએ. માર્ગની આવેલી જાણકારીનો યથાર્થ ઉપયોગ પરહિતાર્થે કરવા માટે સર્વસંગ પરિત્યાગ જરૂરી છે તે તેમને સ્પષ્ટ હતું. તેથી તે ત્યાગ ન થાય ત્યાં સુધી મૌનપણે પોતાની આત્મદશા વધારતા જવી એવી ભાવના તેમણે રાખી હતી. તેમની સ્થિતિ તેમના જ શબ્દોમાં જોઇએ, –
“પ્રાપ્ત થયેલાં સસ્વરૂપને અભેદભાવે અપૂર્વ સમાધિમાં સ્મરું છું ... છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અલ્પ પણ ન્યૂનતા રહી નથી. જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે. સર્વ પ્રકારનો એક દેશ બાદ કરતાં બાકી સર્વ અનુભવાયું છે. એક દેશ સમજાયા વિના રહ્યો નથી; પરંતુ યોગ (મન, વચન, કાયા)થી અસંગ થવા વનવાસની આવશ્યકતા છે, અને તેમ થયે એ દેશ અનુભવાશે, અર્થાત્ તેમાં જ રહેવાશે; પરિપૂર્ણ લોકાલોકજ્ઞાન ઉત્પન થશે; અને એ ઉત્પન્ન કરવાની આકાંક્ષા રહી નથી .. સંપૂર્ણ સ્વરૂપજ્ઞાન તો ઉત્પન્ન થયું જ છે ... હવે અમે અમારી દશા કોઈ પણ પ્રકારે કહી શકવાના નથી; તો લખી ક્યાંથી શકીશું? ... મુક્તિયે નથી જોઈતી, અને જૈનનું કેવળજ્ઞાનેય જે પુરુષને નથી જોઈતું, તે પુરુષને પરમેશ્વર હવે ક્યું પદ આપશે? એ કંઈ આપના વિચારમાં આવે છે? આવે તો આશ્ચર્ય પામજો; નહીં તો અહીંથી તો કોઈ રીતે કંઈ યે બહાર કાઢી શકાય તેમ બને તેવું લાગતું નથી.” (માગશર વદ અમાસ ૧૯૪૭. આંક ૧૮૭)
અમારી વૃત્તિ જે કરવા ઇચ્છે છે, તે નિષ્કારણ પરમાર્થ છે, એ વિશે વારંવાર જાણી શક્યા છો; તથાપિ કંઈ સમવાય કારણની ન્યૂનતાને લીધે હાલ તો તેમ કંઈ અધિક કરી શકાતું નથી.” (પોષ સુદ ૧૪, ૧૯૪૭. આંક ૧૯૨)
૨૫૧
Page #278
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
“સુધાની ધારા પછીનાં કેટલાંક દર્શન થયાં છે, અને જો અસંગતાની સાથે આપનો સત્સંગ હોય તો છેવટનું પરિપૂર્ણ પ્રકાશે તેમ છે, કારણ કે તે ઘણું કરીને સર્વ પ્રકારે જાણ્યું છે.” (મહા સુદ ૯, ૧૯૪૭, આંક ૧૯૭)
આમ કૃપાળુદેવમાં સ્વપર વિશેનો કલ્યાણભાવ વધતો જતો હતો. અને તેની સાનુકૂળતા વધારતા જવાના પુરુષાર્થને લીધે તેમને લાધેલું ભેદજ્ઞાન ઊંડું થતું હતું, અને મોહનો પણ ત્વરિત ગતિથી નાશ થતો જતો હતો. તેનાં પરિણામે અલખ લેમાં યોગે કરીને આત્માનો સમાવેશ કરવાની તેમની ભાવના પૂરી થઈ હતી, અર્થાત્ તેમણે સાતમા ગુણસ્થાનનો સ્પર્શ કર્યો હતો, તેનું વર્ણન તેમણે આ રીતે કર્યું હતું, -
“આજના પ્રભાતથી નિરંજનદેવની કોઈ અદ્ભુત અનુગ્રહતા પ્રકાશી છે, આજે ઘણા દિવસ થયાં ઇશ્કેલી પરાભક્તિ કોઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે. ગોપીઓ ભગવાન વાસુદેવ (કૃષ્ણચંદ્ર) ને મહીની મટુકીમાં નાખી વેચવા નીકળી હતી; એવી એક શ્રીમદ્ ભાગવતમાં કથા છે; તે પ્રસંગ આજે બહુ સ્મરણમાં રહ્યો છે; અમૃત પ્રવહે છે ત્યાં સહસદળ કમળ છે, એ મહીની મટુકી છે; અને આદિપુરુષ તેમાં બિરાજમાન છે તે ભગવંત વાસુદેવ છે .. મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાનો અર્થ સહસદળ કમળમાં અમને વાસુદેવ ભગવાન મળ્યા છે; મહીનું નામમાત્ર છે; આખી સૃષ્ટિને મળીને જો મહી કાઢીએ તો માત્ર એક અમૃતરૂપ વાસુદેવ ભગવાન જ મહી નીકળે છે, એવું સૂક્ષ્મસ્વરૂપ તે સ્થૂળ કરીને વ્યાસજીએ અભુત ભક્તિ ગાઈ છે ... આજે અતિ અતિ સ્મરણમાં છે; કારણ કે સાક્ષાત્ અનુભવપ્રાપ્તિ છે; અને એને લીધે આજની પરમ અદ્ભુત દશા છે ... ઘણા ઘણા પ્રકારથી મનન કરતાં અમારો દૃઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને તે પુરુષના ચરણસમીપ રહીને થાય તો ક્ષણ વારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે.” (મહા વદ ૩, ૧૯૪૭. આંક ૨૦૧)
આ વચનો સ્પષ્ટ કરે છે કે મહાવદ ત્રીજના દિવસે કૃપાળુદેવને પરાભક્તિની પ્રાપ્તિનો આરંભ થયો. તેમની ભક્તિ અને અર્પણતા એક સોપાન ચડ્યાં.
૨૫૨
Page #279
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
નિર્વિકલ્પદશાની તેમને ઝાંખી થઈ, સાતમા ગુણસ્થાનનો તેમને સ્પર્શ થયો, તેનો અદ્ભુત આનંદ તેમનાં રોમરોમમાં વ્યાપી ગયો દેખાય છે. કારતક સુદ ૧૨થી મહાવદ ત્રીજ સુધીના નાના ગાળામાં તેમણે જે આત્મવિકાસ કર્યો, તે તેમનો જોરદાર આત્મવેગ સૂચવે છે. આ વેગની સહાયથી તેઓ ભક્તિમાર્ગમાં આગળ વધી, સ્ત્રી, કુટુંબ, પરિગ્રહ, કીર્તિ આદિનો રાગ તોડી નિસ્પૃહતા તથા અસંગતા વધારવા લાગ્યા હતા. તેમના આ આત્મવેગને પોષવા માટે સત્સંગ તથા અસંગદશાની ઘણી જરૂરિયાત હતી, તેનો અભાવ તેમને સતત વરતાતો હતો, તેની નોંધ આપણને અનેકવાર જોવા મળે છે, –
“સત્સંગની અત્ર ખામી છે; અને વિકટવાસમાં નિવાસ છે, હરિ ઇચ્છાએ હર્યાફર્યાની વૃત્તિ છે, એટલે કંઈ ખેદ તો નથી; પણ ભેદનો પ્રકાશ કરી શકાતો નથી; એ ચિંતન નિરંતર રહ્યા કરે છે.” (મહા વદ ૩, ૧૯૪૭. આંક ૨૦૧)
“અત્ર પરમાનંદ વૃત્તિ છે પણ હજી અમારી પ્રસન્નતા મારા ઉપર થતી નથી; કારણ કે જેવી જોઈએ તેવી અસંગદશાથી વર્તાતું નથી. અને મિથ્યા પ્રતિબંધમાં વાસ છે. પરમાર્થ માટે પરિપૂર્ણ ઇચ્છા છે; પણ ઇશ્વરેચ્છાની હજી તેમાં સમ્મતિ થઈ નથી.” (મહાવદ ૭, ૧૯૪૭, આંક ૨૦૪)
“માટે અમે અસંગતાને ઇચ્છિયે છીએ, કાં તો તમારા સંગને ઇચ્છિયે છીએ, એ યોગ્ય જ છે.” (મહા વદ ૧૧, ૧૯૪૭. આંક ૨૦૫)
“પારમાર્થિક વિષય માટે હાલ મૌન રહેવાનું કારણ પરમાત્માની ઇચ્છા છે. જ્યાં સુધી અસંગ થઈશું નહિ, અને ત્યાર પછી તેની ઇચ્છા મળશે નહિ, ત્યાં સુધી પ્રગટ રીતે માર્ગ કહીશું નહીં, અને આવો સર્વ મહાત્માઓને રિવાજ છે. અમે તો દીનમાત્ર છીએ.” (મહાવદ ૧૩, ૧૯૪૭. આંક ૨૦૬)
“અમે તો કંઈ તેવું જ્ઞાન ધરાવતાં નથી કે જેથી ત્રણે કાળ સર્વ પ્રકારે જણાય,અને અમને એવા જ્ઞાનનો કંઈ વિશેષ લક્ષે નથી; અમને તો વાસ્તવિક
૨૫૩
Page #280
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
એવું જ સ્વરૂપ તેની ભક્તિ અને અસંગતા, એ પ્રિય છે.” (ફાગણ સુદ ૪, ૧૯૪૭, આંક ૨૦૪)
સાતમા ગુણસ્થાનનો સ્પર્શ કર્યા પછી સત્સંગની ખામી વર્તાતી હોવા છતાં તેમનો પુરુષાર્થ મંદ થયો નથી, ભક્તિ તથા અસંગતાની સતત વૃદ્ધિ થયા કરે, તેમની વૃત્તિ બાહ્યથી છૂટી અંતર્મુખ થયા કરે એ માટે તેઓ સતત પ્રયત્નવાન રહ્યા છે. પરિણામે આત્માનાં વિશુદ્ધિકરણનો સ્વત:વેગ તેમને સહજ અસંગદશા પ્રતિ દોરી જતો સમજાય છે. જુઓ –
ઉદયકાળ પ્રમાણે વર્તીએ છીએ. ક્વચિત્ મનોયોગને લીધે ઇચ્છા ઉત્પન્ન હો તો ભિન્ન વાત, પણ અમને તો એમ લાગે છે કે આ જગત પ્રત્યે અમારો પરમ ઉદાસીનભાવ વર્તે છે; તે સાવ સોનાનું થાય તો પણ અમને તૃણવત્ છે, અને પરમાત્માની વિભૂતિરૂપે અમારું ભક્તિધામ છે.” (ફાગણ સુદ ૫, ૧૯૪૭. આંક ૨૧૪) “અમારું ચિત્ત નિસ્પૃહ અતિશય છે, અને જગતમાં સસ્પૃહ તરીકે વર્તીએ છીએ, એ કળિયુગની કૃપા છે.” (ફાગણ વદ ૧૧, ૧૯૪૭. આંક ૨૨૨) “વળી આપને સ્મરણ રહેવા લખું છું કે જ્યાં સુધી ઇશ્વરેચ્છા નથી, ત્યાં સુધી અમારાથી કાંઈ પણ થઈ શકનાર નથી, તણખલાના બે કટકા કરવાની સત્તા પણ અમે ધરાવતા નથી. અધિક શું કહેવું?” (ચૈત્ર સુદ ૪, ૧૯૪૭. આંક ૨૩૦) “સર્વાત્મસ્વરૂપને નમસ્કાર. પોતાનું અથવા પારકું જેને કંઈ રહ્યું નથી એવી કોઈ દશા, તેની પ્રાપ્તિ હવે સમીપ જ છે, (આ દેહે છે); અને તેને લીધે પરેચ્છાથી વર્તીએ છીએ. પૂર્વે જે જે વિદ્યા, બોધ, જ્ઞાન, ક્રિયાની પ્રાપ્તિ થઈ ગઈ છે તે તે સઘળાં આ દેહે જ વિસ્મરણ કરી નિર્વિકલ્પ થયા વિના છૂટકો નથી, અને તેને લીધે જ આમ વર્તીએ છીએ.” (ચૈત્ર સુદ ૧૦, ૧૯૪૭. આંક ૨૩૪)
૨૫૪
Page #281
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે; જેથી વ્યવહારનાં બધાં કાર્ય ઘણું કરીને અવ્યવસ્થાથી કરીએ છીએ. હરિઇચ્છા સુખદાયક માનીએ છીએ. એટલે જે ઉપાધિજોગ વર્તે છે, તેને પણ સમાધિજોગ માનીએ છીએ ... ચિત્તની દશા નિરંકુશ થઈ રહી છે; અને તે નિરંકુશતા પ્રાપ્ત થવામાં હરિનો પરમ અનુગ્રહ કારણ છે એમ માનીએ છીએ ... અત્યારે તો બધું ય ગમે છે, અને બધું ય ગમતું નથી, એવી સ્થિતિ છે. જ્યારે બધું ય ગમશે ત્યારે નિરંકુશતાની પૂર્ણતા થશે. એ પૂર્ણકામતા પણ કહેવાય છે, જ્યાં હરિ જ સર્વત્ર સ્પષ્ટ ભાસે છે. અત્યારે કંઇક અસ્પષ્ટ ભાસે છે, પણ સ્પષ્ટ છે એવો અનુભવ છે ... અમે સર્વ સત્તા હરિને અર્પણ કરીએ છીએ, કરી છે. વધારે શું લખવું? પરમાનંદરૂપ હરિને ક્ષણ પણ ન વીસરવા એ અમારી સર્વ કૃતિ, વૃત્તિ અને લેખનો હેતુ છે.” (વૈશાખ વદ ૮, ૧૯૪૭. આંક ૨૪૭) “એક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી; અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે તેનું ભાન નથી ... કોઈ શત્રુ મિત્રમાં ભેદભાવ રહ્યો નથી..અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ છીએ ત્યારે માંડ જાણીએ છીએ, અમારે શું કરવાનું છે તે કોઈથી કળાય તેમ નથી.. અમારાથી સન્મુખ એવા સત્સંગી નહીં મળતાં ખેદ રહે છે, ... પોતાની ઇચ્છાએ થોડી જ પ્રવૃત્તિ કરવામાં આવે છે; જેમ હરિએ ઇચ્છેલો ક્રમ દોરે તેમ દોરાઇએ છીએ; હ્રદય પ્રાય: શૂન્ય જેવું થઈ ગયું છે, પાંચે ઇન્દ્રિયો શૂન્યપણે પ્રવર્તવારૂપ જ રહે છે ... આદિપુરુષને વિશે અખંડ પ્રેમ સિવાય બીજા મોક્ષાદિક પદાર્થોમાંની આકાંક્ષાનો ભંગ થઈ ગયો છે, આટલું બધું છતાં મનમાનતી ઉદાસીનતા નથી ... અખંડ પ્રેમખુમારી જેવી પ્રવહવી જોઇએ તેવી પ્રવકતી નથી . આટલી બધી ઉદાસીનતા છતાં વેપાર કરીએ છીએ; લઈએ છીએ, દઈએ છીએ, લખીએ છીએ, વાંચીએ
૨૫૫.
Page #282
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
છીએ; જાળવીએ છીએ અને ખેદ પામીએ છીએ. વળી હસીએ છીએ. જેનું ઠેકાણું નથી એવી અમારી દશા છે ... પ્રભુની પરમ કૃપા છે. અમને કોઈથી ભિનભાવ રહ્યો નથી; કોઈ વિશે દ્વેષબુદ્ધિ આવતી નથી; . અમારો દેશ હરિ છે, જાત હરિ છે, કાળ હરિ છે, દેહ હરિ છે, રૂપ હરિ છે, નામ હરિ છે, .. સર્વ હરિ છે, અને તેમ છતાં આમ વહીવટમાં છીએ, એ એની ઇચ્છાનું કારણ છે.” (અષાઢ સુદ ૧૩, ૧૯૪૭. આંક ૨૫૫) “અમારું ચિત્ત તો બહુ હરિમય રહે છે, પણ સંગ બધા કળિયુગના રહ્યા છે.” (શ્રાવણ સુદ ૧૧, ૧૯૪૭. આંક ૨૫૯)
મુમુક્ષુજનો પ્રતિ પત્રરૂપે લખાયેલ તેની અંગતદશા સૂચક આ વચનોનો અભ્યાસ કરતાં આપણને જણાય છે કે કૃપાળુદેવનું ચિત્ત સતત આત્મશુદ્ધિને વધારવા માટે પ્રવૃત્તિ કરતું હતું, તેમની માર્ગની જાણકારી વધતી જતી હતી, અને તેમનામાં નિસ્પૃહતા, સમદષ્ટિપણું, પ્રભુ પ્રતિની અનન્ય ભક્તિ, દેહાસક્તિની અલ્પતા આદિ ગુણો ખીલતા જતા હતા. તેમ છતાં તેમને મનમાનતી ઉદાસીનતા લાગતી ન હતી, વેપારાદિ કાર્યો વિનરૂપ લાગતાં હતાં તે સર્વ તેમના આંતરિક વેગનું આપણને ઉદ્બોધન કરી જાય છે. આ વચનોથી એ પણ સિદ્ધ થાય છે કે તેમને ધર્મપ્રવર્તન કરવા માટેની કલ્યાણભાવના જોરદાર હોવા છતાં પ્રભુની આજ્ઞા મળે નહિ ત્યાં સુધી એ કાર્ય ન કરવાનો તેમનો નિર્ણય યથાવત્ જ હતો. તેમનાં આ વચનો આપણે શ્રદ્ધાનથી વિચારી શકીએ, કેમકે આ વચનો અંગત વ્યક્તિઓને કોઈ બાહ્ય પ્રસિદ્ધિના લોભ વિના લખાયેલાં હતાં. જેથી તેનું પ્રમાણિકપણું આપણે પૂર્ણતાએ સ્વીકારી, તેનો અભ્યાસ કરી, તારવણી કરી શકીએ એમ છીએ. તેમની શુદ્ધિ મેળવવાની દઢતા આદિની પ્રાપ્તિ થવાનું મુખ્ય કારણ તેમનું મન પ્રભુની ભક્તિમાં સ્થિર થયું હતું તે જ જણાય છે. તેમણે ૧૯૪૭ના ભાદરવા માસમાં શ્રી સૌભાગભાઈને લખ્યું હતું કે, –
“જણાવ્યા જેવું તો મન છે, કે જે સસ્વરૂપ ભણી અખંડ સ્થિર થયું છે. (નાગ જેમ મોરલી પર); તથાપિ તે દશા વર્ણવવાની સત્તા સર્વાધાર હરિએ
૨૫૬
Page #283
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
વાણીમાં પૂર્ણ મૂકી નથી; અને લેખમાં તો તે વાણીનો અનંતમો ભાગ માંડ આવી શકે.” (ભાદ્રપદ વદ ૧૨, ૧૯૪૭. આંક ૨૮૦)
આવી નિસ્પૃહતાવાળી સ્થિતિમાં જ્યોતિષ, અવધાન, સાહિત્ય આદિની રુચિ ઘટી જાય તે સહજ છે. તેથી આ બાબતની વિચારણા તેમના આ વર્ષના પત્રોમાં જોવા મળતી નથી. જો કોઈ આ વિશે તેમને પૂછાવે તો પણ તેઓ ‘તેનો ઉત્તર મળી શકે તેમ નથી” એવી મતલબનો ઉત્તર આપતા હતા. મુક્ત થવાના આવા બળવાન વેગ વચ્ચે તેમને વ્યવહાર ચલાવવો કઠણ લાગતો હતો, છતાં તેને પૂર્વ કર્મનો ઉદય ગણી સમભાવથી નિભાવતા હતા; આમ છતાં સ્વાર કલ્યાણાર્થે અને અંતરંગ કક્ષાનુસાર તેમને સર્વસંગ પરિત્યાગ કરવાની ઇચ્છા વારંવાર થયા કરતી હતી. તેમણે એક પત્રમાં લખ્યું હતું કે, –
“સરળવાટ મળ્યા છતાં ઉપાધિના કારણથી તન્મયભક્તિ રહેતી નથી, અને એકતાર સ્નેહ ઉભરાતો નથી. આથી ખેદ રહ્યા કરે છે, અને વારંવાર વનવાસની ઇચ્છા થયા કરે છે. જો કે વૈરાગ્ય તો એવો રહે છે કે ઘર અને વનમાં ઘણું કરીને આત્માને ભેદ રહ્યો નથી.” (મહા સુદ, ૧૯૪૭, આંક ૨૧૭)
આવી વૈરાગ્યની ઉગ્રતાને કારણે તેમનો માનભાવ ‘તણખલાના બે કટકા કરવાની સત્તા અમે ધરાવતા નથી' એવી ભાવના સુધી અલ્પ થઈ ગયો હતો, માત્ર હરિચ્છાએ જીવવાની વૃત્તિ સુધી ઇચ્છાને સંયમિત કરી હતી, પરિણામે આશ્રવ તોડી સંવર નિર્જરાનું આરાધન તેઓએ આ વર્ષમાં ઉત્કૃષ્ટતા સુધી આપ્યું હતું. પોતાના આત્મામાં જ વધારે ને વધારે રહેવાની તેમની વૃત્તિ બળવાન થઈ હોવાથી, જે એકાંતમાં સામાન્ય જીવ રહી શકે નહિ તેવા એકાંતમાં તેઓ આત્માનો અદ્ભુત આનંદ માણી શકતા હતા. આ રીતે સં. ૧૯૪૭ના વર્ષમાં અનન્ય એવું ક્ષાયિક સમકિત તેમણે મેળવ્યું, તે પછી પણ આત્મકલ્યાણ માટેનો વેગ જરા પણ મંદ થવા દીધા વિના તેમણે સાતમા ગુણસ્થાન સુધીનો અંતરંગ વિકાસ કર્યો અને સાથે
૨૫૭
Page #284
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
સાથે જગતજીવોનું કલ્યાણ થાય એ ભાવની વૃદ્ધિ પણ પ્રગટપણે મોટા પ્રમાણમાં કરી હતી. આ ભાવના અનુસંધાનમાં તેમને પોતાની ભાવિની “તીર્થંકર પદ'ની પ્રાપ્તિની ઝાંખી આવી હતી. આ કલ્યાણભાવ ઉત્કૃષ્ટતાએ પહોંચી આ જ જન્મમાં ‘તીર્થકર નામકર્મ નિકાચીત કરાવનાર છે, તેની જાણકારી આવી હોવા છતાં, પરમ ગંભીરતા સાથે તેમણે તે જાણકારીને પોતામાં સહજતાએ સમાવી લીધી હતી. અને ટૂંકામાં ટૂંકા ગાળે સ્વરૂપસ્થ થઈ અન્યને સ્વરૂપસ્થ થવામાં પ્રભુ આજ્ઞાએ સહાય કરવાના ભાવ તેમનામાં ચૂંટાવા લાગ્યા હતા. તેમના આ કલ્યાણભાવનું ઘૂંટણ એ જ તેમણે અનુભવેલા ધર્મનાં મંગલપણાનું સાનિધ્ય કહી શકાય. કેવા કેવા ભાવ કરવાથી જીવમાં ધર્મનું મંગલપણું અને તીર્થસ્થાન સ્થાપિત થાય છે, તેની સૂક્ષ્મ જાણકારી આપણને આ વર્ષના તેમના પત્રો વાંચવાથી આવે છે. આ રીતે તેમણે જોરદાર પુરુષાર્થ કરીને જબ્બર કહી શકાય એવી ભવકટિ કરી હતી. આ જાતની ઉચ્ચ આત્મદશામાં “પ્રભુ પ્રત્યે દીનત્વ', યમ નિયમ’, ‘જિનવર કહે છે જ્ઞાન તેને તથા જડભાવે જડ પરિણમે' આદિ તત્ત્વસભર અને અનુભવમૂલક કાવ્યરચના તેમના દ્વારા આ વર્ષમાં થઈ હતી.
આ પ્રકારની સાનુકૂળ પરિસ્થિતિ જો ચાલુ જ રહી હોત તો તેમની આંતરબાહ્ય દશા અદ્ભુત જ હોત એમ લાગ્યા વિના રહે નહિ. પણ વિ. સં. ૧૯૪૮થી તેમનાં કર્મોએ નવું સ્વરૂપ ધારણ કર્યું. જેમ જેમ તેઓ સંસારનાં બંધનથી છૂટવા માટે મથતા ગયા તેમ તેમ તેમને નવી ઉપાધિઓ વધતી જ ગઈ. તે એટલે સુધી કે તેમને ક્યારેક આત્માર્થ છૂટી જવાનો ડર લાગી જતો હતો. આવી સ્થિતિ લગભગ સં. ૧૯૫૧ સુધી ચાલી. તેઓ આવેલાં બધાં સંકટોનો સામનો કરી સફળતાથી પાર ઉતર્યા અને તેમણે કર્મોને પરાજય આપ્યો. તેમની કર્મો સામેની આ લડત એટલે તેમનાં જીવનનો ત્રીજો તબક્કો. આ તબક્કામાં તેઓ બાહ્ય ગૃહસ્થશ્રેણિ અને આંતરિક નિગ્રંથશ્રેણિના હિંદુમાં એવા તો અટવાઈ ગયા હતા કે તેમને પરમાર્થમાર્ગ પ્રકાશવાની પોતાની ઇચ્છા સાવ ગૌણ કરવી પડી હતી, એટલું જ નહિ પણ પરિચિત વર્તુળોથી બને ત્યાં સુધી ગુપ્ત રહેવાના તેઓ કામી બન્યા હતા. એમ ન કરે તો તેમની વર્તના
૨૫૮
Page #285
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
લોકોને ભાંતિનો હેતુ થાય તેમ હતી. વર્તતા સંઘર્ષના કારણે તત્ત્વજ્ઞાનને લગતી કે તેમનાં જ્ઞાનનો અનુભવ આપતી કૃતિઓ આ સમય દરમ્યાન ભાગ્યે જ રચાઈ છે.
વિ.સં. ૧૯૪૮માં તેમને ઉપાધિયોગની શરૂઆત થઈ. આ વર્ષમાં તેમનો વેપાર ઘણો વધ્યો હતો, તેથી તે કામકાજમાં ઘણો વધારે સમય ગાળવો પડતો હતો. બીજી બાજુ તેમની દશાને અનુકૂળ સત્સંગી પાત્રોની દુર્લભતા તેમને અકળાવતી હતી; તેમ છતાં તેમના વિકાસમાં તેનાં કારણે કોઈ રુકાવટ આ વર્ષમાં આવી હોય તેવું જણાતું નથી. દર્શનમોહનો નાશ કર્યા પછી, ચારિત્રમોહનો નાશ કરવાનો પુરુષાર્થ તેમણે ઉપાડયો હતો. તેમાં ઉદય આવેલી ઉપાધિઓએ આત્માર્થ વધારવામાં તેમને મદદ કરી. પરાપૂર્વનો જે સંસારરાગ પ્રવર્તતો હતો, તે રાગ તોડવા માટે સંસારની પ્રતિકૂળતા મદદરૂપ થઇ. સંસારમાં આવતા શાતાના ઉદય જીવને લલચાવે છે અને તેના પુરુષાર્થને મંદ કરે છે, ત્યારે પ્રતિકૂળ ઉદયો અર્થાત્ અશાતાના ઉદયો જીવને સંસારનો રાગ તોડવા સહાયકારી થાય છે. મિથ્યાત્વનો ક્ષય થયા પછી આવેલા પ્રતિકૂળ સંજોગો જીવના વૈરાગ્યને દઢ તથા કાર્યકારી બનાવે છે એ ન્યાયે તેઓ પોતાની નિગ્રંથ શ્રેણિ જાળવી રાખવામાં સફળ રહ્યા. સાથે સાથે તેઓ પોતાનું આંતરચારિત્ર કેળવવા માટેનું આત્મબળ ખૂબ વધારી શક્યા હતા. જેથી સત્સંગની ખામી તથા સર્વસંગપરિત્યાગની ખામી જેવા મોટા આત્મદશા અવરોધકને ઓળંગી આત્મશુદ્ધિ સતત વધારતા રહ્યા હતા. વિ. સં. ૧૯૪૮નાં તેમનાં નીચેનાં વચનો આ અંતરંગ પાસા પર પ્રકાશ પાડે છે, –
“પરમાર્થ મૌન નામનું એક કર્મ હાલમાં ઉદયમાં પણ વર્તે છે, તેથી ઘણાં પ્રકારની મૌનતા પણ અંગીકૃત કરી છે; અર્થાત્ પરમાર્થ સંબંધી વાતચીત કરવાનું ઘણું કરીને રાખવામાં આવતું નથી; તેવો ઉદયકાળ છે ... નહીં તો એ વિષયમાં વાણી વડે, તેમ જ પરિચય વડે મૌન્યતા અને શૂન્યતા ગ્રહણ કરવામાં આવી છે.” (કાર્તક સુદ, ૧૯૪૮. આંક ૩૦૪).
૨૫૯
Page #286
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
“અત્ર સમાધિ છે . અસંગવૃત્તિ હોવાથી અણુમાત્ર ઉપાધિ સહન થઈ શકે તેવી દશા નથી, તોય સહન કરીએ છીએ . સુધાને વિશે અમને સંદેહ નથી.” (માગશર સુદ ૧૪, ૧૯૪૮. આંક ૩૦૮) “જ્ઞાનીના આત્માને અવલોકીએ છીએ અને તેમ થઈએ છીએ...કોઈ એવા પ્રકારનો ઉદય છે કે, અપૂર્વ વીતરાગતા છતાં વેપાર સંબંધી કંઈક પ્રવર્તન કરી શકીએ છીએ, તેમ જ બીજાં પણ ખાવાપીવા વગેરેનાં પ્રવર્તન માંડ માંડ કરી શકીએ છીએ. મન ક્યાંય વિરામ પામતું નથી . ચિત્તનો પણ ઝાઝો સંગ નથી, આત્મા આત્મભાવે વર્તે છે. સમયે સમયે અનંતગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે, જે ઘણું કરીને કળવા દેવામાં આવતી નથી. આત્માને વિશે સહજ સ્મરણે પ્રાપ્ત થયેલું જ્ઞાન શ્રી વર્ધમાનને વિશે હતું એમ જણાય છે. પૂર્ણ વીતરાગ જેવો બોધ તે અમને સહેજે સાંભરી આવે છે.” (પોષ સુદ ૭, ૧૯૪૮. આંક ૩૧૩) અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે, તે તો આત્માની સ્વરૂપપરિણતિ વર્તતી હોવાને લીધે છે. આત્માનાં સ્વરૂપ સંબંધી તો પ્રાયે નિર્વિકલ્પપણું જ રહેવાનું અમને સંભવિત છે, કારણ કે અન્ય ભાવને વિશે મુખ્યપણે અમારી પ્રવૃત્તિ જ નથી ... વન અને ઘર એ બંને કોઈ પ્રકારે અમને સમાન છે, તથાપિ વનમાં પૂર્ણ વીતરાગભાવને અર્થે રહેવું વધારે રુચિકર લાગે છે; સુખની ઇચ્છા નથી પણ વીતરાગપણાની ઇચ્છા છે. જગતનાં કલ્યાણને અર્થે પુરુષાર્થ કરવાની ઇચ્છા કોઈ પ્રકારે રહે પણ છે, તથાપિ ઉદયને અનુસરીને ચાલવું એ આત્માની સહજદશા થઈ છે; અને તેવો ઉદયકાળ હાલ સમીપમાં જણાતો નથી; તો તે ઉદેરી આણવાનું બને એવી દશા અમારી નથી.” (સં. ૧૯૪૮. આંક ૩૨૨). “ચોતરફ ઉપાધિની જ્વાલા પ્રજ્વલતી હોય તે પ્રસંગમાં સમાધિ રહેવી પરમ દુષ્કર છે, અને એ વાત તો પરમજ્ઞાની વિના થવી વિકટ છે. અમને પણ
૨૬૦
Page #287
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
આશ્વર્ય થઈ આવે છે, તથાપિ એમ પ્રાયે વર્યા જ કરે છે, એવો અનુભવ છે. આત્મભાવ યથાર્થ જેને સમજાય છે, નિશ્ચલ રહે છે, તેને એ સમાધિ પ્રાપ્ત હોય છે.” (મહાવદ ૪, ૧૯૪૮, આંક ૩૨૪) “અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી, તથાપિ અનેક વર્ષો થયાં વિકલ્પરૂપ ઉપાધિને આરાધ્યા જઇએ છીએ..ઘણા પ્રકારે અવિકલ્પ સમાધિને જ અનુભવીએ છીએ. એમ છતાં વારંવાર વનવાસ સાંભરે છે
. એક અવિકલ્પ સમાધિ સિવાય બીજું ખરી રીતે સ્મરણ રહેતું નથી, ચિંતન રહેતું નથી, રુચિ રહેતી નથી.” (મહા વદ, ૧૯૪૮. આંક ૩૨૯) “ઘણા ઘણા જ્ઞાનીપુરુષો થઈ ગયા છે, તેમાં અમારી જેવો ઉપાધિપ્રસંગ અને ચિત્તસ્થિતિ ઉદાસીન, અતિ ઉદાસીન, તેવા ઘણું કરીને પ્રમાણમાં થોડા થયા છે ... દેહ છતાં મનુષ્ય પૂર્ણ વીતરાગ થઈ શકે એવો અમારો નિશ્ચલ અનુભવ છે. કારણ કે અમે પણ નિશ્ચય તે જ સ્થિતિ પામવાના છીએ, એમ અમારો આત્મા અખંડપણે કહે છે; અને એમ જ છે, જરૂર એમ જ છે ... ત્યાગને ઇચ્છીએ છીએ; પણ થતો નથી” (ફાગણ સુદ ૧૦, ૧૯૪૮. આંક ૩૩૪)
“હાલમાં જે કંઈ વ્યવહાર કરીએ છીએ. તેમાં દેહ અને મનને બાહ્ય ઉપયોગ વર્તાવવો પડે છે. આત્મા તેમાં વર્તતો નથી. ક્વચિત પૂર્વ કર્મ અનુસાર વર્તાવું પડે છે તેથી અત્યંત આકુળતા આવી જાય છે. જે કંઈ પૂર્વે નિબંધના કરવામાં આવ્યાં છે, તે કર્મો નિવૃત્ત થવા અર્થે, ભોગવી લેવા અર્થે, થોડા કાળમાં ભોગવી લેવાને અર્થે આ વેપાર નામનું વ્યાવહારિક કામ બીજાને અર્થે સેવીએ છીએ.” (ફાગણ સુદ ૧૪, ૧૯૪૮. આંક ૩૩૯)
કૃપાળુદેવે સૌભાગભાઈ સહિત અન્ય મુમુક્ષુઓને લખેલા પત્રોમાં પોતાની અંગતસ્થિતિસૂચક દશાનું ઉપર પ્રમાણે વર્ણન કર્યું છે. તે પરથી આપણને સ્પષ્ટ સમજાય છે કે આંતરબાહ્ય યોગ્યતા મેળવ્યા પછી જ પરમાર્થ પ્રકાશવાની કૃપાળુદેવની
૨૬૧
Page #288
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
નેમ છે. અને આવતા ઉપાધિના ઉદયોમાં પણ તેમનો સમભાવ સતત વધતો રહે એ માટે તેઓ સતત સજાગ રહે છે. પોતાનાં ચારિત્રની ખીલવણી યથાર્થતાએ થાય તે માટે તેઓ પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીઓનાં વર્તનને આદર્શરૂપે સ્વીકારી, અંતરંગ છૂટવાની તાલાવેલી જાળવી રાખે છે; અને ચારિત્રમોહનો જલદીથી નાશ કરવા પ્રયત્નવાન રહે છે. તેઓ સંસારસુખના નકારને અને વીતરાગતાને બળવાન કરતા જાય છે. તેમને સંસારનો કંટાળો વર્તતો હતો, પણ તેના ઉદય સાથે સમાધાનવૃત્તિ કેળવવાની શરૂઆત આ વર્ષમાં આપણને જોવા મળે છે. સં. ૧૯૪૫માં તેમને સ્ત્રીનું જે આકર્ષણ વેદાતું હતું, સ્ત્રી સિવાય અન્ય કોઈ પદાર્થ તેમને રોકી શકતો ન હતો, તે આકર્ષણ સં. ૧૯૪૮માં નહિવત્ બની ગયું હતું. સંસારનો મોહ લગભગ ક્ષીણ થઈ ગયો હતો. તેમને આકર્ષણ રહ્યું હતું સત્સંગ અને આત્મસમાધિનું; જેટલું જલદી આત્માનું શુધ્ધપણું મેળવી શકાય તેટલું જલદી મેળવી સ્વપર કલ્યાણ કરવાની ભાવના પૂરી કરવા તેમનું મન તલસતું હતું. આમ સં. ૧૯૪૮માં તેમને જે આત્માની લગની લાગી હતી તે તેમનામાં વિકસિત થતાં ધર્મનાં મંગલપણાની સાક્ષી પૂરે છે એમ આપણે કહી શકીએ.
“અમે કે જેનું મન પ્રાયે ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, હાસ્યથી, તિથી, અતિથી, ભયથી, શોકથી, જુગુપ્સાથી કે શબ્દાદિક વિષયોથી અપ્રતિબંધ જેવું છે; કુટુંબથી, ધનથી, પુત્રથી, વૈભવથી, સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે; તે મનને પણ સત્સંગને વિશે બંધન રાખવું બહુ બહુ રહ્યા કરે છે.” (ફાગણ વદ અમાસ, ૧૯૪૮. આંક ૩૪૭)
“સમયમાત્ર પણ અપ્રમત્તધારાને નહિ વિસ્મરણ કરતું એવું જે આત્માકાર મન તે વર્તમાન સમયે ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે; અને જે કોઈ પણ પ્રકારે વર્તાય છે, તેનું કારણ પૂર્વે નિબંધન ક૨વામાં આવેલો એ ઉદય છે. તે ઉદયને વિશે પ્રીતિ પણ નથી. અપ્રીતિ પણ નથી. સમતા છે.” (ચૈત્ર સુદ ૧૨, ૧૯૪૮. આંક ૩૫૩)
૨૬૨
Page #289
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
તેમની સ્વરૂપમાં લીન થવાની લય જોરદાર હોવાથી, અન્ય કોઈ પણ પ્રસંગમાં તેમનું ચિત્ત વિશ્રામ પામતું નથી. તેમ છતાં જે જે ઉદય આવે છે તે તે કર્મોદયને તેઓ સમભાવથી સ્વીકારતા જાય છે. પોતાનાં પરિણામને વિષમ થવાં દેતાં નથી, અવિષમ પરિણામે કર્મબંધ ઘણાં અલ્પ થાય તે સ્વાભાવિક છે, અને અવિષમ પરિણામ રહેવાનું કારણ આત્મવૃત્તિમાં લાગેલું અને સંસારવૃત્તિથી છૂટું થયેલું તેમનું મન છે. તે માટે તેઓ આ વર્ષના પત્રોમાં વારંવાર લખતા જોવા મળે છે,
“કોઈ પણ પ્રકારે ઉપયોગ ફરી અન્યભાવમાં પોતાપણું થતું નથી અને અખંડ આત્મધ્યાન રહ્યા કરે છે; એવી જે દશા તેને વિશે વિકટ ઉપાધિ જોગનો ઉદય એ આશ્ચર્યકારક છે.” (વૈશાખ સુદ ૧૨, ૧૯૪૮. આંક ૩૬૬)
—
“અમારે વિશે વર્તતો પરમ વૈરાગ્ય વ્યવહારને વિશે ક્યારેય મન મળવા દેતો નથી અને વ્યવહારનો પ્રતિબંધ તો આખો દિવસ રાખવો પડે છે ... અમે તો પાંચ માસ થયા, જગત, ઈશ્વર અને અન્યભાવ એ સર્વને વિશે ઉદાસીનપણે વર્તીએ છીએ, અમારું જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબધ્ધતા પામતું નથી, ક્ષણ પણ અન્યભાવને વિશે સ્થિર થતું નથી, સ્વરૂપને વિશે સ્થિર રહે છે.” (વૈશાખ વદ ૬, ૧૯૪૮. આંક ૩૬૮) “ઉપાધિજોગનું અધિકપણું વર્તે છે. બળવાન કલેશ જેવો ઉપાધિયોગ આપવાની ‘હરિઇચ્છા' હશે; ત્યાં હવે તે જેમ ઉદય આવે તેમ વેદન કરવા યોગ્ય જાણીએ છીએ. સંસારથી કંટાળ્યા તો ઘણો કાળ થઈ ગયો છે, તથાપિ સંસારનો પ્રસંગ હજી વિરામ પામતો નથી; એ એક પ્રકારનો મોટો ક્લેશ વર્તે છે.” (જેઠ વદ અમાસ, ૧૯૪૮. આંક ૩૭૯)
...
“જે પ્રકારે પ્રારબ્ધનો ક્રમ ઉદય હોય તે પ્રકારે હાલ વર્તીએ છીએ, અને એમ વર્તવું કોઈ પ્રકારે તો સુગમ ભાસે છે અમને વર્તે છે એવું જે ચિત્ત તે નેત્રરૂપ છે, તેને વિશે વાણીનું ઊઠવું, સમજાવવું, આ કરવું અથવા ન કરવું, એવી વિચારણા કરવી તે માંડ માંડ બને છે. ઘણી ક્રિયા તો
૨૬૩
Page #290
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
શૂન્યપણાની પેઠે વર્તે છે, આવી સ્થિતિ છતાં ઉપાધિજોગ તો બળવાનપણે આરાધીએ છીએ. એ વેદવું વિકટ ઓછું લાગતું નથી, કારણ કે આંખની પાસે જમીનની રેતી ઉપડાવવાનું કાર્ય થવારૂપ થાય છે, તે જેમ દુઃખે - અત્યંત દુ:ખે – થવું વિકટ છે, તેમ ચિત્તને ઉપાધિ તે પરિણામરૂપ થવા બરાબર છે. સુગમપણાએ સ્થિર ચિત્ત હોવાથી વેદનાને સમ્યપ્રકારે વેદે છે. અખંડ સમાધિપણે વેદે છે ... રુચિમાત્ર સમાધાન પામી છે.” (અષાઢ ૧૯૪૮. આંક ૩૮૫) “આત્માકાર સ્થિતિ થઈ જવાથી ચિત્ત ઘણું કરીને એક અંશ પણ ઉપાધિજોગ વેદવાને યોગ્ય નથી, તથાપિ તે તો જે પ્રકારે વેદવું પ્રાપ્ત થાય તે જ પ્રકારે વેદવું છે, એટલે તેમાં સમાધિ છે . ચિત્ત બંધનવાળું થઈ શકતું નહિ હોવાથી જે જીવો સંસાર સંબંધે સ્ત્રીઆદિરૂપે પ્રાપ્ત થયા છે, તે જીવોની ઇચ્છા પણ દૂભવવાની ઇચ્છા થતી નથી, અર્થાત્ તે પણ અનુકંપાથી અને માબાપાદિના ઉપકાર આદિ કારણોથી ઉપાધિજોગને બળવાન રીતે વેદીએ છીએ; અને જેની જેની જે કામના છે તે તે પ્રારબ્ધના ઉદયમાં જે પ્રકારે પ્રાપ્ત થવી સર્જિત છે, તે પ્રકારે થાય ત્યાં સુધી નિવૃત્તિ ગ્રહણ કરતાં પણ જીવ ‘ઉદાસીન રહે છે; એમાં કોઈ પ્રકારનું અમારું સકામપણું નથી, અમે એ સર્વમાં નિષ્કામ જ છીએ . સંસારસુખવૃત્તિથી નિરંતર ઉદાસપણું જ છે.” (શ્રાવણ વદ ૧૪, ૧૯૪૮. આંક ૩૯૮). ચિત્તને વિશે જેવું આ ઉપાધિજોગ આરાધીએ છીએ ત્યારથી મુક્તપણું વર્તે છે, તેવું મુક્તપણું અનુપાધિ પ્રસંગમાં વર્તતું નહોતું; એવી નિશ્ચળદશા માગશર સુદ છઠ્ઠથી એકધારાએ વર્તતી આવી છે.” (શ્રાવણ વદ, ૧૯૪૮. આંક ૪OO) “જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તે તે વેદન કરવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે, અને તે જ આચરણ અમને ઉદયપણે
૨૬૪
Page #291
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
વર્તે છે; અર્થાત્ જે સંસારમાં સ્નેહ રહ્યો નથી, તે સંસારનાં કાર્યની પ્રવૃત્તિનો ઉદય છે, અને ઉદય અનુક્રમે વેદન થયા કરે છે. એ ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિવૃદ્ધિ કરવાની ઇચ્છા ઉત્પન્ન થતી નથી...તથાપિ જેમાં સ્નેહ રહ્યો નથી, અથવા સ્નેહ રાખવાની ઇચ્છા નિવૃત્ત થઈ છે, અથવા નિવૃત્ત થવા આવી છે, તેવા આ સંસારમાં કાર્યપણે કારણપણે પ્રવર્તવાની ઇચ્છા રહી નથી, ... તેમ છતાં સમપરિણામે વેદન કરીએ છીએ ... જે સંસારને વિશે સાક્ષીકર્તા તરીકે મનાય છે, તે સંસારમાં તે સાક્ષીએ સાક્ષીરૂપે રહેવું અને કર્તા તરીકે ભાસ્યમાન થવું તે બેધારી તરવાર ઉપર ચાલવા બરાબર છે.” (ભાદરવા વદ ૮, ૧૯૪૮. આંક ૪૦૮)
“ચરમશરીરીપણું જાણીએ કે આ કાળમાં નથી, તથાપિ અશરીરીભાવપણે આત્મસ્થિતિ છે તો તે ભાવનયે ચરમશરીરીપણું નહિ, પણ સિદ્ધપણું છે; અને તે અશરીરીભાવ આ કાળને વિશે નથી એમ અત્રે કહીએ, તો આ કાળમાં અને પોતે નથી, એમ કહેવા તુલ્ય છે.” (આસો સુદ દશમ, ૧૯૪૮, આંક ૪૧૧)
કોઈ પણ જાતના અમારા આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી, સ્ત્રી જે છે તેનાથી પૂર્વે બંધાયેલું ભોગકર્મ નિવૃત્ત કરવું છે. કુટુંબ છે. તેનું પૂર્વેનું કરેલું કરજ આપી નિવૃત્ત થવા અર્થે રહ્યા છીએ. રેવાશંકર છે તેનું અમારા પ્રત્યે જે કંઈ માગણું છે તે આપવાને રહ્યા છીએ .. તનને અર્થે, ધનને અર્થે, ભોગને અર્થે, સુખને અર્થે, સ્વાર્થને અર્થે કે કોઈ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી...દુઃખના ભયથી પણ સંસારમાં રહેવું રાખ્યું છે એમ નથી. માન-અપમાનનો તો કંઈ ભેદ છે, તે નિવૃત્ત થઈ ગયો છે.” (આસો ૧૯૪૮. આંક ૪૧૫)
પોતાના નિકટવર્તી મુમુક્ષુઓ પ્રતિ કૃપાળુદેવે લખેલાં આ વચનોનો અભ્યાસ કરવાથી આપણને જણાય છે કે આત્મશુદ્ધિ વધારવા માટે તેઓ ઉગ્ર પુરુષાર્થ
૨૬૫.
Page #292
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
થયા હતા, તેમની સંસાર પ્રત્યેની સ્પૃહા ખૂબ ઘટતી જતી હતી, અને ધર્મનાં મંગલપણા તથા સનાતનપણાનો અદ્ભુત અનુભવ તેમને રહ્યા કરતો હતો. આથી જ્યોતિષ, અવધાન, લબ્લિસિદ્ધ આદિ વિશેની આસક્તિ નહિવત્ થઈ જાય તે સાવ સ્વાભાવિક લાગે છે. આ અનાસક્તિ વિશે તેમણે શ્રી સૌભાગભાઈને સં. ૧૯૪૮માં લખ્યું હતું કે, –
જ્યારથી યથાર્થ બોધની ઉત્પત્તિ થઈ છે, ત્યારથી કોઈ પણ પ્રકારના સિદ્ધિયોગે કે વિદ્યાના યોગે સાંસારિક સાધન પોતાસંબંધી કે પસંબંધી કરવાની પ્રતિજ્ઞા છે, અને એ પ્રતિજ્ઞામાં એક પળ પણ મંદપણું આવ્યું હોય એમ હજુ સુધીમાં થયું છે એમ સાંભરતું નથી.” (રવીવાર, ૧૯૪૮. આંક ૩૨૨)
સં. ૧૯૪૮માં અંગત પત્રરૂપે લખાયેલાં આ વચનોના અભ્યાસથી આપણે નક્કી કરી શકીએ એમ છીએ કે શુદ્ધ સમકિત પામ્યા પછીથી તેમની સંસારી પદાર્થો પ્રત્યેની રુચિ સમાધાન પામી ગઈ હતી. તેમનું ચિત્ત સંસારના પ્રસંગોમાં રસ લઈ શકતું ન હતું, તેમનું ચિત્ત તો ચૈતન્યમય બની પરમાર્થની પ્રાપ્તિ કરવામાં અને વધારવામાં એકાકાર થતું જતું હતું. પરિણામે અસંગ થવાની અને પરમ સત્સંગ પામવાની તેમની મહેચ્છા પ્રબળ બનતી જતી હતી. વળી, સંસારની નિરપેક્ષતા વધવા સાથે તેઓ પરમાર્થ સિદ્ધિની લાલચોમાં પણ નિસ્પૃહ રહ્યા હતા. આથી તેમણે પોતાને વરેલી સિદ્ધિઓનો ઉપયોગ કરવાનો અંશ માત્ર વિચાર પણ રાખ્યો ન હતો. લોકો તરફથી સિદ્ધિનો ઉપયોગ કરી, સમૃદ્ધિ માટે માગણી કરવામાં આવે ત્યારે પણ નિસ્પૃહ રહી તેના ઉપયોગની લાલચથી દૂર રહેવામાં કેવું પ્રબળ નિશ્ચયપણું જોઇએ તે સર્વવિદિત છે. આવું વધતું નિશ્ચયબળ તેમનામાં આપણને આ વર્ષથી જોવા મળે છે.
એમને સંસારમાં રહીને અસંગભાવ વધારવાનો હોવાથી જાતજાતની મુશ્કેલીઓ નડતી હતી. ચિત્ત ઉદાસીન રહેતું હોવાથી વ્યવહારમાં યથાયોગ્ય પ્રવર્તન કરી શકતું ન હતું; તેથી સંબંધિત વ્યક્તિને દુભાવાનું કારણ થતું હતું. તેમ કરવાની તો તેમને ઇચ્છા
૨૬૬
Page #293
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
હતી નહિ, એટલે સર્વને શાંતિ ઉપજે તેવું વર્તન કરવા જતાં તેમનાં ચિત્તમાં ઉપાધિ વેદવાના પ્રસંગો વધતા જતા હતા. આવા સંજોગોમાં પણ સમભાવ રાખવા માટે તેઓ ખૂબ પ્રયત્નવાન હતા. આ વખતે તેમને સત્સંગની ખામી ખૂબ જ પીડાકારક લાગતી હતી. પરિણામે તેમની આંતરબાહ્ય શ્રેણિનો વિરોધ ઘણો તીવ્ર થઈ ગયો હતો. આમ થવાનું કારણ સમજવું રસપ્રદ છે.
સિદ્ધાંત સમજાવે છે કે જીવ જ્યારે સમ્યકત્વ પ્રાપ્ત કરવાની શરૂઆત કરે છે ત્યારે તેનાં સર્વ કર્મો એક ક્રોડાક્રોડી સાગરોપમથી ન્યૂન થયા હોય છે, અને જ્યારે તેને ક્ષયોપશમ સમકિત પ્રાપ્ત થાય છે ત્યારે તેનું મોહનીય કર્મ તથા અન્ય ઘાતકર્મો શેષ કર્મથી અડધા કરતાં પણ ઓછાં થઈ જાય છે. આ વખતે જેટલાં કર્મો બચ્યાં હોય છે તેને ખપાવવાની ઉત્કૃષ્ટ મર્યાદા પંદર ભવની થાય છે. વળી, તે જીવ ક્ષાયિક સમકિત પ્રાપ્ત કરે છે તો તેની કર્મ ખપાવવાની ઉત્કૃષ્ટ મર્યાદા ત્રણ ભવની જ થઈ જાય છે, તેમાં ય એક ભવ તો જે દેહમાં રહી ક્ષાયિક પ્રાપ્ત કર્યું હોય તે ગણાય છે. આથી માત્ર બીજા બે મનુષ્ય જન્મમાં જીવે શેષ કર્મો ક્ષય કરવાનાં રહે છે. આ પરિસ્થિતિનો વિચાર કરીએ તો આપણને સમજાય કે લગભગ ક્રોડાકોડી ચાલે તેટલાં કર્મો માત્ર બે કે ત્રણ મનુષ્ય જન્મમાં જ નિઃશેષ કરવાનાં હોય તો એક સાથે કેટલાં વધારે કર્મોનો ઉદય આવવો જોઇએ! કર્મના ઉદયના હલ્લાનો આવો જથ્થો કોઈ પણ જીવને હલાવી નાખવા સમર્થ થઈ શકે.
વળી, સમકિત લેતાં પહેલાં તો પ્રત્યેક જીવને સંસારની આસક્તિ બળવાનપણે વર્તતી હોય છે; આ આસક્તિ સમકિત અને ક્ષાયિક સમકિત લીધા પછી પણ યોગ્ય માત્રામાં તૂટે નહિ તો જીવને નવાં અનેક કર્મોનાં બંધન વધી જાય, અને તેની પરેશાનીનો કોઈ પાર રહે નહિ. આ સ્થિતિથી બચાવવા માટે મોટેભાગે જીવને શાતા કરતાં અશાતાના ઉદયો પહેલા આવે છે, જેથી કરીને તેની સંસારની આસક્તિ ઝડપથી ક્ષીણ થતી જાય, વૈરાગ્ય વધતો જાય અને વૈરાગ્યનો પ્રકાર પણ શુદ્ધ થતો જાય. ઉપરાંત, આ દશાએ જીવને અશાતાનો નકાર જેટલો બળવાન હોય છે તેટલો બળવાન નકાર શાતા વિશે હોતો નથી; પરિણામે તેને જ્યારે છૂટવાના ભાવ તીવ્ર થાય
૨૬૭
Page #294
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
ત્યારે શાતા કરતાં અશાતાનાં કર્મોની ઉણા વિશેષ થાય છે. તેથી સહજ ઉદિત થતાં કર્મોની સાથે ઉરિણા પામેલાં કર્મો પણ ભળી જતાં હોવાથી કર્મોદયનું જોર ઘણું વધી શકે છે; એટલે કે જીવની છૂટવાની તમન્ના જેમ જેમ જોર કરતી જાય, બળવાન થતી જાય, તેમ તેમ તેનાં કર્મોનાં ઉદ્દીરણા સાથેના ઉદયો પણ વધતા જાય છે, અને એથી તેને ઘણો કર્મભાર વેદવો પડતો હોય તેવી લાગણી ઉત્પન્ન થાય છે.
આ અપેક્ષાથી કૃપાળુદેવનું જીવન વિચારીએ તો તેમની આત્મદશા વિશે વિશેષ પ્રકાશ પડે છે. તેમના આત્માએ સં. ૧૯૪૬ના મધ્યભાગ પછીથી શુધ્ધ થવા માટેના પુરુષાર્થનું જોર વધાર્યું હતું. તે વખતની તેમની ઉત્કૃષ્ટ ભવસંખ્યા પંદરની ગણી શકાય. સં. ૧૯૪૭ની શરૂઆતમાં તેમને ક્ષાયિક સમકિત થતાં તે સંખ્યા ત્રણ ભવ જેટલી નાની થઈ ગઈ. તે પછીથી પણ આપણે જોયું તેમ તેમનો છૂટવા માટેનો વેગ સતત વધતો જ ગયો હતો; આથી અશાતા આપે એવાં પૂર્વકર્મ ઉણા પામી વર્તમાન કર્મોના ઉદયને બળવાન કરે તે સમજાય તેવું છે. એમનું જીવનલક્ષ સંસારથી છૂટવા પર બહુ કેંદ્રિત થયું હોવાથી તેમની સાંસારિક ઉપાધિઓ તેમના આત્મવિકાસને સિંધી શકી નહિ, બલ્ક તે આંતર પીડા પહોંચાડતી હોવા છતાં, તેમના આત્મવિકાસને ઝડપી બનાવવામાં સહાયક થતી ગઈ. તેઓ સાંસારિક ઉપાધિઓ શાંત ભાવથી વેદતા હતા તેથી આ અશાતા વેદનીય કર્મની નિર્જરા અતિ વેગવાળી થઈ, એટલું જ નહિ, પણ આંતરિક આત્મપ્રવૃત્તિઓનું જોર બળવાન હોવાથી નવાં બંધાતાં કર્મો અલ્પ તથા વિશેષ વિશેષ શુભ થતાં ગયાં. એટલે કે તેમને નવાં કર્મો ઘાતકર્મોની અલ્પતાવાળા તથા શાતાવેદનીય વધારનારા બંધાતાં હતાં. તેમને જે ઉપાધિના ઉદયો આવ્યા તેનાથી તેમની સંસારની અનાસક્તિ વધતી ગઈ અને આત્માનો વૈરાગ્યભાવ બળવાન થતો ગયો. આવા વૈરાગ્યને કારણે પૂર્વકર્મનાં બળવાન ઉદયો સંસારમાં રહીને સમભાવે તથા ઉદાસીનતાથી ભોગવી લેવા તેઓ સમર્થ બન્યા. તેમ કરવામાં સત્સંગની ખામી તેમને વેદના આપતી હતી. તે એક નોંધનીય હકીકત છે.
સં. ૧૯૪૮ની સાલમાં આંતરબાહ્ય શ્રેણિની ભિન્નતાનો પ્રભાવ સ્પષ્ટ થવા લાગ્યો હતો, તેમ છતાં અંતરંગમાં સ્વાર કલ્યાણભાવના યથાવત્ જળવાઈ રહી હતી, તે
૨૬૮
Page #295
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
આપણે આ વર્ષના પત્રોના અભ્યાસથી જાણી શકીએ છીએ. સહુ જીવ કલ્યાણ પામે, અને તે કલ્યાણ કરવા માટે અવકાશ મળે તો સારું એવા તેમના ભાવ આ વર્ષમાં વિકસ્યા હતા. છતાં વેપારાદિ કર્મના ઉદયને કારણે તેવો જોગ, સર્વસંગ પરિત્યાગનો યોગ બની શક્યો નહિ. એને બદલે સં. ૧૯૪૯ની સાલમાં આંતરબાહ્ય શ્રેણિનો વિરોધ વધતો જતો જણાય છે. આ વર્ષમાં વેપાર તથા સંસારની પ્રવૃત્તિ વધ્યાં હતાં, તેથી આ વર્ષમાં લખાયેલા પત્રોમાં ઉપાધિયોગના બળવાનપણાનો ઉલ્લેખ વારંવાર વાંચવા મળે છે. તે લખાણમાં તેમનો આત્મા ક્લેશિત થયો હોય તેવું જણાતું નથી, પણ ઇચ્છેલી નિવૃત્તિ મળતી નહોતી તેનો ખેદ જણાય છે. વ્યવહારદૅષ્ટિથી અર્થાત્ બાહ્યથી જોઇએ તો આ મુશ્કેલીઓ એટલી બળવાન નહોતી કે પત્રમાં અનુભવાતી બળવાન વેદના તેમને વેદવી પડે. પરંતુ તેમની સાચી ઉપાધિ એ હતી કે તેમની નિવૃત્તિ લેવાની ઇચ્છા જેમ જેમ વધતી જતી હતી, તેમ તેમ નિવૃત્તિ તેમનાથી દૂર ભાગતી હતી. સાચું જાણ્યા અને સમજ્યા પછી, અનિચ્છાએ કરવું પડતું તેવું અપ્રવર્તન કેટલું કષ્ટદાયક હોય છે તે તો ભોગવનાર જ સમજી શકે. આ કષ્ટને વ્યક્ત કરતાં વચનો સં. ૧૯૪૮થી શરૂ થયેલાં જોવાં મળે છે; અને તેનો ઘણો વિસ્તાર તે પછીનાં વર્ષમાં થયેલો દેખાય છે. તેમણે લખેલા તત્ત્વબોધના પત્રોમાં પણ આવા ઉપાધિ યોગથી લખવાનું બની શકતું નથી; અન્ય પરમાર્થિક પ્રવૃત્તિ પણ થઈ શકતી નથી, એવા ઉલ્લેખો વારંવાર જોવા મળે છે. ઉદા.ત.
“ઉપાધિ વેદવા માટે જોઇતું કઠિનપણું મારામાં નથી, એટલે ઉપાધિથી અત્યંત નિવૃત્તિની ઇચ્છા રહ્યા કરે, તથાપિ ઉદયરૂપ જાણી તે યથાશક્તિ સહન થાય છે. પરમાર્થનું દુ:ખ મટયા છતાં સંસારનું પ્રાસંગિક દુ:ખ રહ્યા કરે છે. તે દુઃખ પોતાની ઇચ્છાદિના કારણનું નથી, પણ બીજાની અનુકંપા તથા ઉપકારાદિના કારણનું રહે છે.” (માગશર વદ ૯, ૧૯૪૯. આંક ૪૨૫)
“ઉપાધિનો જોગ વિશેષ રહે છે. જેમ જેમ નિવૃત્તિના જોગની વિશેષ ઇચ્છા થઈ આવે છે, તેમ તેમ ઉપાધિની પ્રાપ્તિનો જોગ વિશેષ દેખાય છે. ચારે
૨૯૯
Page #296
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
બાજુથી ઉપાધિનો ભીડો છે, કોઈ એવી બાજુ અત્યારે જણાતી નથી કે અત્યારે જ એમાંથી છૂટી ચાલ્યા જવું હોય તો કોઈનો અપરાધ કર્યો ન ગણાય. છૂટવા જતાં કોઈના મુખ્ય અપરાધમાં આવી જવાનો સ્પષ્ટ સંભવ દેખાય છે.” (ચૈત્ર સુદ ૬, ૧૯૪૯. આંક ૪૩૯)
“જે પ્રવૃત્તિ અત્ર ઉદયમાં છે તે બીજે દ્વારેથી ચાલ્યા જતાં પણ ન છોડી શકાય તેવી છે. વેદવા યોગ્ય છે; માટે તેને અનુસરીએ છીએ. તથાપિ અવ્યાબાધ સ્થિતિને વિશે જેવું ને તેવું સ્વાથ્ય છે.” (જેઠ સુદ ૧૧, ૧૯૪૯. આંક ૪૪૯) “ગઈ સાલના માર્ગશીર્ષ માસમાં અત્રે આવવું થયું, ત્યારથી ઉત્તરોત્તર ઉપાધિયોગ વિશેષાકાર થતો આવ્યો છે, અને ઘણું કરી તે ઉપાધિયોગ વિશેષ પ્રકારે કરી ઉપયોગથી વેદવો પડ્યો છે .. પ્રાયે સર્વ કામના પ્રત્યે ઉદાસીનપણું છે, એવા અમને પણ આ સર્વ વ્યવહાર અને કાળાદિ ગળકાં ખાતાં ખાતાં સંસારસમુદ્ર માંડ તરવા દે છે, તથાપિ સમયે સમયે તે પરિશ્રમનો અત્યંત પ્રસ્વેદ ઉત્પન્ન થયા કરે છે; અને ઉતાપ ઉત્પન્ન થઈ સત્સંગરૂપી જળની તૃષા અત્યંતપણે રહ્યા કરે છે ... આ જે ઉપાધિ ઉદયવર્તી છે, તે સર્વ પ્રકારે કષ્ટરૂપ છે, એમ પણ વિચારતાં લાગતું નથી. પૂર્વોપાર્જિત પ્રારબ્ધ જે વડે શાંત થાય છે, તે ઉપાધિ પરિણામે આત્મપ્રત્યયી કહેવા યોગ્ય છે, .... બેત્રણ ઉદય વ્યવહાર એવા છે કે જે ભોગવ્યે જ નિવૃત્ત થાય એવા છે; અને કષ્ટ પણ તે વિશેષકાળની સ્થિતિમાંથી અલ્પકાળમાં વેદી શકાય નહિ એવા છે, અને તે કારણે કરી મૂર્ખની પેઠે આ વ્યવહાર ભજ્યા કરીએ છીએ.” (પ્ર. આસો વદ ૩, ૧૯૪૯ આંક ૪૫૩). “ગઈ સાલના માગશર સુદ છઠે અત્રે આવવાનું થયું હતું, ત્યારથી આજ દિવસ પર્વતમાં ઘણા પ્રકારનો ઉપાધિયોગ વેદવાનું બન્યું છે, અને જો ભગવત્ કૃપા ન હોય તો આ કાળને વિશે તેવા ઉપાધિયોગમાં માથું ધડ
૨૭૦
Page #297
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
ઉપર રહેવું કઠણ થાય, એમ થતાં થતાં ઘણીવાર જોયું છે.” (શ્રાવણ વદ ૫, ૧૯૪૯. આંક ૪૬૫)
આમ વારંવાર જેનો ઉલ્લેખ થઈ જાય, તેવો પ્રબળ ઉપાધિયોગ તેઓ વેદતા હોવા છતાં, ત્યાગી થવાનો અભિલાષ બાજુએ મૂકવો પડયો હોવા છતાં તેઓ આત્માની સમતા ઘણા પ્રમાણમાં જાળવી શકતા હતા. સર્વ સંજોગોને કર્મની નિર્જરા કરવા માટે સહાયક ગણી આત્મસ્વસ્થતા ઘટવા દેતા ન હતા. તેમને દેહનું મમત્ત્વ પણ ઘણું ઘટી ગયું હતું,
—
“અમારો અભિપ્રાય કંઈ પણ દેહ પ્રત્યે હોય તો તે માત્ર એક આત્માર્થે જ છે, અન્ય અર્થે નહિ.” (ફાગણ સુદ ૭, ૧૯૪૯, આંક ૪૩૧)
“આત્મામાં એમ જ રહ્યા કરે છે કે જ્યાં સુધી આ વેપાર પ્રસંગે કામકાજ કરવું રહ્યા કરે, ત્યાં સુધી ધર્મકથાદિ પ્રસંગે અને ધર્મના જાણનાર રૂપે કોઈ પ્રકારે પ્રગટમાં ન અવાય એ યથાયોગ્ય પ્રકાર છે અમારું મન ઘણું ઉદાસ રહે છે અને પ્રતિબંધ એવા પ્રકારનો રહે છે, કે તે ઉદાસપણું સાવ ગુપ્ત જેવું કરી ન ખમી શકાય એવા વેપારાદિ પ્રસંગમાં ઉપાધિ જોગ વેદવા પડે છે; જો કે વાસ્તવ્યપણે તો સમાધિપ્રત્યયી આત્મા છે.” (શ્રાવણ સુદ ૧૫, ૧૯૪૯. આંક ૪૬૩)
ઉપાધિયોગમાં રહ્યા રહ્યા આત્મસમાધિ જાળવી રાખવાનો તેમનો ઉદ્દેશ અને પુરુષાર્થ આ વર્ષમાં જોવા મળે છે. તેની સાથે સાથે સ્વપ૨ આત્મકલ્યાણ માટે સર્વસંગ પરિત્યાગ કરવાની તેમની ભાવના દૃઢ થતી જતી હતી. આ ભાવના સફળ થવામાં અનેક વિઘ્નો અનુભવાતા હોવાથી તેમને મુંઝવણ પણ વેદાતી હતી, છતાં તેમનો છૂટવાનો વેગ અને પુરુષાર્થ વધતા જતા હતા તે સ્પષ્ટ છે. તેમનાં જ્ઞાન તથા દર્શનનાં આવરણો ઘણાં ઘટી ગયાં હતાં, લબ્ધિસિદ્ધિ માટેની સ્પૃહા નહિવત્ હતી, પરિણામે તેમની આત્મદૃષ્ટિની વિશાળતા આ વર્ષમાં ઠીક ઠીક વધી હોય તેમ જણાય છે.
૨૭૧
Page #298
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
“અમારા વિશે માર્ગાનુસારીપણું કહેવું ઘટતું નથી. અજ્ઞાનયોગીપણું તો આ દેહ ધર્યો ત્યારથી જ નહિ હોય એમ જણાય છે. સમ્યક્રષ્ટિપણું તો જરૂર સંભવે છે. કોઈ પ્રકારનો સિદ્ધિજોગ અમે ક્યારે પણ સાધવાનો આખી જિંદગીમાં અલ્પ પણ વિચાર કર્યો સાંભરતો નથી, એટલે સાધને કરી તેવો જોગ પ્રગટયો હોય તેવું જણાતું નથી, આત્માનાં વિશુદ્ધપણાને કારણે જો કંઈ તેવું ઐશ્વર્ય હોય તો તેનું નહિ હોવાપણું કહી શકાતું નથી. તે ઐશ્વર્ય કેટલેક અંશે સંભવે છે.” (જેઠ સુદ ૧૫, ૧૯૪૯. આંક ૪૫૦) “જેવી દૃષ્ટિ આ આત્મા વિશે છે, તેવી દૃષ્ટિ જગતના સર્વ આત્માને વિશે છે. જેવો સ્નેહ આ આત્મા પ્રત્યે છે તેવો સ્નેહ સર્વ આત્મા પ્રત્યે વર્તે છે. જેવી આ આત્માની સહજાનંદ સ્થિતિ ઇચ્છીએ છીએ, તેવી જ સર્વ આત્મા પ્રત્યે ઇચ્છીએ છીએ. જે જે આ આત્મા માટે ઇચ્છીએ છીએ, તે તે સર્વ આત્મા માટે ઇચ્છીએ છીએ. જેવો આ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ, તેવો જ સર્વ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ ... આ દેહમાં વિશેષ બુદ્ધિ અને બીજા દેહ પ્રત્યે વિષમ બુદ્ધિ ઘણું કરીને ક્યારેય થઇ શકતી નથી. જે સ્ત્રી આદિનો સ્વપણે સંબંધ ગણાય છે, તે સ્ત્રીઆદિ પ્રત્યે જે કંઇ સ્નેહાદિક છે, અથવા સમતા છે, તેવાં જ પ્રાયે સર્વ પ્રત્યે વર્તે છે ... પ્રારબ્ધ સંબંધે સ્ત્રીઆદિ પ્રત્યે જે કંઈ ઉદય હોય તેથી વિશેષ વર્તના ઘણું કરીને આત્માથી થતી નથી. કોઈ પ્રત્યે કંઈ વિશેષ કરવું નહિ, કે ન્યૂન કરવું નહિ, અને કરવું તો તેવું એકધારાનું વર્તન સર્વ જગત પ્રત્યે કરવું એવું જ્ઞાન આત્માને ઘણા કાળ થયા દેઢ છે; નિશ્ચયસ્વરૂપ છે... સૌથી અભિનભાવના છે, જેટલી યોગ્યતા જેની વર્તે છે, તે પ્રત્યે તેટલી અભિન્નભાવની સ્તુતિ થાય છે .. અવિકલ્પરૂપ સ્થિતિ છે ... સમવિષમતા નથી. સહજાનંદ સ્થિતિ છે.” (ભાદરવા વદ અમાસ, ૧૯૪૯. આંક ૪૬૯)
તેમના આત્મામાં કલ્યાણભાવ કેટલા અંશે ખીલ્યો હતો તે આ વચનો વાંચતાં આપણને સમજાય છે, ગુણી નિર્ગુણી સર્વ પ્રત્યે તેમની આત્મદષ્ટિ થઈ હતી, અને સહુ
૨૭૨
Page #299
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
જીવો, જે પોતાને માટે ઇચ્છયું છે તેવું, કલ્યાણ પામો એવી ભાવના પ્રત્યેક વચનમાં જોવા મળે છે. આમ તેમની આત્મદ્રષ્ટિ એટલી બધી વિશાળ થઈ હતી કે તેઓ સ્વપરના ભેદથી અલિપ્ત થતા જતા હતા. આ વિશાળ દૃષ્ટિને કારણે તેઓનું લક્ષ અન્ય જીવોના દોષ જોવા પ્રતિથી ખસી, કલ્યાણ થાય એ ભાવ પર કેંદ્રિત થતું જણાય છે, અને એનું પરિણામ છે રાગદ્વેષની અલ્પતા. કષાયને ઘટાડતા જઈ સમપરિણામ વધારતા જવા, એ તેમણે સાધેલો આ વર્ષનો આત્મવિકાસ ગણી શકાય. સાથે સાથે તેમના હ્રદયમાં રમતી “સહુ જીવોનું કલ્યાણ થાય” એ ભાવના કેટલી વિસ્તૃત થઈ હતી તે પણ આપણને અહીં જોવા મળે છે. તેમણે સેવેલી ધર્મની આ અજોડ શ્રદ્ધા એ તેમનાં જીવનમાં ધર્મ પ્રવર્તાવેલું મંગલપણું કહી શકાય. ધર્મના મંગલ પ્રભાવ વિના આવી ભાવના ઉભવવી અને વિકસવી શક્ય લાગતી નથી. ઉપરાંત, તેમનાં આ અને આવાં વચનો આપણને સ્પષ્ટતાએ બતાવે છે કે તેમનામાં ક્ષમા, માર્દવ(માનરહિતપણું), આર્જવ(માયરહિતપણું) તથા શૌચ(લોભરહિતપણું) આદિ ગુણો ઘણા મોટા પ્રમાણમાં ખીલ્યા હતા. તેના સથવારામાં બહ્મચર્ય, સત્ય, સંયમ, ત્યાગ આદિ ગુણો પણ ખીલતા ગયા હતા. કેળવેલા આવા સમતા તથા સંયમના ગુણથી જે બળવાન કર્મ નિર્જરા થતી હતી તેનાં ફળરૂપે તેમનાં જ્ઞાન તથા દર્શનનાં આવરણો અલ્પ અલ્પ થતાં જતાં હતાં. અને ખીલેલાં જ્ઞાન તથા દર્શનના આધારે તેમને લાગતું હતું કે આવેલો ઉપાધિયોગ ભાવિમાં જલદીથી પૂરો થાય તેમ નથી. તેમણે આ વર્ષમાં લખ્યું હતું કે, –
“મનમાં અમને એમ રહ્યા કરે છે કે અલ્પકાળમાં આ ઉપાધિયોગ મટી બાહ્યાભંતર નિર્ગથતા પ્રાપ્ત થાય તો વધારે યોગ્ય છે, તથાપિ તે વાત અલ્પકાળમાં બને તેવું સૂઝતું નથી, અને જ્યાં સુધી તેમ ન થાય ત્યાં સુધી તે ચિંતના મટવી સંભવતી નથી.” (પ્ર. અષાડ વદ ૩, ૧૯૪૯. આંક ૪૫૩)
મોક્ષમાર્ગનાં ભેદજ્ઞાનની જે પ્રાપ્તિ થઈ હતી, તેનો લાભ સર્વ જીવોને આપવા તેનાં પ્રકાશક થવા તેમને સર્વસંગપરિત્યાગની આવશ્યકતા લાગતી હતી. માર્ગ પ્રવર્તન કરી, પોતાને વર્તતો સર્વ જીવ માટેનો કલ્યાણભાવ ચારે બાજુ પ્રસરાવવામાં
૨૭૩
Page #300
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
થતો વિલંબ તેમને અકળાવતો હતો, તેમ છતાં તે બધું જ તેઓ સમભાવથી સહન કરતા હતા. આ રીતે સર્વ સંજોગોમાં આત્મસ્થિરતાને જાળવીને રહેવાની પ્રવૃત્તિથી તેમને ઘણો લાભ થયો હતો. આ વર્ષમાં તેમણે વર્તતી ઉપાધિના દુ:ખને શાંત પરિણામથી વેધું, તેથી કર્મની નિર્જરા બળવાનપણે થવા ઉપરાંત તેમનો વૈરાગ્ય દેઢ થઈ ઉદાસીનતાની કેડીએ આગળ વધ્યો. વૈરાગ્યમાં સંસારનો નકાર અર્થાત્ સૂક્ષ્મ દ્વેષ રહેલો છે. વેરાગ્યમાં “સંસાર જોઇતો નથી' એ પ્રકારે નકાર વર્તે છે. જ્યારે વૈરાગ્યનું, તેમાં રહેલા નકારના ભાવનું ઉધ્ધકરણ થાય છે ત્યારે તે વૈરાગ્ય ઉદાસીનતામાં પલટાય છે. ઉદાસીનતામાં ‘આમ હોય તો સારું, પણ ન હોય તો પણ વાંધો નથી એ પ્રકારનો ભાવ થાય છે. જેમકે “સંસાર ન હોય તો સારું, પણ હશે તોય ચાલશે, અર્થાત્ સમભાવ રાખી શકીશ, પ્રાપ્તિ ન થાય તો પણ મારે આર્ત પરિણામ કરવાં જ નથી'. એવી વિચારણા જીવમાં ઉત્પન્ન થાય છે, અને આવા ભાવ થકી જીવનો સમભાવ વિકસતો જાય છે. જે દશા કે સ્થિતિ પોતા માટે જોઇએ છે, તેની પ્રાપ્તિ અન્ય જીવોને પણ હો એવી દૃષ્ટિ આવવી તે ઉદાસીનતા કે નિર્લેપતાનું ઊંચું સ્વરૂપ છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે કૃપાળુદેવ સં. ૧૯૪૯માં ઉદાસીનતાની ઉર્ધ્વ સ્થિતિ સુધી પહોંચી ગયા હતા. થયેલા આ વિકાસને કારણે તેઓની સ્ત્રી, પુત્ર, કુટુંબ, ધન, યશ, કીર્તિ, આદિ માટેની આસક્તિ લગભગ નીકળી ગઈ હતી અને તેમની નિસ્પૃહતા દિનપ્રતિદિન વધતી ગઈ હતી. સાથે સાથે તેમણે સેવેલો જગતજીવો માટેનો કલ્યાણભાવ વધારે શુદ્ધરૂપ ધારણ કરતો જતો હતો. જે ભાવિમાં તેમને તીર્થસ્થાનની ભેટ આપી તીર્થસ્વરૂપ બનાવનાર હતો.
વિ. સં. ૧૯૪૯માં તેમને દહેશત થઈ હતી કે આવેલો ઉપાધિયોગ અલ્પ કાળમાં મટે તેવો નથી, તેમની એ દેહશત સાચી નીવડી હતી; તે સં. ૧૯૫૦માં તેમણે લખેલા પત્રોનો અભ્યાસ કરતાં જણાય છે. આ વર્ષની શરૂઆતમાં તેમની બાહ્યપ્રવૃત્તિરૂપ ઉપાધિઓ વધી હતી. પરિણામે કેટલીયે વાર બાહ્યથી ચિત્ત અસ્વસ્થ થતું હોવાથી, તેઓ મુમુક્ષુઓને યથાકાળે યોગ્ય સમાધાનરૂપ કે માર્ગદર્શક પત્રો લખી શકતા ન હતા. તો ઘણી વખત એવું પણ બનતું કે શરૂ કરેલો પત્ર બેચાર લીટી લખ્યા પછી,
૨૭૪
Page #301
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
ઉપાધિના કારણે કે વૈરાગ્યના જોરના કારણે અધૂરો છોડી દેતા હતા. આમ છતાં, બાહ્યથી અવ્યવસ્થા થતી હોવા છતાં, તેમણે પોતાનો અંતરંગ પુરુષાર્થ તો જેમનો તેમ જાળવ્યો હતો. આ વિશે તેમણે લખ્યું છે કે, –
“ઉપાધિના યોગથી ઉદયાધીનપણે બાહ્યચિત્તની ક્વચિત અસ્વસ્થતાને લીધે, તમ મુમુક્ષુ પ્રત્યે જેમ વર્તવું જોઇએ તેમ અમારાથી વર્તી શકાતું નથી.” (કારતક સુદ ૧૩, ૧૯૫૦. આંક ૪૭૮) “હાલ દોઢથી બે માસ થયા ઉપાધિના પ્રસંગમાં વિશેષ વિશેષ કરી સંસારનું સ્વરૂપ વેદાયું છે. એવા જો કે પૂર્વે ઘણા પ્રસંગ વેદ્યા છે, તથાપિ જ્ઞાને કરીને ઘણું કરી વેદ્યા નથી. આ દેહ અને તે પ્રથમનો બોધબીજ હેતુવાળો દેહ તેમાં થયેલું વેદન તે મોક્ષકાર્ય ઉપયોગી છે.” (ફાગણ સુદ ૪, ૧૯૫). આંક ૪૮૫) આ વચનથી આપણને સ્પષ્ટ સમજાય છે કે આ પૂર્વના ભવમાં તેમણે સમકિતની પ્રાપ્તિ કરી લીધી હતી. વળી આંક ૪૫૦માં લખાયેલાં આ વચનો પણ તેની શાખ પુરે છે, “અમારા વિશે માર્ગાનુસારીપણું કહેવું ઘટતું નથી. અજ્ઞાનયોગીપણું તો આ દેહ ધર્યો ત્યારથી જ નહિ હોય એમ જણાય છે. સમ્યક્દષ્ટિપણું જરૂર સંભવે છે.” (જેઠ સુદ ૧૫, ૧૯૪૯. આંક ૪૫૦) “અત્રે ઉપાધિરૂપ વ્યવહાર વર્તે છે. ઘણું કરી આત્મસમાધિની સ્થિતિ રહે છે. તો પણ તે વ્યવહારના પ્રતિબંધથી છૂટવાનું વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે.” (વૈશાખ સુદ ૯, ૧૯૫૦. આંક ૫OO) “મનનો, વચનનો તથા કાયાનો વ્યવસાય ધારીએ તે કરતાં હમણાં વિશેષ વર્યા કરે છે . વ્યવસાયનું બહોળાપણું ઇચ્છવામાં આવતું નથી, તથાપિ પ્રાપ્ત થયા કરે છે, અને એમ જણાય છે કે કેટલાક પ્રકારે તે વ્યવસાય વેદવા યોગ્ય છે, કે જેના વેદનથી ફરી તેની ઉત્પત્તિનો યોગ મટશે.” (વૈશાખ ૧૯૫૦. આંક ૫૦૪).
૨૭૫
Page #302
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
“જે બળવાન કારણો પ્રભાવના હેતુને અવરોધક છે, તેમાં અમારો કંઈ પણ બુદ્ધિપૂર્વક પ્રમાદ હોય એમ કોઈ રીતે સંભવતું નથી. તેમજ અવ્યક્તપણે એટલે નહિ જાણવા છતાં સહેજે જીવથી થયા કરતો હોય એવો પ્રમાદ હોય એમ પણ જણાતું નથી, તથાપિ કોઈ અંશે તે પ્રમાદ સંભવમાં લેખતાં પણ તેથી અવરોધકપણું હોય એમ લાગી શકે એમ નથી; કારણ કે આત્માની નિશ્ચયવૃત્તિ તેથી અસન્મુખ છે. લોકોમાં તે પ્રવૃત્તિ કરતાં માનભંગ થવાનો પ્રસંગ આવે તો તે માનભંગ સહન ન થઈ શકે એમ હોવાથી પ્રભાવના હેતુની ઉપેક્ષા કરવામાં આવતી હોય એમ પણ લાગતું નથી. કારણ કે તે માનામાન વિશે ચિત્ત ઘણું કરી ઉદાસીન જેવું છે, ... શબ્દાદિ વિષયો પ્રત્યેનું કોઈ બળવાન કારણ પણ અવરોધક હોય એમ જણાતું નથી.” (શ્રાવણ વદ અમાસ, ૧૯૫૦. આંક ૫૨૦)
તેમને વર્તતા ઉપાધિયોગમાં કોઈ સામાન્ય જીવનું વીર્ય તો પરવશ બની, કર્તવ્યથી ચ્યુત થઈ જાય, પણ કૃપાળુદેવે તો વિષમ સંજોગોમાં માર્ગ કરી પોતાનાં વીર્યને વધાર્યું હતું. આગળના વર્ષમાં તેઓ આવેલા ઉપાધિયોગથી થાકી જતા હોય તેમ જણાતું હતું; પણ આ વર્ષમાં આ પ્રકારના થાકનો અનુભવ તેમને થતો નથી. કોઈ પણ સંજોગોનો હિંમતપૂર્વક સામનો કરવાની તેમણે તૈયારી રાખી હતી. તેમને કર્મ સામે હારવું કે થાકવું ન હતું. પરિણામે તેઓ “આત્મસમાધિ”માં લેશ પણ ન્યૂનતા આવવા દીધા વિના, પોતાની સ્થિરતા વધારી શક્યા હતા.
“અત્રેના ઉપાધિપ્રસંગમાં કંઈ વિશેષ સહનતાથી વર્તવું પડે એવી મોસમ હોવાથી આત્માને વિશે ગુણનું વિશેષ સ્પષ્ટપણું વર્તે છે.” (મહાવદ ૮, ૧૯૫૦ આંક ૪૮૪)
તેમની આંતરિક સ્થિરતા વધી હોવાને કારણે તેમનો સર્વસંગત્યાગી થવાનો અભિલાષ પણ બળવાન થયો હતો. તેમની ત્યાગી થવાની ભાવનાનો, માર્ગ પ્રકાશવાનો ઉલ્લેખ તેમના આ વર્ષના પત્રોમાં વધારે જોવા મળે છે. પોતાના આ
૨૭૬
Page #303
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
કલ્યાણમય અભિલાષ ટૂંક સમયમાં પૂરો નહિ થાય તેવો અંદેશો થયો હતો, અને તે માટે ખેદ પણ થતો હતો. તેથી આ ભાવનાને જલદીથી સાકાર કરવા માટે તેઓ વ્યાવહારિક પ્રસંગોમાં ભાગ લેવાનું કે તે વિશે સલાહ આપવાનું પણ ટાળવા લાગ્યા હતા. સં. ૧૯૫૦ના ભાદરવા વદ ૧૨ના રોજ તેમણે શ્રી સૌભાગભાઈને લખ્યું હતું કે, -
“પ્રથમ સગપણ સંબંધમાં સૂચના કરી હતી, એટલે સહજ રેવાશંકરભાઈને અમે લખ્યું હતું . આજે આપે સ્પષ્ટ લખવાથી રેવાશંકરભાઈને મેં સ્પષ્ટ લખ્યું છે. વ્યાવહારિક જંજાળમાં અમે ઉત્તર આપવા યોગ્ય નહિ હોવાથી રેવાશંકરભાઈને આ પ્રસંગનું લખ્યું છે.” (આંક પર૭)
ચિત્તની વિશેષ નિર્મળતા તથા સ્વસ્થતા થઈ હોવાને કારણે આ વર્ષમાં તેમણે તત્ત્વજ્ઞાનને લગતાં પત્રો વધારે લખ્યા છે. શ્રી લલ્લુજી મહારાજ આદિને જૈનદર્શન અનુસાર સમજણ આપતા પત્રો પણ ઘણા લખ્યા છે. કેટલાક પત્રોમાં તેમણે જૈન તથા વેદાંત દર્શનની તુલના કરી છે, અને જૈનદર્શન ક્યા કારણથી વિશેષ યોગ્ય છે તે વિશેની સમજણ પણ પોતાના અભિપ્રાય સહિત આપી છે. ઘણા પત્રોમાં જિન સિધ્ધાંતની વિશદ સમજણ આપી છે, આ બધામાં “છ પદનો પત્ર” જે પ્રભુશ્રી ઉપર ફાગણ માસમાં લખાયો હતો તે સર્વોત્તમ છે. (આંક ૪૯૩). આ પત્રમાં આત્માનાં છ પદ તથા મોક્ષમાર્ગની સઘન છતાં સંક્ષિપ્ત સમજણ તેમણે આપી છે.
તેમનાં આ બધાં લખાણો અને તેમાં પ્રમાણિકપણે નિરૂપાયેલા તેમના ભાવો તપાસતાં એ સ્પષ્ટ થાય છે કે પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવા માટે તેમનું આત્મબળ વધ્યું હતું, મન મજબૂત થયું હતું, અને કર્મનો યથાર્થતાએ પરાભવ કરવા માટે તેઓ કૃતનિશ્ચયી થયા હતા. ક્ષાયિક ચારિત્રી થવાની, અશરીરિ થવાની તેમની પ્રબળ થતી આકાંક્ષા તેમનું વીતરાગ માર્ગ પ્રતિ વધતું દઢત્વ આપણને પ્રત્યક્ષ કરાવે છે. તેનું મુખ્ય કારણ હતું તેમની વધતી જતી ધર્મની ઊંડાણભરી અને ઝીણવટભરી સમજણ.
Page #304
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
“અત્રે ઉપાધિનું બળ એમને એમ રહ્યા કરે છે, જેમ તે પ્રત્યે ઉપેક્ષા થાય છે, તેમ બળવાન ઉદય થાય છે; પ્રારબ્ધધર્મ જાણી વેદવા યોગ્ય છે; તથાપિ નિવૃત્તિની ઇચ્છા અને આત્માનું ઢીલાપણું છે એવો વિચાર ખેદ આપ્યા રહે છે.” (જેઠ સુદ ૧૧, ૧૯૫૦. આંક ૫૦૭)
“ચિત્તમાં ઉપાધિના પ્રસંગ માટે વારંવાર ખેદ થાય છે જે, આવો ઉદય જો આ દેહમાં ઘણા વખત સુધી વર્ત્યા કરે તો સમાધિદશાએ જે લક્ષ છે તે લક્ષ એમ ને એમ અપ્રધાનપણે રાખવો પડે, અને જેમાં અત્યંત અપ્રમાદયોગ ઘટે છે, તેમાં પ્રમાદયોગ જેવું થાય આ સંસારને વિશે કોઈ પ્રકાર રુચિયોગ્ય
...
જણાતો નથી; પ્રત્યક્ષ ૨સરહિત એવું સ્વરૂપ દેખાય છે ... વારંવાર સંસાર ભયરૂપ લાગે છે. ભયરૂપ લાગવાનો બીજો કોઈ હેતુ જણાતો નથી, માત્ર એમાં શુધ્ધ એવું આત્મસ્વરૂપ અપ્રધાન રાખી વર્તવું થાય છે તેથી મોટો ત્રાસ વર્તે છે, અને નિત્ય છૂટવાનો લક્ષ રહે છે; તથાપિ હજુ તો અંતરાય સંભવે છે, અને પ્રતિબંધ પણ રહ્યા કરે છે.” (જેઠ સુદ ૧૪, ૧૯૫૦. આંક ૫૦૮)
આત્માને શુધ્ધ કરવાની પ્રવૃત્તિમાં સતત અપ્રમાદી રહેવાના તેમના ભાવ અહીં સ્પષ્ટ થાય છે. શુદ્ધિના પુરુષાર્થમાં સંસારી પ્રવૃત્તિ બાધાકારક થતી હતી તેનો ખેદ પણ તેમને ઘણો અનુભવાતો હતો. આ હકીકત આપણને ખ્યાલ આપે છે કે તેમની સંસારની સુખબુદ્ધિ મહદ્ અંશે ક્ષીણ થઈ ગઈ હતી. પોતે ત્યાગી ન થવાનાં કારણો વિચારતાં હતાં ત્યારે શ્રાવણી અમાસ ૧૯૫૦ ના રોજ તેમણે લખ્યું હતું કે,
-
“શબ્દાદિ વિષયો પ્રત્યેનું કોઈ બળવાન કારણ પણ અવરોધક હોય એમ જણાતું નથી. કેવળ તે વિષયોનો ક્ષાયિકભાવ છે એમ જો કે કહેવા પ્રસંગ નથી, તથાપિ તેમાં વિરસપણું બહુપણે ભાસી રહ્યું છે. ઉદયથી પણ ક્યારેક મંદરુચિ જન્મતી હોય તો તે પણ વિશેષ અવસ્થા પામ્યા પ્રથમ નાશ પામે છે; અને એ મંદચ વેદતાં પણ આત્મા ખેદમાં
૨૭૮
Page #305
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
જ રહે છે, એટલે તે રુચિ અનાધાર થતી જતી હોવાથી બળવાન કારણરૂપ નથી.” (આંક ૫૨૦)
આ વચનો તથા સં. ૧૯૫૦માં લખાયેલા પત્રોનો અભ્યાસ કરી સરવૈયું કાઢીએ તો સમજાય છે કે આ વર્ષમાં તેમને બાહ્ય ઉપાધિઓનું જોર વધ્યું હતું, તો તેની સાથે સાથે તેમનું આત્મસામર્થ્ય પણ વધ્યું હતું. ગમે તેવા કર્મના જોર સામે તેઓ જરાય નમવા માગતા ન હતા; પણ બળવાન પુરુષાર્થ કરી કર્મની ઉત્તમ નિર્જરા કરવામાં તેઓ વ્યસ્ત હતા. તેમના ઉપાધિના ઉદયો જેમ જેમ બળવાન થતા જતા હતા તેમ તેમ તેમની સર્વસંગ પરિત્યાગી થઈ માર્ગ પ્રકાશવાની ભાવના પણ દેઢ થતી જતી હતી. આમ ઉદિત વિઘ્નોની પરંપરારૂપ કર્મથી હાંફી જવાને બદલે પોતાના આત્માના દોષ તથા પ્રમાદને કારણરૂપ ગણી, તેનાથી મુક્ત થઈ, વિશેષ પુરુષાર્થ કરી કર્મને હંફાવવાની અને પરાસ્ત કરવાની બાજી તેઓ આ વર્ષમાં ખેલતા ગયા હતા. આ સ્થિતિ તેમના ક્ષમાગુણ, માર્દવગુણ, આર્જવગુણ અને શૌચગુણની વિશેષ ખીલવણી બતાવે છે. વાસ્તવિક સંસારી જીવનમાં તેઓ નિમિત્તને આધીન ન બનતાં, પુરુષાર્થી બની, આત્મામાં વિશેષ વિશેષ રમણતા કરવાનો અભ્યાસ તેમણે સ્વીકાર્યો હતો. તેનાં ફળરૂપે તેમને નવાં ઘાતીકર્મોનાં બંધનની અલ્પતા અને શાતાવેદનીયરૂપ કલ્યાણભાવની વર્ધમાનતા થતી ગઈ. સત્પુરુષાર્થ કરતો જીવ જેમ જેમ સ્વરૂપમાં વિશેષ રહેતાં શીખતો જાય છે તેમ તેમ તેનાં ઘાતીકર્મોનાં બંધન મંદ સ્વરૂપનાં તથા અલ્પ થતાં જાય છે, અને અઘાતી કર્મો બહુલતાવાળા તથા શાતાવેદનીયથી ભરેલાં થતાં જાય છે. આમ થવા પાછળનું રહસ્ય એ છે કે સહુ પ્રત્યેનો શુભભાવ આત્મામાં જેમ જેમ સ્થિર થતો જાય છે તેમ તેમ તે આત્મામાં ધર્મનું મંગલપણું અને સનાતનપણું પ્રગટપણે ફ્રૂટ થતું જાય છે. સહુ પ્રતિ સેવેલા કલ્યાણના ભાવ ક્રમે ક્રમે સક્રિય થતા જાય છે અને જીવને સર્વ પ્રકારની અસત્ પ્રવૃત્તિથી છોડાવતા જાય છે.
સં. ૧૯૫૧ની સાલથી તેમનામાં આ બધા ગુણો સારી રીતે ખીલતા ગયા હતા. આ વર્ષમાં નિવૃત્ત થવાની તેમની ઇચ્છા વધારે બળવાન થઈ હતી. તેમણે
૨૭૯
Page #306
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
વેપારમાંથી નિવૃત્ત થઈ, વેપારનો સઘળો ભાર તથા પૈસાનો વહીવટ તેમના નાનાભાઈ શ્રી મનસુખભાઈને સોંપવાનો નિર્ણય કર્યો હતો, તે પાર પાડવા તેઓએ તેમના ભાગીદારોને પણ જણાવ્યું હતું. પરંતુ તેમની વેપાર આદિની કુશળતાને કારણે ભાગીદારોએ તેમને પૂર્ણ નિવૃત્ત થવાની ના કહી, અને પેઢીના સલાહકાર તરીકે ચાલુ રહેવા વિનંતી કરી, જે તેમને માન્ય પણ રાખવી પડી હતી. આ પ્રસંગના અનુસંધાનમાં તેમણે હસ્તનોંધમાં લખ્યું છે કે,
—
“મહા સુદ ૭, શનિવાર વિ. સં. ૧૯૫૧. ત્યાર પછી દોઢ વર્ષથી વધારે સ્થિતિ નહિ, અને તેટલા કાળમાં ત્યાર પછી જીવનકાળ શી રીતે વેદવો તે વિચારવાનું બનશે.” (હસ્તનોંધ ૧. પૃ ૯૭)
આમ છતાં આ વર્ષમાં તેમનું મન વેપારાદિ સંસારી પ્રવૃત્તિઓમાંથી ઘણું ઊઠી ગયું હતું. તેમને તો જેમ બને તેમ જલદીથી નિવૃત્તિ સ્વીકારવી હતી. તેથી તેઓ આ ભાવ વારંવાર તેમના પત્રોમાં વ્યક્ત કરતા હતા. જુઓ તેમનાં આ વચનો,
-
“આડતનો વ્યવસાય ઉત્પન્ન થયો તેમાં કંઇક ઇચ્છાબળ અને કંઇક ઉદયબળ હતું. પણ મોતીનો વ્યવસાય ઉત્પન્ન થવામાં તો મુખ્ય ઉદયબળ હતું. બાકી વ્યવસાયનો હાલ ઉદય જણાતો નથી. અને વ્યવસાયની ઇચ્છા થવી તે તો અસંભવ જેવી છે.” (કારતક સુદ ૧૪, ૧૯૫૧. આંક ૫૪૦)
૨૮૦
“હાલ વ્યવસાય વિશેષ છે, ઓછો કરવાનો અભિપ્રાય ચિત્તમાંથી ખસતો નથી, અને વધારે થયા કરે છે.” (માગશર વદ ૧, ૧૯૫૧. આંક ૫૪૫) “મોતીના વેપાર વગેરેની પ્રવૃત્તિ વધારે ન કરવા સંબંધીનું બને તો સારું, એમ લખ્યું તે યથાયોગ્ય છે; અને ચિત્તની નિત્યઇચ્છા એમ રહ્યા કરે છે. લોભ હેતુથી તે પ્રવૃત્તિ થાય છે કે કેમ? એમ વિચારતાં લોભનું નિદાન જણાતું નથી. વિષયાદિની ઇચ્છાએ પ્રવૃત્તિ થાય છે, એમ પણ જણાતું નથી. તથાપિ પ્રવૃત્તિ થાય છે, એમાં સંદેહ નથી. જગત કંઈ લેવાને માટે પ્રવૃત્તિ
Page #307
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
કરે છે, આ પ્રવૃત્તિ દેવાને માટે થતી હશે એમ લાગે છે.” (ચૈત્ર સુદ ૬, ૧૯૫૧. આંક ૫૭૬)
વેપારાદિ વ્યવસાયથી છૂટવાની બળવાન ભાવના તેમનામાં આ વર્ષમાં જોવા મળે છે, સાથે સાથે વ્યવહારના પ્રસંગોમાં તેઓ ન છૂટકે જ ભાગ લેતા હતા. એવા એક પ્રસંગે તેમણે સૌભાગભાઈને લખ્યું હતું કે,
-
“આપે લખ્યું કે વિવાહના કામમાં આપ આગળથી પધાર્યા હો તો કેટલાક વિચાર થઈ શકે, તે સંબંધમાં એમ છે કે એવા કાર્યોમાં મારું ચિત્ત અપ્રવેશક હોવાથી અને તેમ તેવાં કાર્યનું મહાત્મ્ય કંઈ છે નહિ એમ ધ્યાન કર્યું હોવાથી મારું અગાઉથી આવવું કંઈ તેવું ઉપયોગી નથી.” (કારતક સુદ ૧૪, ૧૯૫૧. આંક ૫૪૦)
-
આ જ વર્ષમાં તેમની બહેનનાં પણ લગ્ન થવાના હતા. તેમાં પણ ભાગ લેવાની તેમની ઇચ્છા ન હતી. પણ માતાપિતાને કે બહેનને દુઃખ ન પહોંચે તેવા શુભભાવથી, વ્યવહારશુદ્ધિ જાળવવાની બુદ્ધિથી પ્રેરાઈને તેમણે લગ્નમાં જવાનો નિર્ણય કર્યો હતો. તે વિશે તેમણે સૌભાગભાઈને લખ્યું હતું કે,
“તે પ્રસંગ પર આવવું કે ન આવવું એ વિચાર પર ચોક્કસ હાલ ચિત્ત આવી કે શકશે નહિ, કેમકે તેને ઘણો વખત છે, અને અત્યારથી તે માટે વિચાર સૂઝી આવે તે બનવું કઠણ છે. ત્રણ વર્ષ થયાં તે તરફ જવાયું નથી તેથી શ્રી ૨વજીભાઈના ચિત્તમાં તથા માતુશ્રીના ચિત્તમાં ન જવાય તો વધારે ખેદ રહે, એ મુખ્ય કારણ તે તરફ આવવા વિષેમાં છે. તેમ અમારું ન આવવું થાય તો ભાઈ બહેનને પણ ખેદ રહે, એ બીજું કારણ પણ આવવા તરફના વિચારને બળવાન કરે છે.” (કારતક સુદ ૧૪, ૧૯૫૧, આંક ૫૪૦)
“સર્વ વ્યવહા૨થી નિવૃત્ત થયા વિના ચિત્ત ઠેકાણે બેસે નહિ એવો અપ્રતિબંધ અસંગભાવ ચિત્તે બહુ વિચાર્યો હોવાથી તે જ પ્રવાહમાં રહેવું થાય છે.” (માગશર વદ ૮, ૧૯૫૧, આંક ૫૪૭)
૨૮૧
Page #308
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
“ત્રણ વર્ષના ઉપાધિયોગથી ઉત્પન્ન થયો એવો વિક્ષેપભાવ તે મટાડવાનો વિચાર વર્તે છે. દઢ વૈરાગ્યવાન ચિત્તને જે પ્રવૃત્તિ બાધ કરી શકે એવી છે, તે પ્રવૃત્તિ અદઢ વૈરાગ્યવાન જીવને કલ્યાણ સન્મુખ થવા ન દે એમાં આશ્ચર્ય નથી.” (માગશર, ૧૯૫૧. આંક ૫૫૧) “.. સંગથી ઉપાધિ નિષ્કારણ વધ્યા કરે છે, અને તેવી ઉપાધિ સહન કરવા યોગ્ય એવું હાલ મારું ચિત્ત નથી. નિરૂપાયતા સિવાય કંઇ પણ વ્યવહાર કરવાનું હાલ ચિત્ત હોય એમ જણાતું નથી; અને જે વ્યાપાર વ્યવહારની નિરુપાયતા છે, તેથી પણ નિવૃત્ત થવાની ચિંતના રહ્યા કરે છે, તેમ ચિત્તમાં બીજાને બોધ કરવા યોગ્ય એટલી મારી યોગ્યતા હાલ મને લાગતી નથી; કેમકે જ્યાં સુધી સર્વ પ્રકારનાં વિષમ સ્થાનકોમાં સમવૃત્તિ ન થાય ત્યાં સુધી યથાર્થ આત્મજ્ઞાન કહ્યું જતું નથી, અને જ્યાં સુધી તેમ હોય ત્યાં સુધી તો નિજ અભ્યાસની રક્ષા કરવી ઘટે છે, અને હાલ તે પ્રકારની મારી સ્થિતિ હોવાથી હું આમ વતું તે ક્ષમા યોગ્ય છે.” (પોષ વદ ૧૦, ૧૯૫૧. આંક ૫૫૮)
આ વર્ષમાં તેમણે લખેલા ઉપર મુજબના પત્રો પરથી આપણને સમજાય છે કે તેઓ વ્યાવહારિક પ્રસંગોમાં સક્રિય ભાગ લેવાનું બંધ કરવાના વિચાર પર આવી ગયા હતા, સાથે સાથે વ્યાવહારિક જીવોનો સંગ જેમ બને તેમ ઓછો કરતા જવાની તેમની ઇચ્છા હતી. આ સ્થિતિની વિચારણા કરતાં આપણને સમજાય છે કે તેમને અશાતાના ઉદયોના નકાર સાથે શાતાના ઉદયોનો નકાર પણ વધતો જતો હતો. વળી, ત્રણ વર્ષથી જે ઉપાધિયોગ તેમને ચાલતો હતો તેના થાકથી નિવૃત્તિ લેવાના ભાવ પણ એમનાં વચનોમાં જોવા મળે છે. તેમની મુખ્ય ઇચ્છા માત્ર સમભાવથી જ રહી, સર્વ શુભાશુભ કર્મથી છૂટવાની હતી. તેમ છતાં તેઓ સંસારનો આવો નિભાવ શા કારણથી કરતા હતા તેની સમજણ તેમણે શ્રી સૌભાગભાઈને આપી હતી, તે મનનીય છે, -
“જ્ઞાની પુરુષને આત્મપ્રતિબંધપણે સંસારસેવા હોય નહિ, પણ પ્રારબ્ધપ્રતિબંધપણે હોય, એમ છતાં પણ તેથી નિવર્તિવારૂપ પરિણામને
૨૮૨
Page #309
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
પામે એમ જ્ઞાનીની રીત હોય છે; જે રીતનો આશ્રય કરતાં હાલ ત્રણ વર્ષ થયાં વિશેષ તેમ કર્યું છે. અને તેમાં, જરૂર આત્મદશાને ભૂલાવે એવો સંભવ રહે તેવો ઉદય પણ જેટલો બન્યો તેટલો સમપરિણામે વેદ્યો છે; જો કે તે દવાના કાળને વિશે સર્વસંગનિવૃત્તિ કોઈ રીતે થાય તો સારું એમ સૂઝયા કર્યું છે; તો પણ સર્વસંગનિવૃત્તિએ જે દશા રહેવી જોઇએ તે દશા ઉદયમાં રહે, તો અલ્પ કાળમાં વિશેષ કર્મની નિવૃત્તિ થાય એમ જાણી જેટલું બન્યું તેટલું તે પ્રકારે કર્યું છે; પણ મનમાં હવે એમ રહે છે કે આ પ્રસંગથી એટલે સકલ ગૃહવાસથી દૂર થવાય તેમ ન હોય તોપણ વ્યાપારાદિ પ્રસંગથી નિવૃત્ત, દૂર થવાય તો સારું, કેમકે આત્મભાવે પરિણામ પામવાના વિશે જે દશા જ્ઞાનીની જોઇએ તે દશા આ વ્યાપાર વ્યવહારથી મુમુક્ષુ જીવને દેખાતી નથી.” (પોષ ૧૯૫૧. આંક પ૬૦) “હવે આ ઉપાધિકાર્યથી છૂટવાની વિશેષ વિશેષ આતિ થયા કરે છે, અને છૂટવા વિના જે કંઈ પણ કાળ જાય છે તે, આ જીવનું શિથિલપણું જ છે, એમ લાગે છે ... નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ, જો કે એમ લાગે છે કે તે વિચાર અને જાપ હજુ તથારૂપ નથી, શિથિલ છે માટે ... તે જાપને ઉગ્રપણે આરાધવાનો અલ્પકાળમાં યોગ કરવો ઘટે છે.” (ફાગણ વદ ૩, ૧૯૫૧. આંક પ૬૯)
વિ. સં. ૧૯૪૮ આસપાસથી શરૂ થયેલો ઉપાધિયોગ તેમણે સમપણે ત્રણ ત્રણ વર્ષ સુધી વેદવાનો પુરુષાર્થ જારી રાખ્યો હતો, તેનો ઉલ્લેખ આપણને અહીં મળે છે. તે સાથે સાથે માર્ગનો ઉપદેશ કરવા જોઇતી આત્મશુદ્ધિ તથા જ્ઞાનદશા તેમણે પ્રાપ્ત કરી લીધી હતી, ખામી માત્ર હતી સર્વસંગપરિત્યાગની, જેની ઇચ્છા દેઢ થતી ગઈ હતી, તે પણ અહીં જણાય છે. આ ઉપરાંત, આ વર્ષમાં તેમની એક બીજી લાક્ષણિકતા પણ દૃષ્ટિગોચર થાય છે. તેઓ પોતાનું ઇચ્છાબળ ક્રમે ક્રમે ઘટાડતા ગયા છે, અને જેમ બને તેમ ઉદય પ્રમાણે જ વર્તવાની વૃત્તિ તેઓ વધારતા ગયા છે. જે
૨૮૩
Page #310
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
પ્રકારે કર્મ ઉદયમાં આવે તે માટે પોતાનાં ઇચ્છા અને અનિચ્છાનું ગૌણપણું કરી, તે પ્રકારે સમભાવથી સ્વીકારતા જવું, ફેરફારને અલિપ્તભાવે જોતા રહેવું એ જાતની પ્રવર્તન તેઓ અંગીકૃત કરતા ગયા દેખાય છે. આ રીતે સાક્ષીકર્તાપણે વર્તતા રહેવાથી તેમને કેવા અનુભવ થયા છે તેની નોંધ લેતાં તેમણે લખ્યું છે કે, -
“ચાર લીટી જેટલું લખવું હોય તો પણ કઠણ પડે છે; કેમકે અંતર્વિચારમાં ચિત્તની હાલ પ્રવૃત્તિ વિશેષ રહે છે; અને લખવા વગેરેની પ્રવૃત્તિથી ચિત્ત સંક્ષિપ્ત રહે છે. વળી ઉદય પણ તથારૂપ પ્રવર્તે છે.” (અષાઢ સુદ ૧, ૧૯૫૧ આંક ૬૧૨)
કેટલાક વખત થયાં સહજપ્રવૃત્તિ અને ઉદ્દીરણા પ્રવૃત્તિ એમ વિભાગે પ્રવૃત્તિ વર્તે છે. મુખ્યપણે સહજપ્રવૃત્તિ વર્તે છે. સહજપ્રવૃત્તિ એટલે પ્રારબ્ધયોદયે ઉદ્ભવ થાય છે, પણ જેમાં કર્તવ્યપરિણામ નહિ. બીજી ઉરિણા પ્રવૃત્તિ જે પરાર્થાદિ યોગે કરવી પડે છે. હાલ બીજી પ્રવૃત્તિ થવામાં આત્મા સંક્ષેપ થાય છે, કેમકે અપૂર્વ એવા સમાધિયોગને તે કારણથી પણ પ્રતિબંધ થાય છે; એમ સાંભળ્યું હતું, તથા જાણ્યું હતું, અને હાલ તેવું સ્પષ્ટાર્થે વેઠું છે.” (અષાડ વદ અમાસ, ૧૯૫૧. આંક ૬૨૦)
માત્ર ઉદયગત પ્રવૃત્તિ જ રાખવી, ઇચ્છાગત પ્રવૃત્તિ સતત ઘટાડતા જવી; એ રીતે સંસારથી પાંગમુખ રહેવું એવી વર્તના તેઓ સતત વધારવા માટે પ્રયત્નશીલ રહે છે. આથી તેમનો આત્મા ગમે તે સમ વિષમ ઉદયકાળમાં સ્વસ્થ અને શાંત રહેતો થાય છે. પરિણામે વ્યવહારની પ્રવૃત્તિ ઉદયમાં હોવા છતાં તેમને ઘણી બળવાન કર્મ નિર્જરા થતી જાય છે; અને કર્માશ્રવનું અલ્પત્વ થતું જાય છે. આ તેમનો આત્મવિકાસ ઘણી ઝડપથી થવા માટેનું મુખ્ય કારણ છે. તેઓ અશાતાની આસક્તિના ત્યાગ સાથે સાતાની પ્રીતિનો ત્યાગ પણ આ વર્ષથી વધારતા જાય છે. આ રીતે તેમનામાં કેટલાય ગુણો ખીલતા જતા હતા, તેમ છતાં તે ગુણોની કે તેમની જ્ઞાનદશાની કોઈ પ્રશંસા કરે તો તેમને તે અરુચિકર થતું હતું. દુનિયામાં અશુભ
૨૮૪
Page #311
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
ઉદયોનો નકાર તો સહુ કોઈ જીવો કરે છે, પણ શુભ-શાતાકારી ઉદયોનો નકારા તો વિરલા જીવો જ કરી શકે છે. આત્મસ્વરૂપમાં સતત રહેવાની ઊંડી અભિરુચિ જાગ્યા પછી જ શુભ ઉદયો પ્રતિ અનાસક્ત રહેવાની સમર્થતા જીવમાં આવે છે. આવું શુભ પ્રતિ નિરાસક્ત થવાનું વલણ તેમનામાં આ વર્ષમાં ઠીક ઠીક પ્રગટ થતું આપણને જણાય છે. આ સ્થિતિનો આપણે જરા ઊંડાણથી વિચાર કરીએ તો આપણને અનુભવાય છે કે તેઓ ધર્મનાં મંગલપણાને અને સનાતનપણાને સતત વેદતા હોવા જોઇએ, આમ થયા વિના તેમને વર્તતી નિસ્પૃહતા તથા સંસારથી અસંગ રહેવાની વૃત્તિ આ માત્રામાં પ્રકાશિત થઈ શકે નહિ.
