________________
કેવળી પ્રભુનો સાથ
“જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધચિતિસ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈ અચિંત્ય કરે છે, તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નિજસ્વરૂપ છે, એવો નિશ્ચય જે પરમ કૃપાળુ સત્પરુષે પ્રકાશ્યો તેનો અપાર ઉપકાર છે.” “.... સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુધ્ધ ચૈતન્યસ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુધ્ધ અનુભવરૂપ હું છું. ત્યાં વિક્ષેપ શો? વિકલ્પ શો? ભય શો? ખેદ શો? બીજી અવસ્થા શી? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમ શાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજસ્વરૂપમય ઉપયોગ કરું છું. તન્મય થાઉં છું.” (જેઠ સુદ ૧, ૧૯૫૪, આંક ૮૩૩) “મારું ચિત્ત, મારી ચિત્તવૃત્તિઓ એટલી શાંત થઈ જાઓ કે કોઈ મૃગ પણ આ શરીરને જોઇ જ રહે, ભય પામી નાસી ન જાય.” “મારી ચિત્તવૃત્તિ એટલી શાંત થઈ જાઓ કે કોઈ વૃદ્ધ મૃગ જેના માથામાં ખૂજલી આવતી હોય તે આ શરીરને જડપદાર્થ જાણી પોતાનું માથું ખૂજલી મટાડવા આ શરીરને ઘસે.” (આસો ૧૯૫૪. આંક ૮૫૦)
કૃપાળુદેવને પોતાના આંતરબાહ્ય ચારિત્રને કેવું શુદ્ધ કરવું છે, આત્માને સંસારી પદાર્થો અને તે પદાર્થોના ભોગવટાથી કેવો અલિપ્ત રાખવો છે, સંસારનાં ધંધોથી મુક્ત થઈ આત્મસ્વરૂપમાં કેવા એકાકાર થવું છે તેનો અંદાજ આપણને આ વચનો તથા આ વર્ષનાં અન્ય વચનો વાંચવાથી આવતો જાય છે. તેઓએ આ વર્ષમાં જે પત્રો લખ્યા છે તે સર્વ ત્રાહિતભાવથી, પોતાપણાના અલિપ્તભાવથી લખેલા જોવા મળે છે. તત્ત્વચિંતનનો નિચોડ એમાં તેમણે સમાવ્યો છે, પરંતુ તેમાં ક્યાંય હુંપણું કે અહંપણું ડોકાતું નથી. આ ક્ષેત્રમાં આ કાળે કેવળજ્ઞાન છે કે નહિ, તેની ઝંઝટમાં પડ્યા વિના, કેવળજ્ઞાન માટે જરૂરી ચારિત્ર અને આત્મદશા ખીલવવાના પુરુષાર્થમાં તેઓ એકાકાર કે નિમગ્ન થતા જતા હતા. વર્તમાનમાં કેવળજ્ઞાનાવરણનો પૂર્ણ ક્ષય ન થઈ શકે તો પણ જેટલું શક્ય હોય તેટલું સત્તાગત જ્ઞાનાવરણને ક્ષીણ કરવામાં તેમનો આત્મા લાગી
૩૦૪