________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
તેમણે તમારા સર્વ પ્રત્યે જે પરમ ઉપકાર કર્યો હોય તથા તેમના ગુણોનું જે જે અભુતપણું તમને ભાસ્યું હોય તેને વારંવાર સંભારી, તેવા પુરુષનો વિયોગ થયો તેનો અંતરમાં ખેદ રાખી તેમણે આરાધવા યોગ્ય જે જે વચનો અને ગુણો કહ્યાં હોય તેનું સ્મરણ આણી તેમાં આત્માને પ્રેરવો, એમ તમો સર્વે પ્રત્યે વિનંતિ છે ....” “મોહે કરીને જે સમયે ખેદ થાય તે સમયે પણ તેમના ગુણોનું અદ્ભુતપણું
સ્મરણમાં આણી મોહથી થતો ખેદ શમાવીને ગુણોના અભુતપણાનો વિરહ થયો તે પ્રકારમાં તે ખેદ પ્રવર્તાવવો યોગ્ય છે. આ ક્ષેત્રે આ કાળમાં શ્રી સોભાગ જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે. ધીરજથી સર્વેએ ખેદ શમાવવો; અને તેમના અદ્ભુત ગુણોનો અને ઉપકારી વચનોનો આશ્રય કરવો યોગ્ય છે ....” “સંસારનું સ્વરૂપ સ્પષ્ટ જેણે જાણ્યું છે તેને તે સંસારના પદાર્થની પ્રાપ્તિથી કે અપ્રાપ્તિથી હર્ષશોક થવા યોગ્ય નથી, તો પણ એમ જણાય છે કે સપુરુષના સમાગમની પ્રાપ્તિથી કંઈ પણ હર્ષ અને તેમના વિયોગથી કંઈ પણ ખેદ અમુક ગુણસ્થાન સુધી તેમને પણ થવા યોગ્ય છે .. શ્રી સોભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે ઉપકારતા આદિ ગુણો વારંવાર વિચારવા યોગ્ય છે.” (જેઠ વદ ૧૨, ૧૯૫૩. આંક ૭૮૨) “શ્રી સોભાગની મુમુક્ષુ દશા તથા જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો તેનો અદ્ભુત નિશ્ચય વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે .. પ્રત્યક્ષ સત્પરુષના સમાગમ અને તે આશ્રયમાં વિચરતા મુમુક્ષુઓને મોક્ષસંબંધી બધાં સાધનો અલ્પ પ્રયાસે, અને અલ્પ કાળે પ્રાયે (ઘણું કરીને) સિદ્ધ થાય છે; પણ તે સમાગમનો યોગ પામવો દુર્લભ છે. તે જ સમાગમના યોગમાં મુમુક્ષુ જીવનું નિરંતર ચિત્ત વર્તે છે.” (અષાડ સુદ ૪, ૧૯૫૩. આંક ૭૮૩)
૩૦૧