અમારું કલ્પિત મહાલ્ય ક્યાંય દેખાય એમ કરવું, કરાવવું કે અનુમોદવું અમને અત્યંત અપ્રિય છે.” (પોષ સુદ ૧૦, ૧૯૫૧. આંક ૫૫૪)
આ સાલમાં તેમની અંતરંગ સ્થિતિને વર્ણવતા ઘણા પત્રો આપણને મળે છે. તેમની વધતી અસંગદશાની સ્પષ્ટ છાપ આપણને તે પત્રોમાં અભિવ્યક્ત થતી જોવા મળે છે. આવા એક પત્રમાં તેમણે સૌભાગભાઈને લખ્યું હતું કે, –
“એક આત્મપરિણતિ સિવાયના બીજા જે વિષયો તેને વિશે ચિત્ત અવ્યવસ્થિતપણે વર્તે છે. અને તેવું અવ્યવસ્થિતપણું લોકવ્યવહારથી પ્રતિકૂળ હોવાથી લોકવ્યવહાર ભજવો ગમતો નથી, અને તજવો બનતો નથી. એ વેદના ઘણું કરીને દિવસના આખા ભાગમાં વેચવામાં આવ્યા
“ખાવાને વિશે, પીવાને વિશે, બોલવાને વિશે, શયનને વિશે, લખવાને વિશે કે બીજા વ્યાવહારિક કાર્યો વિશે જેવા જોઇએ તેવા ભાનથી પ્રવર્તાતું નથી, અને તે પ્રસંગો રહ્યા હોવાથી આત્મપરિણતિને સ્વતંત્ર પ્રગટપણે અનુસરવામાં વિપત્તિ આવ્યા કરે છે, અને તે વિશેનું ક્ષણે ક્ષણે દુ:ખ રહ્યા કરે છે.”
૨૮૫
Page #312
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
“... થોડા જ વખત પહેલાં વ્યવહારને વિશે પણ સ્મૃતિ તીવ્ર હતી તે સ્મૃતિ હવે વ્યવહારને વિશે ક્વચિત જ મંદપણે પ્રવર્તે છે...થોડાં વર્ષો પહેલાં વાણી ઘણું બોલી શકતી, વક્તાપણે કુશળતાથી પ્રવર્તી શકતી, તે હવે મંદપણે અવ્યવસ્થાથી પ્રવર્તે છે..થોડા વખત પહેલાં લેખનશક્તિ અતિ ઉચ્ચ હતી; આજે શું લખવું તે સૂઝતાં સૂઝતાં દિવસના દિવસ વ્યતીત થઈ જાય છે; અને પછી પણ જે કંઈ લખાય છે, તે ઇચ્છેલું અથવા યોગ્ય વ્યવસ્થાવાળું લખાતું નથી; અર્થાત્ એક આત્મપરિણામ સિવાય સર્વ બીજાં પરિણામને વિશે ઉદાસીનપણું વર્તે છે; અને જે કંઈ કરાય છે તે જેવા જોઇએ તેવા ભાનના સોમા અંશથી પણ નથી થતું.” (ચૈત્ર વદ ૧૧, ૧૯૫૧. આંક ૫૮૩)
“વનને વિશે અથવા એકાંતને વિશે સહજસ્વરૂપને અનુભવતો એવો આત્મા નિર્વિષય કેવળ પ્રવર્તે એમ કરવામાં સર્વ ઇચ્છા રોકાણી છે.” (વૈશાખ સુદ ૧૯૫૧. આંક ૫૯૨)
ભરપૂર વ્યવહારની પ્રવૃત્તિઓ વચ્ચે રહીને પણ કૃપાળુદેવ લગભગ અસંગદશા મેળવી શક્યા હતા, તે આ વર્ષના પત્રો તથા અહીં લીધેલાં અવતરણોનો અભ્યાસ કરતાં જણાય છે. કઠણાઈના આ વર્ષો વિશે તેમણે ‘સ્વાત્મવૃતાંત’ના કાવ્યમાં લખ્યું છે કે,
—
“ત્યાં આવ્યો રે ઉદય કા૨મો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે, જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે પંચ રે, ધન્ય
વધતું એમ જ ચાલિયું, હવે દીસે ક્ષીણ કાંઈ રે, ક્રમે કરીને રે તે જશે, એમ ભાસે મનમાંહી રે. ધન્ય”
જ્યાં આત્માની શુદ્ધિ પ્રતિદિન વધતી જતી હોય તેવો અનુભવ તેમને સં. ૧૯૪૭માં થતો હતો, તેની જગ્યાએ તેના પછીની સાલમાં પરિગ્રહ અને પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં જોડાવું પડે તેવો ખૂબ ભારી કર્યોદય આવ્યો. આ ઉદય એટલો
૨૮૬
Page #313
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
બળવાન હતો કે જેમ જેમ તેને ખસેડવાની મહેનત તેઓ કરતા હતા, તેમ તેમ તેમની વિકટતા ઘટવાને બદલે વધતી જતી હતી. આવી તેમની સ્થિતિ લગભગ ત્રણ વર્ષ સુધી રહી. અને સં. ૧૯૫૧ની સાલના અંતભાગમાં તેમને લાગ્યું કે હવે આ ઉદયનું ભયંકરપણું ધીમે ધીમે ઘટવા લાગ્યું છે, અને ક્રમથી તે ઉદય પૂરો થઈ જશે. તેમને સં. ૧૯૪૯માં સૂછ્યું હતું કે આવો ઉપાધિયોગ જલદીથી મટવાનો નથી, તે સત્ય થયું. કેમકે સં. ૧૯૫૧ સુધી આ ઉપાધિઓ ચાલુ જ હતી. અને પછી તે ઘટવા માંડનાર છે એ સમજણ પણ સાચી હતી, કારણ કે સં. ૧૯૫રની સાલથી તેમની વ્યવહારની ઉપાધિઓ ઘણી હળવી થઈ ગઈ હતી. અને ત્યારથી તેમની આત્મપ્રવૃત્તિ ઘણી વધવા લાગી હતી.
આ ત્રીજા તબક્કામાં એક બીજો ફેરફાર પણ જોવા મળે છે. વિ. સં. ૧૯૪૬ સુધી તેમણે લખેલા પત્રોમાં દસ્કતની જગ્યાએ તેમનું નામ અને પ્રણામ મોટાભાગે લખાયેલા જોવા મળે છે. ઉદા. રાયચંદના જિનાય નમઃ, રાયચંદના પ્રણામ, રાયચંદના યથોચિત વગેરે વગેરે. પરંતુ સમય જતાં આત્માની ચડતી દશા સાથે તેમની દસ્કત કરવાની રીતમાં પણ ફેરફાર થતો ગયો હતો. દસ્કતની જગ્યાએ આત્મદશાસૂચક વિશેષણોનો ઉપયોગ વધારે જોવા મળે છે. જેમકે મિથ્યા નામધારીના યથા. (આંક ૧૮૩), નિમિત્તમાત્ર (આંક ૧૯૨), ઇતિ શિવમ્ (આંક ૨૦O), આજ્ઞાંકિત (આંક ૨૫૧), ઈશ્વરાર્પણ (આંક ૨૫૯), અપ્રગટ સત્ (આંક ૨૭૨), યથાર્થ બોધસ્વરૂપના યથાર્થ (આંક ૩૦૯), અભિન્ન બોધમયના પ્રણામ પહોંચે (આંક ૩૩૪), લિ. બોધબીજ (આંક ૩૪૨), સમસ્થિતભાવ (આંક ૩પ૬). શ્રી સ્વરૂપના યથાયોગ્ય(આંક ૩૭૧), આત્મસ્થિત(આંક ૪૪૫), વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ(આંક ૪૬૬), આત્મસ્વરૂપ(આંક ૪૮૩), સહજાત્મસ્વરૂપે યથાયોગ્ય (આંક ૬૨૬) વગેરે વગેરે. આ દસ્કતો તેમની ચડતી આત્મદશાનો આપણને નિર્દેશ આપે છે.
તેમનાં જીવનમાં વીતેલાં વર્ષોનું અવલોકન કરતાં આપણને સમજાય છે કે તેમણે વેપારને લગતી તથા સાંસારિક કુટુંબની જવાબદારીઓ નિસ્પૃહતાથી અને આત્મશુદ્ધિ
૨૮૭
Page #314
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
વધારતાં વધારતાં નિભાવી હતી. આવી અદ્ભુત શક્તિ તેમણે વીતરાગપ્રભુને વધારે ને વધારે આજ્ઞાધીન થઈ મેળવી હતી. જ્ઞાનીપુરુષનો જે સનતાન માર્ગ છે, જે માર્ગમાં ધર્મનું મંગલપણું સર્વથા પથરાયેલું છે તે જ માર્ગે ચાલવાનો તેમનો દૃઢ નિરધાર હતો. એ માર્ગના પ્રભાવક એવા જ્ઞાનીપુરુષની ઇચ્છા પ્રમાણે ચાલતાં ચાલતાં, પોતાની સ્વચ્છંદી ઇચ્છાઓનો ત્યાગ કરતાં કરતાં સં. ૧૯૪૭માં ક્ષાયિક સમિકત લેવાની શરૂઆતથી સાતમા ગુણસ્થાનની ઉચ્ચ દશા સુધીનો તેમણે વિકાસ કર્યો હતો. આત્માની શુદ્ધિ જેમ જેમ વધતી ગઈ, તેમ તેમ તેઓ તેનો સદુપયોગ કરી, પોતાનું વીર્ય ખીલવતા ગયા. આ રીતે મેળવેલા પોતાનાં આત્મવીર્યનો ઉપયોગ તેમણે તે પછીનાં વર્ષોમાં બળવાન કર્મોદયને નિરર્થક કરવા માટે, કર્મ સામે અડોલ રહેવા માટે કર્યો હતો. તેમના પુરુષાર્થમાં રહેલી આ શૂરવીરતા તેમનામાં પ્રગટેલાં ધર્મનાં મંગલપણાની શાખ પૂરે છે. અને તેમનાં સમ્યક્ પરાક્રમને ઐતિહાસિક બનાવે છે.
સં. ૧૯૪૭માં આત્મશુદ્ધિ કરવાનું તેમનું લક્ષ અગ્રસ્થાને હતું. તેથી તે વયને અને દશાને અનુકૂળ લાગે તેવો ધન, યશ, કીર્તિ, કુટુંબ, સત્તા આદિ વિશેનો મોહ ગૌણ થતો ગયો હતો. અને તેમની નિસ્પૃહ તથા વીતરાગી થવાની ભાવના દૃઢ થતી ગઈ હતી. આથી આ વર્ષમાં તેમણે અનુભવેલી સાતમા ગુણસ્થાનની વીતરાગતાના આધારે સંસારમાં અલિપ્તભાવથી રહેવાનો પુરુષાર્થ શરૂ કર્યો. આ પુરુષાર્થમાં ઉપાધિના ઉદયે સં. ૧૯૪૮માં વિઘ્નો નાખવાની શરૂઆત કરી. પણ ગતવર્ષમાં મેળવેલી શક્તિના આધારે, જ્ઞાનીના માર્ગે જ ચાલવાના પ્રયત્નથી, જે પ્રસંગો સંસારવૃદ્ધિનાં નિમિત્ત થાય, તે જ પ્રસંગોને તેઓ સંસા૨ક્ષયનાં નિમિત્ત બનાવી શક્યા હતા. પોતાના પુરુષાર્થથી અને આજ્ઞાધીનપણાથી મોહનીય આદિ ઘાતીકર્મો ત્વરાથી નિવૃત્ત કરતા હતા, અને આત્મસ્વરૂપમાં જ એકતાન રહેવાના દેઢ ભાવના આધારથી નવાં ઘાતી કર્મો અલ્પ બાંધતા હતા અને અઘાતી શાતાવેદનીય આદિ શુભ પ્રકારનાં વિશેષ બાંધતા હતા, જે કર્મો તેઓ મુખ્યતાએ શુક્લધ્યાનમાં બાળી, પોતાના આત્માને સતત હળુકર્મ કરતા ગયા હતા. પરિણામે સ્ત્રી, કુટુંબ, વેપાર, ભાગીદારો આદિનો સંગ તેમણે માત્ર પૂર્વકર્મની નિવૃત્તિ માટે જ રાખ્યો
૨૮૮
Page #315
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
હતો, તે માટે કોઈ અંતરંગ ઇચ્છિત સ્પૃહા રાખી નહોતી. ભલભલા મુનિઓને પણ ચળાવવામાં સમર્થ એવા લબ્ધિસિદ્ધિના આકર્ષણને પણ તેઓ ઘોળીને પી ગયા હતા. વળી, તેઓ સ્ત્રી, પુત્ર, કુટુંબ, વ્યાપાર, પરિગ્રહ આદિથી અપ્રતિબદ્ધ રહ્યા હતા. પ્રભુની આજ્ઞાએ અને સત્પુરુષના માર્ગે ચાલીને તેમણે આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ જ તેમના જીવનમાં સમાયેલું ધર્મનું મંગલપણું હતું. સં. ૧૯૪૯માં તેમનો ઉપાધિયોગ વધ્યો હતો. વેપાર વધ્યો, કુટુંબની જંજાળ વધી, તો સાથે સાથે કારમા ઉદયથી છૂટવાનો પુરુષાર્થ પણ વધ્યો. આ વર્ષનો તેમનો ઉપાધિયોગ એવો બળવાન હતો કે તેમને માર્ગપ્રવર્તાવવાનો જે અભિલાષ હતો તે ગૌણ કરવો પડયો, તેમ છતાં તેને સહેલાઈથી પચાવી તેમણે પોતાના આત્માનાં શાંતિ, સમતા અને શુદ્ધિ વધાર્યા હતાં. તેમના વધેલા જ્ઞાનદર્શનના ઉઘાડને કારણે તેમની ભૂત તથા ભાવિની દશાની જાણકારી વધી હતી, જેના લીધે મારાતારાના ભેદભાવનું સ્થાન સમતાભાવે લીધું, રાગદ્વેષની ઘણી અલ્પતા થઈ અને સ્વરૂપમાં સ્થિર રહેવાનો સમય પણ ઘણો વધ્યો. આમ થવાથી નવાં મોહનીય કર્મનું બંધન ઘટતું ગયું, શાતા વેદનીય તથા કલ્યાણભાવનો આશ્રવ વધ્યો, જેને લીધે તેમનો આત્મા ખૂબ જલદીથી શુક્લધ્યાનમાં આગળ વધતો ગયો. તેમની વીતરાગતા પણ ઘણી વધતી ગઈ, તેનાં અનુસંધાનમાં કર્મ નિર્જરાની માત્રા પણ વધતી ગઈ. આમ થવાથી તેઓ જ્યારે શુક્લધ્યાનના અનુભવમાંથી બહાર આવે ત્યારે તેમને સંસારી પ્રવૃત્તિ સાથેનું અનુસંધાન નહિવત્ જેવું થતું હતું, કારણ કે તેમને સંસાર પ્રતિની સુખબુદ્ધિ ઘણા મોટા પ્રમાણમાં ક્ષીણ થઈ હતી. સંસાર સુખમય નથી, અસાર છે એવી લાગણી તેમને રોમે રોમે સિદ્ધ થઈ હતી એવી છાપ તેમનાં આ વર્ષના પત્રો વાંચતા આપણા પર પડે છે. તેઓ સંસારની કોઈ પણ પ્રવૃત્તિમાં ઇચ્છાપૂર્વક જોડાતા ન હતા, તેથી તેમને જ્ઞાન તથા દર્શનનાં આવરણો ખૂબ હળવાં રહેતાં હતાં, જે તેમને ચારિત્રની ખીલવણી કરવા માટે તથા આત્મદશા ઊંચી કરવા માટે ખૂબ ઉપયોગી થતાં હતાં. સંસારપ્રવૃત્તિ કરતી વખતે તેમને જે અલિપ્તતા રહેતી હતી તે વખતે તેમના હ્રદયમાં સહુ જીવ કલ્યાણ પામે, ધર્મનું શ્રદ્ધાન પામી આત્માનાં અદ્ભુત સુખને અનુભવે એવી કલ્યાણમય
૨૮૯
Page #316
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
ભાવના રમ્યા કરતી હતી. અને તે સર્વ ભાવ તથા પ્રવૃત્તિ તેઓ આજ્ઞાધીનપણે, પ્રભુની આજ્ઞામાં રહીને કરતા હતા, જેથી કર્મક્ષયની પ્રવૃત્તિ ખૂબ જોરદાર થતી જતી હતી. આ રીતનો પ્રભુની આજ્ઞારૂપી ચક્રનો ઉપયોગ તેમણે સં. ૧૯૫૦માં વધારે વિશદતાથી અને ઉગ્રતાથી કરવા માંડ્યો હતો. તેમનો અપ્રમાદ વિશેષ ફૂટ થયો અને ઘટ્ટ થઈ બળવાન બન્યો. તેમની ચિત્તસ્થિરતાનું પ્રમાણ એટલું વિશેષ વધ્યું હતું કે સંસારનાં વ્યવહારિક કાર્યો કરવાં તેમને માટે ખૂબ કઠણ બની ગયાં હતાં. થોડા કાળમાં થઈ શકે તેવાં કાર્યો કરતાં પણ ઘણો સમય વીતી જાય એવું બનવા લાગ્યું હતું, વિવાહાદિ લૌકિક પ્રસંગોમાં ભાગ લેવાનો ત્યાગ કરતા જતા હતા. તેમ છતાં જો ઉદયગત કાર્ય કરવું પડે તો તે પૂરા સમભાવથી, અકળાયા વિના, શાંત પરિણામથી કરતા હતા કે જેથી આશ્રવ તૂટતો જાય અને નિર્જરા વધતી જાય. તેઓ પોતાની સમાધિમય દશા જાળવવા સતત પુરુષાથી રહેતા હતા. આ પુરુષાર્થ અને તેનાથી ખીલતા ગુણોની સિદ્ધિ આપણને તેમની અંતરંગ દશાની સમજ આપે છે. મેળવેલી ઉચ્ચ આત્મદશાના કારણથી જે ઉદાસીનતા અને વીતરાગતા તેમનામાં ખીલ્યાં હતાં, તેનાં પ્રભાવથી તેમણે સં. ૧૯૫૧માં વેપારાદિ નો ત્યાગ કરી નિવૃત્ત થવાનું નક્કી કર્યું હતું, પરંતુ ભાગીદારોના આગ્રહ તથા દબાણને વશ થઈ તેમણે પેઢીના સલાહકાર તરીકે ચાલુ રહેવા કબૂલ્યું હતું. આ વર્ષમાં તેઓ માત્ર ઉદયાધીન પ્રવૃત્તિ કરવા જ પ્રેરાતા હતા, ઇચ્છાધીન પ્રવૃત્તિ આત્માર્થ સિવાય નહિવત્ થઈ ગઈ હતી; અર્થાત્ તેઓ શ્રી જ્ઞાનીપુરુષોએ દર્શાવેલા આજ્ઞામાર્ગે જ સતત ચાલવા, વર્તતી વ્યવહારિક ભીડમાં પણ ઉત્તમ પ્રકારે પ્રયત્નવાન રહ્યા હતા. જે રીતે રાગદ્વેષ કર્યા વિના સમપરિણામથી વર્તવાની જ્ઞાનીમહાત્માઓની આજ્ઞા તેમજ રીત છે, તે રીતે જ વર્તવા તેઓ સતત ઉદ્યમી હતા; અને ઘણા અંશે તેઓ તેમાં સફળ પણ રહ્યા હતા. આમ તેઓ વધુમાં વધુ શક્ય થાય તેટલો આશ્રવ તોડી, સંવર તથા નિર્જરાનું આરાધન કરતા હતા. આ પુરુષાર્થ એ જ તેમના જીવનમાં ધર્મના મંગલપણાએ કર્મ પર કરેલો વિજય હતો. તેમણે સદ્ધર્મના આશ્રયે “આજ્ઞામાં વર્તી, કર્મ પર વિજય મેળવી, ઉપાધિકાળને નવાં કર્મોની વણઝાર ખડી કર્યા વિના પૂરો કર્યો, તેમાં ધર્મનાં
૨૯૦
Page #317
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
મંગલપણાનું જ્વલંત અસ્તિત્વ આપણને જોવા મળે છે. અને ત્યાં તેમનાં જીવનનો ત્રીજો તબક્કો પૂરો થાય છે.
ચોથો તબક્કો : સં.૧૯૫ર થી સં.૧૯૫૭ – કેવળ લગભગ ભૂમિકા વિ. સં. ૧૯૪૮ થી ૧૯૫૧ સુધીના ગાળામાં કૃપાળુદેવે ઉપાધિનો તથા પ્રવૃત્તિનો પ્રબળ ઉદય વેદ્યો હતો; આવા વિપરીત ઉદયકાળમાં આત્માર્થ ચૂકી ન જવાય તે માટે તેમણે સતત કાળજી રાખી હતી. તે સમય દરમ્યાન તેમણે જ્ઞાની મહાત્માઓનાં ચરિત્રોનું અવલોકન કરી, તેમણે ચિંધેલા માર્ગે ચાલવાની અર્થાત્ તેમની આજ્ઞામાં જ રહીને પ્રવૃત્તિ કરવાની સતત ટેવ પાડી હતી. આ આજ્ઞારૂપી સુદર્શન ચક્ર તેમના આત્માને આશ્રવથી બચાવી, સંવર તથા નિર્જરાની નિશ્રામાં મૂકતું હતું. તેમનાં લક્ષ તથા સ્મરણ હતાં ‘આણાએ ધમ્મો, આણાએ તવો.', તેનાં ફળરૂપે તેમને ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ તથા શૌચ ગુણોની વર્ધમાનતા થતી ગઈ. અને આત્મારૂપી સરોવરમાં, ભક્તિરૂપી કમળને ખીલવી, ચારિત્રરૂપ કોમળ સુગંધ ફેલાવતાં ફેલાવતાં, આજ્ઞારૂપી લહેરથી કમળને પલ્લવિત કરી, ધ્યાનરૂપી તપનાં આરાધનથી, તેમણે ઘાતકર્મોને ઘણા મોટા પ્રમાણમાં બાળી નાખ્યાં હતાં.
વિ. સં. ૧૯૫રથી પ્રવૃત્તિનો બળવાન ઉદય નબળો પડયો હતો. તેમને માનસિક દબાણમાં પણ ઘણી રાહત થઈ હતી, અને આ વર્ષનો મોટોભાગ તેઓ આત્માનું આરાધન કરવા માટે મુંબઈની બહાર ગુજરાતમાં નિવૃત્તિક્ષેત્રોમાં રહ્યા હતા. તે દ્વારા પ્રવૃત્તિથી લાગેલી પછડાટને વિશ્રાંતિ આપવાનો તેમણે પ્રયત્ન કર્યો હતો. તેઓ રાળજ, કાવિઠા, વસો વગેરે સ્થળોમાં રહી ત્યાગી જેવું જીવન જીવતા હતા; તે સ્થિતિમાં અનેક મુમુક્ષુઓ સાક્ષી હતા. આ મુમુક્ષુઓએ પોતાને થયેલો તેમનો ત્યાગી તરીકેનો પરિચય અર્ધશતાબ્દિ સ્મારક ગ્રંથ” તથા “શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળામાં વર્ણવ્યો છે. આંતરિક અસંગતા સાથે સુસંગત થાય તેવા બાહ્ય અસંગતા પ્રાપ્ત કરવાના પ્રયત્નો તેમણે ચાલુ કરી દીધા હતા. સૂવા માટે તેઓ ગાદલું રાખતા નહિ; ડાંસ, મચ્છર, માખી આદિના ઉપદ્રવો શાંતિથી સહન કરતા હતા, અને બીજા અનેક કુદરતી પરિષદો પણ સહેતા
૨૯૧
Page #318
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
હતા. અર્ધરાત્રિએ ઊઠીને જંગલમાં જઈને તેઓ ધ્યાનમાં બેસતા, ખોરાકમાં પણ તેઓ ઘણી સાદાઈ રાખતા હતા. અમુક વખતે તેઓ માત્ર બાફેલાં શાકભાજી જ લેતા, તો અમુક સમયે માત્ર બે રૂપિયાભાર લોટની રોટલી અને થોડું દૂધ એટલું જ આખા દિવસના ખોરાક તરીકે ઉપયોગમાં લેતા હતા. બીજી વખત દૂધ કે બીજું કંઈ લેતા નહિ. કેટલીક વાર માત્ર ઘી તથા દૂધમાં બનાવેલી રસોઈનો દિવસમાં એક જ વખત વપરાશ કરતા. વસ્ત્રો પણ તેઓ ઘણા ઓછા વાપરતા. આમ દ્રવ્યથી ખૂબ સંયમી રહેવાના દેઢ પ્રયાસો આ વર્ષમાં તેમણે આદર્યા હતા.
દિવસનો ઘણોખરો ભાગ તેઓ ગ્રંથવાંચનમાં તથા મનન કરવામાં પસાર કરતા હતા, દિવસનો કેટલોક સમય તેઓ શ્રી સૌભાગભાઈ, અંબાલાલભાઈ, લલ્લુજી મહારાજ વગેરે મુનિઓ તથા અન્ય મુમુક્ષુઓ સાથે સત્સંગમાં રહેતા હતા. તે સમયે તેઓ સર્વને કૃપાળુદેવ તરફથી અપૂર્વ બોધ મળતો હતો, તેવા ઉલ્લેખો આપણને મળે છે. એક વખતે તેઓ આ વર્ષમાં એકાંતમાં બેસી કંઈક મોટેથી બોલતા હતા; તેઓ શું બોલે છે તે જાણવાની જિજ્ઞાસા શ્રી દેવકરણજી મુનિને થઈ, કારણ કે તે વખતની કૃપાળુદેવની મુદ્રા તેમને પરમ શાંતિવાળી અને કષાયરહિત જણાતી હતી, તે સાથે તેમનાં મુખ પર કોઈ અલૌકિક પ્રસન્નતા છવાયેલી દેખાતી હતી. નજીકમાં જઈ મુનિએ સાંભળવા પ્રયત્ન કર્યો તો તેમના સાંભળવામાં આવ્યું કે કૃપાળુદેવ પોતે પોતાને સંબોધીને કહી રહ્યા હતા કે, -
“અડતાલીસની સાલમાં રાળજ બિરાજ્યા હતા તે મહાત્મા શાંત અને શીતળ હતા. હાલ સાલમાં (સં.૧૯પરમાં) વસો ક્ષેત્રે વર્તતા મહાત્મા પરમ અદ્ભુત યોગીંદ્ર પરમ સમાધિમાં રહેતા હતા, અને આ વનક્ષેત્રે વર્તતા પરમાત્મા પણ અભુત યોગીંદ્ર પરમ શાંત બિરાજે છે.” (શ્રી. રાજચંદ્ર જીવનકળા પૃ. ૨૩૧).
આ વચનો શ્રી દેવકરણ મુનિએ પ્રભુશ્રીને ઉલ્લાસપૂર્વક લખ્યાં હતાં, અને તે પછી શ્રીમદ્ તરફથી થયેલા બોધથી પોતાને પ્રગટેલો ઉલ્લાસ પણ તેમણે તેમાં વર્ણવ્યો
૨૯૨
Page #319
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
હતો. આમ સર્વસંગપરિત્યાગ કરવાની પૂર્વ તૈયારી રૂપ કડક સંયમ પાળવાની શરૂઆત તેમણે સં. ૧૯પરમાં કરી હતી. આ તેમનું પરમાર્થ માર્ગમાં ભરેલું એક નવું પગલું હતું. તેની મસ્તી પણ તેમાં હતી.
“જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઇચ્છા કે સ્પૃહા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઇચ્છા પણ નિવૃત્ત થઈ છે, તેને હે નાથ! તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનો હતો? હે કૃપાળુ! તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે, ત્યાં હવે તો લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ અને એ જ અમારો પરમાનંદ છે .. ઓ દુષમકાળના દુર્ભાગી જીવો! ભૂતકાળની ભ્રમણાને છોડીને વર્તમાન વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો. એટલે તમારું શ્રેય જ છે. સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઇચ્છતા પરમાર્થપ્રેમી જિજ્ઞાસુ જીવોની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃતસાગર છીએ. મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ .... આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામરૂપ અને બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ; કેમકે અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ. આ અંતર અનુભવ પરમાત્મપણાની માન્યતાના અભિમાનથી ઉભવેલો લખ્યો નથી, પણ કર્મબંધનથી દુઃખી થતા જગતના જીવોની પરમ કારુણ્યવૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા એ જ આ હૃદયચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે.” (ચૈત્ર સુદ ૧૩, ૧૯૫૨. આંક ૬૮૦)
આ અંગત લખાણમાં તેમણે પોતાના હૃદયનો ચિતાર ખૂબ જ પ્રમાણિકપણે વ્યક્ત કર્યો જણાય છે, તેમાં તેમણે પોતાને પ્રાપ્ત થયેલું પરમાત્મપણું બતાવ્યું છે, અને તે બતાવવાનું કારણ અભિમાન નહિ પણ જગતના જીવો પ્રત્યેની પરમ કારુણ્યવૃત્તિ છે, એ પણ સ્પષ્ટ કર્યું છે. જો જીવોને તેમની સમર્થતાનો ખ્યાલ આવે અને તેમની માંગણી થાય તો કલ્યાણનો માર્ગ તેઓ તેમને બતાવી શકે, એ હેતુ સ્પષ્ટ કર્યો છે. આ બધાં વચનોનું ઊંડાણથી મનન કરતાં સમજાય છે કે પરમાર્થની સર્વોત્તમ પદવી
૨૯૩
Page #320
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
“તીર્થકર પદ” મેળવવા માટેનું નામકર્મ નિકાચીત કર્યા પછી જીવને જે જાતના ભાવ વર્તતા હોય તેવું આ ચિત્રણ છે. અને એ પરથી આપણે જરૂર અનુમાન પર આવી શકીએ કે આ લખાણ લખતાં પહેલાં, પૂર્વે જેનો નિર્દેશ તેમના દ્વારા અનેકવાર થયો છે તે તીર્થકર નામકર્મ નિકાચીત થયું હોવું જોઇએ. સહુ જીવોનું કલ્યાણ કરવાની તેમની આ ભાવના થોડા સમયમાં પૂરી થાય એમ તેમને લાગતું નથી, તેથી એ વિશે તેમણે પ્રભુને હૃદયપૂર્વક પ્રાર્થના કરી છે કે, –
“હે નાથ! કાં ધર્મોન્નતિ કરવારૂપ ઇચ્છા સહજપણે સમાવેશ પામે તેમ થાઓ; કાં તો તે ઇચ્છા અવશ્ય કાર્યરૂપ થાઓ. કાર્યરૂપ થવી બહુ દુષ્કર દેખાય છે.” (ભાદરવા ૧૯૫૨. આંક ૭૦૯)
આ પ્રકારે ધર્મોન્નતિ કરવાની તેમની ભાવના, તે વિશેની તેમની વિચારણા આપણને તેમની હસ્તનોંધમાં પણ જોવા મળે છે –
પરાનુગ્રહ પરમ કારુણ્યવૃત્તિ કરતાં પણ પ્રથમ ચૈતન્ય જિનપ્રતિમા થા. ચૈતન્ય જિનપ્રતિમા થા. તેવો કાળ છે?
તે વિશે નિર્વિકલ્પ થા. તેવો ક્ષેત્રયોગ છે?
ગવેષ. તેવું પરાક્રમ છે?
અપ્રમત્ત શુરવીર થા. તેટલું આયુષ્યબળ છે?
શું લખવું? શું કહેવું? અંતર્મુખ ઉપયોગ કરીને જો .” (હસ્તનોંધ ૨. આંક ૧૮) તેમને પોતામાં ધર્મોન્નતિ કરવા માટેની બીજી બધી યોગ્યતા જણાતી હોવા છતાં આયુષ્ય પૂરતું ન હોય તેવી સંભાવના લાગતી હતી, અને તે વિશેનો અંદેશો તેમણે અહીં વ્યક્ત કર્યો છે. અને ધર્મની પ્રભાવના શરૂ કરતાં પહેલાં અડોલ જિનસ્વરૂપ મેળવવાની વૃત્તિ કરી છે, જે તેમનાં ભાવિ પદનાં અનુસંધાન પ્રતિ આપણને દોરી જાય છે.
૨૯૪
Page #321
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
વિ. સં. ૧૯૫૨માં તેમનો ઉપાધિયોગ હળવો થયો હતો, તેમની આત્મદશા વધી હતી, તેનો નિર્દેશ આપણને તે સમયની તેમની પત્રધારાથી મળે છે. આગળના વર્ષો કરતાં આ વર્ષમાં પત્રો વધારે લખાયા જણાય છે, એટલું જ નહિ પણ આ વર્ષના પત્રોમાં જ્ઞાનચર્ચા વધારે જોવા મળે છે. સૌભાગભાઈ, પ્રભુશ્રી આદિ જનોએ પૂછાવેલા જ્ઞાનપ્રશ્નોના ઉત્તરો આ પત્રોમાં જોવા મળે છે. જૈન ધર્મને લગતા કેટલાક પ્રશ્નોની છણાવટ, અમુક કોયડા વિશેની ઊંડી વિચારણા, આદિ પણ જોવા મળે છે. તે પરથી આપણને લક્ષ થાય છે કે તેમની વીતરાગમાર્ગની સમજણ કેટલી ઊંડી અને દઢ બની હતી. આ પત્રોમાં અંગત સંજોગોને લગતી વિચારણા, તેના ઉલ્લેખો ભાગ્યે જ જોવા મળે છે. વધારે તો સિદ્ધાંત ચર્ચા અને ઉપદેશ જેવું લખાણ આ પત્રોમાં રહેલું દેખાય છે. એ બતાવે છે કે તેઓ અંગત ગમા અણગમાની લાગણીથી ઘણા અંશે પર થયા હતા, જે કંઈ ઉદયાનુસાર થાય તેને સહજભાવથી તેઓ સ્વીકારી લેતા હતા, અને જે થોડું અવશેષરૂપે બાકી હોય તે તેમના અંતરમાં સમાઈ જતું હતું. આમ છતાં ક્યારેક જ અંગતસ્થિતિ સૂચવનાર લખાણ તેમના આ વર્ષના પત્રોમાં વાંચવા મળે છે. આવા એક પત્રમાં તેમણે શ્રી અંબાલાલભાઈને સં. ૧૯પરના ભાદરવા માસમાં લખ્યું હતું કે, –
“જૈનદર્શનની રીતિએ જોતાં સમ્યક્દર્શન અને વેદાંતની રીતિએ જોતાં કેવળજ્ઞાન અમને સંભવે છે ... વળી વર્તમાનમાં તે જ્ઞાનનો તેણે જ નિષેધ કર્યો છે. જેથી તત્સંબંધી પ્રયત્ન કરવું પણ સફળ ન દેખાય. જૈન પ્રસંગમાં અમારો વધારે નિવાસ થયો છે તો કોઈ પણ પ્રકારે તે માર્ગનો ઉધ્ધાર અમ જેવાને દ્વારે વિશેષ કરીને થઈ શકે, કેમકે તેનું સ્વરૂપ વિશેષ કરીને સમજાયું હોય એ આદિ .... વેદોક્ત માર્ગમાં . સાધારણ રીતે કોઈ કોઈ આચાર્ય અથવા તે માર્ગના જાણ સારા પુરુષો એમ ને એમ થયા કરે છે, અને જૈનમાર્ગમાં ઘણાં વર્ષ થયાં તેવુ બન્યું દેખાતું નથી ... તેથી ચિત્તમાં એમ આવ્યા કરે છે કે જો તે માર્ગ વધારે પ્રચાર પામે તો તેમ કરવું, નહીં તો તેમાં વર્તતી પ્રજાને મૂળ લક્ષપણે દોરવી. આ કામ ઘણું વિકટ છે. વળી
૨૯૫
Page #322
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
જૈનમાર્ગ પોતે જ સમજવો તથા સમજાવવો કઠણ છે . તેની સાથે એમ પણ રહે છે કે જો આ કાર્ય આ કાળમાં અમારાથી કંઈ પણ બને તો બની શકે; નહીં તો હાલ તો મૂળમાર્ગ સન્મુખ થવા માટે બીજાનું પ્રયત્ન કામ આવે તેવું દેખાતું નથી. ઘણું કરીને મૂળમાર્ગ બીજાનાં લક્ષમાં નથી, તેમ તે હેતુ દૃષ્ટાંતે ઉપદેશવામાં પરમશ્રુત આદિ ગુણો જોઇએ છે, તેમજ અંતરંગ કેટલાક ગુણો જોઇએ છે, તે અત્ર છે એવું દેઢ ભાસે છે.” “એ રીતે જો મૂળમાર્ગ પ્રગટતામાં આણવો હોય તો પ્રગટ કરનારે સર્વસંગપરિત્યાગ કરવો યોગ્ય; કેમકે તેથી ખરેખરો સમર્થ ઉપકાર થવાનો વખત આવે. વર્તમાન દશા જોતાં, સત્તાનાં કર્મો પર દૃષ્ટિ દેતાં કેટલાક વખત પછી તે ઉદયમાં આવવો સંભવે છે. અમને સહજસ્વરૂપ જ્ઞાન છે, જેથી યોગસાધનની એટલી અપેક્ષા નહિ હોવાથી તેમાં પ્રવૃત્તિ કરી નથી, તેમ તે સર્વસંગપરિત્યાગમાં અથવા વિશુદ્ધ દેશપરિત્યાગમાં સાધવા યોગ્ય છે. એથી લોકોને ઘણો ઉપકાર થાય છે, જો કે વાસ્તવિક ઉપકારનું કારણ તો આત્મજ્ઞાન વિના બીજું કોઈ નથી.” “હાલ બે વર્ષ સુધી તો યોગસાધન વિશેષ કરી ઉદયમાં આવે તેમ દેખાતું નથી. તેથી ત્યાગ પછીની કલ્પના કરાય છે .... નાની વયે માર્ગનો ઉદ્ધાર કરવા સંબંધી જિજ્ઞાસા વર્તતી હતી, ત્યાર પછી જ્ઞાનદશા આવ્ય, ક્રમે કરીને તે ઉપશમ જેવી થઇ; પણ કોઈ કોઈ લોકો પરિચયમાં આવેલા, તેમને કેટલીક વિશેષતા ભાસવાથી કંઈક મૂળમાર્ગ પર લક્ષ આવેલો, અને આ બાજુ તો સેંકડો અથવા હજારો માણસો પ્રસંગમાં આવેલા, ... એ પરથી એમ જોવામાં આવ્યું કે લોકો તરવાના કામી વિશેષ છે, પણ તેમને તેવો યોગ બાઝતો નથી. જો ખરેખર ઉપદેશક પુરુષનો જોગ બને તો ઘણા જીવ મૂળમાર્ગ પામે તેવું છે, અને દયા આદિનો વિશેષ ઉદ્યોત થાય એવું છે. એમ દેખાવાથી કંઈક ચિત્તમાં આવે છે કે આ કાર્ય કોઈ કરે તો ઘણું સારું, પણ દષ્ટિ કરતાં તેવો પુરુષ ધ્યાનમાં આવતો નથી, એટલે કંઇક લખનાર
૨૯૬
Page #323
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
પ્રત્યે જ દૃષ્ટિ આવે છે, પણ લખનારનો જન્મથી લક્ષ એવો છે કે એ જેવું એક્કે જોખમવાળું પદ નથી, અને પોતાની તે કાર્યની યથાયોગ્યતા
જ્યાં સુધી ન વર્તે ત્યાં સુધી તેની ઇચ્છામાત્ર પણ ન કરવી, અને ઘણું કરીને હજુ સુધી તેમ વર્તવામાં આવ્યું છે. માર્ગનું કંઈ પણ સ્વરૂપ કંઇકને સમજાવ્યું છે, તથાપિ કોઇને એક વ્રતપચ્ચખાણ આપ્યું નથી, અથવા તમે મારા શિષ્ય છો, અને અમે ગુરુ છીએ એવો ઘણું કરીને પ્રકાર દર્શિત થયો નથી. કહેવાનો હેતુ એવો છે કે સર્વસંગપરિત્યાગ થયે તે કાર્યની પ્રવૃત્તિ સહજસ્વભાવે ઉદયમાં આવે તે કરવી એવી માત્ર કલ્પના છે. તેનો ખરેખરો આગ્રહ નથી, માત્ર અનુકંપાદિ તથા જ્ઞાનપ્રભાવ વર્તે છે તેથી ક્યારેક તે વૃત્તિ ઊઠે છે, અથવા અલ્પાંશે અંગમાં તે વૃત્તિ છે, તથાપિ તે સ્વવશ છે. અમે ધારીએ છીએ તેમ સર્વસંગપરિત્યાગાદિ થાય તો હજારો માણસ મૂળમાર્ગને પામે, અને હજારો માણસ તે સન્માર્ગને આરાધી સગતિને પામે એમ અમારાથી થવું સંભવે છે. અમારા સંગમાં ત્યાગ કરવાને ઘણા જીવને વૃત્તિ થાય એવો અંગમાં ત્યાગ છે. ધર્મ સ્થાપવાનું માન મોટું છે; તેની સ્પૃહાથી પણ વખતે આવી વૃત્તિ રહે, પણ આત્માને ઘણીવાર તાવી જોતાં તે સંભવ હવેની દશામાં ઓછો જ દેખાય છે, અને કંઇક સત્તાગત રહ્યો હશે તો ક્ષીણ થશે એમ અવશ્ય ભાસે છે, કેમકે યથાયોગ્યતા વિના, દેહ છૂટી જાય તેવી દઢ કલ્પના હોય તો પણ, માર્ગ ઉપદેશવો નહિ, એમ આત્મનિશ્ચય નિત્ય વર્તે છે. એક એ બળવાન કારણથી પરિગ્રહાદિ ત્યાગ કરવાનો વિચાર રહ્યા કરે છે. મારા મનમાં એમ રહે છે કે વેદોક્ત ધર્મ પ્રકાશવો અથવા સ્થાપવો હોય તો મારી દશા યથાયોગ્ય છે. પણ જિનોક્ત ધર્મ સ્થાપવો હોય તો હજુ તેટલી યોગ્યતા નથી, તો પણ વિશેષ યોગ્યતા છે, એમ લાગે છે.” (ભાદરવો ૧૯પર. આંક ૭૦૮).
આ સુદીર્ઘ અવતરણના અભ્યાસથી કૃપાળુદેવની આંતરદશા આપણને બરાબર સમજાય છે. તેમની વીતરાગતા, અસંગપણું, માર્ગ પ્રકાશવાની ઉત્કંઠા, છતાં પાત્રતા
૨૯૭
Page #324
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
વિના કાર્ય ન કરવાની દૃઢતા વગેરે જોવા મળે છે. પોતાના વિચારોનું તથા ભાવોનું જે રીતે તેમણે પૃથક્કરણ કર્યું છે તે વિશે ઊંડાણથી સમજીએ તો આપણે એ જ અનુમાન પર જઈએ કે તેમના જે ઉત્તમ ભાવિપદની સંભાવના ૬૮૦ આંકનાં વચનોથી જણાઈ હતી, તેને જ આ બધાં વચનો પુષ્ટિ આપી સમૃદ્ધ કરે છે. જેનાં હૃદયમાં કલ્યાણભાવની ઉત્કૃષ્ટતા વર્તતી ન હોય તે આ પ્રકારે સંયમસિદ્ધિ લાવી શકે નહિ. તેમને યોગ્ય માર્ગદર્શક થવા માટે સર્વસંગ પરિત્યાગ કરવો હતો કેમકે અંતરંગ યોગ્યતા તો હતી જ, પણ બાહ્યની યોગ્યતા પણ એમને એટલી જ જરૂરી લાગી હતી. માર્ગ પ્રકાશક થવા પાછળ કોઈ માનભાવનો આશય હરગીજ ન હતો, પણ જનકલ્યાણ કરવાની મુખ્યતા હતી તે વિશે અનેક અપેક્ષાએ વિચાર કરી તેમણે સ્પષ્ટતા કરી હતી. તેમની આ દશા અને ભાવનાને છાજે તેવી ઉત્તમ કૃતિઓ આ વર્ષના અંતભાગમાં તેમણે રચી હતી. “મૂળમાર્ગ રહસ્ય’ અને ‘આત્મસિદ્ધિ' જેવી અનુપમ કૃતિનો ફાલ આપણને તેમના વિપુલ જ્ઞાનનો અને ઉચ્ચ આત્મદશાનો સબળ પુરાવો આપે છે. આત્માની અલૌકિક અનુભૂતિ વિના આવી ઉત્તમ તત્ત્વરિત રચના કદી પણ અવતરી શકે નહિ એ સુવિદિત છે.
વિ. સં. ૧૯૫૩માં તેમની પત્રધારાનો પ્રવાહ ઘણો ઘટી જાય છે, તેમ છતાં કેટલીક સાહિત્યિક કૃતિઓનું સર્જન કરવાનું તેમનું વલણ આપણને સ્પષ્ટપણે જોવા મળે છે. તેમની આત્મચિંતનની ગહનતા તથા આત્મનિમગ્નતાને કારણે જે વીતરાગતા અને અસંગતા તેમનામાં આવિષ્કાર પામ્યાં હતાં, તેનાં કારણથી આ વર્ષમાં તેમનાથી પત્રો ઘણા ઓછા લખાયા છે, પરંતુ જે લખાયા છે તે મુખ્યતાએ જૈનદર્શનની તત્ત્વવિચારણાને લગતા છે. કૃતિઓનાં સર્જનમાં પણ જૈનદર્શન અગ્રસ્થાન ધરાવે છે. જે મોક્ષમાર્ગ પ્રકાશવાની ઇચ્છા તેમણે સેવી હતી, તેની વિચારણારૂપ ર્જનમાર્ગ વિવેક', “મોક્ષ સિદ્ધાંત', ‘દ્રવ્ય પ્રકાશ', ‘આનંદઘન ચોવીશી'નાં કેટલાંક પદોનું વિવેચન, આચાર્ય કુંદકુંદ રચિત “પંચાસ્તિકાય'નો અનુવાદ વગેરે જૈનદર્શનની મહત્તાદર્શક કૃતિઓ આપણને પૂર્ણ કે અપૂર્ણ સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. અન્ય દર્શનો વિશે ખાસ કોઈ લખાણ, મહત્ત્વપૂર્ણ લખાણ મળતું નથી. આ ઉપરાંત “પંથ પરમપદ
૨૯૮
Page #325
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
બોધ્યો’ અને ‘અપૂર્વ અવસર’ જેવી સર્વોત્તમ કૃત્તિની રચના પણ આ જ વર્ષમાં તેમણે કરી હતી.
અપૂર્વ અવસર એ તેમની અંતરંગ દશા તથા અભિલાષા દર્શાવતું, જૈન પરિપાટી અનુસાર રચાયેલું અનુપમ કાવ્ય છે. તેમાં બાહ્યથી તેમજ અંતરંગથી નિર્ગથ થઈ, ઉપસ્થિત થતા સર્વ પરિષહો તથા ઉપસર્ગોને સમભાવે સહીને, તથા ઉત્તમ અને ઉગ્ર તપશ્ચર્યા કરીને કર્મ નિર્જરા પૂર્ણ કરી “મોક્ષપદ પામવાનો તેમનો અભિલાષ વ્યક્ત થયો છે. જીવ એક પછી એક ગુણસ્થાન કેવા ક્રમથી ચડતો જાય છે તેનું ક્રમિક વર્ણન તેમાં થયું છે. આ કાવ્યમાં ભૂતકાળ અને ભવિષ્યકાળ એમ બે વિભાગ છે. અને એના થકી કૃપાળુદેવનાં અતીત તથા અનાગત જીવન વિશેની જાણકારી આપણને મળે છે. તેમની વર્તમાન દશા સાથે, ભાવિમાં પરમપદની પ્રાપ્તિ ક્યા માર્ગથી કરવા તેમણે ધારી છે તેનું ક્રમિક વર્ણન આ પદમાં ખૂબ જ વિશદતા સાથે થયેલું છે. આ કાવ્યના આધારે આપણને સં. ૧૯૫૩ની તેમની ઉચ્ચ આત્મદશાનો પરિચય થાય છે.
આ વર્ષમાં તેમણે લખેલા પત્રો વાંચતા તેમની બીજી એક વિશેષતા નજરે તરે છે. આ પત્રોમાં પોતાનાં અંગત સ્થિતિસૂચક વચનો ભાગ્યે જ જોવા મળે છે. જે મળે છે તે તેમની તટસ્થ દશાનું ચિત્રણ છે. તેઓ કેવી સ્થિતપ્રજ્ઞની દશાએ પહોંચ્યા હતા તેનો ચિતાર આપણને આ પત્રો દ્વારા મળી રહે છે. તેઓ સંસારમાં અનુભવવા પડતા પ્રસંગોના પ્રત્યાઘાતોથી કેટલા અંશે પર થઈ ગયા હતા તેનો અંદાજ આપણને આ પત્રો આપી શકે છે. મુમુક્ષુ જનોએ નોંધેલા તેમના પરિચય પ્રસંગો પણ તેમને વર્તતી સ્થિતપ્રજ્ઞ દશાની સ્પષ્ટ છાપ ઊભી કરે છે, અને એ જ છાપ તેમનાં એ વખતનાં વાણી વર્તન આપણા પર ઘેરી કરે છે, એ હકીકત છે.
તેમનાં આવાં સ્થિતપ્રજ્ઞપણાની તથા અસંગપણાની સાક્ષી પૂરે એવો એક પ્રસંગ સં. ૧૯૫૩માં બની ગયો. આ વર્ષના જેઠ વદ દશમના રોજ તેમના પરમાર્થ સખા, પરમ વિશ્રામરૂપ સૌભાગભાઈનો સમાધિપૂર્વક દેહત્યાગ થયો. આ સમાચાર જાણ્યા પછી પણ તેમણે જે સ્થિરતા અને ધીરજ જાળવ્યાં હતાં, તે સમાચારને સહજપણે
૨૯૯
Page #326
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
અવધાર્યા હતા, અને તેમનાં કુટુંબીજનોને તથા મુમુક્ષુજનોને જે સર્બોધ આપ્યો હતો તે આજે પણ મનનીય છે, અને તેમની સ્થિતપ્રજ્ઞતાની સાક્ષી આપનાર છે. તેમનો આત્મા એવી અસંગદશા સુધી પહોંચ્યો હતો કે પરમાર્થના વિશ્રામના દુ:ખને પણ તેઓ ખૂબ સહેલાઈથી પચાવી શક્યા હતા. શ્રી જૂઠાભાઈના અવસાન વખતે સં. ૧૯૪૬માં પોતાને થયેલા અકથ્ય ખેદના ઉદ્ગારો તેમણે વ્યક્ત કર્યા હતા, તેમાંનો કોઈ પણ પ્રકારનો ખેદ કે આર્ત પરિણામના ઉદ્ગારો શ્રી સૌભાગભાઈના વિયોગ વખતે જોવા મળતા નથી, બલ્ક આવા પ્રસંગે સહુને ધીરજરૂપ થાય, બળવાન પ્રેરણા આપનાર થાય તેવા બોધવચનોથી ભરેલા, તત્ત્વસભર પત્રો તેમણે લખ્યા હતા. સૌભાગભાઈના ગુણો સંભાર્યા છે, તે અવધારવા અનુરોધ કર્યા છે પણ વિયોગનો ખેદ પ્રદર્શિત કર્યો નથી. અને વાસ્તવિકતા તપાસીએ તો, તેમને શ્રી જૂઠાભાઈ કરતાં શ્રી સૌભાગભાઈ સાથે લાંબા ગાળાનો, ઊંચા પ્રકારનો અને ઘનિષ્ટ સંબંધ હતો; તેને લીધે સૌભાગભાઈના વિયોગની વેદના વિશેષ કઠણ હોવી જોઇએ, પણ તેમ થયું નહોતું. આમ થવામાં તેમની અંતરંગ ઉચ્ચ આત્મદશા બળવાન કારણરૂપ હતી, તેમ આપણને લાગ્યા વિના રહેતું નથી. સૌભાગભાઈના વિયોગ માટે લખાયેલા આશ્વાસન પત્રો તેના ઉત્તમ ઉદાહરણરૂપ છે.
“આર્ય શ્રી સોભાગે જેઠ વદ ૧૦, ગુરુવારે સવારે દશ ને પચાસ મિનિટે દેહ મૂક્યાના સમાચાર વાંચી ઘણો ખેદ થયો છે ... જીવને દેહનો સંબંધ એ જ રીતે છે. તેમ છતાં પણ અનાદિથી તે દેહને ત્યાગતાં જીવ ખેદ પામ્યા કરે છે. અને તેમાં દઢ મોહથી એકપણાની પેઠે વર્તે છે; જન્મમરણાદિ સંસારનું મુખ્ય બીજ એ જ છે. શ્રી સૌભાગે તેવા દેહને ત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, એમાં સંશય નથી.” “વડીલપણાથી તથા તેમના તમારા પ્રત્યે ઘણા ઉપકાર હોવાથી, તેમજ તેમના ગુણોના અભુતપણાથી તેમનો વિયોગ તમને વધારે ખેદકારક થયો છે. તેમનો તમારા પ્રત્યેના સંસારી વડીલપણાનો ખેદ વિસ્મરણ કરી,
૩૦
Page #327
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
તેમણે તમારા સર્વ પ્રત્યે જે પરમ ઉપકાર કર્યો હોય તથા તેમના ગુણોનું જે જે અભુતપણું તમને ભાસ્યું હોય તેને વારંવાર સંભારી, તેવા પુરુષનો વિયોગ થયો તેનો અંતરમાં ખેદ રાખી તેમણે આરાધવા યોગ્ય જે જે વચનો અને ગુણો કહ્યાં હોય તેનું સ્મરણ આણી તેમાં આત્માને પ્રેરવો, એમ તમો સર્વે પ્રત્યે વિનંતિ છે ....” “મોહે કરીને જે સમયે ખેદ થાય તે સમયે પણ તેમના ગુણોનું અદ્ભુતપણું
સ્મરણમાં આણી મોહથી થતો ખેદ શમાવીને ગુણોના અભુતપણાનો વિરહ થયો તે પ્રકારમાં તે ખેદ પ્રવર્તાવવો યોગ્ય છે. આ ક્ષેત્રે આ કાળમાં શ્રી સોભાગ જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે. ધીરજથી સર્વેએ ખેદ શમાવવો; અને તેમના અદ્ભુત ગુણોનો અને ઉપકારી વચનોનો આશ્રય કરવો યોગ્ય છે ....” “સંસારનું સ્વરૂપ સ્પષ્ટ જેણે જાણ્યું છે તેને તે સંસારના પદાર્થની પ્રાપ્તિથી કે અપ્રાપ્તિથી હર્ષશોક થવા યોગ્ય નથી, તો પણ એમ જણાય છે કે સપુરુષના સમાગમની પ્રાપ્તિથી કંઈ પણ હર્ષ અને તેમના વિયોગથી કંઈ પણ ખેદ અમુક ગુણસ્થાન સુધી તેમને પણ થવા યોગ્ય છે .. શ્રી સોભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે ઉપકારતા આદિ ગુણો વારંવાર વિચારવા યોગ્ય છે.” (જેઠ વદ ૧૨, ૧૯૫૩. આંક ૭૮૨) “શ્રી સોભાગની મુમુક્ષુ દશા તથા જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો તેનો અદ્ભુત નિશ્ચય વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે .. પ્રત્યક્ષ સત્પરુષના સમાગમ અને તે આશ્રયમાં વિચરતા મુમુક્ષુઓને મોક્ષસંબંધી બધાં સાધનો અલ્પ પ્રયાસે, અને અલ્પ કાળે પ્રાયે (ઘણું કરીને) સિદ્ધ થાય છે; પણ તે સમાગમનો યોગ પામવો દુર્લભ છે. તે જ સમાગમના યોગમાં મુમુક્ષુ જીવનું નિરંતર ચિત્ત વર્તે છે.” (અષાડ સુદ ૪, ૧૯૫૩. આંક ૭૮૩)
૩૦૧
Page #328
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
આર્ય સોભાગની અંતરંગ દશા અને દેહમુક્ત સમયની દશા, હે મુનિઓ! તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે.” (અષાડ વદ ૧, ૧૯૫૩. આંક ૭૮૬)
આવા આઘાત પ્રત્યાઘાતના બળવાન પ્રસંગોમાં પણ કૃપાળુદેવ પોતાની આત્મસ્થિરતા જાળવી શક્યા છે, તે ઉપરનાં વચનો જોતાં સહેજે સિદ્ધ થાય છે. આવી આત્મસ્થિરતા જાળવવી એ અંતરંગ વીતરાગતાની સહાયતા વગર શક્ય નથી, એ સુવિદિત છે. પોતે તટસ્થ રહી, કર્તવ્ય તરફ અંગુલી નિર્દેશ કરી સૌભાગભાઈના કુટુંબીજનો અને મુમુક્ષુજનોને સન્માર્ગમાં રહેવા, ભવ્ય પુરુષાર્થ કરી આત્મશુદ્ધિ કરવા જે દોરવણી આપી છે તે નોંધનીય છે. ખાસ કરીને તેમનો અંતરંગ આત્મિક વિકાસ જાણવા માટે તે ખૂબ ઉપયોગી થાય તેમ છે. તેઓ જે રીતે વ્યવહારના પ્રસંગોમાં નિસ્પૃહ અને અલિપ્ત રહી આત્મશુદ્ધિકારક બોધ અને દૃષ્ટિકોણ મેળવતા ગયા, તેનાથી આપણા પર તેમણે પ્રાપ્ત કરેલાં વીતરાગતા અને નિસ્પૃહતાની છાપ સ્પષ્ટ ઊઠી આવે છે.
વિ. સં. ૧૯૫૪માં પણ પોતાને અતિપ્રિય એવી આત્મશુદ્ધિ વધારવાની પ્રવૃત્તિ તેમણે વેગવંત રાખી હતી. પોતાના અંગત ગમા અણગમાને તથા ઇચ્છા કે અનિચ્છાને તેઓ આ વર્ષમાં નહિવત્ સ્થાન આપતા હતા. તેમની મુખ્ય ઇચ્છા કર્મ માત્રથી ત્વરાથી છૂટી, સ્વરૂપસિદ્ધિ કરી, અનેકને સ્વરૂપસિદ્ધિ મેળવવામાં જલદીથી સહાય કરવાની હતી. સાથે સાથે બાહ્યસંજોગો તેમને પ્રમાણમાં વિશેષ અનુકૂળ હતા, તેથી આ વર્ષમાં મુમુક્ષુઓને પરમાર્થે યોગ્ય માર્ગદર્શન આપતા પત્રો વધારે લખાયેલા છે. આ પત્રોમાં જે તત્ત્વવિચારણા તેમણે કરી છે તે તેમની આંતરિક ઉચ્ચ આત્મદશાની અભિવ્યક્તિ કરનારી છે. તેમાં વ્યક્ત થયેલું ચિંતન ગૂઢ તથા નિશ્ચયાત્મક બનતું જોવા મળે છે. આ ચિંતન સમજવા તથા મનન કરવા અમુક ભૂમિકા હોવી, પાત્રતા હોવી જરૂરી લાગે છે. અંગત સ્થિતિસૂચક વચનોનો લગભગ અભાવ આ પત્રોમાં જણાય છે. આ વર્ષમાં તેમણે નિવૃત્તિક્ષેત્રનો વસવાટ વધાર્યો હતો, પોતાનું જીવન વિશેષ સંયમી અને કડક ત્યાગીને અનુરૂપ હોય તેવું બનાવ્યું હતું. તેમ છતાં બીજી કોઈ ખાસ
૩૦ર
Page #329
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
વિશેષતા આ વર્ષમાં ધ્યાનમાં આવતી નથી. તેમ છતાં તેમનાં નીચેનાં વચનો તેમની અંતરંગ વૃત્તિ અને પ્રવૃત્તિ પર સારો પ્રકાશ પાડે છે. સાથે સાથે સહુ માટેના પોતાના કલ્યાણભાવ ઉત્કૃષ્ટતાએ વર્તે તેવી ભાવના તથા ઇચ્છા અમુક વચનોમાં ગૂઢ રીતે વ્યક્ત થયેલી જોવા મળે છે. એમણે લખ્યું છે કે, –
“દેહથી ભિન્ન સ્વપરપ્રકાશક પરમ જ્યોતિસ્વરૂપ એવો આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજનો! અંતર્મુખ થઈ, સ્થિર થઈ, તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો .. વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે, તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્ત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે?” “પરમ ધર્મરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જેવો પરિગ્રહ તેથી હવે હું વિરામ પામવાને જ ઇચ્છું છું. અમારે પરિગ્રહને શું કરવો છે? કશું પ્રયોજન નથી.” “સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ “હે આર્યજનો! આ પરમ વાક્યનો આત્માપણે તમે અનુભવ કરો.” (જેઠ, ૧૯૫૪. આંક ૮૩૨) જેને કંઈ પ્રિય નથી, જેને કંઈ અપ્રિય નથી, જેને કોઈ શત્રુ નથી, જેને કોઈ મિત્ર નથી, જેને માન-અપમાન, લાભ-અલાભ, હર્ષ-શોક, જન્મ-મૃત્યુ આદિ વંદનો અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્યસ્વરૂપને વિશે સ્થિતિ પામ્યા છે, પામે છે અને પામશે તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે.” “દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે, તેવો આત્મા પ્રત્યે જેણે દેહનો સંબંધ યથાતથ્ય દીઠો છે, મ્યાન પ્રત્યે તરવારનો જેવો સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંધ દીઠો છે; અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે મહતુ પુરુષોને જીવન અને મરણ બંને સમાન છે.”
૩૦૩
Page #330
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
“જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધચિતિસ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈ અચિંત્ય કરે છે, તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નિજસ્વરૂપ છે, એવો નિશ્ચય જે પરમ કૃપાળુ સત્પરુષે પ્રકાશ્યો તેનો અપાર ઉપકાર છે.” “.... સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુધ્ધ ચૈતન્યસ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુધ્ધ અનુભવરૂપ હું છું. ત્યાં વિક્ષેપ શો? વિકલ્પ શો? ભય શો? ખેદ શો? બીજી અવસ્થા શી? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમ શાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજસ્વરૂપમય ઉપયોગ કરું છું. તન્મય થાઉં છું.” (જેઠ સુદ ૧, ૧૯૫૪, આંક ૮૩૩) “મારું ચિત્ત, મારી ચિત્તવૃત્તિઓ એટલી શાંત થઈ જાઓ કે કોઈ મૃગ પણ આ શરીરને જોઇ જ રહે, ભય પામી નાસી ન જાય.” “મારી ચિત્તવૃત્તિ એટલી શાંત થઈ જાઓ કે કોઈ વૃદ્ધ મૃગ જેના માથામાં ખૂજલી આવતી હોય તે આ શરીરને જડપદાર્થ જાણી પોતાનું માથું ખૂજલી મટાડવા આ શરીરને ઘસે.” (આસો ૧૯૫૪. આંક ૮૫૦)
કૃપાળુદેવને પોતાના આંતરબાહ્ય ચારિત્રને કેવું શુદ્ધ કરવું છે, આત્માને સંસારી પદાર્થો અને તે પદાર્થોના ભોગવટાથી કેવો અલિપ્ત રાખવો છે, સંસારનાં ધંધોથી મુક્ત થઈ આત્મસ્વરૂપમાં કેવા એકાકાર થવું છે તેનો અંદાજ આપણને આ વચનો તથા આ વર્ષનાં અન્ય વચનો વાંચવાથી આવતો જાય છે. તેઓએ આ વર્ષમાં જે પત્રો લખ્યા છે તે સર્વ ત્રાહિતભાવથી, પોતાપણાના અલિપ્તભાવથી લખેલા જોવા મળે છે. તત્ત્વચિંતનનો નિચોડ એમાં તેમણે સમાવ્યો છે, પરંતુ તેમાં ક્યાંય હુંપણું કે અહંપણું ડોકાતું નથી. આ ક્ષેત્રમાં આ કાળે કેવળજ્ઞાન છે કે નહિ, તેની ઝંઝટમાં પડ્યા વિના, કેવળજ્ઞાન માટે જરૂરી ચારિત્ર અને આત્મદશા ખીલવવાના પુરુષાર્થમાં તેઓ એકાકાર કે નિમગ્ન થતા જતા હતા. વર્તમાનમાં કેવળજ્ઞાનાવરણનો પૂર્ણ ક્ષય ન થઈ શકે તો પણ જેટલું શક્ય હોય તેટલું સત્તાગત જ્ઞાનાવરણને ક્ષીણ કરવામાં તેમનો આત્મા લાગી
૩૦૪
Page #331
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
પડયો હતો. જેના પરિણામે તેમનો આત્મા શુક્લધ્યાનમાં પાપકર્મની સાથે પુણ્યકર્મનો પણ એટલો જ બળવાન ખે કરવા શક્તિમાન થતો જતો હતો. તેમના આત્મામાં પૂર્ણ વીતરાગ થવાનો અભિલાષ એ રીતે વર્તતો હતો કે તેઓ શુક્લધ્યાન અને ધર્મધ્યાનની વચ્ચે જ રમતા હતા. સંસારના ભોગવટા માટેની તેમની નિસ્પૃહતા સતત વધતી જતી હતી. તેથી તેમને શુક્લધ્યાનમાંથી બહાર નીકળ્યા પછી પણ સંસારની સ્પૃહા નહિવત્ હોવાને કારણે પ્રત્યેક સંસારી પ્રવૃત્તિ મહદ્ અંશે અલિપ્તભાવથી થતી હતી. જેને લીધે ઘાતીકર્મોના બંધન ઘણાં અલ્પ તથા મંદ થાય, અઘાતી શુભ સંસારી કર્મો પણ ઘણા ઓછા બંધાય અને વિશેષ જથ્થો સર્વ જીવના કલ્યાણભાવના પરમાણુઓનો બંધાતો રહે, જે બંધ તેમના અને અન્યના આત્મિક વિકાસ માટે ઘણો જ ઉપયોગી નીવડતો જાય. આમ થવાથી તેમને શુક્લધ્યાનમાં જવાનો પ્રસંગ નાના કાળે આવે, એટલું જ નહિ તે સમય પણ ક્રમથી વધતો જાય અને શુક્લધ્યાન પણ ઊંચા ઊંચા પ્રકારનું થતું જાય. વળી, પુરુષાર્થના બળથી શુક્લધ્યાનમાં જ્યારે જાય ત્યારે પૂર્વસંચિત પાપકર્મની સાથે, સંસારી શાતાના પુણ્યકર્મ પણ બળતાં જાય, અર્થાત્ તે સર્વ પાપપુણ્ય પ્રદેશોદયથી વેદી તેમનો આત્મા તેનાથી નિવૃત્ત થતો જતો હતો; આમ તેમના આત્મપ્રદેશ પર રહેલો શાતા અશાતારૂપ કર્મસંચય ક્ષીણ થઈ, તેની જગ્યાએ સ્વપ૨ કલ્યાણક એવા પરમેષ્ટિ પરમાણુઓ આવતાં જતાં હતાં. આ જાતની પ્રક્રિયા આ વર્ષમાં વિશેષ થઈ જણાય છે, જેના થકી તેમનું કેવળજ્ઞાન નજીક નજીક આવતું ગયું હતું, તેવું અનુમાન આપણે કરી શકીએ તેમ છીએ.
અત્યાર સુધી કરેલા પુરુષાર્થના ફ્ળરૂપે સં.૧૯૫૫માં તેમણે ધારેલી નિવૃત્તિ મેળવી. તેઓ વેપારના કાર્યથી સર્વથા નિવૃત્ત થયા. અને એક સભામાં તેમણે લક્ષ્મી તથા સ્ત્રીનો ત્યાગ પણ કર્યો. આ ત્યાગનું વ્રત તેઓ પૂર્ણતાએ પાળતા હતા, તે એટલે સુધી કે રેલગાડીમાં મુસાફરી કરતી વખતે ટિકિટ જેવી વસ્તુ પણ તેઓ પોતાની પાસે રાખતા ન હતા. ઘરમાં જ રહીને પાંચ મહાવ્રતનું પાલન તેમણે શરૂ કર્યું. તેમણે માતા પાસે સર્વસંગપરિત્યાગ કરવાની અનુજ્ઞા માગી, પણ માતાએ તેવી રજા થોડા કાળ પછી આપવા જણાવ્યું હતું. જેને લીધે તેમણે બાહ્યથી ગૃહવાસ અને અંતરંગથી
૩૦૫
Page #332
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
વનવાસનું પાલન રાખ્યું હતું. આ કાળ દરમ્યાન તેઓ જુદાં જુદાં ક્ષેત્રે આત્મધ્યાનમાં અને આત્મશુદ્ધિના અભ્યાસમાં મગ્ન રહેવા લાગ્યા. આ સમયમાં તેઓ મુખ્યતાએ ઉદયાધીનપણે વર્તતા હતા. ઇચ્છાનિરોધ તપસ્વી થવાનો ભવ્ય પુરુષાર્થ તેમણે આદર્યો હતો. એમ લાગે છે કે આ જ કારણથી તેમના થકી લખાયેલા માત્ર ચાલીસ જેટલા પત્રો જ આ વર્ષમાં આપણને મળે છે. અને તેમાં પણ ભાગ્યે જ કોઈ પત્ર આઠ દશ લીટીથી વધારે લાંબો છે. આ પત્રોમાં ગ્રંથો વિશેના અભિપ્રાયો, મોક્ષમાર્ગનો નિર્દેશ આદિ પરમાર્થ માર્ગની જ વિચારણા જોવા મળે છે. આ વર્ષમાં આત્મ આરાધન અર્થે તેઓ જુદાં જુદાં ક્ષેત્રમાં રહ્યા હતા, તે વખતે તેમણે જે ધર્મબોધ આપ્યો હતો તેની ટૂંકી નોંધ વચનામૃતમાં ‘વ્યાખ્યાનસાર ૧,૨’ રૂપે મૂકાઈ છે. વ્યાખ્યાનસાર વાંચતા તેમના વિશાળ તથા ઊંડા જ્ઞાનની પ્રતીતિ આપણને સહેલાઈથી મળી જાય છે. આમ બાહ્યથી તેમના સાનુકૂળ સંજોગ વધ્યા હતા, છતાં તે સંજોગ તેમની માનસિક દશાથી એટલા સાનુકૂળ નહોતા, છતાં તેમાંય તેમને અદ્ભુત શાંતિ વર્તતી હતી તે, તેમના આત્મચારિત્રના વિકાસનું એક નવું સોપાન કહી શકાય.
“માનસિક વૃત્તિ કરતાં ઘણા જ પ્રતિકૂળ માર્ગમાં હાલ પ્રવાસ કરવો પડે છે. તપ્ત હ્રદયથી અને શાંત આત્માથી સહન કરવામાં હર્ષ માનું છું.” (કારતક સુદ ૧૪, ૧૯૫૫. આંક ૮૫૧)
કોઈ પણ પ્રકારનો ઉદય વેદતી વખતે તેમનો આત્મા શાંત રહે તે જ તેમના માટે આનંદનો અને ઇષ્ટ વિષય છે, તે અહીં સમજાય છે. આત્મા જો શાંત-સમપરિણામી ૨હે તો આશ્રવ ઘટી સંવર નિર્જરા વધે છે. અને આમ થવાથી કર્મભાર તૂટતાં કેવળજ્ઞાન નજીક આવતું જાય છે.
આવી અસંગતાની અને નિસ્પૃહતાની વર્ધમાનતાવાળું તેમનું જીવન સં. ૧૯૫૬માં પણ ચાલુ હતું. આ વર્ષમાં પણ ભાગ્યે જ ચાલીસેક જેટલા પત્રો જોવા મળે છે. તે બધા પત્રોમાં તેમનું સ્થિતપ્રજ્ઞપણું તથા જ્ઞાનાવરણનો બળવાન ક્ષયોપશમ જોવા મળે છે. તેમણે ગત વર્ષમાં રિગ્રહ અને સંસારનાં કાર્યોથી નિવૃત્તિ સ્વીકારી હતી તેથી
૩૦૬
Page #333
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
તેમનો દિવસનો મુખ્ય સમય ગ્રંથાભ્યાસ, ચિંતન, મનન અને સત્સંગમાં જ પસાર થતો હતો. પરિણામે તેમનો જ્ઞાનાવરણનો ક્ષયોપશમ એટલો વધ્યો હતો કે તેમણે આ વર્ષમાં લખ્યું હતું કે, –
“એક શ્લોક વાંચતાં અમને હજારો શાસ્ત્રોનું ભાન થઈ તેમાં ઉપયોગ ફરી વળ છે.” (આંક ૯૧૭, વૈશાખ સુદ ૬, ૧૯૫૬).
મુનિશ્રી લલ્લુજી મહારાજને લખેલું આ વચન વિચારીએ ત્યારે આપણને તેમના જ્ઞાનાવરણના બળવાન ક્ષયોપશમનો ખ્યાલ આવે છે. જ્યારે જીવનું શ્રુતકેવળીપણું વિકાસ પામે ત્યારે જ આવી સ્થિતિ સર્જાય છે. આ પરથી આપણે જરૂર અનુમાન કરી શકીએ કે સં.૧૯૫૬ના વૈશાખ માસ પહેલાં તેઓ શ્રુતકેવળીપણામાં આગળ નીકળી ગયા હતા. આ દશા કેવળ લગભગ ભૂમિકાની ગણી શકાય. જેનું અન્ય સ્વરૂપ તે શ્રુતકેવળીની દશા.આનો નિર્દેશ તેમણે સ્વાત્મવૃતાંત કાવ્યમાં આ રીતે કર્યો છે, -
આવી અપૂર્વ વૃત્તિ અહો, થશે અપ્રમત્ત યોગ રે, કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શીને દેહવિયોગ રે.” ધન્ય “અપૂર્વ શાંતિ અને સમાધિ અચળપણે વર્તે છે. કુંભક, રેચક પાંચે વાયુ સર્વોત્તમ ગતિને આરોગ્યબળ સહિત આપે છે.” (જેઠ વદ અમાસ, ૧૯૫૬. આંક ૯૩૩)
આ વચનો તેમનાં અગાધ જ્ઞાન અને અપૂર્વ શાંતિનો ખ્યાલ આપણને આપે છે. આવી ઉત્તમ દશા સાથે સર્વસંગપરિત્યાગ કરી, પોતાનાં અલૌકિક જ્ઞાનનો અને અપૂર્વ શાંતિનો લાભ લોકોને આપી શકે તે પહેલાં જ નવું વિઘ્ન ઊભું થયું. આ વર્ષમાં તેમની તંદુરસ્તી નબળી થવાથી ત્યાગ લઈ શકાય એવી સંભાવના ક્ષીણ થઈ ગઈ.
“શરીરપ્રકૃતિ અમુક દિવસ સ્વસ્થ રહે છે, અને અમુક દિવસ અસ્વસ્થ રહે છે. યોગ્ય સ્વસ્થતા પ્રત્યે હજુ ગમન કરતી નથી, તથાપિ અવિક્ષેપતા કર્તવ્ય છે. શરીરપ્રકૃતિના અનુકૂળ પ્રતિકૂળપણાને આધીન ઉપયોગ અકર્તવ્ય છે.” (જેઠ વદ અમાસ, ૧૯૫૬. આંક ૯૩૫).
૩૦૭
Page #334
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
“શરીર પ્રત્યે અશાતાનું મુખ્યપણું ઉદયમાન વર્તે છે.” (અષાડ વદ ૯, ૧૯૫૬. આંક ૯૪૦).
આમ દિવસે દિવસે તેમની માંદગી વધતી ગઈ, શરીર ઘસાતું ગયું. તેમ છતાં ચિત્તપ્રસન્નતા અને અંતરાનંદ વધતાં ગયાં હતાં.
વિ. સં. ૧૯૫૭માં સારવાર અર્થે તેમને મુંબઈ, વઢવાણ, રાજકોટ વગેરે સ્થળોએ રાખવામાં આવ્યા હતા. પરંતુ કોઈ જગ્યાએ સુધારો નોંધાયો ન હતો. દેહની નાદુરસ્તી વધતી જતી હતી, પણ તેની તેમને દરકાર ન હતી. તેઓ દેહને પિંજર ગણી, આત્મામાં જ આનંદવૃત્તિ સેવતા હતા. સૂત્રોનાં વાંચન, મનન, નિદિધ્યાસન આદિ ચાલુ જ હતાં. તેનાથી નીપજતા આનંદની ઝલક સદાય તેમનાં મુખપર છવાયેલી દેખાતી હતી. તેમની વીતરાગતા આ વર્ષમાં ખૂબ વધી હતી. સં. ૧૯૫૭માં તેઓ અમદાવાદ આવ્યા તે વખતે મુનિઓ પણ ચાતુર્માસ પૂરાં કરી ત્યાં આવ્યા હતા. તે વખતે શ્રી લલ્લુજી મહારાજ અને દેવકરણજી મુનિને પોતાની પાસે બોલાવીને કહ્યું કે, “અમારામાં અને વીતરાગમાં ભેદ ગણશો નહિ.” (રાજચંદ્ર જીવનકળા પૃ ૨૧૬). આ સાંભળીને મુનિઓને ખૂબ આનંદ થયો હતો કે તેમને શ્રીમના સ્વમુખેથી પોતાની
દશાનો એકરાર જાણવા મળ્યો હતો.
“ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો. ત્યાં વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું. માથે ઘણો બોજો રહ્યો હતો તે આત્મવીર્યે કરી જેમ અલ્પકાળે વેદી લેવાય તેમ પ્રઘટના કરતાં પગે નિકાચીત ઉદયમાન થાક ગ્રહણ કર્યો. જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી, એ જ અદ્ભુત આશ્ચર્ય છે. અવ્યાબાધ સ્થિરતા છે.” (ફાગણ વદ ૩, ૧૯૫૭, આંક ૯૫૧)
આ વચનોમાં કૃપાળુદેવે પોતાનાં જીવનનું સરવૈયુ પ્રગટ કરી દીધું છે. અહીં તેમણે વીતરાગતા પ્રગટાવવા માટે કરેલો પુરુષાર્થ અને પરિણામ બંને સમભાવથી વ્યક્ત કરી દીધાં છે. તેમનામાં વિકસેલી વીતરાગતાની છાયા તેમણે કરેલાં દસ્કતોમાં પણ જોવા મળે છે. આ વર્ષમાં, આ તબક્કામાં તેઓ પોતાનું નામ લખતાં ભાગ્યે જ જોવા
૩૦૮
Page #335
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
મળે છે. વળી, આત્મગુણ દર્શાવનારા વિશેષણોનો ઉપયોગ પણ સંક્ષેપ થયો હતો. તે બધાંને સ્થાને શાંતિવાચક શબ્દો, અંતરંગ શાંતિ સૂચવતા શબ્દો વિશેષતાએ વપરાયેલા મળે છે. જેમકેસહજાત્મસ્વરૂપ (આંક ૬૫૩), ૐ (આંક ૮૧૦), નિર્વિકલ્પ (આંક ૮૪૩); ૐ શાંતિ (આંક ૮૯૬); પરમ શાંતિઃ (આંક ૯૧૨); ૩ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ (આંક ૯૧૫), વગેરે વગેરે. પણ મોટાભાગના પત્રોમાં તો દસ્કતની જગ્યાએ કંઈ હોતું નથી, તે જગ્યા ખાલી જ પડેલી હોય છે. આ પ્રકારનાં દસ્કતો તેમનામાં વિકસેલા નિર્માનીપણાનો તથા નિર્મમપણાનો આપણને લક્ષ કરાવે છે. અને તે વિકાસ થવામાં તેમનામાં જે ધર્મનું મંગલપણું તથા સહુ માટેની કલ્યાણભાવના આવિષ્કાર પામેલ તે મુખ્ય કારણ ગણી શકાય. પોતે પોતાની અંગત ઇષ્ટાનિષ્ટ માન્યતાને એક બાજુ રાખી, પ્રભુની આજ્ઞા અને ઇચ્છા પ્રમાણે સતત વર્તન કરવાનો પુરુષાર્થ રાખ્યો હતો. આ પુરુષાર્થને કારણે જીવને ઓછામાં ઓછા કર્મબંધ કઈ રીતે વર્તવાથી થાય તેની સૂક્ષ્મ જાણકારી તેમને પ્રગટી હતી. આ જાણકારીનો લાભ લઈ તેઓ એવી વ્યવહારશુદ્ધિ અને પરમાર્થશુદ્ધિથી વર્તતા હતા કે જેથી તેમને તથા અન્યને અલ્પમાં અલ્પ કર્મબંધ થાય, અને વિશેષમાં વિશેષ કર્મનિર્જરા થાય.
વિ. સં. ૧૯૫૭ના ચૈત્રવદ પાંચમના રોજ આવી મહાન વિભૂતિનો દેહોત્સર્ગ રાજકોટમાં થયો. તે અંતિમ સ્થિતિનું વર્ણન કરતાં તેમના નાના ભાઈ શ્રી મનસુખભાઈએ લખ્યું હતું કે, –
“દેહત્યાગના આગલા દિવસે સાયંકાળે રેવાશંકરભાઈ, નરભેરામ, હું વગેરેને કહ્યું, ‘તમે નિશ્ચિંત રહેજો. આ આત્મા શાશ્વત છે, અવશ્ય ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાનો છે. તમે શાંતિ અને સમાધિપણે પ્રવર્તશો. જે રત્નમય વાણી આ દેહ દ્વારાએ કહી શકાવાની હતી, તે કહેવાનો સમય નથી. તમે પુરુષાર્થ કરશો.' આવી સ્પષ્ટ ચેતવણી છતાં અમે રાગને કારણે ચેતી શક્યા નહિ ... રાત્રે અઢી વાગે અત્યંત શરદી થઈ, તે સમયે તેઓશ્રીએ જણાવ્યું કે, “નિશ્ચિંત રહેજો. ભાઈનું સમાધિમૃત્યુ છે.' ઉપાયો કરતાં શરદી ઓછી થઈ ગઈ. પોણા આઠ વાગે સવારે દૂધ આપ્યું. તે તેઓએ લીધું. તદ્ન સંપૂર્ણ
૩/૯
Page #336
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
શુદ્ધિમાં મન, વચન અને કાયા રહ્યાં હતાં. પોણાનવે કહ્યું, ‘મનસુખ, દુ:ખ ન પામતો. માને ઠીક રાખજે. હું મારાં સ્વરૂપમાં લીન થાઉં છું.” સાડાસાત વાગે જે બિછાનામાં પોઢયા હતા તેમાંથી એક કોચ ઉપર ફેરવવાની મને આજ્ઞા કરી ... એટલે મેં સમાધિભાવે સૂઈ શકાય એવા કોચ ઉપર વ્યવસ્થા કરી. જે ઉપર તે પવિત્ર દેહ અને આત્મા સમાધિસ્થભાવે છૂટા પડયા. લેશ માત્ર આત્મા છૂટો થવાનાં ચિહ્ન ન જણાયાં. જેમ જેમ પ્રાણ ઓછા થવા લાગ્યા તેમ તેમ મુખમુદ્રાની કાંતિ વિશેષપણે પ્રકાશ પામવા લાગી ... કોચ ઉપર સમાધિ પાંચ કલાક રહી. લઘુશંકા, દીર્ઘશંકા, મોઢે પાણી કે આંખે પાણી કે પરસેવો કંઇ પણ પોણા આઠથી બે વાગ્યા સુધી, પ્રાણ છૂટા પડ્યા તો પણ કશું જણાયું નહોતું .... આવા સમાધિસ્થભાવે તે પવિત્ર આત્મા અને દેહનો સંબંધ છૂટયો.” (શ્રી. રા. જીવનકળા પૃ. ૨૬૮)
પોતે કરેલા છૂટવા માટેના બળવાન પુરુષાર્થનું અને ઉત્તમ સમાધિમૃત્યુનું પરિણામ તેમણે સ્વાત્મવૃતાંત કાવ્યમાં લખ્યું છે, –
“અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે, તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે.” ધન્ય
અહીં તેમણે સ્પષ્ટ કર્યું છે કે શ્રી રાયચંદભાઈના દેહમાં સંસારનાં પરિભ્રમણમાંથી છૂટવાનો બળવાન પુરુષાર્થ કરી, અકથ્ય કર્મનિર્જરા કર્યા પછી જે શેષ કર્મો, થોડાં કર્મો ભોગવવાનાં બાકી રહી ગયાં છે તેને ભોગવી લેવા માટે, કર્મ ભોગવીને નિવૃત્ત કર્યા પછી “સ્વરૂપ સ્વદેશ” અર્થાત્ મોક્ષમાં જવા માટે તેમના આત્માને હવે એક જ દેહની જરૂરત રહી છે. તે દેહ મનુષ્યનો જ હોઈ શકે, કેમકે પ્રત્યેક સિદ્ધ થતા આત્માનો અંતિમ દેહ મનુષ્યનો જ હોય છે. મનુષ્ય દેહ સિવાયના કોઈ પણ દેહમાં શ્રેણિનો – આત્મોન્નતિના અંતિમ ભાગનો પુરુષાર્થ થઈ શકતો નથી; તેથી હવે પછી મનુષ્ય દેહ ધારણ કરી સંસારયાત્રા પુરી કરવાનો નિર્દેશ અહીં થયેલો જણાય છે.
૩૧૦
Page #337
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
આ પંક્તિમાં તેમણે ‘ભવ’ને બદલે ‘દેહ’ શબ્દ વાપર્યો છે તે ખૂબ સૂચક જણાય છે. સામાન્યપણે પાંચમા ગુણસ્થાને પહોંચ્યા પછી જીવને દેવ તથા મનુષ્ય એ બે ગતિ જ સંભવે છે. જીવ મનુષ્યગતિમાં આરાધન કરી આત્મવિકાસ સાધે છે, અને તે વખતે વર્તતા શુભભાવના ફળરૂપે તે જીવને ઘણો પુણ્યબંધ થાય છે. આ પુણ્ય ભોગવવા તે જીવ દેવલોકનાં થોકબંધ શાતાના ઉદય પામે છે. આ પુણ્ય ભોગવાઈ જતાં તે જીવ મનુષ્યગતિ પામી ફરીથી આત્મારાધન અને આત્મવિકાસ કરે છે. તેમ કરતાં વર્તતા શુભભાવના કારણે નવો જોરદાર પુણ્યબંધ કરે છે, જે માત્ર દેવલોકમાં જ ભોગવી શકાય છે. આ રીતે કર્મથી સર્વથા મુક્ત ન થાય ત્યાં સુધી જીવને મનુષ્ય ગતિ પછી દેવગતિ આવ્યા કરતી હોય છે. આમ મુક્ત થતાં સુધી જીવ બે શુભગતિમાં રહ્યા કરતો હોય છે. છેલ્લે મનુષ્યજન્મમાં અત્યુત્તમ પુરુષાર્થ કરી તે જીવ સર્વ ઘાતકર્મો તથા અઘાતી કર્મોનો ક્ષય કરી શુદ્ધ, બુધ્ધ અને મુક્ત થાય છે, સિદ્ધભૂમિમાં સદાકાળને માટે સ્થિર થાય છે. સમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછી, આત્મવિકાસનો પુરુષાર્થ માત્ર મનુષ્ય ગતિમાં જ થતો હોવાથી, જેટલા મનુષ્યના જન્મ છૂટતાં સુધી જીવે ધારણ કર્યા હોય તેટલા ભવમાં તે જીવ મુક્ત થયો એમ ગણાય છે. ભવની ગણતરી કરતી વખતે દેવના ભવો આત્માર્થે ઉપકારી ન હોવાને કારણે ગણાતા નથી. અહીં કૃપાળુદેવે ‘ભવ’ને બદલે દહ’ શબ્દ વાપર્યો છે તે સૂચવે છે કે તેમને કર્મ ભોગવવા અર્થે દેવનો ભવ આવનાર નથી. એટલે કે તેઓ મનુષ્યમાંથી મનુષ્ય જન્મ ધારણ કરી, કર્મક્ષયનો અંતિમ પુરુષાર્થ કરી તેમની સંસારયાત્રા પૂરી કરવાના છે.
દેવભવ તેમને આવનાર નથી, એ હકીકતનો લક્ષ થતાં આપણને સહેજે પ્રશ્ન થાય કે તેમના આત્માએ એવો તે કેવો વિશિષ્ટ પુરુષાર્થ કર્યો કે જેના અનુસંધાનમાં દેવલોકમાં જઇને જ ભોગવી શકાય એવાં સર્વ પુણ્યકર્મો મનુષ્ય જન્મમાં ખપાવી શક્યા? વિશેષ આશ્ચર્ય તો એ થાય છે કે તેમણે તીર્થકર નામકર્મ બાંધ્યા પછી, જે પ્રત્યેક સમયે સર્વ જીવનું કલ્યાણ થાય એવા કલ્યાણના પરમાણુઓ ગ્રહણ કરવા છતાં, તેમાંથી બંધાતા સંસારી પુણ્યના ભાગને કઈ રીતે નિવૃત્ત કર્યો? અને તે પણ રાયચંદભાઈ તરીકે માત્ર તેંત્રીસ વર્ષના નાના આયુષ્યકાળમાં આવું ઉત્તમોત્તમ પરિણામ
૩૧૧
Page #338
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
તેઓ કઈ રીતે લાવી શક્યા એ જિજ્ઞાસા પ્રશ્નનું સમાધાન મેળવવું દુર્લભ જણાય છે. તેની અછડતી સમજણ તેમના વિકાસના તબક્કાનું વિશ્લેષણ કરતાં આપણને મળી શકે એમ લાગે છે.
કૃપાળુદેવનાં જીવનવૃતાંતને આધારે આપણે જાણીએ છીએ કે સં.૧૯૪૭માં ક્ષાયિક સમકિત મેળવ્યા પછી દિવસે દિવસે તેઓ સંસારનો અને સંસારની પ્રવૃત્તિનો રસ ક્ષીણ કરતા ગયા હતા, જો કે તે પહેલાં પણ તેમનામાં અન્ય જીવોની અપેક્ષાએ આ રસની માત્રા ઘણી ઓછી હતી. સંસા૨૨સ ક્ષીણ થતા જવાનું કારણ તેમનો આત્મરસ વધતો જતો હતો તે સમજાય છે. તેઓ પોતાને પ્રવર્તતા બળવાન વૈરાગ્યને ઉદાસીનતા તથા વીતરાગતામાં રૂપાંતર કરતા ગયા હતા, એટલે કે કષાયો પર તેઓ વધારે ને વધારે સંયમ લેવા ઉદ્યમ વધારતા ગયા હતા. આ રીતે વર્તના કરી તેમના જીવનના ત્રીજા તબક્કાના અંત સુધીમાં તેમણે કર્મનો આશ્રવ ઘણો અલ્પ કર્યો હતો અને સાથે સાથે સંવર તથા નિર્જરા એટલાં જ બળવાન કર્યાં હતાં.
ત્રીજા તબક્કામાં સહુ જીવો માટે કલ્યાણભાવ સેવવાની માત્રા તેમણે ઘણી વધારી હતી, તેનાં અનુસંધાનમાં સંસારી જીવો સ્ત્રી, કુટુંબ, સંતાન, ભાગીદારો વગેરે વિશે તેઓ ખૂબ જ નિસ્પૃહ થઈ ગયા હતા; આ હકીકત આપણે આ વર્ષોમાં તેમણે લખેલા પત્રોના આધારે તારવી શકીએ છીએ. તેમની આત્મામાં સ્થિર રહેવાની ભાવના ઘણી ઊંડી અને ઘેરી થઈ હોવાથી તેમને ઉદાસીનતા અને વીતરાગતાના અનુભવમાં રહેવું સહજ થતું જતું હતું. તેમનો આ જાતનો પુરુષાર્થ અલૌકિક તથા અવર્ણનીય હતો. શરૂઆતમાં સમજપૂર્વક પુરુષાર્થ કરી તેમણે મોહ ઓછો કર્યો, અને આત્મરસ વધાર્યો, ક્રમે કરીને તે સહજ થતું ગયું, અને વૈરાગ્ય ઉદાસીનતામાં પલટાઈ વીતરાગતામય રૂપાંતરિત થયો. આ પ્રક્રિયાનાં ફળરૂપે મોહસહિતના ઘાતીકર્મોના બંધ ઓછા થતા ગયા, તેનાં સ્થાને કલ્યાણભાવથી ભરેલા ઉત્કૃષ્ટ પરમાર્થનાં પરમાણુઓ ગ્રહાતા ગયાં હતાં. આમ આત્માની નિસ્પૃહ પરિણામધારા રાખવાથી પૂર્વ સંચિત કર્મની નિર્જરા કરવાનો તેમનો વેગ વધતો ગયો હતો, આત્માની સ્થિરતા પણ વધતી ગઈ. તેથી તેમને શુક્લધ્યાનનો અનુભવ વારંવાર તથા મોટા કાળ માટે થતો રહ્યો હતો. તેઓ
૩૧૨
Page #339
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
શુક્લધ્યાનમાંથી બહાર આવે ત્યારની તેમની સર્વ પ્રવૃત્તિ માત્ર ઉદયાધીન થતી હતી, તેમાં અંશમાત્ર ઇચ્છા રસસહિત થતી નહોતી, તેથી તેઓ શાતાનાં પરિણામ સાથે એકરૂપતા અનુભવતા ન હતા, અને આત્માનુભૂતિમાં જ રહેવાની તમન્ના રાખતા હતા. આના કારણે શાતાના જે બંધ પડતા હતા તે સંસારી પક્ષના નહિ પણ પરમાર્થ પક્ષના બંધ પડતા હતા, એટલે કે તે પુણ્યબંધ આત્મચારિત્ર તથા વીતરાગતા વધારવામાં વપરાય તે પ્રકારના હતા. બીજી બાજુ જ્ઞાનીમહાત્માની આજ્ઞાનું પાલન તેમણે દઢતાથી સ્વીકાર્યું હોવાથી આત્માનાં ચારિત્રને કેળવી કર્મના જથ્થાની નિર્જરા ઘણી જ ઝડપથી કરતા હતા. પરિણામે જે કર્મ ભોગવતાં ભાવિમાં લાંબો કાળ જાય તે કર્મને આ જ જન્મમાં ઉણા કરી ઘણા નાના કાળમાં તેમણે ભોગવી લીધાં. ઉપમાથી વિચારીએ તો કહી શકીએ કે આજ્ઞારૂપી સુદર્શન ચક્ર ફેરવી તેમણે કર્મોનો ખૂબ ખૂબ સંહાર કર્યો હતો. આ આજ્ઞાનાં ચક્રે તેમના આત્માને આશ્રવથી રક્ષણ આપી સંવર તથા નિર્જરાના શરણમાં મૂક્યો હતો.
સામાન્યપણે જીવ આત્મિક વિકાસ કરે છે ત્યારે તેના વિકાસમાં આવી ઝડપ જોવા મળતી નથી. શુક્લધ્યાનનો સ્પર્શ થયા પછી અને તેમાં અમુક અંશે આગળ વધ્યા પછી પણ, જીવને સંસારસુખનો આવો બળવાન નકાર પ્રવર્તતો નથી. તે જીવ ધ્યાનમાંથી બહાર આવે કે તરત સંસારની પ્રવૃત્તિમાં અને તેની સુખબુદ્ધિમાં લપટાઈ જાય છે. અને પોતાને વર્તતા શુભભાવોને સુખબુદ્ધિમાં જોડી ઘણાં ઘણાં નવાં પુણ્યકર્મ બાંધે છે, જે ભોગવવા માટે તેની દેવગતિ નિશ્ચિત થઈ જાય છે. આ સુખબુદ્ધિ તેને શુક્લધ્યાનમાં જતાં પહેલાં પણ સૂક્ષ્મતાએ પ્રવર્તતી હોય છે, તેને લીધે શુક્લધ્યાનમાં તે જેટલાં પાપકર્મ પ્રદેશોદયથી ભોગવીને નિર્જરાવે છે, તેટલાં પુણ્યકર્મ તે પ્રદેશોદયથી વેદીને નિર્જરાવી શકતો નથી. આમ શુક્લધ્યાનમાં પુણ્યકર્મ બચતાં રહે છે, અને ઉપરાંતમાં એ સંસારી શુભભાવના ગમાને કારણે અનેક નવાં પુણ્યકર્મ તેને ઉપાર્જન પણ થાય છે. વળી શુક્લધ્યાનથી બહાર નીકળ્યા પછી, એ જ સુખબુદ્ધિ તે જીવને સંસારી શાતા સાથે જોડાવી, પ્રબળ શાતાના ઉદયો ભોગવવા પડે એવા નવા પુણ્યબંધમાં લઈ જાય છે. આમ એકત્રિત થતો શાતાનો ઘણો મોટો જથ્થો ખપાવવા જીવને દેવગતિનો ભવ કરવો પડે છે.
૩૧૩
Page #340
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
કૃપાળુદેવનો આત્મા આનાથી જુદા ક્રમે પ્રવર્તો હતો. તેમણે પોતાની સંસારની સુખબુદ્ધિ નહિવત્ કરી નાખી હતી. અને આત્મસ્વરૂપની રમણતાને જ અગ્રેસરતા આપી હતી. પરિણામે શુક્લધ્યાનમાં જતાં પહેલાની અવસ્થામાં તેમને સંસારી દુઃખ તથા સુખનો નકાર સમાનપણે પ્રવર્તતો હતો. આ સમાનતાને કારણે તેમને બંને પાપ તથા પુણ્યકર્મ સમાનપણે પ્રદેશોદયથી વેદાઈને શુક્લધ્યાનમાં નિર્જરી જતાં હતાં. અને આત્મા બંને પ્રકારનાં કર્મો તરફથી હળવાશ વેદી શકે એવો સ્થિર રહી શકતો હતો. શુક્લધ્યાનમાંથી બહાર નીકળ્યા પછી પણ તેમને સંસારની સુખબુદ્ધિ નહિવત્ હોવાથી અને માત્ર ઉદયાધીનપણે વર્તવાની વૃત્તિ બળવાન હોવાથી તેમના આત્માનાં શાંતિ, સમતા અને સ્થિરતા સહજતાએ વધતાં જાય એ પ્રકારનાં શાતા વેદનીય રૂપ પુણ્યકર્મ બંધાતાં હતાં. આવા ચારિત્રને દૃઢ કરનારાં શાતા વેદનીય કર્મોનો ઉદય દેવલોકમાં તો સંભવી શકે નહિ, કેમકે દેવલોકમાં ચારિત્ર પાલન થઈ શકતું નથી. માટે આ પ્રકારનાં શાતાવેદનીય ભોગવવા માટે મનુષ્ય જન્મ જ જોઇએ. તેમણે રાયચંદભાઈના જન્મમાં સંસારી શાતા અશાતાના ઉદયરૂપ મોટાભાગનાં સર્વ કર્મો ઉદ્દીરણા કરી ધ્યાન દ્વારા તથા તપ દ્વારા ખપાવી દીધાં હતાં, તેથી દેવલોકમાં જઈ ભોગવવા પડે એવાં પુણ્યકર્મ બચ્યાં જ નહિ. આ સાથે તેમનાં હળવાં જ્ઞાનાવરણને લીધે તેમને સ્પષ્ટ લક્ષ હતો કે વારંવાર કરેલાં શુક્લધ્યાનમાં જે બળવાન નિર્જરા થઈ છે તેને કારણે તેમને શેષ રહેલાં કર્મો ખપાવવા માટે હવે એક ‘ભવ’ નહિ પણ એક ‘દેહ’ની જ જરૂરત છે. આ જન્મનો તેમનો પુરુષાર્થ એટલો બળવાન હતો કે આ જન્મમાં જ તેમનાં સર્વ કર્મનો ક્ષય થઈ જાય પરંતુ કાળ, સંઘયણ, આદિ કેટલાંક તત્ત્વો કેવળજ્ઞાન પ્રગટાવવા માટે પ્રતિકૂળ હતાં. જેને લીધે તેમને એક ‘દેહ’ ધારણ કરવાની ફરજ પડી હતી.
તેમનાં જીવનનાં ઘડતરનાં આ વર્ષોનું અવલોકન કરીએ તો આપણને સમજાય છે કે ત્વરાથી કર્મક્ષય કરવો હોય તો શું કરવું ઘટે, ટૂંકા ગાળે મોક્ષમાં પહોંચવા માટે કેવા ભાવ કેળવવા જોઇએ, કેવું ચારિત્ર ખીલવવું જોઇએ અને ક્યા પ્રકારનો પુરુષાર્થ કરવો જોઇએ. જે ધર્મની મંગલતાનો જીવને અનુભવ કરાવે છે. ધર્મ મંગલરૂપ ત્યારે જ કહેવાય કે જ્યારે તે જીવને સંસારનાં પરિભ્રમણથી છોડાવી શાશ્વત સુખનાં
૩૧૪
Page #341
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
ધામમાં લઈ જાય. ધર્મે આ સર્વોત્તમ કાર્ય રાજપ્રભુનાં જીવનમાં તેમના માટે અને પર, માટે કેવી રીતે કર્યું હતું, તેની સમજણ આપણને તેમના આ ક્રમિક આત્મવિકાસના ઇતિહાસમાંથી મળી આવે છે, અને તે પરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે કૃપાળુદેવનાં જીવનમાં ધર્મનું મંગલપણું કેવી રીતે રહેલું છે. - ટૂંકામાં કહીએ તો ધર્મનું મંગલપણું અનુભવવા માટે, સંસારથી છૂટી આત્મસુખમાં રમમાણ થવાના ભાવ તથા સંસારની શાતા ભોગવવાની પણ અનિચ્છા એ મુખ્ય પાયો છે. આ પાયાનો આધાર લઈ જીવ ક્ષાયિક સમકિત લીધા પછી ધર્મધ્યાનમાં અને આગળ વધ્યા પછી શુક્લધ્યાનમાં રહી કર્મની ઘણી મોટી સંખ્યામાં નિર્જરા કરી શકે છે. તે જીવને પછી શુભ કે અશુભ કર્મનો ભેદ ટળી જાય છે. – પિંજરું તે પિંજરું, સોનાનું કે રૂપાનું પિંજરું તે પિંજરું. એમ કર્મ, પછી શુભ હોય કે અશુભ, જીવને માટે એ એક પ્રકારની બેડી જ છે. સંસારવાસના નહિ રાખનાર જીવ જે કોઈ શાતા અશાતામય ઉદયમાં વસે, તેમાં આત્મશાંતિ અને સમતા જાળવી શકે છે. અને રહેતાં આવાં સમપરિણામને કારણે સ્થિરપરિણામ જળવાય અને ઉન્નતિ થાય તેવાં નવાં શુભ કર્મબંધ થાય છે. તેના થકી નિર્જરા વધતી જાય છે, આત્મચારિત્ર ખીલતું જાય છે. જેનું ફળ શાશ્વત સુખની પ્રાપ્તિ છે.
સંસારની શાતાના મોહમાં ન લપટાવા માટે, સંસારની અનુભવાતી અસારતાની અસર જાળવી રાખવા માટે શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનું શરણું, તેમની આજ્ઞાનું આરાધન એ મુખ્ય સાધનો છે. તે સાધનના આધારથી ધર્મ કેવો મંગલમય છે, અને તેની ઉત્કૃષ્ટતા કેવી હોય તે આપણને સમજાય છે. એ જ રીતે કૃપાળુદેવ પરમેષ્ટિ પદના અધિષ્ઠાતા હોવાથી તેમનાં જીવનના અભ્યાસ થકી આપણને ધર્મનાં ઉત્કૃષ્ટ મંગલપણાની જાણકારી તથા અનુભૂતિ આવે છે. આવા ઉત્કૃષ્ટ મંગલમય ધર્મની પ્રાપ્તિ સહુ જીવોને નિજ કલ્યાણાર્થે પ્રાપ્ત હો! એ જ પ્રાર્થના છે.
૩૧૫
Page #342
--------------------------------------------------------------------------
________________
आयरियपादा पुण अप्पसन्ना, अदोहियासायण नत्थि मुकरवो। तम्हा अणाबहिसुद्दाभिकरवी,
गुरुप्पसायामिमुद्दो रमिज्जा ।। આચાર્યદેવની આજ્ઞાની જે વિરુદ્ધ વર્ત, ગુરુદેવને અપ્રસન્ન રાખે છે, તે અબોધિ – અજ્ઞાનને પામે છે, તેનો કદી મોક્ષ થતો નથી, તેટલા માટે અબાધિત એવા મોક્ષના સુખાભિલાષીએ ગુરુકૃપા મેળવવામાં આનંદ માનવો.
– દશવૈકાલિક સૂત્ર અધ્યયન ૯, ગાથા ૧૦.
Page #343
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૩ આણાએ ધમ્મો, આણાએ તવો આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ
આપણા ભારતવર્ષમાં અનેક ધર્મો પ્રવર્તે છે, દરેકની રીતિ નીતિમાં અમુક અમુક ફેરફાર જોવા મળે છે. કેમકે સુખ મેળવવાની રીતિમાં દરેક શોધક પ્રવર્તકની માન્યતા જુદી જુદી રીતે પ્રવર્તતી હોય છે. દુઃખથી ભરેલા આ સંસારમાં સહુ જીવો સુખને ઇચ્છે છે; અને પોતપોતાની કલ્પના પ્રમાણે સુખ મેળવવા સતત પુરુષાર્થ કરતા જોવામાં આવે છે. તે જ્યાં પોતાને અનુકૂળતા લાગે ત્યાંની રીતિ અપનાવી સુખની પ્રાપ્તિ ઇચ્છે છે. પરંતુ અમુક વિરલા જીવો જ સાચા સુખને મેળવવાનો અને અનુભવવાનો સમ્યક્ માર્ગ મેળવી શકે છે. આવા સુખ તથા શાંતિ મેળવવાના પુરુષાર્થને સામાન્ય ભાષામાં “ધર્મ' કહેવામાં આવે છે, બીજી રીતે કહીએ તો અંતરંગ શાંતિ તથા સુખને પ્રગટ કરવા માટે સમર્થ તત્ત્વજ્ઞાનીઓએ પોતાના અનુભવને આધારે જે માર્ગ નક્કી કર્યો છે અને લોકોને જે માર્ગે ચાલવા અનુરોધ કર્યો છે તે માર્ગ “ધર્મ' તરીકે ઓળખાય છે.
