________________
કેવળી પ્રભુનો સાથ
આર્ય સોભાગની અંતરંગ દશા અને દેહમુક્ત સમયની દશા, હે મુનિઓ! તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે.” (અષાડ વદ ૧, ૧૯૫૩. આંક ૭૮૬)
આવા આઘાત પ્રત્યાઘાતના બળવાન પ્રસંગોમાં પણ કૃપાળુદેવ પોતાની આત્મસ્થિરતા જાળવી શક્યા છે, તે ઉપરનાં વચનો જોતાં સહેજે સિદ્ધ થાય છે. આવી આત્મસ્થિરતા જાળવવી એ અંતરંગ વીતરાગતાની સહાયતા વગર શક્ય નથી, એ સુવિદિત છે. પોતે તટસ્થ રહી, કર્તવ્ય તરફ અંગુલી નિર્દેશ કરી સૌભાગભાઈના કુટુંબીજનો અને મુમુક્ષુજનોને સન્માર્ગમાં રહેવા, ભવ્ય પુરુષાર્થ કરી આત્મશુદ્ધિ કરવા જે દોરવણી આપી છે તે નોંધનીય છે. ખાસ કરીને તેમનો અંતરંગ આત્મિક વિકાસ જાણવા માટે તે ખૂબ ઉપયોગી થાય તેમ છે. તેઓ જે રીતે વ્યવહારના પ્રસંગોમાં નિસ્પૃહ અને અલિપ્ત રહી આત્મશુદ્ધિકારક બોધ અને દૃષ્ટિકોણ મેળવતા ગયા, તેનાથી આપણા પર તેમણે પ્રાપ્ત કરેલાં વીતરાગતા અને નિસ્પૃહતાની છાપ સ્પષ્ટ ઊઠી આવે છે.
વિ. સં. ૧૯૫૪માં પણ પોતાને અતિપ્રિય એવી આત્મશુદ્ધિ વધારવાની પ્રવૃત્તિ તેમણે વેગવંત રાખી હતી. પોતાના અંગત ગમા અણગમાને તથા ઇચ્છા કે અનિચ્છાને તેઓ આ વર્ષમાં નહિવત્ સ્થાન આપતા હતા. તેમની મુખ્ય ઇચ્છા કર્મ માત્રથી ત્વરાથી છૂટી, સ્વરૂપસિદ્ધિ કરી, અનેકને સ્વરૂપસિદ્ધિ મેળવવામાં જલદીથી સહાય કરવાની હતી. સાથે સાથે બાહ્યસંજોગો તેમને પ્રમાણમાં વિશેષ અનુકૂળ હતા, તેથી આ વર્ષમાં મુમુક્ષુઓને પરમાર્થે યોગ્ય માર્ગદર્શન આપતા પત્રો વધારે લખાયેલા છે. આ પત્રોમાં જે તત્ત્વવિચારણા તેમણે કરી છે તે તેમની આંતરિક ઉચ્ચ આત્મદશાની અભિવ્યક્તિ કરનારી છે. તેમાં વ્યક્ત થયેલું ચિંતન ગૂઢ તથા નિશ્ચયાત્મક બનતું જોવા મળે છે. આ ચિંતન સમજવા તથા મનન કરવા અમુક ભૂમિકા હોવી, પાત્રતા હોવી જરૂરી લાગે છે. અંગત સ્થિતિસૂચક વચનોનો લગભગ અભાવ આ પત્રોમાં જણાય છે. આ વર્ષમાં તેમણે નિવૃત્તિક્ષેત્રનો વસવાટ વધાર્યો હતો, પોતાનું જીવન વિશેષ સંયમી અને કડક ત્યાગીને અનુરૂપ હોય તેવું બનાવ્યું હતું. તેમ છતાં બીજી કોઈ ખાસ
૩૦ર