________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
વિશેષતા આ વર્ષમાં ધ્યાનમાં આવતી નથી. તેમ છતાં તેમનાં નીચેનાં વચનો તેમની અંતરંગ વૃત્તિ અને પ્રવૃત્તિ પર સારો પ્રકાશ પાડે છે. સાથે સાથે સહુ માટેના પોતાના કલ્યાણભાવ ઉત્કૃષ્ટતાએ વર્તે તેવી ભાવના તથા ઇચ્છા અમુક વચનોમાં ગૂઢ રીતે વ્યક્ત થયેલી જોવા મળે છે. એમણે લખ્યું છે કે, –
“દેહથી ભિન્ન સ્વપરપ્રકાશક પરમ જ્યોતિસ્વરૂપ એવો આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજનો! અંતર્મુખ થઈ, સ્થિર થઈ, તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો .. વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે, તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્ત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે?” “પરમ ધર્મરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જેવો પરિગ્રહ તેથી હવે હું વિરામ પામવાને જ ઇચ્છું છું. અમારે પરિગ્રહને શું કરવો છે? કશું પ્રયોજન નથી.” “સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ “હે આર્યજનો! આ પરમ વાક્યનો આત્માપણે તમે અનુભવ કરો.” (જેઠ, ૧૯૫૪. આંક ૮૩૨) જેને કંઈ પ્રિય નથી, જેને કંઈ અપ્રિય નથી, જેને કોઈ શત્રુ નથી, જેને કોઈ મિત્ર નથી, જેને માન-અપમાન, લાભ-અલાભ, હર્ષ-શોક, જન્મ-મૃત્યુ આદિ વંદનો અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્યસ્વરૂપને વિશે સ્થિતિ પામ્યા છે, પામે છે અને પામશે તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે.” “દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે, તેવો આત્મા પ્રત્યે જેણે દેહનો સંબંધ યથાતથ્ય દીઠો છે, મ્યાન પ્રત્યે તરવારનો જેવો સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંધ દીઠો છે; અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે મહતુ પુરુષોને જીવન અને મરણ બંને સમાન છે.”
૩૦૩