સહુ તત્ત્વવેત્તાઓ પોતપોતાની અનુભૂતિ, માન્યતા, તર્ક અને તેને અભિવ્યક્તિ આપવાની શક્તિને આધારે સુખ મેળવવા માટે લોકોને માર્ગદર્શન આપતા હોય છે. તેથી તેમના માર્ગમાં ઘણા પ્રકારે ભિન્નતા જોવામાં આવે છે. દરેક વ્યક્તિ પોતાની રીતિ પ્રમાણે અમુક અંગ પર ભાર મૂકે છે, અને બીજા અંગો ગૌણ કરે છે, અર્થાત્ વિકસાવવા યોગ્ય અમુક ગુણને ખૂબ પ્રાધાન્ય આપે અને અન્ય ગુણો માટે ગૌણતા કરે. અન્ય તત્ત્વવેત્તા અન્ય ગુણને પ્રાધાન્ય આપે અને તે સિવાયના
૩૧૭
Page #344
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
ગુણોની ગૌણતા રાખે. આમ તે સહુમાં પૂર્ણતા ન હોવાને કારણે, મોક્ષ મેળવવા માટે અને આત્માને શુધ્ધ કરવા માટે જ ધર્મપાલન કરવાનું હોવા છતાં ધર્મમાર્ગમાં અનેક પ્રકારો તથા ફાંટા જોવામાં આવે છે. તેમાં મોટાભાગના સામાન્ય જનો પોતે જે ધર્મમતનાં પ્રકારમાં જનમ્યા હોય કે પ્રવર્તતા હોય તે જ ધર્મમતને શ્રેષ્ઠ અથવા કલ્યાણકા૨ી માની લઈ, તે ધર્મમતનું ઓથે ઓથે પાલન કરતા રહે છે; અને આવા ધર્મપાલન દ્વારા સદાચાર સેવી પોતાનું શ્રેય કરી રહ્યા છે તેવી માન્યતામાં રમતા રહે છે. ત્યારે વિરલા, વિચક્ષણ, દક્ષ અને ઊંડી તત્ત્વદૅષ્ટિ ધરાવનાર મહાત્માઓ એ બધા ધર્મપ્રવર્તકના મતનો ઊંડો અભ્યાસ કરી, વિશદતાથી સારાસાર તોલનશક્તિનો યથાર્થ ઉપયોગ કરી, પોતાના સ્વાનુભવના આધારે કયો ધર્મ આત્માની શુદ્ધિ કરવા માટે વિશેષ ઉપકારી છે તેનો નિર્ણય કરે છે, અને તેઓ પોતાને અનુભવથી જણાતા ઉત્તમ ધર્મમત માટે લોકોને નિષ્કારણ કરુણાબુદ્ધિથી માર્ગદર્શન આપે છે. આમ તેઓ પોતાને થયેલા અનુભવનો નીચોડ કલ્યાણભાવનાથી પ્રેરાઈ, જગતજીવો સમક્ષ રજૂ કરી પોતાનાં કર્તવ્યનું પાલન કરે છે; એટલું જ નહિ પણ, તેમની આત્મશુદ્ધિ વધારવામાં તેઓ સક્રિય ભાગ પણ લે છે.
આ રીતે પોતાના અનુભવની ખાણનો આધાર લઈ અનેક ઉત્તમ આત્મઓએ જિનોક્ત માર્ગને શ્રેષ્ઠ કહ્યો છે; અને અન્ય માર્ગને શ્રેષ્ઠ માર્ગ પ્રતિ દોરી જનાર શુભ માર્ગ કહ્યા છે. તેનાં કારણો આપણે આ પ્રકારે વિચારી શકીએ. જિનમાર્ગના સ્થાપક તથા પ્રણેતા છે શ્રી સર્વજ્ઞ વીતરાગ પ્રભુ. શ્રી જિનદેવ સર્વ પ્રકારનાં અજ્ઞાન, રાગ, તથા દ્વેષથી અને કલેશથી અર્થાત્ સર્વ ઘાતીકર્મોથી મુક્ત થયા પછી જ માર્ગની પ્રભાવના કરે છે. જ્યાં સુધી અલ્પાંશે પણ પોતામાં અજ્ઞાન, રાગ, દ્વેષાદિનું અસ્તિત્વ હોય અર્થાત્ સર્વજ્ઞપણું પ્રગટયું ન હોય ત્યાં સુધી તેઓ માર્ગનું પ્રવર્તન કરતા નથી; દીક્ષિત અવસ્થા હોવા છતાં પણ તેઓ મૌનપણે વિચરે છે, અને પોતે સર્વાંગી પૂર્ણતા પ્રાપ્ત કરે ત્યાર પછી જ એ અણિશુદ્ધ ઉત્તમ માર્ગ લોકો સમક્ષ રજૂ કરે છે કે જેથી એ માર્ગ પ્રકાશન કે પ્રવર્તનમાં અલ્પાંશે પણ અશુદ્ધિ કે અપૂર્ણતા સંભવી શકે નહિ. તેઓ આત્માની પૂર્ણ શુધ્ધતા મેળવવા માટે જે કડક નિયમપાલન કરે છે તથા તપશ્ચર્યા
૩૧૮
Page #345
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
સેવે છે તેનો ચિતાર પણ લોકોને આપે છે કે જેથી સન્માર્ગ આરાધવાની ઇચ્છાવાળા સહુ જીવો માર્ગને સૂક્ષ્મતાથી જાણી શકે. વળી, આત્મામાં અમુક માત્રામાં શુદ્ધિ કે આજ્ઞાધીનપણું ખીલે નહિ ત્યાં સુધી તેઓ અન્ય જીવોને માર્ગ ઉપદેશક થવાની સંમતિ આપતા નથી, કેમકે અધૂરો ઘડો છલકાય એ ન્યાયે પૂરી જાણકારી વિના જીવથી દોષિત બોધ અપાઈ જવાનો સંભવ રહે છે. આંતર તેમજ બાહ્યથી જીવ જ્યારે છઠ્ઠું ઉપદેશક ગુણસ્થાન મેળવે છે, પોતાનું આજ્ઞાધીનપણું કેળવે છે ત્યાર પછી જ તે જીવ શ્રી જિનપ્રભુના અભિપ્રાય પ્રમાણે માર્ગ ઉપદેશવાની પાત્રતા મેળવે છે. તે પહેલાં પ્રવર્તતા સ્વચ્છંદને કારણે અને ભેદરહસ્યોની સાચી જાણકારીના અભાવને કારણે તે જીવથી યથાર્થ ઉપદેશ આપી શકાતો નથી. તે સર્વની પાત્રતા કેળવવા માટે કડક ચારિત્રપાલન અને જ્ઞાનદર્શનની ખીલવણી અનિવાર્ય છે, જેના નીતિનિયમો પ્રભુએ ખૂબ વિસ્તારથી સમજાવ્યાં છે. આ રીતે જે જીવને આત્માની પૂર્ણ વિશુદ્ધિ ત્વરાથી મેળવવી છે તેને માટે જિનોક્ત માર્ગે ચાલવું ઉત્તમ સાબિત થાય છે. પરંતુ જે જીવને સંસારની રુચિ વિશેષ હોય, વિષયવાસનાનું જોર વધારે હોય તેને આ માર્ગ આરાધવો, તેનો યથાર્થ લાભ મેળવવો ખૂબ કઠણ થઈ જાય છે.
સંસારની શાતાનું આકર્ષણ, સંસારી પદાર્થો ભોગવવાનો મોહ, આત્મશુદ્ધિ કરવાની મહત્તાનું ગૌણપણું તથા પ્રકાશક ઉત્તમ પુરુષ માટે જરૂરી અહોભાવનો અભાવ એ આદિ કારણોને લીધે ઘણાં ઘણાં જીવો જિનોક્ત માર્ગને યથાર્થતાએ
આરાધી શકતા નથી. તેઓ આ કારણોને લીધે આ માર્ગને સમ્યક્ પ્રકારે જાણી કે ઓળખી શકતા નથી, કદાચિત અમુક અંશે જાણે અને ઓળખે તો પણ ઊંડાણથી શ્રદ્ધી શકતા નથી, અને શ્રદ્ધા કરે તો યથાર્થતાએ આચરી શકતા નથી. સંસારનો મોહ તેમને સમ્યક્ ધર્મપાલનથી દૂર ધકેલી દેતો હોય છે. પરિણામે તેમને પ્રવર્તતી વર્તમાનની મોહદશાને અનુરૂપ અને પોષક જે માર્ગ જણાય તેના પ્રતિ તેઓ આકર્ષાય છે, અને તે માર્ગને અનુસરતા થાય છે. અથવા તો તેઓ કુળધર્મથી કે અન્ય પ્રકારે જે ધર્મમાર્ગનો તેમને સાનુકૂળ પરિચય જણાય છે તે માર્ગને અનુસરે છે. તે કારણે પૂર્ણતા પામવાનો મળેલો અવકાશ બરાબર ઉપયોગ કર્યા વગરનો રહી જાય છે. તેના ઉપાય
૩૧૯
Page #346
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
તરીકે, શાશ્વત સનાતન આત્માનું સુખ મેળવવા માટે શ્રી જિનદેવે જે જે સાધનોનો જે જે પ્રકારે ઉપયોગ કરવા જણાવ્યું છે, તે તે સાધનોનો તે તે રીતે આજ્ઞા લઈ, પ્રમાણિક હિતબુદ્ધિથી ઉપયોગ કરી આત્માને અવ્યાબાધ આત્મિક સુખનો અનુભવી કરવો એ સર્વ કલ્યાણઇચ્છુક જીવોનું કર્તવ્ય છે. એ કર્તવ્ય પાલનમાં આત્મધર્મ સમાઈ જાય છે.
આવા વિશેષ અર્થમાં પ્રયોજાયેલા “ધર્મ' શબ્દના અનેક અર્થ આપણી ભાષામાં પ્રચલિત છે. ધર્મ એટલે ફરજ કે કર્તવ્ય; ધર્મ એટલે સ્વભાવ; ધર્મ એટલે સદાચાર અને નીતિ વિષયક સમજણ; ધર્મ એટલે મરણ, ઈહલોક, પરલોક, ઈશ્વર આદિ વિશે ગૂઢ જ્ઞાન; ધર્મ એટલે શાસ્ત્રોક્ત વિધિનિષેધ અને આચાર સંહિતા; ધર્મ એટલે ગુણ અને લક્ષણ; ધર્મ એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થમાંનો એક; ધર્મ એટલે પુણ્ય, દાન પ્રવૃત્તિ; ધર્મ એટલે સંપ્રદાય, ધર્મમત આદિ વગેરે વગેરે.
ધર્મના આમાંના કોઈ એક અર્થને સ્પર્શીને નહિ, પરંતુ તે સર્વના એકત્રિતપણા સહિત, શ્રી જિનદેવે આ સંસારનાં અનંતે પ્રકારનાં દુ:ખથી મુક્ત થઈ, પરમ સનાતન સુખ મેળવવાનો જે રાહ બતાવ્યો છે તે રાહનું – તે ધર્મનું સ્વરૂપ, તેનું મૂળ, તે ધર્મ પાલનથી થતા લાભ કે ફાયદા અને તે ધર્મ આચરવાની રીત ગ્રાહ્ય કરવી તે આપણો આ પ્રકરણનો વિષય છે.
આ પ્રમાણે તપના પણ અનેક પ્રકાર સમજી શકાય તેમ છે. આચાર્ય શ્રી જયસેને તપની વ્યાખ્યા આપી છે કે, “સમસ્ત રાગાદિ પર ભાવોની ઇચ્છાના ત્યાગ વડે સ્વરૂપમાં પ્રતપન કરવું – વિજયન કરવું એ તપ છે.” આનો અર્થ આપણે એમ કરી શકીએ કે સર્વ પ્રકારના રાગ અને દ્વેષથી ભરેલા ભાવોને છોડી દઈ, પોતાના શુધ્ધ સ્વરૂપમાં લીન થવું અર્થાત્ સ્વસ્વરૂપની સિદ્ધિ કરવી એ તપ છે. બીજી રીતે કહીએ તો આત્મલીનતાથી વિભાવો અને વિકારો પર જય મેળવવો એ તપ છે. સંસારમાં પરિભ્રમણ કરતા જીવોને સંસારનાં સુખ મેળવવા માટે, સંસારમાં જણાતા શાતાના ઉદયો ભોગવવા માટે સતત ઇચ્છા થયા કરતી હોય છે. એટલું જ નહિ પણ, તે
૩૨૦
Page #347
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
દેખાતી શાતા મેળવવા માટે અને ભોગવવા માટેના પ્રયત્નો પણ જીવો સતત કરતા દેખાય છે. શાતાની ઇચ્છાના ભાવથી એકેંદ્રિય જીવોથી શરૂ કરી સંજ્ઞીપંચેન્દ્રિય સુધીનાં સર્વ જીવો ઘેરાયેલાં છે. ફરક એટલો જ છે કે અસંજ્ઞી જીવોને પોતાની આ જાતની ઇચ્છાની જાણકારી હોતી નથી, ત્યારે સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને પોતાની આવા પ્રકારની ઇચ્છાની જાણકારી હોય છે, તેથી તેઓ ઇચ્છાપૂર્તિ કરવા માટે સતત પ્રયત્નો પણ કરતા રહે છે. આવી સાંસારિક ઇચ્છાઓનો ત્યાગ કરી, સ્વસ્વરૂપ પ્રતિ વળવું તેને શ્રી જિન પ્રભુ ‘તપ' તરીકે ઓળખાવે છે. ઇચ્છા પર સંયમ લેવા માટે શ્રી ભગવાને છ બાહ્ય અને છ આંતરતા એમ કુલ બાર પ્રકારનાં તપ ગણાવ્યાં છે. એ પ્રત્યેક તપ ઉત્તરોત્તર વિશેષ સૂક્ષ્મ અને વિશેષ ઉપકારી થાય એ પ્રકારનાં છે.
આ પ્રકારે આપણને “ધર્મના અને ‘તપ'ના પ્રચલિત અર્થો જાણવા મળે છે. પણ માત્ર પ્રચલિત અર્થનો આશ્રય કરવાથી આપણને આ વિષય પૂરતો સમજાય તેમ નથી. માત્ર “ધર્મ કે માત્ર “તપ”ને બાહ્યથી ઓળખવાથી કાર્યસિદ્ધિ થાય તેવું નથી, પરંતુ એ બંનેને “આજ્ઞા'ના આધારથી સમજીએ તો જ આપણે “આણાએ ધમ્મો, આણાએ તવો'નો ગૂઢાર્થ જાણવા ભાગ્યશાળી થઈ શકીશું. સદ્ગુરુ તથા સત્પષની આજ્ઞાએ ચાલવાથી યથાર્થ ધર્મપાલન કઈ રીતે થાય અને સાચી તપશ્ચર્યા કરી શકાય એ જ મુખ્યતાએ આપણે સમજવાનું છે. ધર્મનાં આરાધનથી સ્વરૂપસિદ્ધિ મેળવવાની રીત આત્મસાત્ કરવાની છે, અને તપનાં આચરણથી પૂર્વસંચિત કર્મોની નિર્જરા કરવાની છે. આમ સંવર તથા નિર્જરાની સિદ્ધિ કરવાની છે. આ ક્રિયા આજ્ઞામાં રહીને કરવાથી જીવને કેટલો વિશેષ ફાયદો થાય છે તે જાણવું ખૂબ ઉપકારી બનશે.
આપણે જાણીએ છીએ તે પ્રમાણે શ્રી તીર્થંકર પ્રભુ ચારે ઘાતી કર્મોથી નિવૃત્ત થયા પછી, સર્વજ્ઞપણા સાથે આત્મધર્મની સ્થાપના કરે છે. તેઓ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ ચાર પ્રકારનાં શિષ્યોને માન્ય કરી, તે સહુને પોતાના જેવા સર્વ ઘાતી કર્મોથી રહિત થવા માટેના માર્ગની જાણકારી બોધ દ્વારા આપે છે, અને તે શિષ્યો એ બોધ અવધારી તે અનુસાર વર્તવાની ભાવના ભાવે છે. આ ભાવનાના જન્મ સાથે આજ્ઞાની સમજણની શરૂઆત થાય છે.
૩૨૧
Page #348
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
સામાન્ય વ્યવહારમાં કંઈક કરવા માટે આદેશ આપવો અથવા કંઈક કરાવવા માટે ઇચ્છા વ્યક્ત કરવી તેને ‘આજ્ઞા’ આપી એમ કહેવાય છે. અને કંઈક કરવા માટે જરૂરી મંજુરી માંગવી તેને ‘આજ્ઞા’ લીધી એમ કહેવાય છે. આજ્ઞા આપવા માટે કે લેવા માટે ઓછામાં ઓછી બે વ્યક્તિની જરૂર પડે છે; એક વ્યક્તિ આજ્ઞા આપે છે અને બીજી વ્યક્તિ આજ્ઞા ઊઠાવે છે. જે વ્યક્તિ સમર્થ છે, જાણકાર છે, પ્રભાવશાળી છે તે વ્યક્તિ આજ્ઞા આપે છે, અને જે વ્યક્તિને સમર્થતા મેળવવી છે, બીજાની જાણકારીનો લાભ પામવો છે, તે પહેલી વ્યક્તિમાં શ્રદ્ધા કેળવે છે કે એનું કહ્યું કરવાથી, એનું માર્ગદર્શન લઈ આચારણ કરવાથી મારી ઇચ્છા પૂરી થવાની છે. તેની પાસેથી મારી ઇચ્છાનુસાર સત્ત્વની જાણકારી મળશે અને મારી આવડત વધશે. આ પ્રમાણે શ્રદ્ધાન કેળવી તે પહેલી વ્યક્તિની આજ્ઞા ઇચ્છા અનુસાર વર્તવા તૈયાર થાય છે. આમ જેને કંઈક મેળવવાની ઝંખના છે; તે તેના નિષ્ણાત કે તજજ્ઞની આજ્ઞાએ વર્તી ઈચ્છિત પ્રાપ્ત કરી શકે છે, એમ કહી શકાય.
—
આ પ્રક્રિયા પરમાર્થમાં પણ બરાબર ઉપયોગી થાય છે. જેમને સંસારનાં જન્મમરણના ફેરામાંથી આત્માને છોડાવવાની ભાવના થાય છે, તે તેના નિષ્ણાત અર્થાત્ કર્મમુક્ત એવા સર્વજ્ઞ ભગવાન અથવા તે દશાની લગભગ નજીક પહોંચેલા એવા શ્રી સત્પુરુષનાં માર્ગદર્શન પ્રમાણે શ્રદ્ધાન કેળવી આચરણ કરતા જાય છે. તેમાં તેઓ પોતાની શુદ્ધિ વધારતાં વધારતાં છેવટમાં પૂર્ણ સિદ્ધિને વરે છે. તેમને માટે આપણે કહી શકીએ કે તેઓ ‘આજ્ઞા’ પાળતાં પાળતાં સિદ્ધિને પામ્યા છે. જે જીવો આ રીતે માર્ગદર્શન મેળવ્યા વિના, પોતાની ઇચ્છા કે વૃત્તિ અનુસાર વર્તન કરે છે તેઓ સ્વચ્છંદે વર્તે છે એમ આપણે કહેવું જોઈએ. કોઈ પણ કાર્ય કરવા માટે જીવને જ્યારે યથાર્થ જાણકારી આવે છે ત્યારે તેને તે કાર્ય કરવું ઘણું સહેલું થઈ જાય છે. આથી ૫રમાર્થમાં સાચા જાણકાર પાસેથી જાણપણું ગ્રહણ કરી, તેમની ઇચ્છાનુસાર વર્તન કરવાથી જીવ મોક્ષ મેળવવા માટેનો ટૂંકો છતાં ધોરી માર્ગ મેળવી શકે છે.
શ્રી હરિભદ્રસૂરિનું ઉપદેશપદ છે કે, “આણાએ ધમ્મો, આણાએ તવો.” આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ. એટલે કે શ્રી સદ્ગુરુની આજ્ઞાનું
૩૨૨
Page #349
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
યથાર્થ પાલન કરવું એ જ સાચો ધર્મ છે, અને એ જ રીતે તેમની આજ્ઞા અનુસાર, વર્તવું એ જ સાચું તપ છે. આ વચનને થોડા ઊંડાણથી વિચારીએ તો જણાય છે કે, આજ્ઞાનું આરાધન કરવાથી જીવ ધર્મ – સ્વરૂપસ્થિતિને પામે છે, અને આજ્ઞાનું પાલન કરવાથી જીવ તપનું આચરણ કરી પૂર્વ ગ્રહિત કર્મોની નિર્જરા કરી શકે છે.
પોતાના જીવન દરમ્યાન સર્વ ધર્મનો અભ્યાસ કરી શ્રી કૃપાળુદેવે જિનોક્ત માર્ગ સર્વશ્રેષ્ઠ છે એવો નિર્ણય કર્યો હતો. શ્રી આનંદઘનજીએ જિનમાર્ગને દેહના મુખ્ય અંગ મસ્તકરૂપ ગણાવ્યો છે, અને અન્ય દર્શનોને દેહનાં હાથ, પગ, પેટ આદિ અન્ય અવયવો રૂપ ગણાવ્યાં છે. શ્રી હરીભદ્રાચાર્યે પણ છએ દર્શનનો અભ્યાસ કરી જિનમાર્ગને ઉત્તમ કહેલ છે. આમ ષડદર્શનના ઊંડા અભ્યાસી તત્ત્વવેત્તાઓને જિનમાર્ગ સદાકાળ માટે આરાધ્ય જણાયો છે. આ માર્ગના પ્રવર્તક છે શ્રી જિનદેવ.
કૃપાળુદેવને જિનમાર્ગ સર્વશ્રેષ્ઠ માર્ગ જણાયો હતો; અને જિનપ્રભુના નિર્દેશેલા માર્ગે તેઓ ચાલ્યા હતા, અને મહદ્ મહદ્ અંશે પોતાના આત્માની શુદ્ધિ કરી શકયા હતા. શ્રી જિનેશ્વર ભગવાને “આજ્ઞા’ માર્ગને જીવના કલ્યાણ માટે શ્રેષ્ઠ કહ્યો છે, અને અનેક જ્ઞાની ભગવંતોએ પણ મુક્તિ મેળવવા માટે એ જ માર્ગ નિર્દશ્યો છે, એવી મતલબનાં કેટલાય વચનો શ્રી રાજપ્રભુનાં પત્રોમાં ઢંકાયેલા જોવા મળે છે. એટલું જ નહિ પણ, સં. ૧૯૫૨ની સાલથી પ્રત્યેક વર્ષના અમુક મહિના ગુજરાતના ગામોમાં નિવૃત્તિ અર્થે અને આત્મ આરાધન અર્થે તેઓ ગાળતા હતા. તે વખતે તેઓ લોકોને ધર્મબોધ આપતા હતા, ત્યારે પણ તેઓ લોકોને પોતાના અનુભવના આધારે જણાવતા હતા કે ‘ગુરુની આજ્ઞા’ એ ચાલવાથી જીવનું જલદીથી કલ્યાણ થાય છે, અને આજ્ઞારાધનનો માર્ગ સર્વોત્તમ સાબિત થયો છે; તે તેમના પત્રો તથા ઉપદેશની લેવાયેલી નોંધમાંથી આપણે જાણી શકીએ છીએ, -
“સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે કે, જગત આખાનું જેણે દર્શન કર્યું છે, એવા મહાવીર ભગવાન, તેમણે આમ અમને કહ્યું છે કે, “ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષપ્રાપ્ત થયા.” (પોષ ૧૯૪૭, આંક ૧૯૪).
૩૨૩
Page #350
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
“જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઇચ્છવી, તેણે જ્ઞાનીની ઇચ્છાએ વર્તવું એમ જિનાગમાદિ સર્વ શાસ્ત્ર કહે છે. પોતાની ઇચ્છાએ પ્રવર્તતાં જીવ અનાદિ કાળથી રખડયો.” (મહા સુદ, ૧૯૪૭. આંક ૨૦૦)
“આ લોક ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ છે. ઝાંઝવાનાં પાણીને લેવા દોડી તૃષા છીપાવવા ઇચ્છે છે, એવો દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે અતુલ ખેદ, જ્વરાદિક રોગ, મરણાદિક ભય, વિયોગાદિક દુઃખને તે અનુભવે છે; એવી અશરણતાવાળા આ જગતને એક સત્પુરુષ જ શરણ છે; સત્પુરુષની વાણી વિના કોઈ એ તાપ અને તૃષા છેદી શકે નહિ એમ નિશ્ચય છે. માટે ફરી ફરી તે સત્પુરુષનાં ચરણનું અમે ધ્યાન કરીએ છીએ.” (ફાગણ સુદ ૪, ૧૯૪૭. આંક ૨૧૩)
“સદ્ગુરુની આજ્ઞા વિના આત્માર્થી જીવના શ્વાસોશ્વાસ સિવાય બીજું ન ચાલે એવી જિનની આજ્ઞા છે.” (શ્રાવણ વદ ૬, ૧૯૫૨. ઉપદેશછાયા)
“ઘણાં શાસ્ત્રો અને વાક્યોના અભ્યાસ કરતાં પણ જો જ્ઞાની પુરુષોની એકેક આજ્ઞા જીવ ઉપાસે તો ઘણાં શાસ્ત્રોથી થતું ફળ સહજમાં પ્રાપ્ત થાય.” (શ્રાવણ સુદ ૩, ૧૯૫૫. આંક ૮૮૫)
“ક્ષીણમોહ પર્યંત જ્ઞાનીની આજ્ઞાનું અવલંબન પરમ હિતકારી છે.” (ભાદ્રપદ સુદ ૫, ૧૯૫૫. આંક ૮૮૮)
“જ્ઞાનીને ઓળખો; ઓળખીને એઓની આજ્ઞા આરાધો. જ્ઞાનીની એક આજ્ઞા આરાધતાં અનેકવિધ કલ્યાણ છે.” (કાર્તિક વદ ૧૧, ૧૯૫૬. ઉપદેશનોંધ)
“બારમા ગુણસ્થાન સુધી જ્ઞાનીનો આશ્રય લેવાનો છે; જ્ઞાનીની આજ્ઞાએ વર્તવાનું છે.” (અષાડ સુદ ૭, ૧૯૫૬. વ્યાખ્યાનસા૨ ૨)
૩૨૪
Page #351
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
આ અને એવાં જ્ઞાનીપુરુષોનાં વચનો સૂચવે છે કે જેણે નિજ કલ્યાણ કરવું છે તે તેના નિષ્ણાત એવા જ્ઞાની ભગવંતના માર્ગદર્શન અનુસાર ભાવ તથા વર્તન કરે તો ત્વરાથી તેનું કલ્યાણ થાય છે. તેમાં આવતાં વિઘ્નો વિશે તેમણે લખ્યું છે કે, “જીવને બે મોટાં બંધન છે, એક સ્વચ્છંદ અને બીજું પ્રતિબંધ. સ્વછંદ ટાળવાની ઇચ્છા જેની છે તેણે જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ અને પ્રતિબંધ ટાળવાની ઇચ્છા જેની છે, તેણે સર્વ સંગથી ત્યાગી થવું જોઈએ”. (મહાસુદ ૭, ૧૯૪૭. આંક ૧૯૬). - આ બધાં વચનો પર વિચાર કરવાથી જીવને જરૂર જિજ્ઞાસા થાય છે કે, “આજ્ઞા” એટલે શું? આજ્ઞા મેળવવાની અને પાળવાની શરૂઆત જીવ ક્યારથી કરી શકે? તેની પૂર્ણતા ક્યારે થાય? જીવ આજ્ઞા આપવાને પાત્ર ક્યારે થઈ શક્યો ગણાય? પ્રત્યેક જુદી જુદી અવસ્થાએ તેમાં કયા કયા ફેરફાર થાય છે? તે શા માટે ઉપકારી કે અનુપકારી છે? જીવ જેમ જેમ ગુણસ્થાન ચડતો જાય તેમ તેમ તેના આજ્ઞા મેળવવામાં તેમજ પાળવામાં કેવા ફેરફાર થતા જાય છે? એટલે કે ગુણસ્થાન અને આજ્ઞાપાલન વચ્ચે શું અને કેવા સંબંધ છે? પંચપરમેષ્ટિ ભગવંત આજ્ઞાનું પાલન કરે છે? કરે તો કયા પ્રકારે ? વગેરે પ્રશ્નો જીવને જિજ્ઞાસાને કારણે ઉદ્ભવતા જોવામાં આવે છે.
અહીં ઉભવેલા સવાલના જવાબ જાણવા માટે, તે પર વિચાર કરવા માટે, કૃપાળુદેવે શ્રી સૌભાગભાઈને લખેલા એક પત્રનાં વચનો આપણને સહાયકારી થાય તેમ છે. તેમણે સૌભાગભાઈને લખ્યું હતું કે, “મોક્ષનો માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગ પમાડશે. બે અક્ષરમાં માર્ગ રહ્યો છે, અને અનાદિકાળથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થયો નથી તે વિચારો”. (કાર્તક સુદ ૬, ૧૯૪૭. આંક ૧૬૬).
અનુભવથી લખાયેલાં આ વચનોથી આપણને સમજાય છે કે જો આપણે છૂટવાનો માર્ગ મેળવવો હોય તો આપણે બાહ્યદૃષ્ટિ – સંસારની લૌકિક દૃષ્ટિ ત્યાગી, લોકસંજ્ઞાને તોડી, આંતરદૃષ્ટિ કેળવી આત્મામાં ખોજ કરવી જરૂરી છે. એટલે કે જીવને સંસારથી છૂટવાના ભાવ અંતરના ઊંડાણમાંથી જાગવા ખૂબ જરૂરી છે. જ્યાં સુધી જીવને હૃદયનાં
૩૨૫
Page #352
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
પેટાળમાંથી છૂટવાના ભાવ થતા નથી, ત્યાં સુધી ગમે તેવા બાહ્ય સાનુકૂળ સંજોગો મળ્યા હોય, તેમ છતાં તે સંજોગો તેને પરિભ્રમણથી છોડાવવા શક્તિમાન થઈ શકતા નથી. જે વસ્તુ મેળવવાની જીવને ઇચ્છા જ ન હોય તે વસ્તુની તેને પ્રાપ્તિ થાય તોપણ તેનો લાભ કે ફાયદો તે લઈ શકતો નથી. અપાત્રે મળેલી વસ્તુ નિરુપયોગી બની જાય છે. આમ અંગત પાત્રતા આવવી કે યોગ્ય ઉપાદાનની તૈયારી થવી એ જીવને માટે પ્રાથમિક તેમજ મૂળભૂત જરૂરિયાત છે. આમ છૂટવા માટેના ભાવ બળવાનપણે કરતા રહેવું તે મુક્તિ સાધવા માટેનું પહેલું પગથિયું છે.
એક વખત આવી પાત્રતા કેળવાયા પછી, ક્યા ભાવ, કયી પ્રવૃત્તિ, કેવું વર્તન કરવાથી જીવથી છૂટી શકાય તે માટે યથાર્થ માર્ગદર્શન આપી શકે એવા માર્ગદર્શક ગુરુની જરૂરિયાત ઊભી થાય છે. તે માટે કૃપાળુદેવે લખ્યું છે કે, “માર્ગને પામેલો માર્ગ પમાડશે”. અર્થાત્ મુક્ત કેમ થવાય તે માટેની યથાર્થ જાણકારી જેને આવી છે તે જ અન્ય જીવને માર્ગદર્શન આપવા સમર્થ થઈ શકે છે. માર્ગદર્શક પુરુષને જો પોતાને જ માર્ગની જાણકારી ન હોય તો અન્યને જાણકારી આપવામાં તે સફળ થઈ શકતો નથી. કદાચિત્ તેની જાણકારી અપૂર્ણ હોય તો પણ તે ઇચ્છુકને સંતોષ થાય તેવું માર્ગદર્શન આપી શકતો નથી, કેમકે તેના મનમાં માર્ગસંબંધી અમુક વિકલ્પો પ્રવર્તતા જ રહે છે. તેથી સ્પષ્ટ થાય છે કે માર્ગદર્શક પાસે માગસંબંધી પૂરી જાણકારી હોવી જરૂરી છે. તે માટે તેમની પાસે યથાર્થ સમજણ, પાત્રતા અને અનુભવ હોવાં અત્યંત જરૂરી છે. આટલેથી કામ પૂરું થતું નથી. તે જીવ ઇચ્છુકને યથાર્થપણે માર્ગ સમજાવી શકે, યોગ્યતાથી તેના પ્રશ્નોનું સમાધાન આપી શકે, તેની મુશ્કેલીઓનો ઉકેલ આપી શકે તેવો ભાષાવૈભવ અને સમર્થતા ધરાવતો હોવો જરૂરી છે. તે વિના માર્ગદર્શક જિજ્ઞાસુને સંતોષ આપી શકતો નથી, સાચી કાર્યસિદ્ધિ કરવા ઉત્સાહિત કરી શકતો નથી, જેને લીધે જીવનું કલ્યાણ થવામાં અનેક વિદ્ગો તથા અંતરાયની પરંપરા સર્જાઈ શકે છે. આથી માર્ગદર્શક તેમજ અનુયાયી એ બંનેની પાત્રતાનો સુમેળ થાય ત્યારથી જ કલ્યાણકાર્યની સાચી શરૂઆત થઈ શકે છે. બીજી રીતે કહીએ તો ત્યારથી જ માર્ગના સાચા આરાધનનો પ્રારંભ થાય છે.
૩૨૬
Page #353
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
ઉપરનાં વચનોમાં કૃપાળુદેવે લખ્યું છે કે, “બે અક્ષરમાં માર્ગ રહયો છે. આ બે અક્ષરો કયા તે પર વિચાર કરતાં ભક્તિ, જ્ઞાન, શ્રદ્ધા, આજ્ઞા, યોગ, આદિ અનેક શબ્દો સૂઝી આવે છે કે જે માર્ગ સૂચક લાગે. આ બધાં એટલે ભક્તિ, જ્ઞાન, આદિ સન્માર્ગમાં આગળ વધવા ઉપકારી છે એમ આપણને લાગ્યા વિના રહે નહિ. પરંતુ આ બધા માર્ગમાં કયો માર્ગ સૂચવનાર શબ્દ શ્રી તીર્થકર ભગવાનને અને કૃપાળુદેવને અભિપ્રેત હતો તે પર વિચારણા કરતાં એમ સમજાય છે કે “આજ્ઞા' ના આરાધનમાં જ સાચો માર્ગ સમાયેલો છે, અને બીજા બધા માર્ગ તેને સહાયકારી તથા અંગરૂપ છે.
ભક્તિમાં માર્ગ સમાયો છે; એની વિચારણા કરતી વખતે કૃપાળુદેવનું આ વચન તરત જ સ્મૃતિમાં આવે છે કે, ભક્તિ એ સર્વોપરી માર્ગ છે. ભક્તિમાર્ગમાં સાધક સદ્ગુરુનો પ્રેમભાવથી સ્વીકાર કરે છે, તેમના પ્રતિ તેઓ સાચા છે એવું શ્રદ્ધાન પણ કેળવે છે, જો આ પ્રકારનું શ્રદ્ધાન સાધકમાં હોય નહિ તો તેનો ગુરુ પ્રતિનો પ્રેમભાવ અપૂર્ણ રહે છે. ભક્તિમાર્ગમાં સાધક પોતાના ગુરુએ જે માર્ગદર્શન આપ્યું હોય તે પ્રમાણે વર્તવાના ભાવ પણ કરે છે, તેમ છતાં ગુરુનું વચન યથાર્થપણે પાળવાની વૃત્તિ ભક્તિવાનને હોય પણ ખરી, અને ન પણ હોય એમ બને. ઘણીવાર સાધકમાં સંસારના ભોગવટાની રુચિ વધારે હોય છે ત્યારે તે સદ્ગુરુમાં પ્રેમ તથા શ્રદ્ધા ધરાવતો હોવા છતાં, ગુરુના માર્ગદર્શન પ્રમાણે વર્તવાનું કાર્ય પૂર્ણતાથી કરી શકતો નથી, અને તેનાં કારણે તેનું કલ્યાણ પામવાનું કાર્ય વિલંબમાં પડે છે. આમ છતાં એ પણ સત્ય છે કે સદ્ગુરુ પ્રતિ સાચી ભક્તિ ઊગ્યા વિના જીવમાં કે સાધકમાં યથાર્થ માર્ગ સાધવાની શક્તિ આવી શકતી નથી. પ્રત્યેક જીવ માટે સત્ય માર્ગના આરાધન માટે ભક્તિ એ અનિવાર્ય અંગ છે, જે અમુક પ્રમાણમાં વિકસિત થયા પછી જ પૂર્ણતા પ્રતિ દોરનાર ઉત્તમોત્તમ માર્ગ જીવ આરાધી શકે છે. આમ વિચારીએ તો ભક્તિ એ મૂળ માર્ગનો પાયો છે, પણ મૂળમાર્ગ નથી.
એ જ રીતે “શ્રદ્ધામાં માર્ગ સમાયો છે તેની વિચારણા કરતાં શ્રદ્ધાની જરૂરિયાત સ્પષ્ટપણે દેખાય છે. જે માર્ગનું આરાધન કરવાનું છે તે માર્ગ સત્ય હોવાની શ્રદ્ધા જ્યાં સુધી જીવમાં કે સાધકમાં પ્રગટતી નથી ત્યાં સુધી મળેલાં માર્ગદર્શન કે સમજણ પ્રમાણે
૩૨૭
Page #354
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
વર્તવાની વૃત્તિ જ તેને જાગતી નથી. શ્રદ્ધા વિના જીવનો પ્રેમભાવ ઉલ્લસતો નથી, તેનો પ્રેમ શ્રદ્ધા જાગ્યા વિના સાધકને સત્પ્રવૃત્તિ કરવા પ્રતિ દોરી શકતો નથી. એનો અર્થ એ થયો કે સાધકને છૂટવાના ભાવ જાગ્યા પછી જ કોઈ સદ્ગુરુ માટે નિર્મળ પ્રેમ જાગે છે, એ પ્રેમના આધારે સદ્ગુરુમાં અને તેમના થકી બોધાયેલા માર્ગમાં કે માર્ગદર્શનમાં તેને શ્રદ્ધા આવે છે. અને શ્રદ્ધાની માત્રા અમુક હદે પહોંચે છે ત્યારે તેને સદગુરુ પ્રતિ ભક્તિ ઉદ્ભવે છે. અને એ ભક્તિ ભાવિમાં તેને માર્ગનું યોગ્ય આરાધન કરવા પ્રતિ દોરી જાય છે. આમ ભક્તિને જો મૂળમાર્ગ પામવા માટેનો પાયો ગણીએ તો શ્રદ્ધા એ મૂળમાર્ગના પાયાને મજબૂત કરનાર તત્ત્વ ગણી શકાય. તેથી શ્રદ્ધાને આપણે મૂળમાર્ગ કહી ન શકીએ, પણ મૂળમાર્ગ મેળવવાં માટેનું એક બળવાન સહાયકારી તત્ત્વ જરૂર ગણી શકીએ. આમ હોવાથી સાધકમાં જ્યાં સુધી માર્ગ અને માર્ગદર્શક સંબંધી યથાયોગ્ય શ્રદ્ધા જન્મતી નથી ત્યાં સુધી તેની દો૨વણી અનુસાર વર્તન કરવા તે પ્રેરાતો નથી, અને સાચા વર્તન વિના કલ્યાણ પામી પૂર્ણતા પામવાનું તેનું કાર્ય વિલંબમાં પડે છે, વળી, પૂર્વસંચિત કર્મોના બળવાન ઉદયને લીધે તે સાધક સંસારી ભાવોમાં ખેંચાઈ જઈ મળેલી કલ્યાણ કરવાની અમૂલ્ય તક પણ ગુમાવી બેસે એવી સંભાવના પણ થઈ શકે છે.
‘જ્ઞાન’માં મૂળમાર્ગ સમાયો છે? એ વિચારીએ છીએ ત્યારે સ્પષ્ટપણે સમજાય છે કે માર્ગની જાણકારી એ માર્ગમાં ચાલવા માટેનું અનિવાર્ય અંગ છે. સાધકને શું કરવાનું છે તેનું જ્ઞાન કે જાણકારી જ ન હોય તો તે સાચું આચરે કઈ રીતે ? એટલે જાણકારી હોવી કે જ્ઞાનની સ્પષ્ટતા રહેવી એ માર્ગના આરાધન માટે અવિનાભાવિ સંબંધ ધરાવતું અંગ જણાય છે. પરંતુ સાધકે આ જાણકારી મેળવી છે કઈ રીતે, તેના આધારે તેમાં મૂળમાર્ગ કેટલા અંશે રહેલો છે તેની સ્પષ્ટતા આપણને મળે છે. સામાન્ય રીતે જ્યારે જ્ઞાનમાર્ગનું આરાધન કરવાની વિચારણા કરવામાં આવે છે ત્યારે સાધક પોતાની રીતે, અન્ય સમર્થ જીવોની સહાય લીધા વિના, પોતાને થતા વિવિધ અનુભવના નીચોડ દ્વારા માર્ગની સત્યતા નક્કી કરે છે, એમ ગણવામાં આવે છે. આ રીતે કોઈ સમર્થ વ્યકતિના સાથ વિના સાચી સમજણ લેવા સાધક પ્રેરાય છે ત્યારે
૩૨૮
Page #355
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
તેને કેટલાય અવરોધો નડે છે. સૌ પહેલાં તો અનેક અનુભવ કરી, સત્ય પોતાની મેળે જ તારવવામાં ઘણાં લાંબા કાળની જરૂર પડે છે. કોઈ અનુભવીના આધારથી સત્ય નક્કી કરવાનું હોય તો તેમ કરવામાં સમય ઘણો અલ્પ થઈ જાય. બીજી તકલીફ સાધકે એ અનુભવવી પડે છે કે પોતે કરેલી તારવણી સત્ય છે કે કેમ તે નક્કી કરવું તેને મુશ્કેલ પડે છે. અને ખોટી તારવણી કરવાનો ભય તેને સતત રહે છે. કદાચિત્ જો તેની તા૨વણી સાચી નીવડે તો તેનાં કારણે, સદ્ગુરુનો તેને આધાર ન હોવાથી અભિમાન, સ્વચ્છંદ, આદિ દોષો તેનામાં વધતા જાય છે. અને તેને ક્ષીણ ક૨વાનો ઉપાય તેમાંથી નીકળતો ન હોવાથી કલ્યાણ પામવું તેને માટે દુર્ઘટ થઈ જાય છે. વળી, આ બધી ગ્રહણ કરવાની, તોલન કરવાની, તેનું અર્થઘટન કરવાની વગેરે શક્તિઓ બહુજન પાસે હોતી નથી. જન સામાન્યને તો અન્ય સમર્થ જીવો પાસેથી દોરવણી લઈ વર્તવું જ અનુકૂળ રહે છે. સામાન્ય જન પોતાની મેળે આ બધી સમજણ લઈ શકતો નથી, તેથી ‘જ્ઞાનમાર્ગ' દુરારાધ્ય ગણાયો છે. મુખ્યતાએ એવું અનુભવવામાં આવે છે કે જ્ઞાનમાર્ગ કરતાં ભક્તિમાર્ગે જીવને ઘણી વધારે જાણકારી તથા સમજણ મળતાં હોય છે કેમકે તેમને સમર્થ અનુભવી આત્માઓના અનુભવનો લાભ સતત મળતો રહે છે.
“યોગ” એ મૂળમાર્ગ છે કે કેમ તેની વિચારણા કરતાં એમ સમજાય છે કે તે માર્ગમાં ગુરુની સ્થાપના છે, તેમના પ્રતિ પ્રેમ તથા શ્રદ્ધા પણ કેળવવાનાં છે, અને તેથી સાધકને અમુક જાણકારી પણ આવે છે. તેમ છતાં એ માર્ગમાં આંતરદૃષ્ટિનું તત્ત્વ થોડું ખૂટે છે. આ માર્ગમાં બાહ્ય ક્રિયાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે, મન, વચન, કાયાના યોગનું સંયમન કરી આત્મશુદ્ધિ કરવાની હોય છે. તેથી મોટે ભાગે એવું થાય છે કે આ સંયમ કરવા જતાં સાધક તેનાથી આવતી લબ્ધિ તથા સિદ્ધિથી ખૂબ લલચાઈ જાય છે, અને એ લાલચ ગુરુની પણ આ માર્ગમાં યથાયોગ્ય રીતે છૂટી નથી હોતી, તેથી શિષ્યને તેનાથી બચવું કઠણ થઈ જાય છે. જેઓ બાહ્ય લબ્ધિ તથા સિદ્ધિથી આકર્ષાયેલા હોય અને જેમને આત્મસિદ્ધિની થોડી ગૌણતા હોય તેઓ મોટેભાગે આ માર્ગે જતા હોવાથી લબ્ધિસિદ્ધિના દૂષણથી બચી શકતા નથી, પરિણામે તેઓ દેહ ૫૨
૩૨૯
Page #356
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
સંયમ મેળવતા હોવા છતાં આત્માના ભાવો પર યથાર્થ સંયમ કેળવી શકતા નથી. અને લબ્લિસિદ્ધિથી આકર્ષાઈ, તેનો સ્વછંદે ઉપયોગ કરી પોતાના માનભાવને વધારી કલ્યાણથી અમુક અંશે વિમુખ થતા હોય છે. આમ છતાં આંતરસંયમ વધારવા માટે યોગમાર્ગે બાહ્ય સંયમ વધારવાનો પુરુષાર્થ સાધકને ઘણા અંશે મદદરૂપ થતો હોય છે, તે આપણે સ્વીકારવું જોઈએ. યોગમાં મુખ્યતાએ કાયા પર વિશેષ સંયમ લેવામાં આવે છે, વચન પર તેથી ઓછો સંયમ હોય છે અને મન પર સહુથી ઓછો સંયમ કેળવાતો હોય છે. તેથી યોગસાધના કરનારને સામાન્યપણે ક્રોધ કષાય વિશેષ વર્તતો હોય છે, સાથે સાથે તે સાધકને પોતાનું ધાર્યું કરવાની જીદ પણ આવતી હોય છે, પરિણામે જ્યાં ઇચ્છા વિરુધ્ધ થાય ત્યાં માનકષાય ઘવાતાં તેનો ક્રોધ કષાય ભભૂકી ઊઠે છે, અને તે સાધક આવેશમાં આવી, પોતાની શક્તિનો દુરુપયોગ કરી અન્ય જીવોને કલેશ પહોંચાડતો હોય છે. આમ યોગમાર્ગને તેનાં પોતાનાં ભયસ્થાનો છે. જગપ્રસિદ્ધ દુર્વાસામુનિ યોગમાર્ગના જાણકાર હોવા છતાં કષાય રહિત થઈ શકયા ન હતા તે સર્વવિદિત વાત છે.
આ સર્વ વિચારણા પછી “આજ્ઞા'માં માર્ગ સમાયો છે એ વિધાન ઉપર વિચાર કરીએ છીએ ત્યારે આપણને લક્ષ આવે છે કે ઉપર જણાવેલા ચારે માર્ગના ગુણો આજ્ઞામાર્ગમાં સંકલિત થયેલા જોવામાં આવે છે, અને તે ચારેમાં જોવા મળતાં ભયસ્થાનોથી આ માર્ગ સુરક્ષિત થયેલો છે.
આજ્ઞામાર્ગ એટલે જે માર્ગમાં આપ્ત પુરુષમાં કે સત્પષમાં સાધકને તેના જ્ઞાનીપણાની ખાતરી થઈ હોય, તેઓ મને સાચું માર્ગદર્શન આપનાર છે તેવું શ્રદ્ધાન પ્રગટયું હોય, તેમના માટે ખૂબ પૂજ્યભાવ અને અહોભાવ વર્તતાં હોય અને પોતાના આત્માનું કલ્યાણ કરવા માટે તેમના ચિંધેલા માર્ગે ચાલવાની ઇચ્છા પ્રગટી હોય. આ રીતે વર્તન કરી, પોતાની સ્વચ્છંદી ઇચ્છાઓને ગૌણ કરતા જવી અને માર્ગદર્શક ગુરુની કલ્યાણકારી ઇચ્છાઓને આધીન થઈ નિયમિતપણે વર્તતા રહેવું તેનું નામ આજ્ઞામાર્ગ. આ માર્ગમાં ચાલવા માટે જીવમાં ગુરુ માટે ભક્તિ પ્રગટવા ઉપરાંત ગુરુના કહ્યા પ્રમાણે વર્તવાની ઇચ્છા અને શક્તિ બંનેની જરૂરત રહે છે. અને એ માટે આત્માની અમુક
૩૩૦
Page #357
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
વિશુદ્ધિ પ્રગટયા પછી જ જીવમાં આ ભાવ અને શક્તિ ઉત્પન્ન થાય છે, તેથી આજ્ઞામાર્ગ અન્ય સર્વ માર્ગના ગુણોનો સમાવેશ કરનાર અને દૂષણોથી મુક્ત રહેનાર માર્ગ થઈ શકયો છે. તે કથન મનનીય છે.
જીવ સદ્ગુરુની આજ્ઞામાં આવ્યો ત્યારે જ કહેવાય કે જ્યારે તેને તે ઉચ્ચ આત્મા માટે પ્રેમ અને પૂજ્યભાવ જાગ્યા હોય, તેમના પ્રતિ શ્રદ્ધા અને ભક્તિ પ્રગટયાં હોય, અને ભક્તિ સાકાર થયા પછી અંતરંગથી તેમનું કહ્યું કરવાની અને તેમની ઇચ્છાએ ચાલવાની વૃત્તિ ક્રમે ક્રમે બળવાન થતી જતી હોય. તે જીવને સદ્ગમાં જો પ્રેમ કે શ્રદ્ધા હોય નહિ તો તે જીવ કદાપિ તે ગુરુનું કહ્યું કરવા ઇચ્છે નહિ, અને કહ્યું કરે નહિ તો કલ્યાણ થાય નહિ. વળી શ્રદ્ધા જાગ્યા પછી તે અહોભાવરૂપ ભક્તિમાં પરિણમે ત્યારથી તેને માર્ગની જાણકારી ગુરુ તરફથી મળવા લાગે છે, માર્ગનાં રહસ્યો આદિ પણ જાણવા મળે છે, પરંતુ મળેલાં જ્ઞાન માટે તેને અભિમાન આવતું નથી. તેને સ્પષ્ટપણે સમજ હોય છે કે આ જ્ઞાનપ્રાપ્તિ મને ગુરુની કૃપાને કારણે થઈ છે, તેમાં મારું પોતાનું કંઈ નથી. તેમની કૃપા ન હોત તો આ સર્વ જ્ઞાનસમૃદ્ધિથી હું વંચિત જ હોત, વળી તેને વારંવાર એવો અનુભવ થતો હોય છે કે જે જે સિદ્ધાંત, નિયમાદિ સમજવામાં તેને મુશ્કેલી પડે તે તે સર્વનું સમાધાન સર્વવસ્તુના પારગામી ગુરુ તરફથી મળતું જ રહે છે, એના કારણે શિષ્યને સ્વચ્છંદ કે અભિમાનથી બચવું ખૂબ સરળ અને સહેલું થઈ જાય છે.
જીવ સદ્ગુરુની આજ્ઞા મેળવવાનો કે પાળવાનો વિચાર કે નિર્ણય કરે ક્યારે? જ્યારે તેને શ્રદ્ધા આવે કે પોતે ધાર્યા છે તે ગુરુ સાચા છે, તેમની જાણકારી યથાર્થ છે, તેમનામાં માર્ગદર્શન આપવાની શક્તિ છે અને તે માટે જરૂરી એવો વાણીવૈભવ પણ છે. આથી તેમની પાસેથી સાચી સમજણ લઈ, તેમનું કહ્યું કરવાથી મારું કલ્યાણ થવાનું જ છે, આવો અંતરંગનો હકાર આવે તો તે મુખ્યતાએ ગુરુ પાસેથી માર્ગદર્શન લેવા માટે ઉત્સુક બને છે. વળી તેને તેમની જાણકારી, તેમની પ્રેમાળ હૂંફ સ્પર્શે છે ત્યારે જ ઉપર કહી તેવી શ્રદ્ધા તેનામાં જાગે છે. સાથે સાથે ગુરુની કૃપાથી તેની માર્ગની જાણકારી વધે છે અને સન્માર્ગે પુરુષાર્થ કરવાથી તેની આત્મશુદ્ધિ પણ વધે છે. તેમ છતાં તેને સભાનપણું રહે છે કે પોતાને મળેલાં જ્ઞાન તથા આત્માની શુદ્ધિ
૩૩૧
Page #358
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
ગુરુએ આપેલા દાનનો પ્રભાવ છે. આવી સભાનતા તેને અભિમાન, સ્વછંદ આદિ દોષોની વૃદ્ધિથી રક્ષણ આપે છે, અને તેને નવાં બંધનમાં પડતાં અટકાવે છે; એટલું જ નહિ પણ પૂર્વ સંચિત આવા દોષોની નિર્જરા કરાવી તેનામાં નમ્રતા, નિર્લોભતા, ક્ષમાભાવ આદિ ગુણો ઉત્પન્ન કરે છે. તેમાંથી આત્માનુભવમાં જવાની અને એવો અનુભવ વારંવાર કરવાની તેની તાલાવેલી સહજતાએ વધતી જાય છે. આવી તાલાવેલી તથા ગુરુ પ્રતિની શ્રદ્ધાને કારણે તેનામાં ગુરુ પ્રતિનો વિનયભાવ અને અહોભાવ વધતા જાય છે. શ્રી ગુરુ સાચા છે, સમર્થ છે, મારા તારણહાર છે, તેઓ સાચા તારક ગુરુ છે, આવા વિવિધ ભાવો તેને ગુરુ માટે ભક્તિસભર બનાવે છે. આ બધાંના સુમેળથી તેનામાં પોતાનું કલ્યાણ કરવા શું કરવું જોઈએ તે બાબતની જિજ્ઞાસા વધે છે, માર્ગદર્શન મેળવવાની તીવ્રતા થાય છે, અને તે અનુસાર વર્તવાનું તે નક્કી કરે છે. આ પ્રક્રિયામાંથી પસાર થવું તે “આજ્ઞા' નું પહેલું પગથિયું છે. આ પગથિયા પર ચડતી વખતે જીવને દેઢત્વ આવે છે કે “આજ્ઞા” માં મોક્ષમાર્ગ સમાયેલો છે.
આણાએ ધમ્મો' એટલે આજ્ઞાનું આરાધન એ જ ધર્મ છે. આત્માએ અનાદિકાળથી ગુમાવેલા સ્વરૂપને મેળવવું હોય તો તેણે શ્રી સગુરુએ બતાવેલા માર્ગે અર્થાતુ તેમની આજ્ઞાનું પાલન કરીને ચાલવું જોઈએ, એ તેનું કર્તવ્ય પણ છે, ફરજ પણ છે. જીવે પોતાનો મૂળભૂત સ્વભાવ પ્રગટ કરવો હોય તો, તેના સગુરુએ જે મા ચાલી પોતાના આત્મસ્વરૂપને પ્રગટાવ્યું છે તે માર્ગની જાણકારી મેળવી, એ જ માર્ગે પુરુષાર્થ કરવાની અનુજ્ઞા તેમની પાસેથી મેળવવી જરૂરી છે. અને એજ પ્રકારે વર્તવું તે આત્માનો અપૂર્વ સ્વભાવ છે. આ પ્રકારે વર્તતાં તે પોતાને જરૂરી એવાં સદાચાર, નીતિપાલન આદિ કરતાં શીખે છે; અને અનાદિકાળથી જે દુરાચાર અને સ્વચ્છંદ તે સેવતો આવ્યો હતો, તેનો ત્યાગ તે કરતો જાય છે. આવું વર્તન સ્વીકારતાં તે ધર્મ એટલે સદાચાર કે નીતિ વિષયક સમજણ એ અર્થનું સત્યપણું તેને સમજાય છે. આવા સદાચારના પાલનથી આત્માની જે પવિત્રતા થાય છે તેને લીધે તથા શ્રી સદ્ગુરુના માર્ગદર્શનથી તેને મરણ, ઈહલોક, પરલોક, ઈશ્વર આદિ અને ગૂઢ વિષયો વિશે સમજણ અને જાણકારી મળે છે, જે શાસ્ત્રોક્ત વિધિનિષેધની રસભર સમજણ
૩૩૨
Page #359
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
આપે છે, તેને શું કરવું યોગ્ય છે અને શું કરવું અયોગ્ય છે તેની સ્પષ્ટતા થતી જાય છે. સ્પષ્ટતાની વર્ધમાનતા થવાથી આત્માનાં ગુણોની અને લક્ષણોની જાણકારી વધે છે, તે ગુણોનો તેને અનુભવ પણ થાય છે. આ અનુભવ ધર્મ એટલે ગુણ અને લક્ષણ એ અર્થને સત્ય ઠરાવે છે. ચાર પુરુષાર્થમાંનો એક પુરુષાર્થ ધર્મ ગણાયો છે, આ ધર્મ પણ સત્ય પુરુષાર્થ કરવાથી સફળપણું પામે છે તે સમજાતાં ધર્મ એ ચાર પુરુષાર્થમાંનો એક પુરુષાર્થ છે તે નક્કી થઈ જાય છે. વળી દાનપ્રવૃત્તિ કે પુણ્યકાર્યને પણ ધર્મ કહેવામાં આવે છે. શ્રી સદ્ગુરુ તેના શિષ્યને આજ્ઞામાર્ગની સમજણનું દાન આપે છે, શિષ્ય આજ્ઞામાર્ગની સમજણનું દાન સ્વીકારે છે. ગુરુશિષ્ય બંને પોતપોતાની કક્ષા અનુસાર તથા ભાવ અનુસાર પુણ્ય બાંધે છે, આમ ધર્મ એટલે દાન અથવા પુણ્ય એ અર્થ પણ સાર્થક થાય છે. ધર્મના આવા જુદા જુદા અર્થો પર ભાર મૂકીને જુદા જુદા મહાત્માઓ જુદી જુદી રીતે ધર્મની સમજણ લોકોને આપતા રહે છે. તેમાં તેમની કક્ષા પ્રમાણે ધર્મની ગૂઢતા તથા રહસ્ય પણ છતાં કરતાં જતાં હોય છે. આ સર્વના આધારે મહાત્માઓથી નિરૂપાતો ધર્મ અમુક સંપ્રદાય તરીકે ઓળખાતો થાય છે. આમ ધર્મ એટલે સંપ્રદાય એ અર્થ સૂચક બની જાય છે. આ રીતે એક “આજ્ઞા’ શબ્દને યોગ્યતાએ સમજવાથી “ધર્મ' શબ્દના તમામ અર્થનો સુમેળ આપણને જોવા મળે છે.
શ્રી સદગુરુના સંપર્કમાં આવ્યા પછી, સંસારથી છૂટવાની પોતાની ભાવનાને લીધે જીવ નક્કી કરે છે કે મારે છૂટવું હોય તો ગુરુએ કહેલા માર્ગે ચાલવું જોઈએ, તેમની આજ્ઞા માનવી જોઈએ; આમ કરવાથી મને તેમના તરફથી સન્માર્ગનું દાન મળશે જેથી ધર્મમાર્ગની પ્રક્રિયા મને જાણવા મળશે. આ પ્રક્રિયાનો ઉપયોગ કરી તેનું પાલન કરવા તે સક્રિય થાય છે. આમ તે ચાર પુરુષાર્થમાંના એક પુરુષાર્થ “ધર્મ” ને આદરે છે, ધર્મનો પુરુષાર્થ સમ્યક્ઝકારે કરવાથી તે જીવને આત્માનાં ગુણો તથા લક્ષણોનું ભાન થઈ તેની અનુભૂતિ આવતી જાય છે. આમ આગમાદિ શાસ્ત્રોમાં વર્ણવેલો મોક્ષમાર્ગ શું છે તેની જાણકારી તેને મળે છે. પરિણામે આલોક, પરલોક, ઈશ્વર, કર્મ આદિ તત્ત્વો વિશેની ગૂઢ તત્ત્વસભર જાણકારી તેને મળવા લાગે છે. આ જાણકારીથી કાર્ય અને તેનાં ફળ કેવાં હોય તે જ્ઞાનનો સદુપયોગ કરી તે જીવ સદાચારી બની
૩૩૩
Page #360
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
નીતિપાલન કરતાં શીખે છે, પોતાની નીતિમત્તા વધારતો જાય છે, અને તે રીતે વર્ત કર્મના આશ્રવને તોડે છે તથા સંવરને વધારે છે. સાથે સાથે પૂર્વકર્મની નિર્જરા પણ વધારે છે. આમ કર્મભાર ઘટી જવાથી તેને આત્માની અનુભૂતિ પ્રગટ થાય છે અને વધતી જાય છે. આ રીતે આજ્ઞાપાલન સહિતનું ધર્મ આરાધન જીવને કર્માશ્રવથી બચાવે છે, અને તેની વિશુદ્ધિ ઝડપથી વધારી શકે છે. આવી સમગ્ર પ્રવૃત્તિના ફળરૂપે જીવ નવાં કર્મ કેમ ઓછાં બંધાય અને જૂનાં કર્મ કેમ વધારે જલદીથી નીકળે તેની જાણકારી મેળવે છે. તે જાણકારીનો સદુપયોગ કરી તે કર્માશ્રવ ઘટાડતો જાય છે.
તે જીવ જ્યારે આશ્રવ ઘટાડવાની પ્રવૃત્તિ આદરે છે ત્યારે તેને પૂર્વમાં બાંધેલા અંતરાય કર્મ, અશાતા વેદનીય આદિ કર્મ વિઘ્નરૂપ બની ધર્મકાર્ય કરતાં અટકાવે છે. ધર્મ પ્રવૃત્તિ કરવામાં તે કર્મો મુશ્કેલી ઊભી કરે છે. ભોગવવી પડતી આવી મુશ્કેલીઓથી તે અકળાય છે, અશાંત થાય છે, અને પૂર્વની ભૂલોનો ભૂક્કો કરવા તે તૈયાર થાય છે. એક પછી એક કરેલી ભૂલોનાં પરિણામ ભોગવીને નિવૃત્ત કરવાની પ્રવૃત્તિ જો તે સ્વીકારે તો તેમ કરવામાં એટલો લાંબો ગાળો પસાર થઈ જાય કે તેની ધર્મપ્રવૃત્તિ કોરાણે મૂકાઈ જાય, મળેલાં માનવ જીવનનું સફળપણું ક૨વું દુર્લભ થઈ જાય. આવા સમયે તે જીવ સહજપણે પોતાના સદ્ગુરુની સહાય ઇચ્છે છે. તેમની પાસે વિનમ્ર બની માર્ગદર્શન માગે છે; અને શ્રી સદ્ગુરુ તેને કર્મને ઝડપથી નિવૃત્ત કરવા માટે, શ્રી પ્રભુએ સૂચવેલો તપના આરાધનનો માર્ગ સમજાવે છે. તપનું આચરવું એ જીવને માટે પૂર્વે એકત્રતિ કરેલા સર્વ કર્મના જથ્થાને જલદીથી વિખે૨વા માટે રામબાણ ઈલાજ છે. તેનાથી જે જે તપનું આરાધન થઈ શકે તે તે તપ તેને સહાયકારી થાય છે.
શ્રી પ્રભુએ તપના બા૨ પ્રકાર જણાવ્યા છે. તેમાંથી છ તપ બાહ્યતપ છે અને છ પ્રકારનાં તપ આંતરતપ છે. બાહ્યતપના પ્રકારમાં અનશન, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસપરિત્યાગ, વિવિક્ત શય્યાસન અને કાયકલેશ આવે છે. આંતરતપના પ્રકારમાં પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, કાયોત્સર્ગ અને ધ્યાન આવે છે. આ બધાં પ્રકારનાં તપમાંથી જે જે જીવથી જે જે પ્રકારનું આરાધન થાય તે તે કરતા રહે તો એના થકી ઘણાં કર્મોની નિર્જરા વધતી જાય છે, અને તે તપ સમ્યપ્રકારે કરતા
૩૩૪
Page #361
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
રહેવાથી નવાં કર્મોનો આશ્રવ પણ ઘણો ઘટતો જાય છે. બાહ્યતપ મુખ્યતાએ શરીર સાથે અને આંતરતા મુખ્યતાએ મનના સંયમિત ભાવ સાથે સંબંધ ધરાવે છે. આ બારે પ્રકારનાં તપ સામાન્યપણે સંજ્ઞીપંચેંદ્રિય જીવ જ આરાધી શકે છે, કેમકે તેમાં કામ નિર્જરા સમાયેલી છે. અને કોઈ પણ અસંજ્ઞી જીવ સકામભાવ કરતા ન હોવાને કારણે આમાનાં કોઈ પણ પ્રકારનું તપ ઇચ્છાપૂર્વક આચરી શકતા નથી.
ઇચ્છાપૂર્વક અને સમજપૂર્વક કરેલા આહારના ત્યાગને અનશન વ્રત કહ્યું છે. જો કે ત્રસકાય જીવ માત્ર સ્થળ પૌગલિક આહાર કરતા જ હોય છે, અને કર્મોદયને કારણે આહાર ન મળે ત્યારે તેમનાથી આહાર ગ્રહણ કરી શકાતો નથી. અહીં એ સ્થિતિની વાત નથી. અહીં તો ઇચ્છાપૂર્વકનો જોઈતા પ્રમાણમાં આહાર મળતો હોવા છતાં જીવ પોતાનો સંયમ કેળવવાના હેતુથી ઇચ્છાપૂર્વક આહાર ગ્રહણ ન કરે અને મનની શાંતિ રાખી શકે તેને અનશન વ્રત કહ્યું છે. જે જીવ પોતાની જરૂરિયાત કરતાં ઇચ્છાપૂર્વક થોડો ઓછો આહાર ગ્રહણ કરે તેને ઉણોદરી વ્રત કહ્યું છે. આ વ્રતમાં તરતમતા પ્રવર્તી શકે છે. જોઈએ તે કરતાં અડધો જ ખોરાક ગ્રહણ કરી ચલાવે, ત્યાંથી શરૂ કરી જરૂર કરતાં એક કે બે કોળિયા ઓછો આહાર કરે તે સર્વ ઉણોદરી વ્રતમાં સમાય છે. ઉદર એટલે પેટ. તેને ઉણું રાખવું, જરૂર કરતાં ઓછું ભરવું તે ઉણોદરી વ્રત ગણાય છે.
જીવ પોતાના સંયમને ચકાસવા પોતે ધારેલા અમુક અભિગ્રહ પૂરા થાય તો જ આહાર ગ્રહણ કરવો કે ભોજન કરવું, અને તેમ ન થાય ત્યાં સુધી શાંત પરિણામથી વિચરવું તેને વૃત્તિસંક્ષેપ કહેલ છે. આ ઉપરાંત ઘણી વસ્તુઓ હોય તો તેમાંથી અમુક જ સંખ્યામાં વાનગી ગ્રહણ કરવી તેને પણ વૃત્તિસંક્ષેપ કહેવામાં આવે છે. ખાવા તથા પીવાની સર્વ વસ્તુઓનો સ્વાદ લેવામાં જીવને જોડાવા ન દેવો, અને જરૂર પૂરતી, શરીર નિર્વાહ પૂરતી જ સંયમિતભાવે વસ્તુ ગ્રહણ કરી ભોજન કરવું તે વૃત્તિસંક્ષેપ. સ્વાદ માટે ભોજનનાં મુખ્ય છ રસ પ્રવર્તે છે. ખારો, ખાટો, તીખો, ગળ્યો, તૂરો અને કડવો. આમાંથી વારાફરતી એક એક રસનો ત્યાગ કરી નિરસ ભોજન કરતાં શીખવું તે રસપરિત્યાગ કહ્યો છે. વારાફરતી રસનો ત્યાગ હોવાથી શરીરને પોષક
૩૩૫
Page #362
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
તત્ત્વો મળી રહે, પણ કોઈ રસની આસક્તિ વિશેષ ન થાય તે હેતુથી આ તપ સર્જાયું જણાય છે.
આ ચારે પ્રકારનાં તપની રચનાનો ક્રમ સમજવા યોગ્ય જણાય છે. જો ચાલે, શક્ય રહે તો ભોજન જ ન કરવું. આમ કરવાથી હિંસા અટકી જાય છે, અને ખાવાની પ્રવૃત્તિમાં જે સમય વપરાતો હતો તે આત્મપ્રવૃત્તિ કરવા માટે વાપરી શકાય છે. પરંતુ આહાર વિના છદ્મસ્થ જીવથી સદાકાળ રહી શકાતું નથી, તેવા સંજોગોમાં અધુરું પેટ ભરી ભોજન કરવું હિતાવહ ગણ્યું છે. તેની સાથે સાથે અનેક નિયમો રાખી ભોજન કરી સંયમ વધારવાનું ઇચ્છયું છે. તે ઉપરાંત બને તેટલા રસનો ત્યાગ કરી નિરસ આહાર કરતાં શીખતાં જવું. આમ શરીરની જરૂરિયાત પૂરતો આહાર ગ્રહણ કરવાનો, અને તેની સાથે જીભની લોલુપતા છોડાવવા પ્રતિબંધ વધારતા જવો એવો ક્રમ અહીં જોવા મળે છે. આ પરથી આપણને સ્પષ્ટ સમજાય છે કે તપ એ શરીરને સૂકવવા કે દમવા માટે નહિ, પણ ઇચ્છાનિરોધ કરવા માટે, બેફામ વર્તતી ઇચ્છાઓનો સંયમ કરવા માટે આચરવાનું છે. જેને જિતેંદ્રિય થવું છે, સર્વ ઈન્દ્રિયો પર સાચો સંયમ કેળવવો છે તેને રસના - જીભ પર સંયમ લેવો ખૂબ જરૂરી છે. કારણ કે આ એક ઈન્દ્રિયને વશ કરવાથી અન્ય ઈન્દ્રિયો પર કાબુ જીવ સહેલાઈથી મેળવી શકે છે. આપણે જાણીએ છીએ કે જીવ ઘાનેંદ્રિય, ચક્ષુ ઈન્દ્રિય અને શ્રવણ ઈન્દ્રિય મેળવતાં પહેલાં રસના ઈન્દ્રિયની પ્રાપ્તિ કરે છે. ત્યાં સવાલ આવે છે કે શા માટે અન્ય ઈન્દ્રિયો કરતાં રસના પર સંયમ લેવો જીવને વધારે કઠણ થાય છે? આ બાબત વિશેષ વિચારણા કરતાં ખુલ્લું થાય છે કે અન્ય ઈન્દ્રિયના વિષયો પુગલ પરમાણુના બનેલા હોવા છતાં, તે પુગલો સૂક્ષ્મ હોય છે, અને દેહના બાહ્ય સ્પર્શથી જ તેનું અનુસંધાન થાય છે. જેમકે સ્વરના પુગલો કાનના બહારના ભાગમાં અથડાઈ કાર્ય કરે છે, આંખને દશ્ય પદાર્થો આંખથી ઘણા ઘણા દૂર પણ હોય છે, પણ આંખને સ્પર્શીને કોઈ પદાર્થ દશ્ય બનતો નથી, સુગંધ કે દુર્ગધના પરમાણુઓ પણ નાકને બાહ્યથી સ્પર્શ આપી પોતાનું કાર્ય કરે છે, અને સ્પર્શ પણ શરીરના બાહ્યભાગને લક્ષીને જ શાતા અશાતા જીવમાં ઉત્પન્ન કરે છે. પણ સ્વાદેંદ્રિયને પોષવા માટે તો જીવે ધૂળ પુદ્ગલ
૩૩૬
Page #363
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
પરમાણુઓને મુખથી ગ્રહણ કરવા પડે છે અને તે આહાર અન્નનળી દ્વારા જઠરમાં પહોંચી પોતાનો પ્રભાવ જીવ પર ચલાવતો રહે છે. આમ રસનાના વિષયને શરીરના અંદરના ભાગ સુધી સંબંધ હોવાથી, તે ઈન્દ્રિય પર સંયમ લેવો જીવને વધારે કઠિન થતો હોવાની સંભાવના આપણને લાગે છે.
નિર્દોષ એકાંતસ્થાનમાં પ્રમાદરહિત બની, સૂવા બેસવાની પ્રવૃત્તિમાં પણ ધર્મભાવના સાચવવી, તેને વિવિકત શય્યાસન કહે છે. જીવ જ્યારે સમૂહમાં હોય છે ત્યારે તેની વૃત્તિ ડહોળાવાનો અવકાશ વધારે રહે છે, અન્ય જીવોના ભાવોની અસર પણ તેના પર પડયા કરે છે, અને તે અસરથી મુક્ત થવા જીવે વિશેષ પુરુષાર્થ પણ કરવો પડે છે, જે તેનાં ધર્મારાધનમાં વિઘ્નરૂપ થઈ શકે. સર્વ જ્ઞાનીઓનો અભિપ્રાય છે કે એકાંતમાં જેટલો સંસારક્ષય થઈ શકે છે તેનો સોમો હિસ્સો પણ સમૂહમાં રહીને ક્ષય કરી શકાતો નથી. અલબત્ત, તે માટેની આંતરિક પાત્રતા તો અનિવાર્ય છે જ. તેથી ઉપરના હેતુથી એકાંતવાસને આત્મસાધન માટે એક ઉપયોગી તપ કહ્યું છે.
બાહ્યતાનો છેલ્લો પ્રકાર છે કાયકલેશ. સાધક આરાધન કરે ત્યારે પૂર્વ કર્મને કારણે તેને અનેક પ્રકારની શારીરિક પીડા કે ઉપદ્રવનો સામનો કરવો પડે છે. આવા સંજોગોમાં આરાધનનો ત્યાગ ન કરતાં, શારીરિક પીડા કે ક્લેશને ગણકાર્યા વિના ઉત્તમતાએ તેની વર્ધમાનતા કરતા જવી તે કાયક્લેશ તપ કહેવાય છે. આ તપમાં શરીરને ઇચ્છાપૂર્વક કષ્ટ પહોંચાડવાનું નથી, પરંતુ કર્મવશાત્ જો પીડા આવી પડે તો પણ આત્માનાં આરાધનમાં શિથિલ ન થવું, પીડાની અવગણના કરીને આરાધન કરતાં રહેવું એવી સમજણ સમાયેલી છે. આરાધનમાં ચલિત થયા વિના આત્માને ઉપયોગી એવા તપને આરાધતાં જવું તે કાયક્લેશ તપ છે.
આમ પ્રત્યેક બાહ્યતા શરીર સાથે સંબંધ ધરાવે છે, શરીરની શાતા અશાતાના ભાવથી પર બની વર્તવાથી બાહ્યતા સધાય છે. મનને વશ કરવા માટે આ તપ ખૂબ સહાયકારી છે. તેથી શ્રી પ્રભુએ આંતરતપની સાથોસાથ આ તપની પણ જરૂરિયાત આપણને બતાવી છે.
૩૩૭
Page #364
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
છએ આંતરતપમાં સૌ પ્રથમ તપ છે પ્રાયશ્ચિત્ત. આ સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં અજ્ઞાન અને રાગદ્વેષને કારણે જીવ એવી અને એટલી ભૂલો કરી નાખે છે કે તેને અનેક પ્રકારે અશાતા તથા સંસાર વધી જાય છે. અને તેની મુશ્કેલીઓનો પાર રહેતો નથી. વળી, આ બધી ભૂલો એક પછી એક ભોગવતો જ રહે તો તેનો અનંત કાળ પસાર થઈ જાય, અને તેનાથી સંસારથી છૂટાય જ નહિ. આવી સ્થિતિથી બચવા માટે શ્રી પ્રભુએ પ્રાયશ્ચિત્ત નામનું તપ જણાવ્યું છે. પ્રાયશ્ચિત્ત એટલે ભૂતકાળમાં થયેલી ભૂલો માટે પશ્ચાત્તાપ કરી, ક્ષમા માગી, સ્વેચ્છાએ તે માટે દંડ સ્વીકારવો. આ તપ કરવાથી જીવનાં મનપરિણામ શુદ્ધ થાય છે, કેમકે તેમાં ભૂલનો એકરાર કરવાથી જીવ પોતાનો દોષ સ્વીકારે છે, આવી ભૂલ કરવી જોઈતી નહોતી એમ નક્કી કરે છે, સાથે સાથે વિનમ્ર બની કરેલી ભૂલની ગુરુજન સમક્ષ અથવા તો જેનો અપરાધ કર્યો હોય તેની પાસે ક્ષમાની યાચના કરે છે, અને તેનાથી તેને થોડી હળવાશ થાય છે. પશ્ચાત્તાપ કરવાથી ભૂલનું અમુક અંશે વેદન થાય છે, અમુક અંશે તેની નિર્જરા થાય છે, અને ક્ષમા માગવાથી માનભાવ છૂટી જીવમાં વિનમ્રતાનો ગુણ ખીલે છે. અને આવો દોષ ફરીથી ન થાય તેના દઢત્વ માટે તે જીવ ગુરુ કે ગુરુજન સમક્ષ દંડની માંગણી કરી, તેનો સ્વીકાર તથા પાલન પણ કરે છે. સામાન્યપણે કોઈ જીવને શિક્ષા સહન કરવી ગમતી નથી, તેથી જ્યારે તે ઇચ્છાપૂર્વક દંડ સ્વીકારે છે ત્યારે ફરીથી આવી ભૂલ ન કરવા માટે કૃતનિશ્ચયી બને છે. પરિણામે તેને નવાં કર્મબંધ ઘાતીકર્મની અપેક્ષાએ ઓછાં ને ઓછાં થતાં જાય છે. વળી, પોતે પ્રાયશ્ચિત્ત કરવાથી ભાવિમાં ભોગવવાના દંડને વર્તમાનમાં ભોગવી નિર્જરાવી નાખે છે તેથી આ પ્રક્રિયા દ્વારા તે પૂર્વસંચિત કર્મોની નિર્જરા ઘણી ત્વરાથી કરી શકે છે.
પ્રાયશ્ચિત્ત પછીનું બીજું આંતરતપ તે વિનયતપ છે. વિનય એટલે સત્ પ્રતિનો આદરભાવ, પૂજ્યભાવ, અહોભાવ વગેરે. સમ્યક્ જ્ઞાન, દર્શન તથા ચારિત્ર પ્રતિ બહુમાન આદિનો ભાવ તે નિશ્ચયથી વિનયતપ છે; અને સમ્યક્ જ્ઞાન, દર્શન તથા ચારિત્રના ધારક સન્દેવ, સદ્ગુરુ અને સત્શાસ્ત્ર પ્રતિનો આદરભાવ, પૂજ્યભાવ, અહોભાવ આદિ વેદવા તે ઉપચારથી વિનયતપ છે. સામાન્યપણે જીવને
૩૩૮
Page #365
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
મનુષ્યગતિમાં માન કષાયનો ઉદય બળવાનપણે વર્તતો હોય છે. અને તેનાં પરિણામે તે જીવ પોતાને બીજા કરતાં ઊંચો અને બીજાને નીચા અથવા તુચ્છ ગણતો ફરતો હોય છે. તેને રૂપ, જાતિ, કુળ, ધન, જ્ઞાન આદિ અનેક પ્રકારે માન પ્રવર્તતું હોય છે, અને આ માનના પ્રભાવથી તે અનેક જીવો સાથે અયોગ્ય વર્તન કરતાં પણ અચકાતો નથી. આવા માનભાવની અસરથી પોતાની અસમ્યક્ જાણકારીથી તે સત્નો અને સત્તના ધારક ઉત્તમ આત્માનો સહસા અનાદર કરી બેસે છે, તેનાથી અનેક પ્રકારનાં અંતરાય કર્મ તથા અશાતા વેદનીય કર્મ બાંધી પોતાને માટે અનેક વિઘ્નો તથા દુ:ખની પરંપરા ઊભી કરી નાખે છે. આવા અનર્થકારી માનભાવને સમ્યકુ ગુરુજનની નિશ્રામાં રહી, તેમનાં માર્ગદર્શન નીચે પોતાનાં અલ્પપણાનું જાણપણું મેળવી, સત્સંવ, સદ્ગુરુ અને સત્કર્મ પ્રતિ ખૂબ આદર, અહોભાવ અને નમતા સાથે વર્તવું તેનું નામ વિનયતા છે. જીવને અનાદિકાળથી આનાથી ઉલટો જ અભ્યાસ હોવાથી, અને તેનો ત્યાગ કરવાની સાચી શિખામણ અને રીત અત્યાર સુધી જાણી ન હતી; તેથી જીવને આ તપ કરવામાં વિશેષ મનપરિણામના સંયમની જરૂરત રહે છે. વળી, પ્રાયશ્ચિત્તમાં જીવ પોતે પોતાની મેળે દંડ સ્વીકારે છે, ત્યારે અહીં અન્ય વ્યક્તિ પ્રતિનો વ્યવહાર પણ તેમાં ભળે છે, તેથી તેણે આ તપ આચરવામાં વિશેષ માનકષાય તોડવો પડે છે. જે માનક્ષય ભાવિમાં જીવને ખૂબ ઉપકારી થાય છે. આ તપના આધારથી જ જીવ સત્ તરફ વળી શકે છે, માટે સન્માર્ગને પામવા માટે વિનયગુણને જીવ માટે મુખ્ય ગુણ શ્રી પ્રભુએ ગણાવ્યો છે. તે ગુણને સમજાવવા માટે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં, મહાવીર પ્રભુની છેલ્લી દેશનામાં, સૌ પ્રથમ જ ‘વિનય ઉપર અધ્યયન રચાયું છે.
ત્રીજું આંતરતા તે વૈયાવચ્ચ છે. વૈયાવચ્ચ અથવા વૈયાવૃત્ત એટલે સેવા. સેવા આંતર તેમજ બાહ્ય એમ બે પ્રકારે થઈ શકે છે. તેમાં અહીં આંતરતપને મુખ્યતા આપવામાં આવી છે. કોઈ મુનિને અશુભ કર્મના બળવાન ઉદયને કારણે અશાતા વર્તતી હોય અને વિશેષ પ્રમાણમાં આર્તપરિણામ થતાં હોય, જેને કારણે ઘણાં કર્મબંધ થવાની સંભાવના વધી જતી હોય તેવે વખતે અન્ય મુનિ બોધ, સત્સંગ, ભક્તિ આદિ સાધનો દ્વારા વ્યથિત મુનિને શાતા આપવાનો પુરુષાર્થ કરે છે. સાથે સાથે તેઓ
૩૩૯
Page #366
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
આર્તપરિણામથી મુક્ત થઈ, ચિત્તની સ્થિરતા મેળવે એ માટે સતત પ્રયત્નવાન રહે છે. આ પ્રયત્ન કરતી વખતે તેઓ ઉચ્ચ કે નીચ દશાના ભેદથી પર બની, માનભાવથી અલિપ્ત થઈ, માત્ર કલ્યાણભાવથી પ્રેરાઈને પ્રવૃત્ત રહેતા હોય છે. આ રીતે શાતા આપવાની પ્રવૃત્તિ કરવી તે વૈયાવચ્ચ ગણાય છે. આવી સેવા ગુણપોષક, ગુણવર્ધક અને કષાયોથી પર રાખનાર હોવાથી સેવા કરનાર માટે તે આંતરતા ગણાય છે. જ્યાં સુધી જીવમાં કલ્યાણભાવ સાથેની સેવા કરવાની વૃત્તિ બળવાન થતી નથી, ત્યાં સુધી તે જીવ સાચા અર્થમાં વૈયાવચ્ચ કરી શકતો નથી. તેના શુભ કલ્યાણભાવને કારણે એ પરમાણુઓ વ્યથિત મુનિને શાતા આપવા સમર્થ થાય છે. અને વૈયાવચ્ચ સફળ થઈ ગણાય છે. કેટલીક વખત અશાતાનો ઉદય મુનિને એટલો બધો બળવાન હોય છે કે માત્ર બોધ, સત્સંગ કે ભક્તિ આદિ ચિત્તની સ્થિરતા કેળવવામાં સફળ થતાં નથી, તેને પ્રસંગે તેમને બાહ્ય શાતાના નિમિત્તો જેમકે અંગ દબાવવા, પંપાળવા, આદિ દ્વારા સાથ આપવામાં આવે તો સ્થિરતા ઝડપથી આવે, એવાં નિમિત્તો આપવા માટે શારીરિક સેવાનો પણ આ તપમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ચોથું આંતરતા છે સ્વાધ્યાય. સ્વ + અધિ + આય શબ્દોની સંધિથી સ્વાધ્યાય શબ્દ મળે છે. સ્વ એટલે પોતાનું. અહિ એટલે જ્ઞાન. અને આય એટલે પ્રાપ્ત થવું. પોતા સંબંધી જ્ઞાન મેળવવું એ જ સ્વાધ્યાયનો અર્થ કહી શકાય. આ તપમાં જીવ એવા પ્રકારનો અભ્યાસ કરે છે કે જેનાં ફળરૂપે તેનાં જ્ઞાનનાં આવરણો ક્ષીણ થતાં જાય છે. સાથે સાથે આત્માને સમ્યક્ માર્ગ મેળવવાની સમજણ વધતી જાય છે, અને આત્મશુદ્ધિ કરવા માટે જરૂરી આત્માનુભૂતિ પ્રગટાવવા માટેનો રાહ તેને સ્પષ્ટ થઈ જાય છે. આ તપનાં પ્રભુએ પાંચ ભેદ વર્ણવ્યા છે. તે છે વાંચવું, પૂછવું, અનુપ્રેક્ષા કરવી, આમ્નાય અને ધર્મોપદેશ. શ્રી તીર્થંકર પ્રભુના બોધને અવધારી, મહામુનિઓએ જે અધ્યાત્મ ગ્રંથોની રચના કરી છે; તે ગ્રંથોને વાંચી, શક્ય તેટલાં ઊંડાણથી તેને સમજવાનો પ્રયત્ન કરવો તે વાચના સ્વાધ્યાય. આ રીતે અભ્યાસ કરવા છતાં અમુક ભાગ સાધકથી સમજાયા વિનાનો રહી જાય છે, તે સ્વાભાવિક છે. આ સમજાયા વિનાના ભાગને વિશેષજ્ઞને પૂછી અધૂરી રહેલી સમજણ મેળવી લેવી તે પૃચ્છા વિભાગમાં
३४०
Page #367
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
આવે છે. આ બંને પ્રકારથી જે જાણ્યું, તે પર વિશેષ વિચાર કરવો, તે વિશે ચિંતન તથા મનન કરી તેને આત્મસાત્ કરવા પુરુષાર્થ કરવો તેનું નામ અનુપ્રેક્ષા સ્વાધ્યાય કહેલ છે. તત્ત્વની યોગ્યયોગ્યતા નિર્ણિત કર્યા પછી, તે નિશ્ચિત વિષયને ધારણા માટે મુખપાઠ કરવો તે આમ્નાય સ્વાધ્યાય છે. આમ કરતાં કરતાં તે વિષય પર પૂરેપૂરી જાણકારી આવી જાય, અન્ય સમક્ષ સારી રીતે રજૂ કરવાની શક્તિ પ્રગટી જાય તે પછીથી અન્ય જીવોને એ વિષય સંબંધી કલ્યાણભાવ સાથે તથા હિતબુદ્ધિથી યોગ્ય વાણીથી સમજાવવું તે ધર્મોપદેશ સ્વાધ્યાય છે. આ સ્વાધ્યાયથી અન્ય જીવનાં જ્ઞાનનાં આવરણ હળવાં કરવામાં મદદ કરવાનો પુરુષાર્થ થતો હોવાથી, તેનાથી જે પુણ્યકર્મ બંધાય છે તેના લીધે ઊપદેશકને જ્ઞાનની વૃદ્ધિ કરવાનો મોટો લાભ મળે છે. આ સાથે સ્વાધ્યાય તપથી થતા અન્ય લાભો તો અવશ્ય મળે જ છે. વળી, આ તપ દિવસના કે રાત્રિના કોઈ પણ ભાગમાં જીવ કરી શકે છે, સમયમર્યાદાનો બાધ આ તપમાં આવતો નથી.
આ પછીનું પાંચમું આંતરતપ તે કાયોત્સર્ગ કે વ્યુત્સર્ગ છે. બાહ્ય તેમજ આંતર પરિગ્રહના ત્યાગના પુરુષાર્થને કાયોત્સર્ગ કે વ્યુત્સર્ગ તપ કહેવામાં આવે છે. ધન, ધાન્ય, ઝવેરાત, મકાનાદિક ઉપકરણો, દેહ, કુટુંબ, મિત્રો આદિનું મમત્વ તે બાહ્ય પરિગ્રહ છે અને ક્રોધ, માન, માયા, લોભાદિ કષાયો કે જેના થકી કર્મ પરમાણુઓનો આત્મા પર આશ્રવ થાય છે, તે આંતર પરિગ્રહ છે. આ પરિગ્રહથી છૂટવાનો તથા તેનો ત્યાગ કરવાનો પુરુષાર્થ અને અભ્યાસ તે કાયોત્સર્ગ તપ છે. સામાન્યપણે જીવ આ તપમાં સ્થિર એકાસને બેસી, સર્વ પદાર્થના મમત્વ ભાવનો ત્યાગ કરી, સ્વરૂપમાં લીન થવાનો સતત પ્રયત્ન કરતો રહે છે. અને જ્યાં જ્યાં જીવને વિચારપણે પણ મમતા દેખાય છે ત્યાં ત્યાં તેનું છેદન કરી સ્વરૂપલીનતારૂપ છેલ્લા ધ્યાનમાં એકાગ્ર થવા વિશેષ વિશેષ સજાગ થતો જાય છે. આમ કાયોત્સર્ગ તપ પહેલાં ચાર તપનાં ફળરૂપ અને ધ્યાનતપનાં કારણરૂપ બને છે. પૂર્વમાં કરેલી ભૂલોનું પ્રાયશ્ચિત્ત કરી જીવ વિનયી થાય છે. વિનય સાથે વિવેક જાગતાં વૈયાવચ્ચ કરી સાધમી તથા મુનિની સેવાસુશ્રુષા કરવા દ્વારા તે કર્મભાર હળવો કરતાં શીખે છે. પરિણામે સ્વાધ્યાય
૩૪૧
Page #368
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
તપ ઉત્તમ પ્રકારે આરાધવા તે ભાગ્યશાળી થાય છે, અને સ્વાધ્યાય થકી આત્મશુદ્ધિ કરવાના ઉત્તમ માર્ગ સંબંધી તેને નિશ્ચિંતતા આવે છે. તેને પૂરેપૂરો લક્ષ આવે છે કે આત્મા સિવાયના સર્વ પરપદાર્થ સંબંધીના મમત્વમાં રાચીને તેણે શાશ્વત સુખ ખોયું છે. તેને મેળવવા માટે કાયોત્સર્ગ સાધી, પરિગ્રહથી મુક્તિ મેળવી, ધ્યાનતપમાં લીન થાય છે, અને સર્વોત્કૃષ્ટ શુદ્ધિ દ્વારા સર્વોત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરે છે.
સર્વ તપમાં સર્વોત્કૃષ્ટ અને અંતિમ તપ તે ધ્યાનતપ છે. શ્રી ભગવાને ધ્યાનના ચાર પ્રકાર કહ્યા છેઃ આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ ધ્યાન. તેમાં પહેલાં બે પ્રકાર કષાયયુક્ત હોવાથી સંસારની વૃદ્ધિ કરનારા છે. બીજા બે ધ્યાનના પ્રકાર જીવને આત્માની અનુભૂતિ કરાવનાર હોવાથી આત્મશુદ્ધિ કરવા માટે ખૂબ ઉપકારી છે. ધ્યાનની ઊંચામાં ઊંચી અને ઊંડામાં ઊંડી અવસ્થામાં જીવને સર્વજ્ઞપણું પ્રાપ્ત થાય છે. અને તેની પ્રાપ્તિ પછી તે સદાકાળ ટકી રહે છે, તેથી આ ધ્યાનતપને સર્વોત્કૃષ્ટ કહેલું છે.
આગળ જણાવેલાં પાંચ પ્રકારનાં આંતરતા જીવ સારી રીતે કરે છે; અને તેના જીવનમાં મુખ્યતાએ આંતરતપની વિશેષતા થાય છે ત્યારે તેને ધ્યાનતપ પ્રગટ થાય છે. ધ્યાનતપમાં જીવ દેહ, ઈન્દ્રિય, અન્ય પૌગલિક પદાર્થો આદિથી પર બની સ્વસ્વરૂપમાં એકાગ્ર થાય છે. ધર્મધ્યાનમાં આ અલિપ્તતા બાહ્યથી હોય છે, પણ અંદરમાં શ્રી કેવળ પ્રભુગમ્ય એવા સૂમ શુભ ભાવ જીવને પ્રવર્તતા હોય છે. તેથી તે ધર્મધ્યાન ગણાય છે. લૌકિક ભાષામાં ધર્મધ્યાનની સ્થિતિમાં લઈ જાય એવી શુભ પ્રવૃત્તિને પણ ધર્મધ્યાન કહેવામાં આવે છે. આવા સૂક્ષ્મ વિચારોની અતિ અલ્પતાથી શરૂ કરી નિર્વિચાર થવા સુધીની દશાને પ્રભુ શુકુલધ્યાન તરીકે ઓળખાવે છે. શુકુલધ્યાનમાં આત્માને શુકુલ અર્થાત અતિ શુદ્ધ પરિણામ વર્તે છે. આ દશાની શરૂઆત સાતમા ગુણસ્થાનથી થાય છે. પણ નિશ્ચયનયથી શુધ્યાનની શરૂઆત આઠમાં ગુણસ્થાનથી થાય છે, અને ક્રમે ક્રમે તેની વિશુદ્ધિ વધતી જાય છે, અને આત્મા પૂર્ણતાએ કષાયરહિત બની સર્વજ્ઞ થાય છે. પહેલાં દશ તપ કાયોત્સર્ગ તપનું કારણ છે, કાયોત્સર્ગ તપ ધર્મધ્યાનનું કારણ છે, અને ધર્મધ્યાન એ શુલધ્યાનનું કારણ છે. શુક્લધ્યાનરૂપ તપમાં
૩૪૨
Page #369
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
જીવની કર્મની નિર્જરા અનંતગમે થાય છે. અને તેની આત્મવિશુદ્ધિ ઉત્તરોત્તર વધતી જાય અને સર્વોત્તમ બને ત્યારે પૂર્ણતા પ્રગટ થાય છે.
આ સર્વ પ્રકારનાં તપનું સાર્થક્ય તથા સાફલ્ય ત્યારે જ અનુભવાય છે કે જ્યારે તે તપ શ્રી પ્રભુની અને સદ્ગુરુની આજ્ઞાપૂર્વક, તેમની યથાયોગ્ય દોરવણી નીચે કરવામાં આવે છે. આજ્ઞારહિતપણે સ્વચ્છંદે આચરેલાં તપમાં જીવથી અનેક દોષ થયા વિના રહેતા નથી, અને સાથે સાથે તે જીવમાં માનકષાય વધવાનો ભય સતત રહે છે, પરિણામે સ્વચ્છંદે કરેલા તપનાં અનુસંધાનમાં જીવ મોટેભાગે કર્મકટિને બદલે કર્મવૃદ્ધિ કરી નાખે છે. આથી તો શ્રી પ્રભુએ જણાવ્યું છે કે ‘આણાએ તવો' – આજ્ઞાનું આરાધન એ જ તપ છે. આ બધાં તપનો અભ્યાસ કરતાં સમજાય છે કે, જે જીવ પોતાના સદ્ગુરુ, અને સમ્યક્ માર્ગદર્શકની ઇચ્છાનુસાર પોતાનાં વર્તન અને ભાવનું ઘડતર કરે છે તે આ બારે પ્રકારનાં તપનું ઉત્તમતાએ આરાધન કરી શકે છે.
શ્રી સદ્ગુરુની આજ્ઞાએ ચાલનારો જીવ નિજછંદનો – સ્વચ્છંદનો ત્યાગ કરે છે. પોતાની મતિથી નક્કી કરેલી માન્યતા, ઇચ્છા આદિનો ત્યાગ કરી, સરવાળે જે પોતાને કલ્યાણરૂપ છે, પોતાને કલ્યાણસભર બનાવે છે તેવા સદ્ગુરુની ઇચ્છા અને રીત પ્રમાણે ચાલવાનું તે જીવ સ્વીકારે છે. આમ કરવાથી, પોતાનો ભાર સ્વમતિકલ્પના ત્યાગી સદ્ગુરુને સોંપવાથી તેનાં કર્મબંધનાં મુખ્યકારણરૂપ ક્રોધ, માન, માયા, લોભાદિ કષાયો નબળા પડતા જાય છે, શાંત થતા જાય છે. આને લીધે તેનો કર્માશ્રવ ઘટતો જાય છે; નિર્જરા વધતી જાય છે અને અંતમાં તેનાં સર્વ કર્મો ક્ષીણ થઈ તેને સર્વજ્ઞપણું બક્ષે છે.
આ રીતે સદ્ગુરુની આજ્ઞાએ ચાલવાથી જીવની પાંચે ઈન્દ્રિયો સહેલાઈથી વશ થતી જાય છે. પાંચેમાં રસનાને વશ કરવી કઠણ છે, રસના વશ થાય તો અન્ય ચારે ઈન્દ્રિયો જલદીથી વશમાં આવે છે. આ કારણે બાહ્યતપમાંનાં પહેલાં ચાર તપ જીહ્વાને વશ કરવા માટે કહયાં છે. અને બાકીનાં બે તપ અન્ય ચાર ઈન્દ્રિયોને વશ કરવા માટે છે. તે છએ બાહ્યતપ આંતરતપને પુષ્ટિ આપનારાં છે. છએ આંતરતપ
૩૪૩
Page #370
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
મુખ્યતાએ મન વશ કરવાના ઉપાયરૂપે છે, કેમકે મનને વશ કરવું એ દુષ્કરમાં દુષ્કર કાર્ય સહુ જ્ઞાની ભગવંતોએ કહેલું છે.
સ્વચ્છંદનો ત્યાગ કરી જીવ જ્યારે ગુરુની ઇચ્છાનુસાર વર્તન કરતો થાય છે ત્યારે તેના શુધ્ધ પ્રદેશો ગુરુના શુધ્ધ પ્રદેશો અને આજ્ઞાધીન થયેલા સર્વ પ્રદેશોનું અનુસંધાન કરી સબળ થાય છે. અને મેળવેલી એ શક્તિનો સદુપયોગ જીવના અશુધ્ધ પ્રદેશોને શુધ્ધ થવાની પ્રેરણા ક૨વામાં થાય છે. આ સદુપયોગને કારણે જીવની જેમ જેમ શક્તિ વધતી જાય છે, તેમ તેમ શુદ્ધિ પણ વધતી જાય છે. આથી જીવ ગુરુની આજ્ઞાના આરાધનનો મહિમા સમજતો જાય છે.
શિષ્યના પ્રદેશોનું જ્યારે સદ્ગુરુના શુધ્ધ પ્રદેશો સાથે અનુસંધાન થાય છે, ત્યારે ગુરુની શક્તિ શિષ્યના સ્વચ્છંદને તોડતી જાય છે, પરિણામે શિષ્યનો ઈન્દ્રિયો પરનો સંયમ વધતો જાય છે. અને તેનું આંતરતપ ખીલવા લાગે છે. વર્તમાનકાળ સુધી પોતે ભૂલ જ કરતો આવ્યો છે તેવું સભાનપણું શિષ્યને પ્રાયશ્ચિત્ત ભણી દોરી જાય છે. તેમાંથી નીપજતો, હવે ક્યારેય આવી ભૂલ ફરીથી કરવી નથી એવો નિર્ણય તેને પોતાના ગુરુ પ્રતિ વિનયાન્વિત કરે છે. પ્રગટેલા સાચા વિનયને કારણે સદ્ગુરુ જ પોતાના સાચા તારણહાર છે એવો સદ્ભાવ તેના વિકાસનાં પ્રત્યેક પગલે દઢ થતો જાય છે. એમાંથી પ્રગટતી અનુભૂતિને કારણે તેનામાં ગુરુ પ્રતિનાં આદર, સન્માન, સત્કાર, પૂજ્યભાવ, અહોભાવ વગેરેમાં ઘણો ઘણો વધારો થાય છે. વર્તતા મૂળ અહોભાવને કારણે ગુરુ સમક્ષ તે ખૂબ જ વિનયથી વર્તે છે અને અન્ય જીવો સાથે પણ તે વિનયવિવેક સહિતનું વર્તન કરે છે. શુધ્ધ વિનય જાગતાં, જે ગુરુએ પોતા પર ભવોભવનાં દુ:ખથી છોડાવવાનો ઉપકાર કર્યો છે, તે ગુરુની સેવા કરવાના ભાવ, તેમને વગ૨ કહે શાતા આપવાના ભાવ ઉલ્લાસિત થતા જાય છે. તેમના પ્રતિ ક્યારેય અયોગ્ય કે ઉધ્ધત વર્તન ન થાય તેની કાળજી રાખતાં તે સહેજે શીખે છે. આમ શ્રી ગુરુના કહ્યામાં રહેવાથી શિષ્ય અનેક પ્રકારે પોતાનાં આત્મિક ગુણો ખીલવે છે; અને તેનું મન વધારે ને વધારે વેગથી કલ્યાણ પામવા તલસતું થાય છે. આ તલસાટને કારણે તે મળેલા સમયનો સદુપયોગ કરી પોતાનો સ્વાધ્યાય વધારે છે. સ્વાધ્યાયનાં
૩૪૪
Page #371
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
ફળ રૂપે તેને આત્મા, પરમાત્મા, જગત, કર્મ, વગેરે વિશેની ઊંડી જાણકારી લાધે છે. મળેલી જાણકારીનો આધાર લઈ તે કાયા તથા માયા અર્થાત્ પરિગ્રહની મમતાના ત્યાગનો પુરુષાર્થ કરી (કાયોત્સર્ગથી) સ્વરૂપમાં નિમગ્નતા કેળવે છે. તે નિમગ્નતા તેને ધર્મધ્યાનથી શુક્લધ્યાનમાં ઘણે આગળ સુધી લઈ જઈ શુધ્ધ, બુધ્ધ અને મુક્ત કરે છે. આમ શ્રી પ્રભુની અને ગુરુની આજ્ઞામાં રહેવાથી જીવને ધર્મનું આરાધન કરવા સાથે સાથે તપનું પણ આરાધન થતું જાય છે. તેનું પરિણામ એક જ આવે છે, ‘સકળ કર્મનો ક્ષય'. આ ઉદ્દેશ “આણાએ ધમ્મો, આણાએ તવો' એ સૂત્રથી આપણે જાણી શકીએ છીએ.
આ પ્રકારે ધર્મ તથા તપનું સ્વરૂપ વિચારવાથી સમજાય છે કે “આજ્ઞા' એ ધર્મ તથા તપ બંને કરતાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. આજ્ઞા એ ધર્મ તથા તપના આચરણને શુધ્ધ કરનાર છે.
સામાયિક, પ્રતિક્રમણ, વંદણા, સ્તુતિ, ભક્તિ આદિ પ્રકારની ધર્મપ્રવૃત્તિ જો આજ્ઞારહિતપણે સ્વચ્છંદથી કરવામાં આવે છે, તો મોટાભાગે તેનાથી સંસાર ક્ષય થતો નથી, પણ વધતો જાય છે. બધી ધર્મક્રિયાઓ, શુભ પ્રવૃત્તિઓ સ્વચ્છેદ કરવામાં આવે તો જીવ અનાદિકાળથી રમતી રહેલી સંસારસુખ ભોગવવાની વાસનાને લીધે ધર્મપ્રવૃત્તિથી નીપજતા પુણ્યને સંસારી ઇચ્છા પૂરી કરવામાં વાપરી નાખે છે. અને આત્મશુદ્ધિ મેળવવા માટે પુણ્ય રહેવા દેતો નથી. આમ ધર્મ પ્રવૃત્તિના કારણે સંસારી પુણ્યબંધનો જથ્થો ખૂબ વધતો જાય છે, અને દેવલોકાદિના સુખ ભોગવવામાં કાળ ચાલ્યો જાય છે. પછીથી પુણ્ય પરવારતાં દુ:ખની ખાઈ તો ઊભી જ હોય છે. વળી, સ્વછંદથી કરેલી શુભ પ્રવૃત્તિના કારણે જીવનો માનકષાય વધે છે, એટલું જ નહિ પણ જે નવાં શુભ કર્મબંધન થાય છે, તેનાં ઉદય વખતે જીવની સંસારની આસક્તિ શાતાના ઉદયને કારણે ખૂબ વધી જાય છે. અને પોતાનાં સ્વરૂપની પ્રતીતિ કરવાની તેની ભાવના મહદ્ અંશે દબાઈ જાય છે. તેથી સ્વચ્છંદનો ત્યાગ કરી, સદ્ગુરુની આજ્ઞાપૂર્વક ધર્મ આચરવા યોગ્ય છે તે ભારપૂર્વક સમજાવવા માટે શ્રી પ્રભુએ આપણને આણાએ ધમ્મો' એ સૂત્ર આપ્યું છે. સદ્ગુરુની માથા પર છાયા હોય તો શિષ્યને
૩૪૫.
Page #372
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
અવળે માર્ગે જતાં કે ખોટા ભાવો કરતાં તેઓ અટકાવે છે અને ધર્મક્રિયાથી બંધાતા પુણ્યનો ઉપયોગ માત્ર આત્મશુદ્ધિ કરવા માટે જ રખાવે છે.
એ જ પ્રમાણે આંતરબાહ્ય કોઈ પણ પ્રકારનું તપ જીવ સ્વચ્છેદે આચરે છે ત્યારે તેનો પોતા માટેનો માનભાવ વધે છે; તેને લીધે તે અન્ય જીવો માટે તુચ્છભાવ વેદતો થાય છે, તે સાચા વિવેકને જાળવી શકતો નથી, એટલું જ નહિ પણ તેણે આચરેલા તપના પ્રભાવથી જો લબ્ધિ કે સિદ્ધિ ઉત્પન્ન થાય છે તો તે તેનો પણ દુરુપયોગ કરી, તપથી કરેલી નિર્જરા કરતાં અનેકગણાં અશુભ કર્મોનો આશ્રવ કરી બેસે છે. આમ તે કલ્યાણનાં કારણરૂપ તપનો સ્વેચ્છાથી દુરુપયોગ કરી, સંસારની વૃદ્ધિ જ કરે છે. આવી ભયભરેલી સ્થિતિથી જીવનું રક્ષણ કરવા માટે શ્રી પ્રભુએ તપનું આચરણ પણ “આજ્ઞાપૂર્વક થવું જોઈએ એમ આપણને સ્પષ્ટપણે બોધ્યું છે. ગુરુની છત્રછાયા હોવાથી શિષ્ય સ્વેચ્છાએ કરાતી ભૂલોથી બચી જાય છે.
આણાએ ધમ્મો, આણાએ તવો' એ સૂત્રનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણને ધર્મ, તપ તથા આજ્ઞાનું મહત્ત્વ સમજાય છે. પણ તે પર વિશેષ ધ્યાન કેંદ્રિત કરતાં એ સવાલ આવે છે કે “આણાએ' શબ્દ ધર્મ તથા તપ એ બંને માટે બે વાર શા માટે પ્રયોજ્યો હશે? ધર્મને તપ કરતાં શા માટે પહેલા મૂકવામાં આવ્યો હશે? તપને શા કારણે ધર્મ પછી મૂક્યું હશે? તપને જો આપણે ધર્મનો જ એક ભાગ ગણીએ તો અહીં તપને જુદું મૂકવાનો હેતુ શો હોઈ શકે? વગેરે સવાલો આપણી જિજ્ઞાસા બળવાન કરે છે. તેનું સમાધાન મેળવવા થોડો વિશેષ પુરુષાર્થ કરવાની આપણને જરૂર રહે છે.
ધર્મનું આરાધન ભક્તિ, તપ, સ્વાધ્યાય, જપ, ક્રિયાઓ આદિ અનેક સાધનોથી કરી શકાય છે. એટલે કે “તપ' એ ધર્મનો એક ભાગ છે એવી સમજણ તેમાંથી નિષ્પન્ન થાય છે. આ પર વિચાર કરતાં એમ થાય છે કે, તો પછી અહીં અન્ય સાધનોને ગોણ કરી એક માત્ર તપને મુખ્યતા શા માટે આપી હશે? જપ, ભક્તિ આદિ સાધનો પણ ગુરુ પ્રતિ સદ્ભાવ કેળવવામાં ભાગ તો ભજવે જ છે તો તે બધાને શા કારણે ગૌણપણું અપાયું હશે! વિચારણામાં જરા ઊંડાણમાં જતાં એમ સમજાય છે
૩૪૬
Page #373
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
કે અહીં ‘સ્વરૂપસ્થ આત્મસ્થિતિ' નું સૂચવન કરવા માટે “ધર્મ' શબ્દ પ્રયોજાયો છે. ઉપર જણાવેલા સહુ સાધનોનો સદુપયોગ કરવાથી, આજ્ઞાનું ઉત્તમતાએ આરાધન કરતાં થવાથી જીવ પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે. જેમ જેમ જીવ સ્વચ્છંદનો ત્યાગ કરી, ગુરુ અને પ્રભુની ઇચ્છા પ્રમાણે વર્તતાં શીખતો જાય છે, તેમ તેમ તેને સંસારી પદાર્થોનો રાગ ઘટતો જાય છે, અને તે દેહ સહિતના સર્વ પદાર્થોથી અલિપ્ત થતાં શીખતો જાય છે. આવી સર્વ પદાર્થથી ભિન્નતાવાળી સ્થિતિમાં આત્માને સ્થાપવો, તેમાં સ્થિર કરવો તે જ આત્માનું મૂળભૂત સ્વરૂપ છે. અને એ સ્વરૂપમાં શક્ય તેટલું વધારે રહેવું તે આત્માનો ધર્મ છે. આ રીતે સ્વરૂપસ્થ થવા માટે “આજ્ઞા” અન્ય સાધનો કરતાં વિશેષ ઉપકારી થાય છે, અન્ય સાધનો એકાંતે આચરવાથી દોષરૂપ નીવડે છે, પણ તે જ સાધનો આજ્ઞા સહિત આચરવાથી ગુણરૂપ બની જીવને સ્વરૂપસ્થ થવામાં સહાય કરે છે. આ સમજણનો લક્ષ કરાવવા શ્રી પ્રભુએ “આણાએ ધમ્મો' સૂત્ર આપણને આપ્યું જણાય છે.
