________________
કેવળી પ્રભુનો સાથ
આ તબક્કામાં તેમની વીતરાગમાર્ગની શ્રદ્ધા નિશ્ચળ થઈ હતી, તેની સાથે તેમનામાં એ માર્ગ પ્રવર્તાવવાની અભિલાષા ઊગતી જણાય છે. સંસારથી મુક્ત થઈ જે માર્ગે શાશ્વત શાંતિની પ્રાપ્તિ થાય છે, તે માર્ગ અને તે શાંતિ સહુ જીવો પામો એવી ભાવના તેમનામાં તીવ્ર થતી દેખાય છે. જે તેમનામાં રહેલું અને ખીલતું ધર્મનું મંગલપણું ગણી શકાય. ધર્મનાં મંગલપણાના અનુભવની છાયામાં તેમને સંસારનો કંટાળો આવવા લાગ્યો હતો, સંસારમાં સુખ નથી તેવી દઢતા થવા લાગી હતી, તેને કારણે પ્રવર્તતી ઉદાસીનતાને લીધે તેઓ સંસારી સંબંધોમાં સારી રીતે પ્રવર્તી શકતા નથી તેવા ઉલ્લેખો મળવા લાગ્યા, તેમણે તેમના બનેવી શ્રી રા. ચત્રભુજ બેચરને સં.૧૯૪૩માં (આંક ૨૬) લખ્યું હતું કે, –
“પત્રનો ઉત્તર નથી લખી શક્યો. તમામ મનની વિચિત્ર દશાને લીધે છે. રોષ કે માન એ બેમાંનું કાંઈ નથી. કંઈક સંસારભાવની ગમગીની તો ખરી. એ ઉપરથી આપે કંટાળી જવું ન જોઈએ.” “વૈરાગ્યને લીધે જોઈતા ખુલાસા લખી શકતો નથી .... હું કેવળ હૃદયત્યાગી છું. થોડી મુદતમાં કંઈક અદ્ભુત કરવાને તત્પર છું; સંસારથી કંટાળ્યો છું ..... સત્ય સુખ અને સત્ય આનંદ તે આમાં નથી. તે સ્થાપન થવા એક ખરો ધર્મ ચલાવવા માટે આત્માએ ઝંપલાવ્યું છે. જે ધર્મ પ્રવર્તાવીશ જ .. અને એ ધર્મના શિષ્યો કર્યા છે. અત્રે એ ધર્મની સભા સ્થાપન કરી લીધી છે....... આખી સૃષ્ટિમાં પર્યટન કરીને પણ એ ધર્મ પ્રવર્તાવીશું .... ધર્મના સિધ્ધાંતો દૃઢ કરી, હું સંસાર ત્યાગી તેઓને ત્યગાવીશ.” (આંક ૨૭)
કૃપાળુદેવે ઓગણીસ વર્ષની વયે તેમના બનેવીને લખેલા આ પત્રમાં વીતરાગ માર્ગનો ફેલાવો કરી, તેની પ્રભાવના કરવાનો તેમનો દઢ નિર્ધાર જોવા મળે છે. જૈન ધર્મ પ્રવર્તાવવા માટે જે જે યોગ્યતા જોઈએ તે તે મેળવી લેવાની તત્પરતા અહીં જોવા મળે છે. આ પરથી આપણને સમજાય છે કે તેમના આત્મામાં સહુ જીવોનું કલ્યાણ
૨૨૨