________________
કેવળી પ્રભુનો સાથ
અવધાર્યા હતા, અને તેમનાં કુટુંબીજનોને તથા મુમુક્ષુજનોને જે સર્બોધ આપ્યો હતો તે આજે પણ મનનીય છે, અને તેમની સ્થિતપ્રજ્ઞતાની સાક્ષી આપનાર છે. તેમનો આત્મા એવી અસંગદશા સુધી પહોંચ્યો હતો કે પરમાર્થના વિશ્રામના દુ:ખને પણ તેઓ ખૂબ સહેલાઈથી પચાવી શક્યા હતા. શ્રી જૂઠાભાઈના અવસાન વખતે સં. ૧૯૪૬માં પોતાને થયેલા અકથ્ય ખેદના ઉદ્ગારો તેમણે વ્યક્ત કર્યા હતા, તેમાંનો કોઈ પણ પ્રકારનો ખેદ કે આર્ત પરિણામના ઉદ્ગારો શ્રી સૌભાગભાઈના વિયોગ વખતે જોવા મળતા નથી, બલ્ક આવા પ્રસંગે સહુને ધીરજરૂપ થાય, બળવાન પ્રેરણા આપનાર થાય તેવા બોધવચનોથી ભરેલા, તત્ત્વસભર પત્રો તેમણે લખ્યા હતા. સૌભાગભાઈના ગુણો સંભાર્યા છે, તે અવધારવા અનુરોધ કર્યા છે પણ વિયોગનો ખેદ પ્રદર્શિત કર્યો નથી. અને વાસ્તવિકતા તપાસીએ તો, તેમને શ્રી જૂઠાભાઈ કરતાં શ્રી સૌભાગભાઈ સાથે લાંબા ગાળાનો, ઊંચા પ્રકારનો અને ઘનિષ્ટ સંબંધ હતો; તેને લીધે સૌભાગભાઈના વિયોગની વેદના વિશેષ કઠણ હોવી જોઇએ, પણ તેમ થયું નહોતું. આમ થવામાં તેમની અંતરંગ ઉચ્ચ આત્મદશા બળવાન કારણરૂપ હતી, તેમ આપણને લાગ્યા વિના રહેતું નથી. સૌભાગભાઈના વિયોગ માટે લખાયેલા આશ્વાસન પત્રો તેના ઉત્તમ ઉદાહરણરૂપ છે.
“આર્ય શ્રી સોભાગે જેઠ વદ ૧૦, ગુરુવારે સવારે દશ ને પચાસ મિનિટે દેહ મૂક્યાના સમાચાર વાંચી ઘણો ખેદ થયો છે ... જીવને દેહનો સંબંધ એ જ રીતે છે. તેમ છતાં પણ અનાદિથી તે દેહને ત્યાગતાં જીવ ખેદ પામ્યા કરે છે. અને તેમાં દઢ મોહથી એકપણાની પેઠે વર્તે છે; જન્મમરણાદિ સંસારનું મુખ્ય બીજ એ જ છે. શ્રી સૌભાગે તેવા દેહને ત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, એમાં સંશય નથી.” “વડીલપણાથી તથા તેમના તમારા પ્રત્યે ઘણા ઉપકાર હોવાથી, તેમજ તેમના ગુણોના અભુતપણાથી તેમનો વિયોગ તમને વધારે ખેદકારક થયો છે. તેમનો તમારા પ્રત્યેના સંસારી વડીલપણાનો ખેદ વિસ્મરણ કરી,
૩૦