કોઈ પણ છદ્મસ્થ જીવ બે ઘડીથી વધારે સમય માટે પોતાનાં સ્વરૂપમાં એકાકાર, રહી શકતો નથી, કોઈને કોઈ પ્રકારનાં કર્મનાં ઉદય તેને સ્વરૂપ સ્થિરતામાંથી બાહર કાઢી પર પદાર્થ સાથે અનુસંધાન કરાવે જ છે, એટલે તે જીવ પાછો સંસારી પદાર્થો સાથે પૂર્વના અભ્યાસના પ્રભાવથી જોડાય છે. ફરીથી સ્વરૂપનું અનુસંધાન કરવા માટે આજ્ઞાસહિત આચરેલું તપ ખૂબ ઉપકારી થાય છે. અન્ય ધર્મ આચરણ કરવામાં સહાયક તત્ત્વો જો આજ્ઞારહિતપણે આરાધાય તો સ્વચ્છંદના કારણે અનેક દોષ ઉદ્ભવતા હોવાથી જીવ સ્વરૂપમાં લીન થઈ શકતો નથી, ફરીથી લીનતા મેળવવા માટે જીવને સર્વ ધર્મક્રિયા આજ્ઞાહિત કરવી જરૂરી બને છે. આમ આજ્ઞાના પાલન સાથે આચરેલું તપ તેને સહુથી ઉપકારી થાય છે. કારણ કે તપના અનેક પ્રકારોમાં અન્ય સર્વ સાધનોનો સમાવેશ થાય છે. અને તે પણ આજ્ઞાસહિત હોવાથી કર્મ નિર્જરા માટે બળવાનમાં બળવાન સહાયક થાય છે. આ પ્રકારે જીવ શ્રી સદ્ગની દોરવણીથી તેમની આજ્ઞાનું પાલન કરી પોતામાં એકાકાર થાય છે. આમાં આજ્ઞા એ કારણ બને છે અને ધર્મ તેનું કાર્ય અથવા પરિણામ થાય છે. આમ ગુરુની આજ્ઞા મેળવી જીવ
उ४७
Page #374
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
સ્વરૂપમાં સમાય છે. જીવ જ્યારે શુદ્ધ સ્વરૂપમાં હોય અથવા તો શુક્લ સ્વરૂપમાં હોય ત્યારે તે ધર્મમાં પ્રવર્તે છે એમ કહી શકાય. એ સિવાયની સ્થિતિમાં તે સંસારમાં પ્રવર્તતો હોય છે. સંસારી સ્થિતિમાંથી નીકળી સ્વરૂપમાં જવા માટે તેને આજ્ઞા સહિતના તપના આશ્રયની જરૂર પડે છે. આ સમજણની ચોક્કસાઈ અર્પવા ‘આણાએ તવો’ એ ઉત્તરાઈની રચના થઈ જણાય છે.
વળી, ધર્મ તથા તપ બંને યોગ્યતાએ આચરવા માટે આજ્ઞાપાલનની જરૂર છે. બેમાંથી કોઈ પણ એક સ્વચ્છેદ કરવામાં આવે તો ઇચ્છિત સિદ્ધિ મળતી નથી; તેની સ્પષ્ટતા કરવા માટે ધર્મ તથા તપ બંને માટે “આજ્ઞા' શબ્દ પ્રયોજાયો છે. તે ઉપરાંત ધર્મ આરાધન કરવું અર્થાત્ સ્વરૂપસ્થ થવું એ મુખ્ય હેતુ છે. આ ધર્મને પોષણ આપવા માટે આજ્ઞા સહિતના તપની જરૂરિયાત છે, તે સૂચવવા ધર્મ પહેલા અને તપ પછી મૂક્યું જણાય છે. તપની સહાયથી ધર્મનું પ્રયોજન સિધ્ધ થાય છે, અગર ધર્મને સિધ્ધ કરવા તપની સહાય અનિવાર્ય છે એવો નિર્દેશ આપણને આ સૂત્રમાંથી મળે છે. વળી, તપનું સમાચરણ કરવાથી જ ધર્મની વૃદ્ધિ થાય છે તે પણ આમાંથી સૂચવાય છે.
નમસ્કાર મહામંત્રમાં સિંચાયેલું આજ્ઞાનું આરાધન શ્રી તીર્થંકર પ્રભુએ પોતાના કલ્યાણભાવથી સતત સિંચન કરી, અનાદિસિદ્ધિ સ્વરૂપ આપ્યું છે તેવા નમસ્કાર મહામંત્રમાં આજ્ઞારૂપી મહામાર્ગ નિરૂપાયેલો જોવા મળે છે. આ મહામંત્રમાં એક એકથી ચડિયાતી રીતે આજ્ઞામાર્ગનું સતત આરાધન કરી ધર્મ તથા તપનું ઉજ્જવળપણું કર્યું છે તેવાં સર્વ સાધુસાધ્વીજી, ઉપાધ્યાયજી, આચાર્યજી, શ્રી તીર્થંકર પ્રભુ અને શ્રી સિદ્ધ ભગવાનને ખૂબ ખૂબ અહોભાવ તથા ભક્તિભાવથી આજ્ઞાનું આરાધન કરવા આશીર્વાદ ઇચ્છી નમસ્કાર કરવામાં આવ્યા છે. સાથે સાથે તે પંચપરમેષ્ટિ ભગવંતને ઇચ્છાપૂર્વક ભાવથી નમસ્કાર કરવાથી શું ફલશ્રુતિ મળે છે તે પણ જણાવ્યું છે.
આ પંચપરમેષ્ટિને કરવામાં આવતા નમસ્કારને શ્રી પ્રભુએ મંત્રરૂપે ઓળખાવેલ છે, આ વાત સૂચક છે. મંત્ર એટલે સૂત્રાત્મક વચન, જેમાં ઇચ્છિત સ્થિતિને મેળવવાની
३४८
Page #375
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
ચાવી કોઈક ને કોઈક સ્વરૂપે ગૂંથાયેલી હોય છે. મુખ્યતાએ જીવની આત્મવિશુદ્ધિ કરવા માટે અને કેટલીકવાર સંસારમાં વર્તતા દુ:ખક્ષયના આશયથી આવા સૂત્રાત્મક વચનનું રટણ કરવામાં આવે છે ત્યારે તેને ‘મંત્રસ્મરણ’ કર્યું એમ કહેવાય છે.
જેની કાર્યસિદ્ધિ કરવાની છે, તેની પૂર્તિરૂપ તે કાર્યને સફળ કરનાર પ્રક્રિયાનું સૂત્રાત્મક ગૂંથન ‘મંત્રવાક્ય' માં હોવું જરૂરી છે; કેમકે જે પ્રાપ્ત કરવાની ઇચ્છા છે તેને સફળ કરનારાં સાધનો તથા રીતનો તેમાં સમાવેશ થયો ન હોય તો કાર્યસિદ્ધિ થઈ શકે નહિ. જેમ ધનપ્રાપ્તિ કરવા માટે તેને અનુરૂપ મંત્રના રટણની જરૂરત છે, તેમ આત્મશુદ્ધિ કરવા માટે તેને અનુરૂપ મંત્રના રટણની જરૂરિયાત રહે જ છે. ધન મેળવવાના મંત્રથી કદી આત્મશુદ્ધિ થઈ શકે નહિ, તે સહેજે સમજી શકાય તેવી બાબત છે. માટે આત્માની શુદ્ધિ કરવા માટે ઉપયોગમાં લેવાતા મંત્રમાં આત્માના ગુણોને ખીલવનાર તથા આત્માની વિશુદ્ધિ વધારનાર પ્રક્રિયાનો સમાવેશ થયો હોવો જોઈએ. અને એ મંત્રનું રટણ ભાવથી અને શ્રદ્ધાથી થવું જરૂરી બને છે. શ્રદ્ધા વિના યોગ્ય ફળ આવતું નથી.
આત્માની શુદ્ધિ મેળવવા માટેના મંત્રમાં આત્માના અમુક ગુણોનો તથા તે ગુણોને ખીલવવાની પ્રક્રિયાનો સમાવેશ થયો હોય છે; તેથી આવા મંત્રનું અમુક કાળ સુધી સતત ભાવસહિત રટણ કરવામાં આવે છે ત્યારે રટણ કરનાર જીવ અન્ય અનુપકારી વિચારો અને ભાવોથી મુક્ત થઈ, મંત્રમાં દર્શાવાયેલા ગુણ અને ભાવમાં એકાગ્ર થાય છે. આ ઉપરાંત, એકનો એક ભાવ અમુક સમય સુધી સતત કરતા રહેવાના મહાવરાથી તે ગુણો ગ્રહણ કરવાનો બોધ જીવમાં દૃઢ થતો જાય છે, અને તે જીવ પોતાના ઢંકાયેલા ગુણોને નિરાવરણ કરવા શક્તિમાન થાય છે.
સામાન્યપણે પ્રત્યેક સંજ્ઞીપંચેન્દ્રિય જીવનાં મનમાં ઇચ્છા કે વિચારની વણઝાર ચાલ્યા જ કરતી હોય છે, વિચાર કે વિકલ્પના સાતત્યથી જીવ સહેલાઈથી છૂટી શકતો નથી. પોતે નિજછંદે ચાલી ગમે તેટલા પ્રયત્નો કરે તો પણ સફળ થતો નથી, અને વિચારની એ વણઝાર તેનાં સ્થિરતા તથા શાંતિને સતત હણતી જ રહે છે. વિચારોનાં
૩૪૯
Page #376
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
આવાં વમળોથી મુક્ત થવા માટે તેને શુભ અવલંબનની જરૂરત રહે છે, અને આ અવલંબન પૂરું પડે છે શ્રી સદ્ગુરુ પાસેથી ગ્રહણ કરેલાં મંત્રથી. મંત્રસ્મરણના આધારથી અને પ્રભાવથી અન્ય ફાલતુ વિચારો સહજતાએ અટકી જાય છે, ઇચ્છાઓ શાંત થતી જાય છે, અને આત્માના ગુણો વિકસાવવાના ભાવની એકાગ્રતા કેળવાતી જાય છે. સાથે સાથે સગુરુની કૃપાથી એ એકાગ્રતાના કારણે તે જીવ આત્માનુભૂતિમાં ગરક થઈ શકે છે. તે વખતે તે જીવ બળવાન સકામ નિર્જરા કરી કર્મભારથી હળવો થઈ જાય છે. આવી આત્માનુભૂતિની સ્થિતિમાં કષાયોની ઘણી મંદતા થતી હોવાને લીધે, તેને કોઈ પ્રકારનાં અશાતા વેદનીય કર્મ કે અશુભ બંધનો વધતાં નથી, પણ આત્મશાંતિ તથા આત્મસ્થિરતાનું વદન રહેતું હોય છે.
મંત્રસ્મરણ કરવાથી સૌથી વિશેષ પ્રભાવક ફાયદો એ થાય છે કે તેનાં આરાધનથી જીવ સહેલાઈથી અને સહજતાથી આત્માનાં વિકાસનાં સોપાનો સર કરતો રહે છે. જીવની સ્મરણમાં જેમ જેમ એકાગ્રતા વધતી જાય છે તેમ તેમ તેનું ધ્યાન ઊંડું અને લાંબા સમયનું થતું જાય છે. જેથી તે સકામ નિર્જરા ઘણી ઘણી વધારે કરી શકે છે. પરિણામે આત્મા વધારે ને વધારે હળવો થતો જાય છે, કર્મભારથી છૂટતો જાય છે. આવો અદ્ભુત મંત્રમહિમા શ્રી પુરુષોએ આપણને સમજાવ્યો છે.
જે જીવને આત્માની શુદ્ધિ કરવાની ભાવના થાય છે, તેણે તે ભાવને બળવાન કરી, ઉત્તમ સગુરુ પાસેથી મંત્ર ગ્રહણ કર્યો હોય તો તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. પરંતુ, આવા ઉત્તમ સદ્ગુરુની પ્રાપ્તિ જીવને સહેલાઈથી થતી નથી તેવો અનુભવ થાય છે. તેવા સદ્ગુરુની પ્રાપ્તિ માટે જીવને ઘણાં ઘણાં પુણ્યના ઉદયની જરૂરિયાત રહે છે. દુર્ભાગ્યે જો જીવને કોઈ કુગુરુ કે અસદ્ગુરુ ગુરુરૂપે ભેટી જાય તો તે જીવનું અકલ્યાણ થાય છે, અને તે જીવ અધોગતિમાં ચાલ્યો જાય એવું પણ બની શકે છે.
આવાં સ્થિતિ સંજોગોમાં, ઊંડી વિચારણામાં જવાથી જીવને એ પ્રશ્ન મુંઝવી જાય છે કે જ્યાં સુધી જીવને પ્રત્યક્ષ સગુનો યોગ ન થાય, તેમની પાસેથી મંત્રપ્રાપ્તિ થાય નહિ, ત્યાં સુધી તેવી પ્રાપ્તિ માટે પુણ્યોપાર્જન કેવી રીતે કરવું અથવા તો ત્યાં
૩પ૦
Page #377
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
સુધી આત્મવિકાસ કેવી રીતે કરવો? આવી હાલતમાં હોય ત્યારે તે જીવ યોગ્ય પ્રાર્થના તથા ક્ષમાપનાની સહાયથી સગુરુની પ્રાપ્તિ કરવા માટેની પોતાની પાત્રતા બળવાન કરી શકે છે. સાથે સાથે શ્રી તીર્થંકર પ્રભુએ રચેલા અને પોષેલા એવા અનાદિસિદ્ધ નમસ્કાર મહામંત્રની આરાધના કરી આત્મવિકાસ સાધી શકે છે. આ સિદ્ધિ કેવી રીતે મેળવી શકાય, તથા આ મહામંત્રમાં આજ્ઞાનો માર્ગ કેવી રીતે સમાયેલો છે તથા સચવાયેલો છે તેનો આપણે વિચાર કરીએ. - જ્યારે પ્રત્યક્ષ સદ્ગુરુ કે તેમના દ્વારા સિધ્ધ થયેલા મંત્રની પ્રાપ્તિની સંભાવના ન હોય ત્યારે મોક્ષમાર્ગ બંધ થઈ ન જાય, અટકી ન જાય તેવા અત્યંત બળવાન શુભ હેતુથી, નમસ્કાર મહામંત્રનું પ્રગટીકરણ શ્રી તીર્થકર ભગવાને કર્યું છે.વર્તમાનશાસન શ્રી મહાવીર પ્રભુનું હોવાથી આપણે કહીએ છીએ કે આ મહામંત્ર શ્રી મહાવીર પ્રભુએ આપણને આપ્યો છે. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે અનાદિકાળ પહેલાથી પ્રત્યેક તીર્થકર ભગવાન સમસ્ત જનકલ્યાણાર્થે આ મંત્રમાં પ્રાણ પૂરતા આવ્યા છે. સાથે સાથે તેમાં સર્વ પરમેષ્ટિ ભગવંતોનો કલ્યાણભાવ પણ એમાં ગૂંથાયેલો હોય છે. તેથી આ મંત્રનું આરાધન જો ભાવપૂર્વક કરવામાં આવે તો પ્રત્યક્ષ સદ્ગરના અભાવના કાળમાં પણ ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. સર્વજ્ઞ શ્રી તીર્થંકર પ્રભુની સ્મૃતિ લઈ, મનથી તેમની આજ્ઞા લઈ, મંજુરી લઈ, જે જીવ શ્રદ્ધાપૂર્વક અને ભાવથી આ મંત્રનું અવિરત રટણ કરે છે તે જીવને આ મંત્ર સહજતાએ ફળે છે અને તેને સમ્યક્તની પ્રાપ્તિ કે તે પછીનો વિકાસ પણ અપાવે છે. આમ થવાનું રહસ્ય એ છે કે પ્રત્યેક તીર્થંકર પ્રભુ અન્ય પરમેષ્ટિ ભગવંતના કલ્યાણનાં પરમાણુઓનો સાથ લઈ, પોતે સેવેલા કલ્યાણના ભાવ એમાં રેડી આ મહામંત્રમાં પ્રાણ પૂરતા આવ્યા છે, આથી આ મંત્ર અનાદિ સિદ્ધ છે, એટલું જ નહિ પણ આ મંત્ર ક્યારેય પણ જૂનો થવાનો નથી કેમકે ભાવિના સર્વ તીર્થકર ભગવાન પણ આ જ રીતે જીવ સમસ્તના કલ્યાણના ભાવના પરમાણુઓ ઉમેરી તેની શાશ્વતતા જાળવતા રહેવાના છે. અનાદિકાળ પહેલાં શરૂ થયેલો આ મહામંત્ર અનંતકાળ પછી પણ એટલો જ બળવત્તરતાથી પ્રભાવક રહેવાનો છે. તેથી તો આ નમસ્કાર મહામંત્ર શાશ્વતા
૩૫૧
Page #378
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
મહામંત્ર તરીકે ઓળખાય છે. અન્ય કોઈ મંત્રને આ પ્રકારની શાશ્વતતા પ્રાપ્ત થઈ નથી, થતી નથી, થવાની નથી.
આ જગતમાં જે અન્ય સર્વ મંત્રો પ્રવર્તે છે તે અમુક વિશિષ્ઠ દેશ, કાળ, તથા જીવને અનુલક્ષીને ઉત્પન્ન થયેલાં હોય છે, તેથી તે મંત્રો સર્વકાલીન થઈ શકતા નથી. આવા મંત્રો મર્યાદિત જનસમૂહને અને તે પણ વિશિષ્ટ પ્રકારની સ્થિતિ માટે ઉપકારી થાય છે, પરંતુ આવા મંત્રોનું ફળ જલદીથી અને વિશેષતાએ મળે છે. કાળનાં વહેવા સાથે તેના દેશકાળાદિ સ્થિતિ ફેરફાર પામતાં આવા મંત્રો વિલિન થતા જાય છે, અને જરૂરત અનુસાર નવા મંત્રો ઉત્પન્ન થતા જાય છે. ત્યારે નમસ્કાર મહામંત્ર જીવ સમસ્તને સર્વ કાળે, સર્વ ક્ષેત્રે, સર્વ સ્થિતિમાં ઉપકારી થતો હોવાથી, તથા તેમાં આત્માના સર્વ ગુણોનો સમાવેશ થતો હોવાથી તે સર્વકાલીન બની રહે છે.
નમસ્કાર મહામંત્રમાં મોક્ષમાર્ગના પ્રણેતા શ્રી તીર્થંકર પ્રભુ તથા તેમણે બોધેલા માર્ગને યથાર્થતાએ અનુસરી, તેનું ઉત્તમોત્તમ ફળ માણનારા સર્વ ઉત્તમ સાધકોનો સમાવેશ થયેલો જણાય છે. આવા સર્વ ઉત્તમ આત્માઓને આ મહામંત્રમાં ખૂબ ભાવપૂર્વક વંદન કરેલા છે. નમતા અને વિનય પૂર્વક મહાત્માઓને વંદન કરવાથી જીવને ખૂબ લાભ થાય છે. મોક્ષમાર્ગમાં ઉત્તમ ગતિએ ચાલતા પરમેષ્ટિ ભગવંતને ભાવથી વંદન કરવામાં આવે છે ત્યારે તેઓ સમક્ષ વંદકનું લઘુપણું સ્વીકારાય છે. લઘુપણાના આ સ્વીકાર સાથે મનુષ્ય ગતિમાં સહુથી વિશેષ ઉદિત રહેતા માનકષાયનું નિરસન શરૂ થાય છે; અને ભાવપૂર્વક થતા મંત્રના રટણથી જીવનો માનભાવ ઓગળતો જાય છે; તેનો સ્વછંદ કાબૂમાં આવતો જાય છે. અને તે જીવને પાંચે ઇષ્ટપ્રભુના ઉત્તમ ગુણોની જાણકારી મળે છે; વળી, તેમના ગુણોની સરખામણીમાં પોતાના ગુણો તો નહિવત્ છે એ લક્ષમાં આવવાથી જીવને પોતાનું અલ્પત્વ અનુભવાય છે, જેનાં સલ્ફળરૂપે તેને એ મહાનુભાવો જેવી આત્મિક શાંતિ તથા ઋદ્ધિ મેળવવાની અભિલાષા સાકાર થતી જાય છે. આ અભિલાષા તે જીવને પરમેષ્ટિના શરણમાં રહેવા, તેમનું કહ્યું કરવા પ્રતિ દોરી જાય છે. અને તે જીવ પરમેષ્ટિ પ્રભુની આજ્ઞાએ ચાલવાની વૃત્તિવાળો બનતો જાય છે.
૩૫૨
Page #379
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
નમસ્કાર મહામંત્રમાં સૌ પ્રથમ શ્રી અરિહંત પ્રભુ – શ્રી તીર્થકર ભગવાનને વંદન કર્યા છે. જેમણે પોતાના સર્વ શત્રુઓને હણીને મિત્રરૂપ બનાવી દીધા છે તે અરિહંત ભગવાને જગતનાં સર્વ જીવોને શાસનરસિ કરવાનો અભિલાષ સેવ્યો છે, ચાર ઘાતી કર્મોનો ક્ષય કર્યો છે, બાકીનાં ચાર અઘાતી કર્મોનો પૂર્ણ ક્ષય કરવા માટેનું સામર્થ્ય મેળવી લીધું છે, તેમણે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, તેમના સમક્ષ જગતજીવોના કલ્યાણ અર્થે મોક્ષનો મહામાર્ગ ખુલ્લો કર્યો છે, પોતે તે માર્ગને યથાર્થતાએ અનુભવી, તીર્થની સ્થાપના કરવાનું મહાકાર્ય કરી તીર્થકર પદે બિરાજી, તીર્થના સ્થાપક તરીકે ખ્યાતિ મેળવી, માનવો, દેવો, દાનવો વગેરે સર્વ જીવાત્માઓને પૂજનીય બન્યા છે, અનેક જીવોનું અનેકવિધ કલ્યાણ કરનાર થયા છે એવા નિષ્કારણ કરુણાના કરનાર શ્રી પ્રભુના ઉપકારને સ્મરી સૌ પ્રથમ તેમને નમસ્કાર કર્યા છે.
આ મહામંત્રના બીજા ચરણમાં શ્રી સિદ્ધ ભગવાનને વંદન કરવામાં આવ્યા છે. ચાર ઘાતી કર્મોનો ક્ષય થવાથી આત્મામાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્યરૂપ અનંત ચતુષ્ટય પ્રગટ થાય છે. આ સર્વજ્ઞપણા સાથે આત્મા પૂર્ણ વીતરાગ થાય છે. તે પછી અનુકૂળ કાળે ચારે અઘાતી કર્મોનો ક્ષય કરી, આત્મા અક્ષય સ્થિતિ, અરૂપીપણું, અગુરુલઘુપણું અને અવ્યાબાધ સુખના અનુભવ સાથે સિદ્ધભૂમિમાં સ્થિર થાય છે. એ વખતે તે આત્માએ જે કંઈ મેળવવા યોગ્ય છે તે મેળવી લીધું હોવાથી, કંઈ પણ નવું મેળવવાનું બાકી નહિ રહેતું હોવાથી કૃતકૃત્ય બની તે આત્મા જગતનાં સંચાલનની પ્રવૃત્તિમાંથી પૂર્ણતાએ અલિપ્ત થઈ, નિજાનંદ અને સહજાનંદમાં એકાકાર થઈ જાય છે. શ્રી અરિહંત પ્રભુએ પ્રકાશિત કરેલા માર્ગનું આરાધન કરવાથી જીવ કઈ સિદ્ધિ પ્રાપ્ત કરે છે તેની જાણકારી તથા આદર્શ શ્રી સિધ્ધ ભગવાન થકી પ્રાપ્ત થાય છે. સંસારથી છૂટી જીવે શું પ્રાપ્ત કરવાનું છે તેનું ધ્યેય શ્રી સિધ્ધ ભગવાન પૂરું પાડે છે. પરંતુ જગતનાં જીવોને માટે શ્રી સિધ્ધ ભગવાન કરતાં શ્રી અરિહંત ભગવાન વિશેષ ઉપકારક હોવાથી આ મહામંત્રમાં પહેલો નમસ્કાર શ્રી અરિહંત પ્રભુને કર્યો છે; અને બીજો નમસ્કાર શ્રી સિધ્ધ ભગવંતને કર્યો છે.
૩૫૩
Page #380
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
ઘાતી કર્મોના ક્ષયની અપેક્ષાએ આ બંને ઈષ્ટ પ્રભુ સમાન છે – તેમના આદર્શને અનુસરી ચાલનાર તે પછીના ઈષ્ટ આત્મા છે શ્રી ગણધર પ્રમુખ આચાર્યજી. શ્રી અરિહંતપ્રભુ તથા સિધ્ધપ્રભુને પૂર્ણતા પ્રાપ્ત થઈ ગઈ હોવાથી, તેમણે ભૂતકાળમાં કરેલું આત્માર્થનું આરાધન જીવાત્માને વર્તમાનમાં પ્રત્યક્ષપણે જોવા મળતું નથી; અને પ્રત્યક્ષપણા વિના જીવાત્માને મોક્ષમાર્ગ આરાધવાનો જરૂરી ઉત્સાહ આવતો નથી. આવું પ્રત્યક્ષ આરાધન સાધકને ગણધરજી અને આચાર્યજી પાસેથી જોવા મળે છે. મોક્ષ મેળવવા માટે જે ઉત્તમ આચાર સંહિતા શ્રી સર્વજ્ઞ ભગવાને જણાવી છે તેનું યથાયોગ્યતાએ પાલન તેઓ કરતા રહે છે. આચાર્યોમાં સર્વશ્રેષ્ઠ છે શ્રી ગણધર પ્રભુ. તેઓ શ્રી પ્રભુનો બોધ અવધારી, પાલન કરી, અન્ય મુનિ તથા મુમુક્ષુઓને સાથ આપી મોક્ષમાર્ગમાં આગળ વધારે છે. તેઓ સર્વ ભવ્ય જીવો સમક્ષ માર્ગનો ફેલાવો અવિરતપણે કરતા રહે છે. આમ તેઓ શ્રી સર્વજ્ઞપ્રભુ અને મુનિસમુદાયને જોડનાર વચલી કડી બને છે, અને તે પણ ઊંચા પ્રકારની. છદ્મસ્થ સાધકોમાં સર્વોત્તમ કલ્યાણ સાધનાર અને સધાવનાર જો કોઈ છે તો તે છે શ્રી ગણધરપ્રભુ.
શ્રી ગણધર પ્રમુખ આચાર્યજી છદ્મસ્થ અવસ્થાના ૩૬ ગુણધારી ધર્મનાયક ગણાય છે. તેઓ પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, કષાય જય આદિના પાળનાર તથા આચરનાર છે, સાથે સાથે પોતાના આત્મામાં સહુ જીવો માટેનો કલ્યાણભાવ ઘૂંટી, પોતે ગ્રહણ કરેલાં કલ્યાણનાં પરમાણુઓનો ઉપયોગ કર્યા પછી, તેમાં જ પોતાનાં કલ્યાણભાવનાં પરમાણુઓને ઉમેરી જગતજીવોને ઉદાર દિલથી ભેટ આપનાર પણ બને છે. આવા આદર્શ ચારિત્રનાં પાળનાર આચાર્યજી પ્રત્યક્ષ કલ્યાણ કરનાર ઉપકારક આત્મા તરીકે ચીરસ્મરણીય સ્થાને મહામંત્રમાં રહે તે સહજ જ છે.
શ્રી આચાર્યજીએ આરંભેલા સ્વાર કલ્યાણના ભાવને સતત સહાયરૂપ થઈ, શુદ્ધિના માર્ગમાં પાળનાર શ્રી ઉપાધ્યાયજીનું સ્થાન તેમના પછી તરત જ આવે છે. શ્રી અરિહંત પ્રભુના બોધને અવધારી, આચાર્યજી તે બોધને ગ્રંથસ્થ કરે છે કે કરાવે છે, અને ભવ્ય જીવોને તેનો ઉપદેશ ગુરુ આજ્ઞાએ કરે છે. આવા ગ્રંથો તથા ઉપદેશનો યથાર્થ અભ્યાસ કરી, તેમાં પ્રણીતેલાં રહસ્યોને આત્મસાત્ કરી, અન્ય ઉત્સુક જીવોને
૩૫૪
Page #381
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
તે રહસ્યો સમજાવવામાં સતત પ્રવૃત્ત તથા વ્યસ્ત રહેનાર, જ્ઞાનદાન કરવામાં જન્મનું સાફલ્ય માનનાર શ્રી ઉપાધ્યાયજીનો ઉપકાર ક્યારેય વિસરી શકાય તેમ નથી. તેઓ શ્રી પ્રભુ, ગણધરજી તથા આચાર્યજી પાસેથી સર્વ જીવોનું કલ્યાણ કરવાના ભાવ ગ્રહણ કરી ચારિત્રની વિશુદ્ધિ કરતા જાય છે. તેમનાં શુદ્ધ ચારિત્ર અને જ્ઞાનદાન કરવાની તમન્ના સામાન્ય જનમાં મોક્ષાભિલાષા જાગૃત કરવામાં બળવાન નિમિત્ત બને છે. આમ જનસામાન્ય અને તેમાં પણ પ્રાથમિક કક્ષાના સાધુસાધ્વી માટે તેઓ આચાર્યજીનું અનુસંધાન કરાવનાર મુખ્ય કડી બને છે. તેમનાં અગ્યાર અંગ તથા બાર ઉપાંગનો અભ્યાસ તથા કરણસીત્તરી અને ચરણસીત્તરીનું પાલન એ પચ્ચીસ ગુણો પ્રસિધ્ધ છે. વિશિષ્ટ સંજોગોમાં પ્રભુ આજ્ઞાએ થતું આચરણ તે કરણ સીત્તરી કહેવાય છે, અને ચાલુ સામાન્ય સંજોગોમાં પ્રભુની આજ્ઞાએ કરાતું આચરણ તે ચરણસીત્તરી કહેવાય છે. આચારના સીત્તેર પ્રકારનો તેમાં સમાવેશ કર્યો હોવાથી તે સીત્તરી કહેવાય છે. તેઓ અંગ ઉપાંગનો અભ્યાસ કરતા અને કરાવતા હોવાથી તેમને જ્ઞાનાવરણ કર્મનો વિશેષ ક્ષયોપશમ હોય છે.
મોક્ષમાર્ગને યથાર્થતાએ અનુભવી, પ્રકાશિત કરનાર શ્રી તીર્થંકર પ્રભુ, તેમના બોધને યથાયોગ્યપણે ઝીલી સફળતાપૂર્વક આચરનાર તથા અન્યને આચરણ કરવામાં સહાયક થનાર શ્રી આચાર્યજી, અને તેઓ બંને પરમેષ્ટિની મહત્તા જનસમાજને દૃઢ કરાવનાર શ્રી ઉપાધ્યાયજી આ ત્રણેની કાર્યશક્તિ તો જ સફળ થાય જો તેમના ઉપદેશને બરાબર ધારણ કરી એ માર્ગને ઉત્તમ રીતે આરાધનાર ગુણગ્રાહી વિદ્યાર્થીગણનું તેમને પીઠબળ હોય. આજ્ઞાંકિત તથા મહેનતુ વિદ્યાર્થીગણના અભાવમાં શિક્ષકની સઘળી મહેનત વ્યર્થ જાય છે, કેમકે ઉત્તમ શિક્ષકની શોભા તેમના વિદ્યાર્થીઓના સમૂહથી પ્રગટ થતી જણાય છે. તે બધી અપેક્ષાનો વિચાર કરીએ ત્યારે સમજાય છે કે મોક્ષમાર્ગના સ્થાપનાર, આચરનાર તથા સમજાવનારના સાનિધ્યમાં એ માર્ગને ઝીલનાર ગણનું સ્થાન આવવું જોઈએ. શુદ્ધાત્માના ઉત્તમ બોધને ઝીલનાર શિષ્યોની પાત્રતા કેવી હોવી જોઈએ તેની સમજણ આપણને મહામંત્રના પાંચમા ચરણ, “નમો લોએ સવ્વ સાહૂણં” થી આવે છે. આ ચરણમાં આખા લોકમાં પ્રભુ પ્રણીત મોક્ષમાર્ગને
૩૫૫
Page #382
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
ગ્રહણ કરી જે સમગ્ર સાધુસાધ્વીઓ વિચરે છે, તેમને સમૂહગત લઈ વંદન કર્યા છે. એક શિક્ષક સામે અનેક વિદ્યાર્થી જોઈએ તે અપેક્ષા અહીં પૂરી થયેલી જોવામાં આવે છે. તે સહુ વિદ્યાર્થીઓ સંસાર સંબંધી વૃત્તિઓ સંક્ષેપી, આત્મવૃત્તિમાં એકાકાર થવાનો પુરુષાર્થ કરે છે. તેમના પાંચ મહાવ્રતનું પાલન, રાત્રિ ભોજનનો ત્યાગ, છ કાય જીવની રક્ષા, પાંચ ઈન્દ્રિયોના વિષયોની આસક્તિ રોકવી, લોભનો નિગ્રહ કરવો, નિર્મળ ચિત્ત રાખવું, ત્રણ ગુપ્તિ ધારવી, પાંચ સિમિત પાળવી વગેરે મળી કુલ ૨૭ ગુણો પ્રભુએ જણાવ્યા છે. આ બધા ગુણો તેમનામાં જેટલી વિશેષતાએ ખીલે તેટલી તેમની શિષ્ય તરીકેની પાત્રતા વર્ધમાન થતી જાય છે અને તેઓ ઉત્તમ શિષ્ય થતા જાય છે. તેઓ જે માર્ગની જાણકારી પામે છે તેનું દાન શ્રાવક તથા શ્રાવિકાઓને કરી, તેમની માર્ગસન્મુખતા વધારતા જાય છે.
શ્રી પ્રભુની પરમાર્થ પાઠશાળાનાં આ પાંચ ઉત્તમ અંગો અનેક ગુણસમૂહથી વિભૂષિત થયેલા છે. તેમના આ ગુણોનો પરિચય જેમ જેમ સામાન્ય જીવોને થતો જાય છે, તેમ તેમ તેઓનું પરમેષ્ટિ ભગવંત માટેનું આકર્ષણ વધતું જાય છે. અને તેઓ પોતે પણ સ્વકલ્યાણની પ્રવૃત્તિ બળવત્તર કરી પરમેષ્ટિ ભગવંતની હરોળમાં આવે એવી ભાવના ભાવતા થાય છે. તે પાંચે ભગવંતોએ પોતા પર કરેલા ક્રમિક અને અનંત ઉપકારનો લક્ષ તે જીવોને જેમ જેમ આવતો જાય છે તેમ તેમ તેમના માટેના અહોભાવ તથા પૂજ્યભાવ વધતા જાય છે, સાથે સાથે પોતાને પણ આવા ચડતા ક્રમમાં સિદ્ધિ મળતી જાય તેવી ભાવના સાચા સાધકને દિનપ્રતિદિન મજબૂત થતી જાય છે. પરિણામે તે સાધક આ પાંચે પરમ ઉપકારી ભગવંતોને સહજતાએ નમ્રભાવથી નમી પડે છે.
સ્વકલ્યાણાર્થે શ્રી પંચ પરમેષ્ટિ ભગવંતને વંદન નિરૂપતા આ મહામંત્રમાં આજ્ઞામાર્ગ કેવી રીતે સમાયેલો છે તે આપણે વિચારવા યોગ્ય છે. આપણે પૂર્વે જોયું તે પ્રમાણે જીવ પોતાના ઈષ્ટદેવને વંદન કરે છે ત્યારે તે પોતા કરતાં ઉચ્ચ સ્થાને છે તેનો ભાવથી સ્વીકાર કરે છે; ઈષ્ટદેવ પોતાથી વધારે સમર્થ છે, વિશેષ ગુણોના ધા૨ક છે, અને પોતાને જે કલ્યાણ જોઈએ છે તેના તેઓ ઉત્તમ દાતા છે, તે સર્વ તેને ક્રમે ક્રમે
૩૫૬
Page #383
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
સ્પષ્ટ થતું જાય છે, અને તે માટેનો તેનો નિશ્ચય પ્રબળ થતો જાય છે. પરિણામે તેઓ બધા માટે તેને પ્રેમભાવ, શ્રદ્ધા અને અર્પણતાના ભાવ હૃદયમાં જાગે છે અને ક્રમથી વધતા જાય છે. સાધુસાધ્વીજી તેના પ્રતિ વિશેષ લાગણી આપતા જણાતા હોવાથી, તેને પ્રાથમિક અવસ્થામાં પોતા માટે તેઓ સહુથી નજીક હોય એવો અનુભવ થયા કરે છે.
૨૭ ગુણોના ધારક, લોકનાં સાધુસાધ્વીજી પ્રભુની પાઠશાળાનાં ઉત્તમ વિદ્યાર્થીઓ ગણાય છે. તેઓ શ્રી પ્રભુએ સંસારનાં સમસ્ત કષ્ટોથી છૂટવાનો જે ટૂંકો, સરળ, સ્વચ્છ મહામાર્ગ બતાવ્યો છે, તે માર્ગનું આરાધન કરી, તેમના આશ્રયે સહુ જીવ માટેના કલ્યાણભાવનું સેવન કરતાં શીખી, પોતાનાં ઘાતી – અઘાતી કર્મોને નબળાં કરતાં જાય છે. તેમને પૂરો લક્ષ રહે છે કે અત્યાર સુધી જીવ પોતાને ઈચ્છિત એવા નિજછંદે ચાલી અનાદિકાળથી આ સંસારમાં રખડતો રહ્યો છે અને દુ:ખ ભોગવતો રહ્યો છે. આવું કષ્ટમય પરિભ્રમણ ટાળવા જીવે ઉત્તમ ગુરુના શરણમાં જઈ, તેમની આજ્ઞાએ ચાલી, કષાયોને તોડી, અપ્રમાદી બની, સાચો પુરુષાર્થ કરી આત્મશુદ્ધિ વધારતા જવાની છે. આત્મવિકાસની પ્રારંભિક અવસ્થામાં જીવ અતિ સામાન્ય આજ્ઞાપાલન કરે છે, પણ જીવની આજ્ઞાપાલનની સાચી શરૂઆત તે પોતાનાં મન, વચન તથા કાયાને ગુરુને સમર્પી, તેમની ઇચ્છાનુસાર વર્તન કરતો થાય છે, અર્થાત્ ભાવથી છઠ્ઠા ગુણસ્થાને પહોંચે છે ત્યારથી થાય છે. તે વખતે જીવ અંતરંગથી સ્વચ્છંદને છોડે છે, જે કોઈ શુભાશુભ ઉદિત કર્યો હોય તેને સમભાવથી સ્વીકારે છે, આર્ત પરિણામ ન કરતાં અપ્રમાદથી સ્થિરભાવ રાખે છે, અને બાહ્યથી સર્વ પ્રકારના સંગનો ત્યાગ કરી પુરુષાર્થ વધારતો રહે છે. શ્રી કૃપાળુદેવે જણાવ્યું છે તે પ્રમાણે શ્વાસોશ્વાસ સિવાયની સુશિષ્યની સર્વ ક્રિયાઓ ગુરુની આજ્ઞા અનુસાર જ થતી હોય છે. શિષ્ય સદાય એ વર્તન રાખવા પ્રયત્નશીલ થાય છે. અને આવા વિનિત શિષ્યો શ્રી સદ્ગુરુની કૃપાથી અનાદિકાળથી જે સ્વચ્છંદને સેવતા આવ્યા હતા તેને ત્યાગતા જાય છે.
વિનિત સુશિષ્યને શ્રી ગુરુએ તેના પર કરેલા અને કરવાના ઉપકારની જાણકારી આવે છે, તેથી તેનામાં ગુરુ પ્રતિ ખૂબ પ્રેમ વિકસે છે. તેમના કહ્યા પ્રમાણે કરવાથી જ પોતાનું સ્થાણ થવાનું છે તેવું શ્રદ્ધાન તેને અનુભવથી વધતું જાય છે. આથી મારે
૩પ૭
Page #384
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
ગુરુના કહ્યા પ્રમાણે જ, તેમની આજ્ઞામાં રહીને જ મારે મારું વર્તન ઘડવું છે એવું દઢત્વ શિષ્યનાં મનમાં સાકાર થતું આવે છે. આવાં પ્રેમ, શ્રદ્ધા તથા અર્પણભાવને કારણે શિષ્યમાં ગુરુ પ્રતિનો વિનયભાવ પ્રગટ થઈ ખીલતો જાય છે. જે શિષ્યમાં ગુરુ પ્રતિ વિનયભાવ ખીલતો નથી તેના સ્વચ્છંદમાં ઘટાડો થતો નથી, અને વિકાસ પણ સંભવતો નથી. ગુરુ પ્રતિના વિનયભાવ અને અહોભાવ વધવા એ વિકાસનાં મૂળ પગથિયાં છે. આવા વિનયનું મહાભ્ય અનેક શાસ્ત્રોમાં અને સૂત્રોમાં ગવાયેલું જોવા મળે છે.
આવાં શાસ્ત્રો તથા સૂત્રોમાં વિનયી શિષ્યનાં અને અવિનયી શિષ્યનાં લક્ષણો તથા તેનાં પરિણામોનો ઉલ્લેખ પણ થયેલો હોય છે, તેથી શાસ્ત્રાભ્યાસ કરતી વખતે તેની જાણકારી આવતાં શિષ્ય વિનયના ગુણને અધિકતાએ ખીલવવા સભાન થાય છે. આ કારણે વિનયને શ્રી પ્રભુએ અત્યંતર તપમાં સ્થાન આપ્યું જણાય છે. વિનય ગુણની આરાધના કરવાથી શિષ્ય પોતાના માનભાવનો ત્યાગ કરતાં અને ઉત્તમ તત્ત્વનો આદર કરતાં શીખતો જાય છે. આ વિનય ગુણને વિકસાવી શિષ્ય ધ્યાનતપનાં ઉત્કૃષ્ટપણા સુધી પ્રગતિ કરી શકે છે. આ વિચારણાનું પૃથક્કરણ કરી આપણે નક્કી કરી શકીએ કે જગતમાં સાધુસાધ્વીજીનાં પદથી જ આજ્ઞાપાલનની શરૂઆત થાય છે, અને તે આજ્ઞાપાલનની પૂર્ણતા કેવળજ્ઞાનની પ્રાપ્તિ સાથે આવે છે.
શ્રી સાધુસાધ્વીજી આજ્ઞાપાલનનો આરંભ તો કરે જ છે, પરંતુ તેમનો એ અભ્યાસ પ્રારંભિક હોય ત્યાં સુધી તેમનું આજ્ઞામાં વિચરવું ઉત્તમ પ્રકારનું થઈ શકતું નથી. અનાદિકાળનો જે સ્વચ્છેદથી ચાલવાનો અભ્યાસ જીવને પડી ગયો હોય છે તે વારંવાર આજ્ઞાપાલન કરતી વખતે પણ ડોકિયાં કરી જાય છે. સમય આવ્યે સ્વચ્છંદ જોર કરી, શિષ્યને અમુક માત્રામાં પ્રમાદમાં લઈ જઈ તેના વિકાસને શિથિલ કરે છે. પરંતુ તે શિષ્ય શ્રી ગુરુની સહાયથી અને પોતાના પુરુષાર્થના જોરથી પ્રમાદ ત્યાગી, ફરીથી આજ્ઞાધીન થઈ વર્તતો થઈ જાય છે. અને સ્વાધ્યાય, વિનય, ધ્યાન આદિ તપનો વિશેષ આશ્રય કરતાં શીખતો જાય છે. જેટલા પ્રમાણમાં તેનું આંતરત૫ મજબૂત થતું જાય છે તેટલા પ્રમાણમાં તેનું વીર્ય ખીલે છે અને તે વીર્ય તેને માર્ગના વિકાસમાં વધારે સ્થિર કરે છે.
૩૫૮
Page #385
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
શ્રી પ્રભુની પાઠશાળામાં ઉત્સાહી, આજ્ઞાધીન અને યોગ્ય પુરુષાર્થી સાધુસાધ્વીઓરૂપ વિનિત શિષ્યો ધર્મ માર્ગના પ્રવર્તન માટે બળવાન અંગસ્વરૂપ છે. તેઓ પોતાના માર્ગદર્શક એવા શ્રી ઉપાધ્યાયજી અને આચાર્યજીના આશ્રયે પોતાનાં જ્ઞાન, દર્શન તથા ચારિત્રની ખીલવણી કરતાં કરતાં સંસારી જીવોને માર્ગદર્શન તથા પ્રેરણા આપી ધર્મસન્મુખ કરવાનું ઉત્તમ કાર્ય કરે છે. આ કાર્ય કરવામાં એક જ સાધુનું યોગદાન લેવામાં આવે તો સંસારી જીવો પર ધારી અસર થતી નથી, કેમકે માર્ગપ્રાપ્તિની શરૂઆતમાં એટલે કે આરંભનાં સાધુજીવનમાં આજ્ઞા પાળવાની શક્તિ તથા ઉદ્યમ બંને પ્રમાણમાં ઓછાં હોય છે. તેથી આજ્ઞાનો માર્ગ એક જ હોવા છતાં શિષ્યો પોતાનાં મોહ અને મિથ્યાત્વને કારણે તથા વિવિધ પ્રકારના કર્મોદયને કારણે આજ્ઞા જુદી જુદી રીતે પાળે છે. તેથી એક સાધુની અપેક્ષાએ આજ્ઞાની શુદ્ધિ ધર્મની વૃદ્ધિ કરવા માટે જીવને ઓછી પડે છે. પરંતુ જો સમસ્ત સાધુ – સાધ્વીજીના સમૂહની આજ્ઞા પાળવાના પુરુષાર્થનો સરવાળો કરવામાં આવે તો એ આજ્ઞાનો જથ્થો સંસારી જીવોને ધર્મ પામવા માટે ઉત્તમ સાધનરૂપ થઈ જાય છે. બીજી બાજુ સંસારી જીવોનાં મિથ્યાત્વ અને મોહનો ઢગલો પણ એવો જ બળવાન હોવાથી તેને નબળો કરવા માટે સમગ્ર સાધુ-સાધ્વીના આજ્ઞાપાલનના સમગ્ર જથ્થાની જરૂરત રહે છે. આ અને વિદ્યાર્થીગણના સમૂહ હોય એ કારણથી નમસ્કાર મંત્રનાં પાંચમાં ચરણમાં ‘નમો લોએ સવ્વ સાહૂણં’ મૂકાયું જણાય છે. લોકનાં સમસ્ત સાધુ સાધ્વીજીને આ ચરણમાં વંદન કરી, આજ્ઞાપાલનનો ઉદ્યમ સમજાવી, જનસમૂહનાં મિથ્યાત્વ તથા મોહના નાશનો આરંભ કઈ રીતે થાય છે તે પ્રગટ કર્યું છે. જીવની સભાનતાપૂર્વકની ધર્મસન્મુખતા પ્રગટરૂપે સાધુસાધ્વીનાં યોગદાનથી થતી હોવાથી તેઓ આત્મમાર્ગનું મુખ્ય અંગ ગણાય છે.
આગળ વધતાં સાધુસાધ્વીજીની આજ્ઞાનું પાલન કરવાની શક્તિ વધતી જાય છે, અને તે જીવ શુધ્ધ થતાં થતાં ઉપાધ્યાય, આચાર્ય કે અરિહંતપદ સુધીનું કાર્ય કરવાની શક્તિ પણ મેળવી શકે છે. પરિણામે સમૂહને બદલે વ્યક્તિગત યોગદાન પણ કલ્યાણકાર્ય કરાવવા પૂરતું થઈ શકે છે. એક બાજુ શિષ્યની પાત્રતા વધી હોવાથી અને બીજી બાજુ ઉપાધ્યાય, આચાર્ય કે અરિહંત, જેમની પાસેથી દાન લેવાનું છે તેમની
૩૫૯
Page #386
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
કાર્યશક્તિ અપ્રતિમ થતી જતી હોવાને લીધે એક વ્યક્તિનું યોગદાન પણ કલ્યાણ કરવા માટે પૂરતું થઈ શકે છે. વળી, સિધ્ધ ભગવાન તો સ્વયં સંપૂર્ણ હોવાથી તેમને સમૂહની કોઈ આવશ્યકતા રહેતી નથી. આથી આ મહામંત્રનાં પહેલાં ચાર ચરણ ‘એક’ આત્માને અનુલક્ષીને રચાયાં છે, અને પાંચમું ચરણ સમગ્ર સમૂહને અનુલક્ષીને રચાયું છે તેની સમજૂતી આપણને મળી રહે છે. આ મંત્રના પહેલાં ચાર ચરણ છે – નમો અરિહંતાણ, નમો સિદ્ધાણે, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં જેમાં એક વચન વપરાયેલ છે ત્યારે પાંચમાં ચરણમાં નમો લોએ સવ્વ સાહૂણં એમ બહુવચન મૂકાયેલું છે. | સર્વ ગુણાનુરાગી સાધુસાધ્વી પોતાના ગુરુની આજ્ઞાનું આરાધન કરી, આત્મામાં સ્થિર રહી આત્મધર્મનું પાલન કરે છે. સાથે સાથે એ જ આજ્ઞાના આરાધન દ્વારા સ્વચ્છંદના ત્યાગરૂપ મોટું તપ પણ આચરે છે. ગુરુજી શિષ્યોને આજ્ઞાપાલનનું મહત્ત્વ તથા તેના ફાયદાનો અનુભવ કરાવી તેમને સંસારની સ્પૃહાથી બચાવતા જાય છે. ગુરુજી આત્મિક સુખ અને સાંસારિક સુખનો મૂળભૂત તફાવત એવી સ્પષ્ટતાથી સમજાવે છે કે તેને લીધે શિષ્યોની ઘણીખરી સંસારી સ્પૃહા ક્ષીણ થતી જાય છે. આવા સાધુસાધ્વીરૂપ શિષ્યો શ્રાવક તથા શ્રાવિકારૂપ તેમના શિષ્યોને આ ભેદ સમજાવી ધર્મ સન્મુખ કરતા જાય છે.
તેઓ સમજાવે છે કે અનાદિકાળથી જીવ આ સંસારમાં સુખની શોધમાં રખડતો રહ્યો છે, પુરુષાર્થ કરતો રહ્યો છે, પણ હજુ સુધી તેને સાચા સુખની પ્રાપ્તિ થઈ નથી. તેને તો જે કંઈ મળ્યું છે તે સંસારી શાતાનાં નિમિત્તો છે. જેમકે દેહ, ધન, વૈભવ, કુટુંબ, સત્તા, કીર્તિ, આહાર આદિથી જીવને સુખ મળતું જણાય છે, પણ તે સાચું સુખ નથી. આ પ્રત્યેક સુખની પાછળ દુ:ખ રહેલું જણાય છે, કેમકે એ સર્વ જણાતાં સુખો ક્ષણિક છે. સંસારના કોઈ પણ પદાર્થમાંથી કાયમી સુખ ક્યારેય મળતું નથી. પુણ્ય પરવારતાં તે શાતારૂપ સુખનો નાશ થઈ જાય છે. વળી જીવ જ્યારે એ શાતા કે સુખ ભોગવવાની શરૂઆત કરે છે ત્યારે તેને તેમાંથી ખૂબ આનંદ અનુભવાય છે; પણ જેમ જેમ એ સુખ મેળવવાની પ્રવૃત્તિનો કાળ લંબાતો જાય છે તેમ તેમ તેમાંથી નિષ્પન્ન થતા આનંદની માત્રા ઘટતી જાય છે અને ક્યારેક તો એવો સમય પણ આવે છે કે એ જ સુખનાં
૩૬૦
Page #387
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
સાધનો તેને માટે દુ:ખનાં નિમિત્ત પુરવાર થાય છે. આમ થવાનું કારણ એ સમજાય છે કે સંસારી પૌગલિક સાધનો એ સર્વ પરવસ્તુ છે. પરવસ્તુ કદી પણ પોતાની થઈ શકતી નથી, એટલે તેમાંથી ક્યારેય સતત સુખની અનુભૂતિ મેળવી શકાતી નથી.
આની સરખામણીમાં આત્મિક સુખ એ સ્વાધીન છે. તે સુખ આત્મામાંથી – પોતામાંથી જ નીપજે છે. તે સુખ મેળવવા માટે જીવને ક્યારેય પરવસ્તુના અવલંબનની જરૂર પડતી નથી; એ સુખ પરવસ્તુ અને પરભાવના ત્યાગથી અને પોતામાં જ એકાગ્ર થવાથી નિષ્પન્ન થાય છે. આ સુખ જેમ જેમ વધારે મળતું જાય છે તેમ તેમ તે વધારે ને વધારે આનંદદાયક અને જીવને શાતા આપનારું અનુભવાય છે. કોઈ પણ જીવને આ સુખનો અનુભવ કરતાં થાક લાગતો નથી, અને ક્યારેય તેનો અતિરેક થતો નથી. આને લીધે એકવાર તે સુખનો અનુભવ કર્યા પછી તે સુખ વારંવાર માણવા માટે જીવની તાલાવેલી વધતી જાય છે; તેનો પુરુષાર્થ પણ વધે છે અને કાર્યસિદ્ધિ પણ થતી જાય છે. આમ કરતાં કરતાં જ્યારે આત્મા પરવસ્તુનો સંપૂર્ણ ત્યાગી થાય છે, આઠે કર્મથી સર્વથા છૂટી જાય છે, ત્યાર પછી તેને જે સ્વસુખની અનુભૂતિ રહે છે તેનો થાક અનંતકાળ પછી પણ તેને લાગતો નથી, બલ્ક તે આત્મા સતત સ્વાનુભૂતિમાં નિમગ્ન રહી, સંસારી જીવોને કલ્યાણ કરવા માટે પ્રેરણા આપ્યા કરે છે. તે આત્મા સિદ્ધ થતા પહેલાં ‘સહુ સંસારી જીવો કલ્યાણ પામો' એ ભાવના ભાવી, પોતે સર્જિત કરેલા કલ્યાણના પરમાણુઓની જગતનાં જીવોને ભેટ આપી, તેઓનું કલ્યાણ કરવામાં સાથ આપતા રહે છે.
સંસારી જીવને જ્યારે પંચપરમેષ્ટિ ભગવંત, અને તેમાંય શ્રી સિદ્ધભગવાનની સ્વસુખની સમજ આવે છે ત્યારથી તેની આત્મસુખ મેળવવાની પ્રવૃત્તિ વધતી જાય છે. સદ્ગુરુનાં યથાર્થ માર્ગદર્શનથી તે સાચી દિશામાં ઝડપી પ્રગતિ કરતો થાય છે, જેનાં કારણે તેને, તેણે પૂર્વે નિબંધન કરેલાં કર્મોની નિર્જરા ઘણી વધારે ઝડપથી થાય છે, અને નવાં કર્મોનો આશ્રવ ક્રમથી ઘણો ઘટતો જાય છે. જે તેને સ્વસુખનો સ્વાદ વારંવાર આપી શકે છે. આ રીતે સદ્ગુરુની આજ્ઞાનું પાલન કરતા રહેવાથી તે જીવનું ધર્મમાં સ્થાપન થતું જાય છે અને તેની તપશ્ચર્યા બળવાન બનતી જાય છે.
૩૬૧
Page #388
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
આજ્ઞાપાલન કરી ધર્મમાં સ્થિરતા મેળવતા જવાથી તે જીવનું વીર્ય વધતું જાય છે. વધેલા વીર્યનો સદુપયોગ કરી જીવ આજ્ઞારૂપી તપ વધારી કર્મની નિર્જરા અનેકગણી કરી શકે છે. નિર્જરા વર્ધમાન થતાં તે જીવની ધર્મસ્થિરતા વધે છે, આમ કલ્યાણનું શુભચક્ર ગતિમાન થાય છે.
આ રીતે નિર્મળભાવથી વસતા સાધુસાધ્વીઓ જ્યારે પોતાના સ્વચ્છંદનો ત્યાગ કરીને સ્વરૂપમાં એકાગ્ર થવાનો પુરુષાર્થ કરે છે ત્યારે, શ્રી તીર્થંકર પ્રભુ, સિદ્ધ પ્રભુ અને આચાર્યજીએ તેમજ ઉપાધ્યાયજીએ જગતમાં વહેતાં મૂકેલા કલ્યાણભાવનાં પરમાણુઓને મોટી સંખ્યામાં ગ્રહણ કરી શકે છે, અને તેટલા પ્રમાણમાં ઘાતીકર્મોનું ગ્રહણ અલ્પ થાય છે. આ સમયે તેમની દશાનુસાર તેમનામાં જગતનાં સુખની સ્પૃહા અમુક માત્રામાં પ્રવર્તતી હોય છે, તે સ્પૃહાની અસરથી તેઓ મુખ્યતાએ છદ્મસ્થ એવા આચાર્યજી અને ઉપાધ્યાયજીએ દોહરાવેલા કલ્યાણનાં શુભ પરમાણુઓ સ્વીકારે છે; અને ગૌણતાએ શ્રી અરિહંત પ્રભુ તથા શ્રી સિદ્ધપ્રભુએ વરસાવેલા પરમાણુઓ સ્વીકારતા હોય છે. શ્રી આચાર્યજી તથા ઉપાધ્યાયજીમાં પણ અમુક અંશે અપરિપૂર્ણતા પ્રવર્તતી હોવાને લીધે તેમના દ્વારા સર્જિત કલ્યાણનાં પરમાણુઓમાં પણ એટલા અંશે સંસારની સ્પૃહા ભળેલી રહે છે. સમાન વચ્ચે આકર્ષણ થાય એ ન્યાયે સાધુસાધ્વીજીના જીવો સ્પૃહાવાળા પરમાણુઓ મુખ્યતાએ ગ્રહણ કરે છે. તેઓ આ પરમાણુઓનો સદુપયોગ કરી, પોતાની દશા તથા વીર્યને વધારી, બચેલા પરમાણુઓના ભાગમાં પોતાની કલ્યાણભાવના ઉમેરી, જગતજીવોને ધર્મસન્મુખ કરવા માટે ફરીથી જગતમાં તરતા મૂકે છે. આવા સસ્પૃહ પરમાણુઓને જગતનાં સામાન્ય જીવો, પોતાની સંસારભાવનાને સહેજે અનુકૂળ લાગવાથી તેનો સ્વીકાર કરી ધર્મસન્મુખ અને આત્મસન્મુખ થવાની પાત્રતા કેળવે છે. આ પુણ્યકાર્યના સદ્ભાવથી અને ઉપાધ્યાયજી તથા આચાર્યજી સાથે કેળવેલા તાદાત્મ્યભાવથી સાધુસાધ્વીજી ઉર્ધ્વગામી બની, ઉપરની પદવીએ જવા ભાગ્યશાળી થતા જાય છે.
શ્રી ઉપાધ્યાયજી પ્રભુપ્રણીત મોક્ષમાર્ગને સાધુસાધ્વીજી કરતાં વધારે ઊંડાણથી અને વધારે વિશદતાથી જાણે છે, અનુભવે છે, કેમકે તેમનો સ્વચ્છંદ સાધુસાધ્વીજી કરતાં
૩૬૨
Page #389
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
પ્રાયઃ વિશેષ તૂટયો હોય છે. તેમનું કાર્ય શાસ્ત્રાભ્યાસ કરી, અન્ય સાધુસાધ્વીને તેનો સુંદર અભ્યાસ કરાવી, શાસ્ત્રનાં અને મોક્ષમાર્ગનાં રહસ્યો સ્કૂટક રીતે સમજાવવાનું છે. આ પ્રવૃત્તિને લીધે તેમનાં જ્ઞાનનાં આવરણો ટળે છે, તેમને શ્રી અરિહંતપ્રભુ અને આચાર્યજીનાં કાર્યની મહત્તા સમજાય છે. વળી, તેમને તેઓ પ્રતિનો પૂજ્યભાવ અને અહોભાવ ઘણો વધ્યો હોવાથી, સર્વજ્ઞ પ્રભુએ છોડેલાં કલ્યાણનાં પરમાણુઓ રહવાની તેમની માત્રા સાધુસાધ્વી કરતાં ઘણી વધારે હોય છે; એટલું જ નહિ પણ તેમની સંસારની સુખસ્પૃહા પણ ઘણી મંદ થઈ ગઈ હોય છે. આને લીધે તેમની સપુરુષ તથા સદ્ગુરુ સાથેની એકરૂપતા ઠીક ઠીક વધે છે. આ એકરૂપતા આવતાં તેમનું આજ્ઞાધીનપણું વધે છે; અને આત્માને શુદ્ધ કરવાની તેમની સ્પૃહા બળવાન થતી જાય છે. તેના અનુસંધાનમાં તેમના થકી જે પુરુષાર્થ થાય છે તેનાં ફળરૂપે તેમની સ્વરૂપસિદ્ધિ વિશેષતાએ પ્રગટે છે; પૂર્વનિબંધિત કર્મોની નિર્જરા બળવાન થતી જાય છે, અને નવાં કર્મોનો આશ્રવ ઘટતો જાય છે. આમ હોવાથી, તેઓ જે કલ્યાણભાવનાં પરમાણુઓ ગ્રહણ કરી, આત્મસાત્ કરી, તેમાં પોતાની કલ્યાણભાવના ઉમેરી જગતમાં ફરીથી કલ્યાણાર્થે વહેતાં મૂકે છે, તે પરમાણુઓમાં આત્મલીનતા વધારવાની સ્પૃહાના ભાવ અને અતિઅલ્પ માત્રામાં સંસારસ્પૃહાના ભાવ રહેલા હોય છે. તેથી જે જીવો આ પરમાણુઓ ગ્રહણ કરે તે જીવોને સહજતાએ સંસારસ્પૃહા ક્ષીણ થતી જાય છે અને આત્માને શુદ્ધ કરવાની સ્પૃહા વધતી જાય છે. આ પ્રક્રિયાના પ્રભાવથી જીવ આચાર્યપદ સુધી આગળ વધે છે.
આ ઉપરાંત, શ્રી ઉપાધ્યાયજીનાં પદથી ચડતા ક્રમમાં જે જ્ઞાનદાન કરવામાં આવે છે તેમાં દાતાની દાન કરવાની ભાવના પ્રબળપણે વર્તતી હોય છે. પૂરોગામી પાસેથી લીધેલું ઋણ અદા કરવા, સાધ્ય કરેલા જ્ઞાનનું દાન અનુગામીને નિસ્વાર્થભાવથી કરવા જીવ પ્રેરાય છે. તેથી દાતાને કંઈ છુપાવવાપણું રહેતું નથી, અને યાચકને કંઈ મુંઝાવાપણું રહેતું નથી. આમ સુપાત્રદાનનું કાર્ય અવિરતપણે ચાલ્યા જ કરે છે, પરિણામે લેનારને દાતા પ્રતિનો અહોભાવ વધતો જાય છે, અને દાતાને લેનાર માટેનો નિસ્પૃહભાવ વધતો જાય છે; જે આજ્ઞારૂપી ધર્મને અને આજ્ઞારૂપી તપને
૩૬૩
Page #390
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
વધારે ઉજ્જવળ કરે છે. પરિણામે દેનાર – લેનાર બંનેની ધર્મસ્થિરતા અને નિર્જરા વધતાં જાય છે.
આ પ્રમાણે વિકાસ કરી જે જે જીવો આચાર્યજીનાં કાર્ય સુધી પહોંચે છે તેઓમાં કલ્યાણભાવનું ઘૂંટણ ઘણું વધારે થાય છે, તેમની સંસારસ્પૃહા નહિવત્ થઈ જાય છે, અને સ્વાર કલ્યાણના ભાવ ખૂબ ઊંડા ગયા હોય છે; આને કારણે તેઓ મુખ્યતાએ ગણધરજી, કેવળીપ્રભુ તથા અરિહંતપ્રભુએ વહાવેલાં કલ્યાણનાં પરમાણુઓ ગ્રહણ કરતા હોય છે, ત્યારે અન્ય જીવોએ પ્રગટાવેલાં કલ્યાણનાં પરમાણુઓનું ગ્રહણ અલ્પ માત્રામાં હોય છે.
આવી વર્તનાના કારણથી તેઓ ઉત્તમ ચારિત્ર પાળી, ક્ષપક શ્રેણિની તૈયારી શરૂ કરે છે. તે ઉપરાંત, પોતે સ્વીકારેલા કલ્યાણનાં પરમાણુમાંથી પોતાને યોગ્ય સત્વ કાઢી લઈ, તેનો સ્વ અર્થે ઉપયોગ કર્યા પછી, તે પરમાણુઓમાં પોતે ઘૂંટેલા કલ્યાણભાવને ઉમેરીને જગતજીવોના કલ્યાણ અર્થે આવા ઉત્તમ બનાવેલા પરમાણુઓ જગતજીવોને સતત ભેટ આપતા રહે છે. આવા પરમાણુઓમાં, તેને ગ્રહણ કરનારને જગતનાં સુખની સ્પૃહાથી છૂટા કરાવવાની તાકાત વધી ગઈ હોય છે, કારણકે તેમાંના મોટા ભાગનાં પરમાણુઓ, શ્રી સર્વજ્ઞ વીતરાગ ભગવાને આત્મસાત્ કરેલાં કલ્યાણનાં પરમાણુઓ હોય છે. તે પરમાણુઓ સતત આત્માનુભૂતિમાં અને આત્માનંદમાં રમતા એવા પરમોત્તમ આત્માનાં ચારિત્રથી વિભૂષિત થયેલા હોવાથી, તે પરમાણુઓમાં જગતના જીવોની સંસારસ્પૃહા તોડવાની અને આત્મશુદ્ધિની સ્પૃહામાં જોડવાની ગજબની તાકાત સમાયેલી હોય છે. આવા પરમાણુઓ ગ્રહણ કરનાર જીવ સહજતાએ ઉત્તમ ચારિત્રનું પાલન કરી શકે છે, અને સહેલાઈથી આત્માનુભૂતિમાં સરી શકે છે, જઈ શકે છે. અલબત્ત, આવા પરમાણુઓ ગ્રહણ કરનાર જીવના સ્વતંત્ર ભાવો અને પુરુષાર્થ એ સિદ્ધિમાં ઉત્કૃષ્ટતા કે મંદતા લાવી શકે છે.
શ્રી આચાર્યજીને પાંચ મહાવ્રતોનું પાલન ઘણી સૂક્ષ્મતાએ હોય છે. તેમને શ્રી પ્રભુ પ્રતિ બળવાન ભક્તિયોગ હોવાને કારણે સંસાર પ્રતિ પરમ ઉદાસીનપણું વર્તતું હોય છે; તેથી તેમનામાં વીતરાગતા અને પરમ વીતરાગતા સતત ખીલતાં જાય છે, તેઓ અતિ મંદ કષાયી હોય છે, અને તેમને શ્રુતજ્ઞાનનું બહોળાપણું સંભવે છે. પરિણામે
3६४
Page #391
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
તેમનું આચરણ શ્રી ઉપાધ્યાયજી કરતાં ઉત્તમ અને વિશેષ પ્રકારનું હોય છે; તેમને જ્ઞાનાવરણનો ક્ષયોપશમ પણ ઉત્તમ પ્રકારે થાય છે, કેમકે તેમને કલ્યાણભાવનું જોર અને સંસારભાવનું નિસ્પૃહપણું ખૂબ રહે છે. જે આજ્ઞા આરાધનથી મળતાં ધર્મ તથા તપની મહત્તા સૂચવી જાય છે.
આચાર્યોમાં પ્રમુખ એવા ગણધરપ્રભુની કલ્યાણભાવનાની પ્રક્રિયા અન્ય આચાર્યો કરતાં થોડી વિશિષ્ટ પ્રકારની હોય છે. તેમને શ્રી તીર્થકર ભગવાનના આત્મા સાથે લગભગ છેલ્લા ૧૫૦ ભવનો શુભ સંબંધ બંધાયેલો રહે છે. તેથી શ્રી તીર્થકર ભગવાનની સાથે સાથે ગણધર પ્રભુનો જીવ પણ કલ્યાણના ભાવ ઘુંટતો રહેતો હોય છે. અને એ ભાવનું ફલક જગતનાં સમસ્ત જીવો સુધી વિસ્તરીત થયું હોય છે. આ ભાવની સહાયતાથી તેઓ મુખ્યત્વે શ્રી તીર્થંકર પ્રભુએ તરતાં મૂકેલા પરમાણુઓ ગ્રહણ કરે છે, અને એ દ્વારા શ્રી પ્રભુ પ્રતિનું પોતાનું આજ્ઞાધીનપણું તેઓ ઘણું ઘણું બળવાન કરતા જાય છે.
એક અપેક્ષાએ વિચારીએ તો જણાય છે કે શ્રી અરિહંત તથા ગણધર, બંને જીવ સમસ્તના કલ્યાણભાવમાં રાચે છે, તો તેમના એ ભાવમાં એવો તે ક્યો તફાવત હોય છે કે જેને લીધે એકનું કલ્યાણકાર્ય સર્વજ્ઞ થયા પછી શરૂ થાય છે અને બીજાનું કલ્યાણકાર્ય સર્વજ્ઞપણું પ્રગટતાં લગભગ પૂર્ણ થઈ જાય છે. સૂક્ષ્મતામાં જવાથી સમજાય છે કે તેઓ બંને વચ્ચે રહેલો તફાવત તેમણે સેવેલા પૂર્વકાળના ભાવોની રીતમાં સમાયેલો છે. શ્રી તીર્થંકરપ્રભુ જીવ સમસ્ત માટે કલ્યાણભાવ વેદે છે, પણ એ ભાવમાં કલ્યાણના કર્તા થવાનો ભાવ હોતો નથી. કોઈ પણ જીવ કલ્યાણ કરે, પણ જગતનું કલ્યાણ થાય એ ભાવ તીર્થંકર પ્રભુએ ઘંટયો હોય છે. ત્યારે ગણધરજીના જીવ સમસ્તના ચૂંટાયેલા કલ્યાણના ભાવમાં અવ્યક્તપણે પણ કર્તાપણાનો ભાવ ગૂંથાયેલો હોય છે. મારા થકી, મારા નિમિત્તથી જગતનું કલ્યાણ થાઓ એવા કર્તાપણાના ભાવ પ્રછન્નતાથી તેમાં રહેલા હોય છે. આ ઉપરાંત શ્રી તીર્થંકર પ્રભુનો આ ભાવ સ્વાયત્ત છે, સહજતાએ તેમનામાં ઊગેલો હોય છે, ત્યારે શ્રી ગણધરપ્રભુનો આ ભાવ તીર્થકર પ્રભુની પ્રેરણાથી નીપજેલો હોય છે.
૩૬૫.
Page #392
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
બંનેએ જુદી જુદી રીતે સેવેલા ભાવનો પરિપાક આ રીતે થાય છે. શ્રી તીર્થંકરપ્રભુએ કરેલા કલ્યાણના ભાવ નિર્માનીપણે કરેલા હોવાથી, તેમનો માનકષાય પૂર્ણતાએ ક્ષય થાય તે પછીથી કલ્યાણનું કાર્ય કરવાનો તેમને ઉદય આવે છે. અને શ્રી ગણધરે માનસહિત કરેલા કલ્યાણના ભાવ સર્વજ્ઞ થતાં પહેલા ઉદયમાં આવી જાય છે, અને માનનો સંપૂર્ણ ક્ષય થવા સાથે કલ્યાણકાર્ય પણ પૂરું થઈ જાય છે. પૂર્વના ભવોમાં ગણધરે ભાવિ તીર્થકરના શુભ સંબંધમાં રહીને જીવ સમસ્ત માટે કલ્યાણના ભાવનું વેદન કર્યું હોવાથી, તેમના ભાવના વિસ્તારનું ફલક જીવ માત્રને સ્પર્શી શકે છે, પરિણામે તેમને જે જન્મમાં ગણધરપદ ઉદયમાં આવે તે જન્મમાં તેમને જ્ઞાન તથા દર્શનનો ઉઘાડ ખૂબ જબરો હોય છે. તેમને ઉત્કૃષ્ટ શ્રુતકેવળીપણું, ચૌદ પૂર્વધારીપણું, ચાર જ્ઞાન અને અનેક લબ્ધિસદ્ધિની પ્રાપ્તિ થઈ હોય છે. તેનાથી પ્રગટતી માર્ગની ઊંડી જાણકારીના આધારે તેમનું શ્રી અરિહંતપ્રભુ પ્રતિનું આજ્ઞાધીનપણું અત્યંત બળવાન હોય છે. વળી, એ સમજણ તેઓ સહુ જીવોને ખૂબ જ સહેલાઈથી અને સહજતાથી આપી શકે એવો વાણીવૈભવ પણ તેમને ઉત્પન્ન થયો હોય છે. એક તરફથી તેઓ શ્રી પ્રભુના ઉપદેશને ઉત્તમતાએ ગ્રહણ કરી, તેમની આજ્ઞાએ ચાલી પોતાનું કલ્યાણ કરતા જાય છે, અને બીજી તરફથી તેઓ પોતે ગ્રહણ કરેલા ઉપકારક ઉપદેશના ધોધને નિર્મળ ભાવથી વહાવી બીજા અનેકનું કલ્યાણ કરવામાં ઉત્તમ નિમિત્ત થતા જાય છે.
આમ જોઈએ તો સાધુસાધ્વીજી, ઉપાધ્યાયજી અને આચાર્યજી ચડતા ક્રમમાં શ્રી પ્રભુને અને ગુરુને આજ્ઞાધીન થતા જાય છે. તેઓ બધાં પોતાના ગુરુ પાસેથી આજ્ઞા મેળવી, પોતાના સ્વચ્છંદને ક્ષીણ કરતા જઈ, કર્મ સામેના જંગમાં સફળતા મેળવતાં મેળવતાં પોતાની સ્વરૂપસિદ્ધિ વધારતા જાય છે. સાધુસાધ્વીજી છઠ્ઠા ઉત્કૃષ્ટ ગુણસ્થાન સુધી અથવા તો સાતમા ગુણસ્થાનની અમુક દશા સુધી વિકાસ કરે છે. તે દશા સુધીમાં તેમનો જેટલા પ્રમાણમાં અન્ય જીવો પ્રતિનો કલ્યાણભાવ ઊંડો તથા ઘેરો બન્યો હોય છે, તેટલા પ્રમાણમાં તેમણે ગ્રહણ કરેલા ઉપદેશને અને માર્ગની જાણકારીને બીજાને પસાર કરવામાં સફળતા મળે છે. તેઓ પુરુષાર્થ કરી આજ્ઞાધીન
૩૬૬
Page #393
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
બની સ્વસ્વરૂપમાં લીન થાય છે, એટલે કે આજ્ઞાનું આરાધન કરી તેઓ ધર્મ પામે છે. અને જ્યારે તેઓ ઉદિત કર્મનાં કારણે સ્વરૂપની બહાર નીકળે છે ત્યારે તેઓ ગુરુ આજ્ઞાએ કલ્યાણકાર્યની પ્રવૃત્તિ કરી પૂર્વે ભાવેલા ભાવરૂપ કર્મોની નિર્જરા કરે છે. આ રીતે તેઓ આજ્ઞાથી તપને સેવી ‘આજ્ઞાનું આરાધન એ જ તપ” એ ઉક્તિને સાર્થક કરે છે. આમ કરતાં કરતાં તેઓ ઉપાધ્યાયજીનાં પદ સુધી વિકાસ કરે છે. બધાં જ સાધુસાધ્વીજી આ પ્રકારે વિકાસ કરે તેવો નિયમ નથી. કેટલાયે જીવો સાધુસાધ્વીજીનું પદ પ્રાપ્ત કર્યા પછી, સીધી શ્રેણિ માંડી આગળનું કલ્યાણકાર્ય કર્યા વિના પૂર્ણતા મેળવી લે છે. એ જ પ્રમાણે કેટલાયે જીવો સાધુસાધ્વીજીની પદવીને સ્પર્યા પહેલાં જ સીધી ઉપાધ્યાયજીની પદવીને અનુરૂપ કલ્યાણભાવ સેવી, તે પદવીને મેળવે છે. પરંતુ અહીં નમસ્કારમંત્રમાં નિરૂપાયેલાં પદોની વિચારણા કરી હોવાથી આ ક્રમ સ્વીકાર્યો છે તે લક્ષમાં રાખવું.
સંસારની સ્પૃહાનો ત્યાગ કરી; વિશેષ આજ્ઞાધીન થઈ, સહુ જીવો માટે કલ્યાણભાવ વેદી, વિશુધ્ધ થતાં થતાં ચડતા ક્રમમાં કલ્યાણભાવને બળવાન કરતાં કરતાં કેટલાય સાધુસાધ્વીજી શ્રી ઉપાધ્યાયજીના ગુણો પ્રાપ્ત કરે છે. અને કેટલાક જીવો સાધુસાધ્વીની કક્ષાએ જીવ સમસ્તના કલ્યાણભાવ વેદતાં પહેલાં જ ઉપાધ્યાયજીનાં ગુણો ઉપાર્જન કરી તે કક્ષાએ આવી જાય છે. જ્ઞાનાવરણનો બળવાન ક્ષયોપશમ તે એમની દશાની મુખ્ય લાક્ષણિકતા છે. તેમને સ્વરૂપસ્થિતિ વધારે સમય માટે જળવાય છે, અને તેમાંથી બહાર નીકળ્યા પછી તેમની વ્યવહારિક કાર્યો કરવાની સ્પૃહા ઘણી મંદ રહેતી હોવાથી તેઓ પૂર્વકર્મની નિર્જરા કરવા અતિ સામાન્ય સ્પૃહાથી કાર્યો કરે છે, એટલું જ નહિ પણ તેઓ જ્ઞાનદાનની પ્રવૃત્તિ પણ સ્પૃહા કરતાં આજ્ઞાના કારણથી વિશેષ કરતા હોય છે. શાસ્ત્રોનું પઠન પાઠન કરવું કરાવવું એ તેઓનું મુખ્ય લક્ષણ હોવા છતાં, તેઓ આ કાર્ય કરતી વખતે પ્રાયઃ પોતાના સ્વચ્છંદને ત્યાગી આજ્ઞાધીનપણું વધારતા જાય છે. અને એ રીતે તેઓ સાધુસાધ્વીજી કરતાં વિશેષ ધર્મ સ્થિરતા કેળવે છે, અને તપનું વિશેષ આચરણ કરે છે. જે તેમને તથા તેમની પાસે ભણતા વિદ્યાર્થીઓને આત્મવિકાસ કરવામાં ખૂબ ખૂબ ઉપકારી થાય છે. શ્રી ઉપાધ્યાયજી મુખ્યત્વે છઠ્ઠા ઉત્કૃષ્ટ ગુણસ્થાનથી
૩૬૭
Page #394
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
શરૂ કરી સાતમા મધ્યમ ગુણસ્થાનની વચ્ચે રમતા હોય છે. તેમને જે વખતે જીવસમસ્ત માટેના કલ્યાણભાવની ઉત્કૃષ્ટતા આવે છે તે વખતે આ પદવીનો બંધ પડે છે. કદાચિત આવી ઉત્કૃષ્ટતા ન આવે તો તેઓ ઉપાધ્યાયજીની કક્ષાએ હોવા છતાં પંચપરમેષ્ટિનાં ઉપાધ્યાયપદને પામતા નથી. એટલે કે જે જીવો ઉપાધ્યાયજીના ગુણો યથાર્થતાએ કેળવે છે, છતાં જીવ સમસ્ત માટે કલ્યાણભાવ વેદી શકતા નથી, અગર તેમનો કલ્યાણભાવ માત્ર અમુક ખંડ પૂરતો મર્યાદિત રહે છે તેઓ પંચપરમેષ્ટિ થતા નથી. પંચપરમેષ્ટિ પદ પામવા માટે જીવ સમસ્ત માટે ઉત્કૃષ્ટતાએ કલ્યાણભાવ વેદવો જરૂરી છે. અહીં આપણે પંચપરમેષ્ટિપદમાં સ્થાન મેળવનાર સર્વનાં આજ્ઞાધીનપણાનો અભ્યાસ કરીએ છીએ તે લક્ષમાં રાખવું.
છઠ્ઠા સાતમા ગુણસ્થાને રમતાં રમતાં તેમનાં જ્ઞાન, દર્શન તથા ચારિત્રનો ઉઘાડ વધે છે, તેમનું કાર્ય વધારે ઊંડાણવાળું તથા વધારે શુધ્ધ થતું જાય છે, જે તેમને આચાર્યની પદવી સુધી લઈ જાય છે. આચાર્યજીની કલ્યાણભાવના આત્મચારિત્રથી રંગાયેલી હોવાને લીધે તેમણે ગ્રહણ કરેલાં અને પોતાનો ચૂંટેલો કલ્યાણભાવ ઉમેરી તરતાં મૂકેલાં પરમાણુઓ વધારે શુધ્ધ અને વધારે અસરકારક બને છે. આ ઉપરાંત, આગળ વધવાની સાથે તેઓ શ્રી તીર્થંકર પ્રભુ અને શ્રી કેવળીપ્રભુએ વહાવેલાં કલ્યાણનાં પરમાણુઓનો મોટો જથ્થો સ્વીકારી શકવાની યોગ્યતા મેળવી હોવાથી, તેનાં ગ્રહણના આધારે તેમની રહીસહી સંસારસ્પૃહા ક્ષીણ થતી જાય છે, અને આત્મસ્વરૂપમાં રહેવાની તેમની સ્પૃહા વધતી જાય છે. પરિણામે ધર્મધ્યાન તથા શુકુલધ્યાનમાં પાપપુણ્યનાં મોટા જથ્થાને બાળી તેઓ શુધ્ધ આચારસંહિતા પાળતા થાય છે, અને ધર્મના નાયક થવાની શક્તિ તેઓ કેળવતા જાય છે. શુક્લધ્યાનમાંથી બહાર આવ્યા પછી પણ તેમનું આજ્ઞાધીનપણું એવું ને એવું અખંડ રહી શકે છે, અને તેનાં ફળરૂપે તેમનાં આત્મચારિત્રની ખીલવણી ઘણી અભુત થાય છે. આચાર્ય તરીકેની આચારસંહિતા પાળતાં પાળતાં જ્યારે તેમનો કલ્યાણભાવ જીવ સમસ્ત સુધી વિસ્તરે છે અને ઉત્કૃષ્ટતાએ પહોંચે છે ત્યારે તે આચાર્યને પંચપરમેષ્ટિનાં આચાર્યપદનો બંધ નિકાચીત થાય છે. જો આ શરત પૂરી ન થાય તો તે આચાર્ય પંચપરમેષ્ટિપદમાં
उ६८
Page #395
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
સમાતા નથી, અહીં એ લક્ષ જરૂર રાખવું જોઈએ કે સાધુસાધ્વી, ઉપાધ્યાયજી અને આચાર્યજી એ ત્રણેના કલ્યાણભાવની ઉત્કૃષ્ટતાની માત્રા જુદી જુદી છે, પરંતુ વિસ્તાર જીવ સમસ્ત માટેનો અર્થાત્ એક સરખો છે.
સાધુસાધ્વીજી, ઉપાધ્યાયજી અને આચાર્યજી એ ત્રણે પરમેષ્ટિ, પંચ પરમેષ્ટિ ભગવંતોમાં છદ્મસ્થ જીવો છે. સાધુસાધ્વીજી કરતાં ઉપાધ્યાયજીનો અને ઉપાધ્યાયજી કરતાં આચાર્યજીનો પુરુષાર્થ તથા આત્મવિકાસ ચડતા ક્રમમાં હોય છે, તેથી ઉપાધ્યાયજી કે આચાર્યજીની આજ્ઞાએ ચાલનારને એકનું જ શરણું બસ થઈ પડે છે. તેમની અપેક્ષાએ સાધુસાધ્વીજીનાં તપસંયમ પ્રમાણમાં ઓછાં હોવાથી, તેમનાં સમૂહના તપસંયમનો આધાર આપી પ્રભુજીએ જીવની સધ્ધરતા કરાવી છે. વળી, ઉપાધ્યાયજી તથા આચાર્યજીને વિશેષ આજ્ઞાપાલન હોય છે, આત્મશુદ્ધિ વિશેષ હોય છે અને કલ્યાણભાવ પણ વિશેષ પ્રગટયો હોય છે, તેમને માનાદિ કષાયો પણ વધારે મંદ થયા હોય છે, આથી પ્રાથમિક કક્ષાના જીવને તેમના એકના જ કલ્યાણભાવ ગ્રહણ કરે તો પણ કલ્યાણ પામવા પૂરતા થઈ જાય છે. ઉપાધ્યાયજી અને આચાર્યજીમાં વિનયગુણ વિશેષતાએ ખીલ્યો હોવાનાં કારણે, કદાચિત તેમની અસમર્થતા અનુભવાય તો, તેઓ તેમના ગુરુ દ્વારા પણ આજ્ઞાનું મહાસ્ય સમજાવતા હોય છે. આથી આજ્ઞા પામવા માટે અને ધર્મશુદ્ધિ કરવા માટે એક આચાર્ય કે એક ઉપાધ્યાયનું શરણું બસ થાય છે.
આ ત્રણે છદ્મસ્થ ઈષ્ટ ભગવંત રત્નત્રયની આરાધના કેવી રીતે કરે છે તે પ્રક્રિયા જાણવાથી વિશેષ સ્પષ્ટતા આવશે. આપણે જાણ્યું છે કે કોઈ પણ જીવ પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણનો આધાર લઈ, ધ્યાનમાં જઈને કર્મની બળવાન નિર્જરા કરી આત્મશુદ્ધિ વધારી શકે છે. આ જ પ્રક્રિયાનો સાધુસાધ્વી, ઉપાધ્યાયજી અને આચાર્યજી ઉપયોગ કરી પોતાના આત્માની શુદ્ધિ વધારતાં જાય છે, અને સાથે સાથે ચારિત્રની ખીલવણી પણ કરતા જાય છે.
કોઈ પણ જીવને પ્રાર્થના કરવાની જરૂર ક્યારે પડે છે? જ્યારે જીવને કોઈ કાર્યસિદ્ધિ કરવી હોય, અને તે માટે તેને પોતામાં પૂર્ણ શક્તિનો અભાવ લાગે ત્યારે તે પ્રાર્થનાના
૩૬૯
Page #396
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
આશ્રયે જાય છે. જીવ સમર્થ નિષ્ણાત ગુરુને સામાન્યપણે પ્રાર્થના કરતો હોય છે. તેમાંય આધ્યાત્મિક વિકાસ કરવા જીવે આપ્ત પુરુષને પ્રાર્થના કરવી જરૂરી રહે છે, કેમકે તેમના વિના આ લાભ અન્ય કોઈ આપી શકતું નથી. પ્રાર્થના મુખ્યત્વે બે રીતે થાય છે –
૧. પૂર્ણ આજ્ઞાથી એટલે કે નિશ્ચિત ધ્યેયને લક્ષમાં રાખીને, અને ૨. અપૂર્ણ આજ્ઞાથી એટલે કે નિશ્ચિત ધ્યેય ઉપરાંત અન્ય સંસારી હેતુઓનો
પણ સમાવેશ કરીને; અહીં પ્રાર્થનામાં થોડા અંશે સ્વચ્છંદ પૂરાયેલો રહે છે. આ વાંચતા આપણને પ્રશ્ન થાય કે પૂર્ણ કે અપૂર્ણ આજ્ઞાથી પ્રાર્થના કરીએ તો ફરક શું પડે? જીવ પોતાના ગુરુને પ્રાર્થના કરે ત્યારે આત્મશુદ્ધિનાં ધ્યેય સિવાય બીજું કોઈ ધ્યેય ન હોય, કરેલી પ્રાર્થનાનું ફળ પોતાની ઇચ્છા પ્રમાણે નહિ પરંતુ ગુરુની ઇચ્છા પ્રમાણે પ્રાપ્ત થાય તેવી ભાવના કરેલી એ પ્રાર્થનામાં રહી હોય તો તે પ્રાર્થના પૂર્ણ આજ્ઞાથી થયેલી પ્રાર્થના કહી શકાય, કેમકે તેમાં પ્રાર્થના કરનાર પોતાના સ્વચ્છંદનો પૂરો ત્યાગ કરી, ગુરુની ઇચ્છાને પૂર્ણતાએ આધીન થાય છે. જ્યારે આત્મિક ધ્યેય ઉપરાંત અન્ય કોઈ સંસારી ધ્યેયથી અથવા તો પોતાની ઇચ્છાનુસારના ફળની અપેક્ષાથી પ્રાર્થના કરવામાં આવે છે ત્યારે તે અપૂર્ણ આજ્ઞાથી થયેલી પ્રાર્થના બને છે.
જ્યાં પોતાની ઇચ્છા સમાયેલી છે ત્યાં તેટલા પ્રમાણમાં પ્રાર્થના કરનારનો સ્વચ્છેદ રહેલો છે, તે સર્વ પ્રકારે ગુરુની ઇચ્છાને આધીન થઈ શકતો નથી. આમ ફળાદિ માટે પોતાની પાત્રતા ન હોવા છતાં અમુક પ્રકારની ઇચ્છા રાખવાથી જીવને માન તથા લોભ કષાયના બંધ પડે છે. એટલી માત્રામાં તે જીવ પોતાને ગુરુ કરતાં વિશેષ ડાહ્યો કે સમજુ ગણે છે, અને ત્યાં તેનો સ્વછંદ રહેલો દેખાય છે, પરિણામે તેની તે પ્રાર્થના અપૂર્ણ આજ્ઞાથી થયેલી કહેવાય છે. આવી પ્રાર્થનાને કારણે જે અંતરાયકર્મ બંધાય છે તે તેને ભાવિના આત્મવિકાસમાં વિઘ્નરૂપ થાય છે.
જીવ જ્યારે પૂર્ણ આજ્ઞામાં રહીને પ્રાર્થના કરે છે ત્યારે તેનામાં જે શક્તિ ઉત્પન્ન થાય છે, તે શક્તિ ગુરુની આજ્ઞાધીનતાને લીધે નિશ્ચિત કાર્યની સફળતા માટે જ વપરાય છે, અને તે જીવ રત્નત્રયના બીજા વિભાગ “ક્ષમાપના માટે
૩૭)
Page #397
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
તૈયાર થાય છે. પણ જ્યારે પ્રાર્થના અપૂર્ણ આજ્ઞાથી કરવામાં આવે છે ત્યારે તે પ્રાર્થનાથી ઉત્પન્ન થયેલી શક્તિ ધ્યેયસિદ્ધિમાં વપરાવા ઉપરાંત સુષુપ્ત સંસારી ઇચ્છાઓની પૂર્તિમાં અને માન તથા લોભકષાયને કારણે બંધાયેલા ભાવની પૂર્ણતા કરવામાં વહેંચાઈ જાય છે. આમ થવાથી, ઇશ્કેલી કાર્યસિદ્ધિ કરવા માટે સમગ્ર શક્તિ વપરાઈ શકતી નથી. એટલું જ નહિ પણ, બાકીની શક્તિ કર્મ નિવૃત્તિનાં સાધનને બદલે કર્મવૃદ્ધિનાં સાધનરૂપ લોભ અને માનકષાયનાં બંધનમાં વપરાય છે.
આમ પ્રાર્થનાની અવસ્થા પછી જીવ ક્ષમાપનાની દશા પર આવે છે. જે ઇચ્છા કે ભાવના છે તે પૂર્ણ ન થવા માટે જે પૂર્વકર્મો જવાબદાર છે, તે કર્મોની ક્ષમાયાચના કરી આત્મા હળવો થવાનો પુરુષાર્થ કરે છે. પૂર્ણ આજ્ઞાથી કરેલી પ્રાર્થનાની સહાયથી જીવ સહજતાએ ક્ષમાપનામાં દોરાય છે. વળી, પૂર્ણ આજ્ઞાથી ક્ષમાપના કરવામાં આવે ત્યારે તે પૂર્વકર્મ નિવૃત્ત કરવાનું મુખ્ય સાધન થાય છે. પૂર્ણ આજ્ઞાથી કરેલી ક્ષમાપનાના ફળરૂપે ઉત્પન્ન થતું વીર્ય ધ્યેયની સિદ્ધિ માટે જ વપરાય છે, અન્ય કાર્યો કરવા માટે વપરાતું નથી, પરંતુ અપૂર્ણ આજ્ઞાથી કરેલી ક્ષમાપના જીવને માન અથવા લોભકષાયમાં લઈ જવાનું ભયસ્થાન આપે છે, તેથી ધ્યેયની સિદ્ધિ ઓછી માત્રામાં અથવા તો વિલંબથી થાય છે.
પૂર્ણ આજ્ઞાથી કરેલાં પ્રાર્થના તથા ક્ષમાપનાના ફળરૂપે જીવ કાર્યની ઉત્તમ સિદ્ધિ માટે યોગ્ય સંવર તથા નિર્જરા કરી શકે છે, અને તે પછીથી ધર્મધ્યાન તથા શુક્લધ્યાનનાં નિમિત્તરૂપ મંત્રસ્મરણમાં ભાવથી જોડાય છે, મંત્રસ્મરણના પ્રભાવથી તે ધ્યાનમાં જાય છે, અને પોતાના પુરુષાર્થ અનુસાર તે જીવ ધર્મધ્યાન કે શુક્લધ્યાનને માણે છે. આ ધ્યાનમાં પૂર્વે પૂર્ણ આજ્ઞાથી કરેલાં પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણના ફળરૂપે તે જીવ પૂર્ણ આજ્ઞામાં જ રહે છે. આ રીતે પૂર્ણ આજ્ઞામાં રહેવાથી જીવની મોહની નિર્જરા અસંખ્યાતગણી થાય છે. વળી, આવી નિર્જરાને કારણે જીવને જે શાંતિ ઉપજે છે તે શાંતિના અનુભવને લીધે, ધ્યાનની બહાર આવ્યા પછી પણ તે જીવ નિસ્પૃહ તથા સંસારી સુખબુદ્ધિથી પર રહી શકે છે. પરિણામે મોહનીય ક્ષીણ
૩૭૧
Page #398
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
થવા સાથે તે જીવનાં જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ કર્મો પણ શિથિલ થઈ ક્ષીણ થતાં જાય છેએટલું જ નહિ પણ તેનાં આજ્ઞાધીનપણાને લીધે તેને નવીન કર્મબંધની પણ ઘણી અલ્પતા થાય છે. આ અનુભવથી તેનું પ્રભુ પ્રતિનું શરણ દેઢ થતું જાય છે, તેમનાં શરણમાં જ રહેવાની ભાવના મજબૂત થતી હોવાથી તે જીવનાં અંતરાય કર્મો પણ તૂટતાં જાય છે. આમ શુદ્ધ હૃદયથી પૂર્ણ આજ્ઞામાં રહીને પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણ કરવાથી જીવનાં ચારે ઘાતી કર્મો નબળાં ને નબળાં થતાં જાય છે. તે કર્મોને પ્રભુનું શરણ મળતું નથી, પણ જો જીવ ઇચ્છે તો તેને પ્રભુનું અનન્ય શરણ મળતું હોવાથી, બે વચ્ચેની લડાઈમાં જીવ જીતે છે અને કર્મ હારે છે.
આ રીતે સતત વધતી વિશુદ્ધિવાળી સ્થિતિમાં જીવને ઉચ્ચ પ્રકારનાં લબ્ધિ તથા સિદ્ધિ પ્રગટતાં જાય છે. પણ આજ્ઞાધીન જીવ આવી લબ્લિસિદ્ધિમાં મોહોતો નથી, બલ્ક તેનાથી વિશેષ વિશેષ નિસ્પૃહ થતો જાય છે. પ્રભુનાં ચરણનું ઉત્તમતાએ ધ્યાન કરવાથી તેને સાંસારિક મોહ અને સુખબુદ્ધિ સ્પર્શી શકતાં નથી, પરિણામે તે જીવ ઘણી ત્વરાથી શુધ્ધ અને શુક્લધ્યાનનો અનુભવ કરી શકે છે.
આ જ પ્રક્રિયાને વિશિષ્ટ પ્રકારે આરાધી જીવ ઉપશમ શ્રેણિમાં ન જતાં ક્ષપક શ્રેણિમાં જઈ, બધાં ઘાતકર્મોનો એક સપાટે ક્ષય કરી કેવળજ્ઞાન તથા કેવળદર્શન પ્રગટાવવા ભાગ્યશાળી થાય છે. આ પ્રક્રિયાનો ઊંડાણથી વિચાર કરતાં, તેમજ અભ્યાસ કરતાં આપણને જરૂર સમજાય છે કે જીવને શા માટે પુરુષનાં અવલંબન તથા શરણની જરૂર બારમા ગુણસ્થાનના અંત સુધી રહે છે. પુરુષની આજ્ઞાનાં અવલંબનથી સ્વરૂપસ્થિતિ જલદીથી પ્રાપ્ત થાય છે, અને તેમાં પણ આજ્ઞાના આરાધનથી તારૂપ નિર્જરા ઘણી વધી જાય છે. આમ શ્રી પુરુષની આજ્ઞાનું અવલંબન લેવાથી જીવની બેવડી રીતે આત્માની વિશુદ્ધિ વધતી જાય છે.
આ જ પ્રક્રિયાને શ્રી તીર્થંકર પ્રભુનો આત્મા ઉત્તમતાએ તથા ઉગ્રતાએ આરાધી ક્ષપક શ્રેણિમાં ચડે છે, ચારે ઘાતી કર્મોથી સર્વથા મુક્ત થઈ કેવળજ્ઞાન કેવળદર્શન પ્રગટાવે છે. મોક્ષ મેળવવા માટે આ ટૂંકામાં ટૂંકો અને સહેલામાં સહેલો માર્ગ છે.
૩૭૨
Page #399
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
અરિહંત પ્રભુના આત્માએ ૨૦૦ – ૨૫૦ થી પણ વધારે ભવોમાં જીવ સમસ્ત માટે કલ્યાણના ભાવ વેદ્યા હોય છે, અને તેમના થકી સર્વ પંચપરમેષ્ટિ ભગવંત આ ભાવ ભાવતાં થયા હોય છે. તેથી સર્વ પંચપરમેષ્ટિ ભગવંતને એવા ભાવ વર્તતા હોય છે કે સર્વ જગતજીવો આ ટૂંકામાં ટૂંકા આજ્ઞાના માર્ગને આરાધી સંસારનાં પરિભ્રમણથી મુક્ત થાઓ. શ્રી પંચપરમેષ્ટિ ભગવંતના ભાવેલા આ ભાવ આજ્ઞાના આરાધક સર્વને સાચા સાથીદારરૂપ નીવડે છે.
જગતના જીવો અનાદિકાળથી મન, વચન કે કાયાના યોગે કરીને સંસારની અને સંસારના પદાર્થોની સ્પૃહા કરવાની કુટેવમાં ફસાયેલા છે. જ્ઞાની ભગવંત તેમની સ્પૃહા કરવાની આ કુટેવને છૂટવાના હેતુરૂપ બનાવી દે છે. તેઓ જગતના જીવોને બોધે છે કે, “હે જીવો! તમારે સ્પૃહા જ કરવી છે ને? તો તમે મન, વચન અને કાયાથી શ્રી પંચપરમેષ્ટિનું ઉત્તમ શરણ મેળવવાની સ્પૃહા કરો. તેમણે પ્રરૂપેલા આજ્ઞામાર્ગે ચાલવાની તમે સ્પૃહા કરો. અને એ સ્પૃહા ક્ષણે ક્ષણે વધતી જાય એવી ભાવના કરો. આજ્ઞામાર્ગની આવી સ્પૃહા કરવાથી તમને સહજતાએ મન, વચન અને કાયાથી સંસારની તથા સંસારના પદાર્થોની નિસ્પૃહતા આવતી જશે, વધતી જશે.” જ્યાં સુધી જીવને મોહનો ઉદય હોય છે ત્યાં સુધી તે સતત પાપના બંધ બાંધે છે, પણ જ્યારે આજ્ઞારૂપી તપ તેના આત્મપ્રદેશ પર ફેલાય છે ત્યારે તેમાં ફેરફાર થઈ જાય છે. જો તેને પૂર્વકૃત પાપનો ઉદય આવે છે તો એ આજ્ઞાનું કવચ તેના પ્રદેશોને એવા નિમિત્તમાં લઈ જાય છે કે તેને નવાં પાપ બંધાતાં નથી પણ પુણ્ય બંધાય છે. જેને આપણે પુણ્યાનુબંધી પાપ કહી શકીએ. જો તેને પૂર્વકૃત પુણ્યનો એટલે કે શાતા વેદનીયનો ઉદય આવે છે તો તે આજ્ઞાનું કવચ તેને સંસારી પુણ્ય બાંધતા બચાવી પરમાર્થ પુણ્યના બંધમાં દોરી જાય છે જેને આપણે પુણ્યાનુબંધી પુણ્ય ગણી શકીએ. બાંધેલાં તે પુણ્યના પ્રભાવથી જીવ અનંતકાળથી ચાલ્યા આવેલા આર્ત તથા રૌદ્રધ્યાનનો ત્યાગ કરી ધર્મધ્યાનમાં સ્થિર રહે છે, અને સમય જતાં પ્રગતિ કરી શુક્લધ્યાનને આરાધતો થાય છે. તેનાં તે ધ્યાનના આશ્રયે સર્વ ઘાતકર્મો ક્ષય થાય છે.
૩૭૩
Page #400
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
જ્યારે શ્રી તીર્થકર ભગવાન અને કેવળી ભગવાન બાકી રહેલાં ચાર અઘાતી કર્મોથી મુક્ત થવાની પ્રક્રિયા કરે છે ત્યારે તેઓ તેમના આત્મા પર શેષ રહેલાં કલ્યાણનાં પરમાણુઓ જગતજીવોના લાભાર્થે જગતમાં છૂટા હાથે વેરી દે છે; અને પોતે અન્ય સર્વ કર્મોને નિર્જરાવી, સર્વ કર્મથી મુક્ત થઈ સર્વ કાળને માટે શાશ્વત સુખમાં નિમગ્ન થાય છે, લીન થઈ જાય છે. આ રીતે વેરાયેલા કલ્યાણનાં પરમાણુઓને જગતના જીવો ગ્રહણ કરી, અનંત સુખના ‘આજ્ઞા’ ના માર્ગમાં પ્રગતિ કરે છે.
શ્રી અરિહંતપ્રભુ તથા શ્રી સિદ્ધ ભગવાન તેમની બળવાન વિશેષતાને કારણે નવકારમંત્રમાં ટોચના સ્થાને રહેલા છે. શ્રી અરિહંત ભગવાનની કલ્યાણભાવના એટલી બધી પ્રબળ હોય છે કે તેમના પ્રત્યેક કલ્યાણક વખતે જગતનાં સમસ્ત જીવો એકબીજા માટેના અશુભભાવનો એક સમય માટે ત્યાગ કરે છે અને તે સમયે વિશિષ્ટ પ્રકારની શાતાનું વેદન કરે છે. શ્રી અરિહંત પ્રભુની આ ભાવનાના પ્રભાવથી નિત્ય નિગોદમાં રહેલા કેટલાય જીવાત્માના એક પછી એક કરીને સાત પ્રદેશો નિરાવરણ થાય છે. આરંભમાં આ પ્રદેશો પરથી સર્વ ઘાતી કર્મો નીકળતાં જઈ અન્ય પ્રદેશો પર સ્થિર થાય છે. તીર્થંકર પ્રભુ નામકર્મ બાંધે ત્યારે પહેલો પ્રદેશ નિરાવરણ – ઘાતકર્મ રહિત થાય છે. પ્રભુ નામકર્મના બંધનવાળો દેહ ત્યાગે ત્યારે બીજો પ્રદેશ ઘાતકર્મ રહિત થાય છે. પ્રભુ ચરમ શરીર ધારણ કરે – ગર્ભમાં પ્રવેશે તે સમયે ત્રીજો પ્રદેશ નિરાવરણ અર્થાત્ ઘાતકર્મરહિત થાય છે, અને સાથે સાથે તે પ્રદેશો પરનાં બળવાન અઘાતી કર્મનાં પરમાણુઓ નીકળી અન્ય પ્રદેશો પર ચાલ્યા જાય છે. પ્રભુના એ દેહના જન્મ સમયે નિત્યનિગોદના જીવોનો ચોથો પ્રદેશ ઘાતકર્મ રહિત થાય છે, અને થોડાં વિશેષ અઘાતી કર્મો એ પ્રદેશ પરથી હટી જાય છે. ચરમ દેહમાં જ્યારે પ્રભુ દીક્ષા ગ્રહણ કરે છે ત્યારે એ જીવોનો પાંચમો પ્રદેશ નિરાવરણ થાય છે, સાથે સાથે પાંચે પ્રદેશ પરનાં સર્વ અશુભ અઘાતી કર્મો પણ ત્યાંથી નીકળી જાય છે. એટલે કે એ પાંચે પ્રદેશો પર માત્ર શુભ અઘાતી કર્મો જ બચ્યાં હોય છે. પરંતુ પ્રભુ જ્યારે કેવળજ્ઞાન પ્રગટાવે છે ત્યારે તે જીવોનો છઠ્ઠો પ્રદેશ નિરાવરણ થવા સાથે એ છએ પ્રદેશ પરથી મોટાભાગનાં શુભ અઘાતકર્મો પણ વિદાય લઈ લે છે. છેવટે જ્યારે
૩૭૪
Page #401
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
શ્રી અરિહંત પ્રભુ સિદ્ધ થાય છે ત્યારે તે જીવોનો સાતમો પ્રદેશ નિરાવરણ થાય છે, અને સર્વ અઘાતીકર્મો પણ તે પ્રદેશ પરથી નીકળી જાય છે. એ સાતે પ્રદેશ સિદ્ધપ્રભુના શુદ્ધ પ્રદેશ જેવા જ શુદ્ધ થઈ જાય છે. જેમના સાત પ્રદેશ નિરાવરણ થયા છે તેમાંથી એક જીવનો આઠમો પ્રદેશ પણ શુદ્ધ થાય છે, અને તે જીવ શ્રી અરિહંત પ્રભુનાં નિમિત્તથી નિત્યનોગોદમાંથી બહાર નીકળી પૃથ્વીકાય રૂપે પોતાનું સંસારનું પરિભ્રમણ શરૂ કરે છે. આ રીતે શ્રી અરિહંત પ્રભુનાં નિમિત્તથી બહાર નીકળનાર જીવના આઠે પ્રદેશ તેમનાં થકી જ ખુલ્યા હોવાથી તે જીવ નિયમપૂર્વક ભાવિમાં અરિહંતપદ મેળવીને સિદ્ધ થાય છે. અન્ય જીવોનો આઠમો પ્રદેશ સિદ્ધ થતા કેવળીપ્રભુનાં નિમિત્તથી ખુલે છે; અને તેમનાં નિમિત્તે નિત્યનિગોદમાંથી બહાર ખેંચાઈ આવી પોતાનું ભ્રમણ આરંભે છે.
શ્રી અરિહંત પ્રભુની બીજી વિશેષતા એ છે કે તેઓ ૐ ધ્વનિથી દેશના આપે છે; અને સહુ શ્રોતાઓ પોતપોતાની પાત્રતા અનુસાર પોતાની ભાષામાં બોધ ગ્રહણ કરે છે. ૐ ધ્વનિ એ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનું પ્રતિક છે. ૐૐ ધ્વનિનાં પ્રસારણથી શ્રી તીર્થંકર ભગવાન પણ કેવી રીતે આજ્ઞાપાલન કરે છે તેની સમજ આપણને મળે છે. શ્રી તીર્થંકર ભગવાન, તેમના પૂરોગામી એવા તીર્થંકર પ્રભુએ પ્રસારેલા, સિદ્ધ ભગવાને વહાવેલા અને સર્વ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુસાધ્વીઓએ અનુમોદિત કરેલા કલ્યાણના ભાવને ગ્રહણ કરી, તેમાં પોતાના ઘૂંટેલા કલ્યાણભાવને ઉમેરી આજ્ઞાના અતિ અદ્ભુત મહાત્મ્યને પ્રગટ કરનાર દિવ્યધ્વનિ છોડે છે. એમાં પાંચે પરમેષ્ટિ ભગવંતના કલ્યાણભાવનો સમાવેશ થતો હોવાથી એ ધ્વનિ ૐ સ્વરૂપ બને છે. સર્વ સુપાત્ર જીવો પોતપોતાની કક્ષા અનુસારનો બોધ તેમાંથી ગ્રહણ કરે છે. આ પ્રક્રિયા એ શ્રી તીર્થંકર પ્રભુનો આજ્ઞામાં રહેવાનો પ્રબળ નિશ્ચય બતાવે છે. સાથે સાથે જે જિનપ્રભુ સિધ્ધ થયા છે તેમનાં પરમાણુઓ ગ્રહણ કરી બાકીનાં ચાર અઘાતી કર્મો ક્ષીણ કરવા માટેની આજ્ઞા પણ તેઓ મેળવી લે છે. અને સંપૂર્ણ કર્મમુક્ત થતાંની સાથે જ તેઓ સંપૂર્ણ આજ્ઞાધીન થાય છે. અર્થાત્ સદાને માટે તેઓ સ્વાધીન થઈ જાય છે. અને એ વખતે તેઓ આજ્ઞામાર્ગનું શિખર સર કરે છે, આજ્ઞામાર્ગના આરાધનની ટોચે પહોંચે છે.
૩૭૫
Page #402
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
આ પરથી આપણે તારવણી કરી શકીએ કે આત્માની શુદ્ધિ જેમ જેમ વધતી જાય છે તેમ તેમ તેનું આજ્ઞાપાલન પણ શુધ્ધ તથા સૂક્ષ્મતાથી થતું જાય છે. આ અપેક્ષાએ આત્માની પૂર્ણ શુદ્ધિ થાય ત્યારે તેનું આજ્ઞાપાલન પણ સંપૂર્ણ બનવું જોઈએ.
આનાથી આગળનું વિચારતાં લક્ષ આવે છે કે સર્વ સિદ્ધ ભગવાન સમાન જ છે, તેઓ સહુનાં જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા વીર્ય એક સરખાં જ છે. એમના ગુણો પણ એકરૂપ છે. એમનાં યથાખ્યાત ચારિત્ર, પૂર્ણ શુધ્ધ સ્વભાવદશા, અવ્યાબાધ સુખ, અગુરુલઘુપણું, અરૂપીપણું, સાદિ અનંત સ્થિતિ, વગેરે એક સરખાં અને સમાન જ છે. છબસ્થ અવસ્થામાં તેમનામાં જે ભેદ પ્રવર્તતા હતા જેમકે તીર્થકરપણું, ગણધરપણું, પદવીધારીપણું, સામાન્ય મુનિપણું ઈત્યાદિ સિદ્ધ પર્યાયમાં નીકળી જાય છે. અનંતકાળ પહેલા થયેલા કે અનંતકાળ પછી થનારા સિદ્ધ પ્રભુનાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, સુખ, અરૂપીપણું, આદિ ગુણો સમાન જ રહેવાના છે, કોઈપણ પ્રકારનો ભેદ તેમાં ઉભવવાનો નથી. તે સાબિત કરે છે કે શ્રી સિદ્ધ ભગવાનને કાળ કે છદ્મસ્થ અવસ્થાની દશા કોઈ પ્રકારે બાધા કરી શકતાં નથી. આવું કઈ રીતે શક્ય બને છે?
