________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
પડયો હતો. જેના પરિણામે તેમનો આત્મા શુક્લધ્યાનમાં પાપકર્મની સાથે પુણ્યકર્મનો પણ એટલો જ બળવાન ખે કરવા શક્તિમાન થતો જતો હતો. તેમના આત્મામાં પૂર્ણ વીતરાગ થવાનો અભિલાષ એ રીતે વર્તતો હતો કે તેઓ શુક્લધ્યાન અને ધર્મધ્યાનની વચ્ચે જ રમતા હતા. સંસારના ભોગવટા માટેની તેમની નિસ્પૃહતા સતત વધતી જતી હતી. તેથી તેમને શુક્લધ્યાનમાંથી બહાર નીકળ્યા પછી પણ સંસારની સ્પૃહા નહિવત્ હોવાને કારણે પ્રત્યેક સંસારી પ્રવૃત્તિ મહદ્ અંશે અલિપ્તભાવથી થતી હતી. જેને લીધે ઘાતીકર્મોના બંધન ઘણાં અલ્પ તથા મંદ થાય, અઘાતી શુભ સંસારી કર્મો પણ ઘણા ઓછા બંધાય અને વિશેષ જથ્થો સર્વ જીવના કલ્યાણભાવના પરમાણુઓનો બંધાતો રહે, જે બંધ તેમના અને અન્યના આત્મિક વિકાસ માટે ઘણો જ ઉપયોગી નીવડતો જાય. આમ થવાથી તેમને શુક્લધ્યાનમાં જવાનો પ્રસંગ નાના કાળે આવે, એટલું જ નહિ તે સમય પણ ક્રમથી વધતો જાય અને શુક્લધ્યાન પણ ઊંચા ઊંચા પ્રકારનું થતું જાય. વળી, પુરુષાર્થના બળથી શુક્લધ્યાનમાં જ્યારે જાય ત્યારે પૂર્વસંચિત પાપકર્મની સાથે, સંસારી શાતાના પુણ્યકર્મ પણ બળતાં જાય, અર્થાત્ તે સર્વ પાપપુણ્ય પ્રદેશોદયથી વેદી તેમનો આત્મા તેનાથી નિવૃત્ત થતો જતો હતો; આમ તેમના આત્મપ્રદેશ પર રહેલો શાતા અશાતારૂપ કર્મસંચય ક્ષીણ થઈ, તેની જગ્યાએ સ્વપ૨ કલ્યાણક એવા પરમેષ્ટિ પરમાણુઓ આવતાં જતાં હતાં. આ જાતની પ્રક્રિયા આ વર્ષમાં વિશેષ થઈ જણાય છે, જેના થકી તેમનું કેવળજ્ઞાન નજીક નજીક આવતું ગયું હતું, તેવું અનુમાન આપણે કરી શકીએ તેમ છીએ.
અત્યાર સુધી કરેલા પુરુષાર્થના ફ્ળરૂપે સં.૧૯૫૫માં તેમણે ધારેલી નિવૃત્તિ મેળવી. તેઓ વેપારના કાર્યથી સર્વથા નિવૃત્ત થયા. અને એક સભામાં તેમણે લક્ષ્મી તથા સ્ત્રીનો ત્યાગ પણ કર્યો. આ ત્યાગનું વ્રત તેઓ પૂર્ણતાએ પાળતા હતા, તે એટલે સુધી કે રેલગાડીમાં મુસાફરી કરતી વખતે ટિકિટ જેવી વસ્તુ પણ તેઓ પોતાની પાસે રાખતા ન હતા. ઘરમાં જ રહીને પાંચ મહાવ્રતનું પાલન તેમણે શરૂ કર્યું. તેમણે માતા પાસે સર્વસંગપરિત્યાગ કરવાની અનુજ્ઞા માગી, પણ માતાએ તેવી રજા થોડા કાળ પછી આપવા જણાવ્યું હતું. જેને લીધે તેમણે બાહ્યથી ગૃહવાસ અને અંતરંગથી
૩૦૫