________________
કેવળી પ્રભુનો સાથ
વધારે ઉજ્જવળ કરે છે. પરિણામે દેનાર – લેનાર બંનેની ધર્મસ્થિરતા અને નિર્જરા વધતાં જાય છે.
આ પ્રમાણે વિકાસ કરી જે જે જીવો આચાર્યજીનાં કાર્ય સુધી પહોંચે છે તેઓમાં કલ્યાણભાવનું ઘૂંટણ ઘણું વધારે થાય છે, તેમની સંસારસ્પૃહા નહિવત્ થઈ જાય છે, અને સ્વાર કલ્યાણના ભાવ ખૂબ ઊંડા ગયા હોય છે; આને કારણે તેઓ મુખ્યતાએ ગણધરજી, કેવળીપ્રભુ તથા અરિહંતપ્રભુએ વહાવેલાં કલ્યાણનાં પરમાણુઓ ગ્રહણ કરતા હોય છે, ત્યારે અન્ય જીવોએ પ્રગટાવેલાં કલ્યાણનાં પરમાણુઓનું ગ્રહણ અલ્પ માત્રામાં હોય છે.
આવી વર્તનાના કારણથી તેઓ ઉત્તમ ચારિત્ર પાળી, ક્ષપક શ્રેણિની તૈયારી શરૂ કરે છે. તે ઉપરાંત, પોતે સ્વીકારેલા કલ્યાણનાં પરમાણુમાંથી પોતાને યોગ્ય સત્વ કાઢી લઈ, તેનો સ્વ અર્થે ઉપયોગ કર્યા પછી, તે પરમાણુઓમાં પોતે ઘૂંટેલા કલ્યાણભાવને ઉમેરીને જગતજીવોના કલ્યાણ અર્થે આવા ઉત્તમ બનાવેલા પરમાણુઓ જગતજીવોને સતત ભેટ આપતા રહે છે. આવા પરમાણુઓમાં, તેને ગ્રહણ કરનારને જગતનાં સુખની સ્પૃહાથી છૂટા કરાવવાની તાકાત વધી ગઈ હોય છે, કારણકે તેમાંના મોટા ભાગનાં પરમાણુઓ, શ્રી સર્વજ્ઞ વીતરાગ ભગવાને આત્મસાત્ કરેલાં કલ્યાણનાં પરમાણુઓ હોય છે. તે પરમાણુઓ સતત આત્માનુભૂતિમાં અને આત્માનંદમાં રમતા એવા પરમોત્તમ આત્માનાં ચારિત્રથી વિભૂષિત થયેલા હોવાથી, તે પરમાણુઓમાં જગતના જીવોની સંસારસ્પૃહા તોડવાની અને આત્મશુદ્ધિની સ્પૃહામાં જોડવાની ગજબની તાકાત સમાયેલી હોય છે. આવા પરમાણુઓ ગ્રહણ કરનાર જીવ સહજતાએ ઉત્તમ ચારિત્રનું પાલન કરી શકે છે, અને સહેલાઈથી આત્માનુભૂતિમાં સરી શકે છે, જઈ શકે છે. અલબત્ત, આવા પરમાણુઓ ગ્રહણ કરનાર જીવના સ્વતંત્ર ભાવો અને પુરુષાર્થ એ સિદ્ધિમાં ઉત્કૃષ્ટતા કે મંદતા લાવી શકે છે.
શ્રી આચાર્યજીને પાંચ મહાવ્રતોનું પાલન ઘણી સૂક્ષ્મતાએ હોય છે. તેમને શ્રી પ્રભુ પ્રતિ બળવાન ભક્તિયોગ હોવાને કારણે સંસાર પ્રતિ પરમ ઉદાસીનપણું વર્તતું હોય છે; તેથી તેમનામાં વીતરાગતા અને પરમ વીતરાગતા સતત ખીલતાં જાય છે, તેઓ અતિ મંદ કષાયી હોય છે, અને તેમને શ્રુતજ્ઞાનનું બહોળાપણું સંભવે છે. પરિણામે
3६४