આવું શક્ય બનવાનું કારણ તેમનું પૂર્ણતાએ થતું આજ્ઞાપાલન સમજાય છે. સિદ્ધભૂમિમાં બધા જ શુધ્ધાત્માઓ સમાન આજ્ઞા પૂર્ણતાએ પાળે છે; તેથી તેમને સમાન જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય અને વેદક્તા આદિ પ્રાપ્ત થાય છે. તેઓ પ્રત્યેક સમયે સમાન આજ્ઞામાં જ રહે છે. ત્યાં તેમને યોગ નથી, વિભાવ નથી, પુગલનો કોઈ પણ પ્રકારનો સંપર્ક નથી કે જે તેમને આજ્ઞાપાલન કરતાં રોકી શકે. એથી આપણે કહી શકીએ કે તેઓ સતત “આણાએ ધમ્મો, આણાએ તવો” માં પ્રવર્તે છે.
શ્રી સિદ્ધ ભગવાન કેવળજ્ઞાન, કેવળદર્શન, અવ્યાબાધ સુખ અને યથાખ્યાત ચારિત્ર અર્થાત્ પૂર્ણ શુદ્ધ સ્વભાવદશા માણે છે. આમાંના પહેલા ત્રણ ગુણો એ મૂળ ગુણો છે એટલે કે એ શુધ્ધ આત્માના ધર્મ છે, અને યથાખ્યાત ચારિત્ર એ તેમનું તપ છે, કેમકે ઉપરના ગુણોનો અનુભવ કરતા કરતા સિદ્ધ પ્રભુને લોકાલોકનું જ્ઞાન તથા દર્શન થાય છે. ત્યારે તેઓ શાતા કે અશાતાનાં પરિણામમાં જતા નથી, તેના પ્રત્યાઘાતથી
3७६
Page #403
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
અલિપ્ત રહે છે. એટલે કે તેઓ પરમ શુક્લ સ્થિતિમાં, યથાખ્યાતચારિત્રમાં જ રહે છે, તેમાં રહેવાનો તેમનો પુરુષાર્થ એ તેમનું તપ છે.
જુદા જુદા કાળે અને જુદા જુદા ભેદથી સિદ્ધ થયેલા આત્માનાં જ્ઞાન, દર્શન, વેદકતા આદિ સિધ્ધભૂમિમાં પહોંચ્યા પછી સમાન જ રહે છે, તે આપણને સમજાવે છે કે તેઓ બધા આજ્ઞામાર્ગથી જ ધર્મનું પાલન સતત કરે છે. જો એમ ન હોત તો તેમનાં જ્ઞાન, દર્શન અને વેદકતામાં ફેર – તફાવત હોત.
એ જ રીતે તેઓ જે યથાખ્યાતચારિત્ર કે પૂર્ણ શુદ્ધ સ્વભાવદશા અનુભવે છે તેની પણ સમાનતા જ છે. એ સમાનતા પૂરવાર કરે છે કે સિદ્ધપ્રભુ તપ પણ આજ્ઞાથી જ કરે છે. જો આજ્ઞાની એકતાવાળું તપ ન હોય તો જુદા જુદા આત્માના પ્રત્યાઘાત જુદા જુદા જ હોય, અને સ્વરૂપાનુભૂતિ પણ અલગ હોય.
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતોમાં સિદ્ધપ્રભુનું આજ્ઞાપાલન સૌથી ઊંચું અને બળવાન છે, કેમકે તેમનાં આજ્ઞાપાલનમાં એક સમયનો પણ વિક્ષેપ હોતો નથી. આથી સિદ્ધપ્રભુ ધર્મ તથા તપનો અનુભવ એક જ સમયે કરતા રહી અવ્યાબાધ સ્થિતિમાં જ રહે છે. ધર્મથી જ્ઞાન, દર્શન અને વેદકતા આવે છે, અને તપના બળથી તેઓ સ્વરૂપમાં સ્થિર રહે છે. તેઓ આ ચારે તત્ત્વ એક જ સમયે અનુભવતા હોવાથી તેમની સ્વરૂપાનુભૂતિ અબાધિત અને કાળની મર્યાદાથી પર બને છે.
શ્રી સિદ્ધપ્રભુ પછીની કક્ષાનું બળવાન આજ્ઞાપાલન શ્રી કેવળીપ્રભુ કરે છે. તેમને મન, વચન તથા કાયાના યોગ પ્રવર્તે છે; તેથી જે સમયે યોગ સાથે એક સમયનું તેમના આત્માનું જોડાણ થાય છે, તે સમયે તેમનાં આજ્ઞાપાલનમાં મંદતા આવે છે, અને શાતાવેદનીય કર્મનાં અઢળક પરમાણુઓ તેમના આત્માના પ્રદેશો પર છવાઈ જાય છે. તે વખતે તેમનામાં મોહની ચીકાશ ન હોવાનાં કારણે તે પરમાણુઓ બીજા જ સમયે ભોગવાઈને ખરી જાય છે, જેથી તેમની સ્વરૂપસ્થિતિ અબાધિત રહે છે. આવી એક સમયની મંદતા પણ શ્રી સિદ્ધપ્રભુને આવતી નથી, તેથી તેમનું આજ્ઞાપાલન એ અપેક્ષાથી વિશેષ ઊંચી કક્ષાનું કહી શકાય.
૩૭૭
Page #404
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
છદ્મસ્થ અવસ્થામાં જીવને ઘાતી – અઘાતી કર્મોનો આશ્રવ સતત થતો હોવાથી, આજ્ઞાપાલનની એ વખતની મંદતા બરાબર સમજાય તેવી છે. આજ્ઞાપાલન જેમ જેમ શુધ્ધ અને વિશદ થતું જાય છે તેમ તેમ જીવનો કર્માશ્રવ તૂટતો જાય છે, અલ્પ થતો જાય છે. આ વિધાન સમજાતાં અને તે પર વિશેષ વિચાર કરતાં “આણાએ ધમ્મો, આણાએ તવો” – આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ એ સૂત્રની સાર્થક્તા અને યથાર્થતા બરાબર અનુભવાય છે.
આત્મદશાસૂચક ગુણસ્થાનથી પ્રગટ થતું જીવનું આજ્ઞાધીનપણું
એકેંદ્રિયથી શરૂ કરી સંક્ષીપંચેંદ્રિય સુધીનાં સર્વ જીવોને આવરી લઈ, મિથ્યાત્વથી લઈ જીવ પૂર્ણ શુધ્ધ થાય ત્યાં સુધીના તેના વિકાસનાં ચૌદ પગથિયાં શ્રી પ્રભુએ આપણને બતાવ્યાં છે. આ પગથિયાં તેમણે મોહનીય કર્મના ક્ષયોપશમના આધારે વર્ણવ્યા છે. ઉત્કૃષ્ટ મોહ પ્રવર્તતો હોય ત્યારે જીવના બધા જ ગુણો મહદ્ અંશે અવરાયેલા રહે છે, જેમ જેમ જીવનો મોહ ક્ષીણ થતો જાય છે તેમ તેમ તેના ગુણો વિકસતા જાય છે, તથા તે જીવનાં શાંતિ તથા શુદ્ધિ વધતાં જાય છે. આથી આ ગુણવિકાસનાં પ્રત્યેક સ્થાનને પ્રભુએ ગુણસ્થાન તરીકે જણાવ્યાં છે. ગુણસ્થાન એટલે ગુણોને રહેવાનું ઠેકાણું - સ્થાનક.
=
સર્વ અસંશી અને કેટલાંક સંશી પંચેંદ્રિય જીવોમાં મિથ્યાત્વનું જો૨ ખૂબ વિશેષ પ્રમાણમાં હોય છે, તેઓ બધાં જ પહેલા ગુણસ્થાને રહેલાં જીવો છે. જ્યારથી જીવનું મિથ્યાત્વનું જોર તૂટવા માંડે છે, અને તે જીવમાં સંસારથી છૂટવા માટેનું આરાધન પ્રગટવા માંડે છે ત્યારથી તે જીવની ગુણસ્થાન ચડવાની શરૂઆત થાય છે. મોહનીય કર્મનો ક્ષયોપશમ વધારતા જવાથી જીવ ગુણસ્થાનક ચડતો જાય છે. મોહનીય કર્મનો ક્ષયોપશમ આજ્ઞાનું આરાધન કરવાથી થાય છે. જેમ જેમ જીવ શ્રી પ્રભુને વિશેષ વિશેષ આજ્ઞાધીન થતો જાય છે તેમ તેમ તેનું મોહનીય કર્મ ક્ષીણ થતું જાય છે. આ અપેક્ષાથી જો આપણે સર્વ ગુણસ્થાનનો અભ્યાસ કરીએ તો સમજાય છે કે ‘આજ્ઞાનું આરાધન એ જ ધર્મ છે અને આજ્ઞાનું આરાધન એ જ તપ છે.’
૩૭૮
Page #405
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
જીવને અવ્યક્તપણે શ્રી પુરુષનો ગમો શરૂ થાય, અગમ્ય રીતે સંસારથી છૂટવાના ભાવ અંતરંગમાં આવે અને એવા સંજ્ઞી પંચેન્દ્રિયપણામાં જો જીવને શ્રી તીર્થકર પ્રભુની વાણી સાંભળતાં એક સમય માટે મિથ્યાત્વનો ઉદય તથા મિથ્યાત્વનો નવીન બંધ ન થાય તો તે સમયે તેનો અંતવૃત્તિસ્પર્શ થવાથી તેનું અભવીપણું ટળી જાય છે અને ભવીપણું સિદ્ધ થાય છે. આવા અંતવૃત્તિસ્પર્શથી તેના આંતરિક મોક્ષમાર્ગની શરૂઆત થાય છે. આ સમયે તેને અપ્રગટ રીતે શ્રી તીર્થંકર પ્રભુનું શ્રદ્ધાન થાય છે, પ્રભુ સાચા છે તેવો હકાર તેનો આત્મા વેદે છે, અને ત્યારથી તે જીવની આજ્ઞામાં રહેવાની ભાવના જન્મ પામે છે. જે સમયે તે જીવ મિથ્યાત્વના બંધથી પર બને છે તે સમયે તેનો શ્રી પ્રભુની આજ્ઞામાં વ્યતીત થયો હોય છે. આ જીવનાં ગુણની ખીલવણી શરૂ થઈ જાય છે. આવા સર્વ જીવો પહેલા ગુણસ્થાને રહ્યા હોય છે.
તે પછીથી વિકાસ કરતાં કરતાં તે જીવ વધારે કાળ માટે મિથ્યાત્વને દબાવી શકે છે; તેને સત્પુરુષનું પ્રગટ શ્રદ્ધાન થાય છે, તેમનો ઉપદેશ તેને પ્રમાણભૂત તથા યોગ્ય લાગે છે, અને તેમના આશ્રયે પુરુષાર્થ કરવાનો તે જીવ આરંભ કરે છે. આ પુરુષાર્થથી તે અમુક કાળ સુધી શાંત અને શૂન્ય રહેતા શીખે છે; જેમાં તે દેહ તથા ઈન્દ્રિયોથી અલિપ્ત થઈ ગયો હોય છે. જેટલા કાળ માટે તે જીવ દેહ અને ઈન્દ્રિયોથી પર બની સ્વરૂપમાં લીન થાય છે તેટલા કાળ માટે તે જીવ ચોથા ગુણસ્થાને રહે છે. મિથ્યાત્વનો ઉદય આવવાથી તે શૂન્યતાની બહાર નીકળી પહેલા ગુણસ્થાને ઊતરી આવે છે. પહેલેથી ચોથા ગુણસ્થાને જતી વખતે અને ચોથાથી પહેલા ગુણસ્થાને ઉતરતી વખતે, વચમાંની સ્થિતિમાં તે આત્માનાં અસ્તિત્વ આદિ પદ બાબત દ્વિધાવાળી સ્થિતિમાંથી પસાર થાય છે. આ સ્થિતિમાં આત્માનાં અસ્તિત્વ આદિનો પૂરો હકાર કે નકાર કંઈ હોતું નથી, તે બે વચ્ચે ઝોલાં ખાતો હોય છે. આવી મિશ્રતાવાળી સ્થિતિ તે ત્રીજું ગુણસ્થાન છે. ત્રીજા ગુણસ્થાને જીવ વધુમાં વધુ અંતમુહૂર્ત કાળ રહે છે, તે પછીથી તે કાં ચોથા ગુણસ્થાને જાય અથવા તો પહેલા ગુણસ્થાને આવી જાય છે.
૩૭૯
Page #406
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
ત્રીજા ગુણસ્થાને તેને પ્રભુની સત્યતા તથા તે માર્ગમાં રહેવાના ભાવનું આકર્ષણ વેદાય છે, ત્યાં તેનું આજ્ઞાપાલન થાય છે, અને આજ્ઞાનાં આરાઘનમાં ધર્મ છે તેના અંશનો તે સ્વીકાર કરે છે. ત્યાંથી આગળ વધતાં ચોથા ગુણસ્થાને તેને આત્માનો અનુભવ થાય છે. આવો અનુભવ પ્રભુની ઇચ્છાનુસાર, સ્વચ્છંદનો ત્યાગ કરીને વર્તવાથી થાય છે એ સમજણ આવે છે. પ્રાય: મિથ્યાત્વ દબાયેલું હોય ત્યાં સુધી તેને ચોથું ગુણસ્થાન રહે છે, અને મિથ્યાત્વનો ઉદય થયા પછી તે પહેલા ગુણસ્થાને આવી જાય છે.
આમ વારંવાર પુરુષાર્થ કરતાં કરતાં તે જીવ એક વખત મિથ્યાત્વને દબાવી સત્તાગત કરે છે, અને તે પછીથી તેને ઉદયમાં જ આવવા ન દઈ ચોથા ગુણસ્થાને ટકી જાય છે. તે વખતે તેને અનુભવાતી શૂન્યતામાં આજ્ઞાનું આરાધન વિશેષતાએ થાય છે. શૂન્યતાની બહાર આવ્યા પછી મિથ્યાત્વને તે જીવ ઉદયમાં આવવા દેતો નથી, પણ તેનામાં રહેલો સ્વચ્છંદ અમુક માત્રામાં ઉદિત થાય છે. અને તેના પ્રમાણમાં તેનું આજ્ઞાપાલન મંદ થાય છે. પરંતુ તે જેટલું વિશેષ આજ્ઞાપાલન કરી શકે તેટલો વિશેષ વિકાસ સાધી શકે છે.
આ સ્થિતિમાંથી પ્રગતિ કરી જીવ શ્રી પ્રભુને અને સદ્ગુરુને પોતાનાં મન, વચન તથા કાયાની સોંપણી કરે છે; અને ત્યારથી તેનું સાચું આજ્ઞાપાલન શરૂ થાય છે. તેનાં મન, વચન અને કાયાનું સ્વચ્છંદી વર્તન નીકળતું જાય છે, તે ત્રણે પોતાનાં પૂર્વકર્મોની નિર્જરા અર્થે પ્રવર્તન કરતાં થાય છે. તેને લીધે તે જીવ ધારે ત્યારે પોતાનાં સ્વરૂપમાં લીન થવાની શક્તિ મેળવે છે. અને એ જ આરાધનથી તે પોતાનો સ્વછંદ ત્યાગી તપસ્વી બની જાય છે. એટલે કે તે તપનું આરાધન કરી પૂર્વકર્મની બળવાન નિર્જરા શરૂ કરે છે. આ કાળથી, અર્થાત્ છઠ્ઠા ગુણસ્થાનથી તેને સંસારમાર્ગ અને પરમાર્થમાર્ગ વચ્ચેનો ભેદ સ્પષ્ટપણે સમજાતો જાય છે, અનુભવાતો જાય છે.
સંસારી જીવને કોઈ પાસેથી જ્ઞાન કે પદાર્થની પ્રાપ્તિ કરવી હોય તો તે જીવમાં સ્વાર્થ અને કષાય રહેલા જોવામાં આવે છે, તેની વાણી ભેદવાળી હોય છે એટલે
૩૮૦
Page #407
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
કે તેના ભાવ અને શબ્દો એકરૂપતાવાળા હોતા નથી, બંને વચ્ચે ફેરફાર અથવા તો અસમાનતા સહેલાઈથી નજરે ચડે તેવાં હોય છે. વળી, જ્ઞાન કે પદાર્થના દાતા એવા સંસારી જીવમાં દાન આપતી વખતે માનનો કષાય ભળેલો હોય છે, ઘણીવાર તેનામાં યાચક પ્રતિ તુચ્છતાનો ભાવ પણ સમાયેલો હોય છે. એટલું જ નહિ, પણ અન્ય કોઈ પોતા કરતાં ઊંચો થઈ જશે તો! એવી ભાવનાની દહેશત પણ તેને સતત સતાવતી હોય છે, જેને લીધે તેને અન્ય સર્વ કષાયો પણ ઉપ્ત થયા કરતા હોય છે. અપવાદરૂપે જો કોઈ સંસારી જીવ શુધ્ધભાવથી જ્ઞાન કે પદાર્થની યાચના કે માગણી કરે તો તેના પ્રતિભાવમાં દાતા પણ એવા જ શુદ્ધભાવથી દાન કરે એવું સંભવિત થાય છે. પણ આવી પ્રક્રિયા તો સંસારમાં ભાગ્યે જ જોવા કે અનુભવવા મળે છે.
પરમાર્થમાં દાતાદાનની પ્રક્રિયા સંસારી પ્રક્રિયાથી ઘણી જુદી હોય છે. તે પ્રક્રિયામાં એકધારો કલ્યાણભાવ સમાયેલો હોય છે. લેનાર અને દેનાર બંને કલ્યાણભાવથી ભરિત બને ત્યારે જ પરમાર્થમાર્ગની સાચી શોભા પ્રગટ થાય છે. આ માર્ગમાં જીવને છદ્મસ્થ અવસ્થામાં જ “સહુને આજ્ઞામાર્ગરૂપ સન્માર્ગની પ્રાપ્તિ થાઓ, સહુનું કલ્યાણ થાઓ, સહુને સર્વશપણું આવો વગેરે ભાવનું ઘૂંટણ તેના ગુરુના પ્રભાવથી થતું હોય છે. જીવનું આ ઘૂંટણ જેમ જેમ વધતું જાય છે તેમ તેમ તેને તેના ગુરુ તરફથી વધારે સ્પષ્ટતાથી રહસ્યમય માર્ગદર્શન મળતું જાય છે. માર્ગનાં રહસ્યોની જાણકારી તેની પાસે વધતી જાય છે. જેનાં પરિણામે તેનો ગુરુ માટેનો પૂજ્યભાવ અને અહોભાવ બેવડાતો જાય છે કેમકે તેને ગુરુ પૂરા નિસ્પૃહભાવથી જ્ઞાનદાન અને પ્રેમ આપે છે તેવી અનુભૂતિ વારંવાર થયા કરતી હોય છે. વળી, જ્યાં સુધી આવી ભાવનાનું ઘૂંટણ અમુક માત્રામાં થતું નથી ત્યાં સુધી તેનામાં માર્ગનું જાણપણું યથાર્થતાએ ખીલતું નથી, તેનું જ્ઞાનાવરણ અને તેના અનુસંધાનમાં તેનું દર્શનાવરણ પ્રમાણમાં ભારે રહ્યા કરે છે. એટલે વિશેષ જાણકારી મેળવવા તથા શ્રી ગુરુનાં લીધેલાં ઋણની ચૂકવણી કરવા તે જીવ પોતાના અનુગામીને ખૂબ નિસ્પૃહભાવથી દાન આપવા તલસતાં શીખે છે. આ જાતની ભાવનાના ઘૂંટણના કારણે છદ્મસ્થ દશામાં તેને સતત પજવતા કષાયો શાંત થતા જાય છે, તે સહજતાએ અકષાયી બનતો
૩૮૧
Page #408
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
જાય છે. આવા અકષાયી ભાવના ઉદયને લીધે તે જીવ સર્વ જીવ માટે વિકાસના ભાવ ભાવી શકે છે. અન્ય જીવો તેના માટે શુભભાવ રાખે કે ન રાખે તે માટે તે નિસ્પૃહ બને છે, અને સહુને સન્માર્ગ મળે, આરાધન મળે અને તેઓને પૂર્ણતા પ્રાપ્ત થાય એવી ઇચ્છા પ્રધાનતાએ કરતો જાય છે. પરિણામે સંસારી જીવો પાસેથી તેને બદલો મળે કે ન મળે, પણ તેને તેના ગુરુ પાસેથી જ્ઞાન તથા આરાધનનો મહામૂલ્યવાન ખજાનો મળતો રહેતો હોવાથી તેની સંસારપક્ષી નિસ્પૃહતા વધતી જ જાય છે. આવી ભાવના અને પ્રવૃત્તિ કરતી વખતે જે ઉત્તમ શુભ પરમાણુઓ સહાય છે તેના પ્રભાવથી તે જીવ ઉત્તમ જ્ઞાન તથા આરાધન મેળવવાની ઇચ્છા તેમજ પ્રાર્થના કરી શકે છે. આ પરથી સંસારી જીવોની પ્રક્રિયા કરતાં આ પ્રક્રિયા કેવી રીતે અલગ પડે છે તે સમજાશે.
સંસારમાં પદાર્થની પ્રાપ્તિ કરવાની ઇચ્છાવાળો ઇચ્છુક પહેલાં મેળવવાની ઇચ્છા કરે છે, તે પછીથી તે પ્રાર્થના કે માગણી કરે છે, તે માગણીથી પ્રેરાઈને દાતા દાન કરે છે. પરમાર્થમાં દાતાના બળવાન કલ્યાણભાવથી પ્રેરાઈને ઇચ્છુક જ્ઞાન તથા આરાધન પામવા પાત્રતા કેળવે છે, અને પ્રાર્થના કરતાં શીખે છે. બીજી રીતે કહીએ તો સંસારમાં ઇચ્છુકની ઇચ્છા વધારે બળવાન હોય છે, અને પરમાર્થમાં દાતાની ઇચ્છા વધારે બળવાન હોય છે. આવી અપૂર્વ લાક્ષણિકતાને કારણે ઇચ્છુક પરમાર્થ પામવા માટે પ્રાર્થના કરે છે ત્યારે તેનો આત્મા પ્રમાણમાં મંદકષાયી થાય છે, કારણ કે તેનામાં આવા ભાવ શ્રી સત્પરુષના શુભ કલ્યાણભાવના સ્પર્શથી થયા હોય છે. એ જ રીતે જ્ઞાનના દાતા દાન કરે છે ત્યારે તેઓ પણ ઘણા મંદકષાયી થયા હોય છે, કેમકે એમનું એ જ્ઞાનદાન પૂર્વના જ્ઞાનીઓએ વેદલા શુભ અને શુદ્ધ ભાવના પરમાણુઓથી અલંકૃત હોય છે.
આ પ્રક્રિયાને કારણે લેનાર તથા દેનાર બંનેમાં સમપણું રહે છે. લેનારને વિશેષ માગવાની ઇચ્છા થતી નથી, દેનારને કંઈ છૂપાવવાની ઇચ્છા રહેતી નથી. પરિણામે લેનારમાં દાતા પ્રતિનો અહોભાવ વધતો જાય છે, અને દાતારમાં લેનાર માટે નિસ્પૃહતા વધતી જાય છે. જો કદી દાતા કે ઇચ્છુકની પરમાર્થ માર્ગમાં સ્પૃહા
૩૮૨
Page #409
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
તેની પાત્રતા કરતાં વધારે રહે તો તેનો વિકાસ રુંધાય છે. જો ઇચ્છુક પોતાની પાત્રતા કરતાં વધારે મેળવવાની ઇચ્છા રાખે તો તે જ્ઞાની માટે અશ્રદ્ધાનો ભાવ કરે છે એમ કહેવાય, કારણ કે જ્ઞાનીઓ આજ્ઞાધીન રહેતા હોવાથી અપાત્રે દાન કરતા નથી, તેથી આવા અશ્રદ્ધાના ભાવને લીધે તે અંતરાય કર્મ બાંધે છે અને પોતાના વિકાસને રોકે છે. બીજી બાજુ જ્ઞાની મહાત્મા ઇચ્છુકને જો યોગ્યતા કરતાં વધારે આપવા પ્રયત્ન કરે તો તેનો દુરુપયોગ થવાની સંભાવના ઘણી વધી જાય છે, એટલું જ નહિ પણ એક અપેક્ષાએ તેમણે ઇચ્છુકમાં રાગભાવ કર્યો હોવાના કારણથી તેમને પણ અપાત્રે દાનના દોષના હેતુથી વિકાસને સંધનારા કર્મબંધનો આશ્રય થાય છે. - પરમાર્થ માર્ગમાં લેતીદેતીની પ્રક્રિયાનું યોગ્યતાએ પાલન કરી જીવ છઠ્ઠાથી સાતમા ગુણસ્થાને આવે છે. આ ગુણસ્થાને તે જીવ વિશેષ વિશેષ નિસ્પૃહપણું કેળવતો જઈ નિર્વિકલ્પપણું વધારતો જાય છે. આ રીતે આગળ વધી સપુરુષપણું મેળવ્યા પછી તે જીવ ક્ષેપક શ્રેણિની તૈયારી શરૂ કરે છે. આ વિકાસ દરમ્યાન જીવનો ગુરુ પ્રતિનો વિનયભાવ ઘણા ઊંચા પ્રકારનો થયો હોય છે. તેમની આજ્ઞાવિરુદ્ધ લેશમાત્ર ન વર્તવાનો તેનો નિશ્ચય દઢ થતો જાય છે. આમ પોતાની સંસારી સ્પૃહાને વધારે ને વધારે ક્ષીણ કરતા જઈ તે ક્ષપક શ્રેણિ મેળવવાની આરાધના શરૂ કરે છે.
પ્રત્યેક જીવ ક્ષેપક શ્રેણિ શરૂ કરતાં પહેલાં આ પ્રક્રિયામાંથી પસાર થાય છે. તેને જ્યારે પહેલીવાર સપુરુષપણું વેદાય છે – સત્પરુષપણું પ્રાપ્ત થાય છે ત્યારે તેને શ્રી પંચપરમેષ્ટિ ભગવંત તરફથી એવું વરદાન મળે છે કે જેથી તેને સનાતન માર્ગની જાણકારી અને તેનો હકાર તેના આત્મામાં એક સાથે ઉત્પન્ન થાય છે. શ્રી પંચપરમેષ્ટિ ભગવંત તરફથી પોતાને આવું વરદાન મળ્યું છે, તેની સ્મૃતિ મોટેભાગે તેમને સતત રહેતી હોવાથી તેઓ મન, વચન અને કાયાથી ક્યારેય આજ્ઞાની બહાર જતા નથી. આમ છતાં જે સત્પષો આ સત્ય વાતને ભૂલી, પોતાનાં સામર્થ્ય અને જ્ઞાનને વધારે મહત્તા આપે છે તેઓનું કલ્યાણભાવથી જન્મતું પુણ્ય મુખ્યતાએ સંસારનાં શતાવેદનીય
૩૮૩
Page #410
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
કર્મના બંધમાં પરિણામે છે, અને એ કર્મનું ફળ છે દેવલોકનું મોટું આયુષ્ય. પરંતુ જે વિરલ વિભૂતિઓ સતત પંચપરમેષ્ટિ ભગવંતની ભક્તિમાં રમે છે, તેમનાં પુણ્યકર્મો ક્રમે ક્રમે પારમાર્થિક શાંતિ, શુદ્ધિ તથા સિદ્ધિમાં પરિણમે છે, અને તેના પડછામાં સાંસારિક શાંતિ આવે છે.
આ રીતે પરમેષ્ટિ ભગવંતની ભક્તિમાં રમમાણ રહેતા જીવને જો પૂર્વકર્મના ઉદય સાંસારિક અશાતાના હોય તો પણ પારમાર્થિક શાંતિના પ્રભાવ અને પરિણામથી શુક્લધ્યાનમાં એ અશાતાના ઉદયો પ્રદેશોદયથી વેદાઈને ખરી જાય છે. આ પ્રક્રિયા કરવામાં તેમને પરિપૂર્ણ એવા શ્રી સિદ્ધપ્રભુ તથા અરિહંત પ્રભુનાં પરમાણુઓનો સાથ મળતો હોવાથી અન્ય શિથિલતા તેમનામાં આવતી નથી. પરંતુ જે સત્પરુષો સૂક્ષ્મ કે ધૂળ માનભાવથી કલ્યાણના ભાવ વેદે છે તેમને મુખ્યતાએ છદ્મસ્થ એવા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુસાધ્વીજીનાં કલ્યાણભાવના પરમાણુઓનો સાથ મળે છે. આમાં પહેલા પ્રકારના સત્પરુષો શુક્લધ્યાનમાં જાય છે ત્યારે મોહની સાથે સાથે જ્ઞાનાવરણ તથા દર્શનાવરણનો બળવાન ક્ષયોપશમ કરી શકે છે, કરે છે. એટલું જ નહિ પણ, એ વીતરાગપણાની સ્થિતિમાંય કલ્યાણભાવ વિશેષતાએ કરી શકે છે. આવા બળવાન કલ્યાણભાવના પરિણામે એ જીવ શુક્લધ્યાનને લગતા, ક્ષપકશ્રેણિને લગતા અને કેવળજ્ઞાનને લગતા સર્વ પ્રકારનાં અંતરાયોનો ક્ષય જલદીથી કરી શકે છે.
બીજા પ્રકારના પુરુષોના કલ્યાણભાવ અમુક પ્રકારના અને અમુક હદ સુધીનાં જ થાય છે. વળી, તેમને અપૂર્ણ કે છબસ્થ પરમેષ્ટિનાં પુગલોનો સાથ મળતો હોવાને લીધે તેમને પારમાર્થિક શાંતિ મળવા ઉપરાંત સાંસારિક શાતાની ઇચ્છાનાં પરમાણુઓ પણ તેમનાથી પ્રહાય છે. આનાં ફળરૂપે તેમનાં ધર્મધ્યાનમાં કે શુક્લધ્યાનમાં સંસારની શાતાનાં કર્મો બળતાં નથી, બલ્ક વધારે ઉમેરાતાં જાય છે. તેથી શુક્લધ્યાનથી જે શાતા વેદનીયના કર્મો ક્ષીણ થવા જોઈએ તે ક્ષીણ થતાં નથી, અને તેઓ પૂર્ણ આજ્ઞામાં રહેતા ન હોવાને લીધે તે જ પ્રકારનાં શાતાવેદનીય કર્મો નવો આશ્રવ પામી જીવને માટે સંસારની વૃદ્ધિનું કારણ બને છે. તેઓ શુક્લધ્યાનમાં જેવા વેગથી અશાતા
3८४
Page #411
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
વેદનીય કર્મનો નાશ કરે છે, તેવા જ વેગથી નવાં શાતા વેદનીય કર્મનો બંધ કરે છે, જે એકત્રિત થતાં જાય છે.
પ્રથમ પ્રકારના સત્પરુષો શુલધ્યાનમાં અશાતાવેદનીય કર્મો ઝડપથી બાળે છે, સાથે સાથે બળવાન મન, વચન અને કાયાનાં યોગની શક્તિને કારણે એટલાં જ શાતાવેદનીય કર્મ નવાં બાંધે છે. તેમ છતાં તેમને સિદ્ધ અને અરિહંત પ્રભુનાં કલ્યાણનાં પરમાણુઓનો સાથ રહેતો હોવાથી, શુધ્યાનમાં વેગથી બંધાયેલા શાતાવેદનીયનાં કર્મોને તેઓ અંતમુહૂર્તમાં જ ઉદયમાં લાવે છે. એ વખતનાં તેમનાં બળવાન આજ્ઞાધીનપણાને કારણે તે જીવ સંસારની શાતા તથા અશાતાનો એકસરખો નકાર કરે છે અને સ્વસુખનો હકાર વેદે છે. આ હકારને કારણે તે જીવ શાતાવેદનીય કર્મને પારમાર્થિક શાતામાં પલટાવે છે. આવા પારમાર્થિક શાતાવેદનીય કર્મનાં પરમાણુઓ શુક્લધ્યાનમાંથી બહાર નીકળ્યા પછી ઉદયમાં આવે છે, તેથી શુકુલધ્યાનમાંથી બહાર નીકળ્યા પછી પણ તેમની સંસાર પ્રતિની નિસ્પૃહતા, વીતરાગતા અને શુક્લપણું યથાવત્ રહે છે અને ક્રમે ક્રમે વધતાં જાય છે. તેમને સંસારની પ્રવૃત્તિનો ઉદય હોવા છતાં તેની સાથે તેમનું આત્માથી જોડાણ થતું નથી, એટલે તેમનું આજ્ઞાધીનપણું પણ ક્રમથી વધતું જાય છે. પરિણામે તેઓ પહેલા કરતાં ટૂંકા ગાળે શુક્લધ્યાનમાં જાય છે. શુક્લધ્યાનમાં તેઓ અશાતા વેદનીય કર્મને શાતા વેદનીયમાં પલટાવે છે, અને એ શતાવેદનીય કર્મને અંતર્મુહૂર્તમાં જ પરમાર્થ શાતા વેદનીયમાં સંક્રમાવે છે. આ પ્રક્રિયાથી સાતમા ગુણસ્થાનનું ઉત્કૃષ્ટપણું વેદવાની શક્તિ જીવને પાંચમા આરામાં પણ આવી શકે છે.
આવો પુરુષાર્થી જીવ જેટલા કાળ માટે સાતમાં ગુણસ્થાને રહે છે તેના કરતાં અસંખ્યગણા સમય માટે છઠ્ઠી ઉત્કૃષ્ટ ગુણસ્થાને રહી શકે છે. જેટલા વધારે સમય માટે જીવ છઠ્ઠી ઉત્કૃષ્ટ ગુણસ્થાને રહે છે, તેટલી વધારે ઉત્કૃષ્ટતા તે જીવ ફરીથી શુક્લધ્યાનમાં જાય ત્યારે સાતમાં ગુણસ્થાને વેદે છે; એટલે કે એ વખતનું તેનું શુક્લધ્યાન વધારે ઊંડું અને ઘેરું થાય છે. આપણે આ વિધાનને ઉદાહરણથી સમજવા પ્રયત્ન કરીએ.
૩૮૫.
Page #412
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
ધારો કે એક જીવ વીસ મિનિટ માટે શુક્લધ્યાનમાં રહે છે, અને છેલ્લી મિનિટમાં તે સાતમા ગુણસ્થાનનું ઉત્કૃષ્ટપણું વેઠે છે. તેના પ્રભાવથી, શુક્લધ્યાન છૂટયા પછી અમુક કાળ માટે તે જીવ છઠ્ઠા ઉત્કૃષ્ટ ગુણસ્થાનનું વેદન કરે છે. આને કારણે તથા શ્રી પંચપરમેષ્ટિ ભગવંતની આજ્ઞામાં રહેવાનાં કારણે તે ફરીથી જ્યારે શુક્લધ્યાનમાં જાય ત્યારે એ વીસ મિનિટમાંથી લગભગ પાંચ મિનિટ સુધી સાતમા ઉત્કૃષ્ટ ગુણસ્થાને રહી શકે છે. આથી શુક્લધ્યાનમાંથી બહાર નીકળ્યા પછી તે જીવ પહેલાં કરતાં ઘણા વધારે સમય માટે છઠ્ઠા ઉત્કૃષ્ટ ગુણસ્થાને રહે છે. પરિણામે તે પહેલાં કરતાં પણ નાના ગાળે શુક્લધ્યાનને સ્પર્શ, વધારે સમય માટે એટલે કે લગભગ સાત મિનિટ સુધી સાતમા ઉત્કૃષ્ટ ગુણસ્થાનને અનુભવે છે. આ પ્રક્રિયાથી જીવનો ઘણો વિકાસ થાય છે; અને તે પણ ઝડપથી. આવો બળવાન પુરુષાર્થ હોય ત્યારે સામાન્યપણે જીવની શુક્લધ્યાનની મિનિટો જલદીથી વધતી જાય છે. પરંતુ સાતમા ગુણસ્થાનનું ઉત્કૃષ્ટપણું સમજાવવા માટે ધ્યાનનો ગાળો મુક૨૨ રાખ્યો છે – વીસ મિનિટનો. આ ઉદાહરણમાં શુક્લધ્યાનનો ગાળો વીસ મિનિટનો જ હોવા છતાં, તે ગુણસ્થાનની ઉત્કૃષ્ટતાની તરતમતાને કારણે તેનાં આશ્રવ, સંવર તથા નિર્જરામાં ઘણો મોટો તફાવત પડી જાય છે. જેમ જેમ સાતમા ગુણસ્થાનનું ઉત્કૃષ્ટપણું વધતું જાય છે તેમ તેમ જીવનો આશ્રવ તૂટતો જાય છે, અને તેનાં સંવર તથા નિર્જરા વધતાં જાય છે. પરિણામે સંસારની પ્રવૃત્તિ કરવાનો કાળ ક્રમથી ઘટતો જાય છે.
આ રીતે આજ્ઞાધીનપણું વધારતાં વધારતાં સંસાર પરિક્ષીણ થવાની તૈયારીમાં આવે છે ત્યારે તે જીવ શ્રેણિની શરૂઆત કરે છે. જીવ જ્યારે ક્ષપક શ્રેણિમાં જવાનો થાય છે ત્યારે તે છઠ્ઠા ગુણસ્થાનથી વિકાસ કરી સાતમા ગુણસ્થાને આવે છે. આઠમા ગુણસ્થાને જવાના અપૂર્વ સ્પર્શ માટે તે આત્મા પૂર્ણ આજ્ઞાથી પ્રાર્થના કરે છે, જરૂરી શક્તિ પ્રગટી જાય છે ત્યારે તે પૂર્ણ આજ્ઞાથી ક્ષમાપના કરી, સર્વ અંતરાયોને ક્ષીણ કરી, પૂર્ણ આજ્ઞાથી મંત્રસ્મરણ કરે છે. તેના પ્રભાવથી તે સાતમા ઉત્કૃષ્ટ ગુણસ્થાને પહોંચે છે, અને ત્યાં તે આઠમા ગુણસ્થાન માટે પૂર્ણ આજ્ઞાથી પ્રાર્થના કરે છે; શક્તિ આવતાં પૂર્ણ આજ્ઞાએ ક્ષમાપના કરી અંતરાય તોડી પૂર્ણ આજ્ઞાએ
૩૮૬
Page #413
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
મંત્રસ્મરણ શરૂ કરે છે. તેના થકી અમુક કર્મક્ષય કરી આઠમા ગુણસ્થાને આવી તે આત્મા નવમા ગુણસ્થાન માટે પૂર્ણ આજ્ઞાથી પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણ કરી, આજ્ઞાધીનપણું વધારી નવમા ગુણસ્થાને આવે છે. અને એ જ પ્રક્રિયા કરી તે દશમા ગુણસ્થાને પહોંચે છે. દશમા ગુણસ્થાન માટે જ્યારે પૂર્ણ આજ્ઞાથી તેનું મંત્રસ્મરણ શરૂ થાય છે ત્યારથી, તે સમયથી તે અગ્યારમા ગુણસ્થાન માટે પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણ તથા બારમાં ગુણસ્થાન માટેની પ્રાર્થના એક સાથે ભાવે છે, ભણે છે, આરાધે છે અને અનુભવે છે. તેનાથી તે આત્મા દશમા ગુણસ્થાનેથી નીકળી, અગ્યારમું ગુણસ્થાન વટાવી, સીધા બારમાં ગુણસ્થાને આવે છે. ત્યાં પણ પૂર્ણ આજ્ઞાથી પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણ કરી, શેષ ઘાતકર્મોનો ક્ષય કરી તેરમાં ગુણસ્થાને પહોંચે છે. એ ગુણસ્થાને પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણ એકરૂપ થઈ જાય છે, અથવા તો જ્ઞાન, દર્શન અને ચારિત્રની એકતા થઈ જાય છે.
જે જીવ પૂર્ણને બદલે અપૂર્ણ આજ્ઞાથી પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણનું આરાધન કરે છે તે જીવ ઉપશમ શ્રેણિમાં જાય છે. તે જીવ સાતમા ગુણસ્થાનથી આઠ, નવ અને દશમાં ગુણસ્થાન સુધી આગળ વધે છે, પણ તે અગ્યારમું ગુણસ્થાન વટાવી શકતો નથી. સાતમાથી દશમા ગુણસ્થાન સુધીમાં પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણમાં રહેલી અપૂર્ણતાને કારણે, અપૂર્ણ આજ્ઞાને લીધે સંચિત થયેલાં માન તથા લોભ કષાયનાં પરમાણુઓના ભારને કારણે જીવ અગ્યારમાં ગુણસ્થાનના પ્રાર્થના આદિ સાથે બારમા ગુણસ્થાન માટે પ્રાર્થના કરી શકતો નથી. આ એક સમયના પ્રમાદને કારણે સંચિત થયેલા લોભનો ઉદય થવાથી તે જીવ અગ્યારમા ગુણસ્થાનેથી પાછો નીચે આવે છે. આ પરથી લક્ષ આવે છે કે શ્રી મહાવીર ભગવાને શ્રી ગૌતમસ્વામીને કહ્યું હતું કે, “હે ગૌતમ! એક સમયનો પણ પ્રમાદ કર્તવ્ય નથી” એ વિધાન અને શ્રી કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર વારંવાર બોંધ્યું હતું કે, “બારમાના અંત સુધી શ્રી સત્પરુષનું અવલંબન જીવને જરૂરી છે” એ વિધાન યથાર્થ છે, અને સ્વલક્ષ જાળવવા માટે ખૂબ ખૂભ ઉપકારી છે.
3८७
Page #414
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
આજ્ઞામાર્ગનાં મહાભ્ય તથા વિશેષતા
આત્મા સંજ્ઞીપંચેન્દ્રિયપણું પ્રાપ્ત કરે છે ત્યારથી, પ્રગટપણે પ્રત્યેક પળે કોઈને કોઈ વસ્તુ, પદાર્થ, જ્ઞાન કે અન્ય માટે સ્પૃહા કરતો જ રહે છે. અને એ ભાવને લીધે તેને જે વસ્તુ, પદાર્થ કે જ્ઞાન ઈચ્છિત વસ્તુ કરતાં ઉતરતી કક્ષાનાં લાગે છે, તેના માટે તેને ઉપજતી સ્પૃહા સહજતાએ નિસ્પૃહતામાં પરિણમતી જાય છે. આ સિદ્ધાંતને શ્રી જિનપ્રભુએ “આણાએ ધમ્મો, આણાએ તવો એ વચનમાં ગૂંથી લીધો છે.
આજ્ઞા એ એવા પ્રકારની દોરી છે કે જેનાથી જીવાત્મા શ્રી તીર્થંકર પ્રભુએ સ્થાપેલા અને પરમેષ્ટિ ભગવંતે અનુમોદેલા જિનમાર્ગ સાથે જોડાઈ જાય છે. આજ્ઞાના આ માર્ગમાં અનંત પંચપરમેષ્ટિ ભગવંતે ભાવેલા કલ્યાણભાવના ઉત્તમ પરમાણુઓ સંચિત થાય છે. શ્રી ‘સિદ્ધ પ્રભુજી' સિવાયના વર્તમાનના અસંખ્ય ઇષ્ટપ્રભુથી લેવાયેલા કલ્યાણભાવના પરમાણુઓની સહાયથી એ માર્ગને ગતિ તથા સ્થિતિ મળે છે. આજ્ઞાના આ માર્ગને ગતિ તથા સ્થિતિ મળતાં એ માર્ગ, જે જીવની ભવસ્થિતિનો અંત આવવાનો છે એવા જીવના રુચક પ્રદેશો સાથે અનુસંધાન કરે છે. અને એ જીવમાં ધર્મની સ્પૃહા જગાડે છે. આ સ્પૃહા જાગતાં તે જીવને આત્માની અપૂર્વ શાંતિનો અનુભવ થાય છે. અને તે સ્પૃહા તેના કેવળીગમ્ય પ્રદેશોમાં સંચિત થાય છે, એકઠી થાય છે. આવું સિંચન થવાથી તેને મળતી શાંતિનો અનુભવ વારંવાર થાય તેવી સ્પૃહા જાગે છે. તેને માર્ગની સ્પષ્ટતા કે એ બાબતનો સાચો નિર્ણય ન થયો હોવાના કારણે તે જીવ સંસારનાં અનેક સાધનો મેળવી, ભોગવી, તેમાંથી શાંતિ શોધવાનો પ્રયત્ન કરે છે. આમ કરતાં તેને ક્યારેક ક્યારેક શાંતિ વેદાય છે, પણ તે શાંતિ ક્ષણિક તથા ભયથી ભરેલી હોવાનો અનુભવ તેને થાય છે. વળી, જે શાંતિનો તે અસ્પષ્ટતાથી અનુભવ કરે છે, જે શાંતિની અવ્યક્ત ઝંખના તે કરે છે તે શાંતિની માત્રા તથા શુદ્ધિ તેને સંસારમાંથી મળતાં નથી. એ શાંતિ મેળવવાની તેની સ્પૃહા જો તીવ્ર હોય તો તેને નિર્વિવાદપણે સમજાય છે કે અંતરંગની શાંતિ એ કંઈક ઓર જ ચીજ છે, જુદી જ છે. એને શોધવા જતાં ય મળતી નથી. તેથી
૩૮૮
Page #415
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
તે શાંતિની શોધમાં અટવાઈને મુંઝાઈ જાય છે. આ મુંઝવણનાં વેદન વખતે એ જીવને આજ્ઞારૂપી માર્ગનો અને પોતાનાં પૂર્વ સંચિત કરેલા પરમાર્થપુણ્યનો સંયોગ થતાં ગાઢ ઋણાનુબંધી સદ્ગુરુનો સંપર્ક થાય છે. ત્યારથી તેને સગુનાં વચનોનું શ્રવણ કરવાનો લાભ મળે છે, તેમનાં અમૂલ્ય વચનોમાં તેને શ્રદ્ધા આવે છે, અને જે શાંતિની ઝંખના પોતાને પૂર્વકાળમાં થતી હતી, એ શાંતિની પ્રાપ્તિ આ સંગુરુ દ્વારા, તેમનાં શરણમાં રહેવાથી થશે, એવો અસ્પષ્ટ આંતરધ્વનિ તેના આત્મામાં જાગે છે. આવો દિવ્યધ્વનિ મળવાથી એનાં શ્રદ્ધા તથા પુરુષાર્થ બળવાન થતાં જાય છે. આ રીતે તેની ધર્મ પ્રતિની સ્પૃહા વધવાથી તેનામાં આજ્ઞારૂપી ધર્મનો પ્રવેશ થાય છે. તેની સાથે સાથે તેને સંસારના નકારની શરૂઆત થાય છે. પરિણામે તેનામાં સંસારનાં ક્ષણિક સુખ માટે નિસ્પૃહતા આવતી જાય છે. આ નિસ્પૃહતા તેનામાં આજ્ઞારૂપી ધર્મનાં કારણે આવે છે. તે પરથી આપણે કહી શકીએ કે, આણાએ ધમ્મો, આણાએ તવો' નો એવો અર્થ છે કે જેમ જેમ આજ્ઞાના માર્ગમાં ધર્મની સ્પૃહા વધતી જાય છે તેમ તેમ આજ્ઞારૂપી ધર્મ તેને સંસારના ભૌતિક પદાર્થો માટે નિસ્પૃહતા ભણી દોરી જાય છે, એટલે કે તે આજ્ઞારૂપી તપનો અનુભવ કરે છે.
આ સિદ્ધાંતને અનુસરી, જીવનાં નિત્યનિગોદમાં એક પછી એક એમ આઠ રુચક પ્રદેશો થાય છે. સંજ્ઞી પંચેન્દ્રિયરૂપે તેને અંતવૃત્તિસ્પર્શ થાય છે, કેવળીગમ્ય પ્રદેશો મળે છે, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક સમકિત મળે છે, છઠું, સાતમું ગુણસ્થાન, ક્ષપક શ્રેણિ, અને તેરમું ગુણસ્થાન ઉપલબ્ધ થાય છે. એ જ કારણે આત્મા ચૌદમું ગુણસ્થાન પણ મેળવે છે અને તેને માટે સિદ્ધભૂમિમાં અનંતકાળ સુધી સ્વરૂપમાં રહેવું શક્ય બને છે.
જીવ જ્યારે ધર્મધ્યાનની શૂન્યતામાં હોય છે ત્યારે તે મુખ્યતાએ કર્મનો રસ - અનુભાગ ઘટાડે છે. એ વખતે તે કર્મપરમાણુઓના જથ્થાને તોડતો નથી, પણ ધ્યાનમાંથી બહાર નીકળ્યા પછી તે જથ્થાને ઝડપથી નિર્જરાવી શકાય એ પ્રકારનો કરે છે. આથી તે જ્યારે ધ્યાનમાંથી બહાર આવે છે ત્યારે પ્રાર્થના, ક્ષમાપના અને
૩૮૯
Page #416
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
મંત્રસ્મરણની સહાયથી એ જથ્થાની ઝડપથી નિર્જરા કરે છે. આ રીતે કર્મભારથી હળવો થતાં ફરીથી જલદીથી ધ્યાનમાં જઈ કર્મનો સિઘાત કરે છે. તેના અનુસંધાનમાં સ્થિતિઘાત કરી કર્મનો જથ્થો ક્ષીણ કરે છે. આ પ્રક્રિયાનો વારંવાર પ્રયોગ કરી જીવ આગળ વધતો જાય છે. તેમ છતાં આ ગુણસ્થાનો પર રસ તથા સ્થિતિ (જથ્થો) બંને સાથે ક્ષીણ કરી શકવાની શક્તિ તેનામાં હોતી નથી, તેને એનું વીર્ય એ કાર્ય માટે અપૂરતું થાય છે, તેથી જીવ રસ તથા જથ્થો તોડવાનું કાર્ય એક પછી એક કરીને કરે છે. અને એમ કરવામાં તે વધારે સમયનો વપરાશ કરે છે.
આ પ્રક્રિયાનો જો આપણે સૂમતાએ વિચાર કરીએ તો આપણને સમજાય છે કે શરૂઆતના કાળમાં જીવ સ્પૃહા અને નિસ્પૃહતા અર્થાત્ ધર્મ અને તપ બંને એક સરખા વીર્યથી એક જ સમયે કરી શકતો નથી, તેનાં વીર્યમાં એ જાતની નબળાઈ રહેલી હોય છે. વળી, નષ્ટ ન થયું હોય તેવું મિથ્યાત્વ – ભલે સત્તાગત હોય તો પણ તેને નડતું હોય છે. તેથી મિથ્યાત્વને તોડવાની તેની સ્પૃહા ખૂબ જ તીવ્ર હોવી ઘટે છે, આમ થાય તો જ તેનાથી ઉત્પન્ન થતી ઉગ્ર ગરમીમાં એ મિથ્યાત્વની ચિકાશ ઓગળે છે. આ સ્પૃહા તેના આત્માનાં વીર્યને એટલું બધું વાપરી નાખે છે કે તે જીવમાં તપ માટે અર્થાત્ કર્મના જથ્થાને તોડવા માટે પૂરતું વીર્ય બચતું નથી. તેથી જીવે નવું વીર્ય ઉત્પન્ન કરી જથ્થો તોડવાનું કાર્ય કરવું પડે છે. આમ વીર્યની અધુરપને કારણે જીવે રસ તથા જથ્થો તોડવાનું કાર્ય વારાફરતી કરવું પડે છે.
જીવને જો ક્ષાયિક સમકિત થયું હોય તો, તે ધારે તો આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપનું આરાધન એટલે કે ઉત્તમ પ્રતિ સ્પૃહા અને નબળા પ્રતિ નિસ્પૃહતા બંને એકસાથે કરી શકે છે. બીજી રીતે કહીએ તો જીવ એક સરખા જોરથી કર્મના રસ તથા જથ્થો ધ્યાનમાં હોય ત્યારે તોડી શકે છે. આ પુરુષાર્થથી તેને એ ફાયદો થાય છે કે તેના અપ્રત્યાખ્યાની મોહને તે અંતર્મુહૂર્તકાળમાં પ્રત્યાખ્યાની મોહમાં પલટાવે છે; પ્રત્યાખ્યાની મોહને તે અંતર્મુહૂર્તમાં સંજ્વલન રાગ તથા સંજ્વલન વૈષમાં વિભાજિત કરે છે, તે પછીથી તે સંજ્વલન રાગ તથા વૈષને સંજવલન માયા અને લોભમાં તથા સંજ્વલન ક્રોધ તથા માનમાં રૂપાંતરિત કરે છે. આના ફળરૂપે તે જીવ
૩૯૦
Page #417
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
ઘણા ટૂંકા ગાળામાં વીતરાગીદશાનો અનુભવ કરી શકે છે. આ જાતની પ્રક્રિયા કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર તેમનાં જીવનમાં ક્ષાયિક સમકિત લીધા પછી ઘણા મોટા પ્રમાણમાં કરી હતી.
આ પ્રક્રિયા સમજવાથી જીવ ક્યા પ્રકારનાં વીર્યના ઉપયોગથી ક્ષપક શ્રેણિમાં જાય છે અથવા તો ક્યા પ્રકારનાં વીર્યના ઉપયોગથી અથવા વીર્યની ખામીને કારણે તે ઉપશમ શ્રેણિમાં જાય છે તેની સમજણ આવે છે. જીવ જ્યારે સાતમા ગુણસ્થાને હોય ત્યારે જો તે જીવ આઠમા ગુણસ્થાનની સ્પૃહા અને સાતમાં ગુણસ્થાનની નિસ્પૃહતા વેદે છે તો તે જીવ આઠમા ગુણસ્થાનનાં કર્મોનો રસ અને સાતમા ગુણસ્થાનનો જથ્થો એક સાથે તોડી શકે છે. વળી, તે અતિ સૂક્ષ્મ રીતે પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણનું આરાધન કરી આઠમા ગુણસ્થાને આવે છે ત્યારે નવમાં ગુણસ્થાનનાં કર્મોનો રસ અને આઠમા ગુણસ્થાનનો જથ્થો એક સાથે તોડે છે. આ પ્રકારે પ્રક્રિયા કરી જીવ નવ, દશ, બાર અને તેર ગુણસ્થાન સુધી ક્ષપક શ્રેણિએ વિકાસ કરી પૂર્ણતા પ્રાપ્ત કરે છે. જે જીવ સ્થિતિ – રસ અને જથ્થો વારાફરતી તોડે છે તે ઉપશમ શ્રેણિએ ચડી અગ્યારમા ગુણસ્થાને જઈ ત્યાંથી પાછો ફરે છે.
આ પરથી આપણને સમજાય છે કે જીવ પ્રાર્થના, ક્ષમાપના, સ્મરણ અને ધ્યાનના આરાધનથી શ્રેણિનો આખો વિકાસ કરી પૂર્ણતા મેળવે છે. આ બધાનો સમગ્ર રીતે વિચાર કરતાં નક્કી થાય છે કે આજ્ઞાનું આરાધન કરવું એ ભવ્ય માર્ગ છે, ટૂંકામાં ટૂંકો માર્ગ છે. આ માર્ગના પ્રણેતા છે શ્રી પંચપરમેષ્ટિ ભગવંત. લોકનાં સર્વ જીવો નાનામાં નાના ગાળે મોક્ષનાં સુખને પામે એવા મૂળભૂત ભાવના આધારે આ માર્ગ રચાયો છે. તેથી આપણે કહી શકીએ કે –
“આજ્ઞા એ સર્વોત્કૃષ્ટ ધર્મ છે, અને ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે.”
આવા ઉત્તમ આજ્ઞાના માર્ગનો આધાર લઈ જે જીવો આત્મવિકાસ કરે છે તેમનામાં કેટલાક ગુણો વિશેષતાએ ખીલે છે. ઉદાહરણથી વિચારીએ.
૩૯૧
Page #418
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
આ માર્ગે આગળ વધનાર જીવોને પોતાના સદ્ગથી શરૂ કરી, સર્વ સિદ્ધ ભગવંત, અરિહંત પ્રભુ, આચાર્યજી, ઉપાધ્યાયજી અને સર્વ સાધુસાધ્વી પ્રત્યે અંતરંગથી સમાન કક્ષાનાં પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતા વેદાય છે. શ્રી પંચપરમેષ્ટિ ભગવંતોએ કરેલા ઉપકાર માટે બળવાન આભારની લાગણી તેમનાં હૃદયમાં રમતી રહે છે. સાથે સાથે આ ઉપકારનો નિર્મળ પ્રતિઉપકાર કરવાની જે ભાવના તેમનામાં ખીલે છે તેનાં ફળરૂપે તેમને જગતનાં જીવો પ્રતિ સમદશીપણું આવે છે. પોતાને જે પરમેષ્ટિની નિષ્કારણ કરુણાથી મળ્યું છે, તેવું અન્યને નિષ્કારણ કરુણાથી આપવાની પ્રેરણા તેમને ચડતા ક્રમમાં મળતી જાય છે. આ પ્રકારે આજ્ઞામાં રહેનાર અને ચાલનાર જીવને તેની આત્મદશા હોય તેના કરતાં સ્વચ્છંદની અલ્પતા રહે છે. બીજી રીતે કહીએ તો એ જીવમાં તેની કક્ષા કરતાં વિશેષ પ્રમાણમાં સ્વચ્છેદ દબાયેલો રહે છે. પરિણામે તેનું આંતરચારિત્ર જલદીથી ખીલે છે, તેનું પાંચ મહાવ્રતોનું ભાવથી પાલન વહેલું શરૂ થાય છે. તેનામાં પ્રભુ પ્રતિ બળવાન ભક્તિયોગ જાગ્યો હોવાથી તેને અંતરંગથી સંસાર પ્રત્યે પરમ ઉદાસપણું આવે છે, તેના અનુસંધાનમાં વીતરાગતા અને પરમ વીતરાગતા યથાયોગ્યપણે ખીલતાં જાય છે. પરિણામે તેને કષાયની ખૂબ મંદતા આવે છે. તેમને બોધસ્વરૂપથી આરંભી યોગીંદ્ર સ્વરૂપનો અને મહાયોગીંદ્રપણાનો અનુભવ પણ થાય છે. મધ્યમથી શરૂ કરી ઉત્કૃષ્ટ શ્રુતકેવળીપણું ખીલે છે. તેવા જીવોને આજ્ઞાચક્રની ઉપરના ભાગમાં ૐ ધ્વનિ વેદાય છે, સાથે સાથે તેઓ સુધારસમાં તરબોળ પણ થાય છે. આમ અનેક પ્રકારે તે જીવ આજ્ઞાનું મહાભ્ય અનુભવી, આજ્ઞામાં વિશેષ સ્થિર થાય છે.
શ્રી તીર્થકર ભગવાન સ્વયંબુદ્ધ હોવા છતાં આજ્ઞામાર્ગની આ જ પ્રક્રિયામાંથી મુખ્યત્વે પસાર થઈને પૂર્ણ થાય છે. વળી તેમનામાં, પૂર્વનાં મનુષ્ય જન્મમાં પણ ઉપર જણાવેલાં લક્ષણો તથા ગુણો પ્રગટપણે જોવાં મળતાં હોય છે. આ રીતે તેમનું બળવાન આજ્ઞાધીનપણું આરાધાય છે. આજ્ઞારાધનની આ પ્રક્રિયા તેમની બાબતમાં કેવળજ્ઞાન લીધાં પછી પણ મંદ થતી નથી, આજ્ઞાનાં આરાધનનું અદ્ભુત મહાભ્ય સૂચવતી વર્તના તેમના તરફથી થયા જ કરતી હોય છે.
૩૯૨
Page #419
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
શ્રી તીર્થકર ભગવાનને લોકાલોકનું સંપૂર્ણ જ્ઞાન હોય છે. તેમ છતાં તે જ્ઞાન તેઓ દેશનામાં સ્વેચ્છાએ આપતા નથી. શ્રી પંચપરમેષ્ટિ ભગવંતની આજ્ઞા લઈ તેઓ આ જ્ઞાન પ્રસારિત કરે છે. તેમણે પૂર્વકાળમાં ૨૦૦થી વધારે ભવ સુધી વેદેલા કલ્યાણના ભાવને છોડવાનો જ્યારે તેમને પ્રસંગ આવે છે ત્યારે તેઓ એ ભાવ ૐ ધ્વનિથી વેદી પ્રસારિત કરે છે. ૐ નાદ એ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનું પ્રતિક છે. એ નાદમાં તેમણે પોતાના પૂર્વે થઈ ગયેલા અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુસાધ્વી એ પાંચે પરમેષ્ટિ ભગવંતે ભાવેલા અને ઘૂંટીને છોડેલા કલ્યાણભાવના કેટલાયે પરમાણુઓ સમાવ્યા હોય છે. દેશના સમયે આ સર્વ પરમાણુઓ ‘ૐ ધ્વનિ' રૂપ બની તેમના આખા દેહમાંથી પ્રસરતા રહે છે, તેમનો આત્મા તે વખતે પણ સ્વસ્વરૂપમાં લીન રહે છે. ધ્વનિનું આ પ્રસારણ સર્વ પંચપરમેષ્ટિનું અનુસંધાન કરી પૂર્ણ વીતરાગતાથી થતું હોય છે. દેશના સમયે આખા દેહમાંથી પ્રસરતો ૐ ધ્વનિ સૂચવે છે કે શ્રી પ્રભુને સર્વમાં સમાનપણું છે, આ સમાનપણું પૂર્વના સર્વ ઇષ્ટ ભગવંતની કૃપાથી અને તેમણે વહાવેલા કલ્યાણના ભાવથી ભીંજાયેલું છે. તેમનામાં જ્ઞાન પૂર્ણતાએ પ્રકાશતું હોવા છતાં, પંચપરમેષ્ટિ ભગવંતે પ્રરૂપેલા જિનમાર્ગમાં આજ્ઞાધીન રહી, પરમેષ્ટિ ભગવંત પાસેથી મળેલા જ્ઞાનને વધારે પ્રાધાન્ય આપી ૐ ધ્વનિથી જ્ઞાનને પ્રસારિત કરે છે. આ પ્રક્રિયા શ્રી તીર્થકર પ્રભુનાં આજ્ઞાધીનપણાને, નિર્માનીપણાને અને પરમ વિનયને સૂચવે છે. આ ભાવમાં જો લેશ પણ ન્યૂનતા હોત તો શ્રી તીર્થંકર પ્રભુના આખા દેહમાંથી ૐ ધ્વનિ પ્રગટ થઈ શકત નહિ. તેમની દેશના અન્ય કેવળ પ્રભુની જેમ ભાષાની બનત, આ ૐ નાદની પ્રક્રિયા આણાએ ધમો, આણાએ તવો' નું સાર્થક્ય જગત સમક્ષ પ્રગટ કરે છે. તે સાબિત કરે છે કે પરમજ્ઞાની તથા પરિપૂર્ણ એવા શ્રી તીર્થપતિ જે આજ્ઞામાર્ગનું આરાધન કરે છે તે સર્વોત્તમ છે. એટલું જ નહિ, પણ એનાથી નિશ્ચિત થાય છે કે સ્વચ્છેદથી શુદ્ધિ કે સિદ્ધિ મળી શકતાં નથી, શુદ્ધિ તેમજ સિદ્ધિ માત્ર પ્રભુ આજ્ઞામાં જ સમાયેલાં છે.
આવા ઉત્તમ આજ્ઞાપાલનનો બીજો પૂરાવો પણ આપણને દેશના વખતે જોવામાં આવે છે. શ્રી તીર્થંકર પ્રભુનો આત્મા મુખ્યતાએ પોતાના સ્વરૂપમાં લીન રહે છે, પરંતુ
૩૯૩
Page #420
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
વચમાં વચમાં તે એક સમય માટે મન,વચન કે કાયાના યોગ સાથે જોડાય છે અને તે સમયે તેમને બળવાન શાતાવેદનીય કર્મનો આશ્રવ થાય છે, જે તે પછીના સમયમાં જ ભોગવાઈને ખરી જાય છે. જે સમયે શ્રી પ્રભુને આશ્રવ થાય છે તે સમયે દેશનામાં કલ્યાણનાં પરમાણુઓ છોડવામાં થોડી મંદતા આવે છે. પરંતુ તે મંદતા પર્ષદામાં રહેલા કેવળીપ્રભુના સાથથી તૂટી જાય છે. જે સમયે શ્રી તીર્થંકર પ્રભુનો આત્મા યોગ સાથે જોડાય તે જ સમયે અન્ય સર્વ કેવળીપ્રભુના આત્મા પણ યોગ સાથે જોડાય એવું બનતું નથી. તેથી શ્રી કેવળીપ્રભુના આત્મા ૫૨ એકત્રિત થયેલો કલ્યાણભાવ વેગથી શ્રી તીર્થંકર પ્રભુના કલ્યાણભાવ સાથે જોડાઈ જાય છે. અને તેથી દેશનાની પવિત્રતા કે ઉત્તમતામાં અંશ પણ ખામી આવતી નથી. શ્રી પંચપરમેષ્ટિનો સાથ એકબીજાને કેવી રીતે મળતો રહે છે તેનું આ એક સુંદર ઉદાહરણ કહી શકાય. આ સમયે શ્રી તીર્થંકરપ્રભુ ‘આણાએ તવો' માં પ્રવર્તે છે, અને શ્રી કેવળી પ્રભુ ‘આણાએ ધમ્મો’ માં પ્રવર્તી પોતાની પૂર્વમાં સેવેલી કલ્યાણભાવનાને કાર્યકારી કરે છે. આ જ રીતે શ્રી કેવળી ભગવાન આજ્ઞા અનુસાર ચૌદમું ગુણસ્થાન મેળવી, બાકીનાં ચાર અઘાતી કર્મોનો પૂર્ણતાએ ક્ષય કરી સિદ્ધભૂમિમાં વિરાજે છે. આ પર વિચારણા કરવાથી તેનું સાર્થકપણું સમજાશે.
આ પ્રકારની સમજણ મેળવ્યા પછી આજ્ઞા આરાધનરૂપ કલ્યાણ માટેના ટૂંકામાં ટૂંકા માર્ગે જવાની ઇચ્છા રાખનાર જીવ આ પ્રકારના ભાવનું વેદન સામાન્યપણે કરતો હોય છે,
—
“અનાદિકાળથી ચાલ્યા આવતાં રાગદ્વેષ, મોહ તથા મિથ્યાત્વની ગાંઠોમાં સપડાઈને જીવ સંસારમાં પરિભ્રમણ કર્યા જ કરે છે. અને અનંત પ્રકારનાં દુઃખ તથા પીડાનો અનુભવ કરતો રહે છે. આવા ક્લેશમય અને અશાંતિથી ભરેલા આ સંસારમાં શ્રી સત્પુરુષની નિષ્કારણ કરુણાના બળવાન યોગથી તે જીવ એકેંદ્રિયથી શરૂ કરી સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યપણા સુધીનો વિકાસ કરે છે. ત્યારે એ જ સત્પુરુષ મનુષ્યને ધર્મનો માર્ગ બતાવી, નિજાત્માને શુધ્ધ કરવાની પ્રક્રિયા પણ એવી જ નિષ્કારણ કરુણાથી બતાવે છે. તેથી
૩૯૪
Page #421
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
તે મનુષ્ય આવા સપુરુષો માટે અત્યંત ભક્તિભાવ તથા અહોભાવનું બળવાન વેદન કરે છે.” આત્માનું મહાભ્ય કેવું અદ્ભુત છે! એકેંદ્રિયપણામાં પણ તે પોતાનું ચેતનત્વ ગુમાવતો નથી, અને ત્યાંથી વિકાસ કરતો કરતો તે છેવટે કેવળજ્ઞાન તથા કેવળદર્શન પ્રગટાવી લોકનો નાથ થાય છે. કર્મનાં અતિ બળવાન પરમાણુઓ પણ આત્માનું લોકના નાથ થવાનું સામર્થ્ય છીનવી શકતાં નથી. માટે હે આત્મનું! તું તારા શ્રમણપણામાં, મુનિપણામાં સદાયને માટે રહે. તું એક સમય માટે પણ પ્રભુની આજ્ઞા વિરુધ્ધ વર્તીશ નહિ. કર્મનાં જે પરમાણુઓ ઉદયમાં છે તેને તું સમભાવથી વેદ, કારણ કે એ કર્મનાં પરમાણુઓ તારું સામર્થ્ય વિલીન કરવા ક્યારેય શક્તિશાળી નહિ થઈ શકે. માટે તે આત્મા! તું તારું વીર્ય પ્રગટાવ. વીર્ય પ્રગટાવવા માટે તું ભાવ કર કે, હું સદાય કેવળ પ્રભુના સાથમાં રહું. એમનો સાથ મને સમયે સમયે વધતો જ જાય અને પ્રત્યેક સમયે હું શ્રી પ્રભુની આજ્ઞા વધારે શુધ્ધતાથી પાળી શકું એવી પાત્રતા મને પ્રાપ્ત થાઓ. વળી, હે પ્રભુ! તમારા જેવું ચારિત્ર હું મારામાં શુધ્ધતા સાથે કેળવી શકું એવી શક્તિ હું તમારી પાસે માગું છું. આ શક્તિ માગવા સાથે હું આપને વિનંતિ કરું છું કે જો તમારી કૃપાથી મને એ શક્તિ પ્રાપ્ત થાય તો, એક સમય માટે પણ મને એ શક્તિ માટે મોહભાવ કે રાગભાવ ન થાય તેવી કૃપા તમે મારા પર કરજો. હું સદાય તમારી આજ્ઞામાં જ રહું અને તમારી આજ્ઞાથી જ હું એ શક્તિ મેળવતો જાઉં એ વિનંતી કરું છે.” “હે કેવળીપ્રભુ! તમે જે વીર્યથી ક્રોધ, માન, માયા, લોભ અને આઠે આઠ કર્મની બધી જ પ્રકૃતિઓનો નાશ કરવાનું સામર્થ્ય જે ૪૮ મિનિટમાં મેળવ્યું, તેમાં ચાર ઘાતી પ્રકૃતિનો સંપૂર્ણ ક્ષય અને બીજી ચાર અઘાતી પ્રકૃતિનો ભાવિમાં સંપૂર્ણ ક્ષય થાય એવું સામર્થ્ય તમે પ્રગટાવ્યું. તમારા આવા સામર્થ્યવાન આત્માને અને તમારા આઠે શુધ્ધ પ્રદેશોને મારો આત્મા, તેનાં
૩૯૫
Page #422
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
મન, વચન તથા કાયાથી અને આત્માના પ્રદેશે પ્રદેશથી વંદન કરે છે. મારામાં શક્તિ આવે કે ન આવે, પણ મને સદાય તમારી આજ્ઞામાં જ રાખજો. આ લોકમાં મને બીજી કોઈ પણ ઇચ્છા નથી. પારમાર્થિક પુરુષાર્થ હો કે સંસારની ઉદયગત પ્રવૃત્તિ હો, પણ મને સતત તમારી આજ્ઞામાં જ રાખજો.' “પ્રભુ આજ્ઞા! પ્રભુ આજ્ઞા! પ્રભુ આજ્ઞામાં જ સતત રહેવું છે.”
“હે પ્રભુ! આ વિનંતિ કરવામાં મારાથી જો કંઈ ભૂલ થઈ હોય તો, મને અજ્ઞાન, અબૂઝ, અણસમજુ જીવ સમજીને, તમારું નાનું બાળક સમજીને માફ કરશો. પરંતુ એકેય સમય એવો આવવા દેશો નહિ કે જેથી હું તમારી આજ્ઞાની બહાર ચાલ્યો જાઉં. સંસાર ભજવાના આરંભકાળથી શરૂ કરી,
આ ક્ષણ પર્યંતમાં ઉપાર્જન કરેલાં સર્વ પુણ્ય કર્મનો તમારી આજ્ઞામાં રહેવા માટે ઉપયોગ કરાવજો. આ લોકનાં કોઈ પણ ક્ષેત્રમાં મારો આત્મા હો, પણ મારે તો તમારી આજ્ઞામાં જ રહેવું છે. ક્યારેય આજ્ઞા બહાર જવું નથી કે આજ્ઞાવિરુદ્ધ વર્તવું નથી. આ લોકમાં કંઇ પણ મારું નથી, હું કોઈનો નથી. બસ! એક જ ભાવ છે કે તમારી આજ્ઞા એ હું છું, અને હું એ તમારી આજ્ઞા છું. જે આજ્ઞાથી આ આત્માની શરૂઆત થાય છે તે જ આજ્ઞાથી આ આત્માનાં સંસારના પરિભ્રમણનો અંત થાય છે. તમારી આજ્ઞામાં રહેવું એ મારું સર્વસ્વ છે.”
શ્રી કૃપાળુદેવનાં જીવનમાં આજ્ઞાપાલન
આપણે બધાં જાણીએ છીએ કે કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રે માત્ર તેંત્રીસ વર્ષનાં નાનાં આયુષ્યમાં, અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી, તેમાંથી માર્ગ કાઢીને ઘણો ઘણો આત્મવિકાસ સાધ્યો હતો. એમના આવા વિરલ જીવનનો અભ્યાસ કરવાથી આપણને સમજાય છે કે ધર્મનાં ક્યા અંગે તેમના આવા વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. બાળવયથી જ તેમનામાં કેટલીયે વિશિષ્ટ શક્તિઓ ખીલી હતી. વળી, જેમ જેમ તેમનાં જીવનમાં ધર્મનો ઝોક વધતો ગયો, તેમ તેમ તેમનામાં આત્મિક
૩૯૬
Page #423
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
ગુણો વિશેષતાએ ખીલતા ગયા હતા. તેમના આત્માની પવિત્રતા દિનપ્રતિદિન વધતી જતી હતી. અને રાયચંદભાઈ તરીકેના જન્મ પછીના જ મનુષ્ય જન્મમાં નાની વયે કેવળજ્ઞાન અપાવે તેવી “કેવળ લગભગ ભૂમિકાને પ્રાપ્ત કરીને તેમણે દેહત્યાગ કર્યો હતો. આવો ત્વરિત અને અદ્ભુત આત્મવિકાસ થવા માટે તેમણે ધર્મનું ક્યું જમાપાસું આરાધ્યું હતું, તેની સમજણ મળતાં આપણને પણ ટૂંકા ગાળે ઘણી કર્મકટિ કરી, ત્વરાથી મોક્ષસુખ લેવાને પુરુષાર્થ કરવા ઘણો ઘણો ઉત્સાહ મળી શકે તેમ છે. - કૃપાળુદેવનું જીવન ચાર તબક્કામાં વહેંચાયેલું હતું. (૧) સં. ૧૯૨૪ થી સં. ૧૯૪૦ – મંથનકાળ. (૨) સં. ૧૯૪૧ થી ૧૯૪૬ - વીતરાગ માર્ગનું દઢ શ્રદ્ધાન. (૩) સં. ૧૯૪૭ થી ૧૯૫૧ – શુધ્ધ સમકિતની પ્રાપ્તિ અને સંસારનાં વિવિધ વિહ્નો વચ્ચે પણ કરેલો આત્મવિકાસ. (૪) સં. ૧૯૫૨ થી ૧૯૫૭ – વિપ્નોની હળવાશ, જ્ઞાનાવરણાદિનો બળવાન ક્ષયોપશમ. કેવળલગભગ ભૂમિકા.
તેમનાં જીવનનો પહેલો વિભાગ જન્મથી લગભગ સોળ વર્ષની ઉમર સુધીનો કહી શકાય. સાત વર્ષ જેવી નાની વયમાં પણ તેમનામાં તીવ્ર સ્મરણ શક્તિ, શાંતિપ્રિયતા, વસ્ત્રાદિની નિસ્પૃહતા, સરળ વાત્સલ્યતા, બાળસુલભ રમતોની પ્રિયતા, રમતોમાં વિજય મેળવવાની, રાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવી તેને લગતાં વિવિધ સુખો ભોગવવાની ઇચ્છા વગેરે લક્ષણો જોવા મળતાં હતાં, તે વયમાં તેમનાં વાસ્તવિક જીવનમાં તેમને વિશેષ નિસ્પૃહતા રહી હતી અને કલ્પનાનાં જીવનમાં તેમની સસ્પૃહતા દેખા દેતી હતી.
સાત વર્ષની વયે, વવાણિયામાં રહેતા શ્રી અમીચંદભાઈના સસા થયેલા અવસાનના નિમિત્તથી તેમને જાતિસ્મરણજ્ઞાનની શરૂઆત થઈ હતી. આ જ્ઞાનના પ્રભાવથી તેમનો સંસારનો વૈરાગ જનમ્યો અને ક્રમે કરીને વધતો ગયો. આ વયમાં પોતામાં ખીલેલા ગુણો માટે તેમણે ‘સમુચ્ચય વયચર્યા” માં નોંધ્યું છે કે, –
“તે કાળે નિરપરાધી સ્મૃતિ હોવાથી એક જ વાર પાઠનું અવલોકન કરવું પડતું હતું; છતાં ખ્યાતિનો હેતુ નહોતો. એટલે ઉપાધિ બહુ ઓછી હતી ...... વાતડાહ્યો, રમતિયાળ અને આનંદી હતો .... તે વેળા પ્રીતિ-સરળ
૩૯૭
Page #424
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
વાત્સલ્યતા મારામાં બહુ હતી. સર્વથી એકત્વ ઇચ્છતો, સર્વમાં ભાતૃભાવ હોય તો જ સુખ એ મને સ્વાભાવિક આવડ્યું હતું .......... ત્યાં સુધી મારામાં સ્વાભાવિક રીતે ભદ્રિકપણું જ સેવાયું હતું, હું માણસ જાતનો બહુ વિશ્વાસુ હતો. સ્વાભાવિક સૃષ્ટિરચના પર મને બહુ પ્રીતિ હતી.” (કાર્તકી પૂનમ ૧૯૪૬. આંક ૮૯).
આ વચનો વિચારતાં સમજાય છે કે જે બધા ગુણો જીવે ધર્મનું આરાધન કરી કેળવવાના હોય છે તે બધા ગુણો શ્રી રાયચંદભાઈને બાળવયથી જ સહજપણે સાંપડયા હતા. બીજી બાજુ તેમને તેમના પિતામહ પાસેથી કૃષ્ણકીર્તનનાં પદો, અવતારોની ચમત્કારિક વાતો, આદિ મારફત વૈષ્ણવ સંપ્રદાયના સંસ્કારો પણ મળ્યા હતા. તે ચમત્કારો જાણીને તેમને મહાન ત્યાગી થવાની ઇચ્છા થતી હતી, તો બીજી બાજુ કોઈ વૈભવીની કથા સાંભળીને તેમને સમર્થ વૈભવી થવાની ઇચ્છા પણ જોર કરતી હતી. આમ તેઓ બાળસુલભ રીતે જેવા વાતાવરણમાં મૂકાતા તેને અનુકૂળ કલ્પનામાં રાચતા હતા.
વૈષ્ણવ સંપ્રદાયના સ્વચ્છતા આદિના સંસ્કાર ઝીલાવાને લીધે તેમને જૈન પ્રતિ જુગુપ્સા થઈ હતી. વળી, તેમની માન્યતા જગત્કર્તા ઈશ્વર તરફની હતી, તેથી તેઓ જગત્કર્તા ઈશ્વરને ન માનનારા જૈનોને ખોટા ગણતા હતા. પરંતુ જ્યારે વવાણિયામાં તેમને જૈનનાં પ્રતિકમણ આદિ સૂત્રો વાંચવા મળ્યા ત્યારે તે સૂત્રોમાં જગતનાં સર્વ જીવો સાથે મૈત્રી સાધવાની ભાવના જોઈને તેમને એ સૂત્રોનું ખૂબ આકર્ષણ થયું. કેમકે તેઓ બાળવયથી જ જગતનાં સર્વ જીવો સાથે મૈત્રીભાવ ઝંખતા હતા. એ વયે સામાન્ય પ્રકારે કીર્તિ આદિની સ્પૃહા તેમનામાં રહેલી હતી.
૧૧ થી ૧૩ વર્ષની વયમાં તેમને વૈષ્ણવ તથા જૈન એ બંને સંપ્રદાયના ધાર્મિક સંસ્કારો મળ્યા હતા. બંનેના આચારવિચારની ભિન્નતાની તુલના તેમની કુશાગ્રબુદ્ધિ કરતી હતી, અને તેમાં તેમને જે સારું તથા ઉત્તમ લાગે તેનો સ્વીકાર નિષ્પક્ષપાતતાથી તેઓ કરતા હતા. આ નાની વયમાં તેમની જ્ઞાનની પિપાસા ખૂબ બળવાન હતી. તેથી સર્વ દર્શનનો અભ્યાસ કરી સત્યમાર્ગનું શોધન કરવાની તીવ્ર
૩૯૮
Page #425
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
અભિલાષા તેમને ૧૩-૧૪ વર્ષની વયે જાગી હતી, તેનાં પરિણામે તેમને જેટલા ધર્મગ્રંથો ઉપલબ્ધ થયા તે સર્વનો અભ્યાસ કરવાનો તેમણે પ્રયત્ન કર્યો. સામાન્ય જ્ઞાન પણ માંડ મેળવી શકાય એવી લઘુ વયે મહાપંડિતને યોગ્ય એવું તત્ત્વશોધનનું કાર્ય પાર પાડવા તેમણે પ્રયત્નો આરંભ્યા. નાની વયમાં તેમણે સ્વીકારેલા મહામંથનના કાર્યનાં પરિણામે તેમની ધર્મશ્રદ્ધા થોડા કાળ માટે ચલિત થઈ ગઈ; અને સંસારસુખના ભોગવટામાં જ જીવનનું ધ્યેય સમાઈ જાય છે, એવા પ્રકારની માન્યતાએ તેમના હૃદયનો કબજો લીધો. આ વાતનો નિર્દેશ આપણને સં. ૧૯૪પમાં (આંક ૮૨) મળે છે, –
“નાનપણની નાની સમજમાં કોણ જાણે ક્યાંથીયે મોટી કલ્પનાઓ આવતી, સુખની જિજ્ઞાસા પણ ઓછી નહોતી, અને સુખમાં પણ મહાલય, બાગબગીચા, લાડીવાડીનાં કંઈક માન્યાં હતાં. મોટી કલ્પના તે આ બધું શુ છે તેની હતી. તે કલ્પનાનું એકવાર એવું રૂપ દીઠું પુનર્જન્મ નથી, પાપે નથી, પુણ્ય નથી, સુખે રહેવું અને સંસાર ભોગવવો એ જ કૃતકૃત્યતા છે. એમાંથી બીજી પંચાતમાં નહિ પડતાં ધર્મની વાસનાઓ કાઢી નાખી. કોઈ ધર્મ માટે ન્યૂનાધિક કે શ્રદ્ધાભાવપણું રહ્યું નહિ.”
તેમનો આ ભાવ લાંબો ટક્યો નહિ. થોડા જ વખતમાં તેમની ધર્મની શ્રદ્ધા વિશેષ બળવાન થઈ; આ સ્થિતિનું વર્ણન તેમણે આ જ પત્રમાં આગળ જતાં કર્યું છે કે, –
“થોડો વખત ગયા પછી તેમાંથી ઓર જ થયું; જે થવાનું મેં કહ્યું નહોતું. તેમ તે માટે મારા ખ્યાલમાં હોય એવું કંઈ મારું પ્રયત્ન પણ નહોતું. છતાં અચાનક ફેરફાર થયો. કોઈ ઓર અનુભવ થયો ....... તે ક્રમે કરીને વધ્યો, વધીને અત્યારે એક ‘તુંહિ તૃહિ' નો જાપ કરે છે.”
આ વચનો પરથી આપણને ખ્યાલ આવે છે કે તેમને નાની વયે સંસારની, સંસારનાં સુખની સ્પૃહા અમુક માત્રામાં વર્તતી હતી, પોતે કરી શકે છે એવો કર્તાપણાનો ભાવ
૩૯૯
Page #426
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
પણ આવતો હતો, માન તથા કીર્તિની અમુક અંશે ઇચ્છાઓ વર્તતી હતી. એટલે કે એ વખતે તેઓ દુન્યવી વસ્તુઓ માટે અમુક પ્રકારે મોહ ધરાવતા હતા. વળી, પ્રભુ પ્રતિનાં અર્પણભાવ તથા સંસારનો નકાર બળવાન ન હોવા છતાં, અંતરંગમાં જે છૂટવાની લગની ઊંડાણથી અનુભવાતી હતી તેના પ્રભાવથી તેમનામાં કોઈ સભાન કે બળવાન પુરુષાર્થ વિના જોરદાર પરિવર્તન શરૂ થયું હતું અને એ પરિવર્તન તેમને પ્રભુ પ્રતિનાં ‘તુંહિ તેહિ ના જાપ પ્રતિ ખેંચી જતું હતું. આ સ્થિતિ આપણને સ્પષ્ટતા કરાવે છે કે તેમનાં જીવનમાં નાની વયમાં પણ આજ્ઞાપાલનનું મહત્ત્વ અપ્રગટપણામાંથી પ્રગટપણું ધારણ કરતું જતું હતું. અને સાથે સાથે તેમનાં જીવનમાં ધર્મનું કાર્યકારીપણું યથાર્થ રીતે સ્થાપાતું જતું હતું.
તે પછી સં. ૧૯૪૦ થી ૧૯૪૬ સુધીનો સાત વર્ષનો ગાળો તેમના જીવનનો બીજો તબક્કો બની ગયો. આ સમય દરમ્યાન તેમનો વૈરાગ્ય ઘણો દૃઢ થયો. ‘ઓગણીસસેને બેતાલીસે અદ્ભુત વૈરાગ્ય ધાર રે' એ સ્વાત્મવૃતાંતની પંક્તિ આપણને તેમના વૈરાગ્યની ગહનતાનો ખ્યાલ આપે છે. વળી, આ વર્ષોમાં પૂર્વ જન્મમાં પોતે લીધેલાં સમકિતની સ્મૃતિ આવવા ઉપરાંત ઠીક ઠીક પ્રમાણમાં જાતિસ્મૃતિજ્ઞાનનો ઉઘાડ થયો હતો, અને તે સર્વને આધારે તેમને નિર્ણય થયો હતો કે શ્રી જિનેશ્વર પ્રણીત વીતરાગ માર્ગ જ સર્વશ્રેષ્ઠ છે. વધતા વૈરાગ્યનાં અનુસંધાનમાં સંસારથી મુક્ત થવાની તેમની ભાવના પ્રબળ થતી ગઈ હતી, સાથે સાથે ઈશ્વર એ જગતુકર્તા નથી, પણ પૂર્ણ શુદ્ધ આત્મા છે એવી સ્પષ્ટતા તેમને થઈ ગઈ. આ બધા ભાવોનું પ્રતિબિંબ પાડતી તેમણે જિનમાર્ગને અનુસરતી ‘ભાવનાબોધ', “મોક્ષમાળા' આદિ ગુણવત્તાસભર કૃતિઓની રચના કરી.
બીજી બાજુ વિ. સં. ૧૯૪૨માં તેઓ મુંબઈ આવ્યા. અને એ વર્ષમાં તેમણે બહોળા પ્રમાણમાં અવધાનના પ્રયોગો જાહેર ક્ષેત્રોમાં કર્યા. તેના લીધે તેમની અવધાની, કવિ અને જ્યોતિષી તરીકેની ખ્યાતિ ઘણી ફેલાઈ હતી. આવી કીર્તિની ટોચે રહેલા તેમણે સં. ૧૯૪૩માં વધતા વૈરાગ્યને કારણે અવધાન આદિ પ્રયોગો કરવા બંધ કર્યા, તેમના મત પ્રમાણે આવી પ્રવૃત્તિ આત્મ આરાધન કરવામાં તેમને
૪TO
Page #427
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
બાધાકારક જણાતી હતી; આ જ કારણથી ધર્મેતર સાહિત્યિક કૃતિઓ રચવાનું પણ તેમણે બંધ કરી દીધું, અને આત્મખોજ કરવાના પુરુષાર્થનો સમય તેમણે વધારી દીધો. આ પુરુષાર્થથી તેમની વીતરાગમાર્ગની શ્રદ્ધા વધારે નિશ્ચળ થતી ગઈ; સંસારનાં ભ્રમણથી છૂટવાના ભાવ જોર કરતા ગયા, અને વીતરાગપ્રભુ પ્રણીત આત્મમાર્ગ પ્રવર્તાવવાની અભિલાષા આકાર ધારણ કરવા લાગી.
આવા વધતા વૈરાગ્યનાં સ્થિતિસંજોગોમાં, તેમનાથી સંસારત્યાગનો નિર્ણય લેવાય તે પહેલાં જ તેમને ગૃહસ્થાશ્રમી બનાવવાનાં ચક્રો ગતિમાન થયા. અને એ અનુસાર તેમણે સં. ૧૯૪૪ના મહાસુદ બારસના રોજ ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કર્યો. તે પછી પણ તેમનું લક્ષ આત્મશુદ્ધિ કરવામાંથી ખસ્યું ન હતું. તેઓ સંસારની પ્રવૃત્તિ કરતાં આત્મવિચારણા કરવામાં વિશેષ સમય ગાળતા હતા. તેમાંથી તેઓ એવા નિર્ણય પર આવ્યા હતા કે શ્રી પ્રભુની આજ્ઞામાં રહીને આત્માનું આરાધન કરવામાં આવે તો મોક્ષમાર્ગ સુલભ છે, સરળ છે, સુગમ છે. અને આજ્ઞાનો માર્ગ આત્મપ્રાપ્તિ કરવા માટે ઉત્તમ છે. વિચારો તેમનાં આ વચનો, –
“....... આ કાળની અપેક્ષાએ મન, વચન, કાયા આત્મભાવે તેના ખોળામાં અર્પણ કરો, એ જ મોક્ષનો માર્ગ છે ..... જગતમાંથી જે પરમાણુ પૂર્વકાળે ભેળાં કર્યા છે તે હળવે હળવે તેને આપી દઈ ઋણમુક્ત થવું, એ જ તેની સદા ઉપયોગી, વહાલી, શ્રેષ્ઠ અને પરમ જિજ્ઞાસા છે ... પૂર્વ કર્મના આધારે તેનું સઘળું વિચરવું છે, એમ સમજી પરમ સંતોષ રાખજો.” (આસો વદ ૨, ૧૯૪૫. આંક ૩૭) આત્મા વિનયી થઈ, સરળ અને લઘુત્વભાવ પામી સદેવ સપુરુષનાં ચરણકમળ પ્રતિ રહ્યો, તો જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે, તે મહાત્માઓની જે જાતની રિદ્ધિ છે, તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ત કરી શકાય.” (ફાગણ સુદ ૯, ૧૯૪૫. આંક પ૫) “પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે, પણ તે ધ્યાવન આત્મા સપુરુષનાં ચરણકમળની, વિનયોપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી
૪૦૧
Page #428
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
.... શ્વાસનો જય કરતાં છતાં સપુરુષની આજ્ઞાથી પરાગમુખતા છે તો તે થાસજય પરિણામે સંસાર જ વધારે છે.” (વૈશાખ સુદ ૧૨, ૧૯૪૫. આંક ૬૨)
આજ્ઞામાં જ એકતાન થયા વિના પરમાર્થના માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે.” (આસો સુદ ૬, ૧૯૪૬. આંક ૧૪૭)
જે કર્મનાં પરમાણુઓ અજ્ઞાનવશ બની પૂર્વ કાળમાં ભેગાં કરી લીધાં હોય, તે કર્મ પરમાણુ જગતને ચૂકવી દઈ ઋણમુક્ત થવું હોય તો પ્રભુની આજ્ઞામાં રહીને ચાલવું જોઈએ, અને એ જ સહેલામાં સહેલો અને ટૂંકામાં ટૂંકો માર્ગ તેમને જણાયો હતો. તેનાં કારણો આપણે આ રીતે અનુમાની શકીએ. પ્રભુની આજ્ઞામાં રહીએ તો તેમની આજ્ઞાનું કવચ જીવને નવાં કર્મબંધ કરવામાં રક્ષણ આપી અલ્પતા કરાવે છે. આમ આશ્રવ ઘટવાથી જીવને હળવાશ વધતી જાય છે. વળી, એ જ આજ્ઞાનું આરાધન જીવને પૂર્વે એકઠાં કરેલાં કર્મો ઝડપથી નિર્જરાવવાની સુવિધા પણ આપે છે. આમ જીવ સ્વછંદ છોડી આજ્ઞામાં પ્રવર્તે તો બેવડા દોરે કર્મથી છૂટતો જાય છે. આવા હેતુથી તેમણે સં. ૧૯૪૪-૪૫ ની સાલથી પ્રભુની આજ્ઞામાં રહી આરાધન કરવાનો માર્ગ સ્વીકાર્યો હતો.
આ વર્ષોમાં તેમને ગૃહસ્થ જીવનની બહુ રુચિ રહી ન હતી, છતાં પૂર્વ કર્મની બળવત્તરતાને કારણે તેઓ સંસાર ભોગવતા હતા. આ ભોગવટામાં તેમને અનુભવાતું સ્ત્રીનું આકર્ષણ ખેદરૂપ થતું હતું. તેથી સંસાર ભોગવતાં ભોગવતાં સંસારનો નકાર કરવાની વૃત્તિ તેમનાથી લખાયેલા આ વર્ષના પત્રોમાં વારંવાર દૃષ્ટિગોચર થાય છે, -
“સ્ત્રીના સંબંધમાં કોઈ પણ પ્રકારે રાગદ્વેષ રાખવા મારી અંશમાત્ર ઇચ્છા નથી. પણ પૂર્વોપાર્જનથી ઇચ્છાના પ્રવર્તનમાં અટક્યો છે.” (સં. ૧૯૪પ. આંક ૭૮).
૪૦૨
Page #429
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
“દુખિયાં મનુષ્યોનું પ્રદર્શન કરવામાં આવ્યું હોય તો ખચીત તેના શિરોભાગમાં હું આવી શકું ...... સ્ત્રી સિવાય બીજો કોઈ પદાર્થ ખાસ કરીને મને રોકી શકતો નથી. બીજા કોઈ પણ સંસારી સાધને મારી પ્રીતિ મેળવી નથી .... સ્ત્રીના સંબંધમાં જિજ્ઞાસા ઓર છે અને વર્તના ઓર છે; એક પક્ષે તેનું કેટલાક કાળ સુધી સેવન કરવું સમ્મત કર્યું છે. તથાપિ ત્યાં સામાન્ય પ્રીતિ – અપ્રીતિ છે.” (સં. ૧૯૪૫. આંક ૮૨) “સ્ત્રી એ સંસારનું સર્વોત્તમ સુખ માત્ર આવરણિક દૃષ્ટિથી કલ્પાયું છે. પણ તે તેમ નથી જ ... ટૂંકમાં કહેવાનું કે તેમાં કંઈ સુખ નથી .. અહીં હું સ્ત્રીનાં અવયવાદિ ભાગનો વિવેક કરવા બેઠો નથી; પણ ત્યાં ફરી આત્મા ન જ ખેંચાય એ વિવેક થયો છે, તેનું સહજ સૂચવન કર્યું ......” (સં. ૧૯૪૫. આંક ૭૯)
આ વચનો પરથી ફલિત થાય છે કે સં. ૧૯૪૪-૪૫ થી તેમનામાં માર્ગની નિઃશંકતા પ્રગટી ચૂકી હતી, વેરાગ્ય ઘેરો થયો હતો, સંસારના નકારની શરૂઆત થઈ હતી, સત્સંગની રુચિ ઊંડી થઈ હતી, જે સર્વ આત્મશુદ્ધિ વધારવા માટે સાનુકૂળ હતાં; તો બીજી બાજુ અંતરંગ ખોલી શકાય એવા પાત્રોની દુર્લભતા, સ્ત્રીનું આકર્ષણ, નાની વય આદિ પૂર્વકર્મનાં પરિપાકરૂપ કારણો આત્માની પ્રગતિ સાધવામાં વિઘ્નરૂપ થતાં હતાં. આ વિક્નોને ટાળવાનો બળવાન પુરુષાર્થ તેમણે આદર્યો હતો. બે વિરોધી માર્ગની ખેંચતાણમાં તેમણે અનુભવવા પડતાં આંતરયુદ્ધમાં વિજયી થવા માટે કમર કરી હતી. તેઓ સંસારનું આકર્ષણ તોડતા જઈ, આત્માને શુદ્ધ કરવાનો પુરુષાર્થ સતત વધારતા ગયા હતા.
આ તબક્કામાં તેમણે અનુભવવા પડેલા વિપ્નો બે પ્રકારનાં હતાં: ઘાતી તથા અઘાતી. આત્માનાં જ્ઞાન, દર્શન કે ચારિત્રને આવરણ કરે તે ઘાતી મુશ્કેલી. અને શરીરાદિ પુદ્ગલના કારણે થતી વેદના તે અઘાતી મુશ્કેલી. સર્વ ધર્મગ્રંથોનો અભ્યાસ કરતાં કરતાં તેમની ધર્મરુચિ નહિવત્ થઈ ગઈ તે તેમને અનુભવવી પડેલી ઘાતી
૪૦૩
Page #430
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
મુશ્કેલી હતી. તેમને મંથનકાળમાં ધર્મ માટે જે નકાર આવ્યો હતો એ સૌથી મોટું ઘાતી વિઘ્ન ગણી શકાય. પરંતુ તેમાંથી તેઓ ખૂબ જલદીથી બહાર નીકળી શક્યા હતા. નાની વયમાં તેમના જીવે મનોમંથનનો અતિ ભારે બોજ ઉપાડયો હતો તે બોજાનાં કારણે તેમની શ્રદ્ધા ચલિત થઈ હોય તેવું અનુમાન આપણે કરી શકીએ. પરંતુ પૂર્વે પ્રાપ્ત કરેલ સમકિત તથા જાતિસ્મૃતિજ્ઞાને તેમને ધર્મની અનુભૂતિ કરાવી ધર્મની અશ્રદ્ધામાંથી ઉગારી લઈ, ધર્મશ્રદ્ધામાં ફરીથી દૃઢતાથી સ્થાપિત કર્યા હતા. શરૂ થયેલા ગૃહસ્થાશ્રમ અને વેપારાદિ પ્રવૃત્તિનાં કારણે તેમને સાસારિક તકલીફોમાંથી પસાર થવું પડતું હતું, તે તેમની અઘાતી મુશ્કેલીઓ હતી, જે સં. ૧૯૫૧ સુધી વધતી ગઈ હતી, તેવો તેમનો અનુભવ હતો.
તેમનામાં એક પ્રાથમિક અને મૂળ ગુણ ખૂબ ખીલેલો હતો. તે ગુણ એ હતો કે તત્ત્વનાં ઠેઠ મૂળ સુધી પહોંચી, પૃથક્કરણ કરી, સત્યની શોધ કરી તેને અપનાવતાં જવું. આ ગુણના આધારે સંસારી જીવનની શરૂઆતના કાળમાં જ તેમને નિર્ણય થયો હતો કે સંસારમાં જે સ્ત્રી આદિ પદાર્થો આકર્ષણનાં કારણો ગણાયાં છે, તે તેમ નથી જ. માટે મારે મારા આત્માને સ્ત્રીનાં આકર્ષણથી બચાવવો જ જોઈએ, અને તેને શુદ્ધિના માર્ગમાં પ્રવર્તાવવો જોઈએ. તેની સાથે સાથે મારે કીર્તિ, અપકીર્તિ, માન, અપમાન આદિના દ્વંદ્વથી ૫૨ થતાં જવું જોઈએ, તો જ આત્માને સ્વસ્વરૂપમાં હું સ્થિર કરી શકીશ, આ બધી ઊંડાણભરી વિચારણાને લીધે તેમને દૃઢ નિર્ણય થયો હતો કે સંસાર કે સંસારના અભિલાષથી કષાયો વધે છે. આ નિર્ણય થતાં તેમને સંસારની અરુચિ વધી, જગતમાં પ્રવર્તતા અનેક મતમતાંતરોથી અલિપ્ત થવાનો પુરુષાર્થ વધ્યો અને જ્ઞાન તથા દર્શનને શુધ્ધ કરવાનો તેમનો અભિલાષ બળવાન થયો. તેમણે લખ્યું હતું કે,
“કુટુંબરૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશો, પણ એકાંતથી જેટલો સંસારક્ષય થવાનો છે તેનો સોમો હિસ્સો પણ તે કાજળગૃહમાં રહેવાથી થવાનો નથી. કષાયનું તે
૪૦૪
Page #431
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
નિમિત્ત છે, મોહને રહેવાનો અનાદિકાળનો પર્વત છે.” (મહા, ૧૯૪૬. આંક ૧૦૩)
જે વિવેકને મહાખેદની સાથે ગૌણ કરવો પડ્યો છે, તે વિવેકમાં જ ચિત્તવૃત્તિ પ્રસન્ન રહી જાય છે. બાહ્ય તેની પ્રધાનતા નથી રાખી શકાતી એ માટે અકથ્ય ખેદ થાય છે.” (વૈશાખ, ૧૯૪૬. આંક ૧૧૩)
આ વચનો સમજતાં પ્રભુની ઇચ્છાનુસાર રહેવું તેમને કેટલું જરૂરી લાગતું હતું તે આપણને સ્પષ્ટ થાય છે. અતિ કઠિન જણાતા સંસારમાં તેમને પૂર્વકર્મનાં બળવાનપણાને કારણે રહેવું પડ્યું તે ખૂબ વિષમ હતું. ઉપરાંત નિગ્રંથ માર્ગ ભણી જતી તેમની આંતરિક શ્રેણિને તેઓ બાહ્યથી પ્રધાનતા આપી શકતા નહોતા તેનું દુઃખ તેઓ સમભાવથી સહન કરવા સતત પુરુષાર્થી હતા. આ રીતે વર્તવાનું કારણ તેમણે વિચાર્યું હતું કે, -
ભવિષ્યકાળે જે ઉપાધિ ઘણો વખત રોકશે તે ઉપાધિ વધારે દુઃખદાયક થાય તો પણ થોડા વખતમાં ભોગવી લેવી એ વધારે શ્રેયસ્કર છે.” (રોજનીશી અષાડ ૧૯૪૬. આંક ૧૫૭)
આ જ વર્ષમાં તેઓ પોતાના કાકાજી સસરા શ્રી રેવાશંકર જગજીવન સાથે ઝવેરાતના ધંધામાં ભાગીદાર તરીકે જોડાયા. આ રીતે સાંસારિક જવાબદારી વધી હોવા છતાં, પૂર્વકર્મની નિવૃત્તિ ત્વરાથી કરવા તેમણે અમુક નિયમો સ્વીકાર્યા હતા. જેમકે, “ભલે તને વસમું લાગે, પણ એ જ ક્રમમાં પ્રવર્ત ... દુઃખને સહન કરી, ક્રમની સાચવણીના પરિષદને સહન કરી; અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગને સહન કરી તું અચળ રહે. અત્યારે કદાપિ વસમું અધિકતર લાગશે, પણ પરિણામે વસમું સમું થશે. ઘેરામાં ઘેરાઇશ નહિ. ફરી ફરી કહ્યું છે, ઘેરાઈશ નહિ. દુ:ખી થઈશ, પશ્ચાત્તાપ કરીશ, એ કરતાં અત્યારથી આ વચનો ઘટમાં ઉતાર – પ્રીતિપૂર્વક
ઉતાર.”
૪૦૫.
Page #432
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
“કોઈના પણ દોષ જો નહિ. તારા પોતાના દોષથી જે કંઈ થાય છે, તે થાય છે, એમ માન .. જેમ બીજાને પ્રિય લાગે તેવી તારી વર્તણુંક કરવાનું પ્રયત્ન કરજે ........” (રોજનીશી. અષાડ સુદ ૫, ૧૯૪૬. આંક ૧૫૭ – ૧૩).
પ્રભુની આજ્ઞામાં રહેવાના ભાવને કારણે વધતા વૈરાગ્ય અને વધતી જવાબદારીનો સંઘર્ષ તેમણે સ્વીકાર્યો. એકબાજુ સંસારની અનિચ્છા અને પરમાર્થ પ્રકાશવાની ભાવના હતા, તો બીજી બાજુ સાંસારિક જવાબદારીની વૃદ્ધિ અને સત્સંગની ખામી હતાં. આવી ભીંસમાં તેમણે પુરુષાર્થ કરી, આજ્ઞાનું ઉચિત આરાધન કરી, આત્માને શુદ્ધિના માર્ગમાં દોરતા ગયા હતા. પ્રભુની આજ્ઞાનું આરાધન કરવાથી જલદીથી જીવનું કલ્યાણ થાય છે તેનું દઢત્વ તેમને સં. ૧૯૪૬માં થયું હતું. આવો સરળ તથા ટૂંકો માર્ગ જગતનાં જીવોને ખૂબ લાભકારી હોવાથી તે માર્ગનું જાણપણું સહુને કરાવવાનો તેમનો અભિલાષ બંધાયો અને વધતો ગયો. તેમણે લખ્યું હતું કે, –
“અંતઃકરણમાં નિરંતર એમ જ આવ્યા કરે છે કે પરમાર્થરૂપ થવું, અને અનેકને પરમાર્થ સાધ્ય કરવામાં સહાયક થવું એ જ કર્તવ્ય છે. તથાપિ કંઈ તેવો યોગ હજુ વિયોગમાં છે.” (પ્ર. ભા. વદ ૧૩, ૧૯૪૬. આંક ૧૩૨)
“રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે.” (દ્ધિ. ભા. સુદ ૨, ૧૯૪૬. આંક ૧૩૩)
તેમના આવા અંત:કરણના ઉદ્ગારો પરથી તેમની આત્માને શુદ્ધ કરવાની તાલાવેલી કેટલી બળવાન હતી તેનો લક્ષ આપણને આવે છે. આમાંથી આત્માનાં છઠ્ઠા પદ “મોક્ષનો ઉપાય છે તે આચરવાની તત્પરતા ઘણી વધી ગઈ હતી. પ્રભુ જેવા શુધ્ધ થવાનું તેમનું ધ્યેય દેઢ થયું હતું, અને તેનાં નિમિત્ત હતાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ અને તેમનું જાતિસ્મૃતિ જ્ઞાન. શ્રી પાર્શ્વનાથ પ્રભુએ કમઠના તીવ્ર ઉપસર્ગરૂપ બળવાન અશાતા અને ધરણંદ્ર તેમજ પદ્માવતીના રક્ષણરૂપ બળવાન શાતા, એક જ કાળે
૪૬
Page #433
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
સમભાવથી સ્વીકાર્યા હતા; અને તે દ્વારા શ્રી પ્રભુએ પોતાની બળવાન વીતરાગતાનો પરિચય કરાવ્યો હતો. આ વીતરાગતા અને સમભાવ શ્રીમદ્ માટે આદર્શરૂપ હતાં, સંસારી પ્રસંગોનાં વિવિધ ઉદયોમાં પોતે સ્થિર રહી શકતા ન હતા, અને તેનાથી અનેક ગણા કઠિન સંજોગોમાં શ્રી પ્રભુ અચળ તથા અડોલ રહ્યા હતા; પ્રભુનું આવું સમર્થપણું જાણી તેમનાં પ્રતિનાં અહોભાવ, તથા પૂજ્યભાવ કૃપાળુદેવમાં ઘણા ઘણા વધ્યા હતા, તે ભાવ ખૂબ ઊંડાણથી જાગતા હતા. તેના પરિણામે તેમના જેવા અડોલ અને સ્થિર થવા માટે તેમનું મન શ્રી પ્રભુને સમર્પિત થતું ગયું. આ અને આવી અન્ય પ્રક્રિયાઓના આધારથી તેમનું મન પ્રભુની આજ્ઞાએ ચાલવાથી, તેમના જેવી જ દશાએ પહોંચી શકાશે એવું શ્રદ્ધાળુ થયું. આવી દશાની સામાન્ય અનુભૂતિ તેમને સં. ૧૯૪૬ ના અંતભાગમાં થઈ હતી, -
“પ્રભાતમાં વહેલો ઊઠયો, ત્યારથી કોઈ અપૂર્વ આનંદ વર્યા જ કરતો હતો; તેવામાં પદ મળ્યું, અને મૂળપદનું અતિશય સ્મરણ થયું, એકતાન થઈ ગયું. એકાકાર વૃત્તિનું વર્ણન શબ્દ કેમ કરી શકાય?” (આસો સુદ ૧૧, ૧૯૪૬. આંક ૧પર)
આમ પ્રભુની આજ્ઞામાં રહેવાનો અને આજ્ઞાએ ચાલવાનો પુરુષાર્થ તેમણે અંતરંગથી શરૂ કરી દીધો હતો. પરિણામે ગૃહસ્થજીવનની શરૂઆતમાં પણ તેમને રાતદિવસ પરમાર્થનું જ રટણ રહેતું હતું. છૂટવાનો વેગ એવો હતો કે તે સિવાયનું સર્વ તેમની પાસે ગૌણ હતું, અને આત્માને ઉજ્જવળ કરવાની પ્રવૃત્તિ મુખ્ય હતી. જુઓ તેમનાં આ વચનો, –
“ચૈતન્યનો નિરંતર અવિચ્છિન્ન અનુભવ પ્રિય છે, એ જ જોઈએ છે. બીજી કંઈ સ્પૃહા રહેતી નથી. રહેતી હોય તો પણ રાખવા ઇચ્છા નથી. એક “Úહિ તૃહિ' એ જ યથાર્થ વહેતી પ્રવહના જોઈએ છે ...... જે નિસ્પૃહ દશાનું રટણ છે તે મળે, આ કલ્પિત ભૂલી ગયે છૂટકો છે.” (બી. ભા. વદ ૦)), ૧૯૪૬. આંક ૧૪૪)
૪૦૭
Page #434
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
આદરેલા આવા આરાધનનું યથાયોગ્ય પરિણામ આવ્યું. તેમનાં જીવનના વિકાસનો ત્રીજો તબક્કો શરૂ થયો. સં. ૧૯૪૭ ની કાર્તકી પૂનમ પહેલાં તેમને ક્ષાયિક સમકિત પ્રાપ્ત થયું. એટલે કે ત્રેવીસમા વર્ષના અંતભાગમાં તેમના આત્મા પરથી મિથ્યાત્વ સદાયને માટે વિદાય થયું. મિથ્યાત્વ જવાથી આત્માની સમ્યક્દષ્ટિ વિશેષતાએ ખીલી. શ્રી પ્રભુ પ્રતિના પ્રેમભાવ અને અહોભાવમાં ભરતી આવી. પ્રભુની કૃપાથી તેમની આજ્ઞાએ ચાલી કેવળજ્ઞાન સુધીનો પુરુષાર્થ વર્તમાન ભવમાં જ કરી લેવા તેઓ ઉત્સુક થયા.
“આત્મા જ્ઞાન પામ્યો એ તો નિઃસંશય છે, ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામવી બાકી છે માટે દૃઢ નિશ્ચય કર્યો છે કે એ દશાને પામી પછી પ્રગટ માર્ગ કહેવો – પરમાર્થ પ્રકાશવો – ત્યાં સુધી નહિ.” ( કાર્તક સુદ ૧૪, ૧૯૪૭. આંક ૧૭૦)
“ઓગણીસસેને સુડતાલીસે સમકિત શુધ્ધ પ્રકાશ્યું રે.”
ધન્ય.
આ વચનોમાં તેમણે પ્રાપ્ત કરેલા ક્ષાયિક સમકિતનો અને પ્રભુની આજ્ઞાએ ચાલી માર્ગ પ્રકાશવાનો દૃઢ નિર્ણય જોવા મળે છે. મળેલી આવી સફળતાને કારણે તેમને મોક્ષમાર્ગની જે ઊંડાણભરી જાણકારી મળતી હતી તેનો સદુપયોગ કરી તેઓ પોતાના સ્વચ્છંદને તોડતા ગયા અને આજ્ઞાનું આરાધન વિશેષતાએ કરતા ગયા હતા. તેથી તેમને જણાયું હતું કે, –
=
“સૂત્ર લઈ ઉપદેશ કરવાની આગળ જરૂર પડશે નહિ. સૂત્ર અને તેનાં પડખાં બધાય જણાયાં છે.” (કાર્તક સુદ ૧૪, ૧૯૪૭. આંક ૧૭૦).
“જે માર્ગ પામ્યા વિના કોઈ રીતે જીવનો છૂટકો થવો કોઈ કાળે સંભવિત નથી, તે માર્ગ જો તમારી યોગ્યતા હશે તો આપવાની સમર્થતાવાળો પુરુષ બીજો શોધવો નહિ પડે. એમાં કોઈ રીતની પોતાની સ્તુતિ કરી નથી.”
(કારતક વદ ૩, ૧૯૪૭. આંક ૧૭૩)
૪૦૮
Page #435
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
તેમનાં આવાં બધાં વચનો પરથી સ્પષ્ટ થાય છે કે તેમને કેટલા પ્રમાણમાં જ્ઞાનાવરણનો ક્ષયોપશમ વધ્યો હતો. સામાન્યપણે ક્ષાયિક સમકિત લીધા પછી જીવ સ્થૂળ રીતે આજ્ઞાધીન રહેવાની શરૂઆત કરે છે, તેથી શ્રી પ્રભુ તથા ગુરુ પ્રતિની ભક્તિ વિશેષ અહોભાવવાળી અને ઊંડી થાય છે. ગુરુમાં રહેલી સમપરિણતિની સમજણ તેને આવતી જાય છે, તેથી તે જીવ પણ સમપરિણતિ રાખવા પ્રયત્નવાન થતો જાય છે. પરિણામે તેની કર્મનિર્જરા વધતી જાય છે, રાગદ્વેષ મંદ બને છે અને પૂર્વકૃત દોષોનો અંતરથી પશ્ચાત્તાપ કરતાં શીખે છે. સાથે સાથે પ્રભુ તેમજ ગુરુ પ્રતિ વધતા શ્રધ્ધાનને કારણે ઉદિત થતાં કર્મો પ્રતિ તે નિસ્પૃહ થતાં શીખે છે. પ્રભુ બધું સંભાળી લેશે એવી ભાવનાનો આશ્રય કરી ઉદિત કર્મો માટે નિસ્પૃહ રહી, પોતાના આત્માને તે પ્રત્યાઘાતરહિત કરતો જાય છે. પ્રભુ પ્રતિના આવા અપ્રતિમ વિશ્વાસથી તે સ્વચ્છેદનો ત્યાગ કરી, પોતાનાં મન, વચન તથા કાયા ગુરુને સોંપી દે છે; અર્પણ કરે છે અને તે પછીથી તે પોતાની મતિથી નહિ પણ ગુરુની મતિથી વર્તવા કટિબધ્ધ થાય છે. આ પ્રકારે શિષ્યની ગુરુ પ્રતિની આજ્ઞાધીનતા વધતી જાય છે. શિષ્યને ગુરુની આજ્ઞામાં રહેવાનો હકાર જેટલો વિશેષ તેટલો વિશેષ શૂન્યતાનો અનુભવ થતો હોય છે. પરિણામે પૂર્વકર્મની નિર્જરા વધે છે, આશ્રવ ઘટે છે અને આત્મચારિત્રની ખીલવણી થતી જાય છે. જીવના આત્મપ્રદેશો પરથી આ રીતે કર્મનો જથ્થો ક્ષીણ થતો જતો હોવાથી આત્મા પોતાના મૂળભૂત શાંત સ્વભાવનો ભોક્તા થતો જાય છે. શ્રી કૃપાળુદેવના સંબંધમાં આ પ્રક્રિયા ખૂબ ઝડપથી થઈ હતી. સંસારથી છૂટવાનો તેમનો આંતરવેગ એવો પ્રબળ હતો કે ખૂબ નાના કાળમાં તેઓ છઠ્ઠા ગુણસ્થાનને સ્પર્શી શક્યા હતા.
“એક બાજુથી પરમાર્થ માર્ગ ત્વરાથી પ્રકાશવા ઇચ્છા છે. અને એક બાજુથી અલખ ‘લે' માં સમાઈ જવું એમ રહે છે. અલખ “લે' માં આત્માએ કરી સમાવેશ થયો છે, યોગે કરીને કરવો એ એક રટણ છે ..... અદ્ભુત દશા નિરંતર રહ્યા કરે છે.” (કાર્તક વદ ૯, ૧૯૪૭. આંક ૧૭૬)
૪૦૯
Page #436
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
અલખ લે એટલે આત્માની લય. તેમાં સમાઈ જવું એટલે પરમાત્મા સાથે એકરૂપ થવું. ‘આત્માએ કરી સમાવેશ થયો છે.' એનો અર્થ એ છે કે પ્રભુને મન, વચન, કાયા સહિત આત્મા સોંપાઈ ગયો છે, અર્થાત્ તેમને છઠ્ઠા ગુણસ્થાનનો સ્પર્શ થયો છે. લગભગ દશ બાર દિવસમાં જ, ક્ષાયિક સમિકત લીધા પછી આ દશા તેમને મળી હતી. ‘યોગે કરીને કરવો એ એક રટણ છે' તે વચન માટે એમ સમજી શકાય કે ત્રણે યોગને એકરૂપ કરી પરમાત્મામાં ત્વરાથી સમાઈ જવું છે એવી ભાવના તેમણે ભાવી સાતમા ગુણસ્થાને પહોંચવાની રટનાનો આમાં ઉલ્લેખ જોઈ શકાય છે. છઠ્ઠાથી આગળ વધી સાતમા ગુણસ્થાને જલદીથી પહોંચવાનો પુરુષાર્થ તેઓ વધારી રહ્યા છે એવી સમજણ આ વચનોમાંથી પ્રકાશિત થાય છે. ઉદયમાં રહેલા પ્રસંગોમાં તેઓ નિસ્પૃહ રહી, આત્માના ગુણોને ખીલવવાની પ્રવૃત્તિમાં તેઓ ઓતપ્રોત થતા જતા હતા. ‘આજ્ઞા’એ ચાલી કલ્યાણ પામવાનો માર્ગ તેમને ખૂબ ટૂંકો અને સરળ જણાયો હતો. તેનું દઢત્વ તેમને સં. ૧૯૪૭ ના વર્ષમાં વિશેષ જણાતું હતું, તેવા ઉલ્લેખો તેમણે લખેલા પત્રોમાં વારંવાર જોવા મળે છે.
છે, અર્થાત્ નિર્વિકલ્પ થવાની ભાવના
-
“કોઈ પણ પ્રકારે સદ્ગુરુનો શોધ કરવો; શોધ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી અર્પણબુદ્ધિ કરવી, તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિઃશંકતાથી આરાધન કરવું. અને તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે, એમ સમજવું.” (કાર્તક સુદ ૧૨, ૧૯૪૭. આંક ૧૬૭)
“સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે કે, જગત આખાનું જેણે દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન, તેણે આમ અમને કહ્યું છે કે, ‘ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષપ્રાપ્ત થયા’.” (પોષ ૧૯૪૭. આંક ૧૯૪).
“ભાવ અપ્રતિબધ્ધતાથી નિરંતર વિચરે છે એવાં જ્ઞાનીપુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ આવ્યા વિના, અને સમ્યક્ પ્રતીતિ આવ્યા વિના સત્સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આવ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં
૪૧૦
Page #437
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે અને સેવશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે, અને અનાગત કાળે પણ માર્ગપ્રાપ્તિનો એ જ માર્ગ છે.” (પોષ ૧૯૪૭. આંક ૧૯૪)
આજ્ઞાનાં માર્ગમાં પ્રવર્તી, સતત આજ્ઞાએ ચાલી, વિકાસ વધારતા રહેવાનો તેમનો પુરુષાર્થ સં. ૧૯૪૭ માં ખૂબ જોવા મળે છે. પરિણામે આ વર્ષના મહાવદ ત્રીજના દિવસે તેમને પરાભક્તિની પ્રાપ્તિ થઈ હતી. એમની આજ્ઞાભક્તિ એક સોપાન ચડી.
“આજના પ્રભાતથી નિરંજનદેવની કોઈ અદ્ભુત અનુગ્રહતા પ્રકાશી છે; આજે ઘણાં દિવસ થયાં ઇચ્છેલી પરાભક્તિ કોઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે, આજે સાક્ષાત્ અનુભવપ્રાપ્તિ છે. અને એને લીધે જ આજની પરમ અદ્ભુત દશા છે.” (મહાવદ ૩, ૧૯૪૭. આંક ૨૦૧).
આજ્ઞામાં ચાલીને માત્ર ત્રણ મહિનાના ગાળામાં તેઓએ ચોથાથી સાતમા ગુણસ્થાન સુધીનો વિકાસ કર્યો, જ્ઞાન અને દર્શનનાં ઘણાં ઘણાં આવરણો તોડયાં અને સાથે સાથે સ્ત્રી, કુટુંબ, પરિગ્રહ, કીર્તિ આદિનો રાગ તોડી નિસ્પૃહતા અને અસંગતા તેમણે વધાર્યાં હતાં.
“ઉદયકાળ પ્રમાણે વર્તીએ છીએ આ જગત પ્રત્યે અમારો પરમ ઉદાસીનભાવ વર્તે છે, તે સાવ સોનાનું થાય તો પણ અમને તૃણવત્ છે, અને પરમાત્માની વિભૂતિરૂપે અમારું ભક્તિધામ છે.” (ફાગણ સુદ ૫, ૧૯૪૭. આંક ૨૧૪).
“ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે હિર ઇચ્છા સુખદાયક માનીએ છીએ. એટલે જે ઉપાધિજોગ વર્તે છે, તેને પણ સમાધિજોગ માનીએ છીએ.” (વૈશાખ વદ ૮, ૧૯૪૭. આંક ૨૪૭).
૪૧૧
Page #438
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
“જણાવ્યા જેવું તો મન છે, કે જે સત્સ્વરૂપ ભણી અખંડ સ્થિર થયું છે.” (ભાદરવા વદ ૧૨, ૧૯૪૭. આંક ૨૮૦).
આ વર્ષમાં તેમને પરમાર્થની અને સંસારની એમ બંને પ્રકારની ખૂબ સાનુકૂળતા હતી. આથી આત્મવિકાસ ઘણો અને ઝડપથી થયો હતો. આ વર્ષે તેમને મૂળમાર્ગની યથાર્થ શ્રદ્ધા અને અનુભૂતિ મળ્યાં હતાં. આવી સાનુકૂળ સ્થિતિ જો ચાલુ રહી હોત તો તેમનો આત્મવિકાસ વધારે સુંદર અને વધારે ઝડપી થયો હોત એવી કલ્પના આપણને જરૂર આવે. પરંતુ તેમણે તો પ્રતિકૂળ સંજોગોનો પણ એવો જ ઉપયોગ કરી, પોતે ધારેલી સફળતા પ્રાપ્ત કરી હતી. અને તે દ્વારા સંસારી જીવનમાં રહેતાં રહેતાં, પ્રતિકૂળ સંજોગોમાં પણ આત્મવિકાસ કેવી રીતે જાળવી રાખવો તેનું ઉત્તમ ઉદાહરણ જગતજીવોને પૂરું પાડયું હતું. અને જે ટૂંકામાં ટૂંકો અને સરળમાં સરળ આજ્ઞામાર્ગ છે, તે માર્ગે ચાલીને કેવી ઉત્તમ આત્મશુદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે તેની ચાવી સહુને પ્રત્યક્ષ કરાવી દીઘી હતી. તેમને કલ્યાણમાર્ગે દોડવાની દોરી કેવી સરસ રીતે મળી ગઈ હતી તેનું પ્રત્યક્ષપણું આ વર્ષ પછીનાં વર્ષોમાં લખાયેલા તેમના પત્રો પરથી આપણને આવે છે.
સં. ૧૯૪૮ ની સાલથી તેમનાં કર્મોએ નવો વળાંક લીધો. તેઓ જેમ જેમ સંસારથી છૂટવાના પ્રયત્નો કરતા ગયા તેમ તેમ નવી નવી ઉપાધિઓ તેમને ભીડતી ગઈ, તે એટલે સુધી કે પોતાથી ક્યારેક આત્માર્થ ચૂકાઈ જશે એવો ભય પણ તેમને વ્યાપી જતો હતો. આવી સંકટમય સ્થિતિ લગભગ સં. ૧૯૫૧ સુધી ચાલી. તે સંકટની સ્થિતિમાં તેઓ બધાં સંકટોનો સામનો કરી, કર્મને હરાવી પાર ઊતર્યા. તેમની કર્મો સામેની લડતની જીત એ તેમનાં જીવનનો ત્રીજો તબક્કો હતો. તેમાં તેમણે બાહ્ય ગુહસ્થશ્રેણિ અને અંતરંગની નિગ્રંથશ્રેણિના દ્વંદ્વમાં એકેને નમતું આપ્યા વિના, પોતાના પુરુષાર્થના જોરે પ્રભુની આજ્ઞાએ ચાલી, આત્માનો વિકાસ જારી રાખ્યો હતો. સં. ૧૯૪૮માં તેમનો વેપાર વધ્યો, સંસારી જવાબદારીઓ વધી, સત્સંગની ખામી સતત વર્તાતી હતી, તેમ છતાં તેમના આત્મવિકાસમાં કોઈ પ્રકારની રુકાવટ થઈ હોય એવું જોવા મળતું નથી. તેમણે સંસારમાં પોતાને પ્રવર્તતી પ્રતિકૂળતાઓનો લાભ લઈ, રહ્યોસહ્યો
૪૧૨
Page #439
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
સંસારરાગ તોડવાનો પુરુષાર્થ ચાલુ જ રાખ્યો હતો. પ્રતિવર્ષે તેઓ કર્મ સામે પોતાનો વિજય વધારતા ગયા હતા.
“અત્ર સમાધિ છે ..... અસંગવૃત્તિ હોવાથી અણુમાત્ર ઉપાધિ સહન થઈ શકે તેવી દશા નથી, તો ય સહન કરીએ છીએ.” (માગશર સુદ ૧૪, ૧૯૪૮. આંક ૩૦૮) “જ્ઞાનીના આત્માને અવલોકીએ છીએ, અને તેમ થઈએ છીએ ..અપૂર્વ વીતરાગતા છતાં વેપાર સંબંધી કંઈક પ્રવર્તન કરી શકીએ છીએ.” (પોષ સુદ ૭, ૧૯૪૮. આંક ૩૧૩). “અમે કે જેનું મન પ્રાયે ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, હાસ્યથી, રતિથી, અરતિથી, ભયથી, શોકથી, જુગુપ્સાથી કે શબ્દાદિક વિષયોથી અપ્રતિબધ્ધ જેવું છે, તે મનને પણ સત્સંગને વિશે બંધન રાખવું બહુ બહુ રહ્યા કરે છે.” (ફાગણ વદ ૦)), ૧૯૪૮. આંક ૩૪૭) “કોઈ પણ પ્રકારે ઉપયોગ ફરી અન્યભાવમાં પોતાપણું થતું નથી, અને અખંડ આત્મધ્યાન રહ્યા કરે છે.” (વૈશાખ સુદ ૧૨, ૧૯૪૮. આંક ૩૬૬). “ચિત્તને વિશે જેવું આ ઉપાધિયોગ આરાધીએ છીએ ત્યારથી મુક્તપણે વર્તે છે તેવું મુક્તપણું અનુપાધિ પ્રસંગમાં પણ વર્તતું નહોતું, એવી નિશ્ચળદશા માગશર સુદ છઠથી એકધારાએ વર્તતી આવી છે.” (શ્રાવણ વદ, ૧૯૪૮. આંક ૪OO). “જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તે તે વેદન કરવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે. અને તે જ આચરણ અમને ઉદયમાં વર્તે છે.” (ભાદરવા વદ ૮, ૧૯૪૮. આંક ૪૦૮). “કોઈ પણ જાતનાં અમારાં આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી, સ્ત્રી જે છે તેનાથી બંધાયેલું ભોગકર્મ નિવૃત્ત કરવું છે, કુટુંબ છે તેનું પૂર્વનું કરજ આપી નિવૃત્ત થવાને અર્થે રહ્યા છીએ. રેવાશંકર છે તેનું
૪૧૩
Page #440
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
અમારા પ્રત્યે જે કંઈ માગણું છે તે આપવાને રહ્યા છીએ.” (આસો ૧૯૪૮. આંક ૪૧૫).
આજ્ઞામાં રહેવાનું જ્ઞાની પુરુષોનું જે સનાતન આચરણ છે, તે આચરણ તેમને વિપરીત સંજોગોમાં પણ સહજપણે વર્તે છે, તેની સમજ આ વચનો વાંચતા આવે છે. તેમનામાં સંસારનાં ક્ટો દૂર થાય એવી સ્પૃહા જોવા મળતી નથી. સંસારની શાતા મેળવવાની ઇચ્છાનો ઉલ્લેખ પણ ક્યાંય દેખાતો નથી. દેખાય છે માત્ર આત્માનુભૂતિમાં રહેવાની તમન્ના અને સત્સંગની ઝંખના. આમ સંસારનાં દુ:ખો તેમજ સુખોનો નકાર તેમને કેટલી પ્રબળતાથી વર્તતો હતો તે આપણને જણાઈ આવે છે. પરિણામે સંસારી શાતાનાં નિમિત્તો સ્ત્રી, કુટુંબ, ધન, કીર્તિ, સત્તા વગેરે પણ તેમને આત્મવિકાસમાં ખલેલ પહોંચાડનારા તેમજ બાધાકારક લાગતાં હતાં. સંસારની કોઈ શાતા તેમને આ કાળમાં આકર્ષી શકતી નહોતી, તે આ વર્ષથી સ્પષ્ટ થતું જાય છે. નાની વયમાં એટલે કે સં. ૧૯૪૪ની સાલ પહેલાં તેમને કીર્તિ, ધન, કુટુંબ આદિ આકર્ષણનાં નિમિત્તો હતાં, તે હવે આકર્ષણનાં કારણરૂપ રહ્યાં ન હતાં, તેથી આ બધાં ઉપરાંત અવધાન, જ્યોતિષ, કવિત્વ, લબ્લિસિદ્ધિ આદિની આસક્તિ નહિવતું થઈ જાય તો તેમાં શું નવાઈ કહેવાય!
વળી, એમને તો સંસારમાં રહીને જ આત્મભાવ અને અસંગભાવ વધારવાનો હતો, કેમકે સંસાર ત્યાગવા જતા તેમનો આત્મા કોઈના ને કોઈના અપરાધમાં સપડાઈ જાય તેવા સંજોગો હતા; તેથી એમને સંસારી પ્રવૃત્તિઓ કરતાં કરતાં જાતજાતની મુશ્કેલીઓમાંથી પસાર થવું પડતું હતું. ચિત્ત હતું ખૂબ ઉદાસીન, અને કરવાની હતી વ્યવહારની પ્રવૃત્તિઓ. આવા સંજોગોમાં તેમણે પ્રભુ આજ્ઞાએ વત (અર્થાત્ સમભાવથી વર્તન રાખી) આત્મોન્નતિ કરવાની હતી. તે માટે તેમણે ઉદિત થતા સર્વ કર્મો સમભાવથી જ વેદી લેવાનો પુરુષાર્થ રાખ્યો હતો. આ રીતે ઉદયાધીન પ્રવૃત્તિ કરતાં કરતાં તેઓ બળવાન નિર્જરા અને અલ્પ આશ્રવ પામ્યા. વળી, જે નવાં કર્મો બંધાય તેમાનાં મોટા ભાગનાં કર્મો શુભ તથા પારમાર્થિક પુણ્યવાળા થતાં
૪૧૪
Page #441
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
ગયાં. આવી ઉપાધિમય સ્થિતિ સં. ૧૯૪૯ માં પણ ચાલુ રહી હતી. સં. ૧૯૪૯ ના ચૈત્ર સુદ ૬ ના રોજ (આંક ૪૩૯) તેમણે લખ્યું હતું કે,
“ઉપાધિનો જોગ વિશેષ રહે છે. જેમ જેમ નિવૃત્તિના જોગની વિશેષ ઇચ્છા થઈ આવે છે, તેમ તેમ ઉપાધિની પ્રાપ્તિનો જોગ વિશેષ દેખાય છે.”
“જે પ્રવૃત્તિ અત્ર ઉદયમાં છે તે બીજે દ્વારેથી ચાલ્યા જતાં પણ ન છોડી શકાય તેવી છે; વેદવા યોગ્ય છે. માટે તેને અનુસરીએ છીએ.” (જેઠ સુદ ૧૧, ૧૯૪૯. આંક ૪૪૯).
“ગઈ સાલના માગશર સુદ છઠે અત્રે આવવાનું થયું હતું, ત્યારથી આજ દિવસ પર્યંતમાં ઘણા પ્રકારનો ઉપાધિયોગ વેદવાનું બન્યું છે. અને જો ભગવત્કૃપા ન હોય તો આ કાળને વિશે તેવા ઉપાધિયોગમાં માથું ધડ ૫૨ રહેવું કઠણ થાય.” (શ્રાવણ વદ ૫, ૧૯૪૯. આંક ૪૬૫).
સં. ૧૯૪૯ની સાલનો બળવાન ઉપાધિયોગ તેમણે ખૂબ સમતાથી, આત્માની સ્વસ્થતા ગુમાવ્યા વિના વેદ્યો હતો. અને તેમ થવામાં જ્ઞાનીપુરુષો જે માર્ગે ચાલ્યા તે માર્ગે – આજ્ઞાધીનપણે – ચાલવાનો તેમનો નિર્ણય ખૂબ કારણભૂત હતો. તેમની સંસારનાં બંધનોથી છૂટવાની બળવાન તમન્ના તેમને સંસારીભાવથી અલિપ્ત રહેવામાં ખૂબ સહાય કરતી હતી. તેમની સંસારી સ્પૃહા અતિ અલ્પ હતી, તેનાં કારણથી તેમની દૃષ્ટિ સ્વપરના ભેદથી પર બની હતી. એમનો આત્મા આ વર્ષોમાં વૈરાગ્યભાવમાંથી ઉદાસીનતામાં પરિણમી વીતરાગભાવમાં પલટાતો જતો હતો, અર્થાત્ તેમની વીતરાગતા ખીલતી જતી હતી.
સં. ૧૯૫૦ની સાલમાં પણ ઉપાધિએ તેમનો કેડો મૂક્યો ન હતો. આવા સંજોગોમાં પણ તેમની ચિત્તસ્થિરતા વધતી જતી હતી.
“મનનો, વચનનો તથા કાયાનો વ્યવસાય ધારીએ તે કરતાં હમણાં વિશેષ વર્ષા કરે છે. વ્યવસાયનું બહોળાપણું ઇચ્છવામાં આવતું નથી, તથાપિ થયા કરે છે.” (વૈશાખ ૧૯૫૦. આંક ૫૦૪).
૪૧૫
Page #442
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
“અત્રે ઉપાધિરૂપ વ્યવહાર વર્તે છે, ઘણું કરી આત્મસમાધિની સ્થિતિ રહે છે.” (વૈશાખ સુદ ૯, ૧૯૫). આંક ૫00).
આ વર્ષમાં તેમનું વીર્ય વધ્યું હતું. આગલા વર્ષમાં તેઓ ઉપાધિથી થાકતા જણાતા હતા, આ વર્ષમાં તેમની થાકી જવા જેવી સ્થિતિ જોવામાં આવતી નથી. તેમણે હિંમતપૂર્વક ઉપાધિનો સામનો કરી, પોતાની આત્મસ્થિરતા અને સ્વસ્થતા ઘણાં વધાર્યા હતાં. તેઓ મુખ્યતાએ સતત પ્રભુની આજ્ઞામાં રહેતા હતા, તેથી જે કંઈ ઉદયગત પ્રસંગો બને તેને તેઓ સમભાવથી અને સહજતાથી સ્વીકારી લેતા હતા. પરિણામે તેમનું આત્મવીર્ય ઘણું ઘણું ખીલ્યું હતું અને પરમાર્થની અંતરાયો નહિવત્ થઈ ગઈ હતી. આવાં ખીલેલાં વીર્યથી તેઓ ધ્યાનમાં જાય ત્યારે બળવાનપણે કર્મની નિર્જરા કરી શકતા હતા, તે નિર્જરાને લીધે આત્મા વિશેષ હળવો થવાથી અને સ્વરૂપલીનતા વધારે ઊંડી થતી હોવાથી, તેમને ધ્યાનમાંથી બહાર નીકળ્યા પછી પણ સંસારીભાવ અતિ અલ્પતાએ ઉદયમાં આવતો હતો. પરિણામે ઉદયગત સંસારી પ્રવૃત્તિઓમાં તેમનું આત્માનું જોડાણ ઘણી અલ્પ માત્રામાં થતું હતું. અતિ અલ્પ જોડાણને કારણે ઘાતી કર્મોનો આશ્રવ ઘણી મંદતાથી થાય તે સમજાય તેવી બાબત છે. કરેલા અલ્પાશ્રવના અનુસંધાનમાં તેઓ ફરીથી ધ્યાનમાં ઝડપથી જઈ શકતા હતા. આમ વિશેષ નિર્જરા કરી ધ્યાનમાંથી બહાર આવે ત્યારે તેમની સંસારી અનાસક્તિ વધતી જતી હતી. આ રીતે શ્રી પ્રભુની આજ્ઞામાં સતત રહેવાથી તેમનાથી આત્મધર્મનું આરાધન સારી રીતે ઉત્કૃષ્ટતાથી થઈ શકતું હતું. તેઓ જ્યારે ધ્યાનમાંથી બહાર આવે ત્યારે તેમની વધતી અનાસક્તિ આજ્ઞાના આરાધનના ફળરૂપે તારૂપ થઈ જતી હતી. તપ પૂર્વકર્મની નિર્જરા વધારતું હતું અને આજ્ઞાપાલનનો ધર્મ સ્વરૂપસ્થિરતા અપાવતો હતો.
“અત્રેના ઉપાધિપ્રસંગમાં કંઈક વિશેષ સહનતાથી વર્તવું પડે એવી મોસમ હોવાથી આત્માને વિશે ગુણનું વિશેષ સ્પષ્ટપણે વર્તે છે.” (મહાવદ ૮, ૧૯૫૦. આંક ૪૮૪).
૪૧૬
Page #443
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
સંસારની આસક્તિ નહિવત્ થતી જતી હોવાથી તેઓ સંવર પ્રેરિત મહાસંવરના માર્ગે ચાલી સંસારી પ્રસંગોમાં ભાગ લેવાનું કે સલાહ આપવાનું પણ છોડવા લાગ્યા હતા. તેમણે ભા. વદ ૧૨, ૧૯૫૦ (આંક પર૭) માં લખ્યું હતું કે, -
“વ્યવહારિક જંજાળમાં અમે ઉત્તર આપવા યોગ્ય નહિ હોવાથી રેવાશંકરભાઈને આ પ્રસંગનું લખ્યું છે.”
સં. ૧૯૫૦ માં લખાયેલા તેમના પત્રો તપાસતા જણાય છે કે આ વર્ષમાં તેમને બાહ્ય ઉપાધિઓનું જોર વધ્યું હતું; સાથે સાથે તેમનું આત્મસામર્થ્ય પણ વધ્યું હતું. તેઓ કર્મનાં જોર સામે નમવા જરાય ઇચ્છતા ન હતા. વિપરીત કર્મોદય માટે પોતાના આત્માના દોષ તથા પ્રમાદને કારણરૂપ ગણી, બળવાન પુરુષાર્થ કરી, કર્મને હરાવવાની તેમણે જોરદાર તૈયારી કરી હતી. તેઓ પ્રત્યેક દિને આત્મરમણતા વધારવાનો પુરુષાર્થ કરવામાં મગ્ન રહેતા હતા. જેથી ઘાતકર્મોની અલ્પતા અને પરમાર્થ શાતાવેદનીયની બહુલતા તેમને આવતી ગઈ. આ ક્રિયા તેઓ પોતાનું આજ્ઞાધીનપણું અને નિસ્પૃહતા વધારીને કરતા હતા.
સં. ૧૯૫૧માં વેપારાદિમાંથી નિવૃત્તિ લેવાનો તેમનો નિર્ણય પ્રબળ બન્યો. પણ તેમને તેમના ભાગીદારોના આગ્રહને કારણે પેઢીના સલાહકાર તરીકે કાર્ય ચાલુ રાખવાનું કબૂલ કરવું પડ્યું. તેઓ સૂક્ષ્મતાએ ઝીણવટભરી તકેદારી સાથે કાર્ય કરતા હોવા છતાં તેમને તેમાં રસ ન હતો, આત્મા તો તેનાથી અલિપ્ત જ રહ્યા કરતો હતો.
“હાલ વ્યવસાય વિશેષ છે. ઓછો કરવાનો અભિપ્રાય ચિત્તમાંથી ખસતો નથી, અને વધારે થયા કરે છે.” (માગશર વદ ૧, ૧૯૫૧. આંક ૫૪૫).
તેમને વ્યવહારિક પ્રસંગોમાંથી નિવૃત્ત થવાના અને ભાગ ન લેવાના ભાવ ઘણા બળવાનપણે વર્તતા હતા, તેથી પોતાની બહેનના લગ્નપ્રસંગમાં પણ જવાની તેમને
૪૧૭
Page #444
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
ઇચ્છા નહોતી, પરંતુ માતાપિતાની તથા ભાઈબહેનોની લાગણી ન દૂભાય તે અર્થે જ લગ્નમાં જવાની તેમણે તૈયારી કરી હતી. તેમણે લખ્યું હતું કે, –
સર્વ વ્યવહારથી નિવૃત્ત થયા વિના, ચિત્ત ઠેકાણે બેસે નહિ એવો અપ્રતિબંધ અસંગભાવ ચિત્તે બહુ વિચાર્યો હોવાથી તે જ પ્રવાહમાં રહેવું થાય છે.” (માગશર વદ ૮, ૧૯૫૧. આંક પ૪૭).
આ પ્રકારનાં તેમનાં લખાણ, વચન, તથા ઉદ્ગારો વિચારતાં લક્ષ થાય છે કે તેમને સંસારનાં દુઃખના નકાર સાથે સુખનો પણ નકાર વ્યાપી ગયો હતો. તેઓ સર્વ સંસારી પ્રવૃત્તિ માત્ર પૂર્વકર્મની નિર્જરા અર્થે જ કરતા હતા; આ પ્રકારની સ્પષ્ટતા તેમણે સૌભાગભાઈ પરના કેટલાયે પત્રોમાં વારંવાર કરી છે.
“નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ. અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ.” (ફાગણ વદ ૩, ૧૯૫૧. આંક પ૬૯).
આ સાલમાં તેમણે પોતાનું ઇચ્છાબળ ઘણું ઘટાડ્યું હતું. તેમનો ઉદયાનુસાર વર્તન કરવાની વૃત્તિનો વેગ વધ્યો હતો. ઉદિત કર્મો માટે ઇચ્છા નિરિચ્છાપણું ગૌણ કરી સાક્ષીભાવ સહિત રહેવાની વર્તના તેમણે સ્વીકારી લીધી હતી. જુઓ –
“કેટલાક વખત થયા સહજ પ્રવૃત્તિ અને ઉરિણા પ્રવૃત્તિ એમ વિભાગે પ્રવૃત્તિ વર્તે છે. મુખ્યપણે સહજ પ્રવૃત્તિ વર્તે છે. સહજપ્રવૃત્તિ એટલે પ્રારબ્ધોદયે ઉદ્ભવ થાય છે, પણ જેમા કર્તવ્ય પરિણામ નહિ. બીજી ઉણા પ્રવૃત્તિ, જે પરાર્થાદિ યોગે કરવી પડે તે, હાલ બીજી પ્રવૃત્તિ થવામાં આત્મા સંક્ષેપ થાય છે, કેમકે અપૂર્વ એવા સમાધિયોગને તે કારણથી પણ પ્રતિબંધ થાય છે, એમ સાંભળ્યું હતું તથા જાણ્યું હતું, અને હાલ તેવું સ્પષ્ટપણે વેઠું છે.” (અષાડ વદ ૦)), ૧૯૫૧. આંક ૬૨૦).
તેમણે સ્વીકાર્યું હતું કે માત્ર ઉદયગત પ્રવૃત્તિ કરવી, ઇચ્છાગત પ્રવૃત્તિઓ ઇચ્છાના સંક્ષેપ સાથે સંક્ષેપવી અને એ દ્વારા સંસાર પરિક્ષણ કરતા જવો. આમ કરવાથી
૪૧૮
Page #445
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
આત્મા સમવિષમ સંજોગોમાં શાંત, સ્વસ્થ તથા નિસ્પૃહ રહી વીતરાગતા કેળવતો જાય છે. આ રીતે જીવ વ્યવહારની પ્રવૃત્તિ કરતાં કરતાં પણ કર્મની બળવાન નિર્જરા કરી શકે છે, આશ્રવ તોડી શકે છે. આનું કારણ એ છે કે આત્માનું કર્તાપણું છૂટવાથી અને આજ્ઞાધીનપણું વધવાથી તેનાં કર્મબંધન ક્ષીણ થતાં જાય છે.
“એક આત્મપરિણતિ સિવાયના બીજા જે વિષયો તેને વિશે ચિત્ત અવ્યવસ્થિતપણે વર્તે છે, અને તેવું અવ્યવસ્થિતપણું લોકવ્યવહારથી પ્રતિકૂળ હોવાથી લોકવ્યવહાર ભજવો ગમતો નથી, અને ત્યજવો બનતો નથી.” (ચૈત્ર વદ ૧૧, ૧૯૫૧. આંક ૫૮૩).
આમ આ વર્ષમાં કૃપાળુદેવે વેપારની તથા સંસારની સર્વ જવાબદારીઓ ઘણી નિસ્પૃહતાથી, આત્મશુદ્ધિ વધારતાં વધારતાં નિભાવી હતી. આપણે જોયું કે સં. ૧૯૪૭ના વર્ષથી તેમનું આંતરલક્ષ આત્મશુદ્ધિ કરવાનું જ હતું. તેથી ધન, કીર્તિ, સત્તા, કુટુંબ, આદિનો મોહ ઘણા મોટા પ્રમાણમાં ક્ષીણ થયો હતો. તેમની નિસ્પૃહતા સહજતાએ વધતી ગઈ હતી. વીતરાગભાવ સાથે વસવાની ભાવનાએ તેમના હૃદયમાં સ્થાન લીધું; તેનો પુરુષાર્થ પણ તેમણે આદર્યો. પરંતુ આ ઉપાધિના બળવાન ઉદયોએ આ પુરુષાર્થમાં વિઘ્નો નાખવાનું કાર્ય સં. ૧૯૪૮ થી શરૂ કર્યું. પરંતુ મેળવેલી શક્તિના આધારે અને જ્ઞાનીના માર્ગે ચાલવાની બળવાન ભાવનાના કારણે, સામાન્યપણે જે પ્રસંગો સંસારવૃદ્ધિનાં કારણો થાય, તેને જ સંસારક્ષય કરવાનાં કારણો બનાવી તેઓ મોહાદિનો ઝડપથી ક્ષય કરવા લાગ્યા, તેમનો સ્ત્રી, કુટુંબ, મિત્રો, ભાગીદારો, વેપાર આદિનો સંગ માત્ર પૂર્વકર્મની નિવૃત્તિ કરવા માટે જ રહ્યો, તેઓ તે બધાંમાંથી અપ્રતિબધ્ધ થતા ગયા. પ્રવૃત્તિના કારમા ઉદયની વચ્ચે પણ તેમના પુરુષાર્થના કારણે તેમના આત્માનાં શાંતિ, સમતા, સ્થિરતા અને શુદ્ધિ વધતાં ગયાં. પરમાર્થે મદદરૂપ થાય તેવાં શુભ અઘાતી કર્મોનો આશ્રવ થતો રહ્યો.
આવો વિકાસ કરવા, આત્મશુદ્ધિને તેની ચરમ સીમાએ પહોંચાડવાનો પુરુષાર્થ કરવા માટે તેમણે જે આજ્ઞાનું મહાભ્ય સમજી, તેનાથી થતા ધર્મપાલન અને આજ્ઞાથી
૪૧૯
Page #446
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
પ્રવર્તતા તપનો જ ઉપયોગ કર્યો હતો તે મહા અદ્ભુત હતો. પોતાની મતિકલ્પના કે સ્વચ્છેદથી તેઓ ક્યાંય કે ક્યારેય વર્તતા ન હતા. જ્ઞાનીપુરુષોનો જે સનાતન માર્ગ છે, તે જ માર્ગને ઓળખી, જાણી, અનુભવી, તેનું સતત પાલન કરવા તેઓ પૂરા પ્રયત્નવાન રહ્યા હતા.
આજ્ઞાપાલનથી તથા સ્વચ્છંદ નિરોધથી તેઓ ઊંડા ધ્યાનમાં વધારે ને વધારે જઈ શકતા હતા; તેથી તેમનાં મોહનીય કર્મનાં ચૂરેચૂરા થતા જતા હતા. પરિણામે તેમની સંસારની સુખેચ્છા તથા સુખબુદ્ધિ સાવ મૃતઃપાય થઈ ગઈ હતી. આથી તેમનું જ્ઞાનાવરણ તૂટી જ્ઞાનનો ઉઘાડ વધતો ગયો હતો. તેની સાથોસાથ વ્યવહારશુદ્ધિની જાળવણી હોવાથી તેમનું દર્શનાવરણ પણ એટલું જ ઓછું થઈ ગયું હતું. તેથી ભૂતકાળ અને ભવિષ્યકાળની જાણકારી વધતી ગઈ, મારાતારાના ભેદની જગ્યાએ તેમને સમાનભાવ આવતો ગયો. સમાનભાવ વધવાને લીધે રાગદ્વેષની અલ્પતા અને સ્વરૂપસ્થિતિ પણ વધ્યાં. નવાં મોહનીય કર્મોનો આશ્રવ ઘટયો, આ બધાંને લીધે તેઓ શુકુલધ્યાનમાં ખૂબ ઝડપથી આગળ વધ્યા; અને તેમની વીતરાગતા એટલી જ ઘટ્ટ બની.
તેમની બાબતમાં આવી પ્રક્રિયા થતી હતી. તેઓ શુક્લધ્યાનમાંથી બહાર આવે ત્યારે સંસારની સુખબુદ્ધિ ક્ષીણ થઈ હોવાથી સંસારી પ્રવૃત્તિમાં તેઓ આત્મભાવથી જોડાતા નહિ. પરિણામે જ્ઞાન તથા દર્શનનાં આવરણો હળવાં રહેતાં. હળવાં આવરણનો લાભ લઈ તેમણે ઉચ્ચ આત્મદશા તથા ઉત્તમ ચારિત્ર ખીલવવાનો સફળ પુરુષાર્થ કર્યો. વ્યવહારિક પ્રસંગોમાં ભાગ લેવાનું ઓછું કર્યું, તેમ છતાં જે કંઈ ઉદયગત કરવું પડે તે તેઓ અકળાયા વિના, સમભાવથી કરી સતત પોતાની સ્વસ્થતાવાળી સમાધિમય દશા જાળવવાની કોશિષ કરતા હતા. આ રીતે તેઓ માત્ર ઉદયાધીન પ્રવૃત્તિ કરવામાં જ રસ ધરાવતા હતા અને ઇચ્છાગત પ્રવૃત્તિ તો તેઓ ભાગ્યે જ કરતા હતા. જ્ઞાની પુરુષોએ ચીંધેલા માર્ગે સતત ચાલવા તેઓ વ્યવહારની આકરી ભીડમાં પણ એકધારા પ્રયત્નવાન હતા. એ પ્રયત્ન સફળ રહેતાં તેમને કર્મની બળવાન નિર્જરા અને સંવરની અપ્રતિમ આરાધના મળ્યાં. અહીં તેમનાં
૪૨)
Page #447
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
જીવનનો ત્રીજો તબક્કો પૂરો થયો અને વ્યવહારની સુવિધાના ઉદયવાળો ચોથો તબક્કો શરૂ થયો.
સં. ૧૯૫૧ સુધીના વિપરીત ઉદયોમાં પણ પુરુષોએ જણાવેલા આજ્ઞાના માર્ગે જ તેઓ ચાલ્યા હતા. આજ્ઞારૂપી સુદર્શનચક્ર તેમના આત્માને આશ્રવથી બચાવી, સંવર તથા નિર્જરાની નિશ્રામાં મૂકતું હતું. તેમનું મુખ્ય ધ્યેય હતું “આણાએ ધમ્મો, આણાએ તવો.'
સં. ૧૯૫ર થી વ્યવહારિક ઉપાધિઓ નરમ પડી, નિવૃત્તિ લઈ શકાય એવા કાળની શરૂઆત થઈ. તેથી આ સાલથી વર્ષનો મોટો ભાગ નિવૃત્તિ અર્થે ગુજરાતનાં નાનાં ગામોમાં રહી તેમણે ત્યાગી જીવનનો મહાવરો શરૂ કર્યો હતો. બાહ્યથી કડક નિયમોનું પાલન કરી પોતાની સર્વ વૃત્તિઓ સ્વાત્મામાં એકાગ્ર કરતા ગયા. તેઓ દિવસનો મોટો ભાગ ગ્રંથવાંચન, મનન, સ્વરૂપાનુભૂતિ આદિમાં પસાર કરતા હતા, આમ તેઓ ખૂબ સંયમિત જીવન જીવવા લાગ્યા. આ સંયમિત જીવનનાં પરિણામે લાધેલી આત્મદશા તેમણે ચૈત્ર સુદ તેરસ ૧૯પરના રોજ (આંક ૬૮૦) વર્ણવી છે, –
“જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઇચ્છા કે સ્પૃહા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઇચ્છા પણ નિવૃત્ત થઈ છે ........ હે કૃપાળુ! તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે .. અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ.”
સં. ૧૯૫૩માં તેમની આત્મદશા વિશેષ ઉત્કૃષ્ટ થાય છે, તેમનું આજ્ઞાધીનપણું વધે છે અને અપૂર્વ અવસર' જેવી શકવર્તી કૃતિમાં એ જ આજ્ઞાનું મહાત્મ બતાવી પોતાની આજ્ઞાધીનતા સ્પષ્ટ કરી છે, –
“પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો.”
આ વર્ષના પત્રોમાં તેમનું અંગત સ્થિતિસૂચક લખાણ ભાગ્યે જ જોવા મળે છે, અને જે કંઈ મળે છે તે નિસ્પૃહભાવથી, અલિપ્તપણે લખાયું હોય તેવી છાપ આપણા
૪૨૧
Page #448
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
પર ઉપસાવે છે. જે તેમની વિકસેલી વીતરાગતાનો આપણને પરિચય કરાવે છે. તેઓ તેમના પરમાર્થના પરમ હૃદયસખા શ્રી સૌભાગભાઈનો વિયોગ પણ નિસ્પૃહભાવથી સ્વીકારી લે છે, તેમનું આવું સમતાભર્યું અલૌકિક વર્તન અભુત કહી શકાય.
કેળવાયેલી વીતરાગતા અને નિસ્પૃહતાને લીધે આત્માની કેવી ઉત્તમ શાંતદશા તેમણે ઇચ્છી છે, તે આદર્શ તેમણે સં. ૧૯૫૪ના આસો માસમાં એક પત્રમાં લખ્યો હતો. (આંક ૮૫૦).
“મારું ચિત્ત, મારી ચિત્તવૃત્તિઓ એટલી શાંત થઈ જાઓ કે કોઈ મૃગ પણ આ શરીરને જોઈ જ રહે, ભય પામી નાસી ન જાય.” “મારી ચિત્તવૃત્તિ એટલી શાંત થઈ જાઓ કે કોઈ વૃધ્ધ મૃગ જેનાં માથામાં ખુજલી આવતી હોય તે આ શરીરને જડપદાર્થ જાણી પોતાનું માથું ખુજલી મટાડવા આ શરીરને ઘસે.”
પોતાના આત્માને પૂર્ણ વીતરાગતા પમાડવા માટે તેઓ દૃઢ નિશ્ચયી બન્યા હતા. તેથી તેમના પુરુષાર્થમાં ધર્મધ્યાન તથા શુકુલધ્યાનની આરાધના મુખ્ય હતી, સાથે સાથે સંસારના સુખને ભોગવવાની બુદ્ધિ રહી નહોતી, સંસાર સુખનો પણ નકાર વર્તતો હતો. તેથી શુકુલધ્યાનમાંથી બહાર નીકળ્યા પછી પણ તેમના આત્મામાં સંસારી અભિલાષા જન્મતી ન હતી, પ્રવૃત્તિ કરતાં ઉદયાધીન રહી નિસ્પૃહતાથી વર્તતા હતા. આ સ્થિતિ તેમનું સૂક્ષ્મતાએ રહેલું આજ્ઞાધીનપણું સમજાવે છે. આ વર્તનાને લીધે તેમને શુકુલધ્યાનના કાળ દરમ્યાન પરમાર્થપુણ્યરૂપ શાતાવેદનીય કર્મ બંધાતાં હતાં. અને ધર્મધ્યાનના સામાન્ય કાળમાં જે શાતાવેદનીયના બંધ થતા તે વ્યવહારના પ્રકારના શુભ બંધ રહેતા, તેમના સંસારના બળવાન નકારને કારણે આવા શુભ શાતાવેદનીય કર્મ તેઓ શુકુલધ્યાનમાં જાય ત્યારે બળી જતાં હતાં. આમ વ્યવહારનાં પુણ્ય કર્મ અને પૂર્વ નિબંધિત પાપ કર્મ શુકુલધ્યાનમાં પ્રદેશોદયથી વેદાઈને ખરી જતાં હતાં. આ રીતે તેમનાં બળવાન આજ્ઞાપાલનને કારણે સંગ્રહિત કર્મનો જથ્થો બેવડી રીતે ક્ષીણ થતો જતો હતો; સાથે નવા બંધનો ઓછાં ને ઓછાં થતાં જતાં હતાં.
૪૨૨
Page #449
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
સં. ૧૯૫૫માં તેમને ધારી નિવૃત્તિ મળી, વેપારાદિથી તેઓ સર્વથા નિવૃત્ત થયા. સ્ત્રી, લક્ષ્મી વગેરેનો ત્યાગ કર્યો, અને તેમણે ઉપર જણાવેલી પ્રક્રિયા વિશેષ વેગથી કરવી શરૂ કરી. પરિણામે કોઈ પણ ઉદય વેદતાં તેમનો આત્મા શાંતિ તથા પ્રસન્નતા વેદતો જ રહે એવી સ્થિતિ સર્જાઈ. આ પ્રકારે વર્તવાથી તેમનાં અસંગતા અને સ્થિતપ્રજ્ઞતા સં. ૧૯૫૬માં ઉત્કૃષ્ટતાએ પહોંચ્યાં. તે સાથે જ્ઞાન તથા દર્શનનો તેમનો ક્ષયોપશમ ખૂબ વધ્યો. તેમણે મુનિશ્રી લલ્લુજીને સં. ૧૯૫૬માં લખ્યું હતું કે, “એક શ્લોક વાંચતા અમને હજારો શાસ્ત્રોનું ભાન થઇ તેમાં ઉપયોગ ફરી વળે છે.” (વૈશાખ સુદ ૬, ૧૯૫૬. આંક ૯૧૭).
“અપૂર્વ શાંતિ અને સમાધિ અચળપણે વર્તે છે, કુંભક, રેચક પાંચે વાયુ સર્વોત્તમ ગતિને આરોગ્યબળ સહિત આપે છે.” (જેઠ વદ ૦)), ૧૯૫૬. આંક ૮૩૩).
આ વચનો પરથી આજ્ઞામાર્ગે આરાધન કરી તેમણે મેળવેલાં અગાધ જ્ઞાન અને અપૂર્વ શાંતિનો ખ્યાલ આપણને આવે છે. આ કાળ દરમ્યાન તેઓ નિવૃત્તિ અર્થે ગુજરાતનાં ગામોમાં વિચરતા હતા ત્યારે જનસમૂહને આત્માર્થે ઉપદેશ આપતા હતા. તેમાં પણ વારંવાર તેઓ આજ્ઞાનું અને આજ્ઞાપાલનનું મહત્ત્વ સમજાવતા હતા અને લોકોને આ ટૂંકા માર્ગે આરાધન કરી સ્વરૂપસિદ્ધિ પામવા પ્રોત્સાહિત કરતા હતા, તે આપણને તેમના ઉપદેશની લેવાયેલી નોંધો – ઉપદેશ નોંધ, ઉપદેશ છાયા, વ્યાખ્યાનસાર આદિમાંથી જાણવા મળે છે.
“જ્ઞાનીને ઓળખો, ઓળખીને તેમની આજ્ઞા આરાધો. જ્ઞાનીની એક આજ્ઞા આરાધતાં અનેકવિધ કલ્યાણ છે.” (ઉપદેશ નોંધ ૧૬, કાર્તક વદ ૧૧, ૧૯૫૬. પૃ ૬૬૯).
“સદ્ગુરુની આજ્ઞા વિના શ્વાસોશ્વાસની ક્રિયા સિવાય બીજું કંઈ કરવું નહિ.” (ઉપદેશ છાયા. ૫. ભાદરવા સુદ ૬ , ૧૯૫૨. પૃ. ૬૯૬).
૪૨૩
Page #450
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
“જ્ઞાનીની એક પણ આજ્ઞા આરાધતાં ઘણા ગુણો પ્રગટે છે.” (ઉપદેશ છાયા. પૃ. ૬૯૬). “સદ્ગુરુની આજ્ઞામાં બધાં સાધનો સમાઈ ગયા.” (ઉપદેશ છાયા. પૃ. ૭૧૯). બારમા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી પણ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવાનું થાય છે. તેમાં સ્વચ્છંદપણું વિલય થાય છે.” (વ્યાખ્યાનસાર ભાગ ૧, ૪૯, પૃ. ૭૪૧).
સં. ૧૯૫૬માં તેમની તંદુરસ્તી જોખમાઈ. તેમને સંગ્રહણીનો રોગ લાગુ પડ્યો; તેમ છતાં આત્મારાધનમાં લેશ પણ મંદતા તેમણે આવવા દીધી ન હતી. સં. ૧૯૫૭માં અમદાવાદમાં તેમણે મુનિઓને જણાવ્યું હતું કે, -
અમારામાં અને વીતરાગમાં ભેદ ગણશો નહિ.” (જીવનકળા). “જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી, એ જ અભુત આશ્ચર્ય છે. અવ્યાબાધ સ્થિરતા છે.” (ફાગણ વદ ૩, ૧૯૫૭. આંક ૯૫૧).
તેમનાં જીવનનાં અંતિમ વર્ષમાં જે અદ્ભુત સ્થિરતા તેમણે મેળવી હતી તેનો લક્ષ આ વચનમાં આપણને આવે છે. આજ્ઞામાર્ગે ચાલી તેમણે કરેલા આત્મિક વિકાસને આપણે આ રીતે મૂલવી શકીએ.
તેમનાં જીવનના પહેલા તબક્કામાં તેમને આત્માની શુદ્ધિ મેળવવાની ઇચ્છા હોવા ઉપરાંત સંસારસુખની, કૌટુંબિક સુખ, યશ, કીર્તિ, ધન આદિની અભિલાષા રહી હતી. તેથી તેમને વ્યવહાર તેમ જ પરમાર્થ એમ બંને પ્રકારનાં શાતા અશાતારૂપ કર્મબંધ થતાં હતાં. પણ એ કાળમાં તેમને આત્માથી નિર્ણય થયો કે વીતરાગ પ્રણિત જિનધર્મ જ ઉત્તમ છે, અને પ્રભુની આજ્ઞાએ ચાલવાથી જ જીવનું કલ્યાણ છે.
૪૨૪
Page #451
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
તેમનાં જીવનના બીજા તબક્કામાં તેમનાં યશ, કીર્તી, ધન, કુટુંબ વગેરેનો વધારો થયો, વેપારની શરૂઆત થઈ. આમ એક બાજુથી તેમની સંસારી પ્રવૃત્તિઓ વધી તો બીજી બાજુ આત્માને શુદ્ધ કરવાની તેમની તાલાવેલી પણ વધી ગઈ. ચિંતન, મનન, અભ્યાસ આદિનાં કારણે તેમને દેઢ નિશ્ચય થયો કે પ્રભુ આજ્ઞામાં રહેવાથી જીવનું કલ્યાણ જલદીથી થાય છે, તેથી તે રીતે વર્તવાનો તેમનો ઝોક વધતો ગયો. વ્યવહારની પ્રવૃત્તિ તેઓ ફરજપૂર્વક અને નિરસતાથી કરવા લાગ્યા. પરિણામે આત્માની અનુભૂતિ તેમને ક્રમથી વધતી ગઈ.
ત્રીજા તબક્કામાં તેમની આજ્ઞાએ ચાલવાની પ્રવૃત્તિ વધી, ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ અને તે પછી ઝડપી વિકાસ થયો. ક્ષાયિક સમકિત થવાથી તેમની શૂન્યતામાં જવાની શક્તિ વધી, શૂન્યતાને ગંભીરતાથી અટકાવનાર મિથ્યાત્વનો સંપૂર્ણ ક્ષય થયો. વળી, બીજા તબક્કાથી આજ્ઞામાર્ગનું આરાધન કરવાનું નક્કી કર્યું હોવાથી, આત્મસુખનો નાશ કરનાર સંસારી શાતાની ઇચ્છાનો નકાર જાગ્યો અને વધ્યો. બાહ્ય શાતાના અનુભવાતા નકારને કારણે ધ્યાનમાંથી બહાર આવ્યા પછી તેઓ સંસારી પ્રવૃત્તિ અલિપ્તતાથી કરતા હતા. આમ તેઓએ અહિંસા ખીલવીને દર્શનાવરણ કર્મને પણ ઘણું હળવું કર્યું હતું. જ્ઞાનદર્શનના ક્ષયોપશમના વર્ધમાનપણાને લીધે સ્વરૂપમાં રહેવાની તેમની ભાવના પ્રબળ બની. આ પહેલાં તેમને શૂન્યતામાં જે શાતા વેદાય તેનું આકર્ષણ રહેતું હતું, આમ રહે ત્યાં સુધી સંસારી શાતા આપે એવા પુણ્યબંધનો જથ્થો વધતો જ જાય, અને આવાં પુણ્યો જીવને દેવલોકનાં સુખરૂપે ભોગવવાનાં આવે.
પરંતુ આવી સ્થિતિ કૃપાળુદેવના સંબંધમાં લાંબો સમય ટકી નહિ. તેમનો આત્મા જેમ જેમ આજ્ઞાધીન થતો ગયો તેમ તેમ તેમને શૂન્યતામાં અનુભવાતી શાતાનો પણ નકાર શરૂ થયો. શાતા માત્ર પુણ્યબંધ આપી સંસાર વધારે છે; એ તેમને સ્પષ્ટ થઈ ગયું હતું. પરિણામે તેઓ માત્ર સ્વરૂપસ્થિતિને જ ઝંખવા લાગ્યા હતા. આ ઝંખનાનાં અનુસંધાનમાં તેમનો વૈરાગ્ય વીતરાગતામાં પલટાતો ગયો. સાંસારિક
૪૨૫
Page #452
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
તેમજ પારમાર્થિક બંને પ્રકારની શાતાના નકારને કારણે, તથા પરની સુખબુદ્ધિ ક્ષીણ થઈ હોવાને કારણે તેમને પુણ્યબંધનો પણ નકાર પ્રવર્તતો હતો. આ સુખબુદ્ધિ જવાથી જ્ઞાનાવરણનો ક્ષયોપશમ ખૂબ વધ્યો અને જ્ઞાનની ખૂબ જ ખીલવણી થઈ. તેથી ધર્મધ્યાનની શૂન્યતામાં જે પુણ્ય અને શાતા વેદાય તેની ઇચ્છા છૂટી ગઈ, પરંતુ શુકુલધ્યાનના અનુભવમાં જે શાતા વેદાય અને પુણ્ય બંધાય તેની ઇચ્છા સૂક્ષ્મતાએ વર્તતી હતી. એટલે કે તેમાં જવાની અને રહેવાની ઇચ્છા પ્રવર્તતી હતી.
આ સ્થિતિ પણ ત્રીજા તબક્કાના અંતભાગમાં પલટાઈ ગઈ. ગમે તેવા વિપરીત કે સાનુકૂળ સંજોગોમાં પણ તેમનું મન શાતાના અભિલાષથી દૂર રહેવા લાગ્યું. માત્ર આત્મસ્થિરતા યથાવત જાળવવી અને સ્વરૂપસ્થિતિ માણવી. એ જ ધ્યેયથી તેઓએ જીવવાનું શરૂ કર્યું. આને લીધે ગુલધ્યાનમાંથી જન્મતા પરમાર્થ પુણ્યનો નકાર પણ તેમના આત્મામાં શરૂ થયો. એમની ધર્મધ્યાનની અને શુકુલધ્યાનની સ્થિતિમાં આત્માનાં પરિણામ સમ થયાં. ગમો અણગમાને ભાવ સદંતર નીકળી ગયો. તેથી તેઓ મુખ્યતાએ શુભાશુભ કોઈ પણ ઉદયમાં સ્થિતપ્રજ્ઞની દશામાં રહેતા હતા. તેથી પૂર્વસંચિત કર્મોની બળવાન નિર્જરા થવા સાથે શુક્લધ્યાનમાં ધર્મધ્યાન તથા શુકલધ્યાનથી નિપજતાં પુણો પણ ક્ષય થતાં ગયાં. શુકુલધ્યાનમાં હોય ત્યારે તેના થકી જે શાતા વેદાય તેના પણ નકારની શરૂઆત થઈ. શુકુલધ્યાનમાં અનુભવાતી શાતાની અનિચ્છાને લીધે શુકુલધ્યાનથી નિપજતું પુણ્ય શુકુલધ્યાનમાં રહેવા માટે જોઈતા પુણ્યમાં પલટાવા લાગ્યું કે જે પુણ્ય કેવળજ્ઞાન પછી સ્વરૂપમાં રહેવા અને સ્વરૂપની અનુભૂતિ માણવા માટે ખૂબ ખૂબ ઉપયોગી થાય. આમ આ તબક્કામાં તેમના આત્માએ આજ્ઞાનું લગભગ પૂર્ણતાએ આરાધન કરી પોતાનું સ્વરૂપમાં એકલીન કર્યો. ઉદયાનુસાર તેઓ જ્યારે સ્વરૂપથી બહાર નીકળે ત્યારે તેઓ આજ્ઞાનું આરાધન કરી પૂર્વ કર્મોને આજ્ઞારૂપી તપથી બાળવાનું કાર્ય કરતા હતા. આમ બેવડા દોરે આજ્ઞાનું આરાધન કરી તેમણે કેવળજ્ઞાનને ખૂબ જ પોતાની સમીપ લાવી દીધું. તેથી તેમને નિશ્ચય થઈ ગયો હતો કે તેમને હવે એક જ દેહ ધારણ કરવાનો બાકી છે. સામાન્યપણે આત્મદશામાં આગળ વધ્યા પછી જે દેવલોકનો
૪૨૬,
Page #453
--------------------------------------------------------------------------
________________
આણાએ ધમ્મો, આણાએ તવો
ભવ આવે છે તેનાથી તેમનો આત્મા પૂણ્યકર્મને શુકુલધ્યાનમાં બાળીને છૂટી ગયો હતો. સ્વાત્મવૃતાંતમાં આ નિશ્ચય આવતાં તેમણે લખ્યું હતું કે, –
તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ જો .”
ચોથા તબક્કામાં બાહ્યસ્થિતિ સાનુકૂળ થતાં ઉપર જણાવેલી પ્રક્રિયાએ ઘણું વિશેષ જોર પકડયું અને સં. ૧૯૫૬ સુધીમાં તેમનાં વીતરાગતા તથા જ્ઞાનદર્શન ખૂબ ખૂબ ખીલ્યાં. ઉત્કૃષ્ટ કહી શકાય એવું શ્રુતકેવળીપણું પ્રગટ થયું. સાથે સાથે ધર્મધ્યાન અને શુકુલધ્યાનથી બંધાતા મહત્તમ પુણ્યનો દેવલોકના ભવને ક્ષીણ કરે તથા હવે પછીના મનુષ્ય જન્મમાં નાની વયે કેવળજ્ઞાન પ્રગટાવી શકાય તેટલા પ્રમાણમાં ક્ષય કર્યો. એટલે કે સંસારી શાતાવેદનીયનો તેમણે એટલી મોટી માત્રામાં ક્ષય કર્યો હતો કે દેવલોકનો ભવ કુદાવી, ઉત્તમ મનુષ્ય જન્મ મેળવી, બાર વર્ષ જેવી નાની વયે કેવળજ્ઞાન પ્રગટાવી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થ પ્રવર્તાવવાનું તેમણે શરૂ કર્યું છે. આમ તેમને આજ્ઞાના માર્ગનાં ઊંડાણની અને મહાભ્યની એવી અનુભૂતિ આવી હતી કે તેનો અભુતતાથી ઉપયોગ કરી તેઓ ભરતક્ષેત્રનાં સુંડાવસર્પિણી કાળનાં એક અખેરારૂપ જીવન જીવી ગયા. અને સહુ જીવોને ઉત્તમ કલ્યાણમાર્ગની ભેટ આપી ગયા.
૪૨૭
Page #454
--------------------------------------------------------------------------
________________
संकल्प्यं कल्पवृक्षस्य चिन्त्यं चिंतामणेरपि । असंकल्यमसंचिन्त्यं फलं धर्मादवाप्यते ।। કલ્પવૃક્ષથી તો સંકલ્પયોગ્ય એવું ફળ મળે છે, અર્થાત્ વચનથી માગીએ તો મળે, અને ચિંતામણિ-રત્નનું ચિંતવન યોગ્ય (અર્થાત્ મનથી જે ઈચ્છે તે પ્રાપ્ત થાય) ફળ છે. પરંતુ ધર્મના પસાયથી તો અસંકધ્ય અને અચિંતનીય ફળ પ્રાપ્ત થાય છે. અર્થાત્ ધર્મથી એવું કોઈ અદ્ભુત ફળ પ્રાપ્ત થાય છે કે જે સંકલ્પ અને ચિંતવનથી પણ પર છે.
- આત્માનુશાસન (ગુણભદ્રચાર્ય)
ગાથા ૨૨.
Page #455
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧ પારિભાષિક શબ્દોનો કોષ
અઘાતી કર્મ - જે કર્મ આત્માના મૂળભૂત ગુણનો ઘાત નથી કરતાં, અને દેહથી ભોગવાય છે તે અઘાતી કર્મ છે. અઘાતી કર્મો ચાર છે – આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય.
અચેત - જીવ વિનાનું, જડ.
અચૌર્ય વ્રત - સ્થૂળથી સૂમ પ્રકારની ચોરી ન કરવી
તે અચૌર્ય વ્રત.
અજીવ - ચેતનરહિત દ્રવ્ય અથવા જડ પુદ્ગલ
પરમાણુને અજીવ કહે છે.
અણગાર ધર્મ - મુનિની ચર્યા.
ૐ - 3ૐ ધ્વનિ એ પંચપરમેષ્ટિ ભગવંતનું
પ્રતિનિધિત્વ કરે છે. તેમાં શ્રી અરિહંતનો “અ”, સિદ્ધપ્રભુ એટલે અશરીરીનો “અ”, આચાર્યનો ‘આ’, ઉપાધ્યાયજીનો ‘ઉ' અને સાધુસાધ્વી અર્થાત્ મુનિનો ‘મ્' એકત્રિત થઈ (ચાર સ્વરને એક વ્યંજન સાથે ઉચ્ચારવાથી) “ઓમ્' શબ્દ બને છે. એ નાદમાં પાંચ પરમેષ્ટિ ભગવંતે ભાવેલા અને ઘૂંટીને છોડેલા કલ્યાણભાવના કેટલાયે પરમાણુઓ સમાયા હોય છે. અકામ નિર્જરા - જેમ જેમ કર્મનો ઉદય આવે તેમ તેમ ભોગવીને તેને નિવૃત્ત કરવો તે અકામ નિર્જરા. અકામ નિર્જરા કરતી વખતે જીવ વિભાવમાં રહેતો હોવાથી તેને નવાં અનેક કર્મો
બંધાય છે, પરિણામે તેનો સંસાર લંબાય છે. અગુરુલઘુપણું - ગુરુ એટલે ભારે અને લઘુ એટલે હલકું. અગુરુલઘુ એટલે ભારે પણ નહિ, હલકું પણ નહિ તેવું. આત્મા પૂર્ણ શુદ્ધ થાય છે ત્યારે
અગુરુલઘુ ગુણ પૂર્ણતાએ પ્રગટે છે. અગ્યારમું ઉપશાંતમોહ ગુણસ્થાન - ઉપશમ
શ્રેણિ માંડેલા જીવ માટે જ આ ગુણસ્થાન છે. મોહનીયની બાકી રહેલી સંજ્વલન પ્રકૃતિ અહીં ઉપશાંત થાય છે અને તેનો ઉદય થવાથી જીવનું અવશ્ય પતન થાય છે અને નીચેના ગુણસ્થાને ઊતરી જાય છે.
અણુવ્રત - મુનિ જે પાંચ મહાવ્રતનું પાલન કરે છે તેનું નાનાં સ્વરૂપનું પાલન શ્રાવક કરે છે તેથી તે અણુવ્રત કહેવાય છે. પાંચ અણુવ્રત - અહિંસા, સત્ય, અચૌર્ય, બહ્મચર્ય અને અપરિગ્રહ. અતિશય (તીર્થંકર પ્રભુના) – કેવળજ્ઞાન પ્રગટયા પછી તીર્થંકર પ્રભુને જે વિશેષ પ્રકારની સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તે અતિશય કહેવાય છે. અતિશય ૩૪ પ્રકારના છે.
અધઃકરણ – અધઃકરણમાં સત્તાગત અશુભ કર્મોની સ્થિતિ તથા રસ એક એક અંતર્મુહૂર્તથી ઘટતાં જાય છે, અને આત્મવિશુદ્ધિ સમયે સમયે
૪૨૯
Page #456
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
વધતી જાય છે, તે સાથે પ્રશસ્ત પ્રકૃતિઓનો અનંતચારિત્ર - મોહના અંશરહિત આત્માની અનુભાગબંધ ઘટે છે.
શુદ્ધ સ્થિતિ તે અનંતચારિત્ર અથવા યથાખ્યાત
ચારિત્ર. અધર્માસ્તિકાય - જીવ અને તેના ભાવાનુસાર
પુદગલને સ્થિરતા આપનાર દ્રવ્ય તે અનંતદર્શન - સમસ્ત જગતના પ્રત્યેક જીવો અને અધર્માસ્તિકાય છે.
પ્રત્યેક પદાર્થોનું સમય સમયનું ત્રિકાલિક
દર્શન કરવું, તેને અનંતદર્શન કહે છે. શુદ્ધાત્મા અનશન તપ - ઇચ્છાપૂર્વક અને સમજપૂર્વક કરેલા
અનંતદર્શનનો ધણી છે. આહારત્યાગને અનશન તપ કહે છે. એમાં ભોજનનો પૂરો ત્યાગ હોય છે.
અનંતવીર્ય - વીર્યનું ઉત્કૃષ્ટ પ્રગટપણું તે
અનંતવીર્ય અનહદ ધ્વનિ - અંતરમાંથી ઊઠતો અવાજ. જે જીવને સત્યમાર્ગનું નિર્દેશન કરે છે.
અનંતજ્ઞાન - સમસ્ત જગતના પ્રત્યેક જીવો અને
પ્રત્યેક પદાર્થનું, ત્રણે કાળનું સમય સમયનું અન્યત્વભાવના – આ સંસારમાં કોઈ કોઈનું નથી,
જાણપણું ને અનંતજ્ઞાન કહેવાય છે. શુદ્ધ સર્વ પર છે, એમ વિચારવું તે અન્યત્વભાવના.
અવસ્થામાં આત્મા અનંતજ્ઞાનનો ધણી છે. અનિત્યભાવના - શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ
અનંતાનુબંધી કષાય (ચોકડી) - જે કષાય જીવનો પરિવારાદિક સર્વ વિનાશી છે, જીવનો મૂળ ધર્મ
અનંત સંસાર વધારવા સમર્થ છે તે અનંતાનુબંધી અવિનાશી છે એમ ચિંતવવું તે અનિત્યભાવના.
કષાય છે. આ કષાયો જીવના સમ્યગ્દર્શનને અનિવૃત્તિકરણ - કરણલબ્ધિ પ્રગટ થાય તેને પ્રગટ થવા દેતા નથી. તે ચાર છે – ક્રોધ, માન, અધ:કરણ અને અપૂર્વકરણ પછી અનિવૃત્તિકરણ માયા અને લોભ. આવે છે. તેમાં જીવની આત્મવિશુદ્ધિ સમયે
અપકાય – અપ એટલે પાણી. પાણીનું સૂક્ષ્મ રૂપ સમયે અનંતગણી થાય છે. અને પ્રથમ સમયથી
જીવનું દેહબંઘારણ થાય છે તે અપકાય. આવા જ જીવને સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ,
અસંખ્ય જીવો એકઠા મળે ત્યારે પાણીનું એક ગુણસંક્રમણ અને અપૂર્વસ્થિતિબંધ સમકાળે
ટીપું બંઘાય છે. પ્રવર્તે છે, જે આ કરણના ચરમ સમય સુધી
અપરિગ્રહવ્રત - કોઈ પણ સંસારી પદાર્થરૂપ બાહ્ય રહે છે.
પરિગ્રહ કે કષાયથી નિષ્પન્ન થતો કર્મપુદગલરૂપ અનુકંપા – સહુ જીવો કલ્યાણ પામી દુ:ખથી મુક્ત આંતર પરિગ્રહ છોડવાનો પુરુષાર્થ તે થાય એવી ભાવના જાગવી તે અનુકંપા.
અપરિગ્રહવ્રત. અનંત ચતુષ્ટય - અનંતજ્ઞાન, અનંતદર્શન, અર્પણતા - પોતાની અંતરંગ માન્યતાને તિલાંજલિ અનંત ચારિત્ર તથા અનંત વીર્યના સમૂહને આપી, કલ્પનાને એકબાજુ કરી, પુરુષ કહે અનંત ચતુષ્ટય કહે છે.
તેમ અને રાખે તેમ રહેવું છે એવી ભાવના
૪૩૦
Page #457
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧
અમૂઢ દૃષ્ટિ - આ સમકિતનું ચોથું અંગ(ગુણ) છે.
અમૂઢ દૃષ્ટિ એટલે મૂઢતા વગરની વિવેક દષ્ટિ. સમ્યદૃષ્ટિ આત્મા સમભાવવાળો હોય છે, વિચક્ષણ હોય છે અને હિતાહિતને બરાબર જાણે
છે, તેથી તેને મૂઢતાનો ત્યાગ થાય છે. અમૃતસાગર – અમૃત એટલે સુધારસ. સુધારસનો સમુદ્ર એ અમૃતસાગર. અમૃતનું પાન કરવાથી અમર થવાય છે.
કે વૃત્તિ સેવવી તે જીવનો સન્દુરુષ પ્રતિનો
અર્પણભાવ છે. અપવર્તન - જીવ કર્મ બાંધે છે ત્યારે તેના પ્રદેશ,
અનુભાગ, સ્થિતિ અને પ્રકૃતિ નક્કી થાય છે. તે પછી તેની પ્રવૃત્તિ અને પુરુષાર્થ અનુસાર આ કર્મમાં ફેરફાર થયા કરતો હોય છે. જ્યારે જીવનાં કાર્યોથી બાંધેલા કર્મનાં સ્થિતિબંધ અને અનુભાગ બંધમાં ઘટાડો થાય છે ત્યારે તેના કર્મનું અપવર્તન થયું એમ કહેવાય છે. અપ્રત્યાખ્યાન કષાય - જે કષાયને દબાવવાનો બળવાન પ્રયત્ન કરવામાં આવે છતાં ઉદિત થતી વખતે તેને દબાવી શકાતાં નથી, તેનો ઉદય થઈને જ રહે છે તે અપ્રત્યાખ્યાન કષાય છે. અપૂર્વકરણ - જે કરણમાં પહેલાં અને પાછલાં
સમયોના પરિણામ સમાન ન હોય, અપૂર્વ જ હોય, તે અપૂર્વકરણ છે. તે કરણમાં પરિણામ જેવા પ્રથમ સમયમાં હોય તેવા પરિણામ દ્વિતીયાદિ સમયમાં કોઈ પણ જીવને ન હોય, તે પરિણામ વધતાં જ હોય.
અરતિ નોકષાય - ઇન્દ્રિયોને પ્રતિકુળ વિષયોમાં મનનો અણગમો થવો તે અરતિ નામનો નોકષાય છે. સકારણ કે અકારણ અણગમો તે અરતિ.
અરિહંત પ્રભુ - અરિ એટલે શત્રુ. હંત એટલે જેનો નાશ થયો છે તે. અરિહંત એટલે જેમના તમામે તમામ શત્રુઓનો નાશ થયો છે તે. તીર્થકર પ્રભુને અરિહંત કહેવાય છે કેમકે તેમના સર્વ શત્રુઓ મિત્ર થઈ ગયા છે. અરૂપીપણું – અરૂપી એટલે જુદા જુદા આકાર ધારણ કરવાના ગુણનો અભાવ અથવા એકરૂપી, જે રૂપ કે આકારમાં ફેરફાર થતો નથી તે. શુદ્ધ આત્મા આવો અરૂપી છે.
અપ્રમત્ત સંયમ - ક્યાંય પણ પ્રમાદ સેવ્યા વિના આશ્રવ દ્વારોને બંધ કરતા જવા તે અપ્રમત્ત સંયમ.
અવધિદર્શન - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદામાં રૂપી દ્રવ્યોનો સામાન્ય અવબોધ તે અવધિદર્શન.
અભવી – જે જીવને મોક્ષમાં જવાનું થતું નથી, તે
અભવી છે. અંતવૃત્તિસ્પર્શ પહેલાં સહુ જીવ અભવી ગણાય છે. અભવી (નિત્ય) - જે જીવને ક્યારેય મોક્ષમાં જવાનું
થતું નથી, તે નિત્ય અભવી છે. અભેદસ્વરૂપ - ભેદરહિત સ્થિતિ. આત્મસ્વરૂપ
સાથેની એકતા.
અવધિજ્ઞાન - અવધિજ્ઞાનનો વિષય રૂપી દ્રવ્ય છે. જે દ્રવ્યને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય તે રૂપી દ્રવ્ય કહેવાય. અવધિજ્ઞાનવાળો જીવ એ રૂપી દ્રવ્યોને પોતાની મર્યાદાના પ્રમાણમાં, સૂક્ષ્મદર્શક યંત્ર કે ટેલિસ્કોપ કે આંખ આદિ ઇન્દ્રિયની સહાય વગર સીધેસીધા જાણી તથા જોઈ શકે છે.
૪૩૧
Page #458
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
બોલવી કે બોલાવવી, કરવી કે કરાવવી, અથવા તે સર્વની અનુમોદના કરવી. અસ્તેયવ્રત - સ્નેય એટલે ચોરી. અસ્તેય એટલે અચૌર્ય અથવા કોઈ પણ અદત્ત વસ્તુ લેવી નહિ. સ્થૂળ રીતે નાની ધૂળની ચપટી પણ આજ્ઞા વિના ગ્રહણ ન કરવી અને સ્મતાએ કોઈ પણ વિભાવને કારણે આત્માએ પુદ્ગલ પરમાણુઓ કર્મસ્વરૂપે ગ્રહણ ન કરવા તે અસ્તેયવ્રત. અસંગતા - આત્માર્થ સિવાયના સંગ પ્રસંગમાં પડવું
અવસર્પિણી કાળ - જે કાળમાં દુ:ખની વૃદ્ધિ અને સુખની હાનિ થતી જાય તે અવસર્પિણી કાળ ગણાય છે. અવિરતિ - થતા દોષોથી પાછા હઠવું તે વિરતિ. દોષની સમજણ હોય કે ન હોય, પણ પૂર્વ ઉપાર્જિત કર્મના જોરને કારણે કે અજ્ઞાનને કારણે થતા દોષ ન અટકાવવા કે ચલાવી લેવા તેનું
નામ અવિરતિ. અવ્યાબાધ સુખ - જે સુખને કોઈ બાધી શકે નહિ, તોડી શકે નહિ તે અવ્યાબાધ સુખ. તે આત્માનો
મૂળભૂત સ્વભાવ છે. અવ્યાબાધ સ્થિતિ - જેને બાધી ન શકાય, અટકાવી
ન શકાય તેવી દશા. અશરણભાવના - સંસારમાં મરણ સમયે જીવને શરણ
આપનાર કોઈ નથી. માત્ર એક શુભ ધર્મનું શરણ સત્ય છે એમ વિચારવું તે અશરણભાવના. અશાતાવેદનીય - અશાતા વેદનીય કર્મના ઉદયથી
જીવ દુઃખનો અનુભવ કરે છે. શરીરમાં રોગ થાય, અશાંતિ અનુભવાય, શરીરમાં દુ:ખાવો થાય, શરીરનાં કરવા ધારેલાં હલનચલનમાં અડચણો ઊભી થાય, મગજમાં ઉકળાટ થયા કરે અર્થાત્ પ્રતિકૂળ સંજોગોથી વેદાતી અસુવિધા તે અશાતા વેદનીય છે.
અહિંસાવ્રત - અન્ય જીવને અલ્પ દૂભવવાથી શરૂ કરી પ્રાણહરણ પર્યંતનાં દુઃખ આપતાં અટકવું અને એમ કરીને પોતાના આત્માને કર્મબંધથી બચાવવો તે અહિંસાવત. અહોભાવ - કોઈ ઉત્તમ આત્મા કે ગુણ માટે
આદરભાવ, પૂજ્યભાવ આદિ વેચવા તે. અક્ષય સ્થિતિ - જે સ્થિતિનો કદી નાશ થવાનો નથી તે સ્થિતિ. આત્મા સિદ્ધભૂમિમાં જાય છે ત્યારથી અશરીરિ બની અનંતકાળ સુધી ત્યાં જ વસે છે, કદી પણ પરિભ્રમણ અર્થે નીચે ઊતરતો નથી
એટલે કે તે પોતાની અક્ષય સ્થિતિને પામે છે. અજ્ઞાન - જ્યાં સુધી જીવને સમ્યકજ્ઞાનની પ્રાપ્તિ થઈ હોતી નથી ત્યાં સુધીનું તેનું સર્વજ્ઞાન અને તેની બધી જ સમજણ અજ્ઞાનરૂપ હોય છે, એટલે કે જૈન પરિભાષામાં અજ્ઞાન એટલે જ્ઞાનરહિત સ્થિતિ નહિ; પરંતુ અસમ્યક્ જ્ઞાન એવો અર્થ થાય છે. આકાશ – જીવ તથા અજીવ દ્રવ્ય સહિત સર્વ દ્રવ્યોને
જે પોતામાં સમાવે છે, પોતામાં રહેવાની જગ્યા કે સુવિધા આપે છે તે આકાશ દ્રવ્ય છે.
અશુચિભાવના - આ શરીર અપવિત્ર છે, મળમૂત્રની ખાણ છે, રોગ જરાદિનું ધામ છે. આ શરીરથી હું ન્યારો છું એમ ભાવવું તે અશુચિભાવના.
અસત્ય – અસત્ય એટલે જે વસ્તુ કે વાત જે પ્રકારે છે તેને તેનાથી વિપરીતપણે જાણવી કે જણાવવી,
૪૩૨
Page #459
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧
આકિંચન્ય (ઉત્તમ) - આકિંચન્ય એ પરિગ્રહનો આત્મમાર્ગ - આત્માને શુદ્ધ કરવાનો રસ્તો. વિરોધીભાવ છે. આત્માથી ભિન્ન પરપદાર્થોને
આત્મશુદ્ધિ - આત્માના પ્રદેશો પરથી જેટલા કર્મ અને એમના લક્ષે ઉત્પન્ન થતા મોહ તથા
ઓછાં થાય છે તેટલી તેની આત્મશુદ્ધિ વધે છે. રાગદ્વેષરૂપ વિકારોને પોતાના ન માનવા અને તેમાં એકરૂપ ન થવું તે આકિંચન્ય છે. આત્મા આત્મસન્મુખતા - આત્માને ચોખ્ખો કરવાના સિવાયના પરપદાર્થ પ્રત્યેના મારાપણાના ભાવને પ્રયત્નમાં લાગવું તે. આત્માના આશ્રયે છોડવા તે ઉત્તમ આકિંચન્ય
આત્મસ્થિરતા - આત્માને વિભાવભાવમાં જવા ન ધર્મ છે.
દેતાં, સ્વરૂપમાં સ્થિર રાખવો. આગાર ધર્મ - ગૃહસ્થની ચર્યા.
આત્મા - ચેતન તત્ત્વનું શુદ્ધ સ્વરૂપ અથવા આચાર્યજી - શ્રી પ્રભુએ જણાવેલા મુનિ જીવનના કમરહિત જીવ. આચારને યથાર્થતાએ પાળી, પોતાના આચારથી
આત્માનુયોગ - બે જીવો વચ્ચેનો જ અન્ય જીવોને ધર્મસન્મુખ કરે છે તે આચાર્યજી.
સંજ્ઞીપંચેન્દ્રિયપણામાં રહેલો લગભગ ૨૦૦ આચાર્યોમાં શ્રેષ્ઠ તે શ્રી ગણધર.
ભવનો શુભ સંબંધ. આર્જવ (ઉત્તમ) - આત્માના આશ્રયે, છળ,
આત્માનુબંધી યોગ - બે જીવો વચ્ચેનો માયાકપટના અભાવરૂપ જે શાંતિ આત્મામાં
સંજ્ઞીપંચેન્દ્રિયપણામાં ૩૫૦ ભવથી વધારે ઉપજે છે તેને આર્જવ કહે છે. આર્જવ એટલે
ભવનો શુભ સંબંધ. ઋજુતા અથવા સરળતા. સમ્યગ્દર્શન સહિત જે સરળતાનો ગુણ અથવા ભાવ તે ઉત્તમ આત્માનુભૂતિ - આત્માનો અનુભવ. આર્જવ છે.
આપ્ત પુરુષ - જેણે આત્માની એટલી શુદ્ધિ આઠમું નિવૃત્તિનાદર ગુણસ્થાન (અપૂર્વકરણ) મેળવી છે કે તે અન્ય જીવને આત્માર્થે પુરુષાર્થ - બાદર એટલે મોટું, મોટા કર્મનાં ઉદય જ્યાં કરવામાં મદદ કરી શકવા શક્તિમાન થાય, તે સંભવી શકતાં નથી એટલે કે જીવ જ્યાં તેનાથી આપ્ત પુરુષ. નિવૃત્ત થયો છે, તે નિવૃત્તિ બાદર’ ગુણસ્થાન
આદાનનિક્ષેપણા સમિતિ – પોતે જે વસ્ત્ર, પાત્ર, તરીકે ઓળખાય છે. આ ગુણસ્થાનથી શ્રેણી શરૂ
રજોહરણ આદિ ઉપકરણો ગ્રહણ કર્યા હોય તેની થાય છે.
એવી રીતે જાળવણી કરવી અને પ્રતિલેખના આર્તધ્યાન – મનનાં ચિંતાત્મક પરિણામ.
કરવી કે સૂમ અસંજ્ઞી જીવો પણ તેમના થકી
દૂભાય નહિ. આત્મધર્મ – સ્વરૂપમાં સ્થિર થવા માટે જીવે કરવા યોગ્ય ક્રિયાઓ, અથવા આત્માએ કેળવવા યોગ્ય આયુષ્ય કર્મ - આયુષ્ય કર્મના ઉદયથી જીવને ગુણો.
પ્રાપ્ત થયેલા દેહમાં અમુક કાળ સુધી રહેવું
૪૩૩
Page #460
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
પડે છે. જેટલા કાળ માટે એક દેહમાં જીવ રહે માટે પોતાના આત્મપ્રદેશને લંબાવી, એક હાથનું તેટલા કાળનું તે જીવનું આયુષ્ય ગણાય અને અતિ પવિત્ર સુધારસથી બનાવેલું શરીર યોજી,
જ્યારે કર્મોદય પૂરો થાય ત્યારે તે નિયમા ત્યાં જાય તે શરીરને આહારક શરીર કહેવામાં મૃત્યુ પામે.
આવે છે. આરો - આરો એટલે ઉત્સર્પિણી કાળ અથવા આજ્ઞા - આત્મિક વિકાસ કરવા માટે સમર્થ પુરુષની
અવસર્પિણી કાળનો વિભાગ. એક કાળમાં છ શિખામણ ગ્રહણ કરવી તે. આરાનો સમાવેશ થાય.
આજ્ઞા (પૂર્ણ) -માત્ર આત્મસુખની ઇચ્છાથી ગુરુ અને આરાધન - આરાધન કરવું એટલે જે મેળવવું હોય પ્રભુની આજ્ઞામાં રહેવું, તેમની ઇચ્છાએ વર્તવું. તેની પ્રાપ્તિના પુરુષાર્થમાં, તેની સિદ્ધિ ન થાય
આજ્ઞા (અપૂર્ણ) - આત્મસુખની ઇચ્છા ઉપરાંત ત્યાં સુધી, બીજી વૃત્તિઓનો ત્યાગ કરી લાગી
સંસારી શાતાના અભિલાષથી ગુરુ તથા પ્રભુની રહેવું. સમ્યક્ જ્ઞાન, દર્શન, ચારિત્રનું આરાધન
આજ્ઞામાં રહેવું. તે મોક્ષમાર્ગ છે.
આજ્ઞાધીન - જીવ જ્યારે મન,વચન તથા આવર્તન કાળ - પરિભ્રમણનો સમય.
કાયાથી આજ્ઞામાં રહે ત્યારે આજ્ઞાધીન થયો આસ્થા - જે માર્ગે મોક્ષની પ્રાપ્તિ થાય તે માર્ગનું
કહેવાય. શ્રધ્ધાન થવું. તથા સપુરુષના આશ્રયે જ આ આજ્ઞાપાલન - પોતાની સ્વચ્છંદી ઇચ્છાઓને ગૌણ કાર્યસિદ્ધિ થઈ શકે તેમ છે તેવી શ્રદ્ધા થવી તે
કરતા જવી અને માર્ગદર્શક ગુરુની કલ્યાણકારી આસ્થા.
ઇચ્છાઓને આધીન થઈ નિયમિતપણે વર્તતા આશ્રય - આશરો, આધાર.
રહેવું તે આજ્ઞાપાલન. આશ્રવ (તત્ત્વ) - જીવ સારા અથવા નરસા ભાવ તથા
આજ્ઞામાર્ગ – આજ્ઞામાર્ગ એટલે જે આપ્ત પુરુષમાં
કે સત્પરુષમાં સાધકને તેમના જ્ઞાનીપણાની ક્રિયા કરી શુભ અથવા અશુભ કર્મપરમાણુઓ ગ્રહણ કરતો રહે છે. આ પ્રક્રિયાને આશ્રવ
ખાતરી થઈ હોય, તેઓ મને સાચું માર્ગદર્શન કહેવાય છે.
આપનાર છે તેવું શ્રદ્ધાન પ્રગટયું હોય, તેમના
માટે ખૂબ પૂજ્યભાવ અને અહોભાવ વર્તતાં આશ્રવભાવના - રાગ, દ્વેષ, અજ્ઞાન આદિથી કર્મ હોય અને પોતાના આત્માનું કલ્યાણ કરવા આત્મા પર આવે છે, એમ સમજવું તે આશ્રવ માટે તેમના ચિંધેલા માર્ગે ચાલવાની ઇચ્છા ભાવના.
રાખવી. આહારક શરીર - ઉચ્ચ આત્મદશાવાન જ્ઞાનીને કંઈ ઈતરનિગોદ - નિત્યનિગોદમાંથી બહાર નીકળ્યા જાણવાની ઇચ્છા થાય તેનું સમાધાન કરવા માટે પછી સૂક્ષ્મ એકેંદ્રિયરૂપે જીવ રહે તે ઈતરનિગોદ અથવા તીર્થંકર પ્રભુની ઋદ્ધિનાં દર્શન કરવા કહેવાય છે.
४३४
Page #461
--------------------------------------------------------------------------
________________
ઇર્યા સમિતિ - કર્મોદયને કારણે ચાલવાનો પ્રસંગ મુનિને આવે ત્યારે અન્ય જીવ હણાય નહિ, દૂભાય નહિ, એ રીતે ચાલવું તે ઇર્યા સમિતિ. ઉચ્ચ ગોત્રકર્મ - જે કર્મના ઉદયથી જીવ રાજકુળમાં, શ્રેષ્ઠી કુળમાં, વૈભવી કુળમાં ઉત્પન્ન થાય તે ઉચ્ચ ગોત્રકર્મ. ઉચ્ચગોત્રમાં જીવનની ઘણી સુવિધાઓ અને વિશિષ્ઠ લાભો મળે છે.
ઉણોદરી તપ - ઉદર એટલે પેટ. તેને ઉભું રાખવું એટલે પોતાની જરૂરિયાત કરતાં ઇચ્છાપૂર્વક થોડો ઓછો આહાર ગ્રહણ કરવો અર્થાત્ પેટ અધૂરું રાખી ભોજન કરવું.
ઉત્સર્પિણી કાળ – જે કાળમાં દુ:ખની હાનિ અને સુખની વૃદ્ધિ થતી જાય તે ઉત્સર્પિણી કાળ ગણાય છે.
ઉદય (કર્મનો) - બાંધેલા કર્મો અમુક કાળ વીત્યા પછી ભોગવવા માટે ઉદયમાં આવે છે. સંસારી સ્થિતિમાં ઉદય બે પ્રકારે અનુભવાય છે પ્રદેશોદય અને વિપાકોદય.
ઉર્તન - જીવ કર્મ બાંધે છે ત્યારે તેના પ્રદેશ, અનુભાગ, સ્થિતિ અને પ્રકૃતિ નક્કી થાય છે. તે પછી તેની પ્રવૃત્તિ અને પુરુષાર્થ અનુસાર આ કર્મમાં ફેરફાર થયા કરતો હોય છે. જ્યારે જીવનાં કાર્યોથી બાંધેલાં કર્મનાં સ્થિતિબંધ અને અનુભાગ બંધમાં વધારો થાય છે ત્યારે તેનાં કર્મનું ઉદ્દવર્તન થયું એમ કહેવાય છે.
ઉદાસીનતા - ઉર્દુ એટલે ઊંચે. અસીનતા એટલે રહેવાપણું. ઉદાસીનતા એટલે કષાયથી ઊંચે, આત્મા સમીપ રહેવાપણું અર્થાત્ નિસ્પૃહપણું વેદવું.
પરિશિષ્ટ ૧
ઉદ્દી૨ણા - કર્મને બાંધ્યા પછી, ભાવિમાં ઉદયમાં આવે એવા સત્તાગત કર્મોને વર્તમાનમાં ખેંચી લાવી ભોગવી લેવાં તે ઉદ્દીરણા કરી કહેવાય છે. આ કર્મોને તપ, ધ્યાન આદિ વિશેષ પુરુષાર્થથી ખેંચવામાં આવે છે.
ઉપગ્રહન - આ સમકિતનું પાંચમું અંગ(ગુણ) છે. ઉપગ્રહન એટલે અન્યના દોષ ઢાંકવા. સમ્યક્દષ્ટિ આત્મા કોઈના દોષને જાણે છે, છતાં તેને દોષી તરીકે તિરસ્કારે નહિ. તેના દોષને ઢાંકે અને સાચી સલાહ આપી સાચા માર્ગે વાળે.
ઉપશમ - કર્મો શાંત થઈ જવા, ઉદય રહિત કર્મ થવું તે કર્મનો ઉપશમ કહેવાય છે. ખાસ કરીને મોહનીય કર્મની બાબતમાં આમ થાય છે. મોહનીય કર્મના સર્વથા અનુદય વખતે સત્તામાં રહેલા મોહનીય કર્મને ઉપશમન કહે છે. ઉપશમ સમકિત - જીવ જ્યારે પાંચ મિનિટ કે તેથી વધારે સમય માટે અનંતાનુબંધી ચોકડી અને દર્શનમોહની ત્રિક ઉપશમાવી શકે છે, ત્યારે તે ઉપશમ સમકિત પામ્યો કહેવાય છે.
ઉપશમ શ્રેણિ - ઉપશમ કરવું એટલે શાંત કરવું. કર્મને સત્તામાં દબાવી રાખવા અને ઉદયમાં ન આવવા દેવા તે કર્મ ઉપશમ કર્યા કહેવાય. જે જીવ કર્મનાં દળનો પૂર્ણ ક્ષય ન કરતાં, અમુક અંશે દબાવતો આઠમા ગુણસ્થાનથી આગળ વધે છે, તે જીવ ઉપશમ શ્રેણીએ ચઢે છે તેમ કહેવાય.
ઉપસર્ગ અન્ય કોઈ જીવ તરફથી મુનિને
ઇરાદાપૂર્વક અપાયેલું દુઃખ તે ઉપસર્ગ છે. ઉપાદાન - આત્મવિકાસ ક૨વા માટે જીવની પાત્રતા હોવી તે ઉપાદાન.
૪૩૫
Page #462
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
ઉપાધિયોગ - સંસારમાં ચિંતા કરવી પડે તે પ્રકારનાં
કર્મોના ઉદયને વેદવા પડે તે.
ઉપાધ્યાયજી - ઉત્તમ આચાર્યના પગલે ચાલી, તેમની પાસેથી સ્વાર કલ્યાણના માર્ગનો ઉત્સાહથી ફેલાવો કરવાની પ્રેરણા લઈ સહુને માર્ગદર્શનરૂપ શિક્ષણ આપનાર ઉપાધ્યાયજી કહેવાય છે.
ઉપેક્ષા ભાવના - નિર્ગુણી જીવ પ્રત્યે મધ્યસ્થતા.
એકેંદ્રિય - માત્ર સ્પર્શેદ્રિય ધરાવનાર જીવ
એકેંદ્રિય કહેવાય છે. આવા જીવને ચાર પ્રાણ હોય છે. કાર્યબળ, સ્પર્શેન્દ્રિય, આયુષ્ય અને
શ્વાસોશ્વાસ. એકત્વભાવના - મારો આત્મા એકલો છે, તે એકલો આવ્યો છે. અને એકલો જવાનો છે. આમ
અંત:કરણથી ચિંતવવું તે એકત્વભાવના. એષણા સમિતિ – આહાર, વસ્ત્ર, પાત્ર આદિ ગ્રહણ કરવાનો ઉદય આવે તો યત્નાપૂર્વક મમત્વરહિત બની તેને ગ્રહણ કરે. તેમ કરતાં, વાપરતાં એવી સાચવણી કરે કે કીડી, કંથવા આદિ જીવો પણ તેમના થકી દૂભાય નહિ. અંતમુહૂર્ત - આઠ સમયથી વધારે અને ૪૮ મિનિટથી ઓછા કાળને અંતમુહૂર્ત કાળ કહે છે. અંતરાય - કોઈપણ પ્રકારનું સુખ મેળવવાની ઇચ્છા
પૂર્ણ થવામાં નડતા વિપ્નો તે અંતરાય. અંતરાય કર્મ - જે કર્મ આત્માનાં વીર્યબળને - શક્તિને રોકે કે અવરોધે છે તે અંતરાય કર્મ છે. આ કર્મનાં જોરથી જીવનું વીર્ય નબળું થઈ જાય
છે, પુરુષાર્થ કરવાની શક્તિ તેનામાં યોગ્ય રૂપે રહી શકતી નથી. અંતર્મુખ - સ્વ સાથેનું અંતરંગમાં આત્માનું જોડાણ
તથા તાદાભ્યપણું. અંતવૃત્તિસ્પર્શ – શ્રી તીર્થંકર પ્રભુનાં સાનિધ્યમાં
એક સમય માટે જીવ દેહથી ભિન્નપણાનો અનુભવ કરે છે, એટલે કે એક સમય માટે તે જીવ મિથ્યાત્વના ઉદયને તથા બંધને ટાળે છે. આ એક સમયના સ્વાત્માના એકરૂપપણાના અનુભવને અંતવૃત્તિસ્પર્શ કહેવામાં આવે છે. કર્તાભાવ/કર્તાપણું - જીવનાં જીવનમાં જે કાંઈ થાય
છે તે હું કરું છું કે મારાથી થાય છે એવા ભાવ
સહિતના વર્તનને કર્તાભાવ કહે છે. કર્મ - કર્મ એ સૂમ પુદ્ગલ વર્ગણા છે. આવી સૂમ પુગલ વર્ગણાથી આખો લોક ભરેલો છે. સકર્મ આત્મા અર્થાત્ જીવ જ્યારે ભાવ કે ક્રિયા કરે છે ત્યારે કર્મવર્ગણાનો આત્મા સાથે સંબંધ થઈ જાય છે. આ વર્ગણામાં ઘણી શક્તિ હોવાને કારણે
જ્યાં સુધી તેનું ફળ આત્માને આપે નહિ ત્યાં સુધી તે ખરી જતી નથી. કર્મ અનુભાગ/રસ - રસ એટલે જે કર્મ ગ્રહણ થયું
છે તેનો પરિપાક થતાં તેની તીવ્રતા કે મંદતા કેટલા પ્રમાણમાં હશે તેનું માપ. ફળ આપતી વખતે તે કર્મ આકરાં, સાદાં કે મધ્યમ પરિણામ આપે તે રસબંધ. રસબંધને “અનુભાગ' પણ કહેવામાં આવે છે.
કર્મ ઉદય - બાંધેલા કર્મો અમુક કાળ વીત્યા પછી
ભોગવવા માટે ઉદયમાં આવે છે. સંસારી
४३६
Page #463
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧
સ્થિતિમાં ઉદય બે પ્રકારે અનુભવાય છે - શરૂ કરશે, અને કેટલા કાળ માટે ફળ આપશે પ્રદેશોદય અને વિપાકોદય.
એ વિશે ‘કર્મ સ્થિતિ' વિભાગમાં નક્કી થાય કર્મ પ્રકૃતિ - પ્રકૃત્તિ એટલે સ્વભાવ. પ્રત્યેક ગ્રહણ
છે. આ સમયગાળો અંતર્મુહૂર્તથી શરૂ કરી કરેલા કર્મનો સ્વભાવ કેવી જાતનો થવાનો
ઉત્કૃષ્ટપણે ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમ સુધીની છે તેનો નિર્ણય બંધ વખતે થાય છે. કોઈ કર્મ
તરતમતાવાળો સંભવે છે. જ્ઞાનને આવરે છે, કોઈ કર્મ તંદુરસ્તી કે કર્મભૂમિ - એવી ભૂમિ કે જ્યાં જીવે કાંઈ પણ પ્રાપ્ત રોગ આપે છે, કોઈ કર્મ ખ્યાતિ કે અપયશ કરવા માટે પોતે પુરુષાર્થ કરવો પડે તે કર્મભૂમિ આપે છે, વગેરે. આ પ્રમાણે કર્મની અસરની કહેવાય છે. રીતભાતને કર્મ પ્રકૃતિ કહેવાય છે. કર્મની મુખ્ય
કરુણા ભાવના - જગતજીવનાં દુઃખ દેખીને આઠ પ્રકૃતિ છેઃ જ્ઞાનાવરણ, દર્શનાવરણ,
અનુકંપિત થવું; તે જીવો દુ:ખથી મુક્ત થાય અંતરાય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર,
તેવા ભાવ રાખવા. વેદનીય. કર્મ પ્રદેશ બંધ - પ્રદેશ એટલે કર્મવર્ગણાનાં દળિયાંનો
કલ્યાણ – કલ્યાણ એટલે દુ:ખનો અંત અને શાશ્વત જથ્થો. આ કર્મ કેટલાં કર્મ પરમાણુનું બનેલું છે,
સુખની સમૃદ્ધિ. અને આત્માના કેટલા પ્રદેશો પર છવાયેલું છે તે કલ્યાણનાં પરમાણુ - સહુ જીવોનું કલ્યાણ થાય એ પ્રદેશ બંધમાં નક્કી થાય છે.
ભાવના કરવાથી જે શુભ કર્મ પુદ્ગલોનો પિંડ
રચાય છે તે. કર્મ વર્ગણા - આ કર્મ વર્ગણાઓ સ્થૂળ પુદ્ગલની
બનેલી છે, અવકાશમાં પથરાયેલી છે. તેને કલ્યાણક (તીર્થકરના) - શ્રી તીર્થંકર પ્રભુની જીવ પોતાના ભાવથી આકર્ષાને પોતાના બળવાન નિર્વેરબુદ્ધિના પ્રભાવની જાણકારી અર્થે આત્મા સાથે એકમેક કરી નાખે છે ત્યારે તે કર્મ દેવી શ્રી પ્રભુના પાંચ કલ્યાણક ઉજવે છે. શ્રી કહેવાય છે.
તીર્થકર પ્રભુનો આત્મા જે સમયે ગર્ભમાં પ્રવેશે કર્મ સત્તા - આત્મા સાથે કામણ વર્ગણા જોડાઈ
છે ત્યારે ગર્ભ કલ્યાણક, જે સમયે ચરમદેહ ન હોય ત્યારે તે વર્ગણા રૂપે ઓળખાય છે,
ધારણ કરે છે ત્યારે જન્મ કલ્યાણક, જે સમયે જોડાણના સમયથી તેનું કર્મ એવું નામ શરૂ થાય
દીક્ષા ગ્રહણ કરે છે ત્યારે દીક્ષા કલ્યાણક, જે છે. અને જ્યારથી તેનું કર્મ તરીકેનું સ્વરૂપ શરૂ
સમયે કેવળજ્ઞાન ઉત્પન્ન કરે છે ત્યારે જ્ઞાન થાય છે ત્યારથી જ્યાં સુધી તેની આત્મા સાથેની
કલ્યાણક અને જે સમયે નિર્વાણ પ્રાપ્ત કરે છે વિદ્યમાનતા રહે છે ત્યાં સુધી તે કર્મની સત્તા
ત્યારે નિર્વાણ કલ્યાણક દેવો ઉજવે છે. ગણાય છે.
કલ્યાણભાવ - સહુને સુખ મળે અને સહુ સંસારથી કર્મ સ્થિતિ - સ્થતિ એટલે બાંધેલું કર્મ કેટલો
મુક્તિ પામે એ પ્રકારની ભાવના ને કલ્યાણભાવ કાળ ઉદયમાં રહેશે, તે ક્યારે ફળ આપવાનું
કહેવાય.
४३७
Page #464
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
કેવળદર્શન- ત્રણે લોકનું, ત્રણે કાળનું, પ્રત્યેક પદાર્થનું
સમય સમયનું જોવાપણું તે કેવળદર્શન.
કષાય - કછુ એટલે સંસાર અને આય એટલે લાભ.
જે ભાવ કરવાથી જીવનો સંસાર વધતો જાય તે કષાય. કષાય ચાર છે - ક્રોધ, માન, માયા અને લોભ.
કાપોત લેશ્યા - આ લશ્યામાં આત્માનાં પરિણામની
મલિનતા ઉત્તરોત્તર ઘટે છે અને તે પરિણામ કબૂતરના રંગવાળા માનવામાં આવે છે. આ લેશ્યાવાળા જીવો શોક, ભય, ઇર્ષા, પરનિંદા તથા પોતાની પ્રશંસા કરવામાં તત્પર હોય છે. આ વેશ્યા અશુભ છે.
કેવળજ્ઞાન - ત્રણે લોકનું, ત્રણે કાળનું, પ્રત્યેક
પદાર્થનું સર્વ પ્રકારનું સમય સમયનું જ્ઞાન તે કેવળજ્ઞાન. પ્રત્યેક કેવળજ્ઞાનીને એક પ્રદેશ, એક પરમાણુ અને એક સમયનું જ્ઞાન પ્રવર્તે છે. ચારે ઘાતી કર્મોનો પૂર્ણ નાશ થાય ત્યારે જ આ જ્ઞાન પ્રગટે છે.
કાયક્લેશ તપ - આત્મસાધના અને આરાધનામાં
થનાર શારીરિક પીડા કે ઉપદ્રવરૂપ કષ્ટોને ગણકાર્યા વિના ઉત્તમતાએ આરાધનની વર્ધમાનતા કરતા જવી તે કાયક્લેશ તપ છે.
કેવળીગમ્ય પ્રદેશ - કેવળીગમ્ય પ્રદેશ એટલે
કેવળીપ્રભુ જેવા શુદ્ધ પ્રદેશો જેમાં માત્ર શુભ અઘાતી કર્મો જ હોય છે, એક પણ ઘાતી કર્મ કે અશુભ અઘાતી કર્મનું પરમાણુ તેના પર ચીટકી શકતું નથી. આવા આઠ પ્રદેશ
થાય છે.
કાયોત્સર્ગ તપ - બાહ્ય અને અત્યંતર પરિગ્રહના
ત્યાગના પુરુષાર્થને કાયોત્સર્ગ કે વ્યુત્સર્ગ તપ કહે છે. તેમાં કાયા સહિત સર્વ પરિગ્રહના મમત્વનો ત્યાગ કરવામાં આવે છે. અર્થાત્ આ તપમાં કાયાને હલનચલનાદિથી નિવૃત્ત કરી મંત્રસ્મરણ કે લોગસ્સનાં રટણથી મનને સ્થિર કરી સ્વરૂપમાં રમમાણ થવાનું રહે છે.
કેવળીપર્યાય - કેવળજ્ઞાન સહિતની અવસ્થા. કેવળ પ્રભુ - જેમણે સર્વ જીવ માટે કલ્યાણના ભાવ
ન કરતાં, અમુક જીવો માટે જ કલ્યાણભાવ વેદી, કેવળજ્ઞાન લીધું છે તે કેવળ પ્રભુ. કેવળીપ્રભુ છદ્મસ્થ અવસ્થામાં પંચપરમેષ્ટિની પદવી સ્પર્શતા નથી પણ સિદ્ધ થયા પછી પંચપરમેષ્ટિના બીજા પદ(સિધ્ધપદ)માં સ્થાન પામે છે.
કાળ - સર્વ દ્રવ્યમાં થતા પરિવર્તનની નોંધણી જેના
કારણે થઈ શકે છે, એટલે કે જીવ તથા પુગલની પર્યાય બતાવે છે તે કાળ દ્રવ્ય છે.
કાળ ચક્ર - એક ઉત્સર્પિણી અને એક અવસર્પિણી
બને મળી એક કાળચક્ર થાય છે.
ક્રોડાક્રોડી સાગરોપમ - એક કરોડ X એક કરોડ =
ક્રોડાક્રોડી. એક જોજન વ્યાસવાળો અને એક જોજન ઊંડો ખાડો ખોદવામાં આવે, અને તે ખાડો તાજા જન્મેલાં ઘેટાંના બચ્ચાનાં સૂમવાળથી ખીચોખીચ ભરવામાં આવે, તે પછી પ્રત્યેક સો વરસે એક વાળ કાઢતા રહેવાથી એ ખાડો સંપૂર્ણ ખાલી થઈ જાય ત્યારે તેમાં જે સમય જાય
કેવળચારિત્ર - શ્રી કેવળીપ્રભુ જે ચારિત્ર પાળે છે
તે ચારિત્ર.
४३८
Page #465
--------------------------------------------------------------------------
________________
તેને પલ્યોપમ કાળ કહે છે. અસંખ્ય પલ્યોપમ વીતવાથી એક સાગરોપમ થાય છે.
ક્રોધ કષાય - ક્રોધ એટલે અન્ય પદાર્થ કે જીવ પ્રતિ જે અણગમાની લાગણી થાય છે, તેનું વેદન કરવું, તે લાગણી પ્રગટ કરવી, અણગમતી વસ્તુ ન હોય તો સારું એવા ભાવમાં વર્તવું. આ લાગણીમાં આવેશ, તિરસ્કાર, અપમાન આદિ સમાવેશ પામી ક્રોધની લાગણીને તીવ્ર કરે છે.
કોમળતા - જીવ જ્યારે પોતાને અન્યથી ઊંચો કે નીચો માનવાને બદલે સમાન આત્મભાવે જોતાં શીખે છે,અને એ દ્વારા પોતાના માનભાવને તોડી, બીજાનાં દુ:ખને જોઈ તે દુઃખથી છૂટે એવો કલ્યાણભાવ સેવે છે તે કોમળતાનો ગુણ દર્શાવે છે.
કૃષ્ણ લેશ્યા - આ લેશ્યામાં આત્માનાં પરિણામની સૌથી વિશેષ મલિનતા હોય છે અને તેનાં પરમાણુનો રંગ કોયલના રંગ જેવો હોય છે. કૃષ્ણ લેશ્યાવાળો માણસ પ્રાયે અનંતાનુબંધી કષાયો સહિત, દુરાગ્રહી, દુષ્ટ તથા હિંસક વિચારો કરવાવાળો હોય છે. આ લેશ્યા અતિ અશુભ છે.
ગણધરજી - ગણ એટલે શિષ્ય સમૂહ. ગણના ધરનારને ગણધર કહે છે. ગણધર એટલે તીર્થંકર ભગવાનના મૂળ શિષ્ય. તેમની અવસ્થા આચાર્યોમાં ઉત્તમ ગણાય છે. તેઓ યથાર્થતાએ પ્રભુનો બોધ અવધારી ઉત્તમ આજ્ઞાપાલન સાથે મોક્ષમાર્ગ આરાધે છે, તે બોધનો અને માર્ગનો ફેલાવો અન્ય ભવ્ય જીવો સમક્ષ કરે છે અને
પરિશિષ્ટ ૧
મુમુક્ષુઓને સાથ આપી મોક્ષમાર્ગમાં આગળ વધારે છે.
ગણિતાનુયોગ - જે શાસ્ત્રોમાં લોકનું માપ તથા સ્વર્ગ, નરક આદિની લંબાઈ આદિનું, કર્મના બંધાદિનું વર્ણન ગણિતના આધારથી કરેલું હોય તે.
ગ્રંથિભેદ - ગ્રંથિ એટલે મિથ્યાત્વની ગાંઠ અથવા રાગદ્વેષની નિબિડ ગાંઠ. ગ્રંથિભેદ એટલે જડ અને ચેતનનો ભેદ કરી મિથ્યાત્વની ગાંઠને તોડતા જવી, તેની અમુક માત્રાએ ગ્રંથિભેદ થયો કહેવાય છે.
ગુણસ્થાન ગુણસ્થાનક - ગુણસ્થાન એટલે ગુણોના સમૂહને રહેવાની જગ્યા. જેટલા પ્રમાણમાં ગુણો ખીલ્યા હોય તેટલી વિશુદ્ધિ દર્શાવવા, આત્માના પૂર્ણ અજ્ઞાનતાથી શરૂ કરી, પૂર્ણ વિશુદ્ધિ સુધીના ચૌદ વિભાગ શ્રી વીતરાગ ભગવાને જણાવ્યા છે. અને તે પ્રત્યેક વિભાગને ગુણસ્થાન એવી સંજ્ઞા આપી છે. આત્મામાં જેટલા વધારે ગુણોની ખીલવણી થાય તેટલા ઊંચા ગુણસ્થાને તે રહ્યો કહેવાય. મોહનીય કર્મની તરતમતાને આધારે જીવમાં ગુણોની ખીલવણી થાય છે, તેથી જેટલા પ્રમાણમાં મોહનીય કર્મનો ક્ષયોપશમ વધારે તેટલું ઉચ્ચ ગુણસ્થાન તેને પ્રાપ્ત થાય.
૪૩૯
ગુણવ્રત - ગુણની વૃદ્ધિ કરનાર જે ત્રણ વ્રત શ્રાવક આરાધેછેતે ગુણવ્રત કહેવાયછે. દિગ્વિરમણ(જુદી જુદી દિશામાં જવાની મર્યાદા), ભોગોપભોગ પરિમાણ(ભોગપભોગના સાધનોના ઉપયોગની મર્યાદા) અને અનર્થદંડ વિરમણ(જરૂર વિના પાપકર્મથી છૂટવું). શરીરાદિની સાચવણી માટે
Page #466
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
થતાં પાપ તે અર્થદંડ. તે સિવાયના પાપ તે અનર્થદંડ.
ચરમાવર્ત - જીવનું છેલ્લું આવર્તન ચરમાવર્ત
કહેવાય છે. જીવ એકેંદ્રિયથી સંજ્ઞીપંચેન્દ્રિય થઈ, આત્મવિકાસ સાધી કેવળજ્ઞાન મેળવી સિદ્ધ થાય, તે છેલ્લી વખતનો વિકાસકાળ ચરમાવર્ત કહેવાય છે.
ગુપ્તિ - ગુપ્તિ એટલે મન, વચન અને કાયાના યોગનો વિરોધ કરવો કે જેથી અલ્પાતિઅલ્પ કર્મબંધ થાય અને બળવાન નિર્જરા થાય. ગુપ્તિ ત્રણ છે: મનોગુપ્તિ(આર્ત-રૌદ્ર ધ્યાન થાવવું નહિ), વચનગુપ્તિ (નિરવદ્ય વચન પણ કારણ વગર બોલવું નહિ), અને કાયગુપ્તિ(જરૂર વગર શરીર હલાવવું નહિ).
ચારિત્ર - આત્માનું મૂળ લક્ષણ એ સ્વરૂપમાં સ્થિર રહેવું તે છે. પોતાના સ્વરૂપમાં સ્થિરતા કે લીનતા માણવી એ આત્મ ચારિત્ર કહેવાય છે.
ગોત્ર કર્મ - જે કર્મના ઉદયથી જીવ રાજકુળમાં, શ્રેષ્ઠી કુળમાં, વૈભવી કુળમાં ઉત્પન્ન થાય તે ઉચ્ચ ગોત્રકર્મ અને જે કર્મના ઉદયથી જીવ હલકા ભિક્ષુક કુળમાં, અસુવિધાવાળા કુળમાં જન્મે તે નીચગોત્રકર્મ. ઉચ્ચગોત્રમાં જીવનની ઘણી સુવિધાઓ અને વિશિષ્ઠ લાભો મળે છે.
ગૃહસ્થ - ગૃહ એટલે ઘર. ઘરમાં રહેનાર ગૃહસ્થ.
ઘાતકર્મ – જે કર્મ આત્માના મૂળભૂત ગુણનો ઘાત
કરે છે, વિકળ કરે છે તે ઘાતી કર્મ કહેવાય છે. ઘાતી કર્મ ચાર છે – જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય.
ચારિત્રમોહ – આત્માને તેના સ્વરૂપાનુભવથી શ્રુત કરાવે અથવા તો આત્મસ્વરૂપમાં સ્થિર ન થવા દે તે ચારિત્રમોહ. ચારિત્રમોહમાં મુખ્ય ચાર કષાય ક્રોધ, માન, માયા, લોભ છે. તે પ્રત્યેકનાં ચાર પ્રકાર અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજ્વલન ગણતાં સોળ ભાગ થાય. તેમાં નવ નોકષાય ભળી પચીસ પ્રકાર થાય છે. ચોથું અવિરતિ સમ્યક્રષ્ટિ ગુણસ્થાન - દેહ,
ઇન્દ્રિય આદિ સર્વ પરપદાર્થોથી આત્માની સ્પષ્ટ ભિન્નતાની અનુભૂતિને શ્રી ભગવાને સમ્યક્દર્શન કહ્યું છે. જીવ ચોથા ગુણસ્થાને સમ્યક્દર્શન પામીને આત્માનાં અનંત ગુણોમાના પ્રત્યેક ગુણનો આંશિક અનુભવ કરે છે (સર્વગુણાંશ તે સમ્યકત્વ). આ ગુણસ્થાને ત્યાગ ન હોવાથી
અવિરતિ ગુણસ્થાન કહેવાય છે. ચૌદમું અયોગી કેવળી ગુણસ્થાન - શ્રી કેવળી પ્રભુને આયુષ્યનો છેલ્લો અંતમુહૂર્ત કાળ બાકી રહે ત્યારે બીજા ત્રણ અઘાતી-ક નામ, ગોત્ર અને શાતા વેદનીયને એકસાથે ભોગવી લેવા આત્મા મન, વચન અને કાયાના યોગને રૂંધી નાખે છે. મન, વચન તથા કાયાના યોગ આ છેલ્લા અને
ચતુર્વિધ સંધ - શ્રી અરિહંત ભગવાન સાધુ,
સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચારના બનેલા સંઘની સ્થાપના કરે છે. તે સંઘ ચતુર્વિધ સંઘ કહેવાય છે.
ચરમ શરીર - છેલ્લું શરીર. જે શરીર પછી આત્મા નવું શરીર ધારણ કરતો નથી અને સિદ્ધભૂમિમાં જાય છે.
४४०
Page #467
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧
ચૌદમાં ગુણસ્થાને રુંધાતા હોવાથી આ અયોગી (નિત્યત્વ). ૩. આત્મા કર્તા છે (કર્તુત્વ). ૪. કેવળી ગુણસ્થાન કહેવાય છે. આ ગુણસ્થાનના આત્મા ભોક્તા છે (ભોકતૃત્વ). ૫. મોક્ષ છે. ૬. છેલ્લા સમયે આત્મા દેહવિસર્જન કરી માત્ર એક મોક્ષનો ઉપાય છે. જ સમયમાં સિદ્ધભૂમિમાં પહોંચી ત્યાં સ્થિર થઈ
જાતિસ્મૃતિજ્ઞાન - મતિજ્ઞાનના ઉઘાડથી પૂર્વના જાય છે. તે જગ્યાએ અનંતકાળ સુધી અડોલ
ભવોની સ્મૃતિ આવે, જેના અનુસંધાનમાં અને અકંપ સ્થિતિમાં આત્મા અનંતજ્ઞાન તથા
જીવના સંસારથી છૂટવાના ભાવ વધે છે તે. અનંતદર્શન સહિત વસે છે. ચૌરેંદ્રિય - સ્પર્શ, રસ, ઘાણ અને ચક્ષુ એ ચાર
જીવ - જ્યાં સુધી આત્મા કર્મ સહિત હોય ત્યાં સુધી
તે જીવ કહેવાય છે. ઇન્દ્રિય પામનાર જીવ ચૌરેંદ્રિય કહેવાય છે. આવા જીવને આઠ પ્રાણ હોય છેઃ કાયબળ, જુગુપ્સા નોકષાય - દુર્ગધી પદાર્થો પ્રત્યે નાક વચનબળ, સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, મચકોડવું, કોઈ વિકૃત પદાર્થો જોઈ ચિતરી ચક્ષુઇન્દ્રિય, આયુષ્ય અને શ્વાસોશ્વાસ.
ચડાવવી વગેરે જુગુપ્સાના પ્રકાર છે. છઠ્ઠ ગુણસ્થાન (ઉત્કૃષ્ટ) - મન, વચન તથા કાયાનું તત્ત્વ (નવ) - આત્માની જાણકારી મેળવવા માટે બહુલતાએ આજ્ઞાધીનપણું.
શ્રી તીર્થકર ભગવાને નવ તત્ત્વ કહ્યાં છે. આ છઠ્ઠું સર્વવિરતિ સમ્યક્રદૃષ્ટિ ગુણસ્થાન પાંચમા નવ તત્ત્વ છે - જીવ, અજીવ, પાપ, પુષ્ય, ગુણસ્થાને શરૂ થયેલો મન, વચન તથા કાયાનો આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ. સંયમ પ્રગટપણે વ્યવસ્થિત વિકાસ સાધી
તપ - સંસારની શારીરિક, માનસિક, આર્થિક આદિ પૂર્ણતાએ પહોંચે ત્યારે છઠ્ઠ ગુણસ્થાન આવે છે.
સર્વભૌતિક સુખોની ઇચ્છાનો ત્યાગ કરી, કર્મની તે વખતે અંતરંગથી સ્વચ્છંદનો રોધ થઈ મન,
નિર્જરા કરવામાં એકાગ્ર થવું એ તપ છે. તપ વચન તથા કાયા પ્રભુને સોંપાય છે. પ્રભુની
બાર પ્રકારે છે, છ બાહ્યતા (અનશન, ઉણોદરી, આજ્ઞા અનુસાર ચાલવાનો નિયમ જીવ ભાવથી
વૃત્તિસંક્ષેપ, રસ પરિત્યાગ, વિવિક્ત શય્યાસન, સ્વીકારે છે. અને સંસાર ભોગવવાની વૃત્તિ ક્ષીણ
કાયક્લેશ) અને છ આંતરતપ(પ્રાયશ્ચિત્ત, થાય છે ત્યારે છટ્ઠ ગુણસ્થાન પ્રગટે છે.
વિનય, વૈયાવૃત્ત, સ્વાધ્યાય, કાયોત્સર્ગ, છધસ્થ - કેવળજ્ઞાન લીધા પહેલાંની જીવની સ્થિતિ ધ્યાન) છે. તે છદ્મસ્થ અવસ્થા.
તપ (ઉત્તમ) – સમસ્ત રાગાદિભાવોની ઇચ્છાનો છ પદ (આત્માનાં) - જીવને સમકિત અને તે પછીની ત્યાગ કરી સ્વરૂપમાં - પોતામાં લીન થવું અર્થાત્
અવસ્થાઓની પ્રાપ્તિ થવા માટે આત્માનાં આત્મલીનતા દ્વારા વિકારો પર જય મેળવવો એ છ પદનું યથાર્થ શ્રદ્ધાન થવું જોઈએ એમ શ્રી તપ છે. આ તપ સમ્યકદર્શન સહિત કરવામાં તીર્થકર ભગવાને બોધ્યું છે. આ છ પદ છે - આવે છે ત્યારે જ આત્માર્થે સફળ થવાય છે અને ૧. આત્મા છે (અસ્તિત્વ). ૨. આત્મા નિત્ય છે તે જ ઉત્તમ તપ છે.
૪૪૧
Page #468
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
તિર્યંચ – તિર્યંચગતિનાં જીવ તિર્યંચ તરીકે ઓળખાય તેજો વેશ્યા - આ લેગ્યામાં આત્માનાં પરિણામ
છે. તિર્યંચના પાંચ પ્રકાર છે. એકેંદ્રિય, બેઇન્દ્રિય, ઊગતા સૂર્ય જેવા હોય છે. આ વેશ્યા વાળો જીવ ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને પંચેન્દ્રિય. સમદષ્ટિ, દ્વેષરહિત, દયાળુ, ઉદારચિત્ત વાળો પંચેન્દ્રિયમાં અસંજ્ઞી અને સંજ્ઞી. સંજ્ઞી પંચેન્દ્રિય હોય છે. આ વેશ્યા શુભ છે. પણ તેનો દુરુપયોગ જળચર, સ્થળચર અને ખેચર એમ ત્રણ પ્રકારમાં કરવામાં આવે તો અન્યને બાળી શકે છે. વહેંચાય છે. પશુ, પંખી, આદિ તિર્યંચ કહેવાય.
તેરમું સયોગી કેવળી ગુણસ્થાન - આ ગુણસ્થાને
ચાર ઘાતી કર્મો - મોહનીય, જ્ઞાનાવરણ, તીર્થસ્થાન - તીર્થસ્થાન એટલે એવું ક્ષેત્ર કે જ્યાં
દર્શનાવરણ અને અંતરાયનો ક્ષય થઈ કેવજ્ઞાન વસી આત્મા પોતાના પર લાગેલા કર્મનાં
કેવળદર્શન પ્રગટે છે. કેવળજ્ઞાન લીધા પછી થરને નિવૃત્ત કરવાનો અવકાશ પામે છે. બીજી
જેમને મન, વચન અને કાયાના યોગ પ્રવર્તે છે અપેક્ષાએ આત્મામાં કલ્યાણભાવના ઉદય સાથે
તે સયોગી કેવળી અને એ દશા તે સયોગી કેવળી જ્ઞાન, દર્શન અને ચારિત્રની એકતા સધાય છે
ગુણસ્થાન. ત્યારે તે આત્મામાં તીર્થસ્થાન પ્રવર્તે છે.
ત્યાગ (ગુણ) - આત્માના અનુભવને અવરોધ તીર્થકર નામકર્મ – ભાવિમાં તીર્થ પ્રવર્તાવવાનું કર્મ કરનાર પદાર્થને છોડતા જવા તે ત્યાગ. | નિકાચીત થાય છે ત્યારે જીવને તીર્થકર નામકર્મ
ત્યાગ (ઉત્તમ) – પોતાના આત્માથી ભિન્ન સર્વ નો બંધ પડયો કહેવાય છે.
પરપદાર્થોને આ પર છે એમ જાણીને
તેના તરફનો મમત્વભાવ તોડવો એ ત્યાગધર્મ તીર્થકર ભગવાન - તીર્થકર એટલે તીર્થના કરનાર.
છે. અને આત્માના આશ્રયે રાગદ્વેષાદિ વિકારોનો સહુનાં કલ્યાણ અર્થે સાધુ, સાધ્વી, શ્રાવક અને
ત્યાગ કરવો એ ઉત્તમ ત્યાગધર્મ છે. શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી તીર્થ પ્રવર્તાવે છે તે તીર્થકર ભગવાન કહેવાય છે.
ત્રસકાય - જે જીવ પોતાના શરીરને હલાવી તેઓ ૐ ધ્વનિથી દેશના આપે છે, અને ૩૪
ચલાવી શકે તે ત્રસકાય જીવ કહેવાય છે. બેથી અતિશય સહિત બિરાજમાન હોય છે.
પાંચ ઇન્દ્રિયવાળા જીવો ત્રસકાય છે. એકેંદ્રિય
સ્થાવરકાય છે. તેઈદ્રિય – સ્પર્શ, રસ અને થ્રાણ એ ત્રણ ઇન્દ્રિય
ત્રસનાડી – લોકનો મધ્યનો ઊભો પટ્ટો ત્રસ નાડી મેળવનાર જીવ એઇન્દ્રિય તરીકે ઓળખાય છે.
કહેવાય છે, કેમકે સમસ્ત ત્રસકાય જીવો, આ આવા જીવને સાત પ્રાણ હોય છે. કાર્યબળ,
ત્રસ નાડીમાં વસે છે. ત્રસ નાડીની બહારના વચનબળ, સ્પર્શેન્દ્રિય, રસઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય,
લોકના ભાગમાં માત્ર સૂક્ષ્મ એકેંદ્રિય જ આયુષ્ય અને શ્વાસોશ્વાસ.
વસે છે.
તેઉકાય - અગ્નિ જે જીવોનું શરીર છે તે તેઉકાય ત્રીજું મિશ્ર ગુણસ્થાન - પહેલા (મિથ્યાત્વ) જીવ. તે એકેંદ્રિય છે.
ગુણસ્થાનમાંથી નીકળી સમ્યગ્દર્શન પામતાં
૪૪૨
Page #469
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧
પહેલાં મનોમંથન વાળી ભૂમિકા જીવને પ્રાપ્ત દર્શનાવરણ કર્મ - પાંચ ઇન્દ્રિય અને છઠું મન થાય છે. ત્યારે જીવને ‘આત્મા નથી જ' અથવા એમાંના કોઈ એક કે અનેક સાધનોથી થતું આત્મા છે જ' એવી સ્પષ્ટતા થતી નથી, આવી પદાર્થનું પ્રથમ સમયનું સામાન્ય જાણપણું તે દ્વિધાવાળી સ્થિતિ તે ત્રીજું મિશ્ર ગુણસ્થાન છે. દર્શન કહેવાય છે. જે કર્મ આત્માના દર્શનગુણ તેનો કાળ અંતમુહૂર્તનો છે.
પર છવાઈ જઈ દર્શનને પ્રગટવા દેતું નથી તેને
દર્શનાવરણ કર્મ કહેવાય છે. દયા - દયા એટલે અનુકંપા, દુ:ખથી
છુટે એવી લાગણી. સંસારનાં પરિભ્રમણથી દિગંબર મુનિ - દિગ્યું એટલે દિશા. અને અંબર પોતાના જીવને છોડાવવાની ભાવના એટલે
એટલે વસ્ત્ર. દિશાઓ જેનું વસ્ત્ર છે તેવા મુનિ સ્વદયા. બીજાનું ભલું થાય, બીજાઓ દુ:ખથી
(મુનિ) દિગંબર મુનિ કહેવાય છે. મુક્ત થાય એવી ભાવના તે પરદયા.
દીક્ષા - જુઓ સર્વસંગ પરિત્યાગ જીવને સંસારથી છોડાવવાના ભાવ એ સૂક્ષ્મ દયા છે, અને હિંસાદિ પ્રવૃત્તિનો ત્યાગ એ સ્થૂળ
દેવ - દેવગતિમાં જીવ દેવ તરીકે ઓળખાય છે. દયા છે.
દેવ ચાર પ્રકારના છે. ભુવનપતિ, વાણવ્યંતર,
જ્યોતિષિક અને વૈમાનિક. તેમને મુખ્યતાએ દશમું સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાન – કષાયોમાં સહુથી શાતાનો અને ગૌણતાનો અશાતાનો ઉદય સૂમ પ્રકાર તે સંજ્વલન છે. શ્રેણિના આ વર્તે છે. ગુણસ્થાને બધા બાદર – ધૂળ કષાયોનો નાશ
દેવલોક - દેવો જ્યાં રહે તે જગ્યાને દેવલોક કરવા જીવ ભાગ્યશાળી થાય છે, અને તેના
કહે છે. સૂક્ષ્મ સંજ્વલન કષાયો પણ નાશ પામતા જાય છે. આ પ્રકારે આ ગુણસ્થાને શ્રેણિમાં સૂમમાં દેશપરિત્યાગ - દેશ એટલે અંશ. અમુક ભાગનો સૂમ કષાય પણ હણાતા હોવાથી તેને સૂક્ષ્મ ત્યાગ એટલે દેશ પરિત્યાગ. સંપરાય (કષાય) ગુણસ્થાન કહે છે.
દેશવ્રત (દેશવિરતિ) - નાનાં વ્રતોને દેશવ્રત કહે છે. દર્શન - પ્રત્યેક પદાર્થની પાંચ ઇન્દ્રિય કે મનથી પૂર્ણ નહિ પણ અમુક અંશે પળાતું વ્રત દેશવ્રત પહેલા સમયની સામાન્ય જાણકારી આત્મા
કહેવાય. ગ્રહણ કરે છે તેને દર્શન કહેવાય છે.
દેહાત્મબુદ્ધિ - દેહમાં આત્મબુદ્ધિ કરવી,
તે હું છું એવા ભાવમાં રહેવું તે દેહાત્મબુદ્ધિ છે. દર્શનમોહ - જે કર્મ આત્માનાં અસ્તિત્વ, નિત્યત્વ
આદિ શ્રદ્ધાનને આવરી જીવને પોતાનાં સ્વરૂપનું દ્રવ્ય - દ્રવ્ય એટલે પદાર્થ કે વસ્તુ. સમગ્ર લોક(વિશ્વ) યથાર્થ ભાન થવા ન દે તે દર્શનમોહ કહેવાય છે. માત્ર છ પ્રકારનાં દ્રવ્ય ધરાવે છે. તે છે – જીવ, તેની ત્રણ પ્રકૃતિ છેઃ મિથ્યાત્વ મોહનીય, મિશ્ર પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય.
અને કાળ.
૪૪૩
Page #470
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
દ્વાદશાંગી - દ્વાદશ એટલે બાર. દ્વાદશાંગી એટલે કરવામાં એકાગ્ર થવું. તે વખતે તેનામાં
બાર અંગ સૂત્રો. જેમાં શ્રી તીર્થંકર પ્રભુનો સમગ્ર અવ્યક્ત એવા શુભ વિચારો ચાલતા હોય છે. ઉપદેશ સમાયો છે.
જીવને ચોથાથી છઠ્ઠા ગુણસ્થાન સુધી ધર્મધ્યાન દ્વેષ - દ્વેષ એ ક્રોધ અને માનનાં સંયોજનથી
સંભવે છે. ઉત્પન્ન થાય છે. કૅષ એટલે કોઈ જીવ કે પદાર્થ ધર્માસ્તિકાય – જીવ તથા પુદ્ગલને ગતિ કરવામાં માટેનું અશુભ ચિંતવન. પોતાની ધારી ઇચ્છા સહાય કરનાર ધર્માસ્તિકાય દ્રવ્ય છે. પાર પડે નહિ ત્યારે તેના માનભાવનો ભંગ થાય
ધુવબંધી - જે કર્મ પ્રકૃતિ જીવને સતત બંધાયા કરે છે, અને તેમાં નિમિત્તરૂપ બનનાર પદાર્થ માટે
તે ધુવબંધી પ્રકૃતિ કહેવાય. જીવને અણગમાના અશુભ ભાવો અર્થાતુ દ્વેષ વેદાય છે.
ધ્યાન – ધ્યાનના ચાર પ્રકાર છે – આર્ત, રૌદ્ર,
ધર્મ અને શુક્લ. પહેલા બે પ્રકાર કષાયયુક્ત દંડક - દંડ એટલે શિક્ષા અથવા સજા. અનંત
હોવાથી સંસારની વૃદ્ધિ કરનારા છે. બીજા શક્તિવાન આત્મા કર્માદિથી દંડાઈને વિષમ
બે ધ્યાનના પ્રકાર આત્માની અનુભૂતિ સ્થિતિ ભોગવવા જે સ્થાનમાં જાય છે તે દંડક
કરાવનાર હોવાથી આત્મશુદ્ધિ કરવા માટે ખૂબ કહેવાય છે. આવા દંડક ૨૪ છે. પૃથ્વી, અપ,
ઉપકારી છે. તેજ, વાયુ અને વનસ્પતિ એ પાંચ એકેંદ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય, સંજ્ઞી પંચેન્દ્રિય ધ્યાન તપ – આ તપમાં ધર્મધ્યાન અથવા શુક્લધ્યાન તિર્થય, મનુષ્ય, નારકી, દશ પ્રકારના ભૂવનપતિ થકી જીવ દેહ, ઇન્દ્રિય આદિથી પર બની (અસુરકુમાર), વ્યંતર દેવ, જ્યોતિષિક દેવ અને સ્વમાં એકાકાર થઈ જાય છે. વિષયવિકાર તથા વૈમાનિક દેવ આ ચોવીશ સ્થાન દંડક છે.
પરપદાર્થ પરથી ચિત્તને દૂર કરી આત્માના શુધ્ધ
ઉપયોગમાં એકાગ્ર થવું તે ધ્યાન તપ છે. ધર્મ - ચારે ગતિમાં રખડતા જીવને અધોગતિમાં
જતો અટકાવે, અશુભથી રક્ષે અને સર્વ પ્રકારનાં નપુંસકવેદ નોકષાય - આ વેદના ઉદયથી જીવને દુઃખ અને દર્દથી છોડાવી શાશ્વત સુખની પ્રાપ્તિ સ્ત્રી તથા પુરુષ બંનેને ભોગવવાની ઇચ્છા સુધી પહોંચાડે તેનું નામ ધર્મ.
સતત રહ્યા કરે. ધર્મદુર્લભ (ધર્મ) ભાવના - ધર્મના ઉપદેશક તથા નરક - નરક સાત છે, અને તે લોકના નીચેના શુધ્ધ શાસ્ત્રના બોધક એવા ગુરુ મળવા અને ભાગમાં આવેલ છે. ત્યાં ઉત્કૃષ્ટ આય તેંત્રીસ તેમના વચનોનું શ્રવણ મળવું દુર્લભ છે એમ સાગરોપમનું અને જઘન્ય આયુ દશ હજાર વર્ષનું ચિંતવવું તે ધર્મદુર્લભ ભાવના.
છે. આ ગતિમાં જીવને ઘણું ઘણું દુ:ખ ભોગવવું ધર્મધ્યાન - ધર્મધ્યાન કરવું એટલે દેહ, ઇન્દ્રિય,
પડે છે. ભોગોપભોગની સામગ્રીથી અલગ થઈ, નવમું અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાન - સ્વરૂપમાં લીન થવું અર્થાત્ આત્માનો અનુભવ સંપરાય એટલે કષાય. અને બાદર એટલે સ્થૂળ
४४४
Page #471
--------------------------------------------------------------------------
________________
અથવા મોટા. જે કષાયોનો પૂર્ણ નાશ કરવાનો પુરુષાર્થ જીવે આઠમા ગુણસ્થાને ઉપાડયો હતો, તેમાં ઘણી સફળતા મળી હોવા છતાં પૂર્ણતાની પ્રાપ્તિ થઈ નથી, અને તે પ્રાપ્તિ માટે આગળ વધવાનું છે તે સૂચવવા આ ગુણસ્થાનને ‘અનિવૃત્તિ બાદર સંપરાય' ગુણસ્થાન તરીકે ઓળખાવ્યું છે.
નામ કર્મ - ચિતારો ચિત્ર ચિતરે, તેમાં વિવિધ રંગ પૂરે, તેમ પ્રાણીને પ્રાણ ધરાવી નવા નવા આકારો, નામ, રૂપ અપાવે, ચિત્રવિચત્ર સ્વર આપે, યશ અપયશ અપાવે વગેરે રૂપે અનેક બાહ્ય રૂપ ધારણ કરાવે તે નામકર્મ કહેવાય છે. નોકષાય ચારિત્રમોહની સોળ પ્રકૃત્તિને સહાય કરનાર, ઉદ્દીપ્ત કરનાર નવ નોકષાય છે. નોકષાયની મદદથી મૂળ કષાય ઉગ્ન થાય છે. આ કષાયો તે હાસ્ય, રતિ, અતિ, ભય, શોક, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ છે.
નિકાચીત ! - જીવ જ્યારે એકનો એક ભાવ અનેકવાર
કરી કર્મને એવું ઘટ્ટ અને ચીકણું બનાવે છે કે તેમાં ઉર્તન, અપવર્તન, સંક્રમણ આદિ કંઈ પણ સામાન્ય રીતે થઈ શકે નહિ, તે નિકાચીત કર્મ કહેવાય છે. આ કર્મના વિપાકને તે કર્મ જે પ્રકારે બાંધ્યું હોય તે પ્રકારે ભોગવવો પડે છે. શુભ અથવા અશુભ બંને પ્રકારનાં કર્મ નિકાચીત હોઈ શકે છે.
નિગ્રહ કરવો - તત્ સંબંધી રાગદ્વેષથી છૂટવું. નિગ્રંથ - ગ્રંથિ એટલે ગાંઠ. નિગ્રંથ એટલે ગાંઠ વગરનું. જેની કર્મની ગાંઠ નીકળી ગઈ છે તે નિગ્રંથ મુનિ.
નિર્જરા પૂર્વે ગ્રહણ કરેલા સર્વ કર્મો આત્માના પ્રદેશ પરથી ખપાવવાની પ્રવૃત્તિ તે નિર્જરા. નિર્જરા બે પ્રકારે છેઃ અકામ ને સકામ. નિર્જરાભાવના - જ્ઞાન અને તપ સહિત ક્રિયા કરવાથી પૂર્વે બાંધેલાં કર્મો જલદીથી ખરે છે તેમ ચિંતવવું તે નિર્જરાભાવના.
-
નિત્ય અભવી - જે જીવને ક્યારેય મોક્ષમાં જવાનું થતું નથી, તે નિત્ય અભવી છે.
પરિશિષ્ટ ૧
નિત્યનિગોદ લોકના સહુથી નીચેના ભાગમાં નિત્યનિગોદ છે જ્યાં સાધારણકાયમાં જીવો રહ્યા છે, અને તેઓ કદિ ક્યારે પણ બહાર નીકળ્યા નથી. એક કાયમાં અનંત જીવો રહી, સાથે ઉપજે, મરે, આહાર કરે ઇત્યાદિ સરખાપણું હોય તે સાધારણકાય જીવો છે. એક વખત આ નિગોદમાંથી જીવ બહાર નીકળે ત્યાર પછી ક્યારેય એ જીવ આ નિગોદમાં જતો નથી. નિર્મમપણું - મમતારહિત સ્થિતિ. પદાર્થ પ્રતિની
મમત્વ વગરની, પોતાપણા વગરની વૃત્તિ. નિર્મળતા - પવિત્રતા, શુધ્ધતા, મળ-મેલ રહિત સ્થિતિ.
-
નિમિત્ત - જેના કારણે જીવને ભાવાભાવ થાય તે. નિરાકાંક્ષા - આ સકિતનું બીજું અંગ(ગુણ) છે. સભ્યષ્ટિ આત્મા પરપદાર્થોથી પ્રાપ્ત થતાં સુખની આકાંક્ષા (અપેક્ષા) રહિત હોય છે તે નિરાકાંક્ષા.
૪૪૫
નિર્લેપતા - લેપાવાપણું નહિ તે, અળગાપણું કે અલિપ્તતા.
નિર્વાણ વાણ એટલે શરીર. નિર્વાણ એટલે અશરીર. જીવ અનાદિકાળથી ચતુર્ગતિરૂપ
-
Page #472
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
સંસારમાં અટવાયા કરતો હતો, તેમાંથી શુદ્ધ થઈ આ પરિભ્રમણથી છૂટી જાય છે - મુક્ત થાય છે ત્યારે તેને સંસા૨માં ૨ખડવાપણું રહેતું નથી અને આત્મા મુક્ત થાય છે, એટલે કે તે નિર્વાણ પામે છે અને સિદ્ધભૂમિમાં ગમન કરે છે. નિર્વિકલ્પતા - વિકલ્પ એટલે અનિશ્ચિત વિચાર. ‘આ કે તે’ એવા દ્વંદ્દભાવ વગરની સ્થિતિ એ નિર્વકલ્પતા કહેવાય. નિર્વિચારપણું સૂક્ષ્માતિસૂક્ષ્મ વિચાર વગરની સ્થિતિ. આ સ્થિતિ કેવળીપ્રભુને હોય છે. નિર્વિચિકિત્સા - સમ્યક્દર્શનનું ત્રીજું અંગ(ગુણ) છે. નિર્વિચિકિત્સા એટલે તિરસ્કારરહિતપણું. સમ્યષ્ટિ આત્માને રાગ-દ્વેષ, સુગંધ, દુર્ગંધ, સ્વચ્છ, મલિન પદાર્થો વચ્ચેનો ભેદ સ્વરૂપમાં બાધાકારી થતો નથી. તેઓ પદાર્થને જેવા છે તેવારૂપે જાણે છે.
નિર્વેદ - સંસારના પરિભ્રમણનો અંત લાવવાની ઇચ્છાને કારણે સંસાર ભોગવવાની ઇચ્છા મંદ થવી, તેને નિર્વેદ કહે છે.
નિઃશંકતા આ સમિતનું પહેલું અંગ(ગુણ) છે. સમ્યક્દષ્ટ આત્મા શંકા સંશય રહિત છે. તે સન્દેવ, સત્કર્મ તથા સદ્ગુરુના અવલંબન થકી, તથા તત્ત્વશ્રદ્ધાનને કારણે તે સાત ભયોથી મુક્ત થતો જાય છે અને તેની આત્મા તથા ધર્મ સંબંધીની આશંકાઓ નીકળતી જાય છે. નિશ્ચય(નય) - આત્માની શુદ્ધ સ્થિતિની અપેક્ષા. નિશ્ચયમાર્ગ - આત્માનાં શુધ્ધ સ્વરૂપનાં યથાર્થ
માર્ગને જે જણાવે તે નિશ્ચયમાર્ગ.
-
નિશ્ચયથી વ્યવહાર સમકિત – જીવે અનુભવેલી એક સમય માટેની દેહથી ભિન્નતા (અંતવૃત્તિસ્પર્શ),
૪૪૬
શ્રી તીર્થંકર પ્રભુની સહાયથી જ્યારે આઠ સમય સુધી વિસ્તૃત થાય છે, ત્યારે તે જીવ ‘નિશ્ચયથી વ્યવહાર સમકિત' પામ્યો ગણાય છે.
નિસ્પૃહતા - સ્પૃહા એટલે ઇચ્છા. નિસ્પૃહતા એટલે ઇચ્છારહિતપણું.
નીચગોત્ર કર્મ - જે કર્મના ઉદયથી જીવ હલકા ભિક્ષુક કુળમાં, અસુવિધાવાળા કુળમાં જન્મે તે નીચગોત્રકર્મ. નીચગોત્રવાળાને જીવનની અસુવિધા, ગરીબાઈ આદિ હોય છે, કોઈ પણ ગતિમાં.
નીલ લેશ્યા આ લેશ્યામાં આત્માનાં અશુભ પરિણામની કૃષ્ણ લેશ્યા કરતા કાંઇક મંદતા હોય છે અને તેનાં પરમાણુઓ મોરના કંઠ જેવા રંગનાં હોય છે. નીલ લેશ્યાવાળો જીવ કષાયી, બહુ પરિગ્રહ રાખનાર તથા બહુ આરંભ કરનાર હોય છે. આ લેશ્યા અશુભ છે.
પદ (છ) - જુઓ ‘છ પદ’.
પદવીધારી
પદ એટલે ઊંચું સ્થાન. પરમેષ્ટિ પદધારી, પૂર્વધારી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની આદિ પદવીધારી કહેવાય છે.
–
પદ્મ લેશ્યા - આ લેશ્યામાં આત્માનાં પરિણામ
ચંપાનાં વૃક્ષના રંગવાળા હોય છે. આ લેશ્યાવાળા જીવો આચાર અને મનથી શુદ્ધ, દાનવીર, વિનયી, સજ્જન, ન્યાયમાર્ગી હોય છે. આ લેશ્યા શુભ છે.
પરમપદ - મોક્ષ. આત્માનું ઊંચામાં ઊંચું સ્થાન.
પરમાણુ - પુદ્ગલ એ છ દ્રવ્યમાંનું એક છે. તેનાં નાનામાં નાના અવિભાજ્ય અંગને પરમાણુ કહે છે.
Page #473
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧
પરમાર્થ અંતરાય - આત્માનાં મૂળભૂત જ્ઞાન, દર્શન તથા ચારિત્રને ખીલવા ન દે તે પરમાર્થ
અંતરાય. પરમાર્થશુદ્ધિ - આત્મા શુધ્ધ થતો જાય એ પ્રકારે ધર્મનું આરાધન કરતાં રહેવું, અને શુચિ વધારતા
જવી તે. પરાભક્તિ - ઉત્તમ ભક્તિ; જ્ઞાનીપુરુષનાં
સર્વ ચારિત્રમાં ઐક્યભાવનો લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્મા સાથેનો ઐક્યભાવ અર્થાત્ જીવનું મન, વચન તથા કાયાથી ઉત્તમ આજ્ઞાધીનપણું. પરમેષ્ટિ – જીવ સમસ્તના કલ્યાણ કરવાના ભાવ ઉત્તમતાએ ભાવે તે પરમેષ્ટિ (પરમ ઇષ્ટ) કહેવાય છે. અરિહંત, સિધ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુસાધ્વી આ પાંચ ભગવંત પરમ ઇષ્ટ એટલે કલ્યાણ કરનાર હોવાથી પંચપરમેષ્ટિ કહેવાય છે.
કહેવાય છે. ઉદા. ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ, રોગ
વગેરે. પર્વવ્રતી પ્રતિમાધારી - શ્રાવક પૌષધ આદિ વ્રત
અહી એક, બે કે અમુક દિવસ માટે મુનિધર્મ પાળે તે. પશ્ચાત્તાપ - જે ભૂલો ભૂતકાળમાં થઈ છે તે બાબતનું
દુ:ખ જીવે અંતરંગમાં વેદવું તે પશ્ચાત્તાપ. પહેલું મિથ્યાત્વ ગુણસ્થાનક - મિથ્યા એટલે ખોટું,
ખોટાને રહેવાના સ્થાનને મિથ્યાત્વ ગુણસ્થાન કહે છે, આ ગુણસ્થાને જીવને જગતમાં પ્રવર્તતી સત્ય બાબતો વિપરીત રૂપે જણાય છે, અને અસત્યનો સત્યરૂપે સ્વીકાર થાય છે. તે જીવ દેહાદિ પુદ્ગલ પદાર્થોમાં ગાઢપણે સ્વપણાની લાગણી વેદે છે, અને જે પોતાનું છે તેને પરપણે અનુભવે છે. આવી આવી અનેક રીતે જીવ ઘણી ઘણી મિથ્યામાન્યતાઓ બળવાનપણે સ્વીકારી લે છે, અને પરિણામે પોતાના લગભગ બધા જ
ગુણો આવરિત કરી નાખે છે. પાપ (તત્ત્વ) - જે કર્મનાં પરમાણુઓ ભોગવટો
કરતી વખતે જીવને અશાતારૂપ નીવડે છે તે પરમાણુઓ ગ્રહણ કરવા તે પાપ બતાવે છે. એટલે કે જે પ્રકારના ભાવ કરવાથી અશાતાનો ઉદય વેદવો પડે, તે પ્રકારના ભાવ તથા કાર્ય પાપ તત્ત્વ સૂચવે છે. પાપાનુબંધી - પાપનો અનુબંધ (બંધન) કરાવે
તેવી પ્રવૃત્તિ. પાંચમું દેશવિરતિ સમ્યક્દષ્ટિ ગુણસ્થાન - ‘દેશ'
એટલે પૂર્ણનો અમુક વિભાગ અને વિરતિ એટલે રતિથી (આસક્તિથી) વિરમવું -
પરિગ્રહ - પરપદાર્થોને ગ્રહણ કરવા તે પરિગ્રહ,
પરિગ્રહ બે પ્રકારે છે - બાહ્ય અને અત્યંતર. બાહ્ય પરિગ્રહ દશ પ્રકારે છે - ક્ષેત્ર, મકાન, ચાંદી, સોનું, ધન, ધાન્ય, દાસ, દાસી, વસ્ત્ર અન વાસણ. અત્યંતર પરિસહ ચૌદ પ્રકારે છે - મિથ્યાત્વ, ચાર કષાય અને નવ નોકષાય. પરિગ્રહબુદ્ધિ - સંસારના પદાર્થોનો ભોગવટો
કરવામાં મમત્વ કરવું તે પરિઝહબુદ્ધિ. પરિભ્રમણ - સંસારની ચારે ગતિમાં જન્મવું અને
મરવું તે પરિભ્રમણ. પરિષહ - કર્મ ખપાવવા તથા માર્ગથી શ્રુત ન થવા માટે જે કંઈ સહન કરવું પડે તે પરિષહ
४४७
Page #474
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
છૂટવું. ‘દેશવિરતિ' એટલે અમુક પ્રમાણમાં વેદતાં હોય છે તે જીવો જ પંચપરમેષ્ટિ પદમાં સંસારી પદાર્થોની આસક્તિનો ત્યાગ. સ્થાન પામે છે. સમ્યક્દર્શન સહિત દ્રવ્યથી ભાવપૂર્વક
પંચેન્દ્રિય – સ્પર્શ, રસ, ઘાણ, ચક્ષુ અને શ્રવણની આરાધેલા વ્રતનિયમો પાંચમું ગુણસ્થાન
પ્રાપ્તિ ધરાવનાર જીવ પંચેન્દ્રિય કહેવાય છે. દર્શાવે છે.
આવા જીવને નવ પ્રાણ હોય છેઃ કાયબળ, પુણ્ય (તત્ત્વ) - જે કર્મનાં પરમાણુઓ ભોગવટો કરતી વચનબળ, સ્પર્શેન્દ્રિય, રસઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, વખતે શાતા આપનાર નીવડે, તેવા પરમાણુઓ
શ્રવણેદ્રિય, આયુષ્ય અને શ્વાસોશ્વાસ. ગ્રહવા તે પુણ્ય. એટલે કે જે પ્રકારના ભાવ
પંચમકાળ - અવસર્પિણીનો પાંચમો આરો. કરવાથી શાતાનો ઉદય વેદવો પડે, તે પ્રકારના ભાવ તથા કાર્ય પુણ્ય તત્ત્વ સૂચવે છે.
પ્રત્યાખ્યાન કષાય - જે કષાયને જીવ ધારે તો ઉત્તમ
પ્રયત્નથી દાબી શકે તે પ્રત્યાખ્યાન કષાય છે. પુણ્યાનુબંધી - પુણ્યનો અનુબંધ (બંધન) કરાવે
પ્રતિક્રમણ - પૂર્વે કરેલી ભૂલોનો પશ્ચાત્તાપ કરી તેવી પ્રવૃત્તિ.
તેનાથી નિવૃત્તિ ઇચ્છવી તે પ્રતિક્રમણ. પુદ્ગલ - જે વર્ણ(રૂપ), રસ, ગંધ અને સ્પર્શ એ
પ્રતિબંધ – અટકાયત, અટકાવનાર તત્ત્વ. ચાર ગુણોથી યુક્ત છે તે પુદ્ગલ.
પ્રતિસ્થાપના સમિતિ - મુનિને શરીરધર્મ જાળવવા પુગલ પરાવર્તન - લોકના તમામે તમામ પુદ્ગલને
જે મળ, મૂત્ર, બળખો આદિ ત્યાગ કરવાનો ભોગવતાં જે કાળ લાગે છે તેને પુદ્ગલ પરાવર્તન
પ્રસંગ આવે તે અન્ય જીવજંતુ હણાય નહિ, કહે છે.
દૂભાય નહિ, તેવી જગ્યામાં પરઠાવે. એ જગ્યાના પુરુષવેદ નોકષાય - આ વેદના ઉદયથી સ્ત્રીસેવનની માલિકની પરઠવા માટે આજ્ઞા મેળવે અને સર્વ ઇચ્છા થાય, વિષય સેવન કરે, મનમાં સ્ત્રીને
પ્રકારે શુદ્ધિ જળવાય તે માટે સજાગ રહે. ભોગવવાના વિચારો આકાર પામે, વગેરે
પ્રદેશ (આત્મ) - આત્માનાં અસંખ્ય પ્રદેશ છે, તેનો પુરુષવેદ છે.
નાનામાં નાનો ભાગ એટલે એક પ્રદેશ. પૂર્વધારી - પૂર્વ(મહાગ્રંથ)ના અભ્યાસી. પૂર્વ કુલ પ્રદેશોદય - જે કર્મો જીવ આત્મપ્રદેશે ભોગવે છે ચૌદ છે. જેટલા પૂર્વનો અનુભવ સહિત અભ્યાસ પણ યોગમાં જોડાતો નથી, તેવા કર્મો કે જે નવાં
કર્યો હોય તેટલા પૂર્વના તે ધરનાર કહેવાય. કર્મ બાંધ્યા વિના ભોગવાઈને ખરી જાય તે કર્મો પંચ પરમેષ્ટિ - અરિહંત, સિધ્ધ, આચાર્ય, ઉપાધ્યાય પ્રદેશોદયથી ભોગવ્યાં કહેવાય છે.
અને સાધુસાધ્વી આ પાંચ ભગવંત પરમ ઇષ્ટ પ્રભાવના - આ સમકિતનું આઠમું અંગ(ગુણ) એટલે કલ્યાણ કરનાર હોવાથી પંચપરમેષ્ટિ છે. ધર્મની, ધર્મના શાસનની વૃદ્ધિ થાય તેવા કહેવાય છે. જીવ સમસ્ત માટેના કલ્યાણભાવ જ્ઞાન પ્રસારક કાર્યો કરવાં. લોકો ધર્મ પ્રત્યે
४४८
Page #475
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧
સદ્ભાવવાળા થાય તેવી પ્રવૃત્તિ કરવી, તે ધર્મ પૃથ્વીકાય - જે જીવોનું શરીર પૃથ્વી એટલે કે માટી, પ્રભાવના કરી કહેવાય.
પત્થર આદિ છે તે પૃથ્વીકાય જીવો છે. પ્રમાદ – પ્રમાદનો અર્થ આત્મવિસ્મરણ, આત્માને બ્રહ્મચર્ય (ઉત્તમ) - બ્રહ્મ અર્થાત્ નિજ શુધ્ધ આત્મામાં લાભ કરનાર કુશળ કાર્યમાં આદરનો ચરવું અર્થાત્ રહેવું. જ્ઞાનાનંદસ્વભાવી આત્માને અભાવ તથા કર્તવ્ય - અકર્તવ્યના ભાનમાં જ પોતાનો માનવો, જાણવો, એમાં એકરૂપ થવું અસાવધાની છે.
અર્થાત્ લીનતા થવી એ ઉત્તમ બહ્મચર્ય. પ્રમોદ ભાવના - અંશ માત્ર પણ કોઇનો ગુણ બ્રહ્મચર્ય વ્રત - બ્રહ્મમાં ચરવું એટલે બ્રહ્મચર્ય. બ્રહ્મ
નીરખીને રોમાંચિત ઉલ્લસવાં તે પ્રમોદ ભાવના, એટલે સ્વસ્વરૂપ, આ રૂપમાં એકાકારતા સાથે બીજાના ગુણો જોઇ રાજી થવું તે.
આત્માને જોડવો તથા રાખવો એ બ્રહ્મચર્યનો પ્રાણ - જીવને જીવવા માટે દશ પ્રાણનો આધાર
સૂક્ષ્મ અર્થ છે. અને વ્યવહારથી દેહસુખના મળે છે. પ્રાણના સંયોગથી જીવ ઉપજે છે અને
ભાવની નિવૃત્તિ કરવી તે બહ્મચર્ય વ્રત છે. વિયોગથી જીવ મરે છે. દશ પ્રાણ આ પ્રમાણે બાદર જીવ – બાદર એટલે ધૂળ. જે એકેંદ્રિય જીવો છેઃ મનોબળ, વચનબળ, કાયબળ, એક થી આધાર સહિત છે અને પૃથ્વી, જળ, અગ્નિ તથા પાંચ ઇન્દ્રિય એ પાંચ પ્રાણ, આયુષ્ય અને પવનથી રોકાઈ શકે છે તે બાદર. શ્વાસોશ્વાસ.
બારમું ક્ષીણમોહ ગુણસ્થાન - અહીં દર્શનમોહનીય પ્રાર્થના - જીવ પાસે કોઈ પદાર્થ કે તત્ત્વ ન હોય અને ચારિત્ર મોહનીયની કુલ ૨૮ પ્રકૃતિઓનો
અને પોતાને તે મેળવવાની બળવાન ઇચ્છા સંપૂર્ણ ક્ષય થયો હોય છે, તેથી તે ક્ષીણમોહ હોય, તો તે મેળવવા માટે તેના ધારક સમક્ષ ગુણસ્થાન કહેવાય છે. તેનું દાન કરવા વિનંતિ કરવાની ક્રિયાને પ્રાર્થના બીજું સાસ્વાદન ગુણસ્થાન - સમ્યક્દર્શન પ્રાપ્ત કહે છે.
કર્યા પછી પતન પામતો જીવ પહેલે ગુણસ્થાને પ્રાયશ્ચિત્ત - આ સંસારમાં ભ્રમણ કરતાં કરતાં જતાં પહેલાં અહીં જરા વાર અટકે છે, અને
અજ્ઞાન અને રાગદ્વેષને કારણે જીવથી એવી તત્ત્વરુચિના સ્વલ્પ આસ્વાદવાળી ભૂમિકા કેટલીયે ભૂલો થાય છે જે જીવનો સંસાર વધારે પ્રાપ્ત કરે છે, તે બીજું સાસ્વાદન ગુણસ્થાન છે. છે. આ તપમાં જીવ પોતાથી થયેલી ભૂલનો ગુણસ્થાન ચડતી વખતે જીવ પહેલેથી કુદકો મનથી ખૂબ પશ્ચાત્તાપ કરે છે, ખૂબ ખેદ વેદે મારી સીધો ત્રીજા ગુણસ્થાને જાય છે, બીજા છે અને પોતાનો તે દોષ ગુરુજન પાસે વર્ણવી, ગુણસ્થાનને સ્પર્શતો નથી. તેનાથી નિવૃત્ત થવા સ્વેચ્છાએ દોષને અનુરૂપ બેઈન્દ્રિય - સ્પર્શ અને રસ ઇન્દ્રિય ધરાવનાર જીવ દંડ સ્વીકારે છે.
બેઇન્દ્રિય કહેવાય છે. આવા જીવને છ પ્રાણ હોય પ્રાસુક આહારી - સ્વચ્છ, નિર્દોષ અને મિતાહાર છેઃ કાયબળ, વચનબળ, સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, કરનાર.
આયુષ્ય અને શ્વાસોશ્વાસ.
૪૪૯
Page #476
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
બોધદુર્લભભાવના - સંસારમાં ભમતા આત્માને ભય નોકષાય - સનિમિત્ત કે અનિમિત્ત ડર વેદવો તે મનુષ્યત્વ, સત્કર્મનું શ્રવણ, તેની શ્રદ્ધા અને ભય નોકષાય છે. પુરુષાર્થ મળવાં ઉત્તરોત્તર દુર્લભ છે એમ
ભાવના (બાર) - અનિત્ય, અશરણ, એકત્વ, વિચારવું તે બોધદુર્લભભાવના.
અન્યત્વ, અશુચિ, સંસાર, આશ્રવ, સંવર, બંધ (તત્ત્વ) - કર્મનાં પુદ્ગલ પરમાણુઓનો ચેતન
નિર્જરા, લોકસ્વરૂપ, બોધદુર્લભ અને ધર્મદુર્લભ. આત્મા સાથે એકમેક થઈ જવારૂપ સંબંધ થાય છે
એ બાર ભાવના પ્રભુએ વૈરાગ્યનો બોધ થવા અને તે પરમાણુઓ જીવની જે પરવશ અવસ્થા
માટે જણાવી છે. કરે છે તે બંધ તત્ત્વ છે.
ભાષા સમિતિ - મુનિને વાચા વર્ગણાના ઉદયને બુદ્ધ - બોધ પામેલ, સમજણની પૂર્ણતા મેળવનાર.
કારણે જો બોલવાનો પ્રસંગ આવે, અન્યને બોધ બોધસ્વરૂપ - યથાર્થ બોધની પ્રાપ્તિનો આરંભ. આ
આપવાનો ઉદય આવે તો મીઠી, વિકથા રહિત, દશા શુક્લધ્યાનની વીસ મિનિટે પહોંચ્યા પછી
સત્ય અને કલ્યાણમયી ભાષા વાપરે. કર્કશ, શરૂ થાય છે.
કઠોર, માર્મિક ભાષા ન વાપરવાનો ઉપયોગ ભક્તિ - ઉત્તમ આત્મા પ્રત્યે, તેના ગુણો પ્રત્યે રાખે તે ભાષા સમિતિ. પૂજ્યભાવ, આદરભાવ, અહોભાવ અને
ભેદવિજ્ઞાન - વિજ્ઞાન એટલે વિશેષ જાણકારી. અર્પણભાવ વેદવા તેનું નામ ભક્તિ છે. તેઓના
અને ભેદ એટલે દેહ તથા આત્માનું છૂટાપણું. ગુણો ગાવા, સ્તુતિ કરવી ઇત્યાદિ ક્રિયારૂપ
ભેદવિજ્ઞાન એટલે આત્માને દેહથી છૂટો પાડવો, ભક્તિ છે.
બંને વચ્ચેની ભિન્નતા અનુભવવી. ભક્તિમાર્ગ - ભક્તિમાર્ગમાં સાધક સદ્ગુરુ કે સર્વજ્ઞપ્રભુનો પ્રેમભાવથી સ્વીકાર કરે છે. તેમના ભોગાવલિ કર્મ - સંસાર ભોગવવો પડે તેવું કર્મ. પ્રતિ તેઓ સાચા છે એવું શ્રદ્ધાન કેળવે છે અને મતિજ્ઞાન - મનન કરી ઇન્દ્રિય અથવા મન દ્વારા તેમનું શરણું સ્વીકારી તેમની ઇચ્છાએ પ્રવર્તવા જાણવામાં આવે તે જ્ઞાનને મતિજ્ઞાન કહેવામાં પ્રયત્ન કરે છે.
આવે છે. પાંચ ઇન્દ્રિય તથા છઠું મન એ છ પૈકી ભવ - ભવ એટલે જન્મ. સમ્યકત્વ મેળવ્યા પછી, કોઈ એક અથવા વધારેની મદદથી મતિજ્ઞાન આત્મવિકાસનો પુરુષાર્થ માત્ર મનુષ્ય ગતિમાં જ થાય છે. મતિજ્ઞાનનો વિષય જાણવાનો છે, તે થતો હોવાથી, જેટલા મનુષ્યના જન્મ મોક્ષપ્રાપ્તિ વર્તમાનકાળ સૂચવે છે. સુધી જીવે ધારણ કર્યા હોય તેટલા ભવમાં તે
| મન:પર્યવજ્ઞાન - અન્યના મનના ભાવો જીવ
થઈ જીવ મુક્ત થયો ગણાય છે.
મન:પર્યવ જ્ઞાનથી જાણી શકે છે. મન:પર્યવજ્ઞાની ભવીપણું - કોઇ ને કોઇ કાળે મોક્ષની સંજ્ઞી પંચેન્દ્રિય જીવના મનના ભાવો જાણે છે. સિદ્ધિ મેળવવાના અભયવચનને ભવીપણું
જીવ વિચાર કરે ત્યારે મનોવર્ગણાના પરમાણુઓ કહેવાય છે.
અમુક આકાર ધારણ કરે છે, તેની જાણકારી અને
૪૫O
Page #477
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧
વિશ્લેષણ કરવાની શક્તિથી મન:પર્યવજ્ઞાની કામ પાર પાડવા છેતરપીંડી તથા રાગભાવનું ભાવોની જાણકારી પામે છે. સામાન્યપણે આ અવલંબન લઈ વર્તે છે તે માયા કષાય છે. જ્ઞાન સર્વસંગપરિત્યાગી મુનિને સંભવે છે.
મિથ્યાત્વ - જીવ પોતાના સ્વરૂપને યોગ્ય રીતે સમજી મનુષ્ય - મનુષ્ય ગતિમાં જીવ મનુષ્ય તરીકે ન શકે, આત્મા સંબંધી વિપરીત શ્રદ્ધાનમાં
ઓળખાય છે. મનુષ્ય કર્મભૂમિના, ભોગભૂમિના, પ્રવર્યા કરે, પોતાનાં અસ્તિત્વનો નકાર કરતાં આંતરદ્વીપના એમ અનેક પ્રકારે છે.
પણ ન અચકાય તે મિથ્યાત્વ કહેવાય છે. મહાયોગીંદ્રપણું - શક્તધ્યાનની ઉચ્ચ અવસ્થા જેમાં મિથ્યાત્વ મોહનીય - દર્શન મોહનીય કર્મના ઉદયથી યોગ પર જીવનો સંયમ વધારે હોય છે.
જીવને પોતાનાં અસ્તિત્વનો જ બળવાન નકાર મહાવિદેહ ક્ષેત્ર - આ શાશ્વતી કર્મભૂમિ છે. ત્યાં આવે છે તે મિથ્યાત્વ મોહનીય કર્મ છે.
ઓછામાં ઓછા વીસ અને વધુમાં વધુ ૧૬૦ મિશ્ર મોહનીય - જ્યારે મિથ્યાત્વ મોહનીય નબળું તીર્થકર બિરાજે છે. મહાવિદેહ ક્ષેત્ર પાંચ છે. પડે છે ત્યારે તેના અમુક ભાગના કટકા થઈ મિશ્ર મહાવ્રત - જે વ્રત ઘાતકર્મનો પૂર્ણ ક્ષય કરવા
મોહનીયમાં પલટાય છે. એ કર્મના પ્રભાવથી સમર્થ બને તે મહાવત. અહિંસા, સત્ય,
જીવનો આત્માસંબંધી નકાર હળવો થાય છે, અસ્તેય(અચૌર્ય), બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વ્રત
આત્માનું અસ્તિત્ત્વ હોઈ શકે, એવી વિચારણાને ઉત્કૃષ્ટતાએ પાળવાં તે મહાવ્રત.
તેના આત્મામાં સ્થાન મળે છે. માર્ગાનુસારીપણું - મોક્ષમાર્ગને અનુસરવાનું ચોથા મુનિ - જે મન, વચન, કાયાના યોગને આજ્ઞાધીન પાંચમા ગુણસ્થાને થાય છે, તે વખતે જીવમાં
બનાવી મૌન થયા તે મુનિ. તેમને સ્વચ્છંદનો
યોગથી ત્યાગ હોય છે. માર્ગાનુસારીપણું આવે છે. માર્દવ (ઉત્તમ) - આત્માના આશ્રયે આત્મામાં જે મુમુક્ષુ - સંસારથી છૂટવાની અભિલાષા અથવા
માનના અભાવરૂપ શાંતિસ્વરૂપે પ્રગટ થાય છે. મોક્ષ મેળવવાની ઇચ્છા ધરાવે છે તેવા જીવ. તેને માર્દવ કહે છે. માર્દવ એટલે કોમળતા. જેમ મોહબુદ્ધિ - જીવના અન્ય પદાર્થો તથા જીવો માટેના જેમ માનભાવ ક્ષય થતો જાય છે તેમ તેમ માર્દવ મોહ અને મારાપણાના ભાવ તે મોહબુદ્ધિ. ગુણ પ્રગટતો જાય છે.
મોહનીય કર્મ - જે કર્મ આત્માના સ્વાનુભવને રોકે માન કષાય: પોતે કંઇક છે, બીજા કરતાં પોતે વધારે છે, સ્વને ઓળખવાની શક્તિને મૂર્શિત કરે છે ઊંચો છે, બીજા પોતાના કરતાં તુચ્છ છે આવી અથવા તો વિકળ કરે છે કે મુંઝવે છે તે મોહનીય
જાતની લાગણી અનુભવવી તે માન કષાય છે. કર્મ છે. માયા કષાયઃ માયા એટલે રાગભાવ અથવા છળ મોક્ષ - આત્માની નિબંધ સ્થિતિ તે મોક્ષ છે. કપટ, જીવ સત્યને અસત્યરૂપે, અસત્યને મોક્ષસ્થિતિમાં આત્મા પોતાનાં શુદ્ધ, નિર્વિકારી, સત્યરૂપે એમ અનેક પ્રકારે ઊંધુચનું જણાવી ધાર્યું અડોલ સ્વરૂપને પ્રગટ કરે છે.
2.10.
૪૫૧
Page #478
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
મોક્ષમાર્ગ આત્મા પર લાગેલા મેલનો નાશ કરતા જઈ, પૂર્ણતાએ આત્મશુદ્ધિ થતી જાય, તે સમજણનો સ્વીકાર કરતાં જઈ, તેનું પાલન કરતા જવું તે મોક્ષમાર્ગ છે. સમ્યક્ જ્ઞાન, દર્શન, ચારિત્રનું આરાધન તે મોક્ષમાર્ગ છે.
-
મૈત્રીભાવ જગતના સર્વ જીવ સાથે મિત્રતા ઇચ્છવી, નિર્વેરબુદ્ધિ રાખવી, શુભ ભાવ ભાવવા તે મૈત્રીભાવ છે.
મંગલ - મંગલ એટલે કલ્યાણકારી. મેં એટલે પાપ અથવા રાગદ્વેષને કારણે નીપજતાં શાતા અને અશાતા. ગલ એટલે ગળનાર. મંગલ એટલે દુઃખ તથા પાપને ગળનાર, દૂર કરનાર. મંત્રસ્મરણ ‘મંત્ર’ એટલે સૂત્રાત્મક વચન, જેમાં ઇચ્છિત સ્થિતિને મેળવવાની ચાવી કોઇકરૂપે ગૂંથાયેલી હોય છે. મુખ્યતાએ જીવની આત્મવિશુદ્ધિ અર્થે અને ક્યારેક દુ:ખક્ષયના આશયથી સૂત્રાત્મક વચનનું રટણ કરવામાં આવે છે તેને મંત્રસ્મરણ કર્યું એમ કહેવામાં આવે છે. યથાખ્યાત ચારિત્ર - જ્યારે મોહનો ઉદય ન હોય ત્યારે યથાખ્યાત ચારિત્ર કહેવાય. યથાપ્રવૃત્તિકરણ - યથાપ્રવૃત્તિકરણ એટલે પ્રત્યેક કર્મ(આઠે કર્મ) ની ઉત્કૃષ્ટ સ્થિતિ એક ક્રોડાક્રોડી સાગરોપમ કાળથી ન્યૂન કરવી. આ સ્થિતિએ જીવ આવે ત્યારે જ તે સમ્યક્ત્વ પ્રાપ્ત કરવા માટે ધ્યાનમાં જઈ શકે છે.
-
-
યોગ મન, વચન અને કાયાની પ્રવૃત્તિ એટલે યોગ. આત્માનું આ ત્રણમાંથી જેની સાથે જોડાણ થાય તે તેનો યોગ થયો કહેવાય.
યોગીંદ્રસ્વરૂપ – યોગીઓમાં શ્રેષ્ઠ તે યોગીંદ્ર, તેમની ઉચ્ચદશા તે યોગીંદ્રસ્વરૂપ.
૪૫૨
રસઘાત જીવ સત્તામાં રહેલાં કર્મના રસ (અનુભાગ)ને ઘટાડે તે રસઘાત.
રસપરિત્યાગ તપ
સ્વાદ માટે ભોજનનાં છ રસમાંથી કોઈ એક બે કે છએ રસનો ત્યાગ કરી નિરસ ભોજન કરતાં શીખવું તે રસપરિત્યાગ છે.
રત્નત્રય
સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ ત્રણને રત્નત્રય - ત્રણ રત્નો કહે છે.
-
રિત નોકષાય - મનમાં મજા આવે, પૌદ્ગલિક વસ્તુના સંયોગમાં મનમાં લુબ્ધતા થાય તે રિત નામનો નોકષાય છે. નિમિત્તે કે વગર નિમિત્તે અકારણ સાંસારિક મજા આવે તે રતિનો પ્રકાર છે.
રાગ - રાગ એ માયા તથા લોભનું મિશ્રણ છે. જીવને કેટલાક સંસારી પદાર્થો માટે કે અન્ય જીવ માટે મારાપણાનો ભાવ થાય છે, તે પદાર્થ કે વ્યક્તિના સંયોગમાં તેને શાતાનું વેદન થાય છે, વિયોગમાં અશાતા વેદાય છે; વળી જેવી લાગણીનું વેદન પોતે કરે છે તેવી જ લાગણી સામો જીવ પણ વેદે એવા પ્રતિભાવની અપેક્ષા પણ તેને રહે છે, તે જીવ પ્રતિ મારો અમુક હકભાવ યોગ્ય છે; આવી આવી લાગણી, જેમાં બદલાની તેને અપેક્ષા રહે છે તેને શ્રી પ્રભુ રાગભાવ તરીકે ઓળખાવે છે.
રુચક પ્રદેશ આત્માના આઠ નિરાવરણ શુદ્ધ પ્રદેશોને રુચક પ્રદેશ કહેવાય છે. આ આઠ રુચક પ્રદેશો પર કદી પણ કર્મનું આવરણ આવતું નથી.
-
Page #479
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧
રૌદ્રધ્યાન - કષાયનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ રૂપ તે વનસ્પતિકાય - વનસ્પતિ એટલે કે ફળ, ફૂલ, રૌદ્રધ્યાન.
ઝાડ, પાન વગેરે જે જીવોનો દેહ છે. તે
વનસ્પતિકાય. ઋણાનુબંધ - અન્ય જીવ સાથેનો સંબંધ તે ઋણાનુબંધ. તે શુભ કે અશુભ હોય છે. વાત્સલ્ય - આ સમકિતનું સાતમું અંગ(ગુણ) છે.
વાત્સલ્ય એટલે સર્વ જીવો પ્રત્યે નિસ્પૃહ મૈત્રી લબ્ધિ - વીયતરાય કર્મના ક્ષય કે ક્ષયોપશમથી
અર્થાતુ સર્વાત્મામાં સમદ્રષ્ટિ રાખી હેતભાવ પ્રાપ્ત થતી શક્તિ. શ્રુતજ્ઞાનના આવરણનો
કેળવવો. ક્ષયોપશમ પ્રાપ્ત થવો તે ક્ષયોપશમ લબ્ધિ.
વાયુકાય - હવાનાં પરમાણુ જે જીવોનો દેહ છે તે લિંગદેહજન્ય જ્ઞાન - દશ ઇન્દ્રિય(પાંચ કર્મેન્દ્રિય
વાયુકાય. અને પાંચ ભાવેન્દ્રિય), પાંચ વિષય અને મન એ રૂપ જીવનું સૂક્ષ્મ શરીર, તેનાં આધારે થયેલું વિકલ્પ – વિકલ્પ એટલે અનિશ્ચિત વિચાર અથવા જ્ઞાન.
સ્થૂળ કે સૂમ વિચારરૂપ દ્વિધા.
લેશ્યા - સંયોગ આધીન આત્માનાં પરિણામનું વિકલત્રય - બે, ત્રણ, ચાર ઇન્દ્રિય જીવો વિકલત્રય બદલાવું તે લેગ્યા છે. લેગ્યા એ મનોયોગનું
કહેવાય છે. તેઓ નિયમથી કર્મભૂમિમાં, અંતના ભિન્ન ભિન્ન સ્વરૂપ છે. જે પ્રકારે આત્માનાં
અડધા દ્વીપમાં અને અંતના આખા સમુદ્રમાં હોય પરિણામ બદલાય છે, તેવા પ્રકારનાં તેનાં
છે – સ્વયંભૂરમણ સમુદ્રમાં હોય છે. એ સિવાયના રૂપરંગ બદલાય છે. તે રંગો પરથી આ વેશ્યાનાં લોકના ભાગમાં વિકલત્રય જીવો નથી. નામ - કૃષ્ણ, નીલ, કાપોત, પીત, પદ્મ, શુક્લ વિનય - વિનય એટલે સત્ પ્રતિનો આદરભાવ, કહેલાં છે.
પૂજ્યભાવ, અહોભાવ. જ્ઞાન, દર્શન અને લોકસંજ્ઞા - લોકો શું કહેશે એ લક્ષથી પોતાનાં
ચારિત્ર પ્રતિ બહુમાનનો ભાવ તે નિશ્ચય વિનય વર્તનનું ઘડતર કરવું તે લોકસંજ્ઞા.
છે અને જ્ઞાન, દર્શન, ચારિત્રના ધારક સëવ,
સ–રુ અને સન્શાસ્ત્ર પ્રતિનો અહોભાવ તે લોકસ્વરૂપભાવના - ચૌદ રાજલોકમાં પથરાયેલા વ્યવહારથી વિનય છે. જગતનું સ્વરૂપ વિચારવું તે લોકસ્વરૂપ
વિનય (તપ) - પોતાના માનભાવને સમ્યકુ ભાવના.
ગુરુજનની નિશ્રામાં રહી, તેમનાં માર્ગદર્શન લોભ કષાય - જીવને પોતાને ગમતા પદાર્થો નીચે પોતાનાં અલ્પપણાનું જાણપણું મેળવી,
પરિગ્રહરૂપે મળ્યા હોય છે તે હજુ વિશેષ વધે, સદૈવ,સદ્દગુરુ અને સત્કર્મ પ્રતિ ખૂબ આદર, તેમાં ક્યારેય હાનિ ન થાય એવા ભાવ જે વર્તતા અહોભાવ અને નમતા સાથે વર્તવું તે વિનય રહે છે તે લોભ કષાય છે.
તપ છે.
૪૫૩
Page #480
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
વિનય (ગુરુ પ્રતિ) - ગુરુ (સત્પુરુષ) ના જણાવ્યા પ્રમાણે વર્તવું, તેમની આમાન્યા જાળવવી, તેમના પ્રતિ અહોભાવ તથા આદરભાવ વેદવો, તેમની જે જરૂરિયાત હોય તે પ્રજ્ઞાથી સમજી પૂરી કરવા પ્રયત્નવાન રહેવું, મીઠી શાંતભાષાથી તેમને પ્રત્યુત્તર આપવા, યોગ્ય આસને બેસવું, ગુરુએ કરેલી કરુણા માટે ઉપકારભાવ વેદવો, પોતાની ભૂલ માટે ગુરુ ઠપકો આપે ત્યારે પણ કષાયી થવું નહિ, ઇત્યાદિ વર્તના એ ગુરુ પ્રતિના વિનયને સૂચવે છે.
વિનય (૫૨મ) – વિનયનું ઉત્કૃષ્ટ સ્વરૂપ તે પરમ વિનય.
વિપાકોદય – વિપાકોદય એ સંસારી સ્થિતિમાં કર્મના ઉદયને ભોગવવાનો પ્રકાર છે. વિપાકોદય એટલે કર્મનો પરિપાક થયે ઉદયમાં આવી આત્માથી ભોગવાઈને ખરે તે. તેમાં નવાં કર્મબંધન થાય છે.
વિભાવ - આત્મા સિવાયના, પરપદાર્થ સંબંધીના પોતાપણાના ભાવમાં રહેવું તે વિભાવ. વિવિક્ત શય્યાસન તપ - નિર્દોષ એકાંત સ્થાનમાં પ્રમાદરહિત બની, સૂવા બેસવાની પ્રવૃત્તિમાં પણ ધર્મભાવના સાચવવી એ વિવિક્ત શય્યાસન તપ છે.
વિશાળબુદ્ધિ – જે વસ્તુ જે અપેક્ષાએ સમજવા યોગ્ય
હોય તે અપેક્ષાએ તેને સમજીને સ્વીકારવી. વિશુદ્ધિ - વિશુદ્ધિ એટલે પવિત્રતા. જેમ જેમ કષાયો મંદ થતા જાય છે તેમ તેમ આશ્રવ ઘટતો જાય છે, અને નિર્જરા વધતી જાય છે. આથી જ્યારે આત્મા કષાયનો સંપૂર્ણ ત્યાગ કરે છે, ત્યારે
૪૫૪
ઘાતીકર્મનો આશ્રવ તેને થતો નથી, એટલું જ નહિ પણ પૂર્વસંચિત ઘાતીકર્મો સર્વથા નિર્જરી જાય છે. આમ સંવર અને નિર્જરા જેમ જેમ વધતાં જાય છે તેમ તેમ આત્માની વિશુદ્ધિ પણ વધતી જાય છે.
વિષય(વિષયસુખ) - વિષય સુખ એટલે ઇન્દ્રિયનું સુખ, પાંચ ઇન્દ્રિયો અને મનને જેનાથી શાતા લાગે તે વિષયસુખ કહેવાય છે.
વીતરાગતા - વીતરાગતા એટલે પદાર્થ કે પ્રસંગ પ્રતિ રાગદ્વેષરહિતપણું. વીતરાગી આત્મા સંસારી પદાર્થોના ભોગવટાની તિથી પર હોય છે, તેને પાંચ ઇન્દ્રિયોના વિષયો આકર્ષી શકતા નથી, શુભાશુભ કર્મના ઉદયમાં તેઓ નિસ્પૃહ અને રાગદ્વેષ રહિત હોય છે અને સર્વથી અલિપ્ત રહી તે આત્મા આત્મરસમાં રમમાણ રહે છે. વીતરાગતા (૫૨મ) - પૂર્ણતાએ રાગદ્વેષરહિતપણું . વીર્ય - વીર્ય એટલે શક્તિ. વીર્યનું કામ પ્રવર્તવાનું છે. આત્મામાં અનંત વીર્ય છે. સર્વનું દાન દેવાની, ત્યાગ કરવાની શક્તિ આત્મામાં છે. સર્વ મેળવવાની શક્તિ પણ આત્મામાં છે. વેદકતા - જીવ પોતે સુખ અનુભવે છે, દુ:ખ અનુભવે છે, સુખની પ્રાપ્તિ કે દુઃખના વિયોગની ઇચ્છા કરી શકે છે તે તેનો વેદકતાનો ગુણ છે. વેદવાની શક્તિ.
વેદનીય કર્મ - વેદનીય કર્મ બે પ્રકારે છે. શાતા વેદનીય અને અશાતા વેદનીય. શાતાવેદનીય કર્મના ઉદયથી જીવ સુખનો અનુભવ કરે છે અને અશાતા વેદનીય કર્મના ઉદયથી જીવ દુ:ખનો અનુભવ કરે છે. વેદનીય કર્મથી અનુભવાતી
Page #481
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧
શાતા કે અશાતા દુન્યવી સુવિધા કે અસુવિધાને શમ - ઉદયમાં આવેલા અને આવવાના કષાયોને કારણે સર્જાય છે.
શાંત કરવા તે શમ. વેયાવૃત્ય (વૈયાવચ્ચ) તપ - વૈયાવૃત્ત એટલે સેવા. શરણ - પોતાથી ઉચ્ચ આત્માની ઇચ્છાનુસાર પાત્ર જીવની જરૂરિયાત પ્રમાણે સમભાવથી પોતાનું વર્તન કરવાની ભાવના તે શરણ. સેવા તથા આસનાવાસના કરવી.
શાતા વેદનીય - શાતાવેદનીય કર્મના ઉદયથી વિરાગ્ય - વૈરાગ્ય એટલે સંસારથી છૂટવાની ભાવના, જીવ સુખનો અનુભવ કરે છે. આ સુખમાં
સંસારના ભોગઉપભોગમાં જવાના ભાવની પાંચ ઇન્દ્રિય અને મનથી અનુભવતા મંદતા.
પૌગલિક સુખોની ગણતરી કરવામાં વંદન (વંદણા) - શુદ્ધતા ઇચ્છતો જીવ જ્યારે
આવી છે. જીવની સુખની માન્યતા પ્રમાણે | વિનયભાવ સહિત સવ, સત્કર્મ અને સુખ આપે, જે સાનુકૂળ સંજોગ તે શાતા સપુરુષોએ કરેલા ઉપકારના ઋણનો સ્વીકાર
વેદનીય. કરે છે તથા વિશેષ ઉપકાર કરે તે માટેની વિનંતિ શાંતિ (આત્મશાંતિ) - શાંતિ એટલે શાંત થવું, શાંત કરે એ વિધિને વંદન કહે છે.
રહેવું. શાંતિ આત્માનો મૂળભૂત ગુણ છે. જે વ્યવહાર અંતરાય - સંસારના ઇચ્છિત પદાર્થોની
પદાર્થ પોતાનાં નથી તેની પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં પ્રાપ્તિ થવા ન દે, તે પ્રાપ્તિથી વંચિત રાખે તે સુખદુ:ખ કલ્પી જીવ શાંતિથી વંચિત થાય છે. વ્યવહાર અંતરાય.
જેમ જેમ કલ્પિત સુખબુદ્ધિ ટળતી જાય છે તેમ વ્યવહાર (નય) - રોજિંદા જીવનની પ્રવૃત્તિની
તેમ સ્વમાં એકાકારતા પ્રગટતી જાય છે. એ
એકાકારતાના પ્રમાણમાં જીવની શાંતિ વધતી અપેક્ષા અનુસાર કર્તવ્ય અકર્તવ્યનો નિર્ણય
જાય છે. કરવો તે.
શિક્ષાવ્રત - જે વ્રત પાલનમાં સમજણ વધે છે તેવા વ્યવહારશુદ્ધિ - વ્યવહારની પ્રવૃત્તિ કરતી વખતે
ચાર શિક્ષાવ્રત શ્રાવકનાં બાર વતમાં ગણાયાં અન્ય જીવ ઓછામાં ઓછા દૂભાય તથા હણાય
છે. ૧. સામાયિક વ્રત ૨. દેશાવગ્ધાતિક તે માટે ઉપયોગપૂર્વક વર્તવું તે.
વત(રોજેરોજની હરવાફરવાની મર્યાદા) વ્યવહાર સમકિત - નિશ્ચયથી વ્યવહાર સમકિત ૩. પૌષધ વ્રત (એક દિવસનું સાધુજીવન) જુઓ.
૪. અતિથિસંવિભાગ વત(પૂર્વે જણાવ્યા વિના વૃત્તિસંક્ષેપ તપ - જીવ પોતાના સંયમને ચકાસવા
આવેલા સાધુ કે શ્રાવક નો આદર સત્કાર પોતે ધારેલા અમુક અભિગ્રહ(આકરી પ્રતિજ્ઞા)
કરવો). પૂરા થાય તો જ આહાર ગ્રહણ કરે, અને તેમ
શુક્લધ્યાન - શુક્લધ્યાનમાં આત્માને શુક્લ ન થાય ત્યાં સુધી શાંત પરિણામથી વિચરે તે
અર્થાત્ અતિ શુદ્ધ પરિણામ વર્તે છે. શુક્લધ્યાન વૃત્તિસંક્ષેપ છે.
એટલે આત્માની નિર્વિકલ્પ સ્થિતિ. સૂમ
૪૫૫
Page #482
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
વધે છે.
વિચારોની અતિ અલ્પતાથી શરૂ કરી નિર્વિચાર શ્રાવિકા – ચોથા પાંચમા ગુણસ્થાને વર્તતી ગૃહિણીને થવા સુધીની દશા તે શુક્લધ્યાન. આ દશાની શ્રાવિકા કહે છે. શરૂઆત સાતમા ગુણસ્થાનથી થાય છે.
શ્રુતકેવળીપણું - સમ્યકુજ્ઞાન કેમ મેળવાય શુક્લ લેગ્યા - આ લેગ્યામાં આત્માનાં પરિણામ ત્યાંથી શરૂ કરી, શ્રેણિ માંડી કેવળજ્ઞાન ગાયના દૂધ જેવાં શ્વેત હોય છે. આ વેશ્યાવાળા કઇ રીતે લઇ શકાય તેની યથાર્થ જાણકારી જીવો સ્થિરબુદ્ધિ વાળા, નિર્વિકલ્પી, વીતરાગી આત્માર્થે આવે ત્યારે જઘન્ય શ્રુતકેવળીપણું પૂર્ણ સજ્જન મહાત્માઓ હોય છે. આ વેશ્યા આવે છે. આ જાણકારીમાં સુષ્ટિરચનાની શુભ છે. સર્વ લેક્ષામાં ઉત્તમ છે.
સમગ્ર જાણકારી ભળે ત્યારે ઉત્કૃષ્ટ
શ્રુતકેવળીપણું પ્રગટે છે. બીજી રીતે કહીએ શુધ્ધભાવ - જીવને શુદ્ધિ મેળવવા પ્રતિ ત્વરાથી દોરે
તો શ્રી કેવળી પ્રભુને વર્તે છે એટલું જ જ્ઞાન તેવા ઉચ્ચ પ્રકારના ભાવ શુદ્ધભાવ ગણાય.
શ્રુત તથા અનુભવ રૂપે મળે ત્યારે ઉત્કૃષ્ટ શુદ્ધિ (આત્મશુદ્ધિ) - આત્માના પ્રદેશો પરથી જેટલા શ્રુતકેવળીપણું કહેવાય છે. કર્મ ઓછાં થાય છે તેટલી તેની આત્મશુદ્ધિ
શ્રુતજ્ઞાન - શબ્દમાં ઉતારી શકાય તેવો જ્ઞાનવ્યાપાર
તે શ્રુતજ્ઞાન. શૂન્યતા – જીવ જ્યારે દેહ તથા ઇન્દ્રિયો સાથેનું
શ્રેણિ – આઠમાથી તેરમા ગુણસ્થાન સુધીનો વિકાસ એકપણું ત્યાગી પોતામાં એકાકાર - એકરૂપ
જીવ માત્ર બે ઘડીમાં કરી શકે છે તેથી તે શ્રેણિ થાય છે ત્યારે તે શૂન્યતામાં છે એમ કહેવાય છે.
કહેવાય છે. શ્રેણિ બે પ્રકારે કહી છેઃ ઉપશમ શોક નોકષાય - રડવું, દિલગીર થવું, ગમગીની અને ક્ષપક. લાગવી, આદિ ક્રિયા અમુક નિમિત્તે થાય છે,
પદર્શન – બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન, મિમાંસા અને તે શોક કહેવાય છે. શોકનું મુખ્ય કારણ
અને ચાર્વાક એ છ દર્શન ગણાય છે. ઇષ્ટ વિયોગ હોય છે, કોઈક વેળા વગર કારણે પણ સંભવે છે.
સકામ નિર્જરા - પૂર્વે બાંધેલા કર્મને શુદ્ધભાવથી
પશ્ચાત્તાપ, ચિંતન અને ધ્યાન આદિ દ્વારા શૌચ (ઉત્તમ) – શૌચ એટલે શુચિતા કે પવિત્રતા.
ઇચ્છાપૂર્વક ખેરવી નાખવાં તે સકામ નિર્જરા. આત્માના આશ્રયે લોભ કષાયના અભાવરૂપ પ્રગટતું શાંતિસ્વરૂપ તે શૌચધર્મ, સમ્યક્દર્શન સકામ સંવર - આવતાં કર્મોને ઇચ્છાપૂર્વક રોકવા સહિતની વીતરાગી પવિત્રતા તે ઉત્તમ તે સકામ સંવર. શૌચધર્મ છે.
સત્તાગત કર્મો - કર્મ બાંધ્યા પછી જે પરમાણુઓ શ્રાવક - ચોથા પાંચમા ગુણસ્થાને વર્તતા ગૃહસ્થને કર્મનાં સ્વરૂપે જેટલા કાળ માટે આત્મપ્રદેશ પર શ્રાવક કહે છે.
નિષ્ક્રિયપણે રહે, તે કાળને જૈન પરિભાષામાં
૪૫૬
Page #483
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧
અબાધાકાળ કહે છે, અને તે કર્મોને સત્તાગત અધ્યયનમાં એકાગ રહેવું એ સત્સંગનાં કર્મો કહે છે.
સાધનો છે. સપુરુષ - સાચા ચારિત્રવાન પુરુષ. આત્માની આ સ્વયેબુદ્ધ - અન્યની ઓછામાં ઓછી સહાય લઈને દશા શુક્લધ્યાનની પંદર મિનિટે પહોંચવાથી આત્મવિકાસ કરનાર. આવે છે.
સદ્ગુરુ - જીવને સાચા મોક્ષના માર્ગે દોરે તે સત્ય (ગુણ/ધર્મ) - સતુ એટલે જેની સત્તા છે તે. જે સદ્દગુરુ. પદાર્થની જે સ્વરૂપે સત્તા છે તેને તેવો જ જાણવો સનાતન માર્ગ – જે માર્ગ કાયમ માટે અસ્તિત્વમાં એ સત્યજ્ઞાન છે, તેવો જ માનવો એ સત્ય હોય તે. શ્રધ્ધાન છે, તેવો જ કહેવો એ સત્યવચન છે, સમકિત - સમકિત એટલે દેહ, ઇન્દ્રિયાદિ સર્વ અને આત્મસ્વરૂપનાં સત્યશ્રધ્ધાન - જ્ઞાનપૂર્વક પદાર્થોથી આત્મા ભિન્ન છે, જુદો છે તેવું દઢ, વીતરાગભાવની ઉત્પત્તિ થવી તે સત્યધર્મ છે. અનુભવ સહિતનું શ્રદ્ધાન. સત્ય (ઉત્તમ) - આત્મા સસ્વભાવી છે એટલે સમતા - આત્માનાં શાંત પરિણામ.
કે ત્રિકાળ રહેવાવાળો છે. આત્મસત્યને પ્રાપ્ત સમદર્શીપણું - શત્રુ-મિત્ર, હર્ષ-શોક, નમસ્કારકરી રાગદ્વેષનો અભાવ કરીને વીતરાગતાની તિરસ્કાર આદિ ભાવ પ્રત્યે સમભાવ અથવા પરિણતિ મેળવવી એ સત્યધર્મ, સમ્યક્દર્શન અને કોઈ પણ પદાર્થને વિષે ઇષ્ટ-અનિષ્ટ રહિતપણું સમ્યકજ્ઞાન સહિતનો વીતરાગભાવ, અર્થાત્ રાખી, સર્વ જીવો પ્રતિ એક સરખા કલ્યાણના સાચી શ્રધ્ધા અને સાચી સમજપૂર્વક ઉત્પન્ન થતી ભાવ સેવવા એ સમદર્શીપણું છે. વીતરાગ પરિણતિ એ ઉત્તમ સત્યધર્મ છે.
સમભાવ - સર્વ માટે સમાનભાવ રાખવો, મનનાં સત્યવ્રત - સત્ય એટલે ત્રણ કાળ રહેવાની ક્ષમતા પરિણામ ઉગ્ન થવાં ન દેવાં.
ધરાવે છે. આરંભમાં આ વ્રતપાલનથી જીવ સમય - કાળનું નાનામાં નાનું અવિભાજ્ય માપ તે આત્માને કલ્યાણરૂપ હોય, અને અન્ય જીવને
સમય. આકાશના એક પ્રદેશથી નીકળી બીજા દુ:ખનું કારણ ન થાય તેવી વર્તન કરવાનો
પ્રદેશ સુધી એક પુદ્ગલપરમાણુને મંદગતિએ પુરુષાર્થ કરે છે અને પછી તે પોતાનાં જતાં જે કાળ જાય, તે કાળને એક સમય સત્યપાલનને એટલું સંયમિત બનાવે છે કે કહ્યો છે. પોતાને અલ્પાતિઅલ્પ કષાય અને કર્મબંધ
સમરસપણું, યથાર્થ – સર્વ જીવ પ્રત્યે સમદષ્ટિ થાય, સાથે સાથે અન્ય સંબંધિત જીવોને પણ તે
કેળવતા જવી; અને સહુ માટે સમાનતાનો ભાવ કર્મબંધના ભારથી બચાવતો જાય છે.
વેદવો. તેની ઉચ્ચ કક્ષા તે યથાર્થ સમરસપણું. સત્સંગ - સત્સંગનો એટલે ઉત્તમનો સહવાસ.
સમવસરણ - જ્યારે તીર્થંકર પ્રભુની દેશના પ્રકાશ સપુરુષોનો સમાગમ, ઉત્તમ શાસ્ત્રોનાં
પામવાની હોય ત્યારે ત્યારે દેવો અષ્ટપ્રતિહાર્ય
5
૪૫૭
Page #484
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
સહિતના ૩૪ અતિશયો સહિત મહામંગળમય એવા સમવસરણની રચના કરે છે. આ સમવસરણમાં ચતુર્વિધ સંઘ પ્રભુની દેશના સાંભળી આત્મમાર્ગે વિકાસ કરે છે.
સમવાય - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ એ પાંચ સમવાય કહેવાય છે. એ પાંચે એકબીજાને સાનુકૂળ બને ત્યારે જ કર્મોદય થાય છે કે કોઈ કાર્ય થઈ શકે છે.
સમાધિ - આત્મપરિણામની સ્વસ્થતા તે સમાધિ. સમાધિમૃત્યુ દેહભાવથી અલિપ્ત બની, આત્મભાવમાં રહી દેહત્યાગ કરવો તે.
સમિતિ - પ્રમાદ છોડી યત્નાપૂર્વક પ્રવર્તવું તે સમિતિ. સમિતિ પાંચ પ્રકારે છે. ઈર્યા, ભાષા, એષણા, આદાન નિક્ષેપણ, પ્રતિષ્ઠાપન(પ્રતિસ્થાપના). સમુદ્ભાત - વિશેષ કર્મોની નિર્જરા કરવા જીવ આત્મપ્રદેશોને શરીરની બહાર પ્રવર્તાવી, પ્રદેશોદયથી કર્મને ખેરવે તે સમુદ્દાત કહેવાય છે. સમુદ્દાત આઠ પ્રકારના છે. તેમાં કેવળીપ્રભુ ચૌદમા ગુણસ્થાને જતા પહેલા ચારે અઘાતી કર્મોની સ્થિતિ સમ કરવા પોતાના આત્મપ્રદેશોને આખા લોકમાં ફેલાવી, વધારાનાં સર્વ કર્મોને પ્રદેશોદયથી ભોગવી ખેરવી નાખે છે તે કેવળી સમુદ્દાત છે. અન્ય સમુદ્દાતોમાં મરણ સમુદ્ધાત, વેદના સમુદ્દાત આદિ આવે છે.
સમ્યક્દર્શન/સમ્યક્ત્વ દર્શન એટલે શ્રદ્ધાન. સમ્યક્દર્શન એટલે દેહ, ઇન્દ્રિયાદિ સર્વ પદાર્થોથી આત્મા ભિન્ન છે, જુદો છે તેવું દૃઢ, અનુભવસહિતનું શ્રદ્ધાન.
-
૪૫૮
સમ્યક્ત્વ મોહનીય સમ્યક્ત્વ મોહનીય એ દર્શનમોહનો સહુથી નબળો પ્રકાર છે. એના ઉદયમાં જીવને દેવ, ગુરુ, ધર્મ અને શાસ્ત્રનું શ્રદ્ધાન વર્તે છે, સાથે સાથે દેહથી ભિન્ન એવા આત્માનો અનુભવ પણ અમુક અમુક કાળના અંતરે થયા કરે છે. તે કર્મથી સમ્યક્ત્વ હણાતું નથી પણ દુષિત થાય છે.
સભ્યશ્ચારિત્ર જે પ્રકારે જીવને આત્માની પ્રતીતિ આવી, આત્માને સર્વથી ભિન્ન અને અસંગ જાણ્યો, એવો જ સ્થિર સ્વભાવરૂપ જ્યારે જીવ થાય છે ત્યારે તે સમ્યક્ચારિત્ર આરાધે છે.
સભ્યજ્ઞાન - દેહ, ઇન્દ્રિય આદિ સર્વ પદાર્થોથી આત્મા જુદો છે એવી, ચલિત ન થાય તેવી આત્માની અનુભૂતિ સાથેની સ્વરૂપની જાણકારી અથવા તો સમજણ તે સમ્યજ્ઞાન છે.
સરળતા - જે યોગ્ય હોય તેને સહેલાઈથી સ્વીકારી લેવું, ખોટી આનાકાની કરવી નહિ તે. સર્વસંગ પરિત્યાગ - આત્માનાં કલ્યાણાર્થે સમગ્ર સંસારનો ત્યાગ કરવો અર્થાત્ મુનિવેશ ધારણ કરવો તે સર્વસંગ પરિત્યાગ.
સહજસ્વરૂપ - આત્માનું મૂળ શુદ્ધ રૂપ.
સ્તુતિ - પ્રશંસા કરવી, સદ્ગુણો અને ઉપકાર યાદ કરી ગુણગાન કરવા.
સ્થાવર(કાય) - સ્થાવર એટલે સ્થિર. જેની કાયા સ્થિરતાવાળી હોય તે સ્થાવરકાય. પાંચ પ્રકારના એકેંદ્રિય જીવો પોતાની કાયા જાતે હલાવી શકતા નથી તેથી તે સ્થાવરકાય કહેવાય છે.
Page #485
--------------------------------------------------------------------------
________________
સ્વચ્છંદ - ઉત્તમ પુરુષનું માર્ગદર્શન મેળવ્યા વિના, પોતાની વૃત્તિ અને ઇચ્છાનુસાર ગમે તે પ્રકારે, અહિતકારી વર્તન કરવું તે સ્વચ્છંદ છે.
સ્વયંબુદ્ધ - અન્યની ઓછામાં ઓછી સહાય લઈને આત્મવિકાસ કરનાર.
સ્યાદવાદશૈલી - દરેક વસ્તુને વિવિધ અપેક્ષાથી સમજી, વિચારી, પ્રત્યેક અપેક્ષાનો લક્ષ સાચવી વર્તના કરવી. આ અનેકાંતવાદ પણ કહેવાય છે.
સ્વરૂપસિદ્ધિ - પોતાનાં મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરવું. સ્વરૂપસ્થિતિ પોતાનાં સ્વરૂપમાં સ્થિર થવું, એકાગ્ર બનવું.
સ્વાધ્યાય તપ - સ્વાધ્યાય એટલે પોતા સંબંધી જ્ઞાન મેળવવું. તેના પાંચ ભેદ છે - વાંચવું, પૂછવું, અનુપ્રેક્ષા કરવી, આમ્નાય અને ધર્મોપદેશ. સાગરોપમ - એક જોજન વ્યાસવાળો અને એક
જોજન ઊંડો ખાડો ખોદવામાં આવે, અને તે ખાડો તાજા જન્મેલાં ઘેટાંના બચ્ચાનાં સૂક્ષ્મવાળથી ખીચોખીચ ભરવામાં આવે, તે પછી પ્રત્યેક સો વરસે એક વાળ કાઢતા રહેવાથી એ ખાડો સંપૂર્ણ ખાલી થઈ જાય ત્યારે તેમાં જે સમય જાય તેને પલ્યોપમ કાળ કહે છે. અસંખ્ય પલ્યોપમ વીતવાથી એક સાગરોપમ થાય છે.
સાતમું અપ્રમત્તસંયત ગુણસ્થાન - મન, વચન તથા કાયાના યોગને સતત આજ્ઞાધીન રાખે તે કાળની અપ્રમાદી સ્થિતિ.
સાધુ સાધ્વીજી સર્વ જીવનું કલ્યાણ ઇચ્છતા, ગુરુજનોની આજ્ઞાએ ચાલતા મુનિ જનો.
-
સામાયિક - સમ + આય + ઇક. ઓછામાં ઓછું બે ઘડી એટલે ૪૮ મિનિટ સુધી આત્માને સ્થિર પરિણામી કરવો એ સામાયિક.
પરિશિષ્ટ ૧
સ્થિતિકરણ - આ સમકિતનું છઠ્ઠું અંગ(ગુણ) છે. સ્થિતિકરણ એટલે માર્ગથી ચલિત થયેલા જીવને માર્ગમાં ફરીથી સ્થિર કરવો.
૪૫૯
સ્થિતિઘાત – જેટલા કાળનું કર્મ બાંધ્યું હોય તે કાળની સ્થિતિ પુરુષાર્થ કરી ઘટાડવી તે સ્થિતિઘાત. સ્થિતપ્રજ્ઞતા – મનુષ્ય મનમાં રહેલી સર્વ વાસનાઓને છોડી દે, અને અંતરાત્મામાં જ સંતુષ્ટ રહી આત્મસ્થિરતા રાખે તે દશા તે સ્થિતપ્રજ્ઞતા.
સિદ્ધભૂમિ જ્યાં અશરીરી અર્થાત્ સંસાર પરિભ્રમણથી મુક્ત થઈ નિર્વાણ પામેલા આત્માઓ વસે છે તે ભૂમિને સિદ્ધભૂમિ કહે છે. સિદ્ધ ભગવાન/સિદ્ધાત્મા - જે આત્મા કેવળજ્ઞાન
લીધા પછી, બાકીનાં ચાર અઘાતી કર્મોનો ક્ષય કરી, પૂર્ણ વિશુધ્ધ થઈ સિદ્ધભૂમિમાં ચેતનઘન સ્વરૂપે સ્થિર થયા છે તે સિધ્ધ ભગવાન કહેવાય છે.
સુખબુદ્ધિ સુખબુદ્ધિ એટલે ક્ષણિક પદાર્થોની આસક્તિ. આત્મા સિવાયના સર્વ પ્રકારના પદાર્થો મેળવવામાં તથા ભોગવવામાં સુખ રહેલું છે એવી માન્યતા ને સુખબુદ્ધિ કહેવાય છે. સુધારસ - સુધારસ એ મુખમાં ઝરતો એક પ્રકારનો મીઠો રસ છે, તે આત્મસ્થિરતાનું સાધન ગણાય છે.
-
સૂક્ષ્મ જીવ - જે એકેંદ્રિય જીવોનું શરીર અત્યંત સૂક્ષ્મ એટલે કે આંખોથી જોઈ ન શકાય તેવું
Page #486
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
હોય, જે આધાર રહિત લોકાકાશમાં વર્તે છે અને સંયમ (સત્તરભેદ) - પાંચ મહાવ્રતનું પાલન, પાંચ પૃથ્વી, જળ, આદિથી રોકાઈ શકતા નથી તે સમિતિનું પાલન, ક્રોધાદિ ચાર કષાયનો નિગ્રહ સૂક્ષ્મ જીવ.
કરવો, ત્રણ ગુપ્તિ ધારણ કરવી એ સત્તરભેદે
સંયમ છે. સંકલ્પ - સંકલ્પ એટલે અમુક પ્રકારે વર્તવાનો કે ન વર્તવાનો નિશ્ચય.
સંવર - પાપ અથવા પુણ્ય કર્મને વિભાવ ત્યાગી
આત્માના પ્રદેશો પર આવતાં રોકવા તે સંવર. સંક્રમણ – એક કર્મની પ્રકૃત્તિ જે સત્તામાં પડી છે, સંવર બે પ્રકારે છે: દ્રવ્યસંવર અને ભાવસંવર. તેને જીવે પરિણામ વિશેષથી તેની સજાતીય જે કર્મ પુદ્ગલના ગ્રહણનો છેદ કરે તે દ્રવ્યસંવર, અન્ય પ્રકૃતિનાં રૂપમાં ફેરવવાની ક્રિયાને સંક્રમણ અને જેમાં સંસારહેતુ ક્રિયાનો ત્યાગ થાય તે કહેવામાં આવે છે. ઉદા. શાતા વેદનીય કર્મ ભાવસંવર કહેવાય. અશાતા વેદનીયમાં ફેરવાય કે અશાતા વેદનીય સંવરપ્રેરિત મહાસંવર - સંવરની પ્રધાનતાવાળો શાતા વેદનીયમાં પરિણમે તે સંક્રમણ છે.
મહાસંવરનો માર્ગ. મહાસંવરમાં સંવર નિર્જરા
એકસાથે થાય છે. સંખ્યાતગુણહીન - સંખ્યાત ગણું ઓછું.
સંવરભાવના - જ્ઞાન, ધ્યાનાદિમાં પ્રવર્તી જીવ કર્મને સંજ્વલન - જે કષાયને દાબવામાં જીવને આવતાં રોકે તે સંવરભાવના.
ઝાઝો પરિશ્રમ પડે નહિ તે સંજ્વલન કષાય સંવેગ. મોક્ષમાં જવાની અભિલાષા સેવવી તે કહેવાય છે.
સંવેગ. સંયમ - વિષયોની આસક્તિમાં જતી ઇન્દ્રિયોને સંસારભાવ - સંસારી શાતાનાં સાધનો જેવાં કે ધન, રોકવી, તેને ધર્મમાર્ગમાં રહેવા સ્થિર કરવી કુટુંબ, સત્તા, વૈભવ, પરિગ્રહ આદિની પ્રાપ્તિ એ સંયમ છે. જે પ્રવૃત્તિમાં મન, વચન, કાયા
તથા ભોગવટામાં જ સુખ માનવાથી, તે શાતા પ્રવર્તાવવાથી કષાયો વધે, કર્મનો આશ્રવ વધે
જીવને માટે બળવાન આકર્ષણનું નિમિત્ત બને તેવી પ્રવૃત્તિ કરતાં રોકાઈ જવું, અટકી જવું એ છે. આ સંસારી શાતાનો લોભ સંસારીભાવ સંયમ છે.
છે અને તેનાં કારણે જીવ સત્પરુષે જણાવેલાં
આત્મલક્ષને ગૌણ કરી નાખે છે. સંયમ (ઉત્તમ) - સંયમ એટલે ઉપયોગને પરપદાર્થથી
સંસારભાવના – જીવ આ સંસારમાં અનંતકાળથી ખસેડી લઈ આત્મસન્મુખ કરવો; પોતાનામાં
રખડ્યો છે, આ સંસાર મારો નથી. તેનાથી હું જોડવો, પોતાનામાં એકાગ્ર કરવો. ઉપયોગની સ્વલીનતા એ નિશ્ચયથી સંયમ છે અને
ક્યારે છૂટીશ એમ ચિંતવવું તે સંસારભાવના. વ્યવહારથી સત્તરભેદે સંયમ છે. ઉત્તમ સંયમ એ સંજ્ઞા - જીવની વિચારશક્તિ અને વિવેકશક્તિ તે સમ્યક્દર્શનપૂર્વક આત્માના આશ્રયે ઉત્પન્ન થતી
સંજ્ઞા છે. તેના આધારે જીવ ભૂત, વર્તમાન તથા પરમ પવિત્ર વીતરાગપરિણતિ છે.
ભાવિના વિચાર કરે છે.
૪૬૦
Page #487
--------------------------------------------------------------------------
________________
સંક્ષીપંચેન્દ્રિય - પાંચ ઇન્દ્રિય તથા સંજ્ઞા(સારાસાર
વિવેક) સહિતનો જીવ. આવા જીવને દશ પ્રાણ હોય છેઃ પાંચ ઇન્દ્રિય, મનોબળ, વચનબળ, કાયબળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય.
સ્ત્રીવેદ નોકષાય પુરુષને ભોગવવાની ઇચ્છા થાય, પુરુષ સાથે સંયોગ કરવાનું મન થાય, તે ભાવ સાકાર થાય તે સર્વ સ્ત્રીવેદ નોકષાયના વિભાગમાં આવે.
-
હાસ્ય નોકષાય કારણ વગર, મશ્કરી રૂપે, તુચ્છકારથી કે અન્ય કોઈ કારણથી જ્યારે હસવાનું થાય છે ત્યારે હાસ્ય નોકષાય ઉદિત થાય છે.
-
હિંસા - સ્થૂળ હિંસા એટલે એક જીવને તેનાં શરીરથી છૂટો પાડી દેવો, અર્થાત્ જીવને જે અતિપ્રિય છે તેવા દેહનો વિયોગ કરાવી, તેને ખૂબ જ દુ:ખ પહોંચાડવું. હિંસાનું સૂક્ષ્મ સ્વરૂપ એટલે એક જીવ દ્વારા બીજા જીવની સૂક્ષ્મ પણ દૂભવણી ક૨વી. ટૂંકામાં અન્ય જીવને દૂભવવો એ હિંસાનું કાર્ય છે.
-
હુંડાવસર્પિણી અનેક કલ્પો પછી જે ભયંકર કાળ આવે છે તે, જેમાં ધર્મની વિશેષ હાનિ થઈ, અનેક પ્રકારના મિથ્યા ધર્મો પ્રચાર પામે છે.
ક્ષપકશ્રેણિ - જે જીવ ક્ષપક શ્રેણીએ આગળ વધે છે, તે જીવ ઉદિત થતાં અને ઉદિત થવાનાં સર્વ કર્મનો ક્ષય કરતો કરતો પ્રગતિ કરે છે; તે અપ્રમાદી રહી આઠ, નવ, દશ ગુણસ્થાને આવી, બારમા ગુણસ્થાને કૂદકો મારે છે. બારમાના અંતે ઘાતીકર્મોનો પૂર્ણ ક્ષય કરી તેરમા
૪૬૧
પરિશિષ્ટ ૧
ગુણસ્થાને આવે છે. આ શ્રેણીમાં કોઈ પણ કર્મને દબાવવાનો અવકાશ જ નથી, માત્ર ક્ષય કરવો જ અનિવાર્ય છે.
ક્ષમા ઉત્તમ) આત્માના આશ્રયે આત્મામાં જે ક્રોધનાં અભાવરૂપ શાંતિ પ્રગટ થાય છે તેને ક્ષમા કહે છે. સમ્યક્દર્શન સહિતનો અકષાયભાવરૂપ, વીતરાગરૂપ ક્ષમાનો ગુણ તે ઉત્તમ ક્ષમા.
ક્ષમાપના ક્ષમાપના કરવી એટલે સર્વ અન્ય જીવો પ્રતિના જે જે દોષભાવ પોતાનાં મનમાં વસ્યા હોય તેને અંતરંગથી છોડી દેવા, અને તે પછી અન્ય સર્વને પોતા માટે થયેલા વિષમભાવ ત્યાગી દેવા વિનમ્ર બની વિનંતિ કરવી.
ક્ષમાભાવ - ક્ષમાભાવ એટલે પોતાના આત્મામાં પ્રવર્તતી અન્ય આત્માઓ પ્રતિની ક્રોધની, વેરની કે અણગમાની લાગણીને જન્મવા ન દેવી અથવા ઉત્પન્ન થાય તો આત્મામાં ટકવા ન દેવી, એટલું જ નહિ પણ સર્વ જીવનું કલ્યાણ થાય એ ભાવનાને વધારે ને વધારે ઊંડી, ગાઢી અને સક્રિય કરતા જવી. બીજી બાજુ જે પોતાથી દોષ થયા હોય, થતા હોય તેની ઊંડા પશ્ચાત્તાપની લાગણી સાથે શ્રી ગુરુની સાક્ષીએ ક્ષમા યાચવી, અને ફરીથી આવી ભૂલ ન કરવા નિર્ણય કરતા જવો તે ક્ષમાભાવ.
-
ક્ષયોપશમ અમુક માત્રામાં કર્મનો ક્ષય અને બાકીનો ઉપશમ થાય તે ક્ષયોપશમ.
ક્ષયોપશમ સમકિત - આ સમકિતમાં દર્શનમોહની ત્રણ પ્રકૃતિ અને ચારિત્રમોહના અનંતાનુબંધી
Page #488
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
કષાયનો ક્ષયોપશમ થાય છે. અર્થાત્ જ્ઞાન - જેના દ્વારા વસ્તુને જાણીએ, જેનાથી વસ્તુ મોટાભાગના અનંતાનુબંધી કષાયો તથા વિશેના ધર્મની જાણકારી આવે તે “જ્ઞાન” છે. મિથ્યાત્વનો ક્ષય અને નાનાભાગનો ઉપશમ કોઈ પણ પદાર્થનો જ્યારે વિશેષ બોધ જીવને હોય છે.
થાય છે ત્યારે તે જ્ઞાન કહેવાય છે. ક્ષાયિક સમકિત - દર્શનમોહની ત્રણે પ્રકૃતિ જ્ઞાનાવરણ કર્મ - કોઈ પણ પદાર્થની જ્યારે વિશેષ તથા ચારિત્રમોહની અનંતાનુબંધી ચોકડીના જાણકારી જીવને થાય છે ત્યારે તે જ્ઞાન કહેવાય સર્વ નિષેકોનો સર્વથા નાશ થવાથી, જે અત્યંત છે. આત્માનાં અનંત જ્ઞાન પર કર્મ પુદ્ગલો નિર્મળ તત્વાર્થ શ્રદ્ધાન થાય છે તે ક્ષાયિક આવરણ કરી જ્ઞાનને મંદ કરતા જાય તે કર્મ સમ્યકત્વ છે. ક્ષાયિક સમ્યકત્વ ચોથાથી સાતમાં પુદ્ગલો જ્ઞાનાવરણ કર્મ તરીકે ઓળખાય છે. ગુણસ્થાન સુધીમાંના કોઈ પણ ગુણસ્થાને થઈ અર્થાત્ તે કર્મ આત્માના જ્ઞાનને પ્રગટ રહેવા શકે છે.
દેતું નથી.
૪૬૨
Page #489
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨
આરાધક માટે વિષયવાર સૂચિ
આ સૂચિમાં વિષયોની પસંદગી માત્ર આત્મવિકાસ માટે આરાધનમાં સહાયક થાય એ દૃષ્ટિથી કરેલ છે. જે વિષયો અનુક્રમણિકામાં સહેલાઈથી મળી શકે છે તેની અલગ નોંધ નથી મૂકી. જો કોઈ શબ્દોની પરિભાષા સમજવી હોય તો તેના માટે પારિભાષિક શબ્દોનો કોષ' વાપરવો. વિષયને ઊંડાણથી સમજવા માટે સૂચિ વાપરવી. થોડાક વિષયોના પેટા વિભાગને કક્કાવાર નહિ પણ તાર્કિક ક્રમમાં મૂક્યા છે.
ૐ, આત્માના દર્શન ગુણનું પ્રતિક, ૫૧-૫૨, ૩૯૩; તીર્થંકર ભગવાનની દેશનાનો ધ્વનિ,
અ
૫૨, ૭૭-૭૮, ૯૫, ૧૯૮-૧૯૯, ૩૭૫, ૩૯૩; તીર્થંકર ભગવાનને આત્મવિકાસમાં સાથ આપે, ૧૯૮; થી તીર્થંકરપ્રભુનું આજ્ઞાપાલન, ૩૭૫, ૩૯૨-૩૯૩; ધ્વનિ રુચક પ્રદેશોમાં, ૧૯૮; ની આકૃતિ રુચક પ્રદેશોની, ૭૯, ૧૯૮; પંચપરમેષ્ટિ ભગવંતનું પ્રતિક, ૫૧, ૭૮, ૩૭૫; માં પંચપરમેષ્ટિનો કલ્યાણભાવ સમાયેલો, ૭૮, ૩૯૩
અગ્યારમું ગુણસ્થાન, ઉપશાંતમોહ: ઉપશમ શ્રેણીમાં પ્રમાદથી, ૩૮૭
અકામ નિર્જરા, ૧૫૭; એકેંદ્રિયથી પંચેન્દ્રિય જીવો કરે, ૧૫૭; નિર્જરા પણ જુઓ
અણુવ્રત, શ્રાવકો અથવા ગૃહસ્થો પાળે, ૧૫૯, ૧૬૩, ૧૭૪; ગૃહસ્થધર્મનું અંગ, ૧૭૪
અધર્માસ્તિકાય (દ્રવ્ય), ૧૭૧
અનશન તપ, ૧૦૮, ૩૩૫
અન્યત્વભાવના, ૧૧૬-૧૧૭; મોહબુદ્ધિ ઘટાડે, ૧૩૫; માન ઘટાડે, ૧૩૫ અનિત્યભાવના, ૧૧૩-૧૧૪ અનંતાનુબંધી કષાય) અને ચોથું ગુણસ્થાન, ૧૨૭; ક્રોધ, ૧૨૬-૧૨૮; દેવ-ગુરુ-ધર્મના અનાદરથી બંધાય, ૧૨૮, ૧૩૪; માન, ૧૩૩-૧૩૪; માયા, ૧૪૦; લોભ, ૧૪૬૧૪૭; સંસારી પદાર્થોના મોહથી બંધ, ૧૪૦; ક્ષયોપશમ સમિત પછી સત્તાગત, ૧૨૭; ક્ષાયિક સમકિત લેતાં ક્ષય, ૧૨૭; ચારિત્રમોહ પણ જોવું
– ક્ષય કરવાઃ દેહાત્મબુદ્ધિ ઘટાડવી, ૧૩૩; પરપદાર્થમાં મારાપણું છોડવું, ૧૨૫-૧૨૬; પૂજ્યભાવ, અહોભાવ કેળવવા, ૧૩૪; મોહબુદ્ધિ ઓછી કરવી, ૧૩૫ અપરિગ્રહવ્રત, ૧૯૬૬; સંવર-નિર્જરા વધે, ૧૯૭ અપ્રત્યાખ્યાની (કષાય): કેવળજ્ઞાનમાં ક્ષય, ૧૨૭; ક્રોધ, ૧૨૭-૧૨૮; તોડવા ધર્મ અને
૪૬૩
Page #490
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
તપનું સાથે આરાધન, ૩૯૦; પાંચમે ગુણસ્થાને આકિંચ૦,૧૮૪; અને બ્રહ્મચર્ય વચ્ચે સંબંધ, સત્તાગત, ૧૨૭; માન, ૧૩૩-૧૩૪; માયા, ૧૮૪; થી પરપદાર્થની સુખબુદ્ધિ તૂટે, ૧૮૪; ૧૪૦; લોભ, ૧૪૬-૧૪૭
થી પરિગ્રહબુદ્ધિ તૂટે, ૧૮૪-૧૮૫, ૧૯૧; થી અભવી, નિત્ય, કોણ થાય, ૨૪
નિસ્પૃહતા વધે, ૧૯૧; પરિગ્રહનો વિરોધીભાવ,
૧૮૪; સર્વ કષાયના અભાવથી પ્રગટે, ૧૮૫ અભવીપણું: અંતવૃત્તિસ્પર્શથી ટળે, ૩૭૯
આચાર્ય, કલ્યાણભાવને અનુરૂપ પદવી, ૩૫૪, અરિહંત ભગવાન, જુઓ તીર્થકર ભગવાન
૩૬૫, ૩૬૮; નમસ્કાર મંત્રમાં ત્રીજું પદ, ૩૫૪; અશરણભાવના, ૧૧૪-૧૧૫
ના કલ્યાણનાં પરમાણુનાં લક્ષણો, ૩૬૪; ના અશાતા, ના ઉદયમાં શાંતિ રાખવી, ૨૬૭-૨૬૮ ગુણો, ૩૫૪, ૩૬૪-૩૬૫; નો કલ્યાણભાવ,
૩૬૪, ૩૬૮; નું ઉત્તમ ચારિત્ર, ૩૫૪, ૩૬૪, અશુચિભાવના, ૧૧૫
૩૬૮; માં ઉત્તમ ગણધરજી, ૩૫૪, ૩૬૫; અસ્તેયવ્રત, ૧૬૬; આશ્રવ તૂટે, ૧૬૬; પરપદાર્થની
ગણધરજી પણ જુઓ સુખબુદ્ધિ તૂટે, ૧૬૬
આર્જવ, અને અહિંસાપાલન, ૧૫૧-૧૫ર; ‘ઉત્તમ અહિંસા, એ સર્વોત્કૃષ્ટ મંગલ, ૧૫૨; કષાયના
આર્જવ', ૧૩૯-૧૪૦; ની ઉત્કૃષ્ટતા ધ્યાનમાં, અભાવથી પ્રગટે, ૧૫૧-૧૫૨; દયા જાગૃત
૧૪૦; માયાના અભાવથી પ્રગટે, ૧૩૫, ૧૩૭; થવાથી ખીલે, ૧૨૧; થી મૈત્રીભાવ ખીલે,
મન, વચન, કાયાની એકતા, ૧૩૭; વીતરાગી ૧૨૧, ૧૫૧, ૧૫૨, ૧૬૬; પાલન માટે ઉત્તમ
સરળતા, ૧૪૦ ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, ૧૨૨, ૧૫૦
આત્મા, કષાયની મંદતાથી શ્વેતતા પ્રગટે, પ૬; ૧૫૨
કષાયના અભાવથી પ્રગટતા ગુણો, ૧૨૨, અહિંસાવ્રત, ૧૬૫; થી મૈત્રીભાવ ખીલે, ૧૬૬
૧૪૭; ના દશ ધર્મ, ૧૯૦; નું સામર્થ્ય કેમ અહોભાવ (પ્રભુ પ્રત્યે): કેળવવા બાર ભાવનાનું પ્રગટે, ૨૨-૨૩; નું સુખ સ્વાધીન, ૩૬૧;
આરાધન, ૨૦૩; કેળવવા પ્રભુના ગુણોનું ધ્યાન, પવિત્ર થવાથી દેહમાંથી સુગંધ પ્રસરે, ૭૪; માં ૨૪૨; કેળવવા કલ્યાણભાવ સેવવો, ૩૮૧; થી વસેલું તીર્થસ્થાન, ૧-૨ અનંતાનુબંધી માન ઘટે, ૧૩૪; પંચપરમેષ્ટિ
આત્મવિકાસ અને પરમાર્થ લોભ, ૧૪૪, ૩૮૯; ભગવંત પ્રતિ, ૩૫૬, ૩૫૮; ભક્તિનું મુખ્ય
અને ભવ, ૩૧૦-૩૧૨; અને વિનય ગુણ, અંગ, ૩૩૧; માનભાવથી બચાવે, ૩૩૧;
૧૪૯-૧૫૦; અપૂર્ણ આજ્ઞાએ આરાધનથી, શ્રીમદ્ રાજચંદ્રમાં, ૨૧૮, ૨૪૦
૩૭૦-૩૭૧; આઠથી ચૌદ ગુણસ્થાન પરોક્ષ સહાયથી, ૯૫, ૧૦0; આજ્ઞામાર્ગે, ૨૮૮,
૩૧૩, ૩૨૨-૩૨૪, ૩૪૫-૩૪૬, ૩૮૮આકાશ (દ્રવ્ય), ૧૭૧
૩૯૧, ૩૯૨-૩૯૪, ૪૧૨; ઇચ્છાને સંયમિત
ઓ
४६४
Page #491
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨
કરવાથી વધુ, ૨૫૭; ઉત્તમતાએ કરવાના આત્મશાંતિ, અને ઉત્તમ આર્જવ, ૧૩૫; અને સાધનો, ૩૧૩; સંતવૃત્તિસ્પર્શ વખતે, ૯૯; ઉત્તમ માન, ૧૨૯; અને ઉત્તમ ક્ષમા, ૧૨૭કરવા પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ, ૬-૭, ૧૨૮; અને સંસારની શાંતિનો ફરક, ૩૮૪, ૯૫, ૩૯૧; કરવા સદ્ગુરુનો સાથ, ૧૧૯; ૩૮૮-૩૮૯; આજ્ઞાધીનતાથી, ૨૪૮; ક્રોધથી કલ્યાણભાવના આધારે, ૯, ૨૨-૨૩, ૧૯૬, હણાય, ૧૨૪-૧૨૫; પરિષહ-ઉપસર્ગ વખતે, ૨૦૪; કોના નિમિત્તે નિત્યનિગોદથી નીકળે ૧૨૬; પૂર્ણ આજ્ઞાએ આરાધનથી, ૩૭૧; તેના આધારે, ૯-૧૦, ૨૨; તીર્થસ્થાનની માનથી હણાય, ૧૩૨; મંત્રસ્મરણથી, ૩૫૦; સહાયથી, ૧, ૬-૮, ૯૪-૯૭, ૯૯; વિચાર અને વિકલ્પથી હણાય, ૨૪૯; સંસારની તીર્થંકરપ્રભુની સહાયથી ઝડપી ૮-૯; ૧૧, ઇચ્છાના ત્યાગથી, ૩૧૫, ૪૧૪; સંસારના ૭૭, ૯૪-૯૫, ૯૯, ૧૦૦; તીર્થંકરપ્રભુનો, પ્રતિકૂળ સંજોગોમાં, ૨૬૩, ૨૬૭-૨૬૮, ૨૪-૨૯, ૧૦-૧૦૧; ના ક્રમની જાણકારી
૪૧૨-૪૧૪ શ્રુતકેવળીને, ૩૧; નાં સોપાન ચઢતા જીવના
આત્મજ્ઞાન, જુઓ સમ્યજ્ઞાન, સમકિત હૃદયમાં તીર્થસ્થાન, ૯૭-૯૮; નિત્યનિગોદમાં તીર્થંકરપ્રભુ થકી, ૩૩-૩૫; પૂર્ણ આન્નાએ
પણ આખા આયુષ્ય કર્મ, નો બંધ જીવનમાં એક વાર, ૧૫૬; આરાધનથી, ૩૭૦-૩૭૧; પ્રસન્નતાના માર્ગ
શુભ-અશુભ ગતિના બંધના કારણો, ૧૫૫ ઉત્તમ, ૨૪૩; પુરુષાર્થને આધારે, ૨૨-૨૪; આરાધન, આજ્ઞાએ કરવું, ૩૪૫; માટે અનુકૂળ ભક્તિમાર્ગે, ૨૪૦, ૩૨૬-૩૨૮; મંત્રસ્મરણથી, સંયોગો મળવા દુર્લભ, ૧૪૮-૧૪૯, ૩૧૯ ૩૫૦-૩૫૧; માં ઇન્દ્રિયોના વિષયો વિનરૂપ, આશ્રય, સપુરુષનો, જુઓ શરણું ૧૮૮-૧૮૯; માં નડતા વિપ્નો, ૩૧૯; માં
આશ્રવ: અટકાવવા ત્યાગનો ગુણ ખીલવવો, માન કષાય વિઘ્નરૂપ, ૨૯; માટે પાત્રતા તથા
૧૮૩; અટકાવવા આજ્ઞાપાલન, ૩૩૪, ૩૪૬, નિમિત્તનું મહાભ્ય, ૨૩, ૧૪૯-૧૫૦, ૩૫૦
૩૭૨, ૩૭૮; કષાયને રોકવા ચાર ધર્મ, ૧૯૦; ૩૫૧; માટે પુણ્ય જરૂરી, ૨૦૩, ૩૫૦; માટે
ઘટાડવા તપનું આરાધન, ૩૩૫; ઘટાડવા મંદ સદ્ગુરુધર્મનું શરણું આવશ્યક, ૨૦૩, ૩૫૦
કષાય રાખવા, ૨૨૪; તોડવા અહિંસાપાલન, ૩૫૧; માટે સદ્ગુરુ સાથે શુભ ઋણાનુબંધ,
૧૭0; ના કારણો, ૧૫૪; યોગના કારણે, ૧૯૬; શ્રીમદ્ રાજચંદ્રનો, ૪૨૪-૪૨૭;
૧૫૩; વિભાવથી, ૧૫૩; વેશ્યા અનુસાર, સગુરુના અભાવમાં નમસ્કારમંત્રની સહાયથી,
૧૫૩; સાતે કર્મનો સતત ચાલુ, ૧૫૬; ૩૫૦-૩૫૨; સાતમા ગુણસ્થાન સુધી પ્રત્યક્ષ
સ્વછંદથી વધે, ૩૪૬ સહાયથી, ૯૫; સાથે દેહ સુગંધી થાય, ૭૪; સાથે શુભપરમાણુ સહાય, ૭૩; સંસારના વિષમ
આશ્રવ ભાવના, ૧૫૩-૧૫૫; થી સંયમધર્મ સંજોગોમાં, ૨૪૪, ૨૬૬-૨૬૭, ૨૭૯, ૪૧૨
ખીલે, ૧૫૩ ૪૧૪; સંવેગથી જલદી, ૨૪૯; સંજ્ઞીપંચેન્દ્રિય આજ્ઞા, ૩૨૨-૩૨૫, ૩૩૧-૩૩૨, ૩૯૦સુધીનો, ૬-૭; પુરુષાર્થ પણ જુઓ
૩૯૩; અને ૐ ધ્વનિ, ૩૯૩; અને સ્વચ્છંદ
૪૬૫
Page #492
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
વિરોધી, ૩૨૨, ૩૭૦, ૩૯૨, ૪૨૦; અપૂર્ણ સ્વરૂપસ્થિતિ મળે, ૩૪૭; વીર્ય ખીલે, ૩૯૦પૂર્ણ આજ્ઞા, ૩૭૦-૩૭૧; અપૂર્ણ આજ્ઞાથી ૩૯૧, ૪૧૬ ઉપશમ શ્રેણિની પ્રાપ્તિ, ૩૮૭; આણાએ ધમ્મો
આજ્ઞામાર્ગ, ૩૨૨-૩૨૩, ૩૩૦-૩૩૨, ૩૭૪આણાએ તવો નો અર્થ, ૩૨૩, ૩૩૨, ૩૪૫,
૩૭૭; થી આત્મવિકાસ, ૩૮૮-૩૯૧, ૪૧૨; ૩૯૩; આશ્રવથી બચાવે, ૩૩૪; થી ચારિત્ર
નમસ્કારમંત્રમાં, ૩૫૬-૩૬૦; સ્વદ દબાય, ખીલે, ૩૧૩, ૪૨૦; ના આધારે ધર્મ તથા
૩૯૨-૩૯૪; નું આરાધન શ્રીમદ્ રાજચંદ્રનું, તપનું આરાધન, ૩૨૧; ની પૂર્ણતા સિધ્ધ થતા,
૪૨૪-૪૨૭ ૩૭૫; ની શરૂઆત અંતવૃત્તિસ્પર્શથી, ૩૭૯; નું કવચ, ૩૭૩, ૪૦૨; નું મહત્ત્વ, ૬૦, ૬૧,
આજ્ઞાપાલન, જુઓ આજ્ઞાધીનતા ૮૭, ૨૩૫, ૨૮૮, ૩૮૩; પૂર્ણ આજ્ઞાથી ક્ષપક શ્રેણિ, ૩૮૭; માં જીવ ક્યારે આવ્યો કહેવાય, ઈ ૩૩૧, ૩૫૭-૩૫૮; આજ્ઞાધીનતા પણ જુઓ
ઈચ્છાનિરોધ, ૨૮૩; અને પૂર્ણ આજ્ઞાનું આરાધન, આજ્ઞાધીનતા, ૩૪૪; અને કલ્યાણભાવ, ૩૮૩; ૩૭૦-૩૭૧; આજ્ઞાપાલનથી, ૩૪૩, ૪૧૮આચાર્યજીની, ૩૬૪, ૩૬૮; ઉપાધ્યાયજીની, ૪૧૯; તે સાચું ત૫, ૧૭૮-૧૭૯, ૩૨૧; થી ૩૬૩, ૩૬૭; કેળવવા પુરુષાર્થ, ૨૪૮, ૨૮૭- સંવર-નિર્જરા, ૨૫૭ ૨૮૮, ૩૩૧, ૩૫૭-૩૫૮; કેવળીપ્રભુની,
ઈન્દ્રિય: ઇન્દ્રિયજય અને તીર્થંકરનાં અતિશયો, ૩૭૭, ૩૯૩; ગણધરજીની ઉત્તમ, ૩૬૫
૮૦; સત્પષના યોગમાં વિકાસ, ૭, ૧૭૩; ૩૬૭; છઠ્ઠા ગુણસ્થાનથી શરૂ, ૩૫૭, ૪૦૯;
ના વિષયો અને બ્રહ્મચર્ય, ૧૮૭-૧૮૯ તીર્થંકરપ્રભુની ૐ ધ્વનિથી, ૩૭૫, ૩૯૨૩૯૩; પંચપરમેષ્ટિભગવંતની, ૩૬૬-૩૬૯: ઈતરનિગોદ, ૭ ભક્તિથી ખીલે, ૨૪૯; શ્રીમદ્ રાજચંદ્રની, ૪૨૪-૪૨૭; સાધુસાધ્વીજીની સામૂહિક, ૩૫૭; ૧ સિદ્ધપ્રભુની, ૩૭૫-૩૭૬
ઉણોદરી તપ, ૧૭૮, ૩૩૫ - લાભો અપાત્રે દાનથી બચાવે, ૩૮૩;
ઉદાસીનતા, ૨૭૪; આચાર્યજીની, ૩૬૪; ઇન્દ્રિયો વશ થાય, ૩૪૩; કષાયો નબળા પડે,
અશાતાના ઉદયો ભોગવવામાં ઉપકારી, ૨૬૮; ૩૪૩, ૪૧૯; ગુરુના શુધ્ધ પ્રદેશો સાથે શિષ્ય
છઠ્ઠા ગુણસ્થાનથી વધે, ૨૪૮; બાહ્યાંતર શ્રેણિના અનુસંધાન કરે, ૩૪૪; ગુણો ખીલે, ૩૪૭;
| વિરોધથી બચવા, ૨૨૯, ૨૩૧; વૈરાગ્ય વિકસે ઘાતકર્મોની નિર્જરા, ૨૮૮, ૪૧૬-૪૧૭,
ત્યારે પ્રગટે, ૨૭૪; શ્રીમદ્ રાજચંદ્રની, ૨૨૨ ૪૨૦; ચારિત્ર ખીલે, ૨૪૯, ૪૨૦; પ્રભુનું માર્ગદર્શન મળે, ૨૮; માર્ગનાં રહસ્યો ખૂલે, ઉપશમ શ્રેણી: અપૂર્ણ આજ્ઞાથી માંડે, ૩૮૭; ૨૮; લબ્ધિસિદ્ધિના મોહથી બચાવે, ૩૭૨; તીર્થકર નામકર્મ પછી ન હોય, ૬૨; થી બચવા
४६६
Page #493
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨
આજ્ઞાધીનપણું ખીલવવું, ૩૭૨; પ્રમાદથી, ક ૩૮૭; વીર્યની ખામીથી, ૩૯)
કર્મઃ અશુભબંધનાં કારણો, ૧૫૪-૧૫૫; આઠ ઉપાધ્યાયજી: આચાર્યજીનાં પદ સુધી વિકાસ કેવી કર્મ સતત ભોગવાય, ૧૫૬; આત્માને અશુદ્ધ રીતે કરે, ૩૬૭; નમસ્કાર મંત્રમાં ચોથું પદ, કરનાર આઠ કર્મ, ૧૫૩-૧૫૪; ઉરિણા કરી ૩૫૪; ના ૨૫ ગુણો, ૩૫૫; ના કલ્યાણનાં ભોગવવા, ૩૧૪; લેશ્યા અનુસાર બંધાય, પરમાણુનાં લક્ષણો, ૩૬૩, ૩૬૭-૩૬૮; ૧૫૩; શુભબંધનાં કારણો, ૧૫૩-૧૫૫; સાત નું આજ્ઞાપાલન, ૩૬૩; ને જ્ઞાનાવરણનો કર્મ સતત બંધાય, ૧૫૬; સ્થિતિઘાત અને ક્ષયોપશમ, ૩૬૭; નો કલ્યાણભાવ, રસઘાત, ૩૯૦ ૩૬૩, ૩૬૮; નો શાસ્ત્રાભ્યાસમાં
કર્તાપણું. અને કલ્યાણભાવ, ૨૫, ૯૪-૯૬, ફાળો ૩૫૫; નું ચારિત્ર,૩૫૪; પંચપરમેષ્ટિમાં
૩૬૪-૩૬૫; ઘટાડવા ગુરુ પ્રત્યે અહોભાવ, સ્થાન પામવા જીવ સમસ્ત માટે
૨૪૮ કલ્યાણભાવ, ૩પ૪
કરુણા, ૧૫૧
કલ્યાણક (તીર્થંકરપ્રભુના), ગર્ભ, ૪૦; જન્મ, એકત્વભાવના, ૧૧૬
૫૮-૫૯; દીક્ષા, પ૯; જ્ઞાન, નિર્વાણ,
૬૩-૬૪ કલ્યાણનાં પરમાણુ, જુઓ પરમાણુ, કલ્યાણનાં
અંતરવૃત્તિસ્પર્શ, ૩૭૯; આજ્ઞાપાલનની શરૂઆત
થાય, ૩૭૯; એક સમયની દેહ-આત્મની ભિન્નતા, ૩૭૯; મેળવવા તીર્થકર પ્રભુની
હાજરી અનિવાર્ય, ૯૯, ૩૭૯ અંતરાય કર્મ: અપૂર્ણ આશાએ પ્રાર્થના કરવાથી
બંધાય, ૩૭૦; નાં પરમાણુ હૃદયમાં, ૧૯૮; બંધાવાના કારણો, ૧૫૬; દુરાગ્રહથી બંધાય, ૨૩૨-૨૩૩; તૂટવાથી વીર્ય ખીલે, ૨૬-૨૭; સપુરુષ પર અશ્રધ્ધાથી બંધાય, ૩૮૩ – તોડવાના ઉપાયો: ઉપેક્ષા તથા મધ્યસ્થતા
ભાવના ભાવવી, ૨૬; કલ્યાણની ભાવના, ૨૬; પ્રભુનું શરણું, ૨૪૯, ૩૭૨
કલ્યાણભાવ, ૧૯૨-૧૯૩, ૨૭૨-૨૭૩, ૩૮૧;
અને આત્મવિકાસ, ૨૨, ૯૬-૯૮, ૧૯૬; અને તીર્થકર નામકર્મ, ૫, ૩૪-૩૮; અને સમવસરણ, ૩૯૪; અશુભ ઋણાનુબંધી જીવો માટે, ૯, ૨૪, ૩૬; આચાર્યજીનો, ૩૫૪, ૩૬૪; આજ્ઞાએ કરવો જરૂરી, ૩૮૩-૩૮૫; ઉપાધ્યાયજીનો, ૩૫૫, ૩૬૩; કરતી વખતે કલ્યાણનાં પરમાણુ સહાય, ૧૯૪, ૩૮૨, ૩૮૪-૩૮૫; કેવળ પ્રભુનો, ૪-૫, ૯૪, ૩૯૪; ગણધરનો, ૯૫-૯૬, ૩૫૪, ૩૬૫-૩૬૬; જીવ સમસ્ત માટે કરનાર પંચપરમેષ્ટિ, ૧૯૩, ૩૫૦; તીર્થંકર પ્રભુનો, ૨-૫, ૩૪, ૬૨, ૫૯૬, ૧૦૦-૧૦૧, ૧૯૩, ૨૪૭, ૩૬૫-૩૬૬,
४६७
Page #494
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
૩૯૩; થી અહિંસાપાલન, ૧૫૧; થી તીર્થસ્થાન કાયક્લેશ તપ, ૧૭૯, ૩૩૭ પ્રગટે, ૨, ૮, ૧૨, ૯૫; થી માર્ગનાં રહસ્યો
કાયોત્સર્ગ તપ, ૧૮૧, ૩૪૧-૩૪૨ પ્રગટે, ૨૯, ૩૮૧; થી શુભગતિ, ૨૫; ધર્મને શાશ્વત બનાવે, ૧૯૩, ૨૦૪; ના આધારે પંચ કાળ (દ્રવ્ય), ૧૭૧ પરમેષ્ટિનું પદ નક્કી થાય, ૩૬૬-૩૬૮; ના કેવળીગમ્ય પ્રદેશ, ૩૮૮ આધારે પુરુષની સમર્થતા, ૯, ૨૨-૨૩, ૧૯૫; નો પ્રકાર માનભાવના આધારે, ૩૬૬;
કેવળ પ્રભુ: અને તીર્થંકરપ્રભુના કલ્યાણભાવનો
ફરક, ૪-૫, ૯૪-૯૫; ની આજ્ઞાધીનતા, ૩૭૭; નિસ્પૃહતા થી કરનાર તીર્થકર ભગવાન, ૧૯૫,
ને યોગનું હોવું અને શાતાવેદનીયનો બંધ, ૩૭૭, ૩૬૫-૩૬૬; નું ઉદ્ગમસ્થાન તીર્થંકરપ્રભુ, ૧૯૩-૧૯૪; ના મિશ્રણથી આત્મવિકાસ,
૩૯૪; નો સમુદ્યાત, ૩૪-૩૫, ૧૯૩-૧૯૪,
૩૭૪; નો નિત્યનિગોદના જીવ પર ઉપકાર, ૧૯૬; પંચપરમેષ્ટિ ભગવંતનો, ૩૫૧, ૩૬૮; માર્દવથી કેળવાય, ૧૫૧; શિષ્યને સદ્દગુરુ
૩૪, ૯૩, ૩૭૫; નો સાથ આત્મવિકાસમાં, પાસેથી મળે, ૧૯૨-૧૯૩, ૨૦૪; સાકાર
૯૯; નું સમવસરણમાં યોગદાન, ૯૭, ૩૯૪ કરવા પ્રાર્થના, ૩૦; સાધુસાધ્વીજીનો, ૩૫૬- કોમળતા, ૧૫૧; થી માનનો સંવર, ૧૫૬; શ્રીમદ્ ૩૫૭, ૩૫૯, ૩૬૨; સ્વચ્છેદ કરવાનું ફળ, રાજચંદ્રની, ૨૧૧ ૩૮૩-૩૮૪
ક્રોધ, ૧૨૨-૧૨૩, ૧૩૦-૧૩૧; ચાર પ્રકારનાં કષાય: આંતરશત્રુ, ૧૨૨; કર્મ આશ્રવ(બંધ)
ક્રોધ કષાય, ૧૨૬; થી બચવા ક્ષમા ગુણ, નું કારણ, ૧૧૯, ૧૪૭; કલ્યાણભાવથી શાંત
૧૨૨, ૧૨૮, ૧૫૦; વેષરૂપ, ૧૩૦; નું થાય, ૧૯૫; ક્રોધ, ૧૨૬-૧૨૮; ચાર પ્રકાર
કારણ પરપદાર્થમાં મારાપણું, ૧૨૫; નો સંવર (અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની,
ક્ષમાથી, ૧૫૬; વિવેકને હણે, ૧૨૩; શાંતિનો સંજ્વલન), ૧૨૭-૧૨૮, ૧૩૩-૧૩૪, ૧૪૦,
ભંગ કરે, ૧૨૫-૧૨૬ ૧૪૬-૧૪૭; ના અભાવથી અહિંસાપાલન, ૧૫૭-૧૫૨; નો આશ્રયદ્વાર બંધ કરવા ક્ષમા, માર્દવ, આર્જવ,શૌચ ધર્મ, ૧૯૦; નો નિગ્રહ અને સત્તરભેદે સંયમ, ૧૬૨, ૧૬૫, ૧૭0;
ગણધરજી: અને ગણધરપદ, ૯૭; અને તીર્થકર પરિભ્રમણનું કારણ, ૧૧૯; મંદ કષાયથી
પ્રભુનું શુભ ઋણ, ૧૧; આચાર્યોમાં શ્રેષ્ઠ, પુણ્યબંધ, ૧૭૫; મંદ કરવાથી આશ્રવ ઘટે
૩૬૫; આજ્ઞાધીનતા, ૩૬૫-૩૬૬; ઉત્તમ ગુરુ ને નિર્જરા વધે, ૨૨૪; મંદતાથી આત્માની થવા યોગ્ય, ૧૯૪; ઉત્તમ શ્રુતકેવળીપણાના શ્વેતતા પ્રગટે, પ૬; લોભનો ક્ષય છેલ્લે, ૧૪૫; ધારક, ૧૦૧; કેવળજ્ઞાન પછી કલ્યાણકાર્ય તૂટવાથી આત્માના ગુણો પ્રગટે, ૧૪૭; સત્તાગત
બંધ કરે, ૩૬૫-૩૬૬; તીર્થંકર પ્રભુના મુખ્ય થવા, ૧૨૭; સંસારની રુચિથી વધે, ૨૩૫; શિષ્ય, ૮૯,૩૬૬; તીર્થકર ભગવાનની દેશનાનું ચારિત્રમોહ, દર્શનમોહ પણ જુઓ
નિમિત્ત, ૯૬-૯૭; તીર્થકર પ્રભુ સાથે ૧૫૦
૪૬૮
Page #495
--------------------------------------------------------------------------
________________
ભવનો શુભ સંબંધ, ૩૬૫; ના ગુણો, ૩૬૬; ના નિમિત્તે નિત્યનિગોદથી નીકળનાર જીવને ભાવિમાં ગણધરપદ મળે, ૨૩, ૯૪; નો કલ્યાણકાર્યમાં સાથ, ૧૦૧, ૩૬૬; ને કેવળજ્ઞાન પહેલાં ચાર જ્ઞાન, ૮૪, ૧૦૧; નો કલ્યાણભાવ, ૨૫, ૯૬, ૩૬૫; આચાર્ય પણ જુઓ ગોત્ર કર્મ, ઉચ્ચ-નીચ બંધાવાના કારણો, ૧૫૫ ગુણો, આત્માના, રાજચંદ્ર, શ્રીમદ્ જુઓ ગુણસ્થાનઃ અને આજ્ઞાપાલન, ૩૭૮-૩૯૦; અને મોહનીયનો ક્ષયોપશમ, ૩૭૮; અને કષાય સત્તાગત થવા, ૧૨૭; ગુણોની વિશુદ્ધિ દર્શાવે, ૩૭૮; મિથ્યાત્વ તૂટવાથી ચડે, ૩૭૮ ગુપ્તિ,ત્રણ, ૧૬૯-૧૭૦, નો ક્રમ, ૧૭૦; સત્તરભેદે સંયમનું અંગ, ૧૬૨, ૧૬૫
ગુરુ, જુઓ સદ્ગુરુ
ગૃહસ્થધર્મ, બાર પ્રકારે, ૧૭૪-૧૭૫
ઘ
ઘાતી કર્મ, ઘેરાં તો લોહીમાંસ કાળા, ૮૨; નું શરીરમાં સ્થાન, ૧૯૮-૧૯૯; નો ક્ષય ૐ ધ્વનિ દ્વારા, ૧૯૮-૧૯૯; ક્ષય કરવા માટેના ચાર ભાવના કેળવવી,૨૬ ; ક્ષય કરવા આજ્ઞાધીનતા, ' ૨૮૮, ૨૯૦
ચ
ચારિત્ર (ગુણ): અકષાય પરિણામ તે, ૧૪૫; આચાર્યજીનું, ૩૫૪; આત્માનો ધર્મ, ૧૪૫; કેળવવું દુર્લભ, ૧૭૪; ખીલવવા આચાર્યજીનાં કલ્યાણનાં પરમાણુ ગ્રહવા, ૩૬૪; ખીલવવા
સંસારઇચ્છા ઘટાડવી, ૩૧૪-૩૧૫; નું પ્રતિક ‘શ્રી’, ૫૧-૫૨; શ્રીમદ્ રાજચંદ્રનું, ૩૦૪; સત્યધર્મથી ખીલે, ૧૬૦; સ્વરૂપલીનતાથી ખીલે, ૧૮૭, સમ્યક્ચારિત્ર પણ જુઓ ચારિત્રમોહઃ અને રાગ, ૧૪૪; અને દ્વેષ, ૧૪૪; અને જ્ઞાનદર્શનના આવરણો, ૨૮૯; ઉત્તમ ક્ષમા કેળવવાથી ક્ષય થાય, ૧૨૭-૧૨૮; ના પચીસ કષાયો, ૧૪૪-૧૪૫; બંધાવાના કારણો, ૧૫૪; માં સમાયેલ ચાર પ્રકાર (અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજ્વલન) ના કષાય, ૧૨૭-૧૨૮, ૧૩૩-૧૩૪, ૧૪૦,
૧૪૬-૧૪૭; નો નાશ કરવાનો પુરુષાર્થ, ૨૫૯, ૨૬૩, ૩૯૦; કષાય, મોહનીય કર્મ પણ જુઓ
પરિશિષ્ટ ૨
ચોથું ગુણસ્થાન, અવિરત સમ્યક્દષ્ટ, ૩૭૯૩૮૦; અને અનંતાનુબંધી કષાય, ૧૨૭-૧૨૮; અને મિથ્યાત્વ, ૩૮૦; અને શૂન્યતા, ૩૮૦; દેહ-આત્માની ભિન્નતાનો અનુભવ, ૩૮૦; સમકિત પણ જુઓ
છ
છઠ્ઠું ગુણસ્થાન, સર્વવિરતિ સમ્યક્દષ્ટિ, ૨૪૮; ઉપદેશક ગુણસ્થાન, ૩૧૯; ઉત્કૃષ્ટ(છઠ્ઠું) માટે પુરુષાર્થ, ૩૮૫-૩૮૬; મેળવતી વખતે આત્મામાં તીર્થસ્થાન પ્રગટે, ૯૮; થી સંયમનું પાલન શરૂ, ૧૬૪; થી સાચું આજ્ઞાપાલન શરૂ થાય, ૩૫૭, ૩૮૦, ૪૦૯; પરમાર્થ ઋણ ચૂકવવાની ભાવના વધે, ૩૮૩; બાહ્યાંતર શ્રેણિ વચ્ચે સંઘર્ષ, ૨૨૯, ૨૩૬, ૨૫૮, ૨૬૭; સંસારમાર્ગ-૫૨માર્થમાર્ગનો ભેદ સમજાય,
૪૬૯
૩૮૧-૩૮૨
Page #496
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
મેળવવા પુરુષાર્થ: અશાતાના ઉદયો ઉપકારી,૨૬૭-૨૬૮; આજ્ઞાધીનપણું વધારવું, ૨૬, ૨૪૮, ૩૮૦, ૪૦૯; ઉત્કૃષ્ટ(છઠ્ઠું) માટે, ૩૮૫-૩૮૬; મન,વચન, કાયાની સોંપણી, ૨૭; શ્રીમદ્ રાજચંદ્રનું, ૨૪૪, ૨૪૮; સંસારની આસક્તિ તોડવી, ૨૬૭; સંસારી પ્રવૃત્તિ સાથે કઠિન, ૨૪૪, ૨૬૭; સ્વચ્છંદ નિરોધ, ૨૭ – પ્રાપ્તિનું ફળઃ આજ્ઞાધીનપણું વધે, ૯૮, ૨૪૯, ૩૫૭; ઉદાસીનતા, ૨૪૮; ચારિત્ર ખીલે, ૨૪૯; નિસ્પૃહતા વધે, ૨૪૮, ૩૮૩; પ્રત્યાખ્યાની કષાય સત્તાગત થાય, ૧૨૭; પ્રમાદ ઘટે, ૩૫૭; મહાવ્રતનું પાલન, ૯૮ ; મોક્ષમાર્ગના રહસ્યો સમજાય, ૨૮, ૯૮; સંસારભાવ ઘટે, ૯૮, ૨૬૭
છૂટવાની ભાવના, ૧૧૯, ૧૪૮-૧૪૯, ૩૨૫; આત્મવિકાસ શરૂ કરે, ૩૭૯; આજ્ઞાપાલન તરફ લઈ જાય, ૩૩૩, ૩૭૯; કલ્યાણભાવથી વધે, ૧૯૫; જાતિસ્મૃતિજ્ઞાનથી દેઢ થાય, ૨૦૯; સદ્ગુરુની સહાયથી જાગે, ૧૧૯, ૧૪૯, ૧૭૪, ૨૦૨-૨૦૩; વધારવા અશાતાના ઉદયો ઉપકારી, ૨૬૭; સમકિત માટે પાત્રતા ખીલવવા, ૧૧૯, ૨૦૨-૨૦૩, ૩૨૫
જ
જાતિસ્મૃતિજ્ઞાનઃ ભામંડળના દર્શનથી પ્રગટે, ૬૮; શ્રીમદ્ રાજચંદ્રનું, ૨૦૯, ૩૯૭-૩૯૮; પ્રગટાવવામાં ઉપયોગી, ૨૦૯
વૈરાગ્ય
ત
તપ, ૩૨૦, ૩૩૪; અને વીતરાગતા, ૧૭૭, ૪૨૬-૪૨૭; અને આજ્ઞાનું કવચ, ૩૭૩;
અત્યંતર(આંતર), ૧૫૮, ૧૭૭, ૩૩૪; આત્માના ગુણો ખીલે, ૩૪૪; આંતરતપ નો ક્રમ, ૩૪૪; આજ્ઞા(ગુરુની)એ કરેલું આત્માર્થે સફળ, ૩૨૧, ૩૪૩, ૩૭૩, ૪૨૬; અંતરંગ (આંતર) તપ ઉત્તમ, ૧૭૮; ઇચ્છાનો ત્યાગ તે સાચું, ૧૭૬, ૩૨૧, ૩૭૩; થી સકામ નિર્જરા, ૧૫૮, ૧૯૧, ૩૩૪; થી વીર્ય વધે, ૧૯૧, ૩૫૮, ૩૬૨; ધ્યાન અને પ્રાયશ્ચિતથી ઉત્તમ નિર્જરા, ૧૫૮; બાર પ્રકાર, ૧૫૮, ૩૩૪; બાહ્ય, ૧૫૮, ૧૭૭, ૩૩૪-૩૩૭; બાહ્ય
તપનો ક્રમ, ૧૭૮, ૩૩૬; રાગ-દ્વેષથી નિવર્તવું તે, ૩૨૦; રસના(સ્વાદ્રિય)ને વશ કરવા, ૩૩૬; સમ્યક્દર્શન પછી આત્માર્થે ફળે, ૧૭૭; સંસારની સ્પૃહાથી બચાવે, ૩૬૦; સ્વરૂપલીનતા તે, ૧૭૭, ૩૨૦; સ્વચ્છંદથી કરવાથી સંસાર પુણ્ય મળે, ૩૪૫
પાપસ્થાનકના
તીર્થસ્થાન, ૧-૩, અઢાર ક્ષય વખતે, ૯૮; આત્મામાં રહેલું, ૧; આત્મવિકાસના દરેક સોપાનમાં સમાવેશ, ૬, ૯૭-૯૯; કલ્યાણભાવથી પ્રગટે, ૨, ૮, ૨૦૨; કલ્યાણનાં પરમાણુથી મજબૂત થાય, ૬૨; કેવળીપ્રભુનું, ૬૩; તીર્થંકર પ્રભુના હ્રદયથી પ્રગટે, ૧-૩, ૬૨, ૯૫, ૯૯; ના સ્પર્શથી જીવનો આત્મવિકાસ, ૭-૮, ૨૦૪; નો કાળ તથા ઊંડાણ, ૮, ૯૮; પંચપરમેષ્ટિ ભગવંતનું, ૭-૮, ૯૫; નો પ્રત્યક્ષ-પરોક્ષ આશ્રય, ૯૫; પાંચ મહાવ્રતના ક્ષય વખતે, ૯૮; જ્ઞાન, દર્શન, ચારિત્રની એકતા વખતે પ્રવર્તે, ૮, ૬૨
૪૭૦
તીર્થંકર ભગવાન, ૪, ૧૦-૧૧; અને ૐ ધ્વનિ,
૫૨, ૭૭-૭૮, ૯૫, ૧૦૦, ૧૯૮-૧૯૯,
૩૭૫, ૩૯૩; અને નમસ્કારમંત્ર, ૩૫૧
Page #497
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨
6
૩૫૨, ૩૫૩; અને અરિહંતપણું, ૪; અને ૪-૫; સિદ્ધપ્રભુનાં અવલંબનથી આત્મવિકાસ અંતવૃત્તિસ્પર્શ, ૯૯; અને કેવળીપ્રભુ વચ્ચે કરે, ૨૮-૨૯, ૩૨-૩૩; ક્ષેપક શ્રેણી માંડવા કલ્યાણની ક્ષમતામાં ભેદ, ૪-૫, ૯૪-૯૫; અને પ્રત્યક્ષ સહાયની જરૂર ન પડે, ૨૯-૩૦ , ૬૧, ગણધરપ્રભુનું કલ્યાણકાર્યનું ઋણ, ૧૧; અને ૧૯૮; કેવળીપ્રભુ, સમુદ્યાત પણ જુઓ તીર્થંકર નામકર્મ, ૨, ૫, ૩૦, ૩૨, ૩૩, ૩૪- ત્યાગ, ૧૮૧-૧૮૨; અને દાન વચ્ચે ફરક, ૧૮૨; ૩૮: અને નિશ્ચયથી વ્યવહાર સમકિત, ૯૯;
અને સંયમધર્મ, ૧૬૪; ઉત્તમ ત્યાગ ધર્મ, ઉત્તમ ગુરુ થવા શક્તિમાન, ૯૯ ; કેવળજ્ઞાન
૧૮૩; કષાયનો, ૧૮૩; થી આશ્રવ અટકે, પહેલા બોધ ન કરે, ૨૯-૩૦, ૬૧, ૮૦-૮૧;
૧૮૩; થી નિર્જરા, ૧૯૧; થી સંયમ વધે, ચતુર્વિધ સંઘની સ્થાપના કરનાર, ૪, ૩૩; થવા
૧૯૧; લોભ તૂટતાં પ્રગટે, ૧૮૨ માટે પાત્રતા, ૧૦-૧૧; થકી નિત્યનિગોદના જીવોને ચક પ્રદેશોની પ્રાપ્તિ, ૩૩-૩૪,
ત્રીજું ગુણસ્થાન, મિશ્ર, ૩૭૯ ૩૮, ૪૦, ૬૦, ૬૧, ૮૭, ૯૩, ૧૯૭; ના ગુણો, ૩૮; ના અતિશયો, ૬૪; નાં કલ્યાણનાં પરમાણુ કેવળજ્ઞાન પછી વપરાય, ૯૫-૯૬; દયા, ૧૨૦-૧૨૧; એ ધર્મનું મૂળ, ૧૭૫; નાં કલ્યાણકો, ૫, ૪૦, ૫૮, ૬૦, ૬૩-૬૪, ખીલવાથી અહિંસાપાલન, ૧૨૧; થી મૈત્રીભાવ ૮૮, ૯૩; ના ગુરુ તેમનાં સુચક પ્રદેશો, ૬૨; ખીલે, ૧૨૧ ના નિમિત્તે ઓછા પુરુષાર્થથી આત્મવિકાસ, દર્શન. (આત્માનો ગુણ), નું પ્રતિક છૅ, ૫૧૯૮-૧OO; ના નિમિત્તે નિત્યનિગોદથી બહાર નીકળનાર જીવ ભાવિમાં તીર્થકર થાય, ૨૩, ૯૩, ૯૫, ૩૭૫ ; ના રુચક પ્રદેશોની આકૃતિ,
દર્શનાવરણ કર્મ, નાં પરમાણુ મસ્તકમાં, ૧૯૮;
દરીનાથ પ૨, ૭૯-૮૧, ૧૯૮; ની દેશના સમવસરણ,
બંધનના કારણો, ૧૫૩-૧૫૪ ૬૧-૬૨, ૬૪-૬૫, ૯૭, ૩૯૩-૩૯૪; નું – ક્ષીણ કરવાનો ઉપાયઃ કલ્યાણભાવ સેવવો, આજ્ઞાધીનપણું, ૬૦-૬૧, ૮૬, ૩૯૩; નું ૨૬, ૩૮૧; પૂર્ણ આજ્ઞાએ આરાધન કરવું, તીર્થસ્થાન, ૧-૩; ૬૨; નું વીર્ય, ર૬-૨૮, ૬૨, ૩૭૨; મૈત્રી-પ્રમોદ ભાવના ભાવવી, ૨૬; ૮૧, ૯૯; ને કેવળજ્ઞાનની પ્રાપ્તિ, ૬૧-૬૩; ને સંસારઇચ્છા ઘટાડવી, ૨૮૯, ૪૧૯-૪૨૦ ગર્ભકાળથી ત્રણ જ્ઞાન, ૪૦, ૮૪; નદીશા વખત દર્શનમોહ: બંધના કારણો, ૧૫૪; મિથ્યાત્વ પણ મન:પર્યવ જ્ઞાન પ્રગટે, ૬૦, ૮૫; ને પ્રાપ્ત થતું
જુઓ શ્રુતકેવળીપણું, ૩૨-૩૩; નો આત્મવિકાસ, ૨૪, ૨૬-૨૯, ૬૦-૬૧, ૭૯-૮૧, ૧૦): નો દેવ: સંયમપાલન ન થાય, ૧૬૩ કલ્યાણભાવ, ૧-૩, ૫, ૨૪-૨૫, ૨૮, ૬૨, દેહાત્મબુદ્ધિ, ૧૧૫; તીર્થંકરપ્રભુ ને મંદ, ૭૯; ૮૫, ૯૫-૯૬, ૧૦૦, ૧૯૩-૧૯૫, ૨૪૭; નો અને લોહીનો રંગ, ૮૨; તોડવા કાયોત્સર્ગ તપ, કેવળી સમુદુધાત, ૯૩, ૩૭૪; નો મૈત્રીભાવ, ૩૪૧; તોડવા બાર ભાવના, ૨૦૩; થી બચવા
પર
૪૭૧
Page #498
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
આકિંચન્ય, ૧૮૬; ના કારણે દેહમાં પીડા ન અનુભવાય, ૧૧૭; માનભાવનું મુખ્ય કારણ,
નમસ્કાર મંત્ર, ૩૪૮; અરિહંતપ્રભુને વંદન, ૧૩૩; મિથ્યાત્વથી ઉપજે, ૧૩૩
૩૫૩; આચાર્યજીને વંદન, ૩૫૪; આરાધનનો દ્વેષ: ના બાર પ્રકારના કષાય, ૧૪૪–૧૪૫; માં મહિમા, આત્મશુદ્ધિ માટે, ૩૪૯; ઉપાધ્યાયજીને ક્રોધ અને માન સમાય, ૧૩૦
વંદન, ૩૫૫; માં આત્માના સર્વ ગુણો, ૩૪૯; માં આજ્ઞામાર્ગ સમાયેલો, ૩૫૬-૩૬૦; માં તીર્થંકર પ્રભુ કલ્યાણભાવથી પ્રાણ પૂરે,
૩૫૧; શાશ્વતો મંત્ર, ૩૫૧-૩૫૨; સમસ્ત ધ્યાન/ધ્યાન તપ, ૧૮૧,૩૪૧; થી કર્મની નિર્જરા, જનકલ્યાણાર્થે, ૩૫૧; સાધુસાધ્વીજીને વંદન, ૧૫૮, ૩૪૨, ૩૯૦, ૪૧૬; ના પ્રકાર, ૩૫૫; સિધ્ધપ્રભુને વંદન, ૩૫૩ ૩૪૨; તપમાં ઉત્તમ, ૩૪૨; પૂર્ણ આજ્ઞાએ નામ કર્મ, તીર્થકર, ૨, ૫, ૩૦, ૩૨, ૩૩, કરવું, ૩૭૧; મંત્રસ્મરણથી ઊંડું, ૩૫૦; માં ૩૪-૩૮; બંધાવાના કારણો, ૧૫૫ કર્મનો રસઘાત, ૩૯૦; ધર્મધ્યાન, શૂન્યતા તથા મિ
નિર્જરાઃ અકામ ને સકામમાં બદલવી, ૧૫૬;
. : શુક્લધ્યાન પણ જુઓ
અકામ, ૧૫૭-૧૫૮; અપરિગ્રહ વ્રતથી, ૧૬૭; ધર્મ: અકષાયભાવ તે, ૧૪૫; આત્માના દશ આજ્ઞાએ કરેલા તપ આચરણથી વધુ, ૩૪૩; ધર્મ, ૧૨૦, ૧૯૦; આણાએ ધમ્મો (આજ્ઞાનું કષાયો મંદ રાખવાથી, ૨૨૪; કરવા લોકસ્વરૂપ આરાધન તે ધર્મ), ૩૩૨-૩૩૩, ૩૪૫; એટલે ભાવના, બોધદુર્લભ ભાવના, ધર્મભાવના, સ્વરૂપસ્થિતિ, ૩૪૭-૩૪૮; કલ્યાણભાવથી ૧૯૧; પૂર્ણ આજ્ઞાએ કરેલા આરાધનથી, ૩૭૧; શાશ્વત બને, ૧૯૩, ૨૦૪; કલ્યાણનાં મંત્રસ્મરણથી, ૩૫૦; સકામ, ૧૫૭-૧૫૮, પરમાણુથી સનાતન બને, ૧૯૪; થી સંવરનું ૧૯૧, ૨૬૮, ૩૯૦-૩૯૧; પ્રાયશ્ચિત્તથી, આરાધન, ૩૨૧; ની સ્પૃહાથી વિકાસ, ૩૮૯; ૩૩૮; બ્રહ્મચર્યવ્રતથી, ૧૬૭, ૧૯૧ નું મૂળ લક્ષણ દયા, ૧૨૦; નું મહાત્મ, ૧૭૫- નિર્જરાભાવના, ૧૫૭-૧૫૮ ૧૭૬; નું મંગલપણું, ૧૦૮, ૧૯૨, ૧૯૯, નિત્યનિગોદ. માંથી સિદ્ધ થતાં પ્રભુનાં નિમિત્તે ૨૭૯; મેળવવો દુર્લભ, ૧૭૩; શબ્દનાં વિવિધ
બહાર નીકળે, ૬-૭, ૩૪, ૯૩; ના જીવોનાં અર્થ, ૧૦૭-૧૦૮, ૩૧૭-૩૧૮, ૩૨૦
સાત સુચક પ્રદેશો પ્રાપ્ત થવાં, ૬, ૩૩-૩૪, ધર્મદુર્લભભાવના, ૧૭૪-૧૭૬
૩૮, ૪૦, ૫૮, ૬૦, ૬૧, ૮૭, ૯૩; ના
જીવોને આઠમા સુચક પ્રદેશની પ્રાપ્તિ, ૬, ૩૪, ધર્મધ્યાન, ૩૪૨; આજ્ઞાના કવચથી સ્થિરતા,
૯૩-૯૪; ના જીવો માટે ઉપકારી કેવળી ૩૭૩; ધ્યાન, શૂન્યતા પણ જુઓ
સમુઘાત, ૩૪ ધર્માસ્તિકાય (દ્રવ્ય), ૧૭૧
નિર્વિકલ્પતા, ૩૮૩; શુક્લધ્યાન પણ જુઓ
૪૭૨
Page #499
--------------------------------------------------------------------------
________________
નિસ્પૃહતા અને તપનું આરાધન, ૩૯૦; આકિંચન્ય ધર્મથી ખીલે, ૧૯૧; આજ્ઞાધીનતાથી ખીલે, ૨૮૭-૨૮૮, ૩૭૧-૩૭૩, ૩૮૯; કેળવવા આત્મશુદ્ધિની લગની, ૨૪૫; છઠ્ઠા ગુણસ્થાનથી ખીલે, ૨૪૮; થી કલ્યાણનાં પરમાણુ ગ્રહાય, ૩૦૫, ૩૮૨; થી ઘાતીકર્મનાં અલ્પ બંધન, ૩૦૫; થી ૫રમાર્થ પુણ્ય બંધાય, ૩૧૩; થી લોભનો સંવર, ૧૫૬; થી ક્ષમાભાવ ખીલે, ૨૨૫; બાહ્યાંતર શ્રેણિના વિરોધથી બચવા,૨૨૯; શાતા-અશાતાના નકારથી ખીલે, ૨૮૫; શ્રીમદ્ રાજચંદ્રની, ૨૦૭-૨૦૮, ૨૧૭, ૨૪૯, ૨૫૩, ૨૫૬, ૨૬૬, ૨૭૪; સંસાર પ્રત્યે, ૨૬૬-૨૬૭, ૩૭૩
નોકષાય, બંધના કારણો, ૧૫૪-૧૫૫
૫
૫૨માણુ, કર્મનાં, અંતરાયના હ્રદયમાં, ૧૯૮; દર્શનાવરણનાં મસ્તકમાં, ૧૯૮; મોહનીયના નાભિમાં, ૧૯૮; જ્ઞાનાવરણના મસ્તકમાં,
૧૯૮-૧૯૯
પરમાણુ, કલ્યાણનાં, ૐ ધ્વનિમાં સમાયેલા, અને તીર્થંકર નામકર્મ, ૩૪-૩૭; ૧૯૮-૧૯૯; આચાર્યજીના, ૩૬૪, ૩૮૫; આત્મવિકાસ સાથે શુભ ગ્રહાય, ૭૩; ઉપાધ્યાયજીના, ૩૬૩; ગણધરજીના, ૩૬૫; તીર્થસ્થાનમાં, ૧, ૬૨; તીર્થંકરપ્રભુ નમસ્કાર મંત્રમાં પૂરે, ૩૫૧; તીર્થંકર પ્રભુના, ૩૬૫, ૩૮૫; થી તીર્થંકરપ્રભુ ૐ ધ્વનિ બનાવે, ૬૩; થકી મોક્ષમાર્ગ સનાતન, ૧૯૪; દેવલોક તથા નરકમાં ઓછા ગ્રહાય, ૩૮-૩૯; ને ગતિ અને સ્થિતિ આપનાર આજ્ઞામાર્ગ, ૩૮૮; નિસ્પૃહતા કેળવવાથી
પરિશિષ્ટ ૨
ગ્રહાય, ૩૦૫; શુક્લધ્યાનમાં ગ્રહવા, ૩૦૫; સાધુસાધ્વીજીના, ૩૬૨; સિધ્ધપ્રભુ સિધ્ધ થતી વખતે છોડે, ૧૯૩-૧૯૪, ૩૭૪, ૩૮૫ પરિગ્રહ, ૧૮૫-૧૮૬, ૩૪૧; અત્યંતર, ૧૮૪૧૮૫; દેહરૂપી, ૧૮૬;થી બચવા અપરિગ્રહવ્રત, ૧૬૬; નો વિરોધીભાવ આર્કિચન્ય, ૧૮૪; બાહ્ય, ૧૮૪-૧૮૫; મિથ્યાત્વ તે મુખ્ય, ૧૮૬ પરિગ્રહબુદ્ધિ, તોડવા આર્કિચન્ય ગુણ, ૧૮૪
૧૮૫, ૧૯૧; તોડવા કાયોત્સર્ગ તપ, ૩૪૧ પવિત્રતા (આત્માની), ૧૪૬-૧૪૭; અને શૌચધર્મ,૧૪૫; લોભના અભાવથી પ્રગટે,
૧૪૧
પશ્ચાત્તાપઃ અને પ્રાયશ્ચિત્ત, ૩૩૮
પહેલું ગુણસ્થાન, મિથ્યાત્વ, ૩૭૯;
પાપઃ આજ્ઞાના કવચથી પુણ્યાનુબંધી પા૫, ૩૭૩; બંધનથી બચવા આશ્રવદ્વાર બંધ(સંવર) કરવા, ૧૯૦-૧૯૧; બંધન નાં કારણો,૧૫૪-૧૫૫; વિભાવથી બંધાય, ૧૫૩
૪૭૩
પાંચમુ ગુણસ્થાન, દેશિવરિત સમ્યક્દષ્ટઃ અપ્રત્યાખ્યાની કષાય સત્તાગત થાય, ૧૨૭ પાત્રતા, ૩૮૨-૩૮૩; અનુસાર જીવ બોધ ગ્રહણ કરે, ૩૭૫, ૩૮૨-૩૮૩; ઉપદેશ આપવાની છઠ્ઠા ગુણસ્થાનથી, ૩૧૯; કલ્યાણભાવથી કેળવાય, ૩૮૨; કેળવવાથી આત્મવિકાસ, ૩, ૨૩; કેળવવા વિનય ગુણ જરૂરી, ૧૪૯-૧૫૦; કેળવવી દુર્લભ, ૧૭૩; કેળવવા સદ્ગુરુનું શરણું, ૧૯૨; ના અભાવથી માર્ગ ગ્રહણ ન થાય, ૧૯૪; છૂટવાના ભાવથી ખીલે, ૧૧૯; તીર્થંકર થવા માટે, ૧૧, ૨૩; થી માર્ગની
Page #500
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
પ્રાપ્તિ, ૨૨૭; પહેલા માર્ગ પ્રકાશવો નહિ, ૩૬૬-૩૬૯, ૩૭૬-૩૭૭; એક પદ થી બીજા ૨૪૮, ૨૪૭; બોધ મેળવવા, ૧૧૨, ૩૮૩; પદમાં વિકાસ,૩૬૬-૩૬૮; ના કલ્યાણભાવના રચક પ્રદેશ મેળવવા, ૩૪; વિના પરમાર્થે આધારે પદ નકકી થવું, ૨૩-૨૪, ૯૪, ૩૬૭દાન ન થાય, ૩૮૩; સાધુસાધ્વીજીની ૩૬૯; નો કલ્યાણભાવ નમસ્કાર મંત્રમાં, ઉત્તમ, ૩૫૫
૩૫૧-૩૫૨; નો સાથ ક્રમિક આત્મવિકાસમાં, પુણ્ય: આજ્ઞાના કવચથી બંધાય, ૩૭૩; પરમાર્થનું,
૩૬૬-૩૬૯; નું પ્રતિક હૈં, પ૧, ૭૮; નું ૩૧૩, ૩૪૬, ૩૭૩, ૪૨૬-૪૨૭; પરમાર્થ
રત્નત્રય (પ્રાર્થના, ક્ષમાપના, મંત્રસ્મરણ) નું પુણ્યથી વીતરાગતા વધે, ૩૧૩, ૪૨૨; બંધના
આરાધન ૩૬૯-૩૭૨; નું વ્યક્તિગત તથા કારણો, ૧૫૪-૧૫૫; મંદ કષાયથી બંધાય,
સામૂહિક યોગદાન, ૩૬૯; પ્રતિ અહોભાવ ૧૭૫; પ્રદેશોદયથી ખપાવવું, ૩૧૧, ૩૧૩;
નમસ્કારમંત્રથી, ૩૫૬; માં સ્થાન પામવા સગુરુ ની પ્રાપ્તિ માટે જરૂરી, ૩૫૦; સંસાર
જીવ સમસ્ત માટે કલ્યાણભાવ, ૧૯૩, ૩૬૮; પુણ્ય, ૩૪૫
તીર્થકરપ્રભુ, સિદ્ધપ્રભુ, આચાર્ય, ઉપાધ્યાય,
સાધુ-સાધ્વી પણ જુઓ પુરુષાર્થ (આત્મવિકાસ માટે): ઉચ્ચ, ૨૬૩-૨૬૬,
૪૧૬-૪૨૦; કર્મને ઉણા કરીને ભોગવવા, પ્રત્યાખ્યાની(કષાય): કેવળજ્ઞાનમાં ક્ષય, ૧૨૭; ૩૧૪. ૩૯૦: કેવળ લગભગ ભુમિકા પ્રાપ્ત ક્રોધ, ૧૨૭-૧૨૮; છ ગુણસ્થાને સત્તાગત, કરવા, ૩૧૩-૩૧૫; ચારિત્રમોહનો નાશ ૧૨૭; માન, ૧૩૩-૧૩૪; માયા, ૧૪૦; કરવા, ૨૫૯; છઠ્ઠા ગુણસ્થાનની પ્રાપ્તિ લોભ, ૧૪૬-૧૪૭ માટે, ૨૪૮-૨૪૯, ૪૦૯; તીર્થસ્થાનમાં, ૧; પ્રદેશોદય થી પુણ્યની નિર્જરા, ૩૧૧, ૩૧૩; થી તીર્થંકર પ્રભુનો, ૨૪, ૨૬-૩૨; ૬૦-૬૧;
અશાતાના ઉદયોને વેદવા, ૩૮૪ તીર્થંકરપ્રભુના આશ્રયે ઓછો જરૂરી, ૯૯; ના આધારે સપુરુષની સમર્થતા, ૧૦, ૨૨, ૯૪, પ્રમાદ, સ્વછંદથી વધે, ૩૫૮; શ્રેણિમાં, ૩૮૭ ૯૯; ના આધારે પંચપરમેષ્ટિની પદવી, ૨૩
પ્રાર્થના: પૂર્ણ અને અપૂર્ણ આજ્ઞાથી કરવાનું ફળ, ૨૪, ૯૪; પરમાર્થ પુણ્ય બાંધવા, ૩૧૩, ૩૮૯,
૩૭૦-૩૭૧ ૪૨૨; પંચપરમેષ્ટિ ભગવંતનો, ૩૬૮-૩૬૯; પ્રસન્નતાના માર્ગે સહેલો, ૨૪૩; પાંચ સમવાય પ્રાયશ્ચિત્ત (ત૫), ૧૭૯, ૩૩૮ સહિતનો, ૧૩૬; બાહ્યાંતર શ્રેણિના વિરોધથી બચવા, ૨૨૯, ૨૭૪, ૨૭૯; ક્ષાયિક સમકિત બ લેવા માટે, ૨૪૦-૨૪૨, ૪૦૬-૪૦૮
બ્રહ્મચર્યવ્રત, ૧૬૬; થી સંવર-નિર્જરા વધે, ૧૬૭ પંચ પરમેષ્ટિ ભગવંત અને કલ્યાણભાવનું મિશ્રણ, ૧૯૬; અને નમસ્કાર મંત્ર, ૩૫૧-૩૫૨; બ્રહ્મચર્ય ધર્મ, ૧૮૭; અને ઇન્દ્રિયના વિષયો, અને રુચક પ્રદેશો, ૧૯૭; આજ્ઞાધીનતા, ૧૮૭-૧૮૮; એટલે સ્વરૂપલીનતા, ૧૮૭;
४७४
Page #501
--------------------------------------------------------------------------
________________
‘ઉત્તમ બ્રહ્મચર્ય’, ૧૯૦; થી શુદ્ધ ચારિત્ર ખીલે,
૧૮૭;
બોધિદુર્લભ ભાવના, ૧૭૨-૧૭૪
ભ
ભક્તિ થી ઇશ્વરેચ્છાનો સ્વીકાર, ૨૪૦; ની ઉત્કૃષ્ટતાથી આજ્ઞાધીનતા ખીલે, ૨૪૯; પંચપરમેષ્ટિ ભગવંતની, ૩૮૪; માનભાવથી બચાવે, ૩૩૧; માં સદ્ગુરુ પ્રત્યે અહોભાવ, ૩૩૧; શ્રદ્ધાથી ખીલે, ૩૨૮; સત્પુરુષ સદ્ગુરુ પ્રત્યે, ૨૪૦
ભક્તિમાર્ગ: કેવી રીતે ખીલે, ૨૧૯, ૨૪૦; ઉત્તમ, ૨૩૪, ૨૫૨, ૩૨૮; શ્રધ્ધાથી બળવાન થાય, ૩૨૮; શ્રીમદ્ રાજચંદ્રના જીવનમાં, ૨૧૮; વૈરાગ્ય ખીલવે, ૨૧૯
ભવ, ૩૧૦-૩૧૨
ભવીપણું: અંતર્વૃત્તિસ્પર્શથી પ્રાપ્ત, ૩૭૯; અંતર્વૃત્તિસ્પર્શ પણ જુઓ
ભાવ: અનુસાર લેશ્યા, ૧૫૩; અશુભભાવથી પાપબંધ, ૧૫૪-૧૫૫; કર્મબંધનું કારણ, ૧૫૪; શુભભાવથી પુણ્યબંધ, ૧૫૪; ભાવના, ચા૨ (મૈત્રી,પ્રમોદ આદિ), ૨૬ ભાવના, બાર, ૧૧૩, ૧૪૭; અન્યત્વભાવના, ૧૧૬-૧૧૭; અનિત્યભાવના, ૧૧૩-૧૧૪; અશરણભાવના, ૧૧૪; અશુચિભાવના, ૧૧૫; આશ્રવભાવના, ૧૫૩-૧૫૫; એકત્વભાવના, ૧૧૬; નિર્જરાભાવના, ૧૫૭-૧૫૮; બોધદુર્લભભાવના, ૧૭૨-૧૭૪; ધર્મદુર્લભ ભાવના, ૧૭૪-૧૭૬; લોકસ્વરૂપભાવના,
મ
૧૭૧-૧૭૨; સંસાર ભાવના ૧૧૭
પરિશિષ્ટ ૨
સંવરભાવના, ૧૫૬-૧૫૭;
મનુષ્ય: જન્મ મળવો દુર્લભ, ૧૪૮; ગતિ ઉત્તમ,
૧૭૪
મહાવ્રત, પાંચ, ૧૬૬-૧૬૮: આશ્રવ તોડવા અહિંસાવ્રત, સત્યવ્રત, અસ્તેય વ્રત, ૧૬૭-૧૬૮; માત્ર મુનિઓને હોય, ૧૫૯; સત્યવ્રત, ૧૫૯; સત્તરભેદે સંયમનું અંગ, ૧૬૨, ૧૬૫; સંવરનિર્જરા કરવા બ્રહ્મચર્યવ્રત અને અપરિગ્રહવ્રત,
૧૬૮
૪૭૫
માર્દવઃ અને અહિંસાપાલન, ૧૫૧; ઉત્તમ માર્દવ સમ્યક્દર્શન પછી પ્રગટે, ૧૩૩; માનના અભાવથી પ્રગટે, ૧૨૯, ૧૩૨-૧૩૩; માન, ૧૨૯-૧૩૨; અન્યત્વભાવનાથી તૂટે, ૧૩૫; અપૂર્ણ આજ્ઞાએ પ્રાર્થના કરવાથી વધે, ૩૭૦; અહોભાવ-પૂજ્યભાવથી તૂટે, ૧૩૪, ૩૩૯; આઠ પ્રકારના, ૧૩૧; થી બચવા માર્દવ ગુણ, ૧૨૯-૧૩૦; દ્વેષરૂપ, ૧૩૦; નું કારણ દેહાત્મબુદ્ધિ, ૧૩૩; નિસ્પૃહતાથી હણાય, ૨૨૫; નો સંવ૨ કોમળતાથી, ૧૫૬; મનુષ્ય ગતિમાં વિશષ પ્રવર્તે, ૩૩૯; પ્રાયશ્ચિત્તથી તૂટે, ૩૩૮; શાંતિનો ભંગ કરે, ૧૩૨; શદ્ધાત્માના નકારથી અનંતાનુબંધી, ૧૩૪; વિનય તપથી તૂટે, ૩૩૯; વૈરાગ્યથી ઘટે, ૨૫૭; વંદનથી તૂટે, ૩૫૨; સમભાવથી તૂટે, ૧૩૨; સ્વચ્છંદે આરાધન કરવાથી વધે, ૩૪૫
માયા, ૧૩૫-૧૩૭; થી બચવા આર્જવ ગુણ, ૧૩૫; નો સંવર સરળતાથી, ૧૫૬; મનની
Page #502
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
પવિત્રતાથી તૂટે, ૧૩૯; મન,વચન,કાયા વચ્ચે – ક્ષીણ કરવા: આજ્ઞાધીનતા, ૩૭૮; ચાર ભાવના વિરોધથી ઉત્પન્ન, ૧૩૭-૧૩૮; સરળતાથી ભાવવી, ૨૬; ઉદાસીનતા કેળવવી, ૨૬; તૂટે, ૧૩પ
કલ્યાણભાવ, ૨૬; પૂર્ણ આજ્ઞાએ આરાધન
કરવું, ૩૭૧ મિથ્યાત્વ(મિથ્યાત્વ મોહનીય): અને ક્ષયોપશમ
મોક્ષમાર્ગ: અને સંસારમાર્ગ વચ્ચેનો ભેદ, સમકિત, ૧૨૭, ૩૭૮; અને ક્ષાયિક સમકિત, ૧૨૭, ૩૭૯, ૩૯૦; બંધાવાનું કારણ, ૧૫૪;
૩૮૧; અધુરી જાણકારી સાથે પ્રકાશવાથી ચોથા ગુણસ્થાને સત્તાગત,૧૨૭, ૩૮૦;
નડતા વિપ્નો, ૨૯, ૩૧૯; આરાધવામાં
નડતા વિપ્નો, ૩૧૯; કલ્યાણનાં પરમાણુ તૂટવાથી ગુણસ્થાન ચડે, ૩૭૮-૩૮૦; ના અભાવથી સત્યધર્મ પ્રગટે, ૧૫૯; નું મૂળ
થકી સનાતન, ૧૯૪; આજ્ઞામાર્ગ, ૩૨૨આત્માનાં અસ્તિત્વનો નકાર, ૧૨૬; ને કારણે
૩૨૩, ૩૩૦-૩૩૨, ૩૭૧-૩૭૨; આજ્ઞામાર્ગ દેહાત્મબુદ્ધિ, ૧૩૩ દર્શનમોહ પણ જુઓ
નમસ્કારમંત્રમાં, ૩૫૬-૩૬૦; ની જાણકારી
શ્રુતકેવળીને, ૩૧-૩૩; પ્રસન્નતાનો, ૨૪૩; ની મૈત્રીભાવઃ અને ઋણાનુબંધ, ૯; ઉત્તમતાએ શરૂઆત અંતવૃત્તિસ્પર્શથી, ૩૭૯; ભક્તિમાર્ગ,
અરિહંત તીર્થકર) ભગવાનનો. ૪-૫: કેવી રીતે ૨૧૮-૨૧૯, ૨૪૦; ૩૨૬-૩૨૮; યોગમાર્ગનાં વિકસે, ૯; વિકસાવવા દયા ગુણ ખીલવવો, ભયસ્થાનો, ૩૨૯-૩૩૦; જ્ઞાનમાર્ગ દુરારાધ્ય, ૧૨૧; શ્રીમદ્ રાજચંદ્રનો, ૨૦૧૩
૩૨૮-૩૨૯
મંગલ, મંગલ એટલે? ૧૦૩, અહિંસા એ મુનિધર્મઃ દશ પ્રકારે, ૧૭૫
સર્વોત્કૃષ્ટ, ૧૫-૧૫૩, ૧૯૦; તીર્થસ્થાન એ, મોહબુદ્ધિઃ આજ્ઞાધીનતાથી ઘટે, ૩૭૨; કર્મબંધનનું
૩; ધર્મ એ સર્વોત્કૃષ્ટ, ૧૦૮, ૧૯૨, ૨૭૯ નિમિત્ત, ૧૮૬; કેવી રીતે ઘટે, ૩૧૫; ક્રોધનું મંત્ર: ઉત્તમ કલ્યાણભાવથી ભરેલો હોય, ૩૫૧; કારણ, ૧૨૭; ઘટવાથી આત્મશુદ્ધિ, ૧૧૭; ગ્રહણ માટેની પાત્રતા,૩૫૧; થી આત્મશાંતિ ઘટાડવા અનિત્યભાવના, ૧૧૩; ઘટાડવા વધે, ૩૫૦; નમસ્કાર મંત્ર, ૩૪૮-૩૫) અશુચિભાવના, ૧૧૫;ઘટાડવા અન્યત્વભાવના, મંત્રસ્મરણઃ અપૂર્ણ અને પૂર્ણ આજ્ઞાથી કરવાનું ૧૧૬; ઘટાડવા આકિંચન્ય ધર્મ, ૧૮૬
ફળ, ૩૭૧ મોહનીય કર્મઃ ચારિત્રમોહના પચીસ કષાય, ૧૪૪–૧૪૫; ચારિત્રમોહના બંધના કારણો, ૧૫૪; દર્શનમોહના બંધના કારણો, ૧૫૪; નાં રત્નત્રય (પ્રાર્થના, ક્ષમાપના, મંત્રસ્મરણ): નું પરમાણુ નાભિમાં, ૧૯૮; નોકષાયના બંધના આરાધન શ્રેણિમાં, ૩૮૬-૩૮૭ કારણો, ૧૫૪-૧૫૫; ચારિત્રમોહ, દર્શનમોહ રત્નત્રય (જ્ઞાન, દર્શન,ચારિત્ર): ની એકતા વખતે પણ જુઓ
આત્મામાં તીર્થસ્થાન પ્રવર્તે, ૮
४७६
Page #503
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨
કોમળતા, ૨૧૧; ધર્મસન્મુખતા, ૨૧૨, ૪૦૨; નિસ્પૃહતા, ૨૦૭-૨૦૮, ૨૧૭, ૨૪૯, ૨૫૩, ૨૫૬, ૨૬૬, ૨૭૪, ૪૧૧, ૪૧૯; નિર્મમપણું, ૩૦૯; નિર્માનીપણું, ૨૨૮, ૩૦૯; નિર્વેદ, ૨૨૭; મૈત્રીભાવ, ૩૯૮; વ્યવહારશુદ્ધિ, ૨૬૯, ૨૮૧; વીતરાગતા, ૩૦૨, ૪૨૨; વૈરાગ્ય, ૨૦૮, ૨૧૭, ૨૧૯, ૨૨૧; શમ, ૨૨૭, ૪૦૧, ૪૦૩; સમભાવ, ૨૪૪, ૨૬૩, ૨૯૦, ૪૦૫, ૪૧૪, ૪૧૬; સમદષ્ટિપણું, ૨૫૬, ૨૭૩; સરળતા, ૨૧૧; સંવેગ, ૨૨૭, ૨૫૦, ૨૫૩, ૨૫૬; સંસારભાવની મંદતા, ૨૧૯, ૩૧૪-૩૧૫, ૪૦૪, ૪૧૮-૪૧૯, ૪૨૨
રસપરિત્યાગ તપ, ૧૭૮, ૩૩૫-૩૩૬ રાગ: અને લોભ કષાય, ૧૪૪; તોડવાથી
વીતરાગતા, ૧૪૭, ૧૬૧; તોડવાથી સત્યધર્મ ખીલે, ૧૬૦-૧૬૨; તોડવા સમદૃષ્ટિપણું ખીલવવું, ૨૭૩; તોડવા સંસારના પ્રતિકૂળ સંજોગો મદદરૂપ, ૨૫૯; ના તેર કષાય, ૧૪૪
૧૪૫; વીતરાગતા પણ જુઓ રાજચંદ્ર, શ્રીમદ્દ આત્મવિકાસ, ૪૨૪-૪૨૭;
એ સ્વીકારેલો પ્રસન્નતાનો માર્ગ, ૨૪૩; આત્મવિકાસની લગની, ૨૨૬; કેવળ લગભગ ભૂમિકા, ૩૦૭, ૩૧૪; છઠું ગુણસ્થાન મેળવવા પુરુષાર્થ, ૨૪૪, ૨૪૮, ૪૦૯૪૧૦; જાતિસ્મૃતિજ્ઞાન, ૨૦૯, ૩૯૭-૩૯૮; ની તીર્થંકરપદ માટેની પાત્રતા, ૨૪૭, ૨૫૮; નું ચારિત્ર, ૩૦૩-૩૦૪; નો ઉગ્ર પુરુષાર્થ, ૨૬૩-૨૬૬, ૩૧૦, ૩૧૪-૩૧૫, ૪૧૬૪૧૯, ૪૨૨; નો દ્રવ્યસંયમ, ૨૯૨; બાહ્યાંતર શ્રેણિનો વિરોધ, ૨૨૯, ૪૦૩, ૪૦૫-૪૦૬; બોધેલું આજ્ઞાનું મહાત્મ, ૩૨૩, ૪૦૨, ૪૨૨; ભક્તિમાર્ગનું આરાધન, ૨૨૭; શ્રુતકેવળીપણું, ૩૦૭; નો સાતમું ગુણસ્થાન લેવા માટે પુરુષાર્થ, ૨૪૯-૨૫૨. ૪૧૦; ક્ષાયિક સમકિત લેવા માટે
પુરુષાર્થ, ૨૪૧-૨૪૩, ૪-૬-૪૦૮ - ગુણો: અનુકંપા, ૨૨૭; અસંગતા, ૨૫૩, ૨૬૬૨૬૭, ૨૮૪-૨૮૬, ૪૧૧; અહોભાવ(પ્રભુ પ્રત્યે), ૨૧૮, ૨૪૨-૨૪૩; આસ્થા, ૨૨૭; આજ્ઞાધીનતા, ૨૪૮-૨૫૦, ૪૦૧, ૪૦૨, ૪૧૬, ૪૨૪-૪૨૭; ઉદાસીનતા, ૨૨૨, ૨૨૮, ૨૨૯, ૨૪૮, ૨૫૪, ૨૭૪; કલ્યાણભાવ, ૨૫૬, ૨૫૮, ૨૬૯; ભક્તિ, ૨૧૮-૨૧૯, ૨૨૭, ૨૪૯; કષાયોની મંદતા, ૨૦૮;
રુચક પ્રદેશ, ૮૭, ૧૯૭, ૩૭૪; અને આજ્ઞામાર્ગ,
૩૮૮; આઠમાની પ્રાપ્તિ, ૬, ૩૭૫; આજ્ઞાપાલન વખતે ગુરુ સાથે અનુસંધાન કરે, ૩૪૪; કલ્યાણભાવથી રક્ષિત, ૧૯૭; ચોથો પ્રદેશ ખૂલવાની પ્રક્રિયા, ૫૮, ૩૭૪; છઠ્ઠી રુચક પ્રદેશ ખૂલવાની પ્રક્રિયા, ૬૧, ૩૭૪; તીર્થકર પ્રભુના, પ૨, ૭૯; તીર્થંકર પ્રભુ થકી સાતની પ્રાપ્તિ, ૬, ૩૩-૩૪, ૧૯૭, ૩૭૪; ત્રીજો પ્રદેશ ખૂલવાની પ્રક્રિયા, ૪૦, ૩૭૪; ની આકૃતિ શુક્લધ્યાનમાં, પ૨; ની આકૃતિ નો મહિમા, પ૨, ૭૯-૮૧; પહેલો પ્રદેશ ખૂલવાની પ્રક્રિયા, ૩૩-૩૪, ૩૭૪; પાંચમો પ્રદેશ ખૂલવાની પ્રક્રિયા, ૬૦, ૩૭૪; બીજો પ્રદેશ ખૂલવાની પ્રક્રિયા, ૩૮, ૩૭૪; માં કલ્યાણભાવ રોપાયેલો, ૧૯૭; માંથી ૐ ધ્વનિ ઉપજે, ૧૯૮; મેળવવા પાત્રતા, ૩૫; શુધ્ધપણું જાળવી રાખે, ૧૯૭; સાતમો પ્રદેશ ખૂલવાની પ્રક્રિયા, ૯૩, ૩૭૫; ક્ષેપક શ્રેણિમાં, ૧૯૮; નિત્યનિગોદ પણ જુઓ
४७७
Page #504
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
ઋણાનુબંધ, ૯; અનંત જીવો સાથે બંધાય, વિભાવઃ થી કર્મ બંધાય, ૧૫૩; ૧૧૮ મૈત્રીભાવથી શુભ, ૯; તીર્થંકરપ્રભુ ને
વિવિક્ત શયનાસન, ૧૭૯, ૩૩૭ ગણધરજીનું, ૧૧, ૨૫; અશુભ ને શુભમાં પલટાવું, ૩૬; સદ્ગુરુ સાથે, ૧૯૬, ૩૮૯
વિવેક(ગુણ): ક્રોધથી હણાય, ૧૨૩ વિષયો, પાંચ ઇન્દ્રિયના, ૧૮૭-૧૮૮; અને
બહ્મચર્ય, ૧૮૯ લેશ્યા અનુસાર કર્મપુદ્ગલનો આશ્રવ, ૧૫૩;
વીતરાગતા: ૨૮૯, ૪૨૨, ૪૨૭; અને ઉત્તમ અનુસાર ગતિનું બંધન, ૧૫૫; કષાયની મંદતા
આર્જવ, ૧૩૯-૧૪૦; અને ઉત્તમ ક્ષમા, ૧૨૮; તીવ્રતાના આધારે, ૧૨૭; ભાવને અનુસરે,
અને ઉત્તમ શૌચ, ૧૪૬-૧૪૭; અને સત્યધર્મ, ૧૫૩
૧૬૦; અને સંયમધર્મ, ૧૬૪; એ આત્માની લોકસ્વરૂપભાવના, ૧૭૧; માં છ દ્રવ્યનું પવિત્રતા, ૧૪૬-૧૪૭; કેવળજ્ઞાન પછી નિરૂપણ, - ૧૭૨
સંપૂર્ણ, ૬૧, ૯૪, ૧૪૭; ખીલવવા કષાયો લોભ, ૧૪૧-૧૪૨, ૧૪૫; અન્ય કષાયને દબાવે,
પર સંયમ, ૩૧૨; થી કર્મની નિર્જરા, ૨૮૯, ૧૪૩; અને રાગનો ગાઢ સંબંધ, ૧૪૪; અપૂર્ણ
૩૦૫; થી પંચપરમેષ્ટિનાં કલ્યાણનાં પરમાણુ આજ્ઞાએ આરાધના કરવાથી બંધાય, ૩૭૦;
ગ્રહાય, ૩૧૨; વધારવા પરમાર્થ પુણ્ય બાંધવું, ઇન્દ્રિયોના વિષયથી બંધાય, ૧૪૨ - ૧૪૩;
૩૧૩, ૪૨૬ ના ચાર પ્રકાર, ૧૪૩, ૧૪૪; થી બચવા શૌચ વીર્ય: આત્મવિકાસ માટે અત્યંત જરૂરી, ૩૯૦ગુણ, ૧૪૧, ૧૪૩; દશમાં ગુણસ્થાને ક્ષય,
૩૯૧, ૪૧૬; અંતરાય કર્મના ક્ષય થી પ્રગટે. ૧૪૫; નો અંત સર્વ કષાય પછી, ૧૪૫; નો
૨૬-૨૭; આજ્ઞાધીનતાથી ખીલે, ૩૪૪, સંવર નિસ્પૃહતાથી, ૧૫૬; પરમાર્થનો, ૧૪૪
૩૫૮, ૪૧૬; ખીલવવા કલ્યાણભાવ, ૨૬૨૭; ગણધરપ્રભુનું, ૨૩; તપથી ખીલે, ૧૯૧,
૩૫૮; તીર્થકર પ્રભુનું, ૨૬-૨૮, ૬૨; કર્મના વિનય (ગુણ): નું મહાત્મ, ૧૪૯, ૩૫૮; સ્થિતિ અને રસઘાત સાથે કરવા માટે, ૩૯૦;
આચાર્યજી અને ઉપાધ્યાયજીનો, ૩૬૯; નું દાન નિત્યનિગોદના જીવને, ૯-૧૦, ૨૩, આત્મવિકાસ માટે અત્યંત જરૂરી, ૧૪૯-૧૫૦, ૯૩; પૂર્ણ આજ્ઞાએ આરાધન કરવાથી વધે, ૩૩૯, ૩૫૮; શ્રદ્ધા અને ભક્તિથી ખીલે, ૩૭૧; રુચક પ્રદેશોમાં રોપાયેલું, ૧૯૮-૧૯૯; ૩૩૨
સંસારના વિષમ પ્રસંગોમાં કેમ ખીલવવું, ૨૪૪,
૨૭૬ વિનય (તપ), ૧૭૯, ૩૩૮-૩૩૯; આત્મવિકાસ
માટે આવશ્યક, ૩૫૮; માનભાવ ઘટે, ૧૭૯- વેદનીય કર્મઃ અશાતાવેદનીય બંધના કારણો, ૧૮૦, ૩૩૯, ૩૫૮
૧૫૪; શાતાવેદનીય બંધના કારણો, ૧૫૪
४७८
Page #505
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્ય, ૨૧૯; આત્મવિકાસને સહેલો બનાવે, ૨૧૭; કેળવવા બોધદુર્લભભાવના, ૧૭૩; કેળવવા બાર ભાવના, ૨૦૨-૨૦૩; જાતિસ્મૃતિજ્ઞાનથી પ્રગટે, ૨૦૯; થી માનભાવ ઘટે, ૨૫૭; ભક્તિમાર્ગે ખીલે, ૨૧૯; લોકસ્વરૂપભાવનાના આરાધનથી, ૧૭૨; સંસારના પ્રતિકૂળ સંજોગોથી દૃઢ થાય, ૨૫૯, ૨૬૭; શ્રીમદ્ રાજચંદ્રનો, ૨૦૮, ૨૧૭, ૨૧૯, ૨૨૧; છૂટવાની ભાવના પણ જુઓ
વૈયાવૃત્ય તપ, ૧૮૦, ૩૩૯-૩૪૦ વૃત્તિસંક્ષેપ તપ, ૧૭૮, ૩૩૫
વ્યવહા૨શુદ્ધિ: જાળવવા પુરુષાર્થ, ૨૩૬; ૨૮૧; થી અલ્પ કર્મબંધન અને વિશેષ નિર્જરા, ૩૦૯
શ
શરણું, સત્પુરુષ/સદ્ગુરુ/પ્રભુનુંઃ થી મળતું રક્ષણ, ૧૪૯; પરિભ્રમણનો અંત લાવે, ૧૪૯, ૧૯૨; પંચપરમેષ્ટિ ભગવંતનું, ૩૫૨
લાભો આજ્ઞાધીનતા વધે, ૩૭૨, ૩૭૩; આશ્રવ ઘટે,; અંતરાયનો ક્ષય, ૩૭૨; છૂટવાના ભાવ વધે, ૧૧૯; વીર્ય ખીલે, ૩૭૧ શાંતિ(ગુણ), આત્મશાંતિ જુઓ
શુક્લધ્યાન, ૩૪૨; અને ધર્મધ્યાન વચ્ચે રમવું, ૩૦૫; અને પરપદાર્થની સુખબુદ્ધિ, ૩૧૩, ૪૨૦; અને સાતમું ઉત્કૃષ્ટ ગુણસ્થાન, ૩૮૬; થી પરમાર્થ પુણ્યનું બંધન, ૩૧૩; પૂર્ણ આજ્ઞાએ કરવું, ૩૭૧; માં અશાતાના ઉદયોને વેદવા, ૩૮૪; માં આશાના કવચથી સ્થિરતા, ૩૭૩; માં પંચપરમેષ્ટિના કલ્યાણનાં પરમાણુ ગ્રહવા,
પરિશિષ્ટ ૨
૩૮૪; માં પાપ-પુણ્યનો ક્ષય, ૩૦૫, ૩૧૧, ૩૬૮; નો ઉપરાઉપરી સ્પર્શ, ૫૯; નો કાળ વધારવા પુરુષાર્થ, ૩૦૫, ૩૮૬, ૪૨૦; મોટી નિર્જરા ક૨વા સંસારસુખની અનિચ્છા, ૩૧૫, ૪૨૦; શુધ્ધ કરવા આજ્ઞાધીનતા, ૩૭૨; સાતમા ગુણસ્થાનથી શરૂ, ૩૪૨; સાતમું ગુણસ્થાન પણ જુઓ
૪૭૯
શૂન્યતા, ૩૭૯; આજ્ઞામાં રહેવાના હકારથી વધે, ૨૪૯, ૩૭૯-૩૮૦, ૪૨૫; ચોથા ગુણસ્થાને, ૩૮૦; માં કર્મનો રસ અને અનુભાગ ઘટે, ૩૮૯-૩૯૦; ધર્મધ્યાન પણ જુઓ
શૌચઃ અને અહિંસાપાલન, ૧૫૧-૧૫૨; ‘ઉત્તમ શૌચ' ચારે કષાયના ક્ષયથી પ્રગટે, ૧૪૫; લોભના અભાવથી પ્રગટે, ૧૪૧; એટલે પવિત્રતા, ૧૪૧
શ્રધ્ધા: નું મહાત્મ્ય, ૩૨૮
શ્રી: આત્માના ચારિત્ર ગુણનું પ્રતિક, ૫૧-૫૨ શ્રીમદ્ રાજચંદ્ર, જુઓ રાજચંદ્ર, શ્રીમદ્ શ્રુતકેવળીપણું: તીર્થંકરપ્રભુને સાતમા ગુણસ્થાને પ્રાપ્તિ, ૩૧
શ્રેણિ: અને આજ્ઞાપાલન, ૩૮૬-૩૮૭; ક્ષેપક શ્રેણિ પણ જુઓ; ઉપશમ શ્રેણિ પણ જુઓ
સ
સકામ નિર્જરા, ૧૫૬-૧૫૭, ૧૯૧; તપથી, ૧૫૮, ૩૩૪; સંજ્ઞીપંચેન્દ્રિય જીવો કરે, ૧૫૭૧૫૮; મંત્રસ્મરણથી, ૩૫૦
સદ્ગુરુઃ અભાવથી જીવની દશા, ૧૧૮; અભાવમાં નમસ્કારમંત્રથી આત્મવિકાસ,
Page #506
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
૩૫૧; ગણધરપ્રભુ ઉત્તમ, ૧૯૪; ની અગત્ય, ૧૪૯, ૧૯૪-૧૯૫; ની પાત્રતાના આધારે જીવનો વિકાસ, ૧૧૯ ; ના કલ્યાણભાવથી આત્મવિકાસ, ૧૫૦, ૧૯૨,૧૯૪; ની પ્રાપ્તિ માટે પુણ્ય જોઇએ, ૩૫૦, ૩૮૯; નો આશ્રય(શરણું), ૧૪૯, ૧૯૨; પાસે મંત્રપ્રાપ્તિ, ૩૫૦; પ્રત્યે પ્રેમ, શ્રદ્ધા, અર્પણતા, ૧૪૯૧૫૦, ૧૯૬, ૨૦૪; પ્રતિ વિનય, ૧૪૯૧૫૦, ૧૯૬, ૩૩૯; સાથે શુભ ઋણાનુબંધ, ૧૯૬; સન્દુરુષ પણ જુઓ
સપુરુષ અને ૐ ધ્વનિ, ૧૯૮-૧૯૯;
તીર્થંકર ભગવાન સર્વોત્તમ, ૩; ના હૃદયમાં તીર્થસ્થાન, ૨૦૧; ના સાનિધ્યમાં આત્માર્થે વિકાસ, ૩, ૧૭૨, ૩૮૨-૩૮૩; ની સમર્થતા કલ્યાણભાવને આધારે, ૯; નો કલ્યાણભાવ, ૧૯૫, ૩૮૨-૩૮૩; ની સમર્થતા કોના નિમિત્તે નિત્યનિગોદથી નીકળે તેના આધારે, ૧૦; નો કલ્યાણભાવ શિષ્ય ગ્રહે, ૧૯૩-૧૯૪, ૩૮૨; સદ્ગુરુ પણ જુઓ
૧૩૪, ૧૪૭, ૧૪૬; ના આઠ ગુણ, ૧૭૫; ના પાંચ ગુણો શ્રીમદ્ રાજચંદ્રમાં, ૨૨૭; મેળવવા વિનય ગુણ, ૧૪૯-૧૫૦; મેળવવા સરુનો
બોધ, ૨૦૨-૨૦૩; મેળવવા શૂન્યતા, ૩૭૯ – પાત્રતા કેળવવાઃ છૂટવાના ભાવ અગત્ય,
૩૨૭; ભક્તિ સદ્ગુરુ પ્રત્યે, ૩૨૮; – મેળવ્યા પછીઃ અશાતાના ઉદયો વધુ આવે, ૨૬૭; પ્રત્યેક ગુણોનો અનુભવ, ૨૩૪; પંદર ભવે મુક્તિ, ૨૬૭; મોહનીય કર્મની સ્થિતિ, ૨૬૭ – પ્રકારઃ ઉપશમ સમકિત, જુઓ ઉપશમ સમકિત; ક્ષયોપશમ સમકિત (પરમાર્થ સમકિત), જુઓ ક્ષયોપશમ સમકિત; ક્ષાયિક સમકિત, જુઓ
ક્ષાયિક સમકિત સમર્થતા,સપુરુષનીઃ કલ્યાણભાવને આધારે, ૯, ૨૨; કોના નિમિત્તે નિત્યનિગોદમાંથી નીકળે તેના આધારે, ૧૦, ૨૨; સમદ્રષ્ટિપણું, ૨૭૩ સમભાવઃ ઇચ્છા ઘટવાથી વધે, ૨૮૩-૨૮૪,
૪૧૪; થી કષાય ઘટે, ૨૭૩; થી માન હણાય, ૧૩૨; થી નિર્જરા, ૨૭૧, ૨૮૮-૨૯૦; થી રાગદ્વેષ ઘટે, ૨૮૯; સંસારની વિકટ પરિસ્થિતિમાં, ૨૪૪, ૨૬૩, ૨૬૭, ૨૮૨,
૪૧૪, ૪૧૬ સમવસરણ, ૬૪-૬૬, ૯૭; માં ૐ ધ્વનિથી
દેશના, પર; માં કેવળીપ્રભુનું યોગદાન, ૯૭ સમિતિ, પાંચ, ૧૫૯, ૧૬૮-૧૬૯, નો ક્રમ, ૧૬૯; માત્ર મુનિઓને હોય, ૧૫૯; સત્તરભેદે સંયમનું અંગ, ૧૬૨, ૧૬૫;
સત્યવ્રત અને સત્યધર્મ વચ્ચે ફરક, ૧૫૯; થી
પરપદાર્થની સુખબુદ્ધિ તૂટે, ૧૬૭; વાણીની સત્યતા, ૧પ૯
સત્ય (ધર્મ): અને સત્યવ્રત વચ્ચે ફરક, ૧૫૯;
આત્માનુભૂતિથી ખીલે, ૧૬૦; મિથ્યાત્વના અભાવથી પ્રગટવા માંડે, ૧૬૦; વીતરાગતાની
પરિણતી તે, ૧૬૦-૧૬૨; સમકિત (સમ્યક્ત્વ), ૨૩૩-૨૩૪; અને મિથ્યાત્વ, ૧૨૬-૧૨૭, ૩૭૯-૩૮૦; અને અનંતાનુબંધી કષાય, ૧૨૬-૧૨૮, ૧૩૩-
४८०
Page #507
--------------------------------------------------------------------------
________________
સમુદ્લાત, કેવળી, ૩૭૪; તીર્થંકર પ્રભુનો, ૯૩;
વખતે નિત્યનિગોદના જીવો પર થતો ઉપકાર, ૩૪-૩૫, ૯૩; માં કલ્યાણનાં પરમાણુ જગતમાં છોડે, ૧૯૩-૧૯૪, ૩૭૪; નિત્યનિગોદ પણ જુઓ
સમ્યક્ચારિત્ર: કેળવવા ઉત્તમ ક્ષમા, ૧૨૬; કેળવવા ઉત્તમ માર્દવ,૧૩૩; કેળવવા ઉત્તમ આર્જવ, ૧૩૮-૧૪૦
સમ્યક્ત્વ, જુઓ સમકિત
સમ્યક્દર્શનઃ મેળવ્યા પછી ઉત્તમ આર્જવ ખીલે, ૧૪૦; મેળવ્યા પછી ઉત્તમ ક્ષમા ખીલે, ૧૨૫૧૨૭; મેળવ્યા પછી ઉત્તમ માર્દવ ખીલે, ૧૩૪; સમકિત પણ જુઓ
સભ્યજ્ઞાનઃ પછી અનંતસંસારનો બંધ ન હોય,
૧૪૦
સરળતાઃ થી માયા તૂટે, ૧૩૬, ૧૩૯, ૧૫૬; વીતરાગી, ૧૩૯-૧૪૦
સર્વસંગપરિત્યાગઃ અને છઠ્ઠું ગુણસ્થાન, ૨૫૦
૨૫૧
સાતમું ગુણસ્થાન, અપ્રમત્તસંયત, ૩૮૫; અને શુક્લધ્યાન, ૨૪૯, ૩૧૨, ૩૮૪-૩૮૫, ૪૨૬; આજ્ઞાપાલન, ૩૮૪-૩૮૫, ૪૨૬;
નો કલ્યાણભાવ, ૩૮૪-૩૮૫; મેળવવા માટે શ્રીમદ્ રાજચંદ્રનો પુરુષાર્થ, ૨૪૯-૨૫૨, ૪૧૦; સત્પુરુષ થવાની પાત્રતા પ્રગટે, ૩૧, ૨૮૪-૨૮૫; વખતે આત્મામાં પ્રવર્તતું તીર્થસ્થાન, ૯૮-૯૯; પરમાર્થ શાતાવેદનીય, ૩૮૫; શુક્લધ્યાન પણ જુઓ
પરિશિષ્ટ ૨
· મેળવવા પુરુષાર્થ: અહોભાવ વધારવો, ૨૪૮; ઉત્કૃષ્ટ(સાતમું) ગુણસ્થાન કેવી રીતે વિકસે, ૩૮૫; આજ્ઞાધીનપણું, ૯૮, ૨૪૮-૨૪૯, ૩૬૮, ૩૮૪-૩૮૫; નિર્વિકલ્પતાની ભાવના, ૨૫૦, ૪૧૦; શાતા-અશાતાનો નકા૨, ૨૮૨, ૨૮૪-૨૮૫, ૩૮૫, ૪૨૨, ૪૨૬; સંસારનો ૨સ ક્ષીણ ક૨વો, ૩૧૨
સાધુ-સાધ્વીજીઃ આત્મવિકાસમાં સાથ, ૩૫૫-૩૫૬; આજ્ઞાપાલન, ૩૫૭-૩૫૯; ઉપાધ્યાયજીનાં પદ સુધી કેવી રીતે વિકાસ કરે, ૩૬૭; નમસ્કાર મંત્રમાં પાંચમું પદ, ૩૫૫; ના ૨૭ ગુણો, ૩૫૬; નાં કલ્યાણનાં પરમાણુનાં લક્ષણો, ૩૬૨; નો પુરુષાર્થ, ૩૬૧-૩૬૨; નો કલ્યાણભાવ, ૩૫૫, ૩૫૭, ૩૫૯; શિષ્ય તરીકેની ઉત્તમ પાત્રતા, ૩૫૬; સ્વરૂપલીનતા વખતે અન્ય પરમેષ્ટિના કલ્યાણનાં પરમાણુ ગ્રહે, ૩૬૨
૪૮૧
સિદ્ધભૂમિઃ અને કેવળીપ્રભુનું દેહવિસર્જન, ૯૩; કેવળીપ્રભુ સમુદ્દાતના અંતે પહોંચે, ૯૩ સિદ્ધપ્રભુ (ભગવાન), ૩૭૬-૩૭૭; અને સિધ્ધભૂમિ, ૯૩; નમસ્કારમંત્રમાં બીજુ પદ, ૩૫૩-૩૫૪; ના નિમિત્તે જીવ નિત્યનિગોદથી બહાર નીકળે, ૬-૭, ૩૪, ૯૩, ૩૭૫; ના ગુણો, ૩૭૫-૩૭૬; નિર્વાણ પછી કદ-આકાર, ૯૩; ના આજ્ઞાપાલનની પૂર્ણતા, ૩૭૬; સમુદ્દાત પણ જુઓ
સિદ્ધા, પંદર ભેદે, ૧૦, ૨૨ સુખબુદ્ધિ, સંસારી પદાર્થોની, ૩૬૦-૩૬૧ – તોડવાના ઉપાયોઃ અસ્તેયવ્રત સેવવું, ૧૬૭; આજ્ઞાધીનતા, ૩૭૨,૪૧૯-૪૨૦,૪૨૬; ઇચ્છા
Page #508
--------------------------------------------------------------------------
________________
કેવળી પ્રભુનો સાથ
પર સંયમ, ૩૧૪-૩૧૫, ૪૧૯; કલ્યાણભાવ સેવવો, ૨૫; પૂર્ણ આજ્ઞાએ આરાધન કરવું, ૩૭૧; મૈત્રી આદિ ચાર ભાવના ભાવવી, ૨૬; સત્યવ્રત સેવવું, ૧૬૭ સુધારસ નું વદન તીર્થંકર પ્રભુને, ૪૯, ૭૫; આત્મદશા વધારવામાં ઉપયોગી, ૭૫; વધવાથી
લોહી ચેત બને, ૮૩ સંજ્વલન (કષાય): કેવળજ્ઞાન લેતાં ક્ષય, ૧૨૭;
ક્રોધ, ૧૨૭-૧૨૮; માન, ૧૩૩-૧૩૪; માયા, ૧૪૦; લોભ, ૧૪૬-૧૪૭ સંયમ: સત્તરભેદ, ૧૬૨, ઇચ્છા પર, ૩૨૧;
સ્વાદેંદ્રિય પર, ૩૩૬; સ્વચ્છંદ ત્યાગવાથી ખીલે, ૩૪૪ સંયમ ધર્મ અને વીતરાગતા, ૧૬૪; અંતરંગ
સંયમ ઉત્તમ, ૧૬૪; છઠ્ઠા ગુણસ્થાનથી શરૂ, ૧૬૪; ત્યાગ થી ખીલે, ૧૯૧; થી સંવર ખીલે, ૧૭૦-૧૭૧,૧૯૧; દેવલોકમાં ન હોય, ૧૬૩; ધર્મ ખીલવવા આશ્રવ, સંવર, નિર્જરા ભાવના, ૧૫૩; સત્તરભેદ, ૧૬૨ સંવેગઃ થી અશાતાના ઉદયોની ઉીણા, ૨૬૮ સંવર, ૧૫૬-૧૫૭; અવિરતિનો સાવદ્યયોગથી, ૧૫૬ ; કષાયનો, ૧૫૬; પૂર્ણ આજ્ઞાએ ક્ષમાપના કરવાથી, ૩૭૧; અંતરંગ સંયમથી વધે, ૧૬૪; ના પ્રકાર, ૧૫૭; અપ્રમાદથી પ્રમાદનો, ૧૫૬ ; વિકસાવવા સત્તરભેદે સંયમ આચરવો, ૧૭૦૧૭૧; યોગનો ૧પ૬,
સંસારભાવ: કેવી રીતે ઘટે, ૩૧૫, ૩૮૯,
૪૧૯-૪૨૦; ઘટાડવા બાર ભાવના, ૨૦૨૨૦૩; ઘટાડવા અશાતાના ઉદયો ઉપકારી, ૨૬૭; થી કષાયો વધે, ૨૩૫; શ્રીમદ્ રાજચંદ્રને ખૂબ મંદ, ૨૧૯; સાથે કરેલું આરાધન સંસારસુખ આપે, ૩૪૫ સંજ્ઞીપંચેન્દ્રિયપણું: પ્રાપ્ત કરવામાં સપુરુષનો ફાળો, ૭, ૧૪૮, ૧૪૯; માં ભાવની સ્વતંત્રતા, ૭, ૧૧૮-૧૧૯; માં સ્વચ્છેદે જીવનું પતન, ૧૧૯; માં સકામ નિર્જરા કરાય, ૧૫૭-૧૫૮ સ્વચ્છંદ: અને અપૂર્ણ અજ્ઞા, ૩૭૦; અને આજ્ઞા વિરોધી, ૩૨૨; દબાવાથી જલદીથી વિકાસ, ૨૮૮, ૩૯૨; ત્યાગવાથી આજ્ઞાધીનતા વધે, ૩૪૪; થી તપનાં આચરણમાં દોષ વધે, ૩૪૩, ૩૪૫; થી વિવેકશક્તિ હણાય, ૧૧૯; થી સંજ્ઞીપંચેન્દ્રિયની સ્વતંત્રતા હણાય, ૧૧૯; ધર્મથી કાબુમાં આવે - ૧૨૦ સ્વરૂપલીનતાઃ આજ્ઞાના આરાધનથી, ૩૪૭, ૪૨૨, ૪૨૬; એ સાચું તપ, ૧૭૭, ૩૨૦; એટલે બ્રહ્મચર્ય, ૧૮૭; થી કલ્યાણનાં પરમાણુ ગ્રહાય, ૩૬૨; થી માયાભાવ તૂટે, ૧૩૯; થી ચારિત્ર ખીલે, ૧૮૭, ૩૦૨; થી ઘાતી કર્મ અલ્પ બંધાય, ૨૭૯; ધ્યાન તપ થકી, ૩૪૧;
ની લગની થી શાતાનો નકાર, ૨૮૫ સ્વરૂપસ્થિતિ, જુઓ સ્વરૂપલીનતા સ્વસ્તિક: આત્માના જ્ઞાન ગુણનું પ્રતિક, પ૦-પ૨; આકૃતિ રુચક પ્રદેશની, પ૨, ૭૯-૮૧
સંવરભાવના, ૧૫૬; થી સંયમધર્મ ખીલે, ૧૫૬૧૫૭, ૧૯૧
સ્વાધ્યાય ત૫, ૧૮૦-૧૮૧, ૩૪૦
૪૮૨
Page #509
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨
- મેળવવા પુરુષાર્થ: અહોભાવ કેળવવો, ૨૪૦; ક્ષપક શ્રેણિઃ ની પ્રક્રિયા, ૩૮૬-૩૮૭, ૩૯૧; ની
ક્ષાયિક લેતી વખતે તીર્થંકર પ્રભુનો પુરુષાર્થ તૈયારી માટે સર્વજ્ઞ પ્રભુનો આશ્રય, ૯૯; પૂર્ણ
૨૭; લેતાં પહેલાં જીવની મનોદષા, ૨૪૧; આજ્ઞાથી, ૩૮૭; માં લોહીનો રંગ બદલાય,
શ્રીમદ્ રાજચંદ્રનો, ૨૪૦-૨૪૨; સમકિત પણ ૮૩; માટે વીર્ય હોવું જરૂરી, ૩૯૧; માં પૂર્ણ આજ્ઞાથી પ્રાર્થના, ક્ષમાપના, મંત્રસ્મરણનું આરાધન, ૩૮૬-૩૮૭; માંડતા પહેલા તીર્થકર પ્રભુનો પુરુષાર્થ, ૬૧, ૧૦૦, ૧૯૮; શ્રેણિ પણ જ્ઞાન, દર્શન,ચારિત્ર, રત્નત્રય જુઓ જુઓ
જ્ઞાન (ગુણ): ખીલવવા પરપદાર્થની સુખબુદ્ધિ ક્ષમા, ૧૫૦; અને અહિંસાપાલન, ૧૫૦-૧૫૧;
છોડવી, ૨૬; ચાર જ્ઞાન અને કેવળજ્ઞાનનો અને વીતરાગતા, ૧૨૮; ઉત્તમ ક્ષમા
સંબંધ, ૮૪-૮૫; નું પ્રતિક સ્વસ્તિક, પ૧-૫૨; સમ્યક્દર્શન પછી પ્રગટે, ૧૨૫-૧૨૮; ક્રોધના કેવળજ્ઞાન, સમ્યકજ્ઞાન પણ જુઓ અભાવથી પ્રગટે, ૧૨૨-૧૨૩, ૧૫૬; ધારણ જ્ઞાનમાર્ગ, ૩૨૮-૩૨૯ કરનારનાં લક્ષણો, ૧૨૬-૧૨૭; નિસ્પૃહતાથી
જ્ઞાનાવરણ કર્મ, ૧૫૩; નાં પરમાણુ મસ્તકમાં, ખીલે, ૨૨૫
૧૯૮ ક્ષમાપનાઃ અપૂર્ણ-પૂર્ણ આજ્ઞાથી કરવાનું ફળ,
– બંધાવાનું કારણઃ પરપદાર્થની સુખબુદ્ધિ, ૧૫૪, ૩૭૧
૨૮૯; જ્ઞાનદર્શનની અશાતના, ૧૫૩ ક્ષયોપશમ સમકિત: અનંતાનુબંધી સત્તાગત થાય, - ક્ષીણ કરવાના સાધનોઃ કલ્યાણભાવ સેવવો, ૧૨૬-૧૨૭; સમકિત પણ જુઓ
૩૮૧; મૈત્રી તથા પ્રમોદ ભાવના ભાવવી, ૨૬; ક્ષાયિક સમકિત,; અને અનંતાનુબંધી કષાયનો પરપદાર્થની સુખબુદ્ધિનો ત્યાગ, ૨૬, ૨૮૯, ક્ષય, ૨૭, ૧૨૭; અને દર્શનમોહ(મિથ્યાત્વ)નો ૪૧૯-૪૨૦, ૪૨૬; પૂર્ણ આજ્ઞાએ આરાધન ક્ષય, ૨૭, ૩૯૦; પછી છ પદનું યથાર્થ શ્રદ્ધાન, કરવાથી, ૩૭૨; સહુ જીવો માટે કલ્યાણભાવ ૨૪૧; પછી અશાતાના ઉદય વધુ આવે, ૨૬૭;
સેવવો, ૨૬-૨૭; સ્વાધ્યાય ત૫, ૧૮૦-૧૮૧, અનંતાનુબંધી કષાય તથા મિથ્યાત્વ પણ જુઓ ૩૪૦-૩૪૧
૪૮૩
Page #510
--------------------------------------------------------------------------
Page #511
--------------------------------------------------------------